________________
૩૪
આત્મ-ઉત્થાનને પાયે
અવ્યક્ત છે. અવ્યક્તને અર્થ વાણી અને વિચારથી વ્યક્ત ન કરી શકાય. શૂન્યને અર્થ પણ તે જ છે. જેને ભાવ વાણી વડે વ્યક્ત ન થઈ શકે તે અભાવ છે. વતુરૂપે અભાવ નહિ, પણ સદ્દભાવ છે. વાણીરૂપે સદભાવ નહિ પણ અભાવ છે.
બ્રહ્મ ગુહ્યતમ છે. એને સઘળે સાર ઉક્ત પ્રતિપાદનમાં છે તેને પામવા માટે “અહ”હિત સ્વયંની અનુભૂતિ જ સાર્થક નીવડે છે. જ્ઞાતા-દષ્ટા
વિચારના સાક્ષી બને, માલિક નહિ વિચારોને તટસ્થભાવે જુએ, પકડે નહિ. પકડશે તે વિચારની પાર જઈ શકશે નહિ, વિચારથી જે પર છે, તેને પામી શકશે નહિ.
વિચાર યાત્રી છે, મન તેને રહેવા માટેની ધર્મશાળા છે અને ધર્મશાળા એ ઘર નથી, ઘરનું ઘર નથી,
વિચાર કેવળ વિચાર છે. એમાં સારા-ખોટાની ભાવના બંધન છે. નિબંધન થવા માટે સાક્ષીભાવ આવશ્યક છે. સાક્ષીભાવ એટલે રાગ નહિ, ષ પણ નહિ. એથી વિચાર આવતા આપે આપ બંધ થઈ જાય છે.
વિવેક સ્વકીય અને વિચાર પરકીય છે. વિચાર એ શૂન્ય છે અને વિવેક એ પૂર્ણ છે. વિવેક પ્રજ્ઞા છે, જે પ્રકાશ અને પરમાત્મા તરફ લઈ જાય છે.
વિચાર એ રેત છે અને વિવેક એ રત્ન છે. વિચાર એ માટી છે અને વિવેક એ હિરે છે. રત્ન અને હીરા મેળવવાના છે, રેત અને માટી આપોઆપ છૂટી જનારા છે.
છોડવું તે નકારાત્મક છે, દુઃખ છે, દમન છે. પામવામાં આનંદ છે, સુખ છે, શાતિ છે. સ્વપ્નને છોડવાના નથી, માત્ર જાગવાનું છે. જાગવા માત્રથી સ્વમ ચાલ્યા જાય છે.
ત્યાગ કેઈ ક્રિયા નથી, જ્ઞાનનું સહજ પરિણામ છે. ત્યાગમાં જે છૂટે છે, તે નિમૂલ્ય છે. જેની ઉપલબ્ધિ થાય છે, તે અમૂલ્ય છે. ત્યાગથી બંધન છૂટે છે અને મુક્તિ મળે છે, તુચ્છને છોડવાનું છે અને સર્વસ્વ મેળવવાનું છે.
વિચારને વળગી ન રહેવાય, તેના પ્રવાહમાં ન તણાવાય, તે આ સત્ય જીવવાનું સુલભ બને છે. વિચારોને સાક્ષીભાવે જેવાના છે, તેમાં તન્મય થવાનું નથી. આવી તટસ્થ અવસ્થાનું પ્રાગટય વિવેક દષ્ટિ વડે થાય છે. પછી આત્માની અનુભૂતિ સાક્ષાત્કાર આપોઆપ થવા માંડે છે,