________________
૩૭
આત્માનુભવને ઉપાય
શરીરની અંદર આત્મા જેવી કેઈ અપૂર્વ વસ્તુ રહેલી છે, એવા ચેકસ પ્રકારના જ્ઞાનથી એ સ્મરણ અખંડ બનાવી શકાય. અભ્યાસથી એ થઈ શકે.
મનમાં પહેલાં દઢ સંકલ્પ કર જોઈએ કે, મારે આત્માનું અખંડ સમરણ રાખવું છે! મનમાં કંઈને કંઈ વિચારે ચાલતા જ હોય છે. વિચારોની ઘટમાળ અટકતી જ નથી. તેની સાથે જુદી જુદી સમૃતિઓ પણ ઉઠયા જ કરતી હોય છે.
આ બધા બિનજરૂરી વિચારો અને બિનજરૂરી સમૃતિઓને આપણે પ્રયત્નપૂર્વક, અભ્યાસના બળ વડે અટકાવી શકીએ છીએ. અને એના સ્થાને આત્મ સ્મૃતિમાં આપણું મન પરોવી શકીએ છીએ. માત્ર નિશ્ચય દઢ રાખવું જોઈએ કે, મારે આત્માનું સ્મરણ અખંડ રાખવું છે !
આ નિશ્ચય કર્યા પછી પણ આત્માનું અખંડ સમરણ રહેવા લાગશે જ એ નિયમ નથી! વારંવાર વિમૃતિ થશે, મનમાં આત્મસ્મૃતિને બદલે, બીજી અનેક
સ્મૃતિઓ ઉઠયા કરશે, અનેક વિચારો આવ્યા કરશે, એ ભલે આવે; પણ એક વાર નિશ્ચય દઢ કર્યો હશે તે સફળતા મળશે જ! મનમાં આવતી બીજી સ્મૃતિઓને તેમજ વિચારોને રોકવાનો પ્રયત્ન અખંડ ચાલુ રહેશે, તો ક્યારેક સફળતાના શિખરે પહોંચાશે જ. અખંડ આત્મ સ્મૃતિને નહિ આંબી શકાય, તે પણ એને વિષે દિનપ્રતિદિન પ્રેમ તે વધતે જ જશે. અને છેવટે આત્માની ઝાંખી થયા વિના, આત્માને અનુભવ આવ્યા વિના આત્માને સ્પર્શ થયા વિના નહિ રહે. આત્મધ્યાન
આત્માનુભવ મેળવવા માટે જેટલી જરુર વૈરાગ્યની છે, વિષયે અને કષાને મંદ કરવાની છે, તેટલી જરુર આત્મધ્યાનની પણ છે.
આત્મધ્યાન માટે પ્રાતઃકાળને સમય શ્રેષ્ઠ છે, બ્રહ્મ મુહૂર્તમાં વહેલી સવારે નિદ્રાને ત્યાગ કરી, આત્મધ્યાન માટે અભ્યાસ કરવામાં આવે તે તે શીઘ્ર ફળીભૂત થાય છે.
ધ્યાન વખતે આવી જતા અન્ય વિચારને રોકવા માટે સર્વશ્રેષ્ઠ ઉપાય નામ જપને છે. ઈષ્ટદેવના નામનો જાપ સતત ચાલુ રાખવાથી અયોગ્ય વિચારે આપોઆપ શેકાઈ જાય છે.
એક બાજુ વૈરાગ્ય અને બીજી બાજુ નામ જપને અભ્યાસ ચાલુ રહે, તે આત્માનુભવ મેળવવાની ચાવી હાથમાં આવી જાય.
આપણી ઈચ્છા વિના એક પણ વિચાર કે ભાવ ચિત્તમાં ન ઉઠે એવી માનસિક સ્થિતિ જે આપણે પેદા કરી શકીએ, તે તક્ષણ જ શાતિને અનુભવ આપણે કરી શકીએ.