________________
૩૩
વિચાર અને વિવેક
મોક્ષ જ્ઞાનથી મળે છે, કર્મ અને વેગ તેમાં સહાયક છે. મનને શાન કરીને નિરાકાર-નિર્વિકાર આત્માને અનુભવ એ મેક્ષ પદાર્થ છે. વિદ્વાનો સત્ વસ્તુને ઋત, આત્મા, પરબ્રહ્મ ઈત્યાદિ નામ આપે છે.
જગત બ્રહ્મથી જુદું નથી. દૃષ્ટા ઉપર દયનું આધિપત્ય તે સંસાર અને દય ઉપર દષ્ટાનું આધિપત્ય (દષ્ટપણું) તે મુક્તિ. દશ્ય ઉપર આધિપત્ય દીર્ઘકાળના યથાર્થ વિચારથી કેળવાય છે. પદાર્થમાં રસ, પુષ્પમાં સુગંધ તેમ દષ્ટામાં દશય રહેલા છે. રાગ-દ્વેષ–મમત્વ વિના માત્ર જેવું....એ દષ્ટાને પારમાર્થિક સ્વભાવ છે.
જગતના સર્વ પદાર્થો અસ્થિર નાશવંત છે. પરમાત્માની સત્તાથી જ તે સત્તાવાન ગણાય છે. પરમાત્મા શુદ્ધ જ્ઞાન સ્વરૂપ, અખંડ શક્તિમય છે, નિર્વિકાર છે.
અવિદ્યાને સર્વથા વિલય થતા, આ સત્ય હૃદયગત થાય છે, અવિદ્યાને વિલય નિત્ય વિદ્યમાન એવા આત્માના સતત ઉપયોગમા રહેવાના અખંડ–અવિરત અભ્યાસથી થાય છે. આવા અભ્યાસમાં રૂચિ અને પ્રીતિ પરમાત્માના સ્તવન કીર્તન-ચિંતન-મનન અને દયાનથી જન્મે છે, તે પછી અવિદ્યા ખૂબ જ ભારરૂપ લાગે છે.
વિચાર અને વિવેક ગુહ્ય એવા બ્રહ્મનો અનુભવ કરવા માટે તેનું મૂલ્ય પણ ચૂકવવું જોઈએ. સૌથી અધિક મૂલ્યવાન બ્રહ્મને મેળવવા માટે પિતા પાસે રહેલ સૌથી અધિક મૂલ્યવાન જે અહ” છે, તે તેને આપી દેવે જઈએ, ત્યજી દે જોઈએ. “અહં'નું વિસર્જન તે જ “અહ”નું સર્જન છે. કેન્દ્રના સંધાન માટે પરિધિ છેડવી જોઈએ.
બ્રહ્મ વ્યક્તિ નહિ, પણ અનુભૂતિ છે. આકાશની સાથે મળી જવા માટે આકાશ જેવા થવું જોઈએ. આકાશ, રિક્ત અને શૂન્ય છે, તેટલું જ બ્રહ્મ, મુક્ત અને અસીમ છે.
જ્ઞાતા-ય, દૃષ્ટા-દશ્ય જ્યાં સુધી ભિન્ન છે, ત્યાં સુધી સત્યથી વેગળાપણું છે. સ્વયંના સાક્ષાત્કારમાં અન્યતા લેપાઈ જાય છે તેથી “સ્વયં” એ જ સત્ય છે. ત્યાં જ્ઞાતા, રેય અને જ્ઞાન એક જ છે.
વિચારની સીમા ય પર્વત છે. વિચાર સ્વયં સેય અને દશ્ય છે. અજ્ઞાત અને અયને જાણવાનું સાધન ય ન બની શકે. શૂન્યથી નિર્વાણ અને પૂર્ણથી બ્રા પામી શકાય છે.
નિર્વાણુ અને બ્રહ્મ શબ્દથી ભિન્ન છે, પણ અર્થથી એક છે. શૂન્યને જાણવા માટે કોઈ શબ્દ કે પ્રમાણ છે નહિ. શૂન્ય એ ભાવ નથી અને અભાવ પણ નથી. કિંતુ