________________
૫૮
આત્મ-ઉત્થાનને પાયો દ્રવ્યથી નિત્ય, ગુણથી પૂર્ણ અને જાતિથી એક એવું આત્મદ્રવ્ય વિચારવું તે નિશ્ચયનયનો વિષય છે. પર્યાયથી અનિત્ય, ગુણથી અપૂર્ણ અને વ્યક્તિથી અનંત-એ વિચાર વ્યવહાર નયન છે. નિશ્ચયને વિચાર સમ્યગ્દર્શન-જ્ઞાન ગુણને વિકસાવે છે. વ્યવહારને વિચાર ચારિત્રગુણુને વિકસાવે છે.
નિશ્ચયથી આત્મા એક છે. વ્યવહારથી અનેક છે. નિશ્ચયથી પરિણમી અને પૂર્ણ છે. વ્યવહારથી આવરણ સહિત છે માટે અપૂર્ણ છે. આ રીતે વ્યવહાર અને નિશ્ચયને પિતાપિતાના સ્થાને મુખ્ય રાખવાથી રત્નત્રય સ્વરુપ મોક્ષમાર્ગની આરાધના અસ્મલિત પ્રવાહે ચાલતી રહે છે.
નિશ્ચયનયથી આત્મા લેપાયેલ નથી, અર્થાત્ કર્મથી બંધાયેલ નથી, વ્યવહાર નયથી લેપાયેલું છે એટલે જ્ઞાનગી અલિદ્રષ્ટિએ શુદ્ધ થાય છે, ક્રિયાવાળે લિસપણાની દૃષ્ટિએ શુદ્ધ થાય છે.
ધ્યાનદશામાં જ્ઞાનની મુખ્યતા છે, વ્યવહાર દશામાં ક્રિયાની મુખ્યતા છે.
ભેદભેદત્મક આ તત્વજ્ઞાન વિવેકપૂર્વક ગ્રહણ કરીને જીવ પોતાના શુદ્ધસ્વભાવની પ્રાપ્તિ કરે છે.
માન અને અપમાન મહાત્માઓ અપમાન અને દુખ ભોગવવામાં મેટું પુણ્ય સમજે છે.
દીનતા ટાળવાનો ઉપાય દીનતા ટાળવાને ખરે ઉપાય એક જ છે અને તે એ કે પિતાની લાયકાતના પ્રમાણમાં પોતાને વધારે લાભ મળે છે, એમ સમજવું. જે પિતાની નાલાયતા સમજે છે, તે હૃદયની શાંતિ કદાપિ ગુમાવતા નથી. તે પિતાને અપૂર્ણ સમજતું હોય છે, તે દુઃખ સહન કરવામાં કંટાળતો નથી. તે જ તેનું મોટું તપ છે.
પવિત્રતા પવિત્રતા ભગવાનના ગુણે વિષે મેટી દલીલ કરવામાં સમાયેલી નથી, પણ ભગવાન ઉપર પ્રેમ રાખવામાં અને પિતાની જાતને ભૂલી જવામાં રહેલી છે. તે