________________
શારદા સુવાસ
તેમાં પહેલું અધ્યયન વિનયનું છે. વિનય એ ધર્મને મૂળ પાયે છે. જેમ પાયા વિના ઈમારત ટકી શકતી નથી તેમ જેના જીવનમાં વિનય અને વિવેક નથી તેના જીવનમાં ધર્મ ટકી શક્તો નથી. વિદ્યા પણ વિનય વિના શોભતી નથી. કહ્યું છે કે “વિધા વિશેન ફોમ ” વિદ્યા વિનયથી શોભે છે. આપણામાં વિનય હશે તે બધા પગમાં પડતા આવશે. વિનયથી વૈરી વશ થાય છે, પણ જે વિનય ચૂકી ગયા તે બધા આપણાથી દૂર ભાગશે. ભણતરમાં ભલે મેટી ડીગ્રી મેળવી લીધી હોય પણ જે એક વિનાની ખામી હશે તે તે ભણતર કંઈ કામનું નથી. જ્ઞાન મેળવવા ગુરૂ પાસે જઈએ પણ જે વિનયને વગડામાં મૂકીને જઈએ તે જ્ઞાન પ્રાપ્તિ નહિ થાય વિનયની જડી બુટ્ટી સાથે લઈને ગુરૂના ચરણમાં અર્પણ થશું તે ગુરૂ આપણા જીવન બગીચામાં જ્ઞાન રૂપી ગુલાબના બીજ વાવશે ને આપણું જીવનને જ્ઞાનગુણ સૌરભથી મઘમઘતું બનાવશે, આવી તાકાત વિનયગુણમાં છે. વિનયવંત શિષ્ય કેવા હોય! તે બતાવતાં પહેલા અધ્યયનની બીજી ગાથામાં ભગવંત કહે છે કે.
आणाणिदेसकरे, गुरुणमुववाय कारए ।
इंगियागारसंपन्ने, से विणीए ति वुच्चइ ॥२॥ આચાર્ય-ગુરૂ વિગેરેની આજ્ઞાને માનવાવાળા અને તેમની પાસે સદા રહેવા વાળા, ઈંગિત અને આકાર (મને ભાવ તથા મુખાદીના આકાર) ને જાણનાર હોય તેને ભગવતે વિનીત શિષ્ય કહેલ છે.
બંધુઓ ! વિનયવંત શિષ્ય ગુરૂની આજ્ઞાનુસાર ચાલે છે. ગુરૂ કહે કે હે શિષ્ય! આ કાર્ય કરો ને આ કાર્ય ન કરે, ત્યારે તે કહે કે તહેત ગુરૂદેવ. આપની આજ્ઞાનુસાર પ્રવૃત્તિ કરીશ. આવા પ્રકારનું શિષ્યનું વચન તે નિર્દેશ છે. આ નિર્દેશનું સારી રીતે પાલન કરવાવાળા આજ્ઞા નિર્દેશકર છે. આ વિનયવંત શિષ્ય ગુરૂની સમીપમાં બેસે. એટલે ગુરૂની દ્રષ્ટિ પિતાના ઉપર પડે તેવી રીતે બેસે, અને વિચારે કે મને મારા ગુરૂની આજ્ઞાપાલનને તેમજ સેવાનો લાભ મળે. જયારે અવિનીત શિષ્ય એ વિચાર કરે કે રખે ને ગુરૂની પાસે બેસીશ તે મારે એમનું કામકાજ કરવું પડશે. એના કરતાં કર જઈને બેસું. ગુરૂને અભિપ્રાય જાણુ, તેમની સેવા કરવી તે કઈ સામાન્ય વાત નથી. શિષ્ય ગુરૂની સમીપમાં બેસે, ત્યારે આ બધું શીખી શકે છે. વિનીત શિષ્ય ગુરૂની સેવા ભકિત અને વિનય દ્વારા આત્મકલ્યાણ કરી શકે છે. અહીં એક દષ્ટાંત યાદ આવે છે.
ધર્મસિંહ નામના એક મહાનજ્ઞાની આચાર્યને ગુણનિધી નામનો એક વિનયવંત શિષ્ય હતે. જેવા નામ તેવા જ ગુણુ હતા. ગુણનિધી એટલે ગુણોને જ ભરેલ હતે, સરળતા, નમ્રતા વિગેરે તેનામાં ઘણાં ગુણે હતા. ગુરૂદેવની પાસે બેસવું, તેમની