________________
૩૯
આત્મમય ચિત્તવૃત્તિ
શ્રી અરિહંત પરમાત્માની સાથે સબંધ ધરાવનાર કોઇ પણ વસ્તુનુ જ્ઞાન જેમ શ્રી અરિહંત પરમાત્માનું સ્મરણ કરાવે છે, તેમ નિજ શુદ્ધ આત્માનુ પણુ સ્મરણુ કરાવે જ છે.
શ્રી અરિહંતના સાધુ શ્રી અરિહંતના ધર્મ, શ્રી અહિ તના સંઘ કે શ્રી અરિહતે ઉપદેશેલ તત્ત્વજ્ઞાન અને શ્રી અરિહંતે કહેલ ક્રિયાનુષ્ઠાન એક બાજુ શ્રી અરિહંત પરમાત્માનું અને ખીજી બાજુ પેાતાના શુદ્ધ આત્માનું સ્મરણ કરાવે છે.
સાદૃશ્ય સંબધ જેમ પેાતાના શુદ્ધસ્વરુપનું સ્મરણ કરાવે છે. તેમ વસદેશ સંબધ પેાતાના અશુદ્ધસ્વરૂપનું પણ સ્મરણ કરાવે છે. ઉભયસ્વરૂપનું સ્મરણ કરાવનાર હૈાવાથી, શ્રી અરિહંતનું સ્મરણુ સમ્યક્ત્વને નિર્મળ કરે છે.
શક્તિથી શુદ્ધ અને વ્યક્તિથી અશુદ્ધ એવું પેાતાનું આત્મસ્વરૂપ, શ્રી અરિહતના સ્મરણથી જણાય છે. તેથી એકબાજી અભિમાન અને ખીજી બાજુ દીનતા, આ ઊભય દાષાના ક્ષય થાય છે.
અશુદ્ધસ્વરૂપનું સ્મરણ અભિમાનના ક્ષય કરે છે. શુદ્ધસ્વરૂપનું સ્મરણ દીનતાના
ક્ષય કરે છે.
આ પ્રક્રિયાના અંતે નિજ શુદ્ધ આત્મસ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે. પોતે અને શ્રી અરિહંત અભિન્ન હેાવાનું તત્ત્વ જીવનમાં પ્રતિષ્ઠિત થાય છે.
'F
આત્મમય ચિત્તવૃત્તિ
ચિત્તને જુદી જુદી વૃત્તિએ ધારણ કરતાં રોકવું, તેનુ નામ યાગ છે. રાકવું એટલે વૃત્તિઓનુ વિલીનીકરણ કરવું. ચિત્તવૃત્તિ એ સચ્ચિદાન ંદનું એક વિશેષ સ્ફૂરણ છે.
વૃત્તિએ નિર્મળ અને સ્થિર થઈ જાય તે આત્મા પેાતાને આળખી શકે. વૈરાગ્યથી વૃત્તિઓ નિમ ળ થાય છે. અને અભ્યાસથી સ્થિર થાય છે.
સરોવર એટલે ચિત્ત, તરંગા એટલે વૃત્તિઓ અને સરોવરનું તળિયું તે આત્મા. આત્મા અને ચિત્ત વચ્ચેને ભેદ અભ્યાસ વિના સમજાતા નથી.
અભ્યાસ એટલે યાગાંગાની પુનઃ પુનઃ સત્કારપૂર્વક આવૃત્તિ-અ 1-આદર અને પ્રેમપૂર્ણ અસભ્યસ્તતા, દીર્ઘકાળ સુધી અભ્યાસ માટે અખૂટ શ્રદ્ધા, અવિચળ દૃઢતા, અખડ થયે તેમજ અથાગ પ્રયત્નની જરૂર પડે છે.
સ્વભાવ પર વિજય મેળવવા માટે ચાર વસ્તુની જરૂર છે. શ્રદ્ધા, સમજ, સયમ અને તપ. સિદ્ધિ માત્ર અભ્યાસને આધીન છે.