________________
ચૈતન્ય દર્શન
સહજ ઉપાય એક જ છે અને તે એ કે, ન રાખવી. આત્મા સિવાય સર્વ વસ્તુ
૩૧
આ નામરૂપાત્મક વિનાશી વસ્તુઓની સ્પૃહા અનિત્ય છે. તે શાશ્વત સુખ આપી શકે નહિ.
સર્વ મનુષ્યમાં શાશ્વત સુખના આનદની પ્રાપ્તિની અભિલાષા સ્વાભાવિક રીતે જ રહેલ છે. કારણ કે તે જ તેના અસલ સ્વભાવ છે. આ યુક્તિ દુર્લભ છે, તેમ સુલભ પણ છે. આમાં સ્થૂલ ક્રિયાઓની આવશ્યકતા નથી.
સતત સ્વરૂપાનુસંધાન રાખવાથી આ યુક્તિ કારગત નીવડે છે કારણ કે તેનાથી વિષય પ્રત્યેની રૂચિ ઘટતી જાય છે અને ચિત્તમાં શાન્તિ, વિશાળતા, અભય, અનાસક્તિ વગેરે ગુણા સ્થાયી થતા જાય છે અને આત્માના પ્રકાશ વધારે પ્રમાણમાં બહાર આવતા જાય છે.
મન એ જ કર્તા છે, સઘળુ' મનથી જ થાય છે. માટે સ`કલ્પ બળની વૃદ્ધિ કરવામાં આવે તા ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે.
મેાક્ષમા
વિષયવૈરાગ્ય, કષાયત્યાગ અને આત્મરાગ એ જ મેાક્ષમા છે. આ ક્રિયા સાથે સાથે થવી જોઈએ. ઇન્દ્રિયાના વિષયા અને ચિત્તની વૃત્તિએના અધિષ્ઠાન તરીકે એક બ્રહ્મ છે. એ વિચાર ઉપર મનને સ્થિર કરવાથી આ માગે સફળતાથી આગળ વધી શકાય છે.
બ્રહ્મ જ વિશ્વનું' નિમિત્ત અને ઉપાદાન કારણ છે. સમગ્ર વિશ્વમાં વ્યાપી રહેલી એકતાના સતત વિચાર કર્યા કરવા. ચિત્તને તે પરમ સત્ય ઉપર એકાગ્ર કરવું. આમ કરવાથી તૃષ્ણાના ખ'ધનમાંથી મુક્તિ સહજ મળી શકે છે.
આત્માનું સ્વરૂપ મનમાં દૃઢ કર્યા વિના કદી પણ શાંતિ મળી શકતી નથી. દાન, પૂજન, તપ કે તીર્થોના સેવનથી ચિત્તશુદ્ધિ અવશ્ય થાય છે. પણ પરમ પુરુષાર્થ ની સિદ્ધિ તેા આત્મજ્ઞાનથી છે. ભેાગામાં અનાવસ્થા-એ ચિત્તની પરિપવ અવસ્થાનું ચિહ્ન છે.
આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે તેવા વૈરાગ્યવાન, વિશાળદૃષ્ટિવાળા મહાત્માઓના સમાગમ સહાયક થઈ પડે છે. પ્રથમ દેશાચારને અનુસરીને ન્યાયસંપન્ન ધનનુ' સ’પાદન, પછી તે ધનના સદુપયાગ, સત્પુરૂષાની સેવા, તેમના સમાગમથી જ્ઞાન મેળવી જીવનને ઉધ્વ ગામી બનાવવાના પ્રયાસ કરવા જોઈએ. એ માટે આત્માના વિચાર અને સ્વસ્વરૂપની પ્રાપ્તિ માટે ખંતપૂર્વક ઉદ્યમ કરવા જોઈએ.
આ સંસારના પદાર્થીમાં અનુરાગ એ જ અશાંતિનું આદિ કારણ છે. અખડ, નિરાકાર, નિર્વિકાર આત્મતત્ત્વ સાથે અનુસંધાન કર્યા વિના આ સંસારચક્રમાં પરમ શાંતિ મેળવવાનું કાર્ય અશકય છે.