________________
૩૬
આત્મ-ઉત્થાનના પાયે
આત્માનુભવના ઉપાય
બૌદ્ધિક–જ્ઞાન જ્યાં સુધી અનુભવમાં ન પરિણમે, ત્યાં સુધી એ જ્ઞાન પરમ શાન્તિ નથી આપી શકતું. ત્યારે હવે સવાલ એ ઉભેા થાય છે કે આત્મ-અનુભવ કેવી રીતે મેળવી શકાય ?
પહેલાં એ નિ ય કરવા જોઇએ કે, દેહથી આત્મા અલગ છે. શરીરમાંથી આત્મા નીકળી જાય કે તરત જ શરીર શખ ખની જાય છે.
આ આત્મા અથવા ચૈતન્ય શું છે, કેવા અચિન્ય સામર્થ્ય વાળુ' છે, તેના મહિમા આત્મામાં વારવાર વસાવવા જોઈએ.
બીજી રીતે પણ ચૈતન્યના મહિમા હૃદયમાં વસાવી શકાય છે. પચાસ, સાઠ, સિત્તેર કે એ'સી વર્ષના જીવન દરમ્યાન શરીરમાં કેટકેટલાં ફેરફાર થાય છે? ક્રાં બચપણુનુ એ સુકામળ શરીર ! અને પછી વય વધતાં છેલ્લી વૃદ્ધાવસ્થાનું કયાં એ ખખડી ગયેલું શરીર ! છતાં આત્મામાં લેશમાત્ર ફેરફાર થતા નથી. તેના જ્ઞાન-સ્વભાવ તેમજ સુખ દુઃખને અનુભવવાના સ્વભાવ એના એજ રહે છે
વળી એ વિચારવું જોઈએ કે, બાહ્વરૂપનુ જ્ઞાન કરવુ' હાય તા ચક્ષુ-ઇંદ્રિયથી થાય છે, પર`તુ પ્રકાશ ન હાય તા, તે પણ ન થઈ શકે.
એ જ વસ્તુનુ જ્ઞાન મનમાં કરવુ હોય તે ખાદ્યપ્રકાશની કોઈ પણ જાતની મદ્યદ વિના અદરના આત્મપ્રકાશ વડે થઈ શકે છે.
અંદરના આ પ્રકાશ અખંડપણે ચાલ્યા જ કરતા હોય છે. અંદરના આત્મપ્રકાશ ન હોય, તેા મનમાં કોઈ પણ વસ્તુનું દર્શન ન થઈ શકે. સૂર્યના પ્રકાશ કરતાં પણ આ આત્મપ્રકાશનું મહત્ત્વ વધારે આંકવુ' જોઇ એ.
સ્વપ્નમાં જે આખી સૃષ્ટિ દેખાય છે તે આત્મ પ્રકાશમાં જ દેખાય છે. કેમકે એ વિના અંદર કેાઈ ફાનસ, વીજળી કે સૂર્યના પ્રકાશ નથી. અને પ્રકાશ વિના કઈ વસ્તુનુ` દર્શન ન થઈ શકે એ ચેાસ છે. મનમાં એ પ્રકાશ આવ્યા કર્યાંથી ? એ આત્માના પ્રકાશ છે. અને અખંડપણે વહ્યા જ કરે છે.
આ ત્રણે પ્રકારની અદ્દભુતતાનું વારંવાર ચિંતન કરવાથી, બાહ્ય-વિષયાનું ખે‘ચાણ ઓછુ થઇ જશે અને આત્માનુ ખેંચાણુ દિન-પ્રતિદિન વધતું જશે.
આત્માની અખંડ સ્મૃતિ
આત્માનુભવ વિના પરમશાંતિ ન મેળવી શકાય, આ એક અખંડ સત્ય છે. આ અનુભવને મેળવવા માટે આત્માનું અખ ડસ્મરણુ રહ્યા કરે, તો જ તે દૃઢ થતા જાય.