________________
આત્મ-ઉત્થાનને પાયો
દ વિનાનું જે ચૈતન્ય છે, એ જ પૂર્ણ આત્મા છે. એ જ સઘળા જ્ઞાનને સાર છે અને આધાર છે. આ પરમ સત્યને મનમાં સ્થિર કરીને આત્માનું અનુસંધાન રાખવાનો પ્રયત્ન અનંતપદરૂપ પરમાત્માને પ્રાપ્ત કરાવશે.
તમે ચૈતન્ય છે, હું પણ ચિતન્ય છું, સઘળા પ્રાણીઓ પણ ચૈતન્ય છે.” જે તમારી બુદ્ધિ કુશાગ્ર હશે તે આટલા શબ્દોથી જ બધા ઉપદેશને સાર ગ્રહણ કરી શકશે અને સર્વ સારભૂત આત્મમય બની શકશે. અને આત્માનુભવ મેળવી શકશે.
અવિદ્યાને વિલય અવિદ્યાને દૂર કરવા માટે બુદ્ધિ સિવાય બીજા કોઈ અવયવની જરૂર પડતી નથી. અધ્યાત્મશાનું મનન-પરિશીલન કરવાથી આત્માને સાક્ષાત્કાર થાય છે અને ભવભ્રમણ ટળી જાય છે.
જેમ સઘળાં જળ સમુદ્રમાં વિશ્રાંતિ પામે છે, તેમ સઘળાં પ્રમાણે અનુભવરૂપી મુખ્ય પ્રમાણમાં વિશ્રાંતિ પામે છે. અનુભવ પ્રમાણને પ્રત્યક્ષ તત્વ કહેવાય છે. વૃત્તિરૂપી ઉપાધિને લઈને તે સંવિત કહેવાય છે અને હું એવી પ્રતીતિના કારણે પ્રમાતા કહેવાય છે. વિષયરૂપે પદાર્થ કહેવાય છે. એ જ પરમતત્વ સચ્ચિદાનંદ જગતરૂપે કુરે છે. અવિદ્યાથી તે ભક્ત અને ભેગ્યમાં વહેંચાયેલું છે.
આત્માનુભૂતિ વિના નિત્યાનંદ અને પરમાનંદની પ્રાપ્તિ શક્ય નથી. જ્ઞાનથી સમાદિ ગુણ શોભે છે અને સમાદિ ગુણેથી જ્ઞાન શોભે છે. જ્ઞાનથી ચારિત્રની અને ચારિત્રથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે.
આ વિદ્યમાન જગતના આકાર તરીકે એક શાશ્વત તત્વ છે, તે સસ્વરૂપ છે, ચિસ્વરૂપ છે, આનંદસ્વરૂપ છે. એ સર્વ રીતે પરિપૂર્ણ છે.
હાલનું માનસ ભૌતિક અને માનસિક સમૃદ્ધિ પ્રાપ્ત કરવામાં જ કૃતકૃત્યતા માને છે. મનથી પર જવામાં, અહબુદ્ધિને શાન્ત કરવામાં તેને આસ્થા નથી. સત્યતત્વ
વિશ્વનું પરમ સત્યતવ આત્મતત્વ જ છે. એક આત્મા જ શાશ્વત છે, બીજા બધા પદાર્થો વિનાશી છે. આ સત્યને મનમાં સ્થિર કરવામાં અને તે પ્રમાણે જીવન ઘડવામાં આજના માનસને ઝાઝે રસ જણાતો નથી.
આત્મવિચારણામાં વિચરાય તે કૈવલ્યપદની પ્રાપ્તિમાં કશે પરિશ્રમ કરવું પડતું નથી. મનમાંથી તને મૂળથી જ ઉરછેદ કરવામાં આવે તે આ પરમપદની પ્રાપ્તિ સુગમ છે. શમ, સંતોષ, સુવિચાર અને સત્સમાગમ આ શુભ કાર્યમાં સહાયક છે.