Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
Catalog link: https://jainqq.org/explore/001135/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ થી હું ૨ાજa[4 3gહિત્ય ૨૭ 0.6 9 9 S $d 0 વિી દીથી - ૨. - - - * - * - - * - - - ૧ છે અર્થ થી ૪] ઠેશ વ્યા© ફરી www.jain Library.org Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત ખા તબ રિહિ જ વિવેચન ભાગ-૨ શ્રામ Iક ધરમપુર પૂજ્યશ્રી રાકેશભાઈ ઝવેરી Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ધરમપુર (શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સત્સંગ સાધના કેન્દ્ર સંચાલિત) ધરમપુર-૩, પ જીલ્લો વલસાડ, ગુજરાત ચૈત્ર સુદ ૧૩, મહાવીરજયંતી વિ.સં. ૨૦૫૭ ૬-૪-૨૦૦૧ પ્રથમ આવૃત્તિ ઃ પ્રત ૩૦૦૦ પડતર કિંમત ચાર ભાગના રૂ.૯૦૦/ વેચાણ કિંમત . ચાર ભાગના રૂ.૩૦૦/ મુદ્રક : રાઈટ-પ્રીન્ટ-પેક મુંબઈ-૪૦૦૧૩ પ્રાપ્તિ સ્થાન : શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ધરમપુર ધરમપુર-૩૯૫૦ જીલ્લો વલસાડ, ગુજરાત ટે. નં. (૦૨૬૩૩) ૪૨૯૬૯ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સત્સંગ સાધના કેન્દ્ર ૧૦-બી, ઈસ્ટ વિંગ, બોમ્બે માર્કેટ એપાર્ટમેન્ટ, ૭૮-તારદેવ રોડ, મુંબઈ-૪૦૦૦૩૪ ટે. નં. (૦૨૨) ૪૯૧૧૩૫૨ ૫૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર વિવેચન Page #5 -------------------------------------------------------------------------- ________________ અહો ! સર્વોત્કૃષ્ટ શાંતરસમય સન્માર્ગ– અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞદેવઃ અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંતરસ સુપ્રતીત કરાવ્યો એવા પરમ કૃપાળુ સદ્દગુરુદેવ— આ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તો ! જયવંત વર્તો ! ! –શ્રીમદ્ રાજચંદ્ર Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર કારતક સુદ પૂનમ ૧૯૨૪ દેહવિલય ચૈત્ર વદ પાંચમ ૧૯૫૭ Page #7 -------------------------------------------------------------------------- ________________ Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું મંગળ સર્જન આસો વદ ૧ સં. ૧૯૫૨ નડિયાદ. Page #9 -------------------------------------------------------------------------- ________________ Page #10 -------------------------------------------------------------------------- ________________ ॐ भात्यकिछि Page #11 -------------------------------------------------------------------------- ________________ Page #12 -------------------------------------------------------------------------- ________________ %%%%%% %%%%%%% %%%%%% % เ๔4 (, 8. $ x41x 79% เฉิน , , วาจา hๆหy A tos • 4 จังห8 ml . + hiๆ เงฯ: เ เqyi, ที่ใน เof ๆ จะ ทเทเชี.ค ห หวในน. 2 ( เป เซน -๙ ใย จน 23 แhi no h3 hเจน ในว, รจุแแ ดูดี 3 *未来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来去去太太 萨米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米汗**** เk เราเh: 310, 01 : 23, เๆ ทเว 40นิช, คิง (นิทเร ห. : 54 เ41 - 42, 440 - อ. • หนังเo , 35 5 ท่เ๕. 3.ว.8 วิน, ติ An มก.กๆ เหd), หิ เวคเจ ด ดินๆ เเเเเ ป็ น ห น.ฯ , 6, {uๆ o: e เวเจิน hi, คน (ริ ต จ. ง ************************** Page #13 -------------------------------------------------------------------------- ________________ ** *************************** ** nirnia मा . inde. न २. mms . ८ *** स १५२१११११२ ५॥ Pan... n VR१९, -५ो ले atenant विप्रो m५4 401090, २०१३ Gachi. . प्रत्य ३ 11 nei, ८६१ , वो G१ वा .chiki..॥ *********************************** १३.. 6५५, 1011000३५, २०५1५। 6५॥२२. ahan 41५३५. ************************ १३ meena maru (२३.१ ३.२३, प्र.५ ११ २०६१५३ कोR, Trian १४१. 23 ५५ २०६३ hi, 10.10. से निप वि२५i , nainR... शे ५२-५७, ५. ०५२ nee ५itamin mind. . ५ . । rah १६.३ २.५७६ ६५०५ . प्राय And५.५. १५ **** ******************* ****** Page #14 -------------------------------------------------------------------------- ________________ +s4%๕๕๕๕๕๕๕๕๕๕๕๕๕๕๕๕%%%%%%%%%%%%% %% 24kt, หก เงา ๑๒. 1 ใน3 จนเริค คา ตร, รูเจน แ0 .13 เดิ ตา: 3 ฯ ket, ดะ 62 03 $2th, 2, 38 น. 14 1%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%% • 31-33 คน 4. , 3:08เจ, 38 39 buy ter.ฉงน 33 ตรเเจ. : ติฯ ทุเป้ าด, ต“ มา และเม, รุต ที่ หเวโด, ราห• เข ใyตุเ.. 3 หจน 33 M งด, Cาเต สานิต lit หนูเดินตา เฟน “3 ศ. ๒ht @ 21 ※※※※※※※SSSSSSS※※※※※※※沖※※※※※※※※※※jjj * Mys gy 3, 2ห% Me เนเปี, แน ฯ เจนฯ, หุน ๕ คุโจ. 23 29 หว คนจ, น. 2104, คะ ตุง ต๕rie, รูชา ( 42 23 หงเฉke +น.ว4 เจิ , เด 13 * ทนง, เดรูห่อ, กิน3เ๕ หReq. 21 • ติด t 49.เคโดๆ 138 จ3, ผู้จัด อาห% ค. ง ง ดี เจ. 12 ************************ Page #15 -------------------------------------------------------------------------- ________________ %%%%%%%%%%%%%%%%%%%%%%%% %%%%%%%%%%%%%% 大太太来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来太太 หrts 2143 , 4X4 Gyา 1 ใน 4 เ3 46 จ. (6ะ 74 744 24 240 วิ ต มหi, ๙ ใ%ะ “ราเค, หเดิ โคิด วิน, มาน . หูด เคเค - 29 (5s 3-43% ๆ ฯโกง, 4 6 เดๆ น า c21, 4s, 53:4เค. 24 มาน 4. คน, คุ% 12, ทเ% 4,644 vi * จาก 5+ 27, ใน, 3dาก น. 4 คt๕ 4 6 , 6ๆ เเ 13:0 เG ริ ง เ *, * 3 ต+H: . % get หกเi, , อเฉ, 45ะ <ดเหต, ทา ท(เฉพ, x,quit, & ท่าน 41% อาจาcus ๆ หน4ใน, ที่ หดๆ ครบ 32 abc : hาเอง, หงก ฯss, : 34 เทเชีย, เตต 5จาง 33 ทเทเนี่ ต(4. เch เจ ฯ: 564t5, 6 314 ฯ • ก 39 18 set, ทเเเ ว ศน. 31 %% %% %% % 3) เเหc4 น. 2 ต. เนเป็: 3% %%% ******* ***************** Page #16 -------------------------------------------------------------------------- ________________ 瑟夫来来来来来来来来来来来来来来来来来来来来去去然 ** n} alt Stant, cin.net. kovancaro.amttiannn. 35 An on; int3ack, 51 Watcn V3. on me an n. 30 *太太来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来去去去去去去去 with viant, ntAnth non mt * httlet, sai ment cost 7.32 3ml Act, a w 33 ext Cut, Sat alth. 7 oli hut a & Acut, shi hit don, c al new whet Serict. 1 6to di Rela, m n S Ainol, 3 AM Ridesm, m aki mite.nl much phobbini ne3) Gmap. • nige, nikovl nav. 3 Anisitikni < cn/attv. annotantro,min my ******S******ハメハメハメ外※※※※※********** Page #17 -------------------------------------------------------------------------- ________________ **** ******* 4:• ઉપ નથી, કદમાં સાદો, ન બીજે પર અનુજાય નહીં, જણાવું ફ્ર ૧ બીરૂદ જપ આ દેહ આાવા, આપવા ઈતિકા, તદ જૂદો કૂદનો હä હું મેંપલ, જહુ શ " જે શાળા હોય તો જામે તે ફે જ્હા ને તો, પટ પર આવી . ૪૭ મધ્યુગોલ ઉ એનં૦૨ ૩૫ વો, સર નવો. ૧૯૯૫ ૪૮ માટે કે મેં ભાત, તળબાત ૨૧૬ મી જુવાન તારા દેખાતી ખાતા દે૮૨૧૧૧, તે બને જ છે, પ્રાટ લીèાળ. ૪૯ નામાં દેખાતી, આરતા ડે ૨૧માળ, " તે બને છે, જેમ મેળ ૬૦ $ જેકા છે દિનો, જે જાણે છે રે, અલ્હમ અનુભવ કરે, તે છે નવાર ૨૧ જેવી ભીને, નિયંતે ભ્ર્ષામનું ફાળ, પાંચ ન જમવું, દા વેલા 2 ***************** Page #18 -------------------------------------------------------------------------- ________________ T ૧ જાણે વેદને, જાણે ૧ ઈદ કહ્ય શાને રીવડે તે પ્રવર્તી ૧( દડે 14 જન્મને વેબે, મારો ૧૧૬ ૧૧, બઢ રૂપ ચેનમ, એ ગેર વેકે 42, નાના આટી જવા છું, તેમ તેને મા૧, ગાળ૧૭, કે કેવું સળ ૯૨૧જુદુ હૃષ્ટ દેશમાં, મૂળ દેવળ, દર લેખ એ આવા, પી નર્ક વિષે વધુ જ્ડ મેળવો જિન છે, કેવળ ગઢવાલ કે હું પામે નહીં, ૯ કુલ દૂધ જાવ. anichion ૧ મે, આ કુળો ૩૨૧૨ , સેર મ૨૦૦ એપ માર શાળા સંજાલ તેનો પગ છે, k ન ઉવાચ. સ્વત્વના આપે રૂા કને, ૨વિવે ૯૯ બાબા પણ માં, શાત્મા ની ભવિભાગ, દેવ ખોપા ીઅે, વિખોળે ૧૬ ૧૭ ૧૮ મલા વસ્તુ તીર છે, તો hd પલટાર, મારુજાવી પાન, આત્મા છ ૧. ૬૧ ૧૧ ના કાળ. દ ************* Page #19 -------------------------------------------------------------------------- ________________ નેવર્ગમુલાય બેન્ડ રૂપો પ દ્ર ભાંભોગ છે, ચેવળ ઉત્પાત્ત લેન, મેના અનુભવ્ વની ક એના જુજાવકરમ જે ઉત્પન્ન લખવું જ્ઞાન, જૂદા વેળા, મે ૧ હું જા તે ઉપ નદ જે મોશો રોષે, તે તે કુળનસે; નોમી ી ન્ડી કેવળ ઊપજે મેળે ન મ એબે કુળવ્ ોને, ફરે ફી ન ૧. નિસ ૬૪ કોઈ સંમોહ તી, જેની ઉત્સવ ૧ જેકોઈ, તે ना ← કે મ ૬૩ કોબી ૧૨૧મ્યતા, વર્ષા દકુ ની વન્ગ ૨૦૨૬૨ તે, જીવ્ નભ શાળા દ્રવ્ય નિરૂ છે, ૬, ૧લી, બાળી મરું, ન ફેને પ્રાન એક રાજ્ પૃહીશું, જેની ૬૨, ૯૬નો તે ઘેરે નારે, રમે 3જાવું નિરિ૬૯ મારે ફુટ વસ્તુ, ફુબળહોય ૧૧, કેતન પામે ૧૭, ì, ફેhાં જાળે nee - ય કે ૬૬ ૬૭ ૬૮ ૭. Page #20 -------------------------------------------------------------------------- ________________ 越来来来来来来来来来来来来来来来来来来来来来来就 ?心Re:A in gen it, No in : Menu~ Amat, in admit 1 micht nit mina. hin th, mkdk1du.tw we mos.. ni acilm, als well: stags inike, ine, i nit al. 3 キャバババババババババババババババババババババババババババガメ 山, Annazet, W M , Mont arth Out, et Exil tf. Jr mon 33 m, on soil inr | Anto ents nm, Ah~ and with. * So to min , mt an a mint best grake momo .... 5 int Sun Wale, Skat -ems, what Advd, kidsm14. 0 Jasoo mani, jor mk mis, tral demin infirymt. oc 萨米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米升*** Page #21 -------------------------------------------------------------------------- ________________ 基本法法来去去去去去去去去去去去去去去去去去去苏联 东来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来去去 | Pic (Russ.A. Mt Hint j, kle mint me all, inne o! Nine@tw1.or inking Sha May minikes 37 kk: wn Joing, kite ol. C。 Sea Tin al. do, orn conne : นี้ต เตเนศ รุม, สาทร-นๆ ข. ( | zha. | 1143 Geek. moix or it, nbao3t, de an MAC , mc@ fy.cz A Aut in , do na in al; mm 3dmgamini, me Inte out. 3 काका, ले LU Smain to mignet.tr | intackand, mi am or, Visms equest, at mount " jo mM exa, Heidi-ms, Un to pad milyVanis. *******************************米米米米 ¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥ Page #22 -------------------------------------------------------------------------- ________________ ::: : ::::::– 22: 2 : ૨ . ઉજાસ. - , હા તેને ૧ર માં , વન્ય ળ અનંત ૨૭, બન્માન છે . ૮૭ ૨૩જા ફરે ફળ . વર ગામ માં, ન કરે ૧૯૬ળ, ૨૧૧ વિ. ૮૮ અમરેઉવા એ જ ર જ ફરે , જેમાં સળ પ્રમાણે, આ બિલ રળ, મ મ ન ૮૯ *未来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来帮 ************************* ને શા ડેવિડ સિદ્ધ જ , ઉરએ જ ૯૯૦ , નિ: હિમા , શ્વા , નિત્યુ અને સુખ જે. ૯૧ હમ કહી મેલ, નર અપ ઉ૧, ૬ જળ ૧ ૧, ૨ જ છે અમલા મા નકટ, કહે ઉજપ અને તે મળ તા મે, ને એ૮ વિ. ૯૩ પી એનિમ કા છે મા જેમાં મોત, એને નિચે ના બને, બા ને ઘેર. ૯૧ ને એમ કે છે, તેને ન જે ઉચ, બધી જ છે, જે ઉ૧૦ ૧૧ ૯૮ *********** Page #23 -------------------------------------------------------------------------- ________________ 然来来来来来来来来来来来来来来来来来来来来来来 ta Qaan 15.11n. An in-Fuji no magethat , ash 6th artmm4.s | 31 A. Sun. | 150426a.A. A gram ty, mucht test sens, as thield, Intendown () in-mit making, mams orth, wissa Animark, at / 1033c.lt **狀***米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米 f it at Alai , u skin th: ding physu.net-14 me un.cc Annan n. 1 3M-A 38, sh Sun,no n . 1. much! Ann Anelynn, ansmil en, n ukai nike film 101 fy non xiant, ont mid, jhis w heel i j Page #24 -------------------------------------------------------------------------- ________________ 缺来来来来太太太太太太太太太太太卖卖卖卖卖卖卖点就 प्र ५ कोप., Maneke nan५०, ini tite? १. 山东未来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来苏苏轼 h ind, antine दि१८५ Sad nof ६श, ram dene aner. १०४ ५१५९ zind, ५ ५२, ५. , pranof AER. १०९ नि,२५ो infe. cam unfort १. ताल, ni 14. १०० ३५.५- 6५३in, in a M.५, १२५५र रास. १०८ सिरु ल २०१३कोप, तो 1 0000, २ शो५. १०४ Mater none 4, ५ ३ , तो ५६ , ari ले ५६. ११० - २- २t, nima, से निormi, ५३ainion ५६.10antos20 लि. , 6644100, 108:५in. ॥2 ३५ २-५.५७, :५ सा ३२५ राते, १८0 लि. 113 ************************米米米米米米米升升** ************************** Page #25 -------------------------------------------------------------------------- ________________ ************************* 么去东来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来去去就 ence, on 12. लि . OMRAN २ १.१.॥ परेको , रKि . र oen amartne. ४ AMARTED Ooto५३५, nanj, ndtv५३९. 18 นนท์, งาน,, 2.% ใจ รูน9; Cur 3 2 . २ दि.२ ५. ७ नि५५ सानिनो, nean m purn mst, २१८0 annainit. ८ nिe. २१११३० 64320Mantrj anuamn. (avrania &, १२ रा... ?? 5100२-५३५०, १९ ३ ५, not onmami ने, २८५३५.१२. {F Mish मनो,दि.१५in, कि mini, मोती . १. विपnिd, १५01.३५, Fi Me Deat. .५२५३१. १२३. म न-शा ५१, sanon cो , nirmiri . १५3 **************************升升升升升升** ************************** Page #26 -------------------------------------------------------------------------- ________________ ***** હો! દો!4ી ૧૧૬×ર કરેલી ૧૯૨, ૧ ા૨ દ્રજી કર્યાં, દો! શું ઋજુ અને ક્, એ જાવો, વ્ તે તો ૬૧ ૩જા જે ૧ બા જામ હળ કુ ટો! ઉપર,૧૨૪ શ્ સૌ હોય; યાપોળ આ દેવડી ફ્ળી, ઋક્ ગોળ, ૧૨૧, ૧૫ ૧૦ કું. ૬૯૨ ૯ શ્વ્ો ઘૂળ. ૧૬ ૧૧નાર, ઊર્જા બ૧માં ૧, માળની ૧૨૯યેલo, ને ઉકુર ગાદ વળ, દ ુ કા‚ ર કો બોવ કુળ૨૧૫૦૦ M ૧૬ ૧૭ ઉપ મંદાર ૧ દર્શન દે મત છે, ના દર્ આળૐ ni &, વિમારતાં વિસ્તા૨૧, ૨ ૧ટે ૧ શાળાાં સમ માટે, નૈઋદ્ગુરૂ વૈધ ૧૯, ૐ આ સવ૧૧ માં, આપલેનાર ખાન. ૧૩૯ જે વો પરખા, કુનો ચૈત્ય ઉલ્લેગ, જાતે સ્વ ખલ, છેડો રે £ ૧૩૦ Page #27 -------------------------------------------------------------------------- ________________ ああああああああああああんあああああああああああああ 火太太来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来去去去去就 Coach stan Animm, nba net Cal. 3M 67 ht, noist al. 131 houl Hsing, Mini 00 , win astil ne 6s ack ata. 132 alty home sett in as del, mand on 3kj.gotone Rail. 133 Mac num kyo ht, vfnunniel, kit 510 m A, not mine n. 13n and or 1306. Ran, anne oil, 7783 mt © as at alm Alexhi 4.13°C tsun3 nth W o hn, và giờ sa, và ai to n (Ga 135 non Run MM, Magilit a me, 6 Page #28 -------------------------------------------------------------------------- ________________ 法法来去去去去去去去去去去去去去去去办法: nin indwica, what *th this, A l Rinclu, an st at Rd....。 * A M , &a , A 3And Kid, an Audiv it ont a sm, et it can 、 in Ant Azuhi , in mcdo....! - - - - htnst that md, UK ht, Page #29 -------------------------------------------------------------------------- ________________ Page #30 -------------------------------------------------------------------------- ________________ (૨૯) ગ્રંથમાં સમાવિષ્ટ વિષયો ખંડ - ૧ : ગ્રંથપરિચય પ્રકરણ - ૧ ગ્રંથસર્જન પ્રકરણ - ૨ ગ્રંથનાં વિવેચન અને ભાષાંતર ખંડ - ૨ : “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની પ્રત્યેક ગાથાની સવિસ્તર સમાલોચના પ્રકરણ - ૧ ઉપોદ્ધાત.. ........... (ગાથા ૧- ૨૩) પ્રકરણ - ૨ મતાર્થીલક્ષણ.... ....... (ગાથા ૨૪- ૩૩) પ્રકરણ - ૩ આત્માર્થીલક્ષણ ......... ........ (ગાથા ૩૪- ૪૨) પ્રકરણ - ૪ પપદનામકથન......... ... (ગાથા ૪૩- ૪૪) પ્રકરણ - ૫ પ્રથમ પદ - ‘આત્મા છે' . ........... ...... (ગાથા ૪પ- ૫૮) પ્રકરણ - ૬, દ્વિતીય પદ - ‘આત્મા નિત્ય છે' ................. (ગાથા પ૯- ૦૦) પ્રકરણ - ૭ તૃતીય પદ - ‘આત્મા કર્મનો કર્તા છે'........... (ગાથા ૭૧- ૭૮) પ્રકરણ - ૮ ચતુર્થ પદ - ‘આત્મા કર્મનો ભોક્તા છે'........ (ગાથા ૭૯- ૮૬) પ્રકરણ - ૯ પંચમ પદ - મોક્ષ છે' .... . (ગાથા ૮૭- ૯૧) પ્રકરણ -૧૦ ષષ્ઠમ પદ - “મોક્ષનો ઉપાય છે'..... ...... (ગાથા ૯૨-૧૧૮) પ્રકરણ -૧૧ શિષ્યબોધબીજપ્રાપ્તિકથન.......... . (ગાથા ૧૧૯-૧૨૭) પ્રકરણ -૧૨ ઉપસંહાર....................... ...... (ગાથા ૧૨૮-૧૪૨) ખંડ - ૩ : “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - એક મૂલ્યાંકન પ્રકરણ - ૧ સાહિત્યિક દૃષ્ટિએ મૂલ્યાંકન પ્રકરણ - ૨ આધ્યાત્મિક દષ્ટિએ મૂલ્યાંકન ખંડ - ૪ : પરિશિષ્ટ પરિશિષ્ટ-૧ પદનપરિચય પરિશિષ્ટ-૨ સંદર્ભગ્રંથસૂચિ પરિશિષ્ટ-૩ વિષયસૂચિ ભાગ-૧ ભાગ-૨ ભાગ-૩ ભાગ-૪ ખંડ-૧ (પ્રકરણ ૧-૨), ખંડ-૨ (પ્રકરણ ૧-૩) ખંડ-૨ (પ્રકરણ ૪-૮). ખંડ-૨ (પ્રકરણ ૯-૧૧) ખંડ-૨ (પ્રકરણ ૧૨), ખંડ-૩ (પ્રકરણ ૧-૨), ખંડ-૪ (પરિશિષ્ટ ૧-૩) Page #31 -------------------------------------------------------------------------- ________________ (૩૦) ખંડ ૨ : શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની પ્રત્યેક ગાથાની સવિસ્તર સમાલોચના પ્રકરણ-૪ - પ્રકરણ-૫ પ્રથમ પદ - આત્મા છે. પદનામક્શન' ગાથા - ૪૩ ‘આત્મા છે’, ‘તે નિત્ય છે’ ગાથા - ૪૪ પત્થાનક સંક્ષેપમાં અનુક્રમણિકા ગાયા - ૪૫ નથી દૃષ્ટિમાં આવતાં ગાથા - ૪૬ અથવા દેહ જ આતમાં ગાથા - ૪૭ વળી જો આત્મા હોય તો ગાથા - ૪૮ માટે છે નહિ આતમા ગાથા - ૪૯ ભાસ્યો દેહાધ્યાસથી - ગાથા - ૫૦ ભાસ્યો દેહાધ્યાસથી ગાથા - ૫૧ જે દ્રષ્ટા છે દૃષ્ટિનો ગાથા - ૫૨ છે ઇન્દ્રિય પ્રત્યેકને ગાથા - ૫૩ દેહ ન જાણે તેહને ગાથા ૫૪ સર્વ અવસ્થાને વિષે ગાથા - ૫૫ ઘટ પટ આદિ જાણ તું ગાથા - ૫૬ પરમ બુદ્ધિ કુશ દેહમાં ગાથા - ૫૭ જડ ચેતનનો ભિન્ન છે ગાથા - પદ આત્માની શંકા કરે - પ્રકરણ-૬ દ્વિતીય પદ - 'આત્મા નિત્ય છે. ગાથા - ૫૯ આત્માના અસ્તિત્વના . ગાથા ૬૦ બીજી શંકા થાય ત્યાં ગાથા ૬૧ અથવા વસ્તુ ક્ષણિક છે. ગાથા - ૬૨ દેહ માત્ર સંયોગ છે. ગાથા - ૬૩ જેના અનુભવ વશ્ય એ ગાથા - ૬૪ જે સંયોગો દેખીએ .. ગાથા - ૬૫ જડથી ચેતન પ ગાથા - ૬૬ કોઈ સંયોગોથી નહિ - .. ૧ ૩ ૨૧ ૩૩ ૩૫ ૫૧ ૬૩ ૭૫ ૮૭ .. ૧૦૩ ૧૨૫ ૧૪૩ ૧૫૭ ૧૭૫ ૧૮૫ ... ૨૦૭ ૨૧૫ ૨૩૧ .૨૪૯ ૨૫૧ ૨૭૧ ૨૮૭ ૩૦૧ ૩૧૫ ...૩૨૩ . 333 ૩૪૯ Page #32 -------------------------------------------------------------------------- ________________ (૩૧) ૩૫૯ ૩૮૩ ૪૦૭ .......... ગાથા - ૬૭ ક્રોધાદિ તરત તા ....... ગાથા – ૬૮ આત્મા દ્રવ્ય નિત્ય છે ............. ગાથા – ૬૯ અથવા જ્ઞાન ક્ષણિકનું ............. ગાથા – ૭૦ ક્યારે કોઈ વસ્તુનો ........... પ્રકરણ-૭ તૃતીય પદ - ‘આત્મા કર્મનો કર્તા છે' ............. ગાથા - ૭૧ કર્તા જીવ ન કર્મનો.......... ગાથા – ૭૨ આત્મા સદા અસંગ ને ..... ગાથા - ૭૩ માટે મોક્ષ ઉપાયનો ....... ગાથા - ૭૪ હોય ન ચેતન પ્રેરણા ...... ગાથા - ૭પ જો ચેતન કરતું નથી ..... ગાથા - ૭૬ કેવળ હોત અસંગ જો ..... ગાથા - ૭૭ કર્તા ઈશ્વર કોઈ નહિ ....... ગાથા - ૭૮ ચેતન જો નિજ ભાનમાં પ્રકરણ-૮ ચતુર્થ પદ – “આત્મા કર્મનો ભોક્તા છે ............ ગાથા – ૭૯ જીવ કર્મ કર્તા કહો ..... - કમ કત કહી ................... ગાથા - ૮૦ ફળદાતા ઈશ્વર ગયે ....... ગાથા - ૮૧ ઈશ્વર સિદ્ધ થયા વિના ગાથા - ૮૨ ભાવકર્મ નિજ કલ્પના ગાથા – ૮૩ ઝેર સુધા સમજે નહીં ગાથા - ૮૪ એક રાંક ને એક નૃપ ગાથા – ૮૫ ફળદાતા ઈશ્વરતણી ગાથા - ૮૬ તે તે ભોગ્ય વિશેષનાં ....... ૪૩૭ ......... ૪૫૩ ૪૫૫ .. ૪૬૭ ૪૯૫ ૫૦૭ પર૫ પ૪૭ ............ પ૬૯ ............. પ૯૫ ••• .. ૬૧૩ ......૬૧૫ ૬૨૯ ૬૪૩ ૬૫૫ ૬૭૯ ૭૦૫ ૭૩૩ ૭૫૩ .............. Page #33 -------------------------------------------------------------------------- ________________ Page #34 -------------------------------------------------------------------------- ________________ ખંડ પ્રકરણ — ૨ ૪ ષપદનામકથન (ગાથા ૪૩ - ૪૪) Page #35 -------------------------------------------------------------------------- ________________ Page #36 -------------------------------------------------------------------------- ________________ गाथा ४३ - हुत निबधर्म, भात्मा छे तो वित्व छ, छे छे लाहेता पछि मोक्ष छे, मोक्ष पाने म ५ Page #37 -------------------------------------------------------------------------- ________________ Page #38 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૪૩ - શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની ૧૪૨ ગાથામાંથી ૪૨ ગાથા પૂર્વભૂમિકારૂપે [22] લખી, જેમાં સ્વછંદને ટાળવાની અનિવાર્યતા બતાવ્યા પછી, મતાર્થ ત્યજવા ભૂમિકા માટે મતાથનાં લક્ષણોનું અને આત્માર્થ પામવા માટે આત્માર્થીનાં લક્ષણોનું નિરૂપણ કર્યું છે. હવે શ્રીમદ્ આ કૃતિના મુખ્ય વિષય ઉપર આવે છે. શ્રીમદે ગ્રંથના પ્રધાનવિષયની પ્રસ્તાવનારૂપે બે ગાથા પ્રમાણ પપદનામકથન' વિભાગની રચના કરી છે. જે છ પદનો બોધ ગુરુ-શિષ્યના સંવાદરૂપે શ્રીમદે યોજ્યો છે, તે છ પદનાં નામનો નિર્દેશ કરી, પદર્શનની જે વાત આગળ ઉપર કહેવામાં આવવાની છે, તેના સારરૂપે આ બે ગાથા રચી છે. ગાથા ૪રમાં આત્મવિચાર અર્થે જે છ પદનો બોધ આપવાનો શ્રીમદે નિર્દેશ કર્યો હતો, તે છ પદનો ઉલ્લેખ કરતાં શ્રીમદ્ કહે છે – આત્મા છે', “તે નિત્ય છે', “છે કર્તા નિજકર્મ'; ગાથા છે ભોક્તા', “વળી “મોક્ષ છે”, “મોક્ષ ઉપાય સુધર્મ'. (૪૩) 2 “આત્મા છે', “તે આત્મા નિત્ય છે', તે આત્મા પોતાના કર્મનો કર્તા છે', અર્થ ૧] “તે કર્મનો ભોક્તા છે', “તેથી મોક્ષ થાય છે', અને તે મોક્ષનો ઉપાય એવો સતધર્મ છે'. (૪૩) તત્ત્વજિજ્ઞાસુની સર્વ મૂંઝવણ ટળી જાય, સુવિચાર સ્ફરે તથા મોક્ષમાર્ગની ભાવાર્થ સમજ પ્રગટે તે અર્થે શ્રીમદે આ શાસ્ત્રમાં છ પદની દેશના આપી છે. ન્યાય અને યુક્તિથી ‘આત્મા છે', ‘તે નિત્ય છે', ‘તે કર્મનો કર્યા છે, તે કર્મનો ભોક્તા છે', “મોક્ષ છે' અને “મોક્ષનો ઉપાય છે' - એ છ પદનું વિસ્તૃત વર્ણન કરતાં પહેલાં વાચકવર્ગ ગ્રંથવિષયથી પરિચિત થાય તે અર્થે તત્ત્વજ્ઞાનના પાયારૂપ આત્માનાં છ પદનું નામકથન આ ગાળામાં કર્યું છે. આ પ્રાસ્તાવિક નામકથન દ્વારા શ્રીમદ્ વાચકને છ પદની વિચારણા તરફ પ્રેરે છે. આ નામકથન વાચકને છ પદના ભાવમાં લઈ જવાનું કાર્ય કરે છે કે જેથી સમ્યગ્દર્શન પ્રાપ્ત કરાવવા સમર્થ એવાં આ છ પદના બોધને વાચક ગ્રહણ કરી શકે. આ છ પદનો અનન્ય નિશ્ચય શ્રીમદે અનુભવસિદ્ધપણે કર્યો હોવાથી, કરુણાભાવથી પ્રેરાઈને તેમણે જીવના હિતાર્થે આ શાસ્ત્રમાં આગળ ઉપર છ પદની મીમાંસા વિસ્તારથી કરી છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ * શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યકત્વ મોહનીય એ ત્રણ તથા વિશેષાર્થ ૧અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ એ ચાર એમ સાત કર્મ પ્રકૃતિઓનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થવાથી આત્માનું જે નિર્મળ પરિણામ પ્રગટે છે તેને સમ્યકત્વ કહે છે. સુદેવ, સુગુરુ અને સુશાસ્ત્રની શ્રદ્ધા થવાથી તત્ત્વની શ્રદ્ધા થાય છે અને જીવ જ્યારે પોતાના ત્રિકાળી અખંડ ચૈતન્યસ્વરૂપ તરફ વળે છે, ત્યારે વિકલ્પોનો સંબંધ ટળતાં સમ્યક્ત્વ પ્રગટે છે. સુદેવ, સુગુરુ અને સુશાસ્ત્ર તથા જીવાદિ તત્ત્વોની શ્રદ્ધાને વ્યવહાર સમ્યક્ત્વ કહેવામાં આવે છે અને વિકલ્પોનો અભાવ થતાં, શુદ્ધાત્માની અનુભૂતિ થાય તેને નિશ્ચય સમ્યકત્વ કહેવામાં આવે છે. વ્યવહાર સમ્યકત્વના સડસઠ ભેદો છે, જેનું પાલન કરવાથી નિશ્ચય સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. ચાર શ્રદ્ધા, ત્રણ લિંગ, દશ પ્રકારનો વિનય, ત્રણ શુદ્ધિ, પાંચ દૂષણ, આઠ પ્રભાવક, પાંચ ભૂષણ, પાંચ લક્ષણ, છ જયણા, છ આગાર, છ પ્રકારની ભાવના, છ સમકિતનાં સ્થાનકો - એ રીતે સમકિતના સડસઠ ભેદ થાય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે સમકિતના સડસઠ ભેદ ઘણા ઉદાર એટલે કે મનોહર છે, કેમ કે તે સર્વને ઘણા ગુણકારી છે. એ સડસઠ બોલનાં તત્ત્વનો, તેના પરમાર્થનો વિચાર કરતાં સંસારસમુદ્રનો પાર પમાય, એટલે કે મોક્ષ પમાય. આ સડસઠ ભેદોમાં પ્રસ્થાનરૂપ છ વ્યવહારો છે. જે માન્યતાઓ અપનાવવાથી સમ્યકત્વ દઢ થાય, તે માન્યતાઓ સમ્યક્ત્વનાં સ્થાનક કહેવાય છે. એના છ પ્રકાર છે, જેમ કે “ચેતના જેનું લક્ષણ છે તેવું આત્મા નામનું કોઈ સ્વતંત્ર દ્રવ્ય છે' , ‘આત્મા પરિણામી નિત્ય છે' ઇત્યાદિ, ‘આત્મા નામનું કોઈ સ્વતંત્ર દ્રવ્ય નથી', ‘આત્મા એકાંતે નિત્ય છે' ઇત્યાદિ માન્યતાઓ આનાથી વિપરીત છે અને તેથી તે સર્વ મિથ્યાત્વની પોષક છે. સમ્યકત્વના નિવાસનાં સ્થાનરૂપ છે પદનો ઉલ્લેખ આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરજીના ‘સન્મતિતર્ક પ્રકરણમાં, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીના શાસ્ત્રવાર્તાસમુચ્ચય'માં અને ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના અધ્યાત્મસાર', ‘સમ્યકત્વ પટ્રસ્થાન ચઉપઇ' તથા ‘સમકિતના સડસઠ બોલની સક્ઝાય'માં જોવા મળે છે. જૈન શ્રુત સાહિત્યમાં ‘શ્રી આવશ્યક સૂત્ર' એ એક મહત્ત્વનો ગ્રંથ છે. આચાર્યશ્રી ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજી રચિત, ‘સમકિતના સડસઠ બોલની સઝાય', કડી ૫,૬, ચઉ સદુહણા તિ લિંગ છે, દશવિધ વિનય વિચારો રે; બિણિ શુદ્ધિ પણ દૂષણ, આઠ પ્રભાવક ધારો રે. પ્રભાવક અંડ પંચ ભૂષણ, પંચ લક્ષણ જાણીએ, ષટુ જયણા ષટુ આગાર ભાવના, છવિહા મને આણીએ; પટુ ઠાણ સમકિતતણા સડસઠ, ભેદ એહ ઉદાર એ, એહનો તત્ત્વવિચાર કરતાં, લહીં જે ભવપાર એ.' Page #40 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૩ ભદ્રબાહુસ્વામીએ 'શ્રી આવશ્યક સૂત્ર'ની નિયુક્તિ રચી છે, જેમાં પ્રાકૃત પદ્યમાં ‘શ્રી આવશ્યક સૂત્ર'ની વ્યાખ્યા કરવામાં આવી છે. ‘શ્રી આવશ્યક સૂત્ર'નાં છ અધ્યયનોમાંનું પ્રથમ અધ્યયન સામાયિક છે. ૨ સામાયિક અધ્યયનની વ્યાખ્યા પ્રસંગે ઉપોદઘાતરૂપે આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામીએ કેટલાક પ્રશ્નોનું સમાધાન કર્યું છે. ભગવાન મહાવીર સાથે બાહ્મણ પંડિતોનો જે વાદ થયો હતો તેનો આમાં સમાવેશ કર્યો છે. એ બાહ્મણ પંડિતો વાદ થયા પછી ભગવાનના પ્રભાવમાં આવ્યા, તેમના મુખ્ય શિષ્યો થયા અને ગણધર કહેવાયા; તેથી તેમના વાદને ‘ગણધરવાદ' કહેવાય છે. પ્રથમ ગણધર શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમના મનમાં રહેલ સંશયના કથનથી માંડીને અંતિમ અગિયારમા ગણધર શ્રી પ્રભાસની દીક્ષાવિધિ સુધીના પ્રસંગની ‘શ્રી આવશ્યકનિર્યુક્તિ ની ૪૨ ગાથાઓ (૬૦૦૬૪૧) પૂર્વે અગિયાર ગણધરોનાં નામ, શિષ્યસંખ્યા, સંશયનો વિષય આપ્યાં છે. ગણધરોનાં મનમાં જે વિષયોની શંકા હતી તે અનુક્રમે આ પ્રમાણે છે – 'जीवे कम्मे तज्जीव भूय तारिसय बंधमोकखे य । देवा जेरइए या पुण्णे परलोय णेवाणे ।।'3 (૧) જીવ છે કે નહીં? (જીવનું અસ્તિત્વ), (૨) કર્મ છે કે નહીં? (કર્મનું અસ્તિત્વ), (૩) શરીર એ જ જીવ કે અન્ય? (જીવ અને શરીર એક જ છે), (૪) ભૂતો છે કે નહીં? (ભૂતોનું અસ્તિત્વ), (૫) આ ભવમાં જીવ જેવો હોય, પરભવમાં પણ તેવો જ હોય કે નહીં? (આ ભવ-પરભવનું સાદગ્ધ), (૬) બંધ-મોક્ષ છે કે નહીં? (બંધ-મોક્ષનું અસ્તિત્વ), (૭) દેવ છે કે નહીં? (દેવોનું અસ્તિત્વ), (૮) નારક છે કે નહીં? (નારકનું અસ્તિત્વ), (૯) પુણ્ય-પાપ છે કે નહીં? (પુણ્ય-પાપનું અસ્તિત્વ), (૧૦) પરલોક છે કે નહીં? (પરલોકનું અસ્તિત્વ), (૧૧) નિર્વાણ છે કે નહીં? (નિર્વાણનું અસ્તિત્વ). આ અગિયાર શંકાસ્થાનોને ગૌણ-મુખ્ય ભાવે વહેંચી નાંખવામાં આવે તો તેમાં ‘આત્મા છે', ‘તે નિત્ય છે', ‘તે કર્મનો કર્તા છે', ‘તે કર્મનો ભોક્તા છે', “મોક્ષ છે' અને મોક્ષનો ઉપાય છે' - એ છ મુદાઓનું ગર્ભિતપણે દર્શન થાય છે. આત્માનાં છ પદનો સ્પષ્ટ નામોલ્લેખ સૌ પ્રથમ આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરજીએ (વિક્રમના ચોથા-પાંચમા સૈકામાં) કર્યો છે. તેમણે ‘સન્મતિતર્ક પ્રકરણમાં આત્મા વિષે ૧- એક શબ્દના અનેક અર્થો હોય છે, પણ જે અર્થ વધારે સંગત હોય અથવા ભગવાનના ઉપદેશસમયે સર્વ પ્રથમ કયો અર્થ અમુક શબ્દ સાથે જોડાયેલો હતો, એ અર્થને શોધીને તેને સૂત્રના શબ્દ સાથે જોડી દેવો તે નિર્યુક્તિનું પ્રયોજન છે. ૨- આચાર્યશ્રી જિનભદ્રજીએ પ્રાકૃત ભાષામાં આ સામાયિક અધ્યયન અને તેની નિર્યુક્તિ ઉપર જે રચના કરી તે ‘વિશેષાવશ્યકભાષ્ય' ના નામે પ્રસિદ્ધ છે. ૩- આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામીકૃત, ‘શ્રી આવશ્યકનિર્યુક્તિ', ગાથા પ૯૬, Page #41 -------------------------------------------------------------------------- ________________ ८ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન નાસ્તિત્વ આદિ છ પક્ષોનું મિથ્યાપણું અને અસ્તિત્વ આદિ છ પક્ષોનું સમ્યક્પણું બતાવ્યું છે णत्थि ' णत्थि ण णिच्चो ण कुणइ कयं ण वेएइ णत्थि णिव्वाणं । य मोक्खोवाओ छ मिच्छत्तस्स ठाणाई ।। अत्थि अविणासधम्मी करेइ वेएइ अत्थि णिव्वाणं । अत्थि य मोक्खोवाओ க रसम्मत्तस्स ટાળારૂં ||’૧ ‘આત્મા નથી’, ‘તે નિત્ય નથી’, ‘તે કાંઈ કરતો નથી’, ‘તે કરેલ કર્મોને વેદતો નથી', ‘તેને નિર્વાણ મોક્ષ નથી અને ‘મોક્ષનો ઉપાય નથી' આ છ મતો આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરજીના જણાવ્યા પ્રમાણે મિથ્યાજ્ઞાનનાં સ્થાનો છે. ‘આત્મા છે', ‘તે અવિનાશી છે', ‘તે કરે છે', ‘તે અનુભવે છે', 'તેને નિર્વાણ છે' અને ‘મોક્ષનો ઉપાય છે' આ છ મત યથાર્થ જ્ઞાનનાં સ્થાનો છે. - આધ્યાત્મિક વિકાસની સંપૂર્ણતા સાધવામાં જે માન્યતાઓ એક અથવા બીજી રીતે અંતરાયરૂપ બને છે અને જે માન્યતાઓ તેમાં સહાયક થાય છે, તે બન્ને પ્રકારની માન્યતાઓનું અહીં કથન છે. સાધનામાં બાધક થનારી માન્યતાઓ ભ્રાંતર્દષ્ટિ ઉપર રચાયેલી હોવાથી અયથાર્થ છે અને સાધનામાં સહાયક થનારી માન્યતાઓ અભ્રાંતદષ્ટિ ઉપર રચાયેલી હોવાથી યથાર્થ છે. તે અનુક્રમે આ પ્રમાણે છે - (૧) એમ માનવું ‘આત્મા' જેવું કોઈ તત્ત્વ જ નથી, તે અનાત્મવાદ; (૨) એમ માનવું કે આત્મતત્ત્વ છે તો ખરું, પણ તે નિત્ય ન હોવાથી વિનાશી છે, તે ક્ષણિકવાદ; (૩) એમ માનવું કે આત્મા છે તો નિત્ય, પણ તે કુટસ્થ હોવાથી કશું કર્તૃત્વ નથી ધરાવતો, તે અકર્તૃત્વવાદ; (૪) એમ માનવું કે આત્મા કાંઈક કરે છે ખરો, પણ તે નિર્લેપ હોવાથી કોઈ વિપાક અનુભવતો નથી, તે અભોક્તૃત્વવાદ; (૫) એમ માનવું કે આત્મા હંમેશાં જ કર્તા અને ભોક્તા રહેતો હોવાથી તેના સ્વરૂપની જેમ રાગ-દ્વેષ આદિ દોષોનો ક્યારે પણ અંત જ નથી આવતો, તે અનિર્વાણવાદ; (૬) એમ માનવું કે સ્વભાવથી આત્મા ક્યારેક મોક્ષ પામે છે, પણ તેને મેળવવાનો કોઈ ઉપાય જ નથી, તે અનુપાયવાદ. આ છમાંથી કોઈ પણ એક વાદની માન્યતા જો જીવને બંધાઈ જાય તો કાં આધ્યાત્મિક સાધનામાં પ્રવૃત્તિ જ ન થાય અથવા તેમાં પ્રગતિ ન થાય. તેથી આધ્યાત્મિક સાધનામાં પ્રગતિ માટે અનુક્રમે (૧) આત્મા છે એમ માનવું; (૨) તે છે એટલું જ નહીં, અવિનાશી પણ છે એમ માનવું; (૩) તે માત્ર અવિનાશી જ નહીં ૧- આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરજીકૃત, ‘સન્મતિતર્ક પ્રકરણ', કાંડ ૩, ગાથા ૫૪,૫૫ Page #42 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૩ પણ કર્તૃત્વશક્તિ ધરાવે છે એમ માનવું; (૪) તે જેમ કર્તૃત્વશક્તિ ધરાવે છે તેમ ભોસ્તૃત્વશક્તિ પણ તેમાં છે એમ માનવું; (૫) કર્તુત્વ અને ભોસ્તૃત્વ શક્તિ હોવા છતાં રાગ-દ્વેષ આદિ દોષોનો અંત શક્ય છે એમ માનવું; (૬) તે અંતનો ઉપાય છે અને તે આચરી શકાય એવો છે એમ માનવું. આ છ માન્યતાઓ સાધકને સાધનામાં આગળ વધવા પ્રેરે છે. ‘સન્મતિતર્ક પ્રકરણમાં આ છ પદને વિસ્તારથી સમજાવવામાં આવ્યાં નથી. ઉપર જોયું એમ તેમાં માત્ર અસ્તિ-નાસ્તિનાં સ્વરૂપે નિરૂપણ કરેલું છે. આત્માનું વાસ્તવિક લક્ષણ બતાવતાં આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય'માં કહે છે કે – યઃ કર્તા મેવાનાં, મોવત્તા મૈત્રસ્ય ચ | સંસર્તા પરિનિર્વાતા, સ ત્યાત્મા નાચ–ા: '૧ આ શ્લોકમાં આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી જણાવે છે કે વિવિધ કર્મનો કર્તા હોય, તે તે કર્મનાં ફળનો ભોક્તા હોય, તદનુસાર ચાર ગતિમાં પરિભ્રમણ કરનાર હોય અને સાધન પામી તે કર્મથી છૂટો થનાર હોય તે જ આત્મા કહેવાય છે. આ સિવાય આત્માનું અન્ય કોઈ લક્ષણ હોઈ શકતું નથી. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે (વિક્રમની અઢારમી શતાબ્દીમાં) “સમ્યકત્વ જસ્થાન ચઉપઇ” નામની લોકભોગ્ય ગૂર્જરગિરામાં રચેલી એક નાનકડી કૃતિના આરંભમાં અર્ધમાગધી ભાષામાં રચેલી ગાથામાં આ છ પદનો નિર્દેશ પ્રાપ્ત થાય છે – 'अस्थि जिओ तह णिच्चो कत्ता भुत्ता सपुण्ण पावाणं । अत्थि धुवं निव्वाणं तस्सोंवाओ अ छट्ठाणा ।।२ જીવ છે', ‘તે નિત્ય છે’, ‘તે પોતાનાં પુણ્ય અને પાપનો કર્તા છે’, ‘તે પોતાનાં પુણ્ય-પાપનો ભોક્તા છે', 'નિર્વાણ - મોક્ષ નિશ્ચયે છે' અને તે “મોક્ષનો ઉપાય પણ નિશ્ચયે છે'. આ છે મુદ્દાને તેમણે સરળ અને સચોટ ભાષામાં રજૂ કર્યા છે. આ ઉપરાંત “સમ્યકત્વ સપ્તતિ' નામક ગ્રંથના આધારે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે ગુજરાતી ભાષામાં રચેલ ‘સમકિતના સડસઠ બોલની સજ્જાય'માં ૬૨ થી ૬૭ બોલમાં આ ષષદનું કથન કર્યું છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે ઉત્તરવયમાં અધ્યાત્મના સારરૂપ લખેલા તેમના “અધ્યાત્મસાર' નામના ગ્રંથમાં સમકિત અધિકારમાં આત્મા નથી' એ આદિ નાસ્તિત્વસૂચક છ પદને મિથ્યાત્વનાં સ્થાનકો ગણાવ્યાં છે. તેમાં ૧- આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીત, ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય', શ્લોક ૯૦ ૨- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘સમ્યકત્વ જસ્થાન ચઉપઇ”, ગાથા ૩ (સરખાવો : ગણિ શ્રી દેવચંદ્રજીકૃત, ‘દ્રવ્યપ્રકાશ' , અધિકાર ૩, કડી ૨,૩,૩૫,૩૭, ૧૩૨) Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તેમણે લખ્યું છે કે – 'नास्ति नित्यो न कर्ता च न भोक्तात्मा न निर्वृतः । तदुपायश्च नेत्याहुर्मिथ्यात्वस्य पदानि षट् ।।१ ‘આત્મા નથી', “આત્મા નિત્ય નથી', ‘આત્મા કર્તા નથી', ‘આત્મા ભોક્તા નથી’, ‘મોક્ષ નથી' અને મોક્ષનો ઉપાય નથી'; એ છ મિથ્યાત્વનાં સ્થાનકો છે એમ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે અહીં જણાવ્યું છે. આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરજીની જેમ આ છ પદને અસ્તિથી બતાવતો શ્લોક તેમણે આ ‘અધ્યાત્મસાર' ગ્રંથમાં રચ્યો નથી, પણ તે છ પદને સિદ્ધ કરતા શ્લોકો તેમણે આ જ ગ્રંથના ‘સમકિત અધિકાર’ તથા ‘આત્મજ્ઞાન અધિકાર’માં રચ્યા છે, જેમાંના કેટલાકની છાયા ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં જોવા મળે છે. ૨ અખંડ સિદ્ધાંતરૂપ આ છ પદનો અનન્ય નિશ્ચય શ્રીમદે અનુભવસિદ્ધપણે કર્યો હતો. શ્રીમદે પોતાના અધ્યાત્મજીવનના પ્રારંભથી જ આ પપદ ઉપર પરમ ગંભીર વિચારણા કરી હતી, ઘણું ઊંડુ તત્ત્વમંથન કર્યું હતું અને તેનો ગહન પ્રભાવ તેમના અધ્યાત્મજીવન ઉપર પડ્યો હતો. તેની સાક્ષી તેમનાં લખાણોમાંથી પ્રાપ્ત થાય છે. સાતમા વર્ષે જાતિસ્મરણજ્ઞાનની પ્રાપ્તિ થઈ ત્યારથી શ્રીમદે પપદ ઉપર ઊંડી વિચારણા કરી હતી. એનું પ્રથમ દર્શન સોળ વર્ષ અને પાંચ મહિનાની લઘુ વયે રચેલ મોક્ષમાળાના ‘અમૂલ્ય તત્ત્વવિચાર' નામના ૬૭માં શિક્ષાપાઠમાં જોવા મળે છે – “કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરહરું ? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જજે કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યાં.” ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૪, શ્લોક ૬૦ ૨- શ્રીમદે એક પત્રમાં છ પદનો ઉલ્લેખ કરી, તે વારંવાર વિચારવા જણાવ્યું છે અને તે માટે ‘અધ્યાત્મસાર' આદિ ગ્રંથોનું સૂચન કર્યું છે. જુઓ : ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૧૮ (પત્રાંક-૩૩૦) “આત્મા છે' એમ જે પ્રમાણથી જણાય, “આત્મા નિત્ય છે' એમ જે પ્રમાણથી જણાય, આત્મા કર્તા છે' એમ જે પ્રમાણથી જણાય, “આત્મા ભોક્તા છે' એમ જે પ્રમાણથી જણાય, “મોક્ષ છે' એમ જે પ્રમાણથી જણાય, અને તેનો ઉપાય છે' એમ જે પ્રમાણથી જણાય, તે વારંવાર વિચારવા યોગ્ય છે. “અધ્યાત્મસારમાં અથવા બીજા ગમે તે ગ્રંથમાં એ વાત હોય તો વિચારવામાં બાધ નથી.” ૩- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૦૭ (મોક્ષમાળા, શિક્ષાપાઠ-૬૭, કડી ૪) Page #44 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૩ ૧૧ ઉપર ટાંકેલી ચોથી કડીમાંની પહેલી બે પંક્તિમાં રજૂ કરેલ પ્રશ્નોમાં આત્માનાં છ પદનો સમાવેશ થઈ જાય એ રીતે તે પંક્તિની રચના કરવામાં આવી છે – પ્રથમ પંક્તિમાં પુછાયેલ પ્રથમ પ્રશ્ન “હું કોણ છું?'નો વિચાર કરવાથી આત્માના અસ્તિત્વની સિદ્ધિ થાય છે. હું નો વિચાર કરતાં સમજાય છે કે જગતની કોઈ પણ પૌગલિક વસ્તુ તે ‘હું' નથી. દેહ પણ હું નથી, કારણ કે મૃત્યુ સમયે 'હું' ચાલ્યો જતાં પણ દેહ તો પડ્યો જ રહે છે. જેને મૃત શરીર કહેવામાં આવે છે. આમ, ‘દેહ તે હું નહીં, ઇન્દ્રિયો તે હું નહીં, શ્વાસોચ્છવાસ તે હું નહીં'; એમ વિચારતાં પોતે જ્ઞાનસત્તાધારક ચૈતન્યસ્વરૂપ આત્મા છે એમ પ્રતીત થાય છે. આ રીતે પ્રથમ પ્રશ્રની વિચારણાથી પ્રથમ પદ(આત્મા છે)ની સિદ્ધિ થાય છે. આ પંક્તિમાં પુછાયેલ બીજો પ્રશ્ન “ક્યાંથી થયો?'નો વિચાર કરવાથી આત્માના નિત્યત્વની સિદ્ધિ થાય છે. જગતની બધી વસ્તુઓ કોઈ ને કોઈ અન્ય વસ્તુમાંથી બનતી જણાય છે, પરંતુ આત્માને કોઈએ ક્યારે પણ બનતો જાણ્યો નથી. ચેતન કોઈ પણ બે દ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થતું દેખાતું નથી, તેમજ કોઈ દ્રવ્યને છુટું પાડતાં તે અસ્તિત્વમાં આવતું હોય તેમ પણ જણાતું નથી. આત્મા કોઈ પણ ક્રિયા કે પ્રયોગથી ઉત્પન્ન થતો દેખાતો નથી છતાં એનું અસ્તિત્વ છે. એનું આ અનુત્પનપણું જ એનું નિત્યપણું સાબિત કરે છે. આ રીતે બીજા પ્રશ્નની વિચારણાથી બીજા પદ(આત્મા નિત્ય છે)ની સિદ્ધિ થાય છે. આ પંક્તિમાં પુછાયેલ ત્રીજો પ્રશ્ન “શું સ્વરૂપ છે મારું ખરું?”નો વિચાર કરવાથી મોક્ષપદ સિદ્ધ થાય છે. આત્માનો દેહ સાથે સંયોગ થાય છે. થોડા સમય પછી એ દેહ છોડી દે છે. એ ક્યારેક મનુષ્યરૂપે, ક્યારેક દેવરૂપે, ક્યારેક તિર્યંચરૂપે તો ક્યારેક નારકરૂપે દેખાય છે. નિરંતર બદલાતા રૂપમાં સાચું સ્વરૂપ કયું? દેહ નિરંતર બદલાય છે છતાં હું બદલાતો નથી, તેથી આ કર્મકૃત અવસ્થાઓથી પોતાનું સ્વરૂપ ભિન્ન છે એમ સમજાય છે. ક્ષણિક સંયોગોથી ભિન્ન એવું શુદ્ધ સ્વરૂપ તે સાચું સ્વરૂપ છે, જે મોક્ષસ્વરૂપ કહેવાય છે. મોક્ષસ્વરૂપ પ્રગટ્યા પછી જ જીવ અન્યરૂપે થતો નથી. તે પહેલાં તેનાં રૂપો બદલાયા કરે છે. આમ, ત્રીજા પ્રશ્નની વિચારણાથી પાંચમા પદ(મોક્ષ છે)ની સિદ્ધિ થાય છે. આ કડીની બીજી પંક્તિમાં પુછાયેલ ચોથો પ્રશ્ન “કોના સંબંધે વળગણા છે?'નો વિચાર કરવાથી કર્મની સિદ્ધિ થાય છે અને તે દ્વારા આત્માનું કર્તુત્વપણું તથા ભોસ્તૃત્વપણું સિદ્ધ થાય છે. જીવ પોતાનું સાચું સ્વરૂપ ન પામતાં અન્ય ભાવમાં રહ્યા કરે છે. તે દર્શાવે છે કે એવું કોઈ તત્ત્વ છે કે જે આડખીલીરૂપે છે. આ તત્ત્વ તે કર્મ છે. કર્મથી આત્મા જકડાયેલો રહે છે. આત્મા વિભાવદશામાં હોય ત્યારે તે કર્મ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૨ | ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન બાંધે છે. પોતે બાંધેલાં કર્મને ભોગવ્યા વિના તે છૂટી શકતો નથી, એટલે એ કર્મના સંબંધથી જીવની આ દશા થયેલી છે તેનો ખ્યાલ “કોના સંબંધે વળગણા છે?' એ પ્રશ્નની વિચારણામાંથી આવે છે. આના ઉપરથી ત્રીજું તથા ચોથું પદ (કર્તાપણું તથા ભોક્તાપણું) સિદ્ધ થાય છે. બીજી પંક્તિમાં પુછાયેલ અંતિમ પ્રશ્ન “રાખું કે એ પરહરું?'નો વિચાર કરવાથી મોક્ષમાર્ગની સિદ્ધિ થાય છે. જીવને કર્મની વળગણા તો રહેલી છે. તે વળગણા રાખવી કે છોડી દેવી તે તેના હાથની વાત છે. જો વળગણા રાખે તો સંસાર પ્રાપ્ત થાય અને છોડી દે તો મોક્ષ પ્રાપ્ત થાય. કર્મનું કર્તાપણું તથા ભોક્તાપણું તજવાથી મોક્ષ મળે છે. આમ, કર્મના ઉદયમાં જીવ તણાઈ ન જાય તો તેનું ભોક્તાપણું મટે છે અને તેથી તે કર્મનો કર્તા થતો નથી. કર્મનું કર્તાપણું તથા ભોક્તાપણું તજવું એ મોક્ષનો ઉપાય છે એમ છછું પદ (મોક્ષનો ઉપાય છે) સિદ્ધ થાય છે. આમ, આ બે પંક્તિમાં છે પદની વિચારણા ગર્ભિતપણે રહેલી છે. શ્રીમદે ૧૭મા વર્ષે કરેલી આ વિચારણા તેમના જીવનમાં તો સતત ચાલતી રહી હશે, પરંતુ લેખિત સ્વરૂપે તે સ્પષ્ટપણે ૨૩મા વર્ષે પ્રગટ થઈ છે. છ પદનો સૌ પ્રથમ ઉલ્લેખ વિ.સં. ૧૯૪૬ના પ્રથમ ભાદરવા માસમાં ધર્મેચ્છક ભાઈ ખીમજી દેવજીને લખેલા એક પત્રમાં શ્રીમદે કર્યો છે – ૧. આત્મા છે. ૨. તે બંધાયો છે. ૩. તે કર્મનો કર્તા છે. ૪. તે કર્મનો ભોક્તા છે. ૫. મોક્ષનો ઉપાય છે. ૬. આત્મા સાધી શકે છે. આ જે છ મહા પ્રવચનો તેનું નિરંતર સંશોધન કરો.” અહીં આ છ પદને શ્રીમદે “મહા પ્રવચનો' કહ્યાં છે. તે સૂચવે છે કે આ છે પદને શ્રીમદ્ કેવાં મહાન માને છે અને તેને પ્રવચન, અર્થાત્ પ્રકૃષ્ટ આપ્તવચન કહી તેના પ્રત્યે કેવો પરમાદર ધરાવે છે! તેમણે તેનું નિરંતર સંશોધન કરવા માટે કહ્યું. જે સૂચવે છે કે આ છ પદની વિચારણા કરવા ઉપર શ્રીમદ્ કેટલો બધો ભાર મૂકે છે. આ છ પદનું સંશોધન કરવાથી તથા તેનો નિર્ણય અને નિશ્ચય કરવાથી મિથ્યાત્વ છેદી શકાય એવું બળ પ્રાપ્ત થાય છે અને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે, તેથી તેમણે તેને ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૨૩ (પત્રાંક-૧૩૦) Page #46 -------------------------------------------------------------------------- ________________ મહાપ્રવચન તરીકે સંબોધ્યાં છે. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં ડરબન હતા ત્યારે શ્રીમદે તેમને છ પદનો અભ્યાસ કરવાની ભલામણ કરતો પત્ર વિ.સં. ૧૯૫૧ના ફાગણ માસમાં લખ્યો હતો. એ પત્રમાં શ્રીમદ્ લખે છે કે ગાથા-૪૩ “આત્મા છે', ‘આત્મા નિત્ય છે', ‘આત્મા કર્મનો કર્તા છે', ‘આત્મા કર્મનો ભોક્તા છે', ‘તેથી તે નિવૃત્ત થઈ શકે છે', અને ‘નિવૃત્ત થઈ શકવાનાં સાધન છે', એ છ કારણો જેને વિચારે કરીને સિદ્ધ થાય, તેને વિવેકજ્ઞાન અથવા સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ગણવી એમ શ્રી જિને નિરૂપણ કર્યું છે, જે નિરૂપણ મુમુક્ષુ જીવે વિશેષ કરી અભ્યાસ કરવા યોગ્ય છે.'૧ થાય. આ પત્રમાં વિવેકજ્ઞાન અથવા સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે છ પદની વિચારણા કરવી અત્યંત આવશ્યક બતાવી છે. આ છ પદનું નિઃશંકપણું તે સમ્યગ્દર્શનની પ્રાપ્તિનું કારણ છે. શ્રીમદે આ છ પદની ગંભીર તત્ત્વવિચારણા કરી હતી, એટલું જ નહીં પણ તેનો તેમને કેવો અનન્ય આત્મનિશ્ચય થયો હતો તે તેમની હાથનોંધના નીચેના અનુભવ-ઉદ્ગારથી સ્વયં પ્રકાશિત થાય છે ‘જીવના અસ્તિત્વપણાનો તો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. જીવનાં નિત્યપણાંનો, ત્રિકાળ હોવાપણાનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. જીવનાં ચૈતન્યપણાંનો, ત્રિકાળ હોવાપણાનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં ૧૩ તેને કોઈ પણ પ્રકારે બંધદશા વર્તે છે એ વાતનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. તે બંધની નિવૃત્તિ કોઈ પણ પ્રકારે નિઃસંશય ઘટે છે, એ વાતનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. મોક્ષપદ છે એ વાતનો કોઈ પણ કાળે સંશય નહીં થાય.' ૧- 'શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૫૨,૪૫૩ (પત્રાંક-૫૭૦) ૨- એજન, પૃ.૭૯૦ (હાથનોંધ-૧, ૨) આ છ પદનો નિશ્ચય તે શુદ્ધ સમકિતનું કારણ હોવાથી તે પદોની ગંભીર તત્ત્વવિચારણા કરવી જોઈએ એવો અભિપ્રાય શ્રીમદ્દ્ની હાથનોંધના આ ઉલ્લેખ ઉપરથી સ્વયં સૂચિત થાય છે ܕܐ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સમ્યક્દર્શનસ્વરૂપ એવાં નીચે લખ્યાં શ્રી જિનનાં ઉપદેશેલાં છ પદ આત્માર્થી જીવે અતિશય કરી વિચારવા ઘટે છે. આત્મા છે એ સ્તિપત્ર કેમકે પ્રમાણે કરીને તેનું પ્રસિદ્ધપણું છે. આત્મા નિત્ય છે એ નિત્ય. આત્માનું જ સ્વરૂપ છે તે કોઈ પણ પ્રકારે ઉત્પન્ન થવું સંભવતું નથી, તેમ તેનો વિનાશ સંભવતો નથી. આત્મા કર્મનો કર્તા છે; એ . આત્મા કર્મનો ભોક્તા છે. તે આત્માની મુક્તિ થઈ શકે છે. મોક્ષ થઈ શકે એવા પ્રકાર પ્રસિદ્ધ છે.' આમ, આ ષપદનું પરમ ગંભીર તત્ત્વમંથન કરતાં શ્રીમદ્ તેનો નિઃસંશય નિશ્ચય થયો હતો. તેનો પ્રભાવ તેમના જીવન ઉપર સમગ્રપણે પડ્યો હતો અને તેના ફળરૂપે તેમને શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થઈ હતી. આવા અનુભવસિદ્ધ સમ્યગ્દર્શનના સર્વોત્કૃષ્ટ નિવાસભૂત આ પર્ષદ પ્રત્યે શ્રીમદ્ભો ભાવ એટલો બધો ઉલ્લસ્યો હતો કે તે સહજ ભાવોદ્ગારરૂપે છલકાયો હતો. વિ.સં. ૧૯૫૦ના ફાગણ માસમાં છ પદને સંક્ષેપમાં સમજાવતો એક પત્ર શ્રીમદે શ્રી લલ્લુજી મુનિને લખ્યો હતો, જે છ પદનો પત્ર' તરીકે સુપ્રચલિત છે. તુલનાત્મક અધ્યયનની દૃષ્ટિએ ઉપયોગી હોવાથી એ પત્રનો અમુક ભાગ અહીં આપ્યો છે – અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યાં છે તે છ પદને ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૮૦૨ (હાથનોંધ-૧, ૩૪) ૨- શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતાએ પ્રકાશિત કરેલ 'શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં છ પદના પત્રની મિતિ વૈશાખ વદ ૭, ગુ૨, ૧૯૫૧ છે. તે પછી પરમશ્રુત પ્રભાવક મંડળ તરફથી પ્રકાશિત 'શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં છ પદના પત્રની મિતિ ફાગણ ૧૯૫૦ લખી છે, જે પ્રમાણે પછીની દરેક આવૃત્તિમાં છપાયેલ છે. શ્રી લલ્લુજી મુનિનું જીવનચરિત્ર જોતાં ‘છ પદન વિ.સં. ૧૯૫૧નો હોવો ઘટે છે, કેમ કે મુનિશ્રી વિ.સં. ૧૯૪૯નું ચાતુર્માસ મુંબઈ કરી, વિહાર કરતાં કરતાં સુરત ગયા હતા. ત્યાં ૧૦-૧૨ માસની માંદગી પછી તેમની વિનંતીથી શ્રીમદે છે પદનો પત્ર લખ્યો હતો. Page #48 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૩ ૧૫ સમ્યગદર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે. પ્રથમ પદ - “આત્મા છે.' જેમ ઘટપટઆદિ પદાર્થો છે, તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટઆદિ હોવાનું પ્રમાણ છે; તેમ સ્વપરપ્રકાશક એવી ચૈતન્યસત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. બીજું પદ – “આત્મા નિત્ય છે.' ઘટપટઆદિ પદાર્થો અમુક કાળવર્તી છે. આત્મા ત્રિકાળવર્તી છે. ઘટપટાદિ સંયોગે કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે; કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવયોગ્ય થતા નથી. કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતનસત્તા પ્રગટ થવા યોગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસંયોગી હોવાથી અવિનાશી છે, કેમકે જેની કોઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય, તેનો કોઈને વિષે લય પણ હોય નહીં. - ત્રીજું પદ – ‘આત્મા કર્તા છે. સર્વ પદાર્થ અર્થક્રિયાસંપન્ન છે. કંઈ ને કંઈ પરિણામક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે. ક્રિયાસંપન્ન છે, માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે; પરમાર્થથી સ્વભાવપરિણતિએ નિજસ્વરૂપનો કર્તા છે. અનુપચરિત (અનુભવમાં આવવા યોગ્ય, વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે. ઉપચારથી ઘર, નગર આદિનો કર્તા છે. ચોથું પદ :- “આત્મા ભોક્તા છે.' જે જે કંઈ ક્રિયા છે તે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ફળ; સાકર ખાવાથી સાકરનું ફળ; અગ્નિસ્પર્શથી તે અગ્નિસ્પર્શનું ફળ; હિમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શનું જેમ ફળ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે, અને તે થાય છે. તે ક્રિયાનો આત્મા કર્તા હોવાથી ભોક્તા છે. પાંચમું પદ – “મોક્ષપદ છે. જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભોક્તાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે; કેમ કે પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય પણ તેના અભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી, તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મોક્ષપદ છે. છઠું પદ - તે “મોક્ષનો ઉપાય છે.' જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય, તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં; પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળાં Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન એવાં જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભત્યાદિ સાધન પ્રત્યક્ષ છે; જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સંયમાદિ મોક્ષપદના ઉપાય છે. શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યક્દર્શનના મુખ્ય નિવાસભૂત કહ્યાં એવાં આ છ પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યાં છે. સમીપમુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા યોગ્ય છે, પરમ નિશ્ચયરૂપ જણાવા યોગ્ય છે, તેનો સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા યોગ્ય છે. આ છ પદ અત્યંત સંદેહરહિત છે, એમ પરમપુરુષે નિરૂપણ કર્યું છે." આ પક્ષદકથનનો મૂલાધાર આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરજીકૃત ‘સન્મતિતક પ્રકરણ છે. તેમાંથી મળેલા બિંદુમાં છુપાયેલા સિંધુને આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય'માં અને ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે “અધ્યાત્મસાર’માં, “સમ્યત્વ જસ્થાન ચઉપઇ' માં તથા “સમકિતના સડસઠ બોલની સઝાય'માં પ્રગટ કર્યો છે. એ જ વિષયને શ્રીમદે છ પદના પત્રમાં સ્પષ્ટ અને સરળ ભાષામાં સફળ રીતે ગૂંચ્યો છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે “સમકિતના સડસઠ બોલની સક્ઝાય માં દર્શાવેલાં જસ્થાનનું વિવરણ અને શ્રીમનો છ પદનો પત્ર જોતાં એ બન્નેમાં અત્યંત સામ્ય જણાય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ લખે છે – “ઠરે જિહાં સમકિત તે થાનક, તેહનાં ષટવિધ કહીએ રે, તિહાં પહિલું થાનક છે ચેતન, લક્ષણ આતમ લહીએ રે; ખીરનીરપરે પુગલમિશ્રિત, પણ એહથી છે અળગો રે, અનુભવ હંસ ચંચુ જો લાગે, તો નવિ દીસે વળગો રે.' જે ઠેકાણે સમકિત ઠરે, એટલે કે સ્થિર રહે તેને સ્થાનક કહે છે. તેના છ પ્રકાર છે. તેમાં પહેલું ચેતન સ્થાનક છે, જે આત્માનું લક્ષણ છે; એટલે કે આત્મા ચેતના લક્ષણવંત છે. દૂધમાં નાખેલા પાણીની જેમ આત્મા પુદ્ગલની સાથે મિશ્રિત થયો છે, તેમ છતાં પણ તે તેનાથી જુદો છે. જો અનુભવરૂપી હંસની ચાંચ લાગે તો તે આત્મારૂપી દૂધ પુદ્ગલરૂપી પાણીની સાથે એકમેક થઈને ન રહે; અર્થાત્ જેમ હંસ દૂધ અને પાણી જુદું કરે છે, તેમ અનુભવજ્ઞાનથી આત્મા પુદ્ગલથી જુદો થઈ શકે છે. અનુભવજ્ઞાનરૂપી હંસની ચાંચ જો આત્મા અને પુગલના સંયોગને લગાડવામાં આવે તો સ્વ અને પરની વહેંચણી થવાથી “આત્મા મુગલ સાથે એકમેક થઈ ગયો’ એમ નહીં દેખાય, પરંતુ તે પુગલથી જુદો જ છે' એમ બરાબર સમજાશે. ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૯૪-૩૯૫ (પત્રાંક-૪૯૩, છ પદનો પત્ર') ૨- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, ‘સમકિતના સડસઠ બોલની સક્ઝાય', કડી ૬૨-૬૭ Page #50 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૩ ‘બીજું થાનક નિત્ય આતમા, જે અનુભૂત સંભારે રે, બાળકને સ્તનપાનવાસના, પૂરવ ભવ અનુસારે રે; દેવ મનુજ નરકાદિક તેહના, છે અનિત્ય પર્યાયો રે દ્રવ્ય થકી અવિચલિત અખંડિત, નિજ ગુણ આતમરાયા રે.' બીજું સ્થાનક આત્મા નિત્ય છે, કેમ કે તે આત્મા પૂર્વની અનુભવેલી વસ્તુને યાદ કરે છે; તે એવી રીતે કે જેમ કોઈ બાળક જન્મ્યું કે તે પોતાની માતાનું સ્તનપાન કરે છે, એ તેને કોણે શીખવ્યું? એ વાસના તેને પૂર્વભવના અનુસારે પ્રાપ્ત થઈ જાણવી. આત્મા નિત્ય છે અને સંસારપરિભ્રમણમાં તે આત્માની પર્યાય જેવાં કે દેવ, મનુષ્ય, તિર્યંચ, નારકી એ અનિત્ય છે. દેવાદિ પર્યાયો અનિત્ય છે, પરંતુ આત્મા દ્રવ્ય હોવાથી બદલાતો નથી, તેથી નિત્ય છે. આત્મરાજા પોતાના જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણના કારણે અવિચલિત અને અખંડિત છે. ‘ત્રીજું સ્થાનક ચેતન કર્તા, કર્મતણે છે યોગે રે, કુંભકાર જિમ કુંભતણો જગ, દંડાદિક સંયોગે રે; નિશ્ચયથી નિજ ગુણનો કર્તા, અનુપચરિત વ્યવહારે રે, દ્રવ્યકર્મનો નગરાદિકનો, તે ઉપચાર પ્રકારે રે’ ત્રીજું સ્થાનક ચેતન એટલે કે આત્મા કર્તા છે. કુંભાર જેમ દંડ, ચક્રાદિના સંયોગ વડે ઘડાનો કર્તા છે, તેમ ચેતન એટલે આત્મા મન, વચન, કાયાના યોગ વડે જ્ઞાનાવરણીયાદિ કર્મનો કર્તા છે. નિશ્ચયનયથી આત્મા પોતાના જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણોનો કર્તા છે. અનુપરિત વ્યવહારનયથી જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારના દ્રવ્યકર્મનો કર્તા છે અને ઉપચરિત વ્યવહારનયથી નગર આદિનો કર્તા છે. ‘ચોથું થાનક ચેતન ભોક્તા, પુણ્ય પાપ ફળકેરો રે, વ્યવહારે નિશ્ચય નય દૃષ્ટ, ભુંજે નિજ ગુણ નેરો રે; પાંચમું થાનક છે પરમ પદ, અચલ અનંત સુખવાસો રે, આધિ વ્યાધિ તન મનથી લહીએ, તસ અભાવે સુખ ખાસો રે.' ૧૭ ચોથું સ્થાનક જીવ એટલે કે આત્મા ભોક્તા છે વ્યવહારનયના મત અનુસાર જીવ પુણ્ય અને પાપનાં ફ્ળનો ભોગવનાર છે, પણ નિશ્ચયનયની દૃષ્ટિએ જોતાં તે ફક્ત પોતાના જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણોનો જ ભોક્તા ઠરે છે. પાંચમું સ્થાનક મોક્ષ છે. જ્યાં નિશ્ચલ અને અનંત સુખનો વાસ છે. આધિ એટલે માનસિક પીડા અને વ્યાધિ એટલે શારીરિક પીડા જ્યાં ઉત્પન્ન થાય છે તેવાં મન અને શરીરનો જ્યાં અભાવ છે એવા મોક્ષમાં સર્વોત્તમ સુખ છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન છઠું થાનક મોક્ષતણું છે, સંજમ જ્ઞાન ઉપાયો રે, જે સહજે લહીએ તો સઘળે, કારણ નિષ્ફલ થાયો રે; કહે જ્ઞાનનય જ્ઞાન જ સાચું, તે વિણ જૂઠી કિરિયા રે, ન લહે રૂપું રૂપું જાણી, સીપ ભણી જે ફરિયા રે. કહે કિરિયાનય કિરિયા વિણ જે, જ્ઞાન તેહ શું કરશે રે, જલ પેસી કર પદ ન હલાવે, તારૂ તે કિમ તરશે રે? દૂષણ ભૂષણ જે ઇહાં બહોળાં, નય એકેકને વાદે રે, સિદ્ધાંતી તે બેહુ પખ સાધે, જ્ઞાનવંત અપ્રમાદે રે.' છઠું સ્થાનક મોક્ષનો ઉપાય છે. મોક્ષનો ઉપાય ક્રિયા અને જ્ઞાન છે. જ્ઞાન અને ક્રિયા બને વડે મોક્ષ થાય છે. મોક્ષ જો પ્રયાસ વિના સહેજે મળતો હોય તો બીજાં બધાં કારણ નિષ્ફળ જાય. કારણ વિના કાર્ય બનતું જ નથી, માટે જ્ઞાન અને ક્રિયારૂપ કારણો વડે મોક્ષરૂપ કાર્ય બને છે. જ્ઞાનવાદીઓ એવું કહે છે કે કોઈ અજ્ઞાની માણસને રૂપે જડે, પણ તેને રૂપાનું જ્ઞાન ન હોવાથી એને પડતું મૂકી છીપને લેવા જાય છે; માટે જ્ઞાન જ સાચું છે, તે વિના બધી ક્રિયા જૂઠી છે. ક્રિયાવાદીઓ એવું કહે છે કે ક્રિયા વિના એકલું જ્ઞાન શું કરી શકે? તરવાનું જ્ઞાન હોવા છતાં પણ જો તરનાર પાણીમાં પડીને હાથ પગને હલાવે નહીં તો તે શી રીતે કરી શકે? દરેકે દરેક નયવાદના અનેક ગુણ-દોષ છે, પણ જ્ઞાનવંત એવી સ્યાદ્વાદમતિ તે જ્ઞાનનય અને ક્રિયાનય બન્નેને પ્રમાદરહિતપણે સાધે છે, કેમ કે એકલા જ્ઞાનથી તેમજ એકલી ક્રિયાથી કોઈ કાર્ય થતું નથી. જ્ઞાન અને ક્રિયા બન્નેથી જ કાર્યસિદ્ધિ થાય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજની આ કૃતિની છાયા શ્રીમદ્ ઉપર પડી હતી એમ સ્પષ્ટ જણાય છે. તેથી જ શ્રીમદે છ પદના પત્રમાં એ વાત સ્પષ્ટ કરી છે કે “શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યગ્દર્શનના મુખ્ય નિવાસભૂત કહ્યાં એવાં આ છ પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યાં છે.” આ ષપદનો વિસ્તારપૂર્વક વિચાર કરવાથી અને તેનો યથાર્થ તત્ત્વનિશ્ચય થવાથી સમ્યગ્દર્શન પ્રગટે છે, માટે જ આ છ પદને શ્રીમદે “સમ્યગ્દર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક' તરીકે બિરદાવ્યાં છે અને એનો અત્યંત મહિમા ગાયો છે. તે પત્રનું અવગાહન કરતાં આ છ પદની ઉપયોગિતા, મહત્તા અને હિતકારિતા સહજ જ લક્ષમાં આવે છે. આ છે પદનો પત્ર મુખપાઠ કરવાની શ્રીમદે શ્રી સૌભાગ્યભાઈ, શ્રી અંબાલાલભાઈ, શ્રી લલ્લુજી મુનિ આદિ મુમુક્ષુઓને આજ્ઞા કરી હતી, પણ આ કૃતિ ગદ્યમાં હોવાથી મુખપાઠ કરવી સુગમ નહીં હોવાની મુશ્કેલી શ્રી સૌભાગ્યભાઈએ શ્રીમદ્ પાસે રજૂ કરતાં, શ્રી સૌભાગ્યભાઈની વિનંતિથી શ્રીમદે ‘આત્મસિદ્ધિ' નામની પદ્યકૃતિની રચના કરી હતી. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧૯ આ પત્રમાં વર્ણવેલાં આત્માનાં છ પદનો વિસ્તાર શ્રીમદે‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં કર્યો છે અને તે છએ પદની વિચારણા ગુરુ-શિષ્યના સંવાદરૂપે રજૂ કરવામાં આવ્યાં છે. પ્રત્યેક પદ વિષે શિષ્ય પોતાની શંકા વિનીતભાવે રજૂ કરે અને ગુરુ તેનું સંતોષકારક સમાધાન આપે એવી યોજના શ્રીમદે ૪૫ થી ૧૧૮ સુધીની ગાથાઓમાં કરી છે. આ બે કૃતિ વચ્ચેનો સંબંધ બતાવતાં ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે ‘ષ૫દના અમૃતપત્રને શ્રીમદ્ની પરમ અમરકૃતિ આ આત્મસિદ્ધિશાસ્ત્ર સાથે ઘણો ગાઢ ઘનિષ્ઠ સંબંધ છે, કારણ કે બંનેમાં ષટ્કદનો વિષય સામાન્ય (Common) છે. આ પત્રમાં ષટ્કદનું સમગ્રપણે સૂત્રરૂપ સંક્ષેપ કથન છે, ષપદ એ આત્મસિદ્ધિનો મુખ્ય વિષય હોઈ આત્મસિદ્ધિમાં એનું શાસ્ત્રીય વિસ્તરીકરણ છે. આત્મસિદ્ધિમાં આ ષપદનો સૂક્ષ્મ તત્ત્વવૈજ્ઞાનિક શાસ્ત્રીય વિચાર બહલાવ્યો છે. આ ષટ્યદપત્રમાં સમ્યગ્દર્શનના સર્વોત્કૃષ્ટ નિવાસભૂત ષટ્કદનો મહિમાતિશય ઉલ્લસાવ્યો છે. આત્માની મહાગીતા આત્મસિદ્ધિમાં ષટ્કદ દ્વારા આત્માનું દિવ્ય ગાન ગાયું છે. આ ષટ્કદપત્રમાં આ ષટ્કદ અને તેની પ્રાપ્તિના મૂળ સદ્ગુરુ ભગવાન પ્રત્યેની અદ્ભુત ભક્તિનું અમૃતપાન પાયું છે. આ અવનિના અમૃતસમી આત્મસિદ્ધિ પૂર્વે ત્રણ વર્ષ પહેલાં લખાયેલો આ તેનો પુરોગામી અમૃતપત્ર તે અમૃતરસનો જાણે પ્રાક્ાદ પૂર્વાસ્વાદ (fore-taste) કરાવે છે!'૧ ગાથા-૪૩ આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે કે ‘આત્મા છે', ‘તે નિત્ય છે', સ્ફુરે સદા ઉપયોગ; જાણે દેખે સદ્દહે, નિજ પર ભાવ પ્રયોગ. પરિણામિક પણાં થકી, છે કર્તા નિજકર્મ'; ત્રિવિધ જિનેશ્વર ઉપદીશે, સર્વ પદાર્થ સ્વધર્મ. – કર્તા જેવો હોયે, તે ફળ ભોગવનાર; ‘છે ભોક્તા', ‘વળી ‘મોક્ષ છે', સ્વસ્વરૂપે રહેનાર. સત્સંગાદિ સાધનો, સદ્ગુરુ ગમ લહી મર્મ; સમ્યક્ આત્મ ઉપાસના, ‘મોક્ષ ઉપાય સુધર્મ.'રે *** ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૨૦૬ ૨- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૨૪ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૧૬૯-૧૭૨) Page #53 -------------------------------------------------------------------------- ________________ Page #54 -------------------------------------------------------------------------- ________________ °Iང། -88 t: རྗེས་༽ཟེit?nt,fའི༑ ༤.༦ དེ,, ༢༽འ ༽ས་བhttགེ, tཧ; t་གེ གེ་ ་ ༧ . Page #55 -------------------------------------------------------------------------- ________________ Page #56 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૪૪ - ગાથા ૪૩માં છ પદોનો નામનિર્દેશ કર્યા પછી તેના વિસ્તૃત વર્ણન માટે ભૂમિકા "| યોજેલો સંવાદ શરૂ કરતાં પહેલાં પ્રસ્તાવનારૂપે શ્રીમદ્ બીજી એક ગાથાની રચના કરે છે, જેમાં તે છ પદનું સર્વદર્શનવ્યાપક ગાંભીર્ય તથા તે છ પદના નિરૂપણનું પ્રયોજન દર્શાવ્યું છે. જે છ પદ ઉપર જગતમાં પ્રવર્તતાં મુખ્ય છ દર્શન યોજાયાં છે, તે છ પદના કથનનો પવિત્ર આશય સમજાવતાં શ્રીમદ્ લખે છે કે – “ષસ્થાનક સંક્ષેપમાં, ષટદર્શન પણ તેહ; | ગાથા | સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ.” (૪૪) એ છ સ્થાનક અથવા છ પદ અહીં સંક્ષેપમાં કહ્યાં છે, અને વિચાર કરવાથી અર્થ * ષટદર્શન પણ તે જ છે. પરમાર્થ સમજવાને માટે જ્ઞાની પુરુષે એ છ પદો કહ્યાં છે. (૪૪) સમ્યગ્દર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનકરૂપ એવાં આત્માનાં છ પદને [ ] અહીં સંક્ષેપમાં કહ્યાં છે, અર્થાત્ આ ગાથામાં તેનો સામાન્ય નામનિર્દેશ કર્યો છે. આ છ પદનો વિશેષ વિચાર કરતાં પ્રસિદ્ધ પ્રદર્શન પણ તે જ છે એમ જણાય છે. પડદર્શનની મુખ્ય પ્રયોજનભત તત્ત્વચર્ચા આ ષપદમાં સંક્ષેપમાં સમાવેશ પામી જાય છે, કારણ કે ગમે તે દર્શન કે તત્ત્વજ્ઞાન આ છ પદ સિવાય કોઈ અન્ય પદ ઉપર અભિપ્રાય બાંધી શક્યાં નથી, અથવા તો બાંધી શકે તેમ પણ નથી. જેમ જેમ સૂક્ષ્મ વિચારથી ઊંડા ઊતરીને ષપદનું અવગાહન કરવામાં આવે છે, તેમ તેમ દર્શનચર્ચાનું સમન્વયકારી તત્ત્વરહસ્ય હસ્તગત થાય છે. જ્ઞાનીઓએ આ પપદની ચર્ચા કોઈ ખંડન-મંડનના પ્રયોજનથી કરી નથી, પરંતુ આત્મતત્ત્વનો યથાર્થ નિર્ણય તથા નિશ્ચય થાય એવા પરમાર્થહેતુએ આ સર્વદર્શનવ્યાપક તત્ત્વગાંભીર્યસંપન્ન ષપદ પ્રકાશ્યાં છે. અનાદિ સ્વપ્નદશાના કારણે ઉત્પન્ન થયેલો જીવનો અહ-મમભાવ નિવૃત્તિ પામે તથા પોતાના કર્મકૃત વ્યક્તિત્વ અને કર્મકૃત ભાવોથી ભિન્ન એવા પોતાના શુદ્ધ આત્મસ્વરૂપની પ્રતીતિ થાય અને તેમાં લીનતા થવાથી સ્વસ્વભાવરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય એવા પરમાર્થપ્રયોજનથી શ્રીમદે આ છ પદની દેશના પ્રકાશી છે. આમ, પદર્શનના મતભેદમાં ન પડતાં એક આત્મા તરફ વાંચનારનું લક્ષ દોરાય Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન એ પવિત્ર હેતુથી ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરવામાં આવી છે. - મનુષ્ય એ પ્રશ્ન ઉઠાવતું પ્રાણી છે. તે પોતાને ઊઠેલા તાત્ત્વિક પ્રશ્નોનાં વિશગાથ] સમાધાન માટેની જિજ્ઞાસાની તે પરિતૃપ્તિ કરવા માંગે છે. આ સંસાર શું છે? એનું પ્રયોજન શું છે? એ સત્ય છે કે છલના? એનો કર્તા અને નિયામક પણ કોઈ છે કે કેમ? જો હોય તો તેનું સ્વરૂપ કેવું છે? એની સાથે માનવીને શું સંબંધ છે? જીવન-મરણના ચક્રમાંથી મુક્તિ મેળવવાનો કોઈ ઉપાય છે? કોઈ પરિપૂર્ણ સત્તા છે ખરી? જો હોય તો તેનું રહસ્ય શું છે? માનવ સાંસારિક બંધનોમાં કઈ રીતે પડે છે? એની વાસ્તવિક પ્રકૃતિ કેવી છે? માનવ એ પૂર્ણ પરમેશ્વરનો અંશ છે કે એનાથી અભિન્ન છે? આ સંસારનું મૂળ ક્યાં છે? જીવનનો ઉદ્દેશ શું છે? આ બધા પ્રશ્નો માનવમનમાં ઊઠતા રહેતા હોય છે. ભારતમાં અનેક સંતોએ, ઋષિઓએ, ધર્મવીરોએ, આચાર્યોએ તેમજ તત્ત્વચિંતકોએ આ પ્રશ્નોની વિચારણા કરી છે. કોઈક નિયત વિચારસરણી ઉપર આધારિત વાદને શિષ્ટ પુરુષોએ ‘દર્શન'નું નામ આપ્યું છે અને એ દર્શન એટલે જીવ, જગત અને જગદીશને જોવાનો પોતપોતાનો આગવો દૃષ્ટિકોણ. ભિન્ન ભિન્ન દાર્શનિક વિચારોનો સંગ્રહ જુદી જુદી અનેક ભાષાઓમાં ગ્રંથિત થયેલો છે. આ બધાં દર્શનોનાં શાસ્ત્રો તપાસવામાં આવે તો એક વાત જણાયા વિના નહીં રહે કે તે સર્વ શાસ્ત્રો આ છ પદમાંનાં કોઈ એક કે વધુ પદનાં ખંડન કે મંડન અર્થે જ રચાયાં છે. સૌની સમજાવવાની શૈલી જુદી જદી છે. સૌએ પોતપોતાના મતના સમર્થન માટે અનેક તર્કો દોડાવ્યા છે, ઢગલાબંધ દલીલો મૂકી છે, પણ તે બધાનો સાર કાઢવામાં આવે તો તે છ પદની સમજણમાં જ સમાઈ જાય છે. આ છ પદોની આધારશિલા ઉપર જે સાંગોપાંગ વિચારસરણી ભારતમાં પ્રસ્તુત થઈ, તેમાં છ મુખ્ય વિચારપ્રવાહોને - દર્શનોને પ્રતિષ્ઠિત સ્થાન પ્રાપ્ત થયું છે. બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન, મીમાંસક અને ચાર્વાક એ પ્રસિદ્ધ છ દર્શનો છે. આમાં પ્રથમ પાંચ આત્માને માનનારાં આસ્તિક દર્શનો છે અને આત્માના અસ્તિત્વને નહીં માનનારું એવું છઠ્ઠ ચાર્વાક દર્શન ઉક્ત આસ્તિક દર્શનોના પ્રતિપક્ષરૂપ નાસ્તિક દર્શન છે. આ વિષે શ્રીમદે નીચે પ્રમાણે સવિસ્તર પરિચય આપ્યો છે – ૧- વેદાનુયાયીઓએ વેદને મુખ્ય રાખીને પ્રવર્તતાં દર્શનોને જ પદર્શનમાં સમાવેશ કર્યા છે, જેને તેઓ આસ્તિક દર્શન કહે છે. વેદને પ્રમાણભૂત ન માનનારાં જૈન, બૌદ્ધ અને ચાર્વાક દર્શનોને તેઓ નાસ્તિક દર્શન કહે છે. વેદનું પ્રાધાન્ય માન્ય રાખનારાં વેદાશ્રિત છ દર્શનો આ પ્રમાણે છે - ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. વિશેષ જાણકારી માટે જુઓ : ભાગ-૪, પરિશિષ્ટ-૧, ‘પદર્શનપરિચય'. રાખનારાં વેકાણન છે એનો આ પ્રમાણે Page #58 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૪ ૨૫ ‘બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન અને મીમાંસા એ પાંચ આસ્તિક દર્શનો એટલે બંધમોક્ષાદિ ભાવને સ્વીકારનારાં દર્શનો છે. નૈયાયિકના અભિપ્રાય જેવો જ વૈશેષિકનો અભિપ્રાય છે, સાંખ્ય જેવો જ યોગનો અભિપ્રાય છે, સહજ ભેદ છે તેથી તે દર્શન જુદાં ગળ્યાં નથી. પૂર્વ અને ઉત્તર એમ મીમાંસાદર્શનના બે ભેદ છે; પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસામાં વિચારનો ભેદ વિશેષ છે; તથાપિ મીમાંસા શબ્દથી બેયનું ઓળખાણ થાય છે; તેથી અત્રે તે શબ્દથી બેય સમજવાં. પૂર્વમીમાંસાનું “જૈમિની' અને ઉત્તરમીમાંસાનું વેદાંત” એમ નામ પણ પ્રસિદ્ધ છે. બૌદ્ધ અને જૈન સિવાયનાં બાકીનાં દર્શનો વેદને મુખ્ય રાખી પ્રવર્તે છે; માટે વેદાશ્રિત દર્શન છે; અને વેદાર્થ પ્રકાશી પોતાનું દર્શન સ્થાપવાનો પ્રયત્ન કરે છે. બૌદ્ધ અને જૈન વેદાશ્રિત નથી, સ્વતંત્ર દર્શન છે. આત્માદિ પદાર્થને નહીં સ્વીકારતું એવું ચાર્વાક નામે છઠું દર્શન છે. બૌદ્ધ દર્શનના મુખ્ય ચાર ભેદ છે :- ૧. સૌત્રાંતિક, ૨. માધ્યમિક, ૩. શૂન્યવાદી અને ૪. વિજ્ઞાનવાદી. તે જુદે જુદે પ્રકારે ભાવોની વ્યવસ્થા માને છે. જૈનદર્શનના સહજ પ્રકારતરથી બે ભેદ છે; દિગંબર અને શ્વેતાંબર. પાંચે આસ્તિક દર્શનને જગત અનાદિ અભિમત છે. બૌદ્ધ, સાંખ્ય, જૈન અને પૂર્વમીમાંસાને અભિપ્રાયે સૃષ્ટિકર્તા એવો કોઈ ઈશ્વર નથી. નૈયાયિકને અભિપ્રાયે તટસ્થપણે ઈશ્વર કર્તા છે. વેદાંતને અભિપ્રાયે આત્માને વિષે જગત વિવર્તરૂપ એટલે કલ્પિતપણે ભાસે છે અને તે રીતે ઈશ્વર કલ્પિતપણે કર્તા સ્વીકાર્યો છે. યોગને અભિપ્રાયે નિયંતાપણે ઈશ્વર પુરષવિશેષ છે. બૌદ્ધને અભિપ્રાય ત્રિકાળ અને વસ્તુસ્વરૂપ આત્મા નથી, ક્ષણિક છે. શૂન્યવાદી બૌદ્ધને અભિપ્રાયે વિજ્ઞાનમાત્ર છે; અને વિજ્ઞાનવાદી બૌદ્ધને અભિપ્રાયે દુઃખાદિ તત્વ છે. તેમાં વિજ્ઞાનસ્કંધ ક્ષણિકપણે આત્મા છે. નૈયાયિકને અભિપ્રાયે સર્વવ્યાપક એવા અસંખ્ય જીવ છે. ઈશ્વર પણ સર્વવ્યાપક છે. આત્માદિને મનના સાન્નિધ્યથી જ્ઞાન ઊપજે છે. સાંખ્યને અભિપ્રાયે સર્વવ્યાપક એવા અસંખ્ય આત્મા છે. તે નિત્ય, અપરિણામી અને ચિન્માવ્યસ્વરૂપ છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૨૬ આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જૈનને અભિપ્રાયે અનંત દ્રવ્ય આત્મા છે, પ્રત્યેક જુદા છે. જ્ઞાનદર્શનાદિ ચેતના સ્વરૂપ, નિત્ય, અને પરિણામી પ્રત્યેક આત્મા અસંખ્યાતપ્રદેશી સ્વશરીરાવગાહવર્તી માન્યો છે. પૂર્વમીમાંસાને અભિપ્રાયે જીવ અસંખ્ય છે, ચેતન છે. ઉત્તરમીમાંસાને અભિપ્રાયે એક જ આત્મા સર્વવ્યાપક અને સચ્ચિદાનંદમય ત્રિકાળાબાધ્ય છે.' આ છ દર્શનોમાં ન્યાય, સાંખ્ય અને મીમાંસા દર્શન વેદ ઉપર આધારિત છે; જ્યારે ચાર્વાક, જૈન અને બૌદ્ધ દર્શન વેદને માન્ય રાખતાં નથી; તેથી તેમની વિચારસરણીઓ પરસ્પર વિરોધી જોવા મળે છે. તત્ત્વ સંબંધી વિરોધ હોવાના કારણે દાર્શનિકો પોતાના મતનું ખંડન અને અન્ય મતનું ખંડન કરવા પ્રેરાયા. તત્ત્વ સંબંધી પરસ્પર વિરોધી વાદોનું ખંડન-મંડન ઉપનિષદોમાં જોવા મળે છે. ત્રિપિટક અને ગણિપિટક જેવાં બૌદ્ધ ગ્રંથો તથા કેટલાંક જૈન આગમોમાં પણ અન્ય મતનું ખંડન કરવાની પ્રવૃત્તિ થયેલી જણાય છે. એટલે માની શકાય કે વાદવિવાદનો ઇતિહાસ બહુ જૂનો છે અને તેનો ઉત્તરોત્તર વિસ્તાર થતો આવ્યો છે. દાર્શનિક વિવાદોના ઇતિહાસમાં શ્રી નાગાર્જુનથી માંડીને શ્રી ધર્મકીર્તિના સમય સુધીના કાળમાં દાર્શનિકોની વાદવિવાદ કરવાની પ્રવૃત્તિ તીવ્રતમ બની હતી. શ્રી નાગાર્જુન, શ્રી વસુબંધુ, શ્રી દિગ્નાગ જેવા બૌદ્ધ આચાર્યોના તાર્કિક પ્રહારોનો મારો બધાં દર્શનો ઉપર સતત થતો હતો અને તેના પ્રતિકારરૂપે અન્ય ભારતીય દર્શનોમાં પુનર્વિચારની ધારા પ્રવાહિત થઈ હતી. ન્યાય દર્શનના શ્રી વાસ્યાયન અને શ્રી ઉદ્યોતકર, વૈશેષિક દર્શનના શ્રી પ્રશસ્તપદ, મીમાંસક દર્શનના શ્રી શબર અને શ્રી કુમારિલ જેવા પ્રૌઢ વિદ્વાનોએ પોતાનાં દર્શનો ઉપર થતા પ્રહારોનો પ્રત્યુત્તર આપ્યો હતો, એટલું જ નહીં પણ તે માટે સ્વદર્શનને નવપ્રકાશ આપીને સુવ્યવસ્થિત કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. આ દાર્શનિક વિવાદમાં જૈન દર્શનના પાર્કિકો પણ પડ્યા હતા અને તેમણે પણ પોતાનાં આગમગ્રંથોના આધારે જૈન દર્શનને તર્કપુર:સર સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આચાર્યશ્રી ઉમાસ્વાતિજીએ (વિક્રમની પહેલી કે ચોથી શતાબ્દીમાં) ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર રચવાની પ્રેરણા એ વિવાદમાંથી લીધી હશે, પરંતુ અન્ય દર્શનનું ખંડન ન કરતાં તેમણે તો માત્ર જૈન દર્શનનાં તત્ત્વોને સૂત્રાત્મક શૈલીમાં મૂકી આપ્યાં. તેમના પછી થયેલા આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામી, આચાર્યશ્રી અકલંકદેવ, આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરજી, શ્રી વિદ્યાનંદજી આદિએ ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર' ઉપરની પોતપોતાની ટીકાઓમાં ખંડન-મંડનની તર્કશૈલીથી તે વિષયનું નિરૂપણ કર્યું છે. ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૨૦ (પત્રાંક-૭૧૧) Page #60 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૪ આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરજીએ (વિક્રમની ચોથી-પાંચમી શતાબ્દીમાં) આ વિવાદમાંથી જૈન ન્યાયની આવશ્યકતા સમજીને ન્યાયાવતાર' જેવી અતિ સંક્ષિપ્ત કૃતિની રચના કરી તેમજ જૈન ન્યાયમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા અનેકાંતવાદના પાયામાં રહેલા નવાદનું વિવેચન કરતો ગ્રંથ ‘સન્મતિતર્ક પ્રકરણ’ પણ રચ્યો. પરંતુ આ બન્ને કૃતિઓમાં દાર્શનિક દુનિયાનું તટસ્થ અવલોકન કરીને માત્ર પોતાના દર્શનને વ્યવસ્થિત કરવાનો પ્રયત્ન વધારે છે, ઇતર દાર્શનિકોની દલીલોનો રદિયો આપવાનું કાર્ય તેમાં ગૌણ રહ્યું છે. આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરજી વિષે તેથી એમ તો ન કહી શકાય કે તેઓ દાર્શનિક અખાડામાં એક પ્રબળ પ્રતિમલ્લના રૂપમાં પોતાના ગ્રંથો લઈને ઉપસ્થિત થયા. જૈન દર્શનની માંડણીનાં બીજ તેમના ગ્રંથમાં ઉપસ્થિત છે, પણ ઇતર દાર્શનિકોની નાની-મોટી બધી મહત્ત્વની દલીલોનો રદિયો આપવાનો પ્રયત્ન તેમાં નથી. ઝીણી ઝીણી દલીલોની વાજાળમાં ન પડતાં માત્ર મહત્ત્વના વિષયમાં પૂર્વાપર પક્ષની શૈલી તેમના ગ્રંથોમાં છે. આ જ શૈલી આચાર્યશ્રી સમતભદ્રસૂરિજીના (વિક્રમની બીજી શતાબ્દીમાં) ગ્રંથોમાં પણ જોવા મળે છે. તેમાં પણ વિસ્તાર કરતાં સંક્ષેપને જ મહત્ત્વ અપાયું છે. બન્ને આચાર્યો પ્રબળ વાદી હોવા છતાં તેમના ગ્રંથો શ્રી ઉદ્યોતકર કે શ્રી કુમારિલની પેઠે ઝીણું કાંતતા નથી. તર્ક-પ્રતિતર્કની જાળ ઊભી કરવાનું કાર્ય જો કે આ બન્ને આચાર્યોએ નથી કર્યું, પરંતુ નિષ્કર્ષમાં ઉપયોગી એવી દલીલો જરૂર કરી છે અને તે દલીલો એવી અકાઢ્યું છે કે એના જ આધારે તેની ટીકાઓમાં પ્રચુર માત્રામાં વિવાદો રચી શકાય છે. સારાંશ એ છે કે આ બન્ને આચાર્યોએ તર્કજાળમાં ન પડતાં માત્ર ઉત્કૃષ્ટ કોટિના તર્ક કરીને સંતોષ માન્યો છે. શ્રી દિગ્ગાગ, શ્રી કુમારિલ અને શ્રી ઉદ્યોતકર જેવા મલ્લો સામે પ્રતિમલ્લરૂપે મૂકી શકાય તેવું સામર્થ્ય આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરજી તથા આચાર્યશ્રી સમંતભદ્રસૂરિજીના ગ્રંથોમાં ન હતું, કારણ કે અતિસંક્ષેપ અતિવિસ્તાર સામે ઢંકાઈ જાય છે; પરંતુ આચાર્યશ્રી જિનભદ્રજીનો (વિક્રમની સાતમી શતાબ્દીમાં) ‘વિશેષાવશ્યક ભાષ્ય' ગ્રંથ એવી શૈલીમાં રચાયો છે કે તે ગ્રંથના આધારે કહી શકાય કે દાર્શનિક જગતના અખાડામાં સર્વ પ્રથમ જૈન પ્રતિમલ્લનું સ્થાન કોઈને આપી શકાય તેવું હોય તો તે આચાર્યશ્રી જિનભદ્રજી છે. દાર્શનિક અખાડામાં તેમણે જૈન દર્શનને એક સર્વતંત્રસ્વતંત્રરૂપે જ નહીં પણ સર્વતંત્રસમન્વયરૂપે પણ ઉપસ્થિત કર્યું છે. તેમની વિશેષતા એ છે કે તેમણે જૈન તત્ત્વનું નિરૂપણ માત્ર જૈન દૃષ્ટિથી જ નથી કર્યું, પણ ઇતર દર્શનની તુલનામાં જૈન તત્ત્વને મૂકીને, સમન્વયગામી માર્ગ ગ્રહણ કરી પ્રત્યેક વિષયની ચર્ચા કરી છે. વિષયના વિવેચન પ્રસંગે સ્વયં જૈનાચાર્યોના તે અંગેના અનેક મતભેદોનું Page #61 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન ખંડન કરતાં પણ તેમને આંચકો લાગતો નથી અને તેવા પ્રસંગે તેઓ આગમોનાં અનેક વાક્યોના આધાર આપીને પોતાનું મંતવ્ય રજૂ કરે છે. કોઈની કોઈ પણ વ્યાખ્યા આગમના કોઈ પણ વાક્યથી વિરુદ્ધ જતી હોય તો તે તેમને માટે અસહ્ય બને છે અને તેનું તર્કપુરઃસર સમાધાન શોધવાનો પણ તેઓ પ્રયત્ન કરે છે. આગમનાં પરસ્પર વિરોધી લાગતાં મંતવ્યોનું સમાધાન શોધવાનો પણ તેમણે પ્રયત્ન કર્યો છે અને વિરોધી દેખાતાં વાક્યોમાં પણ પરસ્પર સંગતિ કેવી રીતે છે તે બતાવ્યું છે. ખરી રીતે એમ કહેવું જોઈએ કે આચાર્યશ્રી જિનભદ્રજીએ ‘વિશેષાવશ્યકભાષ્ય' લખીને જૈન આગમોનાં મંતવ્યોને તર્કની કસોટીએ કસ્યાં અને એમ કરીને તેમણે એ કાળના તાર્કિકોની જિજ્ઞાસાને સંતોષી છે. તેમની દલીલો અને તર્કશૈલી એટલી બધી વ્યવસ્થિત છે કે આઠમી શતાબ્દીમાં થયેલ મહાન દાર્શનિક આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ અને બારમી શતાબ્દિમાં થયેલ આગમોના સમર્થ ટીકાકાર આચાર્યશ્રી મલયગિરિસૂરિજીએ પણ જ્ઞાનચર્ચામાં આચાર્યશ્રી જિનભદ્રજીની દલીલોનો જ આશ્રય લીધો છે, એટલું જ નહીં પણ છેક અઢારમી સદીમાં થયેલા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે પણ પોતાના ગ્રંથોમાં તેમની દલીલોને રજૂ કરી છે. આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ (વિક્રમની આઠમી શતાબ્દીમાં) ‘ષદર્શનસમુચ્ચય' નામના ગ્રંથમાં જુદાં જુદાં છ દર્શનોનું સ્વરૂપ બહુ સુંદર રીતે બતાવ્યું છે અને તેમાં આચાર્યશ્રીએ પ્રત્યેક દર્શનના પ્રતિનિધિ તરીકે નિષ્પક્ષપાતબુદ્ધિ રાખી તે દર્શનનું નિરૂપણ કર્યું છે. ૮૭ શ્લોકપ્રમાણ આ ગ્રંથનો અભ્યાસ કર્યા પછી વાચકને સ્વયમેવ એવો નિશ્ચય થઈ આવે છે કે માત્ર જૈન દર્શન જ એક એવું દર્શન છે કે જેમાં વસ્તુ અને વસ્તુના સ્વભાવનું સંપૂર્ણપણે યથાર્થ નિરૂપણ કરવામાં આવ્યું છે. બીજાં દર્શનોએ તેમ કરવાનો સ્તુત્ય યત્ન કર્યો છે, તથાપિ તેમાં અખંડ નિરાબાધ નિરાકરણ જોવા મળતું નથી. આ નાનકડા ગ્રંથમાં આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીની વિશાળતા છૂપી રહેતી નથી. તેમનું વિચારઔદાર્ય, તેમની મતસહિષ્ણુતા અને નિષ્પક્ષપાતતા પ્રશસ્ય છે . કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીએ (વિક્રમની બારમી શતાબ્દીમાં) અન્યયોગ-વ્યવચ્છેદ-દ્વાત્રિંશિકા'ની રચના કરી છે. આ કૃતિ ઉપજાતિ છંદના માત્ર બત્રીસ શ્લોક જેટલી જ સંક્ષિપ્ત છે, પણ તેમાં જૈન દર્શનના સિદ્ધાંતોનું સમર્થન અને અન્ય દર્શનોની માન્યતાઓનું નિરાકરણ એવી સચોટ રીતે કરવામાં આવ્યું છે કે તેના આધારે આચાર્યશ્રી મલ્લિષેણસૂરિજીએ “સ્યાદ્વાદ મંજરી' નામે સુંદર, સવિસ્તર અને સારગ્રાહી ટીકા રચીને એ મૂળ કૃતિને ખૂબ ઉપયોગી અને લોકપ્રિય બનાવી દીધી છે. આચાર્યશ્રી મલ્લિષણસૂરિજી (વિક્રમની અગિયારમી-બારમી શતાબ્દીમાં) સરળ પ્રકૃતિના ઉદાર અને મધ્યસ્થ વિદ્વાન હતા. ‘સ્યાદ્વાદ મંજરી'માં તેમણે અન્ય દર્શનોના સિદ્ધાંતોની પ્રામાણિક Page #62 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૪ ૨૯ અને પ્રમાણિત રજૂઆત કરીને તેના ઉપર જૈન દર્શનની માન્યતાઓનું એવું ખૂબીથી નિરૂપણ કર્યું છે કે તે ગ્રંથ હૃદયગ્રાહી બની જાય છે. તેમાં તેમણે કરેલ અન્ય દાર્શનિકોના સિદ્ધાંતોનું ખંડન વિતંડના સ્વરૂપે નથી, પરંતુ દરેકે દરેક પ્રશ્ન ઉપર જૈન દર્શનની સ્પષ્ટ માન્યતાનું સચોટ નિરૂપણ સરળ પ્રવાહી ભાષામાં કરવામાં આવ્યું છે. અન્ય દર્શનોના વિદ્વાનો માટે જડ, પ્રાકૃત, તામસ વગેરે કટુ શબ્દો ન વાપરતાં, તેમણે શ્રી વ્યાસને ઋષિ, શ્રી કપિલને પરમર્ષિ અને શ્રી ઉદયનને પ્રામાણિક પ્રકાંડ કહી પોતાની મસહિષ્ણુતાનો પરિચય આપ્યો છે. તેમનું અન્ય દર્શનોનું જ્ઞાન અને તે પ્રત્યેનું વિચાર-ઔદાર્ય પ્રશંસનીય છે. તેમની શૈલી સમૃદ્ધિના કારણે આ ગ્રંથ માત્ર ટીકાગ્રંથ નહીં રહેતાં એક સ્વતંત્ર મૌલિક રચના તરીકે ગણના પામ્યો છે. આ બધાં કારણોને લઈને ‘સ્યાદ્વાદ મંજરી' ભારતીય દર્શનનો અને તેમાં પણ જૈન દર્શનનો એક સુંદર ગ્રંથ છે. નવ્યન્યાયના અસાધારણ વિદ્વાન ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે (વિક્રમની અઢારમી શતાબ્દીમાં) પણ પોતાના ‘તર્કભાષા’, ‘અનેકાંતવ્યવસ્થા', ‘જ્ઞાનબિંદુ' આદિ ગ્રંથોમાં અન્ય દર્શનોની દલીલો રજૂ કરી છે. તેમના ‘અધ્યાત્મસાર' નામના ગ્રંથના સમકિત અધિકારમાં અન્ય દર્શનોની દલીલો દર્શાવી તેનું સમાધાન અત્યંત સરળ અને સચોટ રીતે નિરૂપવામાં આવ્યાં છે. ‘સમ્યક્ત્વ સ્થાન ચઉપઇ' નામના ગ્રંથમાં અન્ય દર્શનોની એકાંત માન્યતાઓનું ખંડન કરી, સ્વાવાદ દ્વારા તે સર્વનો સમન્વય સાધ્યો છે. આ ગંભીર વિષયને તેમણે ગુજરાતી ભાષામાં રજૂ કર્યો છે, જે તેમનું અનોખું ભાષાપ્રભુત્વ અને અગાધ વિદ્વત્તાનું ફળ છે. અન્યથા આવો ગંભીર વિષય આવી લોકભાષામાં રજૂ કરવો દુષ્કર છે. શ્રીમદે (વિક્રમની વીસમી શતાબ્દીમાં) “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં, જેનો વિચાર કરવાથી સમકિત પ્રાપ્ત થાય એવાં આત્માનાં છ પદનો બોધ કર્યો છે. આ શાસ્ત્રમાં ગુરુશિષ્યસંવાદ દ્વારા આત્મસ્વરૂપનો યથાર્થ નિર્ધાર કરાવી તેઓશ્રીએ પરમાર્થપ્રાપ્તિનો માર્ગ દર્શાવ્યો છે. તેની યોજના એવા પ્રકારે કરી છે કે જેથી જગતમાં પ્રવર્તી રહેલાં ષડ્રદર્શનનો સાર તેમાં આવી જાય. ચાર્વાક, બૌદ્ધ, ન્યાય વગેરે દર્શનોનો મત શિષ્યની શંકારૂપે રજૂ કરી, સદ્ગુરુ દ્વારા તેનું યથાર્થ સમાધાન આપવામાં આવ્યું છે. શિષ્ય પોતાના મતના સમર્થન માટે અનેક દલીલો રજૂ કરે છે અને સદ્ગુરુ તેની દલીલોમાં રહેલી ભૂલ બતાવી, વસ્તુસ્વરૂપનું યથાર્થ દર્શન કરાવી તેના ચિત્તનું સમાધાન કરે છે. પ્રસિદ્ધ એવાં છ દર્શનોમાંથી કોઈ આત્માને એકાંત નિત્ય માને છે, તો કોઈ એકાંત અનિત્ય માને છે; કોઈ આત્માને એકાંતે અકર્તા કહે છે, તો કોઈ એકાંતે Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કર્તા કહે છે. આમ, જૈન સિવાયનાં જુદાં જુદાં દર્શનો આત્માનું સ્વરૂપ એકાંતિક રીતે કહે છે, પરંતુ વસ્તુનું સ્વરૂપ અનેકાંત હોવાથી તેનું સત્ય નિરૂપણ અનેકાંતદૃષ્ટિએ જ બતાવી શકાય એમ છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં શ્રીગુરુ અનેકાંતદ્દષ્ટિએ સમાધાન કરતા હોવાથી કોઈ એક અપેક્ષાએ શિષ્યનો અભિપ્રાય સ્વીકારી, બીજી અપેક્ષાએ તેનો નિષેધ કરી શિષ્યને વસ્તુનું યથાર્થ સ્વરૂપ દર્શાવે છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં ગર્ભિતપણે છએ દર્શનના પરિચય સાથે અનેકાંતિક એવા જૈન દર્શનની, દૃષ્ટિરાગથી નહીં પણ સ્યાદ્વાદશૈલીના કારણે ઉત્તમતા દર્શાવી છે. શિષ્યે કરેલી શંકાના સમાધાનમાં સદ્ગુરુ જૈન દર્શનનો અભિપ્રાય રજૂ કરે છે. જૈન દર્શનમાં આત્માને અનેકાંતર્દષ્ટિએ નિરૂપ્યો છે. અનેકાંતિક એવા જૈન દર્શનને સંપૂર્ણ દર્શન કહ્યું છે અને એકાંતિક એવાં અન્ય દર્શનોને જૈન દર્શનનાં જુદાં જુદાં અંગો કહ્યાં છે. એક અપેક્ષાએ જૈન દર્શન અન્ય દર્શનના અભિપ્રાય સ્વીકારી, અન્ય અપેક્ષાએ તેનો નિષેધ પણ કરે છે. જેમ કે સાંખ્ય દર્શન આત્માને એકાંતે અકર્તા માને છે, જ્યારે જૈન દર્શન આત્માને એક અપેક્ષાએ અકર્તા કહી, અન્ય અપેક્ષાએ તેને કર્મના કર્તારૂપે પણ સ્વીકારે છે. જૈન દર્શનમાં વ્યવહાર અને નિશ્ચય એમ બે નય છે. નિશ્ચયનયની અપેક્ષાએ આત્મા કર્મનો અકર્તા છે, તેથી નિશ્ચયનયની અપેક્ષાએ તે સાંખ્યમતને સ્વીકારે છે; પરંતુ વ્યવહારનયથી જૈન દર્શન આત્માને કર્મનો કર્તા માને છે, તેથી વ્યવહારનયની અપેક્ષાએ તે એકાંતિક એવા સાંખ્યમતનો નિષેધ કરે છે. આ પ્રમાણે અનેકાંતિક એવું જૈન દર્શન અન્ય એકાંતિક દર્શનોને પોતામાં સમાવિષ્ટ કરી, વસ્તુનું સત્ય સ્વરૂપ પ્રતિપાદિત કરે છે. આમ, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં છએ દર્શનોનું દોહન કરીને શુદ્ધાત્માની પ્રાપ્તિનો માર્ગ બતાવ્યો છે. આ ષડ્દર્શનવ્યાપક ષટ્યદનું નિરૂપણ ખંડન-મંડનના પ્રયોજનથી કર્યું નથી, પણ આત્મહિતને મુખ્ય રાખીને પરમાર્થ સમજાવવા માટે કરવામાં આવ્યું છે અને તેનો સ્પષ્ટ ઉલ્લેખ આ ગાથાની બીજી પંક્તિમાં કરવામાં આવ્યો છે ‘સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ.' કોઈ પણ દર્શનનું નામ મૂક્યા વિના પોતાનો અભિપ્રાય શ્રીમદે વ્યક્ત કર્યો છે, તે જ આ શાસ્ત્રના પરમાર્થપ્રયોજનની સાક્ષી પૂરે છે. તેમના આ નિષ્પક્ષપાતપણા વિષે શ્રી મનસુખભાઈ ૨વજીભાઈ મહેતા યોગ્ય જ કહે છે કે ‘શ્રીમાન્ આનંદઘનજી મહારાજ, પરમતખંડન અને સ્વમતમંડનની પદ્ધતિથી, એટલા માટે દૂર રહ્યા છે કે, જે મતનું ખંડન કરવામાં આવે છે તે મતના અનુયાયીઓ સત્ય સ્વીકારવાને બદલે ઊલટા વિમુખ થાય છે, તેમ શ્રીમાન્ રાજચંદ્રે આ ‘આત્મસિદ્ધિશાસ્ત્ર'માં આ વાદવિવાદનાં સ્થળોએ પણ એવી સૂક્ષ્મ કાળજી રાખી Page #64 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૪ ૩૧ છે કે, કોઈ પણ મતનું એક અક્ષર પણ પ્રત્યક્ષ ખંડન ન કરતાં, જે અભિપ્રાયો પોતે પ્રતિપાદન કરવામાં આત્મશ્રેય માન્યું છે, તે અભિપ્રાયો સરળતાપૂર્વક અને વસ્તુરૂપે જણાવવા. શ્રીમાન્ હરિભદ્રસૂરિએ પોતાના ‘ષગ્દર્શનસમુચ્ચય' નામક ગ્રંથમાં જુદાં જુદાં છ દર્શનોનું સ્વરૂપ બતાવતાં જેમ પ્રત્યેક દર્શનનાં પ્રતિનિધિ (વકીલ) તરીકે નિષ્પક્ષપાતબુદ્ધિ રાખી છે; તેમ શ્રીમાન્ રાજચંદ્રે પણ પ્રત્યેક ધર્મમતનું સ્વરૂપ બતાવતાં તેનાં પ્રતિનિધિ તરીકે કામ લીધું છે. વિશેષમાં તેઓએ વર્તમાન સમયને અનુકૂળ ગણાય એવી એક શૈલી એ રાખી છે કે, કયો અભિપ્રાય કયા ધર્મનો છે એમ અગોપ્યપણે બતાવ્યું નથી; કેમકે ચોક્કસ મતનો ફલાણો મત છે અને તે અયોગ્ય છે એમ બતાવવામાં આવે, તો તે મતના અનુયાયીને ગ્રંથકારને પોતાના અભિપ્રાય પર આગ્રહ છે એમ લાગી આવી, તેનો સ્વીકાર કરવાનું મન થતું નથી; એટલું જ નહીં પણ ગ્રંથકાર પક્ષપાતી લાગે છે. આવું ન થાય તે માટે ગ્રંથકારે અતિશય કાળજી રાખી છે. જુદાં જુદાં દર્શનોના આ છ પદમાં અભિપ્રાય આવ્યા છે; પણ તે વાંચતાં વિચારતાં કોઈને ન લાગે કે ગ્રંથકારનો ચોક્કસ અભિપ્રાય પ્રત્યે અભાવ છે. જેમ એક વખત એક વકીલને વાદી તરફથી વકીલ તરીકે રોકવામાં આવ્યો હોય, અને બીજી વખત પ્રતિવાદી તરફથી રોકવામાં આવે તો વાદીની વખતે વાદીનો અને પ્રતિવાદીની વખતે પ્રતિવાદી તરફનો દાવો સરખી જ કાળજીથી રજૂ કરે છે; તેવી જ રીતે આ ગ્રંથકારે પણ કર્યું છે. દાખલા તરીકે, જ્યારે ‘આત્મા નિત્ય નથી' એવા વિચારના પ્રતિનિધિ તરીકે દાવો રજૂ કર્યો છે ત્યારે કોઈને કિંચિત્ માત્ર એવી અસર ન થાય કે, તેમાં એક વકીલ તરીકે કોઈ પણ પ્રકારની ન્યૂનતા રાખી છે. આ જ રીતે જ્યારે તેના નિષેધકર્તાના વકીલ તરીકે ઊભા રહ્યા છે ત્યારે તેના તરફની ન્યૂનતા રાખી નથી.'૧ આમ, એકાંતપરમાર્થહેતુથી શ્રીમદે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં છ પદનો બોધ કર્યો છે. આત્માર્થી જીવને પોતાનું આત્મસ્વરૂપ જેવું છે તેવું યથાતથ્ય સમજાય અને અનાદિની મિથ્યાત્વરૂપ સ્વપ્નદશા દૂર થાય એ અર્થે જ આ ષડ્દર્શનવ્યાપક ષપદનું સ્વરૂપ અત્રે પ્રકાશ્યું છે. આ છ પદની દેશનામાં, છ દર્શનોના આત્માદિ સંબંધી જે અભિપ્રાયો છે તે સર્વનો સમાવેશ થઈ જાય છે. છ દર્શનોમાં પરસ્પર જે મતભેદ છે તેમાં ન અટવાતાં મુમુક્ષુનું લક્ષ આત્મા તરફ વળે અને તેને શુદ્ધાત્મતત્ત્વ સમજાય તેવા શુભાશયપૂર્વક છએ દર્શનોનો તાત્ત્વિક સમન્વય પૂર્વાચાર્યોએ જે રીતે સાધ્યો છે તે રીતે અહીં નિરૂપવામાં આવ્યો છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે કે ૧- શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતા, ‘આત્મસિદ્ધિ’, પ્રસ્તાવના, પૃ.૨૦ Page #65 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન ‘ષસ્થાનક સંક્ષેપમાં, સર્વ શાસ્ત્રનો સાર; શ્રી સર્વજ્ઞ પ્રકાશમાં, ભવ્ય જીવ હિતકાર. નય ભેદ જસ્થાનકો, ષટદર્શન પણ તેહ; ખટપટ મટવા સમપણે, અર્થી થઈ રહે એહ. સદ્દગુરુથી સમકિત લહી, થવા નિત્ય સત્સંગ; સમજાવા પરમાર્થને, થવા નિઃશંક અસંગ. સહજપણે વીતરાગતા, વધે જ્ઞાનગુણ ગેહ, આત્મ પરમહિત કારણે, કહ્યાં જ્ઞાનીએ એહ.' ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૨૪ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૧૭૩-૧૭૬) Page #66 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૨ પ્રકરણ - ૫ પ્રથમ પદ - “આત્મા છે' (ગાથા ૪૫ - ૫૮) Page #67 -------------------------------------------------------------------------- ________________ Page #68 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૪૫ n sini ned, renu आले ५४ name ad ३५, १५८५३५. Page #69 -------------------------------------------------------------------------- ________________ Page #70 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૪૫ ભૂમિકા ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ની પ્રથમ ૪૪ ગાથાઓમાં શ્રીમદે પ્રાસ્તાવિક નિરૂપણ કર્યું છે. પ્રથમ ૪૨ ગાથામાં ક્રિયાજડ અને શુષ્કજ્ઞાનીનું સ્વરૂપ, સદ્દગુરુનાં લક્ષણ અને તેમનું માહાત્મ, મતાર્થી અને આત્માર્થીનાં લક્ષણો પ્રસ્તાવનારૂપે જણાવી, ગાથા ૪૩ અને ૪૪માં ગ્રંથવિષયનો નામનિર્દેશ કરી, શ્રીમદ્ હવે સમ્યગ્દર્શનના બીજરૂપ એવાં આત્માનાં છ પદ સંબંધી વિસ્તૃત મીમાંસા ગુરુ-શિષ્યના સંવાદરૂપે આ ગાથાથી શરૂ કરે છે. સમ્યગ્દર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનકરૂપ છ પદને સમજાવવા શ્રીમદ્દ હવે વિવેચનપદ્ધતિને છોડી ગુરુશિષ્યસંવાદની પદ્ધતિ અપનાવે છે. આત્મજ્ઞાન પામ્યા હોય તે જ સદ્ગુરુ છે અને એવા સગુરુ મળે તો હું મન, વચન, કાયા તેમની આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવીશ અને સત્ય મોક્ષમાર્ગ અવશ્ય આરાધીશ' એવા દઢ નિશ્ચયવાળો આત્માર્થી શિષ્ય ક્રોધાદિ કષાયોને મંદ કરીને, મોક્ષ સિવાયની સર્વ અભિલાષાઓ ત્યજીને, સંસારપરિભ્રમણથી થાકીને, અંતરથી સ્વ-પરની દયા લાવીને, પોતાના આત્માના ઉદ્ધાર અર્થે સદ્ગુરુને શોધે છે અને સદ્ગુરુનો યોગ થતાં સરળ ભાવે પોતાના મનમાં ઘૂમી રહેલી શંકાઓ સગુરુ સમક્ષ પ્રગટ કરે છે. સદ્ગુરુ તે શંકાઓનું સરળ, સચોટ, પ્રતીતિકર અને અપૂર્વ સમાધાન આપી તેને નિઃશંક કરે છે. આ સમાધાન સ્વાનુભવથી નીપજેલું હોવાથી શિષ્યને હૃદયસોંસરું ઊતરી જાય છે. આત્માનાં છ પદને સિદ્ધ કરતો આ ગુરુશિષ્યસંવાદ સમજી શકાય તેવી સરળ ભાષામાં રચી, શ્રીમદે કઠણ વિષયને સહેલો અને સુગમ બનાવ્યો છે. શ્રીમની ભાવવાહી અને પ્રભાવશાળી શૈલી વિષે ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે કે – “.... યથાર્થ તત્ત્વસમજણ પામવા અર્થે સગુરુ ચરણ ઉપાસતો સત્ શિષ્ય વિનય પૃચ્છા કરે છે, અને તે શંકા અત્રે શાસ્ત્રકારે “શિષ્ય કેવી' - શિષ્ય વધો એવા પદના ઉપન્યાસથી પરમ અદભૂત તત્વ સર્વસ્વસમર્પક મનોરંજક શૈલીથી રજૂ કરી છે; અને તેના ઉત્તરમાં - શંકા-સમાધાનમાં “સાડ ૩વી' - સગુરુ વઘા એમ પ્રતિપદના ઉપન્યાસથી વળતી રજૂઆત કરી છે. આ શિષ્ય ઉવાચ - સદ્દગુરુ ઉવાચ એ શૈલીપ્રકારમાં શંકા-સમાધાનનો ઉપન્યાસ અત્રે આ ગુરુશિષ્યના સંવાદના છએ પદમાં કર્યો છે. શાસ્ત્રકારની આ તસ્વરસિક મુમુક્ષ - ષપદને મનોરંજક ચિત્તાકર્ષક અદ્ભુત શૈલી ગીતાની કૃષ્ણ ઉવાચ - અર્જુન ઉવાચ એ શૈલીનું સહજ સ્મરણ કરાવે Page #71 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન છે. જિનદર્શનમાં આ “ઉવાચ’ની હૃદયગંમ શૈલીનો પ્રથમ પ્રયોગ કરનાર આ જ શાસ્ત્રકાર આધ છે. અત્રે શિષ્યની પરમ વિનય પૃચ્છા, સત્ય તત્ત્વ જાણવાની અપૂર્વ જિજ્ઞાસા, સત્ય સમજાતાં સત્યનો મુક્તકંઠે સ્વીકાર કરવાની અદભુત સરલતા; એ આદિ વસ્તુ આપણું એકદમ ધ્યાન ખેંચે છે; અને આત્મજ્ઞાની જ્ઞાની સદ્ગુરુની પણ શિષ્યની એકે એક શંકા અક્ષરે અક્ષર ટાળવાની પૂરેપૂરી તકેદારી - ઉપયોગ જાગૃતિ, શિષ્યને સન્માર્ગે ચઢાવવાની નિષ્કારણ કરુણા, અક્ષરે અક્ષરે વરસતી અમૃતમાધુરી; એ આદિ વસ્તુ પણ એકદમ આપણા હૃદયને આકર્ષી લે છે.' સમ્યગ્દર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનકરૂ૫ આત્માનાં છે પદોમાંનું પ્રથમ પદ છે - “આત્મા છે', અર્થાત્ આત્માના અસ્તિત્વની સિદ્ધિ. આત્માનું અસ્તિત્વ સ્વીકારવું તે મોક્ષમાર્ગનું સૌથી પહેલું પગથિયું છે. આત્મા હોય તો જ તેને મુક્ત કરવાની વાત થાય, તેથી આત્માના અસ્તિત્વ વિષે નિઃશંક થવું સૌથી અગત્યનું છે. આ પદ માટે શ્રીમદે ચૌદ ગાથાઓ (૪૫-૫૮)ની રચના કરી છે. તેમાં પહેલી ચાર ગાથા(૪૫-૪૮)માં વિનીત શિષ્ય આત્માના હોવાપણારૂપ પ્રથમ પદ વિષે પોતાની શંકાઓ રજૂ કરે છે. અહીં શિષ્ય આત્મા નથી' એમ જણાવવા માટે જે દલીલો કરે છે તેમાં ચાર્વાક દર્શનની સ્પષ્ટ છાયા જણાય છે. શ્રીમદે આત્માના અસ્તિત્વને નહીં સ્વીકારનારા એવા ચાર્વાકમતની પ્રચલિત દલીલો તે દર્શનનું નામ લીધા વિના શિષ્યની જિજ્ઞાસારૂપે મૂકી છે અને તે પછી શ્રીગુરુ દ્વારા તે શંકાનું સમાધાન દસ ગાથા(૪૯-૫૮)માં આપ્યું છે. તેમાં શિષ્યની શંકાનું અયથાર્થપણું બતાવી, આત્માનું શ્રેય થાય તે માટે આત્માના અસ્તિત્વને સિદ્ધ કરી આપ્યું છે. નાસ્તિક એવા ચાર્વાકમતના પ્રભાવથી ઉત્પન્ન થયેલી, આત્માના હોવાપણારૂપ પ્રથમ સ્થાનકની શંકાના સમર્થનમાં પ્રથમ દલીલ રજૂ કરતાં શિષ્ય કહે છે – નથી દષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ; (ગાથા) બીજો પણ અનુભવ નહીં, તેથી ન અવસ્વરૂપ. (૪૫) અર્થ - દષ્ટિમાં આવતો નથી, તેમ જેનું કંઈ રૂપ જણાતું નથી, તેમ સ્પર્ધાદિ બીજા અનુભવથી પણ જણાવાપણું નથી, માટે જીવનું સ્વરૂપ નથી; અર્થાત્ જીવ નથી. (૪૫) આત્મા જેવો કોઈ પદાર્થ નથી એવી પોતાની શંકાનું કારણ દર્શાવતાં શિષ્ય નાન] કહે છે કે વિશ્વના અન્ય પદાર્થોની જેમ આત્મા નેત્રોથી દેખાતો નથી. તેનું કોઈ રૂપ, રંગ કે આકાર જણાતાં નથી. જગતમાં કેટલાય પદાર્થો એવા હોય છે કે જે ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ. ૨૧૦ ગાથા Page #72 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૫ ૩૯ નેત્રોથી નહીં પણ અન્ય ઇન્દ્રિયોથી જાણી શકાય છે, પરંતુ આત્મા સ્પર્શ આદિ બીજી કોઈ ઇન્દ્રિય વડે પણ જણાતો નથી, અર્થાત્ સ્પર્શ આદિ અન્ય ઇન્દ્રિયના અનુભવથી પણ તેનું હોવાપણું પારખી શકાતું નથી. આમ, નેત્રો વડે આત્મા દૃષ્ટિગોચર થતો નથી તેમજ બાકીની સ્પર્ધાદિ ઇન્દ્રિયોથી પણ તે અનુભવાતો નથી, તેથી તેના હોવાપણા વિષે શિષ્યને શંકા જાગે છે. અન્ય પદાર્થોની જેમ જીવનું કોઈ સ્વરૂપ - પોતાનું ખાસ વિશિષ્ટ, પૃથક, અલાયદું સ્વરૂપ નહીં હોવાથી આત્માના હોવાપણા વિષે તેને સંદેહ રહે છે. આત્માના અસ્તિત્વ સંબંધી કોઈ પ્રમાણ મળતું નહીં હોવાથી આત્મા જેવું કોઈ તત્ત્વ છે જ નહીં એવું તેને લાગે છે. આમ, આત્માના મૂળ અસ્તિત્વ અંગે જ, તેના હોવાપણા અંગે જ શિષ્ય પ્રથમ પ્રશ્ન ઉઠાવે છે. પ્રાચીન કાળથી ઋષિમુનિઓએ આત્મા વિષે ઘણું ચિંતન-મનન કર્યું છે. વિશેષાર્થ આત્માનું સ્વરૂપ કેવું છે? જીવ અને જગતનું રહસ્ય શું છે? દેહપાત પછી આત્મા બીજો જન્મ લે છે? મૃત્યુ પછી તે ક્યાં જાય છે? પરલોક જેવું કંઈ છે? એક દેહ છોડીને બીજો દેહ ધારણ કરવા માટે આત્મા કેવી રીતે જાય છે? આત્મા મુક્ત કેવી રીતે થઈ શકે? એવા અનેક પ્રશ્નોના ઉકેલ મેળવવા ઋષિમુનિઓ વિચારતા. તેમણે આત્મા વિષે ઘણી વિચારણા કરી છે. સર્વ તત્ત્વોમાં આત્મતત્ત્વને મુખ્ય માનવામાં આવ્યું છે. ભગવાન મહાવીરે કહ્યું છે કે જે એક આત્મતત્ત્વને જાણે છે તે સર્વ જાણે છે.૧ ‘શાષ્ઠિલ્યોપનિષદ્'માં પણ એ જ વાત કહેવામાં આવી છે કે એક આત્મતત્ત્વને જાણવાથી બધું જ જણાય છે. આ ઉપરથી આત્મતત્ત્વનું મહત્ત્વ સ્પષ્ટ થાય છે. ભારતીય દર્શનોમાં આત્માને ઘણું મહત્ત્વ આપવામાં આવ્યું છે. ભારતીય દર્શનો મુખ્યત્વે આધ્યાત્મિક દર્શનો છે. આત્મતત્ત્વ એ ભારતીય દર્શનોનો આધારસ્તંભ છે. ભારતીય દર્શનોની ઉત્પત્તિ અને વિકાસ એક આત્મતત્ત્વને કેન્દ્રબિંદુમાં રાખીને થયેલ છે. તેમના મૂળભૂત સિદ્ધાંતો આત્માને કેન્દ્રમાં રાખી તેની આસપાસ ફરતા રહે છે. તેમણે આત્માની વિદ્યમાનતા સ્વીકારી છે. આત્માને કોઈ દર્શન જીવ કહે છે, તો કોઈ દર્શન પુરુષ કહે છે; કોઈ દર્શન તેને ચૈતન્ય કહે છે, તો કોઈ દર્શન બહ્મ કહે છે. ભારતીય તત્ત્વજ્ઞાનમાં ‘આત્મા’, ‘જીવ', ‘પુરુષ', ‘ચૈતન્ય', ‘બહ્મ' એ સર્વ શબ્દો પર્યાયવાચી છે. ૧- જુઓ : શ્રી આચારાંગ સૂત્ર', અધ્યયન ૨, ઉદ્દેશ ૨, ગાથા ૧૨૩ ને ઈ નાળ સે સવં ગાડું !' ૨- જુઓ : ‘શાન્ડિલ્યોપનિષદ્', ૨-૧ 'यस्मिन् विज्ञाते सर्वमिदं विज्ञातं भवति ।' Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન ભારતીય દર્શનકારોએ આત્માનું અસ્તિત્વ માન્ય કર્યું છે. ભારતીય દર્શનશાસ્ત્રોમાં આત્માના સ્વરૂપ અંગે પુષ્કળ વર્ણન કરવામાં આવ્યું છે. આત્મતત્ત્વની મીમાંસા તેમાં વિસ્તારથી કરેલી છે. આ વિષયને બહુ સૂક્ષ્મતાથી સ્પષ્ટ કરવામાં આવ્યો છે. આત્માના અસ્તિત્વની સિદ્ધિ, તેનાં લક્ષણ, તેનું પરિમાણ ઇત્યાદિ વિષયોનું ઊંડું વિવેચન કરવામાં આવ્યું છે. આ વિષે દાર્શનિકોએ અનેક વિકલ્પો ઊભા કરીને દાર્શનિક ગ્રંથોનું નિર્માણ કર્યું છે. દાર્શનિક સાહિત્યમાં દાર્શનિકોએ પોતપોતાની દૃષ્ટિએ કરેલું આત્મતત્ત્વનું નિરૂપણ જોવા મળે છે. ભારતીય દર્શનોમાં આત્માના સ્વરૂપ અંગે વિવિધ ખ્યાલો છે અને તેથી આત્મા અંગે વિવિધ દાર્શનિક વિચારસરણીઓ પ્રવાહિત થઈ છે, અનેક મત અસ્તિત્વમાં આવ્યા છે. જુદાં જુદાં દર્શનોમાં આત્માની જુદી જુદી વ્યાખ્યા કરવામાં આવી છે. આત્મા વિષે વિભિન્ન દર્શનોની માન્યતા આ પ્રકારે છે - (૧) ચાર્વાક દર્શનની દૃષ્ટિએ આત્મસ્વરૂપ ચાર્વાક દર્શન આત્માનું અસ્તિત્વ સ્વીકારતું નથી. તે માને છે કે આત્મા જેવું કોઈ સ્વતંત્ર તત્ત્વ નથી. ચૈતન્યવિશિષ્ટ એવું જે ભૌતિક શરીર એ જે સાચું છે. ચાર્વાકમત અનુસાર ચાર કે પાંચ મહાભૂત સિવાય બીજી કોઈ સ્વતંત્ર વસ્તુ છે જ નહીં. ચાર કે પાંચ મહાભૂતોનો સંયોગ થવો એ જ જીવન છે અને એ સંયોગનું નષ્ટ થવું એ જ મૃત્યુ છે. ચાર્વાકમત પ્રમાણે જડ તત્ત્વોનું કોઈ વિશેષ પ્રકારે સંમિશ્રણ થાય તો તેમાં ચૈતન્ય ગુણનો આવિર્ભાવ થાય છે. જડ પદાર્થોથી જુદો, આત્મા નામનો કોઈ સ્વતંત્ર એવો ચિટૂપ પદાર્થ માનવાની જરૂર નથી. જો શરીરથી ભિન્ન એવા આત્મતત્ત્વનું અસ્તિત્વ નથી તો તેની નિત્યતાનો પ્રશ્ન જ ઊઠતો નથી, કારણ કે મૃત્યુ પછી શરીર નષ્ટ થઈ જાય છે અને તેની સાથે ચૈતન્ય પણ નષ્ટ થઈ જાય છે. આમ, પુનર્જન્મ, સ્વર્ગ, નરક સર્વ મિથ્યા કરે છે. ચાર્વાકમતવાળા સ્વતંત્ર આત્મતત્ત્વને માનતા નહીં હોવાથી તેઓ નાસ્તિક ગણાય છે. (૨) જૈન દર્શનની દૃષ્ટિએ આત્મસ્વરૂપ જૈન દર્શનમાં આત્માનું અસ્તિત્વ શરીરથી સ્વતંત્ર માનવામાં આવ્યું છે. જીવનું લક્ષણ ઉપયોગ છે, અર્થાત્ ચેતના છે. જ્ઞાન અને દર્શનરૂપ ઉપયોગ જેનામાં હોય, સુખ-દુ:ખની અનુભૂતિ જેનામાં હોય તે જીવ કહેવાય છે. જીવો અનંત છે અને પ્રત્યેક જીવ સ્વતંત્ર છે. જીવ દેહપરિમાણ છે, અર્થાત્ તે રૂપરહિત અમૂર્ત હોવા છતાં પોતે ધારણ કરેલા દેહ જેટલો જ વિસ્તાર ધરાવે છે. તે કદી ઉત્પન્ન પણ થતો નથી કે મૃત્યુ પણ પામતો નથી. તે નિત્ય હોવા છતાં પરિવર્તનીય એવી પર્યાયથી અનિત્ય પણ છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૫ ૪૧ આત્મા પોતાનાં કર્મનો કર્તા અને તેનાં ફળનો ભોક્તા છે. કર્મ કરવું અને ભોગવવું એ આત્માનો સ્વભાવ નથી, તેથી તે ટળી શકે છે. સર્વ કર્મનો આત્યંતિક અભાવ થાય ત્યારે આત્મા મોક્ષપદને પામે છે. આમ હોવાથી જૈન ગ્રંથોમાં જીવોના બે પ્રકાર બતાવ્યા છે - મુક્ત અથવા સિદ્ધ અને બદ્ધ અથવા સંસારી. જે જીવો સર્વથા કર્મક્ષય કરી કર્મરહિત થયા હોય, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય અને અનંત સુખ એ ચાર ગુણો જેમનામાં પ્રગટ થયા હોય તથા જન્મ-મરણના પરિભ્રમણમાંથી જેઓ સદાને માટે મુક્ત થયા હોય તે જીવો મુક્ત - સિદ્ધ છે. જે જીવો કર્મના કારણે દેહ ધારણ કરી, જન્મ-મરણરૂપી સંસારમાં પરિભ્રમણ કરે છે તે બદ્ધ - સંસારી જીવો છે. (૩) બૌદ્ધ દર્શનની દૃષ્ટિએ આત્મસ્વરૂપ પ્રતીત્યસમુત્પાદવાદના ટેકેદાર હોવાથી મહાત્મા બુદ્ધ પરિવર્તનશીલ એવા દુષ્ટ ધર્મો સિવાય કોઈ પણ અદૃષ્ટ સ્થાયી દ્રવ્યનો સ્વીકાર કરતા નથી. તેઓ સમગ્ર જગતને પરિવર્તનશીલ માને છે અને નિત્ય બદલાતાં જતાં દ્રવ્યોથી ભિન્ન એવું કોઈ સ્થિર કે સ્થાયી આત્મતત્ત્વ છે એમ માનતા નથી. તેમના મત પ્રમાણે જેને જીવ કહેવામાં આવે છે તે તો એક નિરંતર ચાલતી પ્રક્રિયાનો પ્રવાહ છે. તે કોઈ નિત્ય અને અચળ વસ્તુ નથી. જીવન એ વિભિન્ન, ક્રમબદ્ધ અને અવ્યવહિત અવસ્થાઓનો એક પ્રવાહમાત્ર છે. બૌદ્ધો કહે છે કે પ્રત્યેક પળે વિજ્ઞાનનો ઉદય અને લય થયા જ કરે છે. એ વિજ્ઞાનના મૂળમાં કોઈ સ્થાયી સત્પદાર્થ નથી. એક પળે જે વિજ્ઞાન સંસ્કારરૂપે હોય છે, તે જ પાછું બીજી પળે વિજ્ઞાનના કારણરૂપ બને છે, પુનઃ એ કાર્યરૂપ વિજ્ઞાન તે પછીના વિજ્ઞાનનું કારણ બની જાય છે. આ પ્રમાણે પરસ્પર ભિન્ન ક્ષણિક વિજ્ઞાનસમૂહની અંદર પરંપરારૂપે કાર્ય-કારણભાવ રહે છે. બૌદ્ધો તેને વિજ્ઞાનપ્રવાહ કે વિજ્ઞાનસંતાન કહે છે. આ પ્રવાહરૂપી વિજ્ઞાનસંતાન સિવાય આત્મા કે જીવ જેવી બીજી કોઈ વસ્તુ છે જ નહીં. બૌદ્ધો આત્માને જ્ઞાન, અનુભૂતિ અને સંકલ્પોનું ક્ષણે ક્ષણે પરિવર્તિત થવાવાળું એક સંતાન માને છે. તેઓ આત્માને ક્ષણિક માને છે, તેથી તેઓ ક્ષણભંગવાદી કહેવાય છે. મહાત્મા બુદ્ધ ચેતનાની જુદી જુદી અવસ્થાઓનો સ્વીકાર કર્યો છે, પણ કોઈ સ્થાયી ચૈતન્યતત્ત્વની હસ્તી સ્વીકારી નથી, તેથી આ મતને અનાત્મવાદ અથવા નૈરાત્મવાદ કહેવાય છે. (૪) ન્યાય દર્શનની દૃષ્ટિએ આત્મસ્વરૂપ ન્યાય દર્શન શરીરથી ભિન્ન એવા અનંત તેમજ અનાદિ જીવદ્રવ્યને માને છે. નૈયાયિકોના મત અનુસાર આત્મા એક એવું દ્રવ્ય છે જે અનાદિ-અનંત છે અને ઇચ્છા, દ્રષ, પ્રયત્ન, જ્ઞાન, સુખ વગેરે તેના ગુણ છે. ગુણ ગુણીની સાથે સમવાય સંબંધથી સંકળાયેલા રહે છે, અર્થાત્ જ્ઞાનાદિ ગુણો આત્માની સાથે સંકળાયેલા તો છે, પણ સ્વભાવે Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪૨ * શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આત્મા નિર્ગુણ છે. જ્ઞાન કે ચૈતન્ય આત્માનો સ્વભાવ નથી પણ એક આકસ્મિક ગુણ છે. આત્મામાં ચેતનાનો સંચાર ત્યારે જ થાય છે જ્યારે તેનો મન જોડે, મનનો ઇન્દ્રિય જોડે અને ઇન્દ્રિયનો બાહ્ય વસ્તુઓ જોડે સંપર્ક થાય છે. આવો સંપર્ક જો ન થાય તો આત્મામાં ચૈતન્યનો ઉદય જ થાય નહીં. તેથી આત્મા જ્યારે શરીરથી મુક્તિ મેળવે છે ત્યારે તેનામાં જ્ઞાનનો અભાવ હોય છે. કૈવલ્ય અવસ્થામાં આત્મા સ્વભાવમાં, અર્થાત્ નિર્ગુણ ભાવમાં રહે છે. આમ, ન્યાય દર્શનના મત પ્રમાણે આત્મા સ્વરૂપથી અચેતન અથવા જડ છે. નૈયાયિકોના મત પ્રમાણે જેમ આત્મા જ્ઞાનાદિ ગુણોથી સ્વતંત્ર છે, તેમ તે પર્યાયાદિ દ્વારા પણ અપરિવર્તિત છે. જ્ઞાનની સાથે સંબંધ રહે કે ન રહે, આત્મા હંમેશાં ફૂટસ્થ છે, અપરિણામી છે. આત્મા ફૂટસ્થ નિત્ય હોવાથી તેની ઉત્પત્તિ કે નાશ થતાં નથી. નૈયાયિકોના મત અનુસાર આત્મા સર્વવ્યાપક અને સર્વગત છે. (૫) વૈશેષિક દર્શનની દષ્ટિએ આત્મસ્વરૂપ વૈશેષિક દર્શનના મત અનુસાર સંસારી આત્માના નવ વિશેષ ગુણો છે - બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ અને સંસ્કાર. વૈશેષિક દર્શન કહે છે કે જ્ઞાનાદિ આત્માના ગુણો છે, જે નિત્ય નહીં પણ આગંતુક ગુણ (accidental attribute) છે. આત્મા અને જડ તત્ત્વમાં ભેદ માત્ર એટલો જ છે કે આત્મામાં જ્ઞાન ઉત્પન્ન થવાની શક્યતા છે, જ્યારે જડમાં તે શક્યતા નથી. શરીર સાથેનો સંપર્ક છૂટી ગયા પછી આત્માને વિષયજ્ઞાન રહેતું નથી. મોક્ષાવસ્થામાં આત્મા સુખ, દુઃખ આદિ બધા અનુભવથી રહિત બની જાય છે. વૈશેષિક દર્શન જીવતત્ત્વને કૂટસ્થ નિત્ય માને છે. તેના પ્રમાણે આત્મામાં સીધી રીતે કર્તુત્વ કે ભોસ્તૃત્વ ઘટાવી ન શકાય, તેથી તે આત્માના કર્તુત્વ-ભોસ્તૃત્વને ગુણોના ઉત્પાદ-વિનાશના આધારે ઘટાવે છે. વૈશેષિકમત કહે છે કે જ્યારે જ્ઞાન, ઇચ્છા, પ્રયત્ન આદિ ગુણો હોય છે ત્યારે જીવ કર્તા અને ભોક્તા હોય છે, પણ એ ગુણોનો સર્વથા અભાવ થાય ત્યારે મુક્ત દશામાં સાક્ષાત્ ત્વિ-ભોક્તત્વ નથી રહેતું. શરીરભેદે ભિન્ન એવાં અનંત જીવદ્રવ્યોનો વૈશેષિકમત સ્વીકાર કરે છે. તેઓ માને છે કે આત્મા નિત્ય તેમજ વ્યાપક છે. પરંતુ શરીર સાથે જોડાવાથી તેમાં જ્ઞાન, પ્રયત્ન વગેરે સીમિત બને છે. વૈશેષિક દર્શન પ્રમાણે જીવો તો વ્યાપક હોવાથી ગમનાગમન કરી શકતા નથી, પણ દરેક જીવને એક એક પરમાણુરૂપ મન છે. એ મન એક દેહનો સંયોગ પૂરો થતાં જ્યાં દેહાંતર થવાનું હોય ત્યાં ગતિ કરીને જાય છે. મનનું આ સ્થાનાંતર એ જ આત્માનો પુનર્જન્મ છે. આમ, વૈશેષિકમત પ્રમાણે પુનર્જન્મનો અર્થ જીવનું સ્થાનાંતર નહીં પણ મનનું સ્થાનાંતર છે. (૬) સાંખ્ય દર્શનની દૃષ્ટિએ આત્મસ્વરૂપ સાંખ્ય દર્શન દ્વૈતવાદી છે. તેમાં પુરુષ અને પ્રકૃતિ એમ બે તત્ત્વોનો સ્વીકાર કરવામાં Page #76 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૫ ૪૩ આવ્યો છે. સાંખ્યનો પુરુષ એ જ આત્મા છે. સાંખ્ય દર્શનના મત મુજબ પ્રત્યેક દેહમાં પૃથક્ પૃથક પુરુષ છે. સંસારમાં અનેક પુરુષો એટલે કે આત્માઓ છે. પુરુષ સ્વયંસિદ્ધ છે, અનાદિ છે, અનંત છે, નિર્ગુણ છે, સૂક્ષ્મ છે, સર્વવ્યાપક છે, પ્રકૃતિથી પર છે, બુદ્ધિ-મન-ઇન્દ્રિયોથી પર છે, દિશા-કાલથી પર છે અને કાર્ય-કારણભાવથી પણ પર છે. તે સનાતન સાક્ષીરૂપ છે, પૂર્ણ છે, અવ્યય છે, ચિતૂપ છે. પુરુષ ચૈતન્યરૂપ હોવાથી પોતે જ જ્ઞાતા છે. સાંખ્યમત પ્રમાણે પુરુષ નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત છે. સાંખ્ય દર્શન આત્માને કૂટસ્થ માની એમાં કોઈ જાતનું પરિણામ માનતું નથી. ગુણ-ગુણી ભાવ અથવા ધર્મ-ધર્મ ભાવનો સ્વીકાર ન કરવાથી કોઈ પણ પ્રકારના ગુણ અથવા ધર્મનો સદ્ભાવ અથવા પરિણામ સાંખ્ય દર્શન માનતું નથી. સાંખ્ય દર્શનના મત પ્રમાણે પુરુષ અસંગ, અલિપ્ત અને અકર્તા છે. પુરુષ સ્વભાવતઃ ભોક્તા નથી પણ તેના ઉપર ભોસ્તૃત્વનું આરોપણ કરવામાં આવે છે, કારણ કે જે સુખ-દુઃખ છે તે બુદ્ધિ દ્વારા ગ્રહણ કરાય છે; પણ બુદ્ધિ તો પ્રકૃતિની છે, માટે પુરુષ સુખ-દુઃખનો ભોક્તા છે એ કલ્પનામાત્ર છે. આમ, પુરુષ કર્તા-ભોક્તા નથી, સાક્ષી છે. સાંખ્યમત પ્રમાણે આત્મા આનંદમય નથી. આનંદ એ પ્રકૃતિનો ગુણ છે. પુરુષ તો અવિકારી, કૂટસ્થ, નિષ્ક્રિય અને અસંગ છે. તે સુખ-દુ:ખથી પર છે. (૭) યોગ દર્શનની દષ્ટિએ આત્મસ્વરૂપ યોગ દર્શન અનુસાર જીવ સ્વતંત્ર પુરુષ છે, જે સ્થૂળ શરીર તેમજ ઇન્દ્રિય, મન, બુદ્ધિ અને અહંકાર સાથે સંબંધિત છે. જીવ સ્વભાવથી શુદ્ધચૈતન્યસ્વરૂપ છે. વાસ્તવિક રીતે તે શરીરનાં બંધનો અને માનસિક વિકારોથી મુક્ત છે, પણ અજ્ઞાનના કારણે તે ચિત્તની સાથે પોતાનું તાદામ્ય કહ્યું છે. ચિત્ત સ્વભાવથી જડ છે. પણ તેનો આત્મા સાથે સૌથી નિકટ સંપર્ક હોવાના કારણે તે આત્માના પ્રકાશથી પ્રકાશિત થાય છે. જ્યારે ચિત્તનો કોઈ પણ વિષય સાથે સંપર્ક થાય છે ત્યારે તે, તે જ વિષયનો આકાર ધારણ કરી લે છે. આ વિષયોના અનુરૂપ ચિત્તવિકારો દ્વારા આત્માને વિષયોનું જ્ઞાન થાય છે. જો કે આત્મામાં પોતાનાં કોઈ વિકાર કે પરિણામ નથી હોતાં, તોપણ પરિવર્તનશીલ ચિત્તવૃત્તિઓમાં તે પ્રતિબિંબિત થવાના કારણે તેમાં પરિવર્તનનો આભાસ થાય છે. જ્યાં સુધી ચિત્તમાં વિકાર અને પરિણામ હોય છે ત્યાં સુધી તેના ઉપર આત્માનો પ્રકાશ પડ્યા કરે છે અને તેનામાં વિવેકજ્ઞાનનો અભાવ હોવાથી આત્મા તેમાં જ પોતાને જોવા લાગે છે. તેના ફળસ્વરૂપે તે સાંસારિક વિષયોથી સુખ-દુ:ખનો અનુભવ કરવા લાગે છે અને તેમાં રાગ-દ્વેષના ભાવ કરવા લાગે છે. આ જ આત્માનું બંધન છે. આ બંધનથી મુક્ત થવા શરીર, ઇન્દ્રિય, મન અને ચિત્તવૃત્તિઓનો નિરોધ કરવો આવશ્યક છે. જ્યારે કાર્યચિત્તનો ધારાપ્રવાહ બંધ થઈ જાય છે અને તે કારણ Page #77 -------------------------------------------------------------------------- ________________ ४४ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ચિત્તના રૂપ(શાંત અવસ્થા)માં આવે છે ત્યારે આત્માને પોતાના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન થાય છે તથા તે પોતાને મન અને શરીરથી ભિન્ન, નિત્ય, મુક્ત, શુદ્ધચૈતન્યસ્વરૂપમાં જુએ છે. (૮) પૂર્વ મીમાંસા દર્શનની દષ્ટિએ આત્મસ્વરૂપ મીમાંસા દર્શનના મત અનુસાર દેહ, ઇન્દ્રિય અને મનથી ભિન્ન, સ્થિર એવા આત્માનું અસ્તિત્વ છે. જ્ઞાન, સુખ, દુઃખ ઇત્યાદિ ગુણો તેનામાં સમવાય સંબંધથી રહે છે. ચેતના એ આત્માનો સ્વાભાવિક નહીં પણ આગંતુક ગુણ છે. આત્મા સ્વભાવથી અચેતન છે, પરંતુ મન અને ઇન્દ્રિયોના સંસર્ગમાં આવવાથી તેમાં ચૈતન્ય ઉત્પન્ન થાય છે. સુષુપ્ત અવસ્થામાં તથા મોક્ષ અવસ્થામાં આ સંયોગનો અભાવ હોવાથી તે જ્ઞાનશૂન્ય બની જાય છે. આત્મા સ્વયંપ્રકાશમાન છે. તે કર્તા, ભોક્તા તથા જ્ઞાતા છે. આત્મા અમર છે. તેની ઉત્પત્તિ અથવા વિનાશ નથી. મીમાંસકોના મત પ્રમાણે આત્મા વિભુ, નિત્ય, કર્મફળભોક્તા, દેહને રચનારો અને મન વડે જ્ઞાત-અજ્ઞાતદશાવાળો છે. વ્યક્તિગત વિષમતાના આધારે પ્રત્યેક શરીરમાં ભિન્ન ભિન્ન આત્માઓની માન્યતા મીમાંસા દર્શનમાં જોવા મળે છે. મીમાંસકો આત્માને અનેક તેમજ દેહભેદે ભિન્ન માને છે. મીમાંસકોના મત અનુસાર મૃત્યુ પછી આત્મા કર્મોનું ફળ ભોગવવા માટે પરલોકમાં વિચરે છે. (૯) ઉત્તર મીમાંસા (વેદાંત) દર્શનની દૃષ્ટિએ આત્મસ્વરૂપ અદ્વૈત વેદાંત અનુસાર બહ્મ અને જીવ વસ્તુતઃ અભિન્ન છે, અર્થાત્ જીવ ન તો બહ્મથી ભિન્ન છે, ન તો તેનો અંશ છે, ન તો તેનો વિકાર છે; પરંતુ તે સ્વતઃ બ્રહ્મ જ છે. જીવ અને બ્રહ્મ વચ્ચે જે ભેદ દેખાય છે તે સત્ય નથી, પણ ઉપાધિકૃત છે. બન્ને વચ્ચે જે ભેદ જણાય છે તે વ્યાવહારિક છે, પારમાર્થિક નથી. એક જ આકાશ કે જે સર્વવ્યાપી છે, તે ઉપાધિભેદના કારણે જેમ ઘટાકાશ, મહાકાશ એમ જુદું જુદું ભાસે છે, તેમ અવિદ્યાના કારણે એક જ સર્વવ્યાપી બહ્મ ઉપાધિભેદથી અનેક જીવોરૂપે ભાસે છે. આ સિદ્ધાંત દ્વારા એમ પ્રતિપાદન કરવામાં આવે છે કે જીવ મર્યાદિત હોવા છતાં તત્ત્વતઃ બહ્મથી અભિન્ન છે. અદ્વૈત વેદાંતવાદીઓ બહ્મ સિવાય કોઈ પણ તત્ત્વને પારમાર્થિક સત્ માનતા નહીં હોવાથી તેઓ વ્યવહારમાં અનુભવાતા ભિન્ન ભિન્ન જીવોનો ખુલાસો માયા અથવા અવિદ્યાના સિદ્ધાંત દ્વારા આપે છે. જીવની મુખ્ય ઉપાધિ અવિદ્યા છે, જે ઈશ્વરની ઉપાધિરૂપ માયાનો જીવાત્માના ભાગે આવેલો અંશ છે. દેહેન્દ્રિયરૂપી ઉપાધિ જ્યારે આત્માને લાગેલી હોય ત્યારે તે સંસારી જીવ કહેવાય છે. નિત્ય અને નિરતિશય જ્ઞાન દ્વારા પ્રગટ થતી શક્તિરૂપી ઉપાધિ લાગેલી હોય ત્યારે તે આત્મા ઈશ્વર કહેવાય છે. તે જ આત્મા સ્વસ્વરૂપે નિરુપાધિક, કેવળ અને શુદ્ધ હોવાથી Page #78 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૫ ૪૫ બ્રહ્મ કહેવાય છે, તેથી તેમની વચ્ચે જે ભેદ જણાય છે તે ઉપાધિભેદના કારણે જ છે, બીજી રીતે નહીં. જીવ એ જ બ્રહ્મ છે. જ્ઞાન પામેલા માનવીઓ બ્રહ્મ સાથેનું પોતાનું તાદાત્મ્ય અનુભવે છે. આત્મા સત્, ચિત્ અને આનંદસ્વરૂપ છે. આત્મા સ્વયં જ્ઞાનસ્વરૂપ છે. શરીર અને ઇન્દ્રિયોના અધ્યક્ષ તથા કર્મફળના ભોક્તા એવા આત્માને અદ્વૈત વેદાંતે ‘જીવ' એવી સંજ્ઞા આપી છે. જાગૃત, સ્વપ્ન અને સુષુપ્ત એ ત્રણ અવસ્થા અને અન્નમય, મનોમય, પ્રાણમય ઇત્યાદિ પાંચ કોશોમાં આત્મચૈતન્ય ઉપલબ્ધ થાય છે, પણ આત્માનું શુદ્ધ ચૈતન્ય આ સર્વથી પણ પર છે. આ પ્રકારે આત્મા વિષે વિવિધ વિચારધારા જોવા મળે છે. વિભિન્ન દર્શનો વચ્ચે આત્માના સ્વરૂપ વિષે ભેદ છે. તેમણે જુદા જુદા પ્રકારે આત્માનું સ્વરૂપ દર્શાવ્યું છે. આત્માના સ્વરૂપ અંગે દાર્શનિકો વચ્ચે મતમતાંતર છે, પરંતુ ચાર્વાકદર્શન સિવાય અન્ય સર્વ દર્શને આત્માનું અસ્તિત્વ માન્ય કર્યું છે, જ્યાં આત્માના અસ્તિત્વની ચર્ચાનો સંબંધ છે ત્યાં (ચાર્વાક સિવાય) સર્વ દર્શનો એકમત છે. આત્માના અસ્તિત્વ વિષે વિવાદ છે જ નહીં, જે કંઈ પણ વિવાદ છે તે તેના સ્વરૂપ વિષે છે. સર્વદર્શનો દેહથી ભિન્ન એવા સ્વતંત્ર આત્મતત્ત્વનું અસ્તિત્વ સ્વીકારે છે. માત્ર નાસ્તિક મતવાદી ચાર્વાકો આત્માને એક સ્વતંત્ર ચેતનદ્રવ્ય તરીકે સ્વીકારતા નથી. નાસ્તિક એવા ચાર્વાક દર્શનની માન્યતાને વિસ્તારથી જોઈએ. ચાર્વાક દર્શન જૈન આદિ આસ્તિક દર્શનો દ્વારા પ્રચાર પામેલો આત્મવાદ કબૂલ રાખતું નથી. તે પૂર્ણપણે જડવાદી, ભૌતિકવાદી છે. પૃથ્વી, અપ, તેજ અને વાયુ એ ચાર અથવા અન્ય મત પ્રમાણે એ ચાર ઉપરાંત આકાશ એમ પાંચ ભૂતના સંયોગથી ચૈતન્યશક્તિ પેદા થાય છે એમ તે માને છે. તે ચૈતન્યશક્તિને શરીરથી ભિન્ન માનતું નથી. ચાર્વાકદર્શન આત્માની સ્વતંત્ર સત્તા માનતું નથી. તે ચૈતન્યયુક્ત શરીરને જ આત્મા માને છે. તે કહે છે કે જો આત્મા અને દેહ એક ન હોય તો ‘હું સ્થૂળ છું' વાક્ય કેવી રીતે યથાર્થ ઠરે? ‘હું સ્થૂળ છું' એ વાક્યની સિદ્ધિ આત્મા અને દેહને એક માનવાથી જ થાય છે. દેહને જ પોતાનું સ્વરૂપ માનવાથી ‘હું સ્થૂળ છું', ‘હું કાળો છું' ઇત્યાદિ વિધાનો સિદ્ધ થઈ શકે છે. દેહાત્મવાદનો સ્વીકાર કર્યા પછી આવું કોઈ પણ વિધાન અયથાર્થ ઠરતું નથી. ચાર્વાકમતવાદીઓ પ્રત્યક્ષપ્રમાણને જ સ્વીકારતા હોવાથી તેઓ માત્ર ઇન્દ્રિયગોચર વસ્તુને જ માને છે. આત્મા, ઈશ્વર, પરલોક કે મોક્ષ પ્રત્યક્ષ જણાતા ન હોવાથી તેની હયાતી સ્વીકારતા નથી. તેમના મત અનુસાર આત્માનું અસ્તિત્વ નથી, કારણ કે તે પ્રત્યક્ષ દેખાતો નથી. તેનો અભાવ હોવાથી પરલોકનો પણ અભાવ છે. આ લોક સિવાય પરલોક નામની કોઈ વસ્તુ છે જ નહીં. તેઓ માને છે કે જીવાદિનો સ્વીકાર Page #79 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન કરી જેઓ અપવર્ગાદિ સુખની લિપ્સાથી છેતરાઈને શિરમુંડન, તપશ્ચરણ વગેરે કરે છે તે મહામોહમાં ભમે છે અને પોતાનો જન્મ વ્યર્થ ગુમાવે છે. અગ્નિહોત્રાદિ કર્મ તો માત્ર બાળ ક્રીડા છે, જુદા જુદા દર્શનકારોએ જે વિધિ-નિષેધ બતાવ્યાં છે તે તો માત્ર તેમની પોતાની આજીવિકા માટે જ છે, તેથી તેમાં જ જીવન બરબાદ કરવા કરતાં જિવાય ત્યાં સુધી વિષયસુખ માણવું જોઈએ. શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી યથેચ્છ સાંસારિક સુખ ભોગવવા યોગ્ય છે. આ ભવમાં જે યૌવન, ધન, સંપત્તિ આદિ મળ્યાં હોય તેને સ્વચ્છંદપણે ભોગવી લેવાં જોઈએ. દેહવ્યતિરિક્ત આત્મા ઇન્દ્રિયગોચર નહીં હોવાથી આ મતવાળા દેહસુખને જ સત્ય પુરુષાર્થ માને છે. જીવન દરમ્યાન લૂંટાય તેટલું સુખ લૂંટવું એ જ જીવનનું લક્ષ્ય છે. ચાર્વાક દર્શન મુજબ જીવનનું લક્ષ્ય ભૌતિક સુખ છે. આમ, ભારતીય દર્શનોમાં એકમાત્ર ચાર્વાક દર્શન ભૌતિકવાદી છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના શિષ્ય ઉપર ચાર્વાક દર્શનનો પ્રભાવ પડેલો જણાય છે અને તેથી તેને આત્મા જેવું કંઈ છે કે નહીં એવી શંકા જાગી છે. આત્મતત્ત્વને જાણવાની આવી ભાવના જાગવી અત્યંત દુર્લભ છે. સંસારના અનેક મનુષ્યો માટે તો ખાવું-પીવું, ધન કમાવવું, દીકરા-દીકરી પરણાવવાં એ જ જીવનનું ધ્યેય છે. તેઓ વિષયભોગોમાં જ રચ્યાપચ્યા રહે છે. ‘હું કોણ છું?’, “મારું સ્વરૂપ શું છે?' એવા પ્રશ્ન જ તેમને ઉદ્ભવતા નથી. તેઓ પોતાને મળેલ વિવેકશક્તિનો ઉપયોગ કરતા નથી. કોઈ વિરલ જીવને જીવંત શરીર અને મૃતદેહ વચ્ચેનો ફરક સમજવાની ઇચ્છા થાય છે. આત્મા છે કે નહીં? એવી શંકા તેને જાગે છે. તેના ઉપર તે વિચાર કરે છે. આત્મતત્ત્વના અસ્તિત્વનું પ્રમાણ મેળવવા માટે તે પ્રયત્ન કરે છે. શિષ્યને પણ આવી શંકા જાગી છે. શિષ્ય જિજ્ઞાસુ છે, સત્ય સમજવાનો અભિલાષી છે, તેથી તે શ્રીગુરુને વિનયપૂર્વક આત્માના અસ્તિત્વ વિષે પ્રશ્નો કરે છે. સત્ય સમજવાના પવિત્ર હેતુથી શિષ્ય આત્માના અસ્તિત્વ સંબંધી કેટલીક દલીલો સદ્ગુરુ સમક્ષ પ્રગટ કરે છે. શિષ્ય કહે છે કે આત્મા છે એવું અનેક વાર સાંભળ્યું છે, પણ જગતના પદાર્થોની જેમ આત્મા દૃષ્ટિગોચર થતો નથી. દેહાદિ પદાર્થો જેમ જોઈ શકાય છે તેમ આત્મા જોઈ શકાતો નથી, તેનું કોઈ રૂપ કે આકૃતિ આંખ વડે જોઈ શકાતાં નથી; માટે આત્માના હોવાપણા અંગે શંકા ઉદ્ભવે છે. જગતના પદાર્થો આંખ વડે દેખાતા હોવાથી તેનાથી શિષ્ય સુપરિચિત છે અને તેથી તે તેનું અસ્તિત્વ માને છે; પરંતુ આત્મા દેખાતો ન હોવાથી તેના અસ્તિત્વ વિષે તેને શંકા છે. આત્મા દેખાતો નથી, માટે આત્માનું અસ્તિત્વ નથી એમ તે દલીલ કરે છે. આત્માના અસ્તિત્વ વિષેની વિચારણા લંબાવતાં શિષ્યને જણાય છે કે જે વસ્તુ દેખાય તેનું જ માત્ર અસ્તિત્વ છે એ વાત યોગ્ય નથી. આંખે દેખાતું ન હોય પણ Page #80 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૫ ૪૭ જેનો સ્પર્શ આદિ વડે અનુભવ થતો હોય તેનું પણ હોવાપણું સિદ્ધ થાય છે. પવન દેખાતો નથી, પરંતુ તેનો સ્પર્શ ત્વચાને થતાં તેને જાણી શકાય છે. પદાર્થમાં રહેલો રસ દેખાતો નથી, પણ જીભ ઉપર મૂકતાં તેનું જ્ઞાન થાય છે. સુગંધ દેખાતી નથી, છતાં નાકથી સૂંધીને તેનું જ્ઞાન થઈ શકે છે. વાજિંત્રમાંથી નીકળતો શબ્દધ્વનિ દેખાતો નથી, છતાં કાનથી સાંભળીને તેનું જ્ઞાન થઈ શકે છે. આમ, આંખની સહાય વિના અન્ય ઇન્દ્રિયો વડે પણ જ્ઞાન થઈ શકે છે. સ્પર્શનું જ્ઞાન ત્વચા વડે થાય છે, રસનું જ્ઞાન જીભ વડે થાય છે, ગંધનું જ્ઞાન નાક વડે થાય છે અને શબ્દનું જ્ઞાન કાન વડે થાય છે. આ પ્રમાણે જગતના સર્વ ભૌતિક પદાર્થો પાંચ ઇન્દ્રિયોમાંથી કોઈ ને કોઈ ઇન્દ્રિયની સહાયથી તો જાણી જ શકાય છે, પરંતુ આત્મા કોઈ પણ ઇન્દ્રિયથી જાણી શકાતો નથી. શિષ્ય કહે છે કે આત્માનું કોઈ રૂપ નથી, તે સંભળાતો નથી, તેની કોઈ ગંધ નથી, જીભ ઉપર મૂકી તેનો રસ લેવાતો નથી, સ્પર્શ વડે તે જાણી શકાતો નથી, મનથી ગમે તેટલો વિચાર કરીએ તોપણ તે પકડમાં આવતો નથી. આના ઉપરથી સ્પષ્ટપણે સિદ્ધ થાય છે કે આત્મા જેવી કોઈ વસ્તુ જ નથી. ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે ‘આત્મા નથી આંખે દેખાતો, નથી નાકે સૂંઘાતો, નથી જીભે ચખાતો, નથી ત્વચાએ સ્પર્શાતો, નથી કાને સંભળાતો. નથી જણાતો કાળો, ધોળો, પીળો, રાતો, લીલો કોઈ વર્ણ આત્માનો; નથી જણાતો સુરભિ, દુરભિ કાંઈ ગંધ આત્માનો; નથી જણાતો કડવો, તીખો, તૂરો, ખાટો, મીઠો કોઈ રસ આત્માનો; નથી જણાતો કર્ણકટુ કે કર્ણપ્રિય કોઈ શબ્દ આત્માનો; નથી જણાતો ચીકણો-લૂખો, ટાઢો-ઉન્હો, ભારીહળવો, કોમળ-કઠિન કોઈ સ્પર્શ આત્માનો; નથી જણાતું સ્પર્શાદિ સામાન્ય પરિણામમાત્ર કોઈ રૂપ આત્માનું; નથી જણાતું સમચતુરસ્ર-પરિમંડલ - સ્વાતિ-કુબ્જવામન-હૂંડ કોઈ સંસ્થાન (આકારવિશેષ) આત્માનું; નથી જણાતું વૠષભનારાચ, વજ્રનારાચ, નારાચ, અર્ધનારાચ, કીલિકા, અસંપ્રાપ્તસૃપાટિકા કંઈ સંહનન આત્માનું. આત્મા લાંબો છે ટૂંકો છે? ગોળ છે કે વર્તુળ છે? ત્રાંસો છે કે ચોરસ છે? છ ખૂણીઓ છે કે આઠ ખૂણીઓ છે? આત્મા કાળો છે ધોળો છે કે પીળો છે? રાતો છે કે લીલો છે? આત્મા સુરભિ છે કે દુરભિ છે? આત્મા તીખો છે કડવો છે કે તૂરો છે? ખાટો છે કે મીઠો છે? આત્મા ચીકણો છે કે લૂખો છે? કર્કશ છે કે મૃદુ (કોમળ) છે? ગુરુ (ભારી) છે કે લઘુ (હળવો) છે? શીત છે કે ઉષ્ણ છે? એવો કોઈ પણ પ્રકારનો આત્માનો અનુભવ થતો નથી. આમ નથી આત્માનું કોઈ રૂપ, નથી કોઈ ગંધ, નથી કોઈ રસ, નથી સ્પર્શ, નથી કોઈ શબ્દ; રૂપ-રસ-ગંધ-સ્પર્શ-શબ્દનો Page #81 -------------------------------------------------------------------------- ________________ ४८ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જ્યાં સર્વથા અભાવ છે એવો અરૂપ, અગંધ, અરસ, અસ્પર્શ, અશબ્દ છે, એટલે આત્મા કોઈ પણ ઇન્દ્રિયનો ગોચર-વિષય નથી, પ્રત્યક્ષ નથી; અને જે પ્રત્યક્ષ હોય તે જ સત્ છે, એટલે આત્મા સત્ નથી – અસત્ છે, અવિદ્યમાન છે, છે જ નહિ.' જે ઇન્દ્રિયગમ્ય હોય તેનું જ હોવાપણું શિષ્ય સ્વીકારે છે અને આત્મા ઇન્દ્રિય વડે ગ્રહણ થઈ શકતો નથી, માટે તે આત્માને અવિદ્યમાન માને છે. કોઈ પણ ઇન્દ્રિયોથી આત્મા અનુભવાતો નથી, તેથી દેહથી ભિન્ન એવા આત્મા નામનું કોઈ તત્ત્વ અસ્તિત્વ ધરાવતું નથી એવી માન્યતા શિષ્યને થઈ છે. આ દલીલમાં ચાર્વાકમતની છાયા સ્પષ્ટ જણાય છે, કારણ કે આત્મા ઇન્દ્રિયોથી જણાતો નથી, માટે આત્મા જેવો કોઈ પદાર્થ નથી એમ માનવામાં જ ચાર્વાક દર્શનની સઘળી પ્રવૃત્તિ હોય છે. ચાર્વાકમત અનુસાર માત્ર ઇન્દ્રિયો જ જ્ઞાનપ્રાપ્તિ માટેનું સાધન છે અને ઇન્દ્રિયોના સહકારથી પ્રાપ્ત થયેલું જ્ઞાન જ સાચું જ્ઞાન છે. ચાર્વાકમત ઇન્દ્રિયગમ્ય પદાર્થ સિવાય કોઈ પદાર્થનો સ્વીકાર નથી કરતો. ઇન્દ્રિયથી અગોચર એવા પદાર્થોનો ચાર્વાકમતવાદીઓએ અસ્વીકાર કર્યો છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે ‘અધ્યાત્મસાર ગ્રંથના સમકિત અધિકારમાં નાસ્તિક મતની માન્યતા તથા તેનું નિરસન એકવીસ શ્લોક(૬૮-૮૮)માં કર્યું છે. તેમણે આત્મા નથી એવું મંતવ્ય ધરાવતા ચાર્વાકમતનું પ્રતિપાદન કરી, તેનું નિરસન કર્યું છે. ચાર્વાકમતનો ઉલ્લેખ કરતાં તેઓ કહે છે કે પ્રત્યક્ષપણે આત્મા દેખાતો નથી માટે તે છે જ નહીં અને અહંતાનો વ્યવહાર તો શરીરથી થઈ શકે છે. જગતમાં જે જે પદાર્થો વિદ્યમાન છે તે ઇન્દ્રિયો વડે જણાય છે, માટે જો આત્મા વિદ્યમાન હોય તો ઇન્દ્રિયો વડે જણાવો જોઈએ; પણ તે જણાતો નથી, તેથી આત્મા છે જ નહીં. કોઈ એમ પૂછે કે જો આત્મા ન હોય તો હું સુખી છું', હું દુઃખી છું' એમ કોણ બોલે છે? હું સુખી', હું દુઃખી' ઇત્યાદિ જે અનુભવ થાય છે, તેમાં ‘હું' થી વાચ્ય પદાર્થ કયો લેવો? આનો જવાબ ચાર્વાકમતવાદીઓ એમ આપે છે કે ' થી વાટ્યરૂપે શરીર જ લઈ શકાય. ‘સુખી' એટલે હું જે શરીરરૂપે છું તે સુખી. હુંપણાનો જે વ્યવહાર છે, તે તો પંચ મહાભૂતના સમુદાયરૂપ શરીર માટે છે. કંઈ હુંપણાના વ્યવહારથી આત્માનું અસ્તિત્વ સિદ્ધ થતું નથી.' આમ, ચાર્વાકમતના પ્રભાવથી શિષ્ય અહીં એમ દલીલ કરી કે આત્મા પ્રત્યક્ષ જોવામાં આવતો નથી, તેનું કોઈ જાતનું રૂપ જણાતું નથી, તેમજ આત્માના હોવાપણાનો ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ. ૨૧૧ ૨- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૪, શ્લોક ૬૮ 'नास्त्येवात्मेति चार्वाकः प्रत्यक्षानुपलंभतः । अहंताव्यपदेशस्य शरीरेणोपपत्तितः ।।' Page #82 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૫ ૪૯ બીજો કોઈ સ્પર્શદ અનુભવ પણ થતો નથી; તેથી આત્મા નથી એમ જણાય છે. હવે શિષ્ય ગાથા ૪૬માં ચાર્વાક દર્શનની તત્ત્વમીમાંસાના પ્રભાવથી, ગાથા ૪૭માં ચાર્વાક દર્શનની પ્રમાણમીમાંસાના પ્રભાવથી અને ગાથા ૪૮માં ચાર્વાક દર્શનની આચારમીમાંસાના પ્રભાવથી પોતાને ઉદ્ભવેલી દલીલો રજૂ કરશે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે ‘નથી દૃષ્ટિમાં આવતો, જોઈ શકીએ ઘણું ઘણુંયે ધારીએ, જીવ જણાય ન તપાસતાં ઊંડી રીતે, નથી જણાતું રૂપ; નથી ગંધ પણ તેની કંઈ, જાણી જાય અનુપ. સ્પષ્ટ આકૃતિથી કદી, કળાય એ નહિ ઘાત; બીજો પણ અનુભવ નહીં, ઓળખીએ જીવજાત. વાદવિવાદના શાસ્ત્ર તો, અતિશય ઊંડા કૃપ; પાર ન કોઈ એ પામિયા, તેથી ન જીવસ્વરૂપ. * * * જેમ; કેમ? ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૨૪ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૧૭૭-૧૮૦) ૧ Page #83 -------------------------------------------------------------------------- ________________ Page #84 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૪૬ અ.વ. દેd નાત, અથવા ઈનિક, શિલ્મ ૧૧, ૧૨ જૂલું છે . Page #85 -------------------------------------------------------------------------- ________________ Page #86 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૪૬ ... ગાથા ૪૫માં શિષ્ય કહ્યું કે આત્મા દષ્ટિમાં આવતો નથી, તેનું કોઈ રૂપ ભૂમિકા 5] જણાતું નથી, તેમજ સ્પર્ધાદિ બીજી ઇન્દ્રિયોથી પણ તે જણાતો નથી, માટે જીવનું અસ્તિત્વ સંભવતું નથી. આમ, આત્માના હોવાપણા વિષે પોતાના સંદેહનું કારણ જણાવી, તે સંબંધી બીજી એક દલીલ કરતાં શિષ્ય કહે છે - “અથવા દેહ જ આતમા, અથવા ઇન્દ્રિય પ્રાણ; ગાથા મિથ્યા જુદો માનવો, નહીં જુદું એંધાણ.' (૪૬) 2 અથવા દેહ છે તે જ આત્મા છે, અથવા ઇન્દ્રિયો છે તે આત્મા છે, અથવા અર્થ * શ્વાસોચ્છવાસ છે તે આત્મા છે, અર્થાત્ એ સૌ એકના એક દેહરૂપે છે, માટે આત્માને જુદો માનવો તે મિથ્યા છે, કેમકે તેનું કશું જુદું એંધાણ એટલે ચિહ્ન નથી. (૪૬) - પૂર્વોક્ત ગાથામાં દર્શાવેલી દલીલમાં શિષ્ય કહ્યું હતું કે આત્માનો ચક્ષુ નાલાય| આદિ ઇન્દ્રિયગમ્ય કોઈ પણ અનુભવ થતો નથી, તેથી તેનું હોવાપણું સંભવતું નથી. તેના અનુસંધાનમાં હવે શિષ્ય કહે છે કે આત્મા છે એમ જો માનવું જ હોય તો આ દેહ તે જ આત્મા છે, અથવા ઇન્દ્રિયો છે તે જ આત્મા છે, અથવા શ્વાસોચ્છવાસ છે તે જ આત્મા છે એમ માનવું જોઈએ. આ ત્રણેથી જુદો આત્મા છે એમ માનવું મિથ્યા છે, કારણ કે દેહ, ઇન્દ્રિય અને પ્રાણથી ભિન્ન એવા આત્માના હોવાપણાનું કોઈ જુદું એંધાણ - કોઈ જુદું ચિત્ર દેખાતું નથી. શિષ્ય કહે છે કે દેહને જોતાં જ જીવંતતાનું જ્ઞાન થાય છે, તેથી દેહને આત્માનું નામ આપી શકાય; અથવા જાણવાનું કામ ઇન્દ્રિયો કરે છે, તેથી ઇન્દ્રિયને આત્મા કહી શકાય; અથવા ઇન્દ્રિયો કામ કરતી અટકે છતાં પણ શ્વાસોચ્છવાસ હોય ત્યાં સુધી જીવ છે એમ માનવામાં આવે છે, તેથી શ્વાસને જ આત્મા માનવો જોઈએ. આ ત્રણ સિવાય ચેતનનું બીજું કોઈ ચિહ્ન દષ્ટિગોચર થતું નથી, અર્થાત્ દેહ, ઇન્દ્રિય અને પ્રાણથી આત્માના ભિન્નપણાનું બીજું કોઈ લક્ષણ જણાતું નથી. ચાર્વાક દર્શન જડવાદી છે. તે સ્વતંત્ર આત્મતત્ત્વમાં શ્રદ્ધા ધરાવતું નથી. '' આત્મતત્ત્વનું જ્ઞાન અંતરદૃષ્ટિ કેળવવાથી પ્રાપ્ત થઈ શકે છે એ વાતને વિશેષાર્થ) Page #87 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ચાર્વાક દર્શન ટેકો આપતું નથી. તેના મત અનુસાર તો માનસપ્રત્યક્ષ દ્વારા આંતરિક ભાવોનું જ્ઞાન મળે છે અને ઇન્દ્રિયપ્રત્યક્ષ દ્વારા શરીરથી બાહ્ય એવા પદાર્થો વિષે જ્ઞાન મળે છે, પરંતુ શરીરથી ભિન્ન કોઈ આત્મા હોઈ શકતો નથી. આત્મા જેવું કોઈ સ્વતંત્ર તત્ત્વ છે જ નહીં. ચૈતન્યતા શરીરથી ભિન્ન છે જ નહીં. ચૈતન્ય આત્માનો ધર્મ નથી, શરીરનો જ ધર્મ છે. ચૈતન્યયુક્ત શરીર એ જ આત્મા છે. સ્વતંત્ર આત્મદ્રવ્યનો અભાવ માનતા હોવા છતાં આત્મા, ચેતના વગેરે શબ્દો ચાર્વાક દર્શન વાપરે છે. ચાર્વાક દર્શનમાં ‘આત્મા' શબ્દથી તેને શું અભિપ્રેત છે તે વિષે અહીં સંક્ષેપમાં વિચારીએ. આ અંગે ચાર્વાક દર્શનમાં ભિન્ન ભિન્ન મત ધરાવનારા કેટલાક પક્ષો છે. તે આ પ્રમાણે – (૧) દેહાત્મવાદ - દેહ એ જ આત્મા. ભૂતાત્મવાદ - પૃથ્વી આદિ ભૂતોમાંથી ઉત્પન્ન થયેલ ચૈતન્યશક્તિ તે આત્મા. (૨) ઇન્દ્રિયાત્મવાદ - ઇન્દ્રિય એ જ આત્મા. (૩) પ્રાણમયાત્મવાદ - શ્વાસોચ્છવાસરૂપ પ્રાણ એ જ આત્મા. (૧) દેહાત્મવાદ - ભૂતાત્મવાદ આત્મા સંબંધી વિચારણાનાં જે ક્રમિક પગથિયાં મંડાયાં હશે તેનો ખ્યાલ ઉપનિષદો આપે છે. આત્મચિંતનના ક્રમિક સોપાનનું ચિત્ર ઉપનિષદોમાં ઉપલબ્ધ થાય છે. બાહ્ય વિશ્વને ગૌણ કરીને પોતામાં જે ચૈતન્ય, અર્થાત્ વિજ્ઞાનની સ્તુતિ અનુભવાય છે તે કઈ વસ્તુ છે એની વિસ્તૃત વિચારણા ઉપનિષદોમાં કરવામાં આવી છે. અન્ય કોઈ પણ જડ વસ્તુમાં નથી એવી ફુર્તિનો અનુભવ પોતાના સમસ્ત શરીરમાં જ વિશેષરૂપે થતો હોવાથી, પોતાના દેહને જ આત્મા અથવા જીવ માનવા વિચારકનું મન લલચાય એ સ્વાભાવિક છે. આ રીતે પ્રથમ દેહાત્મવાદ અસ્તિત્વમાં આવ્યો. - છાન્દોગ્ય ઉપનિષદ્'માં એક કથા આવે છે કે અસુરોમાંથી વૈરોચન અને દેવોમાંથી ઇન્દ્ર, પ્રજાપતિ પાસે આત્મવિજ્ઞાન લેવા માટે જાય છે. પાણીના કુંડામાં પડતાં તે બન્નેનાં પ્રતિબિંબને બતાવીને પ્રજાપતિએ પૂછ્યું કે શું દેખાય છે? તેના ઉત્તરમાં તેમણે જણાવ્યું કે પાણીમાં નખથી માંડીને શિખ સુધીનું અમારું પ્રતિબિંબ દેખાય છે. પ્રજાપતિએ કહ્યું કે જેને તમે જુઓ છો તે જ આત્મા છે. આ સાંભળીને બને ચાલ્યા ગયા. વૈરોચને અસુરોમાં દેહ એ જ આત્મા છે એમ પ્રચાર કર્યો, પણ ઇન્દ્રને આનાથી સમાધાન થયું નહીં.' ‘તૈત્તિરીય ઉપનિષદ્' માં જ્યાં ક્રમપૂર્વક પૂલથી સૂક્ષ્મ આત્મસ્વરૂપ બતાવવામાં ૧- જુઓ : 'છાન્દોગ્ય ઉપનિષદ્', ૮-૮ Page #88 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૬ ૫૫ આવ્યું છે, ત્યાં સર્વ પ્રથમ અન્નમય આત્માનો પરિચય આપ્યો છે. તેમાં જણાવ્યું છે કે અન્નથી પુરુષ ઉત્પન્ન થાય છે, તેની વૃદ્ધિ પણ અન્નથી થાય છે અને તેનો લય પણ અન્નમાં થાય છે. આમ, પુરુષ અન્નમય છે. આ વિચારણા દેહને આત્મા માનીને થયેલી છે. ૧ આ મંતવ્યને પ્રાકૃત-પાલિ ગ્રંથોમાં ‘તજીવતછરીરવાદ' તરીકે ઓળખાવવામાં આવ્યું છે અને દાર્શનિક સૂત્રકાળમાં દેહાત્મવાદ' તરીકે નિર્દેશવામાં આવ્યું છે. શરીર તે જ આત્મા છે અને આત્મા તે જ શરીર છે એમ માનનારા તજીવનચ્છરીરવાદી કહેવાય છે. તજીવતછરીરવાદનો અર્થ એ જ થાય છે કે જીવ અને શરીર એ બન્ને અભિન્ન છે. મહાત્મા બુદ્ધે પોતાના અવ્યાકૃત પ્રશ્નોમાં તજીવતચ્છરીરવાદને પણ લીધો છે અને કહ્યું છે કે જીવ અને શરીર ભિન્ન છે એ જેમ એક અંત છે, તેમ એ બન્ને અભિન્ન છે એ પણ એક અંત હોવાથી તે અવ્યાકૃત છે. જૈનોના શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર'માં તજીવતછરીરવાદીનો પૂર્વપક્ષ તરીકે ઉલ્લેખ છે. તેના પંડરિક અધ્યયનમાં તજીવતછરીરવાદીના મતનો ઉલ્લેખ કરતાં કહ્યું છે. જેમ તલવારને મ્યાનમાંથી જુદી ખેંચી કાઢીને બતાવી શકાય છે, હથેળીમાં આમળું જુદું બતાવી શકાય છે, તલમાંથી તેલ જુદું કાઢીને બતાવી શકાય છે, દહીંમાંથી માખણ જુદું કાઢીને બતાવી શકાય છે; તેમ આત્માને શરીરમાંથી જુદો કાઢીને બતાવી શકાતો નથી. શરીર ટકે છે ત્યાં સુધી જ તે ટકી રહે છે અને શરીરનો નાશ થતાં તેનો પણ નાશ થઈ જાય છે, તેથી શરીર જ જીવ છે. ૨ દેહાત્મવાદીઓ પોતાના મતના સમર્થનમાં આ પ્રકારની દલીલો કરે છે. તેઓ શરીરથી પૃથક્ એવા આત્માનો સ્વીકાર કરતા નથી. તેમના મત અનુસાર આત્મા જેવું કોઈ ચૈતન્ય અને સ્વયંપ્રકાશક તત્ત્વ છે જ નહીં. ચૈતન્યવિશિષ્ટ એવું જે ભૌતિક શરીર એ જ સાચું છે. પ્રત્યક્ષ દ્વારા ચૈતન્યનું ભાન થાય છે, પણ તેથી કાંઈ ચૈતન્ય એ અભૌતિક એવા કોઈ આત્મતત્ત્વનો ગુણ છે એમ માનવાની જરૂર નથી, કારણ કે ચૈતન્યવિશિષ્ટ શરીર એ જ આત્મા છે. તજીવતચ્છરીરવાદનો પ્રારંભ કોણે અને ક્યારે કર્યો તે અજ્ઞાત છે, પરંતુ આ મતને અનુસરનારા અનેક લોકો હતા. પ્રાચીન કાળમાં આ દેહાત્મવાદ જેવો જ ચાર અથવા પાંચ ભૂતને આત્મા માનનારાનો વાદ પણ પ્રચલિત હતો. જેમ તજીવતસ્કરીરવાદીનો મત નોંધાયેલો છે, તેમ તેના જેવો, ચાર અથવા પાંચ ભૂતોના સંઘાતથી પ્રગટનાર ચૈતન્યને જ માનનાર ભૂતાત્મવાદ પણ પ્રાચીન કાળમાં અસ્તિત્વ ધરાવતો હતો. ૧- જુઓ : ‘તૈત્તિરીય ઉપનિષદ્', ૨-૧-૨ ૨- જુઓ : ‘શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર', ૨-૧-૯ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૫૬. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન ઉપનિષદોમાં, જૈન આગમ સૂત્રોમાં અને બૌદ્ધ પિટકોમાં ચાર કે પાંચ મહાભૂતને આત્મા માનનાર આ મતનો પૂર્વપક્ષરૂપે ઉલ્લેખ થયેલો છે. ‘શ્વેતાશ્વર ઉપનિષદ્'માં વિશ્વના મૂળ કારણની પૃચ્છા કરતી વખતે એક કારણ તરીકે ભૂતોનો નિર્દેશ છે.૧ ‘બૃહદારણ્યક ઉપનિષદ્'માં વિજ્ઞાનઘન એવા ચૈતન્યનો ભૂતોથી ઉત્થિત થઈ તેમાં જ વિલય પામવાનો નિર્દેશ છે. ૨ વિજ્ઞાનઘન એવું ચૈતન્ય ભૂતોમાંથી ઉત્પન્ન થાય છે અને તેમાં જ વિલીન થાય છે - એવા પૂર્વપક્ષનું મંડાણ કરીને પછી તેનું ખંડન કર્યું છે. જૈન આગમોમાં પાંચ ભૂતમાંથી જીવ જન્મે છે એવા ચાર્વાકમતનો નિર્દેશ છે. બૌદ્ધ સાહિત્યમાં પણ એવા દાર્શનિકોનો ઉલ્લેખ છે કે જેઓ ચાર તત્ત્વોથી ચેતનાની ઉત્પત્તિ માનતા હતા. બૌદ્ધ પિટકમાં અજિતકેસકમ્બલીનો મત નોંધાયેલ છે, જે એમ માનતો હતો કે ચાર ભૂતોમાંથી પુરુષ ઉત્પન્ન થયેલ છે. આ ઉલ્લેખો ઉપરથી એમ ફલિત થાય છે કે ભૂતકાળમાં ચૈતન્ય અથવા જીવને માત્ર ભૂતોનું પરિણામ અથવા કાર્ય માની, તેના આધારે જીવનવ્યવહાર ગોઠવનારાઓનું પ્રાબલ્ય હતું. લોકોમાં એ વિચારની છાપ ઊંડી હશે, તેથી જ એ મતને આગળ જતાં લોકાયત તરીકે નિર્દેશવામાં આવ્યો છે. બૌદ્ધોના દીઘનિકાય' ના પાયાની સુત્તમાં અને જૈનોના ‘શ્રી રાયપાસેણદય સૂત્ર'માં નાસ્તિક રાજા પાયાસી - પએસી (પ્રદેશી)એ શરીરથી જીવ જુદો નથી એ સિદ્ધ કરવા જે પ્રયોગો કર્યા હતા, તેની વિસ્તૃત નોંધ મળે છે. પ્રદેશી રાજાએ આત્માની શોધ કરવા જે જુદી જુદી પરીક્ષાઓ કરી હતી, તેના ઉપરથી જણાય છે કે ભૂતોની જેમ આત્માને પણ ઇન્દ્રિયોનો વિષય માનીને તે આત્માને શોધતો હતો. આત્માને પણ એક ભૌતિક તત્ત્વ માનીને જ તે શોધ ચલાવતો હતો અને તેથી જ તેને સફળતા મળતી ન હતી. આના ઉપરથી પણ જણાય છે કે આત્માને ભૌતિક પદાર્થ માનીને તેના વિષે વિચાર કરનારા પ્રાચીન કાળમાં પણ હતા. ભૂતાત્મવાદીઓનું માનવું છે કે પૃથ્વી આદિ ચાર કે પાંચ ભૂતોના સંયોગથી માનવશરીર ઉત્પન્ન થાય છે. એ શરીર તે જ આત્મા અથવા જીવ છે. તેઓ ભૂતસમુદાયરૂપ શરીરને જ આત્મા માને છે. પૃથ્વી આદિ ચાર ભૂત કે પંચ ભૂત કાયાકારે પરિણમે છે અને તે કાયાકારપરિણત ભૂતો દ્વારા ભૂતોથી અવ્યતિરિક્ત (જુદો નહીં એવો) એક ચિતૂપ આત્મા ઉત્પન્ન થાય છે. ભૂતોથી વ્યતિરિક્ત બીજો કોઈ પરપરિકલ્પિત, પરલોકાનુયાયી, સુખ-દુ:ખનો ભોક્તા એવો જીવ નામનો પદાર્થ નથી, કારણ કે જીવ એ ભૂતોનું કાર્ય છે. કારણરૂપી માટીથી ઉત્પન્ન થતું ઘટરૂપ કાર્ય જેમ માટીથી ૧- જુઓ : ‘શ્વેતાશ્વર ઉપનિષદ્', ૧-૨ ૨- જુઓ : 'બૃહદારણ્યક ઉપનિષદ્', ૨-૪-૧૨ ૩- જુઓ : ‘શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર', ૧-૧-૧-૭-૮ ૪- જુઓ : ‘દીઘનિકાય', ૨-૪-૨૧-૨૩ Page #90 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૬ ૫૭ જુદું નથી, તેમ કારણરૂપ ભૂતથી ઉત્પન્ન થતું ચૈતન્યરૂપ કાર્ય પણ ભૂતથી જુદું નથી; તેથી જીવ એ ભૂતવ્યતિરિક્ત આત્મા નથી, પણ ભૂતોની જ ચૈતન્યાભિવ્યક્તિ છે. તાત્પર્ય એ છે કે આત્મા એ ભૌતિક પદાર્થ છે, ભૂતવ્યતિરિક્ત કોઈ સ્વતંત્ર તત્ત્વ નથી. ભૂતોના વિશિષ્ટ સમુદાયથી જે વસ્તુ બને છે તેને જ આત્મા કહેવાય છે. પૃથ્વી આદિ ભૂતોના વિશિષ્ટ રાસાયણિક મિશ્રણથી આત્માની ઉત્પત્તિ થાય છે. એ ભૂતોના સમુદાયના નારા સાથે આત્મા નામની વસ્તુનો પણ નાશ થઈ જાય છે. મનુષ્યમાં જ્યાં સુધી વિચારોનો વિકાસ ન થયો હોય ત્યાં સુધી તેની દૃષ્ટિ બહાર રહે છે અને જ્યાં સુધી તેની બહાર દૃષ્ટિ છે ત્યાં સુધી તે ઇન્દ્રિયો વડે ચાહ્ય એવાં તત્ત્વોને જ મૌલિક માનવા પ્રેરાય છે. એ જ કારણ છે કે ઉપનિષદોમાં એવા ઘણા ચિંતકોનો ઉલ્લેખ મળે છે કે જેમના મત અનુસાર જળ, વાયુ જેવા ઇન્દ્રિયગ્રાહ્ય ભૂતો વિશ્વના મૂળમાં મનાય છે. આત્માને તેમણે મૂળ તત્ત્વોમાં સ્થાન આપ્યું નથી. (૨) ઇન્દ્રિયાત્મવાદ ચાર્વાક દર્શન માનનારામાંથી કેટલાક લોકો ઇન્દ્રિયોને આત્મા માનનારા હતા. કેટલાક વિચારકોને દેહ એ જ આત્મા છે એ વાત માન્ય ન હોવાથી તેમણે ઇન્દ્રિયોને જ આત્મા માન્યો હતો. શરીરમાં થતી ક્રિયાઓમાં જે સાધનો છે તેમાં ઇન્દ્રિયો સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે, એટલે કેટલાક વિચારકોનું ધ્યાન તે તરફ જાય અને ઇન્દ્રિયોને જ આત્મા માનવા પ્રેરાય એ સ્વાભાવિક છે. જ્ઞાન એ આત્માનો ગુણ છે અને જગતના સર્વ પદાર્થોનું જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા જ થતું જણાય છે. ઇન્દ્રિય કાર્ય કરતી અટકી જાય તો તેના વિષયનું જ્ઞાન પણ અટકી જાય છે, તેથી ઇન્દ્રિયો જ આત્મા છે એવું માનવા કેટલાક વિચારકો પ્રેરાયા છે. બૃહદારણ્યક ઉપનિષદ્' માં ઇન્દ્રિયોની હરીફાઈનો ઉલ્લેખ છે અને તે જ સ્વયં સમર્થ હોય એવો દાવો રજૂ કરાયો છે. ૧ સાંખ્ય દર્શનના વિદ્વાન વ્યાખ્યાતા શ્રી વાચસ્પતિ મિશ્રે ઇન્દ્રિયોને પુરુષ માનનારાઓનો જે ઉલ્લેખ કર્યો છે તે ઇન્દ્રિયાત્મવાદીઓ વિષેનો જ છે. આના ઉપરથી માની શકાય કે તે સમયમાં ઇન્દ્રિયોને આત્મા માનવાનું વલણ પણ ઘણાનું રહ્યું હશે. દાર્શનિક સૂત્રોના ટીકાકાળમાં એવા ઇન્દ્રિયાત્મવાદીઓનું ખંડન પણ કરવામાં આવ્યું છે, તેથી એમ માની શકાય કે તે વખતે પણ કેટલાકનો એવો મત અવશ્ય રહ્યો હશે. (૩) પ્રાણાત્મવાદ ઉપનિષદમાં આવતી વૈરોચન અને ઇન્દ્રની કથા, જે દેહાત્મવાદમાં ચર્ચા છે, ૧- જુઓ : 'બૃહદારણ્યક ઉપનિષદ્', ૧-૫-૨૧ ૨- જુઓ : “સાંખ્યકારિકા', ૪૪ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તેમાં કહેવાયું છે કે દેહ એ જ આત્મા છે એ પ્રજાપતિના સ્પષ્ટીકરણમાં ઇન્દ્રને અસંતોષ હતો. તેથી એમ માની શકાય કે એ જમાનામાં માત્ર ઇન્દ્રને જ નહીં, પણ તેના જેવા ઘણા વિચારકોને એ પ્રશ્ન મૂંઝવ્યા હશે અને તેમની એ મૂંઝવણે જ તેમને આત્મતત્ત્વ વિષે વધુ વિચાર કરવા પ્રેર્યા હશે; અને ચિંતકોએ જ્યારે શરીરની ક્રિયાઓનું પરીક્ષણ કરવા માંડ્યું હશે ત્યારે પ્રાણ અર્થાત્ શ્વાસોચ્છવાસ તેમનું ધ્યાન ખેંચે તે સ્વાભાવિક છે. તેમણે જોયું કે નિદ્રામાં જ્યારે સર્વ ઇન્દ્રિયો પોતાનું કામ બંધ કરી દે છે ત્યારે પણ શ્વાસોચ્છવાસ તો ચાલુ જ હોય છે, માત્ર મૃત્યુ પછી જ એ શ્વાસોચ્છવાસ હોતો નથી. આથી તેમણે નક્કી કર્યું કે જીવનમાં પ્રાણ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. પ્રાણનું મહત્ત્વ સર્વાધિક છે, એટલે તેમણે જીવનની બધી ક્રિયાના કારણરૂપે પ્રાણને જ માન્યો; અર્થાત્ તેમણે પ્રાણને જ આત્મા માન્યો. ચિંતકોએ દેહમાં સ્કુરાયમાન તત્ત્વને પ્રાણરૂપે ઓળખાવ્યું એટલે તેનું મહત્ત્વ બહુ જ વધી ગયું અને તેના વિષે વધારે વિચાર થવા લાગ્યો. ‘છાન્દોગ્ય ઉપનિષદ્' માં પ્રાણ માટે એમ કહેવામાં આવ્યું કે આ વિશ્વમાં જે કંઈ છે તે પ્રાણ છે અને બૃહદારણ્યક ઉપનિષદ્'માં તો તેને દેવતાનો પણ દેવતા કહ્યો છે. પ્રાણ અર્થાત્ વાયુને આત્મા માનનારાઓનું ખંડન બૌદ્ધ ગ્રંથ 'મિલિન્દ પ્રશ્ન માં શ્રી નાગને કર્યું છે.? આ પ્રમાણે આત્માને દેહરૂપ કે ભૂતાત્મક માનવામાં આવે, ઇન્દ્રિયરૂપ માનવામાં આવે અથવા તો પ્રાણરૂપ માનવામાં આવે; પરંતુ તે સર્વ માન્યતાઓમાં આત્માને ભૌતિક તત્ત્વ તરીકે જ માનવામાં આવે છે. એ બધા મતમાં આત્માને ભૌતિક રૂપે જ વ્યક્ત કર્યો છે, તેનું અભૌતિક રૂપ એમાંથી પ્રગટ થતું નથી. આ બધા મતમાં આત્માને વ્યક્ત રૂપમાં બતાવવામાં આવ્યો છે. તે ઇન્દ્રિયથી ગ્રાહ્ય છે એમ આ બધા મતમાં મનાયું છે અને તેથી આત્માનું વિશ્લેષણ આ રૂપને જ સામે રાખીને કરવામાં આવ્યું છે. ચાર્વાક દર્શનના દેહાત્મવાદ, ઇન્દ્રિયાત્મવાદ અને પ્રાણાત્મવાદનો પ્રભાવ શિષ્ય ઉપર પડેલો જણાય છે. શિષ્ય આ વાદોથી પ્રભાવિત થઈ પ્રસ્તુત ગાથામાં દેહ, ઇન્દ્રિય કે થાસથી ભિન્ન આત્મતત્ત્વ જેવું કંઈ નથી એમ શંકા કરે છે. આવી શંકા પરાપૂર્વથી થતી આવી છે. ભગવાન મહાવીરસ્વામીના પ્રથમ ગણધર શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમના સંશયનો વિષય જીવના અસ્તિત્વ સંબંધી જ હતો. તેમની દલીલો દ્વારા ભારતીય દર્શનોમાંના નાસ્તિક એવા ચાર્વાક દર્શનની માન્યતા વ્યક્ત થતી હતી. શિષ્ય આગલી ગાથામાં કહ્યું હતું કે આત્મા દેખાતો નથી, તેનું રૂપ જણાતું ૧- જુઓ : ‘છાન્દોગ્ય ઉપનિષદ્', ૩-૧૫-૪ ૨- જુઓ : ‘બૃહદારણ્યક ઉપનિષદ્', ૧-૫-૨૨, ૨૩ ૩- જુઓ : ‘મિલિન્દ-પ્રશ્ન', ૨-૧-૪ Page #92 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૬ ૫૮ નથી, તેનો બીજો પણ કોઈ અનુભવ થતો નથી; તેથી આત્મા નથી. હવે પ્રસ્તુત ગાથામાં તે કહે છે કે જો આત્માને માનવો જ હોય તો દેહ તે જ આત્મા છે, અથવા ઇન્દ્રિય તે જ આત્મા છે, અથવા પ્રાણ તે જ આત્મા છે એમ માનવા યોગ્ય છે. આત્મા જેવું કોઈ સ્વતંત્ર દ્રવ્ય નથી. દેહ, ઇન્દ્રિય કે પ્રાણ એ જ આત્મા છે, તેનાથી ભિન્ન એવું કોઈ આત્મતત્ત્વ છે જ નહીં. (૧) શિષ્ય જણાવે છે કે દેહ એ જ આત્મા છે, દેહથી ભિન્ન આત્મદ્રવ્યનું અસ્તિત્વ નથી. દેહ તે જ આત્મા છે એમ માનવાનું કારણ એ છે કે જીવન જિવાતું હોય તો તે આ દેહથી જ જિવાય છે. હલન-ચલન વગેરે ક્રિયાઓ દેહ જ કરે છે. હું જાડો છું, હું પાતળો છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું' વગેરે અહંપણાનો જે વ્યવહાર કરવામાં આવે છે તે દેહને અનુલક્ષીને થાય છે. ‘હું ભૂખ્યો છું' એવાં વિધાનો આત્મા અને દેહની અભિનતા સાબિત કરે છે. જો આત્મતત્ત્વ દેહથી ભિન્ન હોત તો આવાં વિધાનો નિરર્થક ઠરત. જેને આત્મા કે જીવ કહેવામાં આવે છે તે પણ તેના દેહને સંબોધીને કહેવાય છે. માનવ, પશુ, પક્ષી, જંતુ વગેરેને જઈને કહેવામાં આવે છે કે આ જીવ છે. 'જીવ'નું સંબોધન દેહને જોઈને જ થાય છે. આમ, આત્મા દ્રષ્ટિમાં આવતો નથી, તેનું કોઈ રૂ૫ જણાતું નથી, બીજા કોઈ પણ અનુભવથી તે જણાતો નથી; જ્યારે દેહ તો પ્રત્યક્ષ દેખાય છે, તેનું નિશ્ચિત રૂપ જણાય છે, બીજી ઇન્દ્રિયો દ્વારા પણ તે અનુભવમાં આવે છે; માટે દેહ તે જ આત્મા છે. દેહનું જ બીજું નામ આત્મા છે. દેહથી ભિન્ન આત્મતત્ત્વનું અસ્તિત્વ માનવા યોગ્ય નથી. (૨) આત્મા સંબંધી પોતાની વિચારણાને વિસ્તારમાં શિષ્ય કહે છે કે દેહ તો જડ છે, માટે તે કંઈ જાણતો નથી એમ કોઈ કહે તો એમ કહી શકાય કે ઇન્દ્રિયો જાણે છે, તેથી ઇન્દ્રિય જ આત્મા છે એમ માનવું ઘટે છે. જ્ઞાન એ આત્માનો ગુણ છે અને જગતના પદાર્થોનું જ્ઞાન તો ઇન્દ્રિયો વડે જ થાય છે. જો કોઈ ઇન્દ્રિય કામ કરતી અટકી જાય છે તો તેના વિષયનું જ્ઞાન પણ થતું નથી. કોઈ માણસ આંખ ગુમાવી બેસે છે તો તે કોઈ પદાર્થને જોઈ શકતો નથી. જે ઇન્દ્રિયની શક્તિ ઘટી જાય છે, તેના વિષયનું જ્ઞાન પણ ઘટી જાય છે. કોઈ માણસની કાનની શક્તિ ક્ષીણ થઈ જાય છે તો તેને ઓછું સંભળાય છે. આમ, ઇન્દ્રિયો દ્વારા જગતના પદાર્થોનું જ્ઞાન થાય છે અને જ્ઞાન આત્માનો ગુણ છે, માટે ઇન્દ્રિયો જ આત્મા છે. જ્ઞાનેન્દ્રિયનું જ બીજું નામ આત્મા છે. ઇન્દ્રિયોથી ભિન્ન આત્મતત્ત્વનું અસ્તિત્વ માનવાની જરૂર નથી. (૩) આત્મા વિશેની વિચારણામાં આગળ વધતાં શિષ્ય કહે છે કે પ્રાણ તે જ આત્મા છે. ઇન્દ્રિયોમાં ખામી આવે અને કામ કરતી અટકી જાય છતાં પણ શ્વાસોચ્છવાસ ચાલતા હોય છે ત્યાં સુધી જીવ છે એમ માનવામાં આવે છે. તે ઉપરથી શ્વાસોચ્છવાસ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તે જ આત્મા છે એમ સમજાય છે. કોઈ બીમાર માણસની બધી જ ઇન્દ્રિયો કામ કરતી અટકી ગઈ હોય, તે બેભાન - નિશ્રેષ્ટ થઈ ગયો હોય, છતાં પણ જ્યાં સુધી શ્વાસોચ્છવાસ ચાલતો હોય ત્યાં સુધી એ જીવતો છે એમ માનવામાં આવે છે. શ્વાસ બંધ થતાં તે મૃત ગણાય છે, માટે શ્વાસોચ્છુવાસ જ આત્મા છે. આત્મા એ શ્વાસોચ્છવાસનું જ બીજું નામ છે. શ્વાસોચ્છવાસથી ભિન્ન આત્મતત્ત્વનું અસ્તિત્વ માનવું મિથ્યા છે. આમ, ગાથાની પ્રથમ પંક્તિમાં શ્રીમદે શિષ્યના મુખે કહ્યું કે દેહ, ઇન્દ્રિય કે પ્રાણને આત્મા માનવા યોગ્ય છે; અર્થાત્ દેહાત્મવાદ, ઇન્દ્રિયાત્મવાદ કે પ્રાણાત્મવાદ - એ ત્રણમાંથી કોઈ એક વાદ સ્વીકારવા યોગ્ય છે. તેનું કારણ જણાવતાં ગાથાની બીજી પંક્તિમાં શિષ્ય કહે છે કે દેહ, ઇન્દ્રિય કે પ્રાણ સિવાય ચેતનનું બીજું કોઈ ચિહ્ન ઇન્દ્રિયગોચર થતું નથી; અર્થાત્ દેહ, ઇન્દ્રિય અને પ્રાણથી આત્માના ભિન્નપણાની કોઈ નિશાની જણાતી નથી કે જેના વડે આત્મા દેહથી જુદો છે એમ ઓળખી શકાય, તેથી દેહાદિથી આત્માને જુદો માનવો મિથ્યા છે. આ પ્રકારે શિષ્ય દેહ, ઇન્દ્રિય કે પ્રાણ આત્મા છે એમ ત્રણ વિકલ્પ રજૂ કરે છે. દેહ જણાય છે. આત્મા જણાતો નથી, ઇન્દ્રિય જણાય છે. આત્મા જણાતો નથી, શ્વાસ જણાય છે. આત્મા જણાતો નથી; તેથી જ આ ત્રણ મળીને અથવા તો આ ત્રણમાંથી કોઈ એકને જ આત્મા માનવા પ્રત્યે શિષ્યની બુદ્ધિ પ્રેરાય છે. દેહ, ઇન્દ્રિય કે પ્રાણ એ સૌ એક શરીરના જ અંગભૂત હોવાથી એક શરીરમાં જ સમાય છે, એટલે કે તે સર્વ એકદેહરૂપે છે; તેથી આ દેહ તે જ આત્મા છે, કેમ કે આત્માને દેહથી જુદો માનવા માટે તેનું કોઈ અલગ એંધાણ જણાતું નથી. આત્મા અને દેહને જુદા માનવા મિથ્યા છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ‘સમ્યકત્વ પટ્રસ્થાન ચઉપઈ માં નાસ્તિકવાદીનો આ અભિપ્રાય રજૂ કરતાં કહે છે કે – માખણથી વૃત તિલથી તેલ, અગનિ અરણિથી, તરુથી વેલ | જિમ પડિયાર થકી તરવારિ, અલગો તો દાખ્યો ઈણિ વારિ II અહીં કહ્યું તે પ્રમાણે જો કોઈ સ્વતંત્ર જીવદ્રવ્ય શરીરમાં રહ્યું હોય તો જેમ માખણમાંથી થી જુદું કાઢી શકાય છે, તલમાંથી તેલ કાઢી શકાય છે, અરણિ કાષ્ઠમાંથી અગ્નિ પ્રગટ કરી શકાય છે, વૃક્ષ પરથી વેલડીને જુદી પાડી શકાય છે, મ્યાનમાંથી તલવારને બહાર કાઢી દેખાડી શકાય છે; તેમ શરીરથી આત્મા જુદો દેખાડી શકાત. આત્મા અને શરીર જુદાં નથી, આત્મા દેહથી ભિન્ન સ્વતંત્ર પદાર્થ નથી એવી નાસ્તિકવાદીઓની દલીલ દર્શાવતાં ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે કે – ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, સમ્યકત્વ પ્રસ્થાન ઉપઇ', ગાથા ૬ Page #94 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૬ ૬૧ ‘પંચભૂતથી નિર્મિત કાયાકાર પરિણત શરીરથી ચૈતન્ય અભિન્ન છે, એટલે દેહાદિથી જુદો કોઈ આત્મા છે નહિ, જેમ ખરેખર! કોઈ પુરુષ આ અસિ આ કોસી - ‘ગય ગત્તિ ગયં હોી' એમ કોષમાંથી મ્યાનમાંથી તલવાર જુદી બહાર કાઢી બતાવે, તેમ આ આત્મા, આ શરીર એમ આ શરીરમાંથી જુદો આત્મા કોઈ દર્શાવી શકતો નથી. આ મુંજ ધાસ આ સળી એમ કોઈ જુદી બહાર કાઢી બતાવે, તેમ આ આત્મા આ શરીર એમ આ શરીરમાંથી જુદો આત્મા કોઈ દર્શાવી શકતો નથી. આ માંસ, આ અસ્થિ એમ કોઈ જુદા બહાર કાઢી બતાવે, એમ આ આત્મા - આ શરીર એમ આ શરીરમાંથી જુદો આત્મા કોઈ દર્શાવી શકતો નથી. આ કરતલ, આ આમળું એમ કોઈ જુદું બહાર કાઢી બતાવે, તેમ આ આત્મા આ શરીર એમ આ શરીરમાંથી જુદો આત્મા કોઈ દર્શાવી શકર્તા નથી. આ દહીં આ નવનીત માખણ એમ કોઈ જુદું બહાર કાઢી બતાવે, તેમ આ આત્મા આ શરીર એમ આ શરીરમાંથી જુદો આત્મા કોઈ દર્શાવી શકતો નથી. આ તલ આ તેલ એમ કોઈ જુદું બહાર કાઢી બતાવે તેમ આ આત્મા આ શરીરમાંથી જુદો આત્મા કોઈ દર્શાવી શકતો નથી. આ ઈસુ આ ઈક્ષુરસ એમ કોઈ જુદો બહાર કાઢી બતાવે, એમ આ આત્મા આ શરીર એમ આ શરીરમાંથી જુદો આત્મા કોઈ દર્શાવી શકતો નથી. આ અરણિ આ અગ્નિ એમ કોઈ જુદો બહાર કાઢી બતાવે એમ આ આત્મા આ શરીર એમ આ શરીરમાંથી જુદો આત્મા કોઈ દર્શાવી શકતો નથી.'૧ આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે આ - - ‘અથવા έσ જ આતમા, દેખાયે હાલે ચાલે તે વી. બોલે આવે તેથી દે એ આતમા, અથવા ઇન્દ્રિય પ્રાણ; વ સ્પર્શાદ વિષયનું, સહજે થાયે જ્ઞાન. શ્વાસોચ્છ્વાસ એ આતમા, એ ચિલ્ડ્રને ઓળખાય; મિથ્યા જુદો માનવો, શ્વાસ ગયે જીવ જાય. શરીરમાં દશ પ્રાણ છે. આત્મા એહ પ્રમાણ; એનું કારણ કારણ એ નહીં જુદું એંધાણ 'ર **** ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, 'રાજ્યોતિ મહાભાષ્ય, પૃ. ૨૧૩ ૨- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૨૪-૨૨૫ (શ્રી ગિરધરભાઈરચિત, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ, ગાથા ૧૮૧-૧૮૪) પ્રત્યક્ષ: લક્ષ. Page #95 -------------------------------------------------------------------------- ________________ Page #96 -------------------------------------------------------------------------- ________________ °la -89 « ཧེ གེ གtch: d་བ་, མc.་ བ ེ ཚེ }t ཚ་ཤ གེབ ་, ve s: ག་ ཆེད་ Page #97 -------------------------------------------------------------------------- ________________ Page #98 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૪૭ (ગાથા | ગાથા ૪૬માં શિષ્ય કહ્યું કે દેહ, ઇન્દ્રિય કે પ્રાણથી આત્માને ભિન્ન માનવો ભૂમિકા 1 જોઈએ નહીં, કારણ કે આત્માનું જુદું કોઈ એંધાણ દેખાતું નથી. આમ, ઇન્દ્રિયગોચર ન હોવાના કારણે આત્મા છે જ નહીં અને જો માનવો જ હોય તો દેહ, ઇન્દ્રિય કે પ્રાણ આ ત્રણમાંથી એકને આત્મા માની લેવો જોઈએ એમ શિષ્ય કહે છે. આત્માની કોઈ જુદી નિશાની ન હોવાથી તે આત્માનું અલગ અસ્તિત્વ સ્વીકારવા તૈયાર નથી. આ જ વિષયમાં શિષ્ય બીજી એક દલીલ રજૂ કરે છે – વળી જે આત્મા હોય તો, જણાય તે નહિ કેમ? જણાય છે તે હોય તો, ઘટ પટ આદિ જેમ.” (૪૭) 2 અને જો આત્મા હોય તો તે જણાય શા માટે નહીં? જો ઘટ, પટ આદિ પદાર્થો છે તો જેમ જણાય છે, તેમ આત્મા હોય તો શા માટે ન જણાય? (૪૭) જગતમાં કોઈ પણ પદાર્થ જો અસ્તિત્વ ધરાવતો હોય તો તે અવશ્ય ભાવાર્થ) * જણાય છે. જગતના તમામ પદાર્થોનું જ્ઞાન થાય છે, કારણ કે તેનું હોવાપણું છે. તેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આદિ હોવાથી કોઈ ને કોઈ ઇન્દ્રિય દ્વારા તે અવશ્ય જણાય છે. જો આત્મા જેવો કોઈ પદાર્થ આ જગતમાં હોય તો તે કેમ જણાતો નથી? અર્થાત્ જો આત્માનું અસ્તિત્વ હોય તો તે કોઈક ઇન્દ્રિયથી તો અવશ્ય જણાવો જ જોઈએ. શિષ્ય કહે છે કે જેમ ઘટ-પટાદિ અર્થાત્ ઘડો, વસ્ત્ર આદિ તમામ પદાર્થો છે, માટે તે જણાય છે; તેમ આત્મા જેવો કોઈ પદાર્થ હોય તો તે શા માટે જણાતો નથી? આત્મા ઘટ-પટાદિની જેમ જણાતો નથી, માટે આત્માના હોવાપણાની શંકા રહે છે. તે યથાર્થ જ્ઞાનને પ્રમા કહેવાય છે. જ્ઞાનપ્રાપ્તિ માટેનાં સાધનોને પ્રમાણ વિશેષાર્થ) શિવાય' કહેવાય છે. જેના દ્વારા પદાર્થ જણાય છે તેને પ્રમાણ કહે છે. જે વસ્તુ પ્રમાણથી સિદ્ધ થાય તે જ વાસ્તવિક છે. જે વસ્તુ પ્રમાણથી સિદ્ધ થતી નથી તે વસ્તુનું અસ્તિત્વ નથી. કેટલાક માને છે કે આત્મા કોઈ પણ પ્રમાણથી સિદ્ધ થતો નથી, માટે ૧- જુઓ : આચાર્યશ્રી ગુણધરજીકૃત, કસાય પાહુડની આચાર્યશ્રી વીરસેનજીકૃત ટીકા, ‘જયધવલા', પુસ્તક ૧, ભાગ ૧, પ્રકરણ ૧, ગાથા ૨૭, પૃ.૩૭-૩૮ “ પ્રીતિ પ્રમા|I’ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૬૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તે નથી. પ્રત્યક્ષ, અનુમાન આદિ પ્રમાણોથી આત્મા સાબિત થતો ન હોવાથી આત્મા છે જ નહીં એમ તેઓ માને છે. તેઓ આત્માનું અસ્તિત્વ સ્વીકારતા નથી. આચાર્યશ્રી જિનભદ્રજીકૃત ‘વિશેષાવશ્યકભાષ્ય'માં, શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમની શંકા કે જીવની સિદ્ધિ કોઈ પણ પ્રમાણથી થઈ શકતી નથી, એ વિષે પાંચ ગાથા જોવા મળે છે. ગાથા ૧૫૪૯માં જણાવે છે કે પ્રત્યક્ષપ્રમાણથી આત્મા સિદ્ધ થતો નથી, ગાથા ૧૫૫૦-૧૫૫૧માં દર્શાવે છે કે અનુમાનપ્રમાણથી આત્મા સિદ્ધ થતો નથી, ગાથા ૧૫૫રમાં તથા ગાથા ૧૫૫૩ના પૂર્વાર્ધમાં કહે છે કે આગમપ્રમાણથી આત્મા સિદ્ધ થતો નથી તથા ગાથા ૧૫૫૩ના ઉત્તરાર્ધમાં જણાવે છે કે અન્ય પ્રમાણો જેમ કે અર્થપત્તિ આદિથી આત્મા સિદ્ધ થતો નથી. આમ કહી આત્માનું અસ્તિત્વ સંભવતું નથી એમ બતાવવામાં આવ્યું છે. પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન, અર્થપત્તિ - આ પાંચ પ્રમાણથી આત્માની સિદ્ધિ કોઈ રીતે પણ થઈ શકતી નથી એ તેમની દલીલોના આધારે જોઈએ – (૧) આત્મા પ્રત્યક્ષ નથી. જીવનું અસ્તિત્વ જો હોય તો તે પણ ઘટાદિ પદાર્થોની જેમ પ્રત્યક્ષ થવો જોઈએ, પણ તે પ્રત્યક્ષ થતો નથી; અને જે પદાર્થ સર્વથા અપ્રત્યક્ષ હોય છે તેનો આકાશના ફૂલની જેમ સંસારમાં સર્વથા અભાવ હોય છે. જીવ પણ સર્વથા અપ્રત્યક્ષ છે, માટે તેનો પણ સંસારમાં સર્વથા અભાવ છે. જો કે પરમાણુ પણ નરી આંખે દેખાતું નથી, છતાં તેનો અભાવ માની શકાય નહીં, કારણ કે આત્માની જેમ તે સર્વથા અપ્રત્યક્ષ નથી. કાર્યરૂપે પરિણત થયેલ પરમાણુનું પ્રત્યક્ષપણું થાય જ છે, પણ આત્માનું કોઈ પણ પ્રકારે પ્રત્યક્ષપણું થતું જ નથી, માટે તેનો તો સર્વથા અભાવ જ માનવો જોઈએ. આત્મા પ્રત્યક્ષ થતો નથી માટે ‘આત્મા નથી' એ જ પક્ષ સાચો છે. આમ, પ્રત્યક્ષપ્રમાણથી આત્માની સિદ્ધિ થતી નથી.' (૨) આત્મા અનુમાનથી સિદ્ધ નથી. કોઈ એમ કહે કે આત્મા પ્રત્યક્ષથી ગૃહીત ન હોય પણ અનુમાનથી તો તે જાણી શકાય છે, માટે તેનું અસ્તિત્વ માનવું જોઈએ; તો તે કહેવું પણ બરાબર નથી, કારણ કે અનુમાન હંમેશાં પ્રત્યક્ષપૂર્વક જ હોય છે. આત્મા અનુમાનથી પણ સાબિત નથી થતો, કારણ કે અનુમાન માટે પ્રત્યક્ષની જરૂર તો પડે જ છે અને જે વસ્તુનું ક્યારે ૧- જુઓ : આચાર્યશ્રી જિનભદ્રજીકૃત, ‘વિશેષાવશ્યકભાષ્ય', ગાથા ૧૫૪૯ 'जीवे तुह संदेहो पच्चक्ख जण्ण घेप्पति घडो व । अच्चंतापच्चक्खं च णत्थि लोए खपुष्पं व ।।' Page #100 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૭ પણ પ્રત્યક્ષ થયું જ નથી, તેનું અનુમાન તો થઈ જ કઈ રીતે શકે? જે વસ્તુનું કદી પણ પ્રત્યક્ષ દર્શન થયું જ ન હોય તે વસ્તુ અનુમાનથી પણ જાણી શકાતી નથી. જ્યારે પરોક્ષ અગ્નિનું અનુમાન કરવામાં આવે છે ત્યારે પ્રથમ ધૂમરૂપ લિંગનું પ્રત્યક્ષ હોય જ છે, એટલું જ નહીં પણ પ્રથમથી પ્રત્યક્ષપ્રમાણ વડે નિશ્ચિત કરેલ લિંગ (હેતુ) અને લિંગી(સાધ્ય)ના અવિનાભાવી સંબંધનું, અર્થાત્ પ્રત્યક્ષથી નિશ્ચિત એવા ધૂમ અને અગ્નિના અવિનાભાવી સંબંધનું સ્મરણ થાય છે ત્યારે જ ધૂમના પ્રત્યક્ષથી અગ્નિનું અનુમાન કરી શકાય છે, અન્યથા નહીં. પરોક્ષ અગ્નિના અનુમાન માટે ધૂમનું પ્રત્યક્ષ જેમ અનિવાર્ય છે, તેમ અપ્રત્યક્ષ એવા આત્માનું કોના પ્રત્યક્ષથી અનુમાન કરી શકાય? અને સાધ્ય-સાધનના સંબંધના સ્મરણપૂર્વક અનુમાન થાય છે, પણ આત્માની બાબતમાં જોવામાં આવે તો આત્માના કોઈ પણ લિંગનો આત્મા સાથેનો સંબંધ પ્રત્યક્ષપ્રમાણથી પૂર્વગૃહીત છે જ નહીં કે જેથી લિંગનું પુનઃપ્રત્યક્ષ થવાથી તે સંબંધનું સ્મરણ થાય અને આત્માનું અનુમાન કરી શકાય. તેથી એમ સિદ્ધ થાય છે કે આત્મા નથી. કોઈ એમ કહે કે સૂર્યની ગતિ કદી પણ પ્રત્યક્ષ થઈ નથી, છતાં તેની ગતિનું અનુમાન થઈ શકે છે; જેમ કે સૂર્ય એ ગતિશીલ છે, કારણ કે તે કાળાંતરે દેશાંતરમાં પ્રાપ્ત થાય છે, દેવદત્તની જેમ. જેમ દેવદત્ત સવારે અહીં હોય, પણ સાંજે જો અન્યત્ર હોય તો તે તેના ગમન વિના સંભવે નહીં; તેમ સૂર્ય પ્રાતઃકાલમાં પૂર્વ દિશામાં હોય છે અને સાયંકાલમાં પશ્ચિમ દિશામાં હોય છે એ પણ સૂર્યની ગતિશીલતા વિના સંભવે નહીં. આ પ્રકારના સામાન્યતઃ દષ્ટ અનુમાનથી સર્વથા અપ્રત્યક્ષ એવી સૂર્યની ગતિની સિદ્ધિ થઈ શકે છે, તે જ પ્રમાણે સામાન્યતઃ દષ્ટ અનુમાનથી સર્વથા અપ્રત્યક્ષ એવા આત્માનું પણ અસ્તિત્વ સિદ્ધ થઈ શકે છે. આનો ઉત્તર આપતાં તેઓ કહે છે કે જે દેવદત્તનું દૃષ્ટાંત છે, તેમાં તો સામાન્યરૂપે દેવદત્તનું દેશાંતરમાં હોવું એ ગતિપૂર્વક જ હોય છે. આ વસ્તુ પ્રત્યક્ષસિદ્ધ છે, તેથી દષ્ટાંતથી સૂર્યની ગતિ અપ્રત્યક્ષ છતાં દેશાંતરમાં સૂર્યને જોઈને સૂર્યની ગતિનું અનુમાન થઈ શકે છે. પરંતુ પ્રસ્તુતમાં આત્માના અસ્તિત્વ સાથે અવિનાભાવી એવા કોઈ પણ હેતુનું પ્રત્યક્ષ છે જ નહીં કે જેથી આત્માનું એ હેતુનું પુનર્દર્શનથી અનુમાન થઈ શકે; એટલે ઉક્ત સામાન્યતઃ દુષ્ટ અનુમાનથી પણ આત્માનું અસ્તિત્વ સિદ્ધ થઈ શકતું નથી. આમ, અનુમાનથી પણ આત્માની સિદ્ધિ થઈ શકતી નથી.' ૧- જુઓ : આચાર્યશ્રી જિનભદ્રજીકૃત, ‘વિશેષાવશ્યક ભાષ્ય', ગાથા ૧૫૫૦, ૧૫૫૧ 'ण य सोऽणुमाणगम्मो जम्हा पच्चक्खपुवयं तं पि । पुवोवलद्धसबंधसरणतो &િાત્કિM II ण य जीवलिंगसम्बन्धदरिसिणमभू जतो पुणो सरतो । तल्लिंगदरिसणातो जीवे संपच्चओ होज्जा ।।' Page #101 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન (૩) આત્મા આગમપ્રમાણથી સિદ્ધ નથી. આગમપ્રમાણ એટલે શાસ્ત્રપ્રમાણ. આગમપ્રમાણથી પણ આત્માની સિદ્ધિ થઈ શકતી નથી, કારણ કે આગમપ્રમાણ અનુમાનપ્રમાણથી અલગ પ્રમાણ નથી. આગમપ્રમાણ કોઈ સ્વતંત્ર પ્રમાણ નથી, તે અનુમાનપ્રમાણની અંતર્ગત આવી જાય છે. તે અનુમાનરૂપ છે. તે આ રીતે - આગમના બે ભેદ છે – ૧) દૃષ્ટાર્થવિષયક, અર્થાત્ પ્રત્યક્ષ પદાર્થના પ્રતિપાદક એવા આગમ છે. ૨) અષ્ટાર્થવિષયક, અર્થાત્ પરોક્ષ પદાર્થના પ્રતિપાદક એવા આગમ છે. આમાં દષ્ટાર્થવિષયક આગમ એ તો સ્પષ્ટરૂપે અનુમાન છે, કારણ કે માટીના અમુક વિશિષ્ટ આકારવાળા પ્રત્યક્ષ પદાર્થને ઉદ્દેશીને વપરાતો ઘટ’ શબ્દ વારંવાર સાંભળતાં નિશ્ચય થાય છે કે માટીમાંથી બનેલા આવા આકારવાળા પદાર્થને ‘ઘટ' કહેવામાં આવે છે. આ પ્રકારનો નિશ્ચય થયા પછી જ્યારે પણ ‘ઘટ’ શબ્દનું શ્રવણ કરવામાં આવે છે ત્યારે વક્તા ‘ઘટ' શબ્દથી અમુક વિશિષ્ટ આકારવાળા અર્થનું જ પ્રતિપાદન કરે અનુમાન કરવામાં આવે છે. આ પ્રમાણે પ્રાર્થવિષયક આગમ એ અનુમાન જ છે. 'જીવ' એવો શબ્દ કદી શરીરથી ભિન્ન એવા અર્થમાં વપરાતો સાંભળ્યો જ નથી, તો પછી ‘જીવ' શબ્દ સાંભળીને તેની સિદ્ધિ દૃષ્ટાર્થવિષયક આગમથી કેવી રીતે કરી શકાય? અર્થાત્ દૃષ્ટાર્થવિષયક આગમથી શરીરથી ભિન્ન એવા આત્માની સિદ્ધિ થતી નથી. સ્વર્ગ, નરક આદિ પદાર્થો અદૃષ્ટ છે, પરોક્ષ છે. તેવા અર્થોના પ્રતિપાદક વચનને અદૃષ્ટાર્થવિષયક આગમ કહેવામાં આવે છે. આ પ્રકારના આગમ પણ અનુમાનરૂપ જ છે. તે આ પ્રમાણે - ઉક્ત અષ્ટાર્થના પ્રતિપાદક વચનનું પ્રામાણ્ય એ રીતે સિદ્ધ થાય છે કે સ્વર્ગ-નરકાદિનું પ્રતિપાદક વચન પ્રમાણ છે, કારણ કે ચંદ્રગ્રહણ આદિ વચનની જેમ તે અવિસંવાદી વચનવાળા આપ્તપુરુષનું વચન છે. આ પ્રકારે આ અદષ્ટાર્થવિષયક આગમ પણ અનુમાનરૂપ જ છે. પ્રસ્તુતમાં કોઈએ પણ આત્માને પોતાના ચક્ષુ વડે જોયો હોય તો તેનું વચન પ્રમાણરૂપ મનાય, સત્ય મનાય. એવો કોઈ પણ આપ્ત નથી કે જેને આત્મા પ્રત્યક્ષ હોય, જેથી તેનું વચન તે બાબતમાં પ્રમાણ માનવામાં આવે અને અદષ્ટ એવા આત્માનું અસ્તિત્વ માની લેવામાં આવે. આત્માનો કોઈએ પ્રત્યક્ષ કર્યો જ નથી, તો પછી અદૃષ્ટાર્થવિષયક આગમપ્રમાણથી આત્માની સિદ્ધિ કઈ રીતે થઈ શકે? દૃષ્ટાર્થવિષયક આગમ અને અદાર્થવિષયક આગમ એમ બન્ને પ્રકારના આગમથી આત્મા સિદ્ધ થઈ શકે તેમ નથી, તેથી આત્માનું હોવાપણું નથી. આ પ્રમાણે આગમ Page #102 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૭ ૬૯ પ્રમાણથી પણ આત્માની સિદ્ધિ થઈ શકતી નથી.' વળી, જીવ વિષે શાસ્ત્રોમાં પરસ્પર વિરોધ જોવા મળે છે. આત્મા અંગે વિદ્વાનોએ પરસ્પર વિરુદ્ધ કથનો કર્યા છે, તેથી આત્માના અસ્તિત્વ વિષે સંદેહને અવકાશ રહે છે. જેમ કે ચાર્વાક દર્શનના શાસ્ત્રોમાં કહ્યું છે કે જે કાંઈ ઇન્દ્રિયોથી ગ્રાહ્ય છે તેટલો જ લોક છે', અર્થાતુ આત્મા ઇન્દ્રિયગોચર ન હોવાથી તેનું અસ્તિત્વ નથી. કોઈ કહે છે કે “એ ભૂતોથી વિજ્ઞાનઘન સમુસ્થિત થાય છે અને ભૂતોના નષ્ટ થવાથી તે પણ નષ્ટ થઈ જાય છે.' મહાત્મા બુદ્ધે કહ્યું છે કે ‘રૂપ એ પુદ્ગલ નથી', અર્થાત્ બાહ્ય દેશ્યવસ્તુ એ જીવ નથી, એમ શરૂ કરીને પ્રસિદ્ધ બધી વસ્તુ એક એક લઈને તે જીવ નથી એમ મહાત્મા બુદ્ધ સિદ્ધ કર્યું છે. વેદમાં કહ્યું છે કે “સશરીર આત્માને સુખ અને દુઃખ છે, પણ શરીર વિનાના જીવને સુખ કે દુ:ખનો સ્પર્શ પણ નથી. સાંખ્ય દર્શનના સાહિત્યમાં કહ્યું છે કે ‘પુરુષ - આત્મા અકર્તા, નિર્ગુણ, ભોક્તા અને ચિદ્રુપ છે.' ૬ આવી પરસ્પર વિરોધી વાતો શાસ્ત્રોમાં જોવા મળે છે, તેથી શાસ્ત્રોનાં વાક્યો વડે આત્મા માની શકાતો નથી. આમ, આગમો પરસ્પર વિરુદ્ધ હોવાથી આગમપ્રમાણથી પણ આત્મા સિદ્ધ થઈ શકતો નથી. (૪) ઉપમાનપ્રમાણથી આત્મા અસિદ્ધ છે. ઉપમાન પ્રમાણથી આત્માની સિદ્ધિ થઈ શકે તેમ નથી, કારણ વિશ્વમાં આત્મા જેવો બીજો કોઈ પદાર્થ હોય તો તેની ઉપમા આત્માને આપી શકાય અને તેના વડે આત્માને જાણી શકાય, પણ આત્મસદશ કોઈ પદાર્થ છે જ નહીં. કોઈ કહે કે કાળ, આકાશ, દિકુ એ બધાં અમૂર્ત હોવાથી આત્મસદેશ છે, તેથી ઉપમાનપ્રમાણથી આત્માની સિદ્ધિ થઈ શકે એમ છે. તેનો ઉત્તર એમ છે કે જે પ્રમાણે આત્મા અસિદ્ધ છે, તે જ પ્રમાણે કાળાદિ પણ, તેનું પ્રત્યક્ષ થતું ન હોવાથી અસિદ્ધ ૧- જુઓ : આચાર્યશ્રી જિનભદ્રજીકૃત, ‘વિશેષાવશ્યક ભાષ્ય', ગાથા ૧૫૫૨ 'णागमगम्मो वि ततो भिज्जति ज णागमोऽणुमाणातो । ण य कासइ पच्चक्खो जीवो जस्सागमो वयणं ।।' ૨- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘પદર્શનસમુચ્ચય', શ્લોક ૮૧ 3- જુઓ : બૃહદારણ્યક ઉપનિષદ્', ૨-૪-૧૨ ૪- જુઓ : ‘સંયુક્તનિકાય', ૧૨-૭૦-૩૨-૩૭ ૫- જુઓ : ‘છાન્દોગ્ય ઉપનિષદ્', ૮-૧૨-૧ ૬- જુઓ : ‘સાંખ્યકારિકા', ૧૯ ૭- જુઓ : આચાર્યશ્રી જિનભદ્રજીકૃત, ‘વિશેષાવશ્યકભાષ્ય', ગાથા ૧૫૫૩ (પૂર્વાર્ધ) 'जं चागमा विरुद्धा परोप्परमतो वि संसओ जुत्तो । Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જ છે, માટે આત્માને કાળાદિની ઉપમા આપવાથી આત્માની સિદ્ધિ થતી નથી. આમ, ઉપમાનપ્રમાણથી પણ આત્માની સિદ્ધિ થઈ શકતી નથી. (૫) અર્થાપત્તિથી જીવ અસિદ્ધ છે. અર્થપત્તિપ્રમાણથી આત્મા સિદ્ધ થઈ શકતો નથી, જેમ કે વાદળના અભાવમાં વૃષ્ટિ નથી થતી’ એમ કહેતાં અર્થપત્તિથી જ જાણી શકાય છે કે વાદળના હોવાથી વૃષ્ટિ થાય છે. પરંતુ સંસારમાં એવો કોઈ પણ પદાર્થ નથી કે જેનું અસ્તિત્વ આત્માને માનીએ તો જ ઘટી શકે, માટે આત્માનું અસ્તિત્વ નથી. આમ, અર્થપત્તિ વડે પણ આત્મા સિદ્ધ થતો નથી. પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન, અર્થોપત્તિ એ કોઈ પણ પ્રમાણથી આત્મા સિદ્ધ થતો નથી. આત્મા કોઈ પણ પ્રમાણથી સિદ્ધ થઈ શકતો નથી, માટે તેનો અભાવ માનવા યોગ્ય છે. પ્રત્યક્ષ આદિ અનેક પ્રમાણોથી આત્મા સિદ્ધ થતો જણાતો નથી, એટલે આત્મતત્ત્વને માનવાનો સવાલ જ ક્યાંથી ઉત્પન્ન થાય? જાણવા યોગ્ય એવા કોઈ પણ પ્રમાણથી જે પદાર્થ જણાતો જ ન હોય તો તેની સત્તા કેવી રીતે માનવી? આ પ્રમાણે ‘વિશેષાવશ્યકભાષ્ય'માં શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમની ‘આત્મા નથી' એવી માન્યતાયુક્ત દલીલો દર્શાવી છે. આ પ્રમાણેનો પ્રમાણવિચાર ચાર્વાકમતમાં પણ થયેલો છે. ચાર્વાકમતમાં પ્રત્યક્ષપ્રમાણને યથાર્થ જ્ઞાનપ્રાપ્તિ માટેનું એકમાત્ર સાધન માનેલ છે. ચાર્વાકમતવાદીઓ માત્ર પ્રત્યક્ષને જ જ્ઞાનના યોગ્ય પ્રમાણ તરીકે સ્વીકારે છે. તેમના મત મુજબ પ્રત્યક્ષ જ એકમાત્ર પ્રમાણ છે. પ્રત્યક્ષ એટલે આંખ સામે હોય તે; અથવા વિશાળ અર્થમાં લઈએ તો ઇન્દ્રિયસન્મુખ હોય તે, અર્થાત્ જે એક અથવા વધુ ઇન્દ્રિયની સન્મુખ હોય તે. ઇન્દ્રિયજન્ય જ્ઞાન એ પ્રત્યક્ષ છે. તે જ્ઞાનને જ પ્રત્યક્ષ કહેવાય કે જેમાં જ્ઞાન માટે અન્ય કોઈ કરણ કે સાધન અપેક્ષિત ન હોય. અનુમાનમાં વ્યાપ્તિ જ્ઞાન, ઉપમાનમાં સાદશ્ય જ્ઞાન, શબ્દ(આગમ)માં પદ જ્ઞાન તથા સ્મૃતિમાં અનુભવ આદિ કરણો કે સાધનોનો ઉપયોગ થતો હોય છે. ચાર્વાકમતવાદીઓ અનુમાનને પ્રમાણ તરીકે સ્વીકારવા તૈયાર નથી. તેઓ કહે છે કે અનુમાનની કરોડરજ્જુ સમાન જે વ્યાપ્તિ સંબંધ છે, તેનો જો નિઃસંદેહ સ્વીકાર થઈ શકતો હોય તો જ અનુમાનપ્રમાણ યોગ્ય ઠરે. દા.ત. જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય' - આવું વ્યાપ્તિવિધાન ત્યારે જ કરી શકાય કે જ્યારે સર્વ ધુમાડાવાળાં સ્થળોએ ખરેખર અગ્નિની હાજરી હોય; પરંતુ બધાં જ ધુમાડાવાળાં સ્થળોનું ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવું શક્ય નથી, માટે ધુમાડા અને અગ્નિ વચ્ચે કોઈ વાસ્તવિક Page #104 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૭ ૭૧ સંબંધ સ્થાપી શકાય તેમ નથી. વળી, વ્યાપ્તિની યથાર્થતા માટે પણ અનુમાન ઉપર જ આધાર રાખવો પડે છે. અનુમાન માટે વ્યાપ્તિ ઉપર અને વ્યાપ્તિ માટે પાછો અનુમાન ઉપર આધાર રાખવા જતાં અન્યોન્યાશ્રય દોષ આવે છે, માટે અનુમાન પ્રમાણ અયોગ્ય કરે છે અને તેથી તે સ્વીકાર્ય નથી. અહીં કોઈ એમ શંકા ઉઠાવે કે ધુમાડો અને અગ્નિ એ બે વચ્ચે જે વ્યાપ્તિ સંબંધ છે તે તો કાર્ય-કારણનો સંબંધ છે અને તેથી તેને નકારી શકાય નહીં, તો તેના પ્રત્યુત્તરમાં ચાર્વાકમતવાદીઓ કહે છે કે કાર્ય-કારણ સંબંધ સ્થાપવો એ પણ વ્યાપ્તિ જ છે, માટે તે સ્વીકાર્ય નથી. કદાચ, કોઈ વાર ‘કાગનું બેસવું અને ડાળનું પડવું એ ન્યાયે કોઈ અનુમાન સાચું પણ પડી જાય, પરંતુ ઘણું ખરું તો તે ખોટું જ હોય છે, તેથી અનુમાનને પ્રમાણ માની શકાય નહીં. પ્રત્યક્ષને જ પ્રમાણ માનવું જોઈએ. કોઈ એમ દલીલ કરે કે આપ્તજનોનાં વાક્યોમાં તો વિશ્વાસ કરવો જ જોઈએને? તો તેના જવાબમાં ચાર્વાકમતવાદીઓ કહે છે કે આપ્તજનનાં બધાં વાક્યો કાંઈ પ્રત્યક્ષ તેમજ અનુભવજન્ય જ્ઞાન ઉપર આધાર રાખતાં હોતાં નથી, માટે તે સ્વીકાર્ય નથી. શબ્દ(આગમ)પ્રમાણ પણ અનુમાન ઉપર આધાર રાખતું હોવાથી સંદિગ્ધ છે, માટે તે અગ્રાહ્ય છે. ચાર્વાકમતવાદીઓને વેદવાક્યમાં વિશ્વાસ નથી. વેદ વગેરે ગ્રંથો તેમના મત પ્રમાણે સ્વાર્થલોલુપી, પાખંડી ધર્મગુરુઓએ ચલાવેલું ધતિંગ છે, તેથી તેને અનુસરવાની જરૂર નથી. આમ, ચાર્વાકમત અનુસાર આગમને પ્રમાણ માનવું બરાબર નથી. આ પ્રમાણે પ્રત્યક્ષ સિવાયના અનુમાન, શબ્દ આદિ અન્ય પ્રમાણો અપર્યાપ્ત માની તેનું ચાર્વાકમતવાદીઓએ ખંડન કરેલ છે. અનુમાન અને શબ્દપ્રમાણ ઉપરાંત ઉપમાન વગેરે પ્રમાણોનું સ્વતંત્રરૂપે ખંડન કરવું તેમને જરૂરી નથી લાગ્યું, કારણ કે તેમના મત મુજબ ઉપમાન, અર્થાપત્તિ તથા અનુપલબ્ધિ આદિ સર્વ પ્રમાણો અનુમાનપ્રમાણનાં જ અંગો છે; તેથી અનુમાન પ્રમાણનું ખંડન કર્યા પછી અન્ય કોઈ પ્રમાણના ખંડનનો પ્રશ્ન જ રહેતો નથી. આમ, ચાર્વાકમત અનુસાર પ્રત્યક્ષ જ એકમાત્ર પ્રમાણ છે. પ્રત્યક્ષ સિવાયના અનુમાન આદિ પ્રમાણોના આધારે કોઈ પણ વસ્તુનું સંશયાત્મક જ્ઞાન પ્રાપ્ત થાય છે. સંશયરહિત જ્ઞાનનો આધાર તો માત્ર પ્રત્યક્ષ જ છે. પ્રત્યક્ષ દ્વારા પ્રાપ્ત જ્ઞાન હંમેશાં યથાર્થ, અસંદિગ્ધ તેમજ નિશ્ચિત હોય છે. પ્રત્યક્ષપ્રમાણ દ્વારા પ્રાપ્ત થયેલું જ્ઞાન વાસ્તવિક તેમજ સંશયરહિત હોય છે, માટે તે સ્વીકાર્ય છે. અનુમાન આદિ દ્વારા પ્રાપ્ત થયેલું જ્ઞાન સ્વીકાર્ય નથી. સત્ય અને વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રત્યક્ષ સિવાય કોઈ પણ પ્રમાણે તેને સ્વીકાર્ય નથી. ચાર્વાકમત આંખ, કાન, નાક વગેરે ઇન્દ્રિયો વડે ગૃહીત વિષયને જ સર્વથા Page #105 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વિશ્વસનીય તેમજ સત્ય માનવાની વાત કરે છે. ચાર્વાકમત અનુસાર ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત પ્રત્યક્ષ જ્ઞાનને જ જ્ઞાનનો એકમાત્ર આધાર માનવો જોઈએ. ઇન્દ્રિયજ્ઞાનને જ યથાર્થ જ્ઞાન માનતા હોવાથી તે ઇન્દ્રિયગમ્ય જગતનો જ સ્વીકાર કરે છે. વસ્તુ જો ઇન્દ્રિયગમ્ય ન હોય તો તે તેને સ્વીકારતો નથી. ૭૨ ચાર્વાકમતાનુસાર જેટલો ઇન્દ્રિયગોચર છે તેટલો જ લોક છે, અર્થાત્ આ લોક સ્પર્શન, રસન, ઘ્રાણ, ચક્ષુ તથા શ્રોત્ર એ પાંચ ઇન્દ્રિયો દ્વારા વિષયભૂત થતા પદાર્થો સુધી જ સીમિત છે. તેનાથી પર કોઈ અતીન્દ્રિય વસ્તુ છે જ નહીં. આત્મા, પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક આદિ પદાર્થોનું અસ્તિત્વ છે જ નહીં, કારણ કે તે પ્રત્યક્ષ ઇન્દ્રિયગોચર નથી. આત્મા આદિ પદાર્થો ઇન્દ્રિયોથી ગ્રાહ્ય ન હોવાથી તેનો અભાવ છે. જો કાલ્પનિક અને અપ્રત્યક્ષ પદાર્થોને માનવામાં આવે તો સસલાનાં શિંગનો તથા વંધ્યાના પુત્રનો સાવ પણ કેમ ન માનવો? આવા ચાર્વાકમતનો શિષ્ય ઉપર પ્રભાવ પડેલો જણાય છે. શિષ્ય માટે માત્ર પ્રત્યક્ષપ્રમાણ એ જ એક પ્રમાણ છે. તે પ્રત્યક્ષપ્રમાણનો જ સ્વીકાર કરે છે અને આત્માની સિદ્ધિ પ્રત્યક્ષપ્રમાણથી થઈ શકતી ન હોવાથી તેને આત્માના હોવાપણા વિષે સંશય છે. ઇન્દ્રિયોથી આત્મા જણાતો ન હોવાથી તે આત્માના અસ્તિત્વ વિષે શંકા ધરાવે છે. ઇન્દ્રિયો દ્વારા જાણી શકાય તે વસ્તુઓનું હોવાપણું શિષ્ય માન્ય રાખે છે અને ઇન્દ્રિય દ્વારા ન જાણી શકાય તેવા પદાર્થોના અસ્તિત્વ વિષે તે શંકા ધરાવે છે. ડૉ. તરુલતાબાઈ મહાસતીજી કહે છે - ‘અસ્તિત્વ અને નાસ્તિત્વની ચર્ચામાં જે પદાર્થનું જગતમાં ક્યાંય પણ અસ્તિત્વ નથી તે ન જ દેખાય. તે સમજાવવા ત્યાં આકાશકુસુમની ઉપમા અપાય. જેમકે આકાશકુસુમ નથી માટે તે દેખાતું નથી. આકાશકુસુમ એટલે આકાશનું ફૂલ. ફૂલ ઝાડમાં હોય, છોડમાં હોય, લતામાં હોય પણ જ્યાં આ કંઈ ન હોય ત્યાં માત્ર આકાશમાં એકલું ફૂલ કેમ ઊગે? તે નથી એટલે તે જણાતું પણ નથી.'૧ જેમ આકાશનાં ફૂલ વાસ્તવમાં કોઈ પદાર્થ નથી, તેથી તે ઇન્દ્રિયપ્રત્યક્ષ પણ થતાં નથી; તેમ આત્મા પણ વાસ્તવિક પદાર્થ નથી, તેથી તે દેખાતો નથી. લોકમાં પ્રત્યક્ષ નથી એવા આકાશપુષ્પ જેમ વિદ્યમાન નથી, તેમ ઇન્દ્રિયોથી પ્રત્યક્ષ ન જણાતા એવા આત્માનું પણ અસ્તિત્વ નથી. અમૂર્ત પદાર્થનું અસ્તિત્વ છે એનું શું પ્રમાણ છે? એવી શંકાકારની શંકા રજૂ કરતાં પંડિત શ્રી રાજમલજી ‘પંચાધ્યાયી'માં કહે કે અમૂર્ત પદાર્થ પણ હોય છે એનું કોઈ પ્રમાણ છે? કેમ કે જેટલા પદાર્થો છે તે બધાનો ઇન્દ્રિયોની સાથે સંબંધ હોય છે. અમૂર્ત પદાર્થોનો ઇન્દ્રિયોની સાથે સંબંધ હોતો નથી, ૧- ડૉ. તરુલતાબાઈ મહાસતીજી, ‘હું આત્મા છું', ભાગ-૨, પૃ.૨૧ Page #106 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૭ તેથી અમૂર્ત પદાર્થ છે એમ માનવું તે આકાશનાં ફૂલોને માનવા જેવું જ છે." શિષ્યનું કહેવું એમ છે કે જે પદાર્થો ઇન્દ્રિયપ્રત્યક્ષ હોય તે જ વાસ્તવમાં હોય છે, તેના સિવાય કોઈ પદાર્થ હોઈ શકે જ નહીં. જો આત્મા હોય તો તે જણાવો જોઈએ. ઘટ, પટ વગેરે સ્પષ્ટ જણાય છે તેમ આત્મા જણાતો નથી. જો તે હોય તો ઘટ, પટની જેમ જણાવો જ જોઈએ. આત્મા ઘટ-પટાદિની જેમ જણાતો ન હોવાથી શિષ્ય આત્માનું અસ્તિત્વ સ્વીકારતો નથી પ્રાચીન સમયથી દાર્શનિકો ઘટ-પટનું સુપરિચિત દૃષ્ટાંત આપતા આવ્યા છે. ઘટ એટલે ઘડો અને પટ એટલે વસ્ત્ર; પ્રસ્તુત ગાથામાં ‘ઘટ પટ આદિ' દ્વારા જગતના સર્વ ભૌતિક પદાર્થો તરફ સંકેત થયો છે. જગતના તમામ ભૌતિક પદાર્થોનું જ્ઞાન થાય છે, કારણ કે તેનું અસ્તિત્વ છે. ઘટ, પટાદિ તમામ ભૌતિક પદાર્થો પ્રગટ અસ્તિત્વરૂપ છે, તેથી તે જણાય છે; તેમ આત્મા જો પ્રગટ અસ્તિત્વરૂપ પદાર્થ હોત તો તે જણાયા વિના રહે નહીં. આત્મા જેવો કોઈ પદાર્થ જોવા, જાણવા કે અનુભવવામાં આવતો નથી, માટે આત્મા જેવો કોઈ પદાર્થ નથી એમ શિષ્ય કહે છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘વળી જો આત્મા હોય તો, તેની કરવા શોધ; જોગી થઈ વનમાં રહ્યા, પણ નહિ પામ્યા બોધ. વૃદ્ધ પણ થયા હોત તો, જણાય તે નહિ કેમ? એમ કહી થાકી ગયા, કહ્યા તેમના તેમ. આત્મા અન્ય પદાર્થ જેમ, શાથી નહીં સમજાય; જણાય જો તે હોય તો, કોઈ પણ કરે ઉપાય. જે છે તે સૌ દેખીએ, પૃથ્વી જળાદિ તેમ; સ્થાવર જંગમ વસ્તુ સર્વ, ઘટ પટ આદિ જેમ.' ૧- જુઓ : પંડિત શ્રી રાજમલજીકૃત, ‘પંચાધ્યાયી', ઉત્તરાર્ધ, શ્લોક ૧૧ 'नन्वमुर्तार्थसद्धाबे किं प्रमाणं वदाय नः । यद्विनापीन्द्रियार्थाणां सन्निकर्षात ख पुष्पवत ।।' ૨- ‘રાજ રત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૨૫ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૧૮૫-૧૮૮) Page #107 -------------------------------------------------------------------------- ________________ Page #108 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૪૮ mટે છે નર જાત, નિશ્ચ મોત ઉ, એ 1 3 10, સબ ભ ૨૬પ. Page #109 -------------------------------------------------------------------------- ________________ Page #110 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૪૮ ભૂમિકા (ગાથા) ગાથા ૪૭માં શિષ્ય કહ્યું કે આત્મા જેવો કોઈ પદાર્થ હોય તો જેમ ઘટC21 પટાદિ જણાય છે તેમ તે પણ જણાવો જોઈએ, પરંતુ એવો કોઈ પદાર્થ જોવા-જાણવા-અનુભવવામાં આવતો નથી. ગાથા ૪૫-૪૬-૪૭માં બતાવેલી દલીલો દ્વારા શિષ્ય એમ માનવા પ્રેરાય છે કે આત્મા જેવો કોઈ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો પદાર્થ નથી. પોતાની આ માન્યતાના આધારે ઉપસંહારરૂપે શિષ્ય જણાવે છે કે – “માટે છે નહિ આતમા, મિથ્યા મોક્ષ ઉપાય; એ અંતર શંકા તણો, સમજવો સદુપાય.' (૪૮) તે માટે આત્મા છે નહીં, અને આત્મા નથી એટલે તેના મોક્ષના અર્થે ઉપાય (અર્થ) * કરવા તે ફોકટ છે, એ મારા અંતરની શંકાનો કંઈ પણ સદુપાય સમજાવો એટલે સમાધાન હોય તો કહો. (૪૮) - પૂર્વોક્ત ત્રણ ગાથાઓમાં શિષ્ય આત્માના અસ્તિત્વ અંગે ત્રણ દલીલો ભાવાર્થ -1 કરી હતી - (૧) આત્મા દેખાતો નથી તેમજ બીજી કોઈ ઇન્દ્રિયો દ્વારા અનુભવમાં આવતો નથી. (૨) આત્મા દેહ, ઇન્દ્રિય અથવા પ્રાણથી ભિન્ન નથી. (૩) આત્મા ઘટ-પટાદિ પદાર્થોની જેમ સ્પષ્ટ જણાતો નથી. આ દલીલોના આધારે શિષ્ય કહે છે કે આત્માનું અસ્તિત્વ સંભવતું નથી અને જો આત્માનું હોવાપણું જ ન હોય તો બંધ કોનો થાય અને મોક્ષ કોનો થાય? મોક્ષનો પુરુષાર્થ કરવાનો પણ શું ફાયદો? આત્મા હોય તો તેને બંધનમાંથી મુક્ત કરવા માટે ઉપાય આચરવો પડે, પણ જો આત્માનું હોવાપણું જ ન હોય તો મોક્ષપ્રાપ્તિનો ઉપાય કરવો વ્યર્થ છે. આત્મા નથી તેથી મોક્ષનો ઉપાય કરવો નિરર્થક છે એવી પોતાની માન્યતા દર્શાવી, એ શંકાનું નિવારણ કરવા શિષ્ય શ્રીગુરુને વિનંતી કરે છે. પોતાના અંતરમાં રહેલા આત્માના અસ્તિત્વ વિષેના સંશયને દૂર કરવા તે વિનમ્ર ભાવે શ્રીગુરુ પાસે સદુપાયની યાચના કરે છે. ચાર્વાક દર્શન ભૌતિકવાદી દર્શન છે. ચાર્વાક દર્શન આત્માનું અસ્તિત્વ વિશેષાર્થ) | સ્વીકારતું નથી. તે પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક, મોક્ષ આદિ કંઈ પણ માનતું નથી. તે આત્માને જ ન સ્વીકારતું હોવાથી આત્માનું પાપ-પુણ્યના ફળનું ભોગવવાપણું, Page #111 -------------------------------------------------------------------------- ________________ ७८ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આત્માનું પરલોકગમન, આત્માની મુક્તિ, ધર્મ-અધર્મ કશાને સ્વીકારતું નથી. તેના મત પ્રમાણે પરલોકમાં જનાર કોઈ આત્મા નથી, માટે સ્વર્ગ-નરકની આવશ્યકતા નથી. કોઈ ધર્મક્રિયા ફળદાયી થતી નથી. મોક્ષ માટે પ્રયત્ન કરવો વ્યર્થ છે. ચાર્વાકમત સર્વ પ્રકારની આધ્યાત્મિક સાધનાનો અસ્વીકાર કરે છે. તેણે ભૌતિક સુખોની પ્રાપ્તિને જ પ્રાધાન્ય આપેલ છે. ચાર્વાકમત અનુસાર ભૌતિક સુખ પ્રાપ્ત કરવું એ જ જીવનનો ઉદ્દેશ હોવો જોઈએ. ચાર્વાક દર્શન ધર્મને માનવજીવનનું પરમ લક્ષ્ય માનતું નથી. તેને વેદનું પ્રામાણ્ય સ્વીકાર્ય નથી. ચાર્વાકમત અનુસાર વેદોની રચના પાખંડી લોકોએ કરેલી છે. લોકોને છેતરવા માટે તેમણે શાસ્ત્રો બનાવેલાં છે. શાસ્ત્રોપદેશ લોકોને ઠગવા માટે જ છે. સ્વર્ગ-નરક ઇત્યાદિ વાતો પંડિતોનાં ઠગારાં વચનો છે. તેમનો આશય તો ધર્મક્રિયાઓ બતાવી, તે દ્વારા લોકો પાસેથી ધન મેળવી પોતાનું પેટ ભરવાનો છે. ધર્મ-કર્મ તો બધું પેટભરું પુરોહિતોએ ઊભું કરેલું તરકટ છે. સુવર્ણદાન, મિષ્ટાન્ન ભોજન, હોમ-હવન આદિ માત્ર ઉદરનિર્વાહાથે ઊભી કરેલી ક્રિયાઓ છે. પંડિતોએ એ ક્રિયાઓ પોતાની જીવિકાને માટે બનાવી રાખી છે. દાનાદિ સર્વ ક્રિયાઓ નિષ્ફળ છે. તેના વડે કોઈ અર્થ સરતો નથી. વેદાંતમતનું ખંડન કરતાં તે કહે છે કે શ્રાદ્ધપ્રસંગે મૃતાત્માઓને પિંડદાન વગેરે કરવાની જરૂર નથી. જો મરી ગયેલા પિતૃઓનું શ્રાદ્ધ તેમને સ્વર્ગમાં તૃપ્ત કરતું હોય તો બુઝાઈ ગયેલા દીવાની શીખા પણ તેલ પૂરવાથી વધવી જોઈએ. જો મર્યલોકમાં દાન કરવાથી સ્વર્ગમાં રહેનારા જીવોને તૃપ્તિ થતી હોય તો નીચે દાન કરવાથી ઘરની અગાશી ઉપર બેઠેલા માણસને તૃપ્તિ કેમ થતી નથી? દેહમાંથી વિનિર્ગત થયેલા જીવને જો શ્રાદ્ધ તૃપ્તિકારક હોય તો પરદેશમાં જનાર માણસે નિર્વાહને માટે અન્ન-વસ્ત્રાદિ પોતાની સાથે લેવા વ્યર્થ છે, કારણ કે જેમ દેહવિનિર્ગત જીવના નામથી અર્પણ કરેલો પદાર્થ તેને મળે છે. તેમ પરદેશમાં ગયે માણસના નામથી અન્ન-વસ્ત્રાદિ અર્પણ કરી, તેને તે પરદેશમાં પહોંચાડી શકાય. પરંતુ જેમ પરદેશ ગયેલાને એ પહોંચી શકતું નથી, તેમ શરીરમાંથી નીકળેલા જીવને પણ એ સર્વ પહોંચી શકે નહીં. આમ, ચાર્વાકમતવાદીઓ કોઈ પણ પ્રકારની વેદોક્ત ધર્મક્રિયાનો સ્વીકાર કરતા નથી. ચાર્વાક દર્શને મોક્ષના ખ્યાલનું પણ ખંડન કર્યું છે. તેના મત પ્રમાણે શરીરવિચ્છેદ તે જ મોક્ષ છે. એનાથી અતિરિક્ત મોક્ષ જેવું બીજું કંઈ નથી. શરીરનો નાશ થવો તેનું જ નામ મોક્ષ છે, શ્વાસ ચાલતો બંધ થાય એટલે મરણ નીપજે અને મરણ તે જ મોક્ષ; તેથી પુણ્યકર્મ દ્વારા શરીરથી છુટકારો મેળવવાનો સવાલ જ રહેતો નથી. માટે મોક્ષ એ જીવનનું પરમ સાધ્ય નથી એવો ચાર્વાકમત છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૮ જીવનના પરમ લક્ષ્યની વાત કરતાં ચાર્વાક દર્શન કહે છે કે કામ એ જ સર્વ કાંઈ છે. ઇચ્છાઓની પૂર્તિ થાય તો માણસને સુખ મળે છે અને ન થાય તો તેને દુઃખ થાય છે, તેથી ચાર્વાકમતમાં કામોપભોગ દ્વારા સુખની પ્રાપ્તિની વાતને પ્રાધાન્ય આપેલ છે. તેના મત પ્રમાણે જીવે ઇચ્છાની પૂર્તિ દ્વારા સુખ પ્રાપ્ત કરવા માટે પ્રવર્તવું જોઈએ. મનુષ્ય પોતાની કામનાઓ સિદ્ધ કરવા અર્થોપાર્જન કરવું જોઈએ અને વધુમાં વધુ સુખ પ્રાપ્ત કરવા પુરુષાથ થવું જોઈએ. ચાર્વાકમત અનુસાર ઇન્દ્રિયજન્ય સુખ જ ઇચ્છનીય છે. તે અતીન્દ્રિય આત્મિક સુખને સ્વીકારતું નથી. આ રીતે ચાર પુરુષાર્થોમાંથી ધર્મ અને મોક્ષનું ખંડન કરી ચાર્વાક દર્શન માત્ર અર્થ અને કામનો જ સ્વીકાર કરે છે. તેના મત પ્રમાણે ચાર પુરુષાર્થોમાં અર્થ અને કામ એ જ બે સત્ય પુરુષાર્થ છે. જીવનનું ચરમ લક્ષ્ય છે ઐહિક સુખની પ્રાપ્તિ. જીવનના આ લક્ષ્યને નક્કી કરી, તે પ્રમાણે આચરણ કરવામાં જ જીવનની સફળતા છે. વિવિધ પ્રકારના કાયક્લેશ આદિ દ્વારા ધર્મના, મોક્ષના ચક્કરમાં પડ્યા રહેવું એ જીવનને નષ્ટ કરવા સમાન છે. મનુષ્યમાત્ર ભૌતિકતાના માર્ગે ચાલવું યોગ્ય છે. ચાર્વાકમતવાદીઓ માને છે કે મોક્ષ વગેરેની કલ્પનાઓ ધૂર્ત માણસોએ ચલાવેલી છે. ઈશ્વર, ધર્મ આદિની વાતો કરવી એ તો ધૂર્ત માણસોનું કામ છે. તેઓ આત્મા, પરલોકની વાતો કરીને તથા વિવિધ પ્રકારની ક્રિયાઓ બતાવીને લોકોનાં ચિત્તને ભોગાદિથી ભ્રષ્ટ કરે છે. ધૂર્ત માણસ આત્માનો, શુભાશુભ કર્મ વડે થનારા સ્વર્ગ-નરક આદિ જન્માંતરનો તથા દાન-શીલ-તપ વગેરે વિચિત્ર પ્રકારની ક્રિયાઓનો ઉપદેશ આપીને, માણસને અનુકૂળ એવા રસ, રૂપ વગેરે ભોગથી ઉત્પન્ન થતાં સુખોથી લોકોને અત્યંત ભ્રષ્ટ કરે છે. ધૂર્ત માણસો લોકોને શાસ્ત્રોની દેશના આપીને તેમને પ્રાપ્ત સુખોનો ઉપભોગ લેવા દેતા નથી. ચાર્વાકમતવાદીઓ “આ ભવ મીઠા, પરભવ કોણે દીઠા?' એવું માનીને ભોગવિલાસમાં લીન રહે છે. તેઓ કહે છે કે આત્મા દેખાતો નથી, માટે તેનું હોવાપણું નથી. આત્માનું અવિદ્યમાનપણું સિદ્ધ થતાં જ આ લોકમાં વ્યક્તિએ જે પણ સારાંનરસાં કાર્યો કર્યા હોય તે પ્રમાણે તેનાં ફળ ભોગવવાં તેણે પરલોકમાં જવું પડે એ વાત ઊડી જાય છે, કેમ કે સારાં-નરસાં કાર્યો કરનાર તે વ્યક્તિ તો નાશ પામી ગઈ, તો હવે તેણે કરેલાં કાર્યોનું ફળ કોણે ભોગવવાનું? તે વ્યક્તિ જ ન રહી હોય તો સારાં-નરસાં કાર્યોનું ફળ કોણ ભોગવે? બીજા જન્મમાં જવાવાળો કોઈ આત્મા છે જ નહીં તો સારાં-નરસાં કાર્યોના ફળનો ભોક્તા કોણ થાય? બીજો જન્મ ન હોવાથી તે ભોક્તા થતો નથી. માણસ મરી જાય છે પછી તે હયાત જ નથી, તેથી તેને સ્વર્ગમાં કે નરકમાં સુખ કે દુઃખ ભોગવવાનો સવાલ જ નથી રહેતો. મૃત્યુ પછી તેનું અસ્તિત્વ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન રહેતું નથી, તેથી મૃત્યુ વખતે આત્મા શરીરમાંથી નીકળી પરલોકમાં જાય છે એ વાત મિથ્યા છે. વળી, પરલોક ઇન્દ્રિયગોચર નથી, માટે પરલોક જેવી કોઈ વસ્તુ છે જ નહીં. આ લોક સિવાય અન્ય કશું છે જ નહીં. નથી સ્વર્ગ કે નથી નરક. ઇન્દ્રિયગોચર જે કંઈ છે તેટલો જ લોક છે. ચાર્વાકમતની દલીલ રજૂ કરતાં આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી ‘પડ્રદર્શનસમુચ્ચય'માં લખે છે કે જેટલો ઇન્દ્રિયગોચર છે એટલો જ આ લોક છે. હે ભદ્રા બહુશ્રુતો જે વદે છે તે વૃકપદ - વરુના કૃત્રિમ પગલાં જેવું વૃથા છે.' અહીં જણાવ્યા પ્રમાણે જેટલો ઇન્દ્રિયથી જણાય છે તેટલો જ લોક છે. નરકાદિ જેવો કોઈ પરલોક જ નથી કે જ્યાં ભયંકર દુ:ખો ભોગવવાં પડે. માતા જેમ બાળકને અનેક પ્રકારના ડર બતાવ્યા કરે છે, તેમ આસ્તિકવાદીઓએ ભોળા લોકોને દેખાડેલો આ એકમાત્ર ડર જ છે. સાધુ વગેરે કપટી લોકો પોતે તો ભોગથી વંચિત થયા છે અને “વૃકપદ' (વૃક એટલે વરુ અને પદ એટલે પગલાં)ની જેમ નરકાદિનો ખોટો ભય દેખાડીને લોકોને ભોગથી વંચિત કરે છે. અહીં વૃકપદની જેમ' એવું જે કહ્યું તેનું દૃષ્ટાંત આ પ્રમાણે છે - ધાર્મિક બુદ્ધિવાળી હોવાથી ભોગવિલાસમાં સંયમ રાખતી એવી પત્નીને તેના નાસ્તિક પતિએ મનમાન્યા ભોગવિલાસો ભોગવી લેવાની વાત કરી, તો તેના જવાબરૂપે પત્નીએ ધર્મગુરુ પાસેથી સાંભળેલી દુર્ગતિ - ભયંકર પરલોક વગેરેના ભયની વાત કરી; તેથી પતિએ કહ્યું, ‘આ ધર્મગુરુઓ વગેરે તો ખોટી ખોટી કલ્પનાઓથી જ લોકોને ડરાવે છે. બાકી ડરવાની કોઈ જરૂર નથી. પરલોક વગેરે છે જ નહીં.' તે નાસ્તિક પોતાની સ્ત્રીને આગમવચન કલ્પિત છે એમ સમજાવવા બહુ પ્રયત્ન કરતો, પણ સ્ત્રી માનતી નહીં. તેથી પોતાની સ્ત્રીના વિચારો ફેરવવા એક વખત તે નાસ્તિકે એક યુક્તિ રચી. પોતે રાત્રે પત્નીની સાથે ગામની બહાર ગયો. જ્યારે અવરજવર શાંત થઈ ગઈ ત્યારે કોઈને ખબર ન પડે એ રીતે તેણે રસ્તા ઉપરની ધૂળમાં ગામની બહારથી લઈને બજાર સુધી, પોતાની હથેળી અને આંગળીઓના પ્રયોગથી વરુનાં જેવાં પગલાં પાડ્યાં. પછી પત્નીને કહ્યું, ‘હવે આને અંગે કાલે સવારે જ્ઞાની કહેવાતા લોકોની વાત સાંભળજે!' બીજે દિવસે સવારે રસ્તા ઉપર વરુ ગામમાં આવ્યાનાં પગલાં બતાવીને જ્ઞાની કહેવાતા લોકો બધાને ચેતવતા હતા કે “સાવધાન રહેજો, રાતે વરુ ગામમાં આવ્યું છે, પણ પાછું ગયું નથી' ઇત્યાદિ. એ વખતે તે નાસ્તિક પોતાની સ્ત્રીને લઈને ત્યાં આવ્યો. લોકચર્ચાને અંતે તેણે પોતાની સ્ત્રીને કહ્યું, ‘જો, મારી આ ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘પદર્શનસમુચ્ચય', શ્લોક ૮૧ "एतावानेव लोकोऽयं यावानिन्द्रियगोचरः । भद्रे वृकपदं पश्य यद्वदन्त्यबहुश्रुताः ।।' Page #114 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૮ ૮૧ એક સાધારણ યુક્તિમય રચના પાછળ લોકો આટલા બમમાં પડે છે અને સાચું માને છે, તો નિપુણ પુરુષોના કલ્પેલા અમુક વિચારો પાછળ માણસો ઘેલા બને તેમાં શું નવાઈ? અમુક લોકોએ પોતાની મહત્તા વધારવા માટે શાસ્ત્રો કહ્યાં છે, તેમાં તથ્ય જેવું કાંઈ છે જ નહીં. જે પદાર્થ દેખાતો નથી તેનું અસ્તિત્વ માનવું નિરર્થક છે. તે સુંદર નેત્રવાળી સ્ત્રી! મરજી પ્રમાણે ખાન-પાન કર, કારણ કે હે મનોહર અંગવાળી! જે ગયું તે તારું નથી. હે ભીરુ! હે પાપથી ડરવાવાળી! જે ગયું તે પાછું આવતું નથી, કેમ કે આ શરીર તો પંચ ભૂતોનો સમુદાયમાત્ર છે. તેનાથી અતિરિક્ત આત્મા જેવી કોઈ વસ્તુ નથી કે જેનો વિચાર કરવો પડે અને પાપ કે પરલોકથી ડરવું પડે.” ચાર્વાકમત કહે છે કે પંચ ભૂતોના સમુદાયરૂપ એવું જે આ શરીર, મૃત્યુ પછી ભસ્મ થઈ જાય છે. તે પાછું સંસારમાં આવતું નથી. શરીર ગયું તે ફરી આવતું નથી, તેથી ધર્માચરણનો ત્યાગ કરવામાં આવે તો બીજા જન્મમાં ઘણું દુઃખ વેઠવું પડે એ વાત ખોટી છે. માટે જેટલો બની શકે તેટલો આનંદ માણવો. ખાવું, પીવું અને મોજ કરવી. લોકમાં ઐશ્વર્યને વધારવું અને ઇષ્ટ સુખનો ઉપભોગ કરવો. આ લોકમાં પ્રાપ્ત થયેલા ભોગો ત્યાગ કરવા લાયક નથી તથા નહીં પ્રાપ્ત થયેલા ભોગોની સ્પૃહા કરવા જેવી નથી, કારણ કે પંચ ભૂતો ભસ્મસાત્ થવાથી પુનર્જન્મની સ્પૃહા વૃથા છે. ૧ ચાર્વાકમતાનુસાર આ લોક સંબંધી, વર્તમાન જન્મમાં પ્રાપ્ત થયેલા શબ્દાદિ ભોગો તજવા લાયક નથી તથા પરલોકમાં - જન્માંતરમાં ભોગ પ્રાપ્ત કરવાની ઇચ્છા કરવી મિથ્યા છે, કારણ કે પરલોક છે જ નહીં. જે છે તે આ લોક જ છે, પરલોક જેવું કાંઈ નથી. આત્મા જેવો કોઈ પદાર્થ નથી, માત્ર મહાભૂતની જ આ દુનિયા છે, માટે જ્યારે શરીરમાં રહેલા ચૈતન્યના કારણરૂપ મહાભૂતો ભસ્મરૂપ થાય છે ત્યારે ફરીથી જન્મ થતો નથી. આત્મા ન હોવાથી મરણ પછી પુનર્જન્મની સંભાવના નથી અને ફરી જન્મ થતો ન હોવાથી ધર્મારાધના દ્વારા સ્વર્ગ કે મોક્ષ પ્રાપ્તિની ઇચ્છા રાખવાનો કોઈ જ અર્થ નથી. ચાર્વાક દર્શન અનુસાર અનુપસ્થિત સ્વર્ગની ઇચ્છા કરી જે લોકો પરલોકને માટે ધર્મારાધના કરે છે તેઓ અજ્ઞાની છે. પરલોક જ નથી તો પછી તેની આશા રાખવી એ મૂર્ખતા છે. ભાવિ સુખની આશા રાખી વર્તમાન સુખ શા માટે છોડી દેવું? આવતી કાલે મોર મળશે એવી આશાથી આજે હાથમાં આવેલું કબૂતર છોડી દે તે મૂર્ખ છે. જે ભૌતિક સુખનો ત્યાગ કરે છે તે મૂર્ખ છે. ઇન્દ્રિયસુખ પ્રત્યે ઉદાસીનતા સેવનાર, ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૪, શ્લોક ૭૩ ‘ચાળ્યાસ્તનૈદિક્કા: હામ: વાર્યા નાના તરગૃદા | भस्मीभूतेषु भूतेषु वृथा प्रत्यागतिस्पृहा ।।' Page #115 -------------------------------------------------------------------------- ________________ ૮૨. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વિષયોથી વિરક્ત થનાર જેવો બીજો કોઈ મૂર્ખ નથી. તપશ્ચર્યા વગેરેથી તો દેહનું દમન થાય છે અને આવું શોષણ તો મૂર્ખ લોકો જ પસંદ કરે છે. ધર્માચરણમાં ઘણું કષ્ટ થાય છે, જ્યારે ભોગો ભોગવવાથી તો અહીં જ સુખી થવાય છે; છતાં મૂઢ લોકો ધર્માચરણમાં પડી, સુખને છોડી દુઃખ ભોગવે છે. તેઓ જરા પણ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરતા નથી. વિચાર કર્યા વગર એ લોકો ક્રિયાઓ કરવા મંડી પડે છે. ભોગવિલાસ કરવાથી પાપ બંધાય છે, જેનાં ફળ તરીકે દુઃખ ભોગવવાં પડે છે અને દયા-દાન, તપ-ત્યાગ કરવાથી પુણ્ય બંધાય છે, જેનાં ફળ તરીકે સુખ મળે છે!' ચાર્વાકમત આ વાતને ધૃત લોકોની કલ્પના કહે છે. આ લોકમાં તો એવું જ જોવા મળે છે કે મોજમજા કરનારા સુખ અનુભવે છે અને તપ-ત્યાગ વગેરે કરનારા કાયકષ્ટાદિથી દુઃખ અનુભવે છે. વળી, પરલોક તો છે નહીં, તો મોજમજાનાં ફળ તરીકે દુ:ખ અને દયાદાનાદિનાં ફળ તરીકે સુખ તો મળવાનું જ નથી, તેથી પાપ-પુણ્યને મોજમજા-દયાદિનાં કાર્યરૂપે અને દુઃખ-સુખનાં કારણરૂપે માની શકાતાં નથી. તેઓ કહે છે કે આ દુનિયાથી અલગ સ્વર્ગ કે નરક જેવું કોઈ સ્થાન નથી, સ્વર્ગ તથા નરક આ જગતમાં જ છે. સુખ એટલે સ્વર્ગ અને દુઃખ એટલે નરક. સુખ ભોગવવાનું નામ સ્વર્ગ અને દુઃખ ભોગવવાનું નામ નરક છે. આ લોકમાં ખાવાપીવાનો અનુભવ તે જ સ્વર્ગ, સ્ત્રીસુખ તે જ સ્વર્ગ, વસ્ત્ર-ચંદન આદિનું સેવન તે જ સ્વર્ગ. દુશ્મન, હથિયારો, રોગો આદિથી જે ઉપદ્રવ ઉત્પન્ન થાય છે તેમાં નરકનો અનુભવ થાય છે. તેથી વિષયસુખની પ્રાપ્તિમાં અને વિષયદુ:ખના નિવારણમાં જ કૃતકૃત્યતા છે. માણસનું ખરું કર્તવ્ય એ છે કે તેણે ઇન્દ્રિયસુખ મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ચાર્વાકમતવાદીઓ ઇન્દ્રિયસુખની પ્રાપ્તિ માટે હંમેશાં પ્રયત્નશીલ રહે છે. તેઓ ઇન્દ્રિયસુખની લાલસાને સંતોષવામાં જ જીવન વિતાવે છે. તેમનો જીવનમંત્ર એ જ છે કે જ્યાં સુધી જીવવાનું છે ત્યાં સુધી સુખેથી જીવવું. પાંચ ઇન્દ્રિયોનાં સુખ ઇચ્છા મુજબ ભોગવી લેવાં. નિરંકુશપણે ઇન્દ્રિયસુખનો ઉપભોગ કરી લેવો. જેટલી થઈ શકે એટલી મોજ કરી લેવી. જિંદગી જતી રહેશે તો તે ફરી નહીં મળે, માટે જ્યાં સુધી જીવવું ત્યાં સુધી સુખેથી જીવવું. કોઈ પણ પ્રાણી મૃત્યુની પકડની બહાર નથી. સર્વ કોઈને મરવાનું છે, માટે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી સુખેથી રહેવું. તેઓ કહે છે કે જ્યાં સુધી જીવો ત્યાં સુધી સુખપૂર્વક જીવો, દેવું કરીને પણ ઘી પીવું, કારણ કે ભસ્મીભૂત થનાર આ દેહ ફરીથી ક્યાં સાંપડવાનો છે?" ૧- જુઓ : શ્રી માધવાચાર્યપ્રણીત, ‘સર્વદર્શનસંગ્રહ', ચાર્વાક દર્શન, શ્લોક ૧૮ 'यावज्जीवेत्सुखं जीवेदृणं कृत्वा घृतं पीबेत् । भस्मीभूतस्य देहस्य पुनरागमनं कुतः ।।' Page #116 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૮ ૮૩ જો સુખપૂર્વક જીવવાનાં સાધન ન હોય તો ઋણ લઈને ઘી પીવું. જો મજા ઉડાવવા માટે પોતાની પાસે પૈસા પૂરતા ન હોય તો દેવું કરીને પણ ઘી પીવું. કોઈ સ્નેહી-સંબંધી આદિની પાસેથી ઉધાર લઈને પણ આનંદ કરવો. આવતા જન્મમાં દેવું ચૂકવવાની ચિંતા કરવી પણ વ્યર્થ છે, કારણ કે મૃત્યુ વખતે શરીર ભસ્મીભૂત થવાથી પુનર્જન્મ થતો નથી અને પુનર્જન્મનો અભાવ હોવાથી આવતા જન્મમાં દેવું ચૂકવવાનો પ્રશ્ન જ નથી રહેતો. જે શરીરે ખાધું-પીધું છે તે પાછું આવશે નહીં, તો પછી કોણ માંગશે અને કોણ આપશે? મૃત્યુ પછી દેહનો અભાવ થઈ જાય છે દેહ ભસ્મ થાય છે, માટે જો લોકો ઋણ લઈને તે પાછું આપે નહીં, તોપણ તેઓ બીજા જન્મમાં દુઃખરૂપ નરકને ભોગવતા નથી. પરલોક જેવું કંઈ છે જ નહીં, માટે તેની ચિંતા છોડી, દેવું કરીને પણ ઘી પીવું. ચાર્વાકમતવાદીઓને પરલોકનો ભય નથી, તેથી વિષયસેવન માટે આવી યુક્તિ બતાવે છે. ચાર્વાકદર્શનનું આ પ્રકારનું મંતવ્ય હોવાથી, ગમે તે પ્રકારે સુખનો ઉપભોગ કરવામાં જીવે પ્રવર્તવું જોઈએ એવો તે ઉપદેશ કરે છે. ચાર્વાકદર્શન ખાન-પાન, ભોગવિલાસ ઇત્યાદિ સ્વચ્છંદવૃત્તિ પોષવાનો અને તપશ્ચરણ, શીલ, સંયમાદિ છોડવાનો ઉપદેશ કરે છે. સ્વાર્થપ્રેરિત સુખવાદ એ જ ચાર્વાકદર્શનનો એકમાત્ર સિદ્ધાંત છે. ભૌતિકવાદના આધારે સ્થપાયેલી ચાર્વાક નીતિ સુખવાદી છે. તેની નીતિમત્તાનો આધાર સુખપ્રાપ્તિ ઉપર, વ્યક્તિગત સ્વાર્થી દૃષ્ટિબિંદુ ઉ૫૨ છે. ચાર્વાક દર્શન ભૌતિક અને સ્વાર્થપરક સુખવાદી નીતિની હિમાયત કરે છે. - આમ, ચાર્વાકમતવાદીઓ આત્મા, પરલોક વગેરે જે ઇન્દ્રિયગોચર નથી તેના અસ્તિત્વનો અસ્વીકાર કરે છે અને તેથી મોક્ષના ઉપાયરૂપ તપ, ત્યાગ, દાન ઇત્યાદિને વૃથા કહે છે. અત્રે આત્માના અસ્તિત્વ બાબત શિષ્યે જે દલીલ કરી છે અને તે દ્વારા તેણે જે નિર્ણય કર્યો છે, તેમાં ચાર્વાકમતની છાયા સ્પષ્ટપણે દેખાય છે. આત્માના અસ્તિત્વ સંબંધી શંકાના સમર્થનમાં કરેલી દલીલોના આધારે શિષ્યને એમ લાગે છે કે આત્માનું પૃથક્ અસ્તિત્વ છે જ નહીં. જ્યારે આત્મા જ નથી તો કર્મના કર્તા હોવું કે ભોક્તા હોવું પણ સિદ્ધ થઈ શકતું નથી. આત્મા હોય તો તે કર્મ કરે તથા તેનાં ફળ તે ભોગવે. આત્મા સિદ્ધ નહીં થતો હોવાથી કર્મબંધન પણ સંભવી શકતું નથી, કારણ કે જો આત્મા જ નથી તો કર્મનું બંધન કોને થાય એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. જ્યારે આત્મા તથા કર્મબંધન નથી તો પછી તેનાથી મુક્ત થવાપણું પણ નહીં ઘટે. પક્ષી પિંજરાના બંધનમાંથી મુક્ત ત્યારે જ થઈ શકે કે જ્યારે પક્ષી અને પિંજરાનું અસ્તિત્વ હોય. પક્ષી જ ન હોય તો મુક્તિનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી, તેમ આત્મા જ ન હોય તો તેની મુક્તિનો ઉપાય કરવો એ સર્વ કલ્પના ઠરે છે. આમ, Page #117 -------------------------------------------------------------------------- ________________ ८४ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન આત્માના અનસ્તિત્વથી મોક્ષ અને મોક્ષનો ઉપાય મિથ્યા ઠરે છે. આ પ્રમાણે શિષ્ય પોતાના અંતરની શંકા વ્યક્ત કરે છે. આત્મતત્ત્વ સંબંધી વિચારણા કરવાથી શિષ્યના અંતરમાં આત્માના અસ્તિત્વ વિષે શંકા જાગે છે, જે તે શ્રીગુરુ સમક્ષ રજૂ કરે છે. આત્માના હોવાપણા વિષે તેને શંકા ઉદ્દભવવાથી તથા ન્યાય દેઢ નહીં થવાથી તે શ્રીગુરુને પ્રશ્નો પૂછી સમાધાન મેળવવા ઇચ્છે છે. તે નિઃશલ્ય થવા અર્થે શ્રીગુરુ પાસે પોતાની શંકા પ્રગટ કરી તેનું યથાયોગ્ય સમાધાન માંગે છે. તે કહે છે – એ અંતર શંકા તણો, સમજાવો સદુપાય.’ અત્યંત વિનય સહિત શિષ્ય શ્રીગુરુને કહે છે કે મારા અંતરની શંકાનું સમાધાન કરો. કૃપા કરી આપ મારા અંતરની સમસ્યાનો ઉકેલ આપો. આ હૃદયગત સંશયના નિવારણનો સાચો ઉપાય દર્શાવો કે જેથી મારું ચિત્ત સમાધાન પામે.” શિષ્ય દશ્ય પદાર્થોને સ્વીકારે છે અને અદશ્ય એવા આત્માના હોવાપણા વિષે તેને શંકા થાય છે, પરંતુ અદશ્ય પદાર્થો યુક્તિ વડે સિદ્ધ કરી શકાય એ તેના ખ્યાલમાં છે, તેથી તે આત્માના અસ્તિત્વની સિદ્ધિ કરવા અર્થે શ્રીગુરુને વીનવે છે. શિષ્ય શ્રીગુરુનું સમાધાન સ્વીકારવા તત્પર છે. વસ્તુસ્વરૂપ જેમ છે તેમ તે જાણવા-સ્વીકારવા માંગે છે. શ્રીગુરુને પ્રશ્નો કરવા પાછળ તેનો આશય સત્ય સમજવાનો જ છે. અન્ય કોઈ મલિન હેતુ નથી. તે જિજ્ઞાસાવૃત્તિવાળો છે, કદાચતી નથી. શિષ્યને ‘હું જાણું છું, હું સમજું છું, હું માનું છું તે જ સત્ય છે' એવો આગ્રહ નથી. તેને પોતાના અજ્ઞાનનો સ્વીકાર છે. જો અજ્ઞાનનો સ્વીકાર કરવામાં ન આવે તો એવો વિપરીત ભાવ રહે છે કે “મને બધી ખબર છે'; અને તેથી તે જીવ જ્ઞાનીના ચરણોમાં ઝૂકી શકતો નથી. શિષ્યને પોતાના અજ્ઞાનનું ભાન છે, તેથી તે શ્રીગુરુના ચરણોમાં સમર્પિત ભાવે રહી જ્ઞાન તરફ પગલાં ભરે છે. હું કંઈ જ જાણતો નથી એ ભાવ હોવાથી તેનામાં સાચું શિષ્યત્વ પ્રગટે છે. શિષ્ય એટલે શીખવાની વૃત્તિ ધરાવનાર. શિષ્યનો અર્થ છે જેની અંદર શીખવાની તરસ જાગી છે તે. શીખવા માટે જરૂરી નમતા જેનામાં હોય તે છે શિષ્ય. બીજા પાસેથી શીખવું તે અહંકારને મોટો ઘા કરવા બરાબર છે અને જેનો અહં મૂકે છે તેને સત્યની પ્રાપ્તિ દૂર નથી. અહંના કારણે જીવની શીખવાની ક્ષમતા ખોવાઈ ગઈ છે. શીખવાની ક્ષમતા પ્રગટાવનાર જીવ શિષ્ય બની શકે છે. શીખવાની તરસ એ એક મહત્ત્વની ઘટના છે, કારણ કે શીખવાની ઇચ્છાનો અર્થ છે - પ્રથમ એ સ્વીકારવું કે ‘મને કંઈ આવડતું Page #118 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૮ ૮૫ નથી', ‘હું કંઈ જાણતો નથી'. પોતાના અજ્ઞાનના સ્વીકાર માટે ખૂબ હિંમતની જરૂર પડે છે, તેથી શિષ્ય બનવું એ અત્યંત કઠિન કાર્ય છે. વિદ્વાન બનવું સહેલું છે, પણ શિષ્ય બનવું અઘરું છે. શબ્દોનો સંગ્રહ કરવાથી વિદ્વાન બની શકાય છે અને તે સહેલું પણ છે; પરંતુ શિષ્ય બનવું કઠિન છે, કારણ કે તે માટે શીખવાની વૃત્તિની તેમજ અહં ઝુકાવવાની આવશ્યકતા છે. વિદ્વાનને ‘ક્રાંતિ’ કરવી છે, પણ અન્યમાં; અને તેથી તે દ્વારા તે પોતાના અહંનું જ પોષણ કરે છે; પરંતુ શિષ્યને અહંનો વિલય કરી, પોતાના જ અંતરમાં ક્રાંતિ જગાડવાની પ્રબળ ઇચ્છા હોય છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો શિષ્ય શીખવાની તૈયારીવાળો છે; સત્ય સમજવા અર્થે તે શ્રીગુરુ પાસે આવ્યો છે. તેને અંત૨પ્રતીતિ છે કે શ્રીગુરુ સાચા ઉપદેષ્ટા છે અને વસ્તુસ્વરૂપ જેમ છે તેમ જ તેઓ બતાવશે. શ્રીગુરુની વાણીમાંથી પોતાને સત્ય તત્ત્વ લાધશે એવો તેને વિશ્વાસ છે. શ્રીગુરુ તેની શંકાઓનું સમાધાન કરશે એવી તેને શ્રદ્ધા છે. તેને સદ્ગુરુમાં આસ્થા છે અને સત્ય સમજવાની તાલાવેલી છે. શિષ્યનું વ્યક્તિત્વ પ્રગટ કરતાં શ્રી કાનજીસ્વામી કહે છે કે ‘શિષ્ય સમજવાની જિજ્ઞાસા અને ગુરુ પ્રત્યેની પ્રતીત લઈને આવ્યો છે. તે મારું અપમાન થશે, મારી મોટાઈ જશે, એવી શરમ ન રાખે. છાશ લેવા જવું અને વાસણ સંતાડવું એ કેમ બને? વિનયવંત અને તત્ત્વનો જિજ્ઞાસુ જ્ઞાનીનો વિનય પણ રાખે, બેધડક પ્રશ્ન પણ પૂછે અને સમજવાની ધીરજ પણ રાખે.'૧ શિષ્યનું અંતર સરળ છે, નિખાલસ છે, નિરભિમાની છે. તે સત્ સમજવાની રુચિવાળો છે. શ્રીગુરુ પાસે પોતાની શંકા ૨જૂ ક૨વાથી પોતાની માનહાનિ થશે તેવો ભાવ શિષ્યના અંતરમાં ઉદ્ભવતો નથી. તે કંઈ પણ છુપાવ્યા વિના ખુલ્લા હૃદયથી, સદ્ગુરુ સમક્ષ વિનયભાવે પોતાની શંકાઓ પ્રદર્શિત કરી સમાધાન આપવાની વિનંતિ કરે છે. તત્ત્વ સમજવા માટે તે ઊંડી વિચારણા કરે છે અને તર્કબદ્ધ દલીલો પણ કરે છે, પરંતુ તેને પોતાનો મત પકડી રાખવો નથી. તેને તત્ત્વનિર્ણય તો શ્રીગુરુ અનુસાર જ કરવો છે, તેથી શંકા નિવારણ માટે તે શ્રીગુરુને વિનંતિ કરે છે. પોતાની મૂંઝવણ પ્રગટ કરતી વખતે શિષ્યનો વિનય પ્રગટ જણાઈ આવે છે. તેની ઉત્કૃષ્ટ આત્માર્થિતા અને અદમ્ય જિજ્ઞાસાવૃત્તિ આંખે ઊડીને વળગે છે. તેની તર્કયુક્ત દલીલો જોતાં તે જિજ્ઞાસુ અને વિચારવાન છે એ સ્પષ્ટ જણાઈ આવે છે. શિષ્યનો અભ્યાસ, તેના ચિંતનની ગહનતા, તેની નિષ્ઠા તેમજ ઝંખનાની બળવત્તરતા તથા પ્રશ્નો પૂછવાની તેની શૈલી, તેને વાચકના આદરનો અધિકારી બનાવે છે. સત્ય સમજવાની તેની અંતરંગ ભાવના વાચકમાં અપૂર્વ પ્રેરણા જગાડે છે. સત્ત્ને જાણવાની ૧- શ્રી કાનજીસ્વામી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો, આઠમી આવૃત્તિ, પૃ.૧૮૭-૧૮૮ Page #119 -------------------------------------------------------------------------- ________________ ८६ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ધગશવાળા શિષ્યને તેની અંતરશંકા ટાળવાનો ઉત્તમ સદુપાય શ્રીગુરુ હવે દર્શાવશે. શ્રી ગિરધરભાઈ આ ગાથાની પાદપૂર્તિ કરતા લખે છે – ‘માટે છે નહિ આતમાં, જોયું કરી વિચાર; શા માટે તે માનવો, માન્યાથી શો સાર. સાર વિના શા કામનો, મિથ્યા મોક્ષ ઉપાય; મહેનતનું ફળ શું મળે? તપ, જપ દુઃખદ જણાય. આત્મા આત્મા સૌ કહે, પણ સમજાય ન છેક; એ અંતર શંકા તણો, કેમ મટે ઉગ. મન ઉગ મટ્યા વિના, કદી સુખી ન થવાય; માટે સુખી થવા મને, સમજાવો સદુપાય.’ ૧ ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૨૫ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૧૮૯-૧૯૨) Page #120 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૪૯ જન્મ -ળ, ખારૂ ૨૧, @ જે જિન છે, કાટ લાલ Page #121 -------------------------------------------------------------------------- ________________ Page #122 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૪૯ – ગાથા ૪૮માં શિષ્ય કહ્યું કે આગળ જણાવેલી દલીલો દ્વારા એમ લાગે છે ભૂમિકા 11 કે આત્મા જેવી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી કોઈ વસ્તુ છે નહીં અને જે નથી તેના મોક્ષના અર્થે ઉપાય કરવો નિરર્થક છે. પોતાની આ શંકાનું સમાધાન કરવાની વિનંતી શિષ્ય શ્રીગુરુને કરે છે. આમ, આત્માના અસ્તિત્વ સંબંધી જે શંકા હતી તે પૂર્વની ચાર ગાથાઓ (૪પ૪૮) દ્વારા શિષ્ય શ્રીગુરુ પાસે રજૂ કરે છે. શ્રીગુરુ શિષ્યને જ્ઞાનનો અધિકારી જાણી, તેની આ શંકાનું સમાધાન દસ ગાથાઓ (૪૯-૫૮) દ્વારા કરે છે, જેના ફળરૂપે તેના આત્માના અસ્તિત્વ સંબંધીના સંશય ટળી જાય છે અને ‘આત્મા છે' એવા સમ્યત્વના પ્રથમ સ્થાનકની શ્રદ્ધા તેને થાય છે. શિષ્યની પૃથક્ પૃથક્ દલીલોનો ક્રમથી ઉત્તર આપતાં પહેલાં શ્રીગુરુ આ શંકાના મૂળ કારણ પ્રત્યે શિષ્યનું ધ્યાન દોરે છે. આત્માના અસ્તિત્વ સંબંધી સર્વ સંશયોમાં કારણભૂત એવી મૂળ ભૂલ ઉપર પ્રહાર કરતી બે ગાથાઓમાંની પ્રથમ ગાથામાં શ્રીગુરુ કહે છે – “ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; | ગાથા પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન.' (૪૯) દેહાધ્યાસથી એટલે અનાદિકાળથી અજ્ઞાનને લીધે દેહનો પરિચય છે, તેથી આત્મા દેહ જેવો અર્થાત્ તને દેહ ભાસ્યો છે; પણ આત્મા અને દેહ બન્ને જુદાં છે, કેમકે બેય જુદાં જુદાં લક્ષણથી પ્રગટ ભાનમાં આવે છે. (૪૯) આત્મા નામની સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી કોઈ વસ્તુ નથી એવી શિષ્યને જે [૧] શંકા ઊપજી છે, તેનું મૂળ કારણ છે આત્મજ્ઞાનનો અભાવ, અર્થાત્ આત્મઅજ્ઞાન અને તેના કારણે ઊપજેલો દેહાધ્યાસ. અજ્ઞાનના કારણે જીવને ‘દેહ તે હું એવી ભ્રાંતિ વર્તે છે. અનાદિ કાળથી જીવ કોઈ ને કોઈ દેહના સંયોગમાં સતત રહ્યો છે. અજ્ઞાનતાથી તે દેહને જ સ્વપણે માને છે અને તેથી અનેક મિથ્યા કલ્પનાઓમાં તે અવિરતપણે રાચે છે. દેહાત્મબુદ્ધિના કારણે આત્મા અને દેહ એકપણે ભાસે છે, પણ વસ્તુતઃ તે બન્ને ભિન્ન છે. દેહ અને આત્માનાં લક્ષણોનું ભિનપણું જ એ વાત સિદ્ધ કરી આપે છે કે તે બન્ને ભિન્ન પદાર્થ છે. અથી Page #123 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આત્મતત્ત્વ ઇન્દ્રિય દ્વારા જાણી શકાતું નથી, પણ તેનાં વિશિષ્ટ લક્ષણોનો વિચાર કરવાથી તેનું સ્વતંત્ર અસ્તિત્વ ચોક્કસપણે નિર્ધારી શકાય છે. દેહ જડ છે, આત્મા ચેતન છે. જડ ક્યારે પણ જાણવાનું કાર્ય કરી શકતું નથી, જ્યારે ચેતન હંમેશાં જાણ્યા કરે છે. જડ રૂપી છે, જ્યારે ચેતન અરૂપી છે. બન્ને એકક્ષેત્રે સ્થિત છે અને છતાં બન્નેનાં લક્ષણ સ્પષ્ટપણે જુદાં જાણી શકાય એ રીતે પરસ્પરથી સર્વથા ભિન્ન જ છે. તે લક્ષણો બરાબર સમજાય તો બન્ને વચ્ચેનો ભેદ યથાર્થ સમજાય છે. સુવિચારશ્રેણીએ આરોહણ કરતાં ભેદજ્ઞાન વડે દેહ અને આત્મા સ્પષ્ટ જુદા જાણી શકાય છે. ૯૦ વિશ્વમાં મનુષ્યાદિ ચારે ગતિઓમાં ભમતાં ભમતાં સર્વ જીવો દુ:ખ ભોગવી વિશેષાર્થ રહ્યા છે. ચતુર્ગતિપરિભ્રમણમાં અથડાતા સર્વ જીવો દુ:ખી જ છે. ચારે ગતિઓમાં કશે પણ સુખ નથી. ચતુર્ગતિપર્યટનરૂપ એવો આ સંસાર સર્વ પ્રકારે અસાર છે. તેમાં પંચમાત્ર પણ સાર નથી. અનંત જીવનનો વ્યાઘાત, અનંત મરણ, અનંત શોક જેમાં છે એવા સંસારચક્રમાં જીવ ભમ્યા કરે છે. આનું કારણ છે જીવની અનાદિથી ચાલી આવતી બીજભૂત ભૂલ. અનાદિ કાળથી ચાલી આવતી મૂળ ભૂલ શોધવાની પ્રેરણા કરતાં શ્રીમદ્ મુનિશ્રી લલ્લુજીને લખે છે ‘વિચારની ઉત્પત્તિ થવા પછી વર્છમાનસ્વામી જેવા મહાત્મા પુરુષે ફરી ફરી વિચાર્યું કે આ જીવનું અનાદિકાળથી ચારે ગતિ વિષે અનંતથી અનંત વાર જન્મવું, મરવું થયાં છતાં, હજુ તે જન્મ મરણાદિ સ્થિતિ ક્ષીણ થતી નથી, તે હવે કેવા પ્રકારે ક્ષીણ કરવાં? અને એવી કઈ ભૂલ આ જીવની રહ્યા કરી છે, કે જે ભૂલનું આટલા સુધી પરિણમવું થયું છે? આ પ્રકારે ફરી ફરી અત્યંત એકાગ્રપણે સદ્બોધનાં વર્ધમાન પરિણામે વિચારતાં વિચારતાં જે ભૂલ ભગવાને દીઠી છે તે જિનાગમમાં ઠામ ઠામ કહી છે; કે જે ભૂલ જાણીને તેથી રહિત મુમુક્ષુ જીવ થાય. જીવની ભૂલ જોતાં તો અનંતવિશેષ લાગે છે; પણ સર્વ ભૂલની બીજભૂત ભૂલ તે જીવે પ્રથમમાં પ્રથમ વિચારવી ઘટે છે, કે જે ભૂલનો વિચાર કર્યાથી સર્વે ભૂલનો વિચાર થાય છે; અને જે ભૂલના મટવાથી સર્વે ભૂલ મટે છે. કોઈ જીવ કદાપિ નાના પ્રકારની ભૂલનો વિચાર કરી તે ભૂલથી છૂટવા ઇચ્છે, તોપણ તે કર્તવ્ય છે, અને તેવી અનેક ભૂલથી છૂટવાની ઇચ્છા મૂળ ભૂલથી છૂટવાનું સહેજે કારણ થાય છે.'૧ સર્વ ભૂલની બીજભૂત ભૂલ છે આત્મસ્વરૂપનું અજ્ઞાન, પરવસ્તુમાં આત્મબુદ્ધિરૂપ વિપર્યાસ. આ મૂળગત ભૂલના કારણે બીજી ભૂલોની પરંપરા નીપજે છે. દેહાધ્યાસરૂપ આ કેન્દ્રસ્થ ભૂલ શિષ્યને શંકાઓના રણમાં રખડાવે છે એમ શ્રીગુરુ જાણતા હોવાથી આ મૂળ ભૂલ ઉ૫૨ તેઓ ગાથા ૪૯ તથા ૫૦માં પ્રહાર કરે છે. ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૯૯ (પત્રાંક-૫૦૦) Page #124 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૯ ૯૧ અનાદિ કાળના દેહાધ્યાસથી જીવને આત્મા અને દેહ એકરૂપે ભાસે છે એમ ગાથાની પ્રથમ પંક્તિમાં બતાવી, શ્રીગુરુએ દેહાધ્યાસને મૂળભૂલરૂપે બતાવ્યો છે. તેથી સૌ પ્રથમ દેહાધ્યાસ' શબ્દનો ગૂઢ અર્થ જાણવો અત્યંત અગત્યનું છે. દેહાધ્યાસ એટલે દેહ + અધ્યાસ. અધ્યાસ શબ્દની વ્યુત્પત્તિ અધિ + આસ થાય છે. અધિ = અંદર અથવા ઉપર અને આસ = બેસવું. આમ, અધ્યાસ શબ્દનો અર્થ થાય છે - અંદર અથવા ઉપર બેસવું. અધ્યાસ શબ્દ દેહ સાથે જોડાતાં દેહાધ્યાસ શબ્દ બને છે. તેથી દેહાધ્યાસ એટલે દેહની અંદર અથવા ઉપર બેસવું; અર્થાત્ દેહમાં માલિકીપણું સ્થાપવું, દેહમાં અહ-મમબુદ્ધિરૂપ મિથ્યા માન્યતા કરવી. આત્મા ‘સ્વ' છે અને દેહ ‘પર' છે. પર એવા દેહને સ્વ માની બેસવારૂપ અધ્યાસ એ દેહાધ્યાસ છે. સ્વસ્વરૂપના અજાણપણાના કારણે જીવ પરદ્રવ્યોની સ્વસ્વરૂપમાં ભેળસેળ કરે છે, જડની ચેતનમાં ખતવણી કરે છે. તેને પોતાના સ્વભાવનું ભાન ન હોવાથી તે દેહને જ પોતાનું સ્વરૂપ માની બેસે છે. લાંબા કાળના નિરંતર રટણથી થયેલી આ ખોટી પકડને દેહાધ્યાસ કહેવાય છે. દેહમાં અહંબુદ્ધિરૂપ દેહાધ્યાસ જીવને પ્રવાહરૂપે અનાદિ કાળથી ચાલ્યો આવ્યો છે, કારણ કે અનાદિથી જીવને દેહનો સંયોગ નિરંતર અને નિકટવર્તી રહ્યો છે. આજ સુધી જીવે અનંત જન્મ ધારણ કર્યા છે અને દરેક જન્મમાં તેને દેહ તો મળ્યો જ છે. કોઈ ભવમાં એક ઇન્દ્રિય પ્રાપ્ત થઈ, તો કોઈ ભવમાં બે, ત્રણ કે ચાર ઇન્દ્રિયો પ્રાપ્ત થઈ, તો કોઈ ભવમાં પંચેન્દ્રિયપણું પ્રાપ્ત થયું, પરંતુ દરેક ભવમાં દેહની પ્રાપ્તિ તો અવશ્ય થઈ છે. કોઈ પણ ભવમાં દેહ પ્રાપ્ત થયો ન હોય એવું બન્યું નથી. જીવ એક દેહમાં નિયત સમય સુધી રહી, પછી તેનો ત્યાગ કરી, અર્થાત્ મૃત્યુ ઘટિત થતાં તે અન્ય દેહ ધારણ કરે છે. એક ઓરડામાંથી બીજા ઓરડામાં લઈ જવાતા દીપકની જેમ આત્મા દેહરૂપ એક ઓરડામાંથી બીજા ઓરડામાં કર્મવશપણે ફરતો રહે છે. માણસ જેમ જૂનું વસ્ત્ર ઉતારી બીજું નવું પહેરે છે, તેમ આત્મા જૂના દેહને ઉતારી બીજો નવો દેહ ધારણ કરે છે. એક દેહ છોડી બીજો દેહ ધારણ કરવાની વચ્ચેના વખતમાં ત્રણ કે ચાર સમય જીવ સ્થૂળ દેહથી રહિત હોય છે, પણ કાર્પણ અને તૈજસ વર્ગણાથી બનેલા સૂક્ષ્મ દેહનો સંયોગ તો તેને ત્યારે પણ અવશ્ય હોય છે. આમ, જીવને દેહનો પરિચય અનાદિ કાળથી નિરંતર રહ્યો છે. વળી, આ દેહનો સંયોગ અત્યંત નિકટવર્તી રહ્યો છે. જે આકાશપ્રદેશે દેહની સ્થિતિ હોય છે, તે જ આકાશપ્રદેશે આત્માની સ્થિતિ હોય છે. આવી એકક્ષેત્રાવગાહ સ્થિતિ વર્તતી હોવાથી અને દેહથી ભિન્ન પોતાના સ્વરૂપનું ભાન નહીં હોવાથી અજ્ઞાની જીવ દેહને જ આત્મા માને છે. નિરંતર પ્રવેશતાં અને નીકળતાં પરમાણુઓના સમૂહરૂપ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન એવા દેહના આકારે આત્મા રહેતો હોવાથી અજ્ઞાની જીવ ભ્રાંતિથી દેહને આત્મારૂપે માને છે. અત્યંત નિકટવર્તી એકત્રાવગાહ સ્થિતિના કારણે તેને દેહમાં આત્મબુદ્ધિ ઊપજે છે. ૧ જેમ દૂધ અને પાણી પ્રગટ જુદાં હોવા છતાં એકક્ષેત્રાવગાહ સ્થિતિના કારણે તે બન્નેને પ્રયોગ વિના જુદાં પાડી શકાતાં નથી, તેમ દેહ અને આત્મા પ્રગટ જુદા છતાં એકક્ષેત્રાવગાહ સ્થિતિના કારણે સ્વપરવિવેક વિના જુદા પાડી શકાતા નથી. આમ, અજ્ઞાનપૂર્વકના નિરંતર અને નિકટવર્તી પરિચયથી ઉત્પન્ન થયેલો મિથ્યાભાસ, ખોટી માન્યતારૂપ દેહાધ્યાસ જીવને અનાદિથી પ્રવાહરૂપે વર્તી રહ્યો છે. જીવ દેહાધ્યાસરૂપ ભ્રમમાં પડી જાય છે તેનું અન્ય એક કારણ એ પણ છે કે ઇન્દ્રિયજ્ઞાનમાં માત્ર રૂપી પદાર્થ જણાય છે, અરૂપી આત્મા જણાતો નથી; તેથી માત્ર ઇન્દ્રિયજ્ઞાનને પ્રાપ્ત એવો અજ્ઞાની જીવ પોતે જીવ હોવા છતાં ‘દેહ તે હું એમ માને છે. એક ગ્લાસમાં પાણી લેવામાં આવે, એક ચમચીમાં ખાંડ લેવામાં આવે અને બન્નેને બાજુ બાજુમાં રાખવામાં આવે તો બને જુદાં જણાય છે. હવે જો ખાંડને પાણીમાં નાંખીને હલાવવામાં આવે અને થોડા સમય પછી જોવામાં આવે તો માત્ર પાણી દેખાય છે, ખાંડ નથી દેખાતી. ખાંડ પાણીમાં ઓગળી ગઈ છે, અદશ્ય થઈ ગઈ છે. જીવ જે રૂપે ખાંડને જોવા ટેવાયેલો છે, તે રૂપે તેને હવે ખાંડ જોવા મળતી નથી. કદાચ કોઈ બીજી વ્યક્તિ ત્યાં આવે તો ‘ગ્લાસમાં પાણી છે એટલું જ કહેશે, પણ જ્યારે તે પાણી ચાખશે ત્યારે ગળ્યું લાગવાથી તેમાં ખાંડ છે' એમ પણ કહેશે; કારણ કે ખાંડના ગળપણનો સ્વાદ પાણીના સ્વાદ કરતાં જુદો પડે છે. એ જ પ્રમાણે જીવ અને દેહ વિશિષ્ટ સંબંધના કારણે એક જેવા દેખાય છે. અજ્ઞાની જીવને માત્ર ઇન્દ્રિયજ્ઞાન જ છે, જેનો વિષય માત્ર રૂપી દ્રવ્ય છે, અરૂપી નહીં; તેથી તે જ્ઞાન માત્ર દેહનો સ્વીકાર કરે છે. આત્મા ત્યાં જ હોવા છતાં જ્ઞાન આત્માને ઓળખી શકતું નથી. ઇન્દ્રિયજ્ઞાનમાં રૂપી એવો દેહ જણાય છે, પરંતુ અરૂપી એવો આત્મા પણ ત્યાં જ હોવા છતાં જણાતો નથી. જ્ઞાનને અતીન્દ્રિય બનાવવાથી આત્મા જણાય છે. - અજ્ઞાની જીવ ઇન્દ્રિયો દ્વારા જ જ્ઞાનની પ્રવૃત્તિ કરે છે અને દેહથી ભિન્ન એવો અતીન્દ્રિય આત્મા ઇન્દ્રિય દ્વારા ભાસતો નથી, તેથી તે ઇન્દ્રિયગ્રાહ્ય એવા દેહને ગ્રહણ કરી ‘દેહ તે જ હું એમ માને છે. ઇન્દ્રિયદ્વારથી ગ્રાહ્ય એવા પદાર્થના ગ્રહણના કારણે બહિરાત્મા આત્મજ્ઞાનથી પરામુખ થઈ એમ જ જાણે છે કે “આ દેહ તે જ હું છું.' જીવ દેહમાં જ અહંબુદ્ધિ કરે છે. તે પોતાને દેહરૂપ માને છે. આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામી ૧- જુઓ : આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકૃત, સમાધિતંત્ર', શ્લોક ૬૯ 'प्रविशद्गलतां व्यूहे देहेऽणूनां समाकृतौ । स्थितिभ्रान्त्या प्रपद्यन्ते तमात्मानमबुद्धयः ।।' Page #126 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૯ જણાવે છે કે જીવ બાહ્ય દષ્ટિવાળો હોવાથી તે મનુષ્યદેહમાં રહેલા આત્માને મનુષ્ય માને છે, તિર્યંચદેહમાં રહેલા આત્માને તિર્યંચ માને છે, દેવદેહમાં રહેલા આત્માને દેવ માને છે તથા નારકદેહમાં રહેલા આત્માને નારક માને છે. આત્મા તો અનંતાનંત જ્ઞાનાદિ શક્તિસંપન, સ્વસંવેદ્ય, અચળ સ્થિતિવાળો છે, છતાં તે તેને જાણતો નથી.' આ અનાદિ કાળના દેહાધ્યાસથી જીવને આત્મા દેહ સમાન લાગે છે, પણ તે બને વાસ્તવમાં તો ભિન્ન જ છે. આત્મા દેહથી જુદો છે. દેહ અને આત્મા માત્ર સંયોગ સંબંધે ભેગા રહ્યા છે. તે બન્ને વચ્ચે તાદાભ્ય સંબંધ કે એકત્વ સંબંધ નથી. દેહ-આત્માના સંયોગ સંબંધથી પ્રાપ્ત થયેલાં પૃથ્વી, અપ, તેલ, વાઉ, વનસ્પતિ અને ત્રણ દેહના કારણે જીવ અનુક્રમે પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એમ કહેવાય છે, પણ તે કાંઈ પૃથ્વીકાયાદિ જડરૂપ બની જતો નથી. સંયોગ સંબંધના કારણે તે બન્ને દ્રવ્યોનો એકરૂપ વ્યવહાર કરાય છે, પણ તત્ત્વથી તો જડ-ચેતન જુદાં ને જુદાં જ રહે છે. તે બન્ને પોતપોતાના ભાવમાં રહે છે, અર્થાત્ જડ દેહ જડ ભાવે પરિણમ્યા કરે છે અને ચેતન આત્મા ચેતનભાવે પરિણમ્યા કરે છે. આત્મા અને દેહ એકક્ષેત્રે સાથે રહેલા હોવા છતાં બન્નેના ગુણધર્મો જુદા જુદા છે. જડ દેહ અને ચૈતન્યવંત આત્મા એકક્ષેત્રે રહ્યા હોવા છતાં બન્નેના ગુણધર્મો તદ્દન જુદા છે. બન્નેમાં કદી પણ એકતા થઈ જ નથી, થઈ શકે એમ પણ નથી. આમ છતાં આત્મા અને દેહ એકબીજા સાથે એકક્ષેત્રાવગાહે વિશિષ્ટ સંબંધને પ્રાપ્ત થઈને રહ્યા હોવાથી અજ્ઞાનના કારણે જીવને જડથી ભિન્ન પોતાના આત્મસ્વરૂપની ઓળખાણ થતી નથી. દેહ તો ટૂંકી મુદતવાળો, જડસ્વરૂપી છે અને આત્મા તો સળંગ સ્થિતિવાળો, ચૈતન્યશક્તિસંપન્ન છે. આ ભિન્નતાને જીવ જાણતો નહીં હોવાથી, અનાદિના અજ્ઞાનના કારણે, સ્વ-પરના ભેદજ્ઞાનના અભાવે તે પોતાને દેહપર્યાયરૂપ માની બેસે છે. ‘જ્ઞાયક તે હું એમ ન લેતાં “આ દેહ તે હું' એવી તેની માન્યતા હોય છે. દેહ અને આત્મા વચ્ચે અત્યંત ભિન્નતા હોવા છતાં તે ‘દેહ જ હું છું' એમ માની તે મિથ્યાત્વભાવમાં પ્રવર્તે છે. અનાદિ કાળથી જીવને દેહાત્મબુદ્ધિ, એટલે કે “દેહ તે હું' એવી ખોટી માન્યતા અને પકડ પ્રવાહપણે ચાલી આવી છે; તેથી તેને જડ અને ચેતન વચ્ચેનો ભેદ ભાસતો ૧- જુઓ : આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકૃત, ‘સમાધિતંત્ર', શ્લોક ૮,૯ 'नरदेहस्थमात्मानमविद्वान् मन्यते नरम् । तिर्यंचं तिर्यगङ्गस्थं सुराङ्गस्थं सुरं तथा ।। नारकं नारकाङ्गस्थं न स्वयं तत्त्वतस्तथा । अनंतानंतधीशक्तिः स्वसवेद्योऽचलस्थितिः ।।' Page #127 -------------------------------------------------------------------------- ________________ ८४ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન નથી. જડ અને ચેતન બન્ને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન હોવાથી તે બન્ને વચ્ચે ક્યારે પણ એકાત્મતા થઈ શકે નહીં, પરંતુ દેહાધ્યાસના કારણે જીવ એકાત્મતા માની લે છે. તેને સ્વ-પરમાં એકતા ભાસે છે. અનાદિ કાળના દેહાધ્યાસના કારણે અજ્ઞાની જીવને આત્મા અને દેહ એકરૂપે ભાસે છે. તેથી જ શ્રીમદ્ લખે છે – દેહ જીવ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે; જીવની ઉત્પત્તિ અને રોગ, શોક, દુઃખ, મૃત્યુ, દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે.* આ પદમાં શ્રીમદ્ જણાવે છે કે અજ્ઞાનના કારણે દેહ અને આત્મા બન્ને એકરૂપે ભાસે છે અને તેથી ક્રિયાની પ્રવૃત્તિ પણ તેવી જ ભાંતિ સહિત થાય છે. દેહની સંભાળથી પોતાની સંભાળ થાય છે એમ માની દેહની પાછળ જ સર્વ કાળ વ્યતીત કરે છે અને અમૂલ્ય એવું જીવન એળે ગુમાવે છે. દેહની ઉત્પત્તિને પોતાની ઉત્પત્તિ માને છે. દેહમાં જે રોગ, શોક, દુ:ખ, મૃત્યુ આદિ થાય છે તે દેહનો સ્વભાવ હોવા છતાં અજ્ઞાનવશ તેને તે આત્માનો સ્વભાવ ગણે છે. જેમ દોરીના બે ટુકડાને ગાંઠ મારીએ તો તે એક સળંગ દોરીરૂપે ભાસે છે, તેમ મિથ્યાત્વરૂપી ગાંઠના કારણે દેહ અને આત્મા એકરૂપે ભાસે છે. વસ્તુતઃ તે બન્ને ભિન્ન છે, પરંતુ દેહાધ્યાસના કારણે તે ભિન્નતા અજ્ઞાનીના લક્ષમાં આવતી નથી અને તેથી તે દેહ અને આત્માને એકરૂપે માની લે છે. ભાંતિના કારણે આવો ભાસ થાય છે. અને તેથી જ શ્રીમદે આ ગાથામાં “ભાસ્યો' શબ્દનો પ્રયોગ કર્યો છે. અનાદિ કાળના દેહાધ્યાસના કારણે જીવને આત્મા અને દેહ એકરૂપ ભાસે છે, પરિણામે તે પોતાને દેહરૂપ માને છે તથા દેહનાં સુખ-દુ:ખ પોતાનાં માની વિપરીતપણે પ્રવર્તે છે. સ્વસ્વરૂપના અજ્ઞાનના કારણે જીવને પરમાં મમબુદ્ધિ વર્તે છે. પરપદાર્થો મારા છે' એમ તે માને છે અને તેને પરને ભોગવવાની વૃત્તિ રહે છે. તે બહારથી સુખ મેળવવાના પ્રયત્ન કરે છે અને તે માટે કષાયો કરે છે. તેનું વલણ બહિર્મુખ જ હોય છે. જેમ ઊંધા ઘડા ઉપર બધા ઘડા ઊંધા જ આવે છે, તેમ સ્વસંબંધી ઊંધી માન્યતા હોવાથી તેનું બધું વર્તન ઊંધું હોય છે. દેહમાં આત્મબુદ્ધિના કારણે સ્ત્રી-પુત્રાદિ આત્મબાહ્ય પદાર્થોને પોતાના માનીને નિંદનીય પ્રવૃત્તિ કરે છે. આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામી સમાધિતંત્ર'માં કહે છે કે અજ્ઞાની જીવને દેહમાં આત્મબુદ્ધિની ભ્રાંતિ થતાં ‘આ મારો પુત્ર, આ મારી ભાર્યા, આ મારું ઘર, આ મારું રાજ્ય, આ મારું ક્ષેત્ર એવી કલ્પનાઓનો પ્રાદુર્ભાવ થાય છે. અનાત્મરૂપ વસ્તુઓથી આત્માને લેશ પણ ઉપકાર ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૪૨ (આંક-૯૦૨, કડી ૨) Page #128 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૯ ૯૫ થતો નથી; તેમ છતાં અજ્ઞાનયોગે જેઓ સ્ત્રી, પુત્ર, ધન આદિ પ્રત્યક્ષ જુદા દેખાતા પદાર્થોને આત્માની સંપત્તિ માને છે, તેઓ કેવળ ભ્રાંતિથી ઠગાય છે. અરે! નિજસંપદાને ભૂલીને અજ્ઞાનીઓ બહારની સંપત્તિને પોતાની માનીને હણાઈ રહ્યા છે.૧ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ પણ ‘અધ્યાત્મસાર'માં લખે છે કે જેમ વટવૃક્ષના એક બીજમાંથી ઉત્પન્ન થયેલું વટવૃક્ષ પોતાની વડવાઈઓ દ્વારા ઘણી પૃથ્વી ઉપર વ્યાપી જાય છે, તેમ મમતારૂપ એક બીજથી સર્વ પ્રપંચની કલ્પના થાય છે.ર દેહાત્મબુદ્ધિરૂપ મૂળગત ભૂલના કારણે બીજી અનેક ભૂલોની પરંપરા સર્જાય છે. ‘દેહ તે હું’ એવી દેહમાં આત્મબુદ્ધિરૂપ મૂળગત ભૂલથી ભૂલભુલામણીરૂપ જટિલ જાળ ઊભી થાય છે. દેહાધ્યાસરૂપ મૂળ ભૂલ એ સર્વ ભૂલનું, સર્વ દોષનું, સર્વ શંકાનું, સર્વ પાપનું મૂળ છે. આમ, આત્મા અને દેહની ખતવણીમાં કેવી ભૂલ થાય છે એ પ્રસ્તુત ગાથાની પ્રથમ પંક્તિમાં દર્શાવી, શ્રીમદ્ ગાથાની બીજી પંક્તિમાં તે ભૂલ કઈ રીતે ભાંગે એ દર્શાવે છે. આ ગાથાની પ્રથમ પંક્તિમાં દેહ અને આત્મા જે પ્રગટપણે ભિન્ન છે, તે એકરૂપ કેમ ભાસે છે તેનું કારણ બતાવી, ગાથાની બીજી પંક્તિમાં દેહ અને આત્માની ભિન્નતાનું ભાન તેનાં લક્ષણો જાણવાથી થાય છે એમ શ્રીમદે બતાવ્યું છે. દેહ અને આત્મા બન્ને ભિન્ન ભિન્ન દ્રવ્ય છે, બન્ને સ્વતંત્ર દ્રવ્યો છે, પરંતુ અનંત કાળની મિથ્યા દૃષ્ટિના કારણે તે જીવના લક્ષમાં આવતું નથી; તેથી લક્ષણો દ્વારા તે બન્ને દ્રવ્યોને ઓળખવાની શ્રીમદ્રે અહીં ભલામણ કરી છે. આત્મા અને દેહ જુદા છે, પરંતુ તે બન્ને વચ્ચે કઈ રીતે જુદાપણું છે તે પણ ખ્યાલમાં રાખવું અત્યંત જરૂરી છે. લક્ષણ દ્વારા તે તફાવત ખ્યાલમાં આવે છે. આત્મા અને દેહ ભિન્ન ભિન્ન દ્રવ્ય છે એવું ભાન તેનાં લક્ષણો જાણવાથી થઈ શકે છે. આત્મા અને દેહનું સ્વરૂપ યથાર્થપણે જાણવું હોય તો પ્રથમ તેનાં લક્ષણોનું જ્ઞાન મેળવવું ઘટે છે. કોઈ પણ વસ્તુની ઓળખાણ તેના લક્ષણની પ્રસિદ્ધિથી થાય છે, માટે કોઈ પણ વસ્તુને જાણવા માટે તેનું લક્ષણ જાણવું અત્યંત આવશ્યક છે. લક્ષણને જાણ્યા વગર વસ્તુના સ્વરૂપનો નિર્ણય કરવામાં આવે તો તે નિર્ણય અયથાર્થ હોય છે, તેથી દરેક ૧- જુઓ P આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકૃત, ‘સમાધિતંત્ર', શ્લોક ૧૪ 'देहेष्वात्मधिया जाताः पुत्रभार्यादिकल्पनाः । सम्पत्तिमात्मनस्ताभिर्मन्यते हा हतं जगत् ।। ' ૨- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર’, પ્રબંધ ૩, શ્લોક ૬ ' व्याप्नोति महतीं भूमिं वटबीजाद्यथा वटः 1 तथैकममताबीजात् प्रपञ्चस्यापि ના ।।' Page #129 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન વસ્તુને ઊંડાણથી જાણવા તેનાં લક્ષણ જાણવાં જરૂરી છે. કોઈ પણ વસ્તુનું લક્ષણ જાણતાં પહેલાં લક્ષણની પરિભાષા જાણવી આવશ્યક છે, કારણ કે જો લક્ષણની પરિભાષાનું જ જ્ઞાન ન હોય તો વિવક્ષિત વસ્તુનું જે લક્ષણ નિશ્ચિત કર્યું હોય તે સાચું જ છે એવો નિર્ણય કેવી રીતે કરી શકાય? ભેગી થયેલી અનેક વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુને ભિન્ન પાડનાર જે હેતુવિશેષ તેને લક્ષણ કહે છે. પરસ્પર મળેલી વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુ જે વડે અલગ કરવામાં આવે તેને લક્ષણ કહે છે.૧ જેનું લક્ષણ નિશ્ચિત કરવામાં આવે તે વસ્તુને લક્ષ્ય કહે છે. લક્ષણ વડે જેને ઓળખવામાં આવે તે લક્ષ્ય છે. લક્ષ્ય સિવાયના બીજા સર્વ પદાર્થોને અલક્ષ્ય કહે છે. લક્ષણ વડે લક્ષ્ય પદાર્થને અન્ય પદાર્થોથી જુદો પાડી શકાય છે. એક સોસાયટીમાં એકસાથે પચાસ મકાન હોય, તે પચાસમાંથી કોઈ વ્યક્તિએ પોતાનું મકાન જુદું પાડી દેખાડવું હોય તો તે કહે છે કે ‘જુઓ, પેલું લીલા રંગનું મકાન છે તે મારું છે.' અહીં રંગ એ લક્ષણ છે, જે વડે લક્ષ્ય એવા મકાનનું જ્ઞાન થાય છે. તેવી જ રીતે પાણી લક્ષ્ય છે અને શીતળતા તેનું લક્ષણ છે. અગ્નિ લક્ષ્ય છે અને ઉષ્ણતા તેનું લક્ષણ છે. ગોળ લક્ષ્ય છે અને ગળપણ તેનું લક્ષણ છે. ક્ષ્યતે અનેન તિ ક્ષળ જેના વડે લક્ષ્ય લક્ષિત થાય, અર્થાત્ લક્ષમાં આવે ઓળખાય જણાય તે લક્ષણ છે. કોઈ પણ લક્ષ્યની પ્રસિદ્ધિ માટે લક્ષણનો આધાર અનિવાર્ય ગણવામાં આવે છે. લક્ષણને જ ન જાણતો હોય તેને લક્ષ્યની પ્રસિદ્ધિ થતી નથી. તેથી પ્રથમ લક્ષણને સમજી પછી લક્ષ્યને ગ્રહણ કરવું જોઈએ. - લક્ષણ બે પ્રકારનાં હોય છે આત્મભૂત લક્ષણ અને અનાત્મભૂત લક્ષણ. જે લક્ષણ વસ્તુના સ્વરૂપમાં મળેલું હોય તેને આત્મભૂત લક્ષણ કહેવાય છે. જેમ કે અગ્નિની ઉષ્ણતા. ઉષ્ણતા અગ્નિની સ્વરૂપભૂત હોવાથી જળ આદિ પદાર્થોથી તે અગ્નિને જુદો પાડે છે, તેથી ઉષ્ણતા અગ્નિનું આત્મભૂત લક્ષણ છે. જે લક્ષણ વસ્તુના સ્વરૂપમાં મળેલું ન હોય, પણ તેનાથી સર્વથા ભિન્ન હોય, એને અનાત્મભૂત લક્ષણ કહેવાય છે. જેમ દંડવાળા પુરુષ(દંડી)નો દંડ. જો કે દંડ પુરુષથી ભિન્ન છે, તેમ છતાં એ દંડ તેને અન્ય પુરુષોથી જુદો પાડે છે, તેથી એ અનાત્મભૂત લક્ષણ છે. ઉષ્ણતા અગ્નિનું આત્મભૂત લક્ષણ છે અને દંડ દંડવાળા પુરુષનું અનાત્મભૂત લક્ષણ છે.૨ ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'ની આચાર્યશ્રી અકલંકદેવકૃત ટીકા, ‘તત્ત્વાર્થવાર્તિકમ્', અધ્યાય ૨, સૂત્ર ૮ની ટીકા 'परस्परव्यतिकरे सति यनोन्यत्वं लक्ष्यते तल्लक्षणम् ।' ૨- જુઓ : શ્રી અભિનવ ધર્મભૂષણયતિકૃત, ‘ન્યાયદીપિકા', પ્રકાશ ૧, પૃ.૪ 'तत्रात्मभूतमग्नेरौष्ण्यमनात्मभूतं देवदत्तस्य दण्डः ।' Page #130 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૯ આત્મભૂત લક્ષણ વસ્તુનું સ્વરૂપ હોવાથી તે વાસ્તવિક લક્ષણ છે. ત્રણે કાળમાં વસ્તુની ઓળખ એના વડે જ કરી શકાય છે. અનાત્મભૂત લક્ષણ સંયોગની અપેક્ષાએ કહેવામાં આવે છે, તેથી તે સંયોગવાળી વસ્તુને સંયોગરહિત અન્ય વસ્તુઓથી ભિન પાડવામાં માત્ર તત્કાલીન બાહ્ય પ્રયોજન સિદ્ધ કરે છે, પરંતુ તે લક્ષણ ત્રિકાળસિદ્ધ થઈ શકતું નથી. ત્રિકાળી અસંયોગી વસ્તુસ્વરૂપનો નિર્ણય કરવા માટે આત્મભૂત લક્ષણ જ કાર્યકારી છે. અસંયોગી તત્ત્વનું જ્ઞાન એના વડે જ થઈ શકે છે. કોઈ પણ વસ્તુનું લક્ષણ નિશ્ચિત કરતી વખતે ખૂબ જ સાવધાની રાખવી જરૂરી છે, કેમ કે તે જ લક્ષણ આગળ જતાં પરીક્ષાનો આધાર બને છે. જો લક્ષણ સદોષ હોય તો તે પરીક્ષામાં પાર ઊતરી શકે નહીં અને તે અસત્ય સાબિત થાય. જે લક્ષણ સદોષ હોય તેને લક્ષણાભાસ કહેવામાં આવે છે. જે લક્ષણ નિર્દોષ હોય તેને જ લક્ષણ કહેવામાં આવે છે. લક્ષ્યને પ્રસિદ્ધ કરવા માટે જે લક્ષણ દર્શાવવામાં આવે તે લક્ષણ ત્રણ દોષોથી રહિત હોવું જરૂરી છે. તે ત્રણ દોષ આ પ્રમાણે છે – (૧) અવ્યાપ્તિ દોષ – જે ગુણ લક્ષ્યના અમુક ભાગમાં વ્યાપ્ત હોય પણ સર્વમાં વ્યાપ્ત ન હોય, તે ગુણ અવ્યાપ્તિ દોષ સહિત હોવાથી તે લક્ષણ બની શકતું નથી. લક્ષ્યના એકદેશમાં રહેવાવાળા ગુણને લક્ષણ માનવું યથાર્થ નથી, કેમ કે તે અવ્યાપ્તિ દોષ સહિત છે. જેમ કે ગાયનું લક્ષણ કપિલ વર્ણ (લાલ રંગ) કહેવું અયથાર્થ છે, કારણ કે સર્વ ગાય કપિલ વર્ણવાળી હોતી નથી. કપિલ વર્ણ બધી ગાયમાં નથી હોતો, તેથી અવ્યાપ્તિ દોષના કારણે કપિલ વર્ણ તે ગાયનું લક્ષણ કહી શકાય નહીં. (૨) અતિવ્યાપ્તિ દોષ – જે ગુણ લક્ષ્યના સર્વ ભાગમાં તો વ્યાપ્ત હોય, પણ લક્ષ્ય સિવાયના અન્ય પદાર્થમાં પણ વ્યાપ્ત હોય, તે ગુણ અતિવ્યાપ્તિ દોષ સહિત હોવાથી તે લક્ષણ બની શકતું નથી. લક્ષણ એવું હોવું જોઈએ જે પૂરા લક્ષ્યમાં તો હોય, પરંતુ અલક્ષ્યમાં કશે પણ ન હોય. લક્ષ્ય તથા અલક્ષ્ય બન્નેમાં વ્યાપ્ત હોય તો અતિવ્યાપ્તિ દોષ આવે છે. જેમ કે ગાયનું લક્ષણ શૃંગિત્વ (શિંગડાયુક્તપણું) કહેવું તે અયથાર્થ છે, કારણ કે શિંગડા જો કે સર્વ ગાયને સદાકાળ હોય છે, તોપણ તે માત્ર ગાયને જ હોય છે એવું નથી, ભેંસ આદિને પણ હોય છે. બધી ગાયને શિંગડાં તો હોય છે, પરંતુ ગાય સિવાયનાં અન્ય પશુઓને પણ શિંગડાં હોય છે. અહીં ગાય લક્ષ્ય છે અને ગાય સિવાયનાં અન્ય પશુઓ અલક્ષ્ય છે. શિગડાં, લક્ષ્ય એવી ગાય તથા અલક્ષ્ય એવાં ગાય સિવાયનાં અન્ય પશુઓમાં પણ જોવા મળે છે, તેથી આ લક્ષણ અતિવ્યાપ્તિ દોષયુક્ત છે. આમ, અતિવ્યાપ્તિ દોષના કારણે ઈંગિત એ ગાયનું લક્ષણ કહી શકાય નહીં. (૩) અસંભવ દોષ – જે ગુણ લક્ષ્યમાં સંભવતો જ ન હોય, તે ગુણ અસંભવ દોષ સહિત હોવાથી તે લક્ષણ બની શકતું નથી. લક્ષ્યમાં લક્ષણના અસંભવપણાને અસંભવ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન દોષ કહેવાય છે. જેમ કે ગાયનું લક્ષણ એકશવત્વ (એક ખરીયુક્તપણું) કહેવું તે અયથાર્થ છે, કારણ કે ગાયના દરેક પગમાં બે ખરી હોય છે. ગાયને એકશફવત્વ હોવાની સંભાવના પણ નથી, તેથી અસંભવ દોષના કારણે એકશફવત્વ એ ગાયનું લક્ષણ કહી શકાય નહીં. આવા ત્રણ દૂષણથી રહિત એવું જે પોતાના લક્ષ્યમાં પૂરેપૂરું સંપૂર્ણપણે વ્યાપક હોય તે લક્ષણ કહેવાય છે. જે ગુણ જે વસ્તુનો કહેવાતો હોય તે વસ્તુમાં તે ગુણ સર્વથા વ્યાપ્ત હોય અને તે સિવાય અન્ય વસ્તુમાં તે ગુણ ન સંભવતો હોય તો તે ગુણ તે વસ્તુનું વ્યાવર્તક (exclusive) લક્ષણ કહેવાય છે, પરંતુ તે ગુણ જો તે વસ્તુમાં સર્વત્ર વ્યાપ્ત ન હોય અથવા તો તે વસ્તુમાં સર્વવ્યાપ્ત હોવા છતાં બીજી વસ્તુમાં પણ અલ્પાંશે અથવા સર્વીશે વ્યાપ્ત હોય તો તે ગુણ તે વસ્તુનું વ્યાવર્તક લક્ષણ કહી શકાય નહીં; તેથી ગાયનું લક્ષણ કપિલ વર્ણ, શૃંગિત્વ કે એકશફવત્વ કહી શકાય નહીં. ગાયનું લક્ષણ સાસ્ના (ગળાની ગોદડી) છે, કારણ કે આ ગુણ ઉપર્યુક્ત ત્રણે દોષોથી રહિત છે. સાસ્ના દરેક ગાયને સદાકાળ હોય છે, કોઈ ગાયમાં ન હોય એમ બની શકે જ નહીં; તેમજ એ સાસ્ના ભેંસ આદિ પશુઓને હોતી નથી, માટે સાસ્ના એ ગાયનું લક્ષણ છે. આમ, લક્ષ કરાવનારું અસાધારણ ગુણરૂપ જે હોય તે લક્ષણ કહેવાય છે. પ્રત્યેક દ્રવ્યમાં ત્રણે દૂષણોથી રહિત, સ્પષ્ટ, વિશિષ્ટ લક્ષણ હોય જ છે, જેના વડે તે દ્રવ્ય પ્રસિદ્ધ થાય છે. આત્મદ્રવ્યનું વિશિષ્ટ લક્ષણ જ્ઞાન છે, જેના વડે આત્મદ્રવ્યની પ્રસિદ્ધિ થાય છે. જ્ઞાનરૂપી લક્ષણની પ્રસિદ્ધિથી લક્ષ્ય એવા આત્માની પ્રસિદ્ધિ થાય છે. અધ્યાત્મશાસ્ત્રોમાં આત્માના અનંત ગુણમાંથી ઘણા ગુણોનું નિરૂપણ થયું છે, પરંતુ આત્માની ઓળખાણ કરવા તે સર્વ ગુણોનો આધાર લઈ શકાતો નથી. આત્માની ઓળખાણ માત્ર જ્ઞાન ગુણ દ્વારા જ થઈ શકે છે. જ્ઞાન ગુણ દ્વારા આત્મસ્વભાવ ઓળખાય છે. જ્ઞાન ગુણ દ્વારા આત્મસ્વભાવનું ગ્રહણ થાય છે. આત્માના અનંત ત્રિકાળી ગુણોમાંથી જ્ઞાન ગુણને જુદો તારવવામાં આવે છે, કારણ કે જ્ઞાન તે સર્વ ગુણોમાં એક વિશિષ્ટ ગુણ છે. જ્ઞાન એ આત્માનું લક્ષણ છે. જ્ઞાનને આત્માનું લક્ષણ માનવામાં બાધ નથી, કેમ કે તેમાં અવ્યાપ્તિ આદિ ત્રણ દોષમાંનો એક પણ દોષ નથી. જ્ઞાન એ અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ દોષોથી રહિત એવું આત્માનું લક્ષણ છે. તે આ પ્રમાણે – (૧) અવ્યાપ્તિ દોષ – જ્ઞાન ગુણ સર્વ આત્મામાં દરેક ક્ષણે વ્યાપ્ત છે. સંસારી જીવની પ્રત્યેક અવસ્થામાં જ્ઞાન ગુણ દ્રવ્યદળમાં પરિપૂર્ણ હોય છે અને પર્યાયમાં ન્યૂનાધિક હોય છે. સંસારી જીવમાં જ્ઞાન ગુણ દ્રવ્યદળમાં તેના પૂર્ણ સ્વરૂપે વિદ્યમાન હોય છે અને Page #132 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૯ ૯૯ વર્તમાન દશામાં અપૂર્ણપણે વિદ્યમાન હોય છે. કેવળી ભગવંતોને તો પર્યાયમાં પણ પૂર્ણ જ્ઞાન પ્રગટ્યું હોય છે. જીવ ગમે તે ગતિમાં જાય તે જ્ઞાનરહિત ક્યારે પણ હોતો નથી. કર્મોનું ગાઢ આવરણ હોય તોપણ થોડા અંશે તો જ્ઞાન પ્રગટ હોય જ છે. નિગોદના જીવોને પણ પર્યાયમાં અક્ષરના અનંતમા ભાગ જેટલું જ્ઞાન પ્રગટ હોય છે. આના ઉપરથી ફલિત થાય છે કે જીવની કોઈ પણ પર્યાય જ્ઞાન વિનાની હોતી નથી. જીવની સર્વ અવસ્થાઓમાં તેની વિદ્યમાનતા અનુભવી શકાય છે, તેથી જ્ઞાન ગુણ અવ્યાપ્તિ દોષરહિત છે અને એટલે તેના વડે આત્માની ઓળખાણ થઈ શકે છે. જો જીવનું લક્ષણ ‘રાગ' કહેવામાં આવે તો તે મિથ્યા ઠરે, કારણ કે રાગ આત્માની કોઈ અવસ્થામાં હોય છે તો કોઈ અવસ્થામાં નથી હોતો. જો કે આત્મા સિવાય અન્ય કોઈ દ્રવ્યમાં તે હોતો નથી, છતાં સર્વ આત્મામાં સર્વ કાળે તે હોતો નથી. કેવળી ભગવંતોમાં રાગ હોતો નથી. રાગને આત્માનું લક્ષણ માનવામાં આવે તો અરિહંત અને સિદ્ધોને અનાત્મા માનવા પડે, કારણ કે તેમનામાં રાગ નથી. લક્ષણ સર્વ લક્ષ્યમાં હોવું જોઈએ, પરંતુ રાગ સર્વ આત્મામાં હોતો નથી. રાગમાં અવ્યાપ્તિ દોષ છે, તેથી આત્મા લક્ષ્ય છે અને રામ લક્ષણ છે એમ માનવું બરાબર નથી. આમ, રાગને આત્માનું લક્ષણ માનવામાં આવ્યાપ્તિ દોષ રહેલો છે. (૨) અતિવ્યાપ્તિ દોષ – જ્ઞાન ગુણ સર્વ આત્મદ્રવ્યમાં વ્યાપ્ત હોય છે અને પુદ્ગલાદિ દ્રવ્યોમાં તે પ્રાપ્ત થતો નથી. જ્ઞાન ગુણ માત્ર આત્મામાં જ હોય છે, અન્ય કોઈ પણ દ્રવ્યમાં નથી હોતો, તેથી જ્ઞાન ગુણ તે અતિવ્યાપ્તિ દોષરહિત છે. જો જીવનું લક્ષણ અમૂર્તતા' માનવામાં આવે તો તે મિથ્યા કરે, કારણ કે અમૂર્તતા લક્ષણ આત્મામાં તો છે જ, પરંતુ તે ઉપરાંત ધર્મ, અધર્મ, આકાશ અને કાળમાં પણ અમૂર્તત્વ લક્ષણ રહેલું છે. મૂર્તિ તો એકમાત્ર પુદ્ગલદ્રવ્ય જ છે. જે અમૂર્તિક હોય તે આત્મા છે' એ સાચું નથી, કેમ કે બધા જ આત્મા અમૂર્તિક હોવાથી જો કે તેમાં અવ્યાપ્તિ દોષ નથી, પરંતુ ધર્મ, અધર્મ, આકાશ અને કાળ દ્રવ્ય પણ અમૂર્તિક હોવાથી અમૂર્તિકને આત્માનું લક્ષણ માનતાં તેમાં અતિવ્યાપ્તિ દોષ આવે છે. અમૂર્તત્વ લક્ષણ માનતાં એકલો આત્મા જ લક્ષ્યરૂપે ગ્રહણ થતો નથી, પરંતુ અલક્ષ્ય એવા ધર્માસ્તિકાયાદિ અચેતન દ્રવ્યોમાં પણ અમૂર્તત્વ રહેલું હોવાથી તે દ્રવ્યો પણ ગ્રહણ થાય છે. આમ, અમૂર્તતાને આત્માનું લક્ષણ માનવામાં અતિવ્યાપ્તિ દોષ રહેલો છે. (૩) અસંભવ દોષ – જ્ઞાન ગુણ સર્વ આત્મદ્રવ્યમાં, તેની સર્વ અવસ્થાઓમાં અવશ્ય પ્રાપ્ત થાય છે, તેથી જ્ઞાન ગુણ અસંભવ દોષરહિત છે. જો જીવનું લક્ષણ ‘જડત્વ' અથવા ‘મૂર્તત્વ' માનવામાં આવે તો તે મિથ્યા કરે, કારણ કે આત્મા કદી પણ જડ અથવા મૂર્ત હોતો નથી. જડ હોય તે આત્મા અથવા મૂર્ત હોય તે આત્મા એમ કહેવું Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧OO ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન બરાબર નથી, કેમ કે આત્મામાં જડત્વ કે મૂર્તિત્વ હોવું સંભવિત જ નથી. જ્ઞાનને આત્માનું લક્ષણ માનવાથી એમાં અસંભવ દોષ આવતો નથી. જડત્વ કે મૂર્તિત્વને આત્માનું લક્ષણ માનવાથી એમાં અસંભવ દોષ આવે છે. આમ, જડત્વ કે મૂર્તિત્વને આત્માનું લક્ષણ માનવામાં અસંભવ દોષ રહેલો છે. આ પ્રમાણે રાગ, અમૂર્તતા, જડત્વ આદિને આત્માનાં લક્ષણ ગણવામાં આવે તો તે દોષયુક્ત છે. આત્માનું લક્ષણ જ્ઞાન ગણતાં ઉપરોક્ત ત્રણે દોષોનું નિવારણ થઈને લક્ષ્ય એવો આત્મા રહણ થાય છે. જ્ઞાનમાં નથી આવ્યાપ્તિ દોષ, કેમ કે જ્ઞાન બધા જ આત્મામાં હોય છે; નથી અતિવ્યાપ્તિ દોષ, કેમ કે જ્ઞાન આત્મા સિવાય કોઈ પણ દ્રવ્યમાં હોતું નથી; નથી અસંભવ દોષ, કેમ કે બધા આત્મામાં જ્ઞાન તો સ્પષ્ટ જોવામાં આવે છે. જ્ઞાન સર્વ આત્મામાં, તેની સર્વ અવસ્થાઓમાં પ્રાપ્ત થાય છે અને અનાત્મામાં કદી પણ પ્રાપ્ત થતું નથી. આત્મા સદાજ્ઞાનવંત, પદાર્થોનો બોધ કરનાર ઉપયોગસ્વભાવી છે. જ્ઞાન લક્ષણથી જ આત્મા બીજાં દ્રવ્યોથી જુદો પડે છે. ઉપયોગ એ જ આત્માને સર્વથી જુદું પાડનારું અસાધારણ લક્ષણ છે. આત્મા એ લક્ષ્ય છે અને ઉપયોગ એ તેનું લક્ષણ. ઉપયોગ આત્માનું યથાર્થ લક્ષણ છે. ૧ શ્રી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીને લખેલા પત્રમાં શ્રીમદ્ ચૈતન્યાત્મક આત્માના આ લક્ષણ વિષે પ્રકાશ પાડે છે કે – ચૈતન્ય' અને “જડ” એ બે ઓળખવાને માટે તે બન્ને વચ્ચે જે ભિન્ન ધર્મ છે તે પ્રથમ ઓળખાવો જોઈએ; અને તે ભિન્ન ધર્મમાં પણ મુખ્ય ભિન્ન ધર્મ જે ઓળખવાનો છે તે આ છે કે, “ચૈતન્યમાં “ઉપયોગ' (કોઈ પણ વસ્તુનો જે વડે બોધ થાય તે વસ્તુ) રહ્યો છે અને જડમાં તે નથી. અહીં કદાપિ આમ કોઈ નિર્ણય કરવા ઇચ્છે કે, “જડ”માં “શબ્દ”, “સ્પર્શ', “રૂપ', 'રસ' અને “ગંધ' એ શક્તિઓ રહી છે; અને ચૈતન્યમાં તે નથી; પણ એ ભિન્નતા આકાશની અપેક્ષા લેતાં ન સમજાય તેવી છે, કારણ તેવા કેટલાક ગુણો આકાશમાં પણ રહ્યા છે; જેવા કે; નિરંજન, નિરાકાર, અરૂપી ઇ, તે તે આત્માની સદશ ગણી શકાય; કારણ ભિન્ન ધર્મ ના રહ્યા, પરંતુ ભિન્ન ધર્મ “ઉપયોગ' નામનો આગળ કહેલો ગુણ તે દર્શાવે છે; અને પછીથી જડ ચૈતન્યનું સ્વરૂપ સમજવું સુગમ પડે છે.' આત્મા ઉપયોગસ્વભાવી છે. તે પદાર્થને જુએ-જાણે છે. આત્માનું લક્ષણ જોવુંજાણવું છે, જ્યારે દેહ જોઈ-જાણી શકતો નથી. જ્ઞાન એ આત્માનું લક્ષણ છે અને ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર', અધ્યાય ૨, સૂત્ર ૮ “ઉપયોગો ક્ષUTF I’ ૨- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૯૦ (પત્રાંક-૬૪) Page #134 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૯ ૧૦૧ સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ એ પુદ્ગલાત્મક દેહનાં લક્ષણો છે. જ્ઞાન સર્વ આત્મામાં વિદ્યમાન છે, જ્યારે રૂપીપણું સર્વ પુદ્ગલાત્મક દેહમાં વિદ્યમાન છે. આત્મામાં રૂપીપણું નથી અને દેહમાં જ્ઞાન નથી. આત્મા અરૂપી જ્ઞાયકતત્ત્વ છે, જ્યારે દેહ રૂપી, જડસ્વભાવી સ્કંધ છે. આત્મા અરૂપી પદાર્થ હોવાથી ઇન્દ્રિયગોચર નથી અને દેહ રૂપી પદાર્થ હોવાથી ઇન્દ્રિયગોચર છે. આ પ્રમાણે આત્મા અને દેહ બનેનાં લક્ષણ જુદાં જુદાં છે. આત્મા ક્યારે પણ દેહના લક્ષણરૂપે થતો નથી અને દેહ ક્યારે પણ આત્માના લક્ષણરૂપે થતો નથી. પોતપોતાનાં વિશિષ્ટ લક્ષણ વડે આત્મા અને દેહ ભિન્ન ભિન્ન ઓળખાય છે. જીવને દેહાધ્યાસ થઈ ગયો છે, તેથી દેહથી પોતાનું જુદાપણું તેને ભાસતું નથી, પરંતુ લક્ષણની વિચારણા કરતાં જણાય છે કે આત્મા અને દેહનાં લક્ષણો એકબીજાથી જુદાં છે. જેનાં લક્ષણો ભિન્ન હોય તે એક હોઈ શકે જ નહીં. પ્રગટ લક્ષણોથી આત્મા અને દેહની ભિન્નતાનું ભાન થાય છે. લક્ષણ દ્વારા આત્મસ્વભાવનો નિર્ણય થાય છે. આત્માને જાણવાની વિધિ બતાવતાં બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી લખે છે કે – આત્મા શાથી જણાય? વિચારપૂર્વક ભેદ પાડવાથી. અગ્નિ હોય તે ચીપિયાથી પકડાય તેમ આત્મા ઓળખવા તેનાં લક્ષણો વિચારે; જ્ઞાન દર્શન રૂપ તે જ આત્મા. તેને બીજા વિભાવો, ઇચ્છાઓ, સંકલ્પ વિકલ્પ આદિથી જુદો પાડે. બુદ્ધિરૂપી છીણીથી જડ ચેતનનાં લક્ષણ જુદાં જુદાં વિચારે. બધામાં જાણનાર જોનાર જુદો છે, તે આત્મા છે.” કોઈ પણ વસ્તુનું જ્ઞાન તેના લક્ષણ દ્વારા થાય છે, તેથી દેહ અને આત્માનું યથાર્થ જ્ઞાન કરવા તેનાં લક્ષણો જાણવાં જોઈએ. જો તેમ ન કરવામાં આવે તો એકને બદલે બીજું ગ્રહણ થાય, મનાય. મીઠાના ગાંગડા અને સાકરના ગાંગડા સરખા આકારના અને સરખા રંગના હોવાથી ભૂલ થવાની સંભાવના છે, પણ તે બન્નેના સ્વાદમાં ભેદ છે. સ્વાદની પરીક્ષા કરવામાં આવે તો ભૂલ થતી નથી; તેમ દેહ પુદ્ગલપરમાણુઓના સંયોગરૂપ છે, તેથી પુદ્ગલના ગુણો સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ જ્યાં જણાય ત્યાં અરૂપી, અસંયોગી એવો આત્મા ન હોય એમ પરીક્ષા કરવાથી દેહ દેહરૂપે જણાય છે; અને આત્માનું લક્ષણ જ્ઞાન છે, તેથી જ્ઞાન જ્યાં હોય ત્યાં આત્મા મનાય છે. આ રીતે પરીક્ષા કરવાથી વિપરીત માન્યતારૂપ ભૂલ ટળે છે. આત્મા અને દેહનાં લક્ષણોનો વિચાર કરવાથી ભૂલ ભાંગે છે. જેને દેહનો પરિચય છે પરંતુ આત્માની ઓળખાણ નથી તેને, તે બન્નેનાં લક્ષણ દ્વારા બન્નેના અલગ સ્વતંત્ર સ્વભાવનો ખ્યાલ આવે, તેમજ સ્વભાવની ભિન્નતા કાયમ રહીને પણ ૧- બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી, આત્મસિદ્ધિ વિવેચન', બીજી આવૃત્તિ, પૃ. ૩૬-૩૭ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કઈ રીતે તે બન્ને વચ્ચે સંયોગ સંબંધ હોય છે તેનો ખ્યાલ આવે તો તેની ભૂલ ભાંગે. તે પોતાને જ્ઞાયક તરીકે સ્વીકારે અને દેહને પરશેય તરીકે અલગ ખ્યાલમાં લે અને બન્ને વચ્ચે તાદાભ્ય સંબંધ ન સ્થાપતાં સંયોગ સંબંધ સ્થાપે તો અનાદિના દોષનો અભાવ થાય છે. જ્ઞાન લક્ષણ દ્વારા આત્માની ઓળખાણ થતાં, સ્વરૂપ સાથેના તદ્રુપ સંબંધ અને દેહ સાથેના અતૂપ સંબંધની ઓળખ થતાં તેની અનાદિ ભાંતિ તૂટે છે. પોતાના જ્ઞાન લક્ષણ વડે આત્માને જાણવો જોઈએ. પોતાનું જ્ઞાન લક્ષણ વર્તમાનમાં પ્રગટ છે. તે લક્ષણથી લક્ષ્યભૂત એવા પોતાના સાચા સ્વરૂપને સમજવું જોઈએ. જ્ઞાન લક્ષણ દ્વારા આત્મારૂપી લક્ષ્યની ઓળખાણ કરી દેહરૂપી અલક્ષ્યથી ભિન્નતા સાધવી જોઈએ. જ્ઞાન લક્ષણથી આત્માની ઓળખાણ થાય તો જરૂર ભેદજ્ઞાન થઈ શકે છે. જ્ઞાન લક્ષણ દ્વારા આત્માને ઓળખીને ભેદજ્ઞાન કરવું એ જ પ્રયોજનભૂત છે. જ્ઞાન લક્ષણ દ્વારા આત્માને ઓળખીને ભેદજ્ઞાન કરતાં દેહાધ્યાસ ટળે છે. આમ, દેહાધ્યાસના કારણે આત્મા અને દેહ એકરૂપ ભાસે છે, પણ તે મિથ્યા છે; કારણ કે પ્રગટ લક્ષણભેદથી આત્મા અને દેહ પ્રગટ ભિન્ન જણાય છે. આ જ વાતને હવે પછીની ગાથામાં દૃષ્ટાંત વડે સમજાવ્યા પછી, શિષ્યની પૃથક પૃથક દલીલોનું સમાધાન કરી, આત્મા સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી ચેતન વસ્તુ છે એમ શ્રીગુરુ સિદ્ધ કરી આપશે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ જ એક; મોહ મહા મદ ઘેનથી, એ મોટો અવિવેક. એ અવિવેક વડે કહે, આત્મા દેહ સમાન; જેમ મદિરા કેફથી, થાય ઘણું બેભાન. જીવ શરીરની એકતા, મોહે મનાય તેમ; પણ તે બન્ને ભિન્ન છે, તેલ તિલોથી જેમ. સદગુરુ જ્ઞાન હૃદય વિષે, જડ ચેતનનું જ્ઞાન; સમજાયે જુદા જુદા, પ્રગટ લક્ષણે ભાન.' ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૨૫ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૧૯૩-૧૯૬) Page #136 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૫૦ ตอน นในเจ้าท, หเchtาหนๆ, yeol ) ตา (6) e eu มาจงดีเจ. Page #137 -------------------------------------------------------------------------- ________________ Page #138 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૫૦ અર્થ ગાથા ૪૯માં શ્રીગુરુએ શિષ્યને કહ્યું કે દેહાધ્યાસના કારણે દેહ જ આત્માભૂમિકા 2] રૂપ ભાસે છે, પરંતુ તે બન્ને વસ્તુઓ તદ્દન ભિન્ન છે, કારણ કે બન્નેનાં લક્ષણો ભિન્ન ભિન્ન છે. આમ, આત્મા એક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો પદાર્થ છે એમ બતાવી, તે જ નિશ્ચયને પુનઃ દઢ કરાવવા માટે તે જ ગાથાના પ્રથમ ત્રણ ચરણની પુનરુક્તિ કરી, એ સિદ્ધાંતને એક સમર્થ દષ્ટાંતથી સ્પષ્ટ કરતાં શ્રીગુરુ કહે છે – ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; ગાથા પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન.” (૫૦) અનાદિકાળથી અજ્ઞાનને લીધે દેહના પરિચયથી દેહ જ આત્મા ભાસ્યો છે; અથવા દેહ જેવો આત્મા ભાસ્યો છે; પણ જેમ તરવાર ને મ્યાન, મ્યાનરૂપ લાગતાં છતાં બન્ને જુદાં જુદાં છે, તેમ આત્મા અને દેહ બન્ને જુદા જુદા છે. (૫૦) દેહાત્મબુદ્ધિના મહાદોષથી થતી હાનિનો સ્પષ્ટ ખ્યાલ આપવા શ્રીગુરુ (નાવાય] પુનરુક્તિ દ્વારા તે દોષની ગંભીરતા પ્રત્યે શિષ્યનું લક્ષ દોરે છે. શિષ્યના હૃદયમાં આ વાત સચોટતાથી ઊતરી જાય અને એ ભૂલના નાશ પ્રત્યે તેની સમગ્ર ચિત્તવૃત્તિ એકાગ્ર થાય તે અર્થે શ્રીગુરુ ઉપદેશે છે કે દેહાધ્યાસના કારણે દેહ અને આત્મા વચ્ચેનો ભેદ લક્ષમાં આવતો નથી. તે બન્ને એકરૂપ ભાસે છે, પણ તે બન્ને મ્યાન અને તલવારની જેમ સ્પષ્ટ જુદા છે. તલવાર અને મ્યાન બાહ્ય દૃષ્ટિથી માનરૂપ જણાવા છતાં જુદાં જુદાં છે, તેમ આત્મા અને દેહ દેહરૂપે જણાવા છતાં તદ્દન ભિન્ન છે. તલવાર જે કામ કરી શકે છે તે મ્યાન કરી શકતું નથી અને મ્યાન જે કામ કરી શકે તે તલવાર કરી શકતી નથી. જેમ મ્યાન અને તલવાર અને ભિન્ન છે, તેમ દેહ અને આત્મા તેના લક્ષણભેદે સ્પષ્ટપણે ભિન્ન છે. મ્યાનમાં વર્ષો પર્યત તલવાર રહેવા છતાં તલવાર મ્યાનરૂપ થઈ જતી નથી, તેમ અનાદિથી દેહના સંયોગમાં રહેવા છતાં પણ આત્મા દેહરૂપ થઈ ગયો નથી. ત્રણે કાળ તે બન્ને ભિન્ન જ રહે છે. - અનાદિ કાળના દેહાધ્યાસના કારણે અજ્ઞાની જીવને દેહ અને આત્મા વિશેષાર્થ | એકરૂપ ભાસે છે, પણ તે બને ભિન્ન છે. જીવને તે બન્ને એકરૂપ જ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧/૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન લાગે છે, પરંતુ દેહ અને આત્મા સંયોગના કારણે એકરૂપ દેખાતા હોવા છતાં તે બન્ને કદી પણ એક થયા નથી. આત્મા જે દેહને ધારણ કરે છે, એ દેહથી તે અભિન્ન જણાતો હોવા છતાં પણ વાસ્તવમાં આત્મા અને દેહ ભિન્ન ભિન્ન છે. દેહ એ આત્માને રહેવા માટેનું ઘર છે. આત્મા દેહમાં રહે છે, પરંતુ તે ક્યારે પણ દેહરૂપ થતો નથી. આત્મા દેહથી જુદો ને જુદો જ છે. દેહ જડ પરમાણુઓનો પૂંજ છે. ક્ષણે ક્ષણે પરમાણુઓ તેમાં ભળે છે અને છૂટાં પડે છે, પણ તેના કારણે આત્મામાં કોઈ પણ પ્રકારની વધ-ઘટ થતી નથી. પુદ્ગલના પિંડથી ચૈતન્યપિંડ તદન જુદો છે. કપડાં અને દેહનો જેવો સંબંધ છે, તેવો સંબંધ દેહ અને આત્માનો છે. જેમ દેહ અને વસ્ત્ર એકમેક જેવાં ભાસે છે, પણ વાસ્તવમાં જુદાં છે; તેમ આત્મા અને દેહ પણ ભિન્ન છે. વસ્ત્ર મેલું થતાં, ફાટી જતાં કે નાશ પામતાં દેહ મેલો થતો નથી, ફાટી જતો નથી કે નાશ પામતો નથી; તેમ દેહ મેલો થાય, ચિરાય કે નાશ પામે તો આત્મા મેલો થતો નથી, ચિરાતો નથી કે નાશ પામતો નથી. દેહની જીર્ણતાથી કે વિનાશથી આત્મા જીર્ણ કે વિનષ્ટ થતો નથી. જેમ કોઈ બુદ્ધિમાન મનુષ્ય લાલ વસ્ત્રથી દેહને લાલ માનતો નથી, તેમ જ્ઞાની દેહ લાલ હોવાથી આત્માને લાલ માનતા નથી. જેમ કોઈ બુદ્ધિમાન મનુષ્ય વસ્ત્ર જીર્ણ થવાથી દેહને જીર્ણ થયેલો માનતો નથી, તેમ જ્ઞાની દેહની જીર્ણતાથી આત્માને જીર્ણ થયેલો માનતા નથી. જેમ કોઈ બુદ્ધિમાન મનુષ્ય વસ્ત્રનાશથી દેહનો નાશ માનતો નથી, તેમ જ્ઞાની પણ દેહના નાશથી આત્માનો નાશ માનતા નથી. જેમ કોઈ બુદ્ધિમાન મનુષ્ય વસ્ત્રને દેહથી ભિન્ન માને છે, તેમ જ્ઞાની દેહને આત્માથી જુદો માને છે. ૧ જ્ઞાની દેહના ધર્મોને આત્માના ધર્મો માનતા નથી, કારણ કે દેહ અને આત્માનાં લક્ષણ જુદાં જુદાં છે. આત્માનું લક્ષણ જાણપણું છે, જ્યારે દેહ તો જાણપણારહિત છે, જડ છે, પૌગલિક છે. મૃત દેહને જોતાં પ્રત્યક્ષ સમજાય છે કે મડદું પડી રહ્યું છે અને ૧- જુઓ : આચાર્યશ્રી યોગીન્દુદેવકૃત, ‘પરમાત્મપ્રકાશ', અધિકાર ૨, ગાથા ૧૭૮-૧૮૧ 'रत्तें वत्थे जेम बुहु देहु ण मण्णइ रत्तु । देहिं रत्तिं णाणि तहँ अप्पु ण मण्णइ रत्तु ।। जिण्णि वत्थिं जेम बह देह ण मण्णइ जिण्ण । देहिं जिण्णि णाणि तहँ अप्पु ण मण्णइ जिण्णु ।। वत्थु पणट्टइ जेम बुहु देहु ण मण्णइ णटु । णठे देहे णाणि तहँ अप्पु ण मण्णइ णटु ।। भिण्णउ वत्थु जि जेम जिय देहहँ मण्णइ णाणि । देह वि भिण्णउँ णाणि तहँ अप्पहँ मण्णइ जाणि ।।' Page #140 -------------------------------------------------------------------------- ________________ ગાથા-પ૦ ૧૦૭ જાણનારો તેમાંથી નીકળી અન્યત્ર ચાલ્યો ગયો છે. દેહ તો અચેતન છે, તેમાં જાણવાની શક્તિ નથી. જાણવાની શક્તિવાળો ચૈતન્ય આત્મા દેહના માધ્યમથી આંખ, કાન, નાક, જીભ અને ચામડી વડે બહારના પદાર્થોને જાણે છે. આત્મા ચેતન છે, દેહ જડ છે. આત્મા અરૂપી છે, દેહ રૂપી છે. આત્મા જ્ઞાન લક્ષણથી લક્ષિત છે અને દેહ સ્પર્ધાદિ લક્ષણથી લક્ષિત છે. બન્નેનાં લક્ષણો જુદાં છે અને સ્પષ્ટ અનુભવમાં આવે છે. આત્મા દેહમાં છે અને દેહ જેટલો છે, એટલે કે દેહપ્રમાણ છે. જેમ ઘડામાં રહેલું પાણી ઘડાકારે હોવા છતાં ઘડાથી જુદું છે, તેમ દેહમાં બિરાજમાન આત્મા દેહાકારે હોવા છતાં દેથી ભિન્ન છે અને લક્ષણભેદે પ્રગટ ભિન્ન જણાય છે. આમ, પ્રગટ લક્ષણોથી તે બન્ને ભિન્ન હોવા છતાં અનાદિ કાળની મિથ્યા દષ્ટિના કારણે દેહ અને આત્માનો ભેદ લક્ષમાં આવતો નથી. જીવ અજ્ઞાનના કારણે પોતાને દેહરૂપ જ માને છે. આ અભિપ્રાયની ભૂલ છે, અર્થાત્ મિથ્યાત્વ છે અને મિથ્યાત્વ એ સૌથી મોટામાં મોટું પાપ છે. ‘દેહ તે હું છું' એમ ભાસતાં દેહની ક્રિયા હું કરું છું' એવું જીવને લાગે છે. દેહ આત્માથી જુદો હોવા છતાં તે એમ માને છે કે દેહનાં કામ હું કરું છું.' દેહ અને પોતામાં એકતા ભાસતી હોવાથી દેહ સંબંધી વસ્તુઓમાં તેને મારાપણું થાય છે. પરપદાર્થો ક્યારે પણ આત્માના થઈ શકતા નથી, છતાં તે એને પોતાના જાણે છે. તે દેહને અનુકૂળ સામગ્રીમાં રાગ કરે છે અને પ્રતિકૂળ સામગ્રીમાં વેષ કરે છે. જ્યારે અનુકૂળ સંયોગ મળે છે ત્યારે સુખ માનીને તે રાજી થઈ જાય છે, રાગમાં લયલીન થઈ જાય છે અને જ્યારે તેનો વિયોગ થાય છે ત્યારે તે સંતાપ કરે છે, શોકમાં તલ્લીન થઈ જાય છે. બાહ્ય સંયોગોથી જ પોતાને સુખી-દુ:ખી માનીને, તેમાં જ રાગદ્વેષ કરી તે દુઃખી થાય છે. આમ, ‘હું દેહ છું' ની દેઢ માન્યતા જ રાગ-દ્વેષરૂપ વૃક્ષની જડ છે, સંસારદુઃખનું મૂળ છે. સંસારદુઃખનું મૂળ કારણ દેહમાં આત્માની ભાંતિ રાખવી તે જ છે. તેથી જ આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામી ‘સમાધિતંત્ર'માં કહે છે કે હે જીવ! આ જડ દેહમાં આત્મબુદ્ધિ કરવી તે સંસારદુઃખનું મૂળ કારણ છે, માટે દેહમાં આત્મપણાની મિથ્યા કલ્પના છોડીને બાહ્ય વિષયો તરફની પ્રવૃત્તિ રોક અને અંતરમાં - ચૈતન્યસ્વરૂપમાં પ્રવેશ કર.'૧ જ્ઞાનસ્વરૂપી આત્મા સિવાય બાહ્ય સંયોગોથી પોતાને જે ઠીક-અઠીક માને છે તે બહિરાત્મા છે. તે બહારમાં જ પોતાનું અસ્તિત્વ માને છે. પોતાના દેહથી ભિન્ન એવા ૧- જુઓ : આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકૃત, ‘સમાધિતંત્ર', શ્લોક ૧૫ 'मूलं संसारदुःखस्य देह एवात्मधीस्ततः । त्यक्त्वनां प्रविशेदन्तर्बहिरव्यापृतेन्द्रियः ।।' Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ચૈતન્યના અસ્તિત્વને તે જાણતો નથી. ‘દેહ તે જ હું અને દેહના સંબંધી તે બધા મારા સંબંધી' એવો દઢ અભિપ્રાય તેને ઘૂંટાઈ ગયો છે, એટલે તે પરમાં મમબુદ્ધિ કરી દુઃખી થાય છે. દેહાધ્યાસના સદ્ભાવમાં તેનું સર્વ પરિણમન વિપરીત થાય છે અને તે વ્યાકુળતાનું વેદન કરે છે, માટે જીવે દેહાત્મબુદ્ધિ છોડવી જોઈએ. આત્મામાં અહંબુદ્ધિ કરવી જોઈએ અને દેહમાં કરેલી અહેબુદ્ધિ છોડવી જોઈએ. તે અર્થે તત્ત્વનું સ્વરૂપ સમ્યપણે સમજવા યોગ્ય છે. જીવની ભૂલ સુધારવા માટે આત્મા અને દેહ બન્નેના સ્વભાવનું વિશ્લેષણ જરૂરી છે. આત્મા અને દેહનો વિશિષ્ટ સંબંધ હોવા છતાં આત્મા અને દેહ બને સ્વભાવથી સદા માટે અત્યંત ભિન્ન રહેલા છે તે નિર્ણય ખૂબ જ અગત્યનો છે. જીવે બન્નેના સ્વભાવની ભિન્નતા ખ્યાલમાં લેવી જોઈએ. બે સ્વભાવ ક્યારે પણ એક થયા નથી અને એક થઈ શકતા પણ નથી એ સિદ્ધાંત સમજીને સ્વીકારવો જોઈએ. ઘઉં, ચોખા વગેરે અનાજ ફોતરા સહિત જ ઊગે છે, છતાં ફોતરાને કાઢીને તે અનાજનો ઉપયોગ કરવામાં આવે છે; તેમ આત્મા અનાદિથી દેહ સાથે સંયોગી ભાવથી જોડાયેલો છે, તે છતાં પણ સ્વભાવની ભિન્નતા એવી ને એવી સલામત જ રહે છે તેનો નિશ્ચય કરીને સ્વભાવદૃષ્ટિ વડે આત્માને દેહથી જુદો પાડવાનો છે. યથાર્થ વસ્તુસ્વરૂપ લક્ષમાં આવતાં જીવની ભાંતિ નિર્મૂળ થાય છે અને બન્ને દ્રવ્ય યથાર્થપણે ભાસે છે. શ્રીમદ્ લખે છે – ભ્રમમાં પૂર્વને પશ્ચિમ અને પશ્ચિમને પૂર્વ માન્યા છતાં પૂર્વ તે પૂર્વ અને પશ્ચિમ તે પશ્ચિમ દિશા જ હતી, માત્ર ભ્રમથી વિપરીત ભાસતું હતું, તેમ અજ્ઞાનમાં પણ દેહ તે દેહ અને આત્મા તે આત્મા જ છતાં તેમ ભાસતા નથી એ વિપરીત ભાસવું છે. તે યથાર્થ સમજાયે, ભ્રમ નિવૃત્ત થવાથી દેહ દેહ જ ભાસે છે, અને આત્મા આત્મા જ ભાસે છે; અને જાણવારૂપ સ્વભાવ વિપરીતપણાને ભજતો હતો તે સમ્યકપણાને ભજે છે.” દેહ પુદ્ગલપરમાણુઓના સંયોગરૂપ હોવાથી જડ છે અને પોતે જ્ઞાનગુણવાળો આત્મા છે એમ ભેદજ્ઞાનનો નિરંતર અભ્યાસ કરતાં દેહાધ્યાસ નાશ પામે છે અને આત્મતત્ત્વનો પ્રત્યક્ષ અનુભવ થાય છે. ભટ્ટારક શ્રી જ્ઞાનભૂષણજી 'તત્ત્વજ્ઞાનતરંગિણી'માં કહે છે કે સુવર્ણ પાષાણમાંથી જેમ સુવર્ણને, મલિન વસ્ત્રમાંથી જેમ સ્વચ્છ વસ્ત્રને, ત્રાંબુરૂપે આદિ ધાતુઓના મિશ્રણમાંથી જેમ સુવર્ણને, તપેલા લોઢામાંથી જેમ અગ્નિને, કાદવમાંથી જેમ પાણીને, મોરપીંછમાંથી જેમ કામને, તલમાંથી જેમ તેલને, ત્રાંબા આદિ ધાતુઓમાંથી જેમ ચાંદીને, દૂધમાંથી જેમ પાણીને કે ઘીને - જુદા જુદા ઉપાયો વડે જેમ દરેકને જુદા કરી શકાય છે; તેમ દેહથી આત્માને જુદો કરવાનો, જાણવાનો, અનુભવવાનો એક, અનન્ય અને અચૂક ઉપાય ભેદજ્ઞાન છે. એ ભેદજ્ઞાન વડે ભેદજ્ઞાની ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૯૮ (પત્રાંક-૭૭૦) Page #142 -------------------------------------------------------------------------- ________________ ગાથા-પી ૧૦૯ પુરુષ પોતાના આત્માને દેહ આદિ સર્વ પરથી ભિન્ન જાણી, સાક્ષાત્ અનુભવી, પરમ આત્મિક સુખને આસ્વાદે છે.' ‘હું આત્મા છું અને દેહ તો પર છે, તે કોઈ દિવસ મારો થતો નથી' એમ ચિંતવન કરવું ઘટે છે. “આ અરૂપી જ્ઞાયકતત્ત્વ તે હું છું' એમ જ્ઞાયકની ભિન્ન સત્તા સ્થાપવી ઘટે છે અને તેનું સ્વતંત્ર અસ્તિત્વ વારંવાર ભાવવું ઘટે છે. દેહ અને આત્મા બન્ને જુદા જુદા છે એવી ભેદજ્ઞાનની ભાવના દઢ કરવા, શ્રીમદે આ ગાથામાં મ્યાન અને તલવારનું ઉદાહરણ આપ્યું છે. મ્યાનમાં તલવાર હોવા છતાં જોનારને માત્ર મ્યાન જ દેખાય છે, તલવાર દેખાતી નથી; પરંતુ તલવાર અને મ્યાન બન્નેનું અસ્તિત્વ જુદું જુદું છે. જેમ તલવાર અને મ્યાન બાહ્ય દૃષ્ટિએ મ્યાનરૂપ જણાવા છતાં જુદાં છે, તેમ દેહ અને આત્મા બાહ્ય દષ્ટિએ દેહરૂપે જણાવા છતાં ભિન્ન જ છે. કોઈ અજ્ઞાનતાથી મ્યાનને જ તલવાર સમજી બેસે છે, તેમ અનાદિ કાળના દેહાધ્યાસથી જીવને દેહ અને આત્મામાં એકાત્મતા ભાસે છે, પરંતુ આત્માનું દેહથી સ્વતંત્ર અસ્તિત્વ છે એમાં કોઈ સંદેહ નથી. આચાર્યશ્રી અમૃતચંદ્રદેવ ‘સમયસારકલશ'માં ફરમાવે છે કે જેમ સોનાના મ્યાનમાં રહેલી તલવાર વ્યવહારથી સોનાની કહેવાય, પરંતુ તેને બહાર કાઢતાં લોકો ખ્યાનને સોનાનું જુએ છે, કોઈ રીતે પણ તલવારને સોનાની થયેલી જોતા નથી; તેમ વર્ણાદિ સર્વ એક પુદ્ગલની જ બનાવટ હોવાથી તે પુદ્ગલરૂપ જ છે, આત્મારૂપ નથી. આત્મા તો સર્વથી જુદો વિજ્ઞાનઘન છે એમ જાણો, ૨ સોનાની મ્યાનના કારણે લોકો તલવાર સોનાની કહે છે. તલવાર લોખંડની છે અને તલવારનું મ્યાન સોનાનું છે. સોનાના ખ્યાનના સંયોગના કારણે વચનવ્યવહારથી સોનાની તલવાર કહેવાય છે, પણ ખરેખર તો તલવાર લોખંડની જ છે અને માત્ર ૧- જુઓ : ભટ્ટારક શ્રી જ્ઞાનભૂષણજીરચિત, ‘તત્ત્વજ્ઞાનતરંગિણી' , અધ્યાય ૮, શ્લોક ૨ 'स्वर्णं पाषाणसूताद्वसनमिव मलात्ताम्ररूप्यादि हेम्नो वा लोहादग्निरिक्षो रस इह जलवत्कर्दमात्केकिपक्षात तामं तैलं तिलादेः रजतमिव किलोपायतस्ताम्रमुख्यात दुग्धान्नीरं घृतं च क्रियत इव पृथक ज्ञानिनात्मा शरीरात् ।।' ૨- જુઓ : આચાર્યશ્રી અમૃતચંદ્રદેવકૃત, ‘સમયસારકલશ', કલશ ૩૮, ૩૯ 'निर्वय॑ते येन यदत्र किंचित् तदेव तत्स्यान्न कथं च नान्यत् । रूक्मेण निर्वृत्तमिहासिकोशं पश्यति रूक्मं न कथंचनासिम् ।। वर्णादि सामग्र्यमिदं विदंतु निर्माणमेकस्य हि पुद्गलस्य । ततोऽस्त्विदं पुदगल एव नात्मा यतः स विज्ञानघनस्ततोऽन्यः ।।' Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન મ્યાન જ સોનાનું છે. તેમ પુદ્ગલમય દેહના સંયોગ સંબંધના કારણે વચનવ્યવહારમાં આત્મા દેહરૂપ કહેવાય છે. દેહાધ્યાસથી આત્મા દેહ સમાન ભાસે, પણ તત્ત્વદષ્ટિથી જોતાં દેહ પુદ્ગલમય છે, આત્મા ચેતનમય છે. આ સિદ્ધાંતને સરળ ભાષામાં વર્ણવતાં પંડિત શ્રી બનારસીદાસજી ‘સમયસારનાટક ના અજીવ દ્વારમાં લખે છે – ‘વદિ નો , ન પાન સંયોગ | न्यारौ निरखत म्यानसों, लोह कहें सब लोग ।।' સુવર્ણમ્યાનના સંયોગે તલવાર પણ સુવર્ણની કહેવાતી હોય છે, પણ તલવાર તો લોખંડની છે. સોનાના મ્યાનમાં રહેવા છતાં પણ તે સોનાની થઈ જતી નથી, અર્થાતુ તે તલવારપણું છોડી મ્યાનરૂપ બની જતી નથી. જ્યારે તેને માનથી અલગ કરીને જોવામાં આવે છે ત્યારે સર્વ લોક તેને લોખંડની જ કહે છે. આમ, દેહાધ્યાસના કારણે આત્મા દેહ સમાન જણાય છે, પણ તે બન્ને મ્યાન અને તલવારની જેમ ભિન્ન છે. મ્યાનમાંથી તલવાર બહાર કાઢી જેમ તે બન્ને પદાર્થોની ભિન્નતા સિદ્ધ કરી શકાય છે, તેમ પુદ્ગલમય દેહથી જુદા એવા ચૈતન્યમય આત્માને જ્ઞાનીપુરુષો લક્ષણ દ્વારા સિદ્ધ કરી આપે છે. શ્રીમદે મ્યાન અને તલવારના દષ્ટાંતે દેહથી ભિન્ન આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ અત્યંત સરળ રીતે સિદ્ધ કરી બતાવ્યું છે. મ્યાન અને તલવારના દૃષ્ટાંત વડે દેહ અને આત્માની ભિન્નતા દર્શાવવાની સાથે સાથે શ્રીમનો હેતુ આત્માને દેહપ્રમાણ બતાવવાનો પણ હોઈ શકે, જૈન દર્શન અનુસાર આત્મા દેહથી ભિન્ન છે, દેહના આકારે રહેલો છે અને દેહ જેવડો છે. આત્મા દેહના પરિમાણ અનુસાર તેમાં વ્યાપીને રહે છે. પારાગમણિ જો દૂધમાં નાખવામાં આવે તો દૂધના પરિમાણ જેટલો જ તેનો પ્રકાશ પ્રસરે છે, તેવી જ રીતે આત્મા જે દેહમાં રહે છે તે દેહપ્રમાણ તે રહે છે. જેટલો દેહ ધારણ કર્યો હોય તેટલામાં આત્મા પોતાના પ્રદેશોને પ્રસારીને રહે છે. આત્મા અસંખ્યાત પ્રદેશપ્રમાણ છે. અંદરાજલોકસ્વરૂપ આકાશના જેટલા પ્રદેશો છે, તેટલા જ આત્માના પ્રદેશો છે. પરંતુ આત્મામાં એક વિશિષ્ટ ગુણ છે - સંકોચવિકાસશીલતાનો. જૈનમત અનુસાર આત્મા સંકોચ-વિકાસશીલ ગુણધારી છે. આત્માનો સંકોચ અને વિસ્તાર દેહપ્રમાણ થાય છે. આત્માના પ્રદેશો સંકોચશીલ અને વિસ્તારશીલ ૧- પંડિત શ્રી બનારસીદાસજીકૃત, ‘સમયસારનાટક', અજીવધાર, દોહા ૭ ૨- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘પંચાસ્તિકાય', ગાથા ૩૩ 'जह पउमरायरयणं खित्तं खीरे पभासयदि खीरं । तह देही देहत्थो सदेहमित्तं पभासयदि ।।' Page #144 -------------------------------------------------------------------------- ________________ ગાથા-પ૦ ૧૧૧ સ્વભાવવાળા હોવાથી જીવ નાના-મોટા દેહ પ્રમાણે સ્વદેહપ્રમાણ થાય છે. જો દેહ નાનો કીડી જેવો મળે તો આત્મા સંકોચાઈને એટલા નાના દેહમાં જ રહે છે અને જો દેહ કીડી કરતાં મોટો - મંકોડાનો, વાંદાનો, બકરીનો, ઘોડાનો, ઊંટનો કે હાથીનો મળે તો આત્મા ફેલાઈને એટલા દેહમાં રહે છે. જે વખતે જીવને જેટલો દેહ મળે, તે વખતે જીવ તેટલા વિસ્તારમાં રહે છે. કેટલો સંકોચ અને વિકાસ થાય તેનો આધાર જીવને મળેલા દેહ ઉપર છે.' આત્માના સંકોચ-વિકાસના ગુણને સમજાવવા માટે આચાર્યશ્રી ઉમાસ્વાતિજીએ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં આત્મપ્રદેશને દીપકની ઉપમા આપી છે. એક નાના ડબ્બામાં જ્યારે દીપકને મૂકવામાં આવે છે ત્યારે તેનો પ્રકાશ ડબ્બા પૂરતો જ પ્રસરે છે. તે જ દીપક જ્યારે કુંડીમાં મૂકવામાં આવે ત્યારે તેનો પ્રકાશ તેટલી જગ્યામાં વ્યાપીને રહે છે. તે દીપકને જ્યારે એક ઓરડીમાં મૂકવામાં આવે ત્યારે દીપક તે ઓરડીને પ્રકાશિત કરે છે અને જો તેને મોટા ઓરડામાં રાખવામાં આવે ત્યારે તેનો પ્રકાશ તે આખા ઓરડામાં પ્રસરીને રહે છે. ક્રમશઃ બધાં જ સ્થાનો મોટાં મોટાં છે, પણ તે દરેકમાં રાખેલો દીપક તો એ ને એ જ છે; પરંતુ જેમ જેમ ક્ષેત્ર મોટું થતું જાય છે, તેમ તેમ દીપકનો પ્રકાશ પણ વધુ ને વધુ ક્ષેત્રમાં પ્રસરતો જાય છે. દીપકના પ્રકાશને જેટલું ક્ષેત્ર મળે તેટલા પ્રમાણમાં તે પ્રસરીને રહે છે. જેમ દીપકનો પ્રકાશ એને જેટલું ક્ષેત્રફળ મળે છે તેટલામાં રહે છે, તેમ આત્મા પણ જેટલા પરિમાણનો દેહ મળે છે તેટલામાં રહે છે. જે વખતે જે દેહ મળ્યો, તે વખતે આત્મા તે દેહના વિસ્તારમાં આત્મપ્રદેશોને દીપકના પ્રકાશની જેમ પ્રસારીને રહે છે. જીવ પણ દીવાના પ્રકાશની જેમ સંકોચશીલ અને વિકાસશીલ છે. માટે જીવ જ્યારે નાનો-મોટો દેહ ધારણ કરે છે ત્યારે દેહના પરિમાણ પ્રમાણે સંકોચાય છે અને વિસ્તરે છે. આત્મા જે દેહમાં હોય છે, તે દેહમાં પૂર્ણપણે વ્યાપ્ત થઈને રહે છે. તે દેહ જેમ જેમ વધતો જાય છે, લાંબો-જાડો થતો જાય છે, તેમ તેમ આત્મા પણ દેહપ્રમાણ વિસ્તરતો જાય છે અને દેહ પ્રમાણે એનો આકાર બનાવતો જાય છે. દેહ જેમ જેમ મોટો થતો જાય છે, તેમ તેમ આત્મા પણ વિસ્તરતો જાય છે. આત્મપ્રદેશો દેહમાં દીવાના પ્રકાશની જેમ પ્રસરેલા રહે છે. રબરને ખૂબ વધારે ખેંચવામાં આવે તો તેના ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'ની આચાર્યશ્રી પૂજ્યપાદ સ્વામીકૃત ટીકા, ‘સર્વાર્થસિદ્ધિ', અધ્યાય ૫, મૂળ સૂત્ર ૮ની ટીકા 'जीवस्तावत्प्रदेशोऽपि सन् संहरणविसर्पणस्वभावत्वात कर्मनिवर्तितं शरीरमणु महद्वाऽधितिष्ठस्तावदवगाह्य वर्तते। ૨- જઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર', અધ્યાય ૫, સૂત્ર ૧૬, 'प्रदेशसंहार-विसर्गाभ्या-प्रदीपवत् । Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ટુકડા થઈ જાય છે, પરંતુ આત્મા ખૂબ મોટા દેહમાં જાય અને બહુ વિસ્તાર પામે તોપણ તેના ટુકડા થતા નથી. આત્માની શક્તિ ચૌદ રાજલોક પર્યત વ્યાપ્ત થઈ શકવાને યોગ્ય છે, તેથી ગમે તેટલા મોટા દેહમાં વ્યાપ્ત થવા છતાં પણ તેના ટુકડા નથી થતા. તે ખંડિત થતો નથી. હાથીના દેહમાં રહેવાવાળો આત્મા જ્યારે કીડીના દેહમાં પ્રવેશ કરે છે ત્યારે સંકોચાઈ જાય છે, પણ તે ખંડિત થઈને નાનો નથી બનતો. એક વસ્ત્રની ઘડી કરીને એને નાનું બનાવીએ તો એ વસ્ત્રનો ‘સંકોચ' કર્યો કહેવાય છે અને તેને ફાડીને નાનું બનાવીએ તો એનું ખંડન' કર્યું કહેવાય છે. સંકોચ' અને ખંડન'નો આ ફરક લક્ષમાં રાખવાથી આત્માના સંકોચ-વિકાસ ગુણ અને અખંડ ગુણ સમજાય છે. દેહાનુસાર આત્માનું પરિમાણ વધે અથવા ઘટે છે, પરંતુ આત્માની વૃદ્ધિ કે ક્ષય ક્યારે પણ થતાં નથી. જે પ્રમાણે દીપક નાની ઓરડીમાં મૂક્યો હોય તો તેનો પ્રકાશ તે ઓરડીમાં જ પ્રસરે છે અને તેને જ મોટા દિવાનખાનામાં મૂક્યો હોય તો તેનો પ્રકાશ દિવાનખાના જેટલો પ્રસરે છે, પરંતુ દીપકના પ્રકાશની વૃદ્ધિ કે ક્ષય થતાં નથી, દીપક જેટલો હોય તેટલો જ રહે છે; તે જ રીતે દેહનું પ્રમાણ મોટું હોય કે નાનું હોય, આત્મા દેહના આકાર પ્રમાણે વ્યાપીને રહે છે, પણ તેની વૃદ્ધિ અથવા ક્ષય થતાં નથી, દેહનું પ્રમાણ જેટલું પણ હોય - મોર્ટ કે નાનું, આત્મા એ પ્રમાણે વધારે ઓછી જગ્યા રોકે છે, પરંતુ એના પ્રદેશો વધી-ઘટી નથી જતા, એટલા ને એટલા જ રહે છે. ખૂબ વિસ્તાર થયો હોય કે અત્યંત સંકોચાયો હોય - એ બન્ને અવસ્થામાં આત્મપ્રદેશો સરખા જ હોય છે. ‘વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ'ના સાતમા શતકના આઠમા ઉદ્દેશકમાં ભગવાન મહાવીરે કહ્યું છે કે હાથી અને કુંથુ (અતિ સૂક્ષ્મ કીટકોના જીવ સરખા જ છે.' દેહથી ભિન્ન આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ સ્વીકારનારાં દર્શનોમાં પણ આત્માનાં પરિમાણ વિષે અનેક મત જોવા મળે છે. જૈનોએ આત્માને દેહપરિમાણ (દેહપ્રમાણ) કહ્યો છે. ઉપનિષદોમાં આત્માના પરિમાણ વિષે જુદી જુદી કલ્પનાઓ છે. ‘કૌશીતકી ઉપનિષદ્'માં આત્માને દેહવ્યાપી વર્ણવ્યો છે. તેમાં જણાવ્યું છે કે જેમ કરી તેના મ્યાનમાં વ્યાપ્ત છે, જેમ અગ્નિ તેના કુંડમાં વ્યાપ્ત છે; તે જ રીતે આત્મા દેહમાં નખથી. માંડીને શીખ સુધી વ્યાપ્ત છે. ૨ ‘તૈત્તિરીય ઉપનિષદ્ માં આત્માને અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય કહ્યો છે. આ વાત આત્માને દેહપરિમાણ માનવાથી ૧- જુઓ : ‘શ્રી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ', સુત્તકો ૭, ઉદ્દેશ ૮, ગાથા ૨ से णूणं भंते! हत्थिरस य कुंथुस्स य समे चेव जीवे? हंता, गोयमा! हत्थिस्स य कुंथुस्स य एवं जहा रायपसेणइज्जे जाव खुड्डियं वा, महालियं वा, से तेणटेणं गोयमा! जाव समे चेव जीवे!' ૨- જુઓ : કૌષીતકી ઉપનિષદ્', ૪-૨૦ ‘स एष प्राण एवं प्रज्ञात्मेदं शरीरमात्मानमनुप्रविष्ट आलोमभ्य आनखेभ्यस्तद्यथा क्षुरः क्षुरधानेऽवोपहितो ।' Page #146 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૦ ૧૧૩ જ ઘટી શકે છે. બૃહદારણ્યક ઉપનિષદ્' માં કહ્યું છે કે આત્મા ચોખા કે જવના દાણા જેવડો છે. ૨ ‘કઠોપનિષદ્' માં આત્માને અંગુષ્ઠપ્રમાણ કહ્યો છે. “મૈત્રી ઉપનિષદ્' માં તો આત્માને અણુથી પણ અણુ કહ્યો છે. ‘મુણ્ડકોપનિષદ્' માં આત્માને વ્યાપક રૂપે વર્ણવ્યો છે. આમ, આત્માના પરિમાણ વિષે ભારતીય દર્શનોમાં મુખ્યત્વે ત્રણ મત છે - ૧) કેટલાક દાર્શનિકો આત્માને દેહપરિમાણ માને છે, ૨) કેટલાક દાર્શનિકો આત્માને અણુપરિમાણ માને છે અને ૩) કેટલાક તેને સર્વવ્યાપી માને છે. આવા વિરોધી મંતવ્યો હોવા છતાં ઋષિઓનું વલણ આત્માને વ્યાપક માનવા તરફ વિશેષરૂપે હતું. તેથી લગભગ બધાં વૈદિક દર્શનોએ - ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, મીમાંસા તથા વેદાંતે આત્માને વ્યાપક માન્યો છે. તેમાં અપવાદ માત્ર રામાનુજાદિ બહ્મસૂત્રના શંકરેતર વ્યાખ્યાતાઓનો છે, જેમણે બ્રહ્મને વ્યાપક અને જીવાત્માને અણુપરિમાણ માન્યો છે. શ્રી શંકરાચાર્ય સિવાય વેદાંતના સર્વ વ્યાખ્યાતાઓએ જીવાત્માને વ્યાપક તરીકે સ્વીકાર્યો નથી. રામાનુજ, મધ્વ, વલ્લભ સંપ્રદાયના મત અનુસાર જીવનું પરિમાણ અણુ જેટલું છે. જો આત્મા દેહથી સૂક્ષ્મ, અણુપરિમાણ હોય તો પ્રશ્ન થાય કે તે રહે છે ક્યાં? જો એમ કહેવામાં આવે કે તે હૃદયમાં રહે છે, તો બાકીના ભાગમાં સુખ-દુ:ખનું સંવેદન કેવી રીતે થાય છે? હાથ-પગમાં ચંદનાદિનો લેપ કરે તો સુખ ઊપજે છે અને સોય મારે તો દુ:ખ થાય છે. માત્ર હૃદયમાં જ નહીં, દેહના દરેક ભાગમાં સુખ-દુ:ખની અનુભૂતિ થાય છે, એટલે આત્મા દેહમાં સર્વત્ર રહેલો છે એમ સિદ્ધ થાય છે. ૧- જુઓ : 'તૈત્તિરીય ઉપનિષદ્', ૨-૮-૫ 'ततोऽभ्यन्तरमेतं प्राणमयं सर्वान्नमयात्मस्थमविभक्तम् । अथेतं मनोमयं विज्ञानमयमानन्दमयमात्मानमुपसंक्रामति ।' ૨- જુઓ : બૃહદારણ્યક ઉપનિષદ્', ૫-૬-૧ 'मनोमयोऽयं पुरुषो भाःसत्यस्तस्मिन्नन्तर्हदये यथा ब्रीहिर्वा यवो वा स एष सर्वस्येशानः सर्वस्याधिपतिः सर्वमिदं प्रशास्ति यदिदं किंच ।' ૩- જુઓ : ‘કઠોપનિષદ્', ૨-૧-૧૨ 'अङ्गुष्ठमात्रः पुरुषो मध्य आत्मनि तिष्ठति ।। ईशानो भूतभव्यस्य न ततो विजुगुप्सते । एतद्वै तत् ।।' ૪- જુઓ : મૈત્રી ઉપનિષદ્', ૬-૩૮ “શરીરyદ્દેશકૂદમાગમનોરથ ’ પ- જુઓ : “મુણ્ડકોપનિષદ્', ૧-૨-૬ 'यत्तदद्रेश्यमग्राह्यमगोत्रमवर्णमचक्षुःश्रोत्रं तदपाणिपादम् । नित्यं विभुं सर्वगतं सुसूक्ष्म तदव्ययं यद्भूतयोनिं परिपश्यन्ति धीराः ।।' Page #147 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આત્માને અણુ માનવામાં આવે તો દેહના જે અવયવમાં આત્મા હોય તે જ અવયવમાં ભોગનું સંવેદન થવું જોઈએ, સંપૂર્ણ દેહમાં ભોગનો અનુભવ ન થઈ શકે. આત્મા પૂરા દેહમાં વ્યાપ્ત નથી એમ માનવાથી તો અંગુઠામાં કાંટો વાગતાં આખા દેહમાં કંપન અને વેદનાનો જે અનુભવ થાય છે તે અસંભવ બને. અણુરૂપ આત્મા આખા દેહમાં અતિશીઘ્ર ગતિ કરે છે એમ માની એનું સમાધાન કરવું બરાબર નથી, કારણ કે અનુભવમાં ક્રમ હોતો નથી. જો આત્મા અણુરૂપ હોય તો જે સમયે તેનો ચક્ષુ સાથે સંબંધ થાય છે, તે જ સમયે ભિન્ન ક્ષેત્રવર્તી રસના આદિ ઇન્દ્રિયોની સાથે તેનો યુગપદ્ સંબંધ થઈ શકે નહીં; પરંતુ કેરીને આંખથી જોતાં જ જિહ્વા ઇન્દ્રિયમાં પાણીનું આવવું એ સિદ્ધ કરે છે કે બન્ને ઇન્દ્રિયો સાથે આત્મા યુગપદ્ સંબંધ ધરાવે છે. માથાથી પગ સુધી અણુરૂપ આત્મા ચક્કર લગાવે તેમાં કાળભેદ થવો સ્વાભાવિક છે અને તે સર્વાંગીણ રોમાંચાદિ કાર્યથી જ્ઞાત થનારી યુગપ ્ સુખાનુભૂતિની વિરુદ્ધ છે; તેથી આત્મા દેહ કરતાં સૂક્ષ્મ પરિમાણવાળો નથી, પરંતુ દેહ જેટલા જ પરિમાણવાળો છે. આત્માને અણુપરિમાણ ન માનતાં દેહપરિમાણ માનવો ઉચિત છે. ૧૧૪ ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, મીમાંસા, અદ્વૈત વેદાંત જીવાત્માને વિભુ માને છે. તેઓ આત્માને સર્વવ્યાપી, સર્વગત માને છે. તેમના મત પ્રમાણે આત્મા સ્થળ અને કાળ બન્નેની દૃષ્ટિએ અસીમ છે, તેથી તે વિભુ છે. આત્માને વ્યાપક માનવામાં ઘણા દોષો રહેલા છે. આચાર્યશ્રી મલ્લિષણસૂરિજીકૃત સ્યાદ્વાદ મંજરી'(શ્લોક ની ટીકા)માં તથા આચાર્યશ્રી જિનભદ્રજીકૃત વિશેષાવશ્યકભાષ્ય'(ગાથા ૧૫૮૫-૧૫૮૭)માં આ વિષયની ચર્ચા કરી છે અને આત્માનું દેહપરિમાણપણું અનેક પ્રમાણો દ્વારા સિદ્ધ કરી આપ્યું છે. તેમાંથી અમુક મુદ્દાઓ જોઈએ આત્મા દેહમાં તેમજ દેહની બહાર સર્વત્ર છે એમ માનવું યુક્તિસંગત નથી, કારણ કે જે સ્થાનમાં, જે પદાર્થના ગુણો દેખાય છે; તે જ સ્થાનમાં, તે પદાર્થ પણ રહે છે. જ્યાં ગુણો રહે છે, ત્યાં જ તેનો આધારભૂત પદાર્થ પણ રહે છે. જ્યાં ગુણ ઉપલબ્ધ હોય છે, ત્યાં જ તેના આધારભૂત પદાર્થનું અસ્તિત્વ હોય છે. જે દેશમાં પ્રત્યક્ષાદિ પ્રમાણથી ગુણો અનુભવમાં આવે છે, તે જ દેશમાં પદાર્થ હોય છે, અન્ય દેશમાં હોતો નથી. ગુણના ક્ષેત્રથી ગુણીનું ક્ષેત્ર ન તો વધારે હોય છે કે ન તો ઓછું. ગુણ અને ગુણીની આકૃતિ એક જ હોય છે. ગુણ વિના દ્રવ્ય રહી શકતું નથી. ગુણગુણીના આ ન્યાય અનુસાર વિચારતાં જણાય છે કે જ્ઞાન, દર્શન આદિ આત્માના ગુણ દેહની બહાર ઉપલબ્ધ થતા નથી, તો ગુણો વિના ગુણીનો સદ્ભાવ દેહની બહાર કેવી રીતે માની શકાય? આત્માના જ્ઞાન, દર્શન, સુખ આદિ ગુણો જ્યાં હોય છે ત્યાં જ આત્મા હોઈ Page #148 -------------------------------------------------------------------------- ________________ ગાથા-પ૦ ૧૧૫ શકે છે. ગુણ-ગુણી અભેદભાવે સર્વથા સાથે જ રહે છે, એટલે જ્ઞાન, દર્શન, સુખ આદિ ગુણો પણ ગુણી એવા આત્માની સાથે જ રહે છે અને જીવને પોતાના જ્ઞાન, દર્શન, સુખ આદિ ગુણોનો અનુભવ પોતાના દેહની અંદર જ થાય છે; જે સિદ્ધ કરે છે કે આત્મા દેહમાં જ રહે છે. આત્માના જ્ઞાનાદિ ગુણો દેહને વિષે દેખાતા હોવાથી ગુણી આત્મા પણ દેહમાં જ હોય છે. આત્માના ગુણો દેહની બહાર જણાતા નથી, તેથી આત્મા દેહ કરતાં અધિક પરિમાણવાળો હોઈ શકતો નથી.' આત્માના ગુણો દેહની બહાર ઉપલબ્ધ થતા નથી, તેથી આત્મા દેહની બહાર નથી. તેના ગુણો દેહની અંદર જ ઉપલબ્ધ થતા હોવાથી આત્મા સર્વવ્યાપી નહીં પણ દેહવ્યાપી છે. જેમ ઘટાદિના રૂપાદિ ગુણો જે સ્થાનમાં પ્રતીત હોય છે તે જ સ્થાનમાં ઘટાદિ પદાર્થો હોય છે, પરંતુ સ્વગુણોથી અતિરિક્ત સ્થાનમાં ઘટાદિ પદાર્થો હોતા નથી; તેમ આત્માના ચૈતન્યાદિ ગુણો દેહમાં જ ઉપલબ્ધ હોય છે, બહાર હોતા નથી; તેથી આત્મા પણ દેહમાં જ હોય છે, દેહની બહાર હોતો નથી. પોતાના ચૈતન્યાદિ ગુણોને છોડીને આત્મા ભિન્ન દેશમાં રહેતો નથી. ઘડાનું રૂપ પૂર્વમાં હોય અને ઘડો પશ્ચિમમાં દેખાય એવું ક્યારે પણ સંભવતું જ નથી. ઘડો તેના ગુણોથી બાહ્ય દેશમાં ઉપલબ્ધ નથી થતો, માટે તે વ્યાપક નથી; તેવી જ રીતે આત્માના ગુણો પણ દેહની બહાર ઉપલબ્ધ નથી, માટે આત્મા વ્યાપક નથી, દેહપ્રમાણ જ છે. પુષ્પાદિ એક સ્થાનમાં રહેલાં હોવા છતાં પણ તેનો ગંધ ગુણ અન્યત્ર ઉપ હોય છે, પરંતુ તેથી દ્રષ્ટગુણાત્વરૂપ હેતુમાં વ્યભિચાર નથી આવતો; અર્થાત્ ઉપરોક્ત વાત અસત્ય ઠરતી નથી. પુષ્પાદિમાં રહેલાં ગંધાદિનાં પુદ્ગલો સ્વભાવથી ગમનશીલ હોવાના કારણે તેમજ વાયુ વગેરેની પ્રેરણાથી ગતિ કરતાં હોવાથી નાસિકા સુધી પહોંચે છે, માટે ઉક્ત કથન બાધારહિત છે, કેમ કે પ્રત્યક્ષપ્રમાણથી જોયેલી વસ્તુમાં અસિદ્ધિની સંભાવના હોતી નથી. આમ, આત્મા સર્વવ્યાપી નથી, કેમ કે આત્માના ગુણો સર્વ ઠેકાણે ઉપલબ્ધ થતા નથી. જે પદાર્થના ગુણો સર્વત્ર દેખાતા નથી, તે પદાર્થ સર્વવ્યાપક હોતો નથી. ઘટના રૂપાદિ ગુણો સર્વત્ર દેખાતા નથી, માટે ઘટ જેમ સર્વવ્યાપી નથી; તેમ આત્માના ચૈતન્યાદિ ગુણો સર્વત્ર દેખાતા નથી, માટે આત્મા પણ સર્વવ્યાપી નથી. જો આત્મા સર્વવ્યાપી હોય તો તેના ગુણો પણ સર્વત્ર વ્યાપેલા હોવા જોઈએ. આકાશ સર્વવ્યાપક હોવાથી તેના ગુણો પણ સર્વત્ર વ્યાપેલા છે, પરંતુ આત્મા સર્વવ્યાપી નહીં હોવાથી ૧- જુઓ : પંડિત શ્રી આશાધરકૃત, ‘અનવાર ધર્મામૃત', અધિકાર ૨, શ્લોક ૩૧ 'स्वाङ्ग एव स्वसंवित्त्या स्वात्मा ज्ञानसुखादिमान् । યતઃ સવેદ્યતે સર્વે દufમતિસ્તતઃ || Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ આત્માના જ્ઞાનાદિ ગુણો પણ સર્વત્ર વ્યાપેલા નથી. આત્માને સર્વવ્યાપી માનનારાઓ એવો તર્ક કરે છે કે આત્મા સર્વવ્યાપક પદાર્થ ન હોય તો પછી આત્માનો જગતના પદાર્થો સાથે સંયોગ કે સંબંધ ન સંભવે. આત્મા સર્વગત ન હોય તો અનંદિગ્દશવર્તી પરમાણુઓની સાથે તેનો સંયોગ ન સંભવે અને એ પ્રમાણેનો સંયોગ જો અસંભિવત હોય તો દેહની ઉત્પત્તિ પણ અસંભવિત જ બની જાય. જો આત્માનું સર્વવ્યાપકપણું ન હોય તો ભિન્ન દિશા અને દેશમાં રહેલાં પરમાણુઓ સાથેના સંયોગનો અભાવ થવાથી દેહનો પણ અભાવ થાય, માટે આત્મા સર્વવ્યાપક છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર વિવેચન આ દલીલનું સમાધાન એ છે કે એવો કોઈ નિયમ નથી કે જે જેની સાથે સંયુક્ત હોય છે તે જ તેના પ્રત્યે આકર્ષિત થાય છે. લોહચુંબક લોહની સાથે અસંયુક્ત હોવા છતાં પણ લોહને આકર્ષે છે, એટલે કે લોહ અને લોહચુંબકનો પરસ્પર સંયોગ નહીં હોવા છતાં પણ તે બન્ને વચ્ચે આકર્ષણ થાય છે. તેવી જ રીતે આત્મા અને ૫૨માણુઓનો સંયોગ ન હોવા છતાં પણ આત્મા પ્રત્યે પરમાણુઓનું આકર્ષણ થાય છે. પરમાણુસમૂહને આકર્ષવા માટે, મેળવવા માટે આત્મા વ્યાપક હોવો જરૂરી નથી. જેમ લોહચુંબક તરફ લોહ ખેંચાય છે, તેથી કંઈ લોહચુંબકને વ્યાપક પદાર્થ માનવામાં નથી આવતો, તેમ આત્માને પણ સર્વવ્યાપક માનવાની આવશ્યકતા નથી. – આત્માને સર્વવ્યાપી માનનારા કહે છે કે આત્માને દેહપ્રમાણ માનવાથી આત્મામાં મૂર્તપણું આવે અને જો આત્મા મૂર્ત હોય તો મૂર્ત દેહમાં પ્રવેશ કરી શકશે નહીં. આત્મા મૂર્ત દ્રવ્ય હોય તો દેહમાં એનો અનુપ્રવેશ અસંભવિત બનશે, કેમ કે એક મૂર્ત પદાર્થનો બીજા મૂર્ત પદાર્થમાં પ્રવેશ સંભવતો નથી. એક મૂર્ત પદાર્થને વિષે બીજો મૂર્ત પદાર્થ પ્રવેશ જ કઈ રીતે કરી શકે? તેથી સંપૂર્ણ દેહ આત્માથી રહિત થશે, માટે આત્માનું સર્વવ્યાપકપણું માનવું જ યોગ્ય છે. આ દલીલનું સમાધાન એમ છે કે જો મૂર્ત શબ્દનો અર્થ રૂપાદિથી યુક્ત એમ કરતા હોય તો આત્મા મૂર્ત પદાર્થ નથી. આત્મા અસર્વગત સ્વદેહપરિમાણવાળો હોવાથી તે મૂર્ત રૂપી હોવો જ જોઈએ એવો નિયમ નથી. જે અસર્વગત છે, તે નિયમા રૂપાદિથી યુક્ત હોય છે એમ હોતું નથી. રૂપાદિથી યુક્ત પદાર્થો સાથે અસર્વગતની વ્યાપ્તિનો અભાવ છે, કેમ કે ન્યાય-વૈશેષિકના મત પ્રમાણે મન અસર્વગત હોવા છતાં પણ રૂપાદિમાન નથી. તેમના મત અનુસાર મન જેમ મૂર્ત દેહમાં પ્રવેશ કરી શકે છે, તેમ જૈન દર્શનના મત મુજબ આત્મા પણ મૂર્ત એવા દેહમાં પ્રવેશ કરી શકે છે. દેહને વિષે જેમ મનનો પ્રવેશ સંભવે છે, તેમ આત્માનો પ્રવેશ પણ સંભવે છે. વળી, જળ આદિ પદાર્થોમાં રૂપાદિથી યુક્ત એવું મૂર્તપણું હોવા છતાં પણ તેનો મૂર્ત એવી રેતી આદિમાં પ્રવેશનો નિષેધ નથી, તો રૂપાદિથી રહિત એવા આત્માનો - Page #150 -------------------------------------------------------------------------- ________________ ગાથા-પO ૧૧૭ મૂર્ત દેહમાં પ્રવેશનો નિષેધ કરવામાં આવે તે મોટા આશ્ચર્યની વાત છે. રેતી આદિ પદાર્થને વિષે જળ વગેરે મૂર્ત પદાર્થનો પ્રવેશ સંભવતો હોય તો દેહમાં રૂપાદિથી રહિત એવા અમૂર્ત આત્માનો પ્રવેશ કેમ ન સંભવે? માટે આત્મા એક અમૂર્તિક પદાર્થ છે, જે સંકોચ-વિસ્તારથી દેહના પરિમાણ અનુસાર રહે છે એમ માનવામાં યુક્તિનું બળ અધિક છે. આત્માને સર્વવ્યાપી માનનારા કહે છે કે જો આત્માને દેહપ્રમાણ માનવામાં આવે તો પ્રશ્ન થાય કે બાળ દેહનું પરિમાણ યુવાન દેહમાં કઈ રીતે બદલાય છે? બાળ દેહ યુવાનના દેહરૂપે કઈ રીતે પરિણમે? શું બાળ દેહના પરિમાણનો ત્યાગ કરીને યુવાન દેહ બને છે કે બાળ દેહનો ત્યાગ કર્યા વિના જ યુવાન દેહ બને છે? જો બાળદેહપરિમાણનો પરિત્યાગ કરી આત્મા યુવાનદેહપરિમાણ ગ્રહણ કરતો હોય તો આત્મા પણ દેહપ્રમાણ હોવાથી દેહની જેમ આત્મા પણ અનિત્ય ઠરશે. દેહનો નાશ થતાં આત્માનો પણ નાશ થશે. બાળદેહપરિમાણનો પરિત્યાગ કર્યા વિના આત્મા યુવાનદેહપરિમાણ બને છે એ બીજો પક્ષ માનવાથી અનુભવનો અપલોપ થાય છે. એ તો અસંભવિત છે, કારણ કે એક પરિમાણનો ત્યાગ કર્યા વિના બીજા પરિમાણનું ગ્રહણ કઈ રીતે સંભવે? આનો ઉત્તર એ છે કે આત્મા જ્યારે યુવાનદેહપરિમાણ ધારણ કરે ત્યારે બાળદેહપરિમાણનો પરિત્યાગ કરે છે એમ માનવામાં કંઈ અસંગતિ નથી. સાપ ફેણ વિસ્તારીને પોતાના નાનકડા દેહને મોટો બનાવી શકે છે, તેમ આત્મા પણ સંકોચ-વિસ્તાર ગુણના પ્રતાપે જુદા જુદા સમયે જુદા જુદા દેહપરિમાણ ધારણ કરી શકે છે. ફેણવાળા સર્પની સરલ અવસ્થા થવાથી કંઈ સર્પનો નાશ થતો નથી, તેમ બાળ દેહનો ત્યાગ વડે અને યુવાન દેહની પ્રાપ્તિ થવાથી કંઈ આત્માનો નાશ થતો નથી. બાલ્યાવસ્થાનો ત્યાગ અને યુવાન અવસ્થાની પ્રાપ્તિ થવાથી આત્માનો નાશ થતો જ નથી, માત્ર તેનું વ્યાપક ક્ષેત્ર વિસ્તરે છે. આત્માને સર્વવ્યાપી માનનારા એક દલીલ એમ પણ કરે છે કે જો આત્માને દેહપ્રમાણ માનવામાં આવે તો દેહના અવયવો ખંડિત થવાથી આત્મા પણ ખંડિત થવો જોઈએ. જીવ દેહપરિમાણ હોય તો દેહનો એકાદો અંશ ખંડિત થવાથી આત્મા પણ અમુક અંશે ખંડિત થાય છે એમ કબૂલવું પડે. દેહખંડનના સંબંધમાં વ્યાપકવાદીઓ જે વાંધો લે છે તેનો જવાબ એ છે કે દેહ ખંડિત થવાથી આત્મા ખંડિત થતો જ નથી. ખંડિત થયેલા દેહાંશમાં આત્માના પ્રદેશ વિસ્તાર પામે છે. ખંડિત દેહાંશમાં અમુક અંશે આત્માનું અસ્તિત્વ ન સ્વીકારાય તો ખંડિત દેહાંશમાં જે કંપન જોવામાં આવે છે તેનું બીજું કોઈ કારણ બતાવી શકાતું નથી. જો દેહના ખંડિત અવયવમાં આત્મપ્રદેશનો સદ્ભાવ ન હોય તો તલવાર આદિથી Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કપાઈને ભિન્ન થયેલા દેહના અવયવમાં કંપન ન થવું જોઈએ, પરંતુ દેહથી પૃથભૂત થયેલા હાથ, પગ આદિ અવયવોમાં કંપન આદિ તો થાય છે; માટે સિદ્ધ થાય છે કે તલવાર આદિના પ્રયોગ વડે દેહથી અલગ થયેલા અવયવોમાં પણ આત્મપ્રદેશોનો સદ્ભાવ છે. આ ખંડિત અંશમાં કોઈ પૃથક્ આત્મા તો નથી જ. જે છે તે દેહને વિષે રહેલા, દેહપરિમાણવાળા આત્માનો જ અંશ છે. દેહના બે ભાગમાં રહેવા છતાં પણ આત્મા તો એક જ છે. ખંડિત અવયવોમાં રહેલા આત્મપ્રદેશો પાછા પૂર્વ દેહમાં જ આવી જાય છે. આત્મપ્રદેશોનું ફરીથી ગઠન થઈ જાય છે. કમળની નાળના ટુકડા કરતાં તૂટેલા તંતુઓનું જેમ ફરીથી ગઠન થઈ જાય છે, તેમ ખંડિત અવયવોમાં રહેલા આત્મપ્રદેશોનું દેહસ્થ આત્મપ્રદેશોની સાથે ગઠન થઈ જાય છે. આત્મા સદા અખંડ જ રહે છે. વસ્ત્રાદિ કાળાંતરે ફાટે છે અને તેના ખંડ થઈ જાય છે. વસ્ત્રાદિ બિલકુલ નવાં હોય તોપણ ચીરીને, ફાડીને, કાપીને તેના ટુકડા કરી શકાય છે; પરંતુ આત્માની સ્થિતિ તે પ્રકારે નથી. ગમે તેટલો સમય પસાર થઈ જાય, તેનો કોઈ પ્રદેશ તૂટતો નથી અલગ થતો નથી. તેના સ્વરૂપમાંથી કાંઈ ઓછું થતું નથી. તેના ઉપર ગમે તે ક્રિયા કરવામાં આવે, ગમે તેવો પ્રયોગ કરવામાં આવે તોપણ તેના ખંડ કે ટુકડા નથી થતા. આ રીતે જૈન દાર્શનિકો આત્માનું સ્વદેહપરિમાણત્વ સિદ્ધ કરે છે. જૈન દાર્શનિકો તર્કબદ્ધ રીતે સાબિત કરે છે કે આત્મા સર્વવ્યાપક નથી પણ દેહપરિમાણ જ છે. જૈન દાર્શનિકો આત્માને અપેક્ષાએ વ્યાપક પણ બતાવે છે. કેવળીસમુદ્દાત વખતે આત્મપ્રદેશનો વિસ્તાર થાય છે, તે અપેક્ષાએ તેઓ આત્માને લોકવ્યાપક પણ કહે છે. જ્યારે કેવળી ભગવંતને કેવળીસમુદ્ધાત કરવાનો પ્રસંગ આવે છે ત્યારે આત્મપ્રદેશો દેહની બહાર નીકળી ચૌદ રાજલોક પર્યંત વ્યાપી જાય છે. જો કેવળી ભગવંતના આયુષ્ય કર્મની સ્થિતિ કરતાં નામ, ગોત્ર અને વેદનીય એ ત્રણ કર્મોની સ્થિતિ વધારે હોય તો તે કેવળી ભગવંત ઉક્ત ત્રણે કર્મોની સ્થિતિને આયુષ્ય કર્મની સ્થિતિ જેટલી કરવા માટે પોતાના આત્મપ્રદેશોને દેહની બહાર કાઢી, બહાર કાઢેલા આત્મપ્રદેશોને પ્રથમ સમયે ચૌદરાજલોકપ્રમાણ દંડાકારે કરે છે, બીજા સમયે કપાટાકારે કરે છે, ત્રીજા સમયે મંથનાકારે (રવૈયાના આકારે) કરે છે અને ચોથા સમયે મંથનના આંતરા પૂરે છે. આમ, કેવળી ભગવાન કેવળીસમુદ્દાત દરમ્યાન સંપૂર્ણ લોકાકાશમાં વ્યાપી જાય છે. ત્યારપછી પાંચમા સમયે મંથનના આંતરામાં રહેલા આત્મપ્રદેશોનું સંહરણ કરે છે. છઠ્ઠા સમયે મંથનનું સંહરણ કરે છે. સાતમા સમયે કપાટનું સંહરણ કરે છે અને આઠમા સમયે દંડાકાર પ્રદેશોનું સંહરણ કરીને આત્મા પૂર્વવત્ સંપૂર્ણપણે દેહસ્થ થઈ જાય છે. - આત્મા સંકોચ-વિકાસશીલ હોવાથી અણુથી માંડી વિભુ બની શકે છે. નિગોદમાં એનો દેહ અત્યંત સૂક્ષ્મ હોવાથી તે વખતે તે અણુપરિમાણ છે અને જ્યારે કેવળી Page #152 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૦ ૧૧૯ સમુઘાતની પ્રક્રિયા કરે છે ત્યારે તે સમગ્ર લોકમાં વ્યાપે છે. આઠ સમયવર્તી એવી કેવળીસમુઘાતદશામાં આત્માનું ચૌદ રાજલોકપ્રમાણ વ્યાપકપણું હોવાથી તેનું કદાચિત્ સર્વવ્યાપકપણું કહ્યું છે, પરંતુ હંમેશ માટે સર્વવ્યાપકપણું કહ્યું નથી. સંકોચ-વિકાસશીલ ગુણનો ધારક આત્મા દેહપરિમાણ જ રહે છે. જૈન દર્શનમાં આત્માને દેહપરિમાણપણે સ્પષ્ટપણે સ્વીકાર્યો છે. આચાર્યશ્રી વાદીદેવસૂરિજીએ ‘પ્રમાણનયતત્તાલોક' માં આત્માના સ્વરૂપનું પ્રતિપાદન કરતાં સ્પષ્ટ લખ્યું છે કે આત્મા સ્વદેહપરિમાણવાળો છે. જેટલો દેહ હોય છે તેટલામાં જ આત્મા રહે છે. દેહની બહાર આત્મા નથી. પ્રતિક્ષેત્રે, અર્થાત્ પ્રત્યેક દેહમાં જુદો જુદો આત્મા છે. ૧ જૈન દર્શનના મત અનુસાર દરેક દેહમાં એક જુદો આત્મા નિવાસ કરે છે. પ્રત્યેક દેહમાં એક ભિન્ન આત્મા રહે છે. આત્મા પ્રતિદેહે ભિન્ન છે. જૈનો દેહભેદે આત્મભેદ માને છે. બીજા શબ્દોમાં કહીએ તો જૈનો આત્મબહુત્વ સ્વીકારે છે. દેહભેદે આત્મભેદ અને આત્મબહુત્વ માનવા ઉપરાંત જૈનો આત્માની સંખ્યા પરિમિત નહીં પણ અનંત માને છે. તેમના મત પ્રમાણે આત્માની સંખ્યા અનંત છે. આથી વિપરીત, અદ્વૈત વેદાંત સમગ્ર સૃષ્ટિમાં માત્ર એક આત્મા છે એમ માને છે. અદ્વૈતમતવાદી માને છે કે એક જ આત્મા (બહ્મ) છે. એકમાત્ર બહ્મ જ છે, બીજો કોઈ નથી. જે કંપે છે, જે નથી કંપતું, જે દૂર છે, જે નજીક છે, જે બધાનાં અંતરમાં છે અને જે સર્વત્ર વ્યાપ્ત છે - એ બધું માત્ર એક બહ્મ જ છે. તેમના મત અનુસાર બલ્બ અદ્વૈત છે. સર્વ દેહમાં માત્ર એક આત્મા જ વ્યાપેલો છે. બહ્મ સર્વત્ર છે. જે ભેદ દેખાય છે તે માયાથી થાય છે, પણ વસ્તુતઃ ભેદ નથી. તેઓ આખા વિશ્વમાં એક સર્વવ્યાપી આત્માને માની, માયાથી તેના પૃથક્ ભેદો કલ્પાય છે એમ માને છે. આત્મા જુદા જુદા નથી, પણ જુદા દેખાય છે અને તે માયાના કારણે એમ જણાય છે. વેદાંત શાસ્ત્રમાં કહ્યું છે કે આકાશ એક છે અને વિશુદ્ધ છે, છતાં તિમિરરોગવાળો પુરુષ તેને અનેક માત્રાઓ - રેખાઓથી ચિત્રવિચિત્ર જુએ છે. તે જ પ્રકારે એક અને વિશુદ્ધ એવો બહ્મ અવિદ્યા વડે ભિન્ન ભાસે છે - અનેક ભાસે છે. ૨ ૧- જુઓ : આચાર્યશ્રી વાદીદેવસૂરિજીકૃત, પ્રમાણનયતત્તાલોક', પરિચ્છેદ ૭, શ્લોક પ૬ 'चैतन्यस्वरूपः परिणामी कर्ता साक्षाद्भोक्ता । स्वदेहपरिमाणः प्रतिक्षेत्रं भिन्नः पौगलिकादृष्टवांश्चायम् ।।' ૨- જુઓ : બૃહદારણ્યકભાષ્યવાર્તિક', ૩-૪-૪૩,૪૪ 'यथा विशुद्धमाकाशं तिमिरोपप्लुतो जनः । संकीर्णमिव मात्राभिभिन्नाभिरभिमन्यते ।। तथेदममलं ब्रह्म निर्विकल्पमविद्यया । कलुषत्वमिवापन्नं भेदरूपं प्रकाशते ।।' Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આ પ્રમાણે અદ્વૈતમતવાદીઓએ એક જ આત્માની સત્તા સ્વીકારી છે, તેથી તેઓ એકાત્મવાદી છે. જેમ આકાશ એક તેમજ સર્વવ્યાપી છે, તેમ બહ્મ પણ એક તેમજ સર્વવ્યાપી છે એમ માનવું યોગ્ય નથી. નારક, દેવ, મનુષ્ય અને તિર્યંચ એ સર્વ પિંડોમાં જો આત્મા આકાશની જેમ એક જ હોય તો એ માન્યતામાં અનેક દોષ ઉદ્ભવે છે. આકાશની જેમ સર્વ પિંડોમાં એક જ આત્મા સંભવે નહીં, કારણ કે આકાશનું સર્વત્ર એક જ લક્ષણ અનુભવાય છે. માટે આકાશ સર્વત્ર એક જ છે. પણ જીવ વિષે તેમ નથી. પ્રત્યેક પિંડમાં તે વિલક્ષણ છે, માટે જીવને સર્વત્ર એક માની ન શકાય. આકાશનું લક્ષણ તો સર્વત્ર એક ભાસે છે, તેથી તે તો એક જ છે; પણ બહ્મનું લક્ષણ તો સર્વત્ર એક ભાસતું નથી તો તેને સર્વત્ર એક કેમ મનાય? જીવનાં લક્ષણો દરેક પિંડમાં જુદાં જુદાં પ્રત્યક્ષ જોવામાં આવે છે તો તે સર્વને એક કેમ મનાય? એવો નિયમ છે કે લક્ષણભેદ હોય તો વસ્તુભેદ માનવો જોઈએ. તદનુસાર જીવનાં લક્ષણો પ્રતિપિંડમાં જુદાં જુદાં અનુભવાતાં હોવાથી પ્રતિપિંડમાં રહેલા જીવોને જુદા જ માનવા ઘટે છે. જે વસ્તુમાં લક્ષણભેદ નથી હોતો, તે વસ્તુ ભિન્ન નથી હોતી; જેમ કે આકાશ. જીવમાં લક્ષણભેદ છે તેથી તે ભિન્ન છે. જો એક જ આત્મા હોય તો આ સંસારમાં કોઈ એકના મરવાથી બધાનું મૃત્યુ થવું જોઈએ અને એકનો જન્મ થવાથી બધાનો જન્મ થવો જોઈએ, એકની આંગળી કપાય તો સંસારમાં બધાની આંગળી કપાવી જોઈએ; પરંતુ આ પ્રમાણે સંસારમાં અનુભવાતું નથી, બનતું નથી. પિતાના મૃત્યુ પછી તેને પુત્ર સ્મશાને બાળવા જાય છે. પિતાના મૃત્યુથી નથી પુત્ર મરતો કે પિતાનો દેહ બળતાં નથી પુત્ર બળતો. કતલખાનામાં પશુઓ કપાય છે, નરકમાં નારકી જીવો છેદાય છે; પણ અન્ય જીવને કપાવા-છેદાવાનો કોઈ અનુભવ થતો નથી. આત્મા સર્વત્ર એક છે એમ જો માનવામાં આવે તો કતલખાનામાં કપાતા પશુઓની અને નરકમાં છેદાતા નારકી જીવોની તીવ્ર વેદના સર્વ જીવને થવી જોઈએ, પરંતુ તેમ થતું ક્યારે પણ અનુભવાતું નથી. પોતાની બાજુમાં બેસનારની આંગળી કે હાથ-પગ કપાય તોપણ તે જીવને તેની કોઈ વેદના થતી નથી. જો દરેક દેહમાં અલગ અલગ આત્મા ન હોય તો એક વ્યક્તિના અનુભવનો બધાને અનુભવ થઈ જાય. બધામાં આત્મા એક હોય તો એકના ભોજન કરવાથી બધાને તૃપ્તિ થવી જોઈએ, એકસમયે બધાને સરખા બુદ્ધિ વગેરે ગુણો હોવા જોઈએ; પરંતુ કોઈની બુદ્ધિ મંદ, કોઈની તીવ્ર એમ જોવા મળે છે. કોઈ ધન ઇચ્છે છે તો કોઈ કીર્તિ ઇચ્છે છે, તો કોઈ વળી બને ઇચ્છે છે. વળી, જો બધામાં એક જ આત્મા હોય તો એકને સુખ તો બધાને સુખ અને એકને દુ:ખ તો બધાને દુ:ખ થવું જોઈએ, પરંતુ Page #154 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૦ ૧૨૧ સંસારમાં તો એક સુખી અને બીજો દુ:ખી જોવા મળે છે. જીવોમાં પોતપોતાનાં અલગ અલગ સુખ, દુઃખ, ભોગ આદિની વ્યવસ્થા છે. જો જીવ એક જ હોય તો સુખ-દુઃખ આદિની વ્યવસ્થા બને નહીં; માટે જીવો અનેક માનવા જોઈએ. સુખ-દુ:ખ, જન્મ-મરણ વગેરેના સંતોષપ્રદ સમાધાન માટે અનેક આત્માઓની સ્વતંત્ર સત્તા માનવી આવશ્યક છે. સર્વ જીવો સુખ-દુઃખ આદિ અનુભવે છે, તે સર્વ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા જીવો છે. પ્રત્યેક આત્મા સ્વસ્વરૂપે સ્વતંત્ર છે, સ્વાધીન છે, કોઈ કોઈનો અંશ નથી. દરેક દેહે આત્મા પૃથક્ પૃથફ છે, કોઈ એક સર્વવ્યાપી આત્માનો તે અંશ નથી. કેટલાક એમ માને છે કે અંગ તો જુદાં જુદાં છે અને જેમાં તે અંગ છે એવો અંગી એક છે. જેમ નેત્ર, હાથ, પગ આદિ અંગ જુદાં જુદાં છે, પણ જેનાં એ જુદાં જુદાં અંગો છે તે મનુષ્ય તો એક છે; તેમ સર્વ પદાર્થો અંગ છે અને જેનાં એ જુદાં જુદાં અંગ છે તેવો અંગી બહ્મ છે. જો આ સર્વ પદાર્થો વિરાટ સ્વરૂપ બહ્મનાં અંગ છે એમ માનવામાં આવે તો જેમ મનુષ્યનાં હાથ, પગ આદિ અંગોમાં પરસ્પર અંતરાલ થતાં એકપણું રહેતું નથી, તે જોડાયેલાં રહે ત્યાં સુધી જ એકદેહ નામ પામે છે; તેમ લોકમાં તો સર્વ પદાર્થોનું પરસ્પર અંતરાલ પ્રગટ દેખાય છે તો તેનું એકપણું કઈ રીતે માની શકાય? અંતરાલ હોવા છતાં પણ એકપણું માનવામાં આવે તો ભિન્નપણું ક્યાં માનવું? અહીં કોઈ એમ કહે કે સર્વ પદાર્થોની મધ્યમાં સૂક્ષ્મરૂપ બહ્મનું અંગ છે, જે વડે સર્વ પદાર્થ જોડાયેલા રહે છે. તો તે સંબંધી પ્રશ્ન થાય છે કે જે અંગ જે અંગથી જોડાયેલું છે, તે તેનાથી જ જોડાયેલું રહે છે કે તે અંગથી છૂટી, અન્ય અન્ય અંગની સાથે જોડાયા કરે છે? જો પ્રથમ પક્ષ ગ્રહણ કરવામાં આવે તો સૂર્યના ગમનની સાથે જે જે સૂક્ષ્મ અંગોથી તે જોડાયેલો છે તે પણ ગમન કરશે. વળી, તે ગમન કરતાં એ સૂક્ષ્મ અંગો જે અન્ય સ્થૂલ અંગોથી જોડાયેલાં રહે છે, તે સ્થૂલ અંગો પણ ગમન કરવા લાગે અને એમ થતાં આખો લોક અસ્થિર થઈ જાય. જેમ દેહનું કોઈ એક અંગ ખેંચાતાં આખો દેહ ખેંચાય છે, તેમ કોઈ એક પદાર્થનું ગમનાદિ થતાં સર્વ પદાર્થનું ગમનાદિ થવું જોઈએ, પણ તેમ થતું ભાસતું નથી. જો બીજો પક્ષ ગ્રહણ કરવામાં આવે તો એ અંગ તૂટવાથી જ્યારે ભિન્નપણું થઈ જાય ત્યારે એકપણું કેવી રીતે રહે? તેથી સિદ્ધ થાય છે કે સર્વ પદાર્થો એક બહ્મનાં અંગ નથી. આ પ્રમાણે વિચાર કરતાં કોઈ પણ પ્રકારે એક આત્મા સંભવતો નથી, સર્વ આત્માઓ ભિન્ન જ છે. આત્મા એક નહીં પણ અનંત છે. આત્માની સંખ્યા અપરિમિત છે. પ્રત્યેક દેહમાં અલગ અલગ આત્મા છે. જો કે જૈન દર્શન જાતિ અપેક્ષાએ આત્માને એક માને છે. વ્યક્તિ અપેક્ષાએ તો સર્વ આત્મા જુદા જુદા છે, પણ તે સર્વ જાતિ અપેક્ષાએ એક છે. જેમ ૧૦૦ ઘોડા વ્યક્તિ અપેક્ષાએ જુદા જુદા છે, પરંતુ તેના Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આકારાદિની સમાનતા જોઈ એકજાતિરૂપ કહેવામાં આવે છે; તેમ સર્વ આત્મામાં ચૈતન્યત્વ સમાન હોવાથી જાતિની અપેક્ષાએ તેઓ એક છે. અનેકાંતનો આધાર લઈ જૈન દર્શન જણાવે છે કે આત્મા એક પણ છે અને અનેક પણ છે. સમુદ્રનું પાણી એક પણ છે અને અનેક પણ છે. જળરાશિની દષ્ટિએ તે એક છે અને જળબિંદુઓની દષ્ટિએ અનેક છે. બધાં જળબિંદુઓ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતાં હોવા છતાં જળરાશિથી તે અભિન્ન છે. તેવી જ રીતે અનંત ચેતન આત્માઓ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હોવા છતાં સ્વભાવની અપેક્ષાએ આત્મદ્રવ્ય એક છે. આ પ્રમાણે ‘સર્વમાં એક આત્મા’ નહીં પણ દરેક દેહમાં જુદો આત્મા છે' એ મંતવ્ય યુક્તિસંગત છે. એકાત્મવાદનો પક્ષ યુક્તિયુક્ત નથી. દરેક જીવને મળેલા ભિન્ન ભિન્ન દેહમાં તે તે આત્મા રહે છે અને સુખ-દુઃખ આદિ અનુભવે છે. સંસારમાં અનંત જીવો છે. અનંતાત્મવાદનો આ સિદ્ધાંત જ સુસંગત, યુક્તિયુક્ત છે. જીવમાં અનુભવાતાં સુખ-દુઃખ આદિ જો તેને અનેક અને અસર્વગત માનવામાં આવે તો જ યુક્તિસંગત થાય છે. આમ, જીવ અનેક છે અને તે દેહપ્રમાણ રહે છે. ભિન્ન ભિન્ન આત્માઓ પોતાને મળેલ દેહમાં વ્યાપીને રહે છે. દેહથી ભિન્ન સ્વતંત્ર પદાર્થરૂપે આત્માને સિદ્ધ કરતું માન-તલવારવતું દષ્ટાંત આત્માનું આવું દેહપરિમાણપણું પણ સિદ્ધ કરી આપે છે. શ્રીમની માન્યતા જૈન દર્શન અનુસાર હોવાથી આત્માના અસ્તિત્વને સિદ્ધ કરવા અર્થે દાંત મૂકતાં આ તથ્ય પણ સિદ્ધ કરવાનો તેમનો હેતુ હોય એમ સંભવે છે. કોઈ પણ વાત દષ્ટાંત સાથે કહેવાય તો આબાલવૃદ્ધ સર્વને તે તરત સરળપણે સુઝાહ્ય અને સુબોધક થાય છે. સંતોની એ આગવી શૈલી છે. દષ્ટાંત દ્વારા સિદ્ધાંતને દૃઢ કરવાની શૈલીના કારણે સંતોનો બોધ સરળ અને પ્રાસાદિક બને છે. આમ, ગાથા ૪૯માં જે તથ્ય પ્રગટ કર્યું હતું તે જ તથ્ય, તે જ શબ્દોમાં થોડા ફેરફાર સાથે શ્રીમદ્ પ્રસ્તુત (૫૦મી) ગાથામાં દોહરાવે છે. સાહિત્યમાં પુનરુક્તિ દોષરૂપ લેખાય છે, પણ અધ્યાત્મક્ષેત્રે પુનરુક્તિ દોષરૂપ નથી લેખાતી. શ્રોતા કે વાચકને નિરૂપણ કરેલા મુદ્દા વધુ સારી રીતે સમજાય તે માટે આધ્યાત્મિક ઉપદેશમાં તો પુનરુક્તિ આવકાર્ય અને આવશ્યક લેખાય છે. પુનરુક્તિના હેતુ વિષે શ્રી ભોગીલાલ ગિ. શેઠ લખે છે – ‘અહીં પૂર્વની ગાથાની પુનરુક્તિ કરી ભાર મૂક્યો છે અને વિષયની મહત્તા કેટલી છે તે તે દ્વારા સૂચિત કર્યું છે. જેમ જલદ દર્દ સામે જલદ ઉપાય લેવામાં આવે Page #156 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૦ ૧૨૩ છે, તેમ શિષ્યની અનાદિ કાળની ભૂલ ભાંગવા માટે શ્રી ગુરુએ ગાથાને બેવડાવી ભૂલના મર્મ ઉપર સફળતાથી પ્રહાર કરેલ છે. અહો! પુરુષનો કરુણાભાવ કેવો હોય તે અહીં સમજાય છે. સ્વસંવેદન સ્વરૂપ જ્ઞાની મહાત્માની વાણીની અતિશયતા કેવી હોય તે લક્ષગત થાય છે અને અર્થની ગંભીરતા, અભૂતતા અને અપૂર્વતા અંતરમાં ઊતરી શોભાને પામે છે.’ શ્રીમદ્ જેવા મહાપુરુષોને કેવળ માહિતી (information) આપવામાં રસ હોતો નથી, પરંતુ જીવમાં રૂપાંતરણ (transformation) લાવવાનો ભાવ હોય છે. સ્વયંમાં રૂપાંતરણ લાવી, અન્યમાં તે લાવવાનું સામર્થ્ય ધરાવનાર પ્રજ્ઞાવંત પુરુષો જાણે છે કે સાંભળનાર જીવ અજ્ઞાની છે - મૂછિત છે, તેથી શક્ય છે કે માત્ર એક વાર કહેવાથી તે કદાચ ચૂકી જાય, પરંતુ વારંવાર કહેવાથી તેના અંતરમાં બોધ પાકો થશે અને જાગૃતિ આવશે. બોધ આપવા પાછળનો મૂળ આશય જીવને જગાડવાનો હોવાથી પુનરુક્તિ આવશ્યક બને છે. જેમ સૂતેલા બાળકને ઉઠાડવા માટે એકની એક વાત વારંવાર બોલવામાં આવે છે, તેમ મોહનિદ્રાની પ્રબળતામાં પડેલા જીવને જગાડવા માટે જ્ઞાની ભગવંતો પણ એકની એક વાત વારંવાર કહેતા રહે છે. વારંવાર એકનો એક બોધ થતાં તે જીવ જાગી જાય અને તેની સમક્ષ સત્ય ઉદ્ઘાટિત થવા પામે એ જ તેમનું પુનરુક્તિ કરવા પાછળનું કરુણામંડિત પ્રયોજન હોય છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ અભેદ; નીર ભળેલું દૂધમાં, સઘળું દીસે શ્વેત; તેમ તને સમજાય છે, આત્મા દેહ સમાન; લોહ વિષે અગ્નિ મળે, એકપણાનું ભાન. કાષ્ટ વિષે અગ્નિ છતાં, સમજાય નહિ જેમ; પણ તે બન્ને ભિન્ન છે, દેહ અને જીવ તેમ. ભિન્ન ભિન્ન બે દ્રવ્ય એ, કંચુકી સર્પ સમાન; શ્રીફળમાં ગોળો જુદો, જેમ અસિ ને મ્યાન.' ૨ ૧- શ્રી ભોગીલાલ ગિ. શેઠ, ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર (વિશેષાર્થ સહિત)', ચોથી આવૃત્તિ, પૃ.૧૬૫ ૨- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૨૬ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૧૯૭-૨૦૦) Page #157 -------------------------------------------------------------------------- ________________ Page #158 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૫૧ 22 के बिना, - nd ३५, onal Mina 2, ॐ १५१९३५. Page #159 -------------------------------------------------------------------------- ________________ Page #160 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૫૧ ...ગાથા ૫૦માં શ્રીગુરુએ કહ્યું કે અનાદિ કાળથી અજ્ઞાનપૂર્વક દેહનો પરિચય ભૂમિકા હોવાથી તને આત્મા દેહ જેવો જણાયો છે, પણ જેમ તલવાર અને મ્યાન, મ્યાનરૂપ લાગવા છતાં બન્ને જુદાં છે, તેમ આત્મા અને દેહ, દેહરૂપ લાગવા છતાં બને જુદા છે. આમ, શિષ્ય આત્માનું અસ્તિત્વ નથી' એવી શંકાના સંબંધમાં જે દલીલો કરી હતી તેના પૃથક્ પૃથક્ ઉત્તર આપતાં પહેલાં શ્રીગુરુએ જીવની અનાદિ કાળથી પ્રવાહરૂપે ચાલી આવતી ભૂલ પરત્વે ગાથા ૪૯ તથા ૫૦માં શિષ્યનું લક્ષ ખેંચ્યું અને દેહ અને આત્મા ભિન્ન છે એમ દૃષ્ટાંત સહિત સમજાવ્યું. આત્મા સંબંધી સર્વ શંકાઓનું કારણ એવી મૂળ ભૂલ પરત્વે શિષ્યને સજાગ કર્યા પછી, શ્રીગુરુ એક પછી એક સર્વ દલીલોનું સચોટતાથી સમાધાન કરી શિષ્યને નિઃશંક કરે છે. પ્રસ્તુત ગાથામાં શ્રીગુરુ શિષ્ય ગાથા ૪પમાં કરેલી શંકાનું સમાધાન કરે છે. ગાથા ૪૫માં શિષ્ય કહ્યું હતું કે “નથી દષ્ટિમાં આવતો, નથી જણાતું રૂ૫; બીજો પણ અનુભવ નહીં, તેથી ન અવસ્વરૂપ', અર્થાત્ આત્મા આંખ વડે દેખાતો નથી, તેનાં કોઈ રૂપ કે આકાર જણાતાં નથી, તેમજ સ્પર્શ આદિ બીજા અનુભવથી પણ તે જણાતો નથી, માટે જીવ જેવું કંઈ છે નહીં. શિષ્યની આ શંકાનું સમાધાન કરતાં શ્રીગુરુ કહે છે – “જે દ્રષ્ટા છે દષ્ટિનો, જે જાણે છે રૂપ; ગાથા અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ. (૫૧) તે આત્મા દષ્ટિ એટલે આંખથી ક્યાંથી દેખાય? કેમકે ઊલટો તેનો તે 1 જોનાર છે. સ્થૂળસૂક્ષ્માદિ રૂપને જે જાણે છે, અને સર્વને બાદ કરતાં કરતાં કોઈ પણ પ્રકારે જેનો બાધ કરી શકાતો નથી એવો બાકી જે અનુભવ રહે છે તે જીવનું સ્વરૂપ છે. (૫૧) આત્મા ઇન્દ્રિયોથી ગ્રાહ્ય નથી, તેનું કારણ સમજાવતાં શ્રીગુરુ કહે છે કે ભાવાર્થ | *] આત્મા આંખ વડે દેખાતો નથી, કારણ કે તે આંખનો જોનારો છે. આંખ તો માત્ર એક જડ ઇન્દ્રિય છે અને બાહ્ય પદાર્થને જોવામાં નિમિત્ત માત્ર છે. આંખ વડે જોનાર તત્ત્વ તે આત્મા છે. શરીરરૂપી મકાનમાં રહીને ઇન્દ્રિયોરૂપી બારીઓ વડે પરપદાર્થને જોનાર-જાણનાર જ્ઞાનધારક પદાર્થ તે આત્મા છે. આત્મા દેખાતો નથી, કારણ કે તે દષ્ટિનો દ્રષ્ટા છે અને સ્થૂળ-સૂક્ષ્માદિ રૂપને જાણનારો જ્ઞાયકમાત્ર છે. અર્થ) Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આમ, આત્માનું કોઈ ઇન્દ્રિયગમ્ય સ્વરૂપ નથી અને તેથી સ્પર્શાદિ એવા કોઈ પ્રકારના અનુભવથી આત્માનું હોવાપણું સિદ્ધ થઈ શકતું નથી; તે છતાં અનુભવમાં આવે તેવું તેનું સ્વતંત્ર સ્વરૂપ અવશ્ય છે. જે ચૈતન્યનો અનુભવ છે, તે સર્વથા અબાધિત છે અને તે જ જીવનું સ્વરૂપ છે. સર્વનો બાધ કરતાં કરતાં કોઈ પણ પ્રકારે જે બાધ કરી શકાતો નથી, જે હંમેશાં સાથે રહે છે તે જ જીવનું સ્વરૂપ છે. પ્રત્યેક અવસ્થામાં હું છું' એવું જે જણાય છે, તે જ અબાધ્ય અનુભવસ્વરૂપ આત્મા છે. આમ, જેનો અનુભવ નિરંતર અખ્ખલિતપણે થયા કરે છે એ ચૈતન્યતા તે જ જીવનું સ્વરૂપ છે એમ કહી, દેહથી ભિન્ન એવા અતીન્દ્રિય, અમૂર્ત, અરૂપી, જ્ઞાયક આત્માની સિદ્ધિ કરી. આત્માના અસ્તિત્વની શંકાના સમર્થનમાં શિષ્ય રજૂ કરેલ દલીલમાં રહેલું વિશેષાર્થ ધવલ] સત્યપણું અને તે દલીલના આધારે તેણે કરેલા નિર્ણયમાં રહેલું મિથ્યાપણું બતાવી, તેની ભૂલ સમજાવી શ્રીગુરુ તેને સત્ય નિર્ણય કરાવે છે. પોતાની દલીલમાં શિષ્ય કહ્યું હતું કે આત્મા દષ્ટિમાં આવતો નથી, તેનું કોઈ રૂપ જણાતું નથી તથા બીજો પણ કોઈ સ્પશદિ ઇન્દ્રિયગમ્ય અનુભવ થતો નથી. શિષ્યની આ વાત સત્ય છે, કારણ કે ઇન્દ્રિયોથી જણાઈ શકે એવું આત્માનું સ્વરૂપ છે જ નહીં. આત્મા કોઈ ઇન્દ્રિયથી જાણી શકાય એવો વિષય નથી. ઇન્દ્રિય દ્વારા માત્ર મૂર્ત પદાર્થ જણાઈ શકે, પણ આત્મા અમૂર્ત હોવાથી ઇન્દ્રિયોનો વિષય બની શકતો નથી. આત્મા ઇન્દ્રિયગમ્ય ન હોવાથી શિષ્યનું એમ કહેવું કે કોઈ પણ ઇન્દ્રિયથી એ જણાતો નથી તે તદ્દન સાચી વાત છે, પરંતુ આ દલીલના આધારે તેણે જે નિર્ણય કર્યો કે “તેથી ન જીવ સ્વરૂપ ત્યાં તેણે ભૂલ કરી છે. આત્મા ઇન્દ્રિયોથી જાણી શકાતો નથી, માટે આત્માનું અસ્તિત્વ નથી એ નિર્ણય યોગ્ય નથી. આત્મા મૂર્ત પદાર્થ નથી, માટે તે કોઈ પણ ઇન્દ્રિય દ્વારા જણાઈ શકે એમ નથી; પણ અમૂર્ત આત્માનું અસ્તિત્વ છે, તે જ્ઞાન લક્ષણે લક્ષિત છે. અને અનુભવમાં પણ આવે તેમ છે. શ્રીમદ્ લખે છે કે – જેમ ઘટપટઆદિ પદાર્થો છે, તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટઆદિ હોવાનું પ્રમાણ છે; તેમ સ્વપરપ્રકાશક એવી ચૈતન્યસત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે.'' ઘડો, વસ્ત્ર આદિ રૂપી જડ પદાર્થોનું અસ્તિત્વ સ્પર્શ, રસ, ગંધાદિ ગુણોની વિદ્યમાનતાના કારણે નક્કી કરી શકાય છે. ઘડો માટીમાંથી બનાવવામાં આવે છે, કુંભાર ચાકડા ઉપર તેને બનાવે છે, તેમાં પાણીને ઠંડું કરવાનો ગુણ છે, તે લાલ-કાળા આદિ રંગનો હોય છે, તે જમીન ઉપર પડે તો ફૂટી જાય છે વગેરે લક્ષણોથી ઘડાનો ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૯૪ (પત્રાંક-૪૯૩, ‘છ પદનો પત્ર') Page #162 -------------------------------------------------------------------------- ________________ ગાથા-પ૧ ૧ ૨૯ નિર્ણય થઈ શકે છે. આવી જ પદ્ધતિથી આત્માની પણ ઓળખાણ થઈ શકે છે. જે જાણે છે, જે જુએ છે, જે સુખ-દુઃખને ભોગવે છે, જેના વિયોગથી શરીર મડદું બની જાય છે; તેવો અમૂર્ત ચેતન પદાર્થ તે આત્મા છે. ઘટ-પટાદિ પૌદ્ગલિક જડ પદાર્થો છે, આત્મા સ્વપરપ્રકાશક ચેતન પદાર્થ છે. ઘટ-પટાદિ મૂર્તિ હોવાથી ઇન્દ્રિયગમ્ય છે, આત્મા અમૂર્ત હોવાથી અતીન્દ્રિય અનુભવગમ્ય છે. ગુણ તારા ગુણી પ્રત્યક્ષ થાય છે. આત્મામાં અનેક ગુણો છે. આ ગુણોને શક્તિઓ પણ કહેવામાં આવે છે. આત્માની અનેક શક્તિઓનું વર્ણન અધ્યાત્મશાસ્ત્રોમાં કરેલું છે, જેના વડે આત્માનો બોધ થઈ શકે છે. ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'માં આત્માના અનેક વ્યાવર્તક ધર્મો જણાવ્યા છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ એ આત્માનાં લક્ષણ છે એમ કહેવામાં આવ્યું છે. પોતાને અને પરને જાણવા-જોવાની ચૈતન્યશક્તિ જેમાં મુખ્ય છે એવા આત્માનું વર્ણન નવ દ્વારથી કરતાં સિદ્ધાંતચક્રવર્તી શ્રી નેમિચંદ્રજી ‘દ્રવ્યસંગ્રહ'માં લખે છે કે જીવ ઉપયોગમય છે, અમૂર્ત છે, કર્તા છે, પોતાના શરીર પ્રમાણસ્થિત છે, ભોક્તા છે, સંસારમાં રહેવાવાળો છે, સિદ્ધ છે, અરસ (વિરસ) છે અને ઉર્ધ્વગમન કરવાવાળો છે. ૨ આત્મસ્વરૂપનું વર્ણન કરતાં આચાર્યશ્રી કુંદકુંદદેવ ‘પંચાસ્તિકાય'માં લખે છે કે જીવ બધું જાણે છે અને જુએ છે, સુખને ઇચ્છે છે, દુઃખથી ડરે છે, હિત-અહિતને કરે છે અને તેનાં ફળને ભોગવે છે. વળી, આત્માનું અમૂર્તિકપણું વર્ણવતાં આચાર્યશ્રી કુંદકુંદદેવ ‘સમયસાર'માં લખે છે કે અરસ, અરૂપ, અગંધ, અસ્પર્શ, અશબ્દ, અવ્યક્ત, અલિંગગ્રહણ અને અનિર્દિષ્ટસંસ્થાન એવો તે જીવ ચેતના ગુણવાળો છે.* જગતમાં બે પ્રકારનાં દ્રવ્યો છે - મૂર્ત અને અમૂર્ત. જેમાં વર્ણ, ગંધ, રસ, ૧- જુઓ : ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર', અધ્યયન ૨૮, ગાથા ૧૧ 'नाणं च दंसणं चेव, चरित्तं च तवो तहा । वीरिअं उवओगो अ, एअं जीवस्स लक्खणं ।।' ૨- જુઓ : સિદ્ધાંતચક્રવર્તી શ્રી નેમિચંદ્રજીરચિત, ‘દ્રવ્યસંગ્રહ', ગાથા ૨ 'जीवो उवओगमओ अमत्ति कत्ता सदेहपरिमाणो । भोत्ता संसारत्थो सिद्धो सो विस्ससोडगई ।।' ૩- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, પંચાસ્તિકાય', ગાથા ૧૨૨ 'जाणदि पस्सदि सव्वं इच्छदि सुक्खं बिभेदि दुक्खादो । कुब्वदि हिदमहिदं वा भुंजदि जीवो फलं तेसिं ।।' ૪- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘સમયસાર', ગાથા ૪૯ 'अरसमरूवमगंधं अव्वत्तं चेदणागुणमसइं । जाण अलिंगग्गहणं जीवमणिदिठ्ठसंठाणं ।।' Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન સ્પર્શ હોય તે મૂર્ત દ્રવ્ય કહેવાય છે અને જેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ન હોય તે અમૂર્ત દ્રવ્ય કહેવાય છે. જે ઇન્દ્રિયોથી જણાય તેને મૂર્ત કહે છે અને જે ઇન્દ્રિયોને ગોચર ન હોય તેને અમૂર્ત કહે છે. ઇન્દ્રિયોનો વર્ણાદિથી યુક્ત પદાર્થોની સાથે જ સંબંધ થાય છે અને વર્ણાદિથી રહિત પદાર્થોની સાથે સંબંધ થઈ શકતો નથી. તે જ દ્રવ્ય ઇન્દ્રિયોથી જાણી શકાય છે કે જેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે, કેમ કે ઇન્દ્રિયોના વિષય જ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે. આંખનો વિષય વર્ણ છે, નાકનો વિષય ગંધ છે, જીભનો વિષય રસ છે, ચામડીનો વિષય સ્પર્શ છે, કાનનો વિષય શબ્દ છે; તેથી વિષય વિષયીની અપેક્ષાથી મૂર્તનું લક્ષણ ઇન્દ્રિયવિષય કહેવામાં આવે છે. મૂર્ત જ ઇન્દ્રિયપ્રત્યક્ષ થઈ શકે છે.૧ - પુદ્ગલમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય છે, તેથી તે મૂર્ત છે; બાકીના દ્રવ્યોમાં આ ગુણો હોતા નથી, તેથી તે અમૂર્ત છે. આત્મામાં વર્ણાદિ ન હોવાથી તે અમૂર્ત છે. મૂર્તની જેમ અમૂર્તનું અસ્તિત્વ પણ છે. મૂર્ત પદાર્થ જ વાસ્તવિક છે, અમૂર્ત પદાર્થ વાસ્તવિક નથી એમ માનવું ઉચિત નથી. કેટલાક જીવો મૂર્ત પદાર્થોને જ માને છે, અમૂર્ત પદાર્થોને માનતા નથી; પરંતુ અમૂર્ત પદાર્થોની સત્તા પણ સિદ્ધ થઈ શકે છે. જીવ એક અમૂર્ત પદાર્થ છે. સુખાદિનું સ્વસંવેદન જ્ઞાન જ તેના અસ્તિત્વનું પ્રમાણ છે. જેને સુખાદિનો અનુભવ નથી તે જીવ નથી, જેમ કે ઘડો.ર સુખાદિના સંવેદન દ્વારા આત્માના અસ્તિત્વની સિદ્ધિ થાય છે. શ્રીમદ્ લખે છે ‘શબ્દાદિ પાંચ વિષય સંબંધી અથવા સમાધિ આદિ જોગ સંબંધી જે સ્થિતિમાં સુખ સંભવે છે તે ભિન્ન ભિન્ન કરી જોતાં માત્ર છેવટે તે સર્વને વિષે સુખનું કારણ એક જ એવો એ જીવ પદાર્થ સંભવે છે, તે સુખભાસ નામનું લક્ષણ, માટે તીર્થંકરે જીવનું કહ્યું છે; અને વ્યવહારદૃષ્ટાંતે નિદ્રાથી તે પ્રગટ જણાય છે. જે નિદ્રાને વિષે બીજા સર્વ પદાર્થથી રહિતપણું છે, ત્યાં પણ હું સુખી છું એવું જે જ્ઞાન છે, તે બાકી વધ્યો એવો જે જીવ પદાર્થ તેનું છે; બીજું કોઈ ત્યાં વિદ્યમાન નથી, અને સુખનું ભાસવાપણું તો અત્યંત સ્પષ્ટ છે; તે જેનેથી ભાસે છે તે જીવ નામના પદાર્થ સિવાય ૧- જુઓ (૧) શ્રી માઈલ્લધવલજીકૃત, દ્રવ્યસ્વભાવપ્રકાશક નયચક્ર', ગાથા ૬૩ ।' ' रुवाइपिंड मुत्तं विवरीए ताण विवरीयं (૨) આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘પંચાસ્તિકાય, ગાથા ૯૯ 'जे खलु इंदियगेज्झा विसया जीवेहिं होंति ते मुत्ता I सेसं हवदि अमुत्तं चित्तं उभयं समादियादि । । ' ૨- જુઓ : પંડિત શ્રી રાજમલજીકૃત, પંચાધ્યાયી’, ઉત્તરાર્ધ, શ્લોક ૫ અસ્તિ નીવઃ सुखादीनां संवेदनसमक्षतः यो नैवं स न जीवोऽस्ति सुप्रसिद्धो यथा घटः । । ' I Page #164 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૧ બીજે ક્યાંય તે લક્ષણ જોયું નથી.’૧ વિષયસુખ સમાધિસુખ, એ બધાંનું મૂળ કારણ શોધતાં આત્મા જ સંભવે છે. આત્મા એ જ સુખનું કારણ છે. સુખ એ આત્માનો ગુણ છે. એ માત્ર જીવનું જ લક્ષણ છે. નિદ્રાનો વિચાર કરતાં જણાશે કે સુખાભાસ તેનું લક્ષણ છે. મને આજે સુખપૂર્વક નિદ્રા આવી હતી એમ કહેવામાં આવે છે, પણ ત્યાં બીજા કોઈ પદાર્થો ન હતા, એકમાત્ર આત્મા હતો જેણે એ સુખનો અનુભવ કર્યો; તેથી સુખનું ભાસવાપણું એ આત્માનું જ લક્ષણ છે. ‘હું સુખી છું' અથવા ‘હું દુ:ખી છું', એવું માનસિક સંવેદન આત્મામાં પ્રત્યક્ષ થાય છે. આત્મામાં જ સુખ-દુ:ખનો અનુભવ થાય છે. આત્મા સિવાય બીજે કશે પણ સુખ-દુઃખનો અનુભવ થઈ શકતો નથી. જડ પુદ્ગલને ‘હું સુખી છું', ‘હું દુઃખી છું' એવો અનુભવ થઈ શકતો નથી. ઘટ, વસ્ત્ર આદિ જડ પદાર્થોને સુખ-દુ:ખની અનુભૂતિ નથી, તેથી સુખાદિનો અનુભવ કરનાર જીવ તેનાથી ભિન્ન પદાર્થ છે એમ સિદ્ધ થાય છે. સુખ-દુઃખનો અનુભવ આત્માને જડથી ભિન્ન સિદ્ધ કરે છે, માટે અમૂર્ત એવા આત્માના અસ્તિત્વનો સંદેહ ન કરવો જોઈએ. ૧૩૧ આના ઉપરથી એમ સિદ્ધ થાય છે કે જેને ઇન્દ્રિયથી જાણી શકાય છે તે જ પદાર્થો સાચા છે, બાકી કંઈ સાચું નથી એમ માનવું કોઈ પણ રીતે યુક્તિયુક્ત નથી. આત્મા આદિ અમૂર્ત પદાર્થ પણ વાસ્તવિક જ છે. પંડિત શ્રી રાજમલજી ‘પંચાધ્યાયી'માં લખે છે કે અમૂર્ત પદાર્થની સત્તામાં કોઈ પ્રમાણ નથી એવું શંકાકારનું કથન બરાબર નથી, કેમ કે સુખ-દુઃખાદિનું સંવેદન થતું હોવાથી આત્મા સારી રીતે સિદ્ધ થાય છે. સુખ-દુઃખાદિને પ્રત્યક્ષ કરનાર આત્મા અસિદ્ધ નથી, પરંતુ તેમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ માનવા તે અસિદ્ધ છે.ર આમ, આત્મા અમૂર્ત પદાર્થ છે. તે નથી દીર્ઘ, નથી હ્રસ્વ, નથી વૃત્તાકાર, નથી ત્રિકોણ, નથી ચતુષ્કોણ કે નથી રિમંડલાકાર. તે નથી કૃષ્ણ, નથી નીલ, નથી રક્ત, નથી પીત કે નથી શુક્લ. તે નથી સુગંધી કે નથી દુર્ગંધી. તે નથી તીખો, નથી કડવો, નથી તુરો, નથી ખાટો કે નથી ગળ્યો. નથી કર્કશ, નથી મૃદુ, નથી ગુરુ, નથી લઘુ, નથી શીત, નથી ઉષ્ણ, નથી સ્નિગ્ધ કે નથી રુક્ષ. તે શબ્દ નથી, વર્ણ નથી, ગંધ નથી, રસ નથી અને સ્પર્શ નથી. ૧-‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૬૮ (પત્રાંક-૪૩૮) ૨- જુઓ : પંડિત શ્રી રાજમલજીકૃત, ‘પંચાધ્યાયી’, ઉત્તરાર્ધ, શ્લોક ૧૨ મૈય યતઃ सुखादीनां संवेदनसमक्षतः 1 नासिद्धं वास्तवं तत्र किंत्वसिद्धं रसादिमत् । । ' Page #165 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ મૂર્ત પુદ્ગલના ગુણો છે. તે ગુણોનો અમૂર્ત એવા આત્મામાં અભાવ હોવાથી આત્મા ચક્ષુ આદિથી જણાતો નથી. અગ્નિમાં જેમ શીતળતા નથી, તેમ આત્મામાં વર્ણાદિ ગુણો નથી. જેમ અગ્નિની પરખ શીતળતા આદિ ગુણોથી થઈ શકતી નથી, તેમ આત્માની પરખ વર્ણાદિ ગુણો દ્વારા થઈ શકતી નથી. માટે શિષ્યે કરેલો તર્ક કે આત્મા દેખાતો નથી, સૂંઘાતો નથી, ચખાતો નથી, સ્પર્શતો નથી, સંભળાતો નથી તે તો સત્ય છે; પણ આના કારણે આત્મા નથી એમ માનવું એ અયુક્ત છે. ‘સમ્યક્ત્વ સ્થાન ચઉપઇ'માં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ લખે છે ૧૩૨ ‘રૂપી પણિ નવિ દીસઇ વાત લક્ષણથી લહીઇ અવદાત I તો કિમ દીસઇ જીવ અરૂપ? તે તો કેવલજ્ઞાન સ્વરૂપ ।।૧ - પુદ્ગલમય એવો રૂપી પવન પણ આંખથી દેખાતો નથી, કિંતુ તેનાં કંપ, ધૃતિ, શબ્દ વગેરે લક્ષણોથી તેને જાણી શકાય છે. (કંપ એટલે વૃક્ષનાં પાંદડાં, વેલડીઓ કંપવાં; ધૃતિ એટલે રૂ, કાગળ વગેરે હલકી ચીજો હવામાં ઊડતી રહેવી; શબ્દ એટલે સુસવાટા વગેરેનો અવાજ.) તે આ રીતે કે વેલડી-વૃક્ષનાં પાંદડાં વગેરે કોઈક દ્રવ્યના અભિઘાત-સંયોગાદિથી યુક્ત છે, કેમ કે તે કંપયુક્ત છે; જેમ કે કંપયુક્ત ઘંટ. આ જે દ્રવ્ય છે તે પવન છે, કારણ કે આકાશાદિ અરૂપી દ્રવ્યો કંપજનક અભિધાત કરી શકતા નથી અને કોઈ ઘટાદિ દશ્યદ્રવ્ય ત્યાં રહેલું જોવા મળતું નથી. આમ, રૂપી એવો પવન પણ જો આંખે દેખી શકાતો નથી તો અરૂપી એવો જીવ તો કઈ રીતે દેખાય? તાત્પર્ય એ છે કે દુનિયામાં જેટલી ચીજો હોય તે બધી જ દેખાવી જ જોઈએ એવો નિયમ નથી. દુનિયામાં જે ચીજો દેખાતી ન હોય તેનું અસ્તિત્વ નથી એવું માનવા માટે કોઈ કારણ નથી. પવન હાજર હોવા છતાં દેખાતો નથી અને દેખાતો ન હોવા છતાં પવન નથી એવું મનાતું નથી; તેમ અરૂપી એવા આત્માનું અસ્તિત્વ હોવા છતાં તે દેખાતો નથી, પરંતુ દેખાતો ન હોવામાત્રથી તેનું અસ્તિત્વ નથી એવું માનવું અયુક્ત છે. આત્માને શરીરથી જુદો જોઈ શકાતો ન હોવાથી આત્મા છે જ નહીં' એવું માનવું યોગ્ય નથી. જેમ વાયુદ્રવ્યને અનુમાનથી મનાય છે, તેમ આત્મદ્રવ્યને પણ અનુમાનથી માનવું યોગ્ય છે. આત્મા કેવળ જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાનને લિંગ તરીકે, એટલે કે લક્ષણ તરીકે લઈ, તેનો આશ્રય કરી, અનુમાનથી આત્મા જાણી શકાય છે. હવા આંખથી દેખાતી નથી છતાં ધ્વજ ફરકતો જોઈને કહેવામાં આવે છે કે પરંતુ તેનાં કાર્ય દ્વારા જાણી શકાય છે કે ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘સમ્યક્ત્વ વૃક્ષની ડાળીઓ હલતી જોઈને કે મંદિરનો ઘણી હવા છે. હવા આંખથી દેખાતી નથી, હવા છે. આ જગતમાં જે વસ્તુઓ આંખથી સ્થાન ચઉપઇ', ગાથા ૧૩ Page #166 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૧ ૧૩૩ દેખાય તેને જ માનવામાં આવે છે એવું નથી; જે વસ્તુ આંખથી દેખાતી નથી, પરંતુ જેનું કાર્ય દેખાય છે તે પણ માનવામાં આવે છે. વિદ્યુતશક્તિથી અનેક કાર્યો થાય છે. ચાંપ દબાવી કે પંખો ચાલવા લાગે છે, બલ્બ પ્રકાશિત થાય છે, પરંતુ પંખો ચલાવનારી કે પ્રકાશ આપનારી વિદ્યુતશક્તિ આંખથી જોઈ શકાતી નથી. ગમે તેવી તીક્ષ્ણ દષ્ટિ હોય તો પણ તે વિદ્યુતશક્તિને આંખથી જોઈ શકતી નથી. ગમે તેટલું શક્તિશાળી યંત્ર આંખને લગાવવામાં આવે તોપણ વિદ્યુતશક્તિ જોઈ શકાતી નથી. માત્ર તેનાં કાર્ય ઉપરથી જાણી શકાય છે કે આ કાર્ય વિદ્યુતશક્તિથી થાય છે. લોકો રેડિયો સાંભળે છે. રેડિયોમાં કહેવામાં આવે છે કે આ ગીત મુંબઈથી પ્રસારિત થાય છે, આ ગીત દિલ્હીથી પ્રસારિત થાય છે, આ ગીત કલકત્તાથી પ્રસારિત થાય છે; પરંતુ એ ગીત મુંબઈ, દિલ્હી કે કલકત્તાથી પ્રસારિત થતાં શું કોઈએ જોયાં? ફક્ત તેનાં કાર્યથી તેની પ્રતીતિ થાય છે. આ બધી વાતો ઉપરથી એ નિશ્ચિત થાય છે કે જે વસ્તુ આંખથી દેખાતી નથી, પરંતુ જો તેનું કાર્ય દેખાય તો તેનું અસ્તિત્વ માન્ય કરવામાં આવે છે. હવે આત્માનું કાર્ય દેખાય છે કે નહીં તેનો વિચાર કરીએ. જ્ઞાનનો અનુભવ રોજિંદા જીવનવ્યવહારમાં થાય છે. જાણવાનું કાર્ય દરેકના અનુભવમાં આવે છે. આ જ્ઞાન તે ગુણ છે. જ્ઞાન ગુણનો આશ્રય આત્મા સિવાય બીજો કોઈ કલ્પી શકાતો નથી. શું મકાન, ટેબલ, ગાડી જાણી શકે છે? હજાર પુસ્તકો કબાટમાં હોવા છતાં પણ શું કબાટને તેનું જ્ઞાન થાય છે? ના. સર્વવિદિત જ છે કે કોઈ પણ જડ પદાર્થ કંઈ પણ જાણતો નથી, પરંતુ જાણવું તો જગતમાં સ્પષ્ટ જ છે - અનુભવગમ્ય છે. તેથી આ કાર્યના કર્તા તથા જ્ઞાન ગુણના ગુણી તરીકે એકમાત્ર આત્માને માન્યા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. જાણવું એ શરીરની ક્રિયા નથી, શરીરનો ધર્મ નથી. જો જાણવું એ શરીરનું કાર્ય હોત તો મર્યા પછી પણ શરીરનું અસ્તિત્વ હોવાથી તે કાર્ય થવું જોઈએ, પરંતુ તે થતું નથી. આના ઉપરથી એમ સિદ્ધ થાય છે કે એ કાર્યો શરીરનાં નહીં, આત્માનાં છે. ચૈતન્ય એ શરીરનો ગુણ નથી. શરીર ચૈતન્ય ગુણનો આશ્રય નથી. શરીર ભૌતિક છે, ભૂતો ચૈતન્ય ગુણનો આશ્રય નથી. ચૈતન્ય ગુણ એ શરીરનો નહીં પણ આત્માનો ગુણ છે. ચૈતન્યનું આધારભૂત દ્રવ્ય આત્મા છે. ચૈતન્યપૂર્ણ જીવનવ્યવહાર આત્માના અસ્તિત્વનું પ્રમાણ છે. કીડી, ગાય, ભેંસ, હાથી, ઘોડા, માછલી, સર્પ, મનુષ્ય વગેરેમાં ચૈતન્યમય જીવનવ્યવહાર છે, માટે તેમાં આત્મા છે. કાગળ, પેન્સિલ, છરી વગેરેમાં ચૈતન્યમય વ્યવહાર નથી, માટે તેમાં આત્માનું Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન અસ્તિત્વ નથી. જેવી રીતે ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય છે, તેવી જ રીતે જ્યાં ચૈતન્ય છે ત્યાં આત્માનું અસ્તિત્વ છે; માટે જ આત્માનું લક્ષણ ચૈતન્ય છે એમ શાસ્ત્રકારોએ કહ્યું છે. સારાંશ એ છે કે જ્ઞાન એ ગુણ છે અને ગુણ હંમેશા કોઈ દ્રવ્યના આશ્રયે જ રહે છે. જ્ઞાન ગુણ હોવાથી તેને રહેવા માટે કોઈ આશ્રયદ્રવ્ય તો જોઈએ જ. તે દ્રવ્ય કંઈ ઘટ, પટ આદિ પદાર્થો નથી, શરીર પણ નથી કે ઇન્દ્રિય પણ નથી; કારણ કે તે સર્વ તો જડ પુદ્ગલમય સ્પર્શાદિ ગુણવાળા છે, તેથી જ્ઞાન ગુણનું આશ્રયરૂપ દ્રવ્ય આ પુદ્ગલમય વસ્તુથી કોઈ જુદું દ્રવ્ય માનવું ઘટે છે. તે દ્રવ્યનું નામ આત્મા છે. આત્મા જ તે જ્ઞાનગુણધારક દ્રવ્ય છે. જ્ઞાન જો પુદ્ગલનો જ ગુણ હોય તો જેમ વર્ણ, ગંધ, રસ વગેરે પુદ્ગલના ધર્મો ઇન્દ્રિયોથી ગ્રહણ થઈ શકે છે, તેમ જ્ઞાન ગુણ પણ ઇન્દ્રિયોથી ગ્રહણ થવો જોઈએ, પણ તેમ થતું નથી; તેથી જ્ઞાન અમૂર્ત એવા આત્માનો ગુણ છે, પૌદ્ગલિક શરીરાદિનો ગુણ નથી. આત્મા સ્વયંજ્યોતિ, સ્વપરપ્રકાશક, ચૈતન્યઘન છે. આમ, અરૂપી, અદશ્ય એવો આત્મા પ્રત્યક્ષ દૃષ્ટિગોચર નથી, પરંતુ અનુમાન વડે તેની સિદ્ધિ થાય છે. આત્મા અરૂપી હોવાથી ચક્ષુનો વિષય નથી, ચક્ષુથી જોઈ શકાય તેવો પદાર્થ નથી, તેનું કોઈ રૂપ જણાતું નથી. તે જ્ઞાનધારક પદાર્થ હોવાથી વર્ણાદિ ગુણયુક્ત પુદ્ગલને જાણે છે. તેથી જ શ્રીમદે કહ્યું જે દ્રષ્ટા છે દૃષ્ટિનો, જે જાણે છે રૂપ' આત્મા દૃષ્ટિનો દ્રષ્ટા હોવાથી દષ્ટિ તેને જોઈ શકતી નથી. આત્મા આંખ વડે જોઈ શકાતો નથી, કારણ કે જોનાર આત્મા છે, આંખ નહીં. તે આંખ વડે જુએ છે. આત્મા ઇન્દ્રિયોથી પર છે અને ઇન્દ્રિયો દ્વારા પદાર્થોને જાણનાર છે, તેથી આત્મા ઇન્દ્રિયોથી ગ્રાહ્ય થઈ શકતો નથી. ઇન્દ્રિયો આત્માને જાણી શકતી નથી. આત્મા ઇન્દ્રિયો દ્વારા પકડમાં આવી શકતો નથી. અરૂપી એવો આત્મા દૃષ્ટિનો દ્રષ્ટા છે, રૂપને જાણનારો છે, સ્પર્શદિને અનુભવનારો છે, તો તે દૃષ્ટિથી કઈ રીતે દેખાય? એવા અરૂપી આત્માનું સ્વરૂપ ઇન્દ્રિય વડે કઈ રીતે જણાય? ઇન્દ્રિયોથી તે કેવી રીતે અનુભવાય? આંખ કે અન્ય કોઈ પણ ઇન્દ્રિય દ્વારા આત્માને જાણી શકાતો નથી. શરીર તો અચેતન છે, તેમાં જાણવાની શક્તિ નથી; પરંતુ જાણવાની શક્તિવાળો ચૈતન્યસ્વભાવી આત્મા શરીરના માધ્યમથી આંખ, કાન, નાક, જીભ અને ચામડી વડે બહારના પદાર્થો જાણે છે. કુહાડીથી કાષ્ઠ કપાય છે, પરંતુ એકલી કુહાડીથી જ કાષ્ઠ કપાતું નથી. તેને વાપરનાર-ચલાવનાર કોઈ માણસ હોય તો જ તે કાષ્ઠ કાપી શકે — Page #168 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૧ ૧૩૫ છે. કોઈ કુહાડીનો ઉપયોગ જ ન કરે તો તે સ્વયં કાષ્ઠને કાપી શકતી નથી. એ જ પ્રમાણે આંખથી ધોળું -કાળું વગેરે રૂપ દેખાય છે, કાનથી ઝીણો-મોટો વગેરે અવાજ સંભળાય છે, નાકથી સારી-નરસી ગંધ પરખાય છે, જીભથી તીખો-મીઠો વગેરે સ્વાદ જણાય છે અને ચામડીથી શીત-ઉષ્ણ વગેરે સ્પર્શેનું જ્ઞાન થાય છે. સર્વ ઇન્દ્રિયો પોતપોતાના વિષયોને જાણવાનું કાર્ય કરે છે, પણ એકલી ઇન્દ્રિયો જ તે તે વિષયોને જાણી શકતી નથી. ઇન્દ્રિયોથી જ્ઞાન થાય છે, પણ ઇન્દ્રિયોને પ્રયોજનાર કોઈ ન હોય તો ઇન્દ્રિયોથી જ્ઞાન થાય નહીં. આત્મા ઇન્દ્રિયોને પ્રયોજનાર છે. જેમ કુહાડીને વાપરનારની જરૂર રહે છે, તેમ ઇન્દ્રિયોને ઉપયોગમાં લેનારની આવશ્યકતા રહે છે. ઇન્દ્રિયોને ઉપયોગમાં લેનાર જે છે તે આત્મા છે. જો ઇન્દ્રિયોમાં અન્ય કોઈ પણ પદાર્થની અપેક્ષા વગર જ્ઞાન કરવાની સ્વતંત્ર શક્તિ હોત તો જે પ્રમાણે જીવંત શરીરથી જ્ઞાન થાય છે, તે જ પ્રમાણે મૃત શરીરથી પણ થાત. મૃત શરીરમાં સર્વ ઇન્દ્રિયો હોવા છતાં જ્ઞાન થતું નથી, માટે જ્ઞાનમાં ઇન્દ્રિયો તો કેવળ નિમિત્તભૂત છે, જ્ઞાન કરનાર તો કોઈ અન્ય જ છે. ‘આંખ જુએ છે' એ કથન યથાર્થ નથી, પરંતુ ‘આંખ વડે જોઈએ છીએ' એ કથન યથાર્થ છે. આ બન્ને પ્રકારની વાક્યરચનામાં બીજું વાક્ય શુદ્ધ છે, સાચું છે. ‘વડે’ એ કરણ અર્થમાં તૃતીય વિભક્તિ છે. કરણ અર્થમાં તૃતીય વિભક્તિનો વાચક ‘વડે વાપરતાં કથન યથાર્થ બને છે; માટે એમ બોલવું યોગ્ય છે કે ‘આંખ વડે જોઈએ છીએ, કાન વડે સાંભળીએ છીએ, નાક વડે સુંઘીએ છીએ, જીભ વડે ચાખીએ છીએ, ચામડી વડે સ્પર્શીએ છીએ.’ આંખ વડે જોઈએ છીએ” એમ કહેતાં જ સાબિત થઈ જાય છે કે જોનાર જુદો છે અને જેના વડે જોઈએ છીએ તે આંખ તો સાધન માત્ર છે. જોનાર, સાંભળનાર, સૂંઘનાર, ચાખનાર, સ્પર્શ કરનાર કોઈ જુદો જ છે અને તે આત્મા છે. જોવા આદિ ક્રિયાઓનો કર્તા, ઇન્દ્રિયોનો અધિષ્ઠાતા આત્મા છે. આત્માની ઉપસ્થિતિમાં જ ઇન્દ્રિયો કામ કરે છે. જે શરીરરૂપી મકાનમાં રહીને ઇન્દ્રિયરૂપી બારીઓ દ્વારા પરપદાર્થોને જાણે છે, તે જાણનાર - જ્ઞાનધારક તત્ત્વ તે આત્મા છે. શરીરને એક મકાનની ઉપમા આપવામાં આવે તો આત્માને રહેવા માટેનું મકાન તે શરીર. શરીરરૂપી મકાનની બારીઓ તે જીવની ઇન્દ્રિયો, મકાનમાં જેમ બારી હોય છે, બારી એક કે એકથી વધુ પણ હોય છે; તે જ પ્રમાણે શરીરરૂપી મકાનમાં પણ એક થી પાંચ ઇન્દ્રિયોરૂપી બારીઓ છે. અંદર રહેલો આત્મા આ પાંચ ઇન્દ્રિયો વડે બહારના વિષયો જોવા-સાંભળવા આદિ ક્રિયાઓ કરે છે. જેમ મકાનની બારીમાંથી માણસ રસ્તા ઉપર જતા સરઘસને જોઈ શકે છે, તેમ આત્મા શરીરરૂપી મકાનમાં રહીને ઇન્દ્રિયોરૂપી બારીઓ વડે બહારનાં દશ્યો જુએ છે, Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સાંભળે છે. ઇત્યાદિ સર્વ વિષયો અનુભવે છે. આમ, છે. ઇન્દ્રિયો કરણ છે અને કેવળ સાધનમાત્ર છે, જે વિષયોને ગ્રહણ કરે છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વિષયો જાણે છે. આત્મા આ પાંચે ઇન્દ્રિયો વડે કુલ ૨૩ શરીરનો માલિક અને ઇન્દ્રિયોનો અધિષ્ઠાતા તે આત્મા જ આત્મા કર્તા છે. આત્મા ઇન્દ્રિયોથી પૃથક્ છે, ઇન્દ્રિયો તો વડે આત્મા જ્ઞાનપ્રાપ્તિ કરે છે. તે ઇન્દ્રિયો દ્વારા બાહ્ય આત્મામાં સ્વપરપ્રકાશક શક્તિ છે, પરંતુ અજ્ઞાની જીવની શક્તિ એક જ દિશામાં, કેવળ વિષય તરફ જ વહે છે. તેની શક્તિ જ્ઞેય અને જ્ઞાતા બન્ને દિશાઓ તરફ વહેતી નથી. જ્યારે પણ તે કંઈક જાણી રહ્યો હોય છે ત્યારે તે જાણનારને જાણતો નથી. વિષયવસ્તુને જાણવામાં તે જાણનારને પોતાને ભૂલી જાય છે. આત્માની સ્વપરપ્રકાશક ચૈતન્યસત્તા સદા વિદ્યમાન છે. આત્મા સ્વપરપ્રકાશક છે, પરંતુ અજ્ઞાનાવસ્થામાં પરપદાર્થોમાં લુબ્ધતાના કારણે જ્ઞાન માત્ર પરને પ્રકાશે છે અને તે પણ અલ્પમાત્રામાં. પ૨પદાર્થને જાણવા માટે તેને ઇન્દ્રિયોની જરૂર પડે છે. જ્યારે આત્મા શરીરથી ભિન્ન એવા પોતાને ચૈતન્યસ્વરૂપ તરીકે જાણવા પ્રયુક્ત થાય છે ત્યારે તેને ઇન્દ્રિયની કે બીજા કોઈ માધ્યમની જરૂર રહેતી નથી. આત્મા અંતર્મુખ થાય તો પોતે, પોતાને, પોતા વડે, કોઈ પણ અન્ય આલંબન વિના જાણે છે અને બહિર્મુખ થાય તો ઇન્દ્રિયો અને મનના માધ્યમથી પ૨પદાર્થોને જાણે છે. = ઇન્દ્રિય અને મનની સહાય વિના પણ અવધિજ્ઞાન, મનઃપર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન વડે જગતના પદાર્થો જાણી શકાય છે; તેથી પરને જાણવા માટે આત્માને ઇન્દ્રિયોની અને મનની આવશ્યકતા રહે જ છે એવું જરૂરી નથી. આત્મા અગાધ, અપરિમિત, અનંત જ્ઞાનશક્તિનો ધણી હોવાથી ત્રણ લોકના પદાર્થોને બાહ્ય આલંબન વિના જાણી શકે છે; પરંતુ અતીન્દ્રિય જ્ઞાનના અભાવમાં આત્મા ઇન્દ્રિયોના તથા મનના માધ્યમ વિના પ૨પદાર્થને જાણી શકતો નથી. તેથી અહીં જણાવ્યું છે કે આત્મા દ્રષ્ટા છે, આંખો તેનું માધ્યમ છે અને બાહ્ય પુદ્ગલમય જગત તે દશ્ય છે. આત્મા અમૂર્ત પદાર્થ હોવાથી તથા દૃષ્ટિનો દ્રષ્ટા હોવાથી જોઈ શકાતો નથી; પરંતુ ઇન્દ્રિયગમ્ય કોઈ રૂપ નહીં હોવાથી આત્માનું કોઈ સ્વરૂપ નથી એમ કહેવું યોગ્ય નથી. શ્રીમદ્ અહીં જણાવે છે કે ‘અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ' પ્રસ્તુત ગાથાની આ બીજી પંક્તિમાં જીવના સ્વરૂપ વિષે શ્રીમદે વિચારની શ્રેણી બતાવી છે. આ વિધિથી આત્મા પ્રગટ અનુભવાય છે. નોકર્મ-દ્રવ્યકર્મ-ભાવકર્મ, એટલે સમસ્ત પરદ્રવ્ય અને પરભાવ, સમસ્ત સંયોગો અને વિકારોને બાદ કરતાં કરતાં છેવટે Page #170 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૧ ૧૩૭ જે જ્ઞાયકરૂપ અનુભવ બાકી રહે છે તે જીવનું સ્વરૂપ છે. અબાધ્ય અનુભવ એટલે બાધક નહીં એવો અનુભવ, અર્થાત્ જીવનું જ્ઞાતાપણું. આ જ્ઞાયકપણું એ જ આત્માનું સ્વરૂપ છે. શ્રી કાનજીસ્વામી કહે છે કે ‘હું સ્ત્રી નહિ, પુરુષ નહિ, દેહ નહિ, મન નહિ, ઠીક-અઠીક, સંકલ્પ-વિકલ્પ પણ હું નહિ, અંદર આઠ કર્મની ઝીણી ધૂળ તે પણ હું નહિ, એમ પરદ્રવ્યને વિવેક વડે બાદ કરતાં કરતાં બાકી જે જ્ઞાયક સ્વરૂપ તે હું છું. એમ જ સદાકાળ જાણ્યા કરે તે જાણનારો, જાણવાનું સ્મરણ કરનારો, જ્ઞાતાપણે હયાતી રાખનારો નિત્ય સળંગ ટકી રહે છે તે જીવનું સ્વરૂપ છે.’૧ જીવના સ્વરૂપનો નિર્ણય કરવા માટે તે અનુભવનો વિચાર કરવો ઘટે કે જે અનુભવને બાદ ન કરી શકાય. તે માટે ત્યાં સુધી પાછા હટતા જવું કે જેના કરતાં વધુ પાછળ હટી શકાય એમ ન હોય. સ્ત્રી, પુત્ર, ધર આદિ પદાર્થોથી પાછળ હટી શકાય છે, શરીરથી પાછળ હટી શકાય છે, વિચારોથી પાછળ હટી શકાય છે, પલટાતી ભાવદશાથી પણ પાછળ હટી શકાય છે; પરંતુ તે પછી વધુ પાછળ હટી શકાતું નથી. હવે માત્ર જોનાર જ રહે છે. જ્ઞાયકરૂપી દીવાલ આવી જાય છે. જ્ઞાયકથી પાછળ નથી જઈ શકાતું. જ્ઞાયકને બાદ નથી કરી શકાતો. આ જ તેનું અસ્તિત્વ છે. જીવ એનાથી ભિન્ન નથી, એની સાથે એકરૂપ છે. જ્ઞાન એ આત્માથી ભિન્ન નથી. જ્ઞાન અને આત્મા અભિન્ન છે. જીવ સ્ત્રી આદિ પ૨પદાર્થોથી, શરીરથી, વિચારોથી, ભાવોથી અલગ થઈ શકે છે, પણ જ્ઞાયકતાથી અલગ થઈ શકતો નથી. શરીર અલગ થઈ શકે છે, મન પણ અલગ થઈ શકે છે. તે બન્નેથી આત્મા ભિન્ન થઈ શકે છે, કારણ કે જીવનું હોવું ન શરીરમાં છે, ન મનમાં છે. તેનું હોવું તો એ તત્ત્વમાં છે કે જે શરીર અને મનની પાર રહેલું છે, જે આ બન્નેને જુએ છે. આમ, દેહાદિ એ આત્માનું સ્વરૂપ નથી. આત્મા તેનાથી જુદો છે. તે નોકર્મ-દ્રવ્યકર્મ-ભાવકર્મના લેપથી યુક્ત નથી. બધાને બાદ કરી શકાય છે, પણ જ્ઞાયકતાનો અનુભવ બાદ કરી શકાતો નથી અને એ જ આત્માનું સ્વરૂપ છે. શ્રીમદ્ લખે છે ‘નિર્મળ, અત્યંત નિર્મળ, પરમ શુદ્ધ, ચૈતન્યઘન, પ્રગટ આત્મસ્વરૂપ છે. સર્વને બાદ કરતાં કરતાં જે અબાધ્ય અનુભવ રહે છે તે આત્મા છે. જે સર્વને જાણે છે તે આત્મા છે. જે સર્વ ભાવને પ્રકાશે છે તે આત્મા છે. ૧- શ્રી કાનજીસ્વામી, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૧૯૭ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન ઉપયોગમય આત્મા છે. અવ્યાબાધ સમાધિસ્વરૂપ આત્મા છે.” શિષ્ય કહ્યું હતું કે “નથી દષ્ટિમાં આવતો', તો કોની દૃષ્ટિમાં નથી આવતો? અથવા જેની દૃષ્ટિમાં આવવો જોઈએ તે કોણ છે? વળી, “નથી જણાતું રૂપ', તો રૂપ કોને જણાય છે? તે કોણ છે? આત્માનું રૂપ નથી જણાતું એવું કોણે જાણ્યું? ‘આંખથી નથી દેખાતો' એવું જ્ઞાન જેને થયું તે જ આત્મા છે. આમ, ‘જણાય છે' અને ‘નથી જણાતું બન્ને વખતે જાણવાની ક્રિયાને કોઈ બાધા આવતી નથી. આવો બાધા વિનાનો જે અબાધ્ય અનુભવ રહે છે તે જીવનું સ્વરૂપ છે. આત્મા જ્ઞાન કરનાર જ્ઞાયકતત્ત્વ છે. દ્રવ્યનું સ્વરૂપ ક્યારે પણ કોઈ અવસ્થામાં દ્રવ્યથી છૂટું પડતું નથી, માટે આત્માની જાણવાની શક્તિ ક્યારે પણ નાશ પામતી નથી. જ્ઞાન એ આત્માનો સ્વભાવ હોવાથી નનો કદી પણ ત્યાગ કરતો નથી. આત્માનો જ્ઞાનસ્વભાવ કાયમ રહે છે. ત્રણે કાળમાં ન ચળે એવો આત્માનો જ્ઞાનસ્વભાવ છે. જ્ઞાન એ જ આત્માનો સ્વલક્ષણરૂપ સ્વભાવધર્મ છે. આત્મા સદા જ્ઞાનલક્ષણસંપન્ન પ્રગટ અનુભવાય છે. આ જ્ઞાનસ્વભાવ એ જ આત્માને ઓળખવાનું અચૂક લક્ષણ છે. જ્ઞાન તે આત્માનું જ લક્ષણ છે, તેથી આત્મા છે' એમ સિદ્ધ થાય છે. આમ, જેનો અનુભવ હંમેશાં અસ્મલિતપણે થયા કરે છે અને જે નિરંતર સાથે રહે છે તે જીવનું સ્વરૂપ છે. દેહ, સ્ત્રી આદિના જે જે બાહ્ય અનુભવો છે તે સર્વ અનુભવોને બાદ કરતાં એક અનુભવ બાકી રહે છે કે જેનો બાધ કરી શકાતો નથી. સર્વ જીવોને કહું છું' એવું જ્ઞાન સદા રહેતું હોય છે. આ અનુભવમાં કોઈ ભંગ નથી કરી શકતું, ખલેલ નથી પહોંચાડી શકતું. પ્રત્યેક અવસ્થામાં ‘હું છું' એવું જે જણાય છે, તે જ્ઞાન જ અબાધ્ય અનુભવ સ્વરૂપ આત્મા છે. ‘મેં કર્યું', કરું છું, હું કરીશ' ઇત્યાદિ પ્રકારે ત્રણે કાળ સંબંધી પોતાનાં વિવિધ કાર્યોનો જે નિર્દેશ કરવામાં આવે છે, તેમાં જે હુંપણાનું અહંરૂપ જ્ઞાન છે તે આત્મપ્રત્યક્ષ જ છે. આ અહંરૂપ જ્ઞાન એ કાંઈ અનુમાનરૂપ નથી, કારણ કે તે લિંગજન્ય નથી; અને તે આગમપ્રમાણરૂપ પણ નથી, કારણ કે આગમને નહીં જાણનાર સામાન્ય લોકોને પણ અહંપણાનું જ્ઞાન તો હોય જ છે; અને તે જ આત્માનું પ્રત્યક્ષ છે. ઘટ વગેરે પદાર્થો કે જેમાં આત્મા નથી, તેને એવું જ્ઞાન પણ હોતું નથી. આ પ્રકારે અહં-પ્રત્યયથી આત્મા પ્રત્યક્ષ છે જ, તો પછી આત્માના હોવાપણાના સંશયને ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૧૯ (પત્રાંક-૭૧૦) Page #172 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૧ ૧૩૯ અવકાશ જ નથી. ઊલટું ‘આત્મા છે' એવો આત્માના અસ્તિત્વ વિષે નિશ્ચય કરવા યોગ્ય છે. ૧ જો જીવ હોય જ નહીં તો “અહં' એવું પ્રત્યયજ્ઞાન ક્યાંથી થાય? કારણ કે જ્ઞાન નિર્વિષય તો હોતું નથી. જો અહં-પ્રત્યયના વિષયભૂત આત્માને ન માનવામાં આવે તો અહ-પ્રત્યય નિર્વિષય બની જાય અને એ સ્થિતિમાં અહં-પ્રત્યય થાય જ નહીં. કોઈ પણ જ્ઞાન નિર્વિષય તો હોતું નથી, એટલે અહં-જ્ઞાનનો પણ કોઈ વિષય તો માનવો જ જોઈએ. જો આત્માના અસ્તિત્વને માનવામાં ન આવે તો પછી અહં-પ્રત્યયનો વિષય કયો રહેશે? અર્થાત્ અહં-પ્રત્યય કોનો થશે? અહીં કોઈ કહે કે અહં-પ્રત્યયનો વિષય જીવ નહીં પણ જો દેહ માનવામાં આવે તોપણ અહં-પ્રત્યય નિર્વિષય નહીં બને. હું કાળો છું', 'હું દૂબળો છું ઇત્યાદિ પ્રત્યયોમાં હું સ્પષ્ટરૂપે શરીરને અનુલક્ષીને પ્રયુક્ત થયો છે; તો 'હું' એટલે દેહ એમ માનવામાં આવે તો પણ શું વાંધો? આનું સમાધાન એ છે કે જો હું' એ શબ્દ દેહ માટે જ વપરાતો હોય તો મૃત દેહમાં પણ અહં-પ્રત્યય થવો જોઈએ; પણ એમ તો થતું નથી, માટે હુંપણાના જ્ઞાનનો વિષય દેહ નહીં પણ જીવ છે. અહ-પ્રત્યય દેહવિષયક નથી. હું પદ શરીર માટે વાપરવું બરાબર નથી. વળી, જો અહં એ શરીર હોય અને તેથી અહંતા એ શરીરનો ધર્મ માનવામાં આવે તો નેત્રાદિ ઇન્દ્રિયોથી તેનું પ્રત્યક્ષ થવાની આપત્તિ આવે. ગુરુતા, લઘુતા, ગૌરતા વગેરે શરીરના ધર્મો છે. જે શરીરના ધર્મો છે તે બધા નેત્રાદિ ઇન્દ્રિયોથી અનુભવાય છે, પ્રત્યક્ષ થાય છે. હવે જો અહંતા પણ શરીરનો ધર્મ હોય તો તે પણ નેત્રાદિ ઇન્દ્રિયોથી પ્રત્યક્ષ થવો જોઈએ. જેમ ગુરુતા, લઘુતા વગેરે શરીરના ધર્મો ઇન્દ્રિયોથી ગ્રહણ થઈ શકે છે, તેમ અહંતાનું પણ ઇન્દ્રિયોથી ગ્રહણ થવું જોઈએ, પણ તેમ તો થતું નથી. આમ, અહંતા એ શરીરનો ધર્મ માની શકાય નહીં, એટલે કે “અહં' પદ છે તે શરીરનું વાચક ન મનાય. શરીરથી અતિરિક્ત કોઈ અન્ય દ્રવ્યને જ “અહં' પદનું વાચ્ય માનવું જોઈએ. એ દ્રવ્ય તે જ આત્મા છે. આ પ્રમાણે અહં-પ્રત્યયથી આત્મા પ્રત્યક્ષ છે. આત્મા અહં-પ્રત્યયથી પ્રત્યક્ષ છતાં ૧- જુઓ : આચાર્યશ્રી જિનભદ્રજીકૃત, ‘વિશેષાવશ્યકભાષ્ય', ગાથા ૧૫૫૫ 'कतवं करेमि काहं चाहमहंपच्चयादिमातो य । अप्पा सप्पच्चक्खो तिकालकज्जोवदेसातो ।।' ર- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૪, શ્લોક ૭૫ 'न चाहं प्रत्ययादीनां शरीरस्यैव धर्मता । नेत्रादिग्राह्यतापत्तेर्नियतं ગૌરવહિવત્ |’ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪) ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન કોઈ કહે કે “આત્મા નથી' તો તેનો પક્ષ પ્રત્યક્ષબાધિત પક્ષાભાસ - મિથ્યાપક્ષ ઠરે છે. જેમ શ્રવણ દ્વારા શબ્દ પ્રત્યક્ષ થાય છે, છતાં કોઈ કહે કે “શબ્દ તો અશ્રાવ્ય છે', અર્થાતુ તે કર્ણ ગ્રાહ્ય નથી; તો તેનો પક્ષ પ્રત્યક્ષબાધિત હોવાથી પક્ષાભાસ છે. તેમ હું છું' એમ સ્વીકાર્યા પછી ‘આત્મા નથી' અર્થાત્ હું નથી' એમ કહેનારનો પક્ષ સ્વાસ્થૂપગમથી બાધિત ઠરે છે, કારણ કે હું છું' એમ કહીને તેણે 'હું' નો સ્વીકાર તો કર્યો જ છે અને પછી તે 'હું' નો ઇન્કાર કરે છે, તેથી તેની આ 'હું' ના નિષેધની વાત પોતાના પ્રથમ અભ્યપગમ-સ્વીકારથી જ બાધિત થઈ જાય છે. જેમ કોઈ આત્માને પ્રથમ અકર્તા નિત્ય ચૈતન્યસ્વરૂપ સ્વીકારીને પછી કહે કે તે કર્તા છે, અનિત્ય છે, અચેતન છે, તો તેનો પક્ષ સ્વાભુપગમથી બાધિત થઈ જાય છે. વળી, હું આત્મા નથી', અર્થાત્ હું હું નથી' એમ કહેવું એ સ્વવચનવિરુદ્ધ પણ છે, જેમ કોઈ કહે કે મારી માતા વંધ્યા છે.' આના ઉપરથી એમ સિદ્ધ થાય છે કે ‘આત્મા નથી' એ પક્ષ બરાબર નથી, પરંતુ એ તો પક્ષાભાસ છે. આત્મા દૃષ્ટિનો દ્રષ્ટા છે, રૂપનો જાણનાર છે તથા જ્ઞાનરૂપ અબાધ્ય અનુભવસ્વરૂપ સત્પદાર્થ છે. આચાર્યશ્રી યોગીન્દુદેવ પરમાત્મપ્રકાશમાં આત્માનાં જ્ઞાનાદિ લક્ષણોનું વર્ણન કરતાં લખે છે કે આ શુદ્ધ આત્મા મનરહિત છે, અતીન્દ્રિય છે, જ્ઞાનમય છે, અમૂર્તિક છે, ચૈતન્યમાત્ર છે તથા ઇન્દ્રિયોથી જણાય તેવો નથી. આ પ્રમાણે જીવનાં નિશ્ચિત લક્ષણ કહ્યાં છે. આત્મા મનરહિત છે, કારણ કે મન સંકલ્પ-વિકલ્પરૂપ છે અને આત્મામાં સંકલ્પ-વિકલ્પનો અભાવ છે; પાંચ ઇન્દ્રિયોથી રહિત હોવાના કારણે આત્મા અતીન્દ્રિય છે; લોકાલોકપ્રકાશક કેવળજ્ઞાન સહિત હોવાથી આત્મા જ્ઞાનમય છે; આત્મામાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શનો અભાવ છે, તેથી તે અમૂર્તિક છે; અન્ય દ્રવ્યોમાં ચૈતન્યપણાનો અભાવ છે, માત્ર જીવદ્રવ્યમાં ચૈતન્યપણું છે, તેથી તે ચિત્માત્ર કહેવાય છે; આત્મા ઇન્દ્રિયો વડે જાણવામાં આવતો નથી, વીતરાગ સ્વસંવેદન જ્ઞાનથી જ જણાય છે, માટે ઇન્દ્રિય-અગોચર છે - આવાં અનંત લક્ષણવાળો આત્મા છે. ૧ આમ, શ્રીગુરુએ આ ગાથામાં આત્મા કેમ દેખાતો નથી, તેનું રૂપ કેમ જણાતું નથી, તેનો અન્ય કોઈ ઇન્દ્રિયગમ્ય અનુભવ કેમ થતો નથી - તેનું સરળતાથી તથા સચોટતાથી સમાધાન કરી, આત્માનું વાસ્તવિક સ્વરૂપ બતાવ્યું છે. શિષ્ય જે દલીલ કરી હતી, તેનું યથાર્થ સમાધાન કરી શ્રીગુરુએ આત્માનું અસ્તિત્વ સિદ્ધ કર્યું છે. ૧- જુઓ : આચાર્યશ્રી યોગીન્દુદેવકૃત, ‘પરમાત્મપ્રકાશ', અધિકાર ૧, ગાથા ૩૧ 'अमणु अणिंदिउ णाणमउ मुत्ति-विरहिउ चिमित्तु । अप्पा इंद्रिय-विसउ णवि लक्खण एहु णिरुत्तु ।।' Page #174 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૧ ૧ / ૧ આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – જે દ્રષ્ટા છે દષ્ટિનો, પંખી જુએ નિજ પાંખ; દર્પણમાં પ્રતિબિંબને, ચશ્માને જેમ આંખ. શબ્દ શ્રવણ કરનારનો, જે જાણે છે રૂપ; શીતઉષ્ણપણે પારખે, દેખે પર્વત કૂપ. સ્થૂળ જગતથી ભિન્ન જેમ, તન મન જાણી શકાય; અબાધ્ય અનુભવ જે રહે, નિર્વિકલ્પ ગુણ રાય. જે સંકલ્પ વિકલ્પમાં, આવે જગત સ્વરૂપ; જ્ઞાને સ્વ પર પ્રકાશતો, તે છે જીવસ્વરૂપ. ૧ ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૨૬ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૨૦૧-૨૦૪) Page #175 -------------------------------------------------------------------------- ________________ Page #176 -------------------------------------------------------------------------- ________________ ગાથા - પર 6 ใน จ, เค-เจิด (qqนๆ เจ 4 ปี 8 เ qq1. teเม2,เจ เจ Page #177 -------------------------------------------------------------------------- ________________ Page #178 -------------------------------------------------------------------------- ________________ ગાથા – પર ગાથા ૫૧માં શ્રીગુરુએ કહ્યું કે જે આંખનો જોનારો છે તથા જે રૂપનો ભૂમિકા જાણનારો છે અને સર્વને બાધ કરતાં કરતાં કોઈ પણ પ્રકારે જેનો બાધ કરી શકાતો નથી એવો જે બાકી રહેલો અનુભવ, તે જીવનું સ્વરૂપ છે. આમ, જીવનું સ્વરૂપ ઇન્દ્રિયગમ્ય નથી, પરંતુ તે અતીન્દ્રિય જ્ઞાનસ્વરૂપી છે એમ કહી, ગાથા ૪૫માં શિષ્ય દર્શાવેલી દલીલ - ‘નથી દષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ; બીજો પણ અનુભવ નહીં, તેથી ન અવસ્વરૂપનું સચોટ સમાધાન શ્રીગુરુએ કર્યું. આ સમાધાનનો વિસ્તાર કરતાં, જ્ઞાન ગુણ દ્વારા આત્માની પ્રતીતિ કરાવતાં શ્રીગુરુ કહે છે - (ગાથા છે ઇન્દ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન; પાંચ ઇન્દીના વિષયનું, પણ આત્માને ભાન.' (૨૨) - કર્મેન્દ્રિયથી સાંભળ્યું તે તે કન્દ્રિય જાણે છે, પણ ચક્ષ-ઇંદ્રિય તેને જાણતી નથી, અને ચક્ષુ-ઇંદ્રિયે દીઠેલું તે કર્મેન્દ્રિય જાણતી નથી. અર્થાત્ સી સી ઇંદ્રિયને પોતપોતાના વિષયનું જ્ઞાન છે, પણ બીજી ઇંદ્રિયોના વિષયનું જ્ઞાન નથી; અને આત્માને તો પાંચ ઇંદ્રિયના વિષયનું જ્ઞાન છે. અર્થાત્ જે તે પાંચે ઇંદ્રિયોના ગ્રહણ કરેલા વિષયને જાણે છે તે “આત્મા' છે, અને આત્મા વિના એકેક ઇંદ્રિય એકેક વિષયને ગ્રહણ કરે એમ કહ્યું તે પણ ઉપચારથી કહ્યું છે. (૫૨). આત્માના જ્ઞાનસ્વરૂપ પ્રત્યે શિષ્યનું લક્ષ દોરતાં શ્રીગુરુ કહે છે કે પ્રત્યેક ભાવાર્થ ઇન્દ્રિયને માત્ર એના સંબંધિત વિષયની જ જાણકારી વર્તે છે, બીજી ઇન્દ્રિયોના વિષયોની નહીં. કાન માત્ર શબ્દને સાંભળે છે, ચક્ષુ માત્ર રૂપને જુએ છે, નાક માત્ર ગંધને સૂંઘે છે, જીભ માત્ર રસને ચાખે છે અને ત્વચા માત્ર સ્પર્શને જાણે છે. આમ, પાંચ ઇન્દ્રિયો પોતપોતાના નિયત વિષયને જ જાણે છે, પણ આત્મા તો પાંચ ઇન્દ્રિયોએ ગ્રહણ કરેલા વિષયોને જાણે છે, તેથી આત્મા દેહમાં રહેલ ઇન્દ્રિયોથી ભિન્ન પદાર્થ છે. પોતપોતાની મર્યાદિત રહણશક્તિ વડે પાંચ ઇન્દ્રિયો પોતપોતાનું કાર્ય કરતી રહે છે, જ્યારે તે સર્વ કાર્યોને જાણવાનું, સમન્વય કરવાનું તથા સ્મૃતિમાં રાખવાનું કાર્ય ૧- પાઠાંતર : “કાન ન જાણે આંખને, આંખ ન જાણે કાન;” Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જ્ઞાનસ્વભાવી આત્મા કરે છે. જો કે પ્રત્યેક ઇન્દ્રિય પોતાના વિષયને ગ્રહણ કરે છે એમ કહ્યું તે પણ ઉપચારથી કહ્યું છે, કારણ કે ઇન્દ્રિય જડ છે તેથી તે જ્ઞાન કરી શકતી નથી, પણ જ્ઞાન કરવામાં માત્ર નિમિત્તરૂપ બને છે. જાણનાર તત્ત્વ તો આત્મા જ છે. આત્માના અસ્તિત્વ વિના ઇન્દ્રિયો પોતાનું કાર્ય કરી શકે નહીં, માટે જ્ઞાન ગુણનું આશ્રયરૂપ દ્રવ્ય આત્મા છે, નહીં કે ઇન્દ્રિય. આમ, પાંચ ઇન્દ્રિયોનો અધિષ્ઠાતા એવો આત્મા પુદ્ગલમય ઇન્દ્રિયોથી ભિન્ન છે એમ યુક્તિથી શ્રીમદે સિદ્ધ કરી બતાવ્યું. - ત્વચા, જીભ, નાક, આંખ અને કાન એ પાંચ ઇન્દ્રિયો છે. પ્રત્યેક ઇન્દ્રિય વિશેષાર્થ ૧પોતપોતાના વિષયને અહણ કરે છે. ત્વચા સ્પર્શનું સંવેદન કરે છે, જીભ રસને ઓળખે છે, નાક ગંધને સૂંઘે છે, આંખ રૂપને જુએ છે અને કાન શબ્દને સાંભળે છે. પ્રત્યેક ઇન્દ્રિય પોતાના નિયત વિષયને જ રહે છે. કોઈ પણ ઇન્દ્રિય પોતાના વિષય સિવાય અન્ય વિષયને ગ્રહણ કરતી નથી. એક ઇન્દ્રિય બીજી ઇન્દ્રિયનું કાર્ય કરી શકતી નથી. જેમ કે આંખો માત્ર રૂપને જાણવાનું કાર્ય કરી શકે છે, પરંતુ તે શબ્દ ગ્રહણ કરી શકતી નથી. જો આંખો સતેજ હોય તો ઝીણી અને દૂરવર્તી વસ્તુઓને પણ જોઈ શકે છે, પરંતુ તે શક્તિ માત્ર જોવામાં જ ઉપયોગી થાય છે. ગમે તેવી શક્તિશાળી આંખો પણ શબ્દને ગ્રહણ કરી શકતી નથી. આંખો સતેજ હોય તોપણ તે નજીકના શબ્દો સાંભળી શકતી નથી, કારણ કે તે માત્ર રૂપને જોવાનું જ કાર્ય કરે છે. સાંભળવાનું કાર્ય કાનનું જ છે, જે આંખ કદાપિ કરી શકતી નથી. આમ, પ્રત્યેક ઇન્દ્રિય પોતપોતાના નિયત વિષયનું જ ગ્રહણ કરતી હોવાથી પ્રત્યેક ઇન્દ્રિયને માત્ર પોતાના જ વિષયનું જ્ઞાન હોય છે; અન્ય ઇન્દ્રિયના વિષયનું જ્ઞાન હોતું નથી. કાનથી સાંભળેલું તે કાન જાણે છે, પણ આંખ જાણતી નથી અને આંખે જોયેલું આંખ જાણે છે, પણ કાન જાણતા નથી. જન્મથી અંધ વ્યક્તિ કોઈનો અવાજ સાંભળી તેને ઓળખી શકે છે, પરંતુ તે તેનાં રૂપ-રંગને જાણતી નથી; જ્યારે જન્મથી બધિર વ્યક્તિ કોઈનાં રૂપ-રંગ જોઈ તેને ઓળખી શકે છે, પણ તે તેના અવાજને જાણતી નથી. પ્રત્યેક ઇન્દ્રિયની જ્ઞાનસત્તા પોતાના સ્વક્ષેત્ર પૂરતી જ મર્યાદિત છે. તે અન્ય ઇન્દ્રિયના વિષયક્ષેત્રમાં પ્રવેશ કરી શકતી નથી. ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે – આ એકેક ઇન્દ્રિય અહમિંદ્રની જેમ પોતપોતાના વિષય-ક્ષેત્રમાં સર્વસત્તાધીશ છે, અન્ય વિષયક્ષેત્રમાં સાવ સત્તાવિહીન છે. એકેક વિષય - ગ્રામને સંભાળતી એકેક ઇંદ્રિય એકેક નાનકડા ગ્રામપતિ - નાના ઠાકરડા જેવી છે! સ્વ સ્વ ક્ષેત્રની મર્યાદા પૂરતી જ તેની સત્તા છે! અન્ય ક્ષેત્રમાં એનું કાંઈ ચલણ નથી.' ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૨૩૨ Page #180 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૨ ૧૪૭ પ્રત્યેક ઇન્દ્રિયને પોતાના નિયત વિષયનું જ જ્ઞાન છે, પણ આપણને તો પાંચે ઇન્દ્રિયના વિષયનું જ્ઞાન હોય છે; તેથી પાંચ ઇન્દ્રિયના વિષયને જાણનાર કોઈ તત્ત્વ હોવું ઘટે છે. આ જે જાણનાર પદાર્થ છે તે આત્મા છે. પાંચ ઇન્દ્રિયના ગ્રહણ કરેલા વિષયને જે જાણે છે તે આત્મા છે. સ્પર્શ, રસ, ગંધ, રૂપ, શબ્દ એ પાંચ ઇન્દ્રિયના વિષયોના જ્ઞાનનો આશ્રય કોઈ પણ એક ઇન્દ્રિય ઘટી શકતી નથી એવો સર્વને અનુભવ છે, એટલે એ પાંચ ઇન્દ્રિયોના વિષયોના જ્ઞાનોના આશ્રયરૂપ, તેનાથી ભિન્ન એક દ્રવ્ય હોવું ઘટે છે અને તે જ આત્મા છે. પ્રત્યેક ઇન્દ્રિયનો વિષય નિયત હોવાથી એક ઇન્દ્રિય જેને ગ્રહણ કરે તેને બીજી ઇન્દ્રિય ગ્રહણ ન કરી શકે અને તેથી હું જેને સ્પર્શે તેને હું જોઉં છું' એવું સંકલનાત્મક જ્ઞાન, જેમાં બે વિષયનો જ્ઞાતા એક છે, તે અસંભવિત બની જાય. પરંતુ એવું સંકલનાત્મક જ્ઞાન તો આપણને થાય છે, એટલે ઇન્દ્રિયોથી ભિન્ન એવો એક જ્ઞાતા સિદ્ધ થાય છે અને તે આત્મા છે. દરેક ઇન્દ્રિય પોતાનું આગવું કાર્ય કરે છે, પણ તે દરેકને જાણવાનું કામ કરનાર આત્માનો જ્ઞાનોપયોગ તો એક જ છે. તે પાંચ ઇન્દ્રિયોના વિષયોને જાણે છે, તેનું સંકલન કરે છે. જેમ કે ‘આ સામે પડેલી સુગંધી સરસ સુંવાળી વસ્તુ જો!' એ શ્રોત્રેન્દ્રિયથી સાંભળી, ચક્ષુરિન્દ્રિયથી જોઈ, ધ્રાણેન્દ્રિયથી સૂંઘી, રસનેન્દ્રિયથી ચાખી, સ્પર્શેન્દ્રિયથી સ્પર્શી અને તે સર્વ આત્માએ જાણ્યું. આમ, પાંચ ઇન્દ્રિયના વિષયના જ્ઞાનનું સંકલન (co-ordination) કરનાર આત્મા છે એમ સિદ્ધ થાય છે. પાંચ ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરેલ વિષયોનો જાણનાર જ્ઞાનધારક પદાર્થ ઇન્દ્રિયોથી ભિન્ન છે, કારણ કે જીવ એક ઇન્દ્રિયથી ઉપલબ્ધ કરેલ વસ્તુને બીજી ઇન્દ્રિયથી ગ્રહણ કરે છે. ઇન્દ્રિયાંતર વિકારની ઘટના પણ પુરવાર કરે છે કે આત્મા ઇન્દ્રિયોથી જુદો છે. એક ઇન્દ્રિય વસ્તુ ઉપલબ્ધ કરે, છતાં વિકાર બીજી ઇન્દ્રિયમાં થાય છે. સર્વના અનુભવની વાત છે કે આંખ વડે કોઈ ખાટી વસ્તુ જોતાં જિદ્ધામાં વિકાર થાય છે, પાણી છૂટે છે. જો થયેલ જ્ઞાનને સંકલન કરનાર ઇન્દ્રિયથી જુદું કોઈ તત્ત્વ ન હોય તો આ શક્ય ન બને. આથી એમ સિદ્ધ થાય છે કે પાંચ ઇન્દ્રિયોના વિષયનું સંકલન કરનાર કોઈ જ્ઞાનધારક તત્ત્વ હોવું જોઈએ અને તે તત્ત્વ છે. આત્મા. આમ, સર્વ ઇન્દ્રિયોથી ભિન્ન એવા ચૈતન્યમય આત્માનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. વળી, વિચારવું ઘટે કે સ્મરણશક્તિ એ કોનો ગુણ છે? ઇન્દ્રિયોનો કે આત્માનો? ઇન્દ્રિયો એ જાણેલી વસ્તુ યાદ રાખનાર કોણ? આંખે જોયેલું ચિત્ર, કાને સાંભળેલી વાત, જીભે ચાખેલો સ્વાદ આદિ વર્ષો સુધી યાદ રાખનાર કોણ? સ્મરણ એ ઇન્દ્રિયનો ગુણ નથી જણાતો, કારણ કે માણસ મરી ગયા પછી પણ ઇન્દ્રિય એ ને એ જ હોય છે, ડિટ થાય છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન છતાં કોઈ વસ્તુનું સ્મરણ મરેલો માણસ કરી શકતો નથી. તેથી સ્મરણ એ ઇન્દ્રિયનો ગુણ નથી. સ્મરણજ્ઞાનના આશ્રય તરીકે ઇન્દ્રિયથી જુદું કોઈ અન્ય દ્રવ્ય માનવું પડે છે. અને તે દ્રવ્ય આત્મા છે. પાંચ ઇન્દ્રિયો દ્વારા ગૃહીત અર્થનું સ્મરણ કરનાર દ્રવ્ય તે આત્મા છે. પાંચ ઇન્દ્રિયોથી ઉપલબ્ધ અર્થનું સ્મરણ કરનાર તે પાંચ ઇન્દ્રિયોથી ભિન્ન છે અને તે આત્મા છે. જેમ પાંચ બારીમાંથી ઉપલબ્ધ થયેલ વસ્તુનું સ્મરણ થઈ શકતું હોવાથી, એ સ્મરણધર્મ બારીઓથી ભિન્ન એવી તે વ્યક્તિનો ધર્મ છે; તેમ ઇન્દ્રિયો દ્વારા ઉપલબ્ધ પદાર્થનું સ્મરણ કરનાર તે ઇન્દ્રિયોથી ભિન્ન એવા કોઈ પદાર્થનો ધર્મ છે. જેમ પાંચે બારીમાંથી જોતી વ્યક્તિ એક જ છે અને તે બારીઓથી ભિન્ન છે, કારણ કે પાંચે બારીમાંથી જોયેલ વસ્તુનું તે સ્મરણ કરી શકે છે; તેમ પાંચ ઇન્દ્રિયો દ્વારા ઉપલબ્ધ વસ્તુનું સ્મરણ કંરનાર પણ ઇન્દ્રિયોથી ભિન્ન એવો કોઈ પદાર્થ હોવો જોઈએ અને તે જ આત્મા છે. જો તે ઇન્દ્રિયથી ભિન્ન ન હોય, અર્થાતુ જો તે ઇન્દ્રિયથી અભિન્ન હોય તો તે એક હોવાથી અનેક દ્વારા ઉપલબ્ધ અર્થનું સ્મરણ કરી શકે નહીં. જેમ કે કોઈ એક શબ્દાદિને ગ્રહણ કરનાર જ્ઞાનવિશેષ. જો એ જ્ઞાનવિશેષ માત્ર પોતાના વિષયને ગ્રહણ કરે છે તો તે અન્ય વિષયને સ્મરી શકતું નથી. જો એ સ્મરણકર્તાને ઇન્દ્રિયોથી અભિન્ન માનવામાં આવે તો પાંચ બારી દ્વારા જોઈને તે બધાનું સ્મરણ કરનાર વ્યક્તિને પણ બારીથી અભિન્ન માનવી જોઈએ. વાસ્તવમાં જેમ પાંચ બારીથી જોનાર વ્યક્તિ એ પાંચે બારીથી ભિન્ન છે, તેમ ઇન્દ્રિયોથી આત્મા ભિન્ન છે. જો સ્મૃતિધારક પદાર્થ તરીકે આત્મા ન હોય તો સ્મૃતિ થવી સંભવે જ નહીં. ઇન્દ્રિયોથી ભિન્ન એવા જ્ઞાયક આત્માનો સ્વીકાર ન કરવામાં આવે, જ્ઞાનધારક આત્માનું અસ્તિત્વ ઇન્દ્રિયોથી સ્વતંત્ર માનવામાં ન આવે તો ઇન્દ્રિયવ્યાપાર બંધ થઈ ગયો હોય ત્યારે ઇન્દ્રિય દ્વારા જાણેલી વસ્તુનું સ્મરણ કઈ રીતે થઈ શકે છે? થોડા વખત પહેલાં મેં તિજોરીમાં આટલા રૂપિયા જોયા હતા’, ‘પાંચ વર્ષ પહેલાં મેં આ વાત સાંભળી હતી’, ‘સાત વર્ષ પહેલાં રાજસ્થાનમાં કળાકંદ નામની મીઠાઈ ખાધી હતી, તે ખૂબ મધુર હતી’, ‘અમુક ભાઈના લગ્ન સમયે મેં રાતરાણીના અત્તરની સુવાસ લીધી હતી', રેશમી કાપડ ખૂબ સુંવાળું હોય છે, મેં તેનો અનુભવ અમુક વર્ષ પહેલાં કર્યો છે' વગેરે વસ્તુનું સ્મરણ ઇન્દ્રિયવ્યાપાર બંધ થયા પછી પણ થાય છે, તો તે સ્મરણ કરનાર ઇન્દ્રિયો તો હોઈ શકે નહીં, કારણ કે ઇન્દ્રિયવ્યાપાર તો બંધ થઈ ગયો છે. ઇન્દ્રિયવ્યાપાર બંધ થવા છતાં જ્ઞાનવ્યાપાર બંધ થયો નથી, માટે પૂર્વે ગ્રહણ કરેલા પદાર્થને યાદ રાખનાર કોઈ તત્ત્વ છે અને તે આત્મા છે. ઇન્દ્રિયો સ્મરણ નથી કરતી, પણ આત્મા સ્મરણ કરે છે. આત્મા ચક્ષુ આદિ સર્વ ઇન્દ્રિયોએ ગ્રહણ કરેલા વિષયોને Page #182 -------------------------------------------------------------------------- ________________ ગાથા-પર ૧૪૯ યાદ રાખે છે. ઇન્દ્રિય નષ્ટ થવા છતાં જ્ઞાન રહે છે. ૫૦ વર્ષની ઉંમરે કોઈની આંખો જતી રહી હોય અને દેખાવાનું બંધ થઈ ગયું હોય તો શું એ વ્યક્તિએ ૫૦ વર્ષ સુધીમાં જે જે વસ્તુઓ જોઈ હતી તેનું જ્ઞાન જતું રહે છે? ના. આંખો નષ્ટ થઈ છતાં પણ જ્ઞાન તો રહે જ છે. આંખો નષ્ટ થયા પછી પણ તેને પૂછવામાં આવે કે તમે જે ઘટ-પટ વગેરે પદાર્થો જોયા હતા તેનું જ્ઞાન તમને છે કે નહીં?' તો તે જરૂર હા પાડશે. આંખ દ્વારા પહેલાં જે સુંદર ચિત્રો જોયા હતા, તે આંખના નાશ પછી પણ યાદ રહે છે. આમ, ઇન્દ્રિય નષ્ટ થઈ જવા છતાં પણ જ્ઞાન રહે છે. ઇન્દ્રિયોનો નાશ થઈ જાય છતાં ઇન્દ્રિય દ્વારા ઉપલબ્ધ વસ્તુનું સ્મરણ કાળાંતરે પણ થાય છે. આમ, ઇન્દ્રિયોનો નાશ થયા પછી પણ સ્મરણ થાય છે. કદાચિત્ કોઈ ઇન્દ્રિયમાં ખોડખાંપણ આવી હોય કે નાશ પામી હોય, તોપણ તે ઇન્દ્રિય દ્વારા અનુભવેલી વસ્તુનું જીવ સ્મરણ કરી શકે છે. ત્વચાથી થયેલા સ્પર્શેનું જ્ઞાન ત્વચા જૂઠી પડી ગયા પછી, જીભથી લીધેલા સ્વાદો જીભ છેડાયા પછી, નાસિકાથી સુંઘેલ ગંધ નાક નિરુપયોગી થયા પછી, આંખે જોયેલું રૂપ અંધાપો આવ્યા પછી, કાને સાંભળેલ શબ્દો બહેરાશ આવ્યા પછી પણ યાદ આવે છે. ઇન્દ્રિય વિના પણ વસ્તુનું સ્મરણ થઈ શકે છે, તો તે સ્મરણ કોને થાય છે? આનો ઉત્તર એ જ છે કે ઇન્દ્રિયોનો નાશ થયા પછી પણ તેના વિષયનું સ્મરણ કરનાર આત્મા જ છે. આત્માને જ તે યાદ આવે છે. સ્મરણ એ જ્ઞાનનો જ પ્રકાર છે અને આત્મા જ જ્ઞાન ગુણનો માલિક છે, ગુણી છે. એકનું અનુભવેલું બીજા કોઈને યાદ આવતું નથી. એકે કાંઈ જોયું હોય તે બીજાને સાંભરતું નથી. માટે જો ઇન્દ્રિયોથી ભિન્ન એવું કોઈ સ્વતંત્ર જાણનાર તત્ત્વ માનવામાં ન આવે તો તે તે ઇન્દ્રિયો જૂઠી પડી ગયા પછી, તેનો નાશ થયા પછી પણ તે ઇન્દ્રિયથી અનુભવેલું યાદ આવે છે તે કોને યાદ આવે છે? અનુભવ કરનાર ઇન્દ્રિયોની શક્તિ ક્ષય થઈ જવા છતાં જે યાદ આવે છે તે આત્મા વગર સંભવી શકે નહીં. આત્માને જ સ્મૃતિ થાય છે. ઇન્દ્રિયો દ્વારા અનુભવ ગ્રહણ કરનાર આત્મા જ છે અને ઇન્દ્રિયોનો નાશ થવા છતાં તેનો નાશ નથી થયો, માટે તેને સર્વ યાદ આવે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ અધ્યાત્મસાર'માં લખે છે કે શરીરના અંગને આત્મા કહી શકાય નહીં, કારણ કે શરીરના કોઈ પણ અંગનો નાશ થયા પછી પણ પૂર્વે તે અંગથી પ્રાપ્ત થયેલા પદાર્થનું સ્મરણ થઈ શકે છે. જેમ ઘરના ગવાક્ષનો નાશ થવા છતાં પણ તે ગવાક્ષથી પ્રાપ્ત થયેલા પદાર્થને જાણનાર માણસને તેની સ્મૃતિ થાય છે, તેમ શરીરનું અંગ આત્મા થઈ જ શકતું નથી, કેમ કે શરીરનાં ચક્ષુ વગેરે અંગનો નાશ થયા પછી પણ તે ચક્ષુ વગેરે અંગ વડે જાણેલા રૂપાદિ વિષયોની સ્મૃતિ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫O ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કાળાંતરે આત્માને થાય છે. ઘરના ગવાક્ષનો નાશ થવા છતાં પણ, તે પડી જવા છતાં પણ, તે ગવાક્ષથી પ્રાપ્ત થયેલા પદાર્થોના સ્મરણ કરનાર પુરુષની જેમ શરીરરૂપ ઘરને વિષે રહેલો આત્મા નેત્રાદિ ઇન્દ્રિયોરૂપ ગવાક્ષ વડે પૂર્વે જોયેલા રૂપાદિ વિષયોનું સ્મરણ કરે છે. ૧ જેમ એક મહેલના પાંચ ઝરૂખા છે. તેમાંના એક ઝરૂખે બેસીને રાજા અમુક વસ્તુ જુએ છે. ત્યાર પછી અકસ્માતુ તે ઝરૂખો તૂટી પડે છે. કિંતુ ઝરૂખો નષ્ટ થઈ જાય છતાં પણ રાજા તેમાંથી જોયેલ વસ્તુને સ્મરી શકે છે. તેમ ચક્ષુ આદિ ઇન્દ્રિયોનો નાશ થઈ ગયા પછી પણ તે વ્યક્તિને તે ઇન્દ્રિયથી અનુભવેલી વસ્તુનું સ્મરણ થાય જ છે. જો ચક્ષુ આદિ ઇન્દ્રિયોથી આત્મા ભિન્ન ન હોત તો તેનો નાશ થઈ ગયા પછી તે ઇન્દ્રિયે અનુભવેલાનું સ્મરણ થઈ શકત જ નહીં, માટે ચક્ષુ આદિથી આત્મા ભિન્ન સિદ્ધ થાય છે. જ્ઞાનધારક આત્મતત્ત્વ ઇન્દ્રિયોથી ભિન્ન છે. આમ, ઇન્દ્રિયો માત્ર સાધન છે. તેના દ્વારા ગ્રહણ કરેલા વિષયને જાણનાર તથા યાદ રાખનાર તેનાથી ભિન્ન છે, કારણ કે ઇન્દ્રિયવ્યાપાર બંધ થયા પછી પણ અથવા તો ઇન્દ્રિયોનો નાશ થઈ જાય છતાં પણ ઇન્દ્રિયો દ્વારા ઉપલબ્ધ વસ્તુનું સ્મરણ થાય છે. આત્મા અને ઇન્દ્રિયોની ભિન્નતાની સિદ્ધિ માટે આનાથી બીજો પ્રબળ પુરાવો કયો હોઈ શકે? તેથી આત્મા ઇન્દ્રિયોથી અતિરિક્ત સ્વતંત્ર દ્રવ્ય છે એમ માનવું યોગ્ય છે. જેમ દંડાદિ કરણોનો કુંભાર અધિષ્ઠાતા છે, તેમ પાંચ ઇન્દ્રિયોનો અધિષ્ઠાતા આત્મા છે. જે કરણ હોય છે તેનો કોઈ અધિષ્ઠાતા હોય જ છે. આકાશની જેમ, જેનો કોઈ અધિષ્ઠાતા ન હોય તે કરણ નથી બની શકતું. ઇન્દ્રિયો કરણ હોવાથી તેનો પણ કોઈ અધિષ્ઠાતા છે અને તે આત્મા છે. સર્વ ઇન્દ્રિયોની સત્તાથી જે પર છે એવો આત્મા ઇન્દ્રિયોનો પણ ઇન્દ્ર - અધિષ્ઠાતા - સ્વામી છે. તે શરીરની અંદર રહી, સર્વ ઇન્દ્રિયોના વિષયોને જાણે છે તથા ઇન્દ્રિયોનું સંચાલન કરે છે. જો ઇન્દ્રિયોને જ આત્મા તરીકે સ્વીકારવામાં આવે તો અનેક અસંગતિઓ ઊભી થાય. જો ઇન્દ્રિય જ આત્મા હોય તો તેની જ્ઞાનશક્તિ મર્યાદિત થઈ જાય. પ્રત્યેક ઇન્દ્રિય માત્ર પોતાના જ વિષયને ગ્રહણ કરતી હોવાથી આત્માની ગ્રહણશક્તિ ઘણી જ મર્યાદિત થઈ જાય, પરંતુ આત્મા તો અનંત જ્ઞાનનો સ્વામી છે. ઇન્દ્રિયોની ગ્રહણશક્તિ સીમિત છે, મર્યાદિત છે; જ્યારે આત્માની જ્ઞાનશક્તિ અસીમિત છે, અમર્યાદિત છે. વળી, ઇન્દ્રિયો કાળક્રમે ઘસાઈ જાય છે અને નષ્ટ પણ થઈ જાય છે. જો ઇન્દ્રિય જ ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, અધ્યાત્મસાર', પ્રબંધ ૪, શ્લોક ૭૭ 'नात्माङ्ग विगमेऽप्यस्य तल्लब्धानुस्मृतिर्यतः । व्यये गृहगवाक्षस्य तल्लब्धार्थाधिगन्तृवत् ।।' Page #184 -------------------------------------------------------------------------- ________________ ગાથા-પર ૧૫૧ આત્મા હોય તો ઇન્દ્રિય નષ્ટ થતાં જ્ઞાનશક્તિ પણ નષ્ટ થઈ જાય. વળી, જો ઇન્દ્રિય જ આત્મા છે. એમ માનવામાં આવે તો એક શરીરમાં પાંચ આત્મા માનવા પડે. જો એક શરીરમાં અનેક આત્માઓ હોય તો પદાર્થના અનેક ધર્મોનું જ્ઞાન કરવાવાળા જ્ઞાતાને તે પદાર્થનું વ્યવસ્થિત જ્ઞાન થઈ શકે નહીં, કારણ કે એક શરીરમાં અનેક આત્માઓ માનવાથી ચન્નુરૂપ અવયવમાં રહેલો આત્મા રૂપનું અવલોકન કરશે અને શ્રોત્રરૂપ અવયવમાં રહેલો આત્મા શબ્દનું શ્રવણ કરશે. આમ, ચક્ષુસ્થ આત્મા તેના વિષયનું જ્ઞાન કરશે, જ્યારે બીજો આત્મા બીજા વિષયનું જ્ઞાન કરશે; તેથી પદાર્થના સર્વ વિષયોનું જ્ઞાન એકસાથે ન થવાથી તે પદાર્થનો નિશ્ચય થઈ શકશે નહીં. માટે પ્રત્યેક ઇન્દ્રિયમાં ભિન્ન ભિન્ન આત્મા સંભવી શકે નહીં. એક શરીરમાં જ્ઞાતારૂપ એક આત્મા રહેલો હોવાથી વ્યવસ્થિતપણે ‘હું જોઉં છું', ‘હું સાંભળું છું' ઇત્યાદિ જ્ઞાનનો નિશ્ચય થાય છે. આમ, આત્મા ઇન્દ્રિયોથી ભિન્ન, સર્વ ઇન્દ્રિયોના વિષયને જાણનાર પદાર્થ છે. પ્રસ્તુત ગાથામાં પ્રત્યેક ઇન્દ્રિયને માત્ર પોતાના વિષયનું જ જ્ઞાન છે એમ જે કહ્યું તે પણ ઉપચારથી કહેવામાં આવ્યું છે. વાસ્તવમાં ઇન્દ્રિય તો જડ છે. એ પોતાની જાતે કોઈ વિષયને ગ્રહણ કરી શકતી નથી. જો આત્માનો જ્ઞાન-ઉપયોગ ઇન્દ્રિય સાથે જોડાયેલો ન હોય તો ઇન્દ્રિય તેના વિષયને ગ્રહણ કરી શકતી નથી. ઇન્દ્રિય પોતાનો વિષય પણ આત્મા વિના અનુભવી શકતી નથી, તેનું જ્ઞાન કરી શકતી નથી, તેનું સ્મરણ કરી શકતી નથી. ચક્ષુ આદિ ઇન્દ્રિયો તો બાહ્ય પદાર્થને જાણવામાં નિમિત્તમાત્ર છે. પ્રત્યેક ઇન્દ્રિય માત્ર પોતાના વિષયના ગ્રહણમાં નિમિત્ત છે, વિષયનું જ્ઞાન તો શરીરમાં રહેલો આત્મા જ કરે છે. ઇન્દ્રિયો ભૌતિક છે. ભૂતોમાં જ્ઞાન ગુણ નથી, તેથી તેનાં કાર્યરૂપ ઇન્દ્રિયમાં પણ જ્ઞાન ગુણ ન જ હોય. ઇન્દ્રિયોમાં જ્ઞાન ગુણ નથી, તેમજ તે જ્ઞાન ગુણનો આશ્રય પણ નથી. જ્ઞાન ગુણનો આશ્રય તો આત્મા જ છે. જ્ઞાન એ આત્માનો ગુણ છે. આત્મા જ્ઞાનવાન છે, ચૈતન્યસ્વભાવી છે. આત્માના એક એક પ્રદેશે જ્ઞાન છે. જ્ઞાનસ્વભાવી આત્મા છદ્મસ્થ દશામાં ઇન્દ્રિયોના માધ્યમ વડે જગતના પદાર્થોને જાણે છે. ઇન્દ્રિયોમાં જ્ઞાન ગુણ સંભવતો નથી, તેથી ઇન્દ્રિયો સ્વતંત્રપણે ગ્રાહક થઈ શકતી નથી. ઇન્દ્રિયો જ પોતે ઉપલબ્ધિની કર્તા નથી. ઇન્દ્રિયોનો વ્યાપાર હોવા છતાં ઘણી વાર અન્યમનસ્કને વસ્તુની ઉપલબ્ધિ કદાચિત્ થતી પણ નથી, માટે ઘટાદિ પદાર્થોનું જ્ઞાન ઇન્દ્રિયોને નહીં, પણ તેથી ભિન્ન એવા બીજા કોઈ પદાર્થને થાય છે. ઇન્દ્રિયોથી ભિન્ન એવો આત્મા ઉપલબ્ધિકર્તા છે, ઇન્દ્રિયો તો તેનાં ઉપકરણો છે. આમ, પાંચ ઇન્દ્રિયો રૂપાદિને ગ્રહણ કરે છે એ સત્ય નથી. ઇન્દ્રિયો ગ્રહણકર્તા નહીં પણ ગ્રહણ કરવામાં માત્ર સાધનરૂપ જ છે. ઇન્દ્રિયો ઉપલબ્ધિમાં સહકારી હોવાથી જો ઉપચારથી Page #185 -------------------------------------------------------------------------- ________________ ઉપર ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન ઇન્દ્રિયોને ગ્રાહક કહેવામાં આવે તો તેમાં કોઈ દોષ નથી. આત્માનો જ્ઞાનોપયોગ જે ઇન્દ્રિય સાથે જોડાયો હોય તે ઇન્દ્રિય તેના વિષયને રહણ કરે છે. ઇન્દ્રિય તેના વિષયના સંપર્કમાં આવે છે ત્યારે આ નિમિત્ત મળતાં જ્ઞાનોપયોગ તે સમયે તે ઇન્દ્રિયવ્યાપારમાં જોડાય છે અને પછી તે વિષયનું - વસ્તુનું જ્ઞાન થાય છે. બે માણસની જીભના ટેરવા ઉપર સફેદ ચળકતી જુદી જુદી જાતની બે કણીઓ મૂકવામાં આવી, તો એકે કહ્યું કે “આ ગળી છે' અને બીજાએ કહ્યું કે “આ તૂરી છે', કેમ કે એક કણી સાકરની હતી અને બીજી કણી ફટકડીની હતી. પહેલી કણી સાકરની હતી, જે ગળી લાગી અને બીજી કણી ફટકડીની હતી જે તૂરી લાગી. આ ગળપણ અને તૂરાશ જાણનાર કોણ? સામાન્યપણે એમ કહેવાશે કે જીભે તે વસ્તુના સ્વાદનું જ્ઞાન કર્યું, પરંતુ કેવળ એમ નથી. જીભ કાંઈ એકલી એ કામ કરી શકતી નથી. જાણવાની શક્તિ ઇન્દ્રિયમાં નથી, તેને માત્ર આત્મા જ જાણી શકે છે. જીભ ઉપર સાકરની કે ફટકડીની કણી મૂકવામાં આવે છે ત્યારે તેમાં રહેલો ગળ્યો કે તૂરો રસ આત્માની જ્ઞાનશક્તિ દ્વારા જણાય છે. જીભની અંદર અસ્ત્રાની ધાર જેવા આકારના સૂક્ષ્મ જ્ઞાનતંતુઓ છે. તેની સાથે જીભ ઉપર મૂકાયેલી સાકરનો કે ફટકડીનો સંબંધ થાય છે, તે જ વખતે ગળ્યો કે તૂરો રસ જાણવાની આત્મામાં રહેલી જ્ઞાનશક્તિ જાગૃત થઈને તરત તેને જાણી લે છે. આ કણી ગળી છે', ‘આ કણી તૂરી છે' એમ નક્કી કરનાર આત્માની જ્ઞાનશક્તિ છે. આત્મામાં રહેલી જ્ઞાનશક્તિને ભાવ ઇન્દ્રિય કહેવાય છે. પૌદ્ગલિક બાહ્ય ઇન્દ્રિય તે દ્રવ્ય ઇન્દ્રિય કહેવાય છે. દ્રવ્ય ઇન્દ્રિય અને ભાવ ઇન્દ્રિયનો ભેદ સમજાવતાં સિદ્ધાંતચક્રવર્તી શ્રી નેમિચંદ્રજી ‘ગોમ્મટયાર'માં લખે છે કે મતિજ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી ઉલ્થ વિશુદ્ધિ અથવા તજ્જન્ય બોધ તે ભાવેન્દ્રિય. દેહઉદયજન્ય દેહચિહ્ન તે દ્રવ્યન્દ્રિય.૧ દરેક ઇન્દ્રિયના દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકાર છે, જેમ કે દ્રવ્ય સ્પર્શેન્દ્રિય અને ભાવ સ્પર્શેન્દ્રિય, દ્રવ્ય રસનેન્દ્રિય અને ભાવ રસનેન્દ્રિય ઇત્યાદિ. જીભ ઉપર સાકરનો કણ મૂકતાં ‘આ ગળ્યું છે' એમ જણાય છે. આમાં બે કાર્ય થયાં, એક શરીરનું કાર્ય અને બીજું આત્માનું. જીભ અને તેની અંદરનો સૂક્ષ્મ આકારનો અવયવ એ બન્ને શરીરનાં તત્ત્વોમાંથી બનેલ છે, અર્થાત્ પૌગલિક છે અને આત્માનો જે ઉપયોગ જોડાય છે, એ આત્માનું જ્ઞાનતત્ત્વ છે. આમાં જીભ અને તેની અંદરનો અવયવ તે 'નિવૃત્તિ દ્રવ્ય ઇન્દ્રિય કહેવાય છે અને તેમાં પોતાનો જ વિષય ૧- જુઓ : સિદ્ધાંતચક્રવર્તી શ્રી નેમિચંદ્રજીકૃત, ‘ગોમટસાર', જીવકાંડ, ગાથા ૧૬૫ 'मदिआबरणखओवसमुत्थविसुद्धी हु तज्जबोहो वा । भाविंदियं तु दव्वं देहुदयजदेहचिण्हं तु ।।' Page #186 -------------------------------------------------------------------------- ________________ ગાથા-પર ૧૫૩ જાણવાની જે શક્તિ છે તે ‘ઉપકરણ દ્રવ્ય ઇન્દ્રિય' કહેવાય છે. આત્મામાં રહેલી જ્ઞાનશક્તિને લબ્ધિ ભાવ ઇન્દ્રિય અને તેની જાગૃતિને ‘ઉપયોગ ભાવેન્દ્રિય' કહેવાય છે. ૧ આ વિષયને સૂકમતાથી સમજીએ. (૧) દ્રવ્ય ઇન્દ્રિય (૨) ભાવ ઇન્દ્રિય નિવૃત્તિ દ્રવ્ય ઇન્દ્રિય ઉપકરણ દ્રવ્ય ઇન્દ્રિય લબ્ધિ ભાવ ઇન્દ્રિય ઉપયોગ ભાવ ઇન્દ્રિય બાહ્ય અત્યંતર, (૧) દ્રવ્ય ઇન્દ્રિયના બે વિભાગ છે - નિવૃત્તિ અને ઉપકરણ. ઇન્દ્રિયની દશ્ય આકૃતિ નિવૃત્તિ દ્રવ્ય ઇન્દ્રિય કહેવાય છે. નિવૃત્તિ દ્રવ્ય ઇન્દ્રિય'ના બે પ્રકાર છે - બાહ્ય નિવૃત્તિ અને અત્યંતર નિવૃત્તિ. બાહ્ય અવયવ તે બાહ્ય નિવૃત્તિ દ્રવ્ય ઇન્દ્રિય અને અંદરનો અવયવ તે અત્યંતર નિવૃત્તિ દ્રવ્ય ઇન્દ્રિય. કેવળ સ્પર્શેન્દ્રિયને બાહ્ય નિવૃત્તિ નથી હોતી. જીભ રસનેન્દ્રિયની બાહ્ય નિવૃત્તિ છે, નાક ધ્રાણેન્દ્રિયની બાહ્ય નિવૃત્તિ છે, આંખ ચક્ષુરિન્દ્રિયની બાહ્ય નિવૃત્તિ છે અને કાન શ્રોત્રેન્દ્રિયની બાહ્ય નિવૃત્તિ છે. આ ભિન્ન ભિન્ન પ્રાણીઓમાં ભિન્ન ભિન્ન પ્રકારની હોય છે. ચામડી, જીભ, નાક, આંખ, કાનનાં સંસ્થાનોમાં રહેવાવાળાં પુદ્ગલોના આકારવિશેષને અત્યંતર નિવૃત્તિ કહે છે. સ્પર્શેન્દ્રિયની અત્યંતર નિવૃત્તિ ભિન્ન ભિન્ન પ્રાણીઓમાં શરીર અનુસાર હોય છે. રસનેન્દ્રિયની અત્યંતર નિવૃત્તિ અસ્ત્રાના આકારની હોય છે. ધ્રાણેન્દ્રિયની અત્યંતર નિવૃત્તિ અતિમુક્તક ફૂલ કે મોટા ઢોલના આકારની હોય છે. ચક્ષુરિન્દ્રિયની અત્યંતર નિવૃત્તિ મસૂરની દાળના આકારની હોય છે. શ્રોત્રેન્દ્રિયની અત્યંતર નિવૃત્તિ કદંબના ફૂલ સમાન ગોળ હોય છે. વિષય જાણવાની શક્તિને ‘ઉપકરણ દ્રવ્ય ઇન્દ્રિય' કહે છે. ઉપકરણ દ્રવ્ય ઇન્દ્રિયથી આત્મા બાહ્ય અને અત્યંતર અવયવો દ્વારા વસ્તુને જાણવા સમર્થ થઈ શકે છે. (૨) ભાવેન્દ્રિયના પણ બે પ્રકાર છે - લબ્ધિ અને ઉપયોગ. મતિજ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ એ લબ્ધિ કહેવાય છે અને તેના પરિણામસ્વરૂપે વિષય સંબંધી આત્માનો જે ચેતનાવ્યાપાર થાય છે તેને ઉપયોગ કહેવાય છે. મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર', અધ્યાય ૨, સૂત્ર ૧૭,૧૮ 'निर्वृत्त्युपकरणे द्रव्येन्द्रियम् । लब्ध्युपयोगौ भावेन्द्रियम् ।' Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન ઇન્દ્રિયોમાં જે જાણવાની શક્તિ પ્રગટે તે લબ્ધિ છે અને લબ્ધિના સામર્થ્યથી આત્મા ઇન્દ્રિયોના વિષયોમાં પ્રવૃત્ત થાય, સમયસર ઇન્દ્રિયો યથોચિત કામ આપે તે ઉપયોગ છે. અહીં સાકરના દષ્ટાંતમાં ગળ્યા સ્વાદનો અનુભવ થવો તે જિદ્વા-ઇન્દ્રિય મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમના કારણે છે. તે એક જાતની શક્તિરૂપે હોવાથી તેને ‘લબ્ધિ ભાવેન્દ્રિય' કહે છે. એ શક્તિ આત્મામાં હોવા છતાં જ્યાં સુધી તેનો ઉપયોગ કરવાનો પ્રસંગ નથી મળતો ત્યાં સુધી એ શક્તિ એમ ને એમ પડી રહે છે, પરંતુ જીભ ઉપર સાકરની કણી મૂકતાંની સાથે જ એ શક્તિ જાગૃત થાય છે. આ જાગૃત થવાનું નામ ‘ઉપયોગ ભાવેન્દ્રિય' છે. આ રીતે કોઈ પણ ઇન્દ્રિયનો પોતાના વિષય સાથે બાહ્ય આકાર દ્વારા અંદરના આકાર સાથે સંબંધ થાય છે કે તુરંત આત્મામાં પ્રગટેલી જ્ઞાનશક્તિ જાગૃત થઈ, તે ઇન્દ્રિયની શક્તિ જે વિષયને જાણવાની હોય, તે દ્વારા તે વિષય જણાય છે. જેમ કે આ ગળ્યું છે એમ જાણીને નિશ્ચય કરે છે કે ‘મેં ગળ્યો રસ ચાખ્યો.' આમ, જ્ઞાન કરનાર તો આત્મતત્ત્વ જ છે. ઇન્દ્રિયો તો માત્ર સાધન છે. ઇન્દ્રિયો એક પ્રકારનું યંત્ર છે અને આત્મા તેને ચલાવવાવાળો કારીગર છે. ઇન્દ્રિય પોતે પદાર્થોનું જ્ઞાન કરવામાં સમર્થ નથી, કારણ કે તે જડ છે. જ્ઞાન એ ઇન્દ્રિયનો નહીં પણ આત્માનો ગુણ છે. આત્મા જ ચક્ષુ આદિ દ્વારા ઘટ-પટાદિ પદાર્થોને જાણે છે. ઇન્દ્રિયોના માધ્યમથી થતા આ જ્ઞાનવ્યાપાર ઉપરથી શરીરમાં રહેલા આત્માનું અનુમાન થઈ શકે છે, કારણ કે આત્માની ચૈતન્યશક્તિ હોય તો જ ઇન્દ્રિય પોતાના વિષયનું જ્ઞાન કરી શકે છે, માટે ઇન્દ્રિય દ્વારા થતો જે જ્ઞાનવ્યાપાર એ આત્માને ઓળખવાની નિશાની છે. તેના આધારે ઇન્દ્રિય શબ્દની એક વ્યુત્પત્તિ આ પ્રમાણે છે - ‘ઇન્દ્ર એટલે આત્મા અને તેને ઇય' પ્રત્યય ચિનના અર્થમાં લગાડીને ઇન્દ્રિય શબ્દ બનેલો છે. તેથી ઇન્દ્રિય એટલે આત્માનું ચિહ્ન એવો વ્યુત્પત્તિ અર્થ થાય છે. ૧ ઇન્દ્રિયોનો સંબંધ બહાર તેમજ ભીતર, એમ બે જગ્યાએ છે. ઇન્દ્રિયો બહારમાં પદાર્થ સાથે જોડાયેલી હોય છે અને એ જ ઇન્દ્રિયો ભીતરમાં આત્માની સાથે પણ જોડાયેલી હોય છે. જેમ કોઈ વ્યક્તિ પોતાનો હાથ લંબાવીને બીજી વ્યક્તિનો હાથ પકડે છે, તો તેનો હાથ બે જગ્યાએ જોડાયેલો છે. એક બાજુથી તે હાથ અન્ય વ્યક્તિના હાથ સાથે જોડાયેલો છે અને બીજી બાજુથી તે હાથ તે વ્યક્તિ સાથે પણ જોડાયેલો છે; એ જ રીતે ઇન્દ્રિય જ્યારે વિષયને ગ્રહણ કરે છે ત્યારે તેનું એક બાજુ બહારના જગતની સાથે જોડાણ છે અને બીજી બાજુ આત્મા સાથે જોડાણ છે. ઇન્દ્રિય ૧- જુઓ : સિદ્ધાંતચક્રવર્તી શ્રી નેમિચંદ્રજીકૃત, ‘ગોમ્મસાર', જીવકાંડ, ગાથા ૧૬૪ ‘ત “ન્દ્રિયાત્મનો ત્રિ' યત્રિ | Page #188 -------------------------------------------------------------------------- ________________ ગાથા-પર ૧૫૫ જ્યારે બાહ્ય વિષયને જાણવા માટે પ્રવર્તે છે, તે ક્ષણે તેનું જોડાણ અંતરજગત સાથે પણ છે. માત્ર તેના પ્રત્યે અજ્ઞાની જીવનું લક્ષ હોતું નથી. સ્વયંની સાથેના જોડાણની તેને સમજણ નથી. તેને સ્વની પકડ નથી. ઇન્દ્રિયમાર્ગમાં પ્રવર્તતી ભીતરની ચેતનાનું તેને ભાન નથી. નેત્રાદિ ઇન્દ્રિયો દ્વારા રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દને જાણનાર અતીન્દ્રિય આત્મતત્ત્વનું તેને ભાન નથી; તેથી તે શરીર, ઇન્દ્રિયથી ભિન્ન એવા આત્મતત્ત્વનો સ્વીકાર કરતો નથી. આમ, આત્મા ઇન્દ્રિયોથી ભિન્ન છે. ઇન્દ્રિયો તો જડ પૌલિક પદાર્થ છે, જ્યારે આત્મા ચેતન પદાર્થ છે. આત્મા ઇન્દ્રિયો વડે પરપદાર્થોને જાણે છે. આત્માની પ્રેરણાથી ત્વચા આદિ પાંચ ઇન્દ્રિયો પોતપોતાના વિષયને જાણવામાં પ્રવૃત્ત થાય છે. તેમાંની એક પણ ઇન્દ્રિય પોતાના વિષય સિવાય બીજી ઇન્દ્રિયના વિષયને અનુભવતી નથી, જ્યારે આત્મા એ પાંચ ઇન્દ્રિયોના વિષયને જાણે છે. આ પ્રમાણે પ્રસ્તુત ગાથામાં શ્રીમદે ઇન્દ્રિય તથા આત્મા વચ્ચેનો સંબંધ દર્શાવી ઇન્દ્રિયથી આત્માની ભિન્નતા સ્પષ્ટ કરી છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘છે ઇન્દ્રિય પ્રત્યેકને, આત્માનો આધાર; એથી એ કારજ કરે, સ્પર્ધાદિક વ્યાપાર. કરતાં થાય તેહને, નિજ નિજ વિષયનું જ્ઞાન; આંખ સુણે નહિ શબ્દને, રૂપ જુએ નહિ કાન. સ્પર્શ ન જાણે ગંધ, રસના ન લહે ગંધ; પાંચ ઇન્દ્રીના વિષયનું, જ્ઞાન વગર પ્રતિબંધ. જડ ઇન્દ્રિય જાણે નહિ, માન અને અપમાન; સર્વ જગતના વિષયનું, પણ આત્માને ભાન.' ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૨૬ (શ્રી ગિરધરભાઈરચિત, 'શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૨૦૫-૨૦૧૮) Page #189 -------------------------------------------------------------------------- ________________ Page #190 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૫૩ २८ . Mणे oneantonov , ned a beaut, ८ - onc.. Page #191 -------------------------------------------------------------------------- ________________ Page #192 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૫૩ - ગાથા ૫રમાં શ્રીગુરુએ કહ્યું કે પાંચ ઇન્દ્રિયો પોતપોતાના જ વિષયને જાણે ભૂમિકા " છે, જ્યારે આત્મા તો પાંચે ઇન્દ્રિયોના સર્વ વિષયોને જાણે છે, માટે આત્મા ઇન્દ્રિયોથી જુદો છે. ગાથા ૫૧ તથા પર દ્વારા શ્રીગુરુએ એમ બતાવ્યું કે આત્મા એક, અતીન્દ્રિય, જ્ઞાનધારક, સ્વતંત્ર પદાર્થ છે. તે ઇન્દ્રિયગ્રાહ્ય પણ નથી અને ઇન્દ્રિયરૂપ પણ નથી એમ બતાવી, ગાથા ૪૫માં શિષ્ય રજૂ કરેલી દલીલનું સચોટ સમાધાન આપ્યું. હવે ગાથા ૪૬માં રજૂ કરેલી દલીલનું સમાધાન શ્રીગુરુ કરે છે. ગાથા ૪૬માં શિષ્ય કહ્યું હતું કે અથવા દેહ જ આતમા, અથવા ઇન્દ્રિય પ્રાણ; મિથ્યા જુદો માનવો, નહીં જુદું એંધાણ', અર્થાત્ દેહ, ઇન્દ્રિય અથવા શ્વાસોચ્છવાસને જ આત્મા માનવા યોગ્ય છે; આત્માને તેનાથી ભિન્ન માનવો મિથ્યા છે, કારણ કે આત્માના હોવાપણાની બીજી કોઈ નિશાની છે નહીં. આ દલીલના પૂર્વાર્ધનું સમાધાન ગાથા ૨૩ તારા તથા ઉત્તરાર્ધનું સમાધાન ગાથા ૫૪ દ્વારા શ્રીગુરુ કરે છે. આત્માનું દેહ, ઇન્દ્રિય તથા પ્રાણથી ભિન્ન એવું સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ કરતાં શ્રીગુરુ કહે છે – “દેહ ન જાણે તેહને, જાણે ન ઇંદ્રી, પ્રાણ; આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તે જાણ.” (૫૩) - દેહ તેને જાણતો નથી, ઇંદ્રિયો તેને જાણતી નથી અને શ્વાસોચ્છવાસરૂપ પ્રાણ અર્થ) * પણ તેને જાણતો નથી; તે સૌ એક આત્માની સત્તા પામીને પ્રવર્તે છે, નહીં તો જડપણે પડ્યાં રહે છે, એમ જાણ. (૫૩) દેહ, ઇન્દ્રિય કે પ્રાણ જ આત્મા છે એ વિકલ્પનું આયથાર્થપણું સમજાવતાં ભાવાર્થ 4 શ્રીગુરુ કહે છે કે પુદ્ગલમય દેહ તે આત્મા નથી, તે દેહના અંગભૂત એવી પાંચ ઇન્દ્રિયો પણ આત્મા નથી તથા શ્વાસોચ્છવાસરૂપ પ્રાણ પણ આત્મા નથી; કારણ કે તે સર્વેમાં જાણવાનો સ્વભાવ નથી. તે સર્વ પોતાને પણ જાણતાં નથી તથા એકબીજાને પણ જાણતાં નથી, તેથી જ્ઞાનગુણધારક પદાર્થ આ સર્વથી ભિન્ન છે એમ સિદ્ધ થાય છે અને આ જ્ઞાનગુણધારક પદાર્થ તે આત્મા છે. વળી તે સર્વ, ચૈતન્યવંત સત્તાના સંયોગથી પોતાનું કાર્ય કરે છે અને તે સત્તાનો ગાથા | Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વિયોગ થતાં તેનાં કાર્ય અટકી જાય છે; અર્થાતુ દેહ, ઇન્દ્રિય તથા પ્રાણ આત્માના અસ્તિત્વ વડે જ પોતપોતાની પ્રવૃત્તિમાં પ્રવર્તે છે, નહીં તો જડપણે પડ્યાં રહે છે. તે સર્વનો સંચાલક આત્મા જ છે. મડદાને પણ દેહાદિ છે, પરંતુ તેમાં સંચાલક આત્મા ન હોવાથી તે નિશ્ચિત - નિષ્ક્રિય બની જાય છે, માટે તે સર્વને સંચાલન કરનાર આત્મા આ ત્રણેથી જુદો છે એમ સિદ્ધ થાય છે. - દેહ, ઇન્દ્રિય અને શ્વાસોચ્છવાસરૂપ પ્રાણમાં જાણવાની શક્તિ નહીં હોવાથી વિશેષાર્થ) તે અચેતન પદાર્થો છે. દેહ, ઇન્દ્રિય અને પ્રાણ જ્ઞાનગુણરહિત, જડ, પૌલિક પદાર્થ છે; તેથી તે ત્રણે પોતાને પણ જાણતાં નથી તથા એકબીજાને પણ જાણતાં નથી. દેહ ઇન્દ્રિયોને જાણતો નથી, અર્થાતુ પોતાને કેટલી ઇન્દ્રિયો છે અને તે શું કામ કરી રહી છે તેનું જ્ઞાન પણ દેહને નથી. દેહ જાણતો નથી કે કાન આ સ્થાને છે અને નાક આ સ્થાને છે. તેને શ્વાસોચ્છવાસનું જ્ઞાન પણ નથી, અર્થાત્ દેહ જાણતો નથી કે તે કઈ રીતે શ્વાસ લે છે? કેટલા શ્વાસ લીધા અને કેટલા લેવા જોઈએ? કેમ લેવા જોઈએ? આમ, દેહ ઇન્દ્રિયો તથા પ્રાણને જાણતો નથી, તેવી જ રીતે ઇન્દ્રિયો પણ દેહ અને પ્રાણને જાણતી નથી. એક પણ ઇન્દ્રિય જાણતી નથી કે તે દેહના કયા ભાગમાં રહેલી છે; તેમજ તેને શ્વાસની પ્રક્રિયાનું જ્ઞાન પણ નથી. વળી, એક ઇન્દ્રિયને બીજી ઇન્દ્રિયના વિષયનું જ્ઞાન પણ નથી. શ્વાસોચ્છવાસરૂપ પ્રાણ પણ દેહ અને ઇન્દ્રિયને જાણતો નથી. શ્વાસ જાણતો નથી કે તે દેહના કયા ભાગમાં કામ કરી રહ્યો છે. શ્વાસ ઇન્દ્રિય સંબંધી પણ કંઈ જાણતો નથી. દેહ, ઇન્દ્રિય, પ્રાણ એ બધાં જ્ઞાનરહિત જડ પદાર્થો છે. દેહાદિ ચેતનાશક્તિરહિત જડ પદાર્થો છે અને જો તેમાંથી કોઈને પણ આત્મા માનવામાં આવે તો તે પદાર્થ જડના બદલે જ્ઞાનયુક્ત, ચેતન સિદ્ધ થાય; કારણ કે જ્ઞાન એ આત્માનો ગુણ છે અને દેહાદિ જડ છે એ વ્યવહારસિદ્ધ છે. દેહાદિ ક્યારે પણ જાણી શકતાં નથી, તેથી જ્ઞાન ગુણનો ગુણી એવો આત્મપદાર્થ દેહાદિથી ભિન્ન માનવો ઘટે છે. જ્ઞાનનો આશ્રયભૂત એવો આત્મા દેહાદિથી ભિન્ન છે અને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે એમ સિદ્ધ થાય છે; માટે દેહ, ઇન્દ્રિય કે પ્રાણ આત્મા નથી. જો તેમાં જ્ઞાન ગુણ જ નથી તો તેને આત્મા કેવી રીતે માની શકાય? જ્ઞાન એ સ્વતંત્ર આત્મતત્ત્વનો અસાધારણ ધર્મ છે, જેના વડે આત્મા આ વસ્તુ આવી છે', ‘આ વસ્તુ તેવી છે એવું જાણી શકે છે. જેમ ઉખા વિના અગ્નિ અથવા આદ્રતા વિના જળની કલ્પના કરી શકાતી નથી, તેમ જ્ઞાન આત્માનો અસાધારણ ધર્મ હોવાથી જ્ઞાન વિનાના આત્માની કલ્પના કરી શકાતી નથી. આત્મા જોનાર, જાણનાર પદાર્થ છે. દેહ, ઇન્દ્રિય તથા શ્વાસોચ્છવાસરૂપ પ્રાણ Page #194 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૩ ૧૬૧ જડ હોવાથી જ્ઞાયક આત્મપદાર્થને જાણી શકતા નથી. જો તે જડ પદાર્થોનાં જ્ઞાન માટે પણ અસમર્થ છે, તો તે ચેતનને કઈ રીતે ગ્રહણ કરી શકે? ઊલટું આત્મા તો દેહાદિ સર્વને જાણે છે, તેથી ફલિત થાય છે કે દેહ, ઇન્દ્રિય કે પ્રાણ એ ત્રણે આત્મા નથી અને જડ હોવાથી તે આત્માને જાણી પણ શકતાં નથી. આમ, શ્રીગુરુએ અહીં બતાવ્યું કે દેહ, ઇન્દ્રિય તથા પ્રાણ જડ પદાર્થ છે. તેનામાં ચેતનતા નથી, તેથી તે ત્રણે આત્મા નથી. દેહાદિ જડ હોવાના કારણે તે આત્માને જાણી શકતાં નથી. જેની સત્તા વડે જ દેહ, ઇન્દ્રિય અને પ્રાણ પોતપોતાની નિયમિત પ્રવૃત્તિમાં પ્રવર્તવા શક્તિમાન થાય છે, તે દ્રવ્ય આત્મા છે. ગમનાગમન, હલનચલન આદિ સમસ્ત દેહપ્રવૃત્તિ આત્માના અસ્તિત્વ વિના થઈ શકતી નથી. આત્માનું અસ્તિત્વ ન હોય તો મૃતકપણે નિર્જીવ એવો જડ દેહ પડ્યો રહે છે. તે કોઈ પણ કાર્યમાં પ્રવર્તી શકતો નથી. તેવી જ રીતે પોતપોતાની વિષયગ્રહણરૂપ પ્રવૃત્તિમાં પાંચ ઇન્દ્રિય પણ આત્મા હોય તો જ પ્રવર્તી શકે છે, નહીં તો શૂન્યપણે પડી રહે છે; તેમજ શ્વાસોચ્છવાસરૂપ પ્રાણ પણ આત્માની સત્તા હોય તો જ પ્રવર્તી શકે છે. આ વિષયને વિસ્તારથી વિચારીએ – (૧) આત્માની સત્તા વડે દેહ પ્રવર્તે છે. કેટલાક લોકો એમ માને છે કે આત્માની કોઈ સ્વતંત્ર સત્તા નથી. ચૈતન્યના આધાર તરીકે આત્મા નામનો દેહથી ભિન્ન એવો કોઈ પદાર્થ માનવાની જરૂર નથી. ચૈતન્યમય એવો દેહ તે જ આત્મા છે. આત્મા કોઈ પૃથક્ દ્રવ્ય નથી. આત્મા અને દેહ એક છે. આમ, તેઓ દેહને જ આત્મા માને છે અને તે માટે અનેક તર્કો પણ આપે છે. પરંતુ જો ચૈતન્ય એ દેહનો ધર્મ કે કાર્ય હોય તો, ‘જે જેનો ધર્મ અથવા કાર્ય હોય તે તેના સર્ભાવમાં જરૂર હોય છે' એ ન્યાય અનુસાર દેહની દરેક અવસ્થામાં ચૈતન્ય જણાવું જોઈએ. જેમ જીવંત દેહમાં ચૈતન્ય જણાય છે, તેમ મૃતદેહમાં પણ ચૈતન્ય જણાવું જોઈએ; પણ તેમ તો જણાતું નથી. જ્યારે મૃત કલેવરને જોવામાં આવે છે ત્યારે તેને અત્યંત સ્પષ્ટપણે અચેતન તરીકે સ્વીકારવામાં આવે છે. તેથી ચૈતન્ય દેહનો ધર્મ કે કાર્ય નથી. જીવ મરે છે ત્યારે તેનો દેહ જેવો હતો તેવો જ હોય છે. તેની આકૃતિ, હાથ, પગ વગેરે જેવાં હતાં તેવાં જ હોય છે; પરંતુ મરી ગયા પછી તેનામાં જરા પણ જીવંતતા દેખાતી નથી. તે કાંઈ જ કરી શકતો નથી. જીવ મૃત્યુ પામે પછી દેહની ક્રિયાઓ બંધ થઈ જાય છે. તેનું મરણ થયું તે પહેલાં તે ખાવા માટે માંગતો હતો, પીવા માટે માંગતો હતો. હવે તે કાંઈ જ માંગતો નથી. હવે તેના મુખમાં અન્નનો કોળિયો મૂકવામાં આવે તો શું તે ખાશે? અને પાણી મૂકવામાં આવે તો શું તે પીશે? Page #195 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન મરણપથારીએ પડેલો અસ્વસ્થ જીવ કફ કાઢવા પ્રયત્ન કરે છે, બોલવા પ્રયત્ન કરે છે; પણ મરણ પછી દેહ શું આ ક્રિયાઓ કરી શકે છે? તે હવે થોડો પણ કફ કાઢી શકે તેમ નથી. બોલવા-ચાલવાની, આહાર-નિહારની વગેરે કોઈ પણ ક્રિયા, કોઈ પણ શારીરિક ચેષ્ટા તે કરી શકે તેમ નથી. ૧૬૨ - જ્યારે તે જીવંત હતો ત્યારે તે કહેતો હતો કે ‘આ મારી પત્ની, આ મારા પુત્રો, આ મારાં સગાં છે'; તો પછી હવે કેમ બોલતો નથી? મરણની થોડી વાર પહેલાં તો બોલતો હતો કે “મારી પત્નીનું શું થશે? જે પુત્રોને મેં આટલો પ્રેમ કર્યો, તેમનું શું થશે? સંપત્તિનું શું થશે?' એમ કહીને તે નિઃશ્વાસ મૂકતો હતો, દુઃખી થતો હતો, આંસુ સારતો હતો; તે બધું મૃત્યુ થતાં એકાએક કેમ બંધ થઈ ગયું? શું પત્ની ઉપરથી તેનો મોહ ઓછો થઈ ગયો? શું પુત્ર ઉપરનો પ્રેમ નષ્ટ થઈ ગયો? શું ધનસંપત્તિનું આકર્ષણ ઓછું થઈ ગયું? એવું નથી અને છતાં બધાં કામ બંધ થઈ ગયાં. એનો એ જ દેહ હોવા છતાં મૃત્યુ પછી પત્નીના કલ્પાંતથી તેની આંખોમાંથી આંસુ નીકળતાં નથી, પુત્રના વિરહકલ્પાંતની કોઈ અસર દેખાતી નથી. મરી ગયેલા મનુષ્યને કોઈ ગાળ આપે તો તે પ્રત્યુત્તર આપે છે શું? કોઈ તેનું અપમાન કરે કે મુક્કા મારે તો તે બદલો લેશે શું? કોઈ તેના વખાણ કરે તો તે આનંદિત થશે શું? પહેલાં અગ્નિનો જરા પણ સ્પર્શ થાય તો તે વેદનાથી વ્યાકુળ થતો હતો, પરંતુ તે હવે ચિતા પર સૂવા છતાં પણ ચૂં કે ચાં કરતો નથી. તેને કેમ કોઈ સંવેદન થતું નથી? રોજ કેટલા બધા લોકો મરે છે અને નજરે દેખાય છે કે મૃત્યુ થતાં હલન, ચલન, ખાવું, પીવું, બોલવું, ગાવું વગેરે બધી ક્રિયાઓ બંધ થઈ જાય છે. મડદામાં કોઈ ક્રિયા થતી નથી. આનું કારણ શું? આનું કારણ એ જ છે કે જે ક્રિયાઓ કરનારો હતો તે ચાલ્યો ગયો છે. તે ક્રિયાનો મૂળભૂત પ્રવર્તક દેહમાંથી નીકળી ગયો છે. આ પ્રવર્તક તે આત્મા છે. જો દેહ જ આત્મા હોય તો મૃતાવસ્થામાં પણ બધી ક્રિયાઓ થવી જોઈએ, પણ તેમ થતું ન હોવાથી એ વાત નક્કી થાય છે કે તે ક્રિયાઓનો પ્રવર્તક દેહથી ભિન્ન એવો કોઈ પદાર્થ છે. ક્રિયાઓના પ્રવર્તક તરીકે સ્વતંત્ર આત્માની સિદ્ધિ થાય છે, તેથી આત્મા અને દેહ એક નથી. મડદું પણ દેહ તો છે જ, પરંતુ તેમાં આત્મા નથી એટલે દેહની કોઈ ક્રિયા થતી નથી. આત્માની અનુપસ્થિતિ હોવાથી મૃતક કોઈ ક્રિયા કરતું નથી. તે ક્રિયાઓનો પ્રવર્તક એવો આત્મા ચાલ્યો ગયો હોવાથી દેહ સર્વચેષ્ટારહિત, સર્વક્રિયારહિત નિષ્ક્રિય થઈ જાય છે. દેહમાં આત્મા હોય છે ત્યાં સુધી જ બધી પ્રવૃત્તિઓ થઈ શકે છે. ઊઠવું, બેસવું, આવવું, જવું, ઊંઘવું, જાગવું, બોલવું, ઉધરસ-છીંક ખાવી, બગાસુ Page #196 -------------------------------------------------------------------------- ________________ ગાથા-પ૩ ૧૬૩ ખાવું, આહાર લેવો, તેને પચાવવો, તેનું વિસર્જન કરવું, દેહમાં સપ્ત ધાતુનું નિર્માણ કાર્ય કરવું, મળને બહાર કાઢવો, અશ્રુગ્રંથિમાં આંસુ નિર્માણ કરવાં, તેને આંખના માર્ગે બહાર કાઢવાં વગેરે તમામ ક્રિયાઓનો પ્રવર્તક આત્મા છે. દેહમાં જ આ બધી ક્રિયાઓ થાય છે, પરંતુ તેનો પ્રવર્તક દેહમાં જ રહેનારો અને દેહથી જુદો એવો ચૈતન્યમય આત્મા છે. દેહ એક વાઘ સમાન છે. વાઘને કોઈ વગાડનાર ન હોય તો તે વાગતું નથી, તેવી રીતે દેહમાં આત્મા ન હોય તો તેનામાં કોઈ ક્રિયા થતી નથી. આત્માની સત્તાના કારણે દેહનાં કાર્યો થાય છે. દેહને જીવંત, ક્રિયાશીલ, કાર્યશીલ બનાવનારું તત્ત્વ - ચેતનતત્ત્વ તેનાથી ભિન્ન છે. આ રહસ્યને એક ઉદાહરણ વડે સરળતાથી સમજી શકાશે. કોઈ કારખાનું ટેલિવિઝનનું ઉત્પાદન કરે, પરંતુ કારખાનામાંથી નીકળેલો એ ટી.વી. કાર્ય તો ત્યારે જ કરે છે કે જ્યારે વિદ્યુતમોજાંઓ એની અંદર દાખલ થાય છે. વિદ્યુતમોજાંઓની હાજરીમાં જ ટી.વી. કાર્ય કરે છે, તેમ દેહની ક્રિયાઓ માત્ર આત્માની હાજરીમાં જ જોવા મળે છે. જેમ કારખાનામાં તૈયાર થયેલા ટી.વી.નું અને ચિત્ર તથા ધ્વનિ દ્વારા એને ‘જીવંત' (કાર્યશીલ) બનાવનારાં વિદ્યુતમોજાઓનું અસ્તિત્વ પરસ્પરથી સ્વતંત્ર છે; તેમ કાયાનું અને તેને જીવંત બનાવનાર ચેતન આત્માનું અસ્તિત્વ એકબીજાથી સ્વતંત્ર છે. આત્માને દેહથી ભિન્ન એક સ્વતંત્ર તત્ત્વ તરીકે નહીં સ્વીકારનારાઓની એવી માન્યતા છે કે કોષ એ ચેતનાનું પ્રાથમિક એકમ છે. અગણિત કોષો એકત્ર થઈ દેહના ભિન્ન ભિન્ન અવયવો બને છે અને તે અવયવો અલગ અલગ એકમ તરીકે સ્વતંત્ર કામગીરી બજાવતા રહે છે અને એ સઘળા અવયવો મળી દેહરૂપ એક મોટું એકમ સર્જી છે. જેમ એ દેહરૂપ એકમના છૂટા છૂટા અવયવો અન્ય અવયવોના સુમેળમાં રહી પોતાની સ્વતંત્ર કામગીરી બજાવે છે, તેમ તે પ્રત્યેક અવયવના ઘટક કોષો પણ પરસ્પર સુમેળમાં રહી પોતાની સ્વતંત્ર કામગીરી બજાવે છે, અર્થાતુ પ્રત્યેક કોષ પોતાની સ્વતંત્ર ચેતના દર્શાવે છે. આવી માન્યતા સ્વીકારવામાં આવે તો પ્રશ્ન થાય છે કે જો સ્વતંત્ર ચેતનાવાળાં એ એકમો (દેહના ભિન્ન ભિન્ન અવયવો અને તેનાં ઘટક કોષો) માત્ર કાર્યરત રહે એટલું જ નહીં, તે એવી રીતે સુમેળમાં રહીને કાર્ય કરે છે તેથી દેહરૂપ એક મોટું એકમ સર્જાય અને તે દેહ કાર્ય કરતો રહે, તો આ યોજના કરનાર કોણ છે? વળી, મૃત્યુ થતાં દેહરૂપ એકમ ખોટવાઈ પડે છે તથા તેની સાથે જ સમસ્ત અંગો કે જે પોતે પણ ચેતનાના સ્વતંત્ર એકમ તરીકે કામ કરતાં હતાં તે; અને તેના પણ ઘટક કોષો કે જે ચેતનાનાં નાનકડાં સ્વતંત્ર એકમો છે, તે બધાં એકસામટાં કેમ ચેતનાવિહીન બની જાય છે? જો દરેક કોષને પોતાની વ્યક્તિગત ચેતના છે, તો એ વ્યક્તિગત ચેતનાવાળા દેહના બધા જ કોષો એકસાથે પોતાનું કાર્ય કરતાં કેમ બંધ પડે Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન છે? મરણ થતાં જ તે દેહમાં રહેલા બધા અવયવોના બધા જ કોષોનું વિઘટન શા માટે થવા લાગે છે? વળી, તેઓ કહે છે કે ન્યુકલીક એસિડ' જ સર્વ પ્રકારનાં ‘વાઇટલ ફંક્શન્સ'નો આધાર છે. પરંતુ જો તેમ હોય તો દેહનો માત્ર એક અવયવ - હૃદય, તે બંધ પડતાં જ બધાં જ ‘વાઇટલ ફંક્શન્સ' કેમ બંધ પડે છે? એક બાજુ એમ જોવામાં આવે છે કે પૂરેપૂરો શક્તિવંત, ‘વાઇટેલિટિ’ થી ભરપૂર દેહ પણ હૃદય બંધ પડતાં મડદું બને છે; તો બીજી બાજુ એમ જોવામાં આવે છે કે તદ્દન અશક્ત દેહ કે જેના ઘણા અવયવો ખોટવાઈ ગયા હોય અને જીવનશક્તિ ક્ષીણ થઈ ગઈ હોય, તે લાંબા સમય સુધી જીવંત રહે છે, જીવન ટકાવી રાખે છે. એ માંદલા દેહમાં પણ ચયાપચયની ક્રિયા ચાલુ રહે છે, જ્યારે સુદઢ દેહને હૃદય બંધ પડતાં જ મૃત જાહેર કરવામાં આવે છે. હૃદયની પ્રક્રિયા ઉપરથી જીવન-મરણનો નિર્ણય કરવામાં આવે છે, પણ ધારો કે એક માણસ અકસ્માતથી મરણ પામ્યો અને એનું હૃદય બીજાના દેહમાં રોપવા માટે કાઢી લેવાયું, તો એને જે ક્ષણે મૃત જાહેર કરાયો તે ક્ષણે એનું હૃદય ચાલુ હતું કે બંધ? જો એ ચાલુ હોય તો એ સમયે એ વ્યક્તિનું મરણ થયું એમ શેના ઉપરથી નક્કી કરવામાં આવ્યું હતું? અને જો એ બંધ પડેલું હોવાથી મૃત્યુ જાહેર કરાયું હોય તો આ દેહમાં કાર્ય કરતું અટકી ગયેલું હૃદય બીજા દેહમાં ફરી કાર્ય કરતું કઈ રીતે થઈ શકે છે? આ હકીકત જો વિચારીએ તો એ વાતની પ્રતીતિ થાય છે કે દેહમાં ચાલી રહેલ હૃદયના ધબકારા કે લોહીના પરિભ્રમણના આધારે જીવન ટકે છે એવું નથી. દેહને જીવંત રાખનાર તત્ત્વ એ માત્ર કોઈ રાસાયણિક પ્રક્રિયાની નીપજ નથી. દેહની જીવંતતા, હૃદયના ધબકારા, લોહીનું પરિભ્રમણ અને દેહમાં ચાલી રહેલી સમગ્ર રાસાયણિક પ્રક્રિયાઓનો આધાર દેહ અને ચૈતન્યસ્વરૂપી આત્માનો સંયોગ છે. જીવન એ ચૈતન્યવંત આત્મા અને જડ પુદ્ગલતત્ત્વના બનેલા પાર્થિવ દેહના એક વ્યવસ્થિત સંયોગની અવસ્થા છે. દેહને જીવંત બનાવનાર તત્ત્વ ચૈતન્યવંત આત્મા છે. જેના સંયોગથી દેહમાં જીવંતતા આવે છે અને વિયોગથી દેહ જડપણે પડી રહે છે તે પદાર્થ દેહથી ભિન્ન એવો આત્મા છે. મૃત દેહમાં ચૈતન્યતા જણાતી નથી, તેથી ચૈતન્ય એ દેહનો સ્વભાવ નથી. ચૈતન્યતા દેહના કારણે નહીં પણ દેહ સિવાયની અન્ય કોઈ વસ્તુના કારણે છે. આમ માનવાથી દરેક પ્રાણીમાં દેહ ઉપરાંત આત્મા નામની ચૈતન્યમય વસ્તુ છે એ સિદ્ધ થઈ જાય છે. ચૈતન્યલક્ષણયુક્ત આત્મા દેહમાં બિરાજમાન છે એમ સિદ્ધ થાય છે. મૃત દેહ તથા જીવંત દેહના ભેદનો વિચાર કરતાં દેહથી પર એવા કોઈ Page #198 -------------------------------------------------------------------------- ________________ ગાથા-પ૩ ૧૬૫ પદાર્થની પ્રતીતિ થાય છે. મૃત્યુ અને જીવનની ભેદરેખા આંકનાર તત્ત્વની વિચારણા કરતાં આત્માની સિદ્ધિ સ્વયમેવ થઈ જાય છે. વિચાર કરતાં જણાય છે કે દેહથી પૃથક એવું આત્મદ્રવ્ય દેહમાંથી નીકળી જાય છે ત્યારે જ જીવન સમાપ્ત થઈ મરણ નીપજે છે. દેહની અંદર જ્યાં સુધી આત્મા રહે છે ત્યાં સુધી જીવન કહેવાય છે અને જ્યારે આત્મા તે દેહને છોડે છે ત્યારે મરણ કહેવાય છે. જીવંત અવસ્થામાં દેહ અને આત્મા બન્ને સાથે હોય છે, જ્યારે મૃત્યુ અવસ્થામાં બન્ને જુદા થઈ જાય છે. આમ, આત્માનો સંયોગ હોય ત્યારે જ દેહ ચેષ્ટા કરી શકે છે. આત્માની સત્તા વડે દેહ પ્રવર્તે છે અને આત્મા ન હોય તો તે નિષ્ક્રિયપણે - નિશ્ચેષ્ટપણે પડ્યું રહે છે. તેથી આત્મા દેહથી જુદું એક સ્વતંત્ર દ્રવ્ય સિદ્ધ થાય છે. જેમ એંજિન અને ડ્રાઈવર એક નથી, તેમ દેહ અને આત્મા એક નથી. દેહને આત્મા માનનાર ભૂલ કરે છે. દેહને આત્મા માનવાની આ ભૂલ ભાંગવા યોગ્ય છે. દેહ અને આત્માની ભિન્નતાનો સ્પષ્ટપણે સ્વીકાર કરવા યોગ્ય છે. (૨) આત્માની સત્તા વડે ઇન્દ્રિય પ્રવર્તે છે. કેટલાક લોકો એમ કહે છે કે દેહ ભલે આત્મા ન હોય પણ દેહના ચક્ષુ આદિ ઇન્દ્રિયરૂપ અંગ તે આત્મા છે. દેહમાં રહેવાવાળી ઇન્દ્રિયો જ આત્મા છે, કારણ કે તે દ્વારા જ્ઞાન થાય છે અને જ્ઞાન આત્માનો સ્વભાવ છે. તેઓ જ્ઞાનને ઇન્દ્રિયનો જ ગુણ માને છે, કારણ કે જ્ઞાનપ્રવૃત્તિ ઇન્દ્રિય દ્વારા થાય છે, પણ આ માન્યતા ભૂલભરેલી છે. જ્ઞાનને ઇન્દ્રિયનો ગુણ માની શકાય નહીં, પણ ઇન્દ્રિયથી ભિન્ન એવા આત્માનો ગુણ જ માનવો ઘટે છે. તેનું કારણ એ છે કે જો ઇન્દ્રિય સ્વયં જ જાણી શકતી હોત તો મૃતાવસ્થામાં પણ એને એ જ ઇન્દ્રિય હોવાથી તેનું જાણવું ચાલુ રહેવું જોઈએ, તેની પ્રવૃત્તિમાં કોઈ અંતરાય ન આવવો જોઈએ; પરંતુ આવું બનતું નથી. જો જ્ઞાન કરવાની શક્તિ ઇન્દ્રિયો જ ધરાવતી હોય તો મૃત દેહને પણ ઇન્દ્રિયો તો છે જ, તો પછી તેને જ્ઞાન કેમ થતું નથી? મનુષ્યના મૃત દેહને પાંચ ઇન્દ્રિયો હોય છે, તોપણ એક પણ ઇન્દ્રિય કામ નથી કરતી. જોવાનું, સાંભળવાનું, સૂંઘવાનું, ચાખવાનું, સ્પર્શવાનું, બધી જ ક્રિયા બંધ થઈ જાય છે. ઇન્દ્રિય અને આત્મા અભિન્ન હોય તો આવું કઈ રીતે સંભવે? જ્યારે એક તંદુરસ્ત માણસ મૃત્યુ પામે છે ત્યારે તે જ ક્ષણે આંખ કેમ દેખાતી બંધ થઈ જાય છે? તે મડદાની આંખ સુંદર પણ છે અને વ્યવસ્થિત છે. તેની આંખનો પડદો વગેરે બધું જેવું હતું તેવું જ છે, છતાં તેને કેમ નથી દેખાતું? આંખો ખુલ્લી હોય તોપણ મડદું કેમ નથી જોઈ શકતું? આંખની જોવાની શક્તિ તો નષ્ટ નથી થઈ, કારણ કે એ જ આંખને બીજા જીવંત દેહમાં રોપવામાં આવે છે ત્યારે તે બીજી વ્યક્તિ તે આંખ દ્વારા જોઈ શકે છે. મરી ગયા પછી ચક્ષુદાન કરવામાં આવે છે. એ મૃતકની Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આંખો તાત્કાલિક કાઢી નાખવામાં આવે અને પછી તે બીજા કોઈને લગાડવામાં આવે તો જે મનુષ્યને તે આંખો બેસાડી હોય તે જોઈ શકે છે, પણ મડદું નથી જોઈ શકતું. આંખ તો એ જ છે, તો આ ભેદ કેમ? માટે એવો કોઈ પદાર્થ જરૂર અસ્તિત્વ ધરાવે છે કે જેના કારણે આંખ જોવાનું કાર્ય કરે છે અને જો તે ન હોય તો આંખ નિષ્ક્રિય થઈ જાય છે. આ પદાર્થ તે આત્મા છે. આના ઉપરથી સિદ્ધ થાય છે કે આંખ દ્વારા જ્ઞાન કરનાર, જોનાર કોઈ બીજો જ પદાર્થ છે, એટલે કે આત્મા છે. આંખ તો માત્ર સાધન જ છે. મડદાને આંખરૂપી સાધન તો છે, પરંતુ દેહમાં કોઈ જોનાર હવે રહ્યો નથી, તેથી આંખ હોવા છતાં પણ એ મૃતક કોઈને જોઈ નથી શકતું. મૃત દેહની આંખ નથી જોઈ શકતી, કારણ કે જોનાર દેહમાંથી ચાલ્યો ગયો છે. જ્યાં જોનાર આત્મા છે ત્યાં જ આંખ દ્વારા સામે રહેલા રૂપ-રંગયુક્ત દૃશ્ય દેખાય છે. આત્મા વિના માત્ર આંખથી કશું જ્ઞાન થતું નથી. પાંચ ઇન્દ્રિયના વ્યાપાર - સ્પર્શવાના, ચાખવાના, સુંઘવાના, જોવાના અને સાંભળવાના વ્યાપાર તે પાંચ ઇન્દ્રિયથી પર એવી કોઈ વસ્તુ ન હોય તો થઈ શકતા નથી. જો એમ થઈ શકતું હોત તો મરણ પામેલ દેહમાં બધી ઇન્દ્રિય હોવાના કારણે સર્વ વ્યાપાર થઈ શકત, પણ તેમ થઈ શકતું નથી; તેથી જીવમાત્રમાં એક એવી વસ્તુ છે કે તે વસ્તુની જ્યાં સુધી દેહમાં હાજરી હોય છે ત્યાં સુધી જીવની ત્વચા સ્પર્શ કરી શકે છે, જીભ રસ ચાખી શકે છે, નાસિકા ગંધ લઈ શકે છે, ચક્ષુ જોઈ શકે છે અને કાન સાંભળી શકે છે. ટૂંકમાં કહીએ તો ઇન્દ્રિયોનો સર્વ વ્યાપાર ત્યાં સુધી જ ચાલે છે કે જ્યાં સુધી દેહમાં ઇન્દ્રિયોથી ભિન્ન એવો એક ચૈતન્યવંત પદાર્થ હોય છે. જેના કારણે સર્વ ઇન્દ્રિયવ્યાપારો ચાલે છે, તે પદાર્થ ઇન્દ્રિયોથી ભિન્ન એવો આત્મા છે અને તે પદાર્થ દેહમાંથી નીકળી જતાં સર્વ પ્રકારનાં ઇન્દ્રિયવ્યાપારી બંધ પડે છે. આમ, આત્મા જ જોનાર છે, સાંભળનાર છે, સુંઘનાર છે, ચાખનાર છે, સ્પર્શનાર છે. આત્મા ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન કરે છે. ઇન્દ્રિયો કરણ છે અને આત્મા એ સર્વ ઇન્દ્રિયોનો અધિષ્ઠાતા છે. દેહમાંથી આત્મા નીકળે એ જ ક્ષણે ઇન્દ્રિયની પ્રવૃત્તિ બંધ થઈ જાય છે. જ્યારે આત્મા ઇન્દ્રિયથી પૃથક્ થાય છે ત્યારે ઇન્દ્રિય કોઈ પણ પ્રકારનું જ્ઞાન કરી શકતી નથી. ઇન્દ્રિય આત્માની મદદ વિના જ્ઞાન કરી શકતી નથી. ઇન્દ્રિય ન તો સ્વયં કોઈ વસ્તુ જાણી શકે છે, ન તેનો અનુભવ યાદ રાખી શકે છે. આત્માનો સંયોગ હોય તો જ ઇન્દ્રિયો પોતપોતાના વિષયના ગ્રહણનું કાર્ય કરી શકે છે. આત્માની સત્તા ન હોય તો તે જડપણે પડી રહે છે, તેથી આત્મા અને ઇન્દ્રિય જુદાં છે. જો આત્મા ન હોય તો ઇન્દ્રિય પોતાના વિષયને ગ્રહણ કરી શકતી નથી, એટલે ઇન્દ્રિય જ આત્મા નથી, પણ ઇન્દ્રિયથી આત્મા ભિન્ન છે. આ વાતને યથાર્થપણે જાણી લેવામાં Page #200 -------------------------------------------------------------------------- ________________ ગાથા-પ૩ ૧૬૭ આવે તો ઇન્દ્રિયને આત્મા માની લેવાની ભૂલ ન થાય અને ઇન્દ્રિય એ આત્મા નથી એ નિશ્ચય થાય. (૩) આત્માની સત્તા વડે શ્વાસોચ્છવાસરૂપ પ્રાણ પ્રવર્તે છે. કેટલાક લોકો એવું મંતવ્ય રજૂ કરે છે કે શ્વાસોચ્છવાસરૂપ પ્રાણ છે તે જ આત્મા છે, એ સિવાય અન્ય કોઈને આત્મા માનવાનો કોઈ અર્થ નથી. તેઓ પ્રાણને જ આત્મા માને છે. તેઓ એમ માને છે કે આત્માનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. પ્રાણવાયુમાં ચૈતન્યજનક સ્વભાવ છે. પ્રાણવાયુથી જ ચૈતન્યની ઉત્પત્તિ છે. મૃતદેહમાં પ્રાણવાયુનો અભાવ હોવાથી ચૈતન્યનો અભાવ છે. પ્રાણવાયુનો અભાવ જ એમાં કારણ છે. શ્વાસ જ જીવન-મરણની ભેદરેખા આંકનાર તત્ત્વ છે, અર્થાત્ શ્વાસ બંધ થઈ જાય એટલે માણસનું મૃત્યુ થઈ જાય છે. પરંતુ આમ માનવું મિથ્યા છે. આત્માના કારણે જ ચૈતન્યતા છે. મૃતદેહમાં પ્રાણવાયુનો અભાવ હોવાથી ચૈતન્ય નથી એ વાત સત્ય નથી, પરંતુ હકીકત એ છે કે આત્માનો અભાવ હોવાથી તેમાં ચૈતન્ય નથી. દેહમાંથી આત્મા નીકળી જાય છે એટલે શ્વાસોચ્છવાસની ક્રિયા બંધ થઈ જાય છે. દેહમાંથી આત્માનું નીકળવું અને શ્વાસનું બંધ થવું આ બન્ને ક્રિયા એકસાથે જ થાય છે, તેથી એવો ભ્રમ ઉત્પન્ન થાય છે કે પ્રાણવાયુના અભાવના કારણે માણસનું મરણ થાય છે. મૃત્યુ કંઈ પ્રાણવાયુનો અભાવ નથી. મૃત્યુ એટલે દેહ અને આત્માનો વિયોગ. પ્રાણવાયુ હોવા છતાં પણ આત્મા દેહને છોડીને ચાલ્યો જાય છે. રક્તપરિભ્રમણ, શ્વસનતંત્ર આદિના સંચાલક એવા આત્માના જવાથી દેહનું તંત્ર બંધ પડી જાય છે. પછી તેને ઑક્સિજન કે ઇજેશન આપીને પુનઃ જીવંત કરી શકાતું નથી. મૃતકના દેહમાં વાયુનો પ્રવેશ કરાવવામાં આવે તો શું એ મૃતક ફરી જીવતો થઈ શકશે? શું એ મૃતકમાં ફરી ચેતના આવી શકશે? શું એ મૃતક ફરી બોલી શકશે? શું મડદાને પ્રાણવાયુ આપવાથી તે હલન-ચલન કરી શકશે? ના. મડદાને ફરીથી જિવાડવા માટેના ગમે તેટલા જુદા જુદા પ્રયત્નો કરવામાં આવે તો પણ કોઈ સફળ પરિણામ આવતું નથી. મૃત દેહમાં પ્રાણવાયુ પૂરીને રક્તપરિભ્રમણ કરાવવાની ઘણી મહેનત કરવામાં આવે છે, પરંતુ આજની તારીખમાં તો વિજ્ઞાન આ દિશામાં જરા પણ સફળ થયું નથી. ભલેને કોઈ પણ વૈજ્ઞાનિક મૃત દેહમાં પ્રાણવાયુ પૂરવાની કે રક્ત સંચાર કરવાની ગમે તેટલી મહેનત કરે, પરંતુ જો તેનો ચાહક આત્મા જ ત્યાં નથી, તો પછી આ પ્રાણવાયુ આદિ ગ્રહણ કોણ કરશે? તેથી તો મડદું પુનર્જીવિત થાય એવી શક્યતા એક અંશમાત્ર જેટલી પણ નથી. મડદાને પ્રાણવાયુ દ્વારા પુનર્જીવિત કરવું ક્યારે પણ સંભવિત નથી. મૃત દેહમાં પ્રાણવાયુ દાખલ કરવામાં આવે તો પણ તેમાં જીવનનો સંચાર થતો નથી. મૃતદેહની અંદર નળી દ્વારા પ્રવેશ કરાયેલો વાયુ તેમાં ચૈતન્યને ઉત્પન્ન કરવા Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન સમર્થ નથી. આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય'માં લખે છે કે નાસ્તિકવાદીઓના મત અનુસાર પ્રાણવાયુ હોય ત્યારે ચૈતન્ય હોય છે અને પ્રાણવાયુ ન હોય ત્યારે ચૈતન્ય હોતું નથી; માટે ચૈતન્યની સાથે પ્રાણવાયુ અન્વય-વ્યતિરેક હોવાથી ચૈતન્ય પ્રત્યે પ્રાણવાયુ કારણ છે. આ વાત યોગ્ય નથી. પ્રાણવાયુ જ્યારે હોય ત્યારે ચૈતન્ય હોય જ' એવો નિયમ હોઈ શકતો નથી, કારણ કે મૃતદેહની અંદર નળીથી પ્રાણવાયુ પૂરવામાં આવે તો પણ ચૈતન્ય દેખાતું નથી.' જો પ્રાણવાયુના આધારે જીવન ટકાવી શકાતું હોત તો તો ઑક્સિજનના બાટલાઓના આધારે માણસને જીવતો રાખી શકાત. આ પ્રમાણે ઉપચાર થઈ શકતો હોત તો કોઈ મૃત્યુ જ ન પામત. જો પ્રાણવાયુ જ જીવનનો એકમાત્ર આધાર હોત તો કોઈ પણ વ્યક્તિ મરત જ નહીં. જો જીવન માટે માત્ર પ્રાણવાયુની જ આવશ્યકતા રહેતી હોત તો સમાજમાં કોઈ પણ મરવા ન પામત. આ જગતમાં એક પણ વ્યક્તિ મૃત્યુ ન પામત. બીજાને તો ઠીક પણ દુનિયાના મહાન લોકોને તો મૃત્યુથી મુક્તિ મળી જ જાત. પરંતુ રોજ હજારો માણસો મરે છે અને મહાનુભાવો પણ મરે જ છે. જેમને સિલિંડર માંથી નળી દ્વારા કસિજન આપવાનો ચાલુ હોય છે, તેઓ પણ મરતાં જોવા મળે છે. પ્રાણવાયુ જ જીવનનો આધાર હોત તો નળી દ્વારા જેને પ્રાણવાયુ મળવાનો સતત ચાલુ હોય તે તો મરત જ નહીં. પ્રાણવાયુ હોવા છતાં પણ જે જન્મે છે તે બધા મરે પણ છે જ. આના ઉપરથી એટલું જ સમજવાનું છે કે આત્મા છે ત્યાં સુધી જ જીવન રહે છે. આત્મા ચાલ્યો જતાં કોઈ પણ સંજોગોમાં કોઈ પણ પ્રાણી જીવિત રહી શકતું નથી. આત્મા હોય તો જ જીવન ટકે છે, આત્મા જતો રહે તો ઑક્સિજનના બાટલાઓના આધારે પણ જીવન ટકતું નથી. આત્મા વિના શ્વાસોચ્છવાસની પ્રવૃત્તિ ચાલતી નથી. આત્માની સત્તા હોય ત્યાં સુધી જ શ્વાસની પ્રવૃત્તિ છે. શ્વાસની પ્રવૃત્તિ તો માત્ર દેહમાં આત્મા હોવાની નિશાની છે, શ્વાસોચ્છવાસરૂપ પ્રાણ એ આત્મા નથી. પ્રાણ અને આત્મા તદન ભિન્ન છે. પ્રાણ અને આત્માનું ભિન્નપણું સમજવાને બદલે તે બન્નેને એક માનવાની ભૂલ અજ્ઞાની કરી બેસે છે. આમ, આ ગાથામાં શ્રીગુરુ સ્પષ્ટપણે સમજાવે છે કે આત્મા સાથે સંયોગ હોય ત્યાં સુધી દેહ, ઇન્દ્રિય અને પ્રાણ પોતપોતાની પ્રવૃત્તિ કરી શકે છે. આત્માની સત્તા વડે જ તે સર્વ પ્રવર્તે છે. આત્માની સત્તા ન હોય તો તે નિષ્ક્રિય પડ્યાં રહે છે. આત્મા અને દેહાદિ એક નથી ઠરતાં, પણ ભિન્ન વસ્તુઓ ઠરે છે. આત્મા દેહ, ઇન્દ્રિય ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, શાસ્ત્રવાર્તાસમુચ્ચય', શ્લોક ૬૯ 'तेन तदभावभावित्वं न भूयो नलिकादिना । संपादितेऽप्यतत्सिद्धेः सोऽन्य एवेति चेद न तत् ।।' Page #202 -------------------------------------------------------------------------- ________________ ગાથા-પ૩ ૧૬૯ કે પ્રાણથી ભિન્ન વસ્તુ છે, માટે તે ત્રણેથી ભિન્ન કોઈ આત્મા જેવો પદાર્થ નથી એમ માનવું મિથ્થા સાબિત થાય છે. શ્રી સહજાનંદઘનજી લખે છે – હું કોણ? તું છો સિદ્ધ સમ, સત્તામયી આભા અહો! શું દેહ હું? ના દેહ બલ્બથી, ભિન્ન તું વીજળી સમો; શું ઇન્દ્રી હું? ના ઇન્દ્રિયો, છે ગોખ દેહમકાનના, શાથી કહો? કહું અનુભવે, શબને તું જે સ્મશાનમાં. શું પ્રાણ હું? ના પ્રાણ જડ, જાણે ન ગાઢ સુષુપ્તિમાં, અન્તઃકરણ હું? ના તેહનો તું, છો જ પ્રેરક આતમા;૧ આત્મા દેહ, ઇન્દ્રિય અને પ્રાણથી ભિન્ન છે, છતાં પણ તેની સાથેના નિરંતર સંયોગના કારણે જીવને તેની ભિન્નતા ભાસતી નથી. દેહ આત્માથી ભિન્ન છે, પરંતુ સંસારી અવસ્થામાં તે બન્ને ભેગા રહે છે. જ્યાં જ્યાં સંસારી આત્મા હોય છે, ત્યાં ત્યાં દેહ પણ હોય જ છે. સંસારી આત્મા દેહમાં રહે છે. અનાદિથી ચાલી આવતી સંસારી અવસ્થામાં આત્મા અને દેહ બન્ને એકત્ર રહ્યા હોવાથી જીવને અજ્ઞાનના કારણે દેહ અને આત્મા એક લાગે છે. જીવ દેહને આત્મા માની લે છે, પરંતુ વાસ્તવમાં દેહ એ આત્મા નથી. તે બને તદ્દન જુદાં દ્રવ્યો છે. દરેક સંસારી આત્માને દેહ હોય છે અને તે દેહને ઇન્દ્રિય પણ હોય જ છે. જ્યાં જ્યાં સંસારમાં આત્મા છે ત્યાં ત્યાં ઇન્દ્રિય સહિત જ છે. સંસારી આત્મા ઇન્દ્રિય વિના રહી શકતો નથી. જીવને ઓછી-વધારે ઇન્દ્રિયો હોઈ શકે, એટલે કે કોઈને એક, કોઈને બે, કોઈને ત્રણ, કોઈને ચાર અને કોઈને પાંચ એમ ઓછીવત્તી ઇન્દ્રિયો હોય છે; પરંતુ કોઈ પણ સંસારી જીવ ઇન્દ્રિયરહિત હોય એ સંભવ નથી. તેની જ્ઞાનપ્રવૃત્તિ આ ઇન્દ્રિયો દ્વારા થાય છે, તેથી અજ્ઞાનના કારણે તેને ઇન્દ્રિયો જ જ્ઞાનધારક તત્ત્વ લાગે છે. તેને ઇન્દ્રિયો જ આત્મા છે એમ લાગે છે, પરંતુ વાસ્તવમાં ઇન્દ્રિય અને જ્ઞાનધારક આત્મા એ બન્ને પૃથક્ વસ્તુઓ છે. સંસારમાં જ્યાં જ્યાં આત્મા રહે છે ત્યાં ત્યાં શ્વાસોચ્છવાસની પ્રવૃત્તિ પણ જોવા મળે છે. એવો એક પણ જીવ આ સંસારમાં નથી કે જે પ્રાણ વિનાનો હોય. એમ બનવું સંભવિત જ નથી, તેથી અજ્ઞાનના કારણે જીવ શ્વાસોચ્છવાસરૂપ પ્રાણને આત્મા માનવાની ભૂલ કરી બેસે છે. તેને લાગે છે કે પ્રાણ જ આત્મા છે અને પ્રાણથી જુદું આત્મા નામનું કોઈ દ્રવ્ય નથી. તેને આત્મા પકડમાં આવતો નથી. જીવ ભલે પ્રાણ અને આત્માને એક સમજી લે, પણ વાસ્તવમાં તે બન્ને ભિન્ન વસ્તુઓ છે. ૧- શ્રી સહજાનંદઘનજીરચિત, પદ ૭૨ (‘સહજાનંદસુધા', પૃ.૯૩). Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૭) ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આમ, આત્મા દેહ, ઇન્દ્રિય અને શ્વાસોચ્છવાસરૂપ પ્રાણથી ભિન્ન છે. અજ્ઞાનતાના કારણે એક ભાસે છે પણ તે એક નથી. ઇન્દ્રિય અને પ્રાણ તે દેહના જ અંગભૂત હોવાથી તે સર્વ દેહમાં જ સમાવેશ પામે છે. દેહ, ઇન્દ્રિય અને પ્રાણ તે સર્વ એક દેહરૂપ જ છે, માટે સંક્ષેપમાં એમ કહી શકાય છે કે દેહ અને આત્મા એ બન્ને ભિન્ન છે, બન્ને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા પદાર્થ છે. જેમ મહેલમાં રહેવાવાળો અને મહેલ એક નથી, તેમ દેહમાં રહેવાવાળો આત્મા અને દેહ એક નથી. દેહમાં જ્યાં સુધી આત્મા રહે છે ત્યાં સુધી જ સુખ-દુઃખનો અનુભવ થાય છે. આત્મા ચાલ્યો જાય છે પછી દેહમાં સુખ-દુ:ખનો અનુભવ થતો નથી. દેહમાંથી આત્મા નીકળી જાય છે પછી તે દેહને પૂજવામાં આવે કે બાળવામાં આવે, તેને સુખ-દુ:ખનું કોઈ વેદન થતું નથી, કારણ કે દેહમાં જ્ઞાન ગુણ નથી. તે તો અચેતન પદાર્થ છે. સુખ-દુ:ખનું સંવેદન એકમાત્ર આત્માને જ થાય છે. દેહમાંથી આત્મા નીકળી જતાં જ દેહ સડવા લાગે છે. તે વિકૃત થઈ જાય છે. આત્મા ન હોય તો દેહ ગંધાય છે. તેને અગ્નિમાં બાળી નાખવામાં આવે છે. દેહ અગ્નિમાં બળી રાખ થઈ જાય છે. વ્યક્તિ મરે એટલે તુરંત લોકો મરણોત્તર ક્રિયાની તૈયારીમાં લાગી જાય છે. આત્મા જે ક્ષણે દેહને છોડીને નીકળી જાય છે, તે ક્ષણ પછી તે દેહની કોઈ કિંમત રહેતી નથી. જેમ એકડા વિનાના મીંડાની કોઈ કિંમત નથી, તેમ આત્મા વિનાના દેહની કોઈ કિંમત નથી. દેહમાં આત્મા હોય તો જ દેહની કિંમત છે. વૃક્ષાદિની સુંદરતા પણ આત્માના કારણે જ છે. તેને તોડવાથી તેમાંથી આત્મા નીકળી જાય છે, તેથી તેની સુંદરતા જતી રહે છે. વૃક્ષ આદિ સુંદર દેખાય છે, તે બધી સુંદરતાનું મૂળ આત્મા છે. જેના કારણે બધું રમણીય દેખાય છે, તેનું કારણ આત્મતત્ત્વ જ છે. પ્રત્યેક પ્રાણીના દેહની જે શોભા છે, તે તેનામાં રહેલા આત્માના અસ્તિત્વના કારણે છે. રમણીયતા એ આત્માનો સ્વભાવ છે. આત્મામાં રમતા' ગુણ છે. શ્રીમદ્ લખે છે - ‘પશુ, પક્ષી, મનુષ્યાદિ દેહને વિષે, વૃક્ષાદિને વિષે જે કંઈ રમણીયપણું જણાય છે, અથવા જેના વડે તે સર્વ પ્રગટ ફુર્તિવાળાં જણાય છે, પ્રગટ સુંદરપણા સમેત લાગે છે, તે રમતા, રમણીયપણું છે લક્ષણ જેનું તે જીવ નામનો પદાર્થ છે. જેના વિદ્યમાનપણા વિના આખું જગત શૂન્યવત્ સંભવે છે, એવું રમ્યપણું જેને વિષે છે, તે લક્ષણ જેને વિષે ઘટે તે જીવ છે.' વ્યાવહારિક દૃષ્ટિએ વિચારતાં પણ દેહ અને આત્માનો ભેદ સમજી શકાય છે. વ્યવહારમાં મૃત્યુ પ્રસંગે એમ બોલાય છે કે “જીવ ગયો', તે મરી ગયો', હવે જીવ ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ. ૩૬૮ (પત્રાંક-૪૩૮). Page #204 -------------------------------------------------------------------------- ________________ ગાથા-પ૩ ૧૭૧ નથી રહ્યો. આ વ્યવહારપ્રસિદ્ધ વાક્યોનો પ્રયોગ બતાવે છે કે દેહ અને આત્મા જુદાં છે. દેહ તો ત્યાં જ છે, તેમાંથી આત્મા નીકળી ગયો છે. માટે જ આવો ભાષાકીય વ્યવહાર કરાય છે. આત્મા જેવો પદાર્થ જ જો ન હોય તો એવું શા માટે બોલાય કે ‘જીવ ગયો? ‘જીવ જાય છે', ‘હવે જીવ ગયો’, ‘હવે તો જીવ વગરનું ફક્ત મડદું જ છે' એવો ભાષાકીય વ્યવહાર મૃત્યુ પ્રસંગે થાય છે. મૃત્યુ પ્રસંગે ક્યારે પણ, કોઈના પણ મોઢે એવું સાંભળવામાં નથી આવતું કે “દેહ ગયો, ‘જીવ નથી ગયો, દેહ ગયો એમ કોઈ બોલતું નથી. આત્માને ન માનનાર વ્યક્તિ પણ ‘દેહ ગયો' એમ નથી બોલતી. આમ, ભાષાકીય વ્યવહાર વડે સાબિત થાય છે કે આત્મા છે. ‘જીવ ગયો વગેરે વાક્યો એ હકીકતનો નિર્દેશ કરે છે કે જે આવ્યો હતો તે ગયો. જે દેહમાં આવે છે તે જ દેહમાંથી જાય છે. જે દેહને ગ્રહણ કરે છે, તે જ દેહને છોડે છે. આમ, ભાષાકીય વ્યવહાર પણ દેહથી ભિન્ન અને દેહને જીવંત રાખનાર એવા આત્મતત્ત્વની પ્રતીતિ કરાવે છે. વળી, કાર્ય-કારણના અનુમાનથી પણ આત્માની સિદ્ધિ થાય છે. એક આત્મસાધક અનુમાનપ્રયોગ આ પ્રમાણે કરી શકાય. દેહનો કોઈ કર્તા હોવો જોઈએ, કારણ કે તેનો ઘડાની જેમ સાદિ એવો ચોક્કસ એક આકાર છે. જેનો સાદિ એવો પ્રતિનિયત આકાર નથી હોતો તેનો કોઈ કર્તા પણ નથી હોતો, જેમ કે વાદળ. મેરુ આદિ નિત્ય પદાર્થોનો પણ પ્રતિનિયત આકાર તો હોય છે, પણ તેની આદિ નથી, કારણ કે તે નિત્ય છે. મેરુ જેવા પ્રતિનિયત પણ અનાદિ આકારવાળા પદાર્થોનો કોઈ કર્તા સિદ્ધ થતો નથી, પરંતુ જે પદાર્થનો આકાર સાદિ અને પ્રતિનિયત હોય છે તેનો કોઈ કર્તા હોય જ છે. ઘડાનો સાદિ અને પ્રતિનિયત આકાર છે તો તેનો કોઈ કર્તા છે અને તે કર્તા કુંભાર છે. તે જ રીતે દેહનો પણ સાદિ પ્રતિનિયત આકાર હોવાથી કોઈ કર્તા હોવો ઘટે છે અને તે કર્તા આત્મા જ છે. વળી, બીજું આત્મસાધક અનુમાન એમ પણ થઈ શકે કે દેહાદિનો કોઈ ભોક્તા અર્થાત્ ભોગવનાર હોવો જોઈએ, કારણ કે તે ભોગ્ય છે. જે વસ્તુ ભોગ્ય હોય છે તેનો કોઈ ભોગવનારો હોય છે. જેમ ભોજન અને વસ્ત્ર ભોગ્ય હોવાથી તેનો ભોક્તા પુરુષ છે. ગધેડાનાં શિંગડાંની જેમ જે ભોગ્ય નથી, તેનો કોઈ ભોક્તા પણ નથી. દેહ તો ભોગ્ય છે, માટે તેનો ભોક્તા હોવો જોઈએ અને તે ભોક્તા આત્મા છે. વળી, ત્રીજું આત્મસાધક અનુમાન એમ પણ થઈ શકે કે દેહાદિનો કોઈ સ્વામી છે, કારણ કે દેહાદિ સંઘાતરૂપ છે. જે સંઘાતરૂપ હોય છે તેનો કોઈ સ્વામી હોય છે. નિયમ છે કે જે જોડાણરૂપે વસ્તુ હોય તેનો કોઈ સ્વામી હોય છે. જેમ મકાન એ સંઘાતરૂપ છે, તો તેનો સ્વામી કોઈ પુરુષ છે; તેમ દેહ પણ સંઘાતરૂપ છે, એટલે Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન તેનો પણ કોઈ સ્વામી હોવો જોઈએ. મકાનમાં બારી-બારણાં આદિનાં જોડાણ હોય છે, તે રીતે પાંચ ઇન્દ્રિય આદિનું દેહમાં જોડાણ છે; માટે તેનો કોઈ સ્વામી હોવો જોઈએ અને એ સ્વામી તે આત્મા છે. આ તમામ યુક્તિઓથી દેહાત્મવાદનું નિરસન થઈ જાય છે અને સિદ્ધ થાય છે કે આત્મા દેહથી ભિન્ન, એક સ્વતંત્ર વસ્તુ છે. ચૈતન્યવંત આત્માના કારણે જ સર્વ શારીરિક પ્રવૃત્તિ થઈ શકે છે. આત્મા દેહરૂપ યંત્રનો સંચાલક છે. તે દેહરૂપી યંત્રનું સંચાલન કરે છે. આત્માની સત્તા વડે દેહરૂપી યંત્ર ભિન્ન ભિન્ન કાર્યો કરે છે. આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામી સમાધિતંત્ર’માં જણાવે છે કે આત્મામાં રાગ-દ્વેષરૂપ ઇચ્છાની પ્રવૃત્તિથી થતાં આત્માના પ્રયત્નથી દેહમાં એક જાતનો વાયુ ઉત્પન્ન થાય છે અને તે વાયુના સંચારથી દેહરૂપી યંત્ર પોતાના કાર્યમાં પ્રવર્તે છે.૧ જીવનું પ્રગટેલું વીર્ય તેની ઇચ્છાને આધીન થઈ પ્રવર્તે છે. બોલવાની ઇચ્છા થવાની સાથે ચેતનનું વીર્ય ઉચ્ચાર થાય તેવાં સ્થળોમાં સ્ફુરે છે. કંઠ, હોઠ, જીભ, ફેફસાં આદિ સ્થળે સ્પંદનક્રિયા થતાં ત્યાં રહેલાં વાયુને વેગ મળે છે, તેથી પુદ્ગલના સ્કંધો અથડાતાં અવાજ ઉત્પન્ન થાય છે; જે અવાજ જીભ, હોઠ, આદિની મદદ વડે યોગ્ય અક્ષરોના ઉચ્ચારરૂપે બહાર આવે છે. આમ, દેહની બધી ક્રિયાઓનું કારણ આત્માના રાગ-દ્વેષરૂપ પરિણામ તથા વીર્યરૂપ પ્રયત્નની પ્રેરણા છે. તેને મદદ કરનાર પુદ્ગલની વાયુરૂપ સૂક્ષ્મ અવસ્થા છે, તેનાથી દેહના હાથ પગ આદિ સ્થૂળ અવયવો પ્રવર્તે છે. આ પ્રમાણે આત્મા જ દેહરૂપી યંત્રનો યંત્રવાહક છે. યંત્રનો ચલાવનારો યંત્રથી જુદો હોય છે, તેમ દેહયંત્રને ચલાવનારો આત્મા દેહથી જુદો છે. ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે કે ‘યંત્રવાહક યંત્ર ચલાવનારો (Mechanic) જેમ યંત્રથી (Machinery) જુદો છે, તેમ આ દેહયંત્રવાહક દેહયંત્રનું તંત્ર ચલાવનારો આત્મા દેહયંત્રથી જુદો છે; સમસ્ત યંત્ર (Machinery) જેમ યંત્રવાહકને (Mechanic) જાણતું નથી, પણ યંત્રવાહક યંત્રને જાણે છે; તેમ આ સમસ્ત દેહયંત્ર દેહયંત્રવાહક આત્માને જાણતું નથી પણ દેહયંત્રવાહક આત્મા આ સમસ્ત દેહયંત્રને જાણે છે; સમસ્ત સમગ્ર યંત્રસામગ્રી જેમ યંત્રવાહકને પ્રવર્તાવતી નથી, પણ યંત્રવાહક સમસ્ત સમગ્ર યંત્રસામગ્રી પ્રવર્તાવે છે; તેમ સમસ્ત-સમગ્ર દેહયંત્ર સામગ્રી દેહયંત્રવાહક આત્માને પ્રવર્તાવતી નથી, પણ દેહયંત્રવાહક આત્મા સમસ્ત સમગ્ર દેહયંત્ર સામગ્રીને પોતપોતાની પ્રક્રિયારૂપ પ્રવૃત્તિમાં ૧- જુઓ : આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકૃત, સમાધિતંત્ર', શ્લોક ૧૦૩ 'प्रयत्नादात्मनो वायुरिच्छाद्वेषप्रवर्तितात् । वायोः शरीरयंत्राणि वर्तन्ते स्वेषु कर्मसु ।। ' Page #206 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૩ ૧૭૩ પ્રવર્તાવે છે. આમ દેહયંત્રથી સર્વથા જુદો દેહયંત્રવાહક આત્મા જ દેહનું સમસ્ત તંત્ર ચલાવનારો તંત્રી છે; દેહનું સમસ્ત તંત્ર આત્મારૂપ તંત્રીની સત્તાને આધીન છે.” આમ, આત્મા સર્વને જાણનાર એવો ચેતન પદાર્થ છે અને દેહાદિ કોઈને જાણી ન શકનાર એવા અચેતન પદાર્થ છે. જડ દેહ, ઇન્દ્રિય અને પ્રાણ તે આત્મા નથી, આત્મા તો સર્વથી ભિન્ન એવો ચૈતન્યયુક્ત પદાર્થ છે. આત્માની સત્તા વડે દેહ, ઇન્દ્રિય અને પ્રાણ પ્રવર્તે છે. તે સર્વ આત્માનું અસ્તિત્વ હોય તો જ પ્રવર્તે છે. જો આત્માની સત્તા ન હોય તો દેહાદિ સર્વ જડપણે પડ્યાં રહે છે. આ પ્રકારે આ ગાથામાં દેહાદિથી ભિન્ન ચૈતન્યસ્વરૂપી તથા દેહાદિના પ્રવર્તક એવા આત્માની સિદ્ધિ કરવામાં આવી છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘દેહ ન જાણે તેહને, જે છે સુખ સમુદાય; વળી પરિણામે દુઃખદ છે, તેનું ન ભાન જરાય. હિત શું છે ને અહિત શું, જાણે ન ઇંદ્રી, પ્રાણ; જે જાણે તે તેહથી, ભિન્ન જણાય સુજાણ. ઇંદ્રિય શાસોશ્વાસને, મન વાણી ને કાય; આત્માની સત્તા વડે, જાગૃત ભાવ જણાય. જુઓ મૃતકમાં છે બધી, ઈદ્રિય આદિ પ્રાણ; પણ જો આત્મા હોય તો, તેહ પ્રવર્તે જાણ....૨ ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ. ૨૩૪ ૨- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૨૬ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૨૦૯-૨૧૨). Page #207 -------------------------------------------------------------------------- ________________ Page #208 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૫૪ ભાવે ખબર છે, ભારે ૮ ને, કટ ૨૯ જન્મ, જો એ હવે ૧. Page #209 -------------------------------------------------------------------------- ________________ Page #210 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૫૪ ગાથા ગાથા પ૩માં શ્રીગુરુએ કહ્યું કે દેહ, ઇન્દ્રિય કે પ્રાણ એ આત્મા નથી, પણ [ 2 ] તેનાથી ભિન્ન એવું તે એક સ્વતંત્ર દ્રવ્ય છે કે જેની સત્તા વડે દેહ, ઇન્દ્રિય અને પ્રાણ પ્રવૃત્તિ કરે છે. આમ, શ્રીગુરુએ નિમિત્ત દ્વારા આત્માના અસ્તિત્વની સિદ્ધિ કરી. ગાથા ૪૬માં શિષ્ય કહ્યું હતું કે “અથવા દેહ જ આતમા, અથવા ઇન્દ્રિય પ્રાણ; મિથ્યા જુદો માનવો, નહીં જુદું એંધાણ', અર્થાત્ આત્મા જેવું કંઈ હોય તો દેહ, ઇન્દ્રિય કે પ્રાણ આ ત્રણમાંથી કોઈ એકને આત્મા માની લેવો જોઈએ, કારણ કે આ ત્રણથી ભિન્ન એવા આત્માના હોવાપણાની કોઈ નિશાની છે નહીં. આ દલીલના પૂર્વાર્ધનો ઉત્તર શ્રીગુરુએ ગાથા પ૩માં આપ્યો. હવે દલીલના ઉત્તરાર્ધનો - “મિચ્યા જુદો માનવો, નહીં જુદું એંધાણ', અર્થાત્ આત્માની કોઈ નિશાની પ્રગટપણે જણાતી નથી, તેથી તેને દેહાદિથી ભિન્ન માનવો મિથ્યા છે, તેનો ઉત્તર આપતાં આ ગાથામાં શ્રીગુરુ કહે છે - “સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય; પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય.' (૫૪) - જાગૃત, સ્વપ્ન અને નિદ્રા એ અવસ્થામાં વર્તતો છતાં તે તે અવસ્થાઓથી “| જુદો જે રહ્યા કરે છે, અને તે તે અવસ્થા વ્યતીત થયે પણ જેનું હોવાપણું છે, અને તે તે અવસ્થાને જે જાણે છે, એવો પ્રગટસ્વરૂપ ચૈતન્યમય છે, અર્થાત્ જાણ્યા જ કરે છે એવો જેનો સ્વભાવ પ્રગટ છે, અને એ તેની નિશાની સદાય વર્તે છે; કોઈ દિવસ તે નિશાનીનો ભંગ થતો નથી. (૫૪) - આત્માને કયા ચિહ્ન દ્વારા દેહથી જુદો ઓળખી શકાય એ અતિ અલ્પ | ભાવાર્થ શબ્દો દ્વારા, ચમત્કારી શૈલીમાં શ્રીગુરુ આ ગાથામાં બતાવે છે. જાગૃતસ્વપ્ન-નિદ્રા એ ત્રણે અવસ્થાઓમાં જે સદા એકરૂપે વર્તે છે અથવા બાળ-યુવાન-વૃદ્ધ એ ત્રણે અવસ્થાઓમાં જે સદા એકરૂપે વર્તે છે, અર્થાત્ દેહની વિભિન્ન અવસ્થાઓમાં જે તેનાથી ભિનપણે રહી, સદૈવ જાણ્યા કરે છે એવું પ્રગટરૂપ - પ્રત્યક્ષ સાક્ષાત અનુભવાતું ચૈતન્યતત્ત્વ તે આત્મા છે. જાણવું એવું જેનું કાયમી સ્વરૂપ છે તે આત્મતત્ત્વ છે. અત્યંત પ્રગટ એવું ચૈતન્યત્વ તે આત્માના હોવાપણાનું એંધાણ છે. સર્વ અવસ્થાઓથી જે જુદો જણાય છે અને દરેક અવસ્થા વીતી ગયા પછી પણ અર્થ ? Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન જેનું હોવાપણું જણાય છે તથા તે દરેકે દરેક અવસ્થાનો જે જાણનાર છે, તે આત્મા છે. સદૈવ જાણ્યા કરવું એવો જે સ્વભાવ, તે આત્માને ઓળખવાની નિશાની છે. આ નિશાની સદૈવ વર્તતી હોવાથી, અર્થાત્ કોઈ પણ કાળે તે નિશાનીનો ભંગ થતો ન હોવાથી એ ચૈતન્યસ્વભાવ દ્વારા આત્માની પ્રતીતિ થાય છે. આમ, સદા વર્તતી એવી જ્ઞાયકપણારૂપ નિશાની વડે આત્માના અસ્તિત્વની સિદ્ધિ શ્રીગુરુએ આ ગાથામાં કરી છે. શરીરની અવસ્થાઓ પલટાતી રહે છે. જાગૃત, સુષુપ્ત, બાળ, યુવાન, વિશેષાર્થ રોગી, નીરોગી આદિ બધી શરીરની અવસ્થાઓ છે. અવસ્થાઓ આવે છે અને જાય છે, અવસ્થાઓ ઊપજે છે અને નાશ પામે છે; પરંતુ આત્મા આ બધી અવસ્થાઓથી ન્યારો છે. આત્મા આ સર્વ અવસ્થાઓથી ભિન્ન છે. શરીરની વિવિધ દશાઓ થાય છે, પરંતુ આત્મા તે બધાં પરિવર્તનોથી અલિપ્ત જ રહે છે. શરીરમાં ફેરફારો થાય, અવસ્થાઓ બદલાય છતાં આત્મા તો તેનાથી ન્યારો જ રહે છે. બધાં પરિવર્તનોમાં આત્મા તો તે ને તે જ રૂપે રહે છે. તે તો સદાકાળ એકરૂપ જ રહે છે. અવસ્થાઓ નાશવંત છે, પણ આત્મા અવિનાશી છે, શાશ્વત છે. શરીરની અવસ્થાઓ નાશ પામે છે, પણ આત્મા નાશ નથી પામતો. જન્મથી લઈને મૃત્યુ સુધી શરીરની અવસ્થાઓ બદલાતી રહે છે, પણ આત્મા અખંડ રહે છે. તે સર્વમાં આત્મા તો સદા કાયમ જ છે. આત્મા ચૈતન્યરૂપે કાયમ છે. બધી અવસ્થાઓથી પર એવું ચૈતન્યસ્વરૂપ સદા સર્વદા કાયમ છે. આત્મા એ બધી અવસ્થાઓનો જ્ઞાયક છે. તે ચૈતન્યસ્વભાવી હોવાથી સર્વ અવસ્થાઓનો જાણનાર છે. આત્મામાં રહેલા જ્ઞાન ગુણના કારણે તે દરેક અવસ્થાને જાણે છે અને અવસ્થા વ્યતીત થયા પછી પણ આત્માનું હોવાપણું છે. તેથી જ વ્યતીત અવસ્થાની સ્મૃતિ સંભવે છે. જો શરીરને જ આત્મા માનવામાં આવે તો એક અવસ્થામાં વસ્તુને જોવા ઇત્યાદિનો જે અનુભવ કર્યો હોય, તે અનુભવનું સ્મરણ તેને બીજી અવસ્થામાં નહીં થવાની આપત્તિ આવશે, કારણ કે જે અવસ્થા અનુભવ કરે છે તે તો નાશ પામી જાય છે, તો પછી તે અનુભવનું સ્મરણ કોણ કરે? એક અવસ્થાએ જે અનુભવ કર્યો તેનું સ્મરણ બીજી અવસ્થા કઈ રીતે કરી શકે? એવો નિયમ છે કે જે અનુભવે તે જ તેનું સ્મરણ કરે. આ નિયમ ન માનવામાં આવે તો એક વ્યક્તિએ કેરીના રસનો આસ્વાદ લીધો હોય અને બીજી વ્યક્તિને તે રસના અનુભવનું સ્મરણ થવાની આપત્તિ આવે, એટલે આ નિયમ તો માનવો જ ઘટે કે જે અનુભવે તે જ તેનું સ્મરણ કરી શકે; માટે શરીરની અવસ્થાઓને જાણનાર અને સ્મરણ કરનાર શરીરથી ભિન્ન એવો એક ચૈતન્યમય આત્મા માનવો જ તર્કસંગત છે. સર્વ અવસ્થાથી ભિન્ન, સર્વ અવસ્થામાં રહેનારો, સર્વ અવસ્થાને જાણનારો એક સ્વતંત્ર આત્મા છે. એ આત્મા જ એક Page #212 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૪ ૧૭૯ અવસ્થામાં રહીને એક વસ્તુનો અનુભવ કરે છે અને એ જ આત્મા બીજી અવસ્થામાં રહીને એ વસ્તુનું સ્મરણ કરે છે. સ્મરણ એ જ્ઞાનનો પ્રકાર છે, તેથી સ્મરણ એ જ્ઞાન જ છે અને જ્ઞાન એ આત્માનો જ ગુણ છે, માટે યાદ રાખનાર આત્મા જ છે. ગઈ કાલનું કે ૧૦-૨૦ વર્ષ પહેલાંનું યાદ રાખનાર આત્મા જ છે, તેથી જ શરીરની અવસ્થા બદલાઈ ગયા પછી પણ આત્માને યાદ રહે છે કે પહેલાં તો મારું શરીર અલમસ્ત હતું, પણ હવે સુકાઈ ગયું છે.' હું પહેલાં જાડો હતો' વગેરે બોલનાર વ્યક્તિની યાદશક્તિ જ આત્મસત્તાને પ્રગટ કરે છે. પૂર્વ અવસ્થાની સ્મૃતિ જ્ઞાનધારક આત્મતત્ત્વને સાબિત કરે છે, કારણ કે આત્મા દેહની અવસ્થાને જાણે છે અને દેહની અવસ્થા વ્યતીત થયા પછી પણ તે ટકે છે તથા તે અવસ્થાનું સ્મરણ પણ કરે છે. વળી, જન્મ વખતનું શરીર એ જ પ્રકારે રહેતું ન હોવા છતાં પણ શરીરનાં બધાં પરિવર્તનો વચ્ચે ‘હું' ની પ્રતીતિ તો એકસરખી રહે છે, તેથી હું નામનું તત્ત્વ શરીરથી અલગ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે એમ સહેજે સમજાય છે. દરેક જીવને હું ની પ્રતીતિ થાય છે, તે પ્રતીતિ જ આત્માના અસ્તિત્વની સાખ પૂરે છે. આ રીતે અવસ્થાઓ વ્યતીત થવા છતાં પણ આત્માનું અસ્તિત્વ ટકે છે અને તે જાણેલી અવસ્થાઓને આત્મા યાદ કરે છે. આત્મા સર્વ અવસ્થાઓને પૃથક્ રહીને જાણે છે. આત્મા એક એવું શાશ્વત, પ્રગટ, ચૈતન્યમય તત્ત્વ છે; જે સર્વ અવસ્થાઓમાંથી પસાર થઈને પણ તેનાથી ભિન્ન રહે છે. આ તથ્યને જાગૃત-નિદ્રા-સ્વપ્ન અવસ્થાના ઉદાહરણ વડે વધુ સ્પષ્ટતાથી સમજીએ. જાગૃત, નિદ્રા તથા સ્વપ્ન અવસ્થાઓ આત્માની નથી. આ બધી અવસ્થાઓ દેહની છે. પ્રત્યેક મનુષ્ય આ ત્રણે અવસ્થાઓનો અનુભવ કરે છે, પરંતુ તેના મર્મ વિષે તે અજ્ઞાત છે. જીવ ત્રણે અવસ્થાઓથી સુપરિચિત છે, પણ તેનું રહસ્ય જાણતો નથી. આ ત્રણ અવસ્થાઓનું રહસ્ય શું છે તે વિચારવું ઘટે છે. જાગૃત અવસ્થામાં શરીર ક્રિયાશીલ રહે છે અને ઇન્દ્રિય તથા મન બાહ્ય જગત સાથેના સંપર્કમાં રહી જીવને તેનું જ્ઞાન કરાવે છે. જે અવસ્થામાં પદાર્થો, પ્રાણીઓ, વિચારોનો; એટલે કે તમામ વિષયોનો ઇન્દ્રિય તથા મન દ્વારા જીવને અનુભવ થાય છે, તે અવસ્થાને જાગૃત અવસ્થા કહેવામાં આવે છે. આ અવસ્થામાં શરીર, ઇન્દ્રિય અને મન ગતિશીલ - પ્રવૃત્ત હોય છે, તેથી આ અવસ્થાને જાગૃત અવસ્થા કહેવામાં આવે છે. નિદ્રા અવસ્થામાં શરીર ક્રિયારહિત હોય છે અને ઇન્દ્રિય તથા મન પણ પોતાનું કામ બંધ કરે છે, અર્થાત્ જીવનો બાહ્ય જગત સાથેનો સંપર્ક કપાઈ જાય છે. આ અવસ્થામાં શરીર, ઇન્દ્રિય તથા મન સંપૂર્ણ વિશ્રામ કરતાં હોય છે, તેથી આ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અવસ્થાને સુષુપ્ત અવસ્થા પણ કહેવામાં આવે છે. નિદ્રા અવસ્થામાં જીવ શૂન્યતામાં ખોવાઈ જાય છે. કેટલીક વાર શૂન્યતામાં ખોવાઈ જવાને બદલે જીવ સ્વપ્ન જુએ છે. જાગૃત અવસ્થા દરમ્યાન મન દ્વારા એકત્રિત કરેલી વાસનાઓનું નિદ્રા દરમ્યાન થતું વિસ્તરણ એ સ્વપ્ન છે અને તેથી તે સ્વપ્ન અવસ્થા તરીકે ઓળખાય છે. સ્વપ્ન અવસ્થામાં શરીર તો ક્રિયારહિત નિશ્રેષ્ટ હોય છે, તેમજ ઇન્દ્રિય પણ બાહ્ય જગતની નોંધ લેતી નથી, પરંતુ મન ગતિશીલ હોય છે અને તેથી જીવ અનેક પ્રકારનાં સ્વપ્નાં જુએ છે, જે મુખ્યત્વે રોજિંદી પ્રવૃત્તિ, માનસિક તાણ, દબાઈ રહેલી વાસનાઓ, પૂર્વજીવનના સંસ્કાર કે પૂર્વજન્મના સંસ્કારોનું જ પ્રગટીકરણ હોય છે. આ અવસ્થામાં જો કે બાહ્ય જગત સાથેનો સંપર્ક કપાઈ જાય છે, પણ કાલ્પનિક જગત સાથે સંપર્ક રહેવાના કારણે કલ્પનાસૃષ્ટિના અનેક દેશ્યો દેખાય છે. આ ત્રણ જુદી જુદી અવસ્થાઓમાં આત્મા વર્તતો હોવા છતાં આત્મા તે તે અવસ્થાઓથી જુદો જ છે. જાગૃતાદિ કોઈ પણ અવસ્થા વર્તતી હોય, પણ આત્મા તો તેનાથી જુદો જ છે. આત્મા જાગૃતાદિ અવસ્થાપણે નથી. જાગૃતાવસ્થા, નિદ્રાવસ્થા અને સ્વપ્નાવસ્થા - આ ત્રણે અવસ્થાઓથી તે ન્યારો છે. વ્યક્તિ જાગૃત અવસ્થામાં હોય તોપણ આત્મા ન્યારો છે, તે નિદ્રાધીન હોય તોપણ આત્મા ન્યારો છે અને તે સ્વપ્નમાં હોય તોપણ આત્મા ન્યારો છે. આ ત્રણે અવસ્થાઓ આત્માની નથી, પરંતુ તે ત્રણેનો પ્રકાશક એકમાત્ર આત્મા જ છે. જો આત્માનો અભાવ હોય તો એક પણ અવસ્થાનો અનુભવ થઈ શકે નહીં. આત્મા જ શરીરની આ અવસ્થાઓને એ ત્રણેથી ભિન્ન રહીને પ્રકાશિત કરે છે. પ્રકાશક પ્રકાશિત વસ્તુથી ભિન્ન હોય છે, તેમ આત્મા આ ત્રણે અવસ્થાઓથી ભિન્ન રહીને તેને જાણે છે. આત્મા આ ત્રણે અવસ્થા વખતે વિદ્યમાન હોય છે, પરંતુ તે અવસ્થારૂપ થઈ જતો નથી. તે આ ત્રણે અવસ્થાઓનો માત્ર સાક્ષી જ છે. આત્મા તો તમામ અવસ્થાઓને પ્રકાશિત કરનાર સાક્ષીમાત્ર છે. આત્મા જાગૃતાદિ અવસ્થાઓથી ભિન્ન છે અને તે અવસ્થાઓનો તે જાણનારો છે તેની સાબિતી વ્યતીત થયેલી અવસ્થાઓની સ્મૃતિ ઉપરથી મળે છે. જીવ જાગે છે ત્યારે સ્વપ્ન અવસ્થા વ્યતીત થઈ ગઈ હોવા છતાં પણ સ્વપ્ન અવસ્થામાં જોયેલા સ્વપ્નનું તેને સ્મરણ થઈ શકે છે. ઊઠીને તે સ્વપ્નને યાદ કરે છે, તેમાં બનેલી ઘટનાઓને યાદ કરે છે. એ અવસ્થા તો નષ્ટ થઈ ગઈ છે, છતાં તેને તેની સ્મૃતિ રહે છે, તેથી તેનું જ્ઞાન કરનાર અને તેને યાદ રાખનાર તેનાથી ભિન્ન શાશ્વત વસ્તુ છે અને તે આત્મા છે. ચૈતન્યયુક્ત આત્મા નિરંતર જાણવાનું કાર્ય કરતો રહે છે. કેટલાક કહે છે કે ગાઢ નિદ્રામાં જાણવું થતું નથી, પરંતુ આ વાત સત્ય નથી. જો જ્ઞાન સદંતર મટી જાય તો Page #214 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૪ ૧૮૧ મને કંઈ ખબર નથી' એવું જાણવાનું પણ ન બની શકે. સ્વપ્નરહિત ગાઢ નિદ્રામાં પણ જ્ઞાન તો ઉપસ્થિત હોય જ છે. શરીર સૂઈ રહ્યું છે એ આત્મા જાણે જ છે અને તેથી જ માણસ ઊઠ્યા પછી કહી શકે છે કે રાતભર ઘસઘસાટ ઊંઘ આવી. એક પણ સ્વપ્ન આવ્યું ન હતું.' આત્મા ગાઢ નિદ્રામાં પણ જ્ઞાન કરે જ છે, માટે જ તે ઊઠ્યા પછી તેનું સ્મરણ કરી શકે છે. આમ, ‘હું ઊંઘી ગયો હતો', “મને સ્વપ્ન આવ્યું હતું' ઇત્યાદિ પ્રકારે જુદી જુદી અવસ્થાઓનું સ્મરણ થતું હોવાથી આત્મા જાગૃત, સ્વપ્ન કે નિદ્રા એ સર્વ અવસ્થાઓમાં ન્યારો ને ન્યારો જ તરી આવે છે. આત્મા આ ત્રણે અવસ્થાઓથી ન્યારો રહી તેને જાણે છે. આ તથ્યને સમજાવતાં ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે સ્મૃતિ " તે અવસ્થાઓ વ્યતીત થયે વીતી ગયે પણ આત્માનું હોવાપણું છે, આત્માનું અસ્તિત્વ છે, અને તે તે વીતી ગયેલી અવસ્થાને આત્મા જાણે છે, અનુભવથી અનુભવે છે કે હું જાગતો હતો, હું સારી પેઠે ઊંઘી ગયો હતો, મને કેવું સુંદર સ્વપ્ન આવ્યું હતું, એવો અનુભવ કરતો આ આત્મા પ્રગટ સ્વરૂપ ચૈતન્યમય છે.’૧ - - આમ, જાગૃતાદિ અવસ્થાઓ શરીરની છે, આત્માની નથી; આત્મા સદા ન્યારો ને ન્યારો રહે છે. આત્મા જાગૃતાદિરૂપ નથી બની જતો, તે તેનાથી પૃથક્ રહે છે. તે ક્યારે પણ જાગૃતાદિ અવસ્થારૂપ થતો નથી, તે ભિન્ન રહીને માત્ર તેને જાણે છે. આત્મા જાગૃત, નિદ્રા અને સ્વપ્ન એ ત્રણે અવસ્થાઓથી જુદો છે અને તે એ ત્રણે અવસ્થાઓનો જ્ઞાતા-દ્રષ્ટા છે. જાગૃતાદિ બદલાતી અવસ્થાઓનું જ્ઞાન કરનાર આત્મા છે. - આત્માનું અસ્તિત્વ જેમ જાગૃત, નિદ્રા અને સ્વપ્ન અવસ્થાના ઉદાહરણથી સિદ્ધ થાય છે; તેમ બાળ, યુવાન અને વૃદ્ધ અવસ્થાના આધારે પણ તે સરળતાથી સમજી શકાય છે. દેહનો જન્મ થાય છે ત્યારે બાળ અવસ્થા હોય છે, પછી તેનો નાશ થાય છે અને યુવાન અવસ્થા આવે છે, પછી તેનો અંત આવે છે અને વૃદ્ધ અવસ્થા આવે છે. બાળ અવસ્થામાંથી ક્રમશઃ યુવાન અવસ્થા આવે છે અને યુવાન અવસ્થામાંથી ક્રમશઃ વૃદ્ધ અવસ્થા આવે છે. દેહની અવસ્થાઓ નિરંતર પરિવર્તન પામે છે. શરીરમાંથી પ્રતિક્ષણ જૂનાં પુદ્ગલો છૂટાં પડે છે અને નવાં પુદ્ગલો ઉમેરાય છે, તેથી બાળ અવસ્થામાં જે શરીર હોય તે યુવાન અવસ્થા આદિમાં નથી હોતું; તેમ છતાં બાળ અવસ્થાની વાતો યુવાન અવસ્થા, વૃદ્ધ અવસ્થામાં યાદ રહે છે. વર્ષો વીતતાં તે બાળકમાંથી પ્રૌઢ, ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજ્યોતિ મહાભાષ્ય', પૃ.૨૩૫ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન વૃદ્ધ થાય તો પણ તેને જૂની વાતો યાદ રહે છે; તેથી શરીરની અવસ્થાઓથી જુદો, તેને જાણનાર તથા યાદ રાખનાર શાશ્વત ચૈતન્યવંત પદાર્થ છે એમ સિદ્ધ થાય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ “અધ્યાત્મસાર'માં જણાવે છે કે શરીરને જ આત્મા માનવાથી પૂર્વે અનુભવેલાની સ્મૃતિ થશે નહીં, કારણ કે બાલ્ય વગેરે અવસ્થાના ભેદના કારણે શરીરની અનવસ્થિતિ - અસ્થિરતા છે. શરીર જ આત્મા હોય તો પૂર્વ અવસ્થામાં અનુભવેલાં સુખ-દુઃખાદિનું પછી સ્મરણ થઈ શકે નહીં. બાલ, યુવાન, વૃદ્ધત્વાદિ અવસ્થારૂપ ભેદથી શરીરની અવસ્થિતિ નથી, તેથી સર્વ અવસ્થામાં તેનું એકપણું રહેતું નથી અને “અહં'ની પ્રતીતિ તો સર્વ અવસ્થામાં એક જ રીતની છે, માટે શરીર એ આત્મા નથી. આત્મા શરીરથી ભિન્ન સ્વતંત્ર ચૈતન્યયુક્ત પદાર્થ છે.' આત્મા બાળાદિ સર્વ અવસ્થાઓને જાણનાર, સ્મરનાર પદાર્થ છે. તે બાળાદિ અવસ્થાઓને તેનાથી જુદો રહીને જાણે છે. બાળ, યુવાદિ અવસ્થાઓ પલટાય છે, પરંતુ તે સર્વમાં ચૈતન્યવિશિષ્ટ એવો આત્મા સળંગ રહે છે. બાળ, યૌવન અને વૃદ્ધત્વ આદિ અવસ્થાઓ સાગરમાંથી ઊઠતી અને તેમાં જ લય થઈ જતી લહેરો જેવી છે. ઊઠતી અને લય પામતી આ અવસ્થાઓથી ભિન્ન એવો આત્મા સ્થિર છે. બાળપણ, યુવાની, ઘડપણ એ બધામાં આત્મા કાયમ રહે છે. બાળપણ, યૌવન અને વૃદ્ધત્વ વખતે આત્મા બાળક, યુવાન કે વૃદ્ધ થતો નથી. તે તો સ્વસ્વરૂપે શાશ્વત જ છે. આમ, બાળાદિ સર્વ અવસ્થાઓનો જાણનાર હોવાથી તથા તે અવસ્થાઓનો અંત આવવા છતાં આત્માનો અંત આવતો નહીં હોવાથી, બાળાદિ અવસ્થાઓમાંથી પસાર થવા છતાં તે સર્વથી જુદો રહેનાર જ્ઞાનધારક પદાર્થ આત્માનું અસ્તિત્વ છે એમ સિદ્ધ થાય છે. આમ, જાગૃતાદિ કે બાળાદિ અવસ્થાઓ એ યાત્રામાં આવતાં સ્ટેશનો જેવાં છે અને આત્મા તે અવસ્થાઓમાંથી પસાર થનાર યાત્રી છે. સ્ટેશન બદલાતાં રહે છે, પણ યાત્રી એ જ રહે છે. મુંબઈથી દિલ્હી જતાં રસ્તામાં સુરત, વડોદરા, રતલામ, નાગદા, કોટા, સવાઈ માધોપુર, મથુરા આવે છે; પણ યાત્રી એ સ્ટેશનો સાથે એકરૂપ નથી. યાત્રી તેનાથી ભિન્ન છે. તે સુરત કે વડોદરા નથી, પણ તેમાંથી પસાર થનાર છે. તે જ રીતે આત્મા કોઈ પણ અવસ્થા સાથે એકરૂપ નથી. તે સર્વથી ભિન્ન તે સર્વને માત્ર જાણનાર તત્ત્વ છે. બધી અવસ્થાઓને જાણનારો, તેમાંથી પસાર થનારો અને એ સર્વથી ભિન્ન શાશ્વત જ્ઞાયકતત્ત્વ તે આત્મા છે. જેમાં ચૈતન્ય લક્ષણ છે, જે પોતાનું જ્ઞાન લક્ષણ કોઈ પણ અવસ્થામાં છોડતો ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૪, શ્લોક ૭૬ 'शरीरस्यैव चात्मत्वे नानुभूतस्मृतिर्भवत् । बालत्वादिदशाभेदात्तस्यैकस्यानवस्थितेः ।।' Page #216 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૪ ૧૮૩ નથી, જે જાગૃતાદિ અવસ્થામાં હંમેશા આ લક્ષણથી યુક્ત હોય છે તેને આત્મા કહે છે. જ્ઞાન એ જડ શરીરનો ધર્મ કે ગુણ નથી. શ્રીમદ્ લખે છે - પ્રગટ એવા જડ પદાર્થો અને જીવ, તે જે કારણે કરી ભિન્ન પડે છે, તે લક્ષણ જીવનો જ્ઞાયકપણા નામનો ગુણ છે. કોઈ પણ સમયે જ્ઞાયકરહિતપણે આ જીવ પદાર્થ કોઈ પણ અનુભવી શકે નહીં, અને તે જીવ નામના પદાર્થ સિવાય બીજા કોઈ પણ પદાર્થને વિષે જ્ઞાયકપણું સંભવી શકે નહીં, એવું જે અત્યંત અનુભવનું કારણ જ્ઞાયકતા તે લક્ષણ જેમાં છે તે પદાર્થ, તીર્થકરે જીવ કહ્યો છે.” આત્મા જ્ઞાનસ્વરૂપ છે. આત્મામાં જ્ઞાનશક્તિ છે. અન્યથા તે પરને કઈ રીતે જાણી શકત? આત્મામાં જ્ઞાન છે, તેથી જ તે પરને જાણે છે. જ્ઞાનશક્તિ આત્મામાં સતત ઉપસ્થિત હોય છે. જ્ઞાન સદૈવ આત્માની સાથે જ રહે છે, તેથી આત્મા નિરંતર જાણ્યા જ કરે છે. આત્મા અવિચ્છિન્નપણે જાણે છે. આત્મામાં જ્ઞાનથી અતિરિક્ત કંઈ પણ અવિચ્છિન્ન નથી. આત્મામાં થતા ક્રોધાદિ કોઈ ભાવ અવિચ્છિન્ન નથી, માત્ર જ્ઞાન જ અવિચ્છિન્ન છે અને તેથી જ્ઞાન એ જ આત્માનું સ્વરૂપ છે. જ્ઞાન કદી આત્માથી જુદું પડતું નથી, જુદું પાડી શકાતું નથી. જો જ્ઞાનને આત્મામાંથી કાઢી નાખવામાં આવે તો આત્મા જ ન રહે. આત્મા એ જ જ્ઞાન છે અને જ્ઞાન જ આત્માની સત્તા છે. આત્મા જ્ઞાનથી પૃથક્ નથી. આત્મા સદા જ્ઞાનસ્વરૂપ જ છે અને આ જ્ઞાન તેનામાં સદા પ્રગટ હોય છે. આત્માનો ચૈતન્યસ્વભાવ સદા પ્રગટ હોય છે. આ જ આત્માના હોવાપણાની નિશાની છે. સર્વ અવસ્થાઓમાં વર્તતા છતાં તેનાથી જુદા રહી જાણ્યા કરવાનો જે સ્વભાવ છે, તે જ આત્માની નિશાની છે. ચૈતન્યપણું એ દેહ, ઇન્દ્રિય, પ્રાણથી ભિન્ન એવા આત્માનું એંધાણ છે. જ્ઞાન એ આત્માનું પ્રગટ એંધાણ છે. આ નિશાની સદા વિદ્યમાન હોય છે. આ અચૂક એંધાણ કાયમ હાજર હોય છે. સદા જાણ્યા કરવાનો સ્વભાવ તે જ આત્માના હોવાપણાનો પુરાવો છે અને તે સદા તેમ વર્તે છે, અર્થાત્ ક્યારે પણ તે એંધાણનો ભંગ થતો નથી. ચૈતન્યચિહ્ન ક્યારે પણ નષ્ટ થતું નથી, ખંડિત થતું નથી, ઢંકાઈ જતું નથી, ખોવાઈ જતું નથી, પલટાઈ જતું નથી. તેથી જ સદાપ્રગટ એવા આ ચૈતન્ય એંધાણથી, અવિસંવાદી ચૈતન્યચિનથી આત્મા ઓળખાય છે, પ્રગટ અનુભવમાં આવે છે. ચૈતન્ય એંધાણથી આત્મા સર્વ અવસ્થાઓથી પ્રત્યક્ષ જુદો જણાય છે. જો શરીર એ જ આત્મા હોત તો જડથી ભિન્ન એવો ચૈતન્યસ્વરૂપી આત્મા અલગ ક્યાંથી જણાત? ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૬૮ (પત્રાંક-૪૩૮) Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જે કંઈ પણ જોવા-જાણવામાં આવે છે તેની સાથે આત્મા એકરૂપ નથી, જોનાર-જાણનાર આત્મા જુદો છે અને જે જોવાય-જણાય છે તે જુદું છે. આત્મા સર્વ અવસ્થાઓને અલગ રહી જાણતો રહે છે, માટે શરીરથી આત્મા જુદો છે. જાગૃતાદિ સર્વ અવસ્થાઓથી આત્મા ભિન્ન છે અને તે પ્રગટ રૂપમાં ચૈતન્યમય છે. આ બે ન્યાય દ્વારા આત્માનું અસ્તિત્વ સાબિત થાય છે. અવસ્થા નાશ થવા છતાં પણ ટકનાર, શાશ્વત રહેનાર, જ્ઞાનગુણધારક આત્માનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. જાગૃતાદિ દેહની અવસ્થાઓ નાશ પામે છે, પરંતુ આત્મા નાશ પામતો નથી. તે જ્ઞાયકરૂપે સદા વિદ્યમાન છે એમ પ્રગટ જણાય છે, માટે આત્મા અને શરીર બે પૃથક્ પૃથક દ્રવ્ય છે એમ સિદ્ધ થાય છે. ‘દેહ એ જ આત્મા છે' એમ માનવું ભૂલભરેલું છે. આત્મા દેહરૂપ નથી, તે દેહાદિ સર્વ પરપદાર્થોથી ભિન્ન એવું ચૈતન્યતત્ત્વ છે. આમ, ગાથા ૪૬માં શિષ્યમુખે રજૂ કરેલ દલીલના પૂર્વાર્ધનું શ્રીમદે શ્રીગુરુમુખે ગાથા ૫૩ દ્વારા તથા ઉત્તરાર્ધનું પ્રસ્તુત ગાથા ૫૪ દ્વારા અત્યંત સરળ અને સચોટ સમાધાન આપ્યું છે. ગાથા ૫૩માં આત્મા દેહ, ઇન્દ્રિય અને પ્રાણ નથી એમ નાસ્તિથી સિદ્ધિ કરી, પ્રસ્તુત ગાથામાં ચેતન લક્ષણથી લક્ષિત એવો આત્મપદાર્થ છે એમ અસ્તિથી સમજાવ્યું છે. આ પ્રમાણે અન્વય અને વ્યતિરેકથી આત્માના અસ્તિત્વની સિદ્ધિ કરી છે. શ્રીમની આ અત્યંત સરળ અને સચોટ શૈલીના કારણે આબાલ-વૃદ્ધ સર્વને આત્માનું અસ્તિત્વ સુગમતાથી સમજાય છે, પ્રતીતિ થાય છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘સર્વ અવસ્થાને વિષે, જો જો જીવ સ્વભાવ; સર્વ રીતે જુદો રહે, એવો આત્મ પ્રભાવ. છએ દ્રવ્યમાં એ છતાં, ન્યારો સદા જણાય; તીક્ષ્યબુદ્ધિ જે વિબુદ્ધની, વિચારથી સમજાય. વિચાર જે મનથી થતાં, તેનો પણ જોનાર; પ્રગટરૂપ ચૈતન્યમય, આત્મા સુખ ભંડાર. નિદ્રા સ્વપ્ન જાગૃતિ, આદિ દશા ગણાય; તેનો સાક્ષી પ્રગટ છે, એ એંધાણ સદાય.’ * * * ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૨૭ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૨૧૩-૨૧૬) Page #218 -------------------------------------------------------------------------- ________________ ગાથા - પટ, ૨ સ્વાદી ના વું, તેક્ષ જેને શાળ, ૧૧૯, ૨૧ હું સળી ના ૫૫ Page #219 -------------------------------------------------------------------------- ________________ Page #220 -------------------------------------------------------------------------- ________________ ગાથા – પપ - ગાથા ૫૪માં શ્રીગુરુએ કહ્યું કે સર્વ અવસ્થામાં વર્તતો હોવા છતાં તે તે ભૂમિકા 11 અવસ્થાઓથી જે જુદો ને જુદો રહ્યા કરે છે, તે તે અવસ્થા વ્યતીત થયા પછી પણ જેનું હોવાપણું છે અને તે તે અવસ્થાને જે જાણે છે, જે પ્રગટ ચૈતન્યમય સ્વરૂપ છે, અર્થાત્ જાણ્યા જ કરવું એવો સ્વભાવ જેનો પ્રગટ છે, એ નિશાનીથી આત્મા સદા ઓળખાય છે. આમ, આત્મા દેહ, ઇન્દ્રિય અને પ્રાણથી ભિન્ન છે એમ સમજાવી, ચૈતન્યપણાની નિશાનીથી આત્માના હોવાપણાની સિદ્ધિ કરી, હવે શ્રીગુરુ શિષ્યની અંતિમ દલીલનું સમાધાન આપી તેને સમ્યક્ નિર્ણય કરાવે છે. ગાથા ૪૭માં શિષ્ય એવી દલીલ કરી હતી કે “વળી જો આત્મા હોય તો, જણાય તે નહિ કેમ? જણાય જો તે હોય તો, ઘટ પટ આદિ જેમ', અર્થાત્ જો આત્મા હોય તો જેમ ઘડો, વસ્ત્ર આદિ પદાર્થો જણાય છે, તેમ તે કેમ જણાતો નથી? જો આત્માનું અસ્તિત્વ હોય તો ઘટ, પટ આદિની જેમ તે પણ જણાવો જોઈએ. આ શંકાનું સમાધાન કરતાં શ્રીગુરુ કહે છે - “ઘટ, પટ આદિ જાણ તું, તેથી તેને માન; (ગાથા જાણનાર તે માન નહિ, કહીએ કેવું જ્ઞાન?' (૫૫) અર્થ છે - ઘટ, પટ આદિને તું પોતે જાણે છે, તે છે' એમ તું માને છે, અને જે તે ઘટ, પટ આદિનો જાણનાર છે તેને માનતો નથી; એ જ્ઞાન તે કેવું કહેવું? (૫૫). ઇન્દ્રિયોથી પ્રત્યક્ષ થનાર પદાર્થોનું અસ્તિત્વ છે અને ઇન્દ્રિયોથી પ્રત્યક્ષ નથી ભાવાર્થી તેનું અસ્તિત્વ નથી એવું માનનાર શિષ્યને શ્રીગુરુ અત્યંત સરળ યુક્તિથી સમજાવતાં કહે છે કે આ જગતમાં ઘટ-પટ વગેરે અનેક પદાર્થો છે. તે સર્વ ઇન્દ્રિયપ્રત્યક્ષ હોવાથી તેનું અસ્તિત્વ તું સ્વીકારે છે, પણ તે ઘટ-પટ આદિ પદાર્થોને જાણનાર એવા આત્માને તું શા માટે નથી માનતો? ઘટ-પટ આદિ ય પદાર્થો છે એમ હું માને છે અને તે તમામના જ્ઞાતા એવા આત્માને તું નથી માનતો, તો તારા આ જ્ઞાનને કેવું કહેવું? જે જ્ઞાનરૂપ આત્મામાં ઘટ-પટ આદિ જણાય છે તે જાણનાર આત્માને જ તું ન માને એ કેવી વિચિત્રતા છે! Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વિશેષાર્થ આમ, જગતમાં ય હોય તો જ્ઞાતા પણ હોય જ, માટે ઘટ-પટ આદિ જ્ઞયની જેમ જ્ઞાતા એવો આત્મા પણ છે જ એમ દર્શાવી શ્રીગુરુ આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. આત્મા એ એક અમૂર્ત પદાર્થ હોવાથી તે ઇન્દ્રિયગમ્ય નથી, પરંતુ તે એક ચેતન પદાર્થ હોવાથી તેના જ્ઞાયક ગુણ દ્વારા તે પ્રગટ અનુભવમાં આવે છે. તે આત્માના અસ્તિત્વ સંબંધી શંકાની દલીલમાં શિષ્ય એવો તર્ક રજૂ કર્યો -1 હતો કે ઘટ-પટાદિ તમામ પદાર્થોનું જ્ઞાન થાય છે, કારણ કે તે પદાર્થોનું અસ્તિત્વ છે. ઘટ-પટાદિ પદાર્થો છે, માટે તે જણાય છે; તેમ આત્મા પણ જો પ્રગટ અસ્તિત્વરૂપ પદાર્થ હોય તો તે જણાયા વિના રહે નહીં. જો આત્મા હોય તો જેમ ઘટપટાદિ પદાર્થો જણાય છે તેમ તે જણાવો જોઈએ, પરંતુ તેવી રીતે તે જણાતો ન હોવાથી આત્માનું હોવાપણું નથી. ઘટ-પટાદિની જેમ આત્મા જણાય તો જ આત્માના હોવાપણાનો સ્વીકાર કરી શકાય. આત્મા ઇન્દ્રિયપ્રત્યક્ષ નથી, તેથી તે ચક્ષુ વગેરે ઇન્દ્રિયનો વિષય બનતો નથી. તે ચક્ષુ વગેરેથી જાણી શકાય એવો પદાર્થ નથી. આત્મા જોઈ શકાતો ન હોવાથી શિષ્યને આત્મા નથી એમ લાગે છે. તેને વિશ્વમાં આત્મા જેવી કોઈ વસ્તુ જણાતી નથી અને તેથી તે આત્માને માનતો નથી. તેને ઇન્દ્રિયોથી અગ્રાહ્ય એવા આત્માના અસ્તિત્વ વિષે શંકા છે અને તેથી એ બાબત વિષે તે શ્રીગુરુને પ્રશ્ન કરે છે. દુનિયામાં કોઈ પણ વસ્તુને તો જ માની શકાય જો તે ઘટ-પટાદિની જેમ જણાતી હોય - પોતાની આ વિચારણા તે શ્રીગુરુ સમક્ષ દર્શાવે છે અને પોતાના વિચારમાં જો કોઈ અસંગતિ હોય તો તે બતાવવા શ્રીગુરુને વિનંતી કરે છે. શિષ્ય માત્ર રૂપી પદાર્થોનું જ અસ્તિત્વ સ્વીકારે છે, કારણ કે તે ચક્ષુ આદિ ઇન્દ્રિયો વડે જાણી શકાય છે. જે જે પદાર્થો ઇન્દ્રિયો વડે જાણી શકાતા નથી તે પદાર્થોનું અસ્તિત્વ નથી એવી તેની માન્યતા છે. પરંતુ ઇન્દ્રિયગમ્ય નથી માટે તે વસ્તુનું અસ્તિત્વ નથી એ કોઈ ઉચિત યુક્તિ કે પ્રબળ તર્ક નથી. જે ઇન્દ્રિયગમ્ય ન હોય તે ન જ હોય એવું નથી. ઇન્દ્રિયોથી જ્ઞાન થાય તો જ તે વસ્તુનું અસ્તિત્વ હોય એવો કોઈ નિયમ નથી. ઘણી વસ્તુઓનું અસ્તિત્વ છે, છતાં એક અથવા બીજા કારણસર પ્રત્યક્ષ થતી નથી. એવાં ઘણાં કારણો છે જેને લીધે વસ્તુ હોવા છતાં પણ જણાતી નથી. પ્રાચીન સમયથી શાસ્ત્રકારો બતાવતા આવ્યા છે તે પ્રમાણે કોઈ પણ વસ્તુની અનુપલબ્ધિ બે પ્રકારે માનવામાં આવી છે. એક તો એ કે જે વસ્તુ આકાશકુસુમ કે ખરશંગની જેમ સર્વથા અસતું હોય, તે વસ્તુ કદી ઉપલબ્ધ થતી નથી અને બીજો પ્રકાર એ કે વસ્તુ વિદ્યમાન હોય છતાં નીચેનાં કારણોને લીધે તેની અનુપલબ્ધિ હોય છે - Page #222 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૫ ૧૮૯ (૧) અતિ દૂર કેટલીક વાર વસ્તુઓ ઘણી દૂર હોવાથી વિદ્યમાન હોવા છતાં પણ નથી દેખાતી, જેમ કે મેરુ પર્વત વગેરે. (૨) અતિ નજીક આંખની બહુ નજીક હોવાથી પણ વસ્તુ ઘણી વાર નથી દેખાતી, જેમ કે આંખમાં આંજેલું કાજળ. પુસ્તક આંખને અડાડીને, આંખની બહુ નજીક રાખીને વાંચવામાં આવે તો ન વંચાય. (૩) અતિ સૂક્ષ્મ વસ્તુ અત્યંત સૂક્ષ્મ હોવાના કારણે પાસે હોવા છતાં પણ નથી દેખાતી, જેમ કે પરમાણુ. (૪) મનની અસ્વસ્થતા મન ચિંતાગ્રસ્ત હોય તોપણ વસ્તુ સામે હોવા છતાં નથી જણાતી, જેમ કે ચિંતાગ્રસ્ત અવસ્થામાં પુત્ર પાસે હોવા છતાં પણ રોગી પિતા ‘દીકરા!’ એમ બૂમ પાડે છે. (૫) ઇન્દ્રિયઘાત ઇન્દ્રિય શક્તિશાળી ન હોય, કમજોર હોય અથવા નષ્ટ થઈ ગઈ હોય તોપણ વસ્તુ જણાતી નથી, જેમ કે કાને બહેરાશ આવવી, આંખે મોતિયો આવવો, આંખ ચાલી જવી વગેરેથી વસ્તુના તે તે વિષયો જણાતા નથી. (૬) મતિમંદતા અલ્પ બુદ્ધિના કારણે ગંભીર અર્થનું જ્ઞાન થતું નથી, જેમ કે રત્ન વગેરેની પરખ સામાન્ય માણસને હોતી નથી. (૭) અશક્યતા ઘણી વાર વસ્તુ હોવા છતાં તેનું દર્શન અશક્ય હોય છે, જેમ કે પોતાના કાનનું, મસ્તકનું કે પીઠનું સીધું પ્રત્યક્ષ દર્શન અશક્ય છે. (અરીસા દ્વારા થતા દર્શનની વાત અહીં અપ્રસ્તુત છે.) - (૮) વ્યવધાન વસ્તુ અને દૃષ્ટિ વચ્ચે આવરણ હોવાથી વસ્તુ દેખાતી નથી, અથવા તો દૃષ્ટિ આડે આવરણ આવવાથી વસ્તુ નથી દેખાતી. જેમ કે ભીંત, કપડાં વગેરેથી અંતરિત વસ્તુ દેખાતી નથી અથવા આંખને હાથથી ઢાંકી દેવામાં આવે તો તે કશું જોવા સમર્થ થતી નથી. વાદળથી સૂર્ય ઢંકાઈ જાય તો તે દેખાતો નથી. 1 (૯) અભિભૂત ઘણી વાર વસ્તુ બીજાના પ્રબળ પ્રભાવને કારણે જણાતી નથી, જેમ કે ઉત્કટ સૂર્યતેજથી તારાઓ અભિભૂત થઈ જાય છે, તેથી તે દેખાતા નથી. તારા દિવસે ન દેખાય એટલે તે નથી એમ કહી શકાય નહીં. તારા હોવા છતાં દિવસે સૂર્યના પ્રકાશમાં તારાનો પ્રકાશ ઢંકાઈ જાય છે, તેથી તારા દિવસે હોવા છતાં પણ દેખાતા નથી. (૧૦) સામ્યતા સરખાપણાના કા૨ણે ધારી ધારીને જોવા છતાં પણ તે ઓળખી શકાતા નથી, જેમ કે અડદના ઢગલામાં એક અડદનો દાણો નાખ્યો હોય અથવા દૂધમાં દૂધ, પાણીમાં પાણી ભેળવતાં તે સામ્યપણાના કારણે અલગ અલગ ઓળખી શકાતાં Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન નથી. દૂધમાં દૂધ મેળવતાં વાસણમાં આ બાજુ મુંબઈનું દૂધ છે અને આ બાજુ અમદાવાદનું દૂધ છે એમ ઓળખી નથી શકાતું. તળાવમાં વરસાદનું પાણી ભળી ગયું હોય તો આ તળાવનું પાણી છે અને આ વરસાદનું પાણી છે એમ સ્પષ્ટ નથી દેખાતું, કારણ કે તે સમાનરૂપે મળી ગયાં છે. (૧૧) અનુપયોગ ચિત્તના ઉપયોગના અભાવે ઘણી વસ્તુ જણાતી નથી, જેમ કે મનુષ્યનું ધ્યાન કશાકમાં રૂપ આદિમાં મગ્ન હોય તો તે વખતે તે ગંધ વગેરેને નથી જાણી શકતો. (૧૨) અનુપાય યોગ્ય ઉપાયના અભાવે પણ વસ્તુ જણાતી નથી, જેમ કે કોઈ શીંગડું જોઈને ગાયના દૂધનું પરિમાણ જાણવા માગે તો તે જાણી ન શકે, કારણ કે દૂધનું પરિમાણ જાણવામાં શીંગડું એ ઉપાય નથી. (૧૩) વિસ્મરણ ભૂલી જવાથી પહેલાંની વસ્તુ ન જણાય. (૧૪) દુરાગમ ખોટો ઉપદેશ મળવાથી પણ વસ્તુ ભિન્ન મનાય અથવા પ્રાપ્ત ન થાય, જેમ કે ખોટો ઉપદેશ મળ્યો હોય તો સુવર્ણ જેવી ચમકતી રેતીને સુવર્ણ માને છતાં સુવર્ણની ઉપલબ્ધિ ન થાય. મૂઢ મતિ અથવા મિથ્યા મતિના કારણે વિદ્યમાન જીવાદિ તત્ત્વોનું જ્ઞાન દર્શનશક્તિના અભાવના કારણે ન દેખાય, જેમ કે જન્માંધને વસ્તુ (૧૭) વિકાર શારીરિક વિકારના કારણે પૂર્વોપલબ્ધ વસ્તુની પણ ઉપલબ્ધ થતી નથી, જેમ કે વૃદ્ધાવસ્થા કે સનેપાત હોય તો તેના કારણે પણ વસ્તુ જણાતી નથી. (૧૫) મોહ થતું નથી. - (૧૬) વિદર્શન હોવા છતાં ન દેખાય. (૧૮) અક્રિયા ક્રિયા ન થવાથી ઘણી વાર વસ્તુ છતી થતી નથી, જેમ કે જમીન ખોદવાની ક્રિયા ન કરાય તો વૃક્ષનું મૂળ નથી દેખાતું અથવા વલોવવાની ક્રિયા ન થાય તો માખણ દેખાતું નથી. (૧૯) અધિગમ (૨૦) કાલવિપ્રકર્ષ (૨૧) સ્વભાવવિપ્રકર્ષ દેખાય, જેમ કે આકાશાદિ નથી દેખાતા. ઉપર્યુક્ત ૨૧ પ્રકારે વસ્તુ વિદ્યમાન હોવા છતાં તેની અનુપલબ્ધિ થાય છે. વસ્તુ શાસ્ત્રના અશ્રવણને કારણે શાસ્ત્રના અર્થનો બોધ નથી થતો. કાલવિપ્રકર્ષના કારણે ભૂત-ભાવિ વસ્તુની ઉપલબ્ધિ નથી થતી. અમૂર્ત વસ્તુઓ પોતાના તથાપ્રકારના સ્વભાવના કારણે ન Page #224 -------------------------------------------------------------------------- ________________ ગાથા-પ૫ ૧૯૧ પણ છે અને જાણનાર પણ છે, પરંતુ આવાં કારણોસર વસ્તુનું પ્રત્યક્ષ થતું નથી. જો એવો દાવો કરવામાં આવે કે આંખે ન દેખાય તેનું અસ્તિત્વ છે જ નહીં, તો તો જીવનમાં સેંકડો વસ્તુઓ ન માનવાની આપત્તિ આવે. ઉપર્યુક્ત દર્શાવેલા પ્રકારોમાં આત્મા ૨૧માં પ્રકારમાં આવે છે. તે સ્વભાવથી વિપ્રકૃષ્ટ છે, અર્થાત્ આકાશની જેમ અમૂર્ત છે, તેથી તેની ઉપલબ્ધિ થતી નથી. વર્ણ, ગંધ, સ્પર્શ, રસ, શબ્દ એ આત્માના સ્વભાવમાં નથી. આત્માનો સ્વભાવ વર્ણાદિરહિત હોવાના કારણે આત્માની ઉપલબ્ધિ ઇન્દ્રિયો દ્વારા થતી નથી. શરીર દેખાય છે, કારણ કે તે પુગલદ્રવ્યનું બનેલું છે. વર્ણાદિ પુદ્ગલના ગુણો છે, તેથી તે ગુણો શરીરમાં હોય છે. કોઈ પણ શરીર જોવામાં આવે તો તેને વર્ણાદિ ગુણો અવશ્ય હોય છે. એમ કહેવાય છે કે આ કાળો છે, ‘આ ગોરો છે', “આ રંગબેરંગી છે'. તે જ પ્રમાણે કોઈના શરીરમાંથી સુગંધ પ્રસરે છે, તો કોઈના શરીરમાંથી દુર્ગધ પણ પ્રસરે છે. તે જ પ્રમાણે સ્પર્શ આદિ પણ ભિન્ન ભિન્ન જણાય છે. પુદ્ગલના વર્ણાદિ ધર્મો શરીરમાં સ્પષ્ટ જણાય છે, જ્યારે આત્મા પુદ્ગલમય નથી, માટે જ તેમાં સ્પર્ધાદિ ધર્મો નથી. આત્માનું સ્વરૂપ અરૂપ, અરસ, અગંધ, અસ્પર્શ, અશબ્દ છે અને તેથી તે ઇન્દ્રિયગમ્ય નથી. આ સમસ્ત ચરાચર જગતમાં ઘણી વસ્તુઓ દશ્ય છે, રૂપી છે, જે આંખે જોઈ શકાય છે. કેટલીક વસ્તુઓ બીજી ઇન્દ્રિયોની મદદથી અનુભવી શકાય છે. જેમ શબ્દ વિદ્યમાન હોય તોપણ તે આંખે નથી દેખાતો, પરંતુ કાન વડે તેનું પ્રત્યક્ષ થઈ શકે છે. પરંતુ આત્મા તો શબ્દ જેવો પણ નથી, એટલે આંખ કે આંખ સિવાયની બીજી કોઈ પણ ઇન્દ્રિયથી અમૂર્ત એવો આત્મા પ્રત્યક્ષ થઈ જ શકતો નથી. આત્મા સસ્વરૂપી - અસ્તિત્વ ધરાવતો પદાર્થ તો છે; પણ તે અરૂપી છે, અમૂર્ત છે; એટલે તે ઇન્દ્રિયપ્રત્યક્ષ થઈ જ શકતો નથી. આત્મપદાર્થનું અસ્તિત્વ હોવા છતાં તે રૂપાદિથી વિહીન હોવાના કારણે ઇન્દ્રિયગોચર થતો નથી. આત્મા પ્રત્યક્ષ દેખાતો નથી, છતાં તેના ગુણો દ્વારા તેનું જ્ઞાન થઈ શકે છે. આત્મા ભલે આંખથી પ્રત્યક્ષ દેખાતો ન હોય, પણ તેના ગુણો દ્વારા તેને યથાર્થપણે જાણી શકાય છે. આત્મામાં કેટલાક વિશિષ્ટ ગુણો છે, જે બીજા કોઈ દ્રવ્યમાં હોતા નથી. તે ગુણો દ્વારા આત્માનો નિર્ણય થઈ શકે છે. તે ગુણો દ્વારા ગુણી એવા આત્માની ઓળખાણ થાય છે. જેમ પહેરવેશ, રીતભાત, ભાષા ઉપરથી માણસ કયા દેશનો છે એ ઓળખી શકાય છે, તેમ આત્માના ગુણો દ્વારા આત્માની ઓળખ થઈ શકે છે. સુખ-દુઃખના સંવેદન દ્વારા આત્માની ઓળખાણ થાય છે. સુખ-દુ:ખનું સંવેદન એ આત્માના અસ્તિત્વનો પુરાવો છે. ‘હું સુખી છું', ‘હું દુઃખી છું' એવી પ્રતીતિ આત્માને Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જ થઈ શકે છે. જડને હું સુખી છું', “દુઃખી છું' એવી પ્રતીતિ થઈ શકતી નથી. જડ પદાર્થને સુખ-દુખની અનુભૂતિ થતી નથી. મૃત દેહને સુખ-દુઃખ થતાં નથી. માણસ મરી જાય પછી શરીરમાં આ ગુણો દેખાતા નથી, તેથી જે સુખ-દુઃખ થાય છે તે આત્માને જ પ્રસિદ્ધ કરે છે. શરીરમાં આત્મા ભલે નથી દેખાતો, પણ સુખ-દુઃખના અનુભવથી આત્મા છે. એ સિદ્ધ થાય છે. પ્રેમ, સ્નેહ આદિ કોણ કરે છે? પ્રેમ શરીર કરે છે કે આત્મા? શું મડદું કોઈને પ્રેમ કરી શકે છે? કોઈ મૃત શરીર ક્યારે પણ કોઈને પ્રેમ કરે છે? મડદું કોઈને પ્રેમ, સ્નેહ વગેરે કંઈ જ નથી કરતું, એટલે તેના ઉપરથી નક્કી થઈ જાય છે કે પ્રેમ, લાગણી વગેરે શરીરના ધર્મો નથી પરંતુ આત્માના ધર્મો છે, આત્માના જ ગુણો છે. રાગ કરે તોપણ તે આત્મા કરે છે અને દ્વેષ કરે તો તે પણ આત્મા જ કરે છે. રાગ-દ્વેષ કરનાર આત્મા જ છે. આત્મા ન હોય તો પ્રેમ આદિ કંઈ રહે જ નહીં. આત્મા છે તો પ્રેમાદિ બધું છે. જીવમાં જણાતાં સ્નેહ, ઈર્ષ્યા વગેરે દ્વારા આત્મા છે તે નક્કી થાય છે. આમ, અરૂપી, અમૂર્ત એવો આત્મા ઇન્દ્રિયપ્રત્યક્ષ ન હોવા છતાં તેનાં કાર્ય ઉપરથી તેની ઓળખાણ થઈ શકે છે. આત્મા ઇન્દ્રિયપ્રત્યક્ષ નથી, માટે તેનું અસ્તિત્વ નથી એમ કહી શકાય નહીં, કેમ કે આત્માનું સ્વરૂપ ઇન્દ્રિયપ્રત્યક્ષ નહીં હોવા છતાં જીવ માત્ર જે ક્રિયાઓ કરતો જોવા મળે છે તેના ઉપરથી આત્માને માની શકાય છે. જીવ જે ક્રિયાઓ કરતો જોવા મળે છે તે ક્રિયાઓનો કોઈ કર્તા હોવો ઘટે છે, કારણ કે કર્તા વિના ક્રિયા થતી નથી. એ કર્તા તે આત્મા છે. આત્મા વિનાનું મૃતક કોઈ પણ ક્રિયા કરી શકતું નથી, તેથી ક્રિયાઓનો પ્રેરક એકમાત્ર આત્મા જ છે. આત્મા જ ઇષ્ટ તરફ પ્રવૃત્તિ કરે છે અને અનિષ્ટથી નિવૃત્ત થવા પ્રયત્ન કરે છે. આત્મા દેખાતો ન હોવા છતાં તેની ઇષ્ટ-અનિષ્ટમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ ઉપરથી એમ નિશ્ચિત થઈ શકે છે કે તેના શરીરની અંદર કોઈ ચૈતન્યદ્રવ્ય અર્થાત્ આત્મદ્રવ્ય હોવું જ જોઈએ. આ રીતે આત્મા ઇન્દ્રિયોથી ન જણાય છતાં પણ અન્ય રીતોથી સિદ્ધ થતો હોવાથી તેનું અસ્તિત્વ સ્વીકારવા યોગ્ય છે. શરીરમાં આત્મા રહેલ છે એમ નિર્ણય કરવા યોગ્ય છે. આમ, માત્ર ઇન્દ્રિયગમ્ય ન હોવાથી આત્માનું અસ્તિત્વ નથી એ તર્ક મિથ્યા છે. આત્માનું જ્ઞાન ઇન્દ્રિયોથી ન થઈ શકવા છતાં આત્માની ઓળખાણ થઈ શકે છે. આત્મા ઇન્દ્રિયોથી અગ્રાહ્ય છતાં તેની સિદ્ધિ થઈ શકે છે. પ્રસ્તુત ગાથામાં શ્રીગુરુ શિષ્યના સંદેહને દૂર કરવા અર્થે અમૂર્ત એવા આત્મતત્ત્વનું અસ્તિત્વ તેના જ્ઞાન ગુણ દ્વારા સિદ્ધ કરે છે. શિષ્યની વિડંબના ટાળવા શ્રીગુરુ શિષ્યને આત્માની જ્ઞાનશક્તિ દ્વારા આત્મસ્વરૂપનો નિર્ણય કરાવે છે. Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ અત્યંત સરળ યુક્તિ દ્વારા સમજાવતાં શ્રીગુરુ શિષ્યને કહે છે કે ‘ઘડો, વસ્ત્ર વગેરે પદાર્થો પ્રત્યક્ષ નજર સામે દેખાય છે, તેથી તે પદાર્થો છે એમ તું માને છે; પરંતુ તે પદાર્થો જાણનાર વિના કેવી રીતે જાણી શકાય? તું ઘડો, વસ્ત્ર આદિને જાણે છે તેથી તેનું અસ્તિત્વ છે એમ તું માને છે; પરંતુ ઘડો, વસ્ત્ર આદિ તો જ્ઞાનના વિષય છે શેય છે, તેથી તેને જાણવાવાળું કોઈ ને કોઈ તત્ત્વ અવશ્ય હોવું જોઈએ. ઘડો, વસ્ત્ર આદિને જાણવાવાળો કોઈ જ્ઞાતા અવશ્ય હોવો જોઈએ એમ સિદ્ધ થાય છે. જો તું ઘટ-પટ આદિ જ્ઞેયોનું અસ્તિત્વ સ્વીકારે તો તેના જ્ઞાતાનો પણ સ્વીકાર કરવો જ પડે; અને આ જ્ઞાતા તે જ આત્મા છે. ઘટ-પટ આદિનું જ્ઞાન કરનાર આત્મા જ છે અને તેથી આત્મા ઇન્દ્રિયો વડે જાણી ન શકાતો હોવા છતાં તેનું અસ્તિત્વ તો છે જ. અહીં કોઈ કહે કે ઉક્ત યુક્તિથી ઘટ-પટનો કોઈ જ્ઞાતા છે માત્ર એટલું જ સિદ્ધ થાય છે, પણ તે આત્મા છે એ તો સિદ્ધ થતું નથી. એ જ્ઞાતા તે આત્મા જ છે એ કયા આધારે કહી શકાય? દેહને જ જ્ઞાતા માનવામાં આવે તો શું વાંધો? દેહથી જ જ્ઞાન થાય છે, તેથી જ્ઞાન થવા માટે આત્માની જરૂર નથી. જ્ઞાન થવા માટે આત્માની કોઈ આવશ્યકતા છે નહીં. ગાથા-૫૫ આનું સમાધાન એ છે કે જો દેહ જ જાણનાર હોય તો મૃત વ્યક્તિને શરીર તો છે, તો તેને કેમ જ્ઞાન થતું નથી? જીવંત શરીર અને મૃતક શરીરમાં ફરક કેમ છે? એ ફરક આત્માની હાજરીનો છે. જ્યાં સુધી શરીરમાં આત્મા છે ત્યાં સુધી જ જ્ઞાન થઈ શકે છે. આત્મા ચાલ્યો જાય પછી જ્ઞાન થતું નથી. આત્મા ન હોય તો કોઈ જ પદાર્થ ક્યારે પણ ન જણાય, તેથી જ્ઞાન આત્માને આધીન છે. જ્ઞાન ગુણનો આધાર આત્મા છે. જ્ઞાન એ શરીરનો ગુણ નથી. તેને શરીરનો ધર્મ માનવો અયોગ્ય છે, કેમ કે શરીર તો જડ છે. શરીર એ પણ ઘટ, પટ, ધન વગેરેની જેમ જડ જ્ઞેય છે. શરીર પણ ઘટ, પટ, ધન વગેરેની જેમ જ્ઞાન કરવા સમર્થ નથી. તેનામાં તો પોતાના પરિણમન સંબંધી જાણકારીનો પણ અભાવ વર્તે છે. તો પ્રશ્ન થાય કે શરીરાદિનું જ્ઞાન કરનાર કોણ છે? શરીરાદિનું જ્ઞાન કરનાર એકમાત્ર આત્મા જ છે. જ્ઞાનાદિ ગુણનો આશ્રય કોઈ જડ વસ્તુ નથી. તે આશ્રયભૂત તત્ત્વ માત્ર ચેતન આત્મા છે. જડ વસ્તુ જુદી છે અને ચેતન આત્મા જુદો છે. શરીરાદિ જડ પદાર્થો જ્ઞાતા બની શકતા નથી. શરીરાદિ જડ પદાર્થોથી જુદો જે આત્મપદાર્થ છે તેને જ જ્ઞાન થાય છે. આત્મા જ જ્ઞાતા છે. આમ, કોઈ પણ જડ વસ્તુ જાણી શકતી નથી. એકમાત્ર આત્મા જ જાણી શકે છે. આત્મા ન હોય તો કશું જણાય નહીં. કોઈ પણ વસ્તુને જાણવા માટે પ્રથમ તો આત્મા હોવો જોઈએ. પ્રથમ આત્મા હોય તો જ બીજું જણાય. આત્માનો આ ‘ઊર્ધ્વતા' Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ધર્મ છે. શ્રીમદ્ લખે છે ‘કોઈ પણ જાણનાર ક્યારે પણ કોઈ પણ પદાર્થને પોતાના અવિધમાનપણે જાણે એમ બનવા યોગ્ય નથી. પ્રથમ પોતાનું વિદ્યમાનપણું ઘટે છે, અને કોઈ પણ પદાર્થનું ગ્રહણ, ત્યાગાદિ કે ઉદાસીન જ્ઞાન થવામાં પોતે જ કારણ છે. બીજા પદાર્થના અંગીકારમાં, તેના અલ્પ માત્ર પણ જ્ઞાનમાં પ્રથમ જે હોય, તો જ થઈ શકે એવો સર્વથી પ્રથમ રહેનારો જે પદાર્થ તે જીવ છે. તેને ગૌણ કરીને એટલે તેના વિના કોઈ કંઈ પણ જાણવા ઇચ્છે તો તે બનવા યોગ્ય નથી, માત્ર તે જ મુખ્ય હોય તો જ બીજું કંઈ જાણી શકાય એવો એ પ્રગટ ‘ઊર્ધ્વતાધર્મ' તે જેને વિષે છે, તે પદાર્થને શ્રી તીર્થંકર જીવ કહે છે.’૧ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન આત્મા જ જ્ઞાન ગુણનો ગુણી છે. જે જ્ઞાનયુક્ત છે તે આત્મા જ છે. આત્મા સ્વયં જ્યોતિસ્વરૂપ છે, સ્વપરપ્રકાશક છે, જ્ઞાનસ્વરૂપ છે. આત્મા સદા જ્ઞાનમય છે. આત્માના દરેક પ્રદેશે જ્ઞાન રહેલું છે. આત્મા જ્ઞાનથી પૂર્ણપણે વ્યાપ્ત હોવાથી આત્મા જ્ઞાનધન છે. જ્યાં આત્મા હોય ત્યાં જ્ઞાન હોય જ છે અને જ્યાં જ્ઞાન હોય ત્યાં આત્મા હોય જ છે. જ્ઞાનનો સ્રોત આત્મામાંથી જ વહે છે. આત્મા જ જોવા-જાણવાની ક્રિયા કરે છે. તે પોતાના જ્ઞાન ગુણ દ્વારા પદાર્થોને જાણે છે. તે ત્રણે કાળ પદાર્થોને જાણે છે. આત્મા જગતમાં વિદ્યમાન ન હોય તો ઘટ-પટ આદિ પદાર્થોનું જ્ઞાન જ ન થાય. ઘટપટ આદિ સંબંધી જ્ઞાન થાય છે, તેથી આત્માનું હોવાપણું છે, તેનો અભાવ નથી. આમ, શિષ્યની આત્મવસ્તુના અસ્તિત્વ વિષેની શંકાનું સમાધાન કરતાં શ્રીગુરુ કહે છે કે ઘડા આદિ પદાર્થોનું જ્ઞાન થવું એ જ આત્માના અસ્તિત્વને સિદ્ધ કરે છે. ઇન્દ્રિયગમ્ય પદાર્થોનું જ્ઞાન થતાં જ તે પદાર્થોને જાણનાર જ્ઞાનસ્વભાવરૂપ આત્માની સિદ્ધિ સ્વયમેવ થઈ જાય છે. આમ, જ્ઞાનાદિ સ્વરૂપવાળો આત્મા સિદ્ધ છે, છતાં પણ જીવ મોહદશામાં તેનો સ્વીકાર કરતો નથી. તે ઘટ-પટ આદિ જ્ઞેયના અસ્તિત્વને માને છે અને તેના જ્ઞાતા એવા આત્માનું અસ્તિત્વ નથી માનતો, તો તેના જ્ઞાન માટે શું કહેવું! જીવ બાહ્ય પદાર્થોને માને છે, પરંતુ તે પદાર્થોને જાણનાર એવા જ્ઞાયકને માને નહીં તો તેનું એ કેવું જ્ઞાન છે! જેમ અરીસામાં પડતા પ્રતિબિંબને કોઈ માને અને અરીસાને ન માને, તેમ આત્મા દ્વારા બાહ્ય ઘટ-પટાદિ પદાર્થો જણાય છે તેને જીવ માને છે અને જેના કારણે તે જણાય છે તે સ્વપરપ્રકાશક ચેતનતત્ત્વ, તેને તે નથી માનતો! અરીસામાં દેખાતા પ્રતિબિંબને માને અને અરીસાને ન માને એ કેવું જાણપણું કહેવાય? તેમ ઘટ-પટ આદિ પરવસ્તુઓ આત્માના જ્ઞાનદર્પણમાં ઝળકે છે, તેને તો સરૂપે માને, પરંતુ જેમાં ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૬૮ (પત્રાંક-૪૩૮) Page #228 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૫ ૧૯૫ તે જણાય છે એ હાજરાહજૂર આત્માને ન સ્વીકારે એ કેવું જાણપણું કહેવાય? ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે ‘આ તે હારું જ્ઞાન કેવું કહેવું? આ પ્રત્યક્ષ પ્રગટ દેખાતી જણાતી જ્ઞેય વસ્તુ તું પોતે જાણે છે, પણ તે આ છે એવું જ્ઞાન જેને થાય છે તે પ્રત્યક્ષ પ્રગટ દેખાતાજણાતા-અનુભવાતા જ્ઞાતા જ્ઞાયક આત્માને પોતાને જે તું પોતે છે તેને જાણતો નથી! આ તે હારું જ્ઞાન કેવા પ્રકારનું કહેવું? શું તે જાણનારો તું પોતે છે નહિ? શું હારું પોતાનું હોવાપણું અસ્તિત્વ છે નહિ? પ્રત્યક્ષ પ્રગટ જાણનાર-જોનારઅનુભવનાર જે તું પોતે જ પ્રગટ પ્રત્યક્ષ છો, તે જ આત્મા છે.'૧ જીવ પરને જાણે છે, પણ સ્વયંને જાણતો નથી. આ કેવી બાહ્ય જગતથી પરિચિત છે અને અંતરથી અપરિચિત છે! શું આના વિચિત્ર વાત બીજી કોઈ હોઈ શકે? પોતે જાણનાર આત્મા છે, પોતાનું જ જ્ઞાન નથી. તે ખાય છે, ફરે છે, સ્નાન કરે છે; બધાં તેને પોતાને પોતાનો જ બોધ નથી. ઝાડ, મકાન, આકાશ, પવન બધું તેને જણાય છે. તે તેની ચારે તરફની ચીજો પ્રત્યે સજાગ છે, પરંતુ જાણનાર પ્રત્યે સ્વયંના હોવા પ્રત્યે આત્માના અસ્તિત્વ પ્રત્યે બોધપૂર્ણ નથી. તે સમગ્ર સંસાર પ્રત્યે સજાગ હોય અને જો પોતાના પ્રત્યે સજાગ ન હોય તો એ બધી સજાગતા નિરર્થક છે. જાનમાં બધું જ હોય પણ જો વરરાજા ન હોય, તો એને જાન કોણ કહે? 1 - - અનંત કાળમાં કદી સ્વલક્ષ કર્યું નથી, તેથી જીવને દૃશ્યમાં લુબ્ધતા છે અને અંતરમાં જાણનાર આત્મા છે તેની શ્રદ્ધા બેસતી નથી; માટે પ્રશ્ન થાય છે કે એવો જ્ઞાયકસ્વભાવી આત્મા પ્રત્યક્ષ તો દેખાતો નથી અને જોયા વિના શ્રદ્ધાન કરવું તે જૂઠું શ્રદ્ધાન ન કહેવાય? જાણ્યા-જોયા વગર એમ ને એમ કઈ રીતે માની લેવાય? પરંતુ જો જીવ વિચારે તો તેને પકડાય કે સર્વ શેયોને જાણનાર જ્ઞાનધારક પદાર્થ તે બીજું કોઈ નહીં પણ આત્મા છે. જે પણ જણાય છે તે શેના કારણે જણાય છે? એમ શોધ કરે તો આત્મા હાથમાં આવે. તે અંતરદૃષ્ટિ કરે તો સમજાય કે જ્ઞાન એ આત્માનું જ સ્વરૂપ છે. આત્મા જ્ઞાનસ્વભાવી છે. જ્ઞાન કરવું એ તેનું કાર્ય છે. આત્મા સર્વને જાણનાર જ્ઞાયકસ્વભાવી પદાર્થ છે. જાણનારને જાણવાનું પડતું મૂકીને જીવ બીજું બધું જાણે છે, પણ જો જાણનાર પ્રત્યે ઉપયોગ વાળે તો આત્મા જણાય છે. વિચિત્રતા છે! તે કરતાં પણ અધિક પણ તેને પોતાને કામ કરે છે, પણ આ પ્રમાણે માત્ર ઇન્દ્રિયગમ્ય પદાર્થોનો જ સ્વીકાર કરવો એ યોગ્ય નથી. શિષ્ય ઇન્દ્રિયપ્રત્યક્ષ એવા ઘટ-પટાદિનું અસ્તિત્વ સ્વીકારે છે અને આત્માના હોવાપણા વિષે શંકા કરે છે. જો કે આત્મા ઇન્દ્રિયગોચર નથી, છતાં પણ જ્ઞાનની જે અનુભૂતિ થાય ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, 'રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ. ૨૩૬ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન છે તે વડે આત્માની સિદ્ધિ થાય છે. રૂપી પદાર્થોની જેમ આત્માનું દર્શન ક્યારે પણ થતું નથી, થઈ શકતું પણ નથી. આત્મા કંઈ આમળાની જેમ હથેળીમાં લઈને દેખાડી શકાતો નથી, એ તો માત્ર અનુભવાય છે. આત્મા ઇન્દ્રિયપ્રત્યક્ષ નથી પણ સાક્ષાત્ અનુભવપ્રત્યક્ષ છે. જેના વડે વસ્તુની વસ્તુતા સિદ્ધ થાય તેને પ્રમાણ કહેવાય છે. કેટલાક લોકો કહે છે કે આત્માને માનવા માટે કોઈ પ્રમાણ નથી. આત્મા પ્રમાણસિદ્ધ પદાર્થ નથી. જે પદાર્થ પ્રમાણથી સિદ્ધ થાય તે જ વાસ્તવિક છે, પણ જે વસ્તુ માનવા માટે કોઈ પ્રમાણ નથી તે વસ્તુનું અસ્તિત્વ નથી. આત્માને માનવા માટે કોઈ પણ પ્રમાણ ન હોવાથી તે અસત્ છે. પરંતુ આ વાત યથાર્થ નથી. આત્માને માનવા માટે ઘણાં પ્રમાણો છે. તેને વિવિધ પ્રમાણો વડે જાણી શકાય છે. તેના મુખ્ય બે પ્રકાર છે - પ્રત્યક્ષપ્રમાણ અને અનુમાન આદિ પરોક્ષપ્રમાણ. જિનમતમાં પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બન્ને પ્રમાણ માન્ય રાખવામાં આવ્યાં છે. તે બન્ને પ્રકારનાં પ્રમાણોથી આત્માની સિદ્ધિ થાય છે. હવે પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન અને અર્થપત્તિ પ્રમાણ વડે આત્માની સિદ્ધિ કેવી રીતે થાય છે તે જોઈએ. સર્વ પ્રથમ પ્રત્યક્ષપ્રમાણ દ્વારા આત્માની પ્રમાણભૂતતાનો વિચાર કરીએ – (૧) પ્રત્યક્ષપ્રમાણથી આત્માની સિદ્ધિ વસ્તુનું પ્રત્યક્ષપણે જ્ઞાન થાય તેને પ્રત્યક્ષપ્રમાણ કહેવાય છે. દરેકને પોતાના આત્માનું જ્ઞાન માનસપ્રત્યક્ષ વડે થાય છે. હું છું' એ અહં-પ્રત્યયરૂપે આત્મા સતત માનસપ્રત્યક્ષ છે. ગાઢ અંધકારમાં જ્યાં પોતાનું શરીર પણ દેખાતું નથી, ત્યાં પણ હું છું' એવો પ્રત્યક્ષ અનુભવ જીવ કરે છે. અંધારામાં અમુક વસ્તુ છે કે નહીં એવો સંદેહ થાય છે, પરંતુ ક્યારે પણ હું છું કે નહીં' એવો સંદેહ થતો નથી. ‘હું છું' એવું જે ત્રણે કાળ માનસપ્રત્યક્ષ થાય છે તે આત્માના અસ્તિત્વની સાખ પૂરે છે. આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય'માં લખે છે કે આત્મા નામની વસ્તુ વિદ્યમાન હોય તો ઘટની જેમ તે પ્રત્યક્ષ કેમ દેખાતી નથી? એવી શંકાનું સમાધાન એ છે કે હું છું' ઇત્યાદિ અનુભવથી આત્મા માનસપ્રત્યક્ષ જરૂર થાય છે. ૧- જ્ઞાન બે પ્રકારે બતાવવામાં આવ્યું છે - ઇન્દ્રિયપ્રત્યક્ષ અને આત્મપ્રત્યક્ષ. ઇન્દ્રિયોની સહાય વડે કરીને એટલે આંખ, કાન આદિ ઇન્દ્રિય વડે જાણે તે ઇન્દ્રિયપ્રત્યક્ષ અને ઇન્દ્રિયોની સહાય વિના સ્વતંત્રપણે જાણે તે આત્મપ્રત્યક્ષ. [જુઓ : 'શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૬૦ (વ્યાખ્યાનસાર-૧, ૨૧૯)] ૨- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય', શ્લોક ૭૯ 'सतोऽस्य किं घटस्येव प्रत्यक्षेण न दर्शनम् ? । अस्त्येव दर्शनं स्पष्टमहंप्रत्ययवेदनात् ।।' Page #230 -------------------------------------------------------------------------- ________________ ગાથા-પપ ૧૯૭ આત્મા અનુભવપ્રત્યક્ષ છે, કારણ કે તેના સ્મરણાદિ જ્ઞાનરૂપ ગુણો સ્વસંવેદનથી પ્રત્યક્ષ છે. ગુણના પ્રત્યક્ષથી ગુણી પ્રત્યક્ષ થાય છે. જીવને સ્મૃતિ, જિજ્ઞાસા આદિ જ્ઞાનના પ્રકારો પ્રત્યક્ષ છે, એટલે તેનો ગુણી આત્મા પણ પ્રત્યક્ષ જ છે. જેમ ઘટાદિનું પ્રત્યક્ષ તેના રૂપાદિ ગુણોની પ્રત્યક્ષતાના કારણે છે, તેમ આત્માનું પ્રત્યક્ષ પણ તેના સ્મરણાદિ ગુણોની પ્રત્યક્ષતાના કારણે માનવું જોઈએ, કારણ કે ગુણ-ગુણી અભિન્ન છે. આચાર્યશ્રી જિનભદ્રજી વિશેષાવશ્યકભાષ્ય'માં ફરમાવે છે કે જો ગુણો ગુણીથી અભિન્ન હોય તો ગુણના દર્શનથી ગુણીનું પણ સાક્ષાત્ દર્શન માનવું જ જોઈએ; એટલે જીવના સ્મરણ, જિજ્ઞાસા, સંશય વગેરે ગુણોના પ્રત્યક્ષમાત્રથી ગુણી આત્માનો પણ સાક્ષાત્કાર માનવો જ જોઈએ. જેમ કપડું અને તેનો રંગ જો અભિન્ન હોય તો રંગના રહણથી કપડાનું પણ ગ્રહણ થઈ જ જાય છે, તેમ સ્મરણાદિ ગુણો જો આત્માથી અભિન્ન હોય તો સ્મરણાદિના પ્રત્યક્ષથી આત્મા પણ પ્રત્યક્ષ થઈ જાય છે. જો ગુણો ગુણીથી ભિન્ન હોય તો ઘટાદિનું પણ પ્રત્યક્ષ નહીં થાય અને તેથી ઘટની સિદ્ધિ નહીં કરી શકાય, કારણ કે ઇન્દ્રિયો વડે માત્ર રૂપાદિનું ગ્રહણ થયું હોવાથી રૂપાદિને તો પ્રત્યક્ષ સિદ્ધ માની શકાશે, પણ રૂપાદિથી ભિન્ન એવા ઘટનું તો પ્રત્યક્ષ થયું જ નથી તો તેનું અસ્તિત્વ કેવી રીતે સિદ્ધ થશે? આ પ્રકારે તો ઘટાદિ પદાર્થ પણ સિદ્ધ નથી થઈ શકતાં, તો પછી આત્માના નાસ્તિત્વનો વિચાર કેમ આવે છે? ગુણો કદી ગુણી વિના હોતા નથી, તેથી રૂપાદિ ગુણોના ગ્રહણ દ્વારા તેના ગુણી ઘટાદિની સિદ્ધિ થાય છે. તેમ જ્ઞાન એ ગુણ છે અને તે પણ ગુણી વિના રહેશે નહીં, એટલે જો જ્ઞાન ગુણનું પ્રત્યક્ષ હોય તો ગુણી આત્મા પણ હોવો જોઈએ. તેથી ‘ઘટાદિ તો પ્રત્યક્ષસિદ્ધ છે માટે તેનું અસ્તિત્વ છે; પણ જીવ તો પ્રત્યક્ષ નથી, માટે તેનો અભાવ છે એમ માનવું મિથ્યા ઠરશે. જેમ ઘડાના રૂપનું પ્રત્યક્ષ છે, તેથી તે અંશમાં ગુણી ઘડો પણ પ્રત્યક્ષ છે, અથવા પવનમાં ખેંચાઈ આવેલ સુગંધી પુદ્ગલોની સુગંધ પ્રત્યક્ષ હોવાથી તે અંશમાં જેમ ફૂલ પ્રત્યક્ષ છે; તેમ જ્ઞાન ગુણનું માનસપ્રત્યક્ષ છે, તેથી તે અંશમાં ગુણી આત્મા પણ પ્રત્યક્ષ જ છે. આ પ્રકારે જીવ જ્ઞાનરૂપે પ્રત્યક્ષ થાય છે, તેથી આત્મા પ્રત્યક્ષપ્રમાણથી પણ સિદ્ધ છે. ગુણપ્રત્યક્ષના કારણે ગુણી એવો આત્મા પણ ઘડાની જેમ પ્રત્યક્ષ છે, તેથી ૧- જુઓ : આચાર્યશ્રી જિનભદ્રજી કત, ‘વિશેષાવશ્યકભાષ્ય', ગાથા ૧પપ૯, ૧પ૬૦ 'अण्णोणण्णो ब गुणी होज्ज गुणेहिं जति णाम सोऽणण्णो । णणु गुणमेतग्गहणे घेप्पति जीवो गुणी सक्खं ।। अध अण्णो तो एवं गणिणो ण घडातयो वि पच्चक्खा । गुणमेत्तग्गहणातो जीवम्मि कतो वियारोऽयं? ।।' Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન આત્માનું અનુમાન કરવાનું રહેતું નથી. આત્મા પ્રત્યક્ષપ્રમાણથી સિદ્ધ થતો હોવાથી બીજા કોઈ પ્રમાણ દ્વારા આત્માની સિદ્ધિનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી; અર્થાત્ આત્માની સિદ્ધિ માટે પ્રત્યક્ષપ્રમાણ સિવાયના બીજા પ્રમાણની કોઈ આવશ્યકતા રહેતી નથી. જો કે આત્મા ઇન્દ્રિયપ્રત્યક્ષ ન હોવાથી પ્રત્યક્ષપ્રમાણ દ્વારા આત્માની સિદ્ધિ નથી એમ માનવામાં આવે તોપણ અનુમાન આદિ પરોક્ષ પ્રમાણનો ઉપયોગ કરીને પણ આત્માનું અસ્તિત્વ સિદ્ધ થઈ શકે છે. આત્મા જેવું કોઈ સ્વતંત્ર દ્રવ્ય નથી એવો વિપરીત નિર્ણય દૂર કરવા માટે હવે અનુમાન આદિ પ્રમાણો દ્વારા આત્માની સિદ્ધિનો વિચાર કરીએ. (૨) અનુમાનપ્રમાણથી આત્માની સિદ્ધિ અનુમાનપ્રમાણથી પણ આત્મા સિદ્ધ થાય છે. અનુમાન એક પ્રમાણ છે. અમુક હોય ત્યાં અમુક હોવું જ જોઈએ એવા નિયમને વ્યાપ્તિ કહે છે. એ વ્યાપ્તિજ્ઞાનથી જે નિશ્ચય થાય તેને અનુમાન કહે છે. સાધ્ય-સાધનના સહચાર નિયમની વ્યાપ્તિથી વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરવું તેને અનુમાનપ્રમાણ કહેવાય છે. ૧ રસોડામાંથી કે લુહાર વગેરેની ભઠ્ઠીમાંથી નીકળતા ધુમાડાને વારંવાર જોવાથી એવો એક નિયમ પ્રહણ થાય છે કે જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અવશ્ય અગ્નિ હોય છે; તેથી જંગલમાં ફરતાં ફરતાં દૂરથી પર્વત ઉપર નીકળતો ધુમાડો જોવાથી સમજાય છે કે આ સામેના પર્વત ઉપર અગ્નિ છે. પર્વત ઉપર સળગતા અગ્નિનું પ્રત્યક્ષ દર્શન થતું નથી, તેથી તે અગ્નિનું જ્ઞાન પ્રત્યક્ષ નથી; પરંતુ ધુમાડા દ્વારા જે જ્ઞાન થાય છે તે સત્ય છે, માટે તે જ્ઞાન કરાવનાર પ્રમાણ તે અનુમાન છે અને તેનાથી થતું જ્ઞાન પ્રમાણભૂત છે. કેટલાક લોકો અનુમાનને વસ્તુની સિદ્ધિ કરી આપનાર પ્રમાણ તરીકે માનતા નથી. તેઓ એકમાત્ર પ્રત્યક્ષને જ પ્રમાણ માને છે અને અનુમાનાદિને પ્રમાણ જ માનતા નથી. તેઓ કહે છે કે અનુમાનને પ્રમાણ ત્યારે જ માની શકાય કે જ્યારે નિયમઅહ - વ્યાતિજ્ઞાન યથાર્થ થઈ શકે, પણ તે સંભવતું જ નથી. રસોડામાંથી કે ભઠ્ઠીમાંથી નીકળતો ધુમાડો રસોડાનો કે ભઠ્ઠીનો છે, એટલે તેનાથી થતું જ્ઞાન તે રસોડાના કે ભઠ્ઠીના અગ્નિનું છે. ધૂમવિશેષ અને અગ્નિવિશેષનો નિયમ પર્વતમાં નકામો છે. પર્વતીય ધૂમ અને પર્વતીય અગ્નિનો નિયમ પૂર્વે જાણ્યો નથી, તેથી ત્યાં અનુમાન પ્રવર્તે નહીં. સાધારણ રીતે એમ માનવામાં આવે છે કે ધુમાડો છે માટે અગ્નિ છે, પણ એવું જ્ઞાન નકામું છે. વિશ્વમાં ધુમાડો અને અગ્નિ એ બન્નેનું અસ્તિત્વ છે, તેને માટે કાંઈ અનુમાનની આવશ્યકતા નથી, માટે અનુમાન એ પ્રમાણ નથી. ૧- જુઓ : શ્રી ધર્મભૂષણજીકત, ન્યાય-દીપિકા', અધિકાર ૩, પ્રકરણ ૬૪, પૃ. ૧૦૪ 'व्यप्तिर्हि साध्ये वयादौ सत्येव साधनं धूमादिरस्ति, असति तु नास्तीति साध्यसाधननियतसाहचर्यलक्षणा । एतामेव साध्यं विना साधनस्याभावादविनाभावमिति च व्यपदिशन्ति ।' Page #232 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૫ ૧૯૯ આનું સમાધાન એ છે કે પર્વત ઉપર નીકળતો ધુમાડો દૂરથી જોવાથી અગ્નિનું જ્ઞાન થાય એ નિઃશંક છે. આ વાસ્તવિક જ્ઞાનને જો ધૂમ અને અગ્નિનું નિયમનન્ય ન માનવામાં આવે તો તેને માટે જરૂર નવી કલ્પના કરવી પડશે. બીજી સર્વ કલ્પનાઓ કરતાં ધૂમાગ્નિના નિયમથી એ જ્ઞાન થાય છે એમ માનવામાં સરળતા છે. બીજું, નિયમ સાધારણ રીતે સામાન્ય હોય છે, તેમાં વિશેષને નાખવાની આવશ્યકતા હોતી નથી. રસોડામાં કે ભઠ્ઠીમાં દેખાતા ધુમાડો અને અગ્નિ જે નિયમ બતાવે છે તે ધૂમાગ્નિના નિયમને બતાવે છે, તેમાં રસોડાને કે ભઠ્ઠીને કાંઈ લાગતું-વળગતું નથી. નિયમઝહમાં તે બન્ને નકામાં છે. નકામી વસ્તુ વધારીને નિયમને ભારે બનાવી અનુમાનનું ખંડન કરવું નકામું છે. એક પદાર્થ વિના બીજો પદાર્થ ન રહી શકે તો તે બન્ને વચ્ચે નિયમ બંધાય છે. ધૂમ અગ્નિ વગર રહેતો નથી, માટે તે બન્ને વચ્ચે નિયમ છે. રસોડાનું કે ભઠ્ઠીનું તેમાં કોઈ પ્રયોજન નથી, એટલે અનુમાનનું પ્રમાણ માનવું યોગ્ય છે. કેટલાક લોકો કેવળ પ્રત્યક્ષપ્રમાણ જ માને છે, પરંતુ તેમની આ વાત યોગ્ય નથી, કારણ કે બીજાના અભિપ્રાય અનુમાન વિના જાણી શકાતા નથી. તેઓ એમ કહે છે કે ‘અમે મનુષ્યની ચેષ્ટા જોઈને તેના અભિપ્રાયને સમજી શકીએ છીએ. અમે અનુમાન વિના પણ બીજાની ચેષ્ટા જોઈને તેના અભિપ્રાયને સમજી શકીએ છીએ.' પરંતુ જેઓ માત્ર પ્રત્યક્ષપ્રમાણને જ સ્વીકારે તે અન્યની ચેષ્ટા જોઈને તેનો અભિપ્રાય કઈ રીતે જાણી શકે? ચેષ્ટાના આધારે અભિપ્રાયને જાણવામાં અને પ્રત્યક્ષથી કોઈ પણ પદાર્થને જાણવામાં મોટું અંતર છે, કારણ કે ચેષ્ટા બીજાના અભિપ્રાયને જાણવા માટે લિંગભૂત છે, જ્યારે પ્રત્યક્ષ તો લિંગ વિના ઉત્પન્ન થાય છે. પ્રત્યક્ષથી બીજાના અભિપ્રાયનું જ્ઞાન થઈ શકતું નથી, કેમ કે તેમના મત અનુસાર પ્રત્યક્ષથી કેવળ ઇન્દ્રિયજન્ય જ્ઞાન થાય છે અને અભિપ્રાય ઇન્દ્રિયજન્ય નથી. આ પુરુષ મારું વચન સાંભળવાની ઇચ્છાવાળો છે, કેમ કે એના મુખ ઉપર અમુક પ્રકારની ચેષ્ટા દેખાય છે? આવું જ્ઞાન અનુમાનના આધારે થાય છે; તેથી મુખ આદિની ચેષ્ટા દ્વારા બીજાના અભિપ્રાયને જાણનારાઓને, અનુમાનપ્રમાણ નહીં સ્વીકારતા હોવા છતાં પણ તેમણે બળાત્કારે અનુમાનનો આધાર લેવો પડશે. આશ્ચર્યની વાત છે કે તેઓ આવા અનુમાનનો અનુભવ કરતા હોવા છતાં પણ કેવળ પ્રત્યક્ષપ્રમાણનો જ સ્વીકાર કરીને અનુમાન પ્રમાણનો અપલાપ કરે છે. આમ, અન્યના અભિપ્રાયનું જ્ઞાન અનુમાન વિના થઈ શકતું નથી, તેથી અનુમાનપ્રમાણનો સ્વીકાર અવશ્ય કરવો જોઈએ. અનુમાન દ્વારા આત્માની સિદ્ધિ કયા પ્રકારે થાય છે તે હવે જોઈએ. જેમ સુગંધ એ દ્રવ્ય નથી પણ ગુણ છે, તેમ જ્ઞાન એ દ્રવ્ય નથી પણ ગુણ છે. ગુણ ક્યારે પણ દ્રવ્ય વિના સ્વતંત્ર રહેતો નથી. ગુણ-ગુણીનો સંબંધ અભેદ છે. દ્રવ્ય Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨OO ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ગુણ વિના ન રહે અને ગુણ દ્રવ્ય વિના ન રહે, તેથી જ્ઞાન ગુણનું પણ આધારભૂત કોઈ દ્રવ્ય છે અને તે આત્મા સિવાય કોઈ હોઈ શકતું નથી. આત્મા સિવાય જ્ઞાન ગુણ જગતના અનંતા જડ પદાર્થોમાં કશે પણ નથી રહેતો. તે એકમાત્ર આત્મામાં જ રહે છે. જેમ સુગંધ ગુણનો આધાર ફૂલ છે, તેમ જ્ઞાન ગુણનો આધાર આત્મદ્રવ્ય છે. પ્રકાશ ગુણનો આધાર જેમ દીપક કે સૂર્ય છે, તેમ જ્ઞાન ગુણનો આધાર આત્મા છે. આ અનુમાનથી દેહાદિથી ભિન્ન એવો આત્મા સિદ્ધ થાય છે. આમ, આત્મા ઇન્દ્રિયપ્રત્યક્ષ નહીં હોવાથી, પ્રત્યક્ષપ્રમાણ દ્વારા તેની સિદ્ધિ ન સ્વીકારવામાં આવે તોપણ ગુણ-ગુણીની અભિન્નતાના કારણે, સ્મરણાદિ જ્ઞાન ગુણના અનુભવના આધારે ગુણી આત્માનું અસ્તિત્વ અનુમાનથી સ્વીકારવું જ પડે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે – જ્ઞાનાદિક ગુણ અનુભવ સિદ્ધ તેહનો આશ્રય જીવ પ્રસિદ્ધ | પંચ ભૂત ગુણ તેહનઇ કહો ઇન્દ્રિયગ્રાહ્ય ન કિમ સદ્દહો? I'૧ જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય વગેરે ગુણોનો દરેકને અનુભવ છે. આ અનુભવસિદ્ધ એવા જ્ઞાનાદિનું આધારભૂત કોઈ દ્રવ્ય હોવું જોઈએ, કેમ કે જ્ઞાનાદિ ગુણરૂપ છે. જ્ઞાનાદિ ગુણો ઇન્દ્રિયગ્રાહ્ય ન હોવાથી પાંચ ભૂતના ગુણો નથી, પણ તેનાથી પૃથક્ દ્રવ્યના છે; અને તે પૃથફ દ્રવ્ય તે આત્મા છે. આત્માને સિદ્ધ કરનારું અન્ય એક અનુમાન એ છે કે ઇન્દ્રિયો સ્વયં જ્ઞાન કરવામાં સમર્થ નથી. મૃત શરીરથી જ્ઞાન નથી થતું, માટે ઇન્દ્રિયો સ્વતંત્ર રીતે જ્ઞાન કરાવી શકે નહીં, તેથી અનુમાન કરી શકાય કે ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ કરનાર કોઈ ઇન્દ્રિયોથી ભિન્ન તત્ત્વ છે અને તે આત્મા છે. મૃતકમાં આત્મા નહીં હોવાના કારણે તેને ઇન્દ્રિયો હોવા છતાં જ્ઞાન થતું નથી. આ આત્મસાધક અનુમાનોથી આત્મા નથી એ પક્ષ બાધિત થઈ જાય છે. આત્મા નથી' એ પક્ષ અનુમાનબાધિત છે. (૩) આગમપ્રમાણથી આત્માની સિદ્ધિ પ્રત્યક્ષ અને અનુમાનથી જીવના અસ્તિત્વની સિદ્ધિ જોયા પછી હવે આગમપ્રમાણથી આત્માના અસ્તિત્વની સિદ્ધિ જોઈએ. આગમ - આપ્તવચન પણ એક પ્રમાણ છે. આપ્તપુરુષના વચનને આગમ કહેવાય છે. આગમગ્રંથોમાં સ્થાને સ્થાને આત્માનું પ્રતિપાદન કરેલ છે. આગમવચનો આત્માને સમજાવે છે, માટે આત્માનું અસ્તિત્વ છે. કેટલાક લોકો કહે છે કે આગમપ્રમાણ એ પ્રમાણ જ નથી. આગમથી આત્મા તો ત્યારે જ સિદ્ધ થાય જો તે પ્રમાણ હોય, પણ આગમને પ્રમાણ માનવા માટે કોઈ ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, સમ્યક્ત્વ સ્થાન ચઉપઇ', ગાથા ૧૦ Page #234 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૫ ૨૦૧ સબળ કારણ નથી. આગમવચન મિથ્યા છે, કલ્પિત છે, તેમાં તથ્ય જેવું કંઈ નથી. તેનું સમાધાન એ છે કે આગમપ્રમાણ વ્યવહારસિદ્ધ છે. જો આગમને પ્રમાણ ન માનવામાં આવે તો જગતના સર્વ વ્યવહારો જ અટકી જાય. દુન્યવી અને આધ્યાત્મિક વ્યવહારો આગમાધીન ચાલે છે. નાના બાળકને દુન્યવી વસ્તુઓનું જ્ઞાન વડીલવચનથી થાય છે. શિષ્ટ વચનના પ્રામાણ્ય વગર ગોળ અને પહોળા પેટવાળા, ચપટા તળિયાવાળા અને સાંકડા કાંઠલાવાળા પદાર્થને ઘડો કહેવો વગેરે વ્યવહાર કઈ રીતે ચાલે? લોકોત્તર - આધ્યાત્મિક વ્યવહારનો આધાર પણ આગમ ઉપર છે. આપ્તોનાં વચન એ આગમ છે અને તે સ્વીકાર્ય છે, માટે આગમ એ પ્રમાણભૂત છે. કોઈને પ્રશ્ન થાય કે આપ્તપુરુષ કોને કહેવાય? કેવા પુરુષને આપ્ત કહેવા કે જેમનું વચન પ્રમાણભૂત માની સર્વ વ્યવહાર ચલાવવા માટે જણાવવામાં આવે છે? શું અમુક પુરુષને આપ્ત માનવા અને તેમનાં વચન ઉપર પૂર્ણ વિશ્વાસ મૂકવો એ યોગ્ય છે? આપ્તપુરુષ શું જૂઠું ન બોલે? તેનું સમાધાન એ છે કે રાગ-દ્વેષથી સર્વથા રહિત પુરુષ આપ્ત છે. રાગ અને લેષ બળવાન અત્યંતર શત્રુઓ છે. તેના કારણે જ વિશ્વમાં સર્વ અનિચ્છનીય પ્રવૃત્તિઓ પ્રવર્તે છે. તેને વશ થઈ લોકો મિથ્યા આચરણો કરે છે. તે મહાન રિપુનો જેમણે સદંતર વિનાશ કરેલ છે તે આપ્ત કહેવાય છે. આવા કોઈ હોય તો તે પરમાત્મા છે. તેમણે અપૂર્વ વર્ષોલ્લાસથી રાગ અને દ્વેષનો મૂળથી નાશ કરી વીતરાગદશા પ્રાપ્ત કરી છે. તેમનાં વચનો એ જ આગમ છે. તે વચનો વિશ્વસનીય જ છે. રાગ, દ્વેષ, અજ્ઞાન, ભય આદિ દોષોના કારણે મનુષ્ય જૂઠું બોલે છે. તે દોષોનો તેમનામાં સર્વથા અભાવ હોવાથી તેમનાં બધાં વચનો સત્ય છે. તેમને મૃષા બોલવાનું કોઈ પ્રયોજન જ નથી. તેઓ કદી જૂઠું બોલતા નથી, માટે તેમનાં વચનમાં વિશ્વાસ રાખીને આત્માનું અસ્તિત્વ માનવું જોઈએ ? અહીં કોઈ કહે કે રાગી અને વીતરાગીનો ભેદ જાણી શકાતો નથી. રાગ-દ્વેષ કાંઈ આંખે જોઈ શકાય એવી વસ્તુ નથી કે જેના આધારે કહી શકાય કે આ વ્યક્તિમાં રાગ-દ્વેષ છે અને આ વ્યક્તિમાં નથી. તો શેના ઉપરથી કહેવામાં આવે છે કે જિનેશ્વરોમાં રાગ-દ્વેષ હોતા નથી? તો તેનો ઉત્તર એમ આપી શકાય કે રાગી-નીરાગીનો ભેદ તેના કારણોથી જાણી ૧- જુઓ : પંડિત શ્રી આશાધરજી કૃત, અનાગાર ધર્મામૃત', અધિકાર ૨, શ્લોક ૨૦ 'जिनोक्ते वा कुतो हेतुबाधगन्धोपि शयते । रागादिना विना को हि करोति वितथं वचः ।।' Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન શકાય છે. જીવના આચાર અને વિચાર ઉપરથી જાણી શકાય કે આ રાગી છે અને આ નીરાગી છે. રાગનાં સાધનો પ્રત્યે રસ ધરાવતા હોય તે રાગી છે એમ જાણી શકાય છે. એ જ પ્રમાણે કોઈનું અનિષ્ટ કરવાની પ્રવૃત્તિ ઉપરથી દ્વેષ જાણી શકાય છે. પોતાનું સહેજે પણ કોઈ અનિષ્ટ કરે અથવા તો પોતાનો સ્વાર્થ સધાતો ન હોય તો તરત જ હેપી તેનો બદલો લેવા તત્પર બને છે. જો કોઈ પ્રતિકાર કરવા અશક્ત હોય અને તેથી સામેની વ્યક્તિનું અનિષ્ટ ન કરે અથવા તો લોકભય આદિ અન્ય કારણોને લઈને પ્રતિકાર ન કરે અને શાંત રહે એટલે તે નિર્લેપી છે એમ ન કહેવાય, કેમ કે ક્ષમાશીલ ન હોવાના કારણે તેની માનસિક વિચારણા તો નિરંતર તેનું અહિત કરવા તરફ જ રહે છે. જે મહાપુરુષ રાગ-દ્વેષથી સર્વથા રહિત છે તેમને સ્ત્રી વગેરે રાગનાં નિમિત્તોનો મન-વચન-કાયાથી અંશે પણ સંસર્ગ નથી હોતો કે પોતાને કષ્ટ આપનારનું પણ અહિત કરવાની વૃત્તિ નથી હોતી, માટે તેવા પુરુષને આપ્ત માની તેમના વચનને પ્રમાણભૂત સ્વીકારવું જોઈએ. પ્રશ્ન થાય કે નીરાગી પણ અજ્ઞાનથી અસત્ય બોલે છે. રાગ-દ્વેષ વગરના પુરુષ પણ જે વસ્તુ ન જાણતા હોય તે સંબંધી કંઈ પણ કહે તો તે વાત સત્ય કઈ રીતે મનાય? જેમ કે કોઈ સ્વર્ગ કે નરક નથી માનતો, તેથી તે પ્રત્યે તેને રાગ કે દ્વેષ નથી અને તેનું તેને જ્ઞાન પણ નથી. એવી સ્થિતિમાં તે કહે કે સ્વર્ગ આવું હોય છે, નરકનું સ્વરૂપ આવું હોય છે, તો તે સત્ય ન જ કહેવાય. એ જ પ્રમાણે જિનેશ્વરોનાં કથન અજ્ઞાનમૂલક નથી તેનું શું પ્રમાણ? તેનો જવાબ છે કે અલ્પજ્ઞનો વચનવ્યવહાર રાગ-દ્વેષથી મિશ્રિત જ હોય છે. તે રાગ-દ્વેષ વિના વચનવ્યવહાર નથી કરી શકતો. જ્યાં અજ્ઞાન સહિત વચનવ્યવહાર ચાલે છે, ત્યાં સમજવું જોઈએ કે આ બોલવામાં કાંઈક પ્રયોજન છે. વસ્તુસ્વરૂપના અનભિજ્ઞા મિથ્યાભિનિવેશથી તે એમ માને છે કે તે સર્વ જાણે છે અને તેથી જેની પોતાને જાણકારી પણ નથી તે બાબત કાલ્પનિક વાતો કરે છે. જે સ્વર્ગ કે નરકને માનતો ન હોય, તેનું જેને જ્ઞાન પણ ન હોય, છતાં જો તે તેનું વર્ણન કરશે તો સ્વર્ગ કે નરકનું સ્વરૂપ જેવું છે તેવું ન જણાવતાં તેને અન્યથા જ વર્ણવશે. જેમના રાગ-દ્વેષ મૂળથી નાશ પામ્યા હોય છે, તેમનું અજ્ઞાન પણ નાશ પામ્યું જ હોય છે. તેમને અનંત જ્ઞાન ઉત્પન્ન થયું હોવાથી સમસ્ત વિશ્વના સર્વ પદાર્થોનું સંપૂર્ણ જ્ઞાન તેમને હોવાથી કદી પણ વસ્તુસ્વરૂપના કથનમાં ફેરફાર થતો નથી. જે જેવું હોય તેવું જ તેઓ જણાવે છે, માટે જ તેમનાં વચન પ્રમાણભૂત છે. તેઓ સર્વજ્ઞ હોવાથી આત્મા છે' એવું તેમનું વચન સત્ય જ માનવું જોઈએ. કોઈ કહે કે આગમ પરસ્પર વિરોધી હોવાથી પ્રમાણ નથી. આગમને માનવામાં Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ આવે તોપણ તેને પ્રમાણ તો ન જ મનાય, કારણ કે પ્રમાણ કદી વિસંવાદી ન હોય. આગમમાં તો ખૂબ વિસંવાદ છે. એક આગમ એક વસ્તુની સત્તા બતાવતું હોય છે તો અન્ય આગમ તેનો જ નિષેધ કરતું હોય છે. એક અમુક વસ્તુ કરણીય કહે છે તો બીજું તેને અકરણીય અનાચરણીય જણાવે છે. એક કહે છે કે ‘મારું જ કથન સત્ય છે.' બીજું કહે છે કે તે મિથ્યા છે, આ જ સત્ય છે.' આમ, આગમ જ અવિરોધી નથી તો તે પ્રમાણભૂત કેમ માની શકાય? આત્માના સંબંધમાં વિચારીએ તો અમુક આગમો આત્માનું અસ્તિત્વ જણાવે છે, જ્યારે બીજા આગમો આત્માનું નાસ્તિત્વ કહે છે. અમુક આગમો આત્માને નિત્ય કહે છે તો અમુક આગમો તેને અનિત્ય કહે છે. આગમની આવી વિચિત્ર સ્થિતિ હોવાથી તેને પ્રમાણભૂત કઈ રીતે માની શકાય? ગાથા-૫૫ - તેનું સમાધાન આ રીતે થઈ શકે. યુક્તિશૂન્યને આગમન જ મનાય અને યુક્તિયુક્ત આગમમાં વિરોધ ન જ હોય. તેમાં જે વિરોધો બતાવવામાં આવે છે તે આગમપ્રમાણનું રહસ્ય સમજ્યા વગર બતાવવામાં આવે છે. કષ, છેદ અને તાપથી જેમ કાંચનની પરીક્ષા થાય છે, તેમ ત્રણ પ્રકારે આગમની પણ પરીક્ષા થાય છે. ત્રિકોટિશુદ્ધ એવાં આગમ જ પ્રમાણભૂત મનાય છે. જેમાં વિરોધો બતાવવામાં આવે છે તે ખરેખર આગમ નથી, તે તો અલ્પજ્ઞોનાં કલ્પિત વચનો છે. તે વચનો આગમ નથી પણ આગમાભાસ છે. જે આગમોને પ્રમાણ તરીકે સ્વીકારવાનું કહેવામાં આવ્યું છે તેમાં વિરોધ છે જ નહીં. કેટલાક વિરોધો લાગે છે એ તેના વાસ્તવિક અર્થો ન સમજાયાથી લાગે છે. તે તે આગમોના કહેવાના આશયો જો યથાર્થ સમજાય તો વિરોધ જેવું રહે જ નહીં, માટે આગમો પ્રમાણભૂત છે અને આગમસિદ્ધ આત્મા માનવો જોઈએ. સ્વાનુભવ, અખંડ યુક્તિ અને અબાધકપણાથી આગમપ્રમાણ માનવામાં આવે છે અને આગમપ્રમાણથી આત્માની સિદ્ધિ થાય છે. (૪) ઉપમાનપ્રમાણથી આત્માની સિદ્ધિ બે પદાર્થોની વચ્ચે ગુણધર્મોની સમાનતાના કારણે ઉપમા આપીને જે ઓળખાણ આપવામાં આવે છે તે ઉપમાનપ્રમાણ કહેવાય છે. જેમ કે રોઝ (ગવય) નામના પ્રાણીને જેણે ન જોયું હોય તેને, ગાયની ઉપમા આપી રોઝ(ગવય)ની ઓળખાણ આપવામાં આવે છે.૧ સમાનતા સર્વદેશીય પણ હોય છે અને એકદેશીય પણ હોય છે. દા.ત. ચંદ્રમુખી, અર્થાત્ ચંદ્ર જેવા મુખવાળી. અહીં સ્ત્રીના મુખને ચંદ્રની ઉપમા આપવામાં આવી છે. તે ઉપમા એકદેશીય છે. તેમાં એકદેશીય સમાનતા છે. એ જ પ્રમાણે સાદશ્ય ધર્મની ઉપમા આપીને આત્માને ઓળખવો હોય તો તે કેવી રીતે ઓળખાય? ૧- જુઓ : ‘ન્યાયસૂત્ર', ૧-૧-૬ ‘प्रसिद्धसाधर्म्यात् साध्यसाधनमुपमानम् ।' Page #237 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આત્માને ઓળખાવવા માટે કોની ઉપમા આપી શકાય? કોઈની નહીં, કારણ કે આત્મા જેવો તો આ જગતમાં બીજો સમાનધર્મી કોઈ પદાર્થ જ નથી. જગતમાં બે જ તો દ્રવ્ય છે. એક જડ અને બીજું ચેતન. ચેતનને જડની ઉપમા તો ન જ અપાય, છતાં પણ એકદેશીય સાદશ્યની ઉપમા આપવા માટે આત્માને એક અંશમાં વાયુ સાથે સરખાવી શકાય. આત્માની સરખામણી વાયુ સાથે કરી શકાય. વાયુ જોઈ શકાતો નથી છતાં પણ હલતાં કપડાં, ફરકતી ધજા, પેટમાં થયેલા ગેસથી જેમ વાયુની હયાતી સ્વીકારવામાં આવે છે; તે જ પ્રમાણે અનુકૂળ-પ્રતિકૂળ નિમિત્તોમાં ગમતા-અણગમતા પ્રસંગો તથા પદાર્થો પ્રત્યે જાગતા ક્રોધ, માન, ક્ષમા, પ્રેમ, સ્નેહ, દ્વેષ, તિરસ્કાર વગેરે વિવિધ ભાવો, દુ:ખ કે આનંદની ઝલક મુખ ઉપર દેખાઈ આવે છે, જેનાથી આત્મા છે એમ મનાય છે. આત્માની અનુપસ્થિતિમાં હર્ષ, શોક, ક્રોધ, ક્ષમાદિની કોઈ લાગણી મૃતકના મુખ ઉપર નથી દેખાતી. આમ, મુખાદિ ઉપર દેખાતા ભાવો દ્વારા તે શરીરમાં આત્મા છે જ એ સ્પષ્ટ જણાય છે. આત્મા જોઈ શકાય એવો પદાર્થ નથી, પરંતુ આનંદ-શોક આદિની મુખ ઉપર અંકિત થયેલી રેખાઓ ઉપરથી આત્માની હયાતી સમજી શકાય છે. જેમ હલતાં કપડાં, પાંદડાં, ફરકતી ધજાની પાછળ હવા છે; તેમ ક્રોધ, ક્ષમા, પ્રેમ, દ્વેષ આદિની પાછળ આત્મા જ છે. તેથી ઉપમાન પ્રામાણ્યમાં હવાની સાથે આત્માની એકદેશીય તુલના કરવામાં આવી છે. આમ, ઉપમાનપ્રમાણથી આત્મા સિદ્ધ થાય છે. (૫) અર્થપત્તિપ્રમાણથી આત્માની સિદ્ધિ જાડો દેખાતો દેવદત્ત દિવસે નથી ખાતો. દિવસે નથી ખાતો છતાં તે જાડો છે આમાં ન ખાવાપણું અને જાડાપણું બે સાથે સંભવે જ નહીં. જો તે દિવસે ન ખાતો હોય તો જરૂર રાત્રે ખાતો હશે એ અર્થપત્તિથી સિદ્ધ થાય છે. દિવસે નહીં જમનાર દેવદત્ત પુષ્ટ છે અને ભોજન વિના પુષ્ટતા હોઈ શકતી નથી, માટે તે રાતના ભોજન કરતો હશે; તેમ મૃત્યુ પછી શરીરનું હલન-ચલન બંધ થતાં અર્થપત્તિથી આત્મા સાબિત થાય છે. મૃત્યુ પછી જરા પણ હલન-ચલન ન કરી શકનારા શરીરમાં, મૃત્યુ પૂર્વે જે હલન-ચલન દેખાય છે તે આત્માની સત્તા વિના સંભવી જ ન શકે; માટે મૃત્યુ પહેલાં શરીરમાં આત્મા હતો એ અર્થોપત્તિથી સિદ્ધ થાય છે. ૨૦૪ આ પ્રમાણે આત્મા પ્રત્યક્ષાદિ પાંચે પ્રમાણોથી સિદ્ધ થાય છે. જ્ઞાનલક્ષણયુક્ત આત્મા સર્વ પ્રમાણોથી સિદ્ધ થાય છે. આત્મા પ્રમાણસિદ્ધ છે, માટે તેનો સદ્ભાવ માનવો જોઈએ. કોઈ પણ પ્રમાણ દ્વારા આત્માની સિદ્ધિ થતી નથી' એ હેતુ ‘આત્મા નથી' એ પક્ષનો ધર્મ બની શકતો નથી. એ હેતુ અસિદ્ધ થઈ જાય છે. અસિદ્ધ હેતુ એ હેત્વાભાસ કહેવાય છે, તેથી તેના વડે સાસિદ્ધિ થઈ શકતી નથી. આત્મસાધક Page #238 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૫ ૨૦૫ અનુમાન આદિ દ્વારા આત્માનું અસ્તિત્વ સિદ્ધ જ છે, તેથી ઉપરોક્ત હેતુ વિપક્ષવૃત્તિ હોવાથી વિરુદ્ધ છે. વળી, હિમાલયનું પરિમાણ કેટલું છે તે કોઈ પણ પ્રમાણથી સિદ્ધ કરી શકાતું નથી, તે વિષે કોઈ પણ પ્રમાણ પ્રવૃત્ત થઈ શકતું નથી, તેથી કાંઈ હિમાલયના પરિમાણનો અભાવ સિદ્ધ થતો નથી. તે જ પ્રમાણે આત્મામાં જો પ્રત્યક્ષાદિ કોઈ પ્રમાણ પ્રવૃત્ત ન થતાં હોય તોપણ તેનો અભાવ સિદ્ધ થઈ શકતો નથી, એટલે ઉપરોક્ત હેતુ વ્યભિચારી પણ છે; માટે આત્માનું અસ્તિત્વ સ્વીકારવું જોઈએ. આ પ્રમાણે આત્મા વિવિધ પ્રમાણોથી જાણી શકાય છે, પણ તે ઇન્દ્રિયપ્રત્યક્ષ ન હોવાથી ચક્ષુ આદિ ઇન્દ્રિયથી જોઈ-જાણી શકાતો નથી. આત્મા અતીન્દ્રિય હોવાથી શિષ્યને એમ લાગે છે કે આત્મા છે જ નહીં. આત્મા ઇન્દ્રિયપ્રત્યક્ષ ન હોવાથી તે આત્માને માનતો નથી. આત્માનું ન દેખાવું તેના સંશયનું કારણ બને છે. શ્રીગુરુ શિષ્યના આ સંશયનું નિવારણ કરે છે. શ્રીગુરુ આત્માના હોવાપણાની સિદ્ધિ કરતાં કહે છે કે ઘટ, પટ આદિ પદાર્થોની તને પ્રતીતિ છે તો તેને જાણનાર આત્માને પણ તારે માન્ય કરવો જોઈએ.' જેને જ્ઞાન થાય છે તે જ આત્મા છે. જ્ઞાન આત્માની ઓળખ કરાવનાર છે. જ્ઞાન દ્વારા આત્માની સિદ્ધિ થાય છે. પરજ્ઞેય જણાય છે ત્યાં જ્ઞાનધારક આત્મપદાર્થની વિદ્યમાનતા પણ સિદ્ધ થાય છે. આમ, અત્યંત સરળ યુક્તિથી શ્રીગુરુ શિષ્યને અતીન્દ્રિય આત્માનો સદ્ભાવ સમજાવે છે. તેઓ સચોટ યુક્તિ દ્વારા શિષ્યને અમૂર્ત એવા આત્મપદાર્થનો નિર્ણય કરાવે છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે ઘટ, પટ આદિ જાણ તું, રૂપ રંગ ને ઘાટ; ઊંચો નીચો પોતનો, કોમળ માદરપાટ. સારું નબળું જાણતો, આ ખોટું ને ઠીક આ, તેના ભેદ પ્રભેદને, જાણનાર તે માન નહિ, આ ઘર શરીર કહે છે તેને તેથી તેને માન; એમ કહે મુખ વાણ. જાણે સઘળી રીત; શાથી છે શંકિત. મારું, આ ધન ધામ નિધાન; માન નહીં, કહીએ કેવું જ્ઞાન?' * * * ૧- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૨૭ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૨૧૭-૨૨૦) Page #239 -------------------------------------------------------------------------- ________________ Page #240 -------------------------------------------------------------------------- ________________ ગાથા – પ૬ ५२१७६१५ २८, २-५५ १८ nhance, १८ होले Int, a + 1 दि५. Page #241 -------------------------------------------------------------------------- ________________ Page #242 -------------------------------------------------------------------------- ________________ ગાથા - પ૬ અર્થી - ગાથા ૫૫માં શ્રીગુરુએ કહ્યું કે ઘટ-પટ આદિ વસ્તુઓને તું જાણે છે તેથી ભૂમિકા 2 ] તેનું અસ્તિત્વ તું સ્વીકારે છે, પરંતુ જે તે ઘટ-પટ આદિને જાણે છે તેને તું કેમ માનતો નથી? ઘટ-પટ આદિનું અસ્તિત્વ સ્વીકારતાં જ, તેનું જ્ઞાન કરનાર જ્ઞાનગુણધારક પદાર્થનો પણ સ્વીકાર થઈ જાય છે. જ્ઞાન ગુણ દેહનો નથી પણ આત્માનો છે અને આત્મા દેહથી ભિન્ન છે એવું સમાધાન શ્રીગુરુએ ગાથા ૫૩ તથા ૫૪ દ્વારા કર્યું હતું. હવે આ ગાથામાં તે જ વાતને ફરીથી અન્ય યુક્તિ દ્વારા સિદ્ધ કરી છે. ગાથા ૪૬ની “અથવા દેહ જ આત્મા' એવી શિષ્યની શંકા નિર્મૂળ કરવા અર્થે અને જ્ઞાન ગુણ એ દેહનો ધર્મ નથી એવો નિર્ણય દેઢ કરવાને અર્થે શ્રીગુરુ કહે છે – “પરમ બુદ્ધિ કૃશ દેહમાં, સ્થૂળ દેહ મતિ અN; | ગાથા દેહ હોય જો આતમા, ઘટે ન આમ વિકલ્પ.” (૫૬) તે દુર્બળ દેહને વિષે પરમ બુદ્ધિ જોવામાં આવે છે, અને સ્થૂળ દેહને વિષે - થોડી બુદ્ધિ પણ જોવામાં આવે છે; જો દેહ જ આત્મા હોય તો એવો વિકલ્પ એટલે વિરોધ થવાનો વખત ન આવે. (૫૬). - શેય પદાર્થોનું જ્ઞાન થતાં જ્ઞાન ગુણની સિદ્ધિ થાય છે, પણ જ્ઞાન ગુણની બાલા] સિદ્ધિ થતાં તેનો કોઈ ગુણી હોવો જોઈએ એટલું જ સિદ્ધ થાય છે. જ્ઞાન ગુણ દેહનો ધર્મ પણ હોઈ શકે એવી સંભવિત શંકાનું સમાધાન કરતાં આ ગાથામાં શ્રીગુરુ કહે છે કે જ્ઞાન જો દેહનો ગુણ હોય તો, જાડા દેહમાં વધારે જ્ઞાન હોવું જોઈએ અને પાતળા દેહમાં ઓછું જ્ઞાન હોવું જોઈએ; પણ સંસારમાં તો કોઈ દૂબળા શરીરવાળા જીવને ઘણી બુદ્ધિ હોય અને જાડા શરીરવાળાને થોડી બુદ્ધિ હોય એવું પણ જોવા મળે છે. તેથી એમ સિદ્ધ થાય છે કે જ્ઞાન એ દેહનો ગુણ નથી. દુર્બળ દેહમાં પરમ બુદ્ધિ અને સ્થૂળ દેહમાં અલ્પ બુદ્ધિ પણ જોવા મળે છે. આ હકીકત જ એમ સિદ્ધ કરે છે કે જ્ઞાન શરીરને અનુરૂપ નથી હોતું. જ્ઞાન શરીરનો ગુણ નથી, પણ શરીરથી ભિન્ન કોઈક જુદી જ સત્તા જ્ઞાન ગુણ ધરાવે છે; અને આ અન્ય સત્તા તે આત્મા છે. આમ, અત્યંત સરળ યુક્તિ દ્વારા શ્રીમદે એ સિદ્ધ કર્યું કે દેહ એ આત્મા નથી, પણ દેહથી ભિન્ન એવો જ્ઞાનગુણધારક પદાર્થ તે આત્મા છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન શિષ્યને એવી શંકા રહી જવાનો સંભવ છે કે જ્ઞાનાદિ ગુણોના આધારભૂત વિશેષાર્થ એવા કોઈ દ્રવ્યની સિદ્ધિ માની લઈએ તોપણ તેટલામાત્રથી શરીરથી ભિન્ન કોઈ જીવ દ્રવ્યની સિદ્ધિ થઈ જતી નથી, કેમ કે જ્ઞાનાદિના આધારભૂત દ્રવ્ય તરીકે શરીરરૂપે પરિણમેલા પાંચ ભૂતોને જ માનવું ઉચિત છે. પાંચ ભૂતોનો અમુક ચોક્કસ પ્રકારે સંયોગ થાય છે ત્યારે તેમાં જ્ઞાનાદિ ગુણો પ્રગટ થાય છે અને પાંચ ભૂતોનો વિયોગ થતાં એ નાશ પામે છે, માટે જ્ઞાનાદિ ગુણોનો આધાર પંચભૂતમય શરીર જ છે, નહીં કે કોઈ જીવરૂપ પૃથક્ દ્રવ્ય. આમ, જ્ઞાનાદિ ગુણોના ગુણી તરીકે જીવદ્રવ્યની સિદ્ધિ થતી નથી. વિશેષાવશ્યકભાષ્ય'માં આચાર્યશ્રી જિનભદ્રજી શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમની આ પ્રકારની શંકા જણાવતાં લખે છે કે સ્મરણાદિ ગુણોનું પ્રત્યક્ષ થવાથી તેનો કોઈ ગુણી હોવો જોઈએ એટલું જ સિદ્ધ થાય છે, પણ તે ગુણી આત્મા જ છે એમ માનવું બરાબર નથી; કારણ કે કૃશતા, ગૌરવતા આદિ ગુણોની જેમ સ્મરણાદિ ગુણો પણ દેહમાં જ ઉપલબ્ધ થાય છે, તેથી સ્મરણાદિ ગુણોનો ગુણી દેહથી ભિન્ન એવો આત્મા નહીં પણ દેહ જ માનવો જોઈએ. ૧ શ્રીગુરુ કહે છે કે જો દેહ જ જ્ઞાન ગુણનું આધારભૂત દ્રવ્ય હોય તો દેહના માપ અનુસાર જ્ઞાન ગુણની તરતમતા હોવી ઘટે. જેટલું શરીરનું પરિમાણ હોય તે પ્રમાણે જ્ઞાનની માત્રા હોવી ઘટે. સ્થૂળ કાયામાં પરમ બુદ્ધિ અને કૃશ કાયામાં અલ્પ બુદ્ધિ હોવી ઘટે. જો જ્ઞાન ગુણ એ શરીરનો ધર્મ હોય તો શરીર જેટલું મોટું એટલું જ્ઞાન વધારે હોવું જોઈએ અને શરીર જેટલું નાનું એટલું જ્ઞાન ઓછું હોવું જોઈએ. વળી, જેમ જેમ દેહ જાડો થતો જાય તેમ તેમ જ્ઞાન વધતું જવું જોઈએ અને જેમ જેમ દેહ પાતળો થતો જાય તેમ તેમ જ્ઞાન ઓછું થતું જવું જોઈએ. આ અપેક્ષાએ તો હાથી, ગેંડા વગેરે સ્થૂળ કાયા ધારણ કરેલા પ્રાણીઓની બુદ્ધિ મનુષ્ય કરતાં ઘણી વધારે હોવી જો ઈએ, કારણ કે તે પ્રાણીઓની કાયાનું પરિમાણ મનુષ્યની કાયાના પરિમાણ કરતાં ઘણું વધારે હોય છે. પરંતુ અન્ય પ્રાણી કરતાં મનુષ્ય વધુ બુદ્ધિશાળી છે. વળી, મનુષ્યોમાં પણ બુદ્ધિની તરતમતા જોવા મળે છે. મનુષ્યોમાં જણાતી જ્ઞાન ગુણની તરતમતા શરીરના પરિમાણ અનુસાર દેખાતી નથી. કેટલાકનું શરીર અતિ સ્થૂળ હોવા છતાં પણ તેમનામાં જ્ઞાનની હીનતા દેખાય છે તથા કેટલાકનું શરીર અતિ કૃશ હોવા છતાં પણ તેમનામાં અત્યંત જ્ઞાન દેખાય છે. કેટલીક વાર પુષ્ટ શરીરધારીમાં અલ્પ બુદ્ધિ અને કોઈ કૃશ શરીરવાળામાં અધિક બુદ્ધિ હોય છે. શ્રીમદ્ગ જ દૃષ્ટાંત આપતાં ડૉ. તરુલતાબાઈ મહાસતીજી કહે છે – ૧- જુઓ : આચાર્યશ્રી જિનભદ્રજીકૃત, વિશેષાવશ્યક ભાષ્ય' , ગાથા ૧પ૬૧ 'अध मण्णसि अत्थि गुणी ण तु देहत्थंतरं तओ किन्तु । देहे णाणातिगणा सो च्चिय ताणं गुणी जत्तो ।।' Page #244 -------------------------------------------------------------------------- ________________ ગાથા-પ૬ ૨૧૧ આત્મસિદ્ધિ શાસ્ત્ર જેવું રૂડું શાસ્ત્ર દેનાર શ્રીમદ્ રાજચંદ્રજીનો દેહ કેટલો દુર્બળ હતો છતાં જ્ઞાન તો અગાધ હતું. પૂર્વ ભવોનું જ્ઞાન પણ સાથે લઈને આવ્યા હતા. એવી જ રીતે ઘણા - ઘણા મહાન જ્ઞાની પુરુષોને આપણે જોયા છે કે શરીરે કૃશ હોવા પછી પણ તેમની જ્ઞાન ગરિમા અભુત હોય.”૧ જ્ઞાનનું પ્રમાણ શરીરના પરિમાણ સાથે સંબંધિત હોય એવો કોઈ નિયમ જણાતો નથી, કારણ કે પાતળા દેહમાં અલ્પ જ્ઞાન પણ જોવા મળે છે અને પરમ જ્ઞાન પણ જોવા મળે છે અને સ્થૂળ દેહમાં અલ્પ જ્ઞાન પણ જોવા મળે છે અને પરમ જ્ઞાન પણ જોવા મળે છે. ઘણા યોગીઓનું શરીર તપથી કૃશ થવા છતાં તેમને અવધિ, મન:પર્યવ વગેરે વિશેષ જ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય છે. તેથી એમ સિદ્ધ થાય છે કે જ્ઞાન એ દેહનો ગુણ નહીં પણ કોઈ અન્ય પદાર્થનો ગુણ છે. આ અન્ય જ્ઞાનગુણધારક પદાર્થ દેહથી ભિન્ન એવું સ્વતંત્ર આત્મદ્રવ્ય છે. જ્ઞાન ગુણ પંચભૂતમય શરીરનો ધર્મ નથી, પણ દેહથી ભિન્ન એવા આત્મદ્રવ્યનો ધર્મ છે એ મતને સિદ્ધ કરતાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ‘સમ્યકત્વ પટ્રસ્થાન ચઉપઇ' માં લખે છે કે – તનું છેદઇ નવિ તે છેદાઈ તસ વૃદ્ધિઈ નવિ વધતા થાય | ઉપાદાન જ્ઞાનાદિક તણો તેહથી જીવ અલાધો ગણો || પ્રજ્ઞાદિક સ્થિતિ સરિખી નહીં યુગલ જાત નરનાં પણિ સહી | તો કિમ તે કાયા પરિણામ? જુઓ તેહમાં આતમરામ ||* અહીં જણાવ્યા પ્રમાણે ઉપાદાનકારણની વૃદ્ધિનહાનિ થાય તો ઉપાદેય કાર્યની પણ વૃદ્ધિ-હાનિ થાય એવો નિયમ છે. જેમ કે માટી વધારે પ્રમાણમાં લેવામાં આવે તો ઘડો મોટો બને છે અને ઓછી લેવામાં આવે તો ઘડો નાનો બને છે; જ્ઞાનાદિ જો પંચભૂતમય શરીરના ગુણરૂપ હોય અને તેથી શરીર જો તેનું ઉપાદાનકારણ હોય તો શરીર છેડાતાં કે નાનું થતાં તે ઘટવાં જોઈએ અને શરીર વૃદ્ધિ પામતાં કે મોટું થતાં તે વધવાં જોઈએ; પણ તેવું જોવા મળતું નથી. કેટલાક સ્થળ મોટાં શરીરવાળા જીવોમાં અલ્પ જ્ઞાનાદિ તેમજ પાતળાં નાનાં શરીરવાળા જીવોમાં વિશેષ જ્ઞાનાદિ જોવા મળે છે, માટે માનવું જોઈએ કે શરીર એ જ્ઞાનાદિ ગુણોનું ઉપાદાનકારણ નથી અને તેથી જ્ઞાનાદિના ઉપાદાનકારણ તરીકે શરીરથી ભિન્ન એવા જીવદ્રવ્યની સિદ્ધિ થાય છે. ઉપાધ્યાયશ્રી બીજો એક તર્ક પણ રજૂ કરે છે કે એક માતા-પિતાના સમાન શુક્ર-શોણિતમાંથી ઉત્પન્ન થયેલા ૧- ડો. તરુલતાબાઈ મહાસતીજી, ‘આત્મા છું', ભાગ-૨, પૃ. ૫૭ ૨- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, સમ્યક્ત્વ ષસ્થાન ઉપઇ', ગાથા ૧૧,૧૨ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અને તેથી લગભગ સમાન શરીરવાળા એવા બે જોડિયા ભાઈઓમાં પણ પ્રજ્ઞા વગેરે એકસરખાં જોવા મળતાં નથી, કિંતુ ઘણી તરતમતાવાળાં જોવા મળે છે; માટે માનવું જોઈએ કે ચેતનાનું ઉપાદાનકારણ કાયા નથી. ઉપાદાનકારણમાં વિષમતા ન હોય તો કાર્યમાં વિષમતા આવતી નથી, તેથી માનવું જોઈએ કે એક જ માતા-પિતાથી જન્મેલા જોડિયા ભાઈઓમાં જુદો જુદો આત્મા છે અને તેના કારણે તેમની પ્રજ્ઞા વગેરેમાં પણ તફાવત હોય છે. આમ, ચેતનાના ઉપાદાનકારણ તરીકે શરીરથી ભિન્ન એવા જીવદ્રવ્યની સિદ્ધિ થાય છે. શરીર એ ચૈતન્યનું ઉપાદાનકારણ નથી. જો અચેતન સ્વભાવવાળા મહાભૂતના સંયોગરૂપ ઉપાદાનકારણથી જ્ઞાન સ્વભાવવાળા સ્મરણાદિ ઉપાદેય થાય તો હાથ આદિ પણ સ્મૃતિવાળા કહેવાશે, કારણ કે તે હાથ આદિ પણ ભૂતના સમુદાય છે; અને તેથી અચેતન એવાં પરમાણુઓ હાથ આદિને ઉત્પન્ન કરી શકશે નહીં, કેમ કે અચેતન દ્રવ્ય ચેતનાનું કારણ થઈ શકતું નથી. કારણને અનુરૂપ જ કાર્ય ઉત્પન્ન થાય છે, માટે ચૈતન્યરૂપ કાર્ય જડદેહરૂપ કારણથી ઉત્પન્ન થતું નથી એમ સિદ્ધ થાય છે. શરીર અને ચૈતન્યમાં કારણ-કાર્યપણું ઘટી શકતું નથી. શરીરને ચૈતન્યનું ઉપાદાનકારણ માનવું યોગ્ય નથી. શરીર જ્ઞાનનું ઉપાદાનકારણ નથી એ વિષે આચાર્યશ્રી મલ્લિષેણસૂરિજી સ્યાદ્વાદ મંજરી'માં કહે છે કે કોઢ આદિ રોગથી શરીરમાં વિકાર થવા છતાં પણ તે પુરુષની બુદ્ધિમાં વિકાર નથી હોતો અને શરીરમાં કોઈ પણ જાતનો વિકાર નહીં થવા છતાં પણ રાગ-દ્વેષ આદિ વિકારો તેની બુદ્ધિમાં થતાં દેખાય છે, તેવી જ રીતે શોક આદિથી બુદ્ધિમાં વિકાર થવા છતાં પણ શરીરમાં વિકાર થતો દેખાતો નથી. પરિણામી કારણ વિના બુદ્ધિમાં પરિણમનરૂપ કાર્યની ઉત્પત્તિ થઈ શકતી નથી, તેથી સિદ્ધ થાય છે કે પરિણામી જે છે તે આત્મા જ છે. આમ, શરીર ચૈતન્યનું ઉપાદાનકારણ હોય તો શરીરમાં જ્યારે પણ વિકાર થાય ત્યારે ચૈતન્યમાં પણ એવો જ વિકાર થવો જોઈએ, પણ એવું કંઈ અનુભવમાં આવતું નથી. વળી શોક, યે જેવા વિકારો ચૈતન્યમાં થાય છે ત્યારે એને અનુરૂપ વિકારો શરીરમાં પણ દેખાવા જોઈએ, પરંતુ એવું કંઈ દેખાતું નથી; માટે ચૈતન્યનું ઉપાદાનકારણ શરીર નથી.' દેહને જ્ઞાન ગુણનો આશ્રય માનવામાં આવે તો સ્મરણજ્ઞાનને સમજાવી શકાશે નહીં. પ્રત્યભિજ્ઞા(‘આ તે જ છે' - એવું જ્ઞાન)માં અનુસંધાનરૂપ જ્ઞાન છે. આવા જ્ઞાનનો ૧- જુઓ : આચાર્યશ્રી મલ્લિષેણસૂરિજીકૃત, ચાદ્વાદ મંજરી', શ્લોક ૨૦ની ટીકા ‘कथं तर्हि कायविकृतौ चैतन्यविकृतिः । नैकान्तः । श्वित्रादिना कश्मलवपुषोऽपि बुद्धिशुद्धेः । अविकारे च भावनाविशेषतः प्रीत्यादिभेददर्शनात् । शोकादिना बुद्धिविकृतौ कायविकारादर्शनाच्च । परिणामिनो विना च न कार्योत्पत्तिः ।' Page #246 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૬ ૨૧૩ આશ્રય તો સ્થિર દ્રવ્ય જ હોઈ શકે. શરીર તો અસ્થિર છે, એટલે તેને આવા જ્ઞાનનો આશ્રય માની શકાય નહીં. વળી, શરીરના ગુણો કાં તો અપ્રત્યક્ષ (ગુરુત્વ વગેરે) હોય છે અથવા તો ઇન્દ્રિયગ્રાહ્ય (રૂપ વગેરે) હોય છે, પરંતુ જ્ઞાન ગુણ નથી અપ્રત્યક્ષ (કારણ કે તે સ્વસંવેદ્ય છે) કે નથી ઇન્દ્રિયગ્રાહ્ય (કારણ કે તે મનોરાહ્ય છે); માટે જ્ઞાન ગુણ શરીરનો નહીં પણ બીજા કોઈ દ્રવ્યનો છે. એ અન્ય દ્રવ્ય તે આત્મા છે. જ્ઞાન ગુણ જો પંચભૂતમય દેહનો જ ધર્મ હોય તો તે ઇન્દ્રિય દ્વારા ગ્રાહ્ય થવો જોઈએ. સત્ત્વ અને કઠિનત્યાદિ પૃથ્વી વગેરે ભૂતના ધર્મ જેમ દેહમાં દેખાય છે, તેમ જ્ઞાન પણ જો પૃથ્વી વગેરે ભૂતનો ધર્મ હોય તો પૃથ્વી વગેરે તથા તેની વિકારભૂત દરેક વસ્તુમાં દેખાવું જોઈએ. પૃથ્વી, જળ વગેરે ભૂતના કઠિનતા, શીતળતા વગેરે જે ગુણો છે તે તો ઇન્દ્રિયગ્રાહ્ય હોય છે, પણ જ્ઞાન તો ઇન્દ્રિયગ્રાહ્ય નથી; તેથી જ્ઞાન ગુણ એ પંચભૂતમય દેહનો ધર્મ સંભવે નહીં. ઘડાની જેમ દેહ મૂર્ત છે અને ચાક્ષુષ છે, જ્યારે જ્ઞાન ગુણ અમૂર્ત છે અને અચાક્ષુષ છે. ગુણને અનુરૂપ ગુણી (દ્રવ્ય) વિના ગુણ રહેતા નથી, માટે જ્ઞાન ગુણને અનુરૂપ એવા દેહથી ભિન્ન અમૂર્ત અને અચાક્ષુષ આત્માને ગુણી માનવો જોઈએ. આ પ્રમાણે અનેક યુક્તિઓ દ્વારા એ સિદ્ધ થાય છે કે દેહ તે આત્મા નથી, દેહમાં જ્ઞાન ગુણ નથી, જ્ઞાન એ આત્માનું સ્વરૂપ છે. દેહ જડપુદ્ગલાત્મક છે, આત્મા ચૈતન્યયુક્ત છે. આત્મા દેહથી ભિન્ન જ્ઞાયકસ્વભાવી છે. આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામી ‘સમાધિતંત્રમાં આત્મસ્વરૂપની ઓળખ આપતાં જણાવે છે કે જેવી રીતે જાડું વસ્ત્ર પહેરવાથી બુદ્ધિમાન પુરુષ પોતાના શરીરને જાડો-પુષ્ટ માનતો નથી. તેવી રીતે પોતાનું શરીર જાડું-પુષ્ટ થવા છતાં, અંતરાત્મા આત્માને જાડો-પુષ્ટ માનતા નથી. ગોરાપણું, સ્થૂળપણું, કુશપણું વગેરે અવસ્થાઓ શરીરની છે પુદ્ગલની છે, આત્માની નથી. આ શરીરની અવસ્થાઓ સાથે આત્માને એકરૂપ ન માનવો, અર્થાત્ તે અવસ્થાઓને આત્માનું સ્વરૂપ ન માનવું. તેને શરીરથી ભિન, રૂપાદિથી રહિત, કેવળ જ્ઞાનરૂપ શરીરવાળો સમજવો અને તે સ્વરૂપે જ ચિત્તમાં નિરંતર તેનું ધ્યાન કરવું. ૨ ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય', શ્લોક ૩૨ 'यदीयं भूतधर्मः स्यात् प्रत्येकं तेषु सर्वदा । उपलभ्येत सत्त्वादिकठिनत्वादयो यथा ।।' ૨- જુઓ : આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકૃત, ‘સમાધિતંત્ર', શ્લોક ૬૩,૭૦ 'घने वस्त्रे यथाऽऽत्मानं न घनं मन्यते तथा । घने स्वदेहेऽप्यात्मानं न घनं मन्यते बुधः ।। गौरः स्थूलः कृशो वाऽहमित्यङ्गेनाविशेषयन् । आत्मानं धारयेन्नित्यं केवलज्ञप्तिविग्रहम् ।।' Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન આમ, જો દેહ જ આત્મા હોય તો જ્ઞાન ગુણ દેહનો ગુણ ઠરે અને તેથી જાડા શરીરવાળાને ઘણું જ્ઞાન હોવું ઘટે અને પાતળા શરીરવાળાને અલ્પ જ્ઞાન હોવું ઘટે; પણ કેટલીક વાર તો તેના કરતાં સાવ ઊલટું જોવા મળે છે. જો દેહ અને આત્મા અભિન્ન હોય તો આવો વિરોધ થવાનો પ્રસંગ ન આવે, તેથી સાબિત થાય છે કે દેહથી જુદું, સ્વતંત્ર, જ્ઞાનગુણધારક આત્મદ્રવ્ય વિદ્યમાન છે. કૃશ દેહમાં પરમ બુદ્ધિ અને સ્થૂળ દેહમાં અલ્પ બુદ્ધિ જોવા મળે છે એ તથ્ય “આત્મા છે' એ સિદ્ધાંતને સમર્થિત કરે છે, વિશેષપણે પુષ્ટ કરે છે. શ્રીમદે સરળ યુક્તિ યોજી, આત્માના અસ્તિત્વના તથ્યને અત્યંત દઢ કર્યું છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – પરમ બુદ્ધિ કૃશ દેહમાં, કુશ આ ન્યાયાધીશ; ન્યાય કરે ન્યાય આસને, લોક નમાવે શીશ. તેથી પણ વિપરીત આ, સ્થૂળ દેહ મતિ અલ્પ; પાડાની પરે રખડતા, ખમે આપત્તિ અનલ્પ. બાળ યુવાન ને વૃદ્ધ એ, શાથી કહો મનાય; દેહ હોય જો આતમા, તો કેમ બાળી મુકાય. માટે જીવ પદાર્થ છે, જેહ કરે સંકલ્પ; તેથી દેહ જ આત્મા, ઘટે ન આમ વિકલ્પ. ૧ ૧- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૨૭ (શ્રી ગિરધરભાઈ રચિત, 'શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૨૨ ૧-૨૨૪) Page #248 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૫૭ ઇમેન નિ છે. કેવળ કરવા, કે ૨૩ મે ૧ , કબ હુ જાવ. Page #249 -------------------------------------------------------------------------- ________________ Page #250 -------------------------------------------------------------------------- ________________ ગાથા - પ૭ - ગાથા પ૬માં શ્રીગુરુએ કહ્યું કે ક્યારેક દુર્બળ દેહને વિષે પરમ બુદ્ધિ અને ભૂમિકા સ્થૂળ દેહને વિષે અલ્પ બુદ્ધિ જોવામાં આવે છે, જો દેહ જ આત્મા હોય તો આવો વિરોધ આવવાનો પ્રસંગ ઉદ્ભવે નહીં. આમ, આત્મા જ્ઞાનગુણધારક પદાર્થ છે અને તે દેહાદિ જડ પદાર્થોથી ભિન્ન છે એમ અનેક યુક્તિઓ દ્વારા સિદ્ધ કર્યા પછી, આત્માના અસ્તિત્વ સંબધી શંકાઓના સમાધાન વડે થયેલ શિષ્યના સમ્યક નિર્ણયને વધુ દઢ કરાવવા, ઉપસંહારરૂપ આ ગાથામાં શ્રીગુરુ કહે છે – જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ; (ગાથા એકપણું પામે નહીં, ત્રણે કાળ દ્વભાવ.” (૫૭) કોઈ કાળે જેમાં જાણવાનો સ્વભાવ નથી તે જડ, અને સદાય જે જાણવાના અર્થ| સ્વભાવવાના છે તે ચેતન, એવો બેયનો કેવળ જુદો સ્વભાવ છે, અને તે કોઈ પણ પ્રકારે એકપણું પામવા યોગ્ય નથી. ત્રણે કાળ જડ જડભાવે, અને ચેતન ચેતનભાવે રહે એવો બેયનો જુદો જુદો હૈતભાવ પ્રસિદ્ધ જ અનુભવાય છે. (૫૭) ત ભેદજ્ઞાનની જ્યોતિના પ્રકાશમાં જણાય છે કે જડનો સ્વભાવ અને ચેતનનો ભાવાર્થ સ્વભાવ એ બે તદ્દન જુદા છે. કોઈ કાળે જેમાં જાણવાનો સ્વભાવ નથી તે જડ અને સદા જે જાણવાના સ્વભાવવાન જ છે તે ચેતન, એમ બન્ને દ્રવ્યોનો ત્રણે કાળ કેવળ ભિન્ન સ્વભાવ છે. આ વાત પ્રગટ અનુભવમાં આવે છે. જડ અને ચેતન સાથે રહેતાં હોવા છતાં તે કદાપિ એકપણું પામતાં નથી. જડ કોઈ કાળે ચેતન થતું નથી અને ચેતન કોઈ કાળે જડ થતું નથી, એમ બન્નેનું વૈતપણું ત્રણે કાળ માટે કાયમ રહે છે. આમ, આ ગાથા દ્વારા જડ અને ચેતનની ભિન્નતા દેઢ કરી, બન્ને દ્રવ્યોનાં ગુણધર્મો અને કાર્યો તદ્દન ભિન્ન છે એમ જણાવી, સાથે સાથે બન્ને દ્રવ્યની સ્વતંત્રતા જણાવી છે; અર્થાત્ પ્રત્યેક દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર છે એમ પણ સ્પષ્ટપણે જણાવ્યું છે. પરસ્પર ગુણોનું સંક્રમણ કરીને તે બન્ને ક્યારે પણ એકપણું પામતાં નથી એવો દ્રવ્યોનો વૈતભાવ સ્પષ્ટ દર્શાવ્યો છે. આ પ્રમાણે એકાંત જડ અદ્વૈત (ચાર્વાકમત) અને એકાંત ચેતન અદ્વૈત (અદ્વૈત વેદાંતમત) વાદોનું એકીસાથે નિરસન કરી, ત્રણે કાળમાં ન Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન ફરે એવા જડ-ચૈતન્યના દ્વૈતના નિશ્ચય સિદ્ધાંતની ઉદ્ઘોષણા કરી, જડથી ભિન્ન સ્વતંત્ર આત્મદ્રવ્યના અસ્તિત્વની અહીં સિદ્ધિ કરી છે. વિશેષાર્થ પ્રત્યેક સંસારી જીવ જે શરીર પ્રાપ્ત કરે છે, તે શરીરમાં તેટલા પરિમાણમાં વ્યાપીને રહે છે. જે શરીરમાં આત્મા હોય છે તેને જ જીવિત કહેવાય છે. જીવિત શરીર જે ક્રિયાઓ કરે છે, તે બધી ક્રિયાઓ જ આત્માની સિદ્ધિમાં પ્રમાણભૂત બને છે. આત્મા જ્ઞાન(વેદક)સ્વભાવી હોવાના કારણે જ તેને સુખ-દુઃખનો અનુભવ થાય છે. શરીરની અંદર જ્યાં સુધી આત્મા રહે છે ત્યાં સુધી રોગાદિના કારણે થતી પીડાનો અનુભવ થાય છે અને જ્યારે આત્મા શરીરને છોડીને ચાલ્યો જાય છે ત્યારે શરીરને બાળી નાખે તોપણ કોઈ જાતની પીડાનો અનુભવ થતો નથી. જીવિત વ્યક્તિના શરીરને પ્રેમાળ સ્પર્શ કરવામાં આવે તો શાતાનો કે ચીમટો ભરવામાં આવે તો અશાતાનો અનુભવ થાય છે, કારણ કે તે શરીરમાં આત્મા રહેલો છે; પરંતુ મડદાને પ્રેમાળ સ્પર્શ કરવાથી કે ચીમટો ભરવાથી તેને નથી કશી ખબર પડતી કે નથી વેદના થતી. તેથી સાબિત થાય છે કે તે શરીરમાં આત્મા નથી. જીવિત શરીર અને મૃત શરીરના ભેદનો વિચાર કરવાથી જાણવાવાળા અને નહીં જાણવાવાળા એવાં બે દ્રવ્યોની સિદ્ધિ સહજતાએ થાય છે. જેનામાં જાણવાનો ગુણ છે તે ચેતનદ્રવ્ય છે અને જેનામાં જાણવાનો ગુણ નથી તે જડદ્રવ્ય છે. જે જાણે તે જીવ છે અને જે ન જાણે તે અજીવ છે. જો જીવ અને અજીવ બન્નેને જુદાં ન માનતાં એકરૂપ જ માની લેવામાં આવે તો જીવિત વ્યક્તિ અને મૃત વ્યક્તિ વચ્ચે કોઈ ભેદ દેખાવો ન જોઈએ. આ પ્રત્યક્ષ ભેદથી જ જીવ અને અજીવ ભિન્ન છે એમ સિદ્ધ થાય છે. જીવ પંડિત શ્રી રાજમલજી ‘પંચાધ્યાયી’માં લખે છે કે દ્રવ્યના મૂળ બે ભેદ છે દ્રવ્ય અને અજીવદ્રવ્ય. આ બન્ને ભેદ શબ્દની અપેક્ષાએ પણ છે અને અર્થની અપેક્ષાએ પણ છે. જીવ અને અજીવ બન્ને વાચકરૂપ શબ્દ છે, તેથી તેના વાચ્ય પણ બે પ્રકારે છે એક જીવ અને બીજું અજીવ. જેટલા શબ્દો હોય છે, તેના વાચ્યરૂપ અર્થ પણ હોય છે. જીવ અને અજીવ આ બે શબ્દ છે, તેથી જીવરૂપ દ્રવ્ય અને અજીવરૂપ દ્રવ્ય પણ છે. સામાન્યપણે બે જ દ્રવ્ય છે, એક જીવ અને બીજું અજીવ. પરંતુ વિશેષપણે અજીવના પાંચ ભેદ છે. તે પાંચ પ્રકાર છે પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. આ રીતે કુલ છ દ્રવ્યો છે, એમાં જીવદ્રવ્ય જ્ઞાન-દર્શન સહિત છે અને બાકીનાં દ્રવ્યો જ્ઞાન-દર્શનરહિત છે. તેથી જીવ સિવાયના બધાને અજીવ ગણવામાં આવે છે.૧ ૧- જુઓ : પંડિત શ્રી રાજમલજીકૃત, પંચાધ્યાયી', ઉત્તરાર્ધ, શ્લોક ૩ 'जीवाजीवविशेषोऽस्ति द्रव्याणां शब्दतोऽर्थतः 1 चेतनालक्षणो जीवः स्यादजीवोऽप्यचेतनः ।।' Page #252 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૭ ૨૧૯ આમ, જગતમાં બે પ્રકારનાં દ્રવ્ય છે જડ અને ચેતન. આ જડ અને ચેતન બન્ને દ્રવ્યોનો સ્વભાવ પ્રગટરૂપે ભિન્ન છે. વસ્તુની અવસ્થા બદલાવા છતાં જે કદી ન બદલાય અને કાયમ રહે તેને સ્વભાવ કહે છે. કોઈ પણ વસ્તુનો સ્વભાવ ક્યારે પણ વસ્તુથી છૂટો ન પડી શકે. જો સ્વભાવ છૂટો પડે તો વસ્તુનું અસ્તિત્વ જ ન રહે. માટે વસ્તુનો સ્વભાવ ત્રણે કાળ વિદ્યમાન હોય છે. જેમ કે આત્માનો જ્ઞાનસ્વભાવ ત્રિકાળ વિદ્યમાન છે. આત્મા ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ પદાર્થ છે. તે ત્રણે કાળ ચૈતન્યપણે રહે છે. જ્ઞાન એ આત્માનો સ્વભાવ હોવાથી તે ત્રણે કાળ અવિરતપણે જાણવાનું કાર્ય કર્યા કરે છે. આત્મા ચૈતન્યસ્વભાવી છે, તેથી તે ક્યારે પણ જાણ્યા વગર રહે નહીં. તેને જાણવાનું બંધ કરવું હોય, મારે કશું જાણવું નથી' એમ તેની ઇચ્છા હોય, તોપણ તે જાણ્યા વગર રહી શકે જ નહીં. જડદ્રવ્ય પૂર્વે પણ કંઈ જાણતું ન હતું, વર્તમાનમાં પણ કંઈ જાણતું નથી અને ભવિષ્યમાં પણ જાણશે જ નહીં; જ્યારે આત્મા પૂર્વે જાણતો હતો, વર્તમાનમાં જાણે છે અને ભવિષ્યમાં પણ જાણ્યા જ કરશે. વર્તમાન સમયે આત્માની ચૈતન્યસ્થિતિ છે, તે પહેલાંના એક, બે, ત્રણ, ચાર, દસ, સંખ્યાત, અસંખ્યાત, અનંત સમયે પણ હતી, હવે પછીના કાળને વિષે પણ તે જ પ્રકારે તેની સ્થિતિ રહેશે; કોઈ પણ કાળે તેનો ચૈતન્યસ્વભાવ છૂટે નહીં એવું ચૈતન્ય લક્ષણ તેનામાં વિદ્યમાન છે કે જે લક્ષણથી તેની ત્રણે કાળમાં ઓળખાણ થઈ શકે છે. પંડિત શ્રી આશાધરજી ‘અધ્યાત્મરહસ્ય'માં લખે છે કે અનાદિ કાળથી જે ચૈતન્ય લક્ષણે જાણ્યો છે, આજે જણાય છે અને અનંતકાળ સુધી તે પ્રકારે જણાયા કરશે તેવું ચેતનાસ્વરૂપ દ્રવ્ય તે આત્મા છે. જીવનું મુખ્ય લક્ષણ જ્ઞાન છે. જ્ઞાન આત્માનું ચિહ્ન છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે. જેનામાં શાયકતા છે તે જ આત્મા છે. ‘આ તીખું છે', ‘આ મીઠું છે', ‘આ ખાટું છે આ ખારું છે”, “મને ઠંડી લાગે છે', ‘મને ગરમી લાગે છે', ‘હું સુખી છું' દુઃખી છું' - એવું જે જ્ઞાન, તે જો કોઈ પદાર્થમાં હોય તો તે માત્ર આત્મામાં જ છે. આત્મા જ્ઞાન-દર્શનરૂપ હોવાથી જાણે છે અને જુએ છે. ચૈતન્યપણું, સ્વપ૨પ્રકાશકપણું એ આત્માનો ગુણ છે. આત્મા જ્ઞાનરૂપ ઉજ્વળ પ્રકાશથી યુક્ત છે. તે નિરાબાધપણે કોઈના પણ આધાર વિના સ્વયં પ્રકાશે છે. અનંત અનંત કોટી તેજસ્વી દીપક, મણિ, ચંદ્ર, સૂર્યાદિ પ્રકાશિત હોવા છતાં તેને આત્માની હાજરી વિના કોઈ પણ જાણી શકવા સમર્થ નથી, અર્થાત્ તે સર્વ પોતે પોતાને જણાવા ૧- જુઓ : પંડિત શ્રી આશાધરજીકૃત, ‘અધ્યાત્મ-રહસ્ય’, ' यदचेतत्तथानादि चेततीत्थमिहाद्य यत् I चेतिष्यत्यन्यथानन्तं यच्च चिद्रव्यमस्मि तत् । । ' શ્લોક ૩૩ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અથવા જાણવા યોગ્ય નથી. તેને એવું જ્ઞાન નથી કે હું જાણું અને તમને જણાવું' . આત્માના કારણે તે પ્રકાશિત પદાર્થો જણાય છે, સ્પષ્ટ ભાસે છે. ગમે તેવો ઝળહળતો સૂર્ય હોય પણ આત્મા ન હોય તો એને કોણ જાણી શકે? બધા પદાર્થો આત્માના ચૈતન્ય ગુણના કારણે આત્મામાં પ્રકાશે છે. આ જ્ઞાન ગુણ જીવ સિવાય બીજા કોઈ દ્રવ્યમાં હોતો નથી. જ્ઞાન ગુણ અજીવમાં હોતો નથી. એવું નથી કે જ્ઞાન ગુણ જીવ અને અજીવ બન્નેમાં સ્વતંત્રપણે વ્યાપેલો છે. એ ગુણ માત્ર જીવનો જ છે. અજીવમાં તેનું હોવું સર્વથા અસંભવિત છે. દ્રવ્યોમાં બે પ્રકારના ગુણ હોય છે - સામાન્ય અને વિશેષ. સામાન્ય ગુણ બધા દ્રવ્યોમાં પ્રાપ્ત થાય છે, પરંતુ વિશેષ ગુણ જે દ્રવ્યનો હોય છે તેમાં જ અસામાન્યપણે રહે છે, બીજા દ્રવ્યમાં કદાપિ પ્રાપ્ત થતો નથી. જ્ઞાન એ જીવદ્રવ્યનો અસાધારણ ગુણ છે, તેથી તે જીવદ્રવ્ય સિવાયના અન્ય દ્રવ્યમાં ક્યારે પણ પ્રાપ્ત થઈ શકતો નથી. જ્ઞાન ગુણના કારણે જીવ અજીવથી જુદો પડે છે. જ્ઞાન ગુણની વિદ્યમાનતાઅવિદ્યમાનતા અનુસાર જગતનાં દ્રવ્યોને જીવ-અજીવ બે વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. ચૈતન્ય જેનો સ્વભાવ છે, અર્થાત્ જે જ્ઞાનસ્વભાવી, ઉપયોગાત્મક અમૂર્ત પદાર્થ છે તે જીવ છે. ચેતનાનો અભાવ જેનું લક્ષણ છે, અર્થાત્ જ્ઞાનરહિતપણારૂપ ચિહ્ન વડે જે જણાય છે તે અજીવ છે. અજીવદ્રવ્યમાં મૂર્ત-અમૂર્ત એમ બે પ્રકાર છે. અજીવમાં એકમાત્ર પુદ્ગલાસ્તિકાય મૂર્તિ છે, અર્થાત્ તે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ ગુણયુક્ત છે અને અન્ય ચાર અજીવ - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ અમૂર્ત જડ દ્રવ્યો છે. જીવ-અજીવનાં લક્ષણોની સ્પષ્ટતા કરતાં ‘સમયસારનાટક'માં પંડિત શ્રી બનારસીદાસજી લખે છે – 'समता रमता उरधता, ज्ञायकता सुखभास । वेदकता चैतन्यता, ए सब जीव विलास ।। तनता मनता वचनता, जड़ता जड़ संमेल । પુતા સુતા અમનતા, .ની રે વેસ્ટ !' અહીં જણાવ્યા પ્રમાણે રાગ-દ્વેષરહિત વીતરાગભાવ, લીનતા, ઊર્ધ્વગામિતા, જ્ઞાતાપણું, સહજ સુખનો અનુભવકર્તા, સુખ-દુ:ખનો વેદક તથા ચૈતન્યતા એ બધાં જીવનાં લક્ષણો છે તથા મનરૂપ, વચનરૂપ, કાયારૂપ ધારણ કરવાપણું, અચેતનતા, એકબીજા સાથે મળવું, હલકા અને ભારેપણું, તેમજ ગતિ કરવાપણું એ બધાં અજીવ(પુદ્ગલ)નાં ૧- પંડિત શ્રી બનારસીદાસજીકૃત, ‘સમયસારનાટક', ઉત્થાનિકા, દોહા ૨૬, ૨૭ જુઓ : દોહા ૨૬ ઉપર શ્રીમદ્દનું વિવેચન, ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૬૭-૩૬૯ (પત્રાંક-૪૩૮)]. Page #254 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૭ ૨૨૧ લક્ષણો છે. દેહ, પુસ્તક આદિ નજરે દેખાતા ધૂળ પદાર્થોમાં જ્ઞાન નથી, એટલે કે તે અજીવ છે. તેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આદિ વિશેષ ગુણો હોવાથી તે રૂપી છે. આવા નજરે દેખાતા પદાર્થોને પુદ્ગલદ્રવ્ય કહેવાય છે. પુદ્ગલદ્રવ્ય કાળું ધોળું, સુગંધીદુર્ગધી, ખાટું-મીઠું, હલકું ભારે વગેરે પ્રકારે જણાય છે. એ બધી પુદ્ગલની જ શક્તિ છે. તે વિશેષ ગુણોમાંથી સ્પર્શ ગુણની સ્નિગ્ધતા કે રુક્ષતાની અમુક પ્રકારની અવસ્થા થાય ત્યારે પુગલોનો બંધ થાય છે. બંધપ્રાપ્ત પુદ્ગલોને સ્કંધ કહેવામાં આવે છે. જીવ સાથે સંયોગ પામતાં એવાં ઔદારિક પુદ્ગલોના સ્કંધો શરીરરૂપે, વચન વર્ગણાના સ્કંધો વચનરૂપે, મનોવર્ગણાના સ્કંધો મનરૂપે અને શ્વાસોચ્છવાસ વર્ગણાના સ્કંધો શ્વાસોચ્છવાસરૂપે અને કાશ્મણ વર્ગણાનાં સ્કંધો કર્મરૂપે પરિણમે છે. દેહાદિ પદાર્થોમાં વધ-ઘટ થયા કરે છે, અર્થાત્ યુગલો જોડાય છે અને છૂટાં પડે છે. આ પુદ્ગલોથી જીવ ભિન્ન છે. આત્મસ્વરૂપ અસંયોગી છે. તે ઇન્દ્રિયજન્ય જ્ઞાનથી જણાઈ શકે એમ નથી, કારણ કે તે વર્ણ આદિથી રહિત છે. આત્મામાં કોઈ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ નથી; તે કેવળ ઉજ્વળ પ્રકાશમય છે. જીવ કાળો-ધોળો, સુગંધી-દુર્ગધી વગેરે રૂપે નથી. તે તો અરૂપી ઉપયોગસ્વરૂપ પદાર્થ છે. આત્મા અસંખ્યપ્રદેશી, અમૂર્ત, જ્ઞાનદર્શનસ્વરૂપ છે. આત્માના અસંખ્યાત પ્રદેશ છે. તે પ્રદેશ પ્રદેશે ચૈતન્યસ્વરૂપ છે. જ્ઞાન, દર્શન, સુખ એ તેના વિશેષ ગુણો છે. આ રીતે આત્મા અને શરીરાદિ પૌગલિક પદાર્થો વિરુદ્ધ લક્ષણયુક્ત દ્રવ્ય છે. આત્મા ચેતનરૂપ છે, જ્યારે શરીર જડરૂપ છે. જેનું અસ્તિત્વ જુદા જુદા સ્વભાવથી ઓળખાતું હોય તે બન્ને દ્રવ્યો જુદાં જ હોય છે. આત્મા શરીરરૂપ નથી, તે શરીરથી ભિન્ન છે. આત્મા શરીરાકારે થઈને શરીરમાં રહે છે તોપણ તે શરીરમાં મળી જતો નથી. આત્મા સત્ દ્રવ્ય છે, ચેતન છે, જ્ઞાતા છે, દ્રષ્ટા છે, દેહના આકારે રહે છે અને દેહથી ભિન્ન છે. આત્મા શરીરમાં રહે છે. તે શરીરમાં સર્વાગે વ્યાપ્ત છે, તે છતાં તે શરીરથી પૃથક છે. કમળનાળમાં જેવી રીતે તેનો દોરો નીચેથી ઉપર સુધી બરાબર ભરેલો રહે છે, તેવી રીતે આત્મા શરીરમાં પગના અંગૂઠાથી માંડીને મસ્તક સુધી સર્વાગે ફેલાયેલો હોય છે. કમળનાળમાં તે દોરો નીચેથી ઉપર સુધી હોય છે, પરંતુ મૂળ અને પાંદડાંમાં તે દોરો નથી હોતો. આત્મા શરીરમાં પગથી માથા સુધી સળંગ વ્યાપ્ત હોય છે, પરંતુ નખ અને કેશમાં તે નથી હોતો. કમળનાળ જેમ જેમ વધે છે, તેમ તેમ અંદરનો દોરો પણ વધતો રહે છે; તેમ બાળક યુવાન થતાં તેનું શરીર વધે છે ત્યારે આત્મા પણ તે પ્રમાણે જ ફેલાતો જાય છે. કમળનાળ કાંટાયુક્ત હોવાથી કઠોર જરૂર છે, Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન પરંતુ અંદરનો દોરો મૃદુ અને નિર્મળ હોય છે; તેમ અત્યંત અપવિત્ર એવાં રક્ત, ચામડું, માંસ, હાડકાં આદિવાળા શરીરમાં રહેવા છતાં પણ આત્મા પોતે તો અત્યંત પવિત્ર જ છે. - વાદળાંઓની પાછળ રહેવા છતાં પણ તેની સાથે એકમેક ન થઈને જેવી રીતે સૂર્ય નિર્મળ રહે છે, તેવી રીતે મલિન દેહમાં રહેવા છતાં પણ આત્મા પોતે નિર્મળ રહે છે. સૂર્ય વાદળાંથી ઢંકાયેલો હોવા છતાં પ્રકાશે છે, તેમ બહારથી મલિન શરીરથી ઢંકાયેલો નિર્મળ આત્મા અંદર પ્રકાશે છે. જ્ઞાન જ આત્માનું શરીર છે. જ્ઞાન જ આત્માનું સ્વરૂપ છે. આમ, આત્મા શરીરથી ભિન્ન છે. શરીર તે આત્મા નથી. અહીં એ ધ્યાન રાખવું ઘટે છે કે જ્યાં સુધી આત્મા દેહમાં રહેલો છે, ત્યાં સુધી આત્માને દેહથી સર્વથા જુદો કહી શકાય નહીં. જ્યાં સુધી આત્મા અને દેહનો સંયોગ છે, ત્યાં સુધી આત્મા અને દેહ કથંચિત્ એકરૂપ છે. આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી ‘ધર્મબિન્દુ'માં જણાવે છે કે જો આત્મા દેહથી સર્વથા ભિન્ન હોય તો સ્પર્શ કરેલા વિષયનો અનુભવ ન થાય. વળી, તે અનુભવથી જે અનુગ્રહ થાય - અનુભવનું જે ફળ મળે તે પણ નિરર્થક થાય છે. ૧ જો દેહથી આત્મા સર્વથા ભિન્ન હોય તો શયા, આસન વગેરે ઇષ્ટ વસ્તુનો અને કાંટા, અગ્નિની જ્વાલા વગેરે અનિષ્ટ વસ્તુનો દેહ વડે સ્પર્શ કરેલો જે સ્પર્શેન્દ્રિયનો વિષય, તેનો અનુભવ ભોગી પુરુષને થાય નહીં; એક વ્યક્તિ શય્યા વગેરે ભોગની સામગ્રીનો સ્પર્શ કરે તો તેના અનુભવની પ્રતીતિ બીજી વ્યક્તિને થતી નથી, અર્થાત્ એક ભોગવે અને તેનો અનુભવ બીજાને થાય એમ બનતું નથી; તેમ દેહ અને આત્મા સર્વથા જુદા હોય તો દેહે ભોગવેલાનો અનુભવ આત્માને ન થાય, માટે જ્યાં સુધી આત્મા દેહ સહિત છે, ત્યાં સુધી આત્મા દેહથી સર્વથા જુદો ન કહેવાય. વળી, આત્મા દેહથી સર્વથા ભિન્ન છે એમ માનવામાં આવે તો પુષ્પમાળા, ચંદન વગેરે ભોગસામગ્રીથી દેહને જે અનુગ્રહ થાય છે તે નિરર્થક થાય છે; એટલે કે તે ભોગસામગ્રીથી જીવને કોઈ અનુભવ થાય નહીં, તેને સંતોષરૂપ ફળ મળે નહીં, કારણ કે દેહથી આત્માનું અત્યંત ભિનપણું છે. અહીં ઉપલક્ષણથી નિગહનું પણ નિરર્થકપણું જાણવું. કહેવાનું તાત્પર્ય એ છે કે જો દેહ અને આત્મા સર્વથા ભિન્ન હોય તો પુષ્પમાળા વગેરે ઇષ્ટ પદાર્થ વડે આત્માને જે સુખ જણાય છે તે નિષ્ફળ થાય અને અગ્નિના દાહ વગેરેથી આત્માને જે દુ:ખ થાય છે તે પણ નિષ્ફળ થાય, માટે દેહ અને આત્મા સર્વથા ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકત, ‘ધર્મબિંદુ’, અધ્યાય ૨, શ્લોક ૫૯,૬૦ ‘તથા-fમન્ન ઇવ ટેટાન્ન અટવેનકિતિ || તથા-નિરર્થવનુઢ રૂત |’ Page #256 -------------------------------------------------------------------------- ________________ ગાથાપ૭ ૨૨૩ જુદા નથી. દેહ અને આત્મા સર્વથા ભિન્ન ન હોવાના કારણે આત્માને સ્પર્શાદિનું જ્ઞાન થાય છે, પરંતુ તે જ્ઞાન સ્પર્શરૂપ થઈ જતું નથી. સ્પર્શનું જ્ઞાન થવાથી જ્ઞાન સ્પર્શ સાથે એકમેક થતું નથી, કેમ કે સ્પર્શ પુદ્ગલનો ગુણ છે, તે જીવમાં કેવી રીતે આવી શકે? જો સ્પર્શ પણ આત્મામાં હોય તો જેમ સુખ-દુઃખનો અનુભવ થવાથી આત્મા સુખીદુઃખી થાય છે, તેમ આત્મા સ્પર્શમય પણ થઈ જાય, પરંતુ એમ થતું નથી. આત્માના જ્ઞાનાદિ ગુણો અને પુદ્ગલના સ્પર્શાદિ ગુણ ભિન્ન જ રહે છે. જડમાં રહેલાં ગુણ-પર્યાયો પલટાઈને ચેતનમાં જતાં નથી અને ચેતનમાં રહેલાં ગુણ-પર્યાયો પલટાઈને જડમાં આવતાં નથી. જડ પુદ્ગલોમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શાદિ ગુણો છે; જ્યારે જીવમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ગુણો છે. પુદ્ગલો પોતાનામાં રહેલાં રૂપ, રસ, ગંધ, સ્પર્શને આત્માના ગુણોરૂપ કરી શકે નહીં અને આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ગુણોને પોતાના ગુણો બનાવી શકે નહીં. તે બન્ને પરસ્પર પોતાના ગુણોનું સંક્રમણ કરી, કદી પણ સમાન થઈ શકે નહીં. વળી, આત્મા સાથે પુદ્ગલનો સંયોગ થતાં જડ અને ચેતનનું કોઈ નવા જ દ્રવ્યમાં રૂપાંતર નથી થઈ જતું, અર્થાતું ન આત્મપ્રદેશો પોતાના જ્ઞાન-આનંદાદિ ગુણો ખોઈ બેસે છે કે ન પુદ્ગલપરમાણુઓ રૂપ-રસ-ગંધ-સ્પર્શ વિહીન બની જાય છે. બન્ને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન ભિન્ન છે અને દરેક દ્રવ્ય પોતાના સ્વભાવ અનુસાર જ શાશ્વતપણે પરિણમે છે, અર્થાત્ એક દ્રવ્ય બીજા દ્રવ્યની સાથે કદી પણ તન્મયપરિણામી બની શકતું નથી. બન્ને દ્રવ્ય પોતાની સ્થિતિમાં જ રહે છે અને પોતાના સ્વભાવ અનુસાર જ પરિણમે છે. ચેતન તથા જડ બન્ને નિજ નિજ પરિણામથી જ પરિણમે છે. આ વિષે શ્રીમનું કથન મનનીય છે – ‘ત્રણે કાળમાં જે વસ્તુ જાયંતર થાય નહીં તેને શ્રી જિન દ્રવ્ય કહે છે. કોઈ પણ દ્રવ્ય પર પરિણામે પરિણમે નહીં. સ્વપણાનો ત્યાગ કરી શકે નહીં. પ્રત્યેક દ્રવ્ય (દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી) સ્વપરિણામી છે. નિયત અનાદિ મર્યાદાપણે વર્તે છે. જે ચેતન છે, તે કોઈ દિવસ અચેતન થાય નહીં; જે અચેતન છે, તે કોઈ દિવસ ચેતન થાય નહીં.” ત્રણે કાળમાં કોટી ઉપાયે ચેતન જડ થઈ શકતું નથી કે જડ ચેતન થઈ શકતું ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૮૦૮ (હાથનોંધ-૧, ૫૬) Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન નથી. એવી વસ્તુમર્યાદા છે કે જીવનું જડત્વરૂપે પરિણમવું ક્યારે પણ થાય નહીં અને જડનું ચેતનરૂપે પરિણમવું ક્યારે પણ થાય નહીં. ત્રણે કાળમાં ન ફરે એવો અખંડ નિશ્ચય સિદ્ધાંત છે કે વસ્તુ પોતાના સ્વરૂપે જ પરિણમે. ચેતન ચેતનરૂપે જ પરિણમ્યા કરે છે અને જડ જડરૂપે જ પરિણમ્યા કરે છે. એક દ્રવ્ય બે પરિણામ કરી શકે નહીં, તેમજ એક જ પ્રકારનું પરિણામ બે દ્રવ્ય મળીને કરી શકે નહીં એવી વસ્તુસ્થિતિ છે. દેહ અને આત્મા સંયોગ સંબંધે ભેગા રહ્યા છે, પરંતુ બન્ને પોતપોતાના ભાવ અનુસાર પરિણમે છે, અર્થાત્ જડ દેહ જડ ભાવે પરિણમ્યા કરે છે અને ચેતન આત્મા ચેતનભાવે પરિણમ્યા કરે છે. જડ ત્રણે કાળ જડ ભાવે અને ચેતન ત્રણે કાળ ચેતનભાવે જ પરિણમે છે. જડનું પરિણમન જડમાં જ જડરૂપે જ થાય છે, પોતાના વર્ણાદિ ગુણરૂપે જ થાય છે. ચેતનનું પરિણમન ચેતનમાં જ ચેતનરૂપે જ થાય છે, પોતાના જ્ઞાનાદિ ગુણરૂપે જ થાય છે. જડની ગમે તેટલી અવસ્થાઓ પલટાય પણ તે સર્વ જડરૂપે જ હોય છે અને ચેતનની પણ ગમે તેટલી અવસ્થાઓ બદલાય તોપણ તે સર્વ ચેતનરૂપે જ હોય છે. જડની કોઈ પણ અવસ્થા કદી પણ ચેતનરૂપ થાય કે ચેતનની કોઈ પણ અવસ્થા કદી પણ જડરૂપ થાય એમ કદાપિ બની શકે એમ જ નથી એ વાત નિઃસંદેહ છે. શ્રીમદે ગાયું છે તેમ - જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ; કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ; પ્રગટ અનુભવરૂપ છે, સંશય તેમાં કેમ?’૧ અહીં શ્રીમદ્ જણાવે છે કે જડ સદા જડપણે જ પરિણમે અને ચેતન સદા ચેતનપણે જ પરિણમે, પોતપોતાનો સ્વભાવ છોડીને અન્ય દ્રવ્યરૂપે કદાપિ પરિણમે નહીં; અર્થાત્ જડ કદી ચેતનપણે પરિણમે નહીં અને ચેતન કદી જડપણે પરિણમે નહીં. જડ છે તે ત્રણે કાળ જડરૂપ જ રહે છે અને ચેતન છે તે ત્રણે કાળ ચેતનરૂપે જ રહે છે. આ વાત પ્રગટ અનુભવરૂપ છે, તેથી તેમાં સંશય કરવા યોગ્ય નથી. જડ અને ચેતન એ બે સ્વતંત્ર તત્ત્વો છે. જડમાં થતાં પરિવર્તનોમાં ચેતન કશું જ કરી શકતું નથી અને ચેતનમાં થતી અવસ્થાઓમાં જડ કશું જ કરી શકતું નથી. બન્ને દ્રવ્યો . એકક્ષેત્રાવગાહે રહેતાં હોવા છતાં સ્વતંત્ર હોવાના કારણે એકબીજામાં કંઈ જ કરી શકતાં નથી. કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યમાં કિંચિત્માત્ર પરિવર્તન કરી શકતું નથી. જીવ અને પુદ્ગલ બન્ને ભિન્ન છે, એકબીજામાં એકબીજાનો અત્યંત અભાવ છે. ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૯૭ (આંક-૨૬૬, કડી ૧,૨) Page #258 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૭ ૨૨૫ એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ હોવો તેને અત્યંતભાવ કહે છે. એક પદાર્થનું બીજા પદાર્થમાં અસ્તિત્વ ન હોવું તેને અત્યંતભાવ કહે છે. દરેક દ્રવ્ય સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવથી સર્વદા સતું જ છે અને પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ સર્વદા અસતું જ છે. બે દ્રવ્યો વચ્ચે અત્યંતભાવ ન હોય તો બધાં દ્રવ્યો અસ્વરૂપ થઈ જાય, અર્થાત્ પોતપોતાના સ્વરૂપને છોડી દે. પ્રત્યેક દ્રવ્યની કોઈ વિભિન્નતા રહે નહીં. જગતમાં બધાં દ્રવ્યો એક થઈ જાય. અત્યંતભાવને ન માનવાથી કોઈ પણ પદાર્થનું કોઈ પણ અસાધારણ રૂપમાં કથન ન થઈ શકે. જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્યમાં પરસ્પર અત્યંતાભાવ હોવાથી તે બન્નેના સ્વભાવ ક્યારે પણ એકપણું પામતા નથી. આત્મા અને દેહ એકક્ષેત્રાવગાહ સ્થિતિમાં રહેતા હોવા છતાં, બન્નેમાંથી કોઈ પણ દ્રવ્ય પોતાના સ્વભાવનો ત્યાગ કરી, અન્યરૂપ થઈ એકપણું પામતું નથી. ડૉ. તરુલતાબાઈ મહાસતીજી કહે છે – ‘બન્ને વિરોધી પદાર્થો ચિરકાળ સુધી સાથે રહેવા છતાં પણ એક થઈ જતા નથી. સ્થૂળ પદાર્થોમાં પણ એમ છે અને સૂક્ષ્મ પદાર્થોમાં પણ એમ જ છે. જેમ કે એક મોટા વાસણમાં નાનાં-મોટાં ફળ નાખવામાં આવે. પહેલાં નાળિયેર, પછી એપલ, પછી લીંબુ, પછી સોપારી, પછી બોર, પછી મરી, પછી રાઈ, પછી ખસખસ આમ આખુંયે વાસણ ભરી દેવામાં આવે અને તેને ઘણા સમય સુધી રાખી મૂકવામાં આવે, તો મોટાં ફળ તો જલદી અલગ પડી જશે. નાનાં ફળોને જુદા પાડવામાં થોડી મહેનત થશે પણ જુદાં થાય ખરાં. અરે! રાઈ અને ખસખસ જુદાં પાડતાં દમ નીકળી જાય. છતાં જુદાં પડી શકે. એક ન થઈ જાય.” મૂર્ત પદાર્થોનો અરસપરસ એકત્વરૂપ મેળ કદી પણ થઈ શકતો નથી, તો પછી અમૂર્ત જ્ઞાનસ્વભાવી આત્મા અને દેહ, ઇન્દ્રિય, પ્રાણ વગેરે મૂર્ત, જ્ઞાનરહિત જડ પદાર્થોનો એકત્વરૂપ સંબંધ કઈ રીતે થઈ શકે? એ પ્રમાણે બનવું ત્રણે કાળ અસંભવિત છે. આત્મા પરદ્રવ્યરૂપ નથી થતો અને પારદ્રવ્ય આત્મારૂપ નથી થતું. જડ અને ચેતન બને દ્રવ્ય પોતપોતાના ગુણાદિને અનુસરીને ભિન્ન ભિન્ન નિજગુણપર્યાયપણે પ્રવર્તી રહ્યાં છે અને નિજસ્વરૂપને છોડતાં નથી, બન્નેનો જુદો જુદો વૈતભાવ સ્પષ્ટ અનુભવાય છે. આચાર્યશ્રી અમૃતચંદ્રદેવ ‘સમયસારકલશ'માં પ્રકાશે છે કે બે દ્રવ્ય સાથે મળીને પરિણમતાં નથી, બેનું એક પરિણામ થતું નથી અને બેની એક ૧- ડૉ. તરુલતાબાઈ મહાસતીજી, ‘હું આત્મા છું', ભાગ-૨, પૃ.૫૯ ૨- જુઓ : આચાર્યશ્રી યોગીન્દ્રદેવકૃત, ‘પરમાત્મપ્રકાશ', અધિકાર ૧, ગાથા ૬૭ 'अप्पा अप्पु जि परु जि परु अप्पा परु जि ण होइ । परु जि कयाइ वि अप्पु णवि णियमें पभणहिं जोइ ।।' Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન પરિણતિ થતી નથી. જે અનેક (જુદાં) છે તે સદા અનેક જ રહે છે. ૧ ચેતન અને જડ માત્ર સંયોગ સંબંધે સાથે રહે છે, અન્યથા બન્નેના સ્વભાવ જુદા છે, બન્નેના ગુણધર્મો જુદા છે, બન્નેનાં કાર્યો જુદાં છે. જીવ અને પુદ્ગલ એક ક્ષેત્રને રોકી રહ્યાં હોય તોપણ પોતપોતાનાં સ્વરૂપથી જુદું એવું એક પણ પરિણામ તે પામતું નથી અને તેથી બન્ને દ્રવ્યોનો જુદો જુદો વૈતભાવ પ્રગટ છે. દેહાદિ જડ છે અને આત્મા ચેતન છે એમ દ્રયભાવ કાયમ રહે જ છે. બન્ને પદાર્થોનો વૈતભાવ સદા રહે જ છે. ભેદજ્ઞાન કરનાર જીવને આ ભાન પ્રગટ્યું હોય છે. તેને આત્મા અલગ છે અને શરીર અલગ છે એવું જ્ઞાન હોય છે. તે પોતાને સમસ્ત પરદ્રવ્યથી ભિન્ન, જ્ઞાનસ્વભાવી માને છે. ભટ્ટારક શ્રી જ્ઞાનભૂષણજી ‘તત્ત્વજ્ઞાનતરંગિણી'માં પ્રકાશે છે કે જેમ અનેક વસ્તુઓ ભેગી મળેલી હોય છતાં તે પ્રત્યેકના વર્ણ, રસ, ગંધ, સ્પર્શ આદિ લક્ષણોની જેને બરાબર ખબર છે તેવા ચતુર જનો તે પ્રત્યેકને તેનાં લક્ષણો ઉપરથી ઓળખીને જુદી જુદી કરી શકે છે; તેમ આત્મા, દેહ અને કર્મનાં ભિન્ન ભિન્ન લક્ષણોને યથાર્થ જાણનાર જ્ઞાનીપુરુષો, અનાદિથી ભેગાં મળેલાં એ દ્રવ્યોને ભેદજ્ઞાનના સતત અભ્યાસથી અત્યંત જુદાં જાણી, પોતાના આત્મતત્ત્વને તે દેહાદિ જડ દ્રવ્યથી ભિન્ન અનુભવી શકે છે. જીવ જો આત્મા અને દેહનાં લક્ષણો વિચારે તો આત્મા તેને દેહથી ભિન્ન જણાય છે. તે બન્નેનાં ભિન્ન ભિન્ન લક્ષણો યથાર્થપણે જાણે તો આત્મા જણાય છે. આત્મા અને દેહનાં લક્ષણો જુદાં છે. વર્ણ, રસાદિ દેહનાં લક્ષણો છે અને વર્ણ, રસાદિથી રહિત એવું શુદ્ધ ચૈતન્ય એ આત્માનું લક્ષણ છે. શુદ્ધ સહજ આત્મસ્વરૂપમાં ૧- જુઓ : આચાર્યશ્રી અમૃતચંદ્રદેવકૃત, ‘સમયસારકલશ', કલશ ૫૩ 'नोभौ परिणमतः खलु परिणामो नोभयोः प्रजायेत । उभयोर्न परिणतिः स्याद्यदनेकमनेकमेव सदा ।।' ૨- જુઓ : પંડિત શ્રી બનારસીદાસજીકત, ‘સમયસારનાટક', કર્તાકર્મક્રિયાકાર, સવૈયા ૧૦ 'जीव पुद्गल एक खेत अवगाही दोउ, अपने अपने रूप कोउ न टरतु है । जड़ परिनामनि को करता है पुद्गल, चिदानन्द चेतन सुभाउ आचरतु है ।।' ૩- જુઓ : ભટ્ટારક શ્રી જ્ઞાનભૂષણજીરચિત, ‘તત્ત્વજ્ઞાનતરંગિણી', અધ્યાય ૮, શ્લોક ૧૯, ૨૦ 'मिलितानेकवस्तुनां स्वरूपं हि पृथक पृथक् । स्पर्शादिभिर्विदग्धेन निःशंक ज्ञायते यथा ।। तथैव मिलितानां हि शुद्धचिद्देहकर्मणां । अनुभूत्या कथं सद्भिः स्वरूपं न पृथक पृथक् ।।' Page #260 -------------------------------------------------------------------------- ________________ ગાથા-પ૭ જડ શરીરનાં લક્ષણ નથી, તેથી શુદ્ધાત્મા શરીરથી તદ્દન જુદો છે. આ લક્ષણભેદનો વિચાર કરવાથી આત્મા જણાય છે. લક્ષણોને યથાર્થપણે જાણી ભેદજ્ઞાન કરવાથી દેહાદિથી ભિન્ન એવા આત્માનો અનુભવ થાય છે. માટે નિર્ણય કરવા યોગ્ય છે કે હું ચૈતન્યસ્વરૂપી આત્મા છું. શરીર અચેતન છે અને હું જ્ઞાનસ્વરૂપ છું. હું અચેતન નથી. હું અચેતન થતો નથી. હું જુદો છું અને શરીર જુદું છે. હું શરીરનો નથી, શરીર મારું નથી.' આ પ્રમાણે જુદાં જુદાં લક્ષણો દ્વારા આત્મા અને શરીરની ભિન્નતા વિચારવાથી આત્માનો અનુભવ થાય છે. આચાર્યશ્રી યોગીન્દુદેવ પરમાત્મપ્રકાશમાં લખે છે કે “હે શિષ્ય, તું જીવ અને અજીવને એક ન કર, એટલે કે તે બન્નેને એકરૂપ ન માન; કારણ કે આ બન્નેમાં લક્ષણના ભેદથી ભેદ છે. જીવથી અજીવનાં લક્ષણ જુદાં છે, માટે જીવ અને અજીવ ભિન્ન ભિન્ન પદાર્થો છે. તે બન્નેને હે શિષ્ય, એક જાણીશ નહીં. દેહાદિ અજીવ છે, તેથી તે પર છે. તેને પર જ માન, આત્માથી ભિન માન. જે શુદ્ધ જ્ઞાન લક્ષણથી સંયુક્ત શુદ્ધ સહજાત્મસ્વરૂપ છે તેને જ સ્વ માન. જે પર છે તેને તે પર જાણ અને આત્મા આત્માની સાથે અભેદ છે એમ હું કહું છું તે તું માન્ય કર, શ્રદ્ધા કર.'૧ દેહાદિ અચેતન - જડ છે, કારણ કે જડના ગુણ વર્ણ, રસ, ગંધ, સ્પર્શ તેમાં પ્રત્યક્ષ જણાય છે. આત્મા ચેતન છે, કારણ કે તે સર્વને જાણે છે તથા સુખ-દુ:ખ અનુભવે છે. આ જ્ઞાનાદિ ગુણો દેહાદિમાં નથી. દેહાદિના વર્ણ આદિ ગુણો આત્મામાં નથી, તેનાથી જુદા એવા જ્ઞાનાદિ ગુણો આત્માના છે; એમ ચેતનના ગુણોથી ચેતનને ઓળખીને જડથી જુદો નિરંતર ભાવતાં તેનો સ્પષ્ટ પ્રત્યક્ષ અનુભવ થાય છે. પાષાણમાં સુવર્ણ છે, કાષ્ઠમાં અગ્નિ છે, દૂધમાં ઘી છે; એ જ રીતે દરેક જીવંત શરીરમાં આત્મા છે. સુવર્ણપાષાણમાં દેખાતી કાંતિ તે સુવર્ણનો ગુણ છે, કાષ્ઠમાં દેખાતો કાઠિન્ય ગુણ તે અગ્નિનું સ્વરૂપ છે, દૂધમાં દેખાતી મલાઈ તે ઘીનું ચિહ્ન છે; તેમ શરીરમાં જણાતો ચૈતન્યસ્વભાવ, જ્ઞાન તે આત્માનું ચિહ્ન છે. વળી, જેવી રીતે સુવર્ણપાષાણનું શોધન કરવાથી સુવર્ણને પમાય છે, કાષ્ઠને જોરથી ઘસવાથી અગ્નિ પ્રગટે છે અને દૂધને જમાવીને વલોવવાથી ઘી મળે છે; તેવી રીતે ‘આ શરીર જડસ્વભાવી છે અને હું - આત્મા ચૈતન્યસ્વભાવી છું', એમ ભેદજ્ઞાનનો અભ્યાસ કરતાં આત્માનો અનુભવ થાય છે, તેનું વેદન થાય છે. બહિરાત્મા શરીરને જ પોતાનું સ્વરૂપ સમજે છે. તે નિજ આત્મસ્વરૂપને ભૂલી ૧- જુઓ : આચાર્યશ્રી યોગીન્દુદેવકૃત, પરમાત્મપ્રકાશ', અધિકાર ૧, ગાથા ૩૦ 'जीवाजीव म एक्कु करि लक्खण-भैएँ भेउ । जो परु सो परु भणमि मुणि अप्पा अप्पु अभेउ ।।' Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન જાય છે અને શરીરને જ પોતાનું સ્વરૂપ સમજવા લાગે છે. શરીર તે હું' એવા શરીર સાથેના પોતાના એકત્વનો ભ્રમ નિવૃત્ત કરવા અર્થે સાધકે સ્વાત્મા અને શરીરનો સ્વભાવ ભિન્ન છે એમ નિશ્ચય કરીને, સ્વરૂપમય ભાવ કરવા યોગ્ય છે. જીવે આત્મસ્વરૂપની પુનઃ પુનઃ ભાવના કરવા યોગ્ય છે, તેમાં એકાગ્ર થવા યોગ્ય છે. આત્માની યથાર્થ સમજણ પ્રાપ્ત કરી, આત્માથી ભિન્ન છે એવી સર્વ પરવસ્તુના ચિંતનનો ત્યાગ કરી, સ્વાત્માને જ ચિતવતાં આત્માનું સંવેદન થાય છે. સ્વસંવેદન વખતે જીવને અતીન્દ્રિય એવું આત્મસ્વરૂપ અનુભવાય છે. આત્મા અત્યંત નિર્મળ અને સ્પષ્ટ અનુભવાય છે. અજ્ઞાન-અંધકાર દૂર થતાં શુભ ચાંદનીની પૂતળી સમાન આત્મા જણાય છે. આત્મસ્વરૂપનો જ અનુભવ કરતો તે જીવ વચનાતીત અને સ્વાધીન એવા પરમાનંદને પામે છે. તે અતીન્દ્રિય આત્મિક સુખનો આસ્વાદ માણે છે. આમ, જડ શરીર અને ચૈતન્ય આત્માની ભિન્નતાને જે યથાર્થપણે લક્ષમાં લે છે તે સ્વાનુભવ પામે છે. શ્રીમદ્ તેમના પ્રસિદ્ધ કાવ્યમાં પ્રકાશે છે - જડ ને ચૈતન્ય બન્ને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બન્ને જેને સમજાય છે; સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર, અથવા તે જ્ઞય પણ પરદ્રવ્યમાંય છે; એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે; પુદ્ગલરૂપ શરીર, જડ પદાર્થ અને પરમ જ્યોતિ સ્વરૂપ ચૈતન્ય આત્મા એ બન્ને દ્રવ્યનો સ્વભાવ જુદો છે એવું જેને સુપ્રતીતપણે સમજાય છે તથા સ્વપરપ્રકાશક આત્મા તે જ મારું સ્વરૂપ છે તથા શરીરાદિ જડ તો માત્ર સંયોગસંબંધરૂપ છે અથવા જડ તો શેયરૂપ પરદ્રવ્ય છે, મારાથી અત્યંત ભિન્ન છે, હું તો તે શેયનો જ્ઞાતા-દ્રષ્ટા જ છું' એવો અનુભવનો પ્રકાશ જેને ઉલ્લાસિત થયો છે, તેને શરીરાદિ જડથી ઉદાસીનતા થઈને આત્મામાં પ્રવર્તવારૂપ આત્મવૃત્તિ થાય છે. - જે આત્માને શરીરથી અને સર્વ પદ્રવ્યોથી ભિન્ન માને, તે ‘પદ્રવ્યથી મને લાભ કે નુકશાન થશે’, ‘પદ્રવ્યનું કાર્ય હું કરી શકું છું' એવું માને નહીં. શરીરાદિ પરદ્રવ્યો પોતાથી અત્યંત ભિન્ન હોવાથી પોતાની ઇચ્છાનુસાર તેનું પરિણમન થઈ શકતું નથી. દરેક દ્રવ્યનું પરિણમન તેની પોતાની સ્વતંત્રતાથી તથા તે સમયની તેની યોગ્યતા અનુસાર તેના પોતામાં થાય છે, તેની બહાર થતું નથી. જો દરેક દ્રવ્યનું પરિણમન સ્વદ્રવ્યની અંદર જ થાય છે, બહાર થઈ શકતું જ નથી; તો પરદ્રવ્યને ભોગવવાનો ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૪૨ (આંક-૯૦૨, કડી ૧) Page #262 -------------------------------------------------------------------------- ________________ ગાથા-પ૭ ૨૨૯ પ્રશ્ન જ રહેતો નથી. આવી રીતે તત્ત્વનો વિચાર કરવાથી તથા તેનો નિર્ણય કરવાથી પરવતુ હવાની, ભોગવવાની કે પોતાની બનાવવાની ઇચ્છાઓ વિલય પામે છે અને વર્તમાન પર્યાયનું સ્વરૂપપરિણમન કરવા પ્રત્યે લક્ષ કેન્દ્રિત થાય છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કર્તા-હર્તા નથી એમ સમજવાથી કોઈ મારું ખરાબ કરશે તો?' એવો ભય પણ નીકળી જાય છે અને કોઈ મારું સારું કરશે એવી ગુલામીની વૃત્તિ પણ નીકળી જાય છે. આત્મા અને પુદ્ગલની ભિન્નતા અને સ્વતંત્રતા જાણવાથી સ્વાધીનતાનો ભાવ પુષ્ટ થાય છે. સ્વ-પરની સત્તા ભિન્ન હોવા છતાં, ‘પરવસ્તુનાં કાર્યો મારાથી થાય છે' એમ જે માને છે તે પરવસ્તુની સ્વતંત્ર સત્તાના અધિકાર ઉપર તરાપ મારે છે, પર પોતાને આધીન છે એમ માનીને તેની સ્વાધીનતા હણવા માંગે છે; પરંતુ પારદ્રવ્ય કાંઈ તેને આધીન થઈને પરિણમતું નથી. અજ્ઞાની પરના આશ્રયે પરિણમતો હોવાથી આકુળવ્યાકુળ થઈને પોતે પોતાની સ્વાધીનતા હણે છે. પોતે પરદ્રવ્યનું કાર્ય કરી શકતો ન હોવા છતાં અજ્ઞાની જીવ તેમ કરવાની ઇચ્છા રાખે છે, પ્રયત્ન કરે છે અને તેથી તે ચિંતિત થાય છે. દુ:ખી થાય છે. જેમ એક રાજાની સત્તા ઉપર બીજો રાજા અધિકાર જમાવવા જાય તો બન્ને વચ્ચે યુદ્ધ થાય છે, તેમ ચૈતન્ય અને જડ બને પદાર્થો પોતપોતાની સ્વતંત્ર સત્તાના રાજા છે, પરંતુ આત્મા પરને પોતાનું માનીને તેની સત્તામાં ઘાલમેલ કરવા જાય તો ત્યાં વિસંવાદ ઊભો થાય છે; એટલે કે આત્માની શાંતિ હણાય છે, અશાંતિ થાય છે, દુઃખ થાય છે. પરથી અત્યંત વિભક્ત અને પોતાના જ્ઞાનાદિ અનંત ગુણોથી એકત્વરૂપ એવી પોતાની ચૈતન્યસત્તા લક્ષમાં લેતાં શાંતિ અનુભવાય છે, સુખ મળે છે. અનાદિ કાળથી જીવ મિથ્યાત્વમાં પડ્યો છે. જીવ પોતે શુદ્ધ આત્મસ્વરૂપ છે, પરંતુ તે પોતાના મૂળ સ્વરૂપને વીસરી ગયો છે અને જડ શરીરમાં હુંપણાની મિથ્યા માન્યતા કરી બેઠો છે. ત્રણ લોકનો નાથ હોવા છતાં તે પોતાના પૂજ્ય પદને ભૂલી, નીચ પદમાં સ્વપણું માની બેઠો છે. તેનામાં મોહની ગ્રંથિ એવી તો ગાઢ બંધાઈ ગઈ છે કે તેની માન્યતામાં આત્મા તથા પરદ્રવ્યનું એકત્વપણે સંધાન થઈ ગયું છે. આત્મા અને દેહ ભિન્ન હોવા છતાં તે દેહને પોતાનું સ્વરૂપ માને છે. દેહની વધ-ઘટને પોતાની વધ-ઘટ માને છે. સ્વરૂપવિભ્રાંતિના કારણે તે પરમાં અહ-મમબુદ્ધિ તથા કર્તુત્વ-ભોસ્તૃત્વ બુદ્ધિ કરે છે અને તેથી વિશ્રાંતિથી દૂર જ રહે છે. આત્મા સર્વ પદ્રવ્યથી ભિન્ન શુદ્ધ ચૈતન્યઘન છે, પરંતુ નિજપદની પ્રતીતિ ન હોવાથી તે આધિ, વ્યાધિ, ઉપાધિનાં અનેક દુઃખો સહન કરે છે. જો તે પોતાના સહજ સ્વરૂપની સંભાળ કરે, હું તો માત્ર જાણનાર જ છું' એમ પ્રતીતિ કરે તો સર્વ દુઃખનો નાશ થાય અને પરમ આનંદની Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ પ્રાપ્તિ થાય. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે ‘જડ ચેતનનો ભિન્ન છે, મળ્યાં છતાં પ્રતિપક્ષ; મહા તફાવત દેખીએ, જો જોઈએ દઈ પક્ષ. છે જુદો જડ જીવનો, કેવળ પ્રગટ સ્વભાવ; જળ ને અગ્નિ જેટલો, અંતર મહા વિભાવ. જીવ અને જડ એ કદી, તડકો છાંયો જેમ; એકપણું પામે નહીં, નક્કી સમજવું એમ. રહ્યો, અજીવનો જડ ભાવ; જીવનો, ત્રણે કાળ દ્વયભાવ.'૧ કાળ અનાદિથી જીવ ભાવ તે *** ૧- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૨૭ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૨૨૫-૨૨૮) Page #264 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૫૮ oneanton २१ परे, mean ant, १को १२.३ .५२ me me. Page #265 -------------------------------------------------------------------------- ________________ Page #266 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૫૮ (અથી - ગાથા ૫૭માં શ્રીગુરુએ કહ્યું કે જડ અને ચેતન એ બન્ને દ્રવ્યોનો સ્વભાવ ભૂમિકા જુદો જુદો છે અને તે કોઈ પણ પ્રકારે એકપણું પામવા યોગ્ય નથી. ત્રણે કાળ જડ જડ ભાવે અને ચેતન ચેતનભાવે રહે એવો બન્નેનો જુદો જુદો વૈતભાવ પ્રસિદ્ધ જ અનુભવાય છે. શિષ્યની શંકાઓનું સંતોષકારક સમાધાન શ્રીગુરુ તર્ક અને દૃષ્ટાંતથી યુક્ત એવી માર્મિક દલીલો દ્વારા ગાથા ૪૯ થી પ૭માં કરે છે અને અંતમાં શિષ્યને ઊંડા વિચારમાં ગરકાવ કરી દે તેવી એક આશ્ચર્યકારક વાત રજૂ કરતાં શ્રીગુરુ કહે છે – આત્માની શંકા કરે, આત્મા પોતે આપ; ગાથા | શંકાનો કરનાર તે, અચરજ એહ અમાપ.” (૫૮) આત્માની શંકા આત્મા આપે પોતે કરે છે. જે શંકાનો કરનાર છે, તે જ આત્મા છે. તે જણાતો નથી, એ માપ ન થઈ શકે એવું આશ્ચર્ય છે. (૫૮) સર્વ દલીલોને નિરુત્તર કરતી અને આત્માના અસ્તિત્વને સિદ્ધ કરતી આ ભાવાર્થ અંતિમ ગાથામાં શ્રીગુરુ કહે છે કે આત્માના અસ્તિત્વ વિષેની શંકા થવી એ જ આત્માના અસ્તિત્વની સાબિતી છે. માટે છે નહીં આત્મા' એવો આત્મા વિષેનો સંદેહ કોને થાય છે? એ સંશયાત્મક જ્ઞાન કોનું છે અથવા એ કયા પદાર્થને થાય છે? આ પ્રશ્નનો વિચાર કરતાં જણાશે કે જે શંકાનો કરનાર છે. તે જ આત્મા છે. આમ, આત્મા સંશયવિજ્ઞાનરૂપે પ્રત્યક્ષ હોવાથી તેની સિદ્ધિ માટે બીજા પ્રમાણોની આવશ્યકતા રહેતી નથી. પોતાના હોવાપણાની શંકા આત્મા પોતે કરે છે અને શંકાનો કરનાર તે જ આત્મા છે એવું શિષ્ય પોતે જાણતો નથી એ પાર વગરનું આશ્ચર્ય છે. શંકાનો સ્વીકાર કરવો અને શંકાના કરનારનો સ્વીકાર ન કરવો એના જેવું બીજું શું આશ્ચર્ય હોઈ શકે! આમ, શંકા કરનાર શિષ્ય પ્રત્યે અમાપ આશ્ચર્ય વ્યક્ત કરતાં મધુર ઉપાલંભથી શ્રીગુરુ શિષ્યને તે શંકા પ્રત્યે જ શંકા કરતો કરી દઈ, શંકા કરનાર આત્માનો નિઃશંક નિશ્ચય કરાવે છે. - શિષ્ય વિવિધ દલીલો દ્વારા આત્માનું અસ્તિત્વ નથી' એવી પોતાની શંકા વિશેષાર્થ રજૂ કરી હતી. તેના સમાધાનમાં શ્રીગુરુએ અનેક પ્રકારના તર્ક દ્વારા Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન આત્માનું અસ્તિત્વ નિઃસંદેહ પ્રમાણરૂપ સિદ્ધ કર્યું. જેમ કે સુખ-દુઃખરૂપ સંવેદન કોને થાય છે? શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શનું જ્ઞાન કોને થાય છે? શરીરમાંથી મૃત્યુ સમયે કોણ નીકળી જાય છે? સ્વપ્ન અવસ્થામાં જોયેલા પદાર્થોનું સ્મરણ જાગૃત અવસ્થામાં કોણ કરે છે? ભૂતકાળની વાત કોને સ્મરણમાં આવે છે? ઇત્યાદિ પ્રશ્નોના ઉત્તરથી આત્મતત્ત્વની સિદ્ધિ થાય છે. આત્માના ગુણોનો પ્રત્યક્ષ અનુભવ થવાથી આત્મા પ્રત્યક્ષ થાય છે. આત્માની જ પ્રેરણાથી દેહ ક્રિયા કરતો જણાય છે, તેથી પરોક્ષ રીતે પણ આત્મા સાબિત થાય છે. એ જ પ્રમાણે આ ગાથામાં પણ શ્રીગુરુએ અત્યંત સરળ અને અસરકારક યુક્તિ દ્વારા આત્માની સિદ્ધિ કરી છે. શ્રીગુરુ શિષ્યને કહે છે કે ‘તને આત્માના અસ્તિત્વ વિષે સંશય છે, પણ વિચાર કર કે આ શંકા કરનાર કોણ છે? આત્મા વિષે સંદેહ કરનાર કોણ છે? ‘માટે છે નહીં આત્મા એવો નિર્ણય કર્યો છે, પણ આ નિર્ણય કરનાર કોણ છે? વિચાર કરતાં જણાશે કે આત્મા સિવાય બીજા કોઈને આવો સંશય થઈ શકે નહીં, માટે આત્માનું અસ્તિત્વ છે. તારા મનમાં આત્મા છે કે નહીં એવી જે શંકા થઈ છે, તે શંકા જ આત્માના અસ્તિત્વને પુરવાર કરે છે.' સંશયના કારણે આત્માની સિદ્ધિ થાય છે, તે આ પ્રમાણે – શંકાનો સ્વીકાર થતાં જ શંકા કરનારનો સ્વીકાર થઈ જાય છે. શંકા કરનાર વિના શંકા ન હોય. સંશયી વિના સંશય સંભવે જ નહીં. આ શંકા કરનાર આત્મા છે, કારણ કે સંશય એ જ્ઞાનરૂપ છે અને જ્ઞાન એ આત્માનો ગુણ છે. જ્ઞાન ગુણ આત્મામાં જ રહેતો હોવાથી આત્મા જ શંકા કરવા સમર્થ છે. જ્ઞાન એ દ્રવ્ય નથી પરંતુ ગુણ છે અને દ્રવ્ય સિવાય ગુણ કદી પણ ઉપલબ્ધ થતો નથી. જ્ઞાન એ ગુણ છે અને ગુણના આશ્રયરૂપ કોઈક દ્રવ્ય હોય જ છે. આત્મા જ્ઞાન ગુણનું આધાર દ્રવ્ય છે. જ્ઞાન આત્મામાં છે. જ્ઞાનનો મૂળ ઝરો આત્મામાંથી જ વહે છે. જ્ઞાન આત્મામાંથી જ આવે છે. જડ પદાર્થને કોઈ પ્રકારનું જ્ઞાન થતું નથી. કોઈ પણ જડ પદાર્થ ક્યારે પણ જ્ઞાન કરી શકતો નથી. જ્ઞાન તો દેહાદિ જડ પદાર્થોથી ભિન્ન એવા આત્મદ્રવ્યનો જ ગુણ છે. આમ, દેહાદિ જડ પદાર્થો જ્ઞાનરહિત હોવાથી તે કોઈ પણ પ્રકારનો સંશય કરવા સમર્થ નથી. જડ દેહ અથવા ઇન્દ્રિયો શંકા કરી શકતાં નથી, આત્માની શંકા કરનાર આત્મા પોતે જ છે. તેથી નિશ્ચય થાય છે કે આત્માનું હોવાપણું છે. આત્માના અસ્તિત્વની સિદ્ધિ થાય છે. આત્માનો સંદેહ પોતે જ આત્માની સિદ્ધિ કરે છે. આમ, શરીરમાં આત્મા નામનું તત્ત્વ છે કે નહીં? એવી આત્માની શંકા આત્મા પોતે જ કરે છે, પરંતુ આ શંકાનો કરનાર પોતે જ આત્મા છે એમ તે જાણતો નથી. Page #268 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૮ ૨૩૫ આશ્ચર્યની વાત છે કે ખુદ આત્મા જ આત્માના વિષયમાં શંકાશીલ બને છે. શંકાને માને અને શંકા કરનાર આત્માને ન માને એ તો કલ્પી ન શકાય એવું આશ્ચર્ય છે. આત્મા છે કે નહીં એવી શંકા શિષ્ય કરે છે, એટલે કે પોતે જ પોતાના અસ્તિત્વ વિષે શંકા કરે છે, તેથી શ્રીગુરુને શિષ્ય ઉપર અમાપ અચરજ થાય છે. જીવને ઘણા પ્રકારના સંશયો થાય છે. સંશયથી તે અજાણ નથી. અવારનવાર તેને સંશય થતો હોય છે. દા.ત. અંધારામાં વાંકાચૂકા સર્પાકારે પડેલા દોરડાને જોઈને ‘આ સાપ છે કે દોરડું?' એવું સંશયાત્મક જ્ઞાન થાય છે. આવા પ્રકારના અનેક સંશયો જીવને થાય છે, પણ તેને પોતાના અસ્તિત્વ વિષે ‘હું છું કે નહીં' એવો સંશય થાય એ તો અત્યંત આશ્ચર્યજનક છે. પોતાના જ અસ્તિત્વની શંકા કરવી તે અત્યંત વિસ્મયજનક છે. પોતે વિદ્યમાન હોવા છતાં પોતાની વિદ્યમાનતાની શંકા કરવી એ અત્યંત વિચિત્ર વાત છે. ‘જરા જુઓ તો હું છું કે નહીં?' એમ કોઈ વ્યક્તિ બીજાને પૂછે તો તે જેટલું હાસ્યાસ્પદ ઠરે છે, તેટલું જ હાસ્યાસ્પદ પોતાના જ અસ્તિત્વ વિષે સંદેહ કરવો તે છે. શ્રીમદ્ લખે છે ‘આપ આપકું ભૂલ ગયા, ઈનસેં ક્યા અંધેર? સમર સમર અબ હસત હૈ, નહિ ભૂલેંગે ફેર.૧ આ જીવ પોતે પોતાને જ ભૂલી ગયો છે અને દેહાદિ પરને પોતાનું સ્વરૂપ માની તે અનંત કાળના પરિભ્રમણરૂપ દુઃખદાયક સંસારદરિયામાં ડૂબી રહ્યો છે. પોતે પોતાને ભૂલી ગયો તે ખરેખર આશ્ચર્યજનક છે, એના જેવું બીજું અંધેર કયું હોઈ શકે? હવે તે ભૂલ સમજાતાં, ફરી ફરીને તે ભૂલ યાદ આવતાં, પોતાની મૂર્ખતા ઉપર, પોતાની અણસમજ ઉપર હસવું આવે છે અને એવો બળવાન નિશ્ચય થાય છે કે હવે ફરીથી એ ભૂલ કદાપિ નહીં જ થાય, અર્થાત્ સ્વસ્વરૂપને ભૂલીને હવે બીજામાં સ્વપણાની માન્યતા કદી નહીં થાય. આમ, અમાપ આશ્ચર્યની વાત છે કે સંશય કરનાર આત્મા પોતે હોવા છતાં તેને પોતા વિષે શંકા થાય છે. સંશય એ જ્ઞાનનો પ્રકાર હોવાથી આત્મા જ સંશય કરી શકે છે, તેથી ‘આત્મા છે કે નહીં?' એ સંશય જ આત્માને સિદ્ધ કરે છે. શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમની શંકાનું સમાધાન કરતાં ભગવાન મહાવીર પણ શંકાની ક્રિયા દ્વારા આત્માની સિદ્ધિ કરે છે એમ ‘વિશેષાવશ્યકભાષ્ય'માં જણાવતાં આચાર્યશ્રી જિનભદ્રજી લખે છે કે સંશય એ જ્ઞાનરૂપ છે અને જ્ઞાન એ ગુણ છે. ગુણ તો ગુણી વિના સંભવે નહીં, માટે ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૯૬ (હાથનોંધ-૧, ૧૨, કડી ૪) Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સંશયરૂપ જ્ઞાનનો કોઈ ગુણી માનવો જ જોઈએ. દેહને જ્ઞાનનો ગુણી માની શકાય નહીં, કારણ કે દેહ તો જડ છે, જ્યારે જ્ઞાન તો બોધરૂપ છે. આ પ્રકારે એ બન્ને વિલક્ષણ છે, તેથી તે બન્ને વચ્ચે ગુણ-ગુણી ભાવ ઘટી શકે નહીં. આમ, જ્ઞાન ગુણ દેહનો હોઈ શકે નહીં, તેથી દેહને સંશયનો ગુણી માની શકાય નહીં, સંશયનો ગુણી - આધાર જો કોઈ હોય તો તે જીવ જ છે. આત્માને જ સંશય ઊઠે છે. આમ, શંકાની ક્રિયાથી જ આત્માની સિદ્ધિ થઈ જાય છે, કારણ કે સંશય કરનાર આત્મા જ છે.' આત્માનો અસ્તિત્વવિષયક સંદેહ અસ્થાને છે, કારણ કે આત્મા સંશયવિજ્ઞાનરૂપે પ્રત્યક્ષ છે. જીવને પોતાનો સંદેહ તો પ્રત્યક્ષ જ છે, કારણ કે તે વિજ્ઞાનરૂપ છે. જે વિજ્ઞાનરૂપ હોય તે સ્વસંવેદ્ય - સ્વસંવેદનથી પ્રત્યક્ષ હોય જ છે; વિજ્ઞાનનું જ્ઞાન અન્ય રીતે ઘટી શકતું જ નથી. સંશય સ્વવિદિત છે, પ્રત્યક્ષ છે અને જીવ વિજ્ઞાનરૂપ હોવાથી ‘જીવ છે કે નહીં? એવું જે સંશયરૂપ વિજ્ઞાન છે તે જ જીવ છે. માટે સંશયરૂપ વિજ્ઞાન પ્રત્યક્ષ હોવાથી તે રૂપે જીવ પણ પ્રત્યક્ષ જ છે. જે પ્રત્યક્ષ હોય છે તેની સિદ્ધિમાં બીજાં પ્રમાણો અનાવશ્યક છે. જેમ સુખ-દુઃખાદિનો જે અનુભવ થાય છે તે સ્વવિદિત હોવાથી પ્રત્યક્ષસિદ્ધ છે અને તેથી સુખ-દુ:ખાદિની સિદ્ધિમાં પ્રત્યક્ષ સિવાયના બીજાં પ્રમાણ અનાવશ્યક છે, તેમ જીવ પણ સંશયવિજ્ઞાનરૂપે સ્વવિદિત હોવાથી તેની સિદ્ધિમાં અન્ય પ્રમાણો અનાવશ્યક છે. જીવ સંશયવિજ્ઞાનરૂપે પ્રત્યક્ષ છે એ દર્શાવતાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ‘અધ્યાત્મસાર'માં લખે છે કે સંશયાદિ ગુણોના અભેદના કારણે જીવ પ્રત્યક્ષ જ છે. આત્મા પ્રત્યક્ષ છે, કેમ કે સંશયાદિ સર્વ પોતાના અનુભવથી સિદ્ધ છે. આત્માના જે સંશયાદિ જ્ઞાનસ્વરૂપ ગુણો છે તે પ્રત્યક્ષ જ છે. ગુણ ગુણીથી અભેદ હોય છે, માટે જો આત્માનો જ્ઞાન ગુણ પ્રત્યક્ષ છે તો ગુણી એવો આત્મા પણ પ્રત્યક્ષ છે જ. સંદેહ જીવનો ધર્મ છે અને ધર્મ-ધર્મ અભેદ છે, તેથી ધર્મનું પ્રત્યક્ષ હોવાથી ધર્મી પણ પ્રત્યક્ષ જ છે. આમ, આત્માના અસ્તિત્વના સંશયનો કરનાર કોણ છે તેની વિચારણા કરતાં આત્માના અસ્તિત્વની સિદ્ધિ થાય છે. સંશયના કર્તારૂપે જેમ આત્માના અસ્તિત્વની સિદ્ધિ ૧- જુઓ : આચાર્યશ્રી જિનભદ્રજીકત, ‘વિશેષાવશ્યકભાષ્ય', ગાથા ૧૫૫૭ 'जति णत्थि संसयि च्चिय किमत्थि णत्थि त्ति संसओ कस्स? । संसइते व सरुवे गोतम! किमसंसयं होज्जा ।।' ૨- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૪, શ્લોક ૭૪ 'तदेतदर्शनं मिथ्या जीवः प्रत्यक्ष एव यत् । गणानां संशयादीनां प्रत्यक्षाणामभेदतः ।।' Page #270 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૮ ૨૩૭ થાય છે, તેમ અન્ય યુક્તિઓ દ્વારા પણ આત્માના અસ્તિત્વની સિદ્ધિ થઈ શકે છે. સંશયવિષય, નિષેધપ્રમાણ, પ્રતિપક્ષી શબ્દ અને વાચ્ય-વાચક સંબંધ - આ ચાર યુક્તિઓને અનુક્રમે જોઈએ. (૧) સંશયવિષય – સંશયનો કર્તા આત્મા હોવાથી જેમ આત્માનું અસ્તિત્વ સિદ્ધ થાય છે, તેમ સંશયનો વિષય આત્મા હોવાથી પણ આત્માની સિદ્ધિ થાય છે. તર્કશાસ્ત્રના નિયમ અનુસાર જે જે વિષયમાં સંશય હોય છે તે તે વિષય વિદ્યમાન હોય જ છે. જે જે વિદ્યમાન પદાર્થો હોય તેમાં જ શંકા થાય છે. અવિદ્યમાન પદાર્થોમાં ક્યારે પણ શંકા થતી નથી. જે વસ્તુ જગતમાં વિદ્યમાન ન હોય તેનો સંશય જ ન થાય. ટૂંઠું અને પુરુષ એ વિષયમાં સંશય થાય છે કે જે આ દેખાય છે તે પૂંઠું છે કે પુરુષ છે?', તો તે બન્ને - હૂંઠું અને પુરુષ વિદ્યમાન છે, કારણ કે જે સર્વથા અવિદ્યમાન હોય છે તેના વિષે કદી કોઈને સંશય થતો નથી. ટૂંઠું અને પુરુષ બન્ને વિદ્યમાન પદાર્થો છે, એટલે જ તે અંગે સંશય થઈ શકે છે. દૂરથી જોયેલા ઝાડના હૂંઠામાં પુરુષનો સંદેહ પડે છે. આ વાત જ સાબિત કરે છે કે હૂંઠા અને પુરુષ જેવી વસ્તુ જગતમાં જરૂર વિદ્યમાન છે. જો પુરુષ જેવું દ્રવ્ય જગતમાં કશે પણ વિદ્યમાન ન હોત તો ઠૂંઠામાં પુરુષનો સંદેહ થાત જ નહીં. એ જ રીતે શરીરમાં આત્મા છે કે નહીં' એવો સંદેહ થાય છે એ જ બતાવી આપે છે કે આત્મા જેવી કોઈ સ્વતંત્ર વસ્તુ જરૂર છે. ટૂંઠું-પુરુષ વગેરેની જેમ આત્મા સંશયનો વિષય હોવાથી આત્માની સિદ્ધિ થાય છે. આત્મા સંબંધી સંશય થાય છે, તેથી આત્મા અવશ્ય વિદ્યમાન છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે ટૂંઠું-પુરુષવિષયક સંદેહસ્થળમાં ઉક્ત બે વસ્તુમાંથી માત્ર એક જ વિદ્યમાન હોય છે, બન્ને વિદ્યમાન નથી હોતી. સંશયના વિષયમાં આવેલાં હૂંઠા અને પુરુષમાંથી કોઈ પણ એક વિદ્યમાન છે, તેથી જે વિષયમાં સંશય હોય છે ત્યાં સંશયની વિષયભૂત બે વસ્તુમાંથી માત્ર એક જ વિદ્યમાન હોય છે. તો પછી એમ કેમ કહેવામાં આવે છે કે જે સંશયનો જે વિષય હોય છે તે વિદ્યમાન હોય જ છે? આનો ઉત્તર એ છે કે જેનો સંશય થાય છે તે વસ્તુ વિદ્યમાન હોય જ છે' - એનો અર્થ એમ નથી થતો કે જ્યાં જે વિષે સંદેહ હોય ત્યાં જ તે વિદ્યમાન હોવી જોઈએ. એનો અર્થ તો એટલો જ થાય છે કે સંશયની વિષયભૂત વસ્તુ આ જગતમાં કશે પણ વિદ્યમાન અવશ્ય હોય છે. સંશયવાળી વસ્તુનો સર્વથા અભાવ હોતો નથી. કોઈ પણ જગ્યાએ તે ચીજ અવશ્ય હયાત હોય છે. જીવ વિષે સંદેહ થાય છે, માટે જીવ અવશ્ય વિદ્યમાન છે. જીવનો સંશય વિદ્યમાન હોવાથી લોકમાં જીવ છે એવી સિદ્ધિ થાય છે. અન્યથા તે વિષે સંશય થાય જ નહીં. કોઈ પણ અવિદ્યમાન - અભાવાત્મક પદાર્થમાં શંકા થઈ શકતી જ નથી; જેમ છઠ્ઠા ભૂત વિષે ક્યારે પણ કોઈને શંકા નથી Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન થતી તેમ. અહીં એમ તર્ક થઈ શકે કે સંશયભૂત પદાર્થ અવશ્ય વિદ્યમાન હોય તો કેટલાકને ગધેડાના શીંગડા વિષે પણ સંશય થતો હોવાથી ગધેડાનું શીંગડું પણ વિદ્યમાન માનવું પડશે. જગતમાં ગધેડાને શીંગડું છે કે નહીં' એવો સંશય થાય છે એટલે એ સંદેહનો વિષય ગધેડાનું શીંગડું, જગતમાં અસ્તિત્વ ધરાવે છે એમ સિદ્ધ થઈ જશે. પરંતુ ગધેડાના શીંગડા વિષે સંશય થઈ શક્તો હોવા છતાં ગધેડાના મસ્તક ઉપર શીંગડું હોતું નથી. આ તર્કનું સમાધાન એ છે કે સંશયની વિષયભૂત વસ્તુ સંસારમાં ગમે ત્યાં હોવી જ જોઈએ. અવિદ્યમાનમાં સંશય થાય જ નહીં એ નિયમ યથાર્થ જ છે, કારણ કે લોકમાં ગધેડાના શીંગડા વિષે સંશય થાય છે, ત્યાં ગધેડાને શીંગડું ભલે ન હોય પણ અન્યત્ર - ગાય વગેરેને શીંગડાં તો છે જ. જો જગતમાં ગધેડા કે શીંગડાનો સર્વથા અભાવ હોય તો તે વિષે સંદેહ થાય જ નહીં. લોકમાં ગધેડો અને શીંગડું એ બન્ને પદાર્થો વિદ્યમાન છે જ, માટે તે ભિન્ન ભિન્ન પદાર્થોમાં સંશય થઈ શકે છે. આ જ પ્રમાણે વિપર્યયજ્ઞાન. અર્થાત ભમજ્ઞાન માટે પણ સમજવાનું છે. વિશ્વમાં જો સર્વથા સર્પનો અભાવ જ હોય તો દોરીના ટુકડામાં સર્પનો ભ્રમ થઈ શકે જ નહીં. દોરડું અને સાપ બને જગતમાં વિદ્યમાન છે. આ ન્યાય અનુસાર શરીરમાં જો આત્માનો ભમ માનવામાં આવતો હોય તો આત્માનું અસ્તિત્વ ત્યાં નહીં તો બીજે કશે પણ માનવું તો પડશે જ. જીવનો સર્વથા અભાવ હોય તો તેનો ભ્રમ થઈ શકે નહીં. આ રીતે જીવ વિદ્યમાન છે તેથી જ તે વિષે શંકા થાય છે. જો જીવ જેવો કોઈ પદાર્થ વિદ્યમાન જ ન હોત તો તે વિષે શંકા થાય જ નહીં. જે વસ્તુ વિદ્યમાન હોય તેનો જ સંશય થઈ શકે છે, તેથી જીવના સંશયથી જ જીવની સિદ્ધિ થાય છે. અસ્તિત્વ ધરાવતા સત્પદાર્થો વિષે જ સંશય થતો હોવાથી સંશયનો વિષય એવો જીવ સત્ છે.' (૨) નિષેધપ્રમાણ – નિષેધ દ્વારા પણ આત્માની સિદ્ધિ થાય છે. માટે છે નહિ આતમા” એમ કહીને શિષ્ય જ્યાં આત્માનો નિષેધ કર્યો ત્યાં જ આત્માનું અસ્તિત્વ સિદ્ધ થઈ જાય છે. “જીવ નથી' એમ કહેતાં જ જીવનું અસ્તિત્વ સિદ્ધ થઈ જાય છે, કારણ કે સત્પદાર્થનો જ નિષેધ થઈ શકે છે. અભાવાત્મક પદાર્થનો નિષેધ કરી શકાતો નથી, એવો નિયમ છે કે જેનો નિષેધ થાય છે તે વિશ્વમાં ક્યાંક તો વિદ્યમાન હોય જ ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્રની આચાર્યશ્રી અકલંકદેવકૃત ટીકા, ‘તત્ત્વાર્થવાર્તિકમ્', અધ્યાય ૨, સૂત્ર ૮ની ટીકા 'सत्यपि संशये तदालम्बनात्मसिद्धिः । न हि अवस्तुविषयः संशयो भवति ।' Page #272 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૮ ૨૩૯ છે અને જે સર્વથા અવિદ્યમાન હોય તેનો નિષેધ થઈ શકતો નથી. આત્મા અસત્પદાર્થ હોય તો તેનો નિષેધ ન થાય. જો જીવ સર્વથા હોય જ નહીં તો ‘જીવ નથી' એવો પ્રયોગ જ થાય નહીં. જેમ દુનિયામાં જો ઘડો કશે પણ ન જ હોય તો ‘ઘડો નથી' એવો પ્રયોગ ન થાય; તેમ જીવ જો સર્વથા ન હોય તો ‘જીવ નથી' એવો પણ પ્રયોગ ન થાય. જેમ ‘ઘડો નથી' એમ કહેવામાં આવે છે ત્યારે ઘડો ત્યાં ન પણ હોય, પરંતુ તે અન્યત્ર અવશ્ય હોય છે; તેમ ‘જીવ નથી' એમ કહેવામાં આવે ત્યારે ત્યાં નહીં તો અન્યત્ર જીવનું અસ્તિત્વ અવશ્ય માનવું ઘટે છે. આત્માનો સર્વથા અભાવ નથી. ‘નથી' શબ્દનો અર્થ ‘સર્વથા અભાવ' એવો નથી થતો. ‘નથી' શબ્દ પદાર્થની સર્વથા વિદ્યમાનતાની ના પાડી શકતો નથી. જે વસ્તુ સર્વથા નથી હોતી તેના વિષે નિષેધ પણ કરી શકાતો નથી, તેને માટે ‘નથી' એમ પણ કહી શકાતું નથી. ત્રણે કાળમાં જે પદાર્થ અવિદ્યમાન હોય તો તેના માટે નિષેધનો વ્યવહાર પણ નથી કરવામાં આવતો. અસત્નો નિષેધ થઈ શકતો નથી. જીવનો નિષેધ કરવામાં આવે છે, માટે તેનું અસ્તિત્વ માનવું ઘટે છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે ‘ગધેડાને શીંગડું નથી' એમ તો કહેવાય છે, તો પછી એમ કેમ કહી શકાય કે જેનું અસ્તિત્વ ન હોય તેને વિષે નથી' એવો પ્રયોગ નથી થતો? વળી, જેની સાથે નથી' શબ્દનો પ્રયોગ થાય છે તેનું અવશ્ય અસ્તિત્વ હોય છે એમ કહેવામાં આવ્યું છે. તો ગધેડાના શીંગડાનું પણ અસ્તિત્વ માનવું પડશે, કારણ કે ‘ગધેડાને શીંગડું નથી' એવો પ્રયોગ તો થાય છે. ‘ગધેડાને શીંગડું નથી' એમ કહેતાં નિષેધનો વિષય ગધેડાનું શીંગડું જગતમાં હસ્તી ધરાવે છે એમ સાબિત થઈ જશે. આનો ઉત્તર એ છે કે ગધેડાને શીંગડું નથી' એનો અર્થ એ જ છે કે ગધેડાના માથે શિંગડાનો સમવાય નથી. ‘ગધેડાનું શીંગડું' એ નિષેધનો વિષય નથી, પરંતુ ‘ગધેડાને માથે શીંગડાનો સમવાય’ એ નિષેધનો વિષય છે. આમ, આ નિષેધનો વિષય શીંગડાનો સમવાય બને છે. શીંગડાના સમવાયનો નિષેધ છે અને એ નિષેધનો વિષય શીંગડાનો સમવાય જગતમાં ગાય વગેરેના માથે પ્રસિદ્ધ જ છે, તેથી એ વાત નક્કી થાય છે કે સત્નો જ નિષેધ થાય છે, અસત્નો નિષેધ થતો નથી. માત્ર વસ્તુના સમવાયાદિ સંબંધનો જ નિષેધ થાય છે. વાસ્તવમાં નિષેધથી વસ્તુના સર્વથા અભાવનું પ્રતિપાદન નથી થતું, પણ તેના સમવાયાદિના અભાવનું પ્રતિપાદન થાય છે. અવિદ્યમાન પદાર્થનો કોઈ પણ નિષેધ કરી શકતું નથી. લોકમાં તથા શાસ્ત્રોમાં સમવાયાદિનો જ નિષેધ થાય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ‘અધ્યાત્મસારમાં કહે છે કે પદાર્થોના સંયોગ, સમવાય, સામાન્ય Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન અને વિશેષનો જ નિષેધ કરાય છે, પણ સર્વથા તે પદાર્થોનો નિષેધ કરાતો નથી. ૧ નિષેધ ચાર પ્રકારે થઈ શકે છે તે આ પ્રમાણે i) સંયોગ નિષેધ સંયોગનો એટલે કે જીવ, ઘટ વગેરે વસ્તુના વિવક્ષિત સ્થાનના સંબંધનો જ નિષેધ કરાય છે, જેમ કે ‘દેવદત્ત ઘરે નથી’ એમ કહેતાં દેવદત્તનો ઘરની સાથેના સંબંધનો નિષેધ કર્યો છે, પણ દેવદત્તનો અથવા ઘરનો નિષેધ કર્યો નથી. ‘ઘરમાં દેવદત્ત નથી' એમ કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે દેવદત્ત અને ઘર બન્ને વિદ્યમાન છતાં બન્નેનો સંયોગ નથી. દેવદત્તના કે ઘરના અભાવનું પ્રતિપાદન નથી થતું, પણ અન્યત્ર વિદ્યમાન એવા દેવદત્તનો ઘર સાથે સંયોગ નથી એટલું જ બતાવવું અભિપ્રેત હોય છે. - ii) સમવાય નિષેધ સમવાયનો એટલે કે સંહતિનો જ નિષેધ કરાય છે, જેમ કે ‘ગધેડાના મસ્તક ૫૨ શીંગડું નથી' એમ કહેતાં સમવાયનો નિષેધ કર્યો છે, પણ ગધેડાનું મસ્તક અથવા શીંગડું એ પ્રત્યેકનો નિષેધ કર્યો નથી. ગધેડાને શીંગડું નથી’ એમ કહેવાનું તાત્પર્ય એ છે કે ગધેડો અને શીંગડું એ બન્ને પદાર્થો પોતપોતાને સ્થાને વિદ્યમાન છતાં એ બન્નેનો સમવાય નથી. ગધેડો પણ છે અને શીંગડું પણ છે, પરંતુ ગધેડાને શીંગડું નથી એટલે કે ગધેડા અને શીંગડાનો સમવાય નથી. iii) સામાન્ય નિષેધ સામાન્યનો એટલે સમાન ભાવનો નિષેધ કરાય છે, જેમ કે ‘બીજો ચંદ્ર નથી. એમ કહેતાં ચંદ્રનો સર્વથા નિષેધ કરાયો નથી, પરંતુ વિદ્યમાન એક ચંદ્ર સિવાય બીજા ચંદ્રનો નિષેધ કર્યો છે. અહીં સમાનતાનો નિષેધ છે. ચંદ્ર નથી એમ અર્થ નથી, પણ માત્ર એક જ ચંદ્ર છે એમ અભિપ્રેત છે. વિદ્યમાન ચંદ્ર સિવાય બીજો ચંદ્ર હોવાનો નિષેધ થાય છે, નહીં કે ચંદ્રનો સર્વથા નિષેધ થાય છે. 1 iv) વિશેષ નિષેધ વિશેષનો એટલે વિશિષ્ટતાનો નિષેધ કરાય છે, જેમ કે ઘડા જેવડાં મોતી હોતાં નથી' એમ કહેતાં ઘડા જેવડાં એ વિશેષણયુક્ત મોતીનો નિષેધ કર્યો છે, પણ ઘડાનો કે મોતીનો એ બન્ને પૃથક્ પૃથક્ પદાર્થોનો નિષેધ કર્યો નથી. ઘડાનો કે મોતીનો સર્વથા નિષેધ અભિપ્રેત નથી, પણ ઘટના પરિમાણરૂપ વિશેષનો અભાવ મોતીમાં છે એટલું જ પ્રતિપાદિત કરવું અભિપ્રેત છે. ઘડો પણ છે અને મોતી પણ છે. બન્નેનું અસ્તિત્વ છે, બન્નેની સત્તા છે; પરંતુ મોતી હોવા છતાં મોતી ધડા જેવડાં મોટાં નથી, એટલે બન્ને જગતમાં હોવા છતાં પણ વિશેષનો નિષેધ છે. એટલે ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર’, પ્રબંધ ૪, શ્લોક ૮૬ 'संयोगः समवायश्च सामान्यं च विशिष्टता । निषिध्यते पदार्थानां त एवं नतु सर्वथा ।। ' Page #274 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૮ ૨૪૧ કહેવાય છે કે ઘડા જેવડાં મોતી હોતાં નથી. આ પ્રમાણે સંયોગ, સમવાય, સામાન્ય અને વિશેષમાંથી ક્વચિત્ કોઈકનો નિષેધ કરાય છે. સંયોગાદિનો જ નિષેધ થાય છે, પણ પદાર્થનો જ સર્વથા અભાવ કહેવાતો નથી. જે પદાર્થ અસ્તિત્વ ધરાવે છે તે જ પદાર્થના સંયોગાદિના નિષેધનો વ્યવહાર કરી શકાય. જેમ કે ઘડો નથી, પૈસા નથી વગેરે વ્યવહારો વિદ્યમાન વસ્તુના નિષેધવાચી વાક્યો છે. અત્યારે ઘરમાં ઘડો નથી’, ‘અત્યારે મારી પાસે પૈસા નથી’ એ વાત બરાબર છે; પણ સંસારમાં ઘડો, પૈસા જેવી વસ્તુ હસ્તી તો ધરાવે જ છે અને તો જ તેનો પ્રસંગવશાત્ નિષેધ કરી શકાય છે. તે જ પ્રમાણે જેની સત્તા વિદ્યમાન છે એવા આત્મપદાર્થના સંયોગાદિનો નિષેધ કરી શકાય છે. ‘આત્મા નથી' એમાં આત્માનો સર્વથા અભાવ અભિપ્રેત નથી, પણ તેના સંયોગાદિનો જ નિષેધ અભિપ્રેત છે. ‘આત્મા ઇન્દ્રિયગ્રાહ્ય નથી' એમ કહેતાં ઇન્દ્રિયો વડે સાધતાનો જ નિષેધ છે, આત્માનો નિષેધ નથી. ‘શરીરમાં જીવ નથી’ એનો અર્થ એ નથી કે જીવનો સર્વથા નિષેધ છે - વિશ્વમાં કશે પણ જીવ હોવાનો નિષેધ છે. શરીરમાં જીવનો સંયોગ સંબંધ નથી, પણ જીવ શરીર સિવાય બીજે કશેક તો જરૂર છે એટલો જ એનો અર્થ છે. ‘દેહમાં આત્મા નથી' એ વાક્ય આત્માનો નિષેધ સાબિત ન કરતાં દેહમાં આત્મસંયોગનો જ નિષેધ કરે છે અને તેથી અન્યત્ર ક્યાંક તો આત્માનું અસ્તિત્વ સિદ્ધ થઈ જ જાય છે. આત્મા હોય તો જ એ પ્રકારનો વ્યવહાર થાય છે. આવા વ્યવહારથી આત્માનો સર્વથા અભાવ સિદ્ધ નથી થતો, પરંતુ શરીર સાથેના તેના સંયોગ સંબંધનો નિષેધ સિદ્ધ થાય છે. આમ, વસ્તુતઃ વિદ્યમાનપણે વસ્તુનો સર્વથા નિષેધ નથી થતો, કિંતુ તે વસ્તુના સંયોગ, સમવાય, સામાન્ય કે વિશેષનો જ નિષેધ થાય છે. ‘નથી’ શબ્દ વિષે આ વિચાર કરવા યોગ્ય છે, જેથી વસ્તુનું વાસ્તવિક જ્ઞાન થાય. કોઈ એમ પ્રશ્ન કરે કે આ વાતને માનીને જ એમ કહેવામાં આવે કે શરીરમાં જીવ નથી, તો શું ખોટું છે? શરીરમાં અવિદ્યમાન એવા જીવનો જ અમે નિષેધ કરીએ છીએ, શરીરમાં પણ જીવ માનવાની બાબતમાં જ વાંધો છે. આનો ઉત્તર એ છે કે આમ કહેતાં જીવના અસ્તિત્વની સ્વીકૃતિ થઈ જાય છે અને મૂળ ઉદ્દેશ જીવનું અસ્તિત્વ સિદ્ધ કરવાનો જ છે. જીવનું અસ્તિત્વ જો સિદ્ધ થતું હોય તો પછી તેનો આશ્રય પણ સ્વતઃ સિદ્ધ થઈ જ જશે, કારણ કે તે નિરાશ્રય તો હોઈ ન શકે. પ્રશ્નકર્તાએ શરીરમાં જીવનો નિષેધ કર્યો, તેથી તેની વિદ્યમાનતા તો ઉક્ત નિયમથી સિદ્ધ થઈ જ ગઈ. હવે તે વસ્તુતઃ શરીરમાં છે કે નહીં એ વિચારવાનું રહે છે. જીવિત શરીરમાં જીવનાં જ્ઞાનાદિ ચિહ્નો દેખાતાં હોવાથી જીવિત શરીરમાં જીવની ઉપસ્થિતિ માનવી ઘટે છે. શરીરમાં જીવ હોય છે ત્યાં સુધી આ જીવે છે' એવો Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન વ્યવહાર થાય છે, પણ શરીરથી જીવનો સંબંધ છૂટી જાય છે ત્યારે આ મરી ગયો' એવો વ્યવહાર થાય છે. આવો વ્યવહાર શરીરને જ જીવ માનવામાં આવે તો ઘટી શકે નહીં, તેથી આવા વ્યવહારના આધારે સ્વતંત્ર આત્માની સિદ્ધિ થાય છે. આમ, તર્કના નિયમ અનુસાર વિશ્વમાં જે પદાર્થનું અસ્તિત્વ હોય તેનો જ નિષેધ કરી શકાય. જે જે પદાર્થનો નિષેધ કરાય છે તે તે પદાર્થ જગતમાં હોય જ, અસત્પદાર્થનો નિષેધ નથી થતો. જે કોઈ પણ પદાર્થ માટે ‘નથી’ એમ બોલાય ત્યારે પ્રથમ તો પદાર્થનું અસ્તિત્વ સાબિત થઈ જ જાય છે. માત્ર ક્ષેત્ર, કાળ આદિથી ‘અહીં વિદ્યમાન નથી', ‘હમણાં વિદ્યમાન નથી' એમ નિષેધ કરવામાં આવે છે. તદનુસાર આત્મા સત્ છે, માટે જ ‘આત્મા નથી' એમ બોલી શકાય છે. ‘આત્મા નથી' એમ કહેતાં જ આત્માનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. ‘આત્મા નથી' એ વાક્યમાં જેનો નિષેધ કરવામાં આવે છે એવો આત્મા નામનો પદાર્થ સત્ છે, તેનું અસ્તિત્વ છે; માત્ર મૃત્યુ આદિના પ્રસંગવશાત્ સંયોગાદિ સંબંધ નથી એમ જાણવા યોગ્ય છે. આ રીતે ‘આત્મા નથી' એ વાક્યપ્રયોગ જ આત્માના અસ્તિત્વને સિદ્ધ કરે છે. જીવના નિષેધથી જીવની સિદ્ધિ થાય છે. નિષેધ પ્રમાણથી આત્માનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. (૩) પ્રતિપક્ષી શબ્દ પ્રતિપક્ષી શબ્દ દ્વારા પણ આત્માની સિદ્ધિ થાય છે. ભાષાકીય વ્યવહારમાં અનેક શબ્દો છે. તે શબ્દોનો પ્રતિપક્ષી વિરોધી શબ્દ હોય છે. જેમ કે ઘટનો પ્રતિપક્ષી શબ્દ અઘટ છે. આવા પ્રતિપક્ષી વિરોધી શબ્દ સત્ વિદ્યમાન પદાર્થના જ હોય છે. સત્પદાર્થનો જ પ્રતિપક્ષી શબ્દ શબ્દથી પણ વસ્તુની સિદ્ધિ થાય છે. છે. ઘટનો પ્રતિપક્ષ અઘટ શબ્દ છે, જે હોઈ શકે છે, એટલે પ્રતિપક્ષી પ્રતિપક્ષી શબ્દ વસ્તુના અસ્તિત્વને સાબિત કરે ઘટના અસ્તિત્વની સાબિતી છે. ઘટનો વિરોધી શબ્દ અઘટ છે, તેમ જીવનો વિરોધી શબ્દ અજીવ છે. અઘટ શબ્દ જેમ ઘટને સિદ્ધ કરે છે, તે જ પ્રમાણે અજીવ શબ્દ પણ જીવને સિદ્ધ કરે છે. અજીવ શબ્દ જીવના અસ્તિત્વને સાબિત કરે છે. જો જીવ અસત્ જ હોય તો તેનો નિષેધ અજીવ એવા શબ્દથી સૂચિત કરી શકાય જ નહીં. જો જીવ જેવો પદાર્થ દુનિયામાં હોય જ નહીં તો આ અજીવ છે' એમ કદી પણ બોલી શકાય નહીં, માટે આ અજીવ શબ્દ જીવની વિદ્યમાનતા સિદ્ધ કરે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ‘અધ્યાત્મસા’માં કહે છે કે સત્પદાર્થના સંયોગાદિનો જ નિષેધ કરાય છે, અસત્પદાર્થનો નિષેધ હોતો નથી, માટે અજીવ એવો શબ્દ જીવની વિદ્યમાનતા સિદ્ધ કરે છે.૧ ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર’, પ્રબંધ ૪, શ્લોક ૮૫ 'अजीव इति शब्दश्च जीवसत्तानियंत्रितः । असतो न निषेधो यत्संयोगादिनिषेधनात् । । ' - Page #276 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૮ ૨૪૩ અજીવ = અ + જીવ. આ શબ્દમાં ‘અ’ ઉપસર્ગ નિષેધના અર્થમાં જોડાયેલો છે. ‘અ’ કોનો નિષેધ કરે છે? જીવનો જ. અજીવ એટલે જીવ નહીં તે અથવા જેમાં જીવ નથી તે અજીવ. અજીવ શબ્દ પ્રચલિત છે. ઘડો, પથ્થર, મકાન, થાળી વગેરે પદાર્થોને અજીવ કહેવામાં આવે છે; એટલા માટે કે તેમાં જીવ નથી. લોકો જીવને જાણતા હોય, ઓળખતા હોય તો જ એવો વાક્યપ્રયોગ થઈ શકે કે ઘડો અજીવ છે, જીવ શબ્દ દ્વારા શું અભિપ્રેત છે એની ખબર હોય તો જ એમ કહી શકાય કે આ અજીવ છે, આમાં જીવ નથી. માણસ, ઘોડા, ગધેડા કે બકરા માટે એમ નથી કહેવામાં આવતું કે આ અજીવ છે. લોકોને સ્પષ્ટપણે ખબર છે કે જીવ કોને કહેવાય અને અજીવ કોને કહેવાય અને તેથી ભાષાકીય દૃષ્ટિએ પણ તદનુરૂપ વ્યવહાર કરવામાં આવે છે અને એ જ જીવની સિદ્ધિ કરે છે. અજીવ શબ્દ, એટલે કે લોકવાણી જ જીવના વિદ્યમાનપણાને દર્શાવે છે, જીવની સત્તા પુરવાર કરે છે. અજીવનો પ્રતિપક્ષી કોઈ પદાર્થ હોવો જ જોઈએ, કારણ કે અજીવ શબ્દમાં વ્યુત્પત્તિવાળા, શુદ્ધ (સમાસરહિત) પદનો નિષેધ થયેલો છે. જ્યાં જ્યાં વ્યુત્પત્તિવાળા શુદ્ધ પદનો નિષેધ હોય છે, ત્યાં ત્યાં તેનો પ્રતિપક્ષી પદાર્થ હોય જ છે; જેમ ‘અઘટ’નો પ્રતિપક્ષી ‘ઘટ’ વિદ્યમાન છે. ‘અઘટ’ પદમાં ‘ઘટ' એવા વ્યુત્પત્તિવાળા શુદ્ધ પદનો નિષેધ થયેલો છે, તેથી ‘અઘટ'નો વિરોધી ‘ઘટ’ અવશ્ય વિદ્યમાન છે. જેનો પ્રતિપક્ષી વિદ્યમાન નથી હોતો, તે પદમાં વ્યુત્પત્તિવાળા શુદ્ધ પદનો નિષેધ પણ નથી હોતો; જેમ કે અખરવિષાણ કે અડિત્ય (ડિત્ય એટલે લાકડાનો હાથી) પદ. આમાં ખવિષાણ (ગધેડાના શીંગડા) એ શુદ્ધ પદ નથી, કારણ કે તે સામાસિક શબ્દ છે અને ડિત્ય એ વ્યુત્પત્તિવાળો શબ્દ નથી. આથી ખરવિષાણ કે અડિત્યને વ્યુત્પત્તિવાળાં શુદ્ધ પદ કહી શકાય નહીં; એટલે અખરવિષાણનું વિરોધી ખરવિષાણ અને અડિત્યનું વિરોધી ડિત્ય એ બન્નેની વિદ્યમાનતા હોવી આવશ્યક નથી, પણ અજીવ શબ્દમાં તો તેમ નથી. અજીવમાં તો વ્યુત્પત્તિવાળા શુદ્ધ પદ ‘જીવ'નો નિષેધ થયેલો છે, તેથી જીવનું અસ્તિત્વ અવશ્ય છે. જીવનો અભાવ નથી. અજીવના પ્રતિપક્ષીરૂપે જીવની સિદ્ધિ થાય છે. આમ, અજીવ શબ્દ જીવનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. પ્રતિપક્ષી શબ્દ દ્વારા પણ આત્માની સિદ્ધિ થાય છે.૧ (૪) વાચ્ય-વાચક સંબંધ વાચ્ય-વાચક સંબંધથી પણ આત્માની સિદ્ધિ થાય છે. વિશ્વમાં વસ્તુ એ વાચ્ય અને તેના વાચક એ શબ્દ છે. વાચક શબ્દના આધારે વાચ્ય ૧- જુઓ : આચાર્યશ્રી જિનભદ્રજીવૃત, વિશેષાવશ્યકભાષ્ય', ગાથા ૧૫૭૩ 'अस्थि अजीवविवक्खो पडिसेधातो घडोऽघडस्सेव । णत्थि घडोत्ति व जीवत्थित्तपरो णत्थिसद्दोऽयं । । ' — Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન વસ્તુનો વ્યવહાર થાય છે, એટલે વસ્તુ અને શબ્દની વચ્ચે વાચ્ય-વાચક સંબંધ કહેવાય છે. સંસારમાં વસ્તુઓ અગણિત છે અને તેથી તેના વાચક શબ્દો પણ ગણતરીની મર્યાદાની બહાર છે. જગતમાં એક પણ વસ્તુ એવી નથી કે જેનો વાચક કોઈ શબ્દ જ ન હોય. કદાચ એ સંભવ છે કે તેના વાચક શબ્દની જાણ ન હોય, તે શબ્દ સ્મૃતિમાં ન હોય; પરંતુ વસ્તુ હોય અને તેનો વાચક શબ્દ જ ન હોય એવું સંભવિત નથી અને એ જ પ્રમાણે શબ્દો હોય અને વસ્તુ ન હોય એ પણ સંભવિત નથી. વસ્તુ હોય તો નામ હોય જ છે અને નામ હોય તો વસ્તુ હોય જ છે. હવે જો આત્મા, જીવ આદિ શબ્દો પ્રચલિત છે, પ્રસિદ્ધ છે તો તેનાથી વાચ્ય કોઈ આત્મા નામનો પદાર્થ અસ્તિત્વ જ ન ધરાવતો હોય એવું કઈ રીતે બને? આત્મા નામના પદાર્થની સત્તા જ ન હોય અને છતાં તેને માટે શબ્દો વ્યવહારમાં પ્રચલિત હોય એ બની શકે નહીં. આત્માદિ શબ્દોથી વાચ્ય પદાર્થ નજરે નથી દેખાતો એ જુદી વાત છે, પરંતુ દેખાતું નથી એટલે છે જ નહીં એ ન્યાય કઈ રીતે સાચો કહેવાય? અંધ માણસ એમ કહે ‘મને દુનિયા નથી દેખાતી, એટલે હું દુનિયાનું અસ્તિત્વ માનતો જ નથી', તો એ ન્યાય સાચો નથી. માટે આત્મા, જીવ શબ્દોથી વાચ્ય પદાર્થનું વિદ્યમાનપણું માનવું ઘટે છે. ‘જીવ' પદ એ વ્યાકરણશાસ્ત્રના નિયમ પ્રમાણે શુદ્ધ પદ છે અને વ્યુત્પત્તિવાળું છે; તેથી તે સાર્થક છે, અર્થાત્ તેનો વાચ્યાર્થ જગતમાં વિદ્યમાન છે. એવો એક નિયમ છે કે કોઈ પણ પદ જો શુદ્ધ અને વ્યુત્પત્તિવાળું હોય તો તે પદનો અર્થ જગતમાં અવશ્ય હોય છે. જેમ કે ઘટ એ શુદ્ધ પદ છે, કારણ કે તે સામાસિક પદ નથી. વળી, આ ઘટ પદ વ્યુત્પત્તિવાળું પણ છે. ઘટતે ચેષ્ટતે નાદાનિવાર્યેષુ કૃતિ ઘટઃ એવી તેની વ્યુત્પત્તિ પ્રસિદ્ધ છે. આમ, ઘટ પદ શુદ્ધ અને વ્યુત્પત્તિવાળું છે, માટે ઘટ પદથી વાચ્ય અર્થ જે ઘટ પદાર્થ, તે જગતમાં જરૂર વિદ્યમાન છે. આ જ રીતે જીવ પદ પણ સામાસિક પદ ન હોવાથી જીવ શબ્દ સમાસસંયોગરહિત છે, એટલે તે શુદ્ધ પદ છે. આકાશપુષ્પ વગેરે શબ્દો સમાસવાળા હોવાથી અશુદ્ધ છે, પરંતુ જીવ શબ્દ તેવો નથી. વળી, વ્યુત્પત્તિવાળો પણ છે, એટલે કે તે શબ્દના અર્થનું જ્ઞાન ઉત્પન્ન કરનાર પણ છે. સખીવત્ નીતિ નીવિષ્યતિ' એવી તેની વ્યુત્પત્તિ થાય છે. જે જીવ્યો, જીવે અને જીવશે તે જીવ કહેવાય છે એ રીતે તેની વ્યુત્પત્તિ થાય છે, માટે તે શબ્દ સાર્થક છે. પોતાના વાચ્ય અર્થની સાથે વર્તે છે તેથી ૧- જુઓ : આચાર્યશ્રી મલ્લિ`ણસૂરિજીકૃત, ‘સ્યાદ્વાદ મંજરી', શ્લોક ૧૭ની ટીકા ' तथा, अस्त्यात्मा, असमस्तपर्यायवाच्यत्वात् । यो योऽसाङ्केतिकशुद्धपर्यायवाच्यः, स सोऽस्तित्वं ૬ વ્યભિષરતિ, યથા ઘટાવિઃ ।' Page #278 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૮ ૨૪૫ તે સાર્થક છે. તે પોતાના અર્થનો બોધ કરનાર, એટલે કે શબ્દની શક્તિને પ્રકાશનાર છે. આમ, ‘જીવ' પદ એ ‘ઘટ’ પદની જેમ વ્યુત્પત્તિવાળું શુદ્ધ પદ હોવાથી સાર્થક છે. જીવ પદથી વાચ્ય અર્થ જીવ પદાર્થ જગતમાં અવશ્ય છે. ‘ખરવિષાણ’ પદ વ્યુત્પત્તિવાળું હોવા છતાં સામાસિક હોવાથી શુદ્ધ નથી, એટલે તેનાથી વાચ્ય એવું ગધેડાનું શીંગડું જગતમાં નથી મળતું. ડિત્ય વગેરે પદો સામાસિક પદ ન હોવાથી ભલે શુદ્ધ છે, પરંતુ તેની કોઈ વ્યુત્પત્તિ થતી નથી. આ યાદચ્છિક પદો કહેવાય છે, માટે ડિત્યાદિ પદથી વાચ્ય કોઈ અર્થ નથી મળતો. ખરિવષાણ કે ડિત્ય આદિ પદ શુદ્ધ પદ ન હોવાના કારણે તે પદ સાર્થક નથી. જે શુદ્ધ અને વ્યુત્પત્તિવાળું પદ હોય તેનો જ અર્થ વિદ્યમાન હોય છે. જીવ પદ તેવું જ છે, માટે તેનાથી વાચ્ય અર્થનું અસ્તિત્વ સિદ્ધ થઈ જાય છે. જીવ શબ્દ કોઈ પણ બીજા શબ્દ સાથેના સમાસ વડે બનેલો નથી અને તેની વ્યુત્પત્તિ પણ થઈ શકે છે, માટે જીવ છે એમ સિદ્ધ થાય છે. અહીં કોઈ એમ તર્ક કરી શકે કે જીવથી વાચ્ય જે અર્થ છે તે શરીર જ છે. તે સિવાય બીજો કોઈ પદાર્થ નથી. શરીર જ ‘જીવ’પદનો અર્થ છે, તેનાથી ભિન્ન બીજી કોઈ વસ્તુનો અર્થ ‘જીવ' થતો નથી. જીવ શબ્દ શરીર માટે જ વપરાય છે. આનું સમાધાન એ છે કે ‘જીવ' પદનો અર્થ એટલે વાચ્ય પદાર્થ શરીર ધટી ન શકે, કારણ કે જો શરીર જ જીવ હોય તો શરીર અને જીવ એ બન્ને પર્યાયવાચી શબ્દો કહેવામાં આવત; પણ એમ તો છે નહીં. શરીરના પર્યાયવાચી શબ્દોમાં જીવ શબ્દ આવતો નથી. જીવના પર્યાયવાચી શબ્દોમાં શરીર શબ્દ આવતો નથી. શરીર એ જીવ પદનો અર્થ નથી, કેમ કે જીવ શબ્દના પર્યાયશબ્દો શરી૨ શબ્દના પર્યાયશબ્દોથી જુદા છે. જીવ અને શરીરના પર્યાયશબ્દોમાં ભેદ હોવાથી જીવ પદનો અર્થ શરીર થઈ શકતો નથી. જે શબ્દોની પર્યાયોમાં ભેદ હોય તે શબ્દોના અર્થમાં પણ ભેદ હોય છે. ઘટ શબ્દ અને આકાશ શબ્દની પર્યાયો જુદી જુદી છે, તો તે બન્ને શબ્દોના અર્થ પણ જુદા છે. જીવ અને શરીરની પર્યાયો પણ જુદી છે. જીવ પદની પર્યાયો જંતુ, પ્રાણી, આત્મા, શરીરી, તનુમાન, ચેતન, ચૈતન્ય આદિ શબ્દો છે; જ્યારે શરીર પદની પર્યાયો દેહ, તનુ, વધુ, કાયા આદિ શબ્દો છે. આમ, પર્યાયોનો ભેદ છતાં પણ જો અર્થમાં અભેદ હોય તો સંસારમાં વસ્તુભેદ જ નહીં રહે; બધું એક જ રૂપ માનવું પડશે. આ પ્રમાણે જીવ શબ્દનો અર્થ શરીર થઈ શકતો નથી. જીવતત્ત્વ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું નથી એ મંતવ્ય બરાબર નથી. જીવ અને શરીર શબ્દના પર્યાયભેદે સ્વતંત્ર જીવની સિદ્ધિ થાય છે. જીવ શરીરનો સહચારી છે અને શરીરમાં અવસ્થિત પણ છે, પરંતુ જીવ અને Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન શરીર જુદાં જ છે. જો તેમ ન હોય તો જીવ ચાલ્યો ગયો, હવે શરીરને બાળી મૂકો' આવો શબ્દપ્રયોગ લોકો કરે છે તે ન સંભવે. વળી, શરીર અને જીવનાં લક્ષણો પણ જુદાં છે. આથી શરીર એ જ જીવ કેમ સંભવે? તે બન્નેને જુદાં જ માનવાં જોઈએ. શરીર જડ છે અને આત્મા જ્ઞાનગુણયુક્ત છે, તેથી લક્ષણભેદે બન્ને ભિન્ન સિદ્ધ થાય છે. આમ, જીવ શબ્દ આત્માને સાબિત કરે છે. ઇટાદિ શબ્દની જેમ જીવ એવું પદ શુદ્ધ છે અને વ્યુત્પત્તિવાળું પણ છે, તેથી તે સાર્થક છે અને જીવ શબ્દનો અર્થ શરીર થઈ શકતો નથી, કેમ કે શરીરના પર્યાય શબ્દોમાં જીવ નથી. ૧ આમ, આત્માના અસ્તિત્વ વિષેના સમાધાનની અંતિમ ગાથામાં શ્રીગુરુ કહે છે કે આત્માના અસ્તિત્વ વિષે શંકા આત્મા પોતે કરે છે. સંશય એ જ્ઞાનરૂપ છે અને જ્ઞાન આત્માને વિષે જ હોય, શરીરને વિષે હોતું નથી; કેમ કે મૃતક શરીરમાં તે જોવામાં આવતું નથી, તેથી આત્મા જ આત્મા વિષે શંકા કરે છે. સંશયકર્તારૂપે તથા સંશયની વિષયભૂત વસ્તુરૂપે આત્માની સિદ્ધિ થતાં આત્માના અસ્તિત્વ સંબંધી શંકાનો કોઈ અંશ બાકી રહેતો નથી. જે શંકા કરે છે તે જ આત્મા છે, તે જણાતો નથી એ અમાપ આશ્ચર્યની વાત છે. ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે કે – શંકાનો કરનારો તે જ આત્મા છે, એ એ શંકાનો છેદ જ ઉડાવી દીએ છે અને આત્માના હોવાપણાની શંકા જ જ્યાં રદ થાય છે, ત્યાં તે શંકાની ભૂમિકા પર ઊભી થયેલી ‘મિથ્યા મોક્ષ ઉપાય' - એ આદિ ઉત્તર શંકા આપોઆપ જ રદ થાય છે - નિર્મળ થાય છે. મૂરું નાસ્તિ તો શારવા? મૂળ ન હોય તો શાખા ક્યાંથી હોય? એટલે “આત્મા છે નહીં' એ મૂળ શંકાનું “આત્મા છે' એમ સાંગોપાંગ સર્વ સમાધાન કરવામાં આવતાં, એ “અંતર શંકા તણો, સમજાવો સદુપાય' - એ હારી અંતરશંકાનો સત્ ઉપાય સમજાવી દેવામાં આવ્યો....* આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ૧- જુઓ : (૧) આચાર્યશ્રી જિનભદ્રજીકૃત, ‘વિશેષાવશ્યકભાષ્ય', ગાથા ૧૫૭૫, ૧૫૭૬ 'जीवोत्ति सत्थयमितं सुद्धत्तणतो घडाभिधाण व । जेणत्थेण सयत्थं सो जीवो अध मती होज्ज ।। अत्थो देहो च्चिय से तं णो पज्जायवयणभेतातो । णाणादिगुणो य जतो भणितो जीवो ण देहोत्ति ।।' (૨) ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૪, શ્લોક ૮૭ 'शुद्धं व्युत्पत्तिमज्जीवपदं सार्थं घटादिवत् । तदर्थश्च शरीरं नो पर्यायपदभेदतः ।।' ૨- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ. ૨૪૨ Page #280 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૮ શાથી ‘આત્માની શંકા કરે, પ્રશ્નોના ઉત્તરો, આપો તે દેનાર છે. આત્મા પોતે પ; એ સમજણ તે જો નોય તો મૃતક તે, કાં નહીં દેત જવાબ. માટે જાણે તે અને, શંકાનો કરનાર તે, તેમ કરે શંકા અહીં, પણ તે તો માને કોણ ને કેમ? સમજણ જેમ. સમજી કરે વિચાર આત્મા એ નિર્ધાર. શિષ્ટ કહે કહે તું આપ; જ નહીં, અચરજ એહ અમાપ,’1 *** ૧- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૨૮ (શ્રી ગિરધરભાઈરચિત, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૨૨૯-૨૩૨) ૨૪૭ Page #281 -------------------------------------------------------------------------- ________________ Page #282 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૨ પ્રકરણ - ૬ દ્વિતીય પદ- “આત્મા નિત્ય છે' (ગાથા ૫૯ - ૭૦) Page #283 -------------------------------------------------------------------------- ________________ Page #284 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૫૯ ના ના જ તે અસ્તિત્વના, અરે દ્ધા કરે, જ છે, અંત૨ વિ . Page #285 -------------------------------------------------------------------------- ________________ Page #286 -------------------------------------------------------------------------- ________________ ગાથા - પ૯ - સમ્યગ્દર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનકરૂપ આત્માનાં છ પદોમાંનું પ્રથમ [22] પદ આત્માનું અસ્તિત્વ', તે સંબંધીની ચર્ચા ૧૪ ગાથાઓ(૪૫-૫૮)માં ભૂમિકા પૂર્ણ થઈ, જેમાં ચાર્વાકમતના પ્રભાવથી પોતાને ઉત્પન્ન થયેલી શંકાના સમર્થનમાં શિષ્ય દલીલો રજૂ કરી હતી અને શ્રીગુરુએ તેનું સચોટ સમાધાન આપ્યું હતું. આમ, જડવાદની દલીલોનું નિરસન કરી, શ્રીગુરુએ આત્માનું હોવાપણું છે એ આત્મવાદનો મૂળ સિદ્ધાંત સિદ્ધ કર્યો. જિજ્ઞાસુ શિષ્ય શ્રીગુરુ સમક્ષ આત્માના અસ્તિત્વ સંબંધી દલીલો કરી હતી, તેનું શ્રીગુરુએ તર્કયુક્ત, પ્રમાણયુક્ત દલીલો વડે સમાધાન કરી આપ્યું હતું. શ્રીગુરુ દ્વારા પ્રાપ્ત થયેલા સમાધાન ઉપર ઊંડાણથી વિચાર કરવાથી તેની યથાર્થતા વિષે શિષ્યને ખાતરી થતાં તે કહે છે – આત્માના અસ્તિત્વના, આપે કહ્યા પ્રકાર; (ગાથા સંભવ તેનો થાય છે, અંતર કર્યો વિચાર.' (૫૯) તે આત્માના હોવાપણા વિષે આપે જે જે પ્રકાર કહ્યા તેનો અંતરમાં વિચાર અર્થ કરવાથી સંભવ થાય છે. (૫૯). વિનયવંત શિષ્ય શ્રીગુરુને કહે છે કે “આત્મા નથી' એવી મારી શંકાના ભાવાર્થ | સમાધાનરૂપે, આત્માના હોવાપણા વિષે આપે જે જે પ્રકારો પ્રકાશ્યા, આત્માના અસ્તિત્વની સિદ્ધિ જે જે પ્રકારે આપે કરી, તેના ઉપર ઊંડાણથી વિચાર કરતાં મને તે યથાર્થ જણાય છે. આત્માના અસ્તિત્વ સંબંધી જેમ આપે કહ્યું તેમ જ હોવા યોગ્ય છે એમ હવે મને નિશ્ચય થાય છે. વિચાર કરતાં મારી શંકાનું અયથાર્થપણું મને સમજાયું છે અને આત્મા છે જ' એવો સમ્યક્ નિર્ણય મારા અંતરમાં પ્રકાશિત થયો છે. આમ, આત્માના હોવાપણા વિષે શ્રીગુરુએ કરુણા કરીને જે બોધવર્ષા વરસાવી હતી, તેમાં રહેલાં રહસ્યોને શિષ્ય એકાગ્રતાથી ગ્રહણ કર્યા અને શ્રીગુરુના આશય અનુસાર પોતાની સમજણ બદલી. શ્રીગુરુની ન્યાયયુક્ત દલીલોથી આત્મા ન હોવાની શંકા ટળી ગઈ અને આત્માનું અસ્તિત્વ સંભવે છે એમ અંતરમાં દેઢ થયું. શ્રીગુરુએ આપેલ સમાધાનનો વિચાર કરતાં શિષ્યને આત્માનું અસ્તિત્વ છે એમ નિશ્ચય થયો છે, છતાં શિષ્ય અહીં પ્રામાણિકતાથી “સંભવ તેનો થાય છે' એમ કહે છે, કારણ કે શિષ્યને Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન આત્માનું અસ્તિત્વ છે એ નિશ્ચય હજી વિચારણા દ્વારા થયો છે, અનુભવથી થયો નથી. વિશેષાર્થ નાસ્તિક એવા ચાર્વાકમતના પ્રભાવથી શિષ્ય એમ માનતો હતો કે દેહથી ભિન્ન એવો કોઈ સ્વતંત્ર જ્ઞાનધારક પદાર્થ અસ્તિત્વ ધરાવતો નથી. વિચારવાન શિષ્યે પોતાની આ માન્યતાને અનુલક્ષીને આત્માના અનસ્તિત્વ વિષે તર્કયુક્ત દલીલો રજૂ કરી હતી. તેણે શ્રીગુરુ સમક્ષ આત્મતત્ત્વના અસ્તિત્વ અંગેની પોતાની શંકા પ્રદર્શિત કરી હતી અને તે શંકાના સમાધાન માટે શ્રીગુરુને વિનંતી કરી હતી. શ્રીગુરુએ તર્કબદ્ધ સમાધાન દ્વારા આત્મા અને દેહ બન્ને જુદાં છે એમ સિદ્ધ કર્યું. શિષ્ય સત્યનો પક્ષપાતી હોવાથી, સમાધાન પ્રાપ્ત થયા પછી ઊંડી વિચારણા કરે છે અને તે સમાધાન યથાર્થ જણાતાં આત્માના અસ્તિત્વ અંગેની પોતાની માન્યતા બદલે છે. માત્ર સાંભળવા-વાંચવાથી કોઈ નક્કર પરિવર્તન આવતું નથી. તે વિષય ઉપર વારંવાર વિચારણા કરવાથી, તેનું નિરંતર ઘોલન કરવાથી પરિવર્તનનો પ્રારંભ થાય છે. ચિંતન-મનનરૂપ જ્ઞાન થોડું હોય તોપણ ઘણું ફળદાયી છે અને તે વિના ગમે તેટલું શ્રવણ-વાંચન હોય તોપણ તે ફળદાયી થતું નથી. ચિંતન-મનનરૂપ જ્ઞાન સમ્યક્ દિશામાં આગળ વધવામાં મદદરૂપ બને છે. વારંવાર વિચારણા કરતાં. જ્ઞાનસંસ્કારનું નિર્માણ થાય છે અને અનાદિ વિપરીત માન્યતા ટળે છે. પથ્થરની કોઈ મોટી શિલા ઉપર જળધારા પડી રહી હોય તો તે જોતાં એમ લાગે કે પથ્થર સામે જળની શું વિસાત! પણ જો જળની ધારા એ શિલા ઉપર સતત પડ્યા કરે તો અંતે શિલાના ટુકડે ટુકડા થઈ તે રેતી બની જાય છે. એ પ્રમાણે બોધની નિરંતર વિચારણા પણ વિપરીત માન્યતાઓનો નાશ કરે છે. કેવળ શ્રવણ-વાંચનમાં આ તાકાત નથી, તેથી તે સમ્યક્ શ્રદ્ધાનનું કારણ બની શકતું નથી, માટે જ જ્ઞાનીઓ તત્ત્વવિચારણાનો દૃઢ અભ્યાસ કરવાની વારંવાર ભલામણ કરે છે. તત્ત્વની રુચિપૂર્વક ઊંડી વિચારણા કરવામાં આવે તો તે સમ્યક્ નિર્ણયનું અને સમ્યક્ પ્રતીતિનું કારણ બને છે. વારંવાર વિચારણા કરવાથી તત્ત્વનો અડગ નિશ્ચય થાય છે. જેમ જેમ વિચારણા કરવામાં આવે, તેમ તેમ તેના સંસ્કાર આત્મા ઉપર પડતા જાય છે. સંસ્કાર દૃઢ થતાં તે અચળ શ્રદ્ધારૂપે આત્મામાં સ્થાપિત થાય છે. જ્યાં વિચારણાપૂર્વકની શ્રદ્ધા નથી ત્યાં તેને ડગતાં વાર લાગતી નથી. માત્ર ઓઘસંજ્ઞાએ અથવા ગતાનુગતિકતાથી કરેલી શ્રદ્ધા લાંબો સમય ટકી શકતી નથી અથવા તો તે કાર્યકારી થઈ શકતી નથી. વિચારણાપૂર્વક કરેલી શ્રદ્ધા જ પરમાર્થમાર્ગે લાભદાયી નીવડે છે. શ્રી કાનજીસ્વામી કહે છે ‘લોકો ઓઘસંજ્ઞાથી આત્મા છે એમ બીજાના કહેવાથી હા પાડે છે; પણ પોતે શંકા કરીને તે કેમ છે, કેવડો છે, કેવો છે તેનો વિચાર કરીને કદી પ્રશ્ન પણ પૂછી Page #288 -------------------------------------------------------------------------- ________________ ગોથા-પ૯ ૨ ૫૫ શકતા નથી, જાણવા જ માગતા નથી; એના કરતાં જે વિચાર કરીને પ્રશ્ન પૂછે છે, તે યોગ્ય છે. ...... લોકો તત્ત્વની રુચિ કરે અને વિચાર, મનન કરે તો બધુંય સમજાય તેમ છે.”૧ જીવ જે કુટુંબમાં જન્મ્યો હોય છે, એના જ કુળધર્મને યથાર્થ વિચારણા કર્યા વિના તે પોતાનો ધર્મ માની લે છે. એ ધર્મ તેની સ્વતંત્ર શોધ કે પસંદગી નથી હોતી. પોતે માનેલ ધર્મ ખરેખર ધર્મ છે કે નહીં એની સ્વતંત્ર વિચારણા તેણે કરી નથી હોતી. તેના વડવાઓમાંથી જે કોઈ તે ધર્મ તરફ જાતે ખેંચાઈને આવ્યું એ તેમની સ્વતંત્ર પસંદગી હતી, પણ તેના માટે હવે એ કુળધર્મ થઈ જાય છે કે આ કુટુંબમાં પેદા થયા, માટે આમ આમ માનવું અને આમ આમ કરવું. કુળધર્મ હોવાના કારણે તે તેને પકડી રાખે છે, પણ તેના સિદ્ધાંતનાં રહસ્યો સમજવા તે પ્રયત્ન કરતો નથી. તે વિચાર કરીને તેનો નિશ્ચય કરતો નથી. તે પોતાની દિશા પોતાની જાતે નક્કી કરતો નથી. પિતા આત્માનાં અસ્તિત્વાદિને માનતા હતા, માટે જો દીકરો આત્માનાં અસ્તિત્વાદિને માનતો હોય તો તે શ્રદ્ધા નિર્બળ હોય છે, કારણ કે એ વિચારણાપૂર્વકનો નિર્ણય નથી. તેનો નિર્ણય સ્વતંત્ર રીતે લીધેલો નથી, વિચારપૂર્વકનો નથી, તેથી તેના માનેલા મતથી વિરુદ્ધ મત તેની સામે આવતાં તે તેની સામે ટકી શકતો નથી. વિચાર વિનાની શ્રદ્ધા દઢ નથી હોતી. કેટલાક લોકો વિચારહીન અવસ્થામાં જીવે છે. તેઓ વિચાર જ નથી કરતા. તેઓ પરીક્ષા કર્યા વિના નિર્ણય કરે છે. આવી વિચારહીનતા એ મૂઢતા છે. વિચારશીલા વ્યક્તિ પરીક્ષા કરી બરાબર નિર્ણય કરે છે. તે વિચાર કરતો હોવાથી તેને દ્વિધા પણ થાય છે. વિચારહીન વ્યક્તિ તો દ્વિધા અનુભવતી જ નથી. તેનું કારણ એ નથી કે તેની સમજણ યથાર્થ છે. તેનું કારણ એ છે કે તે વિચાર જ નથી કરતો. વિચાર જ ન કરે તો દ્વિધા થાય જ ક્યાંથી? કેટલાક લોકો વિચારહીન હોય છે, તો વળી કેટલાક લોકો અન્યનાં વચનોનો માત્ર સંગ્રહ કરનારા હોય છે. પરંતુ અન્યના વચનો ભેગાં કરી લેવો એ એક વાત છે અને પોતાની વિચારશક્તિ કેળવવી એ તદન જુદી વાત છે. વચનોનો સંગ્રહ અને સુવિચારણા એ બને ચિત્તની જુદી જુદી અવસ્થાઓ છે. વચનોના સંગ્રહને જ જીવ વિચારશક્તિ માની લે છે. પણ સંગ્રહ અને શક્તિ બને જદાં છે. વચનનો સંગ્રહ એ વિચારશક્તિ નથી, એ તો માત્ર શક્તિનો દેખાવ છે. આ કાળમાં સંગ્રહને શક્તિ માની લેવાનો ભ્રમ ખૂબ વ્યાપક છે. પરિણામે જગતમાં વિચાર વધતા જાય છે, પણ તેની શક્તિ ક્ષીણ થતી જાય છે. ૧- શ્રી કાનજીસ્વામી, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ. ૨૦૦ Page #289 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન શિક્ષણક્ષેત્ર હોય કે શાસ્ત્રાભ્યાસ, આજ કાલ દરેક ક્ષેત્રે વચનોને ગોખાવે છે, પરંતુ વિચાર કરતાં શીખવતા નથી. વિચારશક્તિ પ્રગટે એવા પ્રયત્ન બહુ ઓછી જગ્યાએ થાય છે. સ્મૃતિને જ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે; પરંતુ સ્મૃતિ તે જ્ઞાન નથી, એ તો માત્ર એક યાંત્રિક પ્રક્રિયા છે. જે પૂર્વે અંદર ભરવામાં આવ્યું હોય તેને જ સ્મૃતિ બહાર કાઢી શકે છે. વિચારશક્તિ મૌલિક છે, જ્યારે સ્મૃતિજન્ય વિચાર એ માત્ર પુનરુક્તિ છે. સ્મૃતિની પણ પોતાની ઉપયોગિતા અવશ્ય છે, પરંતુ સ્મૃતિ એ જ્ઞાન નથી. ૨૫૬ જીવે સુપ્ત પડેલી વિચારશક્તિને જગાડવી જરૂરી છે. પોતાની વિચારશક્તિને જગાડવાને બદલે જીવ બીજાનાં વચનોનો સંગ્રહ કરી આત્મવંચના કરે છે. વચનોનો સંગ્રહ કરી તે પોતાના અજ્ઞાન તરફ આંખમીંચામણાં કરે છે. વચનોના સંગ્રહથી અજ્ઞાન મટતું નથી, પણ તેના દ્વારા જ્ઞાનનો ભ્રમ જરૂર પેદા થઈ શકે છે. જેવી રીતે કોઈ વ્યક્તિ વાદળોને આકાશ માની લે, તેવી ભૂલ વચનોના સંગ્રહને જ્ઞાન માની લેવામાં થાય છે. જ્યાં સુધી માત્ર બીજાનાં વચનો મોઢે કરવાની વૃત્તિ છે, ત્યાં સુધી વિચારશક્તિ પ્રગટવાનો કોઈ સંભવ નથી. જીવને વિચારશક્તિ પ્રગટાવવાની જરૂરિયાત જ નથી લાગતી. તે માત્ર બાહ્ય જાણકારી ભેગી કરીને સંતુષ્ટ થઈ જાય છે. તે ઉધાર વિચારોનો ભંડાર બની જાય છે. પરંતુ તેવા વિચારોમાં સચેતનતા નથી. શબ્દોનો કોરો સંગ્રહ વ્યક્તિને જડતા પ્રદાન કરે છે. તે વિચારશક્તિને આચ્છાદિત કરી દે છે, નિષ્પ્રાણ કરી મૂકે છે અને તેથી સમસ્યા આવે ત્યારે જીવ તે સમસ્યાનું યથાર્થ સમાધાન શોધી શકતો નથી. જેને સુવિચારણા પ્રગટે છે, તે જીવ જીવનની સમસ્યાઓનો સાચો ઉકેલ શોધી શકે છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના શિષ્યમાં વિચારશક્તિ જાગી છે. નથી તે વિચારહીન અવસ્થામાં કે નથી તેણે અન્યનાં વચનોનો સંગ્રહ કર્યો. તે વિચારશીલ છે, જિજ્ઞાસુ છે, સરચિત્ત છે. તે સત્ય સમજવા માટે આતુર છે. તેને સત્ પ્રાપ્ત કરવાની દૃઢ મતિ થઈ છે. તેથી જેમને સત્ની પ્રાપ્તિ થઈ છે એવા શ્રીગુરુને શરણે તે જાય છે અને પોતાની શંકાઓનું સમાધાન કરવા તેમને વિનંતી કરે છે. શિષ્ય વિચારવાન છે. તે શંકા પ્રદર્શિત કરતાં પહેલાં પણ વિચાર કરે છે અને શંકાનું સમાધાન મળ્યા પછી પણ તેના ઉપર વિચાર કરે છે. આત્મતત્ત્વ ઉપ૨ ખૂબ વિચારણા કર્યા પછી જેનું સમાધાન સાંપડતું નથી તે અંગે તે પોતાની દલીલો રજૂ કરે છે અને શ્રીગુરુએ આપેલ સમાધાન ઉપર ઊંડી વિચારણા કરતાં, તેને તે યથાર્થ પ્રતીત થતાં આત્માના અસ્તિત્વ વિષે તે શ્રદ્ધાવાન થાય છે. આમ, શિષ્ય ઉપર નાસ્તિક મતનો Page #290 -------------------------------------------------------------------------- ________________ ગાથા-પ૯ ૨૫૭ પ્રભાવ હોવા છતાં, તે વિચારવાન અને મધ્યસ્થ હોવાથી પોતાની શંકાઓનું સમાધાન થતાં તે પોતાનો અભિપ્રાય ત્વરાથી બદલે છે. આ પ્રસંગે ‘શ્રી રાયપસણય સૂત્ર'માં વર્ણવેલ પ્રદેશી રાજા અને શ્રી કેશી સ્વામી વચ્ચે થયેલી આત્માના અસ્તિત્વ અંગેની ચર્ચા તથા રાજાનું આંતર પરિવર્તન ઉલ્લેખનીય છે.૧ ‘શ્રી રાયપસેણદય સૂત્ર' એ ‘શ્રી સૂયગડાંગ સૂત્ર'નું ઉપાંગ છે. એમાં ૨૦૦૮ મૂળ શ્લોક છે. એમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના સંતાનિયા શિષ્ય શ્રી કેશી સ્વામી સાથે શ્વેતામ્બિકા નગરીના નાસ્તિક મતવાળા પ્રદેશી રાજાની ચર્ચા છે. અઢી હજાર વર્ષ પૂર્વે આ ભારતમાં શ્વેતામ્બિકા નગરીમાં નાસ્તિકશિરોમણિ પ્રદેશી રાજાનું શાસન પ્રવર્તતું હતું. તે રાજ્યમાં રાજાના વિચારને અનુકૂળ એવો ચિત્ર નામનો મુખ્ય મંત્રી હતો. તે સમયે શ્રી પાર્શ્વનાથ ભગવાનના શિષ્ય, ચાર જ્ઞાનની સંપત્તિવાળા શ્રી કેશી સ્વામી ભારતના ભૂમિતળને પાવન કરી રહ્યા હતા. એક દિવસ શ્રી કેશી સ્વામી વિહાર કરતાં કરતાં શ્રાવતી નગરીમાં પધાર્યા. ત્યાં તેમની પાસે ધર્મશ્રવણ અર્થે અનેક લોકો આવવા લાગ્યા. તે જ સમયે શ્વેતામ્બિકાથી ચિત્ર મંત્રી પણ રાજકાર્ય અંગે શ્રાવસ્તીપુરીમાં આવ્યો હતો. ઘણા લોકોને શ્રી કેશી સ્વામી પાસે જતા જોઈને કુતૂહલથી ચિત્ર મંત્રી પણ ત્યાં ગયો. મુનિ ભગવંતના મુખે ધર્મશ્રવણ કરતાં ચિત્ર મંત્રીને તેમની વાણી યથાર્થ લાગવાથી તેને ધર્મની શ્રદ્ધા થઈ અને તેણે સમ્યકત્વમૂળ શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કર્યા. પોતાને સમજાયેલ સાચા માર્ગે પોતાના રાજાને પણ લાવવાની તીવ્ર ભાવના ચિત્ર મંત્રીના હૃદયમાં જાગૃત થઈ, તેથી તેણે મુનિ ભગવંતને શ્વેતામ્બિકા નગરીમાં પધારવાની વિનંતી કરી કે જેથી તેમના ઉપદેશથી પ્રદેશ રાજા પણ ધર્મ પામે. કાળાંતરે વિહાર કરતાં કરતાં શ્રી કેશી સ્વામી શ્રેતામ્બિકા નગરીના ઉદ્યાનમાં પધાર્યા. ચિત્ર મંત્રીને શ્રી કેશી સ્વામી પધાર્યાના ખબર પડતાં, જે ઉદ્યાનમાં શ્રી કેશી સ્વામી મધુર ધ્વનિથી દેશના આપતા હતા, તે ઉદ્યાન તરફ અશ્વક્રીડાના બહાને ચિત્ર મંત્રી પ્રદેશ રાજાને લઈ ગયો. પ્રદેશી રાજાએ શ્રી કેશી સ્વામીને જોયા એટલે તે અત્યંત ક્રોધિત થયો અને તેણે ચિત્ર મંત્રીને હુકમ કર્યો કે શ્રી કેશી સ્વામીને તત્કાળ રાજ્યની હદ બહાર કાઢી મૂકવા. ચિત્ર મંત્રીએ રાજાને સલાહ આપી કે એમ કરવા કરતાં રાજાએ તેમની સાથે વાદ કરી તેમને નિરુત્તર કરવા જોઈએ કે જેથી માનભંગ થઈ તેઓ પોતે સ્વયં ત્યાંથી ચાલ્યા જાય. મંત્રીના કહેવાથી પ્રદેશી રાજા શ્રી કેશી સ્વામી સાથે વાદમાં ઊતર્યો. પ્રદેશી રાજાએ શ્રી કેશી સ્વામીને કહ્યું કે “આત્મા નામની કોઈ વસ્તુ છે જ નહીં, તેથી તેના ઉદ્ધાર માટે ક્રિયાકાંડો, જપ, તપ વગેરે સર્વ વ્યર્થ છે. માટે લોકોને ૧- જુઓ : આચાર્યશ્રી મલયગિરિજીકૃત, ‘શ્રી રાયપાસેણદય સૂત્ર', કંડિકા ૧૬૭-૨૦૨ Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨ ૫૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન નિરર્થક, ખોટા માર્ગે દોરવાનું બંધ કરો. આત્મોદ્ધારના ઉપદેશની ધૂર્તક્રિયાઓ બંધ કરો.' રાજાએ પોતાની વાતનું સમર્થન કરતાં કહ્યું કે “આત્મા નથી એમ જે હું કહું છું તે વિચાર કર્યા વગર નથી કહેતો. મેં આત્માની ખૂબ શોધ કરી છે. આત્માને જોવા માટે અનેક પ્રયત્નો કર્યા છે, છતાં કોઈ પણ સ્થાને, કોઈ પણ રીતે મને આત્મા જોવા નથી મળ્યો; એટલે મેં નિર્ણય કર્યો છે કે આત્મા છે એમ જે કહેવાય છે તે મિથ્યા છે.' આમ કહી પ્રદેશી રાજાએ પોતે કરેલા પ્રયોગો શ્રી કેશી સ્વામીને સંભળાવ્યા અને શ્રી કેશી સ્વામીએ પ્રદેશી રાજાને તર્કબદ્ધ દલીલો વડે આત્માનું અસ્તિત્વ સમજાવી સમ્યક્ નિર્ણય કરાવ્યો. પ્રદેશ રાજા અને શ્રી કેશી સ્વામી વચ્ચે જે ચર્ચા થઈ તેનો ભાવાર્થ નીચે પ્રમાણે છે. (૧) પ્રદેશી રાજા – આત્મા અને શરીર અલગ નથી પણ એક જ છે, એવા નિર્ણય ઉપર હું કેવી રીતે પહોંચ્યો તે સાંભળો. મારા દાદા આ નગરીના જ રાજા હતા. તેઓ ખૂબ અધાર્મિક હતા અને પ્રજાની સારસંભાળ સારી રીતે કરતા ન હતા. તેઓ ઘણા પાપી હતા, તેથી આપની માન્યતા પ્રમાણે તો તેઓ નરકમાં ગયા હશે અને ત્યાં ઘણું દુ:ખ ભોગવતા હશે. મારા દાદાનો હું પ્રિય પત્ર હતો. તેમનો મારા ઉપર બહુ સ્નેહ હતો. હવે જો આપના કથનાનુસાર આત્મા અને શરીર ભિન્ન હોય અને તેઓ મરીને નરકમાં ગયા હોય, તો તેઓ ત્યાંથી અહીં આવી મને ચેતવે કે હે પૌત્ર! તું પાપ ન કર. પાપ કરવાથી મારાં જેવાં નરકનાં દુ:ખો તારે પણ ભોગવવા પડશે.' તેઓ અહીં આવીને મને એટલું તો દર્શાવે જ કે તું કોઈ પણ પ્રકારનો અધર્મ નહીં કરતો, કારણ કે તેનાં ફળસ્વરૂપે નરકમાં જવું પડે છે અને ભયંકર દુઃખ ભોગવવા પડે છે. જો મારા દાદા મને કહેવા આવ્યા હોત તો આત્મા અને દેહ જુદાં છે એમ સિદ્ધ થાત. પરંતુ તેઓ હજી સુધી મને આવું કહેવા માટે આવ્યા નથી, તેથી હું માનું છું કે શરીરથી ભિન્ન એવું કોઈ આત્મતત્ત્વ નથી. શ્રી કેશી સ્વામી - હે પ્રદેશી! તારી સૂર્યકાંતા નામની રાણી છે. તે સુંદર-રૂપવતી રાણીની સાથે કોઈ સુંદર-રૂપવાન પુરુષ વ્યભિચાર કરે, કામસુખનો અનુભવ કરે, તો તે કામુક પુરુષને તું શું દંડ આપે? પ્રદેશી રાજા – હું તે પુરુષના હાથ કાપી લઉં, પગ છેદી નાખ્યું અને એને શૂળીએ ચઢાવી દઉં અથવા એક જ પ્રહારમાં તેનો જીવ લઈ લઉં. શ્રી કેશી સ્વામી – હે રાજન! તે કામુક પુરુષ કદાપિ હાથ જોડી તને અરજ કરે કે હે સ્વામી! ઘડીભર રોકાઈ જાઓ. હું મારા કુટુંબીઓ અને મિત્રોને કહી આવું કે કામવૃત્તિને વશીભૂત થઈને હું સૂર્યકાંતાના સંગમાં પડ્યો, તેથી મને મોતની સજા મળી છે. તમે ભૂલથી પણ પાપાચરણમાં ન પડતા. તમે કોઈ વ્યભિચાર ન કરતા. જો Page #292 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૯ ૨૫૯ વ્યભિચાર કરશો તો મારી જેમ તમે પણ દુ:ખી થશો. આ પ્રમાણે કહી હું પાછો આપની સજા ભોગવવા આવીશ.' તો તે પુરુષના આવા વિનયપૂર્ણ વચન સાંભળી શું તું તે માણસને તેટલા વખત માટે છોડીશ ખરો? પ્રદેશી રાજા એવું કદાપિ ન થઈ શકે. તે કામુક મારો અપરાધી છે, એટલે જરા પણ ઢીલ કર્યા વિના હું એને શૂળી ઉપર ચઢાવી દઈશ. શ્રી કેશી સ્વામી હે રાજન, તારા દાદાની પણ આવી જ હાલત છે. તેઓ પરાધીન અવસ્થામાં નરકનાં દુઃખ ભોગવી રહ્યા છે, એટલે તને કહેવા માટે કેવી રીતે આવી શકે? જ્યારે તું એક પાપ કરનારને તારી રાજસત્તાની અંદર જઈને પાછા આવવાની થોડી વાર માટે પણ રજા આપતો નથી, તો તારા દાદા કે જેમણે અનેક પાપો કર્યાં હતાં, તેમને નરકવાસથી આટલે દૂર આવવા માટે શી રીતે છૂટ મળે? — નરકમાં પહોંચેલો અપરાધી મનુષ્યલોકમાં આવવા તો ઇચ્છે છે, પણ તે ચાર કારણોથી નથી આવી શકતો. પ્રથમ તો નરકની ભયંકર વેદના તેને વિહ્વળ કરી નાંખે છે, જેનાથી તે કિંકર્તવ્યવિમૂઢ બની જાય છે; બીજું, નરકના કઠોર રક્ષક તેને ઘડીભર માટે પણ બંધનમુક્ત નથી કરતા; ત્રીજું, તેના વેદનીય કર્મનો ભોગ પૂરો ભોગવાય નહીં ત્યાં સુધી તે ત્યાંથી બીજે કશે પણ જઈ શકતો નથી; અને ચોથું, તેનું આયુષ્ય પૂરું કરવા ઇચ્છે તોપણ પૂરું થતું નથી, તેથી તે મનુષ્યલોકમાં આવી શકતો નથી. આમ, નરકમાંથી પાછા ન આવવાનાં અનેક કારણો હોય છે. અત્યંત દુઃખથી રિબાતો એવો નરકનો જીવ મનુષ્યલોકમાં આવતો નથી, કારણ કે તેની પાસે અહીં આવવા માટે જોઈતી શક્તિ હોતી નથી. મરીને નરકમાં ગયેલો જીવ અહીં આવી શકતો નથી, તેનું કારણ તેની પરતંત્રતા છે; નહીં કે નરક નામની કોઈ ગતિ જ નથી કે આત્મા નામની કોઈ સ્વતંત્ર સત્તા નથી. પ્રદેશી રાજા આત્મા નામની કોઈ સ્વતંત્ર સત્તા નથી એ મારી માન્યતાને દૃઢ કરનારું અન્ય એક ઉદાહરણ સાંભળો. મારી દાદી જીવ-અજીવ આદિ તત્ત્વોની જાણકાર હતી અને સંયમ તથા તપ બહુ કરતી હતી. મારી દાદીનું મૃત્યુ થઈ ગયું અને તે આપના કથનાનુસાર સ્વર્ગમાં ગઈ હશે. તે દાદીનો હું ખૂબ પ્રિય પૌત્ર હતો. તે મને જોઈને ગદ્ગદ થઈ જતી હતી. તે મરીને સ્વર્ગલોકમાં ગઈ હોય તો તે સ્વર્ગથી આવીને મને કહી શકી હોત કે ‘હે પૌત્ર! તું પણ મારી જેમ ધાર્મિક બનજે, જેથી તને સ્વર્ગસુખ પ્રાપ્ત થાય.' મારી દાદીએ જે ધર્મ કર્યો હતો, તેનાં પોતાને ઉત્તમ ફળ મળેલાં છે તે કહેવા માટે તેઓ સ્વર્ગ છોડી અહીં જરૂર આવત; પણ તે હજી સુધી મને એવું કહેવા આવી નથી, તેથી સ્વર્ગની વાત મારા માનવામાં આવતી નથી, માટે આત્મા અને શરીર અલગ નહીં પણ એક જ છે એવી માન્યતા મારામાં દૃઢ થઈ ગઈ છે. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન શ્રી કેશી સ્વામી - હે રાજન! માની લે કે તે દેવમંદિરમાં જવા માટે સ્નાન કરેલું છે, નવાં કપડાં પહેરેલાં છે અને હાથમાં કળશ-ધૂપદાન છે; અને તું દેવમંદિરમાં પહોંચવા માટે ડગ માંડી રહ્યો છે. તે સમયે પાયખાનામાં બેસેલો કોઈ પુરુષ તને કહે કે આપ અહીં આવો, બેસો અને ઘડીભર શરીર લાંબું કરો', તો હે રાજન! શું તું એની વાત માનશે? પ્રદેશી રાજા – હું તેની વાત બિલકુલ નહીં માનું. પાયખાનું ખૂબ ગંદું હોય છે, એવી ગંદી જગ્યામાં હું કેવી રીતે જઈ શકું? હું શું રાજા થઈને દુર્ગધના ભંડારરૂપ એ અપવિત્ર જગ્યામાં પગ દઉં? કદી નહીં. શ્રી કેશી સ્વામી - હે રાજન! એ જ પ્રકારે સ્વર્ગનાં અનેક સુખોમાં ગરકાવ થયેલી તારી દાદી શું આ દુર્ગધયુક્ત મનુષ્યલોકમાં આવી શકે ખરી? મૃત્યુ પછીની સ્થિતિ વિષે સર્વ વિગત તને કહેવા માટે તે ત્યાંથી અહીં નથી આવી શકતી. દેવ ગતિને પ્રાપ્ત થયેલી તારી દાદી અહીં આવી તને પોતાનાં સુખો વિષે કહેવા ઇચ્છે તોપણ તે નથી આવી શકતી. સ્વર્ગમાં ઉત્પન્ન થયેલો દેવ મનુષ્યલોકમાં આવવા ઇચ્છે તો પણ ચાર કારણોને લીધે તે અહીં નથી આવી શકતો. એક તો તે દેવ સ્વર્ગનાં સુખોમાં અત્યંત લિપ્ત થઈ જાય છે અને માનવીય સુખોમાં એની રૂચિ નથી રહેતી, તેમજ તે પોતાનાં કાર્યોમાં મગ્ન થઈ જાય છે. બીજું, તે દેવનો મનુષ્ય સાથેનો સંબંધ છૂટી જાય છે અને તે દેવદેવીઓની સાથે જોડાયેલા નવા સંબંધોમાં મગ્ન રહે છે. ત્રીજું, દેવસુખના કારણે કાળ વ્યતીત થવાનું ભાન પણ નથી થતું અને મનુષ્યલોકનાં હજારો વર્ષ દેવોને પળમાત્રમાં વીતી જાય છે. વિષયસુખમાં પડેલો તે દેવ, ‘હમણાં જાઉં છું, હમણાં જાઉં છું' એમ વિચારતો રહે છે. એ રીતે બહુ કાળ વીતી જાય છે અને ત્યાં સુધીમાં તો મનુષ્યલોકના અલ્પાયુષી સંબંધીઓ મરી ચૂક્યા હોય છે. ચોથું, મનુષ્યને પરાધીન નહીં એવા દેવતાઓ મનુષ્યલોકમાં આવતા નથી, કારણ કે મનુષ્યલોકની દુર્ગધ તેમનાથી સહન થતી નથી. તેથી સ્વર્ગમાં ગયેલો જીવ અહીં આવવા ઇચ્છતો નથી. આના ઉપરથી તું સમજી ગયો હશે કે તારી દાદી અહીં નથી આવી શકતી, તેનું કારણ મનુષ્યલોકની દુર્ગધ, સ્વર્ગના આનંદની અભિરુચિ આદિ છે; નહીં કે સ્વર્ગ નામની કોઈ ગતિ જ નથી કે આત્મા નામની કોઈ સ્વતંત્ર સત્તા નથી. આમ, અનેક કારણો હોવાથી પરલોકમાંથી સ્વજનો નથી આવતા. અત્યંત સ્નેહ રાખતા એવા સ્વજનો સ્વર્ગમાંથી કે નરકમાંથી ન આવે તેટલામાત્રથી સ્વર્ગ કે નરક નથી, પુનર્જન્મ નથી, આત્મા નથી એમ કહી ન શકાય. આત્મા અને શરીર બને જુદાં જુદાં છે. મરણ સમયે શરીર અહીં પડ્યું રહે છે અને આત્મા બીજી ગતિમાં જઈ, અન્ય Page #294 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૯ શરીરમાં પોતાનાં પૂર્વનાં પુણ્ય-પાપનાં ફળ ભોગવે છે. (૨) પ્રદેશી રાજા આત્મા અને શરીર ભિન્ન નથી, તે માટેનું વધુ એક પ્રમાણ સાંભળો. હું રાજસભામાં સિંહાસન ઉપર બેઠો હતો. મંત્રી આદિ પરિવાર બાજુમાં બેઠા હતા. તે વખતે કોટવાળ એક ચોરને પકડીને લાવ્યો. મેં ચોરને લોખંડની પેટીમાં પૂરી દીધો અને તે પેટી ઉપર લોખંડનું મજબૂત ઢાંકણ લગાવી દીધું. તેને ચારે તરફથી મજબૂત રીતે બંધ કરી દીધી અને તેની આસપાસ પહેરેગીરો ગોઠવી દીધા. બીજા દિવસે તે પેટીને ખોલાવીને જોયું તો તે ગુનેગાર મૃત્યુ પામ્યો હતો. તેમાંથી તે ચોરનું મડદું નીકળ્યું. જો આત્મા અને શરીર અલગ હોય તો તે પુરુષનો આત્મા પેટીમાં હોવો જોઈતો હતો, પણ ત્યાં માત્ર શરીર જ હતું. જો તે પેટીમાંથી આત્મા બહાર નીકળ્યો હોય તો તે પેટી તૂટી જવી જોઈએ અથવા તો જ્યાંથી તે બહાર ગયો હોય ત્યાં છિદ્ર પડવું જોઈએ, પરંતુ તે પેટી અકબંધ જ રહી હતી. પેટીમાં કશે પણ એક નાનું છિદ્ર પણ ન હતું. જો છિદ્ર હોત તો એમ માનત કે એ રસ્તાથી આત્મા બહાર નીકળી ગયો હશે, પરંતુ પેટીમાં કશે પણ છિદ્ર હતું જ નહીં. વળી, આત્માને બહાર જતાં પણ કોઈ પહેરેગીરે જોયો ન હતો, માટે મેં નિશ્ચય કર્યો કે આત્મા જેવી કોઈ સ્વતંત્ર વસ્તુ નથી. આત્મા અને શરીર એક જ છે. શ્રી કેશી સ્વામી લોખંડની પેટીમાં પૂરેલો ચોર મરી ગયો છતાં પેટીને છિદ્ર પડ્યું નહીં, પણ તેથી આત્મા નથી એમ કહી શકાય નહીં; કારણ કે વિશ્વમાં દરેક પદાર્થો એક જ સ્વભાવના નથી હોતા. દરેકના સ્વભાવ જુદા જુદા હોય છે. કેટલાક પદાર્થો સ્વભાવથી જ છિદ્ર, માર્ગ કે દ્વાર વગર કોઈ પણ સ્થળે આવ-જા કરી શકે છે. જેમ કે કાચમાંથી પ્રકાશનાં કિરણો આવ-જા કરે છે તોપણ કાચમાં છિદ્ર પડતું નથી. તને એક અન્ય ઉદાહરણ પણ આપું. તું એમ સમજ કે શિખરના ઘાટના ઘુમ્મટવાળો એક મોટો ઓરડો હોય, જેના દરવાજાઓ પૂર્ણતઃ બંધબેસતા હોય અને તે ચારે તરફથી એવી રીતે બંધ હોય કે તેમાં વાયુ પણ પ્રવેશી ન શકે. તેમાં કોઈ માણસ નગારું લઈને બેસે, બેસીને તેના દરવાજા બંધ કરી દે અને નગારું જોરથી વગાડે તો તે નગારાનો અવાજ બહાર નીકળશે કે નહીં? હા, બહાર નીકળશે તો ખરો. તે ઓરડામાંથી ઢોલનો અવાજ જરૂર પ્રદેશી રાજા બહાર આવશે. શ્રી કેશી સ્વામી એ ઓરડામાં કોઈ છિદ્ર છે? - ૨૬૧ પ્રદેશી રાજા ના, એ ઓરડામાં કોઈ છિદ્ર નથી. એક નાનું છિદ્ર પણ નથી. શ્રી કેશી સ્વામી હે રાજન! જેવી રીતે એ છિદ્રરહિત ઓરડામાંથી અવાજ બહાર Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન નીકળી શકે છે, તેવી જ રીતે છિદ્રરહિત પેટીમાંથી આત્મા પણ બહાર નીકળી શકે છે. ઓરડામાં બેસી કોઈ જોરથી નગારું વગાડે તો તેનો અવાજ બહાર સંભળાય છે છતાં ઓરડામાં છિદ્ર નથી પડતું. એ બતાવે છે કે પ્રગટ સ્પર્શવાળા પદાર્થો અન્ય એવા બીજા પ્રગટ સ્પર્શવાળા પદાર્થોમાંથી પસાર થઈ શકતા નથી, પરંતુ તે સિવાયના અન્ય પદાર્થો ગમે તે સ્થળે જઈ શકે છે. આત્મા તો તદ્દન સ્પર્શ વગરનો પદાર્થ છે. તે દ્વાર કે છિદ્ર વગર ગમે ત્યાં આવ-જા કરે તેમાં આશ્ચર્ય શું છે? આત્મા સર્વત્ર અનિરુદ્ધ ગતિની શક્તિવાળો છે. ધાતુ, પથ્થર, ભીંત, પહાડ આદિ સર્વને ભેદીને જતા રહેવાનું સામર્થ્ય આત્મામાં છે, તેથી તેને કશે પણ બંધ કરી દેવામાં આવે તો પણ તે બહાર નીકળી શકે છે. (૩) પ્રદેશી રાજા - આત્મા અને શરીર અલગ નથી એ મારી ધારણાને સમર્થન કરવાવાળો અન્ય પ્રયોગ સાંભળો. એક વાર મારો કોટવાળ એક ચોરને પકડીને લાવ્યો. મેં તેને મારીને લોખંડની કોઠીમાં બંધ કરી દીધો. તેની ઉપર મજબૂત ઢાંકણું લગાવી દીધું. તેને કોઠીમાં પૂરી, તે કોઠી ચારે તરફથી સજ્જડ બંધ કરી દીધી. તેને પૂર્ણ રીતે બંધ કરી તેના ઉપર ચોકી બેસાડી દીધી. થોડા દિવસો પછી તે કોઠીને ઉઘાડીને જોતાં ચોરના મૃતક શરીરમાં કીડાઓ ખદબદતા જોવા મળ્યા. તેના શરીરમાં અસંખ્ય કીડાઓ પડી ગયા હતા, તો તે કીડાઓ બંધ કોઠીમાં શી રીતે આવ્યા? તે કોઠીમાં કશેથી પણ પ્રવેશવાની જગ્યા ન હતી, તોપણ તેમાં આટલા કીડાઓ ક્યાંથી આવી ગયા? એ પેટીમાં કશે પણ રાઈ જેટલું પણ કાણું ન હતું. છતાં એટલા બધા કીડાઓ તેમાં ક્યાંથી પેસી ગયા? તેથી મેં નક્કી કર્યું કે તે મૃતક શરીરમાંથી જ એ બધા નીપજ્યા હોવા જોઈએ, કારણ કે શરીર અને આત્મા એક જ છે. શરીર અને આત્મા જુદાં જુદાં હોય તો એ પેટીમાં જોયેલા કીડાઓ બહારથી કોઠીમાં કઈ રીતે આવી શકે? શ્રી કેશી સ્વામી - તે ક્યારે પણ તપાવેલો લોખંડનો ગોળો જોયો છે? અથવા તે ક્યારે પણ લોખંડને તપાવ્યું છે? પ્રદેશી રાજા – હા, મેં તપાવેલું લોખંડ જોયું પણ છે અને સ્વયં તપાવ્યું પણ છે. શ્રી કેશી સ્વામી - જેમાં રાઈ જેટલાં પણ કાણાં ન હોય એવો એક લોખંડનો ગોળો અગ્નિમાં નાખો તો થોડી વારમાં તે છિદ્રરહિત લોખંડનો ગોળો અગ્નિમય બને છે કે નહીં? એ નક્કર લોખંડમાં અગ્નિ પ્રવેશી શકે છે કે નહીં? તપેલું લોખંડ લાલ થઈ જાય છે કે નહીં? પ્રદેશી રાજા – હા, લોખંડના ગોળામાં એક પણ કાણું ન હોવા છતાં તેમાં અગ્નિ પ્રવેશી શકે છે. તપાવેલા લોખંડના ગોળામાં બધી બાજુથી અગ્નિ પ્રવેશ કરે છે અને Page #296 -------------------------------------------------------------------------- ________________ ગાથા-પ૯ ૨૬૩ તે અગ્નિમય લાલચોળ થઈ જાય છે. શ્રી કેશી સ્વામી - હે રાજન! એ નક્કર લોખંડમાં અગ્નિ કેવી રીતે પ્રવેશી? તેમાં જરાસરખું પણ છિદ્ર ન હોવા છતાં પણ જેમ અગ્નિ તેનામાં પ્રવિષ્ટ થઈ ગઈ, એ જ પ્રકારે આત્મા પણ સર્વત્ર પ્રવિષ્ટ થઈ શકે છે. આત્મા અરૂપી છે. અરૂપી આત્મા ગમે ત્યાં પ્રવેશી શકે છે. બરાબર સજ્જડ બંધ કરેલી કોઠીમાં ચોરના મૃત શરીરમાં તે જે કીડાઓ જોયા હતા, તે બધા આત્માઓ બહારથી તેમાં પ્રવેશ્યા હતા અને ત્યાં કીડારૂપે ઉત્પન્ન થયા હતા. માટે શરીર અને આત્મા જુદા છે, એક નથી એમ માનવા યોગ્ય છે. (૪) પ્રદેશી રાજા - બીજી એક વખત મેં દેહાંતદંડ પામેલા ચોરનું જીવતાં વજન કરાવ્યું અને પછી તેના શ્વાસ રૂંધી નાખીને મારીને તેના મૃત શરીરનું વજન કરાવ્યું, તો તે બન્ને વખતના વજનમાં ફરક પડ્યો ન હતો. જીવતા ચોરનું વજન કર્યું, પછી તેને મારી નાખીને વજન કર્યું તો પ્રથમના જેટલું જ વજન હતું. જો આત્મા અને શરીર અલગ હોય તો આત્માના નીકળી જવાથી ચોરના શરીરનું થોડું તો વજન ઓછું થવું જોઈએને? જો આત્મા જેવી કોઈ વસ્તુ ચાલી ગઈ હોય, દેહમાંથી ઓછી થઈ હોય તો મૃત શરીરનું વજન પણ ઓછું થવું જોઈતું હતું, પરંતુ તેમ ન થયું એટલે મેં નિર્ધાર કર્યો કે આત્મા જેવી કોઈ ચીજ નથી. આત્મા અને શરીર એક જ છે. શ્રી કેશી સ્વામી - હે રાજન! તેં ચામડાની કોથળીમાં હવા ભરી છે? ચામડાની ખાલી કોથળીના વજનમાં અને હવા ભરેલી કોથળીના વજનમાં કંઈ ફરક પડે છે? ચામડાની ખાલી કોથળીને જોખવામાં આવે અને પછી તેમાં હવા ભરીને તેને જોખવામાં આવે તો બન્ને વખતનું વજન એકસરખું રહે છે કે ફરક પડે છે? પ્રદેશી રાજા - ના, કોઈ ફરક નથી પડતો. વાયુ વગરની કોથળી અને હવા ભરેલી કોથળીને તોળવા છતાં વજનમાં વધારો નથી થતો. શ્રી કેશી સ્વામી – ખાલી કોથળીનું વજન કરવામાં આવે અને પછી હવાથી તે ભરેલી હોય ત્યારે વજન કરવામાં આવે તો બન્ને વજન સમાન થાય છે, તેથી શું ખાલી કોથળી કે હવા ભરેલી કોથળી સરખી માની શકાશે? ભરેલી કોથળીમાં હવા નથી એમ કહી શકાશે? તે જ પ્રમાણે જીવંત શરીરનું કે મૃત શરીરનું સમાન વજન થવાથી આત્મા નામનો કોઈ પદાર્થ નથી એમ કહી શકાય નહીં. હવા પુદ્ગલમય હોવાથી તેનું વજન અતિશય અલ્પ છે, જેથી સ્થૂળ દૃષ્ટિએ તેને વજનવિહીન કહેવાય છે; પરંતુ આત્મા તો અમૂર્ત પદાર્થ હોવાથી તેનું સૂક્ષ્મ વજન પણ નથી અને તેથી મૃત શરીરના વજનમાં ઘટાડો થતો નથી. વજન (ગુરુત્વ) એ તો પુદ્ગલનો એક ગુણ છે, જેનો સમાવેશ સ્પર્શમાં થાય છે. સ્પર્શના આઠ પ્રકાર છે - શીત-ઉષ્ણ, સ્નિગ્ધ-રૂક્ષ, મૃદુ-ખર, લઘુ-ગુરુ. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આ આઠે સ્પર્શી પુદ્ગલમાં રહે છે અને તેને જાણવા માટે સ્પર્શેન્દ્રિયની આવશ્યકતા રહે છે. પુદ્ગલ સિવાય બીજા કોઈ દ્રવ્યમાં સ્પર્શ ગુણ નથી, માટે તે દ્રવ્યોમાં વજન પણ નથી. આત્મા અને પુદ્ગલ એ બને પરસ્પર અત્યંત વિરુદ્ધ પદાર્થ છે. પુદ્ગલ જડ છે, જ્યારે આત્મા ચેતન છે; પુદ્ગલ મૂર્ત છે અને આત્મા અમૂર્ત છે. આત્માનો ચૈતન્ય ગુણ પુદ્ગલમાં નથી, તેમ પુદ્ગલનો મૂર્તતાનો ગુણ આત્મામાં નથી. આત્મામાં મૂર્તિતા નથી, તેથી સ્પર્શ નથી અને તેથી વજન નથી. કોઈ વસ્તુનો જ્યાં સુધી સ્પર્શ ન થાય અથવા તો તે કોઈ પ્રકારે પકડમાં ન આવે ત્યાં સુધી તેનું વજન નથી થઈ શકતું; તો પછી અમૂર્ત ચૈતન્યમય આત્મા, જે પુદ્ગલથી સર્વથા ભિન્ન છે અને જેનો સ્પર્શ નથી થઈ શકતો કે જેને કોઈ પ્રકારે પકડી નથી શકાતો, તેનું વજન કઈ રીતે થઈ શકે? આત્મામાં વજન નથી, તેથી સજીવ શરીર અને મૃત શરીરનું વજન એકસરખું હોય છે. (૫) પ્રદેશી રાજા - આત્માની શોધ માટે મેં એક વખત દેહાંતદંડની શિક્ષા પામેલા એક ચોરના જીવંત શરીરના નાના નાના ટુકડા કરાવીને તે દરેક ટુકડામાં આત્માની ઘણી તપાસ કરાવી, પણ એક પણ ટુકડામાં મને આત્મા જોવા મળ્યો નહીં. મેં તેના કટકે કટકા કરી જોયું તો તેમાં મને કોઈ સ્થળે જીવ દેખાયો નહીં. તેથી એ સિદ્ધ થયું કે શરીરમાં આત્મા કશે પણ હોતો નથી. આત્મા નામનો કોઈ પદાર્થ નથી. આના ઉપરથી આત્મા અને શરીર અલગ નથી એ મારી ધારણા પુષ્ટ થઈ. શ્રી કેશી સ્વામી - શરીરના ટુકડા કરાવવા અને તેમાં તપાસ કરવી એ કાંઈ આત્માને જાણવાનો ઉપાય નથી. એ તો મૂર્ખ કઠિયારા જેવી ચેષ્ટા છે. એક વખત કેટલાક કઠિયારા વગડામાં લાકડાં કા'વા ગયા. તેમણે પોતામાંના એક કઠિયારાને એક જગ્યાએ બેસાડી કહ્યું કે ભાઈ, તું અહી બેસજે . આ અરણીના લાકડામાંથી અગ્નિ સળગાવી ભોજન તૈયાર કરજે, અમ બધા લાકડાં કાપીને આવીશું ત્યારે અમારા લાકડામાંથી તને ભાગ ના પીશું. આમ કદી બીજ બધા લાકડાં કાપવા ગયા. પછી તે કઠિયારાએ રસોઈન માટે અગ્નિ મેળવવા અરણીના લાકડાના કટકે કટકા કરી નાંખ્યા, પણ તેમાંથી તેને અગ્નિ મળી શક્યો નહીં. બધા કઠિયારા લાકડાં કાપી ત્યાં આવ્યા અને તે કઠિયારાને અરણીના લાકડાના કટકા કરતો તથા તેમાં અગ્નિ શોધતો જોઈ હસી પડ્યા. પછી તેમણે પોતાના હાથે અરણીના લાકડાને પરસ્પર ખૂબ ઘસી, અગ્નિ ઉત્પન્ન કરી રસોઈ બનાવી. હે રાજન! અરણીના લાકડામાં અગ્નિ વિદ્યમાન છે એ વાત જગત્મસિદ્ધ છે, પણ અગ્નિને શોધવા માટે તેના નાના નાના ટુકડા કરીને અગ્નિ જોવાનો પ્રયત્ન કરવામાં આવે તો પણ તેમાં અગ્નિ જોવા મળતો નથી. અરણીના લાકડામાં અગ્નિ સૂક્ષ્મરૂપે રહેલો હોય છે. તે અગ્નિને જોવા માટે તે લાકડાનો ઝીણામાં ઝીણો ચૂરો કરીને તપાસ કરવામાં આવે તોપણ અગ્નિ દેખાતો નથી. જો આંખથી જોઈ શકાય તેવા મૂર્ત પદાર્થો Page #298 -------------------------------------------------------------------------- ________________ ગાથા-પ૯ ૨૬૫ પણ આ રીતે જોઈ શકાતા નથી, તો આંખથી ન જોઈ શકાય એવો અમૂર્ત આત્મા આવા ઉપાય વડે કઈ રીતે જોઈ શકાય? અરણીના લાકડાના ટુકડા કરી તેમાં અગ્નિ ન દેખાય તો શું એમ કહી શકાય કે તેમાં અગ્નિ નથી? જો એમ કહેવામાં આવે તો તે અયથાર્થ ગણાય. તેવી જ રીતે શરીરના ટુકડાઓમાં આત્મા ન દેખાય, તેથી આત્મા નથી એમ માનવું અયથાર્થ ઠરશે. જેમ પરસ્પર ઘસવાથી અરણીમાંથી અગ્નિ ઉત્પન્ન થયેલો જોઈ શકાય છે, તેમ વિશિષ્ટ ઉપાયો દ્વારા આત્માના અસ્તિત્વની પ્રતીતિ થઈ શકે છે. પ્રદેશી રાજા – આત્માના અસ્તિત્વની પ્રતીતિનો કોઈ ઉપાય છે? શરીરમાં આત્મા છે. એ કેવી રીતે સાબિત થઈ શકે? શ્રી કેશી સ્વામી - આ સામેના ઝાડનાં પાંદડાં શાથી હાલે છે? પ્રદેશી રાજા - હવાથી. શ્રી કેશી સ્વામી – એ હવા કેટલી મોટી છે તથા તેનો રંગ કેવો છે? પ્રદેશી રાજા – એ હવા દેખાતી નથી, તેથી હું કેવી રીતે કહી શકું? શ્રી કેશી સ્વામી - હવા દેખાતી નથી, છતાં તે શી રીતે જાણ્યું કે હવા છે? પ્રદેશી રાજા - આ પાંદડાં હલે છે તેના ઉપરથી. શ્રી કેશી સ્વામી - બસ, એ પ્રમાણે શરીરની હાલવા-ચાલવા વગેરે ક્રિયાથી આપણે જાણી શકીએ કે તે શરીરમાં આત્મા છે. (૬) પ્રદેશી રાજા - જો શરીર અને આત્મા જુદાં હોય તો બાળક શા માટે બાણોને ફેંકી શકતો નથી અને યુવાન તેમ કરી શકે છે, માટે તે શક્તિ આત્માની નહીં પણ શરીરની છે અને શરીરના નારા સાથે તેનો પણ નાશ થાય છે. પંચ ભૂતના વિશિષ્ટ સંયોગથી, બોલવા-ચાલવા વગેરેની શક્તિઓ ઉત્પન્ન થાય છે. આ શરીરમાં ચામડી, હાડ વગેરે પૃથ્વીતત્ત્વ છે; આંસુ, મૂત્ર વગેરે જળતત્ત્વ છે; જઠરાગ્નિ વગેરે અગ્નિતત્ત્વ છે; શ્વાસોચ્છવાસ વગેરે વાયુતત્ત્વ છે અને પેટમાં તથા બીજે ક્યાં ખાલી જગ્યા છે તે આકાશતત્ત્વ છે. એ પાંચ ભૂતના સંયોગરૂપ આ દેહ ખાવા-પીવા વગેરેથી પુષ્ટ થાય છે. કોઈ પણ સંયોગ સર્વથા છૂટો પડે છે ત્યારે બોલવા-ચાલવા વગેરેની શક્તિનો નાશ થાય છે. આમ થવાથી તેને મૃત ઘોષિત કરવામાં આવે છે. આ પ્રમાણે ઘણા પ્રયોગોથી અને ઘણા વિચારોથી મેં નિર્ણય કર્યો છે કે આત્મા નથી. શ્રી કેશી સ્વામી - પંચ ભૂતના મળવામાત્રથી બોલવા-ચાલવા વગેરેની શક્તિ ઉત્પન્ન થાય છે એમ માનવું યથાર્થ નથી. જો કોઈ પણ સ્વતંત્ર સચેતન પદાર્થનું અસ્તિત્વ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન માનવામાં ન આવે અને કેવળ પંચ ભૂતના સંયોગમાત્રથી જ બોલવા-ચાલવા વગેરેનો વ્યવહાર સ્વીકારવામાં આવે તો આ દેહ સતત બોલ બોલ જ કરે. યંત્રનાં પૈડાંની જેમ તે ચાલ ચાલ જ કરે. કયા સમયે શું બોલવું, કયા સમયે બોલતાં બંધ થવું, ક્યારે ચાલવું, ક્યારે અટકવું વગેરે વ્યવસ્થિત વ્યવહારને માટે તે પંચ ભૂતોની શક્તિ ઉપર સચેતન નિયંતાની જરૂર છે. જડ દેહ ઉપર ચૈતન્યશક્તિવાળા આત્માનો કાબૂ છે, માટે જ તે દેહ વ્યવસ્થિત કામ કરે છે. આમ, શ્રી કેશી સ્વામીએ પ્રદેશી રાજાને સમજાવ્યું કે આત્માના અસ્તિત્વને સિદ્ધ કરવા માટેના તેના પ્રયત્નો યોગ્ય ન હતા એટલે તેને આત્માની પ્રતીતિ ન થઈ. જે પ્રયોગો અને દલીલોના આધારે તેણે આત્મા નથી એમ નિર્ણય કર્યો હતો, તેમાં તેની ભૂલ રહી ગઈ હતી. આત્માનું અસ્તિત્વ અવશ્ય છે અને તે દેહથી ભિન્ન છે. શ્રી કેશી સ્વામીની યુક્તિયુક્ત દલીલો દ્વારા પ્રદેશી રાજાની મિથ્યા માન્યતા દૂર થઈ અને તેને સમ્યક્ નિર્ણય થયો. શ્રી કેશી સ્વામીના ઉપદેશથી પ્રદેશી રાજાને દઢ વિશ્વાસ થઈ ગયો કે આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ છે અને તે પોતે કરેલાં પુણ્ય-પાપનો બદલો અવશ્ય ભોગવે છે. શ્રી કેશી સ્વામીથી પ્રતિબોધ પામી પ્રદેશી રાજાએ જૈન ધર્મ અંગીકાર કર્યો, સમ્યક્ત્વમૂલ શ્રાવકનાં બાર વત ગ્રહણ કર્યા અને તેનું વિધિપૂર્વક આરાધન કરવા લાગ્યો. તેનો ઝુકાવ આત્મા તરફ થતાં તે ભોગોથી વિમુખ થઈ ગયો. તેણે પોતાની રાજલક્ષ્મીનો ચોથો ભાગ દાન માટે અલગ રાખ્યો અને છઠના પારણે છઠ શરૂ કર્યા. શ્રી કેશી સ્વામી ત્યાંથી વિહાર કરી ગયા. રાણી સૂર્યકાંતાને પોતાના સ્વામી પ્રદેશી રાજાની ધર્મચુસ્તતા, સંસારના ભોગવિલાસથી વિરક્તતા ન ગમી. ‘મારે હવે તે (પ્રદેશી રાજા) નિરુપયોગી છે એમ જાણી તેણે તેરમાં છઠનું પારણું કરાવતી વખતે રાજાને વિષ આપ્યું. રાજાને વિષ ખવરાવ્યાની ખબર પડી છતાં તેણે સમભાવ રાખ્યો. તેણે અંત સુધી સમાધિ બરાબર ટકાવી રાખી અને સમાધિભાવમાં મૃત્યુ પામી, દેવલોકમાં સૂર્યાભ નામે દેવ થયો. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણે ઊપજશે, સંયમ લઈ મોક્ષે પધારશે. આત્માના અસ્તિત્વની ખોજ અંગે શ્રી કેશી સ્વામી અને પ્રદેશી રાજાની ચર્ચા પ્રસિદ્ધ છે. એ જ પ્રમાણે અહીં ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં શિષ્ય શ્રીગુરુને આત્માના અસ્તિત્વ સંબંધી પ્રશ્નો પૂછે છે અને શ્રીગુરુ તે પ્રશ્નોનું સમાધાન આપે છે. તેની ઊંડી વિચારણા કરવાથી શિષ્યને આત્માના હોવાપણાની ખાતરી થાય છે. શિષ્ય તેની દલીલો રજૂ કરતાં કહે છે કે – ૧) આત્મા દેખાતો નથી, તેનું કોઈ રૂપ જણાતું નથી અથવા તે બીજી ઇન્દ્રિયો દ્વારા અનુભવમાં આવતો નથી, તેથી આત્મા નથી. Page #300 -------------------------------------------------------------------------- ________________ ગાથા-પ૯ ૨૬૭ ૨) દેહ, ઇન્દ્રિય કે પ્રાણ તે જ આત્મા છે. આ ત્રણથી ભિન્ન એવી આત્માની કોઈ નિશાની જણાતી નથી. ૩) ઘટ-પટ આદિ પદાર્થો જેમ જણાય છે તેમ આત્મા જણાતો નથી, તેથી આત્માનું હોવાપણું નથી. શિષ્ય આત્માના ન હોવાપણાના સમર્થનમાં જે જે દલીલો પ્રદર્શિત કરે છે, તે સર્વનું શ્રીગુરુ સચોટ અને સંતોષકારક પૃથક્ પૃથક્ સમાધાન આપે છે. શ્રી સદ્ગુરુ કહે છે કે – ૧) આત્મા અમૂર્ત પદાર્થ હોવાથી ઇન્દ્રિયગ્રાહ્ય નથી, પરંતુ જ્ઞાનધારક પદાર્થ હોવાથી સર્વ ઇન્દ્રિયોના વિષયને જાણે છે. તે દૃષ્ટિનો દ્રષ્ટા છે, રૂપનો જાણનાર છે. સર્વને બાધ કરતાં કરતાં જેનો બાધ કરી શકાતો નથી એવો અબાધ્ય અનુભવસ્વરૂપ પદાર્થ તે આત્મા છે. પ્રત્યેક ઇન્દ્રિયને માત્ર પોતાના વિષયનું જ જ્ઞાન હોય છે, પણ સર્વ ઇન્દ્રિયોના વિષયોને જાણનાર અને સ્મરણમાં રાખનાર પદાર્થ તે આત્મા છે. ૨) દેહ, ઇન્દ્રિય કે પ્રાણ તે આત્મા નથી, પણ એ સર્વ આત્માની સત્તા વડે પોતપોતાની નિયત પ્રવૃત્તિમાં પ્રવર્તે છે. દેહ તેને જાણતો નથી, ઇન્દ્રિય તેને જાણતી નથી અને પ્રાણ પણ તેને જાણતો નથી. તે સર્વ આત્માની સત્તા વિના નિષ્ક્રિય અને નિશ્રેષ્ટ પડ્યાં રહે છે. વળી, દેહ તે જ આત્મા હોય તો જેવડો દેહ હોય તેવડું જ્ઞાન હોય; પરંતુ કૃશ દેહમાં પરમ બુદ્ધિ અને સ્થૂળ દેહમાં અલ્પ બુદ્ધિ પણ જોવા મળે છે; તેથી જ્ઞાનગુણધારક આત્મા દેહથી ભિન્ન છે એમ દેઢ પ્રતીતિ થાય છે. આ આત્મા નામનો પદાર્થ દેહની સર્વ અવસ્થાઓથી જુદો, પ્રગટ ચૈતન્યમય એંધાણથી સદા વિદ્યમાન અનુભવાય છે. ૩) ઘટ, પટ આદિ શેય પદાર્થનો સ્વીકાર થતાં તેના જ્ઞાતાનો સ્વીકાર સ્વયમેવ થઈ જાય છે. જ્ઞાન ગુણનું આશ્રયદ્રવ્ય શરીર કે ઇન્દ્રિય નથી, પણ તેનાથી ભિન્ન એવો ચૈતન્યમય આત્મા છે. ઘટ-પટાદિ જડ પૌગલિક રૂપી પદાર્થો છે, જ્યારે આત્મા અરૂપી ચેતન પદાર્થ છે. આત્માની શંકા કરતાં જ આત્માની સિદ્ધિ થઈ જાય છે, કારણ કે જડ પદાર્થ કદાપિ શંકા કરવા માટે સમર્થ નથી. પોતે આત્મા હોવા છતાં આત્માના હોવાપણાની શંકા કરે છે એ અમાપ આશ્ચર્ય છે. જડ અને ચેતન એ બન્ને પ્રગટ ભિન્ન પદાર્થ છે અને ત્રણે કાળમાં ક્યારે પણ તે બન્ને પોતપોતાના સ્વભાવનો ત્યાગ કરતા નથી કે ક્યારે પણ એકપણું પામતા નથી. અનાદિ કાળના દેહાધ્યાસના કારણે તે એકરૂપ ભાસે છે, પણ વાસ્તવમાં તેમ નથી. તે બન્ને મ્યાન અને તલવારની જેમ ભિન્ન છે. તેનાં Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન લક્ષણોથી તેની ભિન્નતાનું ભાન થાય છે. આમ, શિષ્યની સર્વ શંકાઓનું સમાધાન અત્યંત સરળ અને સચોટપણે, હૃદયને સ્પર્શી જાય એવા તર્ક અને દૃષ્ટાંત દ્વારા કરી, શ્રીગુરુ આત્મતત્ત્વના અસ્તિત્વની સિદ્ધિ કરે છે. આ સમાધાનને ઊંડાણથી વિચારતાં શિષ્યને આત્માના અસ્તિત્વની યથાર્થ પ્રતીત થાય છે અને તેથી તે વિચારવાન અને તત્ત્વજિજ્ઞાસુ શિષ્ય તેનો સ્વીકાર કરે છે. શ્રીગુરુએ આપેલ સમાધાનનો વિચાર કરતાં શિષ્યને આત્માનું અસ્તિત્વ છે એમ નિશ્ચય થાય છે અને તેનો સ્વીકાર કરતાં શિષ્ય કહે છે કે “સંભવ તેનો થાય છે, અંતર કર્યો વિચાર', શિષ્ય પ્રામાણિકતાથી સ્વીકાર કરે છે કે આ નિશ્ચય હજી બૌદ્ધિક સ્તરે થયો છે, આત્માના સાક્ષાત્ અનુભવથી થયો નથી. શિષ્યને તર્ક-યુક્તિથી આત્માનું અસ્તિત્વ સિદ્ધ થયું છે, પણ આત્માના સાક્ષાત્કારથી થયું નથી એવું સ્પષ્ટીકરણ “સંભવ' શબ્દ દ્વારા અભિપ્રેત છે. “સંભવ' શબ્દ સંદેહદર્શક કે અનિશ્ચિતતાસૂચક નથી, પરંતુ તે બૌદ્ધિક સ્તરે થયેલી સમજને સૂચવે છે. આ બાબતમાં શ્રીમદે અન્યત્ર લખ્યું છે – ‘કર્મનો મુખ્ય આકાર કોઈ પ્રકારે દેહ છે, અને જીવ ઇંદ્રિયાદિ દ્વારા ક્રિયા કરતો જાણી જીવ છે એમ સામાન્યપણે કહેવાય છે, પણ જ્ઞાનદશા આવ્યા વિના જીવ, કાયાનું જે સ્પષ્ટ જુદાપણું છે, તે જીવને ભાસ્યામાં આવતું નથી; તથાપિ ક્ષીરનીરવત જુદાપણું છે. જ્ઞાનસંસ્કારે તે જુદાપણું સાવ સ્પષ્ટ વર્તે છે.'' આ ગુરુશિષ્યસંવાદમાં શ્રીમદે શિષ્યની પ્રશ્ન પૂછવાની શૈલી, તેની નિખાલસતા, તેનો વિનય, તેની વિચારશીલતા, પોતાની માન્યતા બદલવાની તૈયારી ઇત્યાદિ દ્વારા એક આદર્શ શિષ્યનું વ્યક્તિત્વ આલેખ્યું છે. શિષ્ય આત્માના અસ્તિત્વ અંગે મૂંઝાયેલો હતો, તેથી તેનો ઉકેલ મેળવવા તે શ્રીગુરુને પ્રશ્નો પૂછે છે. તેના મનમાં આત્માના હોવાપણા સંબંધી શંકા થાય છે, તેથી તે નિઃશંક થવા અર્થે શ્રીગુરુને પ્રશ્નો કરે છે. તે પોતાના વિચારો શ્રીગુરુને નિખાલસતાથી જણાવે છે. તેને પ્રશ્ન પૂછવામાં ભય, શરમ આદિ નડતાં નથી. તેને કોઈ પણ પ્રકારનો સંકોચ થતો નથી. આટલું પણ મને સમજાતું નથી!' એવો ભાવ પણ તેને થતો નથી, પરંતુ આ મારે સમજવું છે' એ ભાવ હોવાથી તે નિર્દભપણે પ્રશ્નો પૂછી શકે છે. શિષ્ય અત્યંત વિનયપૂર્વક વર્તે છે. સતુની પ્રાપ્તિ રોકનાર સૌથી વધુ પ્રતિબંધક એવો જીવનો જે સ્વચ્છંદ નામનો મહાદોષ છે, એ તેનામાં નથી. તેને શ્રીગુરુ પ્રત્યે અત્યંત બહુમાન હોવાથી તે વિનયપૂર્વક વર્તે છે. સદ્ગુરુના આશ્રયે સત્ની પ્રાપ્તિ કરવા માટે જ્ઞાની ભગવંતોએ વિનયનું ખૂબ માહાસ્ય દર્શાવ્યું છે. વિનય એ શિષ્યત્વનો એક ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ. ૪૦૯ (પત્રાંક-૫૦૯) Page #302 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૯ ૨૬૯ અગત્યનો ગુણ છે. ધર્મરૂપી વૃક્ષનું મૂળ વિનય છે. જીવમાં જ્યારે વિનય આવે છે ત્યારે તે વિશુદ્ધ થાય છે. અહીં શિષ્યમાં વિનય જાગ્યો છે, શ્રીગુરુની ભક્તિ પ્રગટી છે, અહં વિરામ પામ્યો છે; જે તેના શ્રીગુરુ પ્રત્યેના વ્યવહારથી જણાઈ આવે છે. તે અત્યંત વિનયપૂર્વક પોતાની શંકા રજૂ કરે છે અને સમાધાનની યાચના કરે છે. મધ્યસ્થ બુદ્ધિવાળો શિષ્ય ધીરજ રાખી સદ્ગુરુના ઉત્તરો સાંભળે છે. શિષ્યને સમજવાની તીવ્ર રુચિ હોવાથી તે શ્રીગુરુના સમાધાનને એકાગ્રતાથી સાંભળે છે. જે વિષયમાં રુચિ હોય છે તેમાં મન આપોઆપ જોડાઈ જાય છે, લાંબો સમય કેન્દ્રિત રહે છે અને વચ્ચે કોઈ વિક્ષેપ પડે તોપણ તે બેધ્યાન થતું નથી. જ્યાં રસ હોય ત્યાં એકાગ્રતા સ્વતઃ સધાય છે. શિષ્યને સમ્યક્ નિર્ણયનો રસ હોવાથી શિષ્ય એકચિત્તે શ્રીગુરુના બોધનું શ્રવણ કરે છે અને તેના ઉપર વિચાર કરે છે. શ્રીગુરુના બોધ ઉપરની વિચારણા એ શિષ્યની રુચિનું દ્યોતક છે. એના ઉપરથી તેની અંતરંગ રુચિ શી છે, જીવનનું ધ્યેય ક્યાં સ્થપાયું છે એ પકડી શકાય છે. રસ વગરના શ્રવણથી વિચારનું ઊગવું સંભવતું નથી. શિષ્યને શ્રીગુરુનું સમાધાન અપૂર્વ લાગે છે. તે સદ્ગુરુના ઉપદેશથી અંતરમાં અતીવ આનંદિત થાય છે અને બોધને સમ્યપણે ગ્રહણ કરી તેની વિચારણામાં તરબોળ બને છે. તે શ્રીગુરુના સમાધાનને બરાબર સમજવાનો પ્રયત્ન કરે છે. સમજ્યા વિના ‘પ્રમાણ વચન' કહેવાને બદલે તે પૂર્ણપણે સમજવાનો પુરુષાર્થ કરે છે. તે શ્રીગુરુની વાત ઉપર વિચારણા કરીને શ્રદ્ધા કરે છે. પૂર્ણ રીતે સમાધાન ન થાય ત્યાં સુધી | વિનયપૂર્વક પૂછે છે અને સમાધાન ઉપર ચિંતન કરી, દેઢ તત્ત્વનિર્ણય કરે છે. શિષ્ય વિચારવાન અને ન્યાયને ઊંડાણથી સમજનાર હોવાથી તે શ્રીગુરુના સમાધાનને ઝટ સમજી જાય છે. તેના બધા જ પ્રશ્નોનો નિકાલ થાય છે. શ્રીગુરુનાં વચનો સાંભળી, તેના ઉપર વિચાર કરવાથી તેનું અંતર જાગૃત થાય છે અને તેને આત્માના અસ્તિત્વની પ્રતીતિ હૃદયગત થઈ જાય છે. તે જે નિર્ણય કરે છે તેને તે ભૂલી જાય તેમ નથી. તે આત્માના અસ્તિત્વને પોતાના અંતરની પ્રતીતિથી એવી રીતે સમજે છે કે ફરીને તેમાં સંદેહ ન આવે. તે આ પ્રતીતિને શ્રીગુરુની મહતુ કૃપાનું ફળ માને છે. સમાધાન થયા પછી તે તેનો વિનયપૂર્વક, પૂર્ણપણે, મુક્ત કંઠે સ્વીકાર પણ કરે છે. આવો જિજ્ઞાસુ, વિનયવંત, સુવિચારવાન શિષ્ય જ તત્ત્વજ્ઞાનનો સાચો અધિકારી છે અને તે જ આત્મદ્રષ્ટા સદ્ગુરુની અપૂર્વ વાણી દ્વારા અમૂલ્ય લાભ પ્રાપ્ત કરી શકે છે. શ્રીગુરુનું કાર્ય પણ અદ્ભુત છે. તેમનું કાર્ય છે જીવે જે ભ્રાંતિયુક્ત અભિપ્રાયો બાંધી રાખ્યા છે તેને તોડાવવાનું અને આ કાર્ય કરવા માટે પહેલાં તો તેઓ એ અભિપ્રાયોનું મિથ્યાપણું સિદ્ધ કરે છે. જીવ ખોટા ખ્યાલ બાંધે છે અને પછી એને Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન વાગોળે છે. મિથ્યા અભિપ્રાયોનું વારંવાર ઘોલન થાય એટલે સત્યનો એક ભ્રમ ઊભો થાય છે. તેને પોતાના ખોટા ખ્યાલો સાચા લાગવા માંડે છે. પોતાનું જૂઠ તેને સત્ય લાગે છે અને તેથી તે સત્ય તરફ ગતિ કરી શકતો નથી. શ્રીગુરુ જીવને તેના અભિપ્રાય કેવા મિથ્યા છે તેનું ભાન કરાવે છે, તેનું જૂઠ જૂઠરૂપે દેખાડે છે. તેઓ જીવના મિથ્યા અભિપ્રાયો તોડાવે છે, ખોટા ખ્યાલો નસાડે છે. આમ, ગુરુ-શિષ્યના સંવાદરૂપે પ્રયોજેલી આ છ પદની દેશનામાં શ્રીમદે તે ગહન અને ગૌરવવંતી ગુરુ-શિષ્યની પરંપરાનો મહિમા દર્શાવ્યો છે. તેમણે ગુરુ અને શિષ્ય વચ્ચેના ભાવવાહી સંબંધને હૃદયંગમ રીતે ઉપસાવ્યો છે. તેમણે સુશિષ્યનું સ્વરૂપ ખૂબ સુંદર રીતે નિરૂપ્યું છે. સુશિષ્યના ગુણો કેવા હોય, તેનો સદ્દગુરુ સાથેનો વ્યવહાર કેવો હોય વગેરે અનેક વિષયોને તેમાં ગૂંથી લીધા છે. ગુરુશિષ્યસંવાદની શૈલી અપનાવી શ્રીમદે દર્શાવ્યું છે કે ગુરુ પ્રત્યે બહુમાન ધરાવનાર શિષ્યને તત્ત્વજ્ઞાનનો બોધ સરળતાથી થઈ શકે છે. જે જીવ સતુની પ્રાપ્તિ માટે તૈયાર થઈને પ્રત્યક્ષ સદ્ગુરુના શરણે જાય છે તે અવશ્ય સત્ની પ્રાપ્તિ કરે છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – આત્માના અસ્તિત્વના, જે જે કહ્યા વિચાર; વિચારતાં અંતર વિષે, જણાય છે કંઈ સાર. યુક્તિ સહિત આત્મત્વના, આપે કહ્યા પ્રકાર; ન્યાય સહિત સમજાય છે, યથામતિ સંસ્કાર. બુદ્ધિ બળ અજમાવતાં, આત્માનું અસ્તિત્વ; સંભવ તેનો થાય છે, જૂઠ ઠરે નાસ્તિત્વ. આત્મા છે એ સ્થાન તે, પ્રથમ બતાવ્યું સાર; શ્રદ્ધામાં કંઈ આવતું, અંતર કર્યો વિચાર.'૧ ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૨૮ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૨૩૩-૨૩૬) Page #304 -------------------------------------------------------------------------- ________________ गाथा - ६० ni २४ . hi, antant rine, १५०, १९विभो २९. Page #305 -------------------------------------------------------------------------- ________________ Page #306 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૬૦ - ગાથા પ૯માં શિષ્ય કહ્યું કે આત્માના હોવાપણા વિષે આપે જે જે પ્રકારો | ભૂમિકા "2"| કહ્યા, જે જે ઉત્તરો કહ્યા, તેનો અંતરમાં વિચાર કરવાથી આત્માનું અસ્તિત્વ સંભવે છે, એમ ભાસે છે. આત્માના અસ્તિત્વ સંબંધી શંકાના સમાધાન ઉપર વિચારણા કરવાથી આત્માના હોવાપણાની વાત અંતરમાં દઢ થઈ છે અને ‘આત્મા નથી' એ મિથ્યા માન્યતા સંપૂર્ણપણે ટળી ગઈ છે એવો સ્વીકાર શિષ્ય મુક્ત કંઠે કરે છે. આમ, સરળચિત્ત વિનયસંપન શિષ્ય આત્મા છે' એ પ્રથમ પદનો સ્વીકાર કરે છે. હવે સમ્યગ્દર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનકરૂપ છ પદોમાંનું બીજું પદ આત્મા નિત્ય છે' એ વિષે શિષ્ય પોતાની મૂંઝવણ વ્યક્ત કરે છે. શિષ્ય તત્ત્વજિજ્ઞાસુ તથા વિચારવાનું છે, તેથી તેના મનમાં ક્રમબદ્ધ વિચારશ્રેણી ચાલે છે. આત્માના અસ્તિત્વ સંબંધી તેને સમ્યક્ નિર્ણય થયો હોવા છતાં આત્માના નિત્યત્વ અંગે તેને હજી નિઃશંકતા થઈ નથી. આત્માના ત્રિકાળ હોવાપણા વિષે તેને હજુ શંકા ઊડ્યા કરે છે. આત્મા સાથેનો તથા આત્મા વગરનો એમ બન્ને પ્રકારે દેહ દેખાય છે, બન્ને વચ્ચેનો તફાવત પણ જણાય છે અને તેથી આત્મા છે' એમ તો સિદ્ધ થાય છે; પરંતુ દેહ વગરનો આત્મા આજ પર્યત જણાયો નથી, તેથી તે શાશ્વત કઈ રીતે હોઈ શકે એનો સ્પષ્ટ ઉકેલ તેને મળતો નથી. આત્માના અસ્તિત્વ સંબંધી શંકાઓનું સમાધાન કરતાં શ્રીગુરુએ જ્યારે જણાવ્યું હતું કે “સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય” તથા “એકપણું પામે નહીં, ત્રણે કાળ દ્વયભાવ' - ત્યારે જ શિષ્યની ઊંડી વિચારણામાં આત્મા ક્ષણિક કે નાશવંત નથી એ ભાવ પકડાયો હતો, પરંતુ આત્માની નિયતા વિષે હજી તેને નિઃશંક પ્રતીતિ થઈ નથી. તેથી આત્મા ત્રિકાળવર્તી અવિનાશી પદાર્થ છે, અર્થાત્ આત્મા નિત્ય છે' એવા આત્માના બીજા પદ સંબંધીમાં સંતોષકારક સમાધાન અર્થે તથા તેનો અફર નિર્ણય થવાને અર્થે તે પોતાની દલીલો રજૂ કરે છે અને સમાધાન માટે તે શ્રીગુરુને યાચના કરે છે. આત્માના નિત્યત્વના વિષય માટે શ્રીમદે ૧૧ ગાથાઓ (૬૦-૭૦)ની રચના કરી છે. તેમાં પ્રથમ બે ગાથા (૬૦-૬૧)માં વિનીત શિષ્ય આત્માના નિયત્વરૂપ બીજા પદ વિષે પોતાની શંકાના સમર્થનમાં દલીલો રજૂ કરે છે. આત્મા નિત્ય નથી' એમ જણાવવા માટે શિષ્ય બે દલીલો રજૂ કરે છે - એક તો દેહના ઉત્પત્તિ-નાશરૂપ સ્થૂળ Page #307 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન ભવપર્યાયની અપેક્ષાએ (ચાર્વાકમતના પ્રભાવથી) અને બીજી, સમયે સમયે પલટાતી ક્રોધાદિ દશારૂપ સૂક્ષ્મ પર્યાયની અપેક્ષાએ (બૌદ્ધમતના પ્રભાવથી). શ્રીમદે આત્માનું નિત્યત્વ નહીં સ્વીકારનારાં એવાં આ બે દર્શનોની પ્રચલિત દલીલ તે દર્શનનાં નામ લીધા વિના શિષ્યની જિજ્ઞાસારૂપે મૂકી છે અને તે પછી શ્રીગુરુના મુખે તે શંકાનું સમાધાન નવ ગાથાઓ(૬૨-૭૦)માં આપ્યું છે. તેમાં શિષ્યની શંકાનું અયથાર્થપણું બતાવી, આત્માનું શ્રેય થાય તે માટે આત્માના નિત્યત્વને સિદ્ધ કરી આપ્યું છે. ૨૭૪ પ્રસ્તુત ગાથામાં ચાર્વાક દર્શનના પ્રભાવથી સ્થૂળ ભવપર્યાયની અપેક્ષાએ આત્માની અનિત્યતા બતાવતાં શિષ્ય કહે છે ગાથા - ‘બીજી શંકા થાય ત્યાં, આત્મા નહિ અવિનાશ; દેહયોગથી ઊપજે, દેહવિયોગે નાશ.' (૬૦) અર્થ પણ બીજી એમ શંકા થાય છે, કે આત્મા છે તોપણ તે અવિનાશ એટલે નિત્ય નથી; ત્રણે કાળ હોય એવો પદાર્થ નથી, માત્ર દેહના સંયોગથી ઉત્પન્ન થાય, અને વિયોગે વિનાશ પામે. (૬૦) ભાવાર્થ આત્માના અસ્તિત્વ સંબંધી નિઃશંક થવા છતાં બીજી એક શંકા થાય છે કે આત્માનું હોવાપણું છે, તોપણ તે કદી નાશ ન થાય એવો નિત્ય સદા રહેનારો પદાર્થ નથી, અર્થાત્ ત્રણે કાળ વિદ્યમાન હોય એવો ત્રિકાળવર્તી પદાર્થ નથી. દેહના સંયોગથી ઉત્પન્ન થાય અને દેહના વિયોગે નાશ પામે એવો દેહસ્થિતિ પર્યંત વર્તનારો, મર્યાદિત કાળવર્તી પદાર્થ છે. ઘટ, પટ આદિ પદાર્થો જેમ અમુક કાળવર્તી છે, તેમ આત્મા દેહસ્થિતિ પર્યંત ટકનારો પદાર્થ છે; અર્થાત્ આત્મા દેહની સાથે નાશ પામનારો, વિનાશી, અનિત્ય પદાર્થ છે. આત્માનું અસ્તિત્વ સ્વીકારનારા કેટલાક એમ માને છે કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ એ પંચ ભૂતોના સંયોજનથી આત્માની ઉત્પત્તિ થાય છે, અર્થાત્ દેહના જન્મ સાથે આત્માની ઉત્પત્તિ થાય છે અને તે પંચ ભૂત વીખરાતાં દેહ નાશ પામે છે અને તેની સાથે આત્મા પણ નાશ પામે છે. માટે આત્મા ઉત્પાદ-વિનાશ સ્વભાવવાળો છે, ત્રણે કાળ જેનું અસ્તિત્વ હોય એવો નિત્ય પદાર્થ નથી. - વિશેષાર્થ આત્માના અસ્તિત્વની જેમ બધા દાર્શનિકોએ આત્માના નિત્યત્વ અંગે પણ પોતપોતાની રીતે વિચારણા કરી છે. આત્માના નિત્યત્વ અંગે વિભિન્ન દાર્શનિકો વિભિન્ન મત ધરાવે છે. કેટલાક દાર્શનિકો આત્માને સર્વથા નિત્ય, તો કેટલાક આત્માને સર્વથા અનિત્ય, તો વળી કેટલાક આત્માને પરિણામી નિત્ય માને છે. આત્માના નિત્યત્વના વિષયમાં વિભિન્ન દર્શનોના મતોનો વિચાર કરીએ Page #308 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૦ (૧) ચાર્વાક દર્શન ચાર્વાકદર્શન સ્વતંત્ર આત્મતત્ત્વનું અસ્તિત્વ નથી માનતું, કારણ કે આત્મા ઇન્દ્રિયપ્રત્યક્ષ નથી. તે આત્મા નામના કોઈ પદાર્થની વિદ્યમાનતા સ્વીકારતું નથી. ચાર્વાક દર્શન એમ માને છે કે શરીર, ઇન્દ્રિય કે પ્રાણથી ભિન્ન કોઈ આત્મા નથી. શરીરાદિથી ભિન્ન આત્માના અસ્તિત્વનું કોઈ પ્રત્યક્ષપ્રમાણ નથી, માટે આત્મા જેવું કંઈ છે જ નહીં. શરીરાદિથી ભિન્ન આત્માનું અસ્તિત્વ જ નથી તો તેનો નિત્ય હોવાનો કોઈ પ્રશ્ન જ ઊઠતો નથી. મૃત્યુ પછી શરીર નષ્ટ થઈ જાય છે અને તે જ પોતાનો અંત છે એમ માનવું જોઈએ. પૂર્વજીવન, પુનર્જન્મ, સ્વર્ગ, નરક, કર્મભોગ આ સઘળી વાતો નિરાધાર છે. આમ, તે જન્માંતરમાં માનતું નથી. તેના મત મુજબ આત્મા એ સર્વથા સ્વતંત્ર દ્રવ્ય નથી અને તેથી તે નિત્ય, શાશ્વત નથી. ચાર્વાકમતવાદીઓનો એક વર્ગ આત્માને શરીરથી ભિન્ન માને છે, પરંતુ તે એમ માને છે કે આત્માની સત્તા શરીરના સત્તાકાળ સુધી જ રહે છે અને તેથી તે પુનર્જન્મને સ્વીકારતો નથી. આમ, ચાર્વાક દર્શન અનુસાર આત્મા નિત્ય નથી. (૨) જૈન દર્શન ૨૭૫ જૈન દર્શનના મત અનુસાર આત્મા પરિણામી નિત્ય છે. જૈન દર્શન એમ માને છે કે શરીરનો નાશ થાય છે પણ આત્માનો નાશ થતો નથી, તે ત્રિકાળ ટકે છે. મૃત્યુ પછી આત્મા નવું શરીર ધારણ કરે છે, જેને જન્માંતર અથવા પુનર્જન્મ કહેવાય છે. આત્મા સ્વાધીન છે, સ્વતંત્ર છે, અનાદિ-અનંત છે. આત્મા નિત્ય છે અને તેનું પરિણમન સતત થયા કરે છે. જ્ઞાનાદિ ગુણોના આ પરિણમનના કારણે જૈન દર્શન આત્માને અનિત્ય પણ કહે છે. આમ, તેણે પરિણામી નિત્યવાદનો સ્વીકાર કર્યો છે. (૩) બૌદ્ધ દર્શન બૌદ્ધ દર્શનના મત પ્રમાણે આત્મા અનિત્ય છે. પ્રત્યેક ક્ષણે વિજ્ઞાન વગેરે નવી નવી ચિત્તક્ષણો ઉત્પન્ન થાય છે તથા લય પામે છે અને આત્મા એ વિજ્ઞાનક્ષણોથી જુદો નથી, એટલે તેના મત મુજબ આત્મા અનિત્ય છે. એક પળે જે વિજ્ઞાન સંસ્કારરૂપે હોય છે તે જ પાછું બીજી પળે વિજ્ઞાનના કારણરૂપ બને છે; વળી પાછું એ કાર્યરૂપ વિજ્ઞાન તે પછીના વિજ્ઞાનનું કારણ બની જાય છે. આમ, પરસ્પર ભિન્ન એવા ક્ષણિક વિજ્ઞાનસમૂહમાં પરંપરારૂપે કાર્ય-કારણભાવ રહે છે, જેને બૌદ્ધ દર્શન વિજ્ઞાનપ્રવાહ કે વિજ્ઞાનસંતતિ નામ આપે છે. આ વિજ્ઞાનપ્રવાહ કે વિજ્ઞાનસંતાન સિવાય આત્મા જેવું કોઈ બીજું મૂળભૂત તત્ત્વ નથી. નદીનો પ્રવાહ ધારાબદ્ધ વહેતાં જળબિંદુઓથી બને છે અને તેમાં એકત્વની પ્રતીતિ થાય છે, તેમ વિજ્ઞાનની સંતતિપરંપરાથી વિજ્ઞાનધારા બને Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન છે અને તેથી તેમાં એકત્વની પ્રતીતિ થાય છે; પરંતુ વસ્તુતઃ જળબિંદુઓની જેમ પ્રત્યેક દેશ અને કાળમાં વિજ્ઞાનક્ષણ ભિન્ન જ હોય છે. બૌદ્ધ આત્માની નિત્યતાને નથી માનતું, પણ વિજ્ઞાનસંતાનની અવિચ્છિન્નતાને અવશ્ય માને છે. (૪) ન્યાય-વૈશેષિક દર્શન - ન્યાય-વૈશેષિક દર્શન આત્માને જડસ્વભાવી, કૂટસ્થ નિત્ય તથા સર્વગત માને છે. તે આત્મામાં જ્ઞાન, સુખ, પ્રયત્ન, ઇચ્છા, દ્વેષ આદિ ગુણોનું આરોપણ કરે છે, જે અનિત્ય છે. નૈયાયિકો અને વૈશેષિકો આત્માને ગુણોના આશ્રય તરીકે માને છે અને દ્રવ્ય તથા ગુણોને ભિન્ન માને છે, તેથી આત્મદ્રવ્યમાં જ્ઞાનાદિ ગુણોનો સ્વીકાર કર્યા છતાં જ્ઞાનાદિની અનિત્યતાના કારણે આત્માને અનિત્ય માનવો તેના મત અનુસાર જરૂરી નથી. (૫) સાંખ્ય-યોગ દર્શન સાંખ્ય-યોગ આત્માને ફૂટસ્થ નિત્ય માને છે એટલે તેમાં કોઈ જ પરિણામ કે વિકાર માનતા નથી. તેના મત મુજબ પુરુષ (આત્મા) નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત, અસંગ, અલિપ્ત, અકર્તા છે. તે કંઈ જ કરી શકતો નથી. તે નિષ્ક્રિય છે. સંસાર અને મોક્ષ પુરુષના નહીં પણ પ્રકૃતિના છે. સુખ, દુ:ખ, જ્ઞાન વગેરે પુરુષના ધર્મો નથી પણ પ્રકૃતિના ધર્મો છે એમ તે માને છે. આમ, તે આત્માને સર્વથા અપરિણામી માને છે. આત્માનું કર્તૃત્વ નહીં માનતું હોવા છતાં આત્મામાં ભોક્તત્વ માને છે. પરંતુ એ ભોક્તૃત્વના કારણે આત્મામાં પરિણામ ઘટી શકવાનો સંભવ હોવાથી તેણે ભોક્તત્વને પણ વસ્તુતઃ આત્મધર્મ માનવાનું યોગ્ય માન્યું નથી અને એ રીતે આત્માના કૂટસ્થત્વની રક્ષા કરવા પ્રયત્ન કર્યો છે. (૬) પૂર્વ મીમાંસા દર્શન ઉપનિષદમાં આત્માને નિત્યાનિત્ય કહ્યો છે. આત્મા ચૈતન્યદ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે, એટલે કે અનાત્મામાંથી આત્મા કદી ઉત્પન્ન થતો નથી અને આત્મા કદી અનાત્મા બનતો નથી એ અપેક્ષાએ તે નિત્ય કહેવાય છે; પણ આત્માની જ્ઞાનપર્યાયો, અવસ્થાઓ બદલાતી રહે છે, તેથી તે અનિત્ય પણ છે એવો મીમાંસકોનો મત છે. (૭) ઉત્તર મીમાંસા (વેદાંત) દર્શન વેદાંતના સર્વ સંપ્રદાયો બ્રહ્મને નિત્ય માને છે, પરંતુ જીવાત્મા વિષે તેઓ ભિન્ન ભિન્ન મંતવ્યો ધરાવે છે. શાંકરમત અનુસાર જીવાત્મા માયિક છે. તે અનાદિથી અજ્ઞાનયુક્ત છે. અજ્ઞાનનો નાશ થાય ત્યારે તે બ્રહ્મક્ય અનુભવે છે અને જીવભાવ નષ્ટ થઈ Page #310 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૦ ૨૭૭ જાય છે, તેથી માયિક જીવ બહ્મરૂપે નિત્ય છે અને માયારૂપે અનિત્ય છે. શ્રી શંકરાચાર્ય સિવાયના લગભગ બધા આચાર્યો જીવને બહ્મનો વિવર્ત નહીં પણ બહ્મના પરિણામ તરીકે સ્વીકારે છે. એ દષ્ટિએ જીવાત્મા પરિણામી નિત્ય છે. આમ, ભારતીય દર્શનોની આત્માના નિત્યત્વ વિષેની વિચારણા વિવિધ સ્વરૂપે જોવા મળે છે. આત્માના નિયત્વ અંગેની તેમની માન્યતાઓમાં ઘણા તફાવત રહેલા છે. આત્માની નિયતાના સ્વરૂપ વિષે જુદા જુદા મત હોવા છતાં ચાર્વાક અને બૌદ્ધ દર્શન સિવાય સર્વ ભારતીય દર્શનો આત્માને નિત્ય માને છે. આત્માની નિત્યતા કયા પ્રકારે છે (ફૂટસ્થ, પરિણામી ઇત્યાદિ) તે વિષે તેમના વચ્ચે મતભેદ છે, પણ તેઓ આત્માની નિત્યતાનો સ્વીકાર તો કરે જ છે. માત્ર ચાર્વાક અને બૌદ્ધ દર્શન આત્માની નિત્યતાને સમ્મત કરતા નથી. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ના શિષ્યને આ બન્ને દર્શનની માન્યતાના પ્રભાવથી આત્માના નિત્યત્વ અંગે શંકા ઊપજી છે. ગાથા ૬૦માં શિષ્ય ચાર્વાક દર્શનની માન્યતા અને ગાથા ૬૧માં બૌદ્ધ દર્શનની માન્યતા શ્રીગુરુ સમક્ષ પોતાની શંકારૂપે રજૂ કરે છે. પ્રસ્તુત ગાથામાં શિષ્ય કરેલી દલીલમાં ચાર્વાક દર્શનની માન્યતાનો પ્રભાવ સ્પષ્ટપણે જણાય છે. ચાર્વાક દર્શન જડવાદી દર્શન છે. ચાર્વાકમતવાળા નાસ્તિક છે. આત્મા, ઈશ્વર, સ્વર્ગ, મોક્ષ વગેરે ભામક ખ્યાલો છે એવી ચાર્વાક દર્શનની વિચારધારા છે. તેના મત પ્રમાણે આત્મા, ઈશ્વર, પરલોક, કર્મ વગેરેનું અસ્તિત્વ જ નથી, કારણ કે તે ઇન્દ્રિયગોચર નથી. તે પ્રત્યક્ષપ્રમાણને જ માને છે અને આ શરીરથી ભોગવાય તેટલું સુખ ભોગવી લેવાની ભલામણ કરે છે. પુણ્ય-પાપ, ધર્મ-અધર્મ આદિની વાતો તેના મત મુજબ પાખંડીઓના પ્રલાપો છે. ચાર્વાકોમાં ધૂર્ત’ અને ‘સુશિક્ષિત એવા બે વર્ગ છે. શ્રી જયંત ભટ્ટ ‘ન્યાયમંજરી'માં ચાર્વાકમતવાદીઓની બે શાખાઓનો ઉલ્લેખ કર્યો છે - (૧) ધૂર્ત ચાર્વાક અને (૨) સુશિક્ષિત ચાર્વાક. ધૂર્ત ચાર્વાકો શરીરને ચાર ભૌતિક તત્ત્વોનો સંઘાત માને છે અને આત્માને શરીરથી અભિન્ન માને છે. ધૂર્ત ચાર્વાકો આત્માની સત્તાને શરીરથી ભિન્ન નથી માનતા. આથી વિપરીત, સુશિક્ષિત ચાર્વાકોના મત અનુસાર શરીરથી ભિન્ન એવા આત્માનું અસ્તિત્વ છે. તેઓ આત્માને શરીરથી ભિન્ન અને સર્વ અનુભવોના જ્ઞાતા તથા ભોક્તા તરીકે માને છે. તેમના મત મુજબ શરીરનો નાશ થાય ત્યારે આત્માનો પણ નાશ થાય છે. શરીરના નાશ પછી આત્માની સ્થિતિ રહેતી નહીં હોવાથી તેઓ પુનર્જન્મનો સ્વીકાર કરતા નથી, આત્માની સત્તા શરીરના સત્તાકાળ સુધી જ રહે છે એમ તેઓ માને છે. ૧ ૧- શ્રી જયંત ભટ્ટ, ન્યાયમંજરી', પૃ.૪૬૭ Page #311 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન આમ, ધૂર્ત ચાર્વાકો જીવનકાળમાં શરીરથી પૃથક્ એવા કોઈ આત્માને માનતા નથી, જ્યારે સુશિક્ષિત ચાર્વાકો શરીરથી પૃથક્ આત્માનું અસ્તિત્વ જીવનકાળ દરમ્યાન માને છે. તેઓ શરીરની ઉત્પત્તિ સાથે આત્માની ઉત્પત્તિ અને શરીરના અંત સાથે તેનો અંત થાય છે એમ માને છે. પ્રસ્તુત ગાથામાં શિષ્યે આત્માના નિત્યત્વ વિષેની જે શંકા રજૂ કરી છે તેમાં સુશિક્ષિત ચાર્વાકોના મતનો પ્રભાવ જોઈ શકાય છે. શિષ્યની શંકાને યથાર્થપણે સમજવા માટે આત્માનાં ઉત્પત્તિ-લય અંગેની ચાર્વાક દર્શનની આ માન્યતાને વિસ્તારથી જોઈએ ૨૭૮ ચાર્વાકદર્શન સ્પષ્ટપણે ભૌતિકવાદની ઘોષણા કરે છે. તે માત્ર ભૂતોનું જ અસ્તિત્વ માને છે, કારણ કે ભૂતોને પ્રત્યક્ષ જોઈ શકાય છે. તેમના મત પ્રમાણે ભૂતો સિવાય બીજું કોઈ તત્ત્વ છે જ નહીં. ભૂતો ચાર પ્રકારના છે પૃથ્વી, જળ, તેજ અને વાયુ. ચાર્વાકદર્શન અનુસાર પૃથ્વી આદિ ચાર ભૂતો સિવાય બીજું કોઈ મૂળ તત્ત્વ નથી. ચાર્વાક માને છે કે પૃથ્વી, જળ, તેજ અને વાયુ એ ચાર તત્ત્વોથી જ જગતનું નિર્માણ થયેલું છે.૧ ચાર ભૂતો જ પ્રત્યક્ષ હોવાથી, જગતના નિર્માણ સંબંધમાં ચાર્વાક દર્શનનો મત છે કે પૃથ્વી આદિ ચાર ભૂતોથી જ જગતનું ઉપાદાન છે. ભૂતોનો સંયોગ વિશ્વનું કારણ છે. આ ચાર ભૂતોના સંઘાતને શરીર, ઇન્દ્રિયાદિનું નામ આપવામાં આવે છે. આ તત્ત્વોથી કેવળ નિર્જીવ પદાર્થોની જ ઉત્પત્તિ નથી થતી, કિંતુ સજીવ દ્રવ્ય પણ તેમાંથી જ ઉત્પન્ન થાય છે. પ્રાણીઓનો જન્મ ભૂતોના સંયોગથી થાય છે. મૃત્યુ પછી તે ફરીથી ભૂતોમાં જ ભળી જાય છે. ચાર્વાકદર્શન આત્માને ભૌતિક તત્ત્વોનો સમૂહ માને છે. પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ એ ચાર ભૂતોના સંયોગથી જ ચૈતન્યશક્તિ ઉત્પન્ન થાય છે અને તે ચૈતન્યથી જ શરીરની બધી ક્રિયાઓ થાય છે. જ્યારે આ ચાર ભૂતોમાંથી કોઈનો સંયોગ સર્વથા તૂટી જાય છે ત્યારે ચૈતન્યનો નાશ થઈ જાય છે અને શરીરનું કામ બંધ થઈ જાય છે. જ્યાં સુધી ચૈતન્ય રહે છે ત્યાં સુધી સ્મૃતિ આદિ વ્યવહાર ચાલે છે. ભૂતોનું વિઘટન થતાં તેમાંથી ઉત્પન્ન થયેલું ચૈતન્ય નાશ પામી જાય છે અને તેના સર્વ વ્યવહાર બંધ થઈ જાય છે. ચૈતન્ય નાશ પામતું હોવાથી તે નિત્ય નથી. ભૂતોના વિઘટન પછી ૧- ચાર્વાકો આકાશ તત્ત્વની સત્તા નથી માનતા, કારણ કે તેનું પ્રત્યક્ષ નથી થતું, પરંતુ કેટલાક ચાર્વાકો આકાશને પાંચમું તત્ત્વ માને છે અને જગતને પંચતત્ત્વાત્મક માને છે. આમ, કેટલાક પૃથ્વી, અપ, તેજ અને વાયુ એ ચાર ભૂતાત્મક જગત માને છે અને કેટલાક આકાશને ઉમેરી, પાંચ ભૂતના સંયોગથી જગતનું નિર્માણ થયેલું છે એમ માને છે. (જુઓ : તર્કરહસ્યદીપિકા, પૃ.૩૦૦) Page #312 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૦ ૨૭૯ આત્મા ટકતો ન હોવાથી બીજા ભવમાં જવાવાળો કોઈ જ રહેતો નથી, તેથી જન્માંતર જેવું કંઈ છે જ નહીં. પૃથ્વી, જળ, તેજ અને વાયુના સમુદાયથી આત્મા ઉત્પન્ન થાય છે અને તેના વિઘટનથી તે નાશ પામે છે, તેથી આત્માનો આધાર એકમાત્ર ભૂતો છે. ચાર્વાકો આત્માને ઉત્પન્ન થનારી વસ્તુ માને છે અને આત્માની ઉત્પત્તિનાં કારણો તરીકે તેઓ ભૂતોનો જ સ્વીકાર કરે છે. ભૂતોથી અતિરિક્ત કોઈ કારણનો સ્વીકાર તેઓ કરતા નથી. તેમના મત અનુસાર આત્મા ચાર ભૂતોમાંથી જ નિષ્પન્ન થનારી વસ્તુ છે. ચૈતન્યતત્ત્વ એ ભૂતસમુદાયનો જ પિંડ છે. જડ ભૂતોથી જુદો આત્મા નામનો કોઈ સ્વતંત્ર પદાર્થ છે એ વાત કેવળ મિથ્યા છે. પ્રશ્ન થાય કે જડ તત્ત્વમાંથી ચૈતન્યની ઉત્પત્તિ કેવી રીતે સંભવી શકે? તે બન્ને તો વિધર્મી છે. જડમાંથી જડ જ ઊપજી શકે, જડમાંથી જડ કરતાં સાવ જુદી વસ્તુની ઉત્પત્તિ શી રીતે સંભવે? ચૈતન્યનું અસ્તિત્વ તો કોઈ પણ ભૂતમાં પ્રાપ્ત નથી થઈ શકતું તો પછી ભૂતોમાંથી ચૈતન્ય કેવી રીતે બની શકે? જો ભૂતોમાં જ તેનો અભાવ હોય તો ભૂતોના યોગથી ચૈતન્યનો પ્રાદુર્ભાવ કઈ રીતે થઈ શકે? ચાર્વાકમતવાદીઓ આનો જવાબ એમ આપે છે કે જડ તત્ત્વોના સંયોગથી જ દરેક વસ્તુનું નિર્માણ થાય છે. ચેતનમાંથી જડ નહીં પણ જડમાંથી ચેતન એવો ઉત્પત્તિક્રમ તેઓ દર્શાવે છે. એ સંભવ છે કે તત્ત્વોમાં જો કોઈ ગુણનો અભાવ હોય તોપણ તેની ઉત્પત્તિ તે તત્ત્વો દ્વારા નિર્મિત વસ્તુમાં થઈ શકે છે. જડ તત્ત્વોમાં ચૈતન્યનો અભાવ છે તો પણ અમુક પ્રકારે ભૂતોનો સંયોગ થતાં તેમાં ચૈતન્યનો સંચાર થાય છે. જેમ યકૃત(liver)માંથી એક પ્રકારનો રસ નીકળે છે, તેમ મસ્તકમાંથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે. જડ ભૂતોનું કોઈ વિશેષ પ્રકારે સંમિશ્રણ થાય છે ત્યારે તેમાં ચૈતન્યનો આવિર્ભાવ થાય છે, તેથી એમ માનવાની જરૂર નથી કે ચૈતન્ય કોઈ અભૌતિક તત્ત્વનો ગુણ છે. તે જડ દ્રવ્યનો જ એક ઉપવિકાર છે. આ મતને ચાર્વાકો એક સુપ્રસિદ્ધ દૃષ્ટાંત દ્વારા સમર્થિત કરે છે. તેઓ કહે છે કે જે ખાદ્યપદાર્થોમાંથી મદિરા બનાવાય છેએમાં માદકપણાનો ગુણ નથી હોતો, પણ એ પદાર્થોના મિશ્રણને સડવા દઈને પછી એને ઉકાળીને જે મદિરા તૈયાર કરવામાં આવે છે, એને પીવાથી નશો ચઢે છે કે નહીં? સામાન્ય પરિસ્થિતિમાં માણસની જે માનસિક અવસ્થા હોય છે તેમાં મદિરા પીવાથી ફેરફાર થાય છે કે નહીં? તો પછી જુદા જુદા ભૂતોના મિશ્રણથી ચૈતન્યની ઉત્પત્તિ શા માટે ન થાય? જેમ અમુક ખાદ્યપદાર્થોના સંમિશ્રણથી માદક મદિરાની ઉત્પત્તિ થાય છે, તેમ પૃથ્વી આદિ ચાર ભૂતોના મિશ્રણથી ચૈતન્યની ઉત્પત્તિ થાય છે. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જેમ ગોળ, ધાવડીનાં ફૂલ, પાણી વગેરેના સંમિશ્રણને સડાવવા, ગળાવવાથી મદ્યશક્તિયુક્ત મદિરા ઉત્પન્ન થાય છે, તેમ ચાર ભૂતોના સંયોગથી ચેતના ઉત્પન્ન થાય છે. ગોળ આદિમાં માદકશક્તિ અવિદ્યમાન હોવા છતાં તે જ્યારે મદિરામાં પરિણત થાય છે ત્યારે તેમાં માદકશક્તિ પેદા થઈ જાય છે, તે જ પ્રકારે પૃથ્વી આદિ ભૂતોના સંયોગથી ચૈતન્યનો પ્રાદુર્ભાવ થાય છે. જ્યાં સુધી એ યોગ્ય સંયોગ થયો હોતો નથી, ત્યાં સુધીની પ્રત્યેક અવસ્થાવાળા પૃથ્વી વગેરે ભૂતોમાં ચેતના ઉત્પન્ન થતી ન હોવાથી તેમાં ચૈતન્યતા જોવા મળતી નથી; પરંતુ મદિરાનાં અંગોના સમુદાયની જેમ ચાર ભૂતોનો સમુદાય થતાં ચેતના ઉત્પન્ન થાય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ચાર્વાકની આ માન્યતાને ગૂંથતાં ‘અધ્યાત્મસાર'માં કહે છે કે જેમ મદ્યનાં અંગોમાંના પ્રત્યેક અંગમાં મદ્યની સ્પષ્ટતા થતી નથી, પણ સર્વ અંગો મળવાથી મદ્ય સ્પષ્ટ થાય છે; તેમ મહાભૂતો એકત્ર મળવાથી ચૈતન્યની સ્પષ્ટતા માનેલી છે. જેમાંથી મદિરા બને છે તે ગોળ, પાણી વગેરે વસ્તુઓને જુદી જુદી ખાવામાં આવે તો નશો ઉત્પન્ન થતો નથી, પણ તે બધાં ભેગાં કરીને ગ્રહણ કરવામાં આવે તો અવશ્ય મદ ઉત્પન્ન થઈ જાય છે; તે જ રીતે પૃથ્વી આદિ ભૂતોમાંથી કોઈ પણ એકમાં ‘હું સુખી' ઇત્યાદિ જ્ઞાન ન હોવા છતાં તે ચારેનું ઉચિત મિલન થતાં, તેનો પિંડ બનતાં હું સુખી' વગેરે જ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. તેથી ભૂતોના સમૂહમાં જ ચૈતન્ય છે. ચાર ભૂતોનો પિંડ એ જ આત્મા છે. એનાથી અતિરિક્ત આત્મા સિદ્ધ થતો નથી.' આ પ્રમાણે જેમ ગોળ વગેરેમાં માદકતા નથી, પણ તે પદાર્થોનો સંયોગ થતાં તેમાં માદકતાનો સંચાર થાય છે, તેવી જ રીતે પૃથ્વી, જળ, તેજ અને વાયુ એ ચાર જડ તત્ત્વોમાંથી જ ચૈતન્યનો પ્રાદુર્ભાવ થાય છે. આ માન્યતાનો ઉલ્લેખ આચાર્યશ્રી જિનભદ્રજીકૃત ‘વિશેષાવશ્યકભાષ્ય' ના ગણધરવાદ નામના પ્રકરણમાં, શ્રી મહાવીર પ્રભુના ત્રીજા ગણધર શ્રી વાયુભૂતિ ગૌતમની શંકારૂપે પણ જોવા મળે છે. શ્રી વાયુભૂતિ એવું માનતા હતા કે પૃથ્વી, જળ, તેજ અને વાયુ એ ચાર ભૂતોના સમુદાયથી ચેતના ઉત્પન્ન થાય છે, તેથી ચૈતન્ય એ ભૂતોનો ધર્મ છે. મદ્ય જેમાંથી બને છે તે ધાવડીનાં ફૂલ, ગોળ, પાણી વગેરેમાં મદ્યશક્તિ જણાતી નથી, પરંતુ તેનું યોગ્ય મિશ્રણ કરવાથી જેમ તેમાં માદકશક્તિ ઉત્પન્ન થાય છે; તેમ પૃથ્વી આદિ ભૂતોમાં ચૈતન્યશક્તિ દેખાતી નથી, પરંતુ જ્યારે તેનો યોગ્ય સમુદાય થાય છે ત્યારે તેમાં ચૈતન્ય પ્રત્યક્ષ જણાય છે. જેમ મદ્ય બનાવવામાં વપરાતા પદાર્થોમાં મદ્યશક્તિ નહીં દેખાવા છતાં તેના મિશ્રણમાં મદ્યશક્તિ ઉત્પન્ન થાય છે, તેમ પ્રત્યેક ભૂતમાં પણ ચૈતન્ય દેખાતું ન હોવા છતાં તેનો ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૪, શ્લોક ૬૯ 'मद्यांगेभ्यो मदव्यक्तिः प्रत्येकमसती यथा । मिलितेभ्यो हि भूतेभ्यो ज्ञानव्यक्तिस्तथा मता ।।' Page #314 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૦ ૨૮૧ સમુદાય થવાથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે. આના ઉપરથી એમ સિદ્ધ થાય છે કે ચૈતન્ય એ ભૂતોનો ધર્મ છે.૧ ચાર્વાકમત અનુસાર પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ એ ભૂતચતુષ્ટયના વિશિષ્ટ રાસાયણિક મિશ્રણથી આત્માની ઉત્પત્તિ થાય છે. મનુષ્યાદિ જીવો ચેતન છે એ વાતની તેઓ ના નથી પાડતા, પણ ચૈતન્ય છે માટે કોઈ ભૂતાતિરિક્ત પદાર્થ હોવો જોઈએ એમ તેઓ માનતા નથી. તેઓ માને છે કે જડ તત્ત્વોનું સંમિશ્રણ પણ જો એક વિશેષ રીતે થાય તો તેમાં ચૈતન્યનો આવિર્ભાવ થાય છે. ભૂતોમાં ચૈતન્ય ન હોવા છતાં તેના સંયોગથી ચૈતન્યનો આવિર્ભાવ થાય છે. જેમ અચેતન ગોમય(ગોબર)થી કીડાની ઉત્પત્તિ થઈ જાય છે, અરણી (લાકડી)ને મથવાથી અગ્નિની ઉત્પત્તિ થઈ જાય છે; તે જ પ્રકારે પૃથ્વી આદિ ભૂતોથી પણ એક વિલક્ષણ ચૈતન્યશક્તિની ઉત્પત્તિ થઈ જાય છે; આચાર્યશ્રી નરેન્દ્રસેનજી (સિદ્ધાંતસારસંહ'માં ચાર્વાક દર્શનનું મંતવ્ય રજૂ કરતાં લખે છે કે કોઈ એમ કહે છે કે પૃથ્વી, હવા, પાણી આદિ ભૂતો અચેતન હોવાથી ચેતનરૂપ જીવની ઉત્પત્તિ માટે ઉપાદાન નથી થતાં'; આ વિધાન મિથ્યા છે, કારણ કે ગોમયાદિ પદાર્થોથી કીડા આદિ જીવ ઉત્પન્ન થતાં દેખાય છે, તેથી ભૂતોથી ચેતન પદાર્થ ઉત્પન્ન નથી થતો એવું કહેવું મિથ્યા છે, અર્થાત્ ભૂતોથી ચાલવાના, બોલવાના, લખવાના આદિ અનેક સ્વભાવોનો ધારક ચેતન પદાર્થ ઉત્પન્ન થાય છે એમ જ માનવું જોઈએ; માટે જીવ નામનો ચેતન પદાર્થ ભૂતોથી અલગ નથી. આ પ્રકારે ચાર્વાક દર્શન એમ સિદ્ધ કરે છે કે આત્મા ભૂતોથી પૃથક્ પદાર્થ નથી. ચાર્વાક દર્શનની દૃઢ માન્યતા છે કે સમગ્ર પદાર્થો ચાર ભૂતોથી જ નિર્મિત છે અને ચાર ભૂતોના સંઘાતથી જ ચૈતન્યની ઉત્પત્તિ થાય છે. જેમ પાન, ચૂનો, સોપારી આદિમાં લાલ રંગનો અભાવ છે, પણ તેને જ્યારે એકસાથે ચાવવામાં આવે છે ત્યારે લાલ રંગની ઉત્પત્તિ થાય છે; તેમ ચાર ભૂતોમાં ચૈતન્યનો અભાવ છે, પણ તેનું યોગ્ય રીતે સંમિશ્રણ થાય છે ત્યારે તેમાં ચૈતન્યની ઉત્પત્તિ થાય છે. આત્મા ચાર ભૂતોના સંયોગથી ઊપજે છે અને તેના વિઘટનથી તે પાછો ભૂતોમાં જ લય પામી જાય છે. ૧- જુઓ : આચાર્યશ્રી જિનભદ્રજીકૃત, વિશેષાવશ્યકભાષ્ય', ગાથા ૧૬૫૦,૧૬૫૧ 'वसुधातिभूतसमुदयसंभूता चेतण त्ति ते संका । पत्तेयमदिट्ठा वि हु मज्जंगमदो ब समुदाये ।। जध मज्जंगेसु मदो वीसुमदिट्टो वि समुदये होतुं । कालंतरे विणस्सति तध भूतगणम्मि चेतण्णं ।।' ૨- જુઓ : આચાર્યશ્રી નરેન્દ્રસેનજીકૃત, ‘સિદ્ધાંતસારસંગહ', અધ્યાય ૪, શ્લોક ૩૩ 'अचेतनानि भूतानि नोपादानानि चेतने । मिथ्येति गोमयादिभ्यो वृश्चिकाद्युपदर्शनात् ।' Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ભૂતોથી આત્મા ઉત્પન્ન થઈ તેમાં જ વિલય પામતો હોવાથી આત્મતત્ત્વની નિત્ય સત્તાનું પ્રતિષ્ઠાપન કરી શકાતું નથી. નિત્ય આત્મસત્તાની સ્થાપના થતી ન હોવાથી પુનર્જન્મ જેવું કંઈ નથી. આમ, પરલોકાદિની કલ્પના પણ નિરાધાર થઈ જાય છે. આત્મા ભૂતોના સંઘાતથી ઉત્પન્ન થતો હોવાથી અનિત્ય છે, કારણ કે જે ઉત્પન્ન થાય છે તે અવશ્ય નાશ પામે છે. જેમ અગ્નિ અરણીમાંથી ઉત્પન્ન થતો હોવાથી વિનાશી છે, તેમ ભૂતોના સંઘાતથી ઉત્પન્ન થતો આત્મા પણ વિનાશધર્મવાળો છે, અનિત્ય છે. અરણીથી ઉત્પન્ન થનાર અગ્નિ જેમ વિનાશી છે, તેમ ભૂતોથી ઉત્પન્ન થનાર ચૈતન્ય પણ વિનાશી છે; અને જો ચૈતન્ય નષ્ટ થતું હોય તો પછી ભવાંતર કોનું માનવું? આત્મા પૃથ્વી આદિ ભૂતોના સંઘાતથી ઉત્પન્ન થાય છે અને તે જ પૃથ્વી આદિ ભૂતોનું વિઘટન થવાથી તેમાં જ તે આત્મા નાશ પામી જાય છે. જો આત્મા જ નથી રહેતો તો ભવાંતરમાં જાય કોણ? આત્માનો નાશ થઈ ગયા પછી પરલોકમાં જનાર રહે કોણ? આમ, ભવાંતરનો પણ અભાવ સિદ્ધ થાય છે. જે ધર્મ જેનાથી અભિન્ન હોય તે ધર્મ તેના નાશ સાથે નષ્ટ થઈ જ જાય છે. જેમ પટ(વસ્ત્ર)નો ધર્મ શુક્લત્વ પટથી અભિન્ન છે, તેથી પટનો નાશ થવાથી તેનો પણ નાશ થઈ જ જાય છે; તેમ ભૂતોનો ધર્મ ચૈતન્ય ભૂતોથી અભિન્ન હોવાથી ભૂતોના વિઘટન સાથે જ ચૈતન્યનો પણ નાશ થઈ જ જાય છે. પટની સાથે શુક્લત્વરૂપ ધર્મ અભિન્ન છે તો વસ્ત્રના નાશ થઈ ગયા પછી શુક્લત્વ પણ ક્યાંથી ટકે? અર્થાત્ બન્ને એકસાથે જ નાશ થઈ જાય છે. એ જ પ્રમાણે ચૈતન્ય ભૂતધર્મ છે અને પૃથ્વી આદિ ભૂતોમાંથી તે ઉત્પન્ન થાય છે, તેથી જ્યારે પૃથ્વી આદિ ભૂતસમુદાયનું વિઘટન થઈ જાય છે ત્યારે ચૈતન્યધર્મ નષ્ટ થઈ જાય છે; માટે પુનર્જન્મ માનવાની તો વાત જ રહેતી નથી. પરલોક છે એમ કેવી રીતે માની શકાય? આત્મા ભૂતોનો ધર્મ હોવાથી તથા ભૂતોના સંયોગથી ઉત્પન્ન થતો હોવાથી અનિત્ય કરે છે અને તેથી આત્માનો નાશ થઈ જતો હોવાથી પરલોક માનવાની કોઈ આવશ્યકતા રહેતી નથી. અહીં એક દલીલ એમ કરવામાં આવે છે કે ચૈતન્ય એ ભૂતનો ધર્મ હોઈ શકે નહીં. ચૈતન્ય જો ચતુર્ભુતમય જડ શરીરમાંથી જ પરિણમતું હોય તો પ્રાણી મરી ગયા પછી એ ચૈતન્ય કેમ જોવા મળતું નથી? તેથી ચતુભૂતમય જડ શરીર ચૈતન્યનું કારણ ન હોઈ શકે. વળી, ચતુભૂતમય શરીરને ચૈતન્યનું સહકારી કારણ પણ ન કહી શકાય, કારણ કે એમ કહેવામાં આવે તો ચૈતન્યના ઉપાદાનકારણ તરીકે કોઈ અશરીરી અજડ એવું તત્ત્વ માનવું પડે અને પરિણામે ચાર્વાકોનો મૂળ સિદ્ધાંત જ તૂટી પડે. આ પ્રમાણે ચતુભૂતમય શરીરને કદાપિ ચૈતન્યનું કારણ કહી ન શકાય. આ દલીલનો ચાર્વાકો જે પ્રત્યુત્તર આપે છે તે દર્શાવતાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ‘સમ્યકત્વ જસ્થાન Page #316 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૦ ૨૮૩ ચઉપઇ” માં લખે છે – જિમ જળથી પંપોટા થાય, ઊફણતાં તેહમાંહિં સમાય | યૂભાદિક જિમ ક્ષિતિ પરિણામ, તિમ ચેતન તનુ ગુણ વિશ્રામ | જો ચેતના એ ચતુભૂતમય શરીરનો જ ગુણ હોય તો શરીરની ચતુભૂતમય પૂર્વકાલીન અવસ્થામાં અને મૃત કલેવરાદિ ઉત્તરકાલીન અવસ્થામાં તે ગુણ શા માટે જોવા મળતો નથી? આ પ્રશ્નનો ઉત્તર ચાર્વાકોનો ‘ઉત્પત્તિ પક્ષ' અને “અભિવ્યક્તિ પક્ષ' અલગ અલગ પ્રકારે આપે છે. ‘ઉત્પત્તિ પક્ષનું કહેવું એમ છે કે જેમ પાણીમાંથી પરપોટા પેદા થાય છે અને પછી તે પાછા પાણીમાં જ સમાઈ જાય છે; અથવા જેમ પથ્થરના સ્તૂપ વગેરે પૃથ્વીતત્ત્વનાં પરિણામ છે, અર્થાત્ તે પૃથ્વીતત્ત્વમાંથી બને છે અને કાળાંતરે પૃથ્વીમાં જ વિલીન થઈ જાય છે; તેમ ચેતના ચતુભૂતમય શરીરમાંથી ઉત્પન્ન થાય છે અને ચતુર્ભતમય શરીરમાં જ લય પામી જાય છે. સ્તુપ વગેરે પોતાની ઉત્પત્તિની પૂર્વકાલીન અવસ્થામાં અને પોતાના નાશની ઉત્તરકાલીન અવસ્થામાં પૃથ્વીમાં જોવા મળતાં ન હોવા માત્રથી જેમ ‘સૂપ વગેરે જો પૃથ્વીતત્ત્વનાં પરિણામ હોય તો તે સૂપ વગેરે પોતાની પૂર્વ-ઉત્તરકાલીન અવસ્થામાં પૃથ્વીમાં દેખાતાં કેમ નથી?' એવું પૂછી શકાતું નથી અને ‘સૂપ વગેરે પૃથ્વીતત્ત્વનાં પરિણામ નથી' એવું પણ કહી શકાતું નથી; તેમ કલેવર અવસ્થામાં ચેતના જોવા ન મળતી હોવા માત્રથી ‘ચેતના જો ચતુર્ભતમય શરીરનું જ પરિણામ છે તો મૃત અવસ્થામાં શા માટે દેખાતી નથી?' એવું પૂછવું યોગ્ય નથી અને ચેતના ચતુભૂતમય શરીરનું પરિણામ નથી' એવું પણ કહેવું યોગ્ય નથી. બીજા ‘અભિવ્યક્તિ પક્ષનું કહેવું છે કે પરપોટા કે સૂપ વગેરે પાણીનાં કે પૃથ્વીનાં જ પરિણામ હોવા છતાં પાણી, પૃથ્વી જ્યારે જ્યારે પરપોટા-સૂપ વગેરે આકારે પરિણમે છે ત્યારે ત્યારે જ તેમાં પરપોટા, તૂપ વગેરે વ્યક્ત રીતે જોવા મળે છે, તેની આગળની કે પાછળની અવસ્થાઓમાં નહીં, તેમ ચેતના ચાર ભૂતોનું જ પરિણામ હોવા છતાં, ચાર ભૂત જ્યારે જ્યારે કાયાકારરૂપે પરિણમે છે ત્યારે ત્યારે જ તેમાં ચેતના વ્યક્ત રીતે જોવા મળે છે, આગલી કે પાછલી અવસ્થાઓમાં નહીં. પરંતુ એટલામાત્રથી ‘પરપોટા-સૂપ વગેરે પાણી-પૃથ્વીનાં પરિણામ છે' એ વાતને અસત્ય ઠરાવી શકાતી નથી, તેમ ચેતના ચાર ભૂતોનું પરિણામ છે એ વાતને પણ અસત્ય ઠરાવી શકાતી નથી. આમ, કેટલાક ચાર્વાકો ચૈતન્યને ચાર ભૌતિક તત્ત્વોમાંથી ઉત્પન્ન થયેલું માને છે અને કેટલાક એમ માને છે કે એ તત્ત્વો ચૈતન્યને અભિવ્યક્ત કરે છે. શરીરનું નિર્માણ કરવાવાળા પૃથ્વી, જળ, તેજ અને વાયુ એ ચાર તત્ત્વોના પરમાણુઓનાં નિવેષ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત, સમ્યકત્વ પ્રસ્થાન ચઉપઈ', ગાથા ૭ Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વિશેષથી ચૈતન્યની ઉત્પત્તિ કે અભિવ્યક્તિ થાય છે. પ્રત્યક્ષપ્રમાણથી જ્ઞાત એવા ભૂતો કાયાકારે પરિણમે ત્યારે જ તેમાં ચેતન ઉપલબ્ધ થાય છે. ચાર ભૂતો જ્યારે વિશિષ્ટ ભૂતરચનારૂપ શરીરાકારે પરિણામ પામ્યાં હોય છે ત્યારે ચૈતન્ય પ્રગટ દેખાય છે. મૃત શરીરમાં ચૈતન્ય દેખાતું નથી, કારણ કે તે અવસ્થામાં તેજ અને વાયુના અભાવના કારણે વિશિષ્ટ ભૂતસંયોગરૂપ શરીરનો જ અભાવ હોય છે. શરીરના આકારમાત્રના કારણે ત્યાં ચૈતન્ય માની શકાય નહીં. જો એમ માનીએ તો ચિત્રમાં આલેખિત થયેલા અશ્વમાં પણ ચૈતન્ય હોવાનો પ્રસંગ આવે. કાયાકારે પરિણામ પામેલા ભૂતથી જ ચૈતન્યની ઉત્પત્તિ થાય છે અને કાયાકાર પરિણામનો નાશ થતાં ચૈતન્યનો નાશ થાય છે, તેથી શરીરનાં ઉત્પત્તિ-નાશ સાથે જ આત્માનાં ઉત્પત્તિ-નાશ સંબંધ ધરાવે છે. ચાર ભૂતના વિશિષ્ટ સંયોગરૂપ શરીરમાં બોલવા, ચાલવા વગેરેની શક્તિ ઉત્પન્ન થાય છે. જ્યારે આ ચાર ભૂતોના વિશિષ્ટ સંયોગમાં કંઈ પણ ફેરફાર થાય છે ત્યારે શરીર નરમ પડે છે અને બોલવા, ચાલવા વગેરેની શક્તિ મંદ પડે છે. જ્યારે શરીરમાંથી તેજ આદિ કોઈ પણ ભૂતનો સંયોગ સર્વથા છૂટો પડે છે ત્યારે શરીરની બોલવા, ચાલવા વગેરેની શક્તિનો નાશ થાય છે, ત્યારે તે મૃત કલેવરમાં ચૈતન્ય દેખાતું નથી. ચૈતન્યશક્તિ ગર્ભથી લઈને મરણ પર્યત જ રહે છે. તે મરણ વખતે નાશ પામી જાય છે, તેથી એવો કોઈ નિત્ય આત્મા હોઈ શકતો નથી કે જે એક ભવમાંથી બીજા ભવમાં જતો હોય. આમ, સુશિક્ષિત ચાર્વાકો આત્માને નિત્ય, અમર સત્તા નથી માનતા કે જેનું અસ્તિત્વ જન્મ પહેલાં પણ હોય અને મૃત્યુ પછી પણ જેનું અસ્તિત્વ રહેતું હોય. આત્માની નિયત્વ વિષેની શિષ્યની પ્રસ્તુત શંકામાં આ માન્યતાનો પ્રભાવ જોઈ શકાય છે. આત્માના હોવાપણા સંબંધી શ્રીગુરુના સમાધાનથી નિઃશંકતા થઈ હોવાથી શિષ્યને હવે આત્માના અસ્તિત્વ સંબંધી શંકા રહી નથી, પરંતુ આત્માનું અસ્તિત્વ નિત્યરૂપે સ્વીકારવામાં તેને સંશય થાય છે. તેને લાગે છે કે શ્રીગુરુએ આપેલ સમાધાન દ્વારા આત્માનું અસ્તિત્વ તો સિદ્ધ થાય છે, પણ આત્મા અવિનાશી છે કે નહીં એ કઈ રીતે જાણી શકાય? આત્મા દેહથી ભિન્ન જ્ઞાનગુણધારક તત્ત્વ છે એમ સિદ્ધ થવા માત્રથી તે નિત્ય છે એમ સિદ્ધ થતું નથી. સંસારમાં પ્રત્યક્ષ જણાય છે કે દેહ જન્મે છે ત્યારે એની સાથે ઘટ-પટ આદિ પદાર્થોને જાણનાર એવું આત્મતત્ત્વ પણ જન્મે છે. દેહની ઉત્પત્તિ સાથે આત્માની ઉત્પત્તિ થાય છે અને બન્નેનો અંત પણ એકસાથે થતો જણાય છે. મૃત્યુ થતાં દેહ સાથે આત્માનો, અર્થાત્ જ્ઞાનગુણધારક તત્ત્વનો નાશ થાય છે. દેહનો નાશ થવાથી જાણવાની ક્રિયાનો પણ અંત આવે છે, તેથી દેહના જન્મ સાથે Page #318 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૦ ૨૮૫ જાણનારની ઉત્પત્તિ થાય છે અને દેહના નાશથી જાણનારનો અંત આવે છે, માટે ‘આત્મા નિત્ય છે' એ માન્યતા મિથ્યા છે. આત્મા જન્ય અને લય પામનાર તત્ત્વ છે; તે નિત્ય સત્તા નથી. ડૉ. ભગવાનદાસ મહેતા શિષ્યની શંકાને નીચેના શબ્દોમાં રજુ કરે છે – આત્મા છે - આત્મા “સત્' અસ્તિત્વરૂપ વસ્તુ છે એમ “સના અસ્તિત્વ હોવાપણાના અર્થમાં મને પ્રતીતિ થઈ, પણ તે અસ્તિત્વરૂપ “સ”ના નિત્યત્વરૂપ અર્થ અંગે મને શંકા છે. અપ્રશ્રુત - અનુત્પન્નરૂપ સ્થિર એકરૂપ તે “સત્' એમ સની વ્યાખ્યા કરવામાં આવી હોય તો તે અર્થમાં “સત્ સ્વરૂપ હું માની શકતો નથી, અર્થાત્ આત્મા “સત’ છે પણ નિત્ય નથી એવી બીજી શંકા મને ઉત્પન્ન થાય છે. કાયાકારપરિણત શરીરના જન્મ સાથે આત્માનો જન્મ થાય છે અને તે શરીરના નાશ સાથે આત્માનો પણ નાશ થાય છે, એટલે શરીરની જેટલી સ્થિતિ હોય તેટલી મર્યાદિત આત્માની સ્થિતિ હોય છે.” આત્મા નિત્ય છે એ વિષે પોતાની શંકા વ્યક્ત કરતાં શિષ્ય શ્રીગુરુને જણાવે છે કે આત્મા દેહની સાથે ઉત્પન્ન થતું અને દેહની સાથે નાશ પામતું તત્ત્વ છે. જ્યારે જ્યારે દેહનો સંયોગ થાય છે ત્યારે ત્યારે આત્મા ઉત્પન્ન થાય છે અને જ્યારે જ્યારે દેહનો વિયોગ થાય છે ત્યારે ત્યારે આત્મા વિનાશ પામે છે. જેમ વીજળીની ચાંપ દબાવીએ ત્યારે બલ્બ ચાલુ થાય છે અને ચાંપ બંધ કરીએ એટલે તે બંધ થાય છે. બલ્બ શરૂ થાય ત્યારે તેમાંથી રેલાતો પ્રકાશ બીજે કશેથી આવતો નથી અને તે બંધ થાય ત્યારે તે કશે પણ જતો નથી. તે ત્યાં જ પૂર્ણ થઈ જાય છે. આગળ કે પાછળ તેની કોઈ સ્થિતિ હોતી નથી. તેમ આત્મા પણ દેહના સંયોગ-વિયોગે ઉત્પાદ-વિનાશ પામે છે. દેહના અસ્તિત્વની આગળ કે પાછળની અવસ્થામાં તેની કોઈ સ્થિતિ નથી. ચૈતન્ય ફક્ત શરીરમાં જ દેખાય છે. શરીર વગર ચૈતન્ય બીજે કશે પણ જોવા મળતું નથી, તેથી ચૈતન્યની વિદ્યમાનતા શરીર સાથે સંબંધિત છે. માત્ર શરીરમાં જ ચૈતન્ય જોવા મળતું હોવાથી તેનો આશ્રય શરીર જ છે એમ સિદ્ધ થાય છે. ચૈતન્યની ઉત્પત્તિનું સ્થાન દેહ છે. શરીરનો નાશ થતાં તેનો પણ નાશ થઈ જાય છે. જીવનની ધારા ગર્ભથી લઈને મરણ પર્યત જ ચાલે છે. તાત્પર્ય એ છે કે આત્મા દેહની સાથે જ ઉત્પન્ન થાય છે અને મૃત્યુ પછી તેનું કોઈ અસ્તિત્વ નથી રહેતું, તેથી આત્મા નિત્ય નથી. આત્મા અનિત્ય સિદ્ધ થતો હોવાથી પૂર્વજન્મ, પુનર્જન્મ ઇત્યાદિને માનવાની કોઈ જરૂર રહેતી નથી. શરીર પછી આત્માની સ્થિતિ નહીં હોવાથી તેનો શરીરહેતરમાં જન્મ ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ. ૨૪૫ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન થતો નથી. જો આત્મા એક પછી એક ભિન્ન ભિન્ન શરીર ધારણ કરતો હોય તો તેને પોતાના પૂર્વજન્મોના અનુભવ યાદ રહેવા જોઈએ. જો આત્મા ભવાંતરગામી હોય તો જે પ્રકારે માનવીને પોતાની સ્વપ્નાવસ્થાના અનુભવો જાગૃતાવસ્થામાં યાદ રહે છે, તે પ્રકારે આત્માને પોતાના પૂર્વજન્મોના અનુભવ યાદ રહેવા જોઈએ; પરંતુ પૂર્વજન્મોના અનુભવ યાદ રહેતા નથી. તેથી એમ માનવું ઘટે છે કે આત્મા ભવાંતરમાં ગમન કરતો નથી. આત્માના પૂર્વજન્મ કે પુનર્જન્મ નથી. આ પ્રમાણે ચાર્વાકમતના પ્રભાવથી આત્માના નિત્યપણાની શંકા કરતાં શિષ્ય કહે છે કે આત્માની દેહના સંયોગે ઉત્પત્તિ થાય છે અને દેહના વિયોગે તેનો નાશ થાય છે. શરીરની ઉત્પત્તિ પહેલાં આત્માનું અસ્તિત્વ જણાતું નથી અને શરીરનો સંબંધ છૂટ્યા પછી પણ તેનું અસ્તિત્વ જણાતું નથી. શરીરની સ્થિતિ પર્યંત જ આત્માનું અસ્તિત્વ જણાય છે, તેથી આત્મા ત્રણે કાળ સ્થિર રહેનાર નિત્ય પદાર્થ નથી. આમ, આત્મા અસ્તિત્વરૂપ છે, પણ નિત્ય અસ્તિત્વરૂપ છે કે નહીં? એવી શંકા શિષ્યના મનમાં જાગી છે. તે આત્માના નિત્યત્વ વિષે યોગ્ય નિર્ણય કરી શકતો નથી, તેથી તે પોતાની મૂંઝવણ શ્રીગુરુ આગળ રજૂ કરી યથાર્થ તત્ત્વનિર્ણય કરાવવા વિનંતી કરે છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે ‘બીજી શંકા થાય ત્યાં, કારણ પામી એમ; દિવસ જતાં પાછાં કદી, નથી આવતા તેમ. મુવા પછી દેખાય ના, માટે સમજું એમ હું, આત્મા નહિ અવિનાશ; કારણ પામી ખાસ. જન્મથી આજ લગી બધો, અનુભવ તનની સાથ; દેહયોગથી ઊપજે, ત્યજે નહીં સંગાથ. જ્યારે દેહ ઢળી પડે, છેલ્લે શ્વાસોશ્વાસ; ત્યારે તેથી જીવનો, દેહવિયોગે નાશ.' ૧ ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૨૮ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૨૩૭-૨૪૦) Page #320 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૬૧ અમલ કરૂ ળ છે, તો તે લાજ, એ ખરાબ નહી, આત્મ રિને ભજે. Page #321 -------------------------------------------------------------------------- ________________ Page #322 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૬૧ ગાથા ૬૦માં શિષ્ય કહ્યું કે આત્મા દેહના સંયોગથી ઊપજે છે અને દેહના ભૂમિકા વિયોગે નાશ પામે છે. આત્મા દેહની ઉત્પત્તિ સાથે ઉત્પન્ન થતો હોવાથી અને દેહના લય સાથે નાશ થતો હોવાથી આત્મા નિત્ય નથી. આમ, ચાર્વાકમતના પ્રભાવથી પોતાને ઉત્પન્ન થયેલી આત્માના અવિનાશીપણા અંગેની શંકા શ્રીગુરુ પાસે રજૂ કરી, શિષ્ય હવે બૌદ્ધમતના પ્રભાવથી પોતાને ઉત્પન્ન થયેલી આત્માના નિત્યપણા અંગેની શંકા રજૂ કરે છે. ચાર્વાક (સુશિક્ષિત ચાર્વાક) દર્શન અને બૌદ્ધ દર્શન અને એક વાતમાં સહમત થાય છે કે આત્મા નિત્ય દ્રવ્ય નથી, પણ બન્નેના મનમાં એક મૂળભૂત ભિન્નતા છે. બૌદ્ધ આત્માને એક સ્વતંત્ર વસ્તુ તરીકે સ્વીકારે છે, જ્યારે ચાર્વાક તેને ચાર કે પાંચ મહાભૂતોમાંથી નિષ્પન્ન થનારી વસ્તુ માને છે. બૌદ્ધમત અનુસાર ભૂતોથી ભિન્ન એક સ્વતંત્ર ચૈતન્યધારાનું અસ્તિત્વ છે, જ્યારે ચાર્વાકમત પ્રમાણે ભૂતોમાંથી જ ચૈતન્ય ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, અર્થાત્ ભૂતો જ એકમાત્ર મૂળ તત્ત્વ છે. બૌદ્ધો ભૂતોથી ભિન્ન એવી સ્વતંત્ર ચૈતન્યધારાને સ્વીકારે છે. તેમના મત પ્રમાણે ચૈતન્યધારા - વિજ્ઞાનધારા - વિજ્ઞાનસંતતિ અનાદિ છે, પણ આત્મા અનાદિ નથી. આત્મા ઉત્પન્ન પણ થાય છે અને તેનો નાશ પણ થાય છે, તેથી તે ક્ષણિક છે. બૌદ્ધમતના ક્ષણિકવાદનો પ્રભાવ શિષ્ય ઉપર હોવાથી તેને સર્વ ભૌતિક પદાર્થની જેમ આત્મા પણ ક્ષણિક ભાસે છે અને તેથી આત્માની નિત્યતા સંબંધી પોતાની દલીલ રજૂ કરતાં કહે છે – “અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય; એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય.' (૬૧) 7 અથવા વસ્તુ ક્ષણે ક્ષણે બદલાતી જોવામાં આવે છે, તેથી સર્વ વસ્તુ ક્ષણિક છે, અને અનુભવથી જોતાં પણ આત્મા નિત્ય જણાતો નથી. (૬૧) અમુક મર્યાદિત કાળવતપણાએ, અર્થાત્ દેહના યોગથી આત્મા ઊપજે છે ભાવાર્થ L૧] અને દેહના વિયોગથી આત્મા નાશ પામે છે એમ દેહકાળવતપણાએ આત્મા અનિત્ય છે. અથવા' એટલે કે ઉક્ત પ્રકાર કરતાં અન્ય પ્રકારથી – પ્રકારાંતરે - ક્ષણિકપણાની અપેક્ષાએ જોતાં પણ આત્મા અનિત્ય સિદ્ધ થાય છે. વસ્તુમાત્રના ગાથા Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન પરિવર્તનશીલ સ્વભાવનો વિચાર કરતાં પણ આત્મા ત્રિકાળવર્તી નહીં પણ ક્ષણવર્તી, અનિત્ય સિદ્ધ થાય છે. આ જગતમાં દરેક વસ્તુ ક્ષણે ક્ષણે પલટાતી જણાય છે. ઘટ-પટ આદિ પદાર્થો ક્ષણે ક્ષણે પરિવર્તન પામતાં નજરે દેખાય છે. જો ઘટ-પટ આદિ પદાર્થો સદા એકરૂપે જ રહેતા હોય તો તે ક્યારે પણ જૂના કે જીર્ણ થઈ શકે નહીં. સર્વ પદાર્થો પરિવર્તન પામતાં સ્પષ્ટ અનુભવાય છે અને આત્મામાં થતા શુભાશુભ ભાવો પણ પર્યાયાંતર પામતા અનુભવાય છે; તેથી એમ સિદ્ધ થાય છે કે વસ્તુમાત્ર ક્ષણિકસ્વભાવી છે, નિત્ય નથી. આમ, દેહકાળવતપણાની અપેક્ષાએ અથવા ક્ષણિકપણાની અપેક્ષાએ આત્મા નિત્ય જણાતો નથી. આ શંકાના સમાધાન માટે કોઈ સદુપાય દર્શાવો, જેથી તે શંકાની નિવૃત્તિ થાય એમ શિષ્ય શ્રીગુરુને વીનવે છે. > પદાર્થનું અસ્તિત્વ છે એમ સ્પષ્ટ જણાય છે, પરંતુ તે નાશ પામતો Rાવાવ હોવાથી અનિત્ય ભાસે છે. સર્વ પદાર્થો વિનાશી તેમજ અનિત્ય ભાસે છે. ઘટ, પટ વગેરે પદાર્થો પરિવર્તન પામતાં પામતાં ક્યારેક નાશ પામે છે, સદાકાળ રહેતા નથી એવું પ્રત્યક્ષ જણાય છે; એટલે ઘટ, પટ આદિ નિત્ય નથી, પણ તે વિનાશી સ્વભાવવાળાં છે એમ સિદ્ધ થાય છે. આ અનિત્યવાદમાં બે વિકલ્પ છે – (૧) કિંચિત્ કાળસ્થાયી અનિયતા – ઘટ-પટાદિ અમુક ચોક્કસ કાળ રહી પછી નાશ પામવારૂપ વિનાશી સ્વભાવવાળાં છે. (૨) ક્ષણિક અનિત્યતા - ધટ-પટાદિ એક ક્ષણ રહી બીજી ક્ષણે નાશ પામવારૂપ વિનાશી સ્વભાવવાળાં છે. પ્રથમ વિકલ્પ અનુસાર વસ્તુ ચોક્કસ નિયત કાળ સુધી રહ્યા પછી નાશ પામવાના સ્વભાવવાળી હોય તો તે નિયત સમય સુધી તો તે વસ્તુ અવશ્ય રહેવી જોઈએ, વચમાં તેમાં કંઈ પણ પરિવર્તન ન થવું જોઈએ. વચમાં તેનો નાશ કરવા માટે ગમે તેટલા પ્રયત્નો કરવામાં આવે તો પણ તેનો નાશ થવો ન જોઈએ, પણ વાસ્તવમાં તેમ બનતું નથી. ગમે ત્યારે ઘટ-પટાદિ વસ્તુનો નાશ કરી શકાય છે. બાળક પણ એક કાંકરી મારીને ઘડાને ફોડી શકે છે. માટે આ પક્ષ યથાર્થ ભાસતો નથી. તેથી બીજો વિકલ્પ - વસ્તુમાત્રનો ક્ષણે ક્ષણે નાશ થવારૂપ વિનાશી સ્વભાવ છે, તે વિચારવો જોઈએ. બૌદ્ધ દર્શન વસ્તુને ક્ષણે ક્ષણે નાશ થવાવાળી માને છે. જગતના સર્વ પદાર્થો ક્ષણમાં નાશ પામી જવાના સ્વભાવવાળા છે એ વાતની સિદ્ધિ કરતાં બૌદ્ધો જણાવે છે કે જુદા જુદા સ્વભાવવાળી વસ્તુઓને એક માની શકાતી નથી, જુદી જુદી માનવી પડે છે; નહીં તો શીત અને ઉષ્ણ સ્વભાવવાળાં એવાં જળ અને અગ્નિને પણ એક Page #324 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૧ ૨૯૧ માનવાની આપત્તિ આવે. માટે એમ નક્કી થાય છે કે સ્વભાવભેદ વસ્તુભેદ હોય છે. જો વસ્તુ એક હોય તો તેના સ્વભાવમાં ભેદ ન હોઈ શકે. તેથી એમ પણ નક્કી થાય છે કે દરેક વસ્તુ આદિથી અંત સુધી એક જ સ્વભાવવાળી હોય છે. પચ્ચીસ ક્ષણ સુધી રહેનાર ઘડાનો પહેલી ક્ષણે જે સ્વભાવ હોય, તે જ સ્વભાવ જો પચ્ચીસમી ક્ષણે હોય તો જ એ ઘડો એક સ્વભાવવાળો કહેવાય. એ સ્વભાવ જો બદલાઈ જાય તો પહેલી ક્ષણનો અને પચ્ચીસમી ક્ષણનો ઘડો જુદો જુદો ગણાય. તે ઘડો પચ્ચીસ ક્ષણ સ્થાયી કહેવાય નહીં. જે પદાર્થને જેટલી ક્ષણ સ્થાયી માનવો હોય તેટલી ક્ષણો સુધી તેનો સ્વભાવ એક જ હોવો જોઈએ. હવે જો કોઈ ઘડાને પચ્ચીસ ક્ષણ સુધી સ્થાયી કહેવામાં આવે તો પ્રશ્ન થશે કે તે ઘડાનો પચ્ચીસમી ક્ષણે નાશ પામવું નો સ્વભાવ છે કે નહીં? જો છે, તો પ્રથમ ક્ષણે પણ તેનામાં નાશ પામવું'નો સ્વભાવ માનવો પડશે, કારણ કે એક જ વસ્તુમાં સ્વભાવભેદ હોઈ શકે નહીં. જો પ્રથમ ક્ષણે નાશ પામવું' નો સ્વભાવ માનવામાં આવે તો તે પોતાના નાશ પામવું ના સ્વભાવના કારણે બીજી જ ક્ષણે નાશ પામી જશે. તો પછી પચ્ચીસ ક્ષણ સુધી તે શી રીતે ટકશે? જો એમ કહેવામાં આવે કે પચ્ચીસમી અંત્ય ક્ષણે પણ નાશ પામવું'ના સ્વભાવ નથી તો તે ક્યારે પણ નાશ જ નહીં પામી શકે. જો એમ કહેવામાં આવે કે ‘પચ્ચીસ ક્ષણ સુધી ટકી નાશ પામી જવું' એવો ઘડાનો સ્વભાવ હોવાથી તે ઘડો તેટલી ક્ષણો સુધી ટકી પછી નાશ પામી જાય છે, તો એવો વસ્તુસ્વભાવ માનવાથી તો પચ્ચીસમી ક્ષણે પણ તેનો સ્વભાવ બદલાયો ન હોવાથી (કારણ કે સ્વભાવ બદલાય તો તે વસ્તુ જ બદલાઈ જાય) પચ્ચીસમી ક્ષણે પણ તેનો એવો જ સ્વભાવ માનવો પડે કે ‘પચ્ચીસ ક્ષણ સુધી ટકી પછી નાશ પામવું. જો પચ્ચીસમી ક્ષણે પણ આવો સ્વભાવ હોય તો તર્કથી માનવું પડશે કે છવ્વીસમી ક્ષણે પણ તે નાશ પામી શકશે નહીં, કિંતુ બીજી પચ્ચીસ એટલે કુલ પચાસ ક્ષણ સુધી તેણે ટકવું પડશે. વળી, પચાસમી ક્ષણે પણ તેનો સ્વભાવ એ જ હોવાથી પંચોતેરમી ક્ષણ સુધી તો તેણે ટકવું જ પડશે. પંચોતેરમી ક્ષણે પણ ‘પચ્ચીસ ક્ષણ સુધી રહેવું' એવો સ્વભાવ જ હોવાથી આગળ ઉપર પણ તે નાશ પામી શકશે નહીં. આમ કરતાં કરતાં તો તે ઘડો ક્યારે પણ નાશ પામી શકશે નહીં. જો આ પ્રમાણે ઘટતું હોય તો દરેક વસ્તુ અનંત કાળ સુધી રહેશે, પરંતુ હકીકતમાં કોઈ પણ વસ્તુ સ્થાયી રહેતી નથી, કેમ કે ઘડા વગેરેનો નાશ થતો નજર સામે દેખાય જ છે. આમ, અમુક ક્ષણ સ્થાયી માનવામાં તેનો કોઈ એક સ્વભાવ જ માનવો બાધિત થઈ જતો હોવાથી એવું માનવું યુક્ત ઠરે છે કે દરેક વસ્તુ ક્ષણિક છે. દરેક ક્ષણે કાળરૂપ નાશક કારણ વિદ્યમાન હોવાથી પદાર્થમાત્રનો ક્ષણે ક્ષણે નાશ થાય છે. આમ હોવાથી બૌદ્ધ દર્શન અનુસાર સર્વ વસ્તુ Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ક્ષણિક જ છે. ક્ષણિકવાદ એ બૌદ્ધ દર્શનનો સૌથી મહત્ત્વનો સિદ્ધાંત છે. ક્ષણિકવાદ અનુસાર જગતની બધી જ વસ્તુઓ ક્ષણિક છે અને તે દરેક વસ્તુની સત્તા માત્ર ક્ષણભર ટકી રહેવાવાળી છે. બીજી જ ક્ષણે તેનો નાશ થઈ જાય છે. વસ્તુનું અસ્તિત્વ માત્ર એક ક્ષણ ટકવાવાળું હોવાથી પ્રત્યેક વસ્તુ પરિવર્તનશીલ છે. પ્રત્યેક પદાર્થ પ્રતિક્ષણ બદલાય છે અને તેથી જગતના સર્વ પદાર્થો અનિત્ય છે. પ્રત્યેક વસ્તુ એક ક્ષણે જેવી હોય છે તેવી બીજી ક્ષણે હોતી નથી, અર્થાત્ પ્રત્યેક વસ્તુ પ્રતિક્ષણ બદલાતી રહે છે. આમ, સંસારના સમસ્ત પદાર્થ ક્ષણિક છે, પદાર્થો પ્રતિક્ષણ બદલાતા રહે છે, વિશ્વમાં કંઈ પણ સ્થિર નથી, વિશ્વમાં ચારે બાજુ પરિવર્તન જ પરિવર્તન દષ્ટિગોચર થાય છે. નિરંતર ચાલ્યા કરતું પરિવર્તન એ જ વિશ્વનું આદિ સત્ય છે. ક્ષણિકવાદના મતના ટેકામાં બૌદ્ધો દલીલ રજૂ કરતાં એમ કહે છે કે જે વસ્તુ સસલાનાં શીંગડાંની માફક સર્વથા અસતું હોય, તેમાંથી કાંઈ ઉત્પત્તિ કે વિનાશ થવાનો પ્રશ્ન જ ઊઠતો નથી. એક વસ્તુમાં એક ક્ષણે એક જ કાર્ય કે પરિણામ (effect) ઉત્પન્ન થઈ શકે અને બીજી ક્ષણે બીજું કાર્ય કે પરિણામ ઉત્પન્ન થાય. દા.ત. કોઈ બીજ હોય તે એક ક્ષણે છોડને જન્મ આપે અને બીજી ક્ષણે તેમાં થોડી વૃદ્ધિ થાય છે. બીજી ક્ષણે તેની પહેલાંની ક્ષણ તો સમાપ્ત થઈ ગઈ હોય છે. એનો અર્થ એ થયો કે વિકાસની ક્રિયામાં કોઈ પણ બે ક્ષણો એક જેવી હોતી જ નથી. પ્રત્યેક ક્ષણ ભિન્ન છે અને ક્ષણે ક્ષણે ભિન્ન ભિન્ન કાર્ય કરે છે. આથી કોઈ પણ વસ્તુ કોઈ પણ બે ક્ષણોમાં એક જ હોતી નથી. તે પ્રતિક્ષણ બદલાયા કરે છે. અસ્તિવાદ કે નાસ્તિવાદ બન્નેમાંથી એક પણ સત્ય નથી. કેવળ પરિવર્તન જ સત્ય છે. આના ઉપરથી એમ નથી માની લેવાનું કે બૌદ્ધોએ સત્ તત્ત્વની હસ્તીનો ઇન્કાર કર્યો છે. સત્ તત્ત્વની હસ્તી તો તેમણે અવશ્ય સ્વીકારી છે. પણ તેઓ એટલું કહે છે કે એ તત્ત્વ નિરંતર ગતિમાન અને પરિવર્તનશીલ છે, તેમાં નિરંતર પરિવર્તન થાય છે, પણ સાથે સાથે જેનું પરિવર્તન થતું હોય એવો કોઈ શાશ્વત, નિત્ય પદાર્થ અસ્તિત્વ ધરાવતો નથી. તેમના મત પ્રમાણે જેને ‘પદાર્થ' કહેવામાં આવે છે તે પ્રત્યેક કેવળ એક એક ધારા છે, એકસરખી અનેક વસ્તુઓ કે ઘટનાઓની પરંપરા છે. તેના વિષે સ્થિરતાનો જે ખ્યાલ બંધાયેલો છે તે સર્વથા કલ્પિત છે. બૌદ્ધ સમસ્ત જગતને પરિવર્તનશીલ માને છે અને પરિવર્તનશીલ અથવા નિત્ય બદલાતાં જતાં દ્રવ્યો કે પદાર્થોથી ભિન્ન એવું કોઈ સ્થિર કે સ્થાયી તત્ત્વ છે એમ તેઓ માનતા નથી. તેમના મત અનુસાર જેને “જીવાત્મા' કહેવામાં આવે છે, તે તો એક નિરંતર ચાલતી પ્રક્રિયાનો પ્રવાહ છે, કોઈ નિત્ય અને અચલ એવી વસ્તુ નથી. જીવન Page #326 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૧ ૨૯૩ એ વિભિન્ન, ક્રમબદ્ધ અને અવ્યવહિત અવસ્થાઓનો એક પ્રવાહમાત્ર છે. જીવનની એકસૂત્રતાને તેમણે જલતા દીપકની સાથે સરખાવી છે, કારણ કે દીવાની જ્યોત પણ પ્રત્યેક ક્ષણે બદલાતી રહે છે અને છતાં તે એક ભાસે છે. આ દશ્યમાન જગતની બધી જ વસ્તુઓ વિનાશશીલ (અનિત્ય) છે, ક્ષણભર માટે પણ કોઈ સ્થિર નથી. જેને ‘આત્મા' નામ આપી શકાય એવું કોઈ સ્થિર કે નિત્ય તત્ત્વ નથી. જુદાં જુદાં ક્ષણિક જ્ઞાનોની જે પરંપરા ચાલે છે તે જ આત્મા છે. આ જ્ઞાનક્ષણોની પરંપરામાં તે તે ક્ષણે થયેલ જ્ઞાનક્ષણ એ જ આત્મા છે, પણ કોઈ નિત્ય આત્મા છે જ નહીં. બૌદ્ધ દર્શન અનિત્ય અને અસ્થિર એવાં સંવેદનોની, અર્થાત્ ઇન્દ્રિયવિજ્ઞાનો અને વિચારોની જ હસ્તી સ્વીકારે છે અને આત્માની હસ્તીનો અસ્વીકાર કરે છે. તેઓ ચેતનાની જુદી જુદી અવસ્થાઓનો સ્વીકાર કરે છે, પણ ચિત્ત (ચૈતન્યતત્ત્વ)ની હસ્તી કબૂલ રાખતા નથી. આ સંવેદનો અને વિચારો તથા જેની સાથે તે જોડાયેલાં છે તે ભૌતિક કલેવર, એ પોતે જ આત્મા છે એવો બૌદ્ધોનો મત છે. જડ પદાર્થનો વિકાર એ ચૈતન્ય નથી એ વાત બૌદ્ધો માને છે, પણ બૌદ્ધો આત્મા નામના સત્પદાર્થનું અસ્તિત્વ માનતા નથી. તેઓ કહે છે કે પ્રત્યેક પળે વિજ્ઞાનનો ઉદય અને લય થયા જ કરે છે. એ વિજ્ઞાનના મૂળમાં કોઈ સ્થાયી સત્પદાર્થ છે જ નહીં. એક પળે જે વિજ્ઞાન સંસ્કારરૂપે હોય છે, તે જ પાછું બીજી પળે વિજ્ઞાનના કારણરૂપ બને છે; પુનઃ એ કાર્યરૂપ વિજ્ઞાન તે પછીના વિજ્ઞાનનું કારણ બની જાય છે. આ પ્રમાણે પરસ્પર ભિન્ન ક્ષણિક વિજ્ઞાનસમૂહની અંદર પરંપરારૂપે કાર્ય-કારણભાવ રહે છે. બૌદ્ધો એને વિજ્ઞાનપ્રવાહ કે વિજ્ઞાનસંતાન કહે છે. આ પ્રવાહરૂપી વિજ્ઞાનસંતાન સિવાય આત્મા કે જીવ જેવી બીજી કોઈ વસ્તુ છે નહીં. ક્ષણિક સંસ્કાર અન્ય ક્ષણે બીજા તદ્રુપ સંસ્કારને જન્મ આપે છે અને આવી ક્ષણસંતાનપરંપરાથી જ એક વિષયનું દીર્ઘ કાળ સુધી જ્ઞાન થાય છે. બૌદ્ધમત અનુસાર ચિત્તથી પર આત્મા નામનું કોઈ તત્ત્વ નથી. તેમના પ્રમાણે ચિત્ત જ આત્મા છે અને તે ક્ષણિક છે. ચિત્તક્ષણોની એક સંતતિ ચિત્તક્ષણોની બીજી સંતતિથી પૃથક્ છે. એક સંતતિગત ચિત્તક્ષણ બીજી ચિત્તક્ષણસંતતિમાં કદી પ્રવેશ પામતી જ નથી. વળી, એક સંતતિમાં ચિત્તક્ષણોનો ક્રમ પણ નિયત છે અને તગત ક્ષણો સ્થાનફેર કરી શકતા નથી. ચિત્ત ક્ષણિક હોવા છતાં એવી ચિત્તક્ષણોની એક હારમાળા (સંતતિ) છે કે જેમાં પૂર્વ પૂર્વની ચિત્તક્ષણો ઉત્તર ઉત્તરની ચિત્તક્ષણોનાં ઉપાદાનકારણો હોય છે એમ બૌદ્ધો માને છે. ચિત્તક્ષણસંતતિમાં પ્રવાહનિત્યતા છે. અશુદ્ધ ચિત્તસંતતિ સંસરણ કરે છે, તે માતાની કુક્ષિમાં પ્રવેશ કરે છે. બૌદ્ધમત અનુસાર રાગાદિના, વાસનાના જ્ઞાનસંતાનના ઉચ્છેદથી મુક્તિ મળે છે. આ રીતે ચિત્તક્ષણ ક્ષણપ્રવાહરૂપ છે, Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન અપરિવર્તનશીલ અને નિત્ય નથી. આ જ ક્ષણપ્રવાહમાં પ્રાપ્ત વાસના અનુસાર પૂર્વક્ષણ ઉત્તરક્ષણને ઉત્પન્ન કરતી પોતાનું અસ્તિત્વ નિઃશેષ કરતી જાય છે. એકત્વ અને શાશ્વતતા ભમ છે. ઉત્તરચિત્તક્ષણનો પૂર્વની ચિત્તક્ષણ સાથે એટલો જ સંબંધ છે કે તે તેનાથી ઉત્પન્ન થઈ છે. ક્ષણિકતા સિદ્ધ કરતો બૌદ્ધોનો આ મત બતાવતાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ અધ્યાત્મસારમાં કહે છે કે જ્ઞાનક્ષણની પરંપરારૂપ આત્મા છે. તે નિત્ય નથી. આત્માને નિત્ય માનવાથી ક્રમે કરીને અથવા અક્રમે કરીને પણ અર્થક્રિયા ઘટતી નથી. જો આત્મા ક્રમે કરીને અર્થક્રિયા કરતો હોય તો તેના નિત્યપણાની હાનિ થશે, માટે આત્મા અનિત્ય ઠરશે અને જો અક્રમે કરી અર્થક્રિયા કરે છે એમ કહેશો તો એકકાળે સર્વ ક્રિયાઓ થવી જોઈએ.' બૌદ્ધોના મત અનુસાર આત્મા તો જ્ઞાનક્ષણાવલિ સ્વરૂપ છે, એટલે કે આત્મા જ્ઞાનક્ષણ (પદાર્થ)ની ધારા(સંતાન)સ્વરૂપ છે. જે ક્ષણે આત્મા ઉત્પન્ન થાય છે તે જ ક્ષણે તેની સ્થિતિ છે. બીજી ક્ષણે તો તેનો સંપૂર્ણ નાશ થઈ જાય છે. પ્રતિક્ષણ નવું નવું જ્ઞાન ઉત્પન્ન થતું રહે છે. આવી જે જ્ઞાનક્ષણોની ધારા છે તે જ આત્મા છે, માટે તે નિત્ય નથી એમ બૌદ્ધો કહે છે. તેઓ કહે છે કે કેમ એટલે કાળના વિભાગ વડે ક્રિયા કરવી તે અને અક્રમ એટલે એક જ ક્ષણે સર્વ ક્રિયાઓ કરવી તે. જો આત્માને નિત્ય કહેવામાં આવે તો એ બન્ને વડે અર્થક્રિયા એટલે અર્થરૂપ પોતાની ઉત્પત્તિ, સ્થિતિ અને લયવાળી ક્રિયા અથવા સુખાદિ વેદનાવાળી ક્રિયા ઘટશે નહીં; એટલે યુક્તિથી યોગ્ય ગણાશે નહીં, કેમ કે તેના કારણે નિત્યપણામાં વિરોધ આવશે. પૂર્વે કરવા માંડેલી ક્રિયા સંપૂર્ણ થયા પછી બીજી ક્રિયાનો આરંભ કરવો તે કેમ કહેવાય છે. આવા ક્રમથી જો આત્મા અર્થક્રિયા - વિદ્યમાન પદાર્થની ક્રિયા કરતો હોય તો સ્વભાવની હાનિ થાય છે. તે એવી રીતે કે નિત્યવાદીના મતમાં સર્વ પદાર્થોનું નિત્યપણું મનાય છે. તેનું અનુક્રમે ક્રિયા કરવું, એટલે કે પૂર્વે કરવા માંડેલી ક્રિયાના સ્વભાવનો ત્યાગ થાય તે પછી બીજી ક્રિયા કરવાના સ્વભાવનું અસ્તિત્વ સંભવે; પરંતુ તેમ માનવાથી તો પૂર્વક્રિયાના સ્વભાવની હાનિ થાય, એટલે કે નિત્યપણાનો નાશ થાય. આત્મા જો ક્રમથી કાર્ય કરતો હોય તો તો એમ જ સિદ્ધ થાય કે પહેલી ક્ષણે તેનો અમુક કાર્ય કરવાનો જે સ્વભાવ ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૪, શ્લોક ૮૯,૯૦ 'ज्ञानक्षणावलीरूपो नित्यो नात्मेति सौगताः । क्रमाक्रमाभ्यां नित्यत्वे युज्यतेऽर्थक्रिया न हि ।। स्वभावहानितोऽध्रौव्यं क्रमेणार्थक्रियाकृतौ । अक्रमेण च तद्भावे युगपत्सर्वसंभवः ।।' Page #328 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૬૧ ૨૯૫ હતો તે નષ્ટ થયો અને બીજી ક્ષણે બીજું કાર્ય કરવાનો સ્વભાવ ઉત્પન્ન થયો. તે પણ પછી નષ્ટ થયો અને ત્રીજી ક્ષણે ત્રીજું કાર્ય કરવાનો સ્વભાવ ઉત્પન્ન થયો. હવે જો આ રીતે પ્રતિપળ સ્વભાવની હાનિ થયા કરે તો આત્મા આપોઆપ ક્ષણિક જ સિદ્ધ થઈ જાય છે, કારણ કે સ્વભાવ વિના વસ્તુનો સદ્ભાવ હોઈ શકતો નથી. વળી, સ્વભાવની હાનિ એટલે વસ્તુનો સ્વભાવ, જે ક્ષણસ્થાયીપણું છે તેની હાનિ; પૂર્વક્ષણમાં રહેવાના સ્વભાવનો ત્યાગ કરીને નિત્યસ્વભાવને પ્રાપ્ત કરવારૂપ હાનિ; આ પ્રમાણે પણ સ્વભાવની હાનિ થવાથી બીજી ક્ષણમાં તેનું અવસ્તુપણું જ થશે. આમ, આત્માનું ક્ષણિકપણું જ સિદ્ધ થશે. જો અક્રમે કરીને અર્થક્રિયા થતી હોય તો તો પહેલી જ ક્ષણે એકસાથે પૂર્વોક્ત કશા પણ ક્રમ વિના આગળની બધી ક્ષણોનાં કાર્ય (અર્થક્રિયા) થઈ જવાની આપત્તિ આવશે. એકીવખતે એટલે પ્રથમ ક્ષણમાં જ સર્વ સ્થિતિ વગેરે ક્રિયાઓની ઉત્પત્તિ અને અનુભવ થશે અને તેથી બીજી ક્ષણમાં સ્થિતિ વગેરે કોઈ પણ ક્રિયા બાકી રહેશે નહીં. આમ, આત્મા અસત્ થશે અને તેથી પણ ક્ષણિકપણું જ સિદ્ધ થશે. ક્રમથી કે અક્રમથી પણ નિત્ય આત્મામાં અર્થક્રિયાકારિત્વ (કાર્યકારિત્વ) ઘટતું જ નથી, માટે આત્માને ક્ષણિક માનવો જોઈએ. કેટલાક દર્શનોની દૃષ્ટિએ મનુષ્યના અંતરમાં બિરાજતું આત્મતત્ત્વ શાશ્વત, અજર, અમર અને નિત્ય છે. બૌદ્ધો આવા કોઈ આત્માનું અસ્તિત્વ હોય એમ સ્વીકારતા નથી. તેમના પ્રમાણે તો સંવેદનો, વિચારો અને ભૌતિક શરીર એ પોતે જ આત્મા છે. બૌદ્ધમત અનુસાર જેને આત્મા કહેવામાં આવે છે તે તો પાંચ વિભાગો અથવા સ્કંધોનો બનેલો છે. આત્મા કે પંચ સ્કંધ અનિત્ય છે, ક્ષણિક છે, સતત પરિવર્તનશીલ છે. પાંચ સ્કંધ આ પ્રમાણે છે રૂપ, વિજ્ઞાન, વેદના, સંજ્ઞા અને સંસ્કાર. આ પાંચ સ્કંધોને હવે વિગતવાર સમજીએ. (૧) રૂપ સ્કંધ (Matter) એ વસ્તુ કે જેમાં ભારેપણું હોય અને જે સ્થાન રોકતી હોય તે રૂપ કહેવાય છે. રૂપ સ્કંધ વિષયોની સાથે સંબદ્ધ એવી ઇન્દ્રિયો તથા શરીરનું વાચક છે. હલન-ચલનની શક્તિઓવાળું અને ઇન્દ્રિયોના સમૂહરૂપી શરીર તે રૂપ સ્કંધ છે. રૂપ સ્કંધમાં શારીરિક (આકાર, વર્ણ વગેરે) તત્ત્વોનો સમાવેશ થાય છે. રૂપ સ્કંધમાં ચાર મહાધાતુ પથવી(પૃથ્વી)ધાતુ, અપો(પાણી)ધાતુ, તેજો(અગ્નિ)ધાતુ અને વાયો(વાયુ)ધાતુ; તથા તેમાંથી નીપજતા દરેક રૂપનો સમાવેશ થાય છે. પથવીધાતુમાં શરીરનો નક્કર અને સખત ભાગ જેવાં કે વાળ, નખ, દાંત, ચામડી, માંસ, હાડકાં, મેદ, આંતરડાં, હોજરી, ફેફસાં વગેરે સમાવેશ પામે છે. અપોધાતુમાં શરીરનો પ્રવાહી જેવાં કે લોહી, પરુ, પ્રસ્વેદ, આંસુ, રસી, થૂંક, લીંટ, મૂત્ર વગેરેનો સમાવેશ થાય છે. તેજોધાતુમાં શરીરનો અગ્નિમય ભાગ જેમ કે શરીરની ગરમી, ખાધેલું જે ભાગ - - Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન અગ્નિથી પચે છે તે આદિનો સમાવેશ થાય છે અને વાયોધાતુમાં શરીરના વાયુ પદાર્થ - જેમ કે શ્વાસોચ્છવાસ, શરીરની અંદર રહેલ હવા વગેરેનો સમાવેશ થાય છે. (૨) વિજ્ઞાન સ્કંધ (Reason or Consciousness) – ‘હું છું' એવું ભાન અને રૂપ, રસ વગેરેનું જ્ઞાન તે વિજ્ઞાન સ્કંધ છે. જો આંખ સાજી હોય તો તેની દૃષ્ટિમર્યાદામાં જે બાહ્ય વસ્તુઓ આવે તેનો સંયોગ થાય છે અને પછી તે તે વસ્તુઓનું જ્ઞાન - વિજ્ઞાન થાય છે. તેથી વિજ્ઞાનની ઉત્પત્તિ કેટલાંક કારણો ઉપર આધાર રાખે છે અને તે વિજ્ઞાન જે કારણ ઉપર આધાર રાખે છે તે કારણના નામથી તે વિજ્ઞાન ઓળખાય છે. ચક્ષુ અને રૂપ ઉપર આધાર રાખનાર વિજ્ઞાન તે ચક્ષુર્વિજ્ઞાન, શ્રોત (કાન) અને શબ્દ ઉપર આધાર રાખનાર વિજ્ઞાન તે શ્રોત્રવિજ્ઞાન, ઘાણ (નાક) અને ગંધ ઉપર આધાર રાખનાર વિજ્ઞાન તે ધ્રાણવિજ્ઞાન, જીભ અને સ્વાદ (રસ) ઉપર આધાર રાખનાર વિજ્ઞાન તે જિદ્યાવિજ્ઞાન, શરીર અને શરીરસ્પર્શ ઉપર અવલંબનાર વિજ્ઞાન તે કાયવિજ્ઞાન તથા મન અને વિચારો ઉપર આધાર રાખનાર વિજ્ઞાન તે મનોવિજ્ઞાન કહેવાય છે. (૩) વેદના સ્કંધ (Feeling) - બાહ્ય વસ્તુનું જ્ઞાન થતાં ચિત્તની જે વિશેષ અવસ્થા થાય છે તે જ વેદના સ્કંધ છે. વેદના ત્રણ પ્રકારની હોય છે - સુખ, દુઃખ તથા ન સુખ - ન દુ:ખ. પ્રિય વસ્તુના સ્પર્શથી સુખ, અપ્રિય વસ્તુના સ્પર્શથી દુ:ખ તથા પ્રિયઅપ્રિય બન્નેથી ભિન્ન વસ્તુના સ્પર્શથી ન સુખરૂપ - ન દુ:ખરૂપ વેદના થાય છે. વિજ્ઞાન સ્કંધથી ઉત્પન્ન થયેલા સુખ-દુ:ખાદિની પ્રતીતિરૂપ જે વ્યવહાર છે તે વેદના સ્કંધ કહેવાય છે. વિજ્ઞાન અને રૂપ સ્કંધના સંબંધથી ઉત્પન્ન થતો સુખ-દુ:ખ આદિની સંવેદનાનો પ્રવાહ તે વેદના સ્કંધ છે. (૪) સંજ્ઞા સ્કંધ (Perception) – સવિકલ્પક જ્ઞાનનું નામ સંજ્ઞા સ્કંધ છે. જ્યારે કોઈ વસ્તુને નામ, જાતિ, ગુણ, ક્રિયા આદિથી સંયુક્ત રીતે તેનું જ્ઞાન કરવામાં આવે છે તો તે સંજ્ઞા સ્કંધ કહેવાય છે. ગાય, ઘોડો આદિ સંજ્ઞાને સૂચિત કરનાર જે વિજ્ઞાનપ્રવાહ તે સંજ્ઞા સ્કંધ કહેવાય છે. ગાય, ઘોડો ઇત્યાદિ શબ્દને સૂચવનાર વિજ્ઞાનપ્રવાહ, એટલે કોઈ પદાર્થનું વિશિષ્ટ જ્ઞાન કે જેના વડે તે પદાર્થને ઓળખી શકાય. વિજ્ઞાન અને સંજ્ઞા બને જ્ઞાન જ છે. તે બન્ને વચ્ચે માત્ર એટલું જ અંતર છે, જેટલું અંતર નિર્વિકલ્પક પ્રત્યક્ષ અને સવિકલ્પક પ્રત્યક્ષ વચ્ચે છે. વિજ્ઞાન એટલે નિર્વિકલ્પક, નિર્વિચાર વિષયાકાર જ્ઞાન અને સંજ્ઞા એટલે સવિકલ્પક, અવધારણાત્મક નિશ્ચયાત્મક જ્ઞાન. (૫) સંસ્કાર સ્કંધ (Mental dispositions) - સૂક્ષ્મ માનસિક પ્રવૃત્તિને સંસ્કાર કહેવાય છે. રાગાદિ ક્લેશ, મદ-માનાદિ ઉપક્લેશ અને ધર્મ-અધર્મ એ સર્વ સંસ્કાર Page #330 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૧ ૨૯૭ સ્કંધની અંતર્ગત આવે છે. વેદના અંધથી ઉત્પન્ન થતા રાગ, દ્વેષ, ક્ષુધા, તૃષા, મદ, અભિમાન, પ્રમાદ, ધર્મ અને અધર્મરૂપ વ્યવહાર આદિ સંસ્કાર સ્કંધ કહેવાય છે. મુખ્યરૂપે સંસ્કાર સ્કંધ દ્વારા રાગ અને દ્વેષનું ગ્રહણ કરવામાં આવે છે. ભૂતકાળમાંથી ઊભા થયેલા અમુક બાબતોના ગમા-અણગમા કે અમુક જાતની શક્તિઓ રૂપી સંસ્કારો, રાગ, દ્વેષ, મોહ, ધર્મ, અધર્મ ઇત્યાદિ તે સંસ્કાર સ્કંધ છે. આ બધા સંસ્કારો પૂર્વજન્મમાંથી મળેલા સારા કે નરસા વારસારૂપે હોય છે તથા નવા જન્મ વખતે શરૂઆત કરવા માટે ચારિત્ર્યનાં જમા પાસાં તરીકે કામ આપે છે. આ પ્રમાણે રૂપ આદિ સ્કંધની વ્યાખ્યા કરવામાં આવી છે. રૂપ સ્કંધ એ સમસ્ત ભૌતિક શેય પદાર્થો છે. વિજ્ઞાન સ્કંધ એ અનુભવાત્મક જ્ઞાન છે. વેદના સ્કંધ એ સુખ-દુઃખાદિનું વેદન છે. સંજ્ઞા સ્કંધ એ વિકલ્પજ્ઞાન કે સ્મૃતિજન્ય જ્ઞાન છે. સંસ્કાર સ્કંધ એ પૂર્વાનુભવે પાડેલા સંસ્કારો છે. જીવનનો ખુલાસો આ પાંચ સ્કંધ દ્વારા મળે છે એમ બૌદ્ધો કહે છે. સંસારી અવસ્થામાં રૂપ આદિ પાંચ સ્કંધો હોય છે, જે એક ચિત્તનો બીજા ચિત્તથી ભેદ કરે છે અને તેને વ્યક્તિત્વ બક્ષે છે. રૂપ આદિ પાંચ સ્કંધો જ ચિત્તનું વ્યક્તિત્વ છે, મહોરું છે. તેનાથી અતિરિક્ત બીજું કોઈ વ્યક્તિત્વ નથી. આ વ્યક્તિત્વને માટે ‘પુદ્ગલ' શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. આ પાંચે સ્કંધોના સમૂહથી પુગલ (પુગ્ગલ) કે જેને જીવ – પ્રાણી કહેવામાં આવે છે તે બને છે. આ પાંચ પ્રકારના કંધોનો સંઘાત જ અહંપ્રત્યયવેદ્ય આત્મા છે. રૂપ, વિજ્ઞાન, વેદના, સંજ્ઞા અને સંસ્કાર એ પંચસ્કંધરૂપ જ જીવ છે, તેનાથી અન્ય એવો જીવ નામનો કોઈ પદાર્થ નથી. ‘મિલિન્દ પ્રશ્નમાં બૌદ્ધ દાર્શનિક ભિક્ષુ શ્રી નાગસેન અને રાજા મિલિન્દ વચ્ચે જે સંવાદ છે તેમાં શ્રી નાગસેને રથના દૃષ્ટાંત દ્વારા આત્માની સંઘાતરૂપતાને સમજાવી છે. રથના અનેક ભાગો હોય છે. એ જુદા જુદા ભાગો એ કંઈ રથ નથી. રથના જુદા જુદા ભાગને છૂટો છૂટો લઈને જોવામાં આવે તો તેને રથ કહેવાય નહીં, એટલું જ નહીં, પણ એ ભાગોને કઢંગી રીતે જોડ્યા હોય તોપણ રથ બનતો નથી, પણ તેને એક વિશિષ્ટ પ્રકારે જોડવાથી જે સમુદાય બને છે તે રથ કહેવાય છે. રથ એ ચક્ર, ધરી, લાકડાનું પાટિયું વગેરે સામગ્રીમાત્ર છે કે જેને અમુક રીતે ગોઠવવાથી રથ બને છે. ચક્ર, ધરી, પાટિયું, દોરડું આદિને છોડીને રથની કોઈ સ્વતંત્ર સત્તા નથી. તેવી જ રીતે જેને જીવ કહેવામાં આવે છે તે પાંચ સ્કંધનો સમૂહ છે. રૂપ, વિજ્ઞાન, વેદના, સંજ્ઞા અને સંસ્કાર એ પાંચ સ્કંધોને છોડીને આત્માની કોઈ સ્વતંત્ર સત્તા નથી. જે પ્રકારે રથ એ ચક્ર, ધરી વગેરે રથના અવયવોના સંઘાતથી અતિરિક્ત કંઈ નથી, તે જ પ્રકારે આત્મા પણ રૂપ સ્કંધ, વિજ્ઞાન સ્કંધ, વેદના સ્કંધ, સંજ્ઞા સ્કંધ તથા સંસ્કાર Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સ્કંધના સંઘાતથી અતિરિક્ત કંઈ પણ નથી. આ પાંચે સ્કંધ ક્ષણસ્થાયી છે. તે નિત્ય અથવા કાળાંતર-અવસ્થાયી નથી. પાંચે સ્કંધો ક્ષણે ક્ષણે બદલાય છે. આ સર્વ સ્કંધો ક્ષણિક અને પરિવર્તનશીલ છે. સ્કંધો ક્ષણે ક્ષણે નિરંતર ફરતા જાય છે. આ પાંચ સ્કંધો દરેક ક્ષણમાં ઉદ્ભવી નાશ પામતા જાય છે. પરિવર્તન પામતાં આ સ્કંધોથી અતિરિક્ત કોઈ સ્થાયી, નિત્ય આત્મતત્ત્વ નથી એમ તેમનું માનવું છે. આમ, બૌદ્ધો ક્ષણિકવાદને માનતા હોવાથી તેમના મત પ્રમાણે કોઈ પણ વસ્તુની સત્તા સ્થાયી હોતી નથી. તેમાં સતત પ્રવાહમાનતા, અવિરત પરિવર્તનશીલતા જ હોય છે. ક્ષણિકવાદ મુજબ પ્રત્યેક વસ્તુ ક્ષણભંગુર છે. શિષ્ય પ્રસ્તુત ગાથામાં ક્ષણે ક્ષણે પલટાતી અવસ્થાની અપેક્ષાએ કરેલી દલીલમાં બૌદ્ધ દર્શનના આ ક્ષણિકવાદનો પ્રભાવ સ્પષ્ટપણે દષ્ટિગોચર થાય છે. શિષ્ય પરિવર્તનશીલ પદાર્થોથી અતિરિક્ત એવા કોઈ સ્થાયી દ્રવ્યનો સ્વીકાર કરતો નથી. તે કહે છે કે વસ્તુ ક્ષણિક છે અને તે ક્ષણે ક્ષણે પલટાય છે. વિશ્વની સર્વ વસ્તુઓ અનિત્યસ્વભાવી છે, અવશ્ય નાશ પામનારી છે. સર્વ વસ્તુ ફેરફાર થવો' એ અબાધિત નિયમને આધીન છે. જગતના બધા પદાર્થો ક્ષણે ક્ષણે રૂપાંતર પામ્યા કરે છે. દરેક પદાર્થમાં ક્ષણે ક્ષણે ફેરફાર થાય છે. દરેક ક્ષણે પરિવર્તન નીપજે છે. અવિરત પરિવર્તન પ્રક્રિયા સર્વમાં ચાલે છે. દરેક ચીજ હંમેશાં બદલાતી જાય છે અને તે એક ક્ષણથી બીજી ક્ષણમાં, એટલે કે બે પાસે પાસેની ક્ષણમાં સમાન હોતી નથી. આમ, જગતમાં જે પદાર્થો દૃષ્ટિગોચર થાય છે તે સર્વ અનિત્ય છે, વિનાશી છે, પરિવર્તનશીલ છે. દરેક વસ્તુ અસ્થાયી, ક્ષણિક છે. તે ક્ષણમાં નાશ પામી જનારી છે. તે ઉત્પન્ન થયા પછી બીજી જ ક્ષણે નાશ પામે છે. વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે ઊપજનાર છે અને નાશ પામનાર છે. શિષ્યને બધી વસ્તુઓ નાશ પામનારી, ક્ષણિક લાગે છે. શિષ્યને તેની ક્ષણે ક્ષણે પલટાતી અવસ્થા નજરે દેખાય છે અને એ અનુભવ ઉપરથી તે નિત્ય જણાતી નથી. તેને લાગે છે કે જેમ બધા પદાર્થો ક્ષણિક છે, તેમ આત્મા પણ ક્ષણિક છે. શિષ્ય આત્મતત્ત્વની નિત્ય સત્તાનો સ્વીકાર કરતો નથી, ક્ષણિકતાના સિદ્ધાંતનો સ્વીકાર કરે છે. બૌદ્ધમતના ક્ષણિકવાદના પ્રભાવથી થયેલી શિષ્યની આ માન્યતા દર્શાવતાં ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે – “ચત્ ક્ષષ્ઠિ તત્ સત' - જે ક્ષણિક તે સત્ એમ વસ્તુના સ્વરૂપની વ્યાખ્યા પ્રમાણે આત્મા પણ ક્ષણવર્તી સત્વ - અસ્તિત્વ ધરાવતી ક્ષણિક અનિત્ય વસ્તુ છે, - Page #332 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૧ ૨૯૯ ક્ષણ એટલે કાલનો અત્યંત સૂક્ષ્મ ભાગ. તેમાં જેને ઉત્પત્તિ (સ્થિતિ) છે એવી ક્ષણમાત્ર સ્થિતિવાળી વસ્તુ “ક્ષણિક' કહેવાય છે.' બૌદ્ધમત પ્રમાણે આત્મા એક નિરંતર ચાલતી પ્રક્રિયાનો પ્રવાહમાત્ર છે. આત્મા કેવળ એક સંતાનપ્રવાહ છે. આ મત ઉપર વિચારણા કરતાં શિષ્યને એમ લાગે છે કે આત્મા ક્ષણિક છે. આત્માનું અસ્તિત્વ એક ક્ષણ પૂરતું જ છે. તેનું ત્રિકાળી અસ્તિત્વ નથી. તે વર્તમાન ક્ષણમાં છે, પણ ભૂતકાળની ક્ષણમાં હતો નહીં અને ભવિષ્ય કાળમાં હશે નહીં. આત્મા એક ક્ષણ પૂરતો જ રહે છે. એક ક્ષણ પછી તે અસ્તિત્વ ધરાવતો નથી. તેનો અભાવ થઈ જાય છે. આત્મા ક્ષણે ક્ષણે નષ્ટ થાય છે. શિષ્ય જાણે છે કે આત્મામાં શુભાશુભ ભાવોનું રૂપાંતર થયા કરે છે. તે ક્ષણે ક્ષણે પલટાતાં અનુભવાય છે. ક્રોધાદિ ભાવોને ક્ષણે ક્ષણે ઉત્પન્ન થતાં અને નાશ થતાં પોતે અનુભવે છે, તેથી આત્માના નિત્યત્વ વિષે તેને સંદેહ ઉત્પન્ન થાય છે. તેને લાગે છે કે આત્મા નિત્ય નથી, અર્થાત્ આત્મા અનિત્ય છે, અશાશ્વત છે. આ પ્રમાણે પદાર્થના સ્વરૂપ સંબંધી વિચાર કરતાં શિષ્યને વસ્તુમાત્રનો ક્ષણિક સ્વભાવ સમજાય છે અને તેથી આત્માના નિત્યત્વ વિષે તેને સંશય ઉત્પન્ન થાય છે અને તેના નિવારણ અર્થે તે શ્રીગુરુ પાસે પોતાની દલીલ રજૂ કરે છે. બૌદ્ધમતના પ્રભાવથી શિષ્ય આત્માને સર્વથા અનિત્ય માને છે. જો કે વાસ્તવમાં આત્મતત્ત્વમાં એક પડખું નિત્ય અને બીજું પડખું અનિત્ય છે. પરંતુ અહીં શંકા કરનાર શિષ્ય આત્માને એકાંતે અનિત્ય માને છે, કારણ કે તેના નિત્ય પડખા પ્રત્યે તેનું ધ્યાન ગયું નથી. શ્રીગુરુ તેની આ શંકાનું સમાધાન દષ્ટાંત સહિત ગાથા ૬૮ થી ૭૦માં કરશે. ગાથા ૬૦ અને ૬૧ એ બે ગાથાનો સાર એ છે કે કિંચિત્કાળસ્થાયી (અમુક જ કાળ રહેવાવાળું) અનિત્યતા અને ક્ષણિક અનિત્યતા એમ બે પ્રકારની અનિત્યતા માનવામાં આવે છે. શરીરના સંયોગ-વિયોગ પ્રમાણે ઉત્પાદ અને વિનાશ પામનારો આત્મા કિંચિત્કાળસ્થાયી અનિત્ય છે અથવા ક્ષણે ક્ષણે પલટાતા પદાર્થોની જેમ આત્મા ક્ષણિક અનિત્ય છે. કોઈ પણ અનુભવથી આત્મા ત્રિકાળી ભાસતો નથી. આમ, મર્યાદિત કાળવતપણાએ આત્મા અનિત્ય છે અથવા ક્ષણિકપણાની અપેક્ષાએ આત્મા અનિત્ય છે, એવી ચાર્વાક અને બૌદ્ધમતના પ્રભાવથી થયેલી આત્માના નિત્યપણા વિષેની પોતાની શંકા શિષ્ય શ્રીગુરુ પાસે રજૂ કરી, શ્રીગુરુ પાસેથી તેનું સંતોષકારક સમાધાન ઇચ્છે છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ. ૨૪૭ Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન *અથવા વસ્તુ ક્ષણિક છે, જોઈ કર્યો નિર્ધાર; બદલાયે બહુ વાર. એકરૂપે ન રહે સદા, દ્રવ્ય તે, ક્ષણે ક્ષણે પલટાય; સિદ્ધ છે, અંતે નાશ જણાય. અનુક્રમે ક્ષય પામતાં, સમય વહી જતાં જાય; એ અનુભવથી પણ નહીં, નિત્ય આત્મા નહીં થાય. જેથી દેહ વિલય સુધી, અનુભવ એવો થાય; એકપણે તેથી આત્મા નિત્ય જણાય. નહીં, * ૧ * * * જણાય જે સૌ અનુમાને એ ૧- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૨૮-૨૨૯ (શ્રી ગિરધરભાઈરચિત, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૨૪૧-૨૪૪) Page #334 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૬૨ s.. તે મને તેમ છે. વળિ ૨ નશ્ય, તળા ઉતિ , કળા અને ૨ વમ? Page #335 -------------------------------------------------------------------------- ________________ Page #336 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૬૨ ગાથા ૬૧માં શિષ્ય કહ્યું હતું કે આ જગતની તમામ વસ્તુઓ ક્ષણે ક્ષણે ભૂમિકા પલટાતી દેખાય છે, તેથી તે ક્ષણિક છે. સર્વ વસ્તુઓની જેમ આત્મા પણ ક્ષણિક છે. આ અનુભવના કારણે આત્મા નિત્ય જણાતો નથી. આમ, મર્યાદિત કાળવાર્તાપણાએ અથવા ક્ષણિકપણાની અપેક્ષાએ આત્મા અનિત્ય છે એમ ચાર્વાક અને બૌદ્ધ દર્શનના પ્રભાવથી પોતાને ઉત્પન્ન થયેલી આત્માના નિયત્વ સંબંધી શંકા પૂર્વની બે ગાથાઓ (૬૦-૬૧) દ્વારા શિષ્ય શ્રીગુરુ પાસે રજૂ કરી. ક્રમબદ્ધ વિચારશ્રેણીમાંથી ઉદ્ભવેલ તર્કપૂર્ણ દલીલોનું પદ્ધતિસર, પ્રભાવશાળી, સુદઢ અને પ્રજ્ઞાપ્રચુર સમાધાન શ્રીગુરુ હવે આપે છે. શ્રીગુરુ શિષ્યની આ શંકાઓનું સમાધાન નવ ગાથાઓ (૬૨-૭૦) દ્વારા કરે છે. પ્રથમ દલીલનું સમાધાન છ ગાથાઓ (૬૨-૬૭)માં કરે છે અને બીજી દલીલનું સમાધાન ત્રણ ગાથાઓ (૬૮-૭૦)માં કરે છે, જેના ફળરૂપે ‘આત્મા નિત્ય છે' એવા સમ્યક્ત્વના દ્વિતીય સ્થાનકની સિદ્ધિ શિષ્યને થાય છે. આત્મા સ્વાભાવિક અસંયોગી પદાર્થ છે, તે અનુત્પન્ન અને અવિનાશી છે એમ તર્ક, અનુભવ અને અનુમાનનાં વિભિન્ન પ્રમાણો દ્વારા સિદ્ધ કરી, શ્રીગુરુ શિષ્યના અંતરમાં રહેલી શંકાને તદન નિર્મૂળ કરે છે. ગાથા ૬૦માં આત્મા નિત્ય નથી એ પોતાની શંકાના સમર્થનમાં શિષ્ય કહ્યું હતું કે “દેહયોગથી ઊપજે, દેહવિયોગે નાશ', અર્થાત્ આત્મા દેહના સંયોગથી ઉત્પન્ન થાય છે અને દેહના વિયોગે નાશ પામે છે. આ દલીલોનો ઉત્તર મુખ્ય ત્રણ મુદ્દાઓ દ્વારા શ્રીગુરુ આપે છે. કોઈ પણ પદાર્થનાં ઉત્પત્તિ-લયના નિર્ણય અર્થે મુખ્યત્વે ત્રણ મુદ્દાઓ તપાસવા આવશ્યક છે – (૧) એ ઉત્પત્તિ-લયની ઘટનાનો શું કોઈ જ્ઞાતા છે? (૨) ઉત્પત્તિ-લય પામનાર પદાર્થ અને એનાં ઉદ્ગમમૂળ અથવા લયરૂપ પદાર્થ એ બન્ને શું સમાન લક્ષણો ધરાવે છે? (૩) તે પદાર્થ ઉત્પત્તિ અને લય નથી પામતો એનો કોઈ પ્રમાણભૂત પુરાવો છે? શ્રીગુરુએ આ ત્રણ મુદ્દાઓની છ ગાથાઓ (૬૨-૬૭)માં ચર્ચા કરી છે. પહેલા મુદ્દાની ગાથા ૬૨-૬૩માં, બીજા મુદ્દાની ગાથા ૬૪-૬૫-૬૬માં અને ત્રીજા મુદ્દાની ગાથા ૬૭માં ચર્ચા કરી છે. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આત્માનાં ઉત્પત્તિ અને લયની ઘટનાનો કોઈ સાક્ષી અથવા તો કોઈ જ્ઞાતા છે કે નહીં એ સંબંધી વિચારણા શ્રીગુરુ બે ગાથા(૬૨-૬૩)માં રજૂ કરે છે. પ્રથમ ગાથામાં શ્રીગુરુ કહે છે – દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દશ્ય; ગાથા ચેતનનાં ઉત્પત્તિ લય, કોના અનુભવ વશ્ય?' (૬૨) દેહ માત્ર પરમાણુનો સંયોગ છે, અથવા સંયોગે કરી આત્માના સંબંધમાં છે. અર્થ | વળી તે દેહ જડ છે, રૂપી છે, અને દશ્ય એટલે બીજા કોઈ દ્રષ્ટાનો તે જાણવાનો વિષય છે; એટલે તે પોતે પોતાને જાણતો નથી, તો ચેતનનાં ઉત્પત્તિ અને નાશ તે ક્યાંથી જાણે? તે દેહના પરમાણુએ પરમાણુનો વિચાર કરતાં પણ તે જડ જ છે, એમ સમજાય છે. તેથી તેમાંથી ચેતનની ઉત્પત્તિ થવા યોગ્ય નથી, અને ઉત્પત્તિ થવા યોગ્ય નથી તેથી ચેતન તેમાં નાશ પણ પામવા યોગ્ય નથી. વળી તે દેહ રૂપી એટલે સ્થૂળાદિ પરિણામવાળો છે; અને ચેતન દ્રષ્ટા છે, ત્યારે તેના સંયોગથી ચેતનની ઉત્પત્તિ શી રીતે થાય? અને તેમાં લય પણ કેમ થાય? દેહમાંથી ચેતન ઉત્પન્ન થાય છે, અને તેમાં જ નાશ પામે છે, એ વાત કોના અનુભવને વશ રહી? અર્થાત્ એમ કેણે જાણ્યું? કેમકે જાણનાર એવા ચેતનની ઉત્પત્તિ દેહથી પ્રથમ છે નહીં, અને નાશ તો તેથી પહેલાં છે, ત્યારે એ અનુભવ થયો કોને? (૬૨) જીવનું સ્વરૂપ અવિનાશી એટલે નિત્ય ત્રિકાળ રહેવાવાળું સંભવતું નથી; દેહના યોગથી એટલે દેહના જન્મ સાથે તે જન્મે છે અને દેહના વિયોગે એટલે દેહના નાશથી તે નાશ પામે છે એ આશંકાનું સમાધાન આ પ્રમાણે વિચારશો : દેહ છે તે જીવને માત્ર સંયોગ સંબંધે છે, પણ જીવનું મૂળ સ્વરૂપ ઉત્પન્ન થવાનું કંઈ તે કારણ નથી. અથવા દેહ છે તે માત્ર સંયોગથી ઉત્પન્ન થયેલો એવો પદાર્થ છે. વળી તે જડ છે એટલે કોઈને જાણતો નથી; પોતાને તે જાણતો નથી તો બીજાને શું જાણે? વળી દેહ રૂપી છે; સ્થૂળાદિ સ્વભાવવાળો છે અને ચક્ષનો વિષય છે. એ પ્રકારે દેહનું સ્વરૂપ છે, તો તે ચેતનનાં ઉત્પત્તિ અને લયને શી રીતે જાણે ? અર્થાત્ પોતાને તે જાણતો નથી તો ‘મારાથી આ ચેતન ઉત્પન્ન થયું છે', એમ શી રીતે જાણે? અને મારા છૂટી જવા પછી આ ચેતન છૂટી જશે અર્થાત્ નાશ પામશે' એમ જડ એવો દેહ શી રીતે જાણે? કેમકે જાણનારો પદાર્થ તો જાણનાર જ રહે છે; દેહ જાણનાર થઈ શકતો નથી તો પછી ચેતનનાં ઉત્પત્તિલયનો અનુભવ કેને વશ કહેવો? દેહને વશ તો કહેવાય એવું છે જ નહીં, કેમકે તે પ્રત્યક્ષ જડ છે, અને તેનું જડપણું જાણનારો એવો તેથી ભિન્ન બીજો પદાર્થ પણ સમજાય છે. Page #338 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૨ ૩૦૫ જે કદી એમ કહીએ, કે ચેતનનાં ઉત્પત્તિલય ચેતન જાણે છે તો તે વાત તો બોલતાં જ વિપ્ન પામે છે. કેમકે, ચેતનનાં ઉત્પત્તિ, લય જાણનાર તરીકે ચેતનનો જ અંગીકાર કરવો પડ્યો, એટલે એ વચન તો માત્ર અપસિદ્ધાંતરૂપ અને કહેવા માત્ર થયું; જેમ “મારા મોઢામાં જીભ નથી' એવું વચન કોઈ કહે તેમ ચેતનનાં ઉત્પત્તિ, લય ચેતન જાણે છે, માટે ચેતન નિત્ય નથી; એમ કહીએ તે, તેવું પ્રમાણ થયું. તે પ્રમાણનું કેવું યથાર્થપણું છે તે તમે જ વિચારી જુઓ. (૬૨) તે આત્મા દેહસ્થિતિ પર્યત ટકનારો પદાર્થ નથી, કારણ કે પરમાણુઓના ] સંયોગરૂપ એવો દેહ આત્મા સાથે ક્ષીર-નીર અથવા અગ્નિ-લોહની જેમ માત્ર સંયોગ સંબંધ રહ્યો છે, તાદાભ્ય સંબંધે નહીં. વળી, દેહ જડ છે, એટલે કે જ્ઞાનસ્વભાવથી રહિત છે; રૂપી છે, એટલે કે વર્ણાદિ સ્વભાવયુક્ત છે; દેશ્ય છે, એટલે કે અન્ય દ્રષ્ટાનો વિષય છે; તો પછી ચેતનની ઉત્પત્તિ થઈ કે તેનો નાશ થયો એવો અનુભવ કોને થયો? શિષ્ય આત્માની ઉત્પત્તિ જેમાંથી કલ્પી છે એવા દેહનું સ્વરૂપ શ્રીગુરુએ પ્રથમ પંક્તિમાં બતાવ્યું. હવે બીજી પંક્તિમાં શ્રીગુરુ પ્રશ્ન ઉઠાવી શિષ્યને તેની શંકા અંગે વિચાર કરવા પ્રેરણા કરે છે કે આત્માની દેહયોગથી ઊપજવારૂપ ઉત્પત્તિ અને તેનો દેહવિયોગે નાશ પામવારૂપ લય એ કોણે જાણ્યાં? આત્માનાં ઉત્પત્તિ-લય જાણનાર બે દ્રવ્ય જ હોઈ શકે, કાં તો દેહ હોઈ શકે કાં તો ચેતન; કારણ કે લોકમાં બે દ્રવ્ય જ છે - જડ અને ચેતન. આત્માના અસ્તિત્વની સિદ્ધિ અર્થે આપેલા સમાધાનમાં શ્રીગુરુએ જડ અને ચેતન એમ બે જ દ્રવ્યોની સિદ્ધિ કરી હતી અને તેની ઊંડી વિચારણા કરી શિષ્ય તે સ્વીકારી પણ હતી. આમ, ચેતનનાં ઉત્પત્તિ-લય જાણનાર કાં તો દેહ હોઈ શકે કાં તો ચેતન. આ બન્ને વિકલ્પોનો વિચાર કરવા શ્રીગુરુ શિષ્યને પ્રેરે છે, જેથી તેણે કરેલી દલીલ કેટલી સપ્રમાણ છે તે સ્વયં તેને સમજાય. આ બન્ને વિકલ્પોનો વિચાર કરવાથી આત્માનાં ઉત્પત્તિ-નાશનું કથન અનુભવસિદ્ધ નથી, માત્ર કલ્પના છે એમ સિદ્ધ થશે. - શિષ્ય પોતાની દલીલ રજૂ કરતાં કહ્યું હતું કે દેહયોગથી આત્માની વિશેષાર્થ ઉત્પત્તિ થાય છે અને દેહવિયોગથી તે નાશ પામે છે, તેથી આત્મા નિત્ય નથી. આ શંકાને જડમૂળથી ઉખેડી નાખવા શ્રીગુરુ સચોટ સમાધાન આપે છે. શ્રીગુરુ એક પછી એક ન્યાયયુક્ત સમાધાન આપે છે કે જેથી આત્માના અવિનાશીપણા વિષેની શિષ્યની શંકા નિર્મુળ થઈ જાય. શ્રીગુરુ આ ગાથાની પ્રથમ પંક્તિના પ્રથમ ચરણમાં દેહનું સ્વરૂપ બતાવતાં કહે ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૪૧ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન) Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન છે કે “દેહ માત્ર સંયોગ છે'. દેહ તો માત્ર વિશિષ્ટ પ્રકારનાં પુદ્ગલપરમાણુઓનો સંયોગ છે. આત્માની સાથે એકક્ષેત્રાવ ગામે રહેતો પુદ્ગલપરમાણુઓનો પિંડ તે દેહ છે. તત્ત્વદષ્ટિએ જોતાં દેહ કોઈ એક દ્રવ્ય નથી, પરંતુ અનંતાં પરમાણુઓના સંયોગવાળી એક અવસ્થામાત્ર છે, જેની ઉત્પત્તિ અને લય કારણવિશેષથી થાય છે. જડ પુદ્ગલ દ્રવ્યના સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગને, અવિભાજ્ય એવા મૂળ દ્રવ્યને પરમાણુ કહે છે. પ્રત્યેક યુગલપરમાણુમાં કોઈ પણ એક વર્ણ, કોઈ પણ એક રસ, કોઈ પણ એક ગંધ અને બે સ્પર્શ (સ્નિગ્ધ-શીત, સ્નિગ્ધ-ઉષ્ણ, રુક્ષ-શીત, રુક્ષ-ઉષ્ણ એ ચાર વિકલ્પોમાંથી ગમે તે એક વિકલ્પના બે સ્પર્શી હોય છે. એક પરમાણુ બીજા પરમાણુ સાથે સ્કંધજનક સંયોગ કરે છે. સ્કંધ બનવામાં પરમાણુમાં રહેલાં વર્ણ, ગંધ કે રસનો કોઈ ઉપયોગ નથી, તેમજ શીત કે ઉષ્ણ સ્પર્શનો પણ કોઈ ઉપયોગ નથી; કિંતુ તેમાં જે સ્નિગ્ધ કે રૂક્ષ સ્પર્શ છે તેનો જ ઉપયોગ છે. પરમાણુમાં રહેલાં સ્નિગ્ધ કે રુક્ષ સ્પર્શના કારણે એક પરમાણુ બીજા પરમાણુ સાથે સ્કંધજનક સંયોગ કરે છે. સ્કંધ એટલે પરસ્પર જોડાયેલાં બે કે તેનાથી વધુ પરમાણુઓનો જથ્થો. ક્યું પરમાણુ યા પરમાણુ સાથે સંયોગ કરી શકે તેની અમુક શરતો છે, તે જોઈએ. (૧) એવાં બે પરમાણુ કે જેમાં સ્નિગ્ધતા ગુણ છે, તે બે પરમાણુઓ સજાતીય સ્પર્શવાળાં હોવાથી તેની સ્નિગ્ધતા વચ્ચે ઓછામાં ઓછું બે ગુણનું અંતર હોય તો જ તે બે પરમાણુનો સંયોગ થઈને એક સ્કંધ બની શકે. જો એક પરમાણુમાં બે ગુણ સ્નિગ્ધતા હોય તો બીજા પરમાણુમાં ઓછામાં ઓછી ચાર ગુણ સ્નિગ્ધતા હોવી જોઈએ. (૨) બીજાં એવાં બે પરમાણુ કે જેમાં બન્નેમાં રુક્ષતા છે, તે બે પરમાણુઓ પણ સજાતીય સ્પર્શવાળાં હોવાથી તેની રુક્ષતાના ગુણ વચ્ચે ઓછામાં ઓછું બેનું અંતર રહેવું જોઈએ. જો એક પરમાણુમાં બે ગુણ રુક્ષતા હોય તો તેની સાથે સંયોગ થવા માટે બીજા પરમાણુમાં ઓછામાં ઓછી ચાર ગુણ રુક્ષતા હોવી જોઈએ. ટૂંકમાં સજાતીય ગુણવાળા પરમાણુનો સંયોગ ત્યારે જ થાય જ્યારે તેના ગુણમાં ઓછામાં ઓછું બેનું અંતર હોવું જોઈએ. હવે વિજાતીય સ્પર્શવાળાં બે પરમાણુના સંયોગમાં શું શરતો છે તે જોઈએ. (૩) એક પરમાણુમાં સ્નિગ્ધતા અને બીજા પરમાણુમાં રુક્ષતા હોય એવાં બે પરમાણુનો સંયોગ અવશ્ય થાય, ભલે તે બન્નેના ગુણોની સંખ્યા સમાન હોય કે વિષમ. બે ગુણ સ્નિગ્ધતા અને બે ગુણ રુક્ષતાવાળાં બે પરમાણુનો પણ સ્કંધ બને અને એક ગુણ સ્નિગ્ધતા અને બે, ત્રણ કે તેથી વધુ ગુણ રુક્ષતાવાળાં બે પરમાણુનો પણ સ્કંધ બને. (૪) આ શરતોમાં એક અપવાદ છે કે એક ગુણ સ્નિગ્ધતા અને એક ગુણ રુક્ષતાવાળા, Page #340 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૨ ૩૦૭ અર્થાત્ જધન્ય ગુણવાળાં પરમાણુનો કદી સંયોગ થાય નહીં.૧ જ્યાં આ શરતો લાગુ પડતી હોય ત્યાં તે પરમાણુઓનો સ્કંધ બને છે. બે પરમાણુઓના પરસ્પર જોડાવાથી રાષ્ટ્રક સ્કંધ ઉત્પન્ન થાય છે. તેમાં એક પરમાણુ વધુ જોડાવાથી ત્રયણુક સ્કંધ ઉત્પન્ન થાય છે. ત્રણ પરમાણુમાં એક પરમાણુ જોડાવાથી ચતુરણુક સ્કંધ ઉત્પન્ન થાય છે. એમ સંખ્યાત, અસંખ્યાત અને અનંત પરમાણુના સંઘાતથી ક્રમશઃ સંખ્યાતામુક, અસંખ્યાતાજુક અને અનંતાણુક સ્કંધ ઉત્પન્ન થાય છે. અહીં ક્રમશઃ એક એક પરમાણુ જોડાય એવો નિયમ નથી. ચણક સ્કંધમાં એકસાથે બે કે તેનાથી વધારે પરમાણુઓ જોડાય તો ત્રયણુક અંધ બન્યા વિના સીધા ચતુરણુક વગેરે સ્કંધ બને છે. તેવી રીતે છૂટા છૂટા ત્રણ, ચાર વગેરે પરમાણુઓ એકીસાથે જોડાય તો ચણક સ્કંધ બન્યા વિના સીધા જ ત્રયક, ચતુરણુક વગેરે સ્કંધ ઉત્પન્ન થાય છે. કોઈ વાર છૂટાં છૂટાં સંખ્યાતા પરમાણુઓ એકીસાથે જોડાવાથી ચણકાદિ સ્કંધો બન્યા વિના સંખ્યાતાણુક સ્કંધ બની જાય છે. એ પ્રમાણે અસંખ્યાતાણુક અને અનંતાણુક અંધ માટે પણ જાણવું. જ્યાં સુધી પરમાણુના બનેલા સ્કંધોમાં રહેલી સ્નિગ્ધતા અને રુક્ષતાના અંશોમાં ફેરફાર ન થાય ત્યાં સુધી તે સ્કંધોમાં સંયોજિત થયેલો પરમાણું તે સ્કંધોથી છૂટો ન જ પડી શકે એવો કોઈ નિયમ નથી, કેમ કે સ્કંધોમાંથી પરમાણુનાં છૂટાં પડવામાં એ જ એકમાત્ર કારણ નથી. બીજાં પણ કેટલાંક કારણો છે. તેમાંનું જો કોઈ કારણ ઉપસ્થિત થાય તોપણ તે પરમાણુ તે સ્કંધમાંથી છૂટો પડી શકે છે. સ્કંધનું વિઘટન થવાનાં કારણો આ પ્રમાણે છે – ૧) કોઈ પણ સ્કંધ વધુમાં વધુ અસંખ્યાત કાળ સુધી જ રહી શકે છે, એટલે તેટલો કાળ પૂર્ણ થઈ જાય તો તે પરમાણુઓ છૂટાં પડી જાય છે. ૨) બંધ યોગ્ય સ્નિગ્ધતા-રુક્ષતાના ગુણોમાં ફેરફાર થવાથી પણ કંધનું વિઘટન થાય છે. ૩) સ્કંધોમાં સ્વાભાવિક રીતે ઉત્પન્ન થતી ગતિથી પણ વિઘટન થાય છે. ૧- જુઓ : સિદ્ધાંતચક્રવર્તી શ્રી નેમિચંદ્રજીકૃત, ગોમ્મસાર', જીવકાંડ, ગાથા ૬૧૫ ‘णिद्धस्स णिद्धेण दुराहिण्ण लुक्खस्स लुक्खेण दुराहिएण । णिद्धस्स लुक्खेण हवेज्ज बन्धो जहण्णवज्जे विसमे समे वा ।।' ૨- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, 'શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'ની આચાર્યશ્રી પૂજ્યપાદ સ્વામીકૃત ટીકા, ‘સર્વાર્થસિદ્ધિ', અધ્યાય ૫, સૂત્ર ૩૩ની ટીકા 'स्निग्धरूक्षत्वात् इति हेतुनिर्देशः । तत्कृतो बन्धो व्यणुकादिपरिणामः । द्वयोः स्निग्धरूक्षयोरण्वोः परस्परश्लेषलक्षणे बन्धे सति व्यणकस्कन्धो भवति । एवं संख्येयासंख्येयानन्तप्रदेशः स्कन्धो योज्यः ।' Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ૪) અન્ય દ્રવ્યનો ભેદ થવાથી પણ સ્કંધનું વિઘટન થાય છે. અનંતાણુક સ્કંધમાંથી એક પરમાણુ છૂટું પડે તો એક પરમાણુ ન્યૂન અનંતાણુક સ્કંધ બને છે. બે પરમાણુ છૂટાં પડે તો બે પરમાણુ ન્યૂન અનંતાણુક સ્કંધ બને છે. એમ પરમાણુઓનો ભેદ થતાં થતાં, અર્થાત્ પરમાણુઓ છૂટાં પડતાં પડતાં અનંતાણુક સ્કંધ અસંખ્યાતાણુક બની જાય. અસંખ્યાતાણુક કે સંખ્યાતાથુક સ્કંધમાંથી ઉપર મુજબ પરમાણુઓ છૂટાં પડતાં પડતાં યાવતું માત્ર બે જ પરમાણુ રહે તો તે કચણુક સ્કંધ બની જાય. જેમ સંઘાતમાં એકીસાથે એક એક પરમાણુ જ જોડાય એવો નિયમ નથી, તેમ ભેદમાં પણ એક એક પરમાણુ જ છૂટો થાય એવો કોઈ નિયમ નથી. અનંતાણુક વગેરે સ્કંધોમાંથી કોઈ વાર એક, કોઈ વાર બે, કોઈ વાર ત્રણ, એમ યાવતું કોઈ વાર એકીસાથે માત્ર બે પરમાણુઓને છોડીને બધાં જ પરમાણુઓ છૂટાં પડી જાય અને તે સ્કંધ કચણુક બની જાય. જે સમયે સ્કંધમાંથી એક, બે વગેરે પરમાણુ છૂટાં પડે અને તે જ સમયે બીજાં એક, બે વગેરે પરમાણુઓ જોડાય તેને સંઘાત-ભેદ કહેવાય છે. સંઘાત-ભેદ એટલે એક જ સમયે ભેગું પણ થવું અને છૂટું પણ થવું. જેમ કે ચતુરણુક સ્કંધમાંથી એક પરમાણુ છૂટો પડ્યો અને તે જ સમયે બે પરમાણુ જોડાયાં, તેથી ચતુરણુક સ્કંધ પંચાણુક (પાંચ પરમાણુઓનો) સ્કંધ બન્યો. તેવી રીતે ચતુરણુક સ્કંધમાં એક પરમાણુ જોડાયો અને તે જ સમયે તેમાંથી બે પરમાણુ છૂટાં પડ્યાં તો ચતુરણુક સ્કંધ ત્રયણુક સ્કંધ બન્યો. આમ, સ્કંધમાં અમુક પરમાણુ જોડાય અને તે જ સમયે તેમાંથી જેટલાં જોડાયાં, તેટલાં કે વધારે-ઓછાં પરમાણુ છૂટાં પડે તો નવો અંધ બને છે. આ પ્રમાણે મળવું-વીખરવું, પૂરણ-ગલન જેનો સ્વભાવ છે એવા પુદ્ગલદ્રવ્યરૂપ અનંતાં પરમાણુઓના સંયોગથી આ પુદ્ગલાત્મક દેહનું નિર્માણ થાય છે. માનવદેહનો વિચાર કરવામાં આવે તો માતાના ગર્ભમાં આવેલો જીવ પ્રથમ માતા-પિતાના રજવીર્યરૂપ દારિક વર્ગણાનાં પુદ્ગલોને ગ્રહણ કરીને દેહની રચના કરે છે. પછી તે જીવ માતાના દેહમાંથી ઔદારિક વર્ગણાનાં પુદ્ગલપરમાણુઓને નિરંતર ખેંચતો રહે છે અને તેને પોતાના દેહરૂપ પરિણમાવતો રહે છે. જમ્યા પછી ખાદ્ય પદાર્થરૂપે રહેલા દારિક વર્ગણાનાં પરમાણુઓના નાના-મોટા સ્કંધો તે આહારરૂપે ગ્રહણ કરે છે. આમ, ૧- સરખા પ્રકારના પરમાણુઓના સમૂહને વર્ગણા કહેવાય છે. એવી મુખ્ય આઠ વર્ગણાઓ છે - ઔદારિક વર્ગણા, વૈક્રિય વર્ગણા, આહારક વર્ગણા, તૈજસ વર્ગણા, શ્વાસોચ્છવાસ વર્ગણા, ભાષા વર્ગણા, મનોવર્ગણા તથા કાર્મણ વર્ગણા. મનુષ્ય તથા તિર્યંચને પોતાનો દેહ નિર્માણ કરવા જે પુદગલપરમાણુઓ ઉપયોગી બને છે તે ઔદારિક વર્ગણા કહેવાય છે. આહારરૂપે ગ્રહણ કરેલા પુદ્ગલપરમાણુઓનો જથ્થો તે દારિક વર્ગણા કહેવાય છે. Page #342 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૨ અનંતાં પુદ્ગલપરમાણુઓના સંયોગથી દેહની રચના થાય છે. પુદ્ગલપરમાણુઓના સંયોગરૂપ દેહ આત્મા સાથે માત્ર સંયોગ સંબંધથી જોડાયેલ છે. દેહ અને આત્મા વચ્ચે કેવળ સંયોગ સંબંધ છે. સંબંધ બે પ્રકારના હોય છે એક તાદાત્મ્ય સંબંધ અને બીજો સંયોગ સંબંધ. - અવસ્થા (૧) તાદાત્મ્ય સંબંધ બે વચ્ચે જ્યારે તદ્રુપપણું હોય ત્યારે તેને તાદાત્મ્ય સંબંધ કહેવાય છે. જેમ કે અગ્નિ અને ઉષ્ણતાનો અથવા આત્મા અને જ્ઞાનનો તાદાત્મ્ય સંબંધ છે. આત્મા અને જ્ઞાન એ બન્નેનો તદ્રુપપણારૂપ સંબંધ છે, એક વિના બીજું હોય નહીં એવો તે બન્ને વચ્ચે અવિનાભાવી સંબંધ છે. તેથી જ સંસાર અવસ્થા હોય કે મોક્ષ સર્વ અવસ્થામાં જ્ઞાન અને આત્મા સાથે જ રહે છે. તાદાત્મ્ય સંબંધ ત્રિકાળ ટકે છે, તેથી કોઈ પણ સમયે આત્મા અને જ્ઞાન છૂટાં પડવાનો સંભવ જ નથી. જે સર્વ અવસ્થામાં જે ભાવ સાથે વ્યાપે, તે ભાવની વ્યાપ્તિરહિત તે કોઈ પણ અવસ્થામાં ન હોય તો તેનો તે ભાવ સાથે તાદાત્મ્ય સંબંધ હોય છે. આચાર્યશ્રી કુંદકુંદદેવ ‘સમયસાર'માં લખે છે કે પુદ્ગલ સર્વ અવસ્થામાં વર્ણાદિ સાથે વ્યાપ્ત છે. તે કોઈ પણ અવસ્થામાં વર્ણાદિથી અવ્યાપ્ત નથી, તેથી પુદ્ગલને વર્ણાદિ સાથે તાદાત્મ્ય સંબંધ છે; પણ આત્મા તો સંસાર અવસ્થામાં હોય ત્યાં સુધી પણ કથંચિત્, એટલે કે કોઈ અપેક્ષાએ વર્ણાદિ સાથે વ્યાપ્ત છે અને મોક્ષ અવસ્થામાં વર્ણાદિથી સર્વથા અવ્યાપ્ત છે. તેથી આત્માને વર્ણાદિ સાથે તાદાત્મ્ય સંબંધ નથી.૧ (૨) સંયોગ સંબંધ આયાસથી કે અનાયાસથી બે પદાર્થનું અમુક કાળ માટે ભેગા થવું તે સંયોગ સંબંધ છે. જેમ કે આત્મા અને દેહ વચ્ચે સંયોગ સંબંધ છે, અર્થાત્ તે બન્ને વચ્ચે અવિનાભાવી સંબંધ નથી એક વિના બીજું હોઈ શકે છે. એવી અવસ્થા પણ સંભવે છે કે જ્યાં દેહ હોય પણ આત્મા ન હોય, જેમ કે મૃત કલેવર; અને એવી અવસ્થા પણ સંભવે છે કે જ્યાં આત્મા હોય પણ દેહ ન હોય, જેમ કે સિદ્ધદશા; તેથી દેહ અને આત્મા વચ્ચે તાદાત્મ્ય સંબંધ નથી, પરંતુ સંયોગ સંબંધ છે અને એટલે જ તે બન્ને છૂટા પડે છે. સંયોગ સંબંધ પૂરો થતાં દેહ અને આત્માનો વિયોગ થાય છે. આચાર્યશ્રી કુંદકુંદદેવ ‘સમયસાર'માં કહે છે કે જેમ પાણી ભેળવેલા દૂધને પાણી સાથે એકક્ષેત્રાવગાહ સંબંધ છે, તોપણ દૂધ પોતાના ગુણોના કારણે પાણીથી જુદું છે, માટે નિશ્ચયથી તે બન્ને વચ્ચે તાદાત્મ્ય સંબંધ નથી પણ સંયોગ સંબંધ છે; તેમ દેહાશ્રિત વર્ણાદિ પુદ્ગલપરિણામ સાથે આત્માને એકક્ષેત્રાવગાહ સંબંધ ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, સમયસાર', ગાથા ૬૧ – ૩૦૯ = 'तत्थ भवे जीवाणं संसारत्थाणं होंति वण्णादी I संसारपमुक्काणं णत्थि हु वण्णादओ केई ।।' - Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન છે, છતાં આત્મા પોતાના ઉપયોગ વડે અન્ય સર્વ દ્રવ્યોથી જુદો છે, માટે તાદાભ્ય સંબંધ નથી પણ સંયોગ સંબંધ છે. અગ્નિ અને ઉષ્ણતાની જેમ આત્મા અને ઉપયોગનો તાદાભ્ય સંબંધ છે, પણ દેહાશ્રિત વર્ણાદિ સાથે આત્માનો તાદાભ્ય સંબંધ નથી; તેથી નિશ્ચયથી વર્ણાદિ પુદ્ગલનાં પરિણામ છે, આત્માનાં નથી.' આત્મા અને દેહનો સંયોગ સંબંધ છે, તેથી મનુષ્ય, તિર્યંચ, નારક, દેવના દેહના સંયોગમાં આત્માને મનુષ્ય, તિર્યંચ, નારક, દેવ તરીકે ઓળખવામાં આવે છે; પણ મનુષ્યાદિ દેહના સંયોગમાં આત્મા કંઈ મનુષ્યાદિરૂપ બની જતો નથી. આત્મા આત્મારૂપે જ રહે છે. સંયોગ સંબંધના કારણે આત્મા અને દેહનો એકરૂપ વ્યવહાર કરવામાં આવે છે, પણ વાસ્તવમાં આત્મા અને મનુષ્યાદિ દેહ એક થતા નથી. આમ, પુદ્ગલપરમાણુની વિશિષ્ટ રચનારૂપ એવો દેહ આત્મા સાથે માત્ર સંયોગ સંબંધ રહ્યો છે, તાદાભ્ય સંબંધે નહીં. દેહ અને આત્માનો માત્ર સંયોગ સંબંધ જ હોવાથી અને તાદાભ્ય સંબંધ નહીં હોવાથી, બન્ને દ્રવ્યો પોતપોતાનાં સ્વતંત્ર સ્વરૂપના કારણે જુદાં ને જુદાં જ રહે છે. તે બન્ને એકસમાન ભાસે છે, પણ વાસ્તવમાં પૃથક્ જ રહે છે. કોઈ પણ કાળે તે દ્રવ્યો એકબીજામાં પલટાતાં નથી. દેહ આત્મા બનતો નથી અને આત્મા દેહ બનતો નથી. દેહના ગુણો આત્મામાં જતા નથી અને આત્માના ગુણો દેહમાં જતા નથી. આત્માનો સ્વભાવ આત્મામાં જ રહે છે અને દેહનો સ્વભાવ દેહમાં જ રહે છે. તે બન્ને પોતાનો સ્વભાવ છોડતા નથી. એક ત્રાવગાહ સ્થિતિ હોવા છતાં તે બન્ને પોતપોતાના સ્વભાવમાં જ રહે છે. આમ, તે બન્ને વચ્ચે સંયોગ સંબંધ છે. તે બન્ને એકબીજા વિના પણ સ્વતંત્રપણે રહી શકતા હોવાથી, આત્મા દેહયોગથી ઊપજે છે અને દેહવિયોગે નાશ થાય છે એ વાત અયુક્ત બની જાય છે. આત્મા સાથે સંયોગ સંબંધે રહેલાં પરમાણુસંયોગરૂપ દેહનું સ્વરૂપ બતાવતાં શ્રીગુરુ આ ગાથાની પ્રથમ પંક્તિના બીજા ચરણમાં કહે છે કે “વળી જડ રૂપી દશ્ય', અર્થાત્ દેહ (૧) જડ, (૨) રૂપી અને (૩) દશ્ય છે. તે વિષે હવે વિચારીએ – (૧) દેહ જડ છે, અર્થાત્ તે અચેતન - જ્ઞાનગુણરહિત અજીવ દ્રવ્ય છે. તે કોઈને પણ જાણી શકવાની શક્તિથી સર્વથા રિક્ત છે, અર્થાત્ તે પોતાને કે પરને જાણવા સમર્થ નથી. | (૨) દેહ રૂપી છે, અર્થાતુ તે અમુક રૂપ અને આકારવાળો પદાર્થ છે. તે સ્થૂળ આદિ પરિણામવાળો છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એ ચાર મૂર્ત ગુણથી યુક્ત હોવાના કારણે ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘સમયસાર’, ગાથા ૫૭ 'एएहि य संबंधो जहेव खीरोदयं मुणेदव्यो । ण य हुति तस्स ताणि दु उवओगगुणाधिगो जम्हा ।।' Page #344 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૨ ૩૧૧ તે ઇન્દ્રિયગ્રાહ્ય એવું અજીવદ્રવ્ય છે. (૩) દેહ દશ્ય છે, અર્થાત્ તે જોવાનો વિષય છે. તે દૃષ્ટિ દ્વારા દ્રષ્ટાથી દેખાવા યોગ્ય એવો ચક્ષુગોચર પૌગલિક પદાર્થ છે. દેહ અન્યને જોતો નથી, પણ તે ચેતનદ્રવ્ય દ્વારા જોઈ શકાય એવું પરમાણુસંયોગરૂપ ચક્ષુગમ્ય અજીવ દ્રવ્ય છે. આત્મા દેહને જોઈ શકે છે, કારણ કે જોવું તે આત્માનો સ્વભાવ છે. પુદ્ગલપરમાણુ જડ છે અર્થાત્ તે જાણવાના સ્વભાવવાળાં નથી, રૂપી છે અર્થાત્ વર્ણાદિ સ્વભાવવાળાં છે તથા તે દશ્ય છે અર્થાત્ પરમાણુઓના સંયોગથી બનેલા સ્થળ પિડ ઇન્દ્રિય દ્વારા જોઈ-જાણી શકાય તેવા હોય છે. આમ, અનંત પરમાણુઓનો પિંડરૂપ એવો દેહ પણ જડ, રૂપી અને દશ્ય છે; જ્યારે આત્મા ચેતન, અરૂપી, અદશ્ય અને દ્રષ્ટા છે. બન્નેના સ્વભાવ પ્રગટપણે ભિન્ન છે. દેહની ઉત્પત્તિ સાથે તેનાથી સર્વથા જુદા લક્ષણવાળા - સ્વભાવવાળા આત્માની ઉત્પત્તિ કોઈ કાળે પણ થવી સંભવતી નથી. જેમાં ચેતનનો અભાવ હોય એવા જડમાંથી ચેતન, રૂપીમાંથી અરૂપી અને દશ્યમાંથી દ્રષ્ટાની ઉત્પત્તિ ત્રણે કાળમાં સંભવિત નથી. આત્મા દેહ કરતાં વૈધર્મવાળો હોવાથી દેહમાંથી આત્માની ઉત્પત્તિ અને દેહમાં જ આત્માનો લય ઘટતાં નથી. તેથી એમ જણાય છે કે દેહનાં ઉત્પત્તિ-લયની સાથે આત્માનાં ઉત્પત્તિ-લય થતાં નથી. વસ્તુસ્વરૂપ આ પ્રમાણે હોવા છતાં કદાપિ વિચારણા અર્થે એમ સ્વીકારી પણ લઈએ કે ચેતનનાં ઉત્પત્તિ-લય થાય છે, તો તે વાત યુક્તિસંગત નથી એમ બતાવવા આ ગાથાની બીજી પંક્તિમાં શ્રીગુરુ શિષ્યને પ્રશ્ન કરે છે કે “ચેતનનાં ઉત્પત્તિ લય, કોના અનુભવ વશ્ય?', અર્થાત્ દેડ્યોગથી ચેતનની ઉત્પત્તિ થાય છે અને દેહવિયોગથી તેનો લય થાય છે - આ વાત કોણે અનુભવી છે? ચેતનનાં ઉત્પત્તિ અને લયનું જ્ઞાન કોને થયું છે? ચેતનની ઉત્પત્તિ દેહથી પહેલાં તો નથી અને નાશ તો દેહના નાશની સાથે જ થઈ જાય છે, તો પછી દેહમાંથી તેની ઉત્પત્તિ થાય છે અને દેહમાં તેનો નાશ થાય છે એ વાત કોણે જાણી? અહીં બે વિકલ્પ ઘટે છે - આત્માનાં ઉત્પત્તિ અને લયનું જ્ઞાન કાં તો દેહને વશ હોય, કાં તો આત્માને વશ હોય. શ્રીગુરુએ પૂછેલ પ્રશ્નના ઉત્તર માટે બે જ વિકલ્પ છે - કાં દેહ, કાં આત્મા. આ બન્ને વિકલ્પોને વિચારીએ. (૧) ચેતનનાં ઉત્પત્તિ-લયનો અનુભવ દેહને આધીન હોઈ શકે નહીં, કારણ કે તેનામાં જાણવાનો સ્વભાવ નથી. ચેતનનાં ઉત્પત્તિ-લય દેહ જાણે છે એમ તો કહી શકાય નહીં, કારણ કે દેહનો તેવો સ્વભાવ નથી, તેથી દેહ તે કાર્ય ત્રણે કાળમાં કરી શકે નહીં. દેહ જ્ઞાયકસ્વભાવી નથી, એટલે ચેતનનાં ઉત્પત્તિ-લય દેહે જાણ્યાં એમ કહેવું સર્વથા Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન વ્યર્થ છે. દેહ તો જડ છે, જ્ઞાનગુણરહિત છે. તે તો પોતાને પણ નથી જાણતો. જડ પુદ્ગલપરમાણુઓનો બનેલો દેહ જો પોતાને જ નથી જાણતો તો તે બીજાને તો કેવી રીતે જાણી શકે? તે પોતે પોતાનાં ઉત્પત્તિ-લય પણ જાણતો નથી તો તે આત્માનાં ઉત્પત્તિ-લય કઈ રીતે જાણી શકે? ‘મારાથી આ ચેતન ઉત્પન્ન થયું છે' એમ તે કઈ રીતે જાણી શકે?' અને “મારા નાશ સાથે આ ચેતન પણ નાશ પામશે' એમ પણ જડ એવો દેહ કઈ રીતે જાણી શકે? જાણનારો પદાર્થ તો માત્ર આત્મા જ છે. જડ દેહ ક્યારે પણ જાણનાર થઈ શકતો નથી. આમ, દેહ ચેતનનાં ઉત્પત્તિ-લય જાણતો નથી, કારણ કે તે પ્રત્યક્ષ અચેતન પદાર્થ છે અને તેને જાણનારો એવો ચૈતન્ય પદાર્થ તેનાથી ભિન્ન છે. દેહના જડપણાને જાણનારી તેનાથી ભિન્ન એવી જ્ઞાયક આત્મસત્તા છે, તેથી ચેતનનાં ઉત્પત્તિ-લયનો અનુભવ દેહને વશ છે' એ પ્રથમ વિકલ્પનું નિરસન થાય છે. (૨) આત્માનાં ઉત્પત્તિ-લય અંગેની સંભવિત શક્યતાઓમાંથી પ્રથમ વિકલ્પ ઊડી જતાં જો બીજા વિકલ્પને અનુસરીને એમ કહેવામાં આવે કે એકમાત્ર આત્મા જ જ્ઞાયકતત્ત્વ હોવાથી આત્માનાં ઉત્પત્તિ-લયનો અનુભવ આત્માને પોતાને જ થાય છે, તો તે પણ અસંભવિત છે. જો કદાપિ એમ કહેવામાં આવે કે “જાણવાના સ્વભાવવાળા એવા ચેતને પોતાનાં ઉત્પત્તિ-લય જાણ્યાં', તો આ વાત તો બોલતાં જ વિપ્ન પામે છે. ચેતનનાં ઉત્પત્તિ-લય ચેતન જાણી શકે છે તે વાત તો બોલતાં જ અસ્વીકાર્ય બને છે. જો ચેતનને જ તેનાં ઉત્પત્તિ-લયના જાણનાર તરીકે દર્શાવવામાં આવે તો તે વચન જ ચેતનની નિત્યતા સ્થાપિત કરે છે, માટે ચેતન પોતાનાં ઉત્પત્તિ-લયને જાણનારો હોવાથી ચેતન નિત્ય નથી એમ કહેવું તે અપસિદ્ધાંતરૂપ ઠરે છે, અર્થાત્ સ્થાપવા ઇચ્છેલા સિદ્ધાંતને જ ઉત્થાપનારું અપવચન બની જાય છે. જેમ કે મારા મોઢામાં જીભ નથી' એ વચનનો ઉચ્ચાર થતાં જ તે વચન સ્વયં જ પોતાની વાતનું ખંડન કરે છે. મારા મોઢામાં જીભ નથી' એવું વચન બોલતાં જ જીભ છે એમ સિદ્ધ થઈ જાય છે, કારણ કે જીભ વિના બોલી શકાય નહીં; તેમ “ચેતનનાં ઉત્પત્તિ-લય ચેતન જાણે છે, માટે ચેતન નિત્ય નથી' એમ કહેતાં જ ચેતનની નિત્યતા સિદ્ધ થઈ જાય છે. તે વચન તો કેવળ અપસિદ્ધાંતરૂપ અને કહેવા માત્ર જ કરે છે, માટે આ વિકલ્પ પણ અયથાર્થ છે. આત્માએ પોતાનાં ઉત્પત્તિ-લય જાણ્યાં એમ કહેવું યુક્તિયુક્ત ઠરતું નથી. આમ, ચેતનનાં ઉત્પત્તિ-લયનો અનુભવ ચેતનને વશ છે' એ બીજા વિકલ્પનું પણ નિરસન થાય છે. આના ઉપરથી સિદ્ધ થાય છે કે આત્માનાં ઉત્પત્તિ-લય કોઈ જાણી શકતું નથી. આત્માનાં ઉત્પત્તિ-લયનો કોઈને અનુભવ થતો નથી. એ કેવળ કલ્પના છે. આત્માનાં ઉત્પત્તિ-લયનો કોઈને અનુભવ થઈ શકતો નથી, એટલે દેહયોગથી આત્મા ઊપજે છે અને દેહવિયોગે તે નાશ પામે છે એ વાત જ નિરાધાર થઈ જાય છે. ચેતનનાં Page #346 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૨ ૩૧૩ ઉત્પત્તિ-લયનો કોઈ જ્ઞાતા નથી’ એ તથ્ય જ દર્શાવે છે કે વાસ્તવમાં ચેતનનાં ઉત્પત્તિલય છે જ નહીં. તેથી આત્મા નિત્ય છે. બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી લખે છે – “ચેતનનાં ઉત્પત્તિ ને નાશ ચેતન પોતે જાણી ન શકે. કોઈ બીજો જે આગળ પાછળ હયાત હોય તે જાણે. તેમાં જડ તો જાણતું નથી. તો અત્યારે જે એમ માને છે કે જન્મ પહેલાં આત્મા ન હતો ને મરણ પછી નહીં હશે તે અનુભવપૂર્વક નથી, પણ અજ્ઞાનયુક્ત કલ્પનાથી મનાય છે. આત્મા અરૂપી જ્ઞાનસ્વરૂપ અખંડ છે. જન્મમરણ દેહના સંયોગ વિયોગથી છે.” આમ, શિષ્ય આત્માનાં ઉત્પત્તિ-લય જેમાં માને છે એવા દેહનું યથાર્થ સ્વરૂપ શ્રીગુરુ પ્રસ્તુત ગાથાની પ્રથમ પંક્તિમાં બતાવતાં કહે છે કે દેહ સંયોગ છે, જડ છે, રૂપી છે, દશ્ય છે. આવા દેહમાં તેનાથી જુદા સ્વભાવવાળા આત્માનાં ઉત્પત્તિ-લય ઘટી ન શકે એમ ગર્ભિતપણે નિર્દેશ કર્યા પછી બીજી પંક્તિમાં શ્રીગુરુ શિષ્યને સીધો પ્રશ્ન કરે છે કે આત્મા દેહમાંથી ઉત્પન્ન થાય છે અને દેહમાં જ લય પામે છે એવો અનુભવ કોને થયો? એ કોણે જાણ્યું? આ પ્રશ્ન દ્વારા શ્રીગુરુ શિષ્યને વિચારણા કરવા માટે પ્રેરણા કરે છે કે જેથી પોતાની દલીલ અનુભવસિદ્ધ નથી પણ કલ્પનામાત્ર છે એ તેને સ્વયં સમજાય અને આત્માની અનિત્યતા સાબિત કરવા પોતે આપેલ તર્ક અયોગ્ય છે એ શિષ્યને પોતાની મેળે જ જણાય અને આત્માની નિત્યતા પ્રતીત થાય. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘દેહ માત્ર સંયોગ છે, પદાર્થ અન્ય સ્વરૂપ; જેમ વસ્ત્ર ધારણ કરે, નિત્ય નવા નવા રૂપ. વિયોગ જેનો થાય છે, વળી જડ રૂપી દશ્ય; ગંધ રસે કરી યુક્ત છે, વિવિધ ગુણો છે સ્પર્શ. જેને ન મળે લાગણી, સમજે નહિ કંઈ રીત; ચેતનનાં ઉત્પત્તિ લય, જાણે ન હિતાહિત. એવા જડરૂપ દેહને, જાણે જેહ પ્રત્યક્ષ; પણ તેનાં ઉત્પત્તિલય, કોના અનુભવ વશ્ય?' ૨ ૧- બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી, ‘આત્મસિદ્ધિ', પૃ.૬૩ ૨- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૨૯ (શ્રી ગિરધરભાઈ રચિત, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૨૪૫-૨૪૮) Page #347 -------------------------------------------------------------------------- ________________ Page #348 -------------------------------------------------------------------------- ________________ गाथा ૬૩ लेकर भावुmaadय भो, उत्पन्नसमेनुं ज्ञान, ते तेथे कहा बिना, आदिन हमें लान - Page #349 -------------------------------------------------------------------------- ________________ Page #350 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૬૩ ભૂમિક . ગાથા ૬૨માં શ્રીગુરુએ કહ્યું કે દેહ પરમાણુઓનો સંયોગમાત્ર છે. વળી, તે જ્ઞાન ગુણ વગરનો (જડ), વર્ણાદિ ગુણવાળો (રૂપી) અને જોઈ શકાય એવો (દશ્ય) છે; તો પછી દેહયોગથી આત્મા ઉત્પન્ન થયો અને દેહવિયોગે તેનો નાશ થયો એવું જ કહેવામાં આવે તો તે જાણ્યું કોણે? ચેતનનાં ઉત્પત્તિ-લય કોના અનુભવને વશવર્તી છે? ગાથા ૬૨માં કરેલા પ્રશ્નનો ઉત્તર વિચારતાં બે વિકલ્પની શક્યતા જણાય છે. જો કદી એમ કહેવામાં આવે કે તેવો અનુભવ દેહને વશ છે, અર્થાત્ દેહ તે ઉત્પત્તિ-લય જાણે છે; તો તે સંભવિત નથી, કારણ કે દેહ જ્ઞાન ગુણરહિત હોવાથી તે આત્માનાં ઉત્પત્તિ-લય જાણી શકે નહીં. શ્રીગુરુએ ગાથા ૬૨ના પૂર્વાર્ધમાં દેહને સંયોગી, જડ, રૂપી અને દેશ્ય કહી; પહેલા વિકલ્પનો ઉચ્છેદ તો પ્રશ્ન કરતાં પહેલાં જ કરી દીધો હતો. હવે શ્રીગુરુ આ ૬૩મી ગાથા દ્વારા બીજા વિકલ્પનું સમાધાન કરે છે. ચેતનનાં ઉત્પત્તિ-લય ચેતન જાણે છે એ વિકલ્પની અસંભવિતતા બતાવતાં આ ગાથામાં શ્રીગુરુ કહે છે – ગાથા જેના અનુભવ વશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન; તે તેથી જુદા વિના, થાય ન કેમે ભાન.' (૬૩) જેના અનુભવમાં એ ઉત્પત્તિ અને નાશનું જ્ઞાન વર્તે તે ભાન તેથી જુદા વિના કોઈ પ્રકારે પણ સંભવતું નથી, અર્થાત ચેતનનાં ઉત્પત્તિ, લય થાય છે, એવો કોઈને પણ અનુભવ થવા યોગ્ય છે નહીં. (૬૩) દેહની ઉત્પત્તિ અને દેહના લયનું જ્ઞાન જેના અનુભવમાં વર્તે છે, તે તે દેહથી જુદો ન હોય તો કોઈ પણ પ્રકારે દેહની ઉત્પત્તિ અને લયનું જ્ઞાન થાય નહીં. અથવા જેની ઉત્પત્તિ અને લય જે જાણે છે તે તેથી જુદો જ હોય, કેમકે તે ઉત્પત્તિલયરૂપ ન ઠર્યો, પણ તેનો જાણનાર ઠર્યો. માટે તે બેની એકતા કેમ થાય? (૬૩) _ આત્મા પોતે પોતાનાં ઉત્પત્તિ-લય જાણે છે એમ કહેવું અયથાર્થ ઠરે છે, ) કારણ કે જે ઉત્પત્તિ પહેલાં ક્યાત હોય અને લય પછી પણ હયાત હોય તે જ કોઈનાં પણ ઉત્પત્તિ-લય જાણી શકે. હવે આત્માનાં ઉત્પત્તિ-લયના જ્ઞાતારૂપે ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૪૧ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન) અર્થ Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આત્માને જ ઠેરવવામાં આવે તો આપોઆપ આત્માની નિયતા સિદ્ધ થઈ જાય છે. ‘આત્માનો નાશ થયો’ એ જાણનાર આત્મા જો વિદ્યમાન હોય તો આત્માનો નાશ થયો એમ કઈ રીતે કહી શકાય? માટે ‘આત્માનો નાશ આત્માએ જાણ્યો' એમ બોલતાં જ તે વાત વિપ્ન પામે છે. ચેતનનાં ઉત્પત્તિ-લય ચેતન પોતે જાણે છે એમ માનવું મિથ્યા ઠરે છે. ચેતનનાં ઉત્પત્તિ-લયનું જ્ઞાન જેના અનુભવમાં વર્તે છે, તે તેનાથી જુદો હોય તો જ તે જાણી શકે, નહીં તો તેમ જાણવું સર્વથા અશક્ય છે. ચેતનથી ભિન્ન એવા અન્ય અચેતન જડ પદાર્થો તો જાણી શકતા નથી, તેથી ચેતનનાં ઉત્પત્તિ-લય થાય છે એવું કહેનાર સપ્રમાણ બોલતા હોય એમ લાગતું નથી. - શ્રીગુરુ આ ગાથામાં જણાવે છે કે ઉત્પત્તિ તથા લયને જાણનાર પદાર્થ વિશેષાર્થ 1 ઉત્પત્તિ-લય પામનાર એવા જણાવા યોગ્ય પદાર્થોથી ભિન્ન જ હોય છે. જેના જાણવામાં, એટલે કે જેના અનુભવમાં ઉત્પત્તિ અને નાશનું જ્ઞાન વર્તે છે, તે જાણનારો જેનાં ઉત્પત્તિ અને નાશ થાય છે તે વસ્તુથી જુદો જ હોવો જોઈએ. ઉત્પત્તિ અને લયવાળી અનિત્ય વસ્તુનો જાણનાર તે અનિત્ય વસ્તુથી ભિન્ન હોય તો જ જાણનારને તે અનિત્યતાનો અનુભવ થવા યોગ્ય છે એવો સિદ્ધાંત ન્યાયયુક્ત અને સપ્રમાણ છે. જે જ્ઞાનસત્તા ઉત્પત્તિ અને લયને જાણે છે, તે પોતે ઉત્પત્તિ અને લય ન પામતી હોય તો જ તેને ઉત્પત્તિ-લયનું જ્ઞાન થઈ શકે. આ સિદ્ધાંત અનુસાર આત્મા અને દેહ એમ બન્નેનાં ઉત્પત્તિ-લયનો વિચાર કરતાં નિત્યાનિત્ય પદાર્થનો વિવેક સ્પષ્ટ થઈ જાય છે – (૧) જો એમ માનવામાં આવે કે ચેતનનાં ઉત્પત્તિ-લય થાય છે તો ઉપરોક્ત સિદ્ધાંત અનુસાર ચેતનનાં ઉત્પત્તિ-લયનું જ્ઞાન કરનાર ચેતનથી જુદો હોવો જોઈએ. તે અનુભવ ચેતનથી ભિન્ન એવા કોઈ પદાર્થને જ આધીન હોઈ શકે, પણ ચેતનથી ભિન્ન અન્ય અચેતન પદાર્થોમાં તો જાણવાની શક્તિ જ નથી, તેથી ચેતનનાં ઉત્પત્તિ અને નાશ થાય છે એવો અનુભવ અચેતન પદાર્થોને થવો ક્યારે પણ સંભવિત નથી. ચેતનથી ભિન્ન એવા દેહાદિ પદાર્થોમાં જાણવાનો સ્વભાવ ન હોવાથી તે તો કદાપિ ચેતનનાં ઉત્પત્તિ-લય જાણી શકતા નથી. ચેતન પોતે પોતાનાં ઉત્પત્તિ-લયનો જ્ઞાતા થઈ શકે નહીં, કારણ કે ઉત્પન્ન થયા પહેલાં તો તે હતો નહીં, તેથી અભાવ અવસ્થાનો અનુભવ તેને ન થઈ શકે. ચેતનની ઉત્પત્તિ થઈ' એ જાણનાર ચેતન જો વિદ્યમાન હોય તો તેની ઉત્પત્તિ થઈ એમ કહી શકાય નહીં. વળી, દેહવિયોગે ચેતનનો નાશ થતાં નાશ અવસ્થાનું જ્ઞાન ટકી Page #352 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૩ ૩૧૯ શકતું નથી. ચેતનનો નાશ થયો’ એમ જાણનારો તેનાથી જુદો હોય તો જ તે તેમ કહી શકે. જો તે જુદો ન હોય તો તે આમ કહી શકે નહીં, કારણ કે નાશ થયો એ જાણનાર રહે જ નહીં તો નાશ થયો એ વાત કહે કોણ? તેથી ચેતન પોતાનાં ઉત્પત્તિલય જાણી શકતો નથી. ચેતનનાં ઉત્પત્તિ-લયને જાણનાર ચેતન, ચેતનની ઉત્પત્તિ પહેલાં પણ અને ચેતનના લય પછી પણ હોય તો જ તે ચેતનનાં ઉત્પત્તિ-લય જાણી શકે છે, માટે ચેતનને ઉત્પત્તિ-લયનો જ્ઞાતા માનતાં જ ચેતનની ઉત્પત્તિ પહેલાં, ચેતનના લય પછી તેમજ તેની સ્થિતિકાળ પર્વત, એટલે કે ત્રણે કાળમાં ચેતનની સત્તાનો સ્વીકાર સ્વયં થઈ જાય છે. ચેતનનાં ઉત્પત્તિ-લય ચેતન જાણે છે એવી કલ્પના કરતાં જ ચેતનની નિત્યતા સિદ્ધ થઈ જ જાય છે. આમ, ચેતનનાં ઉત્પત્તિ-લય જાણનાર ચેતન પોતે જ છે એમ જ કહેવામાં આવે તો તે યુક્તિસંગત ઠરતું નથી, કારણ કે એમ સ્વીકારતાં તો ચેતનનું ઉત્પત્તિ-લયરહિતપણું જ સિદ્ધ થઈ જાય છે. આમ, ચેતનથી ભિન્ન દેહાદિ પદાર્થો ચેતનનાં ઉત્પત્તિ-નાશ જાણી શકતાં નથી અને તેનાથી ભિન્ન પદાર્થ જ ઉત્પત્તિ-લય જાણી શકતો હોવાથી ચેતન સ્વયં પોતાનાં ઉત્પત્તિ-લય જાણી શકતો નથી, તેથી ચેતનનાં ઉત્પત્તિ-લયનો અનુભવ ત્રણે કાળમાં સંભવ નથી. તે અનુભવ થવો અશક્ય છે. (૨) દેહનાં ઉત્પત્તિ-લયનું જ્ઞાન પણ જે દેહથી જુદો હોય તેને જ થાય. જે દેહથી જુદો ન હોય તેને ક્યારે પણ દેહનાં ઉત્પત્તિ-લયનું જ્ઞાન થઈ શકે નહીં, તેથી દેહનાં ઉત્પત્તિ-લય જાણનાર દેહથી જુદો હોવો જોઈએ. દેહથી આત્મા સર્વથા ભિન્ન છે, વળી તે જ્ઞાનસ્વભાવી છે એમ પૂર્વે સિદ્ધ થઈ ચૂક્યું છે; તેથી આત્મા દેહનાં ઉત્પત્તિ-લયને જાણી શકે છે. દેહથી જુદો એવો ચેતન આત્મા દેહનાં ઉત્પત્તિ અને વિનાશને જાણે છે. તેના વિના દેહનાં ઉત્પત્તિ અને વિનાશ જાણવા કોઈ સમર્થ નથી. આત્મા દેહનાં ઉત્પત્તિ-લયનો જાણનાર હોવાથી તે ઉત્પત્તિ-લયરૂપ નથી કરતો, પણ કેવળ તેનો જાણનાર ઠરે છે. જેનાં ઉત્પત્તિ-લય જે જાણે છે, તે સ્વયં ઉત્પત્તિલયરૂપ સિદ્ધ નથી થતો, પણ માત્ર તેનો જાણનાર સિદ્ધ થાય છે; તેથી દેહનાં ઉત્પત્તિલય જાણનાર એવા આત્માનાં ઉત્પત્તિ-લય સિદ્ધ થઈ શકતાં નથી. દેહનાં ઉત્પત્તિ-લય સાથે આત્માનાં ઉત્પત્તિ-લય થતાં નથી. તે બન્ને વચ્ચે ઐક્ય નથી. જેનાં ઉત્પત્તિ-લય જણાય છે તે દેહ અને જે તેનાં ઉત્પત્તિ-લયને જાણે છે તે આત્મા વચ્ચે કોઈ પણ પ્રકારની એકતા નથી. આમ, દેહનાં ઉત્પત્તિ-નાશ સાથે આત્માને કોઈ સંબંધ નથી, કારણ કે તે તેનાથી ભિન્ન, માત્ર તેને જાણનારો છે; સ્વયં ઉત્પત્તિ-નાશરૂપ નથી. સર્પ અને કાંચળીના દષ્ટાંતથી આત્મા અને શરીરનો સંબંધ સમજાવતાં શ્રીમદ્ લખે છે – જેમ કાંચળીનો ત્યાગ કરવાથી સર્પ નાશ પામતો નથી તેમ દેહનો ત્યાગ Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કરવાથી જીવ પણ અભંગ રહે છે એટલે નાશ પામતો નથી. અહીં દેહથી જીવ ભિન્ન છે એમ સિદ્ધતા કરેલી છે. કેટલાક આત્માઓ તે દેહ અને જીવની ભિન્નતા નથી, દેહનો નાશ થવાથી જીવનો પણ નાશ થાય છે એમ કહે છે, તે માત્ર વિકલ્પરૂપ છે પણ પ્રમાણભૂત નથી; કેમકે તેઓ કાંચળીના નાશથી સર્પનો પણ નાશ થયેલો સમજે છે, અને એ વાત તો પ્રત્યક્ષ છે કે સર્પનો નાશ કાંચળીના ત્યાગથી નથી, તેમ જ જીવને માટે છે.' આ પ્રમાણે દેહનાં ઉત્પત્તિ-લય તથા તેની પલટાતી અવસ્થાઓનો અનુભવ કરનાર તેનાથી ભિન્ન એવો અભંગ, સ્થિર, જ્ઞાનસ્વભાવી આત્મા છે; પરંતુ આત્માનાં ઉત્પત્તિલયનો અનુભવ કરનાર કોઈ હોઈ શકે એમ ત્રણે કાળમાં સંભવિત નથી, કારણ કે દેહ જડ હોવાથી જાણવામાં અસમર્થ છે અને આત્મા તેનાં પોતાનાં જ ઉત્પત્તિ-લય જાણી શકે નહીં. ચેતનનાં ઉત્પત્તિ-લય થાય છે એવો અનુભવ કોઈને પણ થઈ શકતો નથી. તે અનુભવ થવો અશક્ય જ છે. જે આગળ-પાછળ હયાત હોય તેવી ભિન્ન જ્ઞાનધારક સત્તા જ આત્માનાં ઉત્પત્તિલય જાણી શકે, પણ એવી કોઈ સત્તા તો છે જ નહીં; તો પછી પ્રશ્ન ઊઠે છે કે આત્માની ઉત્પત્તિ થઈ એ શેના ઉપરથી કહેવાયું? આત્માનો નાશ થયો એ ક્યા આધારે કહેવાયું? તેનો ઉત્તર એ છે કે વાસ્તવમાં આત્માનાં ઉત્પત્તિ-નાશ કોઈએ જાણ્યાં જ નથી, એ કેવળ એક કલ્પના જ છે. દેહના જન્મ પહેલાં આત્મા ન હતો અને દેહના નાશ પછી આત્મા નહીં હોય એ દલીલ અનુભવપૂર્વકની નહીં પણ અજ્ઞાનયુક્ત છે. ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે – ‘દેહસંયોગથી ચેતનની ઉત્પત્તિ અને દેહવિયોગથી ચેતનનો નાશ જે કયો હતો, તે મૂળ કલ્પના જ કલાના છે, મિથ્યા છે, ભ્રાંત છે. અર્થાત્ અચેતન જડ દેહ થકી ચેતનનાં ઉત્પત્તિ લય ત્રણે કાળમાં સંભવતા જ નથી. આ તો ચેતનનાં કલ્પિત ઉત્પત્તિ લયની મિથ્યા માન્યતાની પરીક્ષાર્થે આટલું વિવેચન કરવું પડ્યું. બાકી કોઈ પણ પ્રકારે ત્રણે કાળમાં દેહ થકી ચેતનનાં ઉત્પત્તિ લય સંભવતા જ નથી. અને જ્યારે ચેતનનાં ઉત્પત્તિ લય જ સંભવતા નથી ત્યારે અનુત્પન્ન અવિનાશી ચેતન આત્મા ત્રિકાળવર્તી નિત્ય પદાર્થ જ સ્વયં સિદ્ધ થાય છે.” આમ, શ્રીગુરુ શિષ્યને સચોટપણે સમજાવે છે કે ઉત્પત્તિ-લયનું જ્ઞાન ઉત્પત્તિ-લય પામનાર પદાર્થથી જુદા પદાર્થ વિના કદાપિ શક્ય જ નથી. ઉત્પત્તિ-લયનું જ્ઞાન જેના ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૬૩ (આંક-૨૨) ૨- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ. ૨૫૯ Page #354 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૩ ૩૨૧ અનુભવને આધીન છે તે પદાર્થ, જેનાં ઉત્પત્તિ-લય થાય છે. એનાથી જુદો ન હોય તો કોઈ પણ પ્રકારે તે ભાન તેને થઈ શકતું નથી. જે ઉત્પત્તિ-લયને જાણે છે તે ઉત્પત્તિલય પામનારથી અવશ્ય પૃથક્ હોય છે, તેથી કલ્પવામાં આવેલાં આત્માનાં ઉત્પત્તિલયનો અનુભવ ત્રણે કાળમાં કોઈને જ થઈ શકતો નથી. આમ, દેહયોગથી આત્મા ઊપજે છે અને દેહવિયોગે તેનો નાશ થાય છે એ વાત પ્રમાણરહિત ઠરે છે. શ્રીગુરુ એક પછી એક ન્યાયસંગત અને તર્કયુક્ત સમાધાન આપતા જાય છે કે જેથી શિષ્યને આત્માની નિત્યતાની દઢ શ્રદ્ધા થાય. શ્રીગુરુના સમાધાન ઉપર અંતરમાં ઘોલન કરતાં શિષ્યને અવશ્ય નિર્ણય થાય છે કે આત્માનાં ઉત્પન્ન-લયનું જ્ઞાન જેને હોય એવો કોઈ પદાર્થ છે જ નહીં. ઊલટું અનુત્પન્ન-અવિનાશી એવો આત્મા દેહનાં ઉત્પત્તિ-લયને જાણે છે; ચૈતન્યસ્વભાવી નિત્ય આત્મા જ દેહનાં ઉત્પત્તિ તથા લયનું જ્ઞાન કરે છે. ઉત્પત્તિ-લયરૂપ જડ દેહને જાણનાર, દેહથી ભિન્ન એવો જ્ઞાનસ્વરૂપ આત્મા નિત્ય છે. દેહ અનિત્ય છે, જ્યારે આત્મા ત્રિકાળ નિત્ય પદાર્થ છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘જેના અનુભવ વશ્ય એ, ભાસે થતાં વિચાર; જાણીને સમજી શકે, વળી કરે નિર્ધાર. એવું આત્મ વિણ કહો, ઉત્પન્ન લયનું જ્ઞાન; ક્યારે પણ સંભવી શકે નહીં એ સત્ય પ્રમાણ. માટે સમજી રાખવું, નક્કી જડ આ દેહ, તે તેથી જુદા વિના, જાણે કોણ એ દેહ. નિત્ય આત્મતા આત્મની, ત્રિકાળ સ્વરૂપ જ્ઞાન; નોય દેહથી પૃથક્ તો, થાય ન કેમે ભાન.' ૧ ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૨૯ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૨૪૯-૨૫૨) Page #355 -------------------------------------------------------------------------- ________________ Page #356 -------------------------------------------------------------------------- ________________ गाथा - ६४ - 1 nिm५-८२२; १५ . मो . ontent art . Page #357 -------------------------------------------------------------------------- ________________ Page #358 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા ગાથા ૬૩માં શ્રીગુરુએ કહ્યું કે જેના અનુભવમાં કોઈ પદાર્થનાં ઉત્પત્તિ અને નાશનું જ્ઞાન વર્તે છે, એ અનુભવ કરનાર તે પદાર્થથી જુદો ન હોય તો તે ભાન કોઈ પ્રકારે પણ સંભવતું નથી. આમ, ગાથા ૬૨-૬૩ દ્વારા શ્રીગુરુએ સિદ્ધ કર્યું કે આત્માનાં ઉત્પત્તિ-લયનું જ્ઞાન કોઈને થઈ શકે નહીં, તેથી આત્મા દેહયોગથી ઊપજવા અને નાશ થવા યોગ્ય છે એ દલીલ અનુભવસિદ્ધ નથી. હવે ન્યાયયુક્ત દલીલથી શ્રીગુરુ ગાથા ૬૪ થી ૬૬માં દેહનાં ઉત્પત્તિ-લય સાથે આત્માને કોઈ સંબંધ નથી એમ બતાવી, આત્મા અનુત્પન્ન અને અવિનાશી છે એમ સિદ્ધ કરે છે. ગાથા ગાથા ગાથા ૬૨માં શ્રીગુરુએ કહ્યું હતું કે દેહ તો અનંત પરમાણુઓના સંયોગરૂપ પદાર્થ છે. અનંત પુદ્ગલપરમાણુ ભેગાં મળવાથી દેહરૂપ પિંડની ઉત્પત્તિ થાય છે. આત્માની ઉત્પત્તિ પણ કોઈ સંયોગોથી થતી હશે એવી શિષ્યની સંભવિત શંકાનું સમાધાન કરતાં શ્રીગુરુ કહે છે ૬૪ ' જે સંયોગો દેખીએ, તે તે અનુભવ દૃશ્ય; ઊપજે નહિ સંયોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ.' (૬૪) અર્થ જે જે સંયોગો દેખીએ છીએ તે તે અનુભવસ્વરૂપ એવા આત્માના દૃશ્ય એટલે તેને આત્મા જાણે છે, અને તે સંયોગનું સ્વરૂપ વિચારતાં એવો કોઈ પણ સંયોગ સમજાતો નથી કે જેથી આત્મા ઉત્પન્ન થાય છે, માટે આત્મા સંયોગથી નહીં ઉત્પન્ન થયેલો એવો છે; અર્થાત્ અસંયોગી છે, સ્વાભાવિક પદાર્થ છે, માટે તે પ્રત્યક્ષ ‘નિત્ય’ સમજાય છે. (૬૪) જે જે દેહાદિ સંયોગો દેખાય છે તે તે અનુભવસ્વરૂપ એવા આત્માના દૃશ્ય છે, અર્થાત્ આત્મા તેને જુએ છે અને જાણે છે, એવા પદાર્થ છે. તે બધા સંયોગોનો વિચાર કરી જુઓ તો કોઈ પણ સંયોગોથી અનુભવસ્વરૂપ એવો આત્મા ઉત્પન્ન થઈ શકવા યોગ્ય તમને જણાશે નહીં. કોઈ પણ સંયોગો તમને જાણતા નથી અને તમે તે સર્વ સંયોગોને જાણો છો એ જ તમારું તેથી જુદાપણું અને અસંયોગીપણું એટલે તે સંયોગોથી ઉત્પન્ન નહીં થવાપણું સહજે સિદ્ધ થાય છે, અને અનુભવમાં આવે છે. તેથી એટલે કોઈ પણ સંયોગોથી જેની ઉત્પત્તિ થઈ શકતી નથી, કોઈ પણ સંયોગો જેની ઉત્પત્તિ માટે અનુભવમાં આવી શકતા નથી, જે જે સંયોગો કલ્પીએ તેથી તે અનુભવ ન્યારો ને ન્યારો જ માત્ર તેને જાણનાર રૂપે જ રહે છે, તે અનુભવસ્વરૂપ Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આત્માને તમે નિત્ય અસ્પૃશ્ય એટલે તે સંયોગોના ભાવરૂપ સ્પર્શને પામ્યો નથી, એમ જાણો. (૬૪)* A જે જે પદાર્થો, જે જે સંયોગથી ઉત્પન્ન થાય છે; તે તમામ પદાર્થો અને તે ભાવાર્થ જાલા] તમામ સંયોગો અનુભવસ્વરૂપ આત્મા વડે દેશ્ય છે, અર્થાત્ આત્મા વડે દેખાવા યોગ્ય છે. આત્મા તે સંયોગોને જુએ-જાણે છે. તે સંયોગોનું સ્વરૂપ વિચારતાં એવો એક પણ સંયોગ નથી જણાતો કે જે સંયોગ વડે આત્મા ઉત્પન્ન થયો હોય. આત્મા સંયોગોનો જ્ઞાતા છે, સંયોગોથી ઉત્પન્ન થવાવાળો પદાર્થ નથી. દેહાદિ પદાર્થો સંયોગ વડે ઉત્પન્ન થનારા છે, એટલે તે અનિત્ય છે; જ્યારે આત્મા સંયોગ વડે ઉત્પન્ન થનાર નથી, એટલે તે નિત્ય છે. આમ, દેહાદિ સર્વ સંયોગો દેશ્ય છે અને આત્મા તે દેહાદિ સંયોગોને જુએ-જાણે છે, તેથી તે તે સર્વ સંયોગોથી ભિન્ન છે, દ્રષ્ટા છે. કોઈ પણ સંયોગથી આત્મા ઉત્પન્ન થઈ શકવા યોગ્ય નથી, માટે આત્મા અસંયોગી, સ્વાભાવિક પદાર્થ છે એમ સિદ્ધ થાય છે. આત્મા અસંયોગી હોવાથી નિત્ય છે. આ રીતે આત્મા પ્રત્યક્ષ નિત્ય છે એમ ન્યાયથી સિદ્ધ થાય છે. આમ, શ્રીગુરુએ અત્યંત સરળ યુક્તિથી આત્માનાં ઉત્પત્તિ-લયનું અસંભવિતપણું બતાવ્યું છે. - શિષ્યની માન્યતા એવી છે કે દેહના સંયોગે જ્ઞાયકસ્વરૂપી એવા આત્મવિશેષાર્થ -1 પદાર્થની ઉત્પત્તિ થાય છે. શ્રીગુરુ પ્રસ્તુત ગાથામાં તેની આ માન્યતાનું અયથાર્થપણું દર્શાવે છે. શ્રીગુરુ કહે છે કે જે જે સંયોગો દેખાય છે તે તે અનુભવસ્વરૂપ એવા આત્માનાં દશ્ય છે. જે કોઈ પણ સંયોગો દેખાય છે તે દ્રષ્ટા એવા આત્મા વડે દેખાવા યોગ્ય દશ્ય છે. પુદ્ગલપરમાણુઓના બનેલા જે દેહાદિ સંયોગો દૃષ્ટિગોચર થાય છે, તેને ચૈતન્યસ્વભાવી આત્મા જુએ-જાણે છે. જે દેહાદિ સંયોગો દેખાય છે તે આત્મા વડે દેખાય છે અથવા તો તે સંયોગોનું જે જ્ઞાન થાય છે, તે જ્ઞાન આત્માને થાય છે. આત્મા દેહાદિ જડ સંયોગોને વિભિન્ન પદાર્થોના મિશ્રણથી ઊપજતાં સ્પષ્ટપણે જોઈ-જાણી શકે છે. આત્મા જગતના સર્વ સંયોગોને જાણે છે, જુએ છે. તે સર્વ જ્ઞેય - દેશ્ય સંયોગોનો જાણનાર-જોનાર છે. સર્વ સંયોગો દૃશ્ય છે અને દેશ્યનું દ્રષ્ટાતત્ત્વ એકમાત્ર આત્મા છે. જેને તે દશ્યનો અનુભવ થાય છે, જેને તેનું જાણપણું છે તે આત્મા છે. આત્મા સર્વ સંયોગોને જાણે છે, પણ એવા કોઈ પણ સંયોગથી આત્મા ઉત્પન્ન થતો નથી. આત્મા સંયોગથી ઉત્પન્ન થનાર પદાર્થ નથી. સર્વ પ્રકારના સંયોગોનો વિચાર કરી જોતાં જણાશે કે કોઈ પણ સંયોગથી આત્મા ઉત્પન્ન થઈ શકવા યોગ્ય નથી. એવો કોઈ પણ સંયોગ ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૪૨ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન) Page #360 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૪ ૩૨૭ જણાતો નથી કે જેનાથી આત્માની ઉત્પત્તિ થઈ શકે. કોઈ પણ સંયોગ આત્માની ઉત્પત્તિ કરે એમ ભાસતું નથી. ગમે તેટલા જુદા જુદા પદાર્થોને ગમે તેટલી જુદી જુદી રીતે ભેગા કરવામાં આવે, પણ તેનાથી આત્મા ઉત્પન્ન થઈ શકતો નથી. સંયોગથી ગાડી, બંગલા આદિ પૌગલિક પદાર્થો બની શકે છે, પણ કદી ક્યાંય આત્મા ઊપજી શકતો નથી. આત્મા અસંયોગી પદાર્થ છે, જ્યારે ઘડો આદિ સંયોગી પદાર્થ છે. જેવી રીતે ઘડો માટી, પાણી આદિના સંયોગ વડે નીપજે છે, તેવી રીતે આ જગતના સર્વ દૃશ્ય પદાર્થો સંયોગના કારણે અસ્તિત્વ ધરાવે છે. પરંતુ આત્મા અસંયોગી છે, અનુત્પન્ન છે. કોઈ પણ વસ્તુના મિશ્રણથી તે બની શકતો નથી. આત્મા ત્રણે કાળમાં કોઈ પણ સંયોગોથી ઉત્પન્ન થઈ શકતો નથી. પુદ્ગલપરમાણુમાં રહેલા સ્પર્શ ગુણની સ્નિગ્ધતા અને રુક્ષતાની ન્યૂનાધિક માત્રાથી ઊપજતા પૌદ્ગલિક પદાર્થોમાંથી એવો કોઈ સંયોગ સંભવતો નથી કે જે સંયોગથી આત્માની ઉત્પત્તિ થઈ શકે. સ્પર્ધાદિ ગુણોવાળા પૌગલિક પદાર્થોમાંથી અસ્પર્શાદિ ગુણોથી યુક્ત આત્મા નીપજી શકે નહીં. સ્પર્ધાદિ ગુણોવાળા અનેક પદાર્થો ભેગા થતાં અનેક સ્પર્ધાદિ ગુણવાળા પદાર્થો નીપજી શકે, પણ તેનાથી અસ્પર્શ તત્ત્વ ઉત્પન્ન થાય નહીં. સંસારમાં જે જે પદાર્થો ચક્ષુ ગ્રાહ્ય છે અથવા અન્ય ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય છે, તે તે સર્વ સ્પર્ધાદિ ગુણોથી યુક્ત એવા પૌગલિક પદાર્થો છે, તેથી તેમાંથી સર્વથા વિલક્ષણ સ્વભાવવાળું આત્મતત્ત્વ ઉત્પન્ન થઈ શકે નહીં. શ્રી કાનજીસ્વામી કહે છે – પરમાણુમાં સ્પર્ધાદિ રૂપી ગુણ છે. ચીકાશ, લુખાશ, વર્ણ, ગંધ, રસ હોય છે; તે પદાર્થો ભેગા થતાં અસ્પર્શપણું નીપજી શકે નહિ. સ્પર્ધાદિ ભેગા થાય તો ઘણા સ્પર્શ થાય પણ તેનાથી અસ્પર્શ અરૂપી તત્ત્વ કેમ ઊપજે? માટે સંયોગભાવરૂપ ચેતન નથી. ... પરમાણુનો સ્વભાવ જે સ્પર્શાદિ છે તે રૂપ જીવ થઈ શકતો નથી; માટે અસ્પર્શે એવો આત્મા તે સંયોગના ભાવરૂપ સ્પર્શને પામતો નથી.” ત્રણે કાળમાં કોઈ પણ પદાર્થના મિશ્રણથી આત્માનું નિર્માણ થઈ શકે જ નહીં. જો પદાર્થોના મિશ્રણથી આત્માની ઉત્પત્તિ માનવામાં આવે તો તે કયા પદાર્થો છે કે જેના મિશ્રણથી આત્મા ઊપજે છે? જો પૃથ્વી આદિ ભૂતોના મિશ્રણથી આત્મા ઉત્પન્ન થયેલો માનવામાં આવે તો આત્મામાં પણ પૃથ્વી આદિના ગુણધર્મો આવવા જોઈએ; અને તેથી આત્મા પણ રૂપી હોવો જોઈએ, સાકાર હોવો જોઈએ. રૂપી, સાકાર દ્રવ્યો તો પ્રત્યક્ષ દષ્ટિગોચર થાય છે અને તે ઇન્દ્રિયોના વિષય પણ બને છે; તો આત્મા પણ તે દ્રવ્યોની જેમ પ્રત્યક્ષ દૃષ્ટિગોચર થવો જોઈએ, ઇન્દ્રિયોનો વિષય બનવો જોઈએ. ૧- શ્રી કાનજીસ્વામી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ. ૨૧૩ Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પરંતુ તે આંખથી જોઈ શકાતો નથી, અર્થાત્ તે ઇન્દ્રિયપ્રત્યક્ષ સિદ્ધ નથી થતો. કોઈના પણ મૃત્યુ સમયે ત્યાં ઉપસ્થિત રહીને જોવામાં આવે તો પણ આત્મા શરીરને છોડીને જતો જોઈ શકાતો નથી. જો ચૈતન્યને ભૂતજન્ય માનવામાં આવે તો તો માણસ મરવો જ ન જોઈએ, કારણ કે મૃત્યુ પછી પણ ભૂતોની ઉપસ્થિતિ તો છે જ. ચૈતન્યનાં કારણો એવાં ભૂતો ઉપસ્થિત હોવા છતાં પણ ચૈતન્ય ન રહે એ વાત તર્કગમ્ય નથી. ચૈતન્યસ્વરૂપી આત્મા ભૂતજન્ય નથી એ જ તથ્ય બુદ્ધિગમ્ય છે. અનુમાનાદિ પ્રમાણોથી એ તથ્ય સિદ્ધ પણ થાય છે. આમ, આત્મા કોઈ પણ પદાર્થથી જન્ય નથી. કોઈ પણ મિશ્રણથી તે ઉત્પન્ન થતો નથી; તે સ્વતંત્ર, અનુત્પન્ન તત્ત્વ છે. અમુક રાસાયણિક સંયોજન દ્વારા ચેતના પ્રગટે છે અને રસાયણના વિઘટન સાથે તે નાશ પામે છે એવી માન્યતા વૈજ્ઞાનિકો ધરાવે છે. વિજ્ઞાનની ધારણા એ છે કે કોષ એ ચેતનાનું પ્રાથમિક એકમ છે. પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ અને પોટાશિયમ મેગ્નેશિયા તથા લોહના ક્ષારો એ કોષના રાસાયણિક ઘટકો છે; અને પ્રોટીન બને છે. કાર્બન, હાઇડ્રોજન, ઑક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર (ગંધક), ફૉસ્ફરસના રાસાયણિક સંયોજન વડે. આ પૃથ્વી ઉપર સૂક્ષ્મ એકકોષી જીવોની ઉત્પત્તિથી માંડીને મનુષ્યની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ વિષે વૈજ્ઞાનિકોનું માનવું એમ છે કે પૃથ્વીનું આજે છે તેવું વાતાવરણ બન્યું એ પહેલાં તેના વાયુમંડળમાં હાઇડ્રોજન, એમોનિયા અને મિથેઇન એ ત્રણ જ હતાં. એ વખતે ઑક્સિજન માત્ર પાણીમાં જ હતો. વૈજ્ઞાનિકોએ એક પ્રયોગ કર્યો. આ ત્રણેને એક ટયૂબમાં ભરીને તેને સજ્જડ રીતે બંધ કરી દઈ, તેમાં અસ્ટ્રાવાયોલેટ કિરણોથી ભરપૂર વિદ્યુત તણખા ઝાર્યા. તેના કારણે થયેલી રાસાયણિક પ્રક્રિયા વડે એક અઠવાડિયામાં તેમાં ‘એમિનો ઍસિડ' બન્યાં. તેથી વૈજ્ઞાનિકોએ એક અટકળ બાંધી કે પૃથ્વી ઠરી તે પછી વાતાવરણમાં રહેલ હાઇડ્રોજન, એમોનિયા, મિથેઈન વાયુઓ અને બાષ્પના અણુઓ, વીજળીમાંથી વિકસિત થતાં અસ્ટ્રાવાયોલેટ કિરણોના કારણે કાર્બનિક અને અકાર્બનિક સંયોજન (કમ્પાઉન્ડમાં પરિણમ્યાં; અને તેથી તેમાંથી ક્રમશ: કાર્બોહાઇડ્રેટ, નાઇટ્રેટ, ફૉર્મલું ડિહાઇડ, એમિનો ઍસિડ જેવા પદાર્થો બન્યા. એમ કરતાં કાળક્રમે પ્રોટીન જેવું જટિલ સંયોજન તૈયાર થયું. વિશિષ્ટ એન્ઝાઇમોની મદદથી પ્રોટીન સક્રિય બન્યું અને જન્મ, વૃદ્ધિ, પ્રજનન આદિ જીવનોપયોગી કાર્યો - વાઈટલ ફંક્શન્સ જેના દ્વારા થાય છે તે ન્યુક્લીક ઍસિડ અસ્તિત્વમાં આવ્યું. એમાંથી ક્રમશઃ વાઇરસ બેટિરિયા જેવા જંતુઓની ઉત્પત્તિ થઈ. આમ, પૃથ્વી ઉપર જીવનની શરૂઆત થઈ. પછી પૃથ્વીનું વાયુમંડળ જેમ જેમ બદલાતું ગયું, તેમ તેમ અધિક વિકસિત જીવોનું નિર્માણ થતું ગયું. જીવનની શરૂઆત સૌથી પ્રથમ 'અમીબા' જેવા એકકોષીય જીવથી Page #362 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૪ ૩૨૯ થઈ. ઉત્તરોત્તર અધિક વિકસિત જીવો પેદા થયા. એકકોષીય જીવોમાંથી બહુકોષીય જીવો અસ્તિત્વમાં આવ્યા. એ ક્રમે વિવિધ પ્રકારની જીવસૃષ્ટિ આ પૃથ્વી ઉપર વિકસી. અંતે અબજો કોષ વડે ઘડાયેલા માનવદેહનો પ્રાદુર્ભાવ થયો. આના ઉપરથી ચૈતન્ય એ વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓનું જ સર્જન છે એવું માનવા વૈજ્ઞાનિકો પ્રેરાય છે. પોતાની આ ધારણાના આધારે વૈજ્ઞાનિકો ચૈતન્યના સર્જન માટે જુદા જુદા પ્રયોગો કરે છે. તેઓ રસાયણ દ્વારા જીવનું નિર્માણ કરવાના પ્રયોગો કરે છે, પરંતુ તેમને તેમાં કિંચિત્માત્ર સફળતા મળી નથી. વૈજ્ઞાનિક પ્રયોગો કરીને જીવનું સર્જન કરવા મથી રહ્યા છે, પણ પોતાની પાસે આટઆટલી સામગ્રી હોવા છતાં રાસાયણિક સંયોજન વડે લેબોરેટરીમાં તેઓ જીવનું સર્જન કરી શક્યા નથી. વૈજ્ઞાનિકો રસાયણોનું મિશ્રણ કરી તેમાંથી અનેક જડ પદાર્થો બનાવી શક્યા છે, પણ રસાયણોના મિશ્રણ દ્વારા જીવ બનાવી શક્યા નથી. રાસાયણિક સંયોજન વડે જીવને બનાવી શકાય એમ વૈજ્ઞાનિકો ધારે છે, પરંતુ તેઓ એક પ્રાથમિક કોષનું પણ સર્જન કરી શક્યા નથી. અઢળક પ્રયોગો કર્યા પછી પણ વૈજ્ઞાનિકો લોહીનું એક ટીપું બનાવી શક્યા નથી. ડાયાબિટીસના દરદીના શરીરમાં ‘ઇસ્યુલીન ની ઊણપ પૂરવા માટે જોઈતું “ઇસ્યુલીન' પણ વૈજ્ઞાનિકો તૈયાર કરી શક્યા નથી. એનાં રાસાયણિક ઘટકોનું જ્ઞાન પોતા પાસે હોવા છતાં, જ્યારે પણ ઇસ્યુલીન'ની જરૂર પડે છે ત્યારે વિજ્ઞાનને જીવસૃષ્ટિ પાસે જ જવું પડે છે. જીવનિર્માણની જે પ્રક્રિયા જીવવિજ્ઞાન આગળ ધરે છે, એનો ઉપયોગ કરીને તે પુષ્પની એક પાંખડીનું પણ સર્જન કરી શક્યું નથી; જ્યારે ચેતનયુક્ત એક નાનકડું બીજા વિશાળ વૃક્ષ ઊભું કરી શકે છે, તેમજ વિવિધરંગી, સુગંધી, કોમળ ફૂલ-ફળ ઉત્પન્ન કરી શકે છે. વનસ્પતિ જેવી અલ્પવિકસિત જીવસૃષ્ટિની કાયા પણ સજીવ ‘બીજ ની મદદ વિના, કેવળ રાસાયણિક પ્રક્રિયા વડે બનાવી શકાતી નથી, તો પછી માનવની ઉત્પત્તિની તો વાત જ ક્યાં રહી? આમ, વિજ્ઞાન ગમે તેટલા પ્રયોગો કરે, પણ તે ચૈતન્યની ઉત્પત્તિ કરી શકવામાં સર્વથા અસમર્થ છે. પૌગલિક પદાર્થોના મિશ્રણથી ચૈતન્યની ઉત્પત્તિ થતી નથી, પરંતુ ચૈતન્ય આવીને વસવાટ કરે તેવી યોનિ અર્થાત્ સાનુકૂળ સંજોગો તૈયાર થઈ શકે છે. નવા જીવની ઉત્પત્તિ કરી શકાતી નથી, માત્ર જીવને અન્યત્રથી આવીને વસવા માટે યોનિનું - સાનુકૂળ સંજોગોનું સર્જન કરી શકાય છે. જીવને અભિવ્યક્ત થવા માટે યોગ્ય - સાનુકૂળ વાતાવરણ પેદા કરી શકાય છે. મળ, મૂત્ર, માંસ, રુધિર, પરુ, કફ, થંક, નાક-કાનનો મેલ, પરસેવો, વીર્ય આદિ પદાર્થો શરીરમાંથી નીકળે પછી ૪૮ મિનિટમાં તેમાં જીવો જણાય છે, અર્થાત્ તે પદાર્થોમાં ચૌદ પ્રકારના સંમૂર્છાિમ જીવને જન્મ Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન લેવા યોગ્ય પરિસ્થિતિ ઊભી થાય છે અને તે સંયોગ મળતાં એ જીવો તેમાં આવે છે, જન્મે છે અને અભિવ્યક્ત થાય છે. પણ આવા સંયોગથી સમગ્ર વિશ્વમાં જે જીવો છે તે ઉપરાંત કોઈ નવો જીવ ઉત્પન્ન થાય એવું બનતું નથી. આચાર્યશ્રી નરેન્દ્રસેનજી ‘સિદ્ધાંતસારસંહમાં કહે છે કે ગોમયાદિ (છાણ વગેરે) પદાર્થોથી જીવ ઉત્પન્ન થાય છે એમ કહેવું યુક્તિયુક્ત નથી, કારણ કે ગોમયાદિથી માત્ર જીવનું શરીર ઉત્પન્ન થાય છે. જીવ ગોમયાદિથી ઉત્પન્ન થતો નથી. ચૈતન્ય ઉત્પન્ન કરવામાં ગોમયાદિ અસમર્થ છે. પૂર્વશરીર છોડીને આત્મા ગોમયાદિમાં આવીને તે પુદ્ગલો ગ્રહણ કરીને શરીર બનાવે છે, ન કે સ્વયં ગોમયાદિથી ઉત્પન્ન થાય છે. ચૈતન્યની ઉત્પત્તિ પૌગલિક પદાર્થોના સંયોગથી થવી અસંભવિત છે. કેટલાક એમ માને છે અને વ્યવહારમાં પણ એમ કહેવાય છે કે વીર્ય-રજના મિશ્રણથી જીવ ઉત્પન્ન થાય છે, પણ એમ માનવું યથાર્થ નથી. માતાના ઉદરમાં વીર્યરજના સંયોગ દ્વારા જીવને જન્મ લેવા યોગ્ય યોનિ તૈયાર થાય છે અને આત્મા અન્ય સ્થળેથી આવીને તે વીર્ય-રજમાંથી શરીર બનાવે છે અને ધીમે ધીમે તે ગર્ભની વૃદ્ધિ થાય છે. આમ, જીવને જન્મ લેવા માટે માતાનું ઉદર અને વીર્ય-રજરૂપ સામગ્રી તો જોઈએ કે જેમાં જીવ અન્ય સ્થળેથી આવીને વસવાટ કરે, પણ પગલિક પદાર્થમાંથી ચેતનનું ઉત્પાદન થઈ શકે નહીં. તેથી માતાની રજ અને પિતાના વીર્યના સંયોજનથી જીવ ઉત્પન્ન થાય છે એ વાત સ્વીકાર્ય નથી. જો વીર્ય-રજના સંયોજનથી જીવ ઉત્પન્ન થતો હોય તો દરેક સંયોગ વખતે જીવનું નિર્માણ થવું જોઈએ, પણ એમ તો બનતું નથી. રજ-વીર્ય અને આત્મા તદ્દન ભિન્ન પદાર્થો છે. રજ-વીર્ય તો માત્ર આત્માને શરીર બનાવવામાં સહાયક છે. આમ, કોઈ પણ સંયોગથી અનુભવસ્વરૂપ એવા આત્માની ઉત્પત્તિ થઈ શકતી નથી. તે સર્વ સંયોગો આત્માના શેય છે અને આત્મા તે સંયોગોનો જ્ઞાતા છે. સંયોગો ઉત્પત્તિ-લય ધર્મવાળા હોય છે અને તેને આત્મા જાણી શકે છે. આત્મા સંયોગની ઉત્પત્તિને જાણે છે અને તેના નાશને પણ જાણે છે. આત્મા સંયોગોનાં પરિવર્તનને પણ જાણે છે. કોઈ પણ સંયોગ આત્માને જાણતો નથી, પણ આત્મા સર્વ સંયોગોને જાણે છે. આત્મા જાણનાર છે અને સંયોગો જણાનાર છે. તે આત્માને જાણતા નથી, તેથી તે બન્ને વચ્ચેનું ભિન્નપણું પ્રત્યક્ષ સિદ્ધ થાય છે. આત્મા સર્વ સંયોગોથી ભિન્ન જ છે. સંયોગોમાં રહેવા છતાં આત્મા સંયોગોથી પૃથક્ જ છે. આત્મા જડ દેહ સાથે માત્ર ૧- જુઓ : આચાર્યશ્રી નરેન્દ્રસેનજીકૃત, ‘સિદ્ધાંતસારસંહ', અધ્યાય ૪, શ્લોક ૪૧ 'गोमयादश्चिकादीनां शरीरोत्पत्तिदर्शनात् । चेतनेऽसिद्धरूपत्वान्न साध्यं सिद्धिमञ्चति ।।' Page #364 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૪ ૩૩૧ સંયોગ સંબંધ રહે છે. અનંતાં પરમાણુઓના સંયોગથી બનેલા દેહ અને આત્મા વચ્ચે માત્ર સંયોગ સંબંધ છે, તાદાભ્ય સંબંધ નથી; અર્થાત્ તે બન્ને એકાકાર થતા નથી. દેહમાં રહેવા છતાં આત્મા પુદ્ગલ સાથે ક્યારે પણ એકમેક થતો નથી. તેને જડની સાથે એક થવાપણું છે જ નહીં. પરમાણુનો જે સ્પર્શાદિ સ્વભાવ છે તે રૂપ જીવ થતો નથી. આત્મા સ્વભાવથી અસ્પૃશ્ય જ છે. અસ્પૃશ્ય એવો આત્મા તે સંયોગોના ભાવરૂપ સ્પર્શને પામતો નથી, પણ માત્ર તેનાથી ન્યારો - જાણનારરૂપે જ રહે છે. આમ, જડ દેહ જોય પદાર્થ છે અને આત્મા સાથે તે માત્ર સંયોગસંબંધરૂપે હોવાથી જ્ઞાયક આત્માનું અસંયોગીપણું, એટલે કે કોઈ પણ સંયોગોથી ઉત્પન્ન નહીં થવાપણું સહેજે સિદ્ધ થાય છે. શ્રીમદ્ આ વિષે પ્રકાશ પાડતાં લખે છે – “જે જે દેહાદિ સંયોગો દેખાય છે તે તે અનુભવસ્વરૂપ એવા આત્માના દશ્ય છે, અર્થાત્ આત્મા તેને જુએ છે અને જાણે છે, એવા પદાર્થ છે. તે બધા સંયોગોનો વિચાર કરી જુઓ તો કોઈ પણ સંયોગોથી અનુભવસ્વરૂપ એવો આત્મા ઉત્પન્ન થઈ શકવા યોગ્ય તમને જણાશે નહીં. કોઈ પણ સંયોગો તમને જાણતા નથી અને તમે તે સર્વ સંયોગોને જાણો છો એ જ તમારું તેથી જુદાપણું અને અસંયોગીપણું એટલે તે સંયોગોથી ઉત્પન્ન નહીં થવાપણું સહજે સિદ્ધ થાય છે, અને અનુભવમાં આવે છે. તેથી એટલે કોઈ પણ સંયોગોથી જેની ઉત્પત્તિ થઈ શકતી નથી, કોઈ પણ સંયોગો જેની ઉત્પત્તિ માટે અનુભવમાં આવી શકતા નથી, જે જે સંયોગો કલ્પીએ તેથી તે અનુભવ ન્યારો ને ન્યારો જ માત્ર તેને જાણનાર રૂપે જ રહે છે, તે અનુભવસ્વરૂપ આત્માને તમે નિત્ય અસ્પૃશ્ય એટલે તે સંયોગોના ભાવરૂપ સ્પર્શને પામ્યો નથી, એમ જાણો.’ આ પ્રમાણે સર્વ પૌગલિક સંયોગો અને આત્માનું પ્રગટ જુદાપણું છે. દરેક સંયોગ વખતે તે તે સંયોગથી જુદો અને તદ્દન ન્યારો એવો જે જાણનાર પદાર્થ તે આત્મા છે. દેહનું આત્મા સાથે સંયોગીપણું હોવા છતાં પણ આત્માનું કોઈ પણ સંયોગોથી ઉત્પન્ન નહીં થવાપણું હોવાથી તેનું અસંયોગીપણું સ્પષ્ટ છે. આત્માની ઉત્પત્તિ કોઈ સંયોગોથી થતી નથી. કોઈ પણ સંયોગ દ્વારા જેની ઉત્પત્તિ અનુભવમાં આવી શકતી નથી તથા આવી શકવા સંભવ પણ નથી એવો અનુત્પન્ન આત્મા સ્વાભાવિક સિદ્ધ થાય છે. આત્મા અસંયોગી હોવાથી સ્વાભાવિક પદાર્થ છે અને સ્વભાવ ત્રિકાળ ટકનાર હોવાથી તે સ્વાભાવિક પદાર્થ નિત્ય હોય છે, તેથી આત્મા નિત્ય સિદ્ધ થાય છે. આત્મવસ્તુ કોઈ પણ સંયોગથી ઉત્પન્ન થતી નથી, તેથી તેની નિત્યતા સ્વતઃ સિદ્ધ થઈ જાય છે. આ રીતે આત્મા પ્રત્યક્ષ નિત્ય પદાર્થ છે. સર્વ ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૪૨ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન) Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સંયોગોને સર્વ કાળ ભિન્નપણે રહી જાણતો અસંયોગી આત્મા અનિત્ય હોઈ જ ન શકે એ પ્રત્યક્ષ વાત છે. આમ, શ્રીગુરુ આ ગાથામાં જણાવે છે કે જે જે સંયોગો દેખાય છે, તે તે સર્વ અનુભવસ્વરૂપ આત્મા વડે દેશ્ય છે. જે જે સંયોગો જાણવામાં આવે છે, તે તે આત્માના જ્ઞાનમાં જણાય છે. આત્મા સંયોગોનો જ્ઞાતા-દ્રષ્ટા છે, પરંતુ સંયોગોથી જન્ય નથી. સર્વ સંયોગોનો વિચાર કરતાં જણાય છે કે આત્માની ઉત્પત્તિ કોઈ પણ સંયોગથી થઈ શકતી નથી. જે જે સંયોગો કલ્પવામાં આવે, તેમાંના કોઈ પણ સંયોગથી આત્મા ઊપજતો હોય એમ જણાતું નથી. આત્મા સંયોગોથી ઊપજતો નથી, અર્થાત્ અસંયોગી છે અને તેથી આત્મા નિત્ય છે, ત્રિકાળી છે. આત્મા અસંયોગી, સ્વાભાવિક પદાર્થ હોવાથી તે નિત્ય છે એ પ્રત્યક્ષ સમજાય એવી વાત છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – જે સંયોગો દેખીએ, જડના વિવિધ પ્રકાર; વર્ણ, ગંધ, રસ, સ્પર્શ સહુ, જડરૂપ વિલય થનાર. સ્પષ્ટ સ્વપરનું ભાન છે, તે તે અનુભવ દશ્ય; વિચારતાં સમજાય છે, નિત્ય આત્મ અધ્યક્ષ. જડ રૂપ લે સંયોગથી, આત્મા કદી ન એમ; ઊપજે નહિ સંયોગથી, ઈટોથી ઘર જેમ. તે સર્વે સંયોગને, દેખે જાણે દક્ષ; સદા કાળ માટે કહ્યો, આત્મા નિત્ય પ્રત્યક્ષ. ૧ ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૨૯ (શ્રી ગિરધરભાઈ રચિત, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૨૫-૨૫૬) Page #366 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૬૫ બળ ૧૧ લી એ એના એ જ છે ને, મ રે ક ન કપ, - ૧૧. Page #367 -------------------------------------------------------------------------- ________________ Page #368 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૬૫ ભૂમિકા ગાથા ૬૪માં શ્રીગુરુએ કહ્યું કે જે જે સંયોગો દેખાય છે, તે તે સર્વને અનુભવસ્વરૂપ આત્મા જાણે છે અને તે સંયોગોનું સ્વરૂપ વિચારતાં કોઈ પણ સંયોગ એવો જણાતો નથી કે જેનાથી આત્મા ઉત્પન્ન થાય, માટે આત્મા નિત્ય છે એમ પ્રત્યક્ષ સમજાય છે. ગાથા ૬૦માં શિષ્ય આત્માના નિત્યત્વ સંબંધી એવી દલીલ કરી હતી કે “બીજી શંકા થાય ત્યાં, આત્મા નહિ અવિનાશ; દેહયોગથી ઊપજે, દેહવિયોગે નાશ', અર્થાત્ આત્મા દેહયોગથી ઊપજે છે અને દેહવિયોગથી નાશ પામે છે, માટે આત્મા નિત્ય નથી. શિષ્યની એવી માન્યતા છે કે જડ એવા દેહમાંથી ચૈતન્યસ્વરૂપી આત્માની ઉત્પત્તિ થવી સંભવે છે અને તે દેહસ્થિતિ પર્યત ટકી દેહના વિયોગે નાશ પામે છે. આ દલીલના સમાધાન અર્થે આગલી ત્રણ ગાથાઓ (૬૨-૬૩-૬૪)માં પ્રસ્તાવનારૂપ કથન કરી, પ્રસ્તુત ગાથામાં આ દલીલનો સીધો ઉત્તર આપતાં શ્રીગુરુ કહે છે – જડથી ચેતન ઊપજે, ચેતનથી જડ થાય; | ગાથા એવો અનુભવ કોઈને, ક્યારે કદી ન થાય.' (૬૫) જડથી ચેતન ઊપજે, અને ચેતનથી જડ ઉત્પન્ન થાય એવો કોઈને ક્યારે કદી પણ અનુભવ થાય નહીં. (૬૫) જડ એવા દેહાદિમાંથી જાણવાના સ્વભાવવાળા એવા ચેતનની ઉત્પત્તિ થાય જવાબ] અથવા ચેતન એવા આત્મામાંથી દેહાદિ જડ પદાર્થો ઉત્પન્ન થાય એવો અનુભવ કોઈને, ક્યારે, કદી પણ થયો નથી, થતો નથી અને થશે પણ નહીં; કારણ કે જેવા ગુણવાળું કારણ હોય તેવા જ ગુણવાળું કાર્ય થાય. કારણમાં જડના ગુણો હોય અને કાર્યમાં ચેતનના ગુણો હોય અથવા કારણમાં ચેતનના ગુણો હોય અને કાર્યમાં જડના ગુણો હોય એવું કદી પણ બને નહીં. જડ અને ચેતન પોતપોતાના સ્વભાવથી પ્રગટ ભિન્ન છે. એકનું લક્ષણ અન્યરૂપે થાય અથવા બને એકપણે પરિણમી જાય એવું ક્યારે પણ બનવું સંભવિત નથી. જો જડમાંથી ચેતન ઉત્પન્ન થતું હોય તો ઘટ-પટ આદિ પણ ચેતનવંતા બની જાય અને જો ચેતનમાંથી જડ પ્રગટતું હોય તો ચૈતન્યસ્વરૂપી આત્મામાંથી ઘટ-પટ આદિ પદાર્થો ઉત્પન્ન થતાં દેખાવા જોઈએ; પણ આવું ક્યારે પણ, કોઈને પણ અનુભવમાં અર્થ Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન આવતું નથી. જડ કોઈ કાળે જીવ ન થાય અને જીવ કોઈ કાળે જડ ન થાય, કારણ કે બન્ને ભિન્ન ભિન્ન લક્ષણવાળા પદાર્થ છે. આમ, ચેતન આત્મા અને જડ દેહ વચ્ચે તાદામ્ય સંબંધ નહીં હોવાથી ચેતનની ઉત્પત્તિ જડ દેહના યોગથી થાય એમ શિષ્ય પોતાની શંકા રજૂ કરતાં કહ્યું હતું તે વાત અયથાર્થ છે. તે એ ત્રિકાળાબાધિત અખંડ નિશ્ચયસિદ્ધાંત છે કે કોઈ પણ દ્રવ્યમાંથી કોઈ વિશેષાર્થી • પણ અન્ય દ્રવ્યની ઉત્પત્તિ કદી પણ થઈ શકે નહીં. આત્મા ચૈતન્યયુક્ત પદાર્થ છે અને દેહ ચૈતન્યવિહીન જડ પદાર્થ છે. આત્મા અરૂપી પદાર્થ છે અને દેહ વર્ણાદિ ગુણયુક્ત રૂપી પૌગલિક પદાર્થ છે. જડ દેહ અને ચેતન આત્મા સ્વભાવથી જ ભિન્ન હોવાથી એકનું લક્ષણ અન્યરૂપે થાય અથવા બન્ને એકપણે રૂપાંતરિત થઈ જાય અથવા એકમાંથી બીજાની ઉત્પત્તિ થાય એવું કોઈ પણ કાળે, ક્યારે પણ બનવું શક્ય નથી. પૃથ્વી વગેરે ભૂતો જડ સ્વભાવવાળાં છે એ વાત પ્રત્યક્ષસિદ્ધ છે, તેથી જડ સ્વરૂપથી વિપરીત સ્વભાવવાળું જે ચૈતન્ય, તે પૃથ્વી આદિ ભૂતોનું કાર્ય હોઈ શકે જ નહીં. ભૂતો ચૈતન્યનું ઉપાદાનકારણ હોઈ શકે નહીં. ચૈતન્ય એ ભૂતોનો ધર્મ હોઈ શકે નહીં. પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુના સમુદાયમાંથી ચૈતન્ય ઊપજી શકે નહીં. પરંતુ ચાર્વાકમતવાદીઓની એવી માન્યતા છે કે પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ આ ચાર ભૂતોના મિશ્રણમાંથી ચેતનાશક્તિ ઉત્પન્ન થાય છે. ચાર્વાક દર્શન પ્રત્યક્ષવસ્તુવાદી, ભૌતિકવાદી, ભૂતચૈતન્યવાદી છે. તે એવી માન્યતા ધરાવે છે કે ભૂતો ચાર છે - પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ. (અમુક ચાર્વાકમતવાદીઓ આકાશ સાથે પંચ ભૂતોને પણ માને છે.) જગતને તે ભૌતિક તત્ત્વોનો યાદચ્છિક સંઘાત કહે છે. તે ભૂતાતીત વસ્તુઓની સત્તાને માનતું નથી. તે ભૂતદ્રવ્યને જ પરમ તત્ત્વ માને છે અને ચૈતન્યને ભૂતદ્રવ્યનો ઉપવિકાર માને છે. તે માને છે કે ચાર મહાભૂત જ્યારે શરીરરૂપે પરિણત થાય છે ત્યારે તે સંઘાતથી ચૈતન્ય ગુણની ઉત્પત્તિ થાય છે. ચાર્વાકમત અનુસાર ભૂતોથી ભિન્ન કોઈ આત્મા નથી. આત્મા પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુના સંઘાતથી ઉત્પન્ન થાય છે અને તેના દ્વારા શરીરરૂપી યંત્ર ચાલે છે. શરીર ચૈતન્ય દ્વારા ચાલવા, બોલવા આદિ સર્વ ક્રિયા કરે છે. ચૈતન્ય શરીરની અંદર જ જોવા મળે છે, શરીરની બહાર જોવા મળતું નથી. શરીરથી અતિરિક્ત ચૈતન્યનું કોઈ અધિષ્ઠાન છે એમ માનવા માટે કોઈ પ્રમાણ નથી, તેથી ચૈતન્યને ચતુર્ભુતમય શરીરનો જ ધર્મ માનવો જોઈએ. ચાર્વાક દર્શનનો મત એવો છે કે ચૈતન્ય શરીરમાં જ પેદા થાય છે અને તે Page #370 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૫ ૩૩૭ શરીરની સ્થિતિ હોય ત્યાં સુધી જ રહે છે અને શરીરના નારા સાથે તે પણ લુપ્ત થઈ જાય છે. ભૂતોના સમુદાયમાંથી ઉત્પન્ન થયેલ આત્મા ભૂતોના વિઘટનથી નાશ પામી જાય છે. કારણ નાબૂદ થતાં કાર્ય પણ નાબૂદ થઈ જાય છે. ભૂતોના સંયોગરૂપ કારણ નષ્ટ થયા પછી આત્મા રહેતો નથી અને જો આત્મા રહેતો જ ન હોય તો ભવાંતર કોનો માનવો? દેહના નાશ પછી આત્મા અવશિષ્ટ રહેતો જ ન હોય તો પરલોકમાં કોણ જાય? ભવાંતરમાં જનાર જ કોઈ રહેતો નથી, માટે પૂર્વજન્મ-પુનર્જન્મ જેવું પણ કંઈ નથી. ચાર્વાક દર્શન પૂર્વજન્મ-પુનર્જન્મમાં માનતું જ નથી. તેના મત મુજબ આત્મા ભૂતભિન્ન દ્રવ્ય ન હોવાથી તે અનિત્ય છે, પરલોકગામી નથી. આમ, ચાર્વાકમત અનુસાર ભૂતોનો સમુદાય એ જ આત્મા છે. તેનાથી જુદો આત્મા નામનો કોઈ પદાર્થ નથી. ભૂતોથી જ ચૈતન્ય ઊપજે છે. પૃથ્વી આદિ ભૂત અચેતન છે અને આત્મા ચેતન છે, તેથી પૃથ્વી આદિ ભૂત ચૈતન્યથી વિરુદ્ધ હોવાથી વિજાતીય છે; છતાં પણ ભૂતોથી ચેતનની ઉત્પત્તિ થવી વિરુદ્ધ નથી, કારણ કે ધાવડીનાં ફૂલ, દ્રાક્ષ, ગોળ, પાણી આદિ પદાર્થોમાં મદશક્તિ ન હોવા છતાં પણ તેના મિશ્રણમાંથી મદશક્તિ અવશ્ય ઉત્પન્ન થાય છે; તે જ પ્રમાણે પૃથ્વી આદિ ભૂતોમાં ચૈતન્યશક્તિ ન હોવા છતાં તેના મિશ્રણમાંથી ચૈતન્યનું નિર્માણ થાય છે. ૧ ભગવાન શ્રી મહાવીરસ્વામીના ત્રીજા ગણધર શ્રી વાયુભૂતિ ગૌતમે ગણધર થયા પૂર્વે શ્રી મહાવીર પ્રભુ આગળ આ જ પ્રકારની દલીલ રજૂ કરી હતી. તેમણે કહ્યું હતું કે જેમ મદ્યનું પ્રત્યેક અંગ - જેવાં કે ધાવડીનાં ફૂલ, ગોળ, દ્રાક્ષ, પાણી આદિ પદાર્થોમાં સ્વતંત્રરૂપે મદશક્તિ નથી દેખાતી, પણ તે બધાંને મિશ્રિત કરવાથી અને સડાવવાથી, ગળાવવાથી તેમાં મદશક્તિ ઉત્પન્ન થાય છે; તેમ પૃથ્વી આદિ ભૂતમાં સ્વતંત્રરૂપે ચૈતન્ય નહીં હોવા છતાં તે બધાં ભૂતોના મિશ્રણથી ચેતનશક્તિ ઉત્પન્ન થાય છે અને જેમ કાળાંતરે મદશક્તિ નષ્ટ થઈ જાય છે, તેમ ભૂતોના સમુદાયથી ઉત્પન્ન થયેલ ચૈતન્યશક્તિ અમુક મર્યાદિત કાળ પર્યત ટકી નાશ પામી જાય છે. શ્રી મહાવીર ભગવાને શ્રી વાયુભૂતિ ગૌતમને તેમની માન્યતાનું મિથ્યાપણું દર્શાવી તેનો સચોટ જવાબ આપ્યો હતો. તેમની દલીલનો ઉત્તર આપતાં શ્રી મહાવીર પ્રભુએ સમજાવ્યું હતું કે આત્મા ભૂતસંઘાતોત્પન્ન છે અને તે અનિત્ય છે એ માન્યતા બરાબર નથી. ભૂતોના સમુદાયમાંથી આત્મા ઉત્પન્ન થાય છે એ પોતાનો પક્ષ સિદ્ધ કરવા શ્રી વાયુભૂતિ ગૌતમે જે દષ્ટાંત આપ્યું તે દષ્ટાંત પણ દોષયુક્ત છે. મદિરાના ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘પદર્શનસમુચ્ચય', શ્લોક ૮૪ 'पृथ्व्यादिभूतसंहत्या तथा देहपरीणतेः । मदशक्तिः सुराङ्गेम्यो यद्वत्तद्वच्चिदात्मनि ।।' Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન દૃષ્ટાંતમાં દોષ છે, કારણ કે ધાવડીનાં ફૂલ, ગોળ વગેરે મઘના પ્રત્યેક અંગમાં તો સ્વતંત્ર અવસ્થામાં પણ મદશક્તિ અવ્યક્તપણે રહી જ છે અને સડન-ગલનથી તે ઉત્તેજિત થઈને સમુદાયમાં પ્રગટ થાય છે. ધાવડીનાં ફૂલમાં ચિત્તભ્રમ કરવાની, ગોળ, દ્રાક્ષ, ઈક્ષુરસાદિમાં આથો આવતાં ચિત્તમાં ઉન્માદ પેદા કરવાની શક્તિ છે; અર્થાત્ મદશક્તિ મદ્યોત્પાદક બધાં અંગમાં રહેલી જ છે. પ્રત્યેક અંગમાં માદકપણાનો ગુણ સ્વતંત્રપણે રહેલો જ છે અને તેથી તે અંગો એકત્ર થતાં - મિશ્રિત થતાં મદિરા બને છે, જેને પીવાથી નશો ચઢે છે. આમ, પ્રત્યેક અંગમાં મદ ઉત્પન્ન કરવાનો ગુણ પ્રથમથી જ છે, માટે તેના સમુદાયમાં તે બધાનો સામૂહિક ગુણ ઉત્પન્ન થાય છે, અર્થાત્ મદશક્તિ પ્રગટ થાય છે. પરંતુ પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ એ મહાભૂતોમાંથી કોઈમાં પણ ચૈતન્ય ગુણ સ્વતંત્રપણે નથી. પ્રત્યેક ભૂતમાં ચૈતન્યનો અભાવ હોવાથી તેના સંયોગથી પણ ચૈતન્યની ઉત્પત્તિ સંભવતી નથી, તેથી મદશક્તિની જેમ ભૂતસમુદાયમાંથી ચૈતન્યની ઉત્પત્તિ થાય છે એ યુક્તિ યોગ્ય નથી. ધાવડીનાં ફૂલ, ગોળ આદિમાં મદશક્તિ વિદ્યમાન છે, તેથી જ તે મદશક્તિ તેના સમુદાયમાં ઉત્પન્ન થાય છે. મઘાંગોમાં પણ મદશક્તિ છે જ, માટે જ મદ્યાંગોનો સમુદાય થવાથી મદશક્તિનો આવિર્ભાવ થાય છે. મઘના પ્રત્યેક અંગમાં મદશક્તિ ન માનવામાં આવે તો જે દોષ ઉત્પન્ન થાય છે, તેને બતાવતાં આચાર્યશ્રી જિનભદ્રજી ‘વિશેષાવશ્યકભાષ્ય'માં કહે છે કે જો મધના પ્રત્યેક અંગમાં મદશક્તિ ન જ હોય તો પછી “મદનાં કારણો ધાવડીનાં ફૂલ વગેરે છે અને અન્ય નહીં' એવો કારણનો નિયમ ન બને અને તેના જ સમુદાયથી મદ ઉત્પન્ન થાય, અન્યના સમુદાયથી મદ ઉત્પન ન થાય' એવો સમુદાયનો નિયમ પણ ન બને. આ નિયમ ન બને તો રાખ, પથ્થર, છાણ વગેરે પદાર્થો મદનું કારણ બની જાય અને ગમે તે પદાર્થોના સમુદાયથી મદશક્તિ ઉત્પન્ન થવી જોઈએ, પણ આવું બનતું નથી; માટે મદ્યના પ્રત્યેક અંગમાં પણ મદશક્તિ માનવી જ રહી. ૧ ધાવડીનાં ફૂલ, ગોળ, દ્રાક્ષ વગેરેના મિશ્રણમાંથી જ કેમ મદશક્તિ ઉત્પન્ન થાય છે? રાખ, પથ્થર, છાણ આદિમાંથી કેમ ઉત્પન્ન નથી થતી? તેનું કારણ એ જ છે કે ધાવડીનાં ફૂલ, ગોળ આદિના કણ કણમાં મદશક્તિ વ્યાપ્ત હોવાથી તેના સંમિશ્રણમાંથી તે ઉત્પન્ન થાય છે અને રાખ, પથ્થર, છાણ આદિમાં મદશક્તિ નહીં હોવાથી તેના સંમિશ્રણમાંથી તે ઉત્પન્ન થતી નથી. મદ્યોગોમાં મદશક્તિ પહેલેથી તિરોહિતરૂપે પડેલી ૧- જુઓ : આચાર્યશ્રી જિનભદ્રજીકૃત, ‘વિશેષાવશ્યકભાષ્ય', ગાથા ૧૬૫૪ 'जति वा सव्वाभावो वीसुं तो किं तदंगणियमोऽयं । तस्समुदयणियमो वा अण्णेस वि तो भवेज्जा हि ।।' Page #372 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૫ ૩૩૯ હોય છે, તેથી જ તેના સમુદાયમાંથી મદશક્તિ ઉત્પન્ન થાય છે; અન્યથા રાખ, પથ્થર, છાણ આદિમાંથી પણ મદશક્તિ ઉત્પન્ન થાત. પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ એ ચારે ભૂતોમાં સ્વતંત્રપણે ચેતનાશક્તિ નથી. પૃથ્વી આદિ કોઈ પણ ભૂતમાં ચેતનાશક્તિ નથી, માટે તે ચારે ભૂતોના સમુદાયમાં - મિશ્રણમાં ચેતનાશક્તિ ઉત્પન્ન થતી નથી. પૃથ્વી આદિ ભૂતોમાં સ્વતંત્રપણે ચૈતન્યશક્તિ નહીં હોવાથી ચારે ભૂતોના સમૂહમાંથી ચૈતન્યશક્તિ ક્યારે પણ પ્રગટ થઈ શકતી નથી. વ્યક્તિગત એક એક અંગમાં જે સ્વતંત્રરૂપે ન હોય તે સમુદાયમાં કેવી રીતે ઉત્પન્ન થઈ શકે? ચેતનાશક્તિ પૃથક અવસ્થામાં વિદ્યમાન ન હોય તો સમુદિત અવસ્થામાં ક્યાંથી ઉત્પન્ન થાય? એટલે મદ્યાંગોમાંથી જેમ મદશક્તિ ઉત્પન્ન થાય છે, તેમ ભૂતોના સંઘાતમાંથી ચેતનાશક્તિ થાય છે એમ માનવું યોગ્ય નથી. ધાવડીનાં ફૂલ, ગોળ આદિમાં મદશક્તિ વિદ્યમાન છે, એ જ કારણે તે પદાર્થોનું સંયોજન થવાથી મદશક્તિની ઉત્પત્તિ થાય છે; પરંતુ ભૂતોમાં ચૈતન્યનો અંશમાત્ર પણ નથી, એટલે ભૂતોના સંયોજનથી ચૈતન્યની ઉત્પત્તિ કોઈ પણ પ્રકારે સંભવતી નથી. ભૂતોના સમૂહમાંથી ચેતનાશક્તિ પ્રગટે એ બનવું શક્ય જ નથી. ભૂતોના સમુદાયમાંથી ચેતનાશક્તિનો પ્રાદુર્ભાવ સિદ્ધ કરવા એમ કહેવામાં આવે કે પ્રત્યેક પૃથક્ અવયવમાં પણ ચેતનાશક્તિ છે, તો તે વાત સાવ મિથ્યા છે; કારણ કે પૃથ્વી આદિ એક પણ ભૂતમાં ચૈતન્યશક્તિ દેખાતી નથી. પ્રત્યેક ભૂતમાં પણ ચૈતન્ય છે એ કથન પ્રત્યક્ષ વિરુદ્ધ છે, કારણ કે પ્રત્યેક ભૂતમાં ચૈતન્ય જણાતું નથી. જો સ્વતંત્રપણે રહેલા પૃથ્વી આદિ ભૂતોમાં ચૈતન્ય નથી તો ચારે ભૂતો ભેગા થવાથી તેની ઉત્પત્તિ થઈ શકતી નથી. આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય'માં આ સંદર્ભમાં એક સરસ ઉદાહરણ આપતાં લખે છે કે પ્રત્યેક ભૂતમાં જો ચૈતન્ય ન હોય તો તેના સમુદાયમાં પણ હોઈ શકે નહીં. જેમ એક રેતીના કણમાં તેલ નથી તો તેના સમુદાયમાંથી પણ તેલ નીકળી શકતું નથી. વળી, પ્રત્યેકમાં ચૈતન્ય છે એમ જો કહેતા હો તો ગમે તે અવસ્થામાં રહેલાં ભૂતોની અંદર તે ચૈતન્ય દેખાવું જોઈએ.' રેતીના પ્રત્યેક કણમાં તેલ નથી તો રેતીના સમુદાયમાંથી પણ તેલ નીકળતું નથી. તે જ પ્રમાણે પૃથ્વી આદિ પ્રત્યેક ભૂતમાં ચૈતન્ય ન હોવાથી ભૂતસમુદાયથી પણ ચૈતન્ય ઉત્પન્ન થવું સંભવે નહીં. જો એમ માનવામાં આવે કે જેમાં જે ન હોય છતાં તેના સમૂહમાંથી તે ઉત્પન્ન થાય છે, તો તો રેતીમાંથી પણ તેલ નીકળે. રેતીના કણમાં ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય', શ્લોક ૪૪ 'प्रत्येकमसती तेषु न च स्याद् रेणुतैलवत् । सती चेदुपलभ्येत भिन्नरूपेषु सर्वदा ।।' Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન તેલ નથી, તોપણ રેતીનાં ઘણાં કણો ભેગાં કરીને પીલવાથી તેલ નીકળવું જોઈએ. પરંતુ શું કોઈએ પણ રેતીમાંથી તેલ નીકળતું જોયું છે? સાંભળ્યું છે? કદી પણ નહીં. રેતીના કોઈ પણ કણમાં તેલ નથી, તેથી તેના સમૂહને પીલવાથી તેલ નીકળતું નથી. જે એક કણમાં નથી, તે કણોના સમૂહમાંથી નીકળવું સંભવતું નથી. રેતીમાં કિંચિત્માત્ર તેલનો અંશ નથી, તો રેતીના સમુદાયમાંથી તેલ નીકળવું ક્યાંથી સંભવે? જે એક કણમાં નથી તે તેના સમુદાયમાંથી તો ક્યાંથી નીકળે? તેવી જ રીતે પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુની સ્વતંત્ર અવસ્થામાં ચેતના નથી તો તેના સમુદાયમાં ચેતના ક્યાંથી આવે? રેતીના કણમાં તેલ નથી તો તેના સમુદાયમાંથી પણ તે નીકળતું નથી, પરંતુ તલના પ્રત્યેક દાણામાં તેલ છે, તેથી તેના સમુદાયને પીલવાથી તેલ નીકળે છે. જે સમુદાયથી ઉત્પન્ન થતું હોય તે તેના પ્રત્યેક અંગમાં સર્વથા અનુપલબ્ધ રહી શકે નહીં. તલના સમુદાયમાંથી તેલ નીકળે છે તો તલના પ્રત્યેક દાણામાંથી પણ તેલ ઉપલબ્ધ થાય છે. તલના પ્રત્યેક દાણામાં તેલ છે, તેથી જ તેના સમુદાયને પીલવાથી તેલ નીકળે છે. તલમાં તેલ ન હોય તો તેના સમુદાયને પીલવાથી પણ તેલ ન જ નીકળે. તેલ તલના દરેકે દરેક દાણામાં છે તો તેના સમૂહમાંથી પણ તેલ નીકળે છે, પરંતુ રેતીના કણમાં તેલ નથી, માટે તેના સમૂહમાંથી પણ તેલ નથી નીકળતું. ચેતના પણ પ્રત્યેક ભૂતમાં ઉપલબ્ધ થતી નથી, માટે ચેતનાને ભૂતસમુદાયથી ઉત્પન્ન થયેલી માની શકાય નહીં. એમ કહેવું પણ યોગ્ય નથી કે જેમ અરણિમાં અગ્નિ ન હોવા છતાં પણ અરણિના મંથનથી અગ્નિની ઉત્પત્તિ થાય છે, તેમ ભૂતોમાં ચૈતન્ય ન હોવા છતાં પણ ભૂતોના સમુદાયથી ચૈતન્યની ઉત્પત્તિ થાય છે, કારણ કે અરણિમાં અગ્નિ પ્રત્યક્ષ ન દેખાતો હોવા છતાં પણ તે તિરોહિત અવસ્થામાં અવશ્ય વિદ્યમાન છે અને તેથી તે મંથન દ્વારા પ્રગટ થાય છે. જો અગ્નિ વિના અગ્નિની ઉત્પત્તિ માનવામાં આવે તો જળ વિના જળની ઉત્પત્તિ, પૃથ્વી વિના પૃથ્વીની ઉત્પત્તિ અને વાયુ વિના વાયુની ઉત્પત્તિ પણ માનવી પડે; અને તો પછી પૃથ્વી આદિ ચાર તત્ત્વોનું માનવું પણ વ્યર્થ જ ઠરે, કારણ કે કોઈ પણ એક તત્ત્વના માનવાથી પણ અન્ય તત્ત્વોની ઉત્પત્તિ શક્ય બની જશે, તેથી ચાર ભૂતના બદલે ફક્ત એક જ ભૂત માનવાથી જગતવ્યવહાર શક્ય બનશે. આના ઉપરથી સ્પષ્ટપણે સિદ્ધ થાય છે કે જે જેમાં છે તે જ તેમાંથી તથા તેના જ સમુદાયમાંથી પ્રગટ થઈ શકે છે, પરંતુ જે જેમાં નથી તે તેમાંથી તથા તેના સમુદાયમાંથી ક્યારે પણ પ્રગટી શકતું નથી. જે પ્રત્યેકમાં ન હોય તે સમુદાયમાંથી પણ ઉત્પન્ન થતું નથી. ભૂતોના સમૂહથી ચેતનશક્તિનો પ્રાદુર્ભાવ ત્યારે જ થઈ શકે કે જ્યારે તેના પ્રત્યેક અવયવોમાં ચેતનાશક્તિ અવ્યક્તપણે પણ હોય, પરંતુ તેમ નહીં Page #374 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૫ ૩૪૧ હોવાથી સમુદિત અવસ્થામાં તે વ્યક્ત થઈ શકે નહીં; તેથી ચેતનાશક્તિ ચાર ભૂતરૂપ જડ પદાર્થોમાંથી ઉત્પન્ન થતી નથી. ચૈતન્ય ભૂતસમૂહજન્ય નથી, એટલે ચેતનાને ભૂતધર્મ અથવા ભૂતસમુદાયનો ધર્મ પણ માનવો ઉચિત નથી. ચેતના એ ભૂતધર્મ નથી, પરંતુ ભૂતોથી ભિન્ન, સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા એવા આત્મદ્રવ્યનો ધર્મ છે. આત્મા ભૂતોથી ભિન્ન છે. તે ચૈતન્યસ્વરૂપી છે. ચેતના એ આત્માની શક્તિવિશેષ છે. જ્ઞાન-દર્શનાત્મક ચેતના એ ભૂતાતિરિક્ત આત્માના ગુણ છે. ચાર ભૂતના સંયોજનથી ચૈતન્યની ઉત્પત્તિનો સિદ્ધાંત બીજા પ્રકારે પણ ખોખલો ઠરે છે. જો એમ વિધાન કરવામાં આવે કે અમુક વસ્તુના સંયોજનથી અમુક વસ્તુ બને છે, તો તે વસ્તુઓના સંયોજનથી તે વસ્તુ અવશ્ય બનવી જોઈએ. ધાવડીનાં ફૂલ, દ્રાક્ષ, ગોળ, પાણીના મિશ્રણથી નશાકારક મદિરા બને છે એવું કહેવાવાળા તેમાંથી નશાકારક મદિરા બનાવીને બતાવે પણ છે. આ પ્રકારે ચાર ભૂતોથી ચૈતન્યશક્તિની ઉત્પત્તિ માનવાવાળાઓએ પણ ચાર ભૂતોના સંયોજનથી ચૈતન્યશક્તિને ઉત્પન્ન કરીને બતાવવી જોઈએ, પરંતુ આજ સુધી કોઈ એવો ભૂતવાદી કે વૈજ્ઞાનિક જન્મ્યો નથી, જે આવી રીતે ચૈતન્યને ઉત્પન્ન કરીને બતાવી શક્યો હોય. ચૈતન્ય ભૂતોમાંથી ઉત્પન્ન થાય છે એમ માનવામાં આવે તો અન્ય દોષ પણ આવે છે. જ્યારે પૃથ્વી, પાણી, અગ્નિ કે વાયુ જુદા જુદા હોય છે ત્યારે તેમાં ચેતના નથી દેખાતી અને તે બધાં ભૂતોનો સમુદાય એકત્ર થાય છે ત્યારે તેમાં ચેતના દેખાય છે, તો પછી ભૂતસમુદાયરૂપ એવા ઘડામાં પણ ચેતના દેખાવી જોઈએ. જો ભૂતસમુદાયમાંથી ચેતનાશક્તિ નિર્માણ થતી હોય તો ઘડો પણ ભૂતસમુદાયરૂપ છે, તો તેમાં ચેતનાશક્તિ શા માટે પ્રગટતી નથી? પૃથ્વી (માટી), જળ આદિને એકત્રિત કરીને તે પિંડને ઘડાનો આકાર આપી અગ્નિમાં તેને પકવવામાં આવે ત્યારે ભૂતોના સમૂહના કારણે તેમાં ચૈતન્યશક્તિ અથવા જ્ઞાનગુણ પ્રગટ થવો જોઈએ, પણ તેમ થતું નથી એમ પ્રત્યક્ષ અનુભવાય છે. જે ચાર મહાભૂત માનવામાં આવે છે તે બધાં જ ઘડો બનાવતી વખતે એકત્ર થયાં છે તો પછી ચૈતન્યશક્તિ કેમ નથી દેખાતી? ઘડો માણસની જેમ કેમ જોતો જાણતો નથી? તે બોલતો-ચાલતો કેમ નથી? જો ચેતના ભૂતસમુદાયજન્ય હોય તો ભૂતસમુદાયરૂપ એવા માનવશરીરમાં તે કેમ જણાય છે અને ઘડામાં તે કેમ જણાતી નથી? એકમાં જ્ઞાન-દર્શનાદિ સર્વ વ્યવહાર છે, બોલવું-ચાલવું ઇત્યાદિ સર્વ ક્રિયાઓ છે અને બીજામાં એટલે કે ઘડામાં તેમાંનું કંઈ પણ નથી; તો એવું કયું પ્રબળ કારણ છે કે જેને લઈને એક સ્થાને ચેતના છે અને બીજે નથી? જો એમ કહેવામાં આવે કે કાયાકારે પરિણત ભૂતોમાંથી જ ચૈતન્યશક્તિ ઉત્પન્ન થાય છે, તો મૃત શરીર પૃથ્વી આદિ ભૂતોનો સમુદાય હોવા છતાં પણ તેમાં Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ચેતનાશક્તિ જણાતી કેમ નથી? મૃતક પણ ભૂતસમુદાય જ છે તો એમાં ચેતનાશક્તિ શા માટે નથી? જીવંત વ્યક્તિનું શરીર પણ શરીર છે અને મૃતકનું શરીર પણ શરીરાકારે જ છે, તો પછી જીવંત વ્યક્તિમાં ચેતનાશક્તિ છે અને મૃતકમાં નથી તેનું કારણ શું? મરી ગયા પછી જે મડદું પડ્યું છે તે મડદું પણ શરીર જ છે તો પછી હવે કેમ તે બોલતું-ચાલતું નથી? મૃત્યુ પહેલાં એ જ બોલતું-ચાલતું હતું, બધી જ ક્રિયા એ કરતું હતું, તો પછી હવે કેમ કંઈ નથી કરતું? શરીર તો એ જ છે, પરંતુ હવે શ્વાસ બંધ છે, પ્રવૃત્તિઓ સદંતર બંધ છે, સુખ-દુ:ખની લાગણીનો અનુભવ પણ થતો નથી. મૃતકને બધી ઇન્દ્રિયો છે, પરંતુ આંખ ઉઘાડી છે છતાં પણ તે કંઈ જોતું નથી, કાન ઉઘાડા છે પણ તે કંઈ સાંભળતું નથી. જો તેને કોઈ અનુભવ થતો હોત તો લાકડામાં બાળતી વખતે તે ચીસ પાડીને ઊભું થઈ જાત. સામાન્યપણે જીવંત માણસને અગ્નિનો સ્પર્શ થતાં તે ચીસ પાડી ઊઠે છે, પરંતુ મડદું તો બિલકુલ સળવળતું નથી. બને અવસ્થામાં શરીર તો એનું એ જ છે. શરીર નથી બદલાયું, છતાં એક અવસ્થામાં ચીસો પાડે છે અને બીજી અવસ્થામાં ચીસો નથી પાડતું. મૃત્યુ પછી પણ શરીરરૂપે પરિણમેલ ભૂતોની સત્તા રહી હોવા છતાં પણ ચૈતન્યની સત્તા જોવા નથી મળતી. મૃત શરીરમાં જેમ રૂપ, રસ આદિ ગુણ વિદ્યમાન રહે છે, તે જ પ્રકારે ચૈતન્ય પણ તેમાં વિદ્યમાન રહેવું જોઈએ, કિંતુ એવું ક્યારે પણ જોવા નથી મળતું; માટે ચૈતન્ય એ ભૂતોનો ધર્મ નથી. જડ ભૂતો કોઈ દિવસ પણ ચૈતન્યનું કારણ ન હોઈ શકે. ચૈતન્ય ભૂતોથી ભિન્ન એવા આત્મદ્રવ્યનો ગુણ છે. આત્મા ભૂતોથી ભિન્ન નિરંતર જ્ઞાન કરનાર તત્ત્વ છે. આમ, મૃતક પણ ચારે ભૂતોનો સમુદાય જ છે અને તે દેહાકારે જ છે, છતાં તેમાં ચેતના જણાતી નથી એ હકીકત આત્માનું ભૂતસંયોગજન્ય નહીં હોવાપણું સિદ્ધ કરે છે. આચાર્યશ્રી મલ્લિષેણસૂરિજી ‘સ્યાવાદ મંજરી'માં લખે છે કે જો ભૂતોના મળવાથી શરીર પરિણામ બનતું હોય તો એ શરીર પરિણામ સદાકાળ થવું જોઈએ, પરંતુ ક્યારેક બને એવું ન હોવું જોઈએ; માટે પૃથ્વી આદિ ભૂતોથી અતિરિક્ત કોઈ ચૈતન્યરૂપ તત્ત્વ હોવું જોઈએ અને એ આત્મતત્ત્વ જ છે. આત્માથી ભિન્ન કોઈ ચૈતન્ય હોઈ શકતું નથી. વળી, શરીર પરિણામ વિના કારણે બનતું નથી. જો શરીર પરિણામ નિર્દેતુક હોય તો દેશ આદિની વ્યવસ્થા બની શકતી નથી. શરીરરૂપે પરિણત પૃથ્વી આદિ ભૂતોમાં ચૈતન્યશક્તિની ઉત્પત્તિ થતી હોય તો મૃત શરીરમાં પણ ચૈતન્યની ઉત્પત્તિ થવી જોઈએ, કારણ કે મૃત શરીરમાં પણ ભૂતો મોજુદ જ છે. એમ ન કહેવાય કે મડદામાં રક્તના સંચારનો અભાવ હોવાથી તેમાં ચૈતન્યશક્તિનો પ્રાદુર્ભાવ થતો નથી. જો રક્તનો સંચાર તથા અસંચાર જ્ઞાન પ્રત્યે કારણ હોય તો સૂતેલા મનુષ્યમાં રક્તનો સંચાર હોવા છતાં Page #376 -------------------------------------------------------------------------- ________________ ગોથા-૬૫ ३४३ તેને શા માટે જ્ઞાન થતું નથી? વળી, સની ઉત્પત્તિ કદાપિ થતી નથી, તે છતાં ભૂતોથી આત્માની ઉત્પત્તિ માનવામાં આવે તો આત્માની ઉત્પત્તિ વારંવાર થવી જોઈએ, કેમ કે શરીરરૂપે પરિણત ભૂતોની વિદ્યમાનતા સદા છે જ. અસવસ્તુની સાથે અર્થક્રિયાનો વિરોધ હોય, પરંતુ સત્ની સાથે અર્થક્રિયાનો વિરોધ હોઈ શકતો નથી, તેથી વારંવાર આત્માની ઉત્પત્તિ થવી જોઈએ. જો એમ કહેવામાં આવે કે પહેલાં આત્માનું અસ્તિત્વ ન હતું, પરંતુ ભૂતોના સંયોગથી આત્માની ઉત્પત્તિ થાય છે; તો આમ કહેવું ઉચિત નથી, કારણ કે જે પદાર્થનો સર્વથા અભાવ હોય તેવા પદાર્થની ઉત્પત્તિ ક્યારે પણ થઈ શકતી નથી. જો તેવા પ્રકારે અસત્ની ઉત્પત્તિ થતી હોય તો બીજા પણ અસત્પદાર્થોની ઉત્પત્તિ થવી જોઈએ. આથી સિદ્ધ થાય છે કે આત્મા ભૂતોથી અલગ પદાર્થ છે અને તે ભૂતોનું કાર્ય નથી.' - ભૂતવાદી મૃત્યુ માટે જે સિદ્ધાંત પ્રસ્તુત કરે છે તેનું અયથાર્થપણું હવે જોઈએ. તેઓ કહે છે કે ચારમાંથી કોઈ પણ ભૂતનો સંયોગ સર્વથા છૂટી જાય તો ચૈતન્યશક્તિ અદશ્ય થઈ જાય છે, અર્થાત્ મૃત્યુ થઈ જાય છે. તે સમુદાયમાંથી કોઈ પણ ભૂત નીકળી જાય તો ચેતના રહેતી નથી, ચેતના નષ્ટ થઈ જાય છે. માણસ મરી જાય ત્યારે ભૂતવાદીઓને પૂછવામાં આવે કે કયું તત્ત્વ ઓછું થઈ ગયું, ત્યારે તેઓ કહે છે કે અમુક દ્રવ્ય ઓછું થઈ ગયું. પરંતુ તેમને એમ કહેવામાં આવે કે જે રસાયણ અથવા તત્ત્વ ઓછું થઈ ગયું તે શરીરમાં નાંખી દો તો તેઓ એ પ્રમાણે કરી શકતા નથી. કેટલાક એમ કહે છે કે મરી ગયેલ માણસમાં વાયુતત્ત્વ ઓછું થઈ ગયું છે. મૃતકમાં વાયુતત્ત્વ નથી એટલે તે હવે નિષ્ક્રિય પડ્યું છે, પણ એ સત્ય નથી. મૃતકમાં વાયુતત્ત્વ તો છે. એનું પેટ વગેરે ફૂલેલું છે. અંદર પોલાણ પ્રદેશમાં વાયુ તો છે. કદાચ જો તેની પણ તેઓ ના પાડે તો તેમને કહી શકાય કે વાયુની કમી પૂરી કરવા મરી ગયેલા માણસને ઑક્સિજન આપો. પરંતુ ઑક્સિજન આપવા છતાં પણ માણસ જીવતો થતો નથી. નળી વાટે હવા ભરવા છતાં તે ફરી જીવતો થતો નથી, હાલતોચાલતો નથી. વારંવાર પ્રાણવાયુ આપવા છતાં તે જીવંત થતો નથી. એટલું જ નહીં પણ કેટલાક જીવંત મનુષ્યોને ઑક્સિજન આપતા રહેવા છતાં તેઓ મરી જાય છે. ઘણા લોકોને હૉસ્પિટલમાં ઑક્સિજન આપવાનો ચાલુ હોય છે છતાં તેઓ તે વખતે ૧- જુઓ : આચાર્યશ્રી મલ્લિષેણસૂરિજીકૃત, ચાવાદ મંજરી', શ્લોક ૨૦ની ટીકા 'कायाकारपरिणतेभ्यस्तेभ्यः स उत्पद्यते इति चेत्, कायपरिणामोऽपि तन्मात्रभावी न कादाचित्कः । अन्यस्त्वात्मैव स्यात् । अहेतुत्वे न देशादिनियमः । मृतादपि च स्यात् । शोणिताद्युपाधिः सुप्तादावप्यस्ति । न च सतस्तस्योत्पत्तिः । भूयोभूयः प्रसङ्गात् । अलब्धात्मनश्च प्रसिद्धमर्थक्रियाकारित्वं विरुध्यते । असतः सकलशक्तिविकलस्य कथमुत्पत्तौ कर्तृत्वम् । अन्यस्यापि प्रसङ्गात् । तन्न भूतकार्यमुपयोगः ।।' Page #377 -------------------------------------------------------------------------- ________________ उ४४ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જ મૃત્યુ પામે છે. માટે મરી ગયેલ માણસમાં વાયુતત્ત્વ ઘટી ગયું એ વાત સાચી નથી. કેટલાક અગ્નિનું નામ આપે છે. માણસ મરી જાય ત્યારે તેમને પૂછવામાં આવે કે કયું તત્ત્વ ઓછું થઈ ગયું, તો તેઓ કહે છે કે અગ્નિતત્ત્વ ઓછું થઈ ગયું. જો મરી ગયેલા માણસમાં તેજતત્ત્વ ઓછું થઈ ગયું હોય તો તો ગરમીનો સંચાર થાય એવું ઇજેક્શન આપવાથી માણસ જીવતો થવો જોઈએ. પરંતુ મરી ગયેલા માણસને તેવું ઈજેશન આપવા છતાં તે જીવતો થતો નથી. મડદાને તપાવવામાં આવે કે ઇજેકશન આપવામાં આવે તો પણ તેનામાં શક્તિનો સંચાર થતો નથી, તેથી અગ્નિતત્ત્વની વાત પણ નિરર્થક છે. વળી, કેટલાક એમ કહે છે કે માણસ મરી જાય છે ત્યારે પાણી ઓછું થઈ જાય છે. તેનામાં પાણીનો સંચાર કરવામાં આવે છતાં પણ તે જીવંત થઈ જતો નથી. માટે જળતત્ત્વ ઓછું થઈ જાય છે ત્યારે માણસ મરી જાય છે એમ માનવાને કોઈ કારણ નથી. એ માન્યતા પણ ખોટી છે. જૈન દર્શનના મત અનુસાર કોઈ ભૂતનો સંયોગ સર્વથા છૂટી જવો એ મૃત્યુ નથી, આત્મા અને શરીરનો વિયોગ થવો - એનું જ નામ મૃત્યુ છે. આત્મા શરીરને છોડીને ચાલ્યો જાય છે એ જ મૃત્યુ કહેવાય છે. શરીરના વિયોગે આત્મા નાશ પામતો નથી. આત્મા શરીરને છોડ્યા પછી પણ ટકે છે. મૃત્યુ સમયે જીવ શરીર છોડીને જ્યાં જાય છે તે પરલોક છે. તે બીજે જઈને જન્મે છે માટે પુનર્જન્મ છે અને એ જ પ્રમાણે જીવ વર્તમાન જન્મમાં પણ બીજેથી જ આવ્યો છે, તેથી ગત જન્મ એટલે કે પૂર્વજન્મ પણ છે. આત્માને દેહથી ભિન્ન, ભૂતોથી ભિન્ન, સ્વતંત્ર માનતાં પરભવાદિની સિદ્ધિ પણ થઈ જાય છે. આના ઉપરથી પૃથ્વી આદિ ભૂતોના મિશ્રણમાંથી ચેતનાશક્તિ ઉત્પન્ન થાય છે અને શરીરરૂપ ભૂતોના સંઘાતનું વિઘટન થતાં ચેતનાશક્તિ નાશ પામી જાય છે અને પછી કંઈ રહેતું નથી એવું ભૂતચૈતન્યવાદીઓનું માનવું યુક્તિયુક્ત ઠરતું નથી. જેમ પૃથ્વી આદિ ભૂતોમાંથી ઘડો બને છે અને એક દિવસ તે ઘડો ફૂટી જઈ, નષ્ટ થઈ જઈ પાછો પૃથ્વી આદિ ભૂતોમાં જ વિલીન થઈ જાય છે, પછી ઘડા જેવું કંઈ રહેતું નથી; પરંતુ એવું આત્માના સંબંધમાં નથી. ભૂતોથી ઉત્પન્ન થનાર ઘડાની જેમ આત્મા ભૂતોથી ઉત્પન્ન થતો નથી, તે ભૌતિક પદાર્થ નથી. આત્મા ભૂતાત્મક નથી, પણ જડ ભૂતોથી ભિન્ન પદાર્થ છે. આત્મા અભૌતિક સત્તા છે અને ચૈતન્ય તેનો ગુણ છે. ચૈતન્ય એ ભૂતોથી અતિરિક્ત એવા આત્માનો ધર્મ છે, ભૂતોનો નહીં. ચૈતન્ય જડ ભૂતોના સંઘાતનો વિકાર નથી. ચૈતન્ય ભૂતોથી ભિન્ન આત્માનો ગુણ હોવાથી તે કાયમ રહે છે, કારણ કે આત્મા મૃત્યુ પછી પણ રહે છે અને તે બીજા શરીરમાં જન્મ લે છે. આત્મા જાય છે Page #378 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૫ ૩૪૫ અભૌતિક નિત્ય પદાર્થ છે એમ સિદ્ધ થાય છે. આમ, જડ ભૂતોમાંથી ચેતનની ઉત્પત્તિ ત્રણે કાળમાં સંભવિત નથી. જેવી રીતે ધાવડીનાં ફૂલ, ગોળ આદિ પદાર્થોના મિશ્રણમાંથી મદશક્તિ ઉત્પન્ન થાય છે, તેવી જ રીતે જડ ભૂતોમાંથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે એવો ચાર્વાકનો સિદ્ધાંત અસિદ્ધ થઈ જાય છે. ધાવડીનાં ફૂલ, ગોળ આદિ પદાર્થોમાંથી જે મદશક્તિ ઉત્પન્ન થાય છે, તે જો ચેતન હોત તો ભૂતોથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે એવો પક્ષ સિદ્ધ કરવામાં તે સમુચિત ઉદાહરણ માની શકાત; પરંતુ મદશક્તિ તો અચેતન છે, તેથી ભૂતસમુદાયરૂપ જડ પદાર્થમાંથી ચૈતન્યસ્વરૂપી એવા આત્માની ઉત્પત્તિ માટે ધાવડીનાં ફલ, ગોળ આદિ પદાર્થોના મિશ્રણથી ઉત્પન્ન થતી મદશક્તિનું દૃષ્ટાંત આપવું યથાર્થ નથી. ધાવડીનાં ફૂલ, ગોળ વગેરેમાંથી જે પરિણમે છે તે વસ્તુતઃ જડ જ છે. યકૃતમાંથી જે રસ નીકળે છે તે પણ જડ છે. જડમાંથી જડ જ ઉત્પન્ન થાય. જડમાંથી તેના જેવો જ જડ પદાર્થ નીપજે. જડમાંથી જડ કરતાં સાવ જુદી વસ્તુની ઉત્પત્તિ કઈ રીતે સંભવે? જડમાંથી જડ જ ઉત્પન થઈ શકે, ચૈતન્ય નહીં. ચૈતન્ય એ જડનું પરિણામ હોઈ શકે નહીં. ચેતનાશક્તિ કોઈ મિશ્રણમાંથી બની શકતી નથી, તેથી ચૈતન્યસ્વરૂપી આત્મા એ અસંયોગી, સ્વાભાવિક, સ્વતંત્ર પદાર્થ છે. જો ચાર ભૂતથી આત્મા બનતો હોય તો તે ભૂતના ગુણો આત્મામાં આવવા જોઈએ, કેમ કે ઉપાદાનના ગુણો કાર્યમાં આવે છે. જળરૂપ ભૂતમાં શીતળતા છે તો આત્મામાં પણ શીતળતા દેખાવી જોઈએ, અગ્નિરૂપ ભૂતમાં ઉષ્ણતા છે તો આત્મામાં પણ તે દેખાવી જોઈએ, વાયુની સ્પર્શના આત્મામાં થવી જોઈએ, પૃથ્વીની કઠણતા પણ આત્મામાં દેખાવી જોઈએ; પણ તે સર્વ આત્મામાં દેખાતાં નથી. આમાંનું એક પણ સ્વરૂપ આત્મામાં અનુભવાતું નથી, માટે આત્મા ભૂતોમાંથી બનેલો નથી એમ સિદ્ધ થાય છે. વર્ણાદિ ભૂતોના ગુણ છે, તેથી તે ભૂતોથી બનેલા શરીરાદિમાં તે ગુણો જોવા મળે છે. જો આત્મા ભૂતોમાંથી બનેલો હોય તો તેમાં પણ વર્ણાદિ ગુણો જોવા મળવા જોઈએ, પરંતુ આત્મામાં વર્ણાદિ ગુણ કોઈને પણ જોવા મળતા નથી. ભૂતો જો આત્માના ઉપાદાનકારણરૂપ હોય તો આમ કેમ બને? આત્મા ભૂતસમૂહજન્ય હોય તો આત્મા વર્ણાદિરહિત કઈ રીતે સંભવે? માટે આત્મા પૃથ્વી આદિ ભૂતોથી બનેલો નથી, પણ તેનાથી ભિન્ન પદાર્થ છે. આચાર્યશ્રી નરેન્દ્રસેનજી સિદ્ધાંતસારસંગ્રહ'માં લખે છે કે જીવોને પ્રાપ્ત થયેલ શરીર પૃથ્વી, જળ આદિ ભૂતોથી બનેલું છે, પરંતુ આત્મા આ ભૂતોથી બનેલો નથી, કારણ કે ભૂતો અચેતન હોવાથી તે ચૈતન્યની ઉત્પત્તિમાં ઉપાદાનકારણ થઈ શકતાં નથી. અચેતનનું કાર્ય અચેતન હોય અને ચેતનનું કાર્ય ચેતન Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન હોય; અર્થાત્ સજાતીય કારણથી સજાતીય કાર્ય ઉત્પન્ન થાય છે. તે વિજાતીય કાર્યનું કારણ કદાપિ થઈ શકતું નથી. જેવું કારણ હોય છે તેવું કાર્ય હોય છે. શરીર ભૂતોનું કાર્ય છે, તેથી શરીરમાં વર્ણાદિ ગુણધર્મો દેખાય છે. ચૈતન્યમાં વર્ણાદિ ગુણધર્મોનો અભાવ છે, તેથી તે ભૂતોનું કાર્ય નથી.' પ્રત્યેક કાર્યની ઉત્પત્તિ બે કારણોથી થાય છે - એક ઉપાદાન અને બીજું સહકારી. ઉપાદાનકારણ તે હોય છે જે સ્વયં કાર્યરૂપે પરિણત થઈ જાય છે. જેમ ઘટનું ઉપાદાનકારણ માટી છે. માટી જ ઘટાકાર થાય છે. ઉપાદાનકારણ અને કાર્યની એક જ જાતિ હોય છે. સહકારી કારણ તે છે જે કાર્યની ઉત્પત્તિમાં સહાયતા કરે છે. જેમ ઘટની ઉત્પત્તિમાં કુંભાર, દંડ, ચક્ર આદિ સહકારી કારણ છે. હવે વિચાર એ કરવાનો છે કે ગર્ભાવસ્થામાં જે ચૈતન્ય આવ્યું તેનું ઉપાદાનકારણ શું છે? તેનું ઉપાદાનકારણ પૃથ્વી આદિ ભૂત ન હોઈ શકે, કારણ કે ભૂત ચૈતન્યથી વિજાતીય છે અને વિજાતીયોમાં ઉપાદાન-ઉપાદેયભાવ નથી હોતો. ચૈતન્ય અને ભૂતો વિજાતીય હોવાથી તેમાં ઉપાદાન-ઉપાદેયભાવ હોઈ શકતો નથી. તે વિજાતીય હોવાનું કારણ એ છે કે એ બન્નેનાં લક્ષણ ભિન્ન ભિન્ન છે. જેમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ પ્રાપ્ત થાય છે તે ભૂત છે અને જેમાં જ્ઞાન-દર્શન પ્રાપ્ત થાય છે તે ચૈતન્ય છે. ભૂતોમાં જ્ઞાન-દર્શન પ્રાપ્ત થતાં નથી. સ્પર્ધાદિ ઇન્દ્રિયગોચર છે, જ્યારે જ્ઞાન-દર્શન ઇન્દ્રિયાતીત છે. જ્ઞાન-દર્શન જો ભૂતોના ગુણ હોત તો રૂપ, રસ આદિની જેમ જ્ઞાન-દર્શન આદિનું પણ પ્રત્યક્ષ થાત. તેથી એમ માનવું ઘટે છે કે જ્ઞાનદર્શન પૃથ્વી આદિ ભૂતોનાં લક્ષણ નથી, પરંતુ ચૈતન્યનાં લક્ષણ છે. ભૂત અને ચૈતન્ય બન્નેનાં લક્ષણ ભિન્ન ભિન્ન હોવાથી તેમાં સજાતીયતા સિદ્ધ નથી થઈ શકતી. ભૂત અને ચૈતન્ય વિજાતીય છે અને તેથી ભૂતસમુદાય ત્રિકાળમાં ચૈતન્યનું ઉપાદાનકારણ થઈ શકતું નથી. ચૈતન્ય ભૂતોમાંથી ઉત્પન્ન થઈ શકતું નથી. અચેતન ભૂતોથી ચૈતન્યની ઉત્પત્તિ નથી થતી, પણ અચેતન ભૂતોથી અચેતન શરીરાદિની ઉત્પત્તિ થાય છે. આમ, ભૂતસમુદાયને ચૈતન્યનું ઉપાદાનકારણ માનવું ઉચિત નથી. ચૈતન્ય આગલા ભવમાંથી આવ્યું છે અને તે ચૈતન્ય જ એક ભવથી બીજા ભવમાં જાય છે. જીવ મરીને એક ભવમાંથી બીજા ભવમાં જાય છે. પ્રત્યેક ભવમાં નવા નવા ચૈતન્યની ઉત્પત્તિ નથી થતી, તેથી આત્મા નિત્ય છે. આત્માની નિત્યતા કોઈ પણ પ્રમાણથી વિરોધ પામતી ન હોવાથી આત્માની નિત્યતા અવિરુદ્ધપણે સિદ્ધ થાય છે. ૧- જુઓ : આચાર્યશ્રી નરેન્દ્રસેનજીકૃત, ‘સિદ્ધાંતસારસંહ', અધ્યાય ૪, શ્લોક ૩૯ 'शरीरारम्भकानेकभूतकार्यं न चेतनः । तेषामचेतनत्वेन हेतुत्वं नैव चेतने ।।' Page #380 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૫ ३४७ આમ, આ ગાથામાં શ્રીગુરુએ આત્માની નિત્યતા સિદ્ધ કરવા અર્થે, આત્માનું અનુત્પનપણું દર્શાવવા એ અચળ સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું છે કે જડ એવા પુદ્ગલાદિ દ્રવ્યથી ચેતન એવો આત્મા ઊપજે અને ચેતન એવા આત્માથી જડ એવાં પુદ્ગલાદિ દ્રવ્ય ઊપજે એવો અનુભવ ક્યારે પણ કોઈને થાય નહીં, કારણ કે દ્રવ્યનો સ્વભાવ જ એવો છે કે કોઈ પણ દ્રવ્યથી અન્ય દ્રવ્યની ઉત્પત્તિ થઈ શકે જ નહીં. નહીં જાણનાર પદાર્થોથી જાણપણું ઉત્પન્ન થાય અને જાણનાર પદાર્થોથી જડ પદાર્થો ઉત્પન્ન થાય એવો કોઈને, ક્યારે પણ, કદી પણ અનુભવ થતો નથી. અસંખ્ય વર્ષે પણ જડ પદાર્થોમાંથી જીવ ઉત્પન્ન થયો હોય એમ અનુભવમાં આવતું નથી, તેમ ચેતન પણ ચેતન મટી જડ થઈ ગયું હોય એવું પણ જોવા મળતું નથી. ડૉ. તરુલતાબાઈ મહાસતીજી કહે છે - કોઈ પશુ, પંખી, જંતુ મરી જાય અને તેનું શરીર પડ્યું રહે તો આપણે એમ માનીએ કે થોડી વાર પહેલાં આ હાલતું-ચાલતું હતું ને હવે જડ થઈ ગયું. પણ એમ નહીં. એ જડ થઈ નથી ગયું, જડ રહી ગયું. ચેતન એમાં હતું એ ચાલ્યું ગયું, એટલે જડ શરીર પડી રહ્યું. ચેતન અને જડ જુદાં થઈ ગયાં.૧ જડથી ચેતન કે ચેતનથી જડ બની કે ઊપજી શકે નહીં, કારણ કે તે બન્ને દ્રવ્યોનું અસ્તિત્વ સ્વતંત્ર છે, તેમજ તે બને ત્રિકાળ રહે છે. જડ સદાકાળ જડરૂપે રહે છે અને ચેતન સદાકાળ ચેતનરૂપે રહે છે. જીવ, પુદ્ગલ વગેરે જે છ દ્રવ્યો છે, તેમાંના એક પણ દ્રવ્યમાંથી ક્યારે પણ બીજું દ્રવ્ય ઊપજતું નથી. તેથી અહીં કહ્યું કે એવો અનુભવ “ક્યારે કદી” અર્થાત્ ત્રણે કાળમાં, “કોઈને' અર્થાત્ જ્ઞાની કે અજ્ઞાની - કોઈને પણ થાય નહીં. વસ્તુતઃ જડ કે ચેતન બન્ને દ્રવ્યની ઉત્પત્તિ થતી જ નથી, કારણ કે દ્રવ્યનું અસ્તિત્વ સ્વતઃ છે, સહજ છે. દ્રવ્યમાત્ર પરિણમન પામે, પણ ઉત્પન્ન કે નાશ થાય નહીં. પદાર્થનું પરિણમન થઈ શકે, પણ એનું બંધારણ કોઈ પણ વખત બદલાઈ શકે નહીં. જડનું પરિણમન જડરૂપે અને ચેતનનું પરિણમન ચેતનરૂપે જ થાય. પદ્રવ્યરૂપ પરિણમન કોઈ પણ દ્રવ્યમાં ક્યારે પણ થઈ શકે નહીં. આ પ્રમાણે શ્રીગુરુએ શિષ્યની આત્માના નિત્યત્વ વિષેની શંકાનું સચોટ સમાધાન આપ્યું છે. શિષ્યની શંકા હતી કે આત્મા દેહયોગથી ઊપજે છે અને દેહવિયોગે નાશ પામે છે. જેમ એક કપડું તંતુઓ (સુતર)ના જોડાણથી બને છે ત્યારે તેનામાં સુતરની સફેદી આવે છે, તેમ ભૂતોના મિશ્રણમાંથી બનેલા દેહમાં ચેતના ઊપજે છે. જ્યારે એ કપડું બળી જાય છે ત્યારે તે કપડાંની સાથે તેની સફેદી પણ બળી જાય છે, પછી કંઈ રહેતું નથી; તેમ શરીર ભૂતમાં વિલીન થઈ જતાં ચેતનાશક્તિ પણ નષ્ટ થઈ જાય છે, પછી આત્મા જેવું કાંઈ રહેતું નથી. મૃત્યુ પછી અસ્તિત્વ ધરાવનાર કોઈ તત્ત્વ જ ૧- ડૉ. તરુલતાબાઈ મહાસતીજી, ‘હું આત્મા છું' , ભાગ-૨, પૃ.૭૯ Page #381 -------------------------------------------------------------------------- ________________ ३४८ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન નથી, તેથી ભવાંતર પણ નથી. શ્રીગુરુ તેની આ માન્યતાની અયથાર્થતા દર્શાવતાં જણાવે છે કે જડમાંથી ચેતન કે ચેતનમાંથી જડની ઉત્પત્તિ ત્રણે કાળમાં થતી ન જ હોવાથી દેહનાં ઉત્પત્તિ-લય સાથે આત્માનાં ઉત્પત્તિ-લય માનવાં અયુક્ત છે. ભૂતોના મિશ્રણમાંથી બનેલા દેહમાં આત્મા ઊપજતો નથી અને દેહનો નાશ થવાથી આત્માનો નાશ થતો નથી. આત્મા એ દેહથી ભિન, સ્વતંત્ર, નિત્ય, શાશ્વત દ્રવ્ય છે. દેહ ઉત્પન્ન થાય છે માટે નાશ પામે જ છે. આત્મા અનુત્પન છે, માટે અવિનાશી છે, શાશ્વત છે. દેહની ઉત્પત્તિ પહેલાં અને નાશ પછી પણ તેનું અસ્તિત્વ હોય છે, તેથી એમ કહેવું યોગ્ય નથી કે આત્મા શરીરના સ્થિતિકાળ સુધી જ રહે છે. યોગથી આત્મા ઊપજે છે અને દેહવિયોગે તે નાશ પામે છે એ માન્યતા બિલકુલ મિથ્યા છે. શ્રી ગિરધરભાઈ આ ગાથાની પાદપૂર્તિ કરતાં લખે છે – ‘જડથી ચેતન ઊપજે, તે કોઈ રીતે ન મનાય; અગ્નિથી જળ વરસવું, એ તો ઘટે ન જાય. જો વંધ્યાથી પુત્ર તો, ચેતનથી જડ થાય; દોષ અસંભવ સર્વથા, વૃથા અનંત ઉપાય. ગગન પુષ્પને ગૂંથીને, કંઠ ધરી વરમાળ; એવો અનુભવ કોઈને, થયો નહીં કોઈ કાળ. એ રીતે જડથી કદી, ચેતનપણું ન પમાય; ચેતન તે જડરૂપ પણ, ક્યારે કદી ન થાય.'' ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૨૯-૨૩૦ (શ્રી ગિરધરભાઈરચિત, 'શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ , ગાથા ૨૫૭-૨૬૦) Page #382 -------------------------------------------------------------------------- ________________ [1ฆ - 45 เป เเท ก. get(6 ใน เเ ด ๆ เon, ดา เคน จาม. Page #383 -------------------------------------------------------------------------- ________________ Page #384 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૬૬ - ગાથા ૬૫માં શ્રીગુરુએ કહ્યું કે જડથી ચેતન ઊપજે અને ચેતનથી જડ થાય ભૂમિકા ' એવો અનુભવ કોઈને ક્યારે, કદી પણ થવો સંભવે નહીં. ત્રણે કાળમાં જડ દેહમાંથી ચેતન આત્માની ઉત્પત્તિ થાય નહીં, કારણ કે જડ જડરૂપે અને ચેતન ચેતનરૂપે જ સદાકાળ રહે છે. સંયોગમાત્રનો વિચાર કરતાં એવો કોઈ સંયોગ જણાતો નથી કે જેનાથી આત્માની ઉત્પત્તિ થઈ શકે. આત્મા સંયોગનો જ્ઞાતા છે, સંયોગજન્ય નથી; તેથી અસંયોગી જ્ઞાયકસ્વભાવી આત્માની ઉત્પત્તિ જડ દ્રવ્યથી થઈ શકે એમ માનવું મિથ્યા છે એમ જણાવી, ગાથા ૬૪-૬૫ દ્વારા શ્રીગુરુએ આત્માનું અનુત્પન્નપણું સિદ્ધ કર્યું. હવે આ ગાથામાં આત્માના અનુત્પનપણાના આધારે આત્માનું અવિનાશીપણું સિદ્ધ કરતાં શ્રીગુરુ કહે છે – કોઈ સંયોગોથી નહિ, જેની ઉત્પત્તિ થાય; | ગાથા નાશ ન તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય.” (૬૬) જેની ઉત્પત્તિ કોઈ પણ સંયોગોથી થાય નહીં, તેનો નાશ પણ કોઈને વિષે અર્થ થાય નહીં, માટે આત્મા ત્રિકાળ “નિત્ય' છે. (૬૬) કોઈ પણ સંયોગોથી જે ઉત્પન્ન ન થયું હોય અર્થાત્ પોતાના સ્વભાવથી કરીને જે પદાર્થ સિદ્ધ હોય, તેનો લય બીજા કોઈ પણ પદાર્થમાં થાય નહીં; અને જો બીજા પદાર્થમાં તેનો લય થતો હોય, તો તેમાંથી તેની પ્રથમ ઉત્પત્તિ થવી જોઈતી હતી, નહીં તો તેમાં તેની લયરૂપ ઐક્યતા થાય નહીં. માટે આત્મા અનુત્પન્ન અને અવિનાશી જાણીને નિત્ય છે એવી પ્રતીતિ કરવી યોગ્ય લાગશે. (૬૬) વૈજ્ઞાનિકો ગમે તેટલા પ્રયોગો કરે, ગમે તેટલી મથામણ કરે તો પણ કોઈ ભાવાર્થ a] પણ સંયોગોથી આત્માની ઉત્પત્તિ થવી સંભવતી નથી; અર્થાત્ આત્મા અસંયોગી, સ્વાભાવિક પદાર્થ છે. જેની ઉત્પત્તિ કોઈ પણ સંયોગોથી થઈ ન હોય તેનો નાશ પણ કોઈ દ્રવ્યમાં થઈ શકે નહીં. આત્માનું કોઈ દ્રવ્યમાં રૂપાંતર નથી થતું, તેથી એમ જણાય છે કે આત્મા એક નિત્ય પદાર્થ છે. જે ઉત્પન્ન થાય છે તેનો નાશ થાય જ છે એવો નિયમ છે, અર્થાત્ સંયોગજન્ય ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૪૨ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન) Page #385 -------------------------------------------------------------------------- ________________ ઉપર ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પદાર્થોનો વિયોગ અવશ્ય થાય છે. ઘટ-પટ આદિ પદાર્થો સંયોગજન્ય હોવાથી તેનો વિયોગ અવશ્ય થાય છે. પરંતુ આત્મા એ કોઈ સંયોગજન્ય પદાર્થ નથી. તે એક સ્વાભાવિક પદાર્થ છે. કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતનસત્તા પ્રગટ થવા યોગ્ય નથી, તેથી તેનો નાશ થઈ તે વીખરાઈ જાય કે અન્ય દ્રવ્યરૂપે પરિણમી જાય કે અન્ય દ્રવ્યમાં ભળી જઈ પોતાનો સ્વાધીન સ્વભાવ છોડી દે એમ ક્યારે પણ બનતું નથી. આમ, આત્મા સ્વભાવથી જ અનુત્પન્ન અને અવિનાશી છે. તે ધૃવસ્વભાવી, ત્રિકાળવત, નિત્ય પદાર્થ છે. આત્માની ઉત્પત્તિ વિષે બે વિકલ્પોની શક્યતા છે. તે કાં તો જડમાંથી વિશેષાર્થ) ૨) ઉત્પન્ન થાય છે અથવા તો ચેતનમાંથી. આત્માની ઉત્પત્તિ જડમાંથી થાય છે એ પ્રથમ વિકલ્પની શક્યતા છે કે નહીં તેનો ઉત્તર ગાથા ૬૪-૬૫માં શ્રીગુરુએ આપ્યો. તેના ઉપર વિચાર કરતાં જણાયું કે આત્મા કોઈ પણ પ્રકારનાં પુદ્ગલો મળવાથી ઉત્પન્ન થઈ શકતો નથી. જેમ રસાયણશાસ્ત્રીઓ હાઇડ્રોજન, નાઇટ્રોજન વગેરે મેળવીને કોઈ નવો પદાર્થ બનાવે છે, તેમ આત્માને કોઈ બનાવી શકતું નથી. આત્મા કોઈ પણ પ્રકારના જડ પદાર્થોના મિશ્રણથી કે સંયોગથી ઉત્પન્ન થતો નથી તે ગાથા ૬૪-૬૫ દ્વારા સ્પષ્ટ થતાં એમ સિદ્ધ થાય છે કે જડમાંથી ચૈતન્યની ઉત્પત્તિ કદાપિ સંભવિત નથી. શરીરમાંથી ક્યારે પણ આત્માની ઉત્પત્તિ થતી નથી. હવે બીજો વિકલ્પ કે ચેતનમાંથી ચેતન ઉત્પન્ન થાય છે એનો વિચાર કરીએ. કોઈ એમ દલીલ કરી શકે કે પુત્રના ચૈતન્યની ઉત્પત્તિનું કારણ માતાનું ચૈતન્ય છે. માતા કારણ છે અને ગર્ભસ્થ બાળક કાર્ય છે. જો આ વાત માનવામાં આવે તો માતાએ જે અનુભવ્યું હોય, તેની વાસના (સંસ્કાર) માતામાં પડી હોય, તે વાસનાનો તેના બાળકમાં સંક્રમ થવો જોઈએ. કારણની વાસનાનો કાર્યમાં સંક્રમ અવશ્ય થતો હોવાથી, કારણરૂપ માતાએ પાંચ ઇન્દ્રિયોથી જે જે અનુભવ્યું હોય, તેની વાસના તેનામાં પડી હોય; તે વાસનાનો કાર્યસ્વરૂપ બાળકમાં સંક્રમ થવો જોઈએ અને તેથી બાળકને પણ માતાએ અનુભવેલા પદાર્થનું સ્મરણ થવું જોઈએ. પરંતુ એમ થતું ક્યારે પણ કોઈએ જાણ્યું નથી; તેથી ચેતનથી ચેતન ઊપજે એ વિકલ્પ યોગ્ય ઠરતો નથી. ચેતનમાંથી ચેતનની ઉત્પત્તિ થાય છે એ વિકલ્પનું નિરાકરણ કરતાં આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય'માં લખે છે કે જો માતાનું ચૈતન્ય પુત્રમાં ચૈતન્ય ઉત્પન્ન કરે છે એમ માનવામાં આવે તો માતાનો સમસ્ત અનુભવ ગર્ભસ્થ જીવમાં પણ આવી જવો જોઈએ, અર્થાત્ માતાએ અનુભવેલા વિષયસુખાદિનો અનુભવ, તેના સંસ્કાર, સ્મૃતિ વગેરેનો પ્રવેશ ગર્ભમાં રહેલ પુત્રમાં થવો જોઈએ, કારણ કે ઉપાદાનના ગુણો કાર્યમાં અવશ્ય હોય જ. પરંતુ આમ બનતું નહીં હોવાથી આ માન્યતા સ્વીકાર્ય Page #386 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૬ ૩૫૩ થતી નથી. ૧ આમ, જડ દેહ કે માતાનું ચૈતન્ય બાળકના ચૈતન્યના ઉપાદાનકારણરૂપે સાબિત નહીં થતાં એ સિદ્ધ થાય છે કે આત્મા બનાવી શકાય એવી વસ્તુ નથી. આત્મા કોઈ પણ મિશ્રણમાંથી ઉત્પન્ન થતો નથી. આત્મા અનુત્પન્ન પદાર્થ છે. તે સ્વાભાવિક વસ્તુ છે. આત્મા એ કાર્ય કે પરિણામ (effect) નથી, પરંતુ સહજ સ્વાભાવિક દ્રવ્ય છે. આત્મા કોઈ પણ સંયોગથી ઉત્પન્ન થતો ન હોવાથી, પોતાના સ્વભાવથી જ સિદ્ધ હોવાથી તેનો લય બીજા કોઈ પણ પદાર્થમાં થતો નથી. કોઈ પણ સંયોગ દ્વારા જે પદાર્થ ઉત્પન્ન થતો ન હોય, એટલે કે પોતાના સ્વભાવથી જે પદાર્થ સિદ્ધ હોય; સ્વતઃસિદ્ધ હોવાથી જે અનાદિ હોય; સ્વભાવનો અંત કોઈ કાળે થતો નહીં હોવાથી જે અનંત હોય; એવા અનાદિ-અનંત પદાર્થનો લય બીજા કોઈ પદાર્થમાં થઈ શકે નહીં, અન્ય પદાર્થમાં મળી જઈ તે પોતાનો સ્વાધીન સ્વભાવ કદી છોડે નહીં. જો બીજા પદાર્થમાં તેનો લય થતો હોય તો તે બીજા પદાર્થમાંથી તેની ઉત્પત્તિ પ્રથમ થવી જોઈતી હતી, નહીં તો તે મૂળ પદાર્થને વિષે તે ઉત્પન્ન પદાર્થની લયરૂપ ઐક્યતા સંભવે નહીં. આત્મા અન્ય પદાર્થમાં લય પામતો હોય તો તેમાંથી તેની ઉત્પત્તિ પહેલાં થવી જોઈએ, નહીં તો તેમાં તેની લયરૂપ ઐક્યતા થાય નહીં. આત્મા અનુત્પન હોવાથી તે અન્ય દ્રવ્યમાં ભળી શકતો નથી, તેથી તેનો વિનાશ પણ થતો નથી. આત્મા ક્યારે પણ ઊપજતો નથી, વીણસતો નથી. આત્મા અનુત્પન્ન અને અવિનાશી છે, અર્થાત્ તે નિત્ય છે. જડમાંથી ચેતનની ઉત્પત્તિ કોઈ કાળે થાય જ નહીં અને ચેતનમાંથી પણ જડની ઉત્પત્તિ ત્રણે કાળમાં થાય જ નહીં. જડ સદાકાળ જડરૂપે રહે છે અને ચેતન સદાકાળ ચેતનરૂપે રહે છે. જડ ચૈતન્યપણું પામતું નથી અને ચૈતન્ય જડપણું પામતું નથી. જડ પોતાનું જડપણું તજી આત્મારૂપ થતું નથી અને જ્ઞાનાદિ ગુણરૂપ પોતાના સ્વરૂપને તજીને આત્મા જડરૂપ પરિણમતો નથી. દેહાદિ જડને ચિદાનંદ આત્માનો સંયોગ હોય તોપણ તે આત્મારૂપે પરિણમતાં નથી, તેમજ સહજાન્મસ્વરૂપી આત્માને દેહાદિ જડનો સંયોગ હોય તોપણ તે જડરૂપ થતો નથી. તેઓ એકબીજામાં રૂપાંતરિત થતાં નથી. ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, શાસ્ત્રવાર્તાસમુચ્ચય', શ્લોક ૭૨ __'तद्वैलक्षण्यसंवित्तेः मातृचैतन्यजे ह्ययम् । सुते तस्मिन्न दोषः स्यान्न न भावेऽस्य मातरि ।।' સરખાવો : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૪, શ્લોક ૭૮ ર ઢોષ: RI[ Bર્વે વાસનાસંમઘિ ન | भ्रूणस्य स्मरणापत्तेरंबानुभवसंक्रमात् ।।' Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તેઓ અન્યરૂપે પરિણમતાં નથી. તેઓ બન્ને નિજ નિજરૂપે જ પરિણમે છે. બન્ને દ્રવ્યો પોતપોતાના સ્વભાવમાં રહે છે. અનાદિ કાળની આ મર્યાદા છે. સમગ્ર બ્રહ્માંડમાં અનાદિ કાળથી જેટલા જીવ છે અને જેટલાં પરમાણુ છે, તેટલાં જ અનંત કાળ સુધી રહેશે. તેમાં એક જીવની કે એક પરમાણુની કદાપિ વધ-ઘટ થશે નહીં, પરંતુ પરમાણુમાં એકઠા થવાનો તેમજ વીખરાવાનો સ્વભાવ હોવાથી પરમાણુઓના સંયોગરૂપ પદાર્થોનાં ઉત્પત્તિ-નાશ થતાં રહે છે, જ્યારે ચૈતન્યસ્વરૂપી આત્મામાં મળવુંવીખરાવું થતું ન હોવાથી તે તો જેમ છે તેમ જ એકરૂપ સદેવ, શાશ્વત કાળ સુધી રહે છે. આત્મામાં પરિણમન થાય છે, પણ તેનો મૂળ સ્વભાવ જેવો છે તેવો એકરૂપ જ રહે છે. પરમાણુઓના સંયોગરૂપ અવસ્થાઓની ઉત્પત્તિ છે તેથી તેનો નાશ પણ છે, અર્થાત્ સંયોગનો વિયોગ થતાં અવસ્થાનો અંત આવે છે; પરંતુ અસંયોગી એવો આત્મા અનુત્પન્ન છે અને તેની સંયોગથી ઉત્પત્તિ થઈ ન હોવાથી તેનો લય કોઈ પણ પદાર્થના વિયોગના કારણે થઈ શકતો નથી. આત્માની ઉત્પત્તિ થઈ ન હોવાથી તેનો નાશ પણ થઈ શકતો નથી. આત્મા નિત્ય પદાર્થ છે. દેહ અનંત પુદ્ગલપરમાણુઓના સંયોગથી ઉત્પન્ન થાય છે. અનંત પરમાણુઓને ગ્રહણ કરીને જીવ દેહની રચના કરે છે. વળી, દેહને ટકાવી રાખવા માટે જીવ આહાર દ્વારા બીજાં પરમાણુઓને ગ્રહણ કર્યા કરે છે. એ જ પ્રમાણે ઘટ-પટ આદિ પદાર્થો પણ પુદ્ગલપરમાણુઓના સંયોગથી ઉત્પન્ન થાય છે. જેનો સંયોગ થાય છે તેનો વિયોગ અવશ્ય હોય છે. તેથી જે દેહની ઉત્પત્તિ પરમાણુઓના સંયોગથી થઈ છે, તે દેહનો નાશ તે પરમાણુઓના વિયોગના કારણે અવશ્ય થાય છે. દેહનો નાશ થઈને તે ફરીથી પુદ્ગલપરમાણુરૂપ થઈ જાય છે, અર્થાત્ પરમાણુરૂપે તે વીખરાઈ જાય છે. ઘટપટાદિ પદાર્થો સંયોગથી ઉત્પન્ન થયા છે, તેનો પણ કોઈક દિવસ અવશ્ય નાશ થાય છે; પરંતુ જે સ્વાભાવિક અસંયોગી છે, તેનો નાશ થવો, અન્ય દ્રવ્યમાં ભળી જવું સંભવિત નથી. આત્મા કોઈ પણ સંયોગથી બનેલો નથી. તેથી આત્મા વીખરાઈ જતો નથી, માટે આત્મા નિત્ય પદાર્થ છે. આ જગતનો એવો નિયમ છે કે જેની ઉત્પત્તિ છે તેનો નાશ છે. જે બને છે તે બગડે છે. જેનો આદિ છે તેનો અંત છે. જે જન્મે છે તે મરે છે. શરીર ઉત્પન્ન પણ થાય છે અને નષ્ટ પણ થાય છે. શરીર બને પણ છે અને બગડે પણ છે. શરીરનો આદિ પણ છે અને અંત પણ છે. શરીર જન્મ પણ છે અને મરે પણ છે. આમ, શરીર અજર, અમર, શાશ્વત નથી; જ્યારે આત્મા અજર છે, અમર છે, શાશ્વત છે. શરીર સદાકાળ ટકતું નથી, પણ આત્મા ત્રિકાળ ટકે છે. આત્મા અનુત્પન્ન છે, તેથી અવિનાશી છે. તે કોઈ પણ પદાર્થમાંથી, પદાર્થોના મિશ્રણમાંથી બનતો નથી, માટે Page #388 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૬ ૩૫૫ બગડતો પણ નથી. તેનો આદિ નથી, માટે અંત પણ નથી. આત્માનો જન્મ નથી, તેથી મૃત્યુ પણ નથી. આમ, આત્મા નિત્ય, શાશ્વત, અનાદિ, અનંત, અજર અને અમર છે. આ પ્રમાણે જેની ઉત્પત્તિ થાય તેનો નાશ થાય એવો નિયમ હોવાથી શરીર વિનાશવાળું છે, કારણ કે તે ઉત્પન્ન થાય છે; પરંતુ આત્મા વિનાશવાળો નથી, કારણ કે તે અનુત્પન્ન છે. શરીર પંચ ભૂતનું બનેલું છે. તે સંયોગથી ઉત્પન્ન થયેલું હોવાથી અવશ્ય નાશ પામે છે. શરીર ઉત્પન્ન થાય છે, તેથી તેનો નાશ થાય છે; પણ આત્માની ઉત્પત્તિ થતી ન હોવાથી તેનો નાશ પણ થતો નથી. જેની ઉત્પત્તિ કોઈ પણ દ્રવ્યથી થતી નથી તેવા આત્માનો નાશ કઈ રીતે થઈ શકે? જે જે વસ્તુઓ સંયોગથી બને તે સર્વ નાશવંત હોય છે, પણ જેની કોઈ પણ સંયોગોથી ઉત્પત્તિ થઈ ન હોય તેનો નાશ પણ ન થઈ શકે. તેનું કોઈ દ્રવ્યમાં રૂપાંતર પણ ન થઈ શકે. જેની ઉત્પત્તિ કોઈ પણ સંયોગોથી થતી નથી, તેનો લય પણ કોઈને વિષે સંભવતો નથી. આત્માના નિત્યત્વ વિષે શ્રીમદ્ છ પદના પત્રમાં લખે છે – ‘ઘટપટઆદિ પદાર્થો અમુક કાળવર્તી છે. આત્મા ત્રિકાળવર્તી છે. ઘટપટાદિ સંયોગે કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે; કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવયોગ્ય થતા નથી. કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતનસત્તા પ્રગટ થવા યોગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસંયોગી હોવાથી અવિનાશી છે, કેમકે જેની કોઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય, તેનો કોઈને વિષે લય પણ હોય નહીં.” અહીં શ્રીમદ્ જણાવે છે કે ઘડો, વસ્ત્ર વગેરે પદાર્થો અમુક સમયે, અમુક વ્યક્તિ દ્વારા, અમુક પદાર્થોના સંયોજનથી બને છે. ઘડો માટી, પાણી વગેરેના સંયોગથી બનેલો છે. કપડું રૂના તાણાવાણાથી બને છે. રૂને વણવામાં આવે છે ત્યારે એ કપડું બને છે, એટલે કપડું સંયોગથી બનેલું છે. ઘટ, પટ આદિ જડ પદાર્થો સંયોગથી ઉત્પન્ન થાય છે, પણ આત્મા તો અસંયોગી છે. આત્માને કોઈ વ્યક્તિ અમુક પદાર્થોના સંયોજન દ્વારા બનાવી શક્યું હોય એમ જોવા-જાણવા મળ્યું નથી, એટલે કે આત્મા સંયોગી પદાર્થ નથી પણ સ્વાભાવિક પદાર્થ છે. આત્મા સંયોજનથી, મિશ્રણથી બનેલું દ્રવ્ય ન હોવાથી સ્વાભાવિક દ્રવ્ય છે, અનુત્પન્ન છે. આત્મા ત્રણે કાળે સંયોગોથી ઉત્પન્ન ન કરી શકાય એવો છે અને જે અસંયોગી હોય તે અવિનાશી જ હોય છે. કોઈ અન્ય વસ્તુના મિશ્રણ વગેરેથી ન બનેલો એવો આત્મા કેવી રીતે નાશ પામે? આત્મા કદાપિ નાશ પામી શકતો નથી. ઘટ, પટ આદિ પદાર્થો નાશવંત છે, પરંતુ આત્મા નાશવંત નથી. ઘટ, પટ આદિ જડ પદાર્થો પુદ્ગલપરમાણુઓના સંયોગથી, તેના એકત્રિત થવાથી બને છે. તે પરમાણુઓ છૂટાં પડે ત્યારે ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૯૪ (પત્રાંક-૪૯૩, ‘છ પદનો પત્ર') Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩પ૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તે પદાર્થોનો નાશ થાય છે. સોનું ઘસાતાં ઘસાતાં અમુક કાળે નાશ પામે છે. સંયોગથી બનેલા પદાર્થો તે સંયોગ છૂટો પડતાં નાશ પામે છે. જે અમુક સંયોગોથી બન્યો હોય તે એ સંયોગો નાશ પામે ત્યારે અવશ્ય નાશ પામે છે, પરંતુ આત્મા કોઈ સંયોગોથી ઉત્પન્ન થતો નથી અને જે સંયોગોથી ઉત્પન્ન ન થાય એનો નાશ છે જ નહીં. આમ, ઘડો આદિ જગતના સર્વ પદ્ગલિક પદાર્થો અમુક કાળ પછી અવશ્ય નાશ પામે છે, તૂટી-ફૂટી જાય છે. રૂપી પૌગલિક પદાર્થો નાશવંત - અમુક કાળવાર્તા છે, પણ અરૂપી આત્મા અજર, અમર, અવિનાશી, શાશ્વત, ત્રિકાળવાર્તા છે. સંયોગથી ઉત્પન્ન થયેલી બધી જ પૌગલિક વસ્તુને કાળમર્યાદા હોય છે, જ્યારે આત્મા સંયોગોથી ઉત્પન્ન થતો ન હોવાથી ત્રિકાળવર્તી છે. ઘડો, કપડું આદિ જડ વસ્તુઓ અનિત્ય છે, જ્યારે આત્મા નિત્ય છે. આ રીતે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિથી નહીં ઊપજેલો એવો આત્મા નામનો પદાર્થ સ્વભાવસિદ્ધ, સાહજિક અને અનાદિ-અનંત છે એમ ઠરે છે. શ્રીમદ્ અન્યત્ર લખે છે – ‘જેમ ઘટપટાદિ જડ વસ્તુઓ છે તેમ આત્મા જ્ઞાનસ્વરૂપ વસ્તુ છે. ઘટપટાદિ અનિત્ય છે, ત્રિકાળ એકસ્વરૂપે સ્થિતિ કરી રહી શકે એવા નથી. આત્મા એકસ્વરૂપે ત્રિકાળ સ્થિતિ કરી શકે એવો નિત્ય પદાર્થ છે. જે પદાર્થની ઉત્પત્તિ કોઈ પણ સંયોગોથી થઈ શકી ન હોય, તે પદાર્થ નિત્ય હોય છે. આત્મા કોઈ પણ સંયોગોથી બની શકે એમ જણાતું નથી. કેમકે જડના હજારોગમે સંયોગો કરીએ તોપણ તેથી ચેતનની ઉત્પત્તિ નહીં થઈ શકવા યોગ્ય છે. જે ધર્મ જે પદાર્થમાં હોય નહીં તેવા ઘણા પદાર્થો ભેળા કરવાથી પણ તેમાં જે ધર્મ નથી, તે ઉત્પન્ન થઈ શકે નહીં, એવો સૌને અનુભવ થઈ શકે એમ છે. જે ઘટપટાદિ પદાર્થો છે તેને વિષે જ્ઞાનસ્વરૂપતા જોવામાં આવતી નથી. તેવા પદાર્થોના પરિણામાંતર કરી સંયોગ કર્યો હોય અથવા થયા હોય તોપણ તે તેવી જ જાતિના થાય, અર્થાત જડસ્વરૂપ થાય, પણ જ્ઞાનસ્વરૂપ ન થાય. તો પછી તેવા પદાર્થના સંયોગે આત્મા કે જેને જ્ઞાની પુરુષો મુખ્ય જ્ઞાનસ્વરૂપ લક્ષણવાળો કહે છે, તે તેવા (ઘટપટાદિ, પૃથ્વી, જળ, વાયુ, આકાશી પદાર્થથી, ઉત્પન્ન કોઈ રીતે થઈ શકવા યોગ્ય નથી. જ્ઞાનસ્વરૂપપણું એ આત્માનું મુખ્ય લક્ષણ છે, અને તેના અભાવવાળું મુખ્ય લક્ષણ જડનું છે. તે બન્નેના અનાદિ સહજ સ્વભાવ છે. આ તથા બીજાં તેવાં સહસ્ત્રગમે પ્રમાણો આત્માને નિત્ય પ્રતિપાદન કરી શકે છે. તેમ જ તેનો વિશેષ વિચાર કર્યો સહજસ્વરૂપ નિત્યપણે આત્મા અનુભવવામાં પણ આવે છે. જેથી સુખદુઃખાદિ ભોગવનાર, તેથી નિવર્તનાર, વિચારનાર, પ્રેરણા કરનાર એ આદિ ભાવો જેના વિદ્યમાનપણાથી અનુભવમાં આવે છે, તે આત્મા મુખ્ય ચેતન (જ્ઞાન) લક્ષણવાળો છે; અને તે ભાવે (સ્થિતિએ) કરી તે સર્વકાળ રહી શકે Page #390 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૬ ૩૫૭ એવો નિત્ય પદાર્થ છે, એમ માનવામાં કંઈ પણ દોષ કે બાધ જણાતો નથી, પણ સત્યનો સ્વીકાર થયારૂપ ગુણ થાય છે.” આત્માને કોઈ પણ પ્રકારે ઉત્પન્ન કરી શકાતો નથી તેમજ આત્માના અનંત જ્ઞાનાદિ સ્વરૂપનો નાશ પણ કરી શકાતો નથી. નવીન આત્માને કોઈ ઉત્પન્ન કરી શકતું નથી અને તેનો ઘાત પણ કોઈ કરી શકતું નથી. આત્મા શસ્ત્રોથી છેડાતો નથી, ભેદાતો નથી. અગ્નિ તેને બાળી શકતો નથી. ઘણી ઊંચાઈથી પ્રાણી પડે તો તેના દેહનો નાશ થઈ જાય છે, પરંતુ ક્યારે પણ આત્માનો નાશ થતો નથી. તે સમયે આત્મા અને શરીરનો વિયોગ થાય છે, બાકી આત્માને કંઈ થતું નથી. આત્મા અમર છે. આત્મા મરતો નથી. તે શરીરને છોડીને જતો રહે છે. મૃત્યુ વખતે આત્મા જૂનું શરીર છોડી દે છે અને નવા શરીરમાં ચાલ્યો જાય છે. જેમ જીર્ણ વસ્ત્ર કાઢી નાખીને નવું વસ્ત્ર પહેરવામાં આવે છે, તેમ આત્મા જૂનું શરીર મૂકીને નવું શરીર ધારણ કરે છે. તે ચોર્યાસી લાખ યોનિમાં નવાં નવાં શરીર ધારણ કરે છે. નિત્ય, ધ્રુવ એવો આત્મા શરીરો બદલતો જાય છે અને મનુષ્ય, તિર્યંચ આદિ જુદાં જુદાં રૂપ ધારણ કરે છે. અનાજમાં જેમ પારાની ટીકડી નાખવાથી અનાજ સડતું નથી, તેમ આત્મા શરીરમાં જ્યાં સુધી હોય ત્યાં સુધી શરીર સડતું નથી. આત્મા શરીરમાંથી નીકળી જાય કે તરત જ તેમાં બગાડ શરૂ થવા માંડે છે. તેથી મૃત શરીરને કોઈ ઘરમાં રાખતું નથી અને તેને જેમ બને તેમ જલદીથી બાળી નાંખવામાં કે દફનાવવામાં આવે છે. આત્મા કદી નાશ ન પામે એવી સનાતન વસ્તુ છે. ભલે ચક્ષુ, હસ્ત વગેરે અંગ નષ્ટ થઈ જાય, પણ આત્માનો એક અંશ પણ નાશ પામતો નથી. પૂર્વભવમાં આત્માના જેટલા પ્રદેશો હોય તેટલા પ્રદેશો સહિત જ વર્તમાન ભવમાં આત્મા શરીરમાં બિરાજે છે. આત્મા વર્તમાન દેહ મૂકી દે ત્યારે તે પોતાના અસંખ્ય પ્રદેશ સહિત બીજી જગ્યાએ જાય છે, એટલે કે તેનો એક પણ પ્રદેશ ખંડિત થતો નથી. આત્મા અનંત કાળથી ચતુર્ગતિનાં અનંત દુઃખને વેદતો વેદતો સંસારમાં ફરે છે, છતાં તેના અસંખ્યાત પ્રદેશોમાંથી એક પ્રદેશ પણ છૂટો પડતો નથી. તે સંપૂર્ણપણે પોતાના સ્વરૂપે અખંડિત રહ્યો છે, રહે છે અને રહેશે. ત્રણે કાળ તેનું તેમ જ હોવાપણું છે. આત્મા સત્પદાર્થ છે અને તે ત્રિકાળવર્તી છે. આત્મા ઉત્પન્ન થતો ન હોવાથી પૂર્વકાળમાં પણ તે હતો, વર્તમાનમાં છે અને મરણ વખતે આત્મા નાશ ન પામતાં શરીરને છોડીને બીજે જતો રહેતો હોવાથી ભવિષ્ય કાળમાં પણ તે રહે છે. કોઈ પણ સંયોગી પદાર્થ ત્રિકાળ ટકી શકતો નથી, પણ જે અસંયોગી પદાર્થ હોય છે તે ત્રિકાળ ટકે છે. તેથી આત્મા નિત્ય છે. શ્રી ધીરજલાલ ડાહ્યાભાઈ મહેતા લખે છે કે – ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૨૫ (પત્રાંક-પ૩૦) Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન “આ સંસારમાં જે જે પદાર્થો સંયોગજન્ય હોય છે. તેઓનો જ વિનાશ હોય છે. જેમ ઘટ-પટ સંયોગજન્ય છે તેથી તેઓનો વિનાશ પણ છે. પરંતુ જે જે પદાર્થો સંયોગજન્ય નથી તે તે પદાર્થોનો વિનાશ પણ હોતો જ નથી. જેમકે આકાશ. એ રીતે આત્મા પણ કોઈ પણ પ્રકારના અવયવોના સંયોગ વડે જન્ય નથી માટે તેનો વિનાશ પણ નથી. તેથી આ આત્મા સદાકાળ નિત્ય છે.' આત્મા નિત્ય હોવા છતાં શિષ્ય તેને અનિત્ય માની બેઠો છે. આત્માને યથાર્થ સ્વરૂપે તે ઓળખતો નથી. આત્માનાં ઉત્પત્તિ-નાશ માનવાં એ ભ્રાંતિ છે. વિચાર કરતાં સમજાય છે કે આત્મા જડ કે ચેતન કોઈ પણ પ્રકારના પદાર્થોના સંયોગથી ઊપજતો નથી. આત્મા સ્વાભાવિક દ્રવ્ય છે, અસંયોગી છે. તેનો નાશ થવો, તેનું અન્ય દ્રવ્યમાં ભળી જવું શક્ય નથી. આત્મા અનુત્પન્ન અને અવિનાશી હોવાથી નિત્ય, શાશ્વત પદાર્થ છે એમ સ્પષ્ટપણે સિદ્ધ થાય છે. અનુત્પન અને અવિનાશી એવો આત્મા નિત્ય છે, ત્રિકાળવત સદાસ્થાયી પદાર્થ છે, શાશ્વત સનાતન વસ્તુ છે એવી વિચારવાનને અવશ્ય પ્રતીતિ થાય છે. વિચારવાન જીવને આત્માની નિત્યતાનો દઢ નિર્ધાર થાય છે. આમ, અહીં તર્કયુક્ત દલીલથી શ્રીગુરુએ શુદ્ધ ચૈતન્યસ્વભાવી આત્માની નિત્યતા સિદ્ધ કરી છે. એનું સમ્યફપણે ગ્રહણ કરવાથી દેહાદિથી ભિન્ન જ્ઞાન-દર્શનમય આત્માનું અસ્તિત્વ નિત્યરૂપે છે એવી અડગ શ્રદ્ધા થાય છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – કોઈ સંયોગોથી નહીં, ઊપજે જેમ આકાશ; તેમ જીવની ઉત્પત્તિ, માનો માત્ર આભાસ. જેમ ન અન્ય સંયોગથી, જેની ઉત્પત્તિ થાય; તો પછી કોઈ રીતે કરી, નાશ ન તેનો થાય. સર્વ પદારથને વિષે, કરે જ્ઞાનથી વાસ; નાશ ન તેનો કોઈમાં, નિત્યપણું એ ખાસ. જન્મી તરત તે આત્મા, સ્તનથી દૂધ પીવાય; પૂર્વ જન્મ અભ્યાસથી, તેથી નિત્ય સદાય.” ૨ ૧- શ્રી ધીરજલાલ ડાહ્યાભાઈ મહેતા, ‘આત્મ-સિદ્ધિ-શાસ્ત્ર', પૃ.૪૦ ૨- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૩૦ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ' , ગાથા ૨૬૧-૨૬૪). Page #392 -------------------------------------------------------------------------- ________________ गाथा - ६७ जो ५६- १३nt, २१५fatan, ०२-११२, ०५ nिchar i.. Page #393 -------------------------------------------------------------------------- ________________ Page #394 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૬૭. ભૂમિકા .... ગાથા ૬૬માં શ્રીગુરુએ કહ્યું કે કોઈ પણ સંયોગોથી જે પદાર્થ ઊપજતો 23 નથી, તેનો નાશ પણ કોઈને વિષે થતો નથી. આત્મા સંયોગજન્ય પદાર્થ નથી પણ સ્વાભાવિક અસંયોગી પદાર્થ છે, માટે આત્મા ત્રિકાળવતી - નિત્ય પદાર્થ છે. ગાથા ૬૦માં રજૂ કરેલી દલીલ - “બીજી શંકા થાય ત્યાં, આત્મા નહિ અવિનાશ; દેહયોગથી ઊપજે, દેહવિયોગે નાશ', અર્થાત્ દેહયોગથી આત્માની ઉત્પત્તિ થાય છે અને દેહવિયોગે આત્મા નાશ પામે છે, તેનું સમાધાન શ્રીગુરુએ ગાથા ૬૨થી શરૂ કરીને ગાથા ૬૬ સુધી ન્યાયયુક્ત દલીલો દ્વારા કર્યું. તર્ક અને યુક્તિના આધારે શ્રીગુરુએ આત્માનું અનુત્પન્નપણું તથા અવિનાશીપણું બતાવી, આત્માનું નિત્યપણું સિદ્ધ કરી આપ્યું. શ્રીગુરુએ આત્માના નિત્યત્વ વિષે આપેલા સમાધાન ઉપર વિશેષ વિચાર કરતાં શિષ્યને પોતાની દલીલ નિરાધાર લાગવા માંડે છે. તેની મિથ્યા માન્યતાની જડ ઢીલી પડતી જાય છે અને તત્ત્વની સમ્યક શ્રદ્ધા થવા માંડે છે. તેની આ શ્રદ્ધાને વધુ દઢ કરવા માટે શ્રીગુરુ પ્રસ્તુત ગાથામાં અનુમાનપ્રમાણથી જીવનું નિત્યત્વ સિદ્ધ કરતાં કહે છે – ક્રોધાદિ તરતમ્યતા, સર્પાદિકની માંય; પૂર્વજન્મ સંસ્કાર તે, જીવ નિત્યતા ત્યાંય.' (૬૭) - ક્રોધાદિ પ્રવૃતિઓનું વિશેષપણું સર્પ વગેરે પ્રાણીમાં જન્મથી જ જોવામાં આવે 1 છે, વર્તમાન દેહે તો તે અભ્યાસ કર્યો નથી; જન્મની સાથે જ તે છે; એટલે એ પૂર્વજન્મનો જ સંસ્કાર છે, જે પૂર્વજન્મ જીવની નિત્યતા સિદ્ધ કરે છે. (૬૭) સર્પમાં જન્મથી ક્રોધનું વિશેષપણું જોવામાં આવે છે, પારેવાને વિષે જન્મથી જ નિહિંસકપણું જોવામાં આવે છે, માંકડ આદિ જંતુઓને પકડતાં તેને પકડવાથી દુઃખ થાય છે એવી ભયસંજ્ઞા પ્રથમથી તેના અનુભવમાં રહી છે, તેથી તે નાસી જવાનું પ્રયત્ન કરે છે; કંઈક પ્રાણીમાં જન્મથી પ્રીતિનું, કંઈકમાં સમતાનું, કંઈકમાં વિશેષ નિર્ભયતાનું, કંઈકમાં ગંભીરતાનું, કંઈકમાં વિશેષ ભયસંજ્ઞાનું, કંઈકમાં કામાદિ પ્રત્યે અસંગતાનું, અને કંઈકને આહારાદિ વિષે અધિક અધિક લુબ્ધપણાનું વિશેષપણું જોવામાં આવે છે; એ આદિ ભેદ એટલે ક્રોધાદિ સંજ્ઞાના ન્યૂનાધિકપણા આદિથી તેમ જ તે તે પ્રકૃતિઓ જન્મથી સહચારીપણે રહી જોવામાં આવે છે તેથી તેનું કારણ પૂર્વના સંસ્કારો જ સંભવે છે. ગાથા અર્થ Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કદાપિ એમ કહીએ કે ગર્ભમાં વીર્ય-રેતના ગુણના યોગથી તે તે પ્રકારના ગુણો ઉત્પન્ન થાય છે, પણ તેમાં પૂર્વજન્મ કંઈ કારણભૂત નથી; એ કહેવું પણ યથાર્થ નથી. જે માબાપો કામને વિષે વિશેષ પ્રીતિવાળાં જોવામાં આવે છે, તેના પુત્રો પરમ વીતરાગ જેવા બાળપણાથી જ જોવામાં આવે છે; વળી જે માબાપોમાં ક્રોધનું વિશેષપણું જોવામાં આવે છે, તેની સંતતિમાં સમતાનું વિશેષપણું દષ્ટિગોચર થાય છે, તે શી રીતે થાય? વળી તે વીર્ય-રેતના તેવા ગુણો સંભવતા નથી, કેમકે તે વીર્યરેત પોતે ચેતન નથી, તેમાં ચેતન સંચરે છે, એટલે દેહ ધારણ કરે છે; એથી કરીને વીર્ય-રેતને આશ્રયે ક્રોધાદિ ભાવ ગણી શકાય નહીં, ચેતન વિના કોઈ પણ સ્થળે તેવા ભાવો અનુભવમાં આવતા નથી. માત્ર તે ચેતનાશ્રિત છે, એટલે વીર્યરેતના ગુણો નથી; જેથી તેના ન્યૂનાધિકે કરી ક્રોધાદિનું ન્યૂનાધિકપણું મુખ્યપણે થઈ શકવા યોગ્ય નથી. ચેતનના ઓછા અધિકા પ્રયોગથી ક્રોધાદિનું ન્યૂનાધિકપણું થાય છે, જેથી ગર્ભના વીર્ય-રેતનો ગુણ નહીં, પણ ચેતનનો તે ગુણને આશ્રય છે; અને તે ન્યૂનાધિકપણું તે ચેતનના પૂર્વના અભ્યાસથી જ સંભવે છે, કેમકે કારણ વિના કાર્યની ઉત્પત્તિ ન થાય. ચેતનનો પૂર્વપ્રયોગ તથાપ્રકાર હોય, તો તે સંસ્કાર વર્તે; જેથી આ દેહાદિ પ્રથમના સંસ્કારોનો અનુભવ થાય છે, અને તે સંસ્કારો પૂર્વજન્મ સિદ્ધ કરે છે, અને પૂર્વજન્મની સિદ્ધિથી આત્માની નિત્યતા સહજે સિદ્ધ થાય છે. (૬૭) | આત્મા નિત્ય છે એ સિદ્ધાંત આ ગાથામાં અનુમાન પ્રમાણ દ્વારા સિદ્ધ ભાવાર્થ કરવામાં આવ્યો છે. અનુમાન હંમેશાં પ્રત્યક્ષના આધારે જ હોય છે. જેમ કે ધુમાડો જોતાં અગ્નિ હોવાનું અનુમાન થાય છે, કારણ કે ધુમાડો હોય ત્યાં અગ્નિ હંમેશાં હોય જ છે. તેવી રીતે આ ગાથામાં જગતમાં પ્રત્યક્ષ દેખાતી વિચિત્રતાના આધારે આત્માના ત્રિકાળવતપણાનું અનુમાન કરી આત્માની નિત્યતા સિદ્ધ કરી છે. જેમ કે સર્પમાં ક્રોધની પ્રકૃતિ વધારે હોય છે. જન્મ થતાં જ હજુ સર્પદેહે કોઈની સાથે કોઈ અણગમતો પ્રસંગ બન્યો ન હોવા છતાં બીજાને ડંખ મારવાની ક્રોધની વૃત્તિ તેનામાં જોવા મળે છે. તેમ થવાનું કારણ પૂર્વજન્મના સંસ્કાર જ સંભવે છે અને પૂર્વજીવનની સિદ્ધિ થતાં આત્માની નિત્યતા સિદ્ધ થાય છે. સર્પાદિમાં ક્રોધાદિની વિશેષતાઓ જન્મ થતાંની સાથે જોવા મળતી હોવાથી ફલિત થાય છે કે જીવે પૂર્વે કરેલા અભ્યાસના ફળરૂપે તે વિશેષતાઓ તેનામાં છે, કારણ કે વર્તમાન દેહે તો તથારૂપ અભ્યાસ કર્યો નથી. તે સંસ્કાર તે જીવના આગલા જન્મથી જ ચાલ્યો આવ્યો હોવો જોઈએ. જેમ તે બીજેથી મરીને અહીં જન્મ્યો છે, તેમ ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૪૨-૫૪૩ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન) Page #396 -------------------------------------------------------------------------- ________________ lષાર્થ ગાથા-૬૭ ૩૬૩ તે અહીંથી મરીને બીજે જન્મ લેશે એમ નિશ્ચિત થાય છે, તેથી જન્મ-મરણ તો દેહનાં થયાં અને આત્મા તો તે સર્વમાંથી પસાર થતો ત્રિકાળ નિત્ય જ રહે છે એમ સિદ્ધ થાય છે. જગતના બધા જીવોમાં જન્મની સાથે અમુક સંજ્ઞા વિશેષ પ્રમાણમાં જોવા વિશે અપાય] મળે છે. કોઈ જીવમાં જન્મની સાથે જ ક્રોધનું વિશેષપણું દેખાય છે, તો કોઈમાં શાંતપણું વિશેષ દેખાય છે; કોઈમાં માન પ્રકૃતિ વિશેષ દેખાય છે, તો કોઈમાં નમપણું વિશેષ દેખાય છે; કોઈમાં કપટપણું વિશેષ દેખાય છે, તો કોઈમાં સરળપણું વિશેષ દેખાય છે; કોઈમાં લોભીપણું વિશેષ દેખાય છે, તો કોઈમાં સંતોષીપણું વિશેષ દેખાય છે; કોઈમાં આહારસંજ્ઞાનું અધિકપણું જોવા મળે છે, તો કોઈમાં આહાર વિષેની લોલુપતા અત્યંત મંદપણે દેખાય છે; કોઈમાં ભયસંજ્ઞાનું વિશેષપણું દેખાય છે, તો કોઈમાં નિર્ભયતાનું અધિકપણું જણાય છે; કોઈમાં મૈથુનસંજ્ઞાનું ઉગ્રપણું દેખાય છે, તો કોઈમાં વૈરાગ્યાદિ ભાવ વિશેષ જણાય છે; કોઈમાં નિદ્રાસંજ્ઞાનું ઉત્કૃષ્ટપણું જણાય છે, તો કોઈમાં જાગરૂકતા વિશેષ જણાય છે. વળી, જેમ ક્રોધાદિ દોષોનું ન્યૂનાધિકપણું જોવા મળે છે, તેમ જ્ઞાનાદિ ગુણોનું પણ ન્યૂનાધિકપણું જોવા મળે છે. જન્મથી જ કોઈમાં મંદ ક્ષયોપશમ દેખાય છે તો કોઈમાં તીવ્ર ક્ષયોપશમ દેખાય છે. આમ, અનેક પ્રકારે જીવમાં અમુક પ્રકૃતિનું તરતમપણું, અર્થાત્ જૂનાધિકપણું જન્મતાંની સાથે જણાય છે. આનું કારણ શું? વર્તમાન દેહમાં તો તે તે પ્રકૃતિઓનો અભ્યાસ કર્યો ન હોવા છતાં તે તે સંજ્ઞાઓનું ન્યૂનાધિકપણું સ્પષ્ટ જણાઈ આવે છે, તો તે પ્રકૃતિઓ આવી ક્યાંથી? તેનો ઉત્તર છે પૂર્વજન્મનો સંસ્કાર. અમુક પ્રકૃતિની જૂનાધિકતા તેના પૂર્વજન્મના સંસ્કારોને સ્પષ્ટપણે સિદ્ધ કરે છે. આ જન્મમાં તો તેને તેવો અભ્યાસ નથી, એટલે તે પૂર્વજન્મનો જ અભ્યાસ છે એમ નક્કી થાય છે. પૂર્વજન્મમાં જીવે છે જે પ્રકૃતિનો અભ્યાસ કર્યો હોય છે, તે તે પ્રકૃતિના સંસ્કાર તેના આત્મામાં પડ્યા હોય છે. પૂર્વનો ચાલ્યો આવતો સંસ્કાર જીવના વર્તમાન જન્મમાં ઉદય પામી તેના સ્વભાવરૂપ - પ્રકૃતિરૂપ બને છે. પૂર્વજન્મના સંસ્કાર ન હોય તો જીવો વચ્ચે જે વૈચિત્ર દેખાય છે તે કઈ રીતે ઘટી શકે? કારણ વિના કાર્ય કદી સંભવે નહીં. સંસારમાં વૈચિત્ર પ્રત્યક્ષ છે તો તેમાં કારણભૂત એવા પૂર્વસંસ્કાર પણ પ્રત્યક્ષ છે. વાદળાં જોઈને કહેવામાં આવે છે કે વરસાદ આવશે, તો ત્યાં કારણ ઉપરથી કાર્યનું અનુમાન થાય છે; ધુમાડો દેખાય તો ત્યાં અગ્નિ છે એમ અનુમાન થાય છે, તો ત્યાં કાર્ય ઉપરથી કારણનું અનુમાન છે. જેમ કારણને જોઈને કાર્યનું અનુમાન થઈ શકે છે, તેમ કાર્યને જોઈને પણ કારણનું અનુમાન થઈ શકે છે. આમ, જીવોમાં અમુક પ્રકૃતિની તરતમતારૂપ કાર્ય ઉપરથી પૂર્વજન્મના Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સંસ્કારરૂપ કારણનું અનુમાન થાય છે. અહીં પ્રાપ્ત થયેલું શરીર તો આ ભવનું છે, પણ આત્માએ પૂર્વના શરીરમાં જે વ્યવહાર કર્યો છે તે અનુસાર કોઈમાં ક્રૂરતાના, કોઈમાં મૂર્ખતાના, કોઈમાં વિદત્તાના - એવા જુદા જુદા ગુણ જોવા મળે છે. સર્પ આદિમાં જન્મથી જ ક્રોધ આદિ પ્રકૃતિની તરતમતા જોવા મળે છે, તેમજ સર્પ અને નોળિયા વચ્ચે, ઉંદર અને બિલાડી વચ્ચે જન્મથી વેર હોય છે; તે સર્વ પૂર્વજન્મનો સંસ્કાર દાખવે છે. સર્પમાં જન્મથી જ ક્રોધનું વિશેષપણું જોવા મળે છે, પારેવામાં જન્મથી જ નિહિંસકપણું જોવા મળે છે, માંકડ આદિમાં ભય સંજ્ઞા વિશેષ જોવામાં આવે છે. આમ, દરેક જીવમાં જુદાં જુદાં લક્ષણોની વિશેષતા જોવા મળે છે, એટલે કે સર્વ જીવમાં ક્રોધાદિનું તરતમપણું જોવા મળે છે અને તેનું કારણ પૂર્વજન્મના સંસ્કાર જ સંભવે છે. શ્રીમદ્ લખે છે – સર્પમાં જન્મથી ક્રોધનું વિશેષપણું જોવામાં આવે છે, પારેવાને વિષે જન્મથી જ નિહિંસકપણું જોવામાં આવે છે, માંકડ આદિ જંતુઓને પકડતાં તેને પકડવાથી દુ:ખ થાય છે એવી ભયસંજ્ઞા પ્રથમથી તેના અનુભવમાં રહી છે, તેથી તે નાસી જવાનું પ્રયત્ન કરે છે; કંઈક પ્રાણીમાં જન્મથી પ્રીતિનું, કંઈકમાં સમતાનું, કંઈકમાં વિશેષ નિર્ભયતાનું, કંઈકમાં ગંભીરતાનું, કંઈકમાં વિશેષ ભયસંજ્ઞાનું, કંઈકમાં કામાદિ પ્રત્યે અસંગતાનું, અને કંઈકને આહારાદિ વિષે અધિક અધિક લુબ્ધપણાનું વિશેષપણું જોવામાં આવે છે; એ આદિ ભેદ એટલે ક્રોધાદિ સંજ્ઞાના ન્યૂનાધિકપણા આદિથી તેમ જ તે તે પ્રકૃતિઓ જન્મથી સહચારીપણે રહી જોવામાં આવે છે તેથી તેનું કારણ પૂર્વના સંસ્કારો જ સંભવે છે.' હિંસાદિ ભાવોની તરતમતા જીવના પૂર્વજન્મના સંસ્કારોને સૂચિત કરે છે. સંસ્કાર એ મતિજ્ઞાનના ધારણા નામના ભેદનો પેટાભેદ છે. મતિજ્ઞાનના ચાર ભેદ છે - અવરહ, ઇહા, અપાય અને ધારણા. જેનો નિર્દેશ કરી શકાય નહીં એવા સામાન્ય જ્ઞાનને અવગ્રહ કહે છે. વસ્તુમાં નહીં રહેલ ધર્મો ગ્રહણ ન કરવા અને રહેલા ધમ ગ્રહણ કરવા એવું જે જ્ઞાન થાય છે તેને ઇહા કહે છે. ગ્રહણ થયેલા ધર્મો તે વસ્તુમાં છે જ અને નહીં રહણ થયેલા ધર્મો તેમાં નથી જ એવું જે ચોક્કસ જ્ઞાન થાય છે તેને અપાય કહે છે. ધારણાના ત્રણ ભેદ છે - અવિશ્રુતિ, વાસના (સંસ્કાર) અને સ્મૃતિ. અપાય થયા પછી અંતર્મુહૂર્ત સુધી તે જ્ઞાનનો જે ઉપયોગ રહે તેને અવિશ્રુતિ કહે છે. સંખ્યાતા કે અસંખ્યાતા કાળ સુધી તે જ્ઞાનનો જે સંસ્કાર રહે તેને વાસના કહે છે. જે જ્ઞાન થયું છે તેના સદશ પદાર્થનાં દર્શન વગેરે થવાથી સંસ્કારનો ઉદ્બોધ થઈને જે જ્ઞાન થાય છે તેને સ્મૃતિ કહે છે. ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૪૨ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન) Page #398 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૭ ૩૬૫ જીવ જે કંઈ પણ કરે, તેનો સંસ્કાર તેના આત્મામાં પડે છે. જીવની દરેકે દરેક વૃત્તિનો તથા પ્રવૃત્તિનો સંસ્કાર તેના આત્મામાં પડે છે. એક વખત જીવ એક કામ કરે, પછી તેના પડેલા સંસ્કારની પ્રેરણાથી તે ફરીથી એ કામ કરે છે. જે સંસ્કાર પડી જાય છે એ સંસ્કારના બળથી, બીજી વાર એવા સંજોગ ઊભા થતાં જ તેવું કામ કરવાની તેને પ્રેરણા મળે છે અને તે એ કાર્ય કરે છે. પછી એ તેની આદત બની જાય છે અને તે એ કાર્ય ફરી ફરી કર્યા કરે છે. જેના ગાઢ સંસ્કાર હોય તે કાર્ય કરવું જીવને સહેલું પડે છે. પાણીની જેમ જીવની વૃત્તિ ન્યૂનતમ સંઘર્ષ(least resistance)ના માર્ગ ઉપર વહે છે. ઘરની પરસાળમાં એક લોટો પાણી ઢોળવામાં આવે તો ધૂળમાંથી ધીરે ધીરે વહીને પાણી સુકાઈ જાય છે. પાણી ઊડી જાય છે, પણ એક સૂકી રેખા પરસાળ ઉપર રહી જાય છે. જો કે ત્યાં પાણી રહ્યું નથી, તેથી તેને પાણીની રેખા ન કહી શકાય; પણ એ નિશાન બતાવે છે કે અહીંથી પાણી વહ્યું હતું. હવે જો ત્યાં ફરીથી પાણી ઢોળવામાં આવે તો એ સૂકી રેખાને પકડીને જ પાણી વહેશે, કારણ કે એમાં અલ્પતમ સંઘર્ષ છે. સૂકી રેખા ઉપર ધૂળના કણો ઓછા છે, જ્યારે પરસાળના બીજા ભાગમાં ધૂળ વધુ છે. સરળતાથી વહી શકાય એવી સૂકી રેખામાં સગવડ છે, તેથી ફરી પાણી ઢોળવામાં આવે તો તે ત્યાંથી વહેશે. જીવે જે પણ કર્યું હોય તે બધું તેના અંતરપટ ઉપર સૂકી રેખાઓ (છાપ) છોડી જાય છે. આ સૂકી રેખાઓને જ સંસ્કાર કહે છે. જરા પણ તક મળતાં મન ત્યાંથી વહેવાનું શરૂ કરી દે છે. નિમિત્ત મળતાં એ ભાવોમાં સરી જવું બહુ સહેલું પડે છે. જીવ આજે ક્રોધ કરે છે, સાંજે બધું પતી પણ જાય છે; પરંતુ આવતી કાલે સવારે તે ક્રોધની સૂકી રેખાઓ સાથે ઊઠશે. હવે ક્રોધ નથી, માત્ર તેની સૂકી રેખા છે, છતાં જરાક પણ કારણ મળશે તો ક્રોધ કરવાનું તેના માટે સરળ થઈ પડશે. તે ત્વરાથી એ સૂકી રેખા ઉપર વહેવા તત્પર થઈ જશે. પૂર્વજન્મમાં સેવેલો અભ્યાસ, જીવ બીજા જન્મમાં સંસ્કારરૂપે લઈ જાય છે. તેના ઉપરથી એમ ફલિત થાય છે કે જીવનાં શરીર બદલાતાં જાય છે, પણ જીવનો પોતાનો નાશ થતો નથી. શરીરો જુદાં જુદાં પ્રાપ્ત થવા છતાં પણ આત્મા જુદો જુદો હોતો નથી. જન્મ-જન્માંતરમાં એક જ આત્મા સંચરે છે. સંસ્કારને ગ્રહણ કરનાર આત્મા નિત્ય જ છે. જો સંસ્કાર અહણ કરનાર નિત્ય આત્મપદાર્થ ન હોય તો આ સર્વ કઈ રીતે સંગત થાય? આત્મા અનિત્ય હોય તો તેનામાં પૂર્વભવના સંસ્કાર ન હોય અને તેથી ક્રોધાદિ ભાવોની તરતમતા પણ ન હોય. પરંતુ ક્રોધાદિ ભાવોની તરતમતા તો પ્રત્યક્ષ દેખાય છે, જે પૂર્વસંસ્કાર સૂચવે છે અને તેના આધારે આત્માની નિયતા સાબિત Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન થાય છે; માટે પૂર્વજન્મના સંસ્કાર ગ્રહણ કરનાર નિત્ય આત્મતત્ત્વ અવશ્ય માનવું જોઈએ. દીકરા ઉપરથી તેના પિતા અને તેમના પણ પિતા હતા એમ નક્કી થાય છે. તે રીતે અત્યારે જે ક્રોધાદિ ભાવોની તરતમતા છે, તે જોઈને પૂર્વે આત્મા હતો અને પૂર્વેની પૂર્વે પણ આત્મા હતો એ વાત નક્કી થાય છે. જો આત્મા પૂર્વે હતો એમ ન માનવામાં આવે તો આત્મામાં ક્રોધાદિ ભાવોનું ન્યૂનાધિકપણું શા માટે છે વગેરે પ્રશ્નો ઊઠે છે. માટે પૂર્વજન્મો માનવા ઘટે છે. આત્માનો પૂર્વજન્મ છે અને તેના પણ પૂર્વજન્મો, તેના પણ પૂર્વજન્મો એમ ભૂતકાળના અનંત ભવો હતા એમ સિદ્ધ થાય છે અને આ ભવ પછીના ઉત્તરભવો પણ છે જ એમ પણ નક્કી થાય છે. જે જીવા પૂર્વજન્મમાં હતો, તે જ જીવ આ જન્મમાં પણ છે અને ભાવિમાં પણ રહેવાનો છે. આ પ્રકારે કારણ-કાર્યની પરંપરાથી જીવનું નિત્યપણું સિદ્ધ થાય છે. આમ, ક્રોધાદિ પ્રકૃતિઓની જે તરતમતા સર્પાદિ જીવોમાં જોવા મળે છે તે પૂર્વજન્મના સંસ્કારને સિદ્ધ કરે છે. સાપ-મોર આદિના વેરથી વ્યતીત જન્મની સિદ્ધિ થાય છે. પૂર્વજન્મ સિદ્ધ થતાં સાબિત થાય છે કે આત્મા મરતો નથી, આત્મા સદા અવિનાશી તત્ત્વ છે. આ રીતે ક્રોધાદિ ભાવોની તરતમતા ઉપરથી આત્માની નિત્યતાનો ખ્યાલ આવે છે. આ વિચિત્ર જગતમાં ભિન્ન ભિન્ન પ્રકૃતિઓનું જે તરતમપણું જોવા મળે છે, એનો સૂક્ષ્મતાથી વિચાર કરવાથી આત્માના નિત્યપણાનું અનુમાન થાય છે. જીવોમાં જોવા મળતી પ્રકૃતિની ન્યૂનાધિકતા વિષે કેટલાક એમ કહે છે કે પંચ ભૂતના સ્વભાવથી જ આ વિચિત્રતા ઉત્પન્ન થયેલી છે. સ્વભાવથી ભિન્નતા ઉત્પન્ન થઈ શકે છે, કારણ કે સ્વાભાવિક રીતે પોતાની મેળે જ ઉત્પન્ન થયેલી વિચિત્રતા પાષાણ અને રત્નાદિમાં પણ હોય છે, એટલે કે સર્વથા અચેતન પદાર્થોમાં પણ જોવા મળે છે, તો સ્વભાવના કારણે સચેતન મનુષ્યાદિમાં વિચિત્રતા જોવા મળે તેમાં શું નવાઈ? તેમનું માનવું એમ છે કે પંચ ભૂતોના સંમિશ્રણમાં એવો સ્વભાવ છે કે તેનાથી આ વિવિધતા દેખાય છે. અગ્નિ આકાશને કેમ બાળતો નથી? એવો પ્રશ્ન કોઈ કરતું નથી, કારણ કે તેનો સ્વભાવ જ કાષ્ઠાદિને બાળવાનો છે, આકાશને બાળવાનો નહીં. એ પ્રમાણે ભૂતોની અચિંત્ય શક્તિ છે અને તેથી સર્વત્ર વિવિધતા જોવા મળે છે, તો પછી શા માટે પૂર્વજન્મના સંસ્કાર માનવા જોઈએ? આત્મા, પરભવ, ત્યાં રહણ કરેલાં સંસ્કાર, તેનો ઉદ્બોધ, તે ઉદ્બોધનાં નિમિત્તો, કાળાંતરે સંસ્કારનો વિનાશ વગેરે માનવાનું કોઈ પ્રબળ કારણ છે જ નહીં. આ દલીલ યુક્તિયુક્ત નથી, કારણ કે વિશ્વમાં રહેલી સર્વ વિવિધતાઓને સ્વભાવ ઉપર છોડી દેવામાં આવે તો કાર્ય-કારણની જે વ્યવસ્થા છે તે નાશ પામે અને તે વ્યવસ્થાનો લોપ થતાંની સાથે જ સઘળો વ્યવહાર સ્થગિત થઈ જાય. વ્યવહારની Page #400 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૭ ૩૬૭ અવ્યવસ્થા લાવવા કરતાં તેની વ્યવસ્થા માટે માનવામાં આવતી યુક્તિસિદ્ધ વસ્તુઓ સ્વીકાર્ય જ હોવી ઘટે. ચાલતા વ્યવહારોને અખંડિત રાખવા માટે યુક્તિથી સિદ્ધ એવો શાશ્વત આત્મા માનવો જોઈએ. સંભવિત કારણો કે ઉપાયો જ્યાં કારગત ન થતાં હોય ત્યાં જ છેવટે સ્વભાવનું શરણ સ્વીકારવું ઘટે છે. ભૂતોને જ માનવાં, ભૂતોથી ભિન્ન એવા આત્મદ્રવ્યને તથા પૂર્વજન્મ-પુનર્જન્મ આદિને ન માનવાં એ યોગ્ય નથી. મૂળ આત્મતત્ત્વને જ ન માનવું અને તેથી ભવાંતર આદિને પણ ન માનવાં એ ઉચિત નથી. આ તત્ત્વો ન માનવાથી સંસારમાં ઘણી મોટી અવ્યવસ્થા ઊભી થશે, માટે ભૂતોથી ભિન્ન એવા આત્મતત્ત્વ તથા તેના પૂર્વજન્મ આદિનો સ્વીકાર કરવો ઘટે છે. નિત્ય આત્મતત્ત્વનો, તેના પૂર્વભવના સંસ્કારનો સ્વીકાર કરતાં જીવોમાં જોવા મળતી પ્રકૃતિઓની ન્યૂનાધિકતાનો ખુલાસો મળી જાય છે. વળી, ક્રોધાદિ પ્રકૃતિની ન્યૂનાધિકતા વિષે કોઈ એમ કહે છે કે ગર્ભમાં પુરુષસ્ત્રીના વીર્ય-રજના ગુણના યોગથી તે તે પ્રકારની વિવિધતા ઉત્પન્ન થાય છે. પ્રકૃતિની વિવિધતા વારસાગત (hereditary) ગુણો દ્વારા ઉત્પન્ન થાય છે. માતા-પિતાના જેવા ગુણો હોય છે તેવા ગુણો સંતાનને વારસામાં મળે છે, તેમાં પૂર્વજન્મ કંઈ કારણભૂત નથી. પૂર્વજન્મના સંસ્કાર વગેરે માનવું મિથ્યા છે. આમ કહેવું પણ યથાર્થ નથી, કારણ કે ઘણી વાર જગતમાં એવું જોવા મળે છે કે એક માતા-પિતાનાં સમાન વીર્ય-રજથી ઉત્પન્ન થયેલા એવા બે જોડિયા બાળકોમાં પ્રજ્ઞાદિ એકસરખાં હોતાં નથી, કિંતુ ઘણી વાર તરતમતામાં વિશેષ ફરક જોવા મળે છે. બન્નેનો ઉછેર, કેળવણી અને સંયોગો સરખાં હોવા છતાં એક હોંશિયાર તો એક ઠોઠ ઇત્યાદિ જુદું જુદું વ્યક્તિત્વ સ્પષ્ટપણે જોવા મળે છે. માતાના ઉદરમાં એકસાથે પોષાઈને જન્મેલાં બે જોડિયા બાળકોનાં સ્વભાવ, રુચિ, લાગણીમાં આવો ફરક શા માટે? બન્ને આત્માના પૂર્વસંસ્કાર જુદા છે માટે. જોડકાં તરીકે જન્મેલાં બાળકોના પૂર્વજન્મના સંસ્કારોમાં ભેદ હોવાથી તેમના સ્વભાવ આદિમાં ભેદ જોવા મળે છે. ઘણી વાર એવું પણ જોવા મળે છે કે જે માતા-પિતા કામને વિષે વિશેષ આસક્તિવાળાં હોય છે, તેમના પુત્રો બાળપણથી જ વીતરાગી હોય છે. માતા-પિતા અતિ ભોગી હોય, પરંતુ તેમનાં સંતાનો વૈરાગી હોય છે. વળી, માતા-પિતામાં ક્રોધનું વિશેષપણું હોવા છતાં તેમનાં સંતાનોમાં સમતાનું વિશેષપણું જોવા મળે છે. માતાપિતા કપટી હોય છે અને તેમનાં સંતાનો સરળ હોય છે. માતા-પિતા કૃપણ હોય છે પણ સંતાનો કૃપણ નથી હોતાં. માતા-પિતામાં લોભ, અહંકાર વગેરે દુર્ગુણો હોય છે, જ્યારે સંતાનોમાં તેથી ઊલટા નિઃસ્પૃહતા, નમતા વગેરે ગુણો દેખાય છે. તેવી રીતે માતા-પિતા સદ્ગુણી હોવા છતાં તેમનાં સંતાનોમાં દુર્ગુણો જોવા મળે છે. બહાદુર Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન માતા-પિતાનાં સંતાનો કાયર અને કાયર માતા-પિતાનાં સંતાનો બહાદુર, મૂર્ખ માતાપિતાનાં સંતાનો બુદ્ધિશાળી અને બુદ્ધિશાળી માતા-પિતાનાં સંતાનો મૂર્ખ જોવા મળે છે. આવા વિરોધો પ્રત્યક્ષ પ્રગટ જોવા મળે છે. સંતાનોના સ્વભાવ ઘણી વાર માતા-પિતાના સ્વભાવથી વિરુદ્ધ જોવા મળે છે. જો વારસાગત આંતરિક ગુણો સંતાનોમાં ઊતરતા હોય તો આમ કઈ રીતે બની શકે? તેથી સંતાનોના આંતરિક ગુણો માતા-પિતાના ગુણો અનુસાર હોય છે એ સિદ્ધાંત મિથ્યા છે. માતા-પિતાના સ્વભાવથી વિરુદ્ધ સંતાનનો સ્વભાવ એમ સૂચવે છે કે સંતાનનો આત્મા જુદા સંસ્કાર લઈને આવ્યો છે. સંતાનનો આત્મા જ્યારે દેહ ધારણ કરે છે ત્યારે તે પૂર્વભવના સંસ્કારોની પૂંજી પોતાની સાથે લેતો આવ્યો હોય છે અને તે પૂંજી વર્તમાન ભવમાં વ્યક્ત થાય છે. જ્યારે આત્મા એક દેહ છોડીને બીજો દેહ ધારણ કરે છે ત્યારે સંસ્કારોની પૂંજી તેની સાથે નવા ભવમાં જાય છે અને તે પૂર્વજન્મીય સંસ્કારોના કારણે તેનામાં અમુક પ્રકૃતિઓની ન્યૂનાધિકતા હોય છે. જ્યાં માતા-પિતા અને બાળકની પ્રકૃતિ સમાન હોય ત્યાં પૂર્વજન્મના સિદ્ધાંતને સમર્થન મળતું નથી, ઊલટું વંશવાદનો સિદ્ધાંત સમર્થિત થાય છે એમ માનવું યુક્ત નથી. તેનું સમાધાન આ પ્રમાણે છે - જે બાળકનો આત્મા પોતાના ભાવિ માતાપિતાના સંસ્કાર જેવા જ સંસ્કાર ધરાવતો હોય, તે આત્મા તે જ માતા-પિતાને ત્યાં જન્મે છે ત્યારે આવું બને છે. એક માથા ઉપર ટોપી બરાબર બેસી જાય તો તેથી એમ નથી કહેવાતું કે માથાની જે ગોળાઈ હતી તે ટોપીમાં ઊતરી ગઈ, માટે માથા ઉપર ટોપી બેસી ગઈ. પરંતુ એમ જ કહેવાય છે કે જેવી ગોળાઈ માથાની હતી તેવી જ ગોળાઈ ટોપીની હતી અને તે બે એક સ્થાને ભેગાં થઈ ગયાં. વંશવાદનો સિદ્ધાંત યુક્તિયુક્ત નથી એમ સ્વયં સિદ્ધ થાય છે, કારણ કે ક્રોધાદિ ભાવો ચેતન વિના અન્ય કોઈ પણ સ્થળે રહેતા નથી, અર્થાત્ તે ચેતનાશ્રિત છે અને વીર્ય-રજ પૌગલિક હોવાથી તે ક્રોધાદિ ભાવ વીર્ય-રજને આશ્રિત નથી. વીર્ય-રજના ન્યૂનાધિકપણાથી ક્રોધાદિનું ન્યૂનાધિકપણું થવું સંભવતું નથી, પણ ચેતનના ન્યૂનાધિક અભ્યાસથી તે ક્રોધાદિ પ્રકૃતિનું ન્યૂનાધિકપણું થાય છે. જન્મથી જ ક્રોધાદિ દોષોનું તરતમપણું અથવા જ્ઞાનાદિ ગુણોનું ન્યૂનાધિકપણું તે આત્માના પૂર્વના અભ્યાસથી સંભવે છે, કારણ કે વર્તમાન જન્મમાં તેનો અભ્યાસ હજી થયો નથી. ક્રોધાદિ તારતમ્યતા જન્મથી જ જોવા મળે છે, તેથી પૂર્વનું અનુસંધાન જ કારણભૂત છે એમ સંભવે છે. કારણ વિના કાર્યની ઉત્પત્તિ સંભવિત નથી. પૂર્વસંસ્કારરૂપ બીજકારણ વર્તમાનમાં કાર્યરૂપે ઉદયમાં આવે છે, તેથી આત્માની નિત્યતા સિદ્ધ થાય છે. Page #402 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૭ ૩૬૯ બાળકને જન્મતાંની સાથે જ સ્તનપાનની ઇચ્છા થાય છે અને વિના શિક્ષણે તે સ્તનપાન કરે છે એ સૌને અનુભવસિદ્ધ છે. જન્મતાંની સાથે બાળક રુદન કરે છે અને ભૂખ લાગતાં જ તરત સ્તનપાન કરવા લાગે છે. બાળક માતાનું સ્તનપાન કરીને દૂધ પીએ છે અને પેટની સુધાને તૃપ્ત કરે છે. આ ક્રિયા તેને કોણે શીખવી? તરત જન્મેલા બાળકને ભૂખ લાગતાં સ્તનપાન કરવું અને ધરાઈ જતાં છોડવું એ કઈ રીતે આવડ્યું? બાળકને આ શિક્ષણ કોઈએ આપ્યું ન હોવા છતાં તે તથારૂપ પ્રવૃત્તિ કરે છે, તેથી એ પ્રવૃત્તિ પાછળ કોઈક કારણ અવશ્ય હોવું જોઈએ. તે કારણ છે આત્માના પૂર્વજન્મોના સંસ્કાર, પૂર્વજન્મોના સંસ્કાર વિના આ પ્રવૃત્તિ સંભવે નહીં. અભ્યાસ વિના જીવને આ ક્રિયા આવડે નહીં, માટે આ ક્રિયાનો અભ્યાસ બાળકે પૂર્વભવમાં જરૂર કર્યો છે. જન્મતાં જ બાળક પોતાની મેળે સ્તનપાન કરે છે. તેના ઉપરથી વ્યક્તપણે જણાઈ આવે છે કે આ તેનો પૂર્વભવનો અભ્યાસ છે. બાળકને જન્માંતરમાં માતાના સ્તનપાનનું જ્ઞાન થયું હોય છે. પૂર્વના જન્મોમાં જે રીતે સ્તનપાન કર્યું હતું એનું તેને સ્મરણ છે અને તેથી જ તે જમ્યા પછી તુરંત સ્તનપાન કરે છે. વારંવાર, જન્મોજન્મ તે અભ્યાસ થવાથી જન્મતાંની સાથે જ સ્તનપાનની આકાંક્ષા રહે છે અને તુરંત તેમાં પ્રવૃત્તિ થાય છે. આ પૂર્વજન્મના અનુભવની સ્કૃતિનું અવિરુદ્ધ પ્રમાણ છે. આ હેતુ અસિદ્ધ પણ નથી, કારણ કે જે પદાર્થનો પૂર્વે અનુભવ કર્યો હોય તેની જ આકાંક્ષા થાય છે. તે વિના તેની આકાંક્ષા થાય જ નહીં. આ વિષે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ‘સમ્યત્વ ષસ્થાન ચઉપઇ” માં લખે છે કે – બાલકને સ્તનપાન પ્રવૃત્તિ પૂરવભવ વાસના નિમિત્ત | એ જાણો પરલોક પ્રમાણ કુણ જાણઇ અણદીઠું ઠામ || જન્મ પછી બાળકને સ્નાન કરાવી માતા બાળકને પોતાના સ્તન પાસે લઈ જાય છે ત્યારે એમાંથી દૂધ પીવાની ક્રિયા તો બાળક સ્વયમેવ જ કરે છે. “સ્તનપાન કરવું એ મારા જીવનને ટકાવવા માટે ઇષ્ટ સાધન છે' એવું ઇષ્ટ સાધનતાજ્ઞાન હોવારૂપ કારણ હાજર ન હોય તો આ કાર્ય અસંભવિત રહે છે. તેથી બાળકની એ પ્રવૃત્તિ ઉપરથી ‘તેને એ ઇષ્ટ સાધનાતાજ્ઞાન છે' એવું તો સિદ્ધ થઈ જાય છે. હવે ‘મુખની આવી પ્રવૃત્તિ કરવાથી સ્તનપાન થાય અને તેનાથી જીવન ટકે' એવું બાળકે અહીં તો કશે પણ જોયું કે અનુભવ્યું નથી અથવા કોઈની પાસેથી જાણ્યું પણ નથી, માટે તેનું એ ઇષ્ટ સાધનતાજ્ઞાન અનુભવરૂપ નથી એ પણ સિદ્ધ થાય છે. તેથી એમ કહી શકાય કે બાળકનું તે ઇષ્ટ સાધનતાજ્ઞાન સ્મરણરૂપ છે. પૂર્વ અનુભવ વિના સ્મરણ થતું નથી. જે જે વ્યક્તિને જેનો જેનો અનુભવ થયો હોય તે તે વ્યક્તિને જ તેનું સ્મરણ થાય ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘સમ્યકત્વ ષસ્થાન ચઉપઇ', ગાથા ૧૪ Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૭) ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન છે. તેથી બાળકના સ્મરણાત્મક જ્ઞાન ઉપરથી એ નક્કી થાય છે કે તેને આ અનુભવ પૂર્વે થયો હોવો જોઈએ. આ અનુભવ આ ભવમાં થયો નથી એ તો સ્પષ્ટ છે, તેથી આ અનુભવ આ જન્મ પૂર્વે તેને ક્યારેક થયો છે એમ માનવું ઘટે છે. વળી, સામાન્યપણે જે વસ્તુને પોતે અનુભવી કે જોઈ નથી હોતી, તેને તે વ્યક્તિ જાણી શકતી નથી. જન્મેલું બાળક કે જેણે આ ભવમાં સ્વયં મરણનો ત્રાસ અનુભવ્યો નથી કે અન્યના મરણનો ત્રાસ જોયો નથી, તેને પણ - ‘ભૂખના કારણે મરણ થશે' એવો ડર શા માટે લાગે છે? માટે સિદ્ધ થાય છે કે તે બાળકે પૂર્વભવમાં મરણને અનુભવ્યું, જોયું હોવું જોઈએ; અને તેથી નિશ્ચિત થાય છે કે આત્મા નિત્ય છે. મૃત્યુના જ્ઞાન વિના મૃત્યુનો ભય કોઈ કદી ન પામે. નવજાત શિશુને વર્તમાન જન્મમાં મૃત્યુનો અનુભવ થયો નથી, પરંતુ પૂર્વજન્મોમાં મૃત્યુનો અનુભવ થયો હોવાથી વર્તમાન જન્મમાં ‘ભૂખથી મારું મૃત્યુ થશે' એમ તે ભયભીત થાય છે અને તે જીવન ટકાવવા માટે સ્તનપાન કરે છે. ‘આ કાર્ય ભૂખનિવર્તક છે” એમ તેને પૂર્વ અનુભવ હોવાથી, તે ભૂખની નિવૃત્તિ અર્થે સ્તનપાન કરવાની ઇચ્છાથી પ્રેરાઈને સંકલ્પપૂર્વક પ્રવૃત્તિ કરે છે. આ સંસ્કાર આ જીવનમાં પ્રાપ્ત થયા નથી, પરંતુ પૂર્વજન્મમાં પ્રાપ્ત થયા છે એમ સ્વીકારતાં આત્માની નિત્યતા સહેજે સાબિત થાય છે. જેમ વૃદ્ધ માણસને જોઈને એમ કહી શકાય કે આ પુરુષે યુવાની જોઈ છે, તેમ બાળકનો જન્મ થતાંની સાથે તેના વડે કરાતી સ્તનપાન વગેરે પ્રવૃત્તિ જોતાં તે કાર્ય પાછળ પૂર્વજન્મના સંસ્કાર તેમજ તે સંસ્કારને ગ્રહણ કરનાર નિત્ય આત્મા સાબિત થાય છે. પૂર્વજન્મ અને આ જન્મ વચ્ચે અનુસંધાન કરનાર આત્મા એક જ છે, જુદો નથી; તેથી આત્મા નિત્ય છે. આ રીતે બાળરુદન, સ્તનપાન આદિથી નિત્ય આત્માની સિદ્ધિ થાય છે. આ ઉપરાંત નૈસર્ગિક કવિત્વ શક્તિવાળા આજન્મ કવિઓ, વિશિષ્ટ શક્તિવાળા બાળકો તથા જન્મજાત જોગી જેવા પૂર્વારાધક પુરુષો પણ જોવા મળે છે અને તે પણ પૂર્વજન્મના સિદ્ધાંતનું સમર્થન કરે છે. વિશિષ્ટ શક્તિવંત યોગીઓને પૂર્વારાધિત યોગસંસ્કાર સ્વયં સહેજે સ્કુરિત થાય છે. તેઓ પૂર્વે અધૂરા રહેલા યોગની કડીનું અનુસંધાન આ જન્મમાં અલ્પ પ્રયાસે શીઘ્રમેવ સાધી લે છે. મોક્ષપુરીમાં પહોંચવા નીકળેલા આ યોગમાર્ગના પ્રવાસીઓ આયુપૂર્ણતારૂપ વિશ્રામસ્થાને, ભવાંતરગમનરૂપ રાત્રિયાસ કરી વિશ્રાંતિ લે છે અને પુનર્જન્મરૂપ બીજા દિવસે અપૂર્વ ઉત્સાહથી યોગમાર્ગની મુસાફરી આગળ ધપાવે છે. બીજાઓને જે સંસ્કાર ઘણા ઘણા અભ્યાસે અલ્પમાત્ર થાય છે, તે સંસ્કાર આવા આજન્મ યોગીઓને વિના પરિશ્રમે, સહેજે પ્રગટ હોય છે અને તે તેમનું પૂર્વજન્મનું Page #404 -------------------------------------------------------------------------- ________________ ગાથા૬૭ ૩૭૧ અસાધારણ યોગારાધકપણું દર્શાવે છે. લઘુ વયથી જ જ્ઞાનગુણનો અભુત ક્ષયોપશમ દાખવનાર આચાર્યશ્રી વજસ્વામીજી, કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ઇત્યાદિ અનેક વિભૂતિઓ થઈ ગઈ છે. આ ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના રચયિતા જ્ઞાનાવતાર શ્રીમદ્ પણ લઘુ વયથી જ્ઞાનસંસ્કાર પ્રગટ્યો હતો. પોતાના અનુભવનું વર્ણન તેમણે સ્વયં એક કાવ્યમાં કર્યું છે – લઘુ વયથી અદ્ભુત થયો, તત્ત્વજ્ઞાનનો બોધ; એ જ સૂચવે એમ કે, ગતિ આગતિ કાં શોધ? જે સંસ્કાર થવો ઘટે, અતિ અભ્યાસે કાંય; વિના પરિશ્રમ તે થયો, ભવશંકા શી ત્યાંય? જન્મથી જ કે અત્યંત લધુ વયથી વિશિષ્ટ શક્તિઓનું ધારકપણું સ્પષ્ટ સૂચવે છે કે ભૂતકાળના અને વર્તમાન કાળના એમ બે જીવનના દેહ જુદા હોવા છતાં તે બન્નેનો આત્મા એક જ છે. જે આત્મામાં જન્માંતરના પોતાના પ્રયત્નનું બીજ પડ્યું છે એ જ આત્મા વર્તમાન જન્મના નવા દેહમાં રહીને પોતાના એ પ્રયત્નનું ફળ પામે છે. આમ, અસાધારણ યોગીપણું પૂર્વજન્મનો પ્રબળ પુરાવો છે અને તે દેહથી ભિન્ન સ્વતંત્ર નિત્ય આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. જેમ એક સ્થાનથી બીજે સ્થાન જવાય છે, તેમ પરલોકથી આ લોકમાં આવવું થાય છે. અહીં એમ શંકા થઈ શકે કે જેમ એક સ્થાનથી અન્ય સ્થાને જતાં પૂર્વની મૃતિ રહે છે, તેમ પૂર્વજન્મની સ્મૃતિ કેમ રહેતી નથી? જો જીવનો પૂર્વજન્મ હોય તો તેને પૂર્વભવોની વાતો યાદ કેમ નથી રહેતી? તેનું સમાધાન એ છે કે ઘણાં કારણોને લીધે - જેવાં કે મોહ, જ્ઞાનનો ક્ષયોપશમ, ભય વગેરે કારણોને લીધે જીવને વર્તમાન જીવનમાં થયેલા સમગ્ર અનુભવોની સ્મૃતિ વિશેષરૂપે રહેતી નથી. તેવી જ રીતે જીવ જ્યારે એક દેહ છોડીને બીજા દેહમાં જાય છે ત્યારે પૂર્વદેહની આસક્તિ, પૂર્વસંબંધીઓનો વિયોગ, વેદના જેવાં અનેક કારણોને લીધે તેના જ્ઞાન ઉપર આવરણ આવે છે, તેથી વર્તમાનમાં પૂર્વજન્મોની સ્મૃતિ નથી થતી. આત્માનો પૂર્વભવ હોવા છતાં સર્વ જીવને તે યાદ નથી આવતો. જેમને પૂર્વજન્મના વિષયમાં શંકા છે તેઓ કહે છે કે જ્યારે પચ્ચીસ, પચાસ કે તેના કરતાં પણ વધુ વર્ષોની વાતો યાદ રાખી શકાય છે, તો પૂર્વજન્મની વાતો પણ યાદ રહેવી જ જોઈએ. કોઈ એમ કહે કે જીવની સ્મરણશક્તિ એટલી તીવ્ર નથી કે એ બધું યાદ રાખી શકે. પરંતુ આ જગતમાં એવી સ્મરણશક્તિવાળા મનુષ્યો પણ છે જે એક વાર જોયેલું કે એક વાર વાંચેલું ભૂલતા નથી, તેમને પણ પૂર્વજન્મની વાતો ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૯૫ (આંક-૭૭) Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન યાદ નથી; એટલે એમ માનવું ઘટે છે કે પૂર્વજન્મ જેવી કોઈ વસ્તુ નથી. જેઓ પચ્ચીસ કે પચાસ વર્ષની વાતો યાદ હોવાની વાત કરે છે, તેમને શું પોતાના નાનપણની બધી વાતો યાદ હોય છે? તેમને તેમના વર્તમાન જીવનના પહેલાબીજા વર્ષનો હાલ પૂછવામાં આવે તો શું તેઓ તે વર્ણવી શકે છે? જો તેમને પોતાના જીવનનાં પહેલા-બીજા વર્ષની વાતો યાદ નથી, તો પહેલું બીજું વર્ષ હતું જ નહીં એવું કહી શકાય ખરું? તે જ પ્રકારે પૂર્વજન્મનો પણ નિષેધ કરી શકાતો નથી. પૂર્વજન્મની વાત યાદ નથી એટલે પૂર્વજન્મ નથી એમ કહેનારાઓને પૂછવું ઘટે કે ગર્ભમાં તમે શું કર્યું હતું તે યાદ છે? તમને ગર્ભની વાતો યાદ છે? જો ગર્ભની વાતો યાદ હોય તો કહો. તેનો જવાબ તેઓ નહીં આપી શકે. આ ભવમાં તેઓ ગર્ભમાં હતા તેની વાતો પણ યાદ આવતી નથી, છતાં તેઓ ગર્ભાવસ્થાને માને છે કે નહીં? આ જગતમાં જેટલા પણ મનુષ્ય જન્મ્યા છે, તે સર્વ માતાના પેટમાં થોડા કાળ માટે રહ્યા હતા. નીચે માથું અને ઉપર પગ, એ રીતે નવ મહિનાથી અધિક સમય સુધી તેમાં લટકી રહ્યા હતા. ત્યાં અંધારી ઓરડી જેવું અંધારું હતું અને તેમાં એવી ઉત્કટ ગરમી હતી કે અનાજ પણ સીઝી જાય. તેમાં એવી દુર્ગધ હતી કે મોઢું ફેરવી લેવાનું મન થાય. વળી, તેમાં બિલકુલ જકડાયેલા રહેવું પડતું હતું - ન હાથ લાંબો કરી શકાતો હતો, ન પગ લાંબા કરી શકાતા હતા; સંકોચાયેલી અવસ્થામાં રહેવું પડતું હતું. પણ ગર્ભમાંથી બહાર આવ્યા પછી મનુષ્ય તે બધું જ ભૂલી જાય છે. શું તેથી એમ કહી શકાય છે કે મનુષ્ય ગર્ભમાં હતો જ નહીં? જો મનુષ્યને ગર્ભાવસ્થાનાં દુઃખ યાદ રહેતાં હોત તો તે ક્યારે પણ ગર્ભમાં આવવાનું પસંદ કરે જ નહીં, પરંતુ મનુષ્ય એ બધું ભૂલી જાય છે અને જે નવું જીવન પ્રાપ્ત થાય છે તેમાં જ તે લીન થઈ જાય છે. એ જ પ્રમાણે તે પૂર્વભવને પણ ભૂલી જાય છે. સામાન્યપણે પૂર્વજન્મની સ્મૃતિ રહેતી નથી, પરંતુ કેટલાક લોકોને પોતાના પૂર્વભવ યાદ હોય છે. કેટલીક વ્યક્તિઓને પોતાના પૂર્વજન્મનું જ્ઞાન થયું હોય છે. કેટલીક વ્યક્તિઓને પૂર્વાનુભૂત સ્થળ વગેરે જોવાથી પૂર્વજન્મની ઘટનાઓનું સ્મરણ થાય છે, જેને શાસ્ત્રીય ભાષામાં જાતિસ્મરણ જ્ઞાન કહેવામાં આવે છે. જાતિસ્મરણજ્ઞાન એ એક એવો વિશિષ્ટ અનુભવ છે કે જેમાં પૂર્વભવ ગતરાત્રીના બનાવની જેમ યાદ આવી જાય છે. જેમ રાત્રે શયન કરનારને સવારે ઊઠતાં આગલી રાતના બનાવની સ્મૃતિ થાય છે, તેમ જાતિસ્મરણજ્ઞાનથી પૂર્વાનુભૂત સ્થળ, પ્રસંગ વગેરેનું સ્મરણ થાય છે. આ જન્મમાં નહીં જોયેલી અને નહીં અનુભવેલી હકીકતો જણાય છે, જેની તપાસ કરતાં તે સત્ય નીકળે છે. આ જાતિસ્મરણજ્ઞાન આત્માના પૂર્વભવને સાબિત કરે છે. તેનાથી આત્માની નિત્યતા સિદ્ધ થાય છે. Page #406 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૭ 393 જાતિસ્મરણજ્ઞાન એ મતિજ્ઞાનના ધારણા નામના ભેદનો એક પ્રકાર છે. જીવના ભવોભવના ભમણ દરમ્યાન તેણે જે જે સાંભળ્યું હોય, વાંચ્યું હોય, વિચાર્યું હોય, જાણ્યું હોય, અનુભવ્યું હોય; તે તે સર્વ આત્મામાં કોતરાઈ જાય છે અને ટકી રહે છે. જે જે વિષયોની ઊંડી છાપ વિચાર, અનુપ્રેક્ષણ અને અનુભવના કારણે આત્મામાં પડી જાય, તે તે સર્વ સંસ્કારો મતિજ્ઞાનના ધારણા નામના ભેદમાં સમાય છે. આ સંસ્કારોના ઉદયબળથી તે તે વિષયોનું જ્ઞાન ઊપસી આવીને કાર્યશીલ થાય છે. કેટલાંક કારણો તેમજ સંજોગોની સહાયથી આ પૂર્વસંસ્કાર અથવા અન્ય જીવો સાથેનો પોતાનો સંબંધ મૃતિપટ ઉપર ઊપસી આવે છે અને વર્તમાન પ્રસંગ કે વર્તનાની કડીનું અનુસંધાન ભૂતકાળના કોઈ ભવના પ્રસંગ સાથે થઈ જાય છે. આ પ્રકારની સ્મૃતિ થવી તેને જાતિસ્મરણજ્ઞાન કહે છે. જેને જાતિસ્મરણજ્ઞાન થાય છે તેને પોતાના ગતભવોની વાતો તાજી થઈ જાય છે. ભૂતકાળમાં પોતે કોણ હતો, એ ક્યાં જન્મ્યો હતો, એની પાસે શું શું હતું, એને કોની કોની સાથે સંબંધ હતા વગેરે ઘણી વાતો, ઘણી વ્યક્તિઓ, ઘણા સંબંધો યાદ આવી જાય છે. જાતિસ્મરણજ્ઞાનને સામાન્ય અને વિશેષ એમ બે પ્રકારમાં વહેંચી શકાય છે. કોઈ અજાણ્યા અને અપરિચિત સ્થળે જવાનું થયું હોય અને અચાનક તે સ્થળ કે દશ્ય પરિચિત હોય એવું લાગે છે. કોઈ વખત કોઈ અજાણી વ્યક્તિ સામે આવતાં એકાએક અંદરના ઊંડાણમાંથી ભાવ ઊપસી આવે છે કે તેનો ચહેરો પરિચિત લાગે છે, તેને ક્યાંક જોઈ હોય એવું લાગે છે. કોઈ વખત કોઈ પ્રસંગ અથવા વાત પોતે જાણેલી અથવા અનુભવેલી હોય એવો અંતરમાં ભાસ થાય છે. આ સર્વ જાતિસ્મરણજ્ઞાનના સામાન્ય પ્રકારમાં લેખાય છે. આ પ્રકારમાં કોઈ સ્થળ, વ્યક્તિ, વસ્તુ કે પ્રસંગ માત્ર પોતાને પરિચિત હોય એમ લાગે છે. આ પરિચિતપણાના અનુભવના કારણરૂપ એવા પૂર્વભવોના પ્રસંગો જ્યારે સ્પષ્ટપણે સ્મૃતિમાં આવે ત્યારે તે જાતિસ્મરણજ્ઞાન વિશેષ પ્રકારમાં લેખાય છે. પૂર્વભવની સ્મૃતિમાં પોતાનું નામ, ગામ, કુટુંબીજનો, વિશિષ્ટ પ્રસંગો વગેરેની સ્મૃતિ તાજી થાય છે. જેને વિશેષ પ્રકારનું જાતિસ્મરણજ્ઞાન પ્રગટ્યું હોય છે તેને પોતાના પૂર્વજન્મ નજર સામે દેખાય છે. પોતાના પૂર્વભવની ઘટનાઓ સિનેમાના પરદા ઉપર આવતાં ચિત્રોની જેમ આંખો સામે તરે છે. આંતર મન ઉપર જાણે આખું ચલચિત્ર શરૂ થઈ જાય છે. આત્માની નિર્મળતાના કારણે જાતિસ્મરણજ્ઞાન થયું હોય એવાં શાસ્ત્ર પ્રસિદ્ધ અનેક દૃષ્ટાંતો છે. શ્રીમદ્ લખે છે કે – મારું કેટલાક નિર્ણય પરથી આમ માનવું થયું છે કે, આ કાળમાં પણ કોઈ કોઈ મહાત્માઓ ગતભવને જાતિસ્મરણજ્ઞાન વડે જાણી શકે છે; જે જાણવું કલ્પિત Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન નહીં પણ સમ્યક હોય છે. ઉત્કૃષ્ટ સંવેગ-જ્ઞાનયોગ-અને સત્સંગથી પણ એ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે શું કે ભૂતભવ પ્રત્યક્ષાનુભવરૂપ થાય છે.' અનેક મહાત્માઓને જાતિસ્મરણજ્ઞાન થયેલ છે અને વર્તમાનમાં પણ ક્વચિત્ ક્વચિત્ કોઈને તે જ્ઞાન થાય છે. અનેક મહાત્માઓનાં જીવનમાં જાતિસ્મરણજ્ઞાનના થયેલા અનુભવો વાંચવામાં-સાંભળવામાં આવે છે. શ્રીમદ્ તેમાંનું એક જ્વલંત ઉદાહરણ છે. શ્રીમદ જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ્યું હતું. તેમને પોતાના અનેક પૂર્વભવો યાદ હતા. તેમણે સ્વયં પોતાને થયેલ જાતિસ્મરણ જ્ઞાનનો ઉલ્લેખ કરેલો છે. અનેક મહાત્માઓએ પોતાના પૂર્વભવોનું વર્ણન કર્યું છે. તેના આધારે પૂર્વજન્મ, આત્માની નિત્યતા આદિની પુષ્ટિ થાય છે. જો પૂર્વજન્મ જેવી કોઈ વસ્તુ જ ન હોય તો તે મહાત્માઓ પોતાના પૂર્વભવનું વર્ણન કઈ રીતે કરી શકે? આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી ‘યોગબિન્દુ' માં લખે છે કે જાતિસ્મરણ જ્ઞાન ધરાવનારા અનેક મહાત્માઓ થયેલા છે કે જેઓ પૂર્વભવના સ્વરૂપને જાણતા હતા. આના ઉપરથી આત્મા, કર્મ, પરભવ, સ્વર્ગ, નરક વગેરે વસ્તુઓનો નિશ્ચય થાય છે. આ કાળમાં પણ ઘણાને પૂર્વજન્મનું જ્ઞાન થાય છે. જેને જાતિસ્મરણશાન થયું હોય છે તેઓ પોતાના પૂર્વજન્મની વાતો કહી સંભળાવે છે. પોતે પૂર્વે ક્યા ભવમાં હતા તે તેઓ કહે છે. પોતે કયા ગામના હતા, પોતાનાં માતા-પિતા કોણ હતા વગેરે પૂર્વજન્મની વાતો તેઓ કરે છે. તેઓ પોતાના પૂર્વજન્મની જે હકીકતો કહે છે તે સત્ય નીકળે છે. આવા તો સેંકડો પ્રસંગો આજે ઉપલબ્ધ થાય છે. વર્તમાન કાળમાં પણ આવી સેંકડો ઘટનાઓ બની છે કે જેની નોંધ વૈજ્ઞાનિકોએ ટાંકી છે. વૈજ્ઞાનિકોએ પૂર્વજન્મના કિસ્સાઓની તપાસ કરીને, તે અંગે સંશોધન કરીને તે પ્રસંગોને નોંધ્યા છે. જૈન સાહિત્યમાં તો અનેક સ્થળે પૂર્વજન્મની વાતો કરવામાં આવી જ છે; અને હવે તો વર્તમાનપત્રો અને સામયિકોમાં પણ તે અંગેની વાતો છપાય છે. આવી ઘટનાઓ વિષે અનેક પુસ્તકો પણ પ્રસિદ્ધ થયાં છે. પૂર્વજન્મની સ્મૃતિની વાતો હવે એક તથ્ય તરીકે સ્વીકારાઈ છે. જાતિસ્મરણજ્ઞાનના આધારે પૂર્વજન્મની સિદ્ધિ થાય છે. જેમ ક્રોધાદિનું તારતમ્ય જોઈને અનુમાનથી પૂર્વજન્મની સિદ્ધિ થાય છે, તેમ જાતિસ્મરણજ્ઞાનના અનુભવ વડે પણ પૂર્વજન્મની સિદ્ધિ થાય છે. જેમ અનુમાનથી તેમ ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૯૦ (પત્રાંક-૬૪) ૨- એજન, પૃ.૩૬ ૧ (પત્રાંક-૪૨૪). ૩- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, યોગબિન્દુ', શ્લોક ૬૩ 'श्रूयन्ते च महात्मान, एते दृश्यन्त इत्यपि । क्वचित्संवादिनस्तस्मा-दात्मादेर्हन्त निश्चयः ।।' Page #408 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૭ ૩૭૫ અનુભવથી પણ પૂર્વજન્મની પ્રતીતિ થાય છે. પૂર્વજન્મની સિદ્ધિ થતાં આત્માની નિત્યતાની સિદ્ધિ થાય છે. પૂર્વજન્મનું સ્મરણ થાય છે, માટે આત્માની નિત્યતા માનવી ઘટે છે. પ્રત્યેક ભવમાં સુખ-દુ:ખ વેદનાર શરીરથી જુદો નિત્ય આત્મા માનવા યોગ્ય છે. જાતિસ્મરણજ્ઞાન એ આત્માના નિત્યસ્વરૂપ અસ્તિત્વનો પ્રબળ પુરાવો છે. પૂર્વજન્મવિષયક સંશોધનમાં, જાતિસ્મરણના કિસ્સાઓના અભ્યાસ ઉપરાંત એક નવી પદ્ધતિનો પણ પ્રયોગ થઈ રહ્યો છે. એ છે Hypnotic Age Regression'. આ પદ્ધતિ અનુસાર વ્યક્તિને વશીકરણ (hypnotism) દ્વારા ગાઢ ઊંઘ જેવી અવસ્થા (trance)માં લઈ જવામાં આવે છે અને પછી તેની ભૂતકાળની સ્મૃતિઓ જાગૃત કરાવાય છે. સામાન્ય રીતે તો અતિ દૂરના ભૂતકાળના કોઈ વિશિષ્ટ પ્રસંગો જ જીવ યાદ કરી શકે છે, પણ દસ વર્ષ પૂર્વે અમુક દિવસે તેણે શું કરેલું એ યાદ આવતું નથી; પરંતુ ગાઢ ‘ટ્રાન્સ'ની સ્થિતિમાં તે દિવસ જાણે તે અત્યારે જીવી રહ્યો હોય એટલી સ્પષ્ટતાથી સ્મૃતિપટ ઉપર ઊપસી આવે છે. 'હિપ્નોસિસ'ની ગાઢ ‘ટ્રાન્સમાં જ્ઞાનશક્તિનો ઉઘાડ થઈ જતાં દેશ-કાળની મર્યાદાની પાળ તૂટી જતી જોવામાં આવે છે. આ અવસ્થામાં માત્ર પૂર્વભવની જ નહીં પણ અનેક જન્મોની સ્મૃતિ જાગૃત થઈ શકે છે. આ પ્રયોગ દ્વારા વ્યક્તિ પોતાની જાતને પૂર્વજન્મમાં વિદ્યમાન માને છે અને જાણે કે એ જન્મની અવસ્થાઓને વર્તમાન કાળમાં અનુભવતી હોય એ રીતે એનું વર્ણન કરે છે. દા.ત. બાળપણનો પ્રસંગ હોય તો બાળક જેવો અવાજ અને દુઃખનો પ્રસંગ હોય તો વેદનાભર્યો સ્વર વગેરે. જાણે સ્મૃતિમાં લવાતો પૂર્વજીવનનો પ્રસંગ કોઈ નિષ્ણાત અદાકાર અત્યારે જ ભજવી ન રહ્યો હોય! ઊંડા સંમોહન(hypnotism)ના પ્રયોગોમાં માણસને ઘણાં વર્ષોનાં ઊંડાણમાં લઈ જવામાં આવે છે અને પ્રશ્નો પૂછવામાં આવે છે. તમે પાંચ વર્ષના હતા ત્યારે શું કરતા હતા? તમે બે વર્ષના હતા ત્યારે શું કરતા હતા? આવા પ્રશ્નો પૂછાતાં સંમોહનની પ્રક્રિયામાં કેટલીક વાર તે વ્યક્તિ અંગૂઠો મોઢામાં મૂકીને ચૂસવા લાગે છે. હિપ્નોટિસ્ટો આના કરતાં પણ વધારે ઊંડા જાય છે. તમે છ મહિનાના હતા ત્યારે શું કરતા હતા? માતાના ઉદરમાં ગર્ભ તરીકે હતા ત્યારે શું કરતા હતા? કેવી રીતે રહેતા હતા અને એ જ પ્રમાણે હજુ પાછળ પાછળનાં વર્ષોમાં લઈ જવા માટે તેમને પૂછવામાં આવે છે કે તમે ગયા જન્મમાં કોણ હતા? ક્યાં હતા? કેવા હતા? આવા પ્રશ્નોની હારમાળાથી પૂર્વજન્મની હકીકત જાણવાનો પ્રયત્ન કરવામાં આવે છે. સંમોહનની પ્રક્રિયામાં માણસ પૂર્વજન્મની હકીકતો કહી શકે છે. હિપ્નોટિઝમના પુરસ્કર્તા આધુનિક વૈજ્ઞાનિકો કહે છે કે માનવમનના બે વિભાગ છે - જાગૃત મન (conscious mind) અને અવચેતન મન (sub-conscious Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન mind). જાગૃત મનમાં આવેલા વિચારો થોડો સમય ત્યાં રહીને પછી અવચેતન મનમાં ચાલ્યા જાય છે. સમય મળતાં ફરી તે વિચાર જાગૃત મનમાં આવીને પાછી જૂની હકીકત તાજી કરીને, તેની યાદ દેવરાવીને ભય આદિથી સસ્ત કરે છે. અવચેતન મનમાં રહેલા વિચારોને આ પ્રક્રિયા દ્વારા જાણીને માનવને તે રીતે સલાહ આપવાથી, આંતર મનમાંથી તે વિચાર ભૂંસી નાંખવાથી ભય આદિથી મુક્ત થવાય છે. જાગૃત અને સુષુપ્ત મન બન્નેની કાર્યપદ્ધતિઓમાં ઘણો તફાવત છે. આ વશીકરણની પદ્ધતિથી બન્ને મનનો અભ્યાસ કરવામાં આવે છે અને તેના આધારે માનવીના મનમાં ધરબાયેલી સમસ્યાનું મૂળ કારણ શોધી કાઢવામાં આવે છે. ભયગ્રંથિ, લઘુતાગ્રંથિ આદિથી પીડાતા માણસોને સંમોહનની પ્રક્રિયાથી ભય, લઘુતાગ્રંથિ આદિથી મુક્ત કરવા માટે તેના ઉપર પ્રયોગો કરવામાં આવે છે. આ જીવનમાં તો તેવા ભય આદિનું કોઈ કારણ જણાતું ન હોય તો પછી શું બન્યું હશે? એવો પ્રશ્ન ઊઠે છે. તે શોધવા તે માણસને ઊંડા સંમોહનમાં લઈ જવામાં આવે છે. વશીકરણની પદ્ધતિથી તેને ભૂતકાળના જન્મની યાદ કરાવવામાં આવે છે અને તેમાં તેના પૂર્વજન્મની કોઈક હકીકતની એવી કડી સાંપડે છે કે જેની અસર તેના આ જીવનમાં થતી હોવાથી સમસ્યા ઊભી થયેલી હોય છે. તે વ્યક્તિને તેના ભૂતકાળના ભવોમાં બનેલા પ્રસંગોનું સ્મરણ કરાવી તે વ્યક્તિના ભય વગેરેનું મૂળ કારણ પકડવામાં આવે છે અને તેને સમજાવવામાં આવે છે, જેથી તેના ભય આદિ દૂર થાય. તેને તેના પૂર્વભવ યાદ કરાવીને, સમજાવીને, ધીમે ધીમે પૂર્વભવની તે અસર ભુલાવી દેવામાં આવે છે અને તેને ભય, દુઃખ આદિમાંથી મુક્ત કરવામાં આવે છે. આમ કરવાથી તેની ભયગ્રંથિ, લઘુતાગ્રંથિ વગેરે મટી જાય છે. આ રીતે વર્તમાન યુગમાં વિકસતા વિજ્ઞાને વશીકરણની પદ્ધતિની દિશામાં ડગ માંડ્યાં છે, જેમાં સંમોહનની પ્રક્રિયાથી તેને મનના ઊંડાણમાં લઈ જઈને કારણ શોધવામાં આવે છે તથા સમજણ આપવામાં આવે છે. આ પદ્ધતિ દ્વારા લોકોની ભયગ્રંથિ આદિને દૂર કરવાના પ્રયોગો થાય છે અને તેમાં સફળતા પણ મળે છે. પૂર્વજન્મની સ્મૃતિઓ કરાવીને વર્તમાન જીવનની અનેક સમસ્યાઓ ઉકેલવાનું કામ આજના હિપ્નોટિસ્ટ વૈજ્ઞાનિકો કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા પ્રાપ્ત ડૉક્ટર અને વૈજ્ઞાનિક ડૉ. એલેકઝાંડર કેનને વશીકરણના લગભગ ૧૩૮૩ પ્રયોગો કર્યા છે. તેમણે કેટલાક મહત્ત્વના પ્રસંગોને ટાંકતાં “ધ પાવર વિધિન' નામનું એક પુસ્તક લખ્યું છે. આત્મા, પૂર્વજન્મ, પુનર્જન્મ આદિમાં ન માનનારા એક વખતના નાસ્તિક ડૉ. કેનને આ પ્રયોગો ઉપરથી આત્મા, પૂર્વજન્મ, પુનર્જન્મ આદિની સિદ્ધિ કરી છે. વશીકરણની વિદ્યાથી પૂર્વજન્મની સ્મૃતિઓ તાજી કરાવી Page #410 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૭ 3७७ અને પૂર્વજન્મના વિષયમાં અનેક શંકા-કુશંકાઓ કરીને તેનાં સમાધાનો મેળવી, અંતે તેમણે જાહેર કર્યું છે કે પૂર્વજન્મ જેવી વસ્તુ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થાય છે. ૧ હિપ્નોટિક ટ્રાન્સ દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી અને સંશોધનના કારણે હવે બુદ્ધિજીવી સમાજ પણ પૂર્વજન્મના સિદ્ધાંતને સ્વીકારે છે. આ પદ્ધતિના કારણે પશ્ચિમમાં પણ પૂર્વજન્મનો સિદ્ધાંત વધુ ને વધુ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી રહ્યો છે. મેલબોર્ન યુનિવર્સિટીના એક વૈજ્ઞાનિક ડૉ. રેયનોર જોન્સન, ધ ઈમ્બ્રિઝન્ડ પ્લેન્ડર' નામના પુસ્તકમાં પરામનોવૈજ્ઞાનિક (Para-Psychological) સંશોધનોની ચર્ચાનો ઉપસંહાર કરતાં લખે છે કે ‘ટૂંકમાં, મૃત્યરૂપી પરિવર્તન પછી પણ આપણું અસ્તિત્વ ટકશે એમ માનવાને આપણી પાસે પૂરતો વિશ્વસનીય પુરાવો છે.' આમ, ઊંડા વશીકરણની પદ્ધતિ દ્વારા પૂર્વજન્મ યાદ આવતાં પૂર્વજન્મની સિદ્ધિ થાય છે. આત્મા આ જન્મ પહેલાં પણ હતો, તેનો પૂર્વજન્મ પણ હતો તે સંમોહનથી સિદ્ધ થાય છે. પૂર્વજન્મની સ્મૃતિ ‘પૂર્વજન્મ છે' એવું સિદ્ધ કરે છે. પૂર્વજીવનની સ્મૃતિ આ જીવનમાં થાય છે એ હકીકત માત્ર પૂર્વજન્મની જ સાબિતી નથી આપતી, પણ ‘મનુષ્યની સ્મૃતિ રાસાયણિક ફેરફારો દ્વારા તેના મગજના કોષોમાં સંગ્રહાયેલી તેની અનુભૂતિઓની નોંધના આધારે જ જાગે છે એવી આધુનિક વિજ્ઞાનની માન્યતાને પણ પડકારે છે. જે શરીર નાશ પામ્યું તે જીવનની સ્મૃતિઓ પણ જાગૃત કરી શકાય છે અને એ જ સિદ્ધ કરે છે કે સ્મૃતિઓનો આધાર દેહ નહીં પણ આગલા દેહને છોડીને નવી કાયા ધારણ કરનારું કોઈ સ્વતંત્ર તત્ત્વ છે. ગઈ કાલનું આજે યાદ રહેવું અથવા ૨૦-૪૦ વર્ષો પહેલાંનું યાદ રહેવું અને એ જ પ્રમાણે ૧૫૦-૨૦૦ વર્ષ પહેલાંનું યાદ રહેવું એ સ્મરણજ્ઞાન છે અને એ સ્મરણશક્તિ કંઈ શરીરનો ગુણ નથી. જો એ શરીરનો ગુણ હોત તો મડદાને પણ યાદ રહેતું હોત. વસ્તુનું સ્મરણ કરનાર આત્મા જ છે. આમ, ગત જન્મોની સ્મૃતિની હકીકત પુરવાર કરે છે કે - (૧) જ્ઞાનનો આધાર દેહ નથી, (૨) દેહથી ભિન્ન પોતાનું અસ્તિત્વ ધરાવનાર કોઈ તત્ત્વ દેહમાં છે અને (૩) દેહના નારા સાથે એ તત્ત્વનો નાશ થતો નથી. પૂર્વજન્મની સ્મૃતિથી આત્માનો પૂર્વજન્મ સિદ્ધ થાય છે અને આત્માનો પૂર્વજન્મ સિદ્ધ થતાં તેનો પુનર્જન્મ પણ સિદ્ધ થાય છે. પુનર્જન્મ એ બે શબ્દો છે - પુનઃ + જન્મ. પુનઃ એટલે ફરીથી. પુનઃ શબ્દ ‘બીજી વાર'ના અર્થમાં વપરાય છે. જન્મ એટલે ૧- જુઓ : એલેકઝાંડર કેનન, ‘ધ પાવર વિધિન', પ્રકરણ સોળમું, પૃ.૧૭૦ ૨- જુઓ : ડૉ. રેયનોર જોન્સન, ‘ધ ઈમ્બ્રિઝન્ડ પ્લેન્ડર', પૃ.૨૯૩ 'To sum up: We have enough trustworthy evidence to anticipate our survival of the change called death.' Page #411 -------------------------------------------------------------------------- ________________ 3७८ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અવતરવું. પુનર્જન્મ એટલે ફરીથી જન્મ લેવો. ફરીથી જન્મ લેનાર કોણ છે? પુનર્જન્મ કોનો? આત્માનો કે શરીરનો? શું શરીર ફરીથી જન્મે છે ખરું? ના. બળીને ભસ્મ થઈ ગયેલા શરીરનું પુનરાગમન, ફરીથી આવવું તો ક્યાંથી સંભવે? એ તો ક્યારે પણ સંભવે નહીં. શરીર જો અહીં જ બળી ગયું તો અવશિષ્ટ શું રહ્યું? આત્મા. આત્મા બળતો નથી, નષ્ટ થતો નથી, મરતો નથી. શરીર જડ, વિનાશી, અશાશ્વત છે; જ્યારે આત્મા ચેતન, અવિનાશી, શાશ્વત છે. મૃત્યુ પછી આત્મા જ અવશિષ્ટ રહે છે અને તે જ નવા ઉત્પત્તિસ્થાનમાં જાય છે. મૃત્યુ એટલે આત્મા અને શરીરનો વિયોગ. જીવ જ્યારે શરીરને છોડીને ચાલ્યો જાય છે ત્યારે મરણ થાય છે. જીવ શરીરને છોડી ગયા પછી જે મૃત કલેવરરૂપે પડી રહેલું શરીર છે, જેમાં હલન-ચલન, બોલવા-સાંભળવા વગેરે કોઈ ક્રિયા રહી નથી; તેવા મૃત કલેવરને બાળવામાં આવે છે. બધી ક્રિયા કરનારો જે જીવ છે તેના ગયા પછી, અર્થાત્ શરીર છોડીને જીવના ચાલ્યા ગયા પછી જે નિર્જીવ અવસ્થાનું શરીર છે - મૃત શરીર છે તેનો અગ્નિસંસ્કાર કરવામાં આવે છે, અગ્નિ વડે તે દેહને દાહ આપીને ભસ્મ કરવામાં આવે છે. આ વખતે તેનામાં જીવ નથી એની ખાતરી એ છે કે શરીર બળવા છતાં કોઈ વેદના, દુઃખ, ત્રાસ, તકલીફ નથી અનુભવાતી. તે જ બતાવે છે કે વેદના, દુઃખને અનુભવનારો ત્યાં નથી રહ્યો. આત્મા ત્યાં નથી રહ્યો, માત્ર શરીર જ બળે છે. માટે એક વાત નિશ્ચિત થઈ જાય છે કે મૃત શરીર અગ્નિમાં બળીને ભસ્મીભૂત થઈ જાય છે એટલે શરીરને ફરીથી જન્મ લેવાપણું નથી. ફક્ત આત્મા જ એક ભવમાંથી બીજા ભવમાં જાય છે અને ઉત્પત્તિસ્થાનમાં ઉત્પન્ન થઈને નવીન શરીર ધારણ કરે છે. શરીર પાછું આવતું નથી, આત્માનો જ પુનર્જન્મ થાય છે. મૃત્યુ પછી આત્માનું અસ્તિત્વ ટકે છે અને તે નવા જન્મમાં જાય છે. પૂર્વજન્મ તથા પુનર્જન્મનો સ્વીકાર થતાં જીવના અનંત પરિભ્રમણનો સ્વીકાર થાય છે. એક દિવસ જેનો જન્મ થાય છે તે, જન્મ પછી અમુક વર્ષનો કાળ જીવન તરીકે વિતાવે છે અને પછી એક દિવસ મૃત્યુ પામે છે. મૃત્યુ પામે એટલે એક ભવ પૂરો થાય છે અને પછી તે બીજા ભવમાં જાય છે. મૃત્યુ પછી જીવ બીજા ભવના જન્મસ્થાને જાય છે. બીજા ભવ પછી ત્રીજો ભવ એમ પરંપરાથી અનેક ભવો થાય છે. આજ સુધીમાં જીવના અનંત ભવો થઈ ગયા છે. સમુદ્રના જલબિંદુઓની જેમ ભવોની સંખ્યા અપાર છે. જીવ ભવાંતર કરતો કરતો જુદી જુદી ગતિઓમાં ઉત્પન્ન થાય છે. તે ચારે ગતિઓમાં પરિભ્રમણ કરે છે. તે ક્યારેક દેવ તો ક્યારેક મનુષ્ય, ક્યારેક પશુ તો ક્યારેક નારકી બને છે. જીવ વિવિધ ગતિમાં, જાતિમાં તથા યોનિમાં ઉત્પન્ન થયો છે, મર્યો છે. ચાર ગતિમાં, પાંચ જાતિમાં Page #412 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૭ ૩૭૯ અને ચોર્યાસી લાખ જીવયોનિઓમાં પરિભ્રમણ કરતાં તેણે અનંત જન્મ-મરણ કર્યા છે, અનંત ભવો કર્યા છે. આત્મા એક મહાન પ્રવાસી છે અને તે અનાદિ કાળથી આ સંસારમાં ચોર્યાસી લાખ જીવયોનિઓમાં સતત ભટકી રહ્યો છે, જન્મ-મરણ કરી રહ્યો છે. ચોર્યાસી લાખ જીવયોનિઓ એ જ જીવને ઉત્પત્તિ માટેનું સ્થાન છે અને ચૌદ રાજલોકપ્રમાણ લોક તેના પરિભ્રમણનું ક્ષેત્ર છે. જેમ મનુષ્ય જૂનાં કપડાં ત્યજીને નવાં વસ્ત્રો ધારણ કરે છે, તેમ દેહધારી આત્મા જૂનાં શરીરો ત્યજીને નવાં શરીરો ધારણ કરે છે. માણસ જીવન દરમ્યાન નવાં નવાં કપડાં પહેરે છે. એક કપડું ૨-૫ વર્ષ પહેરે છે. પછી તે જૂનું થતાં કાઢી નાખે છે. તે જે પણ નવું કપડું પહેરે છે તે થોડા વર્ષોમાં જીર્ણ-શીર્ણ થઈ જતાં તેને કાઢી નાખે છે અને બીજાં નવાં કપડાં લાવે છે. આમ, એક પછી એક વસ્ત્ર બદલાય છે, પરંતુ પહેરનાર વ્યક્તિ તો એક જ છે. કપડાંની જેમ શરીર પણ જીર્ણ-શીર્ણ થઈ જતાં, અર્થાત્ વૃદ્ધાવસ્થામાં શરીર જર્જરિત થઈ જતાં, તેની અવધિ પૂરી થઈ જતાં આત્મા તેને છોડીને ચાલ્યો જાય છે અને બીજી ગતિમાં, બીજા ભવમાં નવું શરીર ધારણ કરે છે અને પછી થોડાં વર્ષો સુધી તેમાં રહે છે. તે શરીર પણ જીર્ણ-શીર્ણ થઈ જતાં મૃત્યુ સમયે તેને પણ છોડીને જીવ પરલોકમાં જાય છે અને ત્યાં ઉત્પત્તિસ્થાનમાં ઉત્પન્ન થઈ બીજું શરીર બનાવે છે. એક શરીર છોડીને જીવ બીજા ઉત્પત્તિસ્થાનમાં જઈ જે બીજું શરીર બનાવે છે અને તેમાં રહે છે, તે જ તેનો બીજો જન્મ. તેને પુનર્જન્મ કહેવાય છે અને આગળ આગળના જે જન્મો થતા જાય તેને પણ પુનર્જન્મ કહેવાય છે. પાછળ પાછળના કાળમાં - ભૂતકાળમાં જે જન્મો થઈ ગયા હોય તેને પૂર્વજન્મ કહેવાય છે. પુનર્જન્મ ભાવિમાં થનારા આગામી ભવો છે, જ્યારે ભૂતકાળમાં વીતી ચૂકેલા ભવો તે પૂર્વજન્મ છે. આ પ્રમાણે દરેક જીવને પૂર્વજન્મ અને પુનર્જન્મ બને છે. જીવના ભૂતકાળના જન્મો પણ છે, તેનો વર્તમાન જન્મ પણ છે તથા ભવિષ્ય કાળના પણ જન્મ છે; તેથી તે નિત્ય છે. નિત્ય એટલે ભૂતકાળમાં, વર્તમાન કાળમાં અને ભવિષ્ય કાળમાં હોવાપણું. ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્ય કાળ ત્રણેમાં આત્મા વિદ્યમાન છે, તેથી તે નિત્ય સિદ્ધ થાય છે. આત્માની નિત્યતાનો સિદ્ધાંત અબાધિત છે. આ પ્રમાણે અનેક હકીકતોનો સૂક્ષ્મ વિચાર કરતાં આત્માના નિત્યત્વનું અનુમાન થઈ શકે છે. આગળ જોઈ ગયા કે – (૧) સર્પ વગેરે પ્રાણીઓમાં જન્મથી ક્રોધાદિ વિશેષ પ્રમાણમાં દેખાય છે તે પૂર્વસંસ્કાર Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સૂચવે છે. સર્પ-નોળિયો, સાપ-મોર, ઉંદર-બિલાડી વગેરે વચ્ચે જન્મજાત વેર પણ પૂર્વજન્મની સિદ્ધિ કરે છે. (૨) એક જ કુટુંબમાં જન્મેલાં, એક જ કેળવણી પામેલાં, બે બાળકોનાં વ્યક્તિત્વમાં ખૂબ જ ભિન્નતા જોવા મળે છે તથા માતા-પિતાના સ્વભાવથી વિરુદ્ધ સ્વભાવવાળાં સંતાન જોવા મળે છે, જે પૂર્વજન્મના સંસ્કાર સાબિત કરે છે. (૩) કોઈના પણ શીખવ્યા વિના નવજાત શિશુ સ્તનપાન આદિ પ્રવૃત્તિ કરે છે, તે પણ પૂર્વજન્મના સંસ્કારનું અનુસંધાને દર્શાવે છે. (૪) કેટલાક વિશિષ્ટ શક્તિવાળાં બાળકો અને કેટલાક આજન્મ યોગીઓ જોવા મળે છે, તે પણ પૂર્વજન્મના સિદ્ધાંતને સમર્થિત કરે છે. (૫) કેટલીક વ્યક્તિઓને પોતાના પૂર્વભવોનું સ્પષ્ટ જ્ઞાન થાય છે, જેને શાસ્ત્રીય ભાષામાં જાતિસ્મરણજ્ઞાન કહેવામાં આવે છે, તે પણ પૂર્વજન્મને સિદ્ધ કરે છે. આવી અનેક પ્રકારની વર્તમાન જીવનની વિચિત્રતા - વિશેષતા પૂર્વજન્મનું અનુસંધાન દર્શાવે છે અને પૂર્વજન્મને સિદ્ધ કરે છે. પૂર્વજન્મનું અનુસંધાન સિદ્ધ થતાં આત્મા આ જન્મ પૂર્વે પણ હતો એમ સિદ્ધ થાય છે. ઉત્તરોત્તર પૂર્વ પૂર્વ જન્મ જીવનું અનાદિપણું સિદ્ધ કરે છે. પૂર્વજન્મની સિદ્ધિથી ઉત્તરોત્તર કાર્ય-કારણની પરંપરાથી આત્મા અનાદિ સિદ્ધ થાય છે. પૂર્વજન્મની પરંપરા જોતાં તેનો આદિ નથી જણાતો અને જીવ અનાદિ હોવાથી અનંત સિદ્ધ થાય છે. આત્મા અનાદિ, અનંત, શાશ્વત, નિત્ય સિદ્ધ થાય છે. શિષ્યને આત્માના નિત્યત્વ વિષે સંદેહ છે. તેને આત્મા ત્રિકાળી હશે કે નહીં એવો સંશય છે. તેનો સંશય દૂર કરવા શ્રીગુરુ તેને સ્પષ્ટપણે સમજાવે છે કે ક્રોધાદિ પ્રકૃતિઓની ન્યૂનાધિકતા સર્પાદિમાં પ્રગટ દેખાય છે તે પૂર્વજન્મના સંસ્કાર છે અને તે જીવની નિત્યતા સૂચવે છે. સર્પ વગેરે પ્રાણી જન્મથી જ ક્રોધાદિ સ્વભાવવાળાં હોય છે. સાપ-મોર વગેરેને જન્મથી વેર હોય છે, તે આ ભવમાં બંધાયેલું વેર કે પ્રકૃતિદોષ નહીં પણ એ પૂર્વજન્મના સંસ્કાર છે. પૂર્વભવની સિદ્ધિથી આત્માની નિત્યતા સહેજે સિદ્ધ થાય છે. આત્મા મરતો નથી, પરંતુ જન્માંતરમાં પણ તેનો તે જ હોય છે, તેથી તે નિત્ય સિદ્ધ થાય છે. પૂર્વજન્મના સંસ્કાર આત્મા નિત્ય છે એ સિદ્ધાંતનું સમર્થન કરે છે અને ઉત્પત્તિ-નાશવાળા અનિત્ય આત્માને માનનારા મતનું નિરાકરણ કરે છે. સર્પાદિમાં ક્રોધાદિ પ્રકૃતિઓની તરતમતાના કારણનો ઊંડાણથી વિચાર કરતાં આત્માના નિત્યત્વ સંબંધી શંકા નિર્મુળ થઈ જાય છે. ડૉ. તરુલતાબાઈ મહાસતીજી કહે છે – સહુ જીવોમાં દેખાતી વિભિન્નતા તેના ગત જન્મોના સંસ્કાર છે. તેનાથી એ Page #414 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૭ ૩૮૧ ફલિત થાય છે કે આ તેનો પહેલો જન્મ નથી. પૂર્વે પણ વિવિધ યોનિઓમાં જન્મ ધારણ કરીને આવ્યો છે. હવે પૂર્વે જન્મ ધારણ કર્યો અને તેના સંસ્કાર અહીં લઈને આવ્યો, તેનો અર્થ જ એ છે કે જે આત્મા આ શરીરમાં છે, તે જ આત્મા ગત જન્મોના શરીરમાં પણ હતો, જે બન્ને જન્મોનો આત્મા એક ન હોય તો સંસ્કારો કોની સાથે આવ્યા? કારણ એક આત્માએ કરેલાં કર્મો અન્ય આત્મા ભોગવતો નથી. જે કરે તેની સાથે જ જાય અને તે જ ભોગવે. પૂર્વ જન્મનું શરીર સાથે નથી આવ્યું. તેનો તો નાશ થઈ ગયો. પણ શરીરના નાશ પછી પણ આત્મા કાયમ રહ્યો. તેથી જ તેણે સંસ્કાર સાથે લઈને આ જન્મ ધારણ કર્યો.' આમ, અનુમાનપ્રમાણ દ્વારા શ્રીગુરુ શિષ્યને આત્માની નિત્યતાની સમજણ આપે છે. આત્માને અનિત્ય માનનારા શિષ્યને આત્મા નિત્યસ્વભાવી છે એમ શ્રીગુરુ સાબિત કરી આપે છે. આત્મા દેહયોગથી ઊપજતો હોવાથી અને દેહવિયોગે નાશ થતો હોવાથી, આત્માનું અસ્તિત્વ અમુક મર્યાદિત કાળ પૂરતું છે એવી શિષ્ય કરેલી દલીલનું સચોટ સમાધાન આપી, આત્માનું અસંયોગીપણું, અનુત્પનપણું અને અવિનાશીપણું બતાવી; શ્રીગુરુ આત્માનું ત્રિકાળવર્તી અસ્તિત્વ સિદ્ધ કરે છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘ક્રોધાદિ તરતમ્યતા, શુદ્રાદિક જે પ્રાણી; જણાય પૂર્વ અભ્યાસની, ટેવ કરે યશ હાણી. વળી ક્રોધ તરતમપણે, સર્પાદિકની માંય; નયણે જોતાં મન વિષે, શંકા રહે ન કાંઈ. કોઈક રાગી લોભી યા, કોઈક કપટી માની; પૂર્વજન્મ સંસ્કાર તે, જણાય જીવ નિશાની. દેહરૂપ વસ્ત્રો સજ્યા, અનંતભવની માંહી; આત્મપુરુષ અવિનાશી એ, જીવ નિત્યતા ત્યાંય....૨ ૧- ડૉ. તરુલતાબાઈ મહાસતીજી, હું આત્મા છું', ભાગ-૨, પૃ.૮૫-૮૬ ૨- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૩૦ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૨૬૫-૨૬૮) Page #415 -------------------------------------------------------------------------- ________________ Page #416 -------------------------------------------------------------------------- ________________ गाथा - ६८ muche ka , ५8 ५०, Greennn 44101.. . Page #417 -------------------------------------------------------------------------- ________________ Page #418 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૬૮ | ગાથા ૬૭માં શ્રીગુરુએ કહ્યું કે ક્રોધાદિ પ્રકૃતિનું ન્યૂનાધિકપણું સર્પાદિમાં [25] જન્મથી જ જોવા મળે છે, જે પૂર્વજન્મનો સંસ્કાર સાબિત કરે છે, જે વડે ભૂમિકા જીવનું ત્રિકાળીપણું, અનાદિ-અનંતપણું સિદ્ધ થાય છે. આમ, આત્મા નિત્ય નથી, પરંતુ દેહયોગથી ઊપજ્યા પછી અમુક કાળ સુધી તે દેહમાં ટકીને દેહવિયોગે નાશ થનાર પદાર્થ છે - એવી ગાથા ૬૦માં શિષ્ય ભૂતચૈતન્યવાદી ચાર્વાક દર્શનના પ્રભાવથી કરેલી શંકાનું સચોટ સમાધાન ગાથા ૬૨-૬૭માં શ્રીગુરુએ આપ્યું. હવે ગાથા ૬૧માં બૌદ્ધ દર્શનના પ્રભાવથી શિષ્ય કરેલી શંકાનું સમાધાન શ્રીગુરુ ગાથા ૬૮-૭૦માં અત્યંત સરળ ભાષામાં, છતાં અસરકારક શૈલીથી આપશે. ગાથા ૬૧માં શિષ્ય શંકા કરી હતી કે “અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય; એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય'. વસ્તુના ક્ષણિકત્વ ઉપર દૃષ્ટિ જવાથી વસ્તુ સ્વભાવથી ક્ષણિક છે - અનિત્ય છે એમ શિષ્યને ભાસે છે. ક્ષણે ક્ષણે પલટાતી ક્રોધાદિ વૃત્તિઓને જોઈને શિષ્યને એમ લાગે છે કે આત્મા અનિત્ય છે, ક્ષણ માત્ર ટકીને નાશ થનાર પદાર્થ છે. ક્રોધાદિ વૃત્તિઓનું પરિણમન સતત થતું હોવા છતાં ‘આત્મા એકાંતે અનિત્ય નથી', પણ વસ્તુપણે તે સદાસ્થાયી છે એમ અનેકાંત સિદ્ધાંતને દૃષ્ટાંતથી સમર્થિત કરી, આત્માનું વાસ્તવિક સ્વરૂપ સમજાવતાં શ્રીગુરુ કહે છે – “આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય; ગાથા ગાથા| બાળાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય.' (૬૮) તે આત્મા વસ્તુપણે નિત્ય છે. સમયે સમયે જ્ઞાનાદિ પરિણામના પલટવાથી અર્થી તેના પર્યાયનું પલટવાપણું છે. (કંઈ સમુદ્ર પલટાતો નથી, માત્ર મોજ પલટાય છે, તેની પેઠે.) જેમ બાળ, યુવાન અને વૃદ્ધ એ ત્રણ અવસ્થા છે, તે આત્માને વિભાવથી પર્યાય છે અને બાળ અવસ્થા વર્તતાં આત્મા બાળક જણાતો, તે બાળ અવસ્થા છોડી જ્યારે યુવાવસ્થા ગ્રહણ કરી ત્યારે યુવાન જણાયો, અને યુવાવસ્થા તજી વૃદ્ધાવસ્થા ગ્રહણ કરી ત્યારે વૃદ્ધ જણાયો. એ ત્રણે અવસ્થાનો ભેદ થયો તે પર્યાયભેદ છે, પણ તે ત્રણે અવસ્થામાં આત્મદ્રવ્યનો ભેદ થયો નહીં, અર્થાત્ અવસ્થાઓ બદલાઈ, પણ આત્મા બદલાયો નથી. આત્મા એ ત્રણે અવસ્થાને જાણે છે, અને તે ત્રણે અવસ્થાની તેને જ સ્મૃતિ છે. ત્રણે અવસ્થામાં આત્મા એક હોય તો એમ Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન બને, પણ જો આત્મા ક્ષણે ક્ષણે બદલાતો હોય તો તેવો અનુભવ બને જ નહીં. (૬૮) પ્રત્યેક દ્રવ્ય ત્રિકાળ સસ્વભાવી હોવાથી પોતાના સ્વભાવમાં સદા શાશ્વત L ] રહે છે. ત્રણે કાળમાં તેનું જાત્યંતર ક્યારે પણ થતું નથી. તે અનંત ગુણપર્યાયવાળું હોય છે. દ્રવ્યમાં જે સદા અવિનાશીરૂપે સાથે રહે છે તેને ગુણ કહે છે તથા દ્રવ્યમાં અનેક અવસ્થારૂપ પરિણમન થાય છે તેને પર્યાય કહે છે. દ્રવ્ય અનંત ગુણોનો પિંડ છે અને દરેકે દરેક ગુણમાં સમયે સમયે પરિણમન થાય છે. પ્રત્યેક વસ્તુનું ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત એવું સસ્વરૂપ છે. પોતાની જાતિનો ત્યાગ કર્યા વિના નવીન પર્યાયની ઉત્પત્તિ તે ઉત્પાદ, પૂર્વપર્યાયનો ત્યાગ તે વ્યય અને અનાદિ પરમ પારિણામિક સ્વભાવરૂપે સ્થિર રહેવું તે ધ્રુવતા. આમ, જે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત છે તેને દ્રવ્ય કહેવામાં આવે છે. સમુદ્રનાં મોજાં પલટાય છે પણ સમુદ્ર પલટાતો નથી, તેમ પૂર્વ અવસ્થાનો નાશ થઈ નવીન અવસ્થાની ઉત્પત્તિ થાય છે પણ દ્રવ્ય ધ્રુવ જ રહે છે. ઘડાનો નાશ કરી મુગટ બનાવવામાં આવે ત્યારે પણ સોનું તો તેનું તે જ રહે છે. એ પ્રમાણે પ્રત્યેક સમયે અવસ્થાઓનું પલટવાપણું હોવા છતાં પણ વસ્તુપણે દ્રવ્ય સદાસ્થાયી છે. અનંત કાળ સુધી નિજસત્તામાં ટકી રહે છે. આમ, મૂળ સ્વરૂપે ટકીને બદલવું એ વસ્તુનો સ્વભાવ છે. આત્મા પણ વસ્તુપણે સદાસ્થાયી છે અને સમયે સમયે થતાં જ્ઞાનાદિ ગુણોનાં પરિણમનથી તેની પર્યાયનું પલટવાપણું થાય છે, માટે સ્યાદ્વાદથી જોઈએ તો આત્મા દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે અને પર્યાય અપેક્ષાએ અનિત્ય છે. તેની પ્રતીતિ, બાળ-યુવાન-વૃદ્ધ એ ત્રણે અવસ્થાનું જ્ઞાન એક જ પુરુષને થાય છે એ દૃષ્ટાંત ઉપરથી થાય છે. એક જ દેહધારીને બાળ, યુવાન અને વૃદ્ધ એમ ત્રણ અવસ્થા હોય છે, પરંતુ દેહધારી તો તેનો તે જ છે. બાળવયમાં થયેલો અનુભવ યુવાવયમાં સ્મૃતિમાં રહેલો જણાય છે અને યુવાવસ્થામાં થયેલો અનુભવ વૃદ્ધાવસ્થામાં સ્મૃતિમાં રહેલો અનુભવાય છે. જો આત્માનો ક્ષણે ક્ષણે નાશ થતો હોય તો એક અવસ્થામાં થયેલો અનુભવ બીજી અવસ્થામાં સ્મરણમાં રહી શકે નહીં. અવસ્થાઓ બદલાવા છતાં પણ તેની સ્મૃતિ થાય છે, તેથી સિદ્ધ થાય છે કે આત્મદ્રવ્ય બદલાતું નથી. અવસ્થાઓ પલટાય છે, પરંતુ ત્રણે અવસ્થાઓમાં રહેનારો આત્મા સર્વથા નવો ઉત્પન્ન થતો નથી. આ પ્રમાણે અત્યંત સરળ દષ્ટાંત દ્વારા શ્રીગુરુએ આત્માનું નિત્યનિત્ય સ્વરૂપ સિદ્ધ કરી આપ્યું. વિશેષાર્થ) તીર્થંકર પરમાત્મા કેવળજ્ઞાન પામ્યા પછી સમવસરણમાં પદાર્થમાત્રના તત્ત્વભૂત જ્ઞાનની ચાવીરૂપ ત્રિપદી ગણધરોને આપે છે. તે ત્રિપદી આ પ્રમાણે છે - ‘૩૫ત્રે ૩ વ, વિવારે 3 વ, gવે ટુ વા' સર્વજ્ઞ એવા તીર્થંકર પરમાત્માએ સમસ્ત બ્રહ્માંડના સર્વ પદાર્થોનાં ત્રણ લક્ષણ બતાવ્યાં છે - ઉત્પનશીલ, વિનાશસ્વભાવી Page #420 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૮ ૩૮૭ તથા નિત્યસ્વભાવી. દરેક વસ્તુ આ ત્રણે લક્ષણવાળી છે. દરેકે દરેક વસ્તુમાં સદા ઉત્પાદાદિ ત્રણે અવશ્ય હોય જ છે. જેમાં આ ત્રણ લક્ષણ નથી તેનો અભાવ હોય છે, તેનું અસ્તિત્વ હોઈ જ નથી શકતું. ઉત્પત્તિ-વિનાશ-સ્થિરતા એ ત્રણ ગુણ જેમાં ન હોય તે વસ્તુ અસત્ છે, અર્થાત્ તે વિદ્યમાન નથી. જેમ કે શશશૃંગ, ગગનકુસુમ, વંધ્યાપુત્ર વગેરે. પ્રત્યેક વસ્તુનું ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત એવું ‘સતું' સ્વરૂપ છે. જેમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણે લક્ષણ એકીસાથે રહે તે ‘સતું' છે. ઉત્પાદ એટલે ઉત્પત્તિ, વ્યય એટલે નાશ અને ધ્રૌવ્ય એટલે સ્થિરતા. ઉત્પાદ એટલે ઉત્પન્ન થવું, વ્યય એટલે નષ્ટ થવું અને ધ્રૌવ્ય એટલે ટકી રહેવું. વસ્તુ દ્રવ્યરૂપે અખંડ ધ્રુવ છે અને પર્યાયરૂપે ઉત્પત્તિમાન અને વ્યયસ્વરૂપી છે. પદાર્થમાત્ર પોતાના મૂળભૂત સ્વરૂપે ધ્રુવ છે અને સમયે સમયે તે અવસ્થાઓ પલટાય છે. વસ્તુ દ્રવ્યરૂપે ઉત્પન્ન થતી નથી અને નાશ પણ પામતી નથી, પરંતુ તેની ભિન્ન ભિન્ન પર્યાયો ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. વસ્તુ પર્યાયરૂપે ઉત્પત્તિવિનાશશીલ છે, દ્રવ્યરૂપે નહીં. દ્રવ્યરૂપે તે ધ્રુવ જ છે. દ્રવ્ય તો એક જ રૂપે રહે છે. વસ્તુનું રૂપાંતર થવા છતાં મૂળ દ્રવ્ય કાયમ રહે છે. ક્ષણે ક્ષણે થતું પરિવર્તન વસ્તુના મૂળ સ્વરૂપને કદી પણ હાનિ પહોંચાડતું નથી. વસ્તુમાં ગમે તેટલાં પરિવર્તનો થાય તોપણ તેનું મૂળભૂત સ્વરૂપ પરિવર્તન પામતું નથી. ચેતન જડ થતું નથી કે જડ ચેતન બનતું નથી. વસ્તુમાં ગમે તેટલી પર્યાયો ઉત્પન્ન થાય અને નાશ પામે પણ વસ્તુ દ્રવ્યપણે સદાસ્થાયી છે. નિરંતર પર્યાયોનો ઉત્પાદ-વ્યય થવા છતાં વસ્તુ દ્રવ્યપણે ધ્રુવ રહે છે. આ પ્રમાણે સર્વ વસ્તુઓ ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યસ્વરૂપ છે. ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એક પદાર્થમાં કઈ રીતે ઘટે છે તે એક ઉદાહરણ દ્વારા સમજીએ. સોનાનો એક મુગટ છે. મુગટ એક આકાર છે, પર્યાય છે. તેનું મૂળ દ્રવ્ય સોનું છે અને પીળાપણું વગેરે તેના ગુણ છે. સોનાની આ પર્યાય, આ આકાર બદલાવી શકાય છે. જો મુગટ ઓગાળીને બંગડી બનાવવામાં આવે, પછી બંગડી ઓગાળીને હાર બનાવવામાં આવે તો આકાર બદલાતો જાય છે, પરંતુ મૂળભૂત દ્રવ્ય - સોનું બદલાતું નથી. એક આકાર નષ્ટ થયો અને બીજો નવો આકાર ઉત્પન્ન થયો. મુગટને ઓગાળતાં મુગટનો આકાર નષ્ટ થયો અને બંગડીનો નવો આકાર ઉત્પન્ન થયો. બંગડીને ઓગાળતાં બંગડીનો આકાર નષ્ટ થયો અને હાર બનાવતાં હારરૂપ પર્યાય ઉત્પન્ન થઈ. આ પ્રમાણે એક આકાર ઉત્પન્ન થાય છે અને બીજો નષ્ટ થાય છે. ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર', અધ્યાય ૫, સૂત્ર ૨૯ ઉત્પાદ્ર--ધ્રૌવ્યયુક્ત સત્ ' Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન પરંતુ ઉત્પત્તિ-નાશરૂપ પ્રત્યેક આકૃતિરૂપ પર્યાયમાં સોનાનું વત્વ પ્રત્યક્ષ જણાય છે. જે વખતે સોનાને ઘડીને બંગડીરૂપ આકાર આપવામાં આવે છે, તે વખતે સોનાની મુગટરૂપ આગલી પર્યાયનો વિનાશ થઈને બંગડીરૂપ નવી પર્યાયની ઉત્પત્તિ થાય છે, પરંતુ સોનું બન્ને અવસ્થામાં સોનું જ રહે છે. ગમે તેટલી પર્યાયો ઉત્પન્ન થાય કે નષ્ટ થાય, પરંતુ તેના કારણે મૂળભૂત દ્રવ્યને કોઈ આંચ આવતી નથી. સુવર્ણરૂપ મૂળ દ્રવ્યની કોઈ પણ પ્રકારની ઉત્પત્તિ કે વિનાશ થતાં નથી. કેવળ આકારાંતર થાય છે. મૂળભૂત દ્રવ્ય તો ધ્રુવ જ રહે છે અને તેની પર્યાયો બદલાતી રહે છે. સોનું એ મૂળ દ્રવ્યરૂપે ધ્રુવ છે અને આભૂષણોરૂપ પર્યાયોની ઉત્પત્તિ અને વિનાશ થતાં રહે છે, તેથી તેનામાં ઉત્પાદાદિ ત્રણે ઘટે છે. - આ પ્રમાણે સોનાના મુગટમાંથી બંગડી બનાવી, પછી બંગડીમાંથી હાર બનાવ્યો, તોપણ તેમાં વપરાયેલું સોનું નાશ થતું નથી, પણ તેના ઘાટનો નાશ થાય છે. સોનું નાશવંત નથી, પણ તેનો ઘાટ નાશવંત છે. ઘાટરૂપી પર્યાયો બદલાય છે, પણ તે વખતે મૂળદ્રવ્યરૂપી સોનું કાયમ રહે છે. તેવી જ રીતે પોતાની જાતિનો ત્યાગ કર્યા વિના નવીન પર્યાયોની પ્રાપ્તિરૂપ ઉત્પાદ, પૂર્વપર્યાયના ત્યાગરૂપ વ્યય અને અનાદિ પરમ પારિણામિક સ્વભાવરૂપે સ્થિર રહેવારૂપ ધ્રૌવ્યતા; એમ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત દરેક વસ્તુ હોય છે. આ માટે એક બીજું ઉદાહરણ પણ મનનીય છે. દૂધમાં મેળવણ નાખવાથી તે દહીં બને છે. તેમાં દૂધનો નાશ અને દહીંની ઉત્પત્તિ એ બન્ને એકકાળે છે. જે વસ્તુ વર્તમાનમાં દહીંસ્વરૂપે છે તે પૂર્વે દૂધરૂપે હતી, દૂધ અને દહીં એ બન્ને ગોરસરૂપે કાયમ છે. દૂધ જ લેવું એવા નિયમવાળો દહીં ખાતો નથી, એ જ પ્રમાણે દહીં જ ખાવું એવા નિયમવાળો દૂધ લેતો નથી, ગોરસ ન ખાવું એવા નિયમવાળો દૂધ અને દહીં એ બન્ને ખાતો નથી. દૂધ અને દહીં એ બન્ને અવસ્થામાં ગોરસરૂપ દ્રવ્ય કાયમ રહે છે, તેથી ગોરસ ન ખાવાના નિયમવાળો એ બન્ને વસ્તુ ખાતો નથી. દૂધ જ લેવું એવા નિયમવાળો દહીં ખાય તો તેનો નિયમ તૂટે, કારણ કે દહીં એ દૂધ નથી. દહીંમાં દૂધનો નાશ છે. દહીં જ ખાવું એવા નિયમવાળો દૂધ ખાય તો તેનો નિયમ તૂટે, કારણ કે દૂધ દહીંમાં પરિવર્તન પામ્યું નથી. ગોરસ ન ખાવું એવા નિયમવાળો દૂધ કે દહીં એ બન્નેમાંથી ગમે તે ખાય તો તેનો નિયમ તૂટે, કારણ કે એ બન્ને ગોરસ છે. દહીંમાં દૂધનો નાશ, દહીંની ઉત્પત્તિ અને ગોરસની સ્થિતિ છે; અર્થાત્ તે ત્રિલક્ષણ છે, ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યયુક્ત છે. આના ઉપરથી સ્પષ્ટ થાય છે કે કોઈ પણ પદાર્થ ત્રિવિધસ્વરૂપી હોય છે. જગતના તમામ પદાર્થોમાં ત્રિપદી ઘટે છે. સર્વ પદાર્થને વિષે અવસ્થાઓનો ઉત્પાદ Page #422 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૮ ૩૮૯ વ્યય તથા દ્રવ્યપણે ધ્રુવતા છે. પદાર્થમાત્રમાં સમયે સમયે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યા છે. પાણીના પરપોટાથી માંડીને પર્વત સુધી જે કોઈ પણ પદાર્થ છે તે સર્વ ઉત્પત્તિવિનાશ અને ધ્રૌવ્યની છાપવાળું છે. કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી “અન્યયોગવ્યવચ્છેદ-દ્વાત્રિશિકા'માં જણાવે છે કે દીવાની શીખાથી આરંભીને આકાશ સુધીના દરેક પદાર્થો એકસરખા સ્વભાવવાળા છે અને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની જે સ્યાદ્વાદમુદ્રા છે, તેના વડે મુદ્રિત છે; છતાં જેઓ તેમાંથી એકને નિત્ય જ અને બીજાને અનિત્ય જ કહે છે તે તો હે ભગવાન! આપની આજ્ઞાને નહીં માનનારાના, આપની આજ્ઞા પ્રત્યે દ્વેષ ધરાવનારાના પ્રલાપમાત્ર છે.* અહીં કોઈને પ્રશ્ન થાય કે પદાર્થ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ છે એ સમજાય છે, પણ દરેક ક્ષણે તેના ઉત્પાદ અને વ્યય કઈ રીતે સંભવે? ઘટ-પટ આદિ પદાર્થો જે ક્ષણે ઉત્પન્ન થાય છે તે ક્ષણે તેની ઉત્પત્તિ થઈ, પરંતુ પછીની ક્ષણે તો તે સ્થાયી હોય છે; તો જ્યારે ઘટ-પટ બને છે ત્યારે પ્રથમ ક્ષણ સંબંધરૂપ ઉત્તરપર્યાયની ઉત્પત્તિ થાય છે અને એ જ વખતે પૂર્વપર્યાય નાશ થાય છે, એટલે ઉત્પત્તિ અને નાશ તો પ્રથમ ક્ષણે થઈ ગયા. હવે જ્યાં સુધી ઘટ વગેરે સ્થાયી છે ત્યાં સુધી તો ધ્રૌવ્ય ઘટે છે, પણ ઉત્પાદ-વ્યય કઈ રીતે સંભવે? સ્થૂળ દૃષ્ટિવાળાને ઉપર પ્રમાણે પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે, પણ સૂમ દષ્ટિથી વિચારતાં, ઋજુસૂત્રનયની દૃષ્ટિથી વિચારતાં ઉપરના પ્રશ્નનું સમાધાન સહજ રીતે થઈ જાય છે. ઋજુસૂત્રનય સમયપ્રમાણ વસ્તુ માને છે. ઋજુસૂત્રનયની દૃષ્ટિ સ્પષ્ટ સમજાવે છે કે પદાર્થમાત્ર ક્ષણે ક્ષણે પરિવર્તન પામે છે. દરેક પદાર્થમાં પ્રતિસમય પર્યાયોનું પરિવર્તન થયા જ કરે છે. દરેક પર્યાય સમયે સમયે પલટાય છે. જે પરિણતિ પ્રથમ સમયમાં હોય છે તે જ બીજા સમયમાં હોતી નથી. પ્રથમ સમયે જે પદાર્થ જે સ્વરૂપે હોય છે, તે દ્વિતીય સમયે તે સ્વરૂપે રહેતો નથી. કોઈ પણ પદાર્થ એવો નથી કે જે એક સમયે જેવો હોય તેના બીજા સમયે તેવો જ હોય, તેમાં પરિવર્તન ન થયું હોય. બીજે સમયે તે બીજા સ્વરૂપે થઈ જાય છે. એક સમયે સમયે તે પલટાયા જ કરે છે. પદાર્થનું જે પૂર્વસ્વરૂપ ફરે છે, જે દૂર થાય છે તે નાશ છે અને નવું સ્વરૂપ થાય છે તે ઉત્પત્તિ છે; એટલે પ્રતિસમય પદાર્થમાત્રમાં ઉત્પાદ-વ્યય રહે છે. ઋજુસૂત્રનયની દૃષ્ટિથી ધ્રૌવ્ય સમજી કે સમજાવી શકાતું નથી. તે માટે નૈગમાદિ દૃષ્ટિથી વિચારવું પડે છે. એ બન્ને દૃષ્ટિઓનો સમન્વય થાય ત્યારે ઉત્પાદાદિ ત્રણે લક્ષણો પદાર્થમાં સ્પષ્ટપણે ૧- જુઓ : કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીકૃત, ‘અન્યયોગ-વ્યવચ્છેદ-દ્વાત્રિશિકા', શ્લોક ૫ 'आदीपमाव्योसमस्वभावं स्याद्वादमुद्राऽनतिभेदि वस्तु । तन्नित्यमेवैकमनित्यमन्य-दिति त्वदाज्ञाद्विषतां प्रलापाः ।।' Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સમજાય છે અને સ્થિર થાય છે. વ્યવહારમાં સામાન્યપણે કોઈ વસ્તુ પૂર્ણસ્વરૂપે બને ત્યારે એમ કહેવાય કે તેની ઉત્પત્તિ થઈ અને તેનો નાશ થાય ત્યારે એમ કહેવાય કે તેનો નાશ થયો. ઉત્પત્તિ અને નાશની વચ્ચેનો સમય ધ્રૌવ્યત્વનો સમય ગણાય છે. જ્યારે ઘડો પૂર્ણ સ્વરૂપે બને છે ત્યારે ઘડો ઉત્પન્ન થયો એમ કહેવાય છે અને જ્યારે ઘડો ફૂટી જાય છે ત્યારે ઘડો નાશ પામ્યો એમ કહેવાય છે. જો પૂછવામાં આવે કે ઘડો ક્યારે ઉત્પન્ન થયો? તો કહેવાય કે ઘડો કાલે ઉત્પન્ન થયો. એ જ પ્રમાણે પૂછવામાં આવે કે ઘડો ક્યારે નાશ પામ્યો? તો કહેવાય છે કે ઘડો કાલે નાશ પામ્યો. જો સૂક્ષ્મ રીતે કહેવું હોય તો કહેવાય છે કે અમુક ક્ષણે ઉત્પન્ન થયો છે, તે પછીની ક્ષણોમાં ઉત્પન્ન થયો નથી; એટલે ઘટની ઉત્પત્તિમાં અમુક ક્ષણની વિશિષ્ટતા છે, બીજી ક્ષણમાં તે ક્ષણની વિશિષ્ટતા નથી એ સમજી શકાય છે. ઉત્પન્ન થયેલા ઘટમાં પ્રથમ ક્ષણે દ્વિતીય ક્ષણ સંબંધી વિશિષ્ટતા નથી એ સ્પષ્ટ છે. એ તો જ્યારે ઘટ દ્વિતીય ક્ષણમાં આવે છે ત્યારે જ થાય છે અને દ્વિતીય ક્ષણમાં ઘટ આવે છે ત્યારે તેમાં પ્રથમ ક્ષણની વિશિષ્ટતા રહેતી નથી, તે વિલય પામી જાય છે. એ રીતે દ્વિતીય ક્ષણે ઘટમાં પ્રથમ ક્ષણ સંબંધી વિશિષ્ટતાનો નાશ અને દ્વિતીય ક્ષણ સંબંધી વિશિષ્ટતાની ઉત્પત્તિ થાય છે. ધ્રૌવ્ય તો પ્રગટ જણાય છે. એ પ્રમાણે ઉત્તરોત્તર ક્ષણો માટે વિચારવું ઘટે છે. સામાન્ય દૃષ્ટિએ જોતાં જણાય છે કે દરેક વસ્તુ લાંબા સમય પછી જૂની લાગે છે, તેમાં ફેરફાર થયેલો જણાય છે. શું આ ફેરફાર કોઈ વિશેષ ક્ષણે થાય છે કે દરેક ક્ષણે થાય છે? સૂક્ષ્મ દૃષ્ટિએ વિચારતાં જણાશે કે આ ફેરફાર દરેક ક્ષણે થાય છે, તેથી દરેક ક્ષણે આગલી ક્ષણના સ્વરૂપનો નાશ અને નવા સ્વરૂપની ઉત્પત્તિ થઈ. તે છતાં વસ્તુ તો સ્થાયી રહે છે. કોઈ પણ પદાર્થને ઉપર પ્રમાણે વિચારવામાં આવે તો તેમાં સમયે સમયે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય છે એ સમજવામાં ગૂંચ ન આવે. સમયે સમયે ઉત્પત્તિ અને વિનાશ સ્પષ્ટપણે સમજાય છે અને ધ્રૌવ્ય તો પ્રત્યક્ષ જણાય છે, એટલે પદાર્થ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય એ ત્રિલક્ષણસ્વરૂપ છે તેનો નિર્ણય થાય છે.' આમ, વસ્તુમાત્ર ત્રિલક્ષણસ્વરૂપી હોવાથી પૂર્વપર્યાયની નિવૃત્તિ અને ઉત્તરપર્યાયની ઉત્પત્તિ જે સમયમાં થતી હોય છે, તે જ સમયમાં તે વસ્તુ સામાન્યરૂપે સ્થિર પણ હોય છે. એ રીતે જોતાં ઉત્પાદ, વિનાશ અને સ્થિતિ એ ત્રણે સમકાલીન છે. પરંતુ કોઈ પણ એક પર્યાયને લક્ષમાં લઈ તેના ઉત્પાદ-વિનાશના સમયનો વિચાર કરવામાં આવે ૧- જુઓ : પંડિત શ્રી રાજમલજીકૃત, પંચાધ્યાયી', પૂર્વાર્ધ, શ્લોક ૮૬ 'उत्पादस्थितिभंगैर्युक्तं सद्रव्यलक्षणं हि यथा । एतैरेव समस्तैः पृक्तं सिद्धेत्समं न तु व्यस्तैः ।।' Page #424 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૮ ૩૯૧ તો જણાશે કે તે બન્ને ભિન્નકાલીન છે; કારણ કે એક પર્યાયના કાળની આદિ સીમા અને અંતિમ સીમા જુદી જુદી હોય છે. તે પર્યાયની સ્થિતિનો વિચાર કરવામાં આવે તો તેના ઉત્પાદ અને વિનાશની જેમ તેની સ્થિતિનો કાળ પણ ભિન્ન છે એમ જણાય છે; અર્થાત્ તેનો ઉત્પાદ એટલે પ્રારંભસમય, વિનાશ એટલે તેનો નિવૃત્તિસમય અને સ્થિતિ એટલે પ્રારંભથી નિવૃત્તિ સુધી સામાન્યરૂપે રહેવાનો તેનો સમય એ ત્રણે ભિન્ન છે. આ બાબત આંગળીના દાખલાથી વધારે સ્પષ્ટ થશે. આંગળી એ એક વસ્તુ છે. તે જ્યારે વાંકી હોય ત્યારે સીધી નથી રહી શકતી અને જ્યારે સીધી હોય ત્યારે વાંકી નથી રહી શકતી. વક્રતા અને સરળતા એક જ આંગળીમાં એક કાળે સંભવતાં ન હોવાથી ક્રમવર્તી છે. આંગળીમાં વક્રતાપર્યાયનો વિનાશ અને સરળતાપર્યાયના ઉત્પાદ વચ્ચે સમયભેદ નથી. એ બન્ને એક જ ક્રિયાનાં, એક જ સમયમાં થતાં બે પરિણામો છે. એ જ સમયે આંગળી તો આંગળીરૂપે સ્થિર હોય જ. છે, તેથી આંગળીરૂપ એક વસ્તુમાં તે એક જ સમયે ઉત્પાદ, વિનાશ અને સ્થિતિ ઘટી જાય છે. હવે તેની એક જ વક્રતા કે સરળતાપર્યાયનો વિચાર કરવામાં આવે તો તેમાં ઉત્પાદ, વિનાશ અને સ્થિતિનો કાળભેદ ઘટે છે. આંગળી વાંકી મટી સીધી થઈ તે તેના સરળતાપર્યાયનો ઉત્પાદસમય, અમુક વખત સીધી રહી પાછી વાંકી થાય ત્યારે તે તેના સરળતાપર્યાયનો વિનાશસમય અને સીધી થવાના ક્ષણથી માંડી સીધી મટી જવાના ક્ષણ સુધીનો વચલો એકરૂપ સીધી રહેવાનો ગાળો તે સરળતાપર્યાયનો સ્થિતિ-સમય એ કાળભેદ થયો. આમ, દરેક દ્રવ્ય ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યયુક્ત છે એ વાસ્તવિક સત્ય છે. પ્રત્યેક દ્રવ્યની પર્યાય ઉત્પન્ન થાય છે અને નષ્ટ થાય છે, પણ દ્રવ્યનાં ઉત્પત્તિ કે વિનાશ થતાં નથી, તે ધ્રુવ રહે છે. પ્રત્યેક દ્રવ્યની આજ સુધીમાં અનંતી પર્યાયો બદલાઈ ગઈ છે, અનંત કાળ વીતી ગયો છે, પરંતુ અનંત કાળથી તે ધ્રુવ જ રહ્યું છે. અનંત કાળથી જે દ્રવતું રહ્યું છે અને અનંત કાળ સુધી જે દ્રવ્યા કરશે, અર્થાત્ જે પર્યાયોને ભૂતકાળમાં દ્રવતું હતું, વર્તમાનમાં દ્રવે છે અને ભવિષ્યમાં દ્રવશે તે દ્રવ્ય છે. ‘દ્રવ્ય' શબ્દની વ્યુત્પત્તિ જ સૂચવે છે કે દ્રવ્ય ત્રિકાળવર્તી છે. - ‘દ્રવતિ તિ દ્ર' - જે પોતાનાં ગુણ-પર્યાયોને દ્રવે છે તેને દ્રવ્ય કહે છે. ગુણ અને પર્યાયના આશ્રયરૂપ જે છે તે દ્રવ્ય છે. દ્રવ્યમાં જે સદા અવિનાશીરૂપે સાથે રહે છે તેને ગુણ કહે છે તથા દ્રવ્યમાં સમયે સમયે જેનું અવસ્થારૂપ પરિણમન થાય છે તેને ૧- જુઓ : સિદ્ધાંતચક્રવર્તી શ્રી નેમિચંદ્રજીકૃત, ‘ગોમટસાર’ ની આચાર્યશ્રી અભયચંદ્રદેવકૃત ટીકા, મંદપ્રબોધિકા', જીવકાંડ, ગાથા ૮૩ 'पूर्वपर्यायविनाशोत्तरपर्यायप्रादुर्भावयोरंगुलिऋजुत्वविनाशवक्रत्वोत्पादवदेककालत्वात् ।' Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પર્યાય કહે છે. દ્રવ્ય ગુણોનો સમૂહ છે અથવા પિંડ છે અને ગુણમાં સમયે સમયે પરિણમન થાય છે. અનંત ગુણ-પર્યાયવાળું દ્રવ્ય ત્રણે કાળ ટકનાર વસ્તુ છે. દ્રવ્યના ગુણપરિણમનથી ક્ષણે ક્ષણે પલટાતી અવસ્થા તે પર્યાય છે. પરંતુ તે અવસ્થાને ધારણ કરનાર સત્તા, અર્થાત્ દ્રવ્ય, તે નિત્ય છે. અનંત પર્યાયો બદલાવા છતાં દ્રવ્ય નિત્ય છે. શ્રીમદ્ લખે છે – ‘પ્રત્યેક પદાર્થને અનંત પર્યાય (અવસ્થા) છે. અનંત પર્યાય વિનાનો કોઈ પદાર્થ હોઈ શકે નહીં એવો શ્રી જિનનો અભિમત છે, અને તે યથાર્થ લાગે છે; કેમકે પ્રત્યેક પદાર્થ સમયે સમયે અવસ્થાંતરતા પામતા હોવા જોઈએ એવું પ્રત્યક્ષ દેખાય છે. ક્ષણેક્ષણે જેમ આત્માને વિષે સંકલ્પ-વિકલ્પ - પરિણતિ થઈ અવસ્થાંતર થયા કરે છે, તેમ પરમાણુને વિષે વર્ણ, ગંધ, રસ, રૂપ, અવસ્થાંતરપણું ભજે છે; તેવું અવસ્થાંતરપણું ભજવાથી તે પરમાણુના અનંત ભાગ થયા કહેવા યોગ્ય નથી; કેમકે તે પરમાણુ પોતાનું એકપ્રદેશ ક્ષેત્રઅવગાહીપણું ત્યાગ્યા સિવાય તે અવસ્થાંતર પામે છે. એકપ્રદેશ ક્ષેત્રઅવગાહીપણાના તે અનંત ભાગ થઈ શક્યા નથી. એક સમુદ્ર છતાં તેમાં જેમ તરંગ ઊઠે છે, અને તે તરંગ તેમાં જ સમાય છે, તરંગપણે તે સમુદ્રની અવસ્થા જુદી થયા કરતાં છતાં પણ સમુદ્ર પોતાના અવગાહક ક્ષેત્રને ત્યાગતો નથી, તેમ કંઈ સમુદ્રના અનંત જુદા જુદા કટકા થતા નથી, માત્ર પોતાના સ્વરૂપમાં તે રમે છે, તરંગપણું એ સમુદ્રની પરિણતિ છે, જો જળ શાંત હોય તો શાંતપણું એ તેની પરિણતિ છે, કંઈ પણ પરિણતિ તેમાં થવી જ જોઈએ, તેમ વર્ણગંધાદિ પરિણામ પરમાણુમાં બદલાય છે, પણ તે પરમાણુના કંઈ કટકા થવાનો પ્રસંગ થતો નથી, અવસ્થાંતરપણું પામ્યા કરે છે.” વસ્તુ સ્થિર રહે છે, એટલે તે નિત્ય છે તથા તેની અવસ્થાઓ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, એટલે તે અનિત્ય છે. વસ્તુ પોતાના વસ્તુપણાને કદી છોડતી નથી, તેથી તે નિત્ય છે અને તે સદા નવી નવી અવસ્થારૂપે બદલાયા કરે છે, તેથી તે અનિત્ય પણ છે. વસ્તુ મૂળ દ્રવ્યથી નિત્ય છે, ધ્રુવ છે અને પર્યાયથી અનિત્ય છે. ઉત્પાદ-વ્યયસ્વભાવી તે ન તો સર્વથા નિત્ય જ છે અને ન તો સર્વથા અનિત્ય જ છે. એક જ વસ્તુ નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. આમ, વસ્તુમાત્રનું નિત્યાનિત્ય સ્વરૂપ સિદ્ધ થાય છે. - દરેક વસ્તુ પરિવર્તન પામવા છતાં પોતાના ભાવને - મૂળ સ્વરૂપને છોડતી નથી. દરેક વસ્તુ પરિવર્તન પામે છે એટલે અનિત્ય છે અને પરિવર્તન પામવા છતાં પોતાના મૂળ સ્વરૂપનો ત્યાગ કરતી નથી માટે નિત્ય છે. આને પરિણામી નિત્ય ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૩૯ (પત્રાંક-૫૪૬) Page #426 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૮ ૩૯૩ કહેવામાં આવે છે. પરિણામ (પરિવર્તન) પામવા છતાં ટકવું તે પરિણામી નિત્ય કહેવાય છે. વસ્તુનો ઉત્પાદ-વ્યય એ પરિણામ સૂચવે છે અને તેનું ધ્રૌવ્ય એ નિત્યતા સૂચવે છે; અર્થાત્ પરિણામી નિત્ય એ જ “સતું' છે. નિત્યાનિત્ય એ જ વસ્તુનું સસ્વરૂપ છે.* વસ્તુ સતત પરિણમનશીલ છે. દરેક વસ્તુ પ્રત્યેક ક્ષણે પરિવર્તન પામતી જ રહે છે. દરેક વસ્તુમાં પ્રત્યેક ક્ષણે કંઈ ને કંઈ પરિવર્તન અવશ્ય થતું જ રહે છે. પ્રતિક્ષણે થતું આ પરિવર્તન ઘણું જ સૂક્ષ્મ હોવાથી ખ્યાલમાં આવી શકતું નથી. માત્ર સ્થૂળ પરિવર્તન જ જોઈ શકાય છે. વસ્તુમાં સૂક્ષ્મરૂપે કે ધૂળરૂપે પરિવર્તન થવા છતાં તે પોતાના સ્વરૂપ(દ્રવ્યત્વ)ને કદી છોડતી નથી, તેથી તમામ વસ્તુઓ પરિણામી નિત્ય છે. દા.ત. કાપડનો તાકો કાપીને કફની વગેરે વસ્ત્રો બનાવ્યાં. અહીં તાકાનો નાશ થયો અને કફની આદિ વસ્ત્રની ઉત્પત્તિ થઈ, છતાં મૂળ દ્રવ્યમાં - કાપડપણામાં કોઈ જાતનો ફેરફાર થયો નથી. કાપડ કાપડરૂપે મટીને કાગળરૂપે કે અન્ય કોઈ વસ્તુરૂપે બન્યું નથી. કાપડ તાકારૂપે નાશ પામવા છતાં, કફની આદિ વસ્ત્રરૂપે ઉત્પન્ન થવા છતાં કાપડરૂપે હંમેશાં નિત્ય રહે છે. પરિણામ વિના પદાર્થ નથી અને પદાર્થ વિના પરિણામ નથી. પરિણામને ન માનવામાં પણ દોષ છે અને પરિણામીને ન માનવામાં પણ દોષ છે. પરિણામને ન માનવાથી વસ્તુ સદા એકસરખી જ રહેશે. તે સ્થિતિમાં કાર્ય-કારણ આદિ કોઈ પણ ટકી શકશે નહીં અને જો પરિણામીને ન માનવામાં આવે તો વસ્તુ કેવળ ક્ષણિક - કેવળ પરિણામ જેવડી જ ઠરશે. કારણ અને ફળ માત્ર પરિણામી પદાર્થને જ ઘટે છે. એ બને કથંચિત્ નિત્ય પદાર્થને જ હોઈ શકે છે. આમ, વસ્તુ પરિણામી નિત્ય સિદ્ધ થાય છે. પદાર્થમાત્રનું આ સ્વરૂપ છે. જ્યાં આ સ્વરૂપ નથી ત્યાં પદાર્થપણું નથી અને જ્યાં પદાર્થપણું છે ત્યાં આ સ્વરૂપ છે જ. પદાર્થને કેવળ નિત્યસ્વરૂપ માનનારા જીવો ૧- અહીં અન્ય દર્શનકારોના મત અનુસાર સતુનું લક્ષણ શું છે એ વિચારવા યોગ્ય છે. વેદાંતીઓના મત મુજબ સંપૂર્ણ જગત બહ્મસ્વરૂપ છે અને બહ્મ ધ્રુવ - નિત્ય છે, તેથી સત્નું લક્ષણ નિત્યતા છે. આ દર્શન સત્પદાર્થને કૂટસ્થ નિત્ય, અર્થાત્ સર્વથા નિત્ય માને છે. બૌદ્ધ દર્શન ચેતન કે જડ વસ્તુમાત્રને ક્ષણિક - ક્ષણે ક્ષણે સર્વથા નાશ પામનારી માને છે. આથી તેના મત મુજબ સતુનું લક્ષણ ક્ષણિકતા છે. સાંખ્ય અને યોગ દર્શન જગતને પુરુષ અને પ્રકૃતિ સ્વરૂપ માને છે. પુરુષ એટલે આત્મા. પુરુષ અને પ્રકૃતિના સંયોગથી સંસાર છે. દૃશ્યમાન જડ વસ્તુઓ પ્રકૃતિનું પરિણામ છે. આ દર્શનના મત પ્રમાણે પુરુષ ધ્રુવ - કૂટસ્થ નિત્ય છે, જ્યારે પ્રકૃતિ પરિણામી નિત્ય અર્થાતુ નિત્યાનિત્ય છે. ન્યાય અને વૈશેષિક દર્શન આત્મા, પરમાણુ, આકાશ વગેરેને ધ્રુવ - કેવળ નિત્ય માને છે અને ઘટાદિ પદાર્થોને ઉત્પાદ-વ્યયશીલ માને છે. Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વિશ્વમાં પ્રત્યક્ષ જણાતાં પરિવર્તનો સાથે મેળ કરી શકતા નથી અને ગૂંચ વધારે છે. એ જ પ્રમાણે પદાર્થનું વિનશ્વર સ્વરૂપ માનનારા જીવો પદાર્થના સ્થાયી તત્ત્વથી વંચિત રહે છે અને અનેક વિટંબનાઓમાં અટવાઈ જાય છે. આમ, વસ્તુને ફક્ત નિત્ય કહેવી એ અધૂરો સિદ્ધાંત છે અને વસ્તુને ફક્ત અનિત્ય જ કહેવી એ પણ અધૂરો સિદ્ધાંત છે. આ બન્નેને એકાંત કહેવાય છે. એક જ અપેક્ષાથી જોવું તે એકાંતવાદ, તે અપૂર્ણ છે, મિથ્યા છે. બધી અપેક્ષાઓથી વિચાર કરતાં સંપૂર્ણ સ્વરૂપ નિશ્ચિત થાય છે. તેને અનેકાંત કહેવાય છે. વસ્તુ નિત્યાનિત્ય છે એ અનેકાંત સિદ્ધાંત છે, માટે તે સર્વાગ, સંપૂર્ણ સત્ય છે; તેથી વસ્તુને એકાંત નિત્ય પણ નહીં અને એકાંત અનિત્ય પણ ન માનતાં અનેકાંતથી નિત્યાનિત્ય જ માનવી જોઈએ. પદાર્થના ત્રિકાળી સ્વરૂપનો નિર્ણય કરવો જોઈએ અને સાથોસાથ તેના પરિણામી સ્વરૂપનો પણ નિર્ધાર કરવો જોઈએ. વસ્તુને વિભિન્ન અપેક્ષાઓથી સમજવી ઘટે છે. જે વસ્તુ એક અપેક્ષાએ નિત્ય છે તે જ વસ્તુ બીજી અપેક્ષાએ અનિત્ય છે એમ સાવાદ દષ્ટિ રાખવી ઘટે છે. સર્વ વસ્તુ સાપેક્ષ ભાવે હોવાના કારણે એક જ વસ્તુમાં, એક સમયે, એકસાથે નિત્ય-અનિત્ય એ બને ભિન્ન ભિન્ન ધર્મ હોવા છતાં કોઈ વિરોધ આવતો નથી. ઉપલક દૃષ્ટિએ વિચાર કરતાં એમ લાગે કે નિત્ય અને અનિત્ય એ પરસ્પર વિરુદ્ધ ધર્મો એક જ વસ્તુમાં કેવી રીતે રહી શકે? સ્થૂળ દષ્ટિએ એ સંભવિત નથી લાગતું, પરંતુ સૂક્ષ્મતાથી વિચાર કરતાં વસ્તુ સ્પષ્ટ રીતે એ બન્ને ધર્મવાળી જણાય જ છે. વસ્તુને દ્રવ્ય અને પર્યાયની જુદી જુદી અપેક્ષાએ વિચારતાં ખ્યાલ આવે છે કે નિત્ય અને અનિત્ય એ બન્ને વિરોધી ધર્મો દરેક વસ્તુમાં સાથે રહેલા છે. નિત્યત્વ ધર્મ અને અનિયત્વ ધર્મ પરસ્પર વિરોધી છે, પરંતુ અવિરોધીપણે સાથે રહીને વસ્તુની નિર્દોષ વ્યવસ્થા જાળવવામાં પોતાનો ફાળો આપે છે. નિત્યતા અને અનિત્યતા પરસ્પર વિરુદ્ધ ધર્મો હોવા છતાં તે વસ્તુને નિપજાવનારા છે અને તેથી તે દરેક વસ્તુમાં હોય છે. વસ્તુ આ વિરોધી ધર્મોને સાથે લઈને રહેલી છે, તેથી ‘ટકીને બદલવું' અર્થાત્ બદલવા સાથે કાયમ રહેવું' એવું દરેક વસ્તુનું સ્વરૂપ છે. વસ્તુના નિત્ય-અનિત્ય ધર્મોનું કથન મુખ્ય-ગૌણપણે થાય છે, કેમ કે બધા ધર્મો એકીસાથે કહી શકાતા નથી. જે વખતે જે ધર્મ સિદ્ધ કરવો હોય તે વખતે તેની મુખ્યતા કરાય છે, અર્થાત્ અનંતધર્માત્મક વસ્તુના જે ધર્મની જે વખતે અપેક્ષા હોય છે, તે વખતે તે ધર્મને આગળ કરીને વસ્તુને ઓળખવામાં આવે છે. દા.ત. એક વ્યક્તિ પિતા પણ છે અને પુત્ર પણ છે, તેથી તે વ્યક્તિમાં પિતૃત્વ અને પુત્ર– બે પરસ્પર વિરુદ્ધ ધર્મો રહેલા છે. ક્યારેક પિતૃત્વ ધર્મને આગળ કરીને - પિતૃત્વ ધર્મની અપેક્ષાથી તેને પિતા કહેવામાં આવે છે અને ક્યારેક પુત્રત્વ ધર્મને આગળ કરીને - Page #428 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૮ ૩૯૫ પુત્રત્વ ધર્મની અપેક્ષાથી તેને પુત્ર કહેવામાં આવે છે. જ્યારે પિતૃત્વ ધર્મની અપેક્ષા હોય છે ત્યારે પુત્રત્વ ધર્મની અપેક્ષા હોતી નથી. જ્યારે પુત્રત્વ ધર્મની અપેક્ષા હોય છે ત્યારે પિતૃત્વ ધર્મની અપેક્ષા હોતી નથી. જ્યારે તે વ્યક્તિની ઓળખાણ કરાવવામાં આવે છે ત્યારે કેટલાક લોકો તેના પુત્રને ઓળખતા હોવાથી “આ અમુક વ્યક્તિનો પિતા છે' એમ કહીને તેની ઓળખાણ કરાવાય છે; જ્યારે કેટલાક તેના પુત્રને નહીં પણ તેના પિતાને ઓળખતા હોવાથી ‘આ અમુક વ્યક્તિનો પુત્ર છે' એમ કહીને તેની ઓળખાણ આપવામાં આવે છે. આમ, એક જ વ્યક્તિમાં પિતૃત્વ અને પુત્રત્વ એમ બને ધર્મો પરસ્પર વિરુદ્ધ હોવા છતાં સાથે રહી શકે છે. જ્યારે જે ધર્મની અપેક્ષા હોય છે ત્યારે તે ધર્મને આગળ કરવામાં આવે છે. તે જ પ્રમાણે નિત્યત્વ-અનિત્યત્વ વગેરે ધર્મો માટે પણ સમજવું ઘટે છે. વસ્તુના અનેક ધર્મોમાંથી જ્યારે કોઈ એક ધર્મ દ્વારા વસ્તુનો નિર્ણય કરવામાં આવે ત્યારે તે નય કહેવાય અને સર્વ ધર્મ દ્વારા વસ્તુનો સમગ્ર રૂપથી નિશ્ચય કરવામાં આવે ત્યારે તે પ્રમાણ કહેવાય. નય વસ્તુને એક દૃષ્ટિએ રહણ કરે છે અને પ્રમાણ તેને સમગ્ર દષ્ટિથી ગ્રહણ કરે છે. નય અને પ્રમાણ અને જ્ઞાન જ છે. નયના અનેક પ્રકાર છે. તેમાંથી દ્રવ્યાર્થિક નય વસ્તુના દ્રવ્ય અંશ તરફ અને પર્યાયાર્થિક નય વસ્તુના પર્યાય અંશ તરફ દૃષ્ટિ કરે છે. દ્રવ્ય અંશ સ્થિર-નિત્ય છે અને પર્યાય અંશ અસ્થિરઅનિત્ય છે. દ્રવ્ય અંશનું લક્ષણ નિત્યતા છે અને પર્યાય અંશનું લક્ષણ અનિયતા છે, તેથી દરેક વસ્તુ દ્રવ્યાર્થિક નયની દૃષ્ટિથી જોતાં તે નિત્ય દેખાય છે અને પર્યાયાર્થિક નયની દૃષ્ટિથી જોતાં તે અનિત્ય દેખાય છે. દ્રવ્યાર્થિક નય તથા પર્યાયાર્થિક નથી વસ્તુનું નિત્યાનિત્ય સ્વરૂપ સ્પષ્ટ થાય છે. જે વખતે વસ્તુને દ્રવ્યની અપેક્ષાએ નિત્ય કહેવામાં આવે છે, તે જ વખતે તે વસ્તુ પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે, માત્ર તે વખતે અનિત્યતા કહી નથી પણ ગર્ભિત રાખી છે; તેમજ જ્યારે પર્યાયની અપેક્ષાએ વસ્તુને અનિત્ય કહેવામાં આવે છે, તે જ વખતે તે વસ્તુ દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે, માત્ર તે વખતે નિત્યતા કહી નથી; કારણ કે બન્ને ધર્મો એકીસાથે કહી શકાતા નથી. ભલે બને ધર્મો એકીસાથે કહી શકાતા ન હોય, પરંતુ વસ્તુમાં તે બન્ને એકસાથે જ રહે છે. આ રીતે વસ્તુ એક જ છે, પરંતુ તેને જોવાની દૃષ્ટિ બે છે, તેથી નિત્યાનિત્યરૂપ વસ્તુ જોવા મળે છે. નિત્યતા અને અનિત્યતાનો વિચાર કરતાં કોઈને એમ લાગે કે નિત્ય અને અનિત્ય એમ બે અલગ વસ્તુ છે તો તે વાત ખોટી છે. વસ્તુ તો એક જ ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર', અધ્યાય ૧, સૂત્ર ૬ “WHIળનામઃ ' Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન છે. દ્રવ્ય અને પર્યાય અલગ અલગ નથી. તે બન્ને એક જ વસ્તુમાં રહેલા છે. વસ્તુ દ્રવ્ય-પર્યાય ઉભયાત્મક છે, તેથી એક જ વસ્તુ દ્રવ્યાર્થિક નયની દૃષ્ટિથી નિત્ય દેખાય છે અને પર્યાયાર્થિક નયની દૃષ્ટિથી અનિત્ય દેખાય છે. પ્રયોજન અનુસાર વસ્તુના ધર્મોને મુખ્ય-ગૌણ કરવા ઘટે છે. જેમ દહીં વલોવીને માખણ કાઢવાના રવૈયાને ફેરવવા માટે દોરડું એક હોય છે અને તેના છેડા બે હોય છે. દહીં વલોવતી વખતે એક છેડો ખેંચવામાં આવે ત્યારે બીજો છેડો છોડી દેવો પાલવે નહીં અને બીજી તરફનો છેડો ખેંચવામાં આવે ત્યારે પ્રથમનો છેડો છોડાય નહીં. જો એકસાથે બને છેડા ખેંચવામાં આવે તોપણ કામ થાય નહીં અને જો એકસાથે બન્ને છેડા છોડી દેવામાં આવે તોપણ કામ થાય નહીં; પણ એક છેડો ખેંચતાં બીજા છેડાને ઢીલો કરવામાં આવે તો રવૈયો ફરે, દહીં વલોવાય અને માખણ નીકળે. તેમ પ્રયોજન અનુસાર વસ્તુના ધર્મોને મુખ્ય-ગૌણ કરતાં તત્ત્વનવનીત પ્રગટે છે. આચાર્યશ્રી અમૃતચંદ્રદેવે કહ્યું છે કે રવૈયાના નેતરાને એક અંત(જેડા)થી ખેંચી બીજા અંત(જેડા)થી ઢીલું છોડી છાશ વલોવતી ગોવાલણ જેમ માખણ મેળવે છે, તેમ વસ્તુના એક ધર્મને મુખ્ય અને તેના બીજા ધર્મને ગૌણ કરતી એવી અનેકાંત નીતિ તત્ત્વનવનીત વલોવી જયવંત વર્તે છે. ૧ દરેક વસ્તુ આ પ્રમાણે દ્રવ્યપર્યાયાત્મક હોવા છતાં વસ્તુના દ્રવ્યસ્વભાવનું જ્ઞાન ન હોવાના કારણે તથા ક્ષણે ક્ષણે પલટાતી અવસ્થા અનુભવમાં આવતી હોવાના કારણે શિષ્ય વસ્તુને માત્ર પર્યાયરૂપ માની લીધી હતી. પર્યાય સમયે સમયે બદલાય છે, તેનો સ્વભાવ અનિત્ય છે; તેથી શિષ્યને એવી શંકા થઈ હતી કે વસ્તુ ક્ષણે ક્ષણે બદલાતી જોવા મળે છે તેથી તે નિત્ય નથી. શિષ્યને બૌદ્ધમતના પ્રભાવથી શંકા થઈ હતી. બૌદ્ધમત વસ્તુને ક્ષણિક માને છે. બૌદ્ધો માને છે કે વસ્તુની ક્ષણે ક્ષણે ઉત્પત્તિ અને નાશ થાય છે, તેથી આ જગતમાં કંઈ પણ નિત્ય નથી. પરંતુ આ માન્યતા એકાંતિક છે. વસ્તુ કેવળ અનિત્ય નથી, તેમાં નિત્ય-અનિત્ય બને ધર્મો રહેલા છે. કોઈ એક દૃષ્ટિએ જોતાં આખું વિશ્વ ક્ષણિક દેખાય છે તેનો ઇન્કાર થઈ શકે નહીં, પરંતુ તે ક્ષણિકતા એ વસ્તુવ્યવસ્થાનું માત્ર એક અંગ છે. વસ્તુવ્યવસ્થાનું નિત્યસ્વરૂપ એવું બીજું અંગ પણ છે. જે ક્ષણિક છે તે કેવળ વસ્તુનું પરિણામ છે - અવસ્થા છે, પણ વસ્તુનું પૂર્ણ સ્વરૂપ નથી. વસ્તુમાત્રમાં ક્ષણે ક્ષણે જેટલા રૂપે તેની હાનિ થાય છે તેટલા રૂપે તેનો નાશ, નવીનરૂપ જે ઉત્પન્ન થાય છે ૧- જુઓ : આચાર્યશ્રી અમૃતચંદ્રદેવકૃત, પુરુષાર્થસિદ્ધિ-ઉપાય', શ્લોક ૨૨૫ 'एकेनाकर्षन्ती श्लथयन्ती वस्तुतत्त्वमितरेण । अन्तेन जयति जैनी नीतिर्मन्थाननेत्रमिव गोपी ।।' Page #430 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૮ ૩૯૭ તે રૂપે તેની ઉત્પત્તિ અને જે રૂપે તે કાયમ રહે છે તે રૂપે તેને અવિનાશી માનવામાં કોઈ પણ બાધા આવતી નથી, પરંતુ તેને સર્વથા ક્ષણિક માનવામાં વસ્તુસ્વભાવનો યથાર્થ નિર્ણય થતો નથી. શિષ્યની શંકાનું સમાધાન કરતાં શ્રીગુરુ કહે છે કે વસ્તુમાત્ર દ્રવ્યરૂપે નિત્ય છે અને અવસ્થારૂપે અનિત્ય છે; તેમ આત્મા પણ વસ્તુ હોવાથી, તે દ્રવ્યરૂપે નિત્ય - ત્રિકાળવાર્તા છે અને સમયે સમયે તેની અવસ્થાનું પલટવાપણું હોવાથી પર્યાયે અનિત્ય છે. આત્મા દ્રવ્યથી નિત્ય છે અને તેની અવસ્થાઓ ઉત્પાદ-વ્યય સ્વભાવવાળી હોવાથી તે પર્યાયથી અનિત્ય છે. તે દ્રવ્ય અપેક્ષાએ નિત્ય અને પર્યાય અપેક્ષાએ અનિત્ય છે, અર્થાત્ આત્મા પરિણામી નિત્ય છે. આત્મા ચૈતન્યદ્રવ્યરૂપે કાયમ રહે છે અને તેની અવસ્થાઓ - બાહ્ય તેમજ આંતરિક બને રીતે બદલાતી રહે છે. માનવ, પશુ, દેવ, નારકી અથવા બાળ, યુવાન, વૃદ્ધ અવસ્થાઓ એ બધી બહારની અવસ્થાઓ છે; જ્યારે ક્રોધ, માન, માયા અને લોભરૂપ અશુદ્ધ પરિણમન અથવા વીતરાગતારૂપ શુદ્ધ પરિણમન અંતરંગ અવસ્થા છે. પરંતુ આ બધી પરિણતિઓમાં આત્મા તો સદાકાળ એકરૂપે જ રહે છે. આત્મા તો ચૈતન્યરૂપ જ સદા સર્વદા રહે છે. આત્મા દ્રવ્યની અપેક્ષાએ સદા ધ્રુવ છે, અવિનાશી છે, શાશ્વત છે. ત્રણે કાળમાં તેનું મૂળ સ્વરૂપ એકસરખું જ રહે છે. આમ, આત્મા મૂળદ્રવ્યની અપેક્ષાએ ધુવ છે અને પર્યાયની અપેક્ષાએ ઉત્પત્તિવિલય સ્વરૂપે છે, તેથી આત્મા દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે અને પર્યાય અપેક્ષાએ અનિત્ય છે. આ બન્ને અપેક્ષાઓ ભેગી કરતાં આત્મા નિત્ય તથા અનિત્ય એમ બન્ને સ્વરૂપે સિદ્ધ થાય છે. જ્યારે આત્માને દ્રવ્યની કે પર્યાયની એમ જુદી જુદી અપેક્ષાથી જોવામાં આવે ત્યારે તે નિત્ય અથવા અનિત્યરૂપે જણાય છે, પણ જ્યારે તે બન્ને અપેક્ષાઓને ભેગી કરવામાં આવે ત્યારે આત્મા નિત્યાનિત્યરૂપે જણાય છે. આત્મા નિત્યાનિત્ય છે એ જ એનું સાચું સ્વરૂપ છે. કોઈ આત્માને એકાંતે નિત્ય માને છે, કોઈ એકાંતે ક્ષણિક માને છે. આ બને માન્યતા ભ્રાંતિમૂલક છે. આત્મા કૂટસ્થ નિત્ય નથી, કારણ કે તે જન્મ-મરણ ધારણ કરે છે. તે જ પ્રમાણે આત્મા સર્વથા અનિત્ય પણ નથી, કારણ કે બદલાતી પર્યાયોમાં પણ આત્મા સદા નિત્ય રહેનાર છે. બદલાતા દાગીનાના આકારમાં સોનું જેમ નિત્ય દ્રવ્ય છે, તેમ બદલાતી પર્યાયોમાં આત્મા નિત્ય દ્રવ્ય છે. અનેકાંત દૃષ્ટિએ આત્મા નિત્યાનિત્ય, અર્થાત્ પરિણામી નિત્ય છે. અહીં કોઈને પ્રશ્ન થાય કે જીવાજીવાદિ પ્રત્યેક દ્રવ્ય, ભિન્ન ભિન્ન સ્વરૂપે ઉત્પત્તિ Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વિનાશરૂપે પરિણામ પામતાં પ્રત્યક્ષ જણાય છે, તો પછી તેને અનાદિ-અનંત નિત્ય, ધ્રુવ કેવી રીતે જાણવાં? પ્રત્યક્ષ જણાતાં ઉત્પત્તિ-નાશસ્વરૂપે જ આ જગતને માનવું જોઈએ, ત્રિકાલિક દ્રવ્યત્વનો સ્વીકાર કરવો જરૂરી નથી. આ પ્રશ્નનો ઉત્તર એ છે કે કોઈ પણ પરિણામની ઉત્પત્તિ તસ્વરૂપી સત્તા (દ્રવ્ય)ના આધાર વિના હોતી નથી અને નાશ પણ ઉત્પત્તિરૂપ પરિણામનો જ હોય છે. પ્રત્યેક સમયે વિવિધ સ્વરૂપે ઉત્પત્તિ અને નાશનાં જે જે પરિણામો જણાય છે, તે સઘળાં ત્રિકાલિક ગુણ સત્તાના આધારરૂપ તે તે દ્રવ્યોનાં પર્યાયપરિણામ છે. તેમાં ઉત્પત્તિ-નાશનો વ્યવહાર તો માત્ર પૂર્વાપર ભાવની મુખ્યતા-ગૌણતા વડે થાય છે અને જેમાં તે વ્યવહાર કરાય છે તે દ્રવ્ય મૂળ સ્વરૂપે તો ત્રણે કાળ કાયમ હોય છે. જો કે સર્વ દ્રવ્યોની ત્રિકાલિક સત્તાનું જ્ઞાન તો કેવળી પરમાત્માઓને જ હોય છે, તેમ છતાં આરોપિત ભાવે ચારે ગતિમાં પ્રત્યેક આત્માને ભૂતકાળ અને ભાવિ કાળના પોતાના જીવન સંબંધે, વર્તમાન પરિણામનો સંબંધ પ્રત્યક્ષ અનુભવગમ્ય હોય છે અને તેથી જ તો સર્વ જીવો સુખની પ્રાપ્તિ અને દુઃખની નિવૃત્તિ માટે નિરંતર પ્રયત્ન કરતા હોય છે. તેથી સ્પષ્ટ સમજાય છે કે વસ્તુના સત્તારૂપ ગુણો સહભાવી નિત્ય હોય છે, જ્યારે ઉત્પાદ-વ્યયસ્વરૂપી પર્યાય પરિણમનભાવે ક્રમભાવી સ્વરૂપે અનિત્ય છે. આમ, વસ્તુ કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય છે. વળી, કોઈ એમ કહે કે જ્ઞાનનો આત્માની સાથે ભેદ કે અભેદ ગમે તે માનવામાં આવે છતાં આત્માનું નિત્ય અસ્તિત્વ ઘટી શકતું નથી. જો આત્માની સાથે જ્ઞાનનો અભેદ માનવામાં આવે તો જ્ઞાન અનિત્ય હોવાથી તે નષ્ટ થઈ જાય ત્યારે આત્મા પણ નષ્ટ થઈ જવો જોઈએ. જો આત્મા નષ્ટ થઈ જાય તો પછી તે નિત્ય કેવી રીતે કહેવાય? જે ઉત્પત્તિશીલ હોય તે ઘટાદિની જેમ અનિત્ય હોય છે. જ્ઞાન ઉત્પત્તિશીલ હોવાથી અનિત્ય છે, તેથી જ્ઞાનથી અભિન્ન આત્મા પણ અનિત્ય હોવો જોઈએ. ઘડાની જેમ જ્ઞાન ઉત્પત્તિમાન હોવાથી આત્મા વિનશ્વર - અનિત્ય સિદ્ધ થાય છે. વળી, જે પર્યાય હોય છે તે અનિત્ય હોય છે, જેમ ખંભાદિની નવીનત્વ, પુરાણત્વ આદિ પર્યાયો. જ્ઞાન પણ પર્યાય હોવાથી અનિત્ય છે અને તેથી આત્મા પણ જો જ્ઞાનમય હોય તો અનિત્ય માનવો જોઈએ. આ રીતે અભેદ પક્ષ માનવામાં આત્મા નિત્ય સિદ્ધ નથી થતો. અનિત્ય જ્ઞાનથી અભિન્ન એવો આત્મા પણ અનિત્ય હોવાથી તેનો પરલોક નથી. આત્મા અને જ્ઞાનમાં જો ભેદ માનવામાં આવે તો જીવ જ્ઞાનવાળો નહીં બની શકે. જેમ આકાશથી જ્ઞાન ભિન્ન છે, તેથી આકાશ જ્ઞાનરહિત છે; તેમ આત્મા પણ જ્ઞાનથી જુદો હોવાથી તે જ્ઞાનરહિત સિદ્ધ થશે. લાકડું, પથ્થર આદિ જ્ઞાનરહિત હોવાથી તેને એક ભવથી બીજા ભવમાં જન્મ લેનારૂપ સંસરણ નથી હોતું; Page #432 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૮ ૩૯૯ તેવી જ રીતે આત્મા જો જ્ઞાનથી જુદો હોય તો આકાશ, લાકડાં, પથ્થર જેવો જ્ઞાનરહિત બની જશે અને તો પછી તેનું એક ભવમાંથી બીજા ભવમાં ગમન નહીં થાય, પરલોક જવાપણું નહીં ઘટે. આ દલીલનું સમાધાન આ પ્રમાણે થઈ શકે. વસ્તુમાત્ર ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય સ્વરૂપ છે. વસ્તુનો સ્વભાવ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય છે, એટલે કે વસ્તુમાં આ ત્રણે હોય છે. કોઈ પણ વસ્તુમાં આ ત્રણમાંથી માત્ર એક જ નથી હોતું. કોઈ પણ વસ્તુમાં માત્ર ઉત્પાદ નથી હોતો. જ્યાં ઉત્પાદ કે નાશ હોય છે ત્યાં ધ્રૌવ્ય પણ છે; એટલે જો તે ઉત્પત્તિ કે નાશના કારણે કથંચિત્ અનિત્ય કહેવાતું હોય તો ધ્રૌવ્યના કારણે કથંચિત્ નિત્ય પણ કહેવાશે. પર્યાયની દૃષ્ટિએ વસ્તુ ઉત્પન્ન થતી હોવાથી જેમ તે કથંચિત અનિત્ય છે, તેમ દ્રવ્યસ્વરૂપથી વસ્તુ કથંચિત્ નિત્ય પણ સિદ્ધ થાય છે. એટલે એમ કહી શકાય કે જ્ઞાન નિત્ય છે, કારણ કે તે ઉત્પત્તિશીલ છે, ઘટની જેમ. જ્ઞાન એકાંતે અનિત્ય નથી પણ તે કથંચિત્ નિત્ય છે. કથંચિત્ નિત્ય એવા જ્ઞાનથી આત્મા અભિન્ન હોવાથી, આત્મા પણ કથંચિત્ નિત્ય હોવાથી પરલોકનો અભાવ કેવી રીતે થાય? કથંચિત્ નિત્ય જ્ઞાનથી અભિન્ન એવો આત્મા પણ કથંચિત્ નિત્ય હોવાથી પરલોક નથી એમ કહી શકાતું નથી. વળી, જ્ઞાનને વિનાશી સિદ્ધ કરવા ‘ઉત્પત્તિશીલ હોવાથી' એવો જે હેતુ આપવામાં આવ્યો છે, તે હેતુવિરોધી અનુમાન ઉપસ્થિત હોવાના કારણે વિરુદ્ધ અવ્યભિચારી પણ છે; એટલે કે જ્ઞાનમાં તેની ઉત્પત્તિ હોવાથી અનિત્યતા સિદ્ધ કરવામાં આવી છે અને પોતાના હેતુને અવ્યભિચારી માનવામાં આવ્યો છે. જ્ઞાનની અનિત્યતા સિદ્ધ કરનાર અવ્યભિચારી હેતુથી વિરુદ્ધ એવો નિત્યતાને સિદ્ધ કરનાર અવ્યભિચારી બીજો હેતુ પણ છે, તેથી આપવામાં આવેલ હેતુ દૂષિત છે. આપવામાં આવેલ હેતુ દોષયુક્ત છે, કારણ કે જ્ઞાન સર્વથા વિનાશી નથી. જે વસ્તુ હોય તે ઘડાની જેમ એકાંત વિનાશી હોય નહીં, કારણ કે વસ્તુ પર્યાયની અપેક્ષાએ વિનાશી છતાં દ્રવ્યની અપેક્ષાએ અવિનાશી હોય છે. વસ્તુ નિત્યાનિત્ય ઉભય છે. અત્રે પ્રશ્ન થાય કે ઘડો તો ઉત્પત્તિવાળો હોવાથી વિનાશી જ છે તો પછી તેને અવિનાશી કેવી રીતે કહેવાય? વિનાશી ઘડાના આધારે જ્ઞાનને અવિનાશી કેવી રીતે સિદ્ધ કરી શકાય? આનો ઉત્તર આ પ્રમાણે છે - પ્રથમ એ બરાબર સમજવું આવશ્યક છે કે ઘડો એ શું છે. રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ ગુણો તેમજ સંખ્યા, આકૃતિ, માટીરૂપ દ્રવ્ય અને જલાહરણાદિરૂપ શક્તિ - આ બધું મળીને ઘડો કહેવાય છે. આ ઘડાનું સ્વરૂપ છે. માટીના પિંડમાંથી ઘડો બને ત્યારે માટી જે પિંડરૂપે રહી હોય છે, તે માટી આકાર Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૦) ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન બદલીને ઘડારૂપે થાય છે. આકૃતિ બદલાય ત્યારે પહેલી પર્યાય નષ્ટ થાય છે અને બીજી પર્યાય ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે ઉત્પાદ-વિનાશ બન્ને સિદ્ધ થાય છે, તેથી તે ઘડો અનિત્ય છે. પરંતુ માટીરૂપ મૂળ દ્રવ્યને તો કંઈ જ થતું નથી. પિંડ નષ્ટ થાય છે, ઘટ ઉત્પન્ન થાય છે, પણ મૂળ માટીદ્રવ્ય સ્થિર છે; માટે મૂળ દ્રવ્યથી તે નિત્ય છે. માટીદ્રવ્યરૂપે ઘડો નિત્ય છે અને માટીના આકાર વિશેષરૂપે ઘડી અનિત્ય છે. દ્રવ્યથી ઘડો નિત્ય, આકારના ઉત્પત્તિ-નાશ આદિથી પર્યાયની અપેક્ષાએ અનિત્ય એમ ઉભયસ્વરૂપ છે. ઘડો નિત્યાનિત્ય ઉભયાત્મક છે. જગતની સર્વ વસ્તુઓ નિત્યાનિત્ય છે. આત્મા પણ ચૈતન્યદ્રવ્યરૂપે નિત્ય તથા જ્ઞાનપર્યાયના ઉત્પત્તિ-નાશની દષ્ટિથી અનિત્ય છે. આમ, આત્માનું નિત્યાનિત્ય સ્વરૂપ નિશ્ચિત થાય છે. ઘડો ઉત્પાદ-વિનાશ-ધ્રૌવ્યાત્મક હોવાથી ઘડાને અવિનાશી પણ કહી શકાય છે, તેમ જ્ઞાનને પણ અવિનાશી સિદ્ધ કરી જ શકાય છે. આ વિષે આચાર્યશ્રી જિનભદ્રજી ‘વિશેષાવશ્યકભાષ્ય'માં કહે છે કે માટીના પિંડનો ગોળ આકાર અને તેની શક્તિ એ ઉભયરૂપ પર્યાય જે વખતે નષ્ટ થતી હોય છે તે જ વખતે તે માટીનો પિંડ ઘટાકાર અને ઘટશક્તિ એ ઉભયરૂપે પર્યાયસ્વરૂપે ઉત્પન્ન થાય છે. આ પ્રકારે તેમાં ઉત્પાદ અને વિનાશ અનુભવસિદ્ધ છે, તેથી તે અનિત્ય છે; પણ પિંડમાં રહેલાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ તથા માટીરૂપી દ્રવ્યનો તો તે વખતે પણ ઉત્પાદ કે વિનાશ કશું જ નથી, તે તો સદા અવસ્થિત છે; તેથી તે અપેક્ષાએ ઘડો નિત્ય પણ છે. સારાંશ એ છે કે માટી દ્રવ્યનો એક વિશેષ આકાર અને તેની જે શક્તિ હતી તે જ અનવસ્થિત છે, એટલે કે માટીદ્રવ્ય જે પિંડરૂપે હતું તે હવે ઘટાકારરૂપે બની ગયું, પિંડમાં જે જલાહરણાદિની શક્તિ ન હતી તે હવે ઘટાકારમાં ઉત્પન્ન થઈ. આ પ્રકારે પૂર્વાવસ્થાનો વ્યય અને ઉત્તર અવસ્થાની ઉત્પત્તિ ઘડામાં હોવાથી તે વિનાશી કહેવાય છે, પણ રૂપ-રસાદિ અને માટી તો તેની તે જ છે, તેથી ઘડાને અવિનાશી પણ કહેવો જોઈએ. આ જ પ્રકારે સંસારની સમસ્ત વસ્તુઓ ઉત્પાદ-વિનાશ-ધ્રુવ સ્વભાવવાળી છે, તેથી સમસ્ત વસ્તુઓ નિત્ય પણ છે અને અનિત્ય પણ છે, એટલે ‘ઉત્પત્તિ હોવાથી એ હેતુ વડે વસ્તુને જેમ વિનાશી સિદ્ધ કરી શકાય છે, તેમ તેને અવિનાશી પણ સિદ્ધ કરી શકાય છે. આમ, વિજ્ઞાન પણ ઉત્પત્તિવાળું હોવાથી અવિનાશી પણ છે અને વિજ્ઞાનથી અભિન્ન એવો આત્મા પણ અવિનાશી સિદ્ધ થાય છે. ૧ ૧- જુઓ : આચાર્યશ્રી જિનભદ્રજીકૃત, ‘વિશેષાવશ્યકભાષ્ય', ગાથા ૧૯૬૪, ૧૯૬૫ 'इध पिंडो पिंडागार-सत्तिपज्जायविलयसमकालं । उपज्जति jમાIFસત્તિા Mાયવેગ II रूवोतिदब्बताए ण जाति ण य वेति तेण सो णिच्चो । एवं उप्पात-व्वय-धुवस्सहावं मतं सव्वं ।।' WWW.jainelibrary.org Page #434 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૮ ૪૦૧ જ્ઞાનમાં ઉત્પાદાદિ ત્રણે કઈ રીતે ઘટે છે તેની વિચારણા કરીએ. આત્મામાં જ્ઞાનશક્તિ છે. જ્ઞાનગુણમય આત્મા છે. જે સમયે જે પદાર્થ પોતાની સમક્ષ આવે છે તે સમયે ઉપયોગવાળો આત્મા તદાકાર બને છે અને જેમ જ્ઞેય પદાર્થો બદલાય છે તેમ જ્ઞાનનો આકાર પણ બદલાય છે. ઘટવિષયક જ્ઞાન તે ઘટવિજ્ઞાન કે ઘટચેતના કહેવાય છે અને પવિષયક જ્ઞાન તે પવિજ્ઞાન કે પટચેતના કહેવાય છે. આ જ પ્રમાણે સર્વ પદાર્થો માટે સમજી લેવું ઘટે છે. સર્વનો અનુભવ છે કે ઘટચેતનાનો સમયે નાશ થાય છે, તે જ સમયે પચેતના ઉત્પન્ન થાય છે. આત્મા ઘટાકાર જ્ઞાનવાળો થયો હોય અને ઘટ દૂર થયા પછી અથવા ફૂટી ગયા પછી ષ્ટિ સમક્ષ આવેલ પટનું જ્ઞાન થાય છે અને આત્મા પટાકાર જ્ઞાનવાળો થાય છે. ઘટ પછી પટ પદાર્થ આવતાં ઘટાકાર ઉપયોગ જાય છે અને પટાકાર ઉપયોગ આવે છે. આ પ્રમાણે વારંવાર બદલાતા પદાર્થોના કારણે તદાકાર જ્ઞાન પણ બદલાય છે. જેમ જેમ વસ્તુ બદલાય છે, તેમ તેમ તદાકાર જ્ઞાન પણ બદલાય છે. આ રીતે એક જ્ઞાનની ઉત્પત્તિ અને પછી નાશ એમ જ્ઞાનની ઉત્પત્તિ-નાશ ચાલ્યા કરે છે. આ રીતે જ્ઞાનમાં ઉત્પત્તિ-વિનાશ હોવાથી તે અનિત્ય છે અને જ્ઞાનની પર્યાય જ્ઞાનવાન એવા આત્મા સાથે અભેદ સંબંધથી છે, માટે તે આત્માને પણ અનિત્ય કહેવાય છે; પરંતુ જે સમયે ઘટચેતના નાશ થાય છે અને પટચેતના ઉત્પન્ન થાય છે, તે સમયે મૂળ ચેતના તો તેની તે જ છે. જીવરૂપ સામાન્ય ચેતના તો તે બન્ને અવસ્થામાં વિદ્યમાન જ છે, માટે આત્મા નિત્ય પણ છે. આમ, આત્મા ઉત્પત્તિ, વિનાશ તથા ધ્રુવ એમ ત્રણ સ્વભાવે છે. મૂળ દ્રવ્યરૂપે આત્મા ધ્રુવ-નિત્ય છે. તે ત્રણે કાળમાં અપરિવર્તનશીલ, શાશ્વત છે. પ્રમેય પદાર્થોના ગમનાગમન તથા ઉત્પત્તિ-વિનાશના આધારે આત્માનાં જ્ઞાન-દર્શનાત્મક ઉપયોગરૂપ પર્યાયનાં પણ ઉત્પત્તિ-વિનાશ થાય છે. આત્મા વસ્તુ છે અને જ્ઞાનાદિ તેના ગુણો છે. તેમાં પર્યાયોનો ઉત્પાદ-વ્યય થયા કરે છે. આત્મા પ્રત્યેક સમયે પોતાના ગુણોની પૂર્વ અવસ્થા છોડીને નવીન અવસ્થાઓ ગ્રહણ કરે છે. આ પ્રમાણે તે અનાદિથી અત્યાર સુધી વિદ્યમાન છે અને અનંત કાળ સુધી એવી રીતે વિદ્યમાન રહેશે. પર્યાયો ઉત્પાદવ્યયસ્વરૂપે બદલાયા કરે છે, પરંતુ ચેતનસત્તાસ્વરૂપે આત્મા દ્રવ્યથી સદાશાશ્વત, નિત્ય, ધ્રુવ રહે છે. આ વિષે શ્રી કાનજીસ્વામી કહે છે ‘આત્મા દ્રવ્ય છે, તે સદાય ટકીને અવસ્થાપણે બદલ્યા કરે છે તેથી ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યતા સહિત સત્ છે. ક્ષણે ક્ષણે તેની સમજણની જ્ઞાનની અવસ્થા પલટાયા કરે છે. તે પર્યાય ક્ષણે ક્ષણે બદલાય છે અને તે તે અવસ્થાને ધારણ કરનાર સત્તાવાન વસ્તુ નિત્ય છે.... આત્મા દ્રવ્યે પલટાતો નથી, પણ જ્ઞાનાદિ ગુણની ક્ષણ ક્ષણવર્તી અવસ્થાએ બદલાય છે. આખો બદલાઈ જતો નથી, પણ ટકીને બદલે છે, એવો સત્ Page #435 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન દ્રવ્ય-નિત્ય વસ્તુનો સ્વભાવ છે.' શ્રીમદે આ ગાથાની બીજી પંક્તિમાં આત્માની નિત્યતાને એક સચોટ દૃષ્ટાંત વડે સમર્થિત કરી છે. બાળ, યુવાન અને વૃદ્ધ એ દેહની ત્રણ અવસ્થા છે અને નિત્યસ્વરૂપી આત્માની તે (બાહ્ય) વૈભાવિક પર્યાય છે. બાલ્યાવસ્થામાં આત્મા બાળક જણાય છે, આત્મા બાલ્યાવસ્થા ત્યાગી જ્યારે યુવાવસ્થા ગ્રહણ કરે ત્યારે તે યુવાન જણાય છે અને યુવાવસ્થા છોડી વૃદ્ધાવસ્થા ગ્રહણ કરે ત્યારે વૃદ્ધ જણાય છે. એ ત્રણે અવસ્થાનો ભેદ થયો તે પર્યાયભેદ છે, પણ તે ત્રણે અવસ્થામાં આત્મદ્રવ્યનો ભેદ થતો નથી. અવસ્થાઓ બદલાય છે, પણ આત્મદ્રવ્ય બદલાતું નથી. બાળ અવસ્થામાં આત્મા બાળક જણાય છે, યુવાનીમાં તે યુવાન જણાય છે, વૃદ્ધાવસ્થામાં તે વૃદ્ધ જણાય છે; પણ તે ત્રણે અવસ્થામાં આત્મા ચૈતન્યદ્રવ્યરૂપે તો એક જ છે. આ જ તેનું નિત્યત્વ છે. જ્યારે બાળપણ હોય છે ત્યારે જીવ માને છે કે હું બાળક છું'; જુવાન થાય તો માને છે કે હું જુવાન છું'; વૃદ્ધ થાય ત્યારે માને છે કે “વૃદ્ધ છું'; પરંતુ જીવ તો આ ત્રણે અવસ્થાઓથી પર છે. અંદર એવું કંઈક તત્ત્વ છે કે જે બાળપણને છોડીને જુવાનીને ગ્રહણ કરી શક્યું અને જુવાનીને છોડીને વૃદ્ધત્વને ગ્રહણ કરી શક્યું. આ કંઈક તે બાળપણ આદિથી અલગ એવું શાશ્વત આત્મદ્રવ્ય છે. બાળ, યુવાન અને વૃદ્ધ એ ત્રણે અવસ્થાઓ બદલાઈ છતાં તેને જાણનારો તો તેનો તે નિત્ય આત્મા છે. જેમ એક મોતીની માળામાં જુદાં જુદાં મોતીઓ વચ્ચે એક દોરો હોય છે, તેમ જુદી જુદી અવસ્થાઓમાં તે તે અવસ્થાને જાણનારો આત્મા એનો એ જ રહે છે. માળામાં નાનાં મોતી, મોટાં મોતી એમ જુદાં જુદાં અનેક મોતી હોય છે અને તે બધાને એક હરોળમાં ગોઠવનાર દોરો એક હોય છે; તેમ બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા - એમ જુદી જુદી અવસ્થા હોય છે અને તે ત્રણે અવસ્થાને જાણનાર એક જ આત્મા છે. જેણે બાળપણને જાણ્યું અને માણ્યું, એ જ યુવાનીને જાણે છે અને ભોગવે છે અને એ જ વૃદ્ધાવસ્થાને જાણે છે અને વેઠે છે. આ ત્રણે અવસ્થાનો અનુભવ એનો એ જ આત્મા કરે છે. આત્મા તો જોનાર-જાણનાર તત્ત્વ છે. બાળપણ આવ્યું તો તે બાળપણને જાણે છે, જુવાની આવી તો તે જુવાનીને જાણે છે, વૃદ્ધાવસ્થા આવી તો તે વૃદ્ધાવસ્થાને જાણે છે. અવસ્થા બદલાય છે છતાં આત્મા ટકે છે. અવસ્થા આવે છે અને ચાલી જાય છે, ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે; પરંતુ આત્મા તો વિદ્યમાન જ રહે છે. આત્મા તે અવસ્થાઓથી જુદો, તેનો જાણનારો છે. આત્મા એક શાશ્વત જ્ઞાનધારક પદાર્થ છે. ૧- શ્રી કાનજીસ્વામી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૨૨૦-૨૨૧ Page #436 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૮ ૪૦૩ આત્માને બાળાદિ અવસ્થાઓની સ્મૃતિ રહે છે. ત્રણે અવસ્થાઓમાં આત્મા નિત્ય રહેતો હોવાથી આત્મા બાળાદિ અવસ્થાઓની સ્મૃતિ કરી શકે છે. ત્રણે અવસ્થામાં આત્મા એક હોય તો જ સ્મૃતિ થઈ શકે. જો આત્મા ક્ષણે ક્ષણે બદલાતો હોય, અર્થાત્ પલટાઈને નાશ પામતો હોય તો આવું સ્મરણ થાય જ નહીં. યુવાવસ્થામાં બાલ્યાવસ્થાનું સ્મરણ અથવા વૃદ્ધાવસ્થામાં બાલ્યાવસ્થા તેમજ યુવાવસ્થાનું સ્મરણ થઈ શકે નહીં; પરંતુ તે સ્મરણ તો થાય છે અને તે જ સાબિત કરે છે કે આત્મા સર્વથા ક્ષણિક નથી. આત્મા દ્રવ્યરૂપે નિત્ય છે, માત્ર તેની પર્યાયો જ અનિત્ય છે. આત્માનો સર્વથા નાશ નથી થતો. તે બાળાદિ અવસ્થાઓમાં એકરૂપ જ રહે છે. આ વિષે આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય’માં લખે છે કે એક યુવાન વ્યક્તિ, પોતાની બાલ્યાવસ્થામાં કરેલાં કાર્યો ઉપર લજ્જિત થાય છે. જો કે તે હવે બાળક નથી તેમજ એ કામ કોઈ બીજી યુવાન વ્યક્તિને લજ્જિત નથી કરતું, કારણ કે તે કાર્યો બીજી યુવાન વ્યક્તિએ તેની પોતાની બાલ્યાવસ્થામાં કરેલાં કાર્યો નથી. તેવી જ રીતે એક યુવાન વ્યક્તિ પોતાની વૃદ્ધાવસ્થાની સુવિધા અર્થે કોઈ કામ કરે છે. જો કે તે અત્યારે વૃદ્ધ નથી; તેમજ કોઈ અન્ય વ્યક્તિ તે વૃદ્ધાવસ્થાની સુવિધા અર્થે પણ કામ કરતી નથી. તેથી એ સિદ્ધ થાય છે કે દરેક વસ્તુ અન્વય તથા વ્યતિરેક (સ્થિરતા તથા નાશ) સ્વભાવવાળી છે.૧ આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીનો આશય એ છે કે એક વ્યક્તિની બાળ-યુવા-વૃદ્ધ અવસ્થા કોઈ બીજી વ્યક્તિની બાળ-યુવા-વૃદ્ધ અવસ્થાથી પૃથક્ રૂપમાં હોય છે. તેથી તેનો અર્થ એટલો જ થાય છે કે પ્રત્યેક વ્યક્તિ પોતાની બાળાદિ સર્વ અવસ્થાઓમાં એકરૂપ રહે છે. બાલ્યાવસ્થાનું સ્મરણ કરનાર વૃદ્ધના આત્માનો બાલ્યાવસ્થામાં સર્વથા નાશ થયો નથી, કારણ કે તેને બાલ્યાવસ્થાનું સ્મરણ છે. તેથી એમ સિદ્ધ થાય છે કે બદલાતી અવસ્થામાં પણ વસ્તુનું કાયમપણું હંમેશાં રહે છે. આત્મામાં ઉત્પાદ અને નાશ થવા છતાં પણ દ્રવ્યનું એકરૂપે રહેવું તે પ્રત્યભિજ્ઞાનપ્રમાણથી સિદ્ધ થાય છે. પ્રત્યભિજ્ઞાન દ્વારા આત્માની કથંચિત્ નિત્યરૂપે પ્રતીતિ થાય છે. જે પદાર્થને પહેલાં કોઈ વાર જોયો હોય, પછી કોઈ વાર તેને જ અથવા તેના જેવો કે તેનાથી વિષમ પદાર્થ જોવા મળે તો ત્યાં વર્તમાનમાં થયેલા પ્રત્યક્ષનું અને ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય’, શ્લોક ૫૦૫, ૫૦૬ 'लज्जते बाल्यचरितैर्बाल एव न चापि यत् । युवा न लज्जते चान्यस्तैरायत्यैव चेष्टते ।। युवैव न च वृद्धोऽपि नान्यार्थं चेष्टनं च तत् । अन्वयादिमयं वस्तु तदभावोऽन्यथा भवेत् ।।' Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન પહેલાંનું સ્મરણ બને એકસાથે થવાથી આ તે જ છે અથવા તેના જેવો છે આદિ જ્ઞાન થાય છે. આ જ્ઞાનને પ્રત્યભિજ્ઞાન કહે છે. કથંચિત્ નિત્યતાનો સ્વીકાર કર્યા વિના આવું જ્ઞાન થઈ શકતું નથી. જન્મથી મરણ પર્યત અનેક અવસ્થાઓ બદલાવા છતાં પણ તે જ આ વ્યક્તિ છે' તેવા પ્રત્યભિજ્ઞાન વડે, એક જ વ્યક્તિમાં બાળ, યુવાન અને વૃદ્ધ આદિ ભિન્ન ભિન્ન અવસ્થાઓનું પરિવર્તન થવા છતાં, તે ત્રણમાં એક જ વ્યક્તિનો ઉપચાર થાય છે; તે બતાવે છે કે આત્માની ભિન્ન ભિન્ન પર્યાયોનું પરિવર્તન થવા છતાં પણ એક જ દ્રવ્યરૂપે આત્મા સ્થિત છે. આત્મામાં ક્ષણે ક્ષણે ભિન્ન ભિન્ન પર્યાયોનું પરિવર્તન થવા છતાં પણ આત્મામાં સર્વથા ભિન્નપણું થતું નથી. આકૃતિ અને જાતિની અપેક્ષાએ આત્મામાં અનુક્રમે અનિત્યપણું અને નિત્યપણું હોય છે. આત્મા ‘ટકીને બદલાતા' સ્વભાવવાળો સિદ્ધ થતાં બૌદ્ધ પ્રતીત્યસમુત્પાદવાદનો વિઘાત થાય છે. કારણની અપેક્ષાથી કાર્ય ઉત્પન્ન થાય છે, કારણનો કોઈ પણ પ્રકારે કાર્યમાં અન્વય નથી - આ પ્રકારનો પ્રતીત્યસમુત્પાદવાદ છે. પરંતુ આ વાદ માનવામાં આવે તો સ્મરણાદિ સમસ્ત વ્યવહારોનો ઉચ્છેદ માનવો પડે, કારણ કે અતીત સંકેતાદિ કોઈ વસ્તુના આશ્રયે હોય તો જ તે સ્મરણાદિ જ્ઞાનરૂપે પરિણમે; અર્થાત્ ઉત્તરકાળમાં પણ તેનો જો અન્વય રહે તો જ સ્મરણાદિ વ્યવહાર ઘટી શકે, અન્યથા નહીં. આવી અન્વયી વસ્તુ તે જ આત્મા છે. આત્માને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત માનવાથી જ સમસ્ત સ્મરણાદિ વ્યવહારની સિદ્ધિ થઈ શકે છે. જો આત્મા ક્ષણિક હોય તો તેને વર્તમાન પર્યાય સિવાય બીજું કશું જ જ્ઞાન હોય નહીં, અતીતની અવસ્થાને જાણનારો જ જો નષ્ટ થઈ ગયો હોય તો જાણશે કોણ? માટે આત્મા ક્ષણિક નથી, પણ નિત્ય છે એમ સિદ્ધ થાય છે. આમ, આત્મા દ્રવ્યથી નિત્ય છે અને પર્યાયરૂપે પલટાતો હોવાથી અનિત્ય છે. આત્મા વસ્તપણે કાયમ ટકે છે અને તેની અવસ્થાઓ નિરંતર બદલાય છે. આત્માની અવસ્થાઓનું પરિવર્તન થવા છતાં આત્માનો સ્વભાવ કાયમ રહે છે. બાલ્યાવસ્થા આદિ અવસ્થાઓ પરિવર્તન પામવા છતાં તે અવસ્થાઓમાં આત્મા એનો એ જ રહે છે. બાળ, યુવાન અને વૃદ્ધ એ ત્રણે અવસ્થાઓનું જાણપણું તે ને તે જ જીવને થાય છે. એ બધી અવસ્થાઓનું જ્ઞાન એક જ આત્માને થાય છે. બાળાદિ અવસ્થાઓ નષ્ટ થઈ ગઈ હોવા છતાં જીવ તેનું સ્મરણ કરી શકે છે. એ જ સિદ્ધ કરે છે કે અવસ્થાઓ બદલાય છતાં આત્મદ્રવ્ય ધ્રુવ છે. આત્મા દ્રવ્ય અપેક્ષાએ ક્ષણિક નથી પરંતુ નિત્ય છે. - આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – Page #438 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૮ ૪૦પ ‘આત્મા દ્રવ્ય નિત્ય છે, સદાકાળ રહેનાર; અખંડ ગુણ જે જ્ઞાનનો, તે ન કદી જનાર. શેય વિશેષ જ્ઞાન તે, પર્યાયે પલટાય; પણ તે કેવળજ્ઞાનનું, એકપણું નવ જાય. વૃદ્ધ થતાં વૃદ્ધત્વનું, જુવાનનું પણ ભાન; બાળાદિ વય ત્રયનું, થાય તે એક સુજાણ. જન્મદશાથી જીવને, મૃત્યુ દશા પમાય; તેમાં અનેક પ્રકારનું, જ્ઞાન એકને થાય.' * * * ૧- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૩૦ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૨૬૯-૨૭૨) Page #439 -------------------------------------------------------------------------- ________________ Page #440 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૬૯ દવા શાન છે, જે નળ ભાર, ૧૬નારે તે નિરર જ રિ Page #441 -------------------------------------------------------------------------- ________________ Page #442 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૬૯ ભૂમિકા 'અશો ગાથા ૬૮માં શ્રીગુરુએ કહ્યું કે આત્મા દ્રવ્યપણે નિત્ય છે અને અવસ્થાઓનું પલટવાપણું હોવાથી પર્યાયપણે અનિત્ય છે. બાળ, યુવાન અને વૃદ્ધ એ ત્રણે અવસ્થાઓનું જાણપણું તે ને તે જ જીવને થાય છે, અર્થાત્ ત્રણે અવસ્થાઓનું જ્ઞાન એક જ જ્ઞાયકસત્તાને થતું હોવાથી આત્મા નિત્ય છે. આમ, વસ્તુમાત્રમાં નિત્ય તથા અનિત્ય ધર્મ હોવા છતાં જેઓ આત્માનું અસ્તિત્વ સ્વીકારતા હોવા છતાં પણ તેને સર્વથા અનિત્ય - ઉત્પત્તિલયરૂપ ક્ષણિક માને છે; તેમની માન્યતાનું અયથાર્થપણું યુક્તિ દ્વારા બતાવી, આત્માના ક્ષણવર્તી અસ્તિત્વની સંભાવના શક્ય નથી એમ જણાવતાં શ્રીગુરુ કહે છે – |ગાથા “અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર; વદનારો તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર.” (૬૯) - વળી અમુક પદાર્થ ક્ષણિક છે એમ જે જાણે છે, અને ક્ષણિકપણું કહે છે તે કહેનાર અર્થાત્ જાણનાર ક્ષણિક હોય નહીં; કેમકે પ્રથમ ક્ષણે અનુભવ થયો તેને બીજે ક્ષણે તે અનુભવ કહી શકાય, તે બીજે ક્ષણે પોતે ન હોય તો ક્યાંથી કહે? માટે એ અનુભવથી પણ આત્માના અક્ષણિકપણાનો નિશ્ચય કર. (૬૯) વસ્તુ ક્ષણે ક્ષણે પલટાતી હોવાનો અનુભવ થયા કરે છે, તેથી દરેકે દરેક | ભાવાર્થ 1 વસ્તુ ક્ષણિક જ છે એમ મનાય છે, પણ એમ માનવું ન્યાયયુક્ત નથી; કારણ કે ક્ષણિકતાનો સિદ્ધાંત પ્રગટ કરનાર કદી પણ ક્ષણિક હોઈ શકે જ નહીં. આ વસ્તુ ક્ષણિક છે એમ જે કહે છે તે કહેનાર ક્ષણિક હોઈ શકે જ નહીં, કારણ કે જે ક્ષણે અનુભવ થાય, તે અનુભવને કહેવો હોય તો તે બીજી ક્ષણે જ કહી શકાય. પહેલી ક્ષણ તો પદાર્થ ક્ષણિક છે એમ અનુભવ કરવામાં જ વીતી જાય. હવે તે અનુભવનું વર્ણન કરે ત્યારે તો બીજી ક્ષણ થઈ જાય છે. જો અનુભવ કરનાર ક્ષણિક જ હોય તો બીજી ક્ષણ થતાં જ તે નાશ પામવાથી તેનું વર્ણન કોણ કરશે? જો પોતે જ બીજી ક્ષણે ન હોય તો તે અનુભવ કઈ રીતે વર્ણવી શકાય? માટે વર્ણન કરનાર આત્મા ક્ષણિક નથી એવો નિર્ણય વિચારપૂર્વક કરવા યોગ્ય છે. વસ્તુમાત્ર જો ક્ષણિક હોય તો ક્ષણિક પદાર્થને જાણીને, બીજી ક્ષણે નાશ પામનાર સ્વભાવવાળો જીવ, વસ્તુ ક્ષણિક છે' એવો અનુભવ પ્રગટ કરતાં પહેલાં નાશ પામવો Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જોઈએ અને જો જાણનારો કહેવા માટે વિદ્યમાન રહે તો તે ક્ષણિક નથી, એટલે કે ક્ષણપર્યત ટકવાવાળો હોઈ શકે નહીં, અર્થાત્ ક્ષણિક સિદ્ધાંત પ્રગટ કરનાર ક્ષણિક ન હોઈ શકે એમ સ્પષ્ટ સમજાય છે. આમ, ક્ષણિકપણાનું વર્ણન કરનાર જે પણ વસ્તુ છે તે વસ્તુ અક્ષણિક સિદ્ધ થાય છે, અર્થાત્ આત્મા ક્ષણિક નથી એમ સિદ્ધ થાય છે. - બૌદ્ધ દર્શન પ્રત્યેક પદાર્થને ક્ષણિક માને છે. બૌદ્ધ દર્શનના મત અનુસાર વિશેષાર્થ 1 પ્રત્યેક પદાર્થ ઉત્પન્ન થયા પછી બીજી ક્ષણે નાશ પામે છે. કોઈ પદાર્થ અવિનાશી નથી. જગતમાં કશું શાશ્વત નથી. બૌદ્ધોનો સ્પષ્ટ અભિપ્રાય છે કે આત્મા ક્ષણે ક્ષણે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. તેઓ આત્માને નિત્ય માનતા નથી, ક્ષણિક માને છે. બૌદ્ધો પ્રવાહરૂપ આત્માને માને છે. તેમના મત અનુસાર સંવેદનોનો અવિરત પ્રવાહ એ જીવ છે. દરેકને પ્રત્યેક ક્ષણે સંવેદન થાય છે. આ સંવેદનો જન્મ્યાં કે તરત જ ખતમ થાય છે. સંવેદન એક ક્ષણ પૂરતું જ હોય છે. એક સંવેદન ખતમ થતાંવેંત જ બીજું સંવેદન ઉત્પન્ન થાય છે. સંવેદનોનો પ્રવાહ અવિરત ચાલ્યા કરે છે. પહેલું સંવેદન બીજા સંવેદનનું કારણ હોય છે, છતાં સંવેદનો પાછળ કોઈ શાશ્વત તત્ત્વ નથી. સંવેદનોના આ અવિરત પ્રવાહનું નામ જ ચેતના છે. એનું જ નામ જીવ છે. બૌદ્ધો તેને વિજ્ઞાન-સંતાન' કહે છે. બૌદ્ધોની દૃષ્ટિએ વિજ્ઞાનપ્રવાહ - ચિત્તસંતતિ એ જ આત્મા છે. જેમ દીપકની જ્યોત પ્રત્યેક ક્ષણે નવીન નવીન ઉત્પન્ન થાય છે, તોપણ તેમાં સાદેશ્ય હોવાથી “આ એ જ જ્યોતિ છે' એવું જ્ઞાન થાય છે; તેમ પદાર્થો પ્રત્યેક ક્ષણે નવીન નવીન ઉત્પન્ન થવા છતાં તેમાં પૂર્વ અને ઉત્તર ક્ષણો સાદશ્ય હોવાથી ‘આ એ જ પદાર્થ છે' તેવું જ્ઞાન થાય છે. બૌદ્ધમતમાં આવી ક્ષણપરંપરાનો સ્વીકાર થયેલો છે. ક્ષણિકવાદી બૌદ્ધ દર્શન અનુસાર પરસ્પર ભિન્ન ક્ષણોનું અનુસંધાન વાસના દ્વારા થાય છે. એકબીજામાં અનુસંધાન કરવાવાળી વાસના પરસ્પર ભિન્ન ક્ષણોમાં રહે છે. પૂર્વજ્ઞાનક્ષણથી ઉત્પન્ન કરાયેલી ઉત્તરજ્ઞાનક્ષણની શક્તિને પણ વાસના કહે છે. પૂર્વસમયની જ્ઞાનક્ષણથી ઉત્તરસમયની જ્ઞાનક્ષણમાં જવાવાળી શક્તિને વાસના (સંસ્કાર) કહે છે. પૂર્વજ્ઞાનક્ષણ વડે ઉત્તરજ્ઞાનક્ષણ વાસિત થાય છે. બૌદ્ધો એમ પ્રતિપાદિત કરે છે કે સર્વે પદાર્થો ક્ષણિક હોવા છતાં પણ વાસનાના બળથી પ્રાપ્ત થયેલા અભેદજ્ઞાનથી આ લોક અને પરલોક સંબંધી પ્રવૃત્તિ થઈ શકે છે. બૌદ્ધ દર્શનના ક્ષણિકવાદના પ્રભાવથી શિષ્ય તેની દલીલમાં કહ્યું હતું કે સર્વ પદાર્થો ક્ષણિક છે. ક્ષણ પૂર્વે જોયેલ પદાર્થ ક્ષણ પછી નથી દેખાતો. વસ્તુમાત્રનું ક્ષણે ક્ષણે પરિવર્તન થયા કરે છે. સર્વ વસ્તુ એક ક્ષણ ટક્યા પછી વિનાશ પામવાના Page #444 -------------------------------------------------------------------------- ________________ ૪૧૧ સ્વભાવવાળી છે. વસ્તુ ક્ષણે ક્ષણે પલટાતી હોવાનો અનુભવ થયા કરે છે અને તેથી વસ્તુ ક્ષણિકસ્વભાવી છે એમ લાગે છે. આત્મા પણ એક વસ્તુ અને તેમાં ક્ષણે ક્ષણે ક્રોધાદિ વૃત્તિઓ ઊછળે છે અને શમે છે. ક્ષણ પહેલાં પ્રેમ કરનાર ક્ષણ પછી દ્વેષ કરે છે, તેથી આત્મા એક ક્ષણે ઉત્પન્ન થઈ બીજી ક્ષણે નાશ પામનાર હોવો જોઈએ. આમ, આત્મા ક્ષણે ક્ષણે ઉત્પત્તિ-લયરૂપ અનિત્ય છે એમ જણાય છે. ગાથા-૬૯ શિષ્યની આ માન્યતા ન્યાયયુક્ત નથી એ બતાવતાં શ્રીગુરુ કહે છે કે વસ્તુ ક્ષણિક છે એમ જાણીને જે તેમ કહે છે, તે વદનારો પોતે ક્ષણિક નથી એ તથ્યનો નિર્ણય અનુભવથી કરવા યોગ્ય છે. જો વસ્તુમાત્રનું અસ્તિત્વ ક્ષણવર્તી હોય તો, બીજી ક્ષણે નાશ પામવાના સ્વભાવવાળો જીવ કોઈ પણ પદાર્થને જાણીને તે પદાર્થ ક્ષણિક છે' એવો અનુભવ કઈ રીતે પ્રગટ કરી શકે? કારણ કે અનુભવ પ્રગટ કરતાં પહેલાં જ, પોતે ક્ષણિક હોવાથી તે પોતે તો નાશ પામી જાય છે; તેથી આત્મા ક્ષણિક હોય તો પોતાનો જાણવારૂપ અનુભવ તે કદી કોઈને દર્શાવી શકે નહીં. આત્મા અક્ષણિક હોય તો જ તે પોતાના અનુભવનું કથન કરી શકે. જો આત્મા ક્ષણિક હોય તો પ્રશ્ન એ થાય કે તે અનુભવનો કહેનાર કોણ છે? જાણવું અને કહેવું એ બન્ને કાર્ય એક ક્ષણે થઈ શકતાં નથી. જાણવાનું કાર્ય એક ક્ષણે થાય છે અને કહેવાનું કાર્ય બીજી ક્ષણે થાય છે. જો જાણનાર ક્ષણવર્તી હોય તો જાણનાર તેનો અનુભવ કહી શકે નહીં, માટે જાણનાર અને કહેનાર જુદા જુદા બે આત્મા છે એમ માનવું પડે. જેણે જાણ્યું તે જ કહે તો તેની સ્થિતિ બે ક્ષણની થઈ જાય. હવે કહેનારનું અસ્તિત્વ પણ જો ક્ષણવર્તી હોય તો એમ માનવું પડે કે તે તો જાણ્યા વિના જે કહેતો જાણ્યા વિના જ કહે છે. જે કહે છે તે જાણનાર હોતો નથી. હોય તેની વાત સત્ય તથા પ્રામાણિક કઈ રીતે માની શકાય? જો કહેનાર જાણીને કહેતો હોય તો ક્ષણિકવાદનો સિદ્ધાંત ઊભો રહે નહીં, કારણ કે તેની સ્થિતિ બે ક્ષણની થઈ જાય. ક્ષણિકવાદનું કથન કરનારની વાત સત્ય તથા પ્રામાણિક માનવામાં આવે તો તો એમ સિદ્ધ થાય કે કહેનાર પોતે જ ક્ષણિક નથી અને તેથી ક્ષણિકવાદ જ અસિદ્ધ ઠરે. અનુભવનું કથન કરતાં પહેલાં અનુભવવું પડે છે. જે ક્ષણે અનુભવ થાય છે તે ક્ષણે તે અનુભવ કહી શકાતો નથી. પહેલાં અનુભવ થાય છે અને ત્યારપછી કહેવાનું શક્ય બને છે. અનુભવનાર અને કહેનાર બન્ને એક જ હોય તો જ અનુભવ કહી શકાય છે. જો કહેનાર આત્મા એનો એ જ ન હોય તો, જો કહેનારે અનુભવ ન કર્યો હોય તો તે એ અનુભવ કેવી રીતે વ્યક્ત કરી શકે? આ વિષે ડૉ. તરુલતાબાઈ મહાસતીજી કહે છે ‘આપણા સહુનો અનુભવ છે કે આપણે જે કંઈ બોલીએ છીએ એ પહેલાં Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ૨ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વિચારીએ છીએ, પછી બોલીએ છીએ. જે ક્ષણે વિચારીએ એ જ ક્ષણે કહી શકતા નથી, વિચારવાની ક્ષણ જુદી અને કહેવાની ક્ષણ જુદી. પહેલી ક્ષણે જેણે વિચાર્યું છે તે જ બીજી ક્ષણે કહી શકે. બન્ને જુદા હોય તો કોઈ કદી વિચારોને વ્યક્ત કરી શકે નહીં. વિચાર પણ નાશ પામી ગયા અને વિચારનાર પણ નાશ પામી ગયો. કોણ કહે? શું કહે?” ગમાં કે અણગમાનો ભાવ કોઈ એક ક્ષણે ઉદ્ભવ પામે છે. જીવ એ જાણીને, તે પછીની બીજી ક્ષણે એ જાણવારૂપ અનુભવને કહે છે. જો બીજી ક્ષણે જાણવાવાળો આત્મા ન હોય તો એ અનુભવ કદી કહી શકાય નહીં, પરંતુ જો તે કહે છે તો બીજી ક્ષણે અનુભવનારનું અસ્તિત્વ રહે છે અને તેથી જ તે એને કહી શકે છે. આમ, આત્મા ક્ષણિક હોઈ શકે નહીં એમ સિદ્ધ થાય છે. જાણવા અને કહેવારૂપ અનુભવથી આત્માના અક્ષણિકપણાનો નિર્ણય કરવાની અહીં શ્રીગુરુ ભલામણ કરે છે. શ્રીગુરુ શિષ્યને અનુભવપૂર્વક આત્માની નિત્યતાનો નિર્ધાર કરવાની ભલામણ કરે છે. શિષ્ય કહ્યું હતું કે “એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય. તેના ઉત્તરમાં શ્રીગુરુ પ્રસ્તુત ગાથામાં કહે છે કે “વદનારો તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર.' ક્રોધાદિ ભાવોને ઉત્પન્ન થતાં અને નાશ થતાં અનુભવીને શિષ્ય એવો નિર્ણય કર્યો હતો કે આત્મા ક્ષણે ક્ષણે પલટાય છે, તેથી આત્મા ક્ષણિક છે; પરંતુ સહુનો અનુભવ છે કે વર્ષો પહેલાં આત્મામાં ઉદ્ભવ પામેલા ક્રોધાદિ ભાવો યાદ કરીને કહી શકાય છે. પૂર્વના ક્રોધાદિ ભાવોનું સ્મરણ થાય છે. ક્રોધાદિ ભાવ જેનામાં ઉત્પન્ન થયો હોય તે આત્મા ક્ષણવર્તી હોય અને બીજી ક્ષણે નાશ પામ્યો હોય તો એ અનુભવની સ્મૃતિ કઈ રીતે થઈ શકે? ક્રોધાદિ ભાવને અનુભવનારનું અસ્તિત્વ વર્ષો સુધી ટક્યું હોય તો જ વર્ષો પહેલાંના પોતાના ભાવને યાદ કરીને તે કહી શકે, અન્યથા તે કહી શકે નહીં. જે અવસ્થા નાશ પામી તે અવસ્થાને જાણનાર - તેને સ્મૃતિમાં રાખી કહેનાર એક જ આત્મા હોવો જોઈએ, તેથી આત્મા ક્ષણિક નથી એમ સાબિત થાય છે. આમ, ક્ષણિકવાદમાં રહેલો દોષ શ્રીગુરુએ સરળ યુક્તિ દ્વારા બતાવી, આત્માનું અસ્તિત્વ ત્રિકાળવર્તી છે એમ સિદ્ધ કરી, શિષ્યની શંકાનું સમાધાન કર્યું છે. આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી ‘યોગદષ્ટિ સમુચ્ચય'માં લખે છે કે અનંતર એટલે કે આગલી-પાછલી ક્ષણે નહીં હોવાપણું, એ જ વર્તમાનવાદીના અભિપ્રાય પ્રમાણે તો આત્મભૂત છે; પરંતુ ‘આત્માને જે આગલી-પાછલી ક્ષણે અભાવરૂપ માને છે, માત્ર વર્તમાન ક્ષણે જ તેને હોવારૂપ માને છે', તેની માન્યતામાં અનેક દોષ આવે છે. આગલી-પાછલી ક્ષણે અભાવ ૧- ડૉ. તરુલતાબાઈ મહાસતીજી, હું આત્મા છું', ભાગ-૨, પૃ.૯૪ ૨- “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર', ગાથા-૬૧ Page #446 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૯ ૪૧૩ સાથે આત્માના વર્તમાન ભાવનો અવિરોધ છે, તેથી વર્તમાનમાં કાં તો તે નિત્ય હોવો જોઈએ અને કાં તો તે સદા અસત્ અવિદ્યમાન જ હોવો જોઈએ.૧ આમ, આ બે પક્ષ અહીં સંભવે છે. પરંતુ આ બન્ને પક્ષ દૂષિત છે અને તેથી ક્ષણિકવાદ ખંડિત થાય છે, તે આ પ્રકારે ક્ષણિકવાદી એમ માને છે કે આત્માદિ વસ્તુ ક્ષણસ્વરૂપી છે, આગલી-પાછલી ક્ષણે અવિદ્યમાન છે, માત્ર વર્તમાન ક્ષણે જ વિદ્યમાન છે. જેનો આ મત છે, તેના પોતાના આત્મા ઉપર જ તે ઘટાવવામાં આવે તો કઈ રીતે વિરોધ આવે તે સમજીએ. આગલી-પાછલી ક્ષણે અભાવ છે એવી તેની માન્યતાની સાથેના અવિરોધના કારણે વર્તમાન ભાવે તો તે પોતે છે. આગલી-પાછલી ક્ષણે નહીં હોવાપણું તે કહે છે અને તે બન્નેની વચ્ચેની વર્તમાન ક્ષણે તો તેનું વિદ્યમાનપણું - વર્તમાનપણું તે સ્વીકારે છે. આવી રીતે જે વર્તમાન ભાવે વિદ્યમાન છે, તે નિત્ય હોવો જોઈએ; કારણ કે ‘સદા તદ્ભાવ દ્વારા તત્ તે ભાવવંત હોય' એમ નિયમ છે, અર્થાત્ જે જે ભાવવાળો હોય તે તદ્ભાવથી સદા તે ભાવવાળો હોવો જોઈએ. વર્તમાન ભાવવાળો તે સદા વર્તમાન ભાવવંત હોવો જોઈએ, એટલે કે તે નિત્ય હોવો જોઈએ. આમ, નિત્ય પક્ષની સિદ્ધિ થતાં ક્ષણિકવાદ ઊડી જાય છે. વળી, આગલી-પાછલી ક્ષણે અભાવ છે એમ જે જાણે છે અને કહે છે તે પોતે જો આગલી-પાછલી ક્ષણે વિદ્યમાન ન હોય તો તે કઈ રીતે જાણી-કહી શકે? એટલે જે વર્તમાન ક્ષણે વિદ્યમાન છે, તે આગલી-પાછલી ક્ષણે પણ વિદ્યમાન હોવો જ જોઈએ. આમ, વસ્તુ ક્ષણિક છે એમ જાણી જે વદે છે, તે વદનારો પોતે ક્ષણિક નથી એમ અનુભવથી નિશ્ચયપૂર્વક જણાય છે. તાત્પર્ય કે આત્મા ક્ષણિક નહીં પણ નિત્ય છે, એટલે વાદીએ કાં તો નિત્ય પક્ષનો સ્વીકાર કરવો જોઈએ અને કાં તો વર્તમાન ક્ષણે પણ પોતાના વિદ્યમાનપણાનો પક્ષ છોડી દેવો જોઈએ. જો તે એમ કરે તો તે સદા અસત્ જ અવિદ્યમાન જ થઈ જાય; કારણ કે વર્તમાન ક્ષણે પણ તે સત્ નથી રહેતો અને તેના મત અનુસાર આગલી-પાછલી ક્ષણે તો તે અભાવરૂપ જ છે. આમ, વર્તમાન ક્ષણે પણ જો તે સત્ ન હોય તો તે સદા અભાવરૂપ જ હોવાથી, સદા અસત્ અવિદ્યમાન જ હોય; તેથી ક્ષણિકપણું વદનારા ક્ષણિકવાદીનું પોતાનું જ અસ્તિત્વ નહીં રહે! અને તો પછી તેનો વાદ તો ક્યાંથી ઊભો રહેશે? આમ, આગલી-પાછલી ક્ષણે આત્માનો અભાવ માનનારો ક્ષણિકવાદ ક્ષણભર પણ ટકી શકતો નથી. આત્માને એકાંતે ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘યોગદૃષ્ટિ સમુચ્ચય', શ્લોક ૧૯૩ ‘अनन्तरक्षणाभूतिरात्मभूतेह यस्य તુ । तयाविरोधान्नित्योऽसौ स्यादसन्वा सदैव हि ।। ' Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અનિત્ય કહેતા એવા ક્ષણિકવાદને ત્યજી દેવો ઘટે છે. બૌદ્ધમતમાં બતાવ્યા મુજબ જો આત્મા ક્ષણિક હોય તો તે ક્ષણિકતાનું કથન પણ ન કરી શકે, તેમજ સર્વ પદાર્થોની ક્ષણિકતાનું જ્ઞાન પણ ન કરી શકે, કારણ કે બૌદ્ધમત પ્રમાણે જ્ઞાન એક છે, અર્થાત્ અસહાય છે અને તે એક જ્ઞાન એક જ વિષયને ગ્રહણ કરે છે. વળી, તે જ્ઞાન પાછું ક્ષણિક પણ છે. જો આમ જ હોય તો “આ સંસારમાં જે સત્ છે તે બધું ક્ષણિક છે' ૧ આવું મંતવ્ય કદી સિદ્ધ થઈ શકે નહીં. જો બધા પદાર્થો સામે હોય તો જ “આ બધા પદાર્થો ક્ષણિક છે' એવું જ્ઞાન ઉત્પન્ન થાય; પણ બૌદ્ધમતમાં તો એક જ્ઞાન એક જ પદાર્થને વિષય કરે છે, તે કારણે પણ એક જ્ઞાનથી બધા પદાર્થોની ક્ષણિકતા જ્ઞાત થઈ શકે નહીં. વળી, જ્ઞાન એક જ પદાર્થને વિષય કરનાર હોય, છતાં એકસાથે એવાં અનેક જ્ઞાનો જો ઉત્પન્ન થતાં હોય અને તે બધાં જ્ઞાનોનું અનુસંધાન કરનાર કોઈ એક આત્મા હોય તો જ તેને તે સર્વ વિષય સંબંધી ક્ષણિકતાનું જ્ઞાન એકસાથે સંભવે; પણ બૌદ્ધો તેવાં અનેક જ્ઞાનોની યુગપદુત્પત્તિ માનતા નથી, તે કારણે પણ સર્વ વસ્તુની ક્ષણિકતાનું જ્ઞાન કદી પણ થઈ શકે નહીં. વળી, જ્ઞાન એક હોય અને એક જ વિષયને એક સમયે જાણતું હોય, પણ જો તે ક્ષણિક ન હોય તો તે ક્રમશઃ બધી વસ્તુની ક્ષણિકતાનું પરિસ્સાન કરી શકે; પરંતુ બૌદ્ધો વિજ્ઞાનને ક્ષણિક માને છે, તેથી તે સર્વ વસ્તુની ક્ષણિકતાનું પરિજ્ઞાન કરી શકે જ નહીં. ક્ષણિક વિજ્ઞાન “બધી વસ્તુ ક્ષણિક છે' એમ નથી જાણી શકતું, માટે વિજ્ઞાનને અક્ષણિક માનવું જોઈએ અને તે ગુણ હોવાથી નિરાધાર ન રહી શકે, તેથી ગુણી એવો નિત્ય આત્મા પણ માનવો જોઈએ. આચાર્યશ્રી જિનભદ્રજી ‘વિશેષાવશ્યકભાષ્ય'માં લખે છે કે બૌદ્ધમતાનુસાર વિજ્ઞાન સ્વવિષયમાં જ નિયત છે અને વળી તે ક્ષણિક પણ છે, તેથી તેવું વિજ્ઞાન અનેક વિજ્ઞાનના વિષયભૂત પદાર્થોના ધર્મો, જેવાં કે ક્ષણિકતા, દુ:ખ વગેરેને કેવી રીતે જાણી શકે? કારણ કે તે વિષયો તે જ્ઞાનના છે નહીં અને તે જ્ઞાન ક્ષણિક હોવાથી તે વિષયોને તે ક્રમશઃ પણ જાણી શકે એવો સંભવ નથી. આ પ્રકારે સ્વવિષયથી ભિન્ન એવા બધા પદાર્થો તે જ્ઞાનના અવિષય જ છે; તેથી તે સર્વની ક્ષણિકતા આદિનું પરિજ્ઞાન સંભવતું નથી. ૧- જુઓ : હેતુબિન્દુ', પૃ.૪૪ 'यत् सत् तत् क्षणिकमेव ।' ૨- જુઓ : આચાર્યશ્રી જિનભદ્રજીકૃત, ‘વિશેષાવશ્યકભાષ્ય', ગાથા ૧૬૭૫ 'जं सविसयणियतं चिय जम्माणंयरहतं च तं कध ण । णाहिति सुबहुअविण्णाणविसय खणभंगतादीणि ।।' Page #448 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૯ ૪૧૫ અત્રે બૌદ્ધો એમ દલીલ કરે છે કે વિજ્ઞાન ભલે એક જ વસ્તુને વિષય કરનાર હોય અને વળી તે ક્ષણિક પણ હોય, તોપણ તે બધી વસ્તુના ક્ષણભંગને સ્વની જેમ તેમજ સ્વવિષયની જેમ અનુમાનથી જાણી શકશે. તાત્પર્ય એ છે કે તે વિજ્ઞાન અનુમાન કરશે કે “સંસારનાં બધાં જ્ઞાનો ક્ષણિક જ હોવાં જોઈએ, કારણ કે જે જ્ઞાનો છે તે બધાં જ્ઞાન હોવાથી મારી જેમ જ ક્ષણિક હોવાં જોઈએ અને તેના વિષયો પણ ક્ષણિક હોવા જોઈએ, કારણ કે તે બધા પણ મારા વિષયની જેમ જ્ઞાનના જ વિષયો છે. મારો વિષય ક્ષણિક છે, તેથી તે બધા પણ ક્ષણિક હોવા જોઈએ. આ પ્રકારે જ્ઞાન એક જ વસ્તુને વિષય કરે છે અને તે ક્ષણિક હોવા છતાં પણ તે સમસ્ત વસ્તુની ક્ષણિકતાનું જ્ઞાન કરી શકે છે. પરંતુ બૌદ્ધોના આ ઉત્તરો અયુક્ત છે, કારણ કે પ્રથમ બીજાં જ્ઞાનોની સત્તા અને બીજા વિષયોની સત્તા સિદ્ધ હોય તો જ તે બધાંની ક્ષણિકતાનું અનુમાન થઈ શકે, કેમ કે પ્રસિદ્ધધર્મી પક્ષ બને છે' એવો સિદ્ધાંત છે; પણ તે સર્વની સત્તાને જ તે ક્ષણિક વિજ્ઞાન સિદ્ધ કરી શકતું નથી તો તે સર્વની ક્ષણિકતાની સિદ્ધિની તો વાત જ દૂર રહી જાય છે. આ વિષે બૌદ્ધો એમ કહે છે કે બીજાં વિજ્ઞાનની અને બીજા વિષયોની સિદ્ધિ પણ વિજ્ઞાન તે જ પ્રમાણે અનુમાનથી જ કરશે કે “જેમ મારું અસ્તિત્વ છે તેમ અન્ય જ્ઞાનોનું પણ અસ્તિત્વ હોવું જોઈએ અને જેમ મારો વિષય છે તેમ અન્ય જ્ઞાનના વિષયો પણ હોવા જોઈએ'; અને પછી નિશ્ચય કરશે કે “જેમ હું પોતે ક્ષણિક છું અને મારો વિષય ક્ષણિક છે, તેમ તે બધા જ્ઞાનો અને તેના વિષયો પણ ક્ષણિક જ હોવાં જોઈએ.' પરંતુ આ કથન યુક્તિસંગત નથી, કારણ કે તેમણે માનેલ સર્વ વસ્તુની ક્ષણિકતાને જાણનાર વિજ્ઞાન સ્વયં જ જન્મ થતાંની સાથે નષ્ટ થાય છે, તેથી તે પોતાના જ નાશને અને પોતાની જ ક્ષણિકતાને જાણવા માટે અસમર્થ છે તો બીજાં જ્ઞાનો અને તેના વિષયોને અને તે સર્વની ક્ષણિકતાને જાણવામાં તો અસમર્થ જ હોય તે સ્વાભાવિક છે. વળી, તે ક્ષણિક જ્ઞાન પોતાના જ વિષયની ક્ષણિકતા પોતે પણ જાણી શકતું નથી, કારણ કે જ્ઞાન અને તેનો વિષય બન્ને એક જ કાળમાં વિનષ્ટ થાય છે. જો તે જ્ઞાન પોતાના વિષયનો વિનાશ થતો જુએ અને તેના આધારે તેની ક્ષણિકતાનો નિર્ણય કરે અને પછી જ તે પોતે નષ્ટ થાય તો જ તે સ્વવિષયની ક્ષણિકતાનું જ્ઞાન કરી શકે; પણ તેવું તો બનતું નથી, કારણ કે બૌદ્ધોના મત પ્રમાણે જ્ઞાન અને વિષય બને એક જ કાળમાં પોતાની ઉત્તરક્ષણોને ઉત્પન કરીને વિનષ્ટ થાય છે. વિષયની ક્ષણિકતાને જાણવા માટે અન્ય સંવેદન અથવા ઇન્દ્રિયપ્રત્યક્ષનું સામર્થ્ય પણ નથી અને ઉક્ત પ્રકારે અનુમાન તો ત્યાં ઘટી શકતું જ નથી, તેથી સર્વ વસ્તુની ક્ષણિકતા બૌદ્ધોને Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ પણ અજ્ઞાત જ રહે છે. બૌદ્ધો એમ દલીલ કરે છે કે પૂર્વ પૂર્વ વિજ્ઞાનોથી ઉત્તર ઉત્તર વિજ્ઞાનોમાં એવી એક વાસના ઉત્પન્ન થાય છે કે જેથી વિજ્ઞાન એક જ વસ્તુને વિષય કરતું હોય અને ક્ષણિક હોય છતાં સર્વ વિજ્ઞાનોના અને તેના વિષયોના સત્ત્વ-ક્ષણિકતાદિ ધર્મોને જાણી શકે છે. આ પ્રકારે બધી વસ્તુઓની ક્ષણિકતા અજ્ઞાત રહેતી નથી, તેથી સર્વની ક્ષણિકતાને માનવામાં કોઈ વિરોધ નથી. પરંતુ બૌદ્ધોએ બતાવેલ વાસના પણ તો જ સંભવે જો વાસ્ય અને વાસક એવાં બન્ને જ્ઞાનો એક કાળમાં ભેગાં મળતાં હોય, પણ બૌદ્ધોના મત મુજબ ઉક્ત બન્ને જ્ઞાનોની એક જ કાળમાં વિદ્યમાનતા સંભવતી નથી. જો બન્ને જ્ઞાનો એક જ કાળમાં સંયુક્ત થાય તો તો તે જ્ઞાનોની ક્ષણિકતાની હાનિ થાય. તો પછી બધાં જ્ઞાનો અને બધા વિષયોની ક્ષણિકતા કેવી રીતે સિદ્ધ થઈ શકે? વળી, તે વાસના પણ જો ક્ષણિક હોય તો તેનાથી પણ જ્ઞાનની જેમ સર્વક્ષણિકતા સિદ્ધ થઈ શકે નહીં અને જો વાસના પોતે અક્ષણિક હોય તો બૌદ્ધોની પ્રતિજ્ઞા કે બધું જ ક્ષણિક છે, તેનો બાધ થઈ જશે. આમ, વાસનાના આધારે પણ સર્વ વસ્તુની ક્ષણિકતા સિદ્ધ થઈ શકતી નથી. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આ રીતે વિજ્ઞાનને એકાંત ક્ષણિક અને એક વિષયને ગ્રહણ કરનાર માનવા છતાં જો સર્વ વસ્તુઓની ક્ષણિકતાનું જ્ઞાન કરવું હોય તો પૂર્વોક્ત પ્રકારે નીચેના દોષોની આપત્તિ આવે છે – ૧) એક વિજ્ઞાનનો એક જ વિષય નહીં પણ એક જ વિજ્ઞાન અનેક વિષયોને જાણી શકે છે તેમ માનવું પડે છે, અથવા ૨) એકસાથે અનેક વિજ્ઞાનની ઉત્પત્તિ માનવી પડે છે અને એ બધાં વિજ્ઞાનોનો આશ્રય એવો એક આત્મા પણ માનવો પડે છે, અથવા ૩) વિજ્ઞાનને અક્ષણિક માનવું પડે, જેથી તે સર્વ વસ્તુની ક્ષણિકતાને ક્રમશઃ જાણી શકે. આ પ્રકારનું વિજ્ઞાન માનવામાં આવે તો તેનામાં અને નિત્ય આત્મામાં માત્ર નામનો જ ભેદ રહે છે, તેથી વસ્તુતઃ ક્ષણિક વિજ્ઞાન નહીં પણ નિત્ય આત્મા જ માનવો પડે છે. વિજ્ઞાનને એકાંત ક્ષણસ્થાયી માનવા જતાં ઉક્ત તેમજ બીજા પણ ઘણા દોષોની આપત્તિ આવે છે. આત્માની ક્ષણિકતાના વિપક્ષમાં અનેક પ્રશ્નો ઊઠે છે, જેમ કે ચિત્તધારાનો પુરવઠો ક્યાંથી આવે છે? જેમ વીજળીનો ગોળો સતત એકરૂપે બળ્યા કરે છે, કારણ કે કોઈ એક જનરેટર તેને સતત પુરવઠો પૂરો પાડી રહ્યું છે. તેના વિના તે ગોળામાં પ્રકાશની શક્તિ આવે નહીં અને પ્રકાશ આપવાની ક્રિયા થઈ શકે નહીં. હવે જો આત્મા પણ ક્ષણિક હોય અને દીપકની માફક જો તે પ્રતિક્ષણ ઉત્પન્ન-નાશ થયા Page #450 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૯ ૪૧૭ કરતો હોય તો તેને ચેતનાશક્તિનો પુરવઠો પૂરો પાડનાર જનરેટર જેવું કોઈ સ્થળ હોવું જોઈએ, પરંતુ બૌદ્ધમત પ્રમાણે એવું કોઈ જનરેટર - પુરવઠાનું સ્થળ છે નહીં. કદાચ કોઈ એમ કહે કે એવું સ્થળ છે અને પુરવઠો આપ્યા કરે છે, તો પાછો એ પ્રશ્ન થાય કે આવું પુરવઠાનું સ્થળ ક્ષણિક છે કે અક્ષણિક? જો તે પણ ક્ષણિક હોય તો ફરી પાછો પુરવઠાનો પ્રશ્ન ઊભો થાય અને જો અક્ષણિક હોય તો પછી ‘બધું ક્ષણિક છે' એ સિદ્ધાંતનો ભંગ થાય. જો તે નિત્ય હોય તો સર્વ ક્ષણિક છે એમ કહી શકાય નહીં, એટલે આત્માને ક્ષણિક માનવો અયોગ્ય ઠરે છે. ચેતનાનું ક્ષણિક હોવું શક્ય નથી. એક ક્ષણના અનુભવ જેટલો નહીં પણ તેનાથી પર અને તેની પાર એવો આત્મા હસ્તી ધરાવે છે. આત્મા સર્વ અવસ્થાઓમાં ટકે છે, સ્થિર છે. પદાર્થોમાં થતાં પરિવર્તનને પદાર્થોનાં ઉત્પત્તિ તથા વિનાશ માનવા કરતાં તેને પદાર્થનાં પરિણામ માનવાં વધુ યોગ્ય ગણાય. કોઈ પણ વસ્તુ ઉત્પન પણ થતી નથી કે નષ્ટ પણ થતી નથી. માત્ર એનું પરિવર્તન થયા કરે છે, એનાં પરિણામ બદલાયા કરે છે. વળી, ક્ષણિકવાદ મુજબ જો એક કારણની સ્થિતિ માત્ર એક જ ક્ષણ સુધીની છે તો તેમાંથી કાર્યની ઉત્પત્તિ કઈ રીતે સંભવે? એ રીતે કાર્યની ઉત્પત્તિ સંભવિત ન હોવાથી કાર્ય શૂન્યમાંથી ઉત્પન્ન થયું માનવું પડશે, નહીં તો કારણ વિના કાર્યની ઉત્પત્તિ' માનવી પડશે. પરંતુ આ વિકલ્પો ગ્રાહ્ય નહીં હોવાથી ક્ષણિકવાદ અવ્યવહારુ તેમજ અવૈજ્ઞાનિક સાબિત થાય છે. વળી, જગતના સર્વ પદાર્થો માત્ર એક ક્ષણ રહેનારા છે એમ બૌદ્ધો કહે છે, પણ આ આત્માને તો તેવું ક્ષણિકપણું ઘટી શકતું નથી, કારણ કે તે ઉત્પન્ન થયો છે તે ક્ષણ પછીની ક્ષણમાં તે સર્વથા નાશ પામે છે, તેથી તેના પછી તરત ઊપજનારની સાથે તેનો અન્વય સંબંધ રહેતો નથી. જેમ વંધ્યા સ્ત્રીનો પુત્ર અસિદ્ધ છે, તેમ આત્માદિ દ્રવ્ય ક્ષણસ્થાયી માનીએ તો અન્વય સંબંધ ઘટતો ન હોવાથી ક્ષણિકત્વ અસિદ્ધ થાય છે. વળી, જો પદાર્થોને એકાંતે ક્ષણિક માનવામાં આવે તો તે ક્ષણિક પદાર્થો કેવા સ્વભાવના છે? પદાર્થ સ્વનિવૃત્તિ સ્વભાવવાળો છે, અન્યને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો છે કે ઉભય સ્વભાવવાળો છે? તે સ્વનિવૃત્તિ સ્વભાવવાળો એટલે કે પોતાની જાતે જ પોતાનો નાશ થાય તેવા સ્વભાવવાળો ક્ષણિક પદાર્થ છે, અન્યને જન્ય કરવાના સ્વભાવવાળો એટલે કે ઉત્તરકાલીન પદાર્થને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો ક્ષણિક પદાર્થ છે કે ઉભય સ્વભાવ એટલે કે પોતાનો નાશ કરવાના અને અન્ય ઉત્તરકાલીન પદાર્થની ઉત્પત્તિ કરવાના - એમ બે પ્રકારના સ્વભાવવાળો ક્ષણિક પદાર્થ છે? આમ, ત્રણ વિકલ્પને અનુલક્ષીને ક્ષણિક પદાર્થ વિચારવા યોગ્ય છે. Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન (૧) પહેલો વિકલ્પ – ક્ષણિક પદાર્થનો સ્વવિનાશિત્વ સ્વભાવ છે એમ કહેવામાં આવે તો તે અન્યની ઉત્પત્તિ નથી કરી શકતો. જે ક્ષણિક પદાર્થ છે તેને પોતાનો નાશ કરવાના સ્વભાવવાળો કહેવામાં આવે તો તે ક્ષણ પછીની બીજી ક્ષણમાં જે ઊપજવાનો છે, તેનો જનક એટલે કે ઉત્પન્ન કરનાર છે એમ તે પદાર્થને કેવી રીતે કહી શકાય? ન જ કહેવાય, કારણ કે પોતાના નાશકાર્યમાં વ્યસ્ત થયેલો અન્યને ઉપજાવવામાં સમર્થ નથી જ બની શકતો, એટલે સ્વવિનાશિત્વ સ્વભાવ અન્યનો જનક નથી બનતો. (૨) બીજો વિકલ્પ – ક્ષણિક પદાર્થને અન્ય પદાર્થનો જન્મદાતા થવાનો સ્વભાવ છે એમ કહેવામાં આવે તો તે પણ બૌદ્ધોના મત મુજબ યુક્ત નહીં આવે, કારણ કે જો પૂર્વકાલીન ક્ષણિક પદાર્થ ઉત્તરકાલીન ક્ષણિક પદાર્થને જન્મ આપવામાં ઉપાદાનકારણ થવાનો સ્વભાવ ધારણ કરે છે એમ કહેવામાં આવે તો તે સ્વનિવૃત્તિરૂપ સ્વભાવનો ત્યાગ કરનારો થાય છે. જો પદાર્થ અન્ય ક્ષણનો જન્મદાતા હોય તો સ્વવિનાશનો સ્વભાવ તેને અસંગત થાય છે. ક્ષણસ્થાયી પદાર્થમાં ક્ષણિકત્વ સ્વભાવ ઘટતો નથી, કારણ કે ક્ષણિકત્વ અને અન્ય જનકત્વ એક જ સ્થાનકે કેવી રીતે રહે? (૩) ત્રીજો વિકલ્પ – એક પદાર્થમાં બે સ્વભાવ માનવામાં આવે તો પરસ્પરનો અન્વય સંબંધ યથાર્થ ઘટે છે, એટલે પૂર્વપર્યાયના નાશમાં અને અન્ય પર્યાયની ઉત્પત્તિમાં એક પદાર્થનો યોગ થતો હોવાથી અન્વય સંબંધ ઘટે છે. સ્વનિવૃત્તિસ્વભાવ અને અપરજન્મજનકત્વ સ્વભાવ, એમ બે સ્વભાવ એક પદાર્થમાં સાથે રહેતા હોવાનું જો માનવામાં આવે તો તેમાં જરા પણ અયુક્તપણું એટલે વિરોધી ભાવ નથી આવતો અને પૂર્વપદાર્થમાં તથા ઉત્તરપદાર્થમાં અનુવૃત્તિરૂપ અન્વય સંબંધ યથાર્થ ઘટે છે. પૂર્વપરિણામરૂપ પોતાનું સ્વરૂપ છે તેનો નાશ કરવાનો સ્વભાવે તે પદાર્થમાં છે, તેવી જ રીતે ઉત્તરકાલીન પર્યાયરૂપ સ્વરૂપને જન્મ આપવાનો પણ સ્વભાવ તે પદાર્થ ધારણ કરે છે. તે બને સ્વરૂપમાં સાંકળરૂપે જે અન્વયરૂપ એક સ્વભાવત્વ, એટલે કે કથંચિત્ એકરૂપપણું રહેલું છે તે એકત્વસ્વભાવના યોગથી છે. વસ્તુમાં બે સ્વભાવનું રહેવાપણું હોવાથી જ કારણ-કાર્યભાવરૂપ અન્વય સંબંધનો યોગ યથાર્થ ઘટે છે, એટલે જે પદાર્થો અન્ય જનત્વ અને સ્વનિવૃત્તિ એવા બે સ્વભાવને ધારણ કરતા નથી, તે પોતાનું પદાર્થપણું સિદ્ધ નથી કરી શકતા. જે તે બન્ને સ્વભાવને ધારણ કરે છે, તે સદા પોતાના અનેક સ્વભાવ વડે અસ્તિત્વ, વસ્તુત્વ, પદાર્થત્વ, દ્રવ્યત્વ આદિરૂપ પોતાનું સત્ય સ્વરૂપ જેમ છે તેમ સિદ્ધ કરી શકે છે. અન્વય સંબંધથી વસ્તુતત્ત્વની સિદ્ધિ થાય છે. અનેકાંત દર્શનમાં આત્માનું સ્વરૂપ અનુવૃત્તિવાળું એટલે કે અન્વય સ્વભાવવાળું માનેલું છે, તેથી તે આત્મામાં ઉત્પાદસ્વભાવ, વિનાશસ્વભાવ તથા ધૃવત્વ સ્વભાવ ઘટે Page #452 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૯ ૪૧૯ છે. તે આવી રીતે - નવી પર્યાયની ઊપજવાની ક્રિયા, જૂની પર્યાયના વિનાશની ક્રિયા અને નવા નવા ઉત્પાદમાં અને જૂની જૂની પર્યાયના નાશમાં સર્વદા અનુયાયીરૂપે અનુસરવારૂપ ધૃવત્વની ક્રિયા. આ ત્રણે ક્રિયા કરનાર આત્મા છે. આત્મા ભૂત, વર્તમાન અને ભાવિ કાળમાં અનેક અવસ્થાને પામનાર તથા તે બધી અવસ્થામાં સર્વદા અનુગમન કરનારો, ધ્રુવ સ્વભાવને ધારણ કરનારો છે. સ્યાદ્વાદના આશ્રયથી એમ કહી શકાય છે કે અનેક કાર્યો કરવાનો આત્માનો સ્વભાવ છે અને તેથી નિત્યાત્મામાં અર્થક્રિયાકારિત્વ(કાર્યજનકત્વ)નો વિરોધ રહેતો નથી. સ્યાદ્વાદના સ્થાપન વડે વિવિધ પ્રકારનાં કાર્યોની એકતા કરવાનો સ્વભાવ માનવાથી નિત્ય આત્માને વિષે અર્થક્રિયાનો વિરોધ નથી. દરેક વસ્તુનું કથંચિત્ નિત્યપણું અને કથંચિત્ અનિત્યપણું છે એવા સ્યાદ્વાદને અંગીકાર કરવાથી અનેક ક્ષણમાં રહેલાં સ્થિતિ આદિ કાર્યોની એક કર્તાના કારણરૂપ એકતાનો સ્વીકાર થઈ શકે છે, એટલે કે એકમાં અનેક કાર્ય કરવાનો સ્વભાવ હોવાથી વસ્તુમાં રહેલી સ્થિતિ, ઉત્પત્તિ અને નાશરૂપ અર્થક્રિયા વિરોધ પામતી નથી. તેથી નિત્યાત્મવાદમાં અર્થક્રિયા ઘટી શકે જ નહીં' એ બૌદ્ધોની વાત બરાબર નથી. વસ્તુનું અનેક સ્વભાવપણું અંગીકાર કર્યા વિના કોઈ પણ કાર્ય સિદ્ધ થતું નથી, તેથી વસ્તુમાં નિત્યપણું, અનિત્યપણું વગેરે અનેક સ્વભાવનો સ્વીકાર કરવો જોઈએ. શરીરથી ભિન્ન એવો નિત્યાનિત્ય જ્ઞાનસ્વરૂપી આત્મા માનવો જોઈએ. આત્મામાં નિત્ય અને અનિત્ય બને ધર્મો રહેલા છે. આત્માની પર્યાયો અનિત્ય છે અને દ્રવ્ય નિત્ય છે. આત્મામાં પ્રતિક્ષણે નવી નવી પર્યાયોની ઉત્પત્તિ થાય છે અને અતીત, વર્તમાન તથા અનાગત પર્યાયોની પરંપરાનું અનુસંધાન કરનાર દ્રવ્ય નિત્ય છે. આ સત્યને સ્વીકારવા એકાંત માન્યતાને તજી સ્યાદ્વાદનો આશ્રય ગ્રહણ કરવા યોગ્ય છે. આત્માનો યથાર્થ નિર્ણય કરવા માટે અનેકાંતવાદનો આશ્રય કર્તવ્યરૂપ છે. આત્મા કોઈ અપેક્ષાએ શાશ્વત છે અને કોઈ અપેક્ષાએ અશાશ્વત છે, તેથી સ્યાદ્વાદ વિના તેનો યથાર્થ નિર્ણય થઈ શકતો નથી. અનેકાંતવાદનો આશ્રય ન લેનાર એકાંતવાદી જીવ નિત્યાનિત્ય આત્માના કેવળ એક અંશને જ પૂર્ણવતુરૂપે સ્વીકારી મિથ્યા અભિપ્રાયમાં રાચે છે. આત્મા નિત્યાનિત્યરૂપ હોવા છતાં એને જો સર્વથા અનિત્ય (ક્ષણિક) માનવામાં આવે તો અનેક દોષો ઉપસ્થિત થાય છે. પર્યાયથી તો આત્મા ક્ષણિક છે જ, પણ તે વાતને એકાંતે પકડીને દ્રવ્યની નિત્યતાનો અસ્વીકાર કરવામાં આવે તો ઘણા દોષો ઉદ્ભવે છે. ક્ષણિકવાદી બૌદ્ધમતમાં નવ સાંધે ત્યાં તેર તૂટે' એના જેવો ઘાટ થાય છે, જ્યારે ઉત્પાદ્વ્યય-ધ્રૌવ્યવાળા વિજ્ઞાનમય આત્માને માનવામાં એક પણ દોષ નથી આવતો. નિત્ય-અનિત્ય ઉભયાત્મક આત્મા માનવામાં કોઈ દોષ આવતો નથી. આત્માને Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન એકાંતે ક્ષણિક માનવાથી ઉત્પન્ન થતા મુખ્ય એવા પાંચ દોષો દર્શાવતાં કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી અન્યયોગ-વ્યવચ્છેદ-દ્વાત્રિશિકા માં કહે છે કે પદાર્થોને ક્ષણિક માનવાથી કરેલાં કર્મોનો નાશ, નહીં કરેલાં કર્મોનો ભોગ, સંસારનો નાશ, મોક્ષનો નાશ, સ્મૃતિનો અભાવ ઇત્યાદિ દોષોની આપત્તિ આવે છે; તોપણ તે તે દોષોની ઉપેક્ષા કરીને ક્ષણભંગુરતાને માનવાવાળા બૌદ્ધો મહાસાહસિક છે, એટલે કે ભાવિ અનર્થનો વિચાર કર્યા વિના પ્રવૃત્તિ કરવાવાળા છે." હવે આ પાંચ દોષોનો અનુક્રમે વિચાર કરીએ. ૧) કરેલ કર્મનો નાશ (કૃતપ્રણાશ) આત્મા જે કાંઈ શુભાશુભ કર્મ કરે છે, તેનું શુભાશુભ ફળ તેણે ભોગવવું પડે છે. કર્મ કાળાંતરે પોતાની પ્રકૃતિ અનુસાર ફળ આપીને નાશ પામે છે. જો ક્ષણિકવાદને સ્વીકારવામાં આવે તો તે ઘટી શકે નહીં. ક્ષણિકવાદ સ્વીકારવાથી કરેલાં કર્મો અને તે કર્મ કરવાવાળો આત્મા બન્ને સર્વથા નાશ પામી ગયાં એમ સ્વીકારવું પડે, તેથી ક્ષણિકાત્મવાદમાં કૃતકર્મની વિફલતારૂપ પ્રથમ દોષ આવે છે. જેણે કર્મો કર્યા હોય, તેને તે કર્મોનાં ફળનો અભાવ થવો તે કૃતકર્મનાશ છે. જેણે દાન આપ્યું અથવા હિંસા કરી, તેને દાન અથવા હિંસાનું ફળ ન મળવું એ કૃતનાશ છે. જો વ્યક્તિ પ્રત્યેક ક્ષણે બદલાતી રહેતી હોય તો જે ક્ષણે, જે વ્યક્તિએ, જે કર્મ કર્યું; તે વ્યક્તિ બીજી ક્ષણે નાશ પામી જવાથી તે જ વ્યક્તિ, તે કર્મનું ફળ કેવી રીતે પ્રાપ્ત કરી શકે? કર્મ કરવાવાળો રહેતો જ ન હોવાથી તે કર્મફળનો ભોગવનારો રહેતો નથી. વળી, જો આત્મા પ્રતિક્ષણ બદલાતો રહેતો હોય તો કરેલાં કર્મોના ફલોપભોગ પણ બદલાતા રહેશે અને તેથી કર્મફળભોગની કોઈ અવસ્થા પણ રહેશે નહીં. બૌદ્ધો માળાના છૂટક મોતીની જેમ જ્ઞાનક્ષણોની અસંબદ્ધ પરંપરાને આત્મા માને છે, પરંતુ એક દોરામાં પરોવેલાં મોતીઓની માળાની જેમ જ્ઞાનક્ષણોની સંપૂર્ણ પરંપરાથી સંબદ્ધ એક આત્માને સ્વીકારતા નથી; તેથી જે જ્ઞાનક્ષણ સુકૃત અથવા દુષ્કૃત કરે છે, તે જ્ઞાનક્ષણનો નાશ થવાથી, તે જ્ઞાનક્ષણ સુકૃત અથવા દુષ્કતથી પોતે ઉપાર્જેલ શુભાશુભ કર્મના ફળનો ઉપભોગ નહીં કરી શકે. આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય'માં લખે છે કે સ્વકૃત દ્વારા ઉપાર્જેલ શુભાશુભ કર્મનો ઉપભોગ, એટલે કે ફળાનુભવ ઘટી શકશે નહીં, કારણ કે શીલાદિ અનુષ્ઠાનનો જે હેતુ હતો તે તો તે જ વખતે નાશ ૧- જુઓ : કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીકૃત, અન્યયોગ-વ્યવરચ્છેદ-દ્વાત્રિશિકા', શ્લોક ૧૮ 'कृतप्रणाशाकृतकर्मभोगभवप्रमोक्षस्मृतिभङ्गदोषान् । उपेक्ष्य साक्षात् क्षणभङ्गमिच्छन्नहो महासाहसिकः परस्ते ।।' Page #454 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૯ ૪૨૧ પામી ગયેલ છે. આત્માને ક્ષણિક માનવાથી શુભ કર્મબંધથી સુખ મળે, અશુભ કર્મબંધથી દુઃખ મળે ઇત્યાદિ માન્યતાઓ ભાંત બની જાય છે. શુભાશુભ કર્મ કરનાર આત્મા તો તરત જ નષ્ટ થઈ જાય છે, તો પછી સુખાદિ ભોગવે કોણ? જો આમ સુખાદિ પ્રાપ્ત ન થતાં હોય તો શુભ કર્મનો બંધ પાડનાર ક્રિયાઓ પણ કોણ કરે? સુખાદિના હેતુભૂત કર્મનો અનાદર થતાં સર્વ ક્રિયાઓ નિષ્ફળ જવાની આપત્તિ આવે છે. આત્મા ક્ષણિક હોય તો એક જ ક્ષણમાં તે નષ્ટ થવાથી પુણ્ય અને પાપનો તે ભોક્તા નથી થતો, કારણ કે પુણ્ય-પાપ જે સમયે કરવામાં આવે છે, તે જ સમયે તેનું ફળ પ્રાપ્ત નથી થતું. એક જ ક્ષણમાં કારણ કાર્યરૂપ પરિણમતું નથી. આત્મા અનેક ક્ષણવર્તી હોય તો પૂર્વપર્યાય નષ્ટ થઈને દ્વિતીયાદિ પર્યાયો તેમાં દેખાય અને તેથી આત્મા પુણ્ય-પાપનું ફળ ભોગવી શકે. પરંતુ એક જ સમયમાં આત્માની ઉત્પત્તિ થાય અને વિનાશ પણ થાય તથા તે વિનાશ પર્યાયાતરથી પરિણત ન થવાથી, નિરન્વય વિનાશરૂપ હોવાથી સ્વકૃત પુણ્ય-પાપનો પણ નિરન્વય નાશ થાય છે. બૌદ્ધો ચૈત્યવંદનામાં માને છે. બૌદ્ધમત અનુસાર ચૈત્યવંદના એક પુણ્યકાર્ય છે અને તેનાથી શુભ ફળ મળે છે, પણ બૌદ્ધમત અનુસાર જે ચૈત્યવંદના કરે છે તે બીજી ક્ષણે નથી રહેતો - બદલાઈ જાય છે; તો પછી ચૈત્યવંદનાનું સુફળ કોણ ભોગવશે? એટલે કે જે ચૈત્યવંદના કરે છે, તે તેનું ફળ ભોગવી શકતો નથી. કૃતનાશની આ આપત્તિને દૂર કરવાનો એક જ રસ્તો છે અને તે એ કે આત્માને કથંચિત્ નિત્ય સ્વીકારવો. આમ, ક્ષણિક આત્મા માનવાથી તપશ્ચર્યા, શીલ વગેરે અને ખેતી, વેપાર વગેરે કરેલાં કાર્યની હાનિ થાય છે. કર્મ કરનારને તે કર્મના ફળનો ભોગવટો રહેતો નથી, કારણ કે તે કર્તા કાર્યક્ષણ પછી તરત જ - બીજી ક્ષણે નાશ પામે છે. તેણે કરેલાં શુભ કે અશુભ કર્મના ફળને તે ભોગવી શકતો નથી. કરેલાનો નાશ - કાર્યની અનુત્પત્તિ થાય છે અને તેથી ભોજન કરવા છતાં પણ તૃપ્તિ થતી નથી. આ પ્રમાણે ક્ષણિકવાદમાં કૃતનાશનો પ્રસંગ સુનિશ્ચિત છે. ૨) નહીં કરેલ કર્મનો ભોગ (અકૃતાભ્યાગમ) આત્મા સુખ અથવા દુઃખ અનુભવતો હોય છે તે પ્રત્યક્ષ સિદ્ધ છે. સુખ-દુ:ખની વ્યવસ્થા કર્માધીન છે. પદાર્થને ક્ષણિક માનતા પૂર્વે કરેલ શુભાશુભ કર્મ તેમજ તે ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય', શ્લોક ૨૪૪ 'खकृतस्योपभोगस्तु दूरोत्सारित एव हि । शीलानुष्ठानहेतुर्यः स नश्यति तदैव यत् ।।' Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આત્મા, બને નાશ પામ્યાં હોવાથી વર્તમાનમાં જીવને જે વેદના થાય છે તે કયા કર્મથી થાય છે? તેણે નહીં કરેલ કર્મનું ફળ માનવું પડશે અથવા કર્મને અને આત્માને સ્થાયી સ્વીકારવાં પડશે. આ રીતે અકતકર્મભોગ નામનો બીજો દોષ લાગે છે. જેણે દાન નથી કર્યું કે હિંસા નથી કરી, તેને દાનનું કે હિંસાનું ફળ મળવું તે અકૃતાત્માગમ છે. આત્માને ક્ષણિક માનવાથી જીવ પોતે નહીં કરેલાં કર્મોનાં ફળ ભોગવનાર થાય છે. તે ભોજન, ચોરી વગેરે નહીં કરેલાં કર્મોનાં ફળોનો ભોક્તા થાય છે. જેણે એ કર્મો કર્યા ન હોય તેને તે કર્મોનાં ફળોનો ઉપભોગ કરવારૂપ દોષ આવે છે. પાપપુણ્યની વ્યવસ્થા, કર્મફળ આદિ વાતો અસ્થાયી ક્ષણિક પદાર્થોમાં સંભવતી નથી. આમ, ક્ષણિકવાદમાં ‘કૃતપ્રણાશ' (કરેલા કર્મનું નિષ્ફળ જવું) અને “અકૃતાભ્યાગમ' (કર્યા વગર ભોગવવું)નો પ્રસંગ આવે છે. જો આત્મા એકાંતે ક્ષણિક હોય તો અમુક ક્ષણે તેણે જે પુણ્યાદિ કર્યો, તેના ફળની હાનિ થઈ જશે; કેમ કે જે આગામી ક્ષણોમાં ફળ મળવાનું છે, તે ક્ષણમાં તો એ આત્મા રહ્યો જ નથી. વળી, અનંતર ક્ષણોમાં જે નવો આત્મા ઉત્પન્ન થયો તેણે તો ધર્માદિ કર્યા નથી છતાં તેને સુખાદિની પ્રાપ્તિ થઈ જશે. આમ, પહેલી ક્ષણનો આત્મા કે જેણે ધર્માદિ કર્યા, તેને તેનું ફળ મળશે નહીં અને પછીની ક્ષણનો નવો આત્મા કે જેણે ધર્માદિ કાર્ય કર્યા નથી, તેને સુખાદિ ભોગવવા પડશે. એટલે કરેલાં ધર્માદિ(કૃત)ના ફળનો નાશ અને ધર્માદિ નહીં કરવા છતાં તે(અકૃત)ના ફળરૂપ સુખાદિનો આગમ એમ બે દોષો આવે છે. કરેલું કાર્ય નિષ્ફળ જાય (કૃતપ્રણાશ) અને કર્યા વગર ભોગવવું પડે (અકૃતાભ્યાગમ) એ બે મોટા દોષો વડે ક્ષણિકવાદ દૂષિત થતો હોવાથી તે મિથ્યા છે. અહીં બૌદ્ધો એમ દલીલ કરે છે કે અમારા ક્ષણિક આત્મવાદમાં કૃતનાશ અને અકૃતાગમ દોષો આવી શકતા જ નથી, કેમ કે અમે વાસનાનો સંક્રમ માનીએ છીએ. ભલે આત્મા એકાંત ક્ષણિક હોવાથી પ્રત્યેક ક્ષણે નષ્ટ થઈ જાય છે, પરંતુ તે તે જ્ઞાનક્ષણરૂપ આત્મા પોતાનામાં રહેલી વાસનાઓનો ઉત્તરોત્તર ક્ષણમાં સંક્રમ કરતો જાય છે; એટલે હવે ઉત્તરક્ષણના નવા આત્મામાં પૂર્વેક્ષણીય ધર્માદિ વાસનારૂપ કારણ આવી જતાં તેનું સુખાદિ ફળ તે જરૂર ભોગવે છે. હવે કૃતનાશાદિ દોષો ક્યાં રહ્યા? આ દલીલ બરાબર નથી. બૌદ્ધમત અનુસાર તો દરેક ક્ષણે દરેક આત્માનો સર્વથા (નિરન્વય) નાશ થઈ જાય છે. હવે જ્યારે પ્રથમક્ષણીય આત્મા સંપૂર્ણ નષ્ટ થઈ ગયો ત્યારે તે આત્માની વાસના શી રીતે બીજી ક્ષણના નવા આત્મામાં સંક્રમ પામશે? જો પ્રત્યેક આત્માનો સંપૂર્ણ નિરન્વય) નાશ થતો ન હોત તો જરૂર બે આત્મા વચ્ચે કોઈક સંબંધ (અન્વય – કડી) રહી જાત અને તેથી તેના દ્વારા વાસનાસંક્રમ પણ થાત; પરંતુ એવો કોઈ એક દ્રવ્યનો અન્વય તો છે નહીં, માટે વાસના સંક્રમ સંભવી શકતો Page #456 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૯ ૪૨૩ જ નથી. વળી, એક પૂર્વક્ષણ આત્મા છે અને બીજો ઉત્તરક્ષણ આત્મા છે એવું જો આત્માદિ ભાવોનું પૂર્વાપર હોવાપણું કહેવામાં આવે તો તેથી કાંઈ વાસનાસંક્રમ ઉત્પન્ન નહીં થાય, કેમ કે અમુક ‘ક’ આત્માની ઉત્તરક્ષણમાં તે ક' આત્માનો સજાતીય આત્મા છે અને તે વખતે બીજા ખ' વગેરે આત્માઓ પણ હોય છે, તેથી ‘ક’ આત્મા અને ખ' આત્મા વચ્ચે પણ પૌર્વાપર્યભાવ બની જતાં ‘ક' આત્માની વાસનાનો સંક્રમ ઉત્તરક્ષણીય ‘ખ' આત્મામાં થઈ જવાની આપત્તિ આવી જાય. આમ, ગમે તે ઉત્તરક્ષણીય આત્મક્ષણમાં ગમે તે પૂર્વેક્ષણીય આત્મક્ષણની વાસનાસક્રમની અતિપ્રસક્તિ થઈ જવાની આપત્તિ આવી જાય. નિરંતર સદશ એવી બીજી બીજી જ્ઞાનક્ષણની ઉત્પત્તિરૂપ પરંપરાને વિષે વાસનાનો સંક્રમ થાય છે, તેથી વસ્તુને ક્ષણિક માનવાથી કોઈ દોષ ઉત્પન્ન થવાનો સંભવ નથી એવું બૌદ્ધોનું માનવું અયથાર્થ છે. આ વાત સમજાવતાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ “અધ્યાત્મસાર'માં કહે છે કે એક મુખ્ય દ્રવ્ય (એટલે સકળ ગુણ અને પર્યાયના આધારરૂપ જીવ દ્રવ્ય)ના સંબંધના અભાવના કારણે વાસના(એટલે અપર અપર ક્ષણમાં ઉત્પન્ન થયેલા જ્ઞાનનો - પૂર્વ પૂર્વ ક્ષણે અનુભવેલા પદાર્થોની સ્મૃતિના કારણરૂપ સંસ્કાર)નો સંક્રમ ઉત્તરોત્તર જ્ઞાનની ક્ષણોમાં પ્રાપ્ત થશે નહીં. ક્ષણિક જ્ઞાનક્ષણોના મૂળમાં કોઈ એક નિયામક સત્પદાર્થની આવશ્યકતા રહે છે. બે વસ્તુ જોડનારું કંઈ ન હોય તો એ બને છૂટાં પડી જાય એ સમજાય એવી વાત છે, એટલે સંતાન અથવા વિજ્ઞાનપ્રવાહ બને નહીં. વાસનાનો સંક્રમ એક જ આત્માના સંબંધમાં થઈ શકે છે, કારણ કે વાસનાદિ વસ્તુઓનું પૂર્વાપરપણું એટલે પ્રથમ અનુભવેલું અને પછી અનુભવવાનું એ બે સર્વત્ર અતિપ્રસક્તિવાળું છે. એનો ભાવાર્થ એ છે કે પૂર્વેક્ષણ અને ઉત્તરક્ષણ એ બન્નેને કોઈ જાતનો સંબંધ નથી, કારણ કે પૂર્વેક્ષણ તો નષ્ટ થઈ અને ઉત્તરક્ષણ તો ઉત્પન્ન થઈ નથી, તેથી કોને વિષે વાસના સંક્રમયુક્ત થાય? જ્યાં પરસ્પર બે વસ્તુનો સંબંધ થતો હોય ત્યાં જ વાસનાનો સંક્રમ થઈ શકે છે. જીવરૂપી આધાર વિના વર્તમાન જ્ઞાનની ક્ષણ સિવાયની બીજી સર્વે ક્ષણો પોતપોતાની ઉત્પત્તિ થયા પછી તરત જ નાશ પામી છે, તેથી વાસનાનો સંક્રમ કોઈને વિષે થાય નહીં.” તાત્પર્ય એ છે કે આત્માનો નિરન્વય વિનાશ માનવો યુક્તિસંગત નથી. નિરન્વય ક્ષણિકવાદમાં કૃતનાશ અને અકૃતાભ્યાગમનો પ્રસંગ આવે છે, કિંતુ સ્યાદ્વાદ સિદ્ધાંતમાં ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકત, “અધ્યાત્મસાર', પ્રબંધ ૪, શ્લોક ૯૩ 'एकद्रव्यान्वयाभावाद्वासनासंक्रमश्च न । पौर्वापर्यं हि भावाना सर्वत्रातिप्रसक्तिमत् ।।' Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આ પ્રકારનો કોઈ દોષ સંભવતો નથી, કારણ કે પદાર્થનો વિનાશ નિરન્વય નથી થતો, પણ સાન્વય થાય છે અને પૂર્વપર્યાયનું ઉત્તરપર્યાયરૂપે પરિણમન થાય છે. એટલે જે કર્તા છે તે જ તેના ફળને પામે છે. ૩) સંસારનો નાશ સંસાર એટલે ભવની પરંપરા. આત્માને ક્ષણિક માનતાં ભવપરંપરા ઘટી શકતી નથી. પ્રથમ તો ક્ષણિકાત્મવાદમાં પરલોક જ સંભવતો નથી. કૃતકર્માનુસાર પરલોકની પ્રાપ્તિ થાય છે. કર્મ અને આત્મા અને સર્વથા નાશ પામ્યાં પછી કોણ કોને આધારે અન્ય ભવમાં જાય? કદાચ પરલોક અને ભવપરંપરા માટે એવી કલ્પના કરવામાં આવે કે એક ચિત્ત બીજા ચિત્તનું અનુસંધાન કરે છે અને તે ત્રીજા ચિત્તનું અનુસંધાન કરે છે; એમ ઉત્તરોત્તર ચિત્તનું અનુસંધાન ચાલે છે અને એક ચિત્તે ગ્રહણ કરેલ સંસ્કાર તથા કર્મ તે અન્ય ચિત્તને સોંપે છે. આ રીતે પરલોક અને ભવપરંપરા સંભવે છે. પરંતુ આમ બનવું શક્ય નથી. ચિત્તોનાં અનુસંધાન થવાં તથા સંસ્કાર અને કર્મોની આપ-લે કરવી તે એકબીજાને સંબંધિત માનીએ તો જ સંભવે. ક્ષણે ક્ષણે સર્વથા નાશ પામતાં ચિત્ત એકબીજા સાથે સંબંધ જ પામતાં નથી તો લેવડ-દેવડ કરવાની તો વાત જ ક્યાં રહી? આ રીતે સંસારની ભવપરંપરાની અસંભાવનારૂપ ત્રીજો દોષ સંભવે છે. આચાર્યશ્રી મલ્લિષેણસૂરિજી ‘સ્યાવાદ મંજરી'માં લખે છે કે ક્ષણિકવાદમાં સંસારનો પણ નાશ થશે. ક્ષણિકવાદમાં પરલોકનો અભાવ થશે, કેમ કે પૂર્વજન્મમાં કરેલાં કર્મો અનુસાર જીવોનો પરલોક થાય છે; પરંતુ ક્ષણિકવાદમાં તો પૂર્વજ્ઞાનક્ષણોનો સર્વથા નાશ થઈ જવાથી અને ઉત્તરજ્ઞાનક્ષણોની સાથે તેનો કોઈ પણ સંબંધ નહીં હોવાથી પૂર્વજન્મમાં કરેલાં કર્મોનું ફળ, જન્માંતરમાં કોણ ભોગવે એવો પ્રશ્ન ઉપસ્થિત થશે. પ્રત્યેક જ્ઞાનક્ષણ ક્ષણિક હોવાથી પરલોકે જનાર કોઈ આત્મા જ નહીં રહે અને એ રીતે આત્માના અભાવમાં પરલોકનો અભાવ અને તેથી અનુપાય સંસારની સમાપ્તિ થશે. બૌદ્ધમતમાં બધી ચિત્તલક્ષણોનો સર્વથા નાશ માનવામાં આવ્યો છે, તેથી એક ચિત્ત અન્ય ચિત્તની સાથે સંબદ્ધ થઈ શકતું નથી. આમ માનવામાં આવે તો પૂર્વ અને અપર ચિત્તક્ષણોનો સંબંધ કરાવનાર કોઈ સ્થિર દ્રવ્ય હોવું જોઈએ, અન્યથા પૂર્વ અને અપર ચિત્તક્ષણોનો સંબંધ થઈ શકે નહીં અને તેથી ઉભય ચિત્તક્ષણોનો સંબંધ કરાવનાર જે ૧- જુઓ : આચાર્યશ્રી મલ્લિષેણસૂરિજી કૃત, ‘સ્યાદ્વાદ મંજરી', શ્લોક ૧૮ની ટીકા _ 'तथा भवभङ्गदोषः । भव आर्जवीभावलक्षणः संसारः तस्य भङ्गो विलोपः स एव दोषः क्षणिकवादे प्रसज्यते । परलोकाभावप्रसङ्ग इत्यर्थः । परलोकिनः कस्यचिदभावात् । परलोको हि पूर्वजन्मकृतकर्मानुसारेण भवति । तच्च प्राचीनज्ञानक्षणानां निरन्वयं नाशात् केन नामोपभुज्यतां जन्मान्तरे ।।' Page #458 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૯ ૪૨૫ સ્થિર છે તે જ અન્વયી આત્મા છે. પૂર્વચિત્ત ઉત્તરચિત્તની સાથે સંબદ્ધ થતું નથી, પરંતુ પૂર્વચિત્તક્ષણ ઉત્તરચિત્તક્ષણને ઉત્પન્ન કરે છે એમ કલ્પી સંસારની સિદ્ધિ કરવામાં આવે તો તે પણ યોગ્ય નથી, કેમ કે એ પ્રમાણે પૂર્વચિત્ત અને અપર ચિત્તક્ષણોનો કારણ-કાર્યભાર માનવામાં આવે તો કાર્ય હેતુ થશે. પરંતુ બૌદ્ધો વડે તો પૂર્વ-અપર ચિત્તક્ષણોમાં સ્વભાવહેતુ માનવામાં આવ્યો છે અને સ્વભાવહેતુ તો તાદાભ્ય સંબંધ હોય તો જ ઘટે છે. જેમ ‘આ વૃક્ષ સીસમનું છે, વૃક્ષત્વ હોવાથી', અહીં વૃક્ષ અને સીસમનો તાદાભ્ય સંબંધ હોવાથી સ્વભાવહેતુનું અનુમાન થાય છે, પરંતુ પૂર્વ અને અપર ચિત્તક્ષણોનો ભિન્ન ભિન્ન સમય હોવાથી, પૂર્વ-અપર ચિત્તક્ષણોનો તાદાત્મ સંબંધ નહીં હોવાથી સ્વભાવહેતુ બની શકશે નહીં. જો પૂર્વ-અપર ચિત્તક્ષણોની સત્તા એક જ સમયમાં હોય તો તેમાં પ્રતિસંધેય (કાર્ય) અને પ્રતિસંધાયક(કારણ)નો વિભાગ થઈ શકશે નહીં, કેમ કે એક જ સમયમાં ઉત્પન્ન થવાવાળી ચિત્તક્ષણોમાં કોણ નિયામક છે કે જેથી એક પ્રતિસંધેય અને બીજો પ્રતિસંધાયક થાય? એક જ સમયવર્તી ચિત્તક્ષણોમાં કારણ-કાર્યભાવ થઈ શકતો નથી, કેમ કે કારણ-કાર્યભાવ વિભિન્નકાલીન પદાર્થમાં જ થાય છે. પૂર્વ-અપર ચિત્તક્ષણો ભિન્ન ભિન્ન કાળમાં હોય તોપણ બૌદ્ધમતમાં સર્વ પદાર્થો ક્ષણભંગુર છે, તેથી પૂર્વચિત્તક્ષણનો સર્વથા નાશ થઈ જવાથી પૂર્વચિત્તરૂપ ઉપાદાનકારણ વિના ઉત્તરચિત્તક્ષણની ઉત્પત્તિ કઈ રીતે થઈ શકશે? તેથી પૂર્વચિત્તક્ષણ ઉત્તરચિત્તક્ષણને ઉત્પન્ન કરે છે એ કથન બરાબર નથી. આ પ્રમાણે ક્ષણિકવાદમાં સંસારના નાશરૂપ દોષ આવે છે. ક્ષણિકવાદમાં સંસારની સિદ્ધિ થતી નથી. આત્મતત્ત્વને નિત્ય અને અનિત્ય એમ બે પ્રકારે માનનાર સ્યાદ્વાદમતમાં જ સંસારની સિદ્ધિ થાય છે. ૪) મોક્ષની અસંભાવના ક્ષણિકાત્મકવાદમાં મુક્તિ સંભવતી નથી. ફરી કર્મબંધ ન થાય અને પૂર્વે બાંધેલ કર્મનો સર્વથા ક્ષય થાય તેને મોક્ષ કહેવામાં આવે છે. કર્મથી સંપૂર્ણપણે મુક્ત થવું તેને મોક્ષ કહે છે. ક્ષણિકાત્મકવાદ અનુસાર જો જીવ ક્ષણિક હોય તો તેનો તો નાશ થઈ જાય છે, તો પછી મોક્ષ કોનો થશે? જો જીવ જ ન હોય તો મોક્ષની વાત અર્થહીન બની જાય છે. પોતાની સમાપ્તિને માનવી અને મોક્ષને પણ માનવો એ એક નવાઈભરી વાત છે. નિર્વાણમાં આત્માનું અસ્તિત્વ રહેતું ન હોય તો ગૌતમ બુદ્ધ અને તેમના જેવા કેટલા બધા લોકોનું નિર્વાણ થયાનું મનાયું છે, તેમનું આત્મિક અસ્તિત્વ રહેશે જ નહીં. જો તેમનું આત્મિક અસ્તિત્વ ન હોય તો તેમની મૂર્તિ આગળ પ્રાર્થના કરવી વગેરે ક્રિયાઓનો તથા યુદ્ધ શર|| ગચ્છામિ જેવી શરણાગતિનો કશો જ અર્થ નથી. આ રીતે આત્માને ક્ષણિક જ્ઞાનમાત્ર માનવામાં મોક્ષની અસંભાવનારૂપ ચોથો દોષ Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન સંભવે છે. આત્મા પ્રતિક્ષણ નાશ પામે છે એમ માનવામાં આવે તો તેના માટે નિર્વાણનો કોઈ અર્થ જ નહીં રહે. ક્ષણિકવાદ અનુસાર કર્મ, વ્યક્તિ, આત્મા આદિ બધું જ જો ક્ષણિક હોય તો દુઃખ પણ ક્ષણિક જ છે. પ્રત્યેક જ્ઞાનક્ષણોનું દુઃખ પણ, તે ક્ષણોનો નાશ થઈ જવાની સાથે નાશ પામી જાય છે, માટે દુઃખમાંથી છૂટવાનો પ્રયત્ન પણ વ્યર્થ છે અને તેથી બુદ્ધે ઉપદેશેલાં ચાર સત્યોનું કાંઈ પ્રયોજન રહેતું નથી તેમજ નિર્વાણનો સિદ્ધાંત પણ નકામો નીવડે છે. ક્ષણિકવાદમાં બંધ-મોક્ષની વ્યવસ્થા નથી બની શકતી. શ્રી આનંદઘનજી મહારાજ લખે છે – સૌગત મતિ રાગી કહે વાદી, ક્ષણિક એ આતમ જાણો; બંધ-મોક્ષ સુખ-દુ:ખ ન ઘટે, એહ વિચાર મન આણો. બૌદ્ધોનો મત અયથાર્થ છે, કારણ કે આત્માને માત્ર ક્ષણિક જ્ઞાનરૂપ માનવાથી તેના બંધ-મોક્ષ ઘટી ન શકવાની આપત્તિ આવે છે. જરાક પણ સ્વભાવભેદે સર્વથા વસ્તુભેદ માનનારા બૌદ્ધમત પ્રમાણે જે બંધક્ષણ (બંધાવાના સ્વભાવવાળી ક્ષણ) છે તે તો મોક્ષક્ષણ (મુક્તિ થવાના સ્વભાવવાળી ક્ષણ) નથી અને જે મોક્ષક્ષણ છે તે બંધ-ક્ષણ નથી; પરંતુ બંધનના નાશરૂપ મોક્ષ તો ત્યારે જ ઘટે છે કે જે પુરુષનો બંધ છે તે જ પુરુષનો મોક્ષ થતો હોય. જે બંધાય છે તે જ મુક્ત થઈ શકે છે. બૌદ્ધમતમાં તો જે ક્ષણમાં બંધ છે, તે ક્ષણનો તો સર્વથા નાશ થઈ જાય છે અને જેનો મોક્ષ થવાનો છે તે ક્ષણ પૂર્વક્ષણથી બિલકુલ ભિન્ન છે, તેથી ક્ષણિકવાદમાં અન્ય ક્ષણનો બંધ અને અન્ય ક્ષણનો મોક્ષ થાય છે. મુક્તિ જેણે બંધ કર્યો હતો તેની નથી થતી, કિંતુ જેણે બંધ નથી કર્યો તેની મુક્તિ થાય છે. આ બિલકુલ અસંગત હોવાથી બૌદ્ધમતમાં મોક્ષનો અભાવ જ સિદ્ધ થાય છે. એ નિયમ છે કે જે બંધાય તે છૂટે. જે બંધાયું જ નથી તેના છુટકારાની વાત કેવી રીતે સંભવે? માટે રાગાદિના કારણે જે બંધાય છે, તે જ કાળક્રમે વૈરાગ્યાદિ દ્વારા છૂટે છે એવું માનવાથી જ બંધ-મોક્ષ ઘટે છે. પરંતુ ક્ષણિકવાદના મત પ્રમાણે તો જે બંધાયો તે તો તે ક્ષણે જ નાશ પામી ગયો છે, તેથી મોક્ષ કોનો માનવો? બંધક્ષણ સર્વથા નાશ પામી જાય છે એવું માનનાર બૌદ્ધમતમાં ‘જે બંધાય તે મુકાય' - આ વ્યવહાર કોઈ રીતે ઘટતો નથી એ સ્પષ્ટ છે. અહીં બૌદ્ધો એમ દલીલ કરે છે કે એ ક્ષણપરંપરાની ક્ષણો ક્ષણિક હોવા છતાં તે ક્ષણોમાં અમે એક અનુગત વાસના માનીએ છીએ, જેનો રાગાદિથી વાસિત થતાં બંધ ૧- શ્રી આનંદઘનજીરચિત, શ્રી મુનિસુવ્રત ભગવાનનું સ્તવન, કડી ૫ Page #460 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૯ ૪૨૭ અને ક્રમશઃ વૈરાગ્યાદિથી વાસિત થતાં મોક્ષ સંભવે છે. તેથી આત્માને ક્ષણિક જ્ઞાનરૂપ માનવામાં બંધ-મોક્ષની અસંગતિ નથી. આ દલીલનું નિરસન કરતાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ‘સમ્યકત્વ જસ્થાન ચઉપઇ' માં કહે છે કે બૌદ્ધો પૂર્વાપર જ્ઞાનક્ષણોમાં અનુગત એવી જે એક વાસના કહે છે તેને જ સ્યામત સ્વભાવનિયત એવું આત્મદ્રવ્ય કહે છે અને તેવા જ આત્મદ્રવ્યના બંધ-મોક્ષ સંગત હોવાથી આત્મદ્રવ્યને માત્ર જ્ઞાનક્ષણસંતતિરૂપ માનવું યોગ્ય નથી.' આની સામે બૌદ્ધો એમ કહે છે કે અમે જેને વાસના કહીએ છીએ તે કાંઈ વાસ્તવિક પદાર્થ નથી. તે તો માત્ર બુદ્ધિથી પરિકલ્પેલો પદાર્થ છે. તેથી પરિકલ્પિત એવી વાસનાને તમે માનેલા વાસ્તવિક આત્મા જેવી કઈ રીતે મનાયે? આનું સમાધાન એ છે કે બંધક્ષણ, મોક્ષક્ષણ વગેરે તો પારમાર્થિક પર્યાયો છે; તો તેનો આધાર પણ પારમાર્થિક જ હોવો જોઈએ. કાલ્પનિક વાસનાને તેનો આધાર માની ન શકાય, માટે તેના પારમાર્થિક આધાર તરીકે આત્મદ્રવ્ય સિદ્ધ થાય છે. બૌદ્ધો એમ કહે છે કે ઘટક્ષણપરંપરામાં ઉત્તરોત્તર ઘટક્ષણ જ ઉત્પન્ન થયા કરે છે, પટાદિ ક્ષણો ઉત્પન્ન થઈ જતી નથી; અને એ જ આ વાસના છે. દરેક ઘટક્ષણોમાં અનુગત એવી ઘટદ્રવ્ય જેવી કોઈ પારમાર્થિક વસ્તુ નથી. સરખી જ્ઞાનક્ષણો ઉત્પન્ન થયા કરવી એ જ વાસના છે, નહીં કે અનેક જ્ઞાનક્ષણોમાં અનુગત એવું કોઈ વાસ્તવિક આત્મદ્રવ્ય. માટે વાસનાને આત્મદ્રવ્યરૂપ કહીને આત્માને નિત્ય સિદ્ધ કરવો યોગ્ય નથી. અમે કહેલી વાસના એ કાંઈ અનુગત નિત્ય દ્રવ્યાત્મક આત્મસ્વરૂપ નથી કે જેથી જીવ નિત્ય હોવો સિદ્ધ થાય. આનો ઉત્તર આ પ્રમાણે છે - આવી વાસનાની વાતો કરવી એ બૌદ્ધોનો મોટો દંભ છે, કારણ કે બંધક્ષણ અને મોક્ષક્ષણ સરખી ન હોવા છતાં સદશક્ષણારંભરૂપી વાસના તે બન્નેમાં અનુગત હોય એમ તેઓ કહે છે. બાકી બંધક્ષણ, મોક્ષક્ષણ વગેરે સર્વથા ક્ષણિક જ હોય તો, દ્રવ્યાદિ રૂપે પણ તે નિત્ય ન જ હોય તો, જે ક્ષણ બંધાયેલી છે તેનો તો તે જ ક્ષણે નાશ થઈ જવાથી મુક્ત થવાનું ન રહ્યું અને એમ મોક્ષક્ષણ તે પોતાની જ ક્ષણે ઉત્પન્ન થઈ હોવાથી પૂર્વે બંધાયેલી ન હોવાના કારણે ‘ન બંધાયેલી ક્ષણનો મોક્ષ થયો' એવું માનવાની આપત્તિ આવે અને તો પછી “જે બંધાય છે તે મુકાય છે એવું કહી શકાશે નહીં. તેથી ‘ભલે બંધાયેલા છીએ પણ આપણે મોક્ષ માટે જ્ઞાન-ધ્યાનાદિ કરવાની શી જરૂર છે? કારણ કે મોક્ષ તો અન્ય જ કોઈ ક્ષણનો થવાનો છે' ઇત્યાદિ અભિપ્રાયના કારણે કોઈ મોક્ષ માટે પ્રવૃત્તિ જ નહીં કરે. ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘સમ્યક્ત્વ ષટ્રસ્થાન ચઉપઈ’, ગાથા ૨૧ એ બૌદ્ધનું મત વિપરીત બંધ મોક્ષ ન ઘટઇ ક્ષણચિત્ત | માનો અનુગત જો વાસના દ્રવ્ય નિત્ય તેહ જ શુભમના !' Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આત્મા જો સર્વથા ક્ષણિક હોય તો કોઈ પણ આત્મા મોક્ષને માટે પ્રયત્ન નહીં કરે, કારણ કે પ્રયત્ન કરનાર તો સર્વથા નાશ પામે છે, એટલે તે મુક્ત થતો નથી, મુક્ત થનાર તો કોઈ અન્ય જ છે. એવો કોણ મૂર્ખ હોય કે જે પોતાના વિનાશને નોતરી બીજાને દુ:ખમુક્ત કરાવવા પ્રયત્ન કરે? જેમ એક દુ:ખી જીવ બીજા જીવના સુખ માટે પ્રયત્ન કરતો દેખાતો નથી, તેમ જે જ્ઞાનક્ષણ દુઃખી છે, તે જ્ઞાનક્ષણ અપર જ્ઞાનક્ષણને સુખી બનાવવા માટે પ્રયત્ન કરશે નહીં. આત્મા ક્ષણિક હોય તો તે મોક્ષમાર્ગના ફળને પોતે પામતો જ નથી, તો પછી તે મોક્ષમાર્ગમાં શા માટે પ્રવર્તે? કોઈ પણ જીવની મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ જ નહીં થાય. મોક્ષમાર્ગ વ્યર્થ ઠરે છે. શાસ્ત્રમાં ધર્મપ્રવૃત્તિ વડે મોક્ષફળ પામવા માટે જે ઉપદેશ આપવામાં આવે છે તે પણ નિરર્થક ઠરે છે. જો બધું ક્ષણિક હોય તો નૈતિક જીવન પણ અશક્ય બની જાય. નીતિમય જીવન એ મોક્ષમાર્ગનું પ્રથમ સોપાન છે. શાશ્વત જીવ વિના નીતિમય જીવન શક્ય નથી. સામાન્યથી જે દ્રવ્યને હેતુનો સંબંધ થાય છે તે દ્રવ્યમાં ફળ પેદા થાય છે, અન્ય દ્રવ્યમાં નહીં. જે માટીના પિંડને ચક્ર, કુંભારાદિનો સંપર્ક થયો હોય તેનો જ ઘડો બને છે, અન્ય માટીના પિંડનો નહીં. હવે આત્મા જો ક્ષણિક હોય તો આત્મજ્ઞાન, ચારિત્ર વગેરે હેતુઓનો જે ક્ષણને સંપર્ક થાય, તે ક્ષણ અને ફળરૂપ મોક્ષક્ષણ એ બન્ને જુદી જુદી હોવાથી હેતુ-ફળનો એક દ્રવ્યમાં સંબંધ સંભવે નહીં અને તો પછી એ બન્ને વચ્ચે હેતુફળભાવ જ રહે નહીં અને તેથી જે હેતુભૂત નથી એવાં આત્મજ્ઞાન, ચારિત્રાદિમાં મોક્ષ માટે પ્રવૃત્તિ કરવી એ અંધપરંપરા અનુસાર ચાલવા જેવું થાય, અર્થાત્ આંધળાઓએ પકડેલ માર્ગ તેમને ઇષ્ટ સ્થાન પર પહોંચાડનાર છે કે નહીં એ જાણ્યા વગર તેઓ એકની પાછળ એક ચાલ્યા કરે, તેવી આ પ્રવૃત્તિ થાય. મોક્ષ તો આત્માને નિત્ય માનવામાં જ ઘટે છે, આત્માને ક્ષણિક માનવામાં તેનો મોક્ષ ઘટશે જ નહીં. જેમ રત્ન પહેલાં અશુદ્ધ હતું અને પછી ઉપાય વડે શુદ્ધ થાય છે, તેમ આત્મા પહેલાં અશુદ્ધ હતો અને પછી આત્મજ્ઞાનાદિથી શુદ્ધ થાય છે એ હકીકત છે. પહેલાનો અશુદ્ધ આત્મા અને પછી શુદ્ધ થયેલ આત્મા બન્ને એક જ દ્રવ્ય હોય તો આ વાત સંભવે છે, એટલે કે આત્મા નિત્ય હોય તો જ આમ થવું સંભવે છે. વળી, આત્મા નિત્ય હોય તો જ એના ઉપર પ્રેમ થાય અને તો જ જીવ ધર્માર્થી બની દુઃખક્ષય માટે પ્રવૃત્તિ કરે. જો આત્મા ક્ષણમાં નાશ પામી જવાનો હોય તો દુ:ખક્ષય કોનો થાય? અને એ માટે પ્રવૃત્તિ પણ કોણ કરે? માટે આત્માને નિત્ય માનવામાં જ મોક્ષ ઘટે છે. આત્માને નિત્ય માનનારા મતમાં જ મુક્તિ અવસ્થા ઘટે છે. આમ, ક્ષણિકવાદમાં મોક્ષના અભાવરૂપ દોષ આવે છે. Page #462 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૯ ૪૨૯ ૫) સ્મરણની અસંભાવના આત્માને ક્ષણિક જ માનનારને સ્મરણ પણ સંભવે નહીં. જો આત્માને નિત્ય વસ્તુ ન સ્વીકારીએ તો સૃતિ અસંભવિત બની જાય છે. સ્મરણ તો એનું થઈ શકે કે જે વસ્તુનો પ્રથમ કદી અનુભવ થયો હોય. ક્ષણિકમતમાં તો અનુભવ કરનારો ક્ષણમાં જ નાશ પામતો હોવાથી સ્મરણ કોણ કરે? આત્મા જો ક્ષણિક હોય તો પછી તેના અનુભવની તેને સ્મૃતિ ન થાય, કારણ કે એ ક્ષણિક હોવાથી ક્ષણભરમાં નાશ પામે છે. તે એક જ ક્ષણમાં લોપ પામતો હોવાથી આગળના અનુભવનું સ્મરણ તેને થઈ શકે નહીં. આત્માને સર્વથા ક્ષણિક માનવાથી સ્મરણની સિદ્ધિ થતી નથી. એકાંત ક્ષણિક પક્ષમાં કદી પણ સ્મરણ ઉત્પન્ન થઈ શકતું નથી. ક્ષણિકવાદમાં સ્મરણની અસંભાવનારૂપ પાંચમો દોષ આવે છે. બૌદ્ધમતમાં સ્મરણનો અભાવ થાય છે, કેમ કે જેવી રીતે એક જીવ બીજા જીવથી સર્વથા ભિન્ન હોવાથી એક જીવે કરેલ પદાર્થના અનુભવનું સ્મરણ બીજા જીવને થઈ શકતું નથી, તેવી રીતે બૌદ્ધમત અનુસાર જો પૂર્વબુદ્ધિથી ઉત્તરબુદ્ધિ બિલકુલ ભિન્ન હોય તો પૂર્વબુદ્ધિથી અનુભવેલા પદાર્થનું ઉત્તરબુદ્ધિમાં સ્મરણ થઈ શકતું નથી. જેમ દેવદત્તે અનુભવેલા પદાર્થનું યજ્ઞદત્તને સ્મરણ થઈ શકતું નથી, તેમ એક બુદ્ધિથી બીજી બુદ્ધિ અત્યંત ભિન્ન હોવાથી પૂર્વબુદ્ધિથી અનુભૂત પદાર્થનું ઉત્તરબુદ્ધિમાં સ્મરણ થઈ શકતું નથી. એક મનુષ્ય અનુભવેલ પદાર્થનું બીજા મનુષ્યને સ્મરણ થતું નથી. જો એ રીતે સ્મરણ થતું હોય તો એક મનુષ્ય જાણેલા પદાર્થનું સર્વ મનુષ્યોને સ્મરણ થવું જોઈએ. જો એકના અનુભવનું સ્મરણ અન્યને થતું હોય તો એકના અનુભવનું સ્મરણ સકળ વિશ્વને થવું જોઈએ. પરંતુ એમ તો કદી પણ બનતું નથી. એક વ્યક્તિના અનુભવનો વિષય બીજાની સ્મૃતિનો વિષય બનતો હોય એવું જોવા મળતું નથી. જેણે અનુભવ્યું હોય તેને જ સ્મરણ થાય છે. આત્માને ક્ષણિક માનતા અનુભવનાર અને સ્મરણ કરનાર બન્ને જુદા છે એ નિર્વિવાદ માનવું પડશે અને એમ માનતાં અનુભવ કોઈને થાય અને સ્મરણ કોઈ બીજાને થાય, પણ એ કઈ રીતે શક્ય છે? સાવ જુદા પડી જતા વિજ્ઞાનસમૂહમાં એકના અનુભવની સ્મૃતિ બીજાને કઈ રીતે થઈ શકે? આમ, બૌદ્ધોનો ક્ષણિકવાદ સ્વીકાર્ય થતો નથી. આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય'માં લખે છે કે આબાલગોપાલ સર્વને અનુભવેલી વસ્તુનું કાળાંતરે સ્મરણ થાય છે. હવે જો વસ્તુને ક્ષણિક માનવામાં આવે તો સ્મરણ કદી ઘટી શકશે નહીં, કારણ કે જેણે અનુભવ કર્યો હોય તેને જ સ્મરણ થાય, અન્યને નહીં અને ક્ષણિકવાદમાં તો સ્મરણ વખતે અનુભવ કરનારી વ્યક્તિ જ નથી, તો પછી વાસ્તવિક સ્મરણ કોને થાય? અર્થાત્ Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કોઈને પણ ન થઈ શકે.' અહીં બૌદ્ધો એમ દલીલ કરે છે કે જીવ તો અનિત્ય છે, પરંતુ તેનો નાશ થતી વખતે તે પોતાનાં સંતાન કે સંસ્કાર મૂકતો જાય છે અને તેથી સ્મરણમાં બાધા આવતી નથી. જીવરૂપ વિજ્ઞાનને ક્ષણિક માનવા છતાં વિજ્ઞાનસંતતિના સામર્થ્યથી સ્મરણ થઈ શકે છે. પૂર્વ પૂર્વ વિજ્ઞાનક્ષણના સંસ્કારો ઉત્તર ઉત્તર વિજ્ઞાનક્ષણમાં સંક્રાંત થાય છે, તેથી વિજ્ઞાનક્ષણરૂપ જીવને ક્ષણિક માનવા છતાં પણ સ્મરણ થઈ શકે છે. પરંતુ આ દલીલ યોગ્ય નથી, કારણ કે જીવનો નિરન્વય (સંપૂર્ણ) નાશ થઈ જતો હોવાથી આ તેનાં સંતાન છે એમ વ્યવહાર બની શકતો નથી; અથવા તો ગમે તે પ્રકારે તેનાં સંતાન કે સંસ્કાર મૂકી જાય છે એમ જો માની લઈએ તો, બૌદ્ધોના ‘સર્વ ક્ષણિક છે' એ નિયમ મુજબ તેનાં સંતાન કે સંસ્કારસમુદાય પણ ક્ષણિક જ ગણાય. આ સ્થિતિમાં પણ સ્મરણની સિદ્ધિ થઈ શકતી નથી. જો અનુભવ કરનાર મૂળભૂત જીવનો નાશ થતો હોય તો તેને પદાર્થનો જે અનુભવ થયો હતો તેનું સ્મરણ તેનાં સંતાન - પ્રતિસંતાનોને થઈ શકે નહીં, કેમ કે મૂળ પદાર્થનો સર્વથા નાશ થવાથી સંતાન - પ્રતિસંતાનો સાથેનો તેનો સંબંધ બની શકે નહીં અને તેથી અનુભવમાં આવેલ પદાર્થનું સ્મરણ અસંભવ બને છે. બૌદ્ધો એમ કહે છે કે મૃતિનો અભાવરૂપ દોષ ત્યારે જ આવે કે જ્યારે સામાન્યથી અન્ય વડે અનુભવેલ પદાર્થનું અન્યને સ્મરણ થાય. પરંતુ બૌદ્ધમતમાં તો પૂર્વ અને ઉત્તર ક્ષણોમાં પરસ્પર ભિન્નતા હોવા છતાં તેમાં કારણ-કાર્યભાવથી જ સ્મરણ થાય છે. બુદ્ધિરૂપી એક જ સંતાનમાં અનુભવ તથા સ્મરણનો કારણ-કાર્યભાવ છે, તેથી તેમાં મૃતિ થઈ શકે છે. પરંતુ એક સંતાન(વ્યક્તિ)નો અન્ય સંતાન(વ્યક્તિ)ની સાથે કારણકાર્યભાવ નહીં હોવાથી એક પુરુષના અનુભવનું અન્ય પુરુષને સ્મરણ થઈ શકતું નથી, માટે ‘અન્યના અનુભવનું અન્યને સ્મરણ થશે' એવી આપત્તિ આવશે નહીં. વળી, બુદ્ધિરૂપ એક સંતાન સંબંધી ક્ષણોમાં કારણ-કાર્યભાવ નથી એ વાત સત્ય નથી. એક સંતાનવાળી જ્ઞાનક્ષણોમાં અનુભવ અને સ્મરણરૂપ કારણ-કાર્યભાવ છે, તેથી પૂર્વબુદ્ધિએ અનુભવેલા પદાર્થનું ઉત્તરબુદ્ધિને સ્મરણ થઈ શકે છે. આમ, સ્મૃતિભંગ દોષનો ક્ષણિકવાદમાં અવકાશ નથી. પરંતુ આ કથન યુક્તિયુક્ત નથી, કેમ કે એ પ્રમાણે સંતાનમાં કારણ-કાર્યભાર માનવા છતાં પણ સંતાનની ક્ષણોની ભિન્નતાનું નિવારણ થઈ શકતું નથી, કારણ કે બૌદ્ધમતમાં બધી ક્ષણોનો નિરન્વય નાશ માનેલો હોવાથી બધી જ ક્ષણો ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય', શ્લોક ૨૪૨ 'अनुभूतार्थविषयं स्मरणं लौकिकं यतः । कालान्तरे तथाऽनित्ये मुख्यमेतन्न युज्यते ।।' Page #464 -------------------------------------------------------------------------- ________________ ૪૩૧ પરસ્પર અત્યંત ભિન્ન છે. વિજ્ઞાનક્ષણોનો સર્વથા નિરન્વય નાશ માનવામાં આવ્યો હોવાથી પૂર્વ પૂર્વ વિજ્ઞાનક્ષણથી ઉત્તર ઉત્તર વિજ્ઞાનક્ષણ સર્વથા ભિન્ન જ છે. આમ હોવાથી પૂર્વવિજ્ઞાન દ્વારા અનુભૂત વસ્તુનું સ્મરણ ઉત્તરવિજ્ઞાનમાં સંભવે નહીં, તેથી ક્ષણિકવાદ અનુસાર ‘કારણ-કાર્યભાવ-નિબંધન સ્મરણ થાય છે' એમ કહેવું યોગ્ય નથી. વળી, ક્ષણિકવાદમાં અનુભવ અને સ્મૃતિનો આશ્રયભૂત કોઈ નિત્ય પદાર્થ નહીં હોવા છતાં પણ ભિન્ન ભિન્ન સંતાનમાં કારણ-કાર્યભાવને આશ્રયીને સ્મૃતિનો સ્વીકાર કરવામાં આવે તો શિષ્ય અને ગુરુની બુદ્ધિમાં પણ કારણ-કાર્યભાવનો સદ્ભાવ હોવાથી ગુરુની બુદ્ધિથી શિષ્યને સ્મરણ થવું જોઈએ. ગુરુ શિષ્યને ભણાવે છે, તેથી ગુરુની બુદ્ધિ કારણ છે અને શિષ્યની બુદ્ધિ કાર્ય છે. તેમાં કારણ-કાર્યભાવનો સદ્ભાવ છે, માટે ગુરુની બુદ્ધિથી શિષ્યને સ્મરણ થવું જોઈએ. ગાથા-૬૯ અત્રે બૌદ્ધો . એમ દલીલ કરે છે કે અમે એક સંતાનને આશ્રયીને જ કારણકાર્યભાવનો સ્વીકાર કરીએ છીએ, તેથી પૂર્વોક્ત આપત્તિ આવશે નહીં, કેમ કે ત્યાં તો ગુરુ અને શિષ્ય એમ બે પરસ્પર ભિન્ન સંતાન અને તેથી તેમાં કારણ-કાર્યભાવ નથી. તેમની આ દલીલ યોગ્ય નથી, કેમ કે ભેદ-અભેદ પક્ષથી તેનું નિરાકરણ થઈ જાય છે. તે આ પ્રમાણે બૌદ્ધો સ્મૃતિની સિદ્ધિ માટે જ્ઞાનક્ષણોને એક સંતાન માને છે, તો એ સંતાન સંતાની(ક્ષણપરંપરા)થી ભિન્ન છે કે અભિન્ન? જો સંતાન ક્ષણપરંપરાથી અભિન્ન હોય તો તેને જ સંતાની (ક્ષણપરંપરા) કહેવાશે, સંતાનીથી અતિરિક્ત કોઈ સંતાન કહેવાશે નહીં. જો સંતાન ક્ષણપરંપરાથી ભિન્ન હોય તો એ સંતાન વાસ્તવિક છે કે અવાસ્તવિક? જો સંતાન અવાસ્તવિક હોય તો તે અકિંચિત્કારી છે. જો સંતાન વાસ્તવિક હોય તો એ સ્થિર છે કે ક્ષણિક? જો સંતાન ક્ષણિક હોય તો સ્મૃતિની સિદ્ધિને માટે ક્ષણપરંપરાને ત્યજીને સંતાનનો આશ્રય લેવો એ તો ખરેખર એક ચોરના ભયથી બચવા માટે અન્ય ચોરનો આશ્રય લેવા બરાબર છે. જો સંતાનને સ્થિર માનવામાં આવે તો તો સંજ્ઞાંતરથી ગુપ્ત રીતે નિત્ય આત્માનો જ સ્વીકાર કર્યો કહેવાય. આમ, ક્ષણિકવાદમાં સ્મૃતિ ઘટી શકતી નથી. - આમ, સ્મરણનો અભાવ થવાથી બૌદ્ધમતમાં પ્રત્યભિજ્ઞાન પણ થઈ શકશે નહીં. પ્રત્યભિજ્ઞાન અનુભવ અને સ્મરણપૂર્વક થાય છે. વર્તમાન કાળનો અનુભવ તથા ભૂતકાળની સ્મૃતિ બન્ને મળીને પ્રત્યભિજ્ઞાન થાય છે. પ્રત્યભિજ્ઞાન એટલે પદાર્થને જોવાથી પ્રમાતાને પૂર્વના સંસ્કારનો આવિર્ભાવ થવો. મેં અગાઉ જે પદાર્થને જાણ્યો હતો તે જ આ છે' એવી જે સમજણ તે પ્રત્યભિજ્ઞાન છે. તે જ આ છે' એવું પ્રત્યભિજ્ઞાન સ્મરણનો અભાવ હોય તો થઈ શકશે નહીં. જો આત્મા ક્ષણિક હોય તો પ્રત્યભિજ્ઞાન ન થઈ શકે. ઉદાહરણ તરીકે - દેવદત્ત Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન નામના માણસને વીસ વર્ષ પૂર્વે યજ્ઞદત્તે જોયો હતો, તે આજે ફરી દેખાયો, એટલે ભૂતકાળની સ્મૃતિ તાજી થતાં જ યજ્ઞદત્ત બોલી ઊઠે છે કે અરે! આ તો પેલો દેવદત્ત છે.’ ભૂતકાળની સ્મૃતિ તથા વર્તમાનનો અનુભવ કરનાર એક જ વ્યક્તિ હોય તો જ આ પ્રમાણેનું જ્ઞાન થઈ શકે. સ્મૃતિ કરનાર જુદો અને અનુભવ કરનાર જુદો હોય તો આમ ન બની શકે. આત્મા ક્ષણિક છે એમ જો માનવામાં આવે તો વીસ વર્ષ પહેલાંના દેવદત્તનો અનુભવ કરનાર યજ્ઞદત્ત, આત્મા ક્ષણિક હોવાના કારણે નષ્ટ થઈ ગયો ગણાય. અત્યારનો આત્મા તેનાથી જુદો ગણાય, એટલે ‘આ પેલો જ દેવદત્ત છે' એવું જ્ઞાન તેને થઈ શકે નહીં, પરંતુ પ્રત્યક્ષ અનુભવમાં આવે છે કે તેવું જ્ઞાન થઈ શકે છે, એટલે આત્માને ક્ષણિક માની શકાય નહીં. આત્મા એવું અવધારણ કરે છે કે જે હું પૂર્વે અનુભવનાર હતો, તે જ હું આજે તે વસ્તુનું સ્મરણ કરનારો છું.' અહીં પૂર્વના અને આજના આત્મામાં એકતા (અભેદ)નો જે નિશ્ચય થાય છે તે જ બતાવે છે કે આત્મા પ્રતિપળ વિનાશી ન જ હોઈ શકે. જો આત્મા ક્ષણિક હોય તો અનુભવનાર અને સ્મરણ કરનાર બે એક જ છે તેવું અવધારણ થઈ શકે જ નહીં. સામાન્ય વ્યવહારમાં પણ પ્રત્યભિજ્ઞાન અનુભવમાં આવે છે અને તેથી સિદ્ધ થાય છે કે આત્માનું સર્વથા ક્ષણિકપણું છે જ નહીં. પૂર્વની અને પછીની સર્વ ક્ષણોને વિષે એક જ અનુભવ કરનારના હોવાપણાનું પ્રત્યભિજ્ઞાન ક્ષણિકપણાનો નિષેધ કરે છે. ‘જે હું પ્રથમ સુખાદિનો અનુભવ કરતો હતો, તે જ હું તે સુખાદિને જાણું છું.' એ પ્રમાણે પૂર્વના સંબંધનો નિશ્ચય થાય છે, તેથી ક્ષણિકપણાનો નિરાસ થાય છે. ક્ષણિકવાદને વિષે પૂર્વાપર સંબંધની એકતારૂપ પ્રત્યભિજ્ઞાન સંભવતું જ નથી. અતીતકાલીન અનુભૂત વસ્તુમાં વર્તમાનકાલીન પ્રત્યક્ષ વસ્તુનું ઐક્ય છે એવું જણાવનાર આ તે જ છે' ઇત્યાદિ જ્ઞાન શાબ્દિક વ્યવહારરૂપ પ્રત્યભિજ્ઞાન, વસ્તુ ક્ષણે ક્ષણે સર્વથા નાશ પામે છે એવું કહેનાર ક્ષણિકવાદમાં કોઈ રીતે ઘટી શકે નહીં એ વાત સુસ્પષ્ટ છે.૧ - વળી, બૌદ્ધમતમાં સ્મૃતિનો અભાવ થવાથી અનુમાન કરવું પણ બની શકશે નહીં. જીવને પૂર્વે અનુભવેલાનું સ્મરણ થશે નહીં અને તે સ્મરણ વિના અનુમાન પણ થશે નહીં. વળી, સ્મૃતિના અભાવમાં થાપણ (અનામત) તરીકે મૂકેલી વસ્તુનું સ્મરણ ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'ની આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકૃત ટીકા, ‘સર્વાર્થસિદ્ધિ’, અધ્યાય ૨, સૂત્ર ૧૦ની ટીકા 'येनात्मना प्राग्दृष्टं वस्तु तेनैवात्मना पुनरपि भावात्तदेवेदमिति प्रत्यभिज्ञायते । यद्यत्यन्तनिरोधोऽभिनवप्रादुर्भावमात्रमेव वा स्यात्ततः स्मरणानुपपत्तिः । तदधीनो लोकसंव्यवहारो विरुध्यते । ततस्तद्भावेनाव्ययं तद्भावाव्ययं नित्यमिति निश्चीयते ।' Page #466 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૯ ૪૩૩ નહીં થવાથી લેણ-દેણ વગેરે વ્યવહારનો પણ લોપ થશે. વળી, બૌદ્ધ શાસ્ત્રોમાં કહ્યું છે કે હે ભિક્ષુઓ, અહીંથી એકાણુંમા ભવમાં મેં શક્તિ(શસ્ત્રવિશેષ)થી એક પુરુષને હણ્યો હતો તે કર્મના વિપાકથી મારો પગ વિંધાયો છે.' આવાં સ્મૃતિ દર્શાવનારાં વચનો પણ મિથ્યા ઠરશે, કેમ કે ક્ષણ સિવાય અન્ય કોઈ અન્વયી દ્રવ્યનો બૌદ્ધમતમાં સ્વીકાર કરાયો નથી. ક્ષણિકવાદમાં આ રીતે અનેક દોષો આવે છે. આમ, બૌદ્ધોના ક્ષણિકવાદની સામે એવો વાંધો ઉઠાવી શકાય છે કે આત્મા નિત્ય ન હોય તો ક્ષણિક વિજ્ઞાનસમૂહને વિષે ક્રમ, વ્યવસ્થા કે શૃંખલા કઈ રીતે જળવાય? અને જો આવી શૃંખલા ન હોય તો સ્મૃતિ (પ્રથમના અનુભવનો પુનર્બોધ) અને પ્રત્યભિજ્ઞાન (આ તે જ છે એવું જ્ઞાન) કઈ રીતે સંભવે? આત્મા જો પ્રતિક્ષણ નાશ પામતો હોય તો જીવને અગાઉના અનુભવનું સ્મરણ થાય છે તે હકીકત કઈ રીતે સમજાવવી? આ જગતમાં પ્રત્યેક પદાર્થ ક્ષણિક હોય તો જે પ્રત્યભિજ્ઞાન થાય છે તેનો ખુલાસો કઈ રીતે કરવો? બૌદ્ધમતમાં આ પ્રશ્નોના કોઈ સંતોષકારક ઉત્તર મળતા નથી. ક્ષણિકવાદના સિદ્ધાંતથી સ્મૃતિ આદિ સમજાવી શકાતાં નથી, તેથી તેની ઘણી કડક આલોચના કરવામાં આવે છે. અન્ય દાર્શનિકો દ્વારા બૌદ્ધોના ક્ષણિકવાદનું ખંડન કરવામાં આવ્યું છે. આત્મા સર્વથા ક્ષણિક તો સંભવે જ નહીં, કારણ કે પૂર્વોપલબ્ધ વસ્તુનું સ્મરણ થાય છે. જે ક્ષણિક હોય તેને અતીતનું સ્મરણ સંભવે જ નહીં. જો આત્મા ક્ષણિક હોય તો સ્મૃતિ ન થાય, પણ સ્મૃતિ થાય છે એવો બધાનો અનુભવ છે; એટલે ક્ષણિકવાદનો સિદ્ધાંત સાચો ઠરતો નથી. આ રીતે આત્માને સર્વથા ક્ષણિક માનવાથી સ્મરણની અસંભાવનાનો દોષ આવે છે. આમ, આત્માને ક્ષણિક માનવાથી કરેલાં કર્મોનો નાશ, નહીં કરેલાં કર્મોનો ભોગ, સંસારનો નાશ, મોક્ષનો નાશ અને મરણનો અભાવ વગેરે અનેક દોષો આવે છે. ક્ષણિકવાદની એકાંત માન્યતાથી કર્મફળ, બંધ-મોક્ષ, સ્મરણજ્ઞાન વગેરેની વ્યવસ્થા ઘટી શકતી નથી. ક્ષણિકવાદમાં આવી ઘણી ખામીઓ રહેલી છે. સ્મરણાદિ વ્યવહાર નિત્ય આત્મામાં જ ઘટી શકે છે અને તે સ્વીકારવામાં આવે તો ક્ષણિકવાદનો વિઘાત થઈ જાય છે. શ્રીમદે આ ગાથામાં, ક્ષણિકવાદમાં ઉપસ્થિત થતા ઉપર્યુક્ત પાંચ દોષોમાંથી સ્મરણની અસંભાવનારૂપ પાંચમા દોષને પ્રાધાન્ય આપી, આત્માના અક્ષણિકપણાનો નિશ્ચય કરવાની પ્રેરણા કરી છે. પ્રત્યેક ક્ષણે આત્મા પલટાઈને નાશ થતો હોય તો તેને પૂર્વની ક્ષણનું કંઈ યાદ રહે નહીં, પરંતુ આત્મા તો પહેલાંની ક્ષણોમાં જે અનુભવ થયો હોય તેને પછીની ક્ષણોમાં યાદ કરે છે અને તેનું કથન પણ કરે છે. તેથી એમ સિદ્ધ થાય છે કે સ્મૃતિ કરનાર અને તેને વ્યક્ત કરનાર આત્મતત્ત્વ તો સદા નિત્ય જ છે. Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આવી જ રીતે સર્વ પદાર્થોને એકાંતે ક્ષણિક માનનાર અને પછીથી પોતાની ભૂલ સમજાતાં યથાર્થ નિર્ણય કરનાર આર્ય અશ્વમિત્રની કથા જૈન ગ્રંથોમાં આવે છે. આર્ય અશ્વમિત્રને ચોથા નિર્નવ તરીકે ઓળખાવવામાં આવે છે. ભગવાન મહાવીરના નિર્વાણના બસોવીસ વર્ષ પછી મિથિલા નગરીમાં શ્રી અશ્વમિત્રને ક્ષણિકવાદી મિથ્યા દૃષ્ટિ ઉત્પન્ન થઈ હતી. મિથિલા નગરીમાં આર્ય મહાગિરિજી નામના આચાર્ય હતા. તેમના શિષ્ય શ્રી કૌડિન્ય હતા અને શ્રી કૌડિન્યના શિષ્ય શ્રી અશ્વમિત્ર હતા. શ્રી અશ્વમિત્ર સ્વાધ્યાયમાં ખૂબ તત્પર રહેતા. તેઓ ગુરુમહારાજ પાસે આગમગ્રંથોમાંથી એક પછી એક અંગનો અભ્યાસ કરતા હતા. તેમણે દષ્ટિવાદ નામના અંગના ચૌદ પૂર્વનો અભ્યાસ ચાલુ કર્યો. એમાં “અનુપ્રવાદ' નામનો વિષય ચાલતો હતો. તેમાં નૈપુણિક વસ્તુનું અધ્યયન ચાલી રહ્યું હતું. તેમાં નારકીના જીવોને લગતી એક ગાથા આવી કે પ્રત્યુત્પન્ન સમયના સર્વ નારકીઓ વિનાશ પામશે. એ પ્રમાણે વૈમાનિક દેવો પણ પ્રથમ સમયના વિનાશ પામશે. એ પ્રમાણે બીજા, ત્રીજા સમય માટે પણ કહેવું. આના સંદર્ભમાં શાસ્ત્રકારે એમ લખ્યું છે કે જગતમાં પ્રથમ સમયે વર્તતા સર્વ પદાર્થો નાશ પામે છે. તેવી રીતે બીજા સમયે વર્તતા સર્વ પદાર્થો પણ નાશ પામે છે. તેવી રીતે ત્રીજા સમયે વર્તતા સર્વ પદાર્થો પણ નાશ પામે છે. આમ, પ્રત્યેક સમયે વર્તતા સર્વ પદાર્થો નાશ પામે છે. આ ગાથાનો ગુરુ મહારાજે અર્થ સમજાવ્યો ત્યારે શ્રી અશ્વમિત્રે એવી દલીલ કરી કે આ ગાથા પ્રમાણે તો એવો અર્થ ફલિત થાય છે કે જગતના સર્વ પદાર્થો ક્ષણિક છે. શ્રી અમિત્રને સમજાવતાં આર્ય મહાગિરિજીએ કહ્યું કે શાસ્ત્રમાં પદાર્થોનું પ્રતિ સમયે નાશ પામવાનું કહ્યું છે તે ફક્ત એક નયની અપેક્ષાએ - ઋજુસૂત્રનયની અપેક્ષાએ કહ્યું છે. સર્વ નયની અપેક્ષાએ તે સમજવાનું નથી, કારણ કે એ વચન સર્વનયાત્મક નથી. દરેક વસ્તુ પર્યાયની દૃષ્ટિએ અનિત્ય છે, પરંતુ કોઈ પણ સમયે પર્યાયનો નાશ થવાથી વસ્તુનો સર્વથા નાશ થતો નથી. નારકીના જીવોના પ્રથમ સમયે વર્તતા પદાર્થો નાશ પામે છે, તો બીજા સમયે નારકાધિરૂપે તે ઉત્પન થાય છે, એટલે જીવ દ્રવ્ય તો અવસ્થિત જ રહે છે. ૧- નિહૂનવ એટલે સંતાડનાર, છુપાવનાર, ગોપવનાર એવો અર્થ થાય છે. જે વ્યક્તિ મિથ્યા આગ્રહથી સત્યને છુપાવે, જ્ઞાનને ગોપવે તે નિહુનવ. સમય જતાં નિહુનવ શબ્દનો અર્થ એના કરતાં પણ વ્યાપક બન્યો. જે માણસ આજ્ઞાનો ઉત્થાપક હોય, બળવાખોર હોય અને જેને શિસ્ત ખાતર સંઘની બહાર કાઢવામાં આવ્યો હોય તે નિહુનવ કહેવાયો. જૈન ગ્રંથોમાં આવા માણસો માટે નિહુનવ શબ્દ રૂઢ થઈ ગયો છે. જ્યારે પોતાના સમુદાયમાં જ મોહનીય કર્મના પ્રભાવના કારણે માણસની શ્રદ્ધા ડગી જાય છે, વિવેકાદિ લુપ્ત થઈ જાય છે, ચિત્ત દુર્વિચારોમાં ફસાઈ જાય છે અને મિથ્યા દૃષ્ટિનો ઉદય થાય છે; ત્યારે તેનામાં નિહુનવતા જન્મે છે, તે નિહુનવ બને છે. Page #468 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૯ ૪૩૫ જો તર્કની દૃષ્ટિએ તપાસીએ તો પ્રથમ સમયે વર્તતા પદાર્થો નાશ પામે છે એમ કહ્યા પછી શાસ્ત્રકારે બીજા સમયે, ત્રીજા સમયે” એવા શબ્દો કેમ વાપર્યા છે? જો બધા જ પદાર્થો નાશ પામતા હોય તો દરેક પદાર્થ માટે તે સમય પ્રથમ સમય જ હોવો જોઈએ. કોઈને માટે તે બીજો સમય કે ત્રીજો સમય હોઈ શકે જ નહીં. આમ, આર્ય મહાગિરિજીએ શ્રી અમિત્રને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ સમજ્યા નહીં અને તેમણે પોતાના જ મતનો આગ્રહ ચાલુ રાખ્યો. આ રીતે ઘણા દિવસો સુધી ચર્ચા ચાલી, પરંતુ શ્રી અમિત્ર સમજ્યા નહીં એટલે આર્ય હાગિરિજીએ તેમને ગચ્છ બહાર કાઢ્યા. પોતાના કેટલાક શિષ્યો સાથે શ્રી અશ્વમિત્ર જુદા પડ્યા અને જુદો વિહાર કરવા લાગ્યા. વિહાર કરતાં કરતાં એક દિવસ શ્રી અમિત્ર રાજગૃહી નગરી તરફ જતા હતા. રાજગૃહીમાં તે સમયે ખંડરક્ષક નામનો એક શ્રાવક રહેતો હતો. ખંડરક્ષક રાજ્યમાં સિપાઈઓનો ઉપરી હતો. ભગવાન મહાવીરનાં વચનોમાં તે અખૂટ શ્રદ્ધા ધરાવતો હતો. એના કાને શ્રી અશ્વમિત્રના જુદા પડ્યાની વાત આવી હતી. શ્રી અમિત્રને કોઈ વ્યવહારુ યુક્તિપૂર્વક સમજાવવા જોઈએ એમ તેને લાગ્યું. તે માટે તેણે એક યોજના કરી. શ્રી અશ્વમિત્ર અને તેમના શિષ્યો રાજગૃહી નગરીમાં પ્રવેશ્યા કે તરત સિપાઈઓ તેમને પકડીને ખંડરક્ષક પાસે લઈ આવ્યા. ખંડરક્ષકે પૂછ્યું, ‘તમે કોણ છો?' શ્રી અશ્વમિત્રે જવાબ આપ્યો, “અમે સાધુઓ છીએ. હું અશ્વમિત્ર છું. ખંડરક્ષક! તમે અમને ભૂલી ગયા?' ખંડરક્ષકે કહ્યું, ‘તમે સાધુઓ નથી, પણ સાધુના વેષમાં છુપાયેલા ચોર છો.' અશ્વમિત્રે કહ્યું, “અમે ચોર નથી, સાધુઓ છીએ.” ખંડરક્ષકે પૂછ્યું, “જો સાધુઓ છો તો તમે ક્યારે દીક્ષા લીધી? ક્યાં લીધી? કોની પાસે લીધી?' અશ્વમિત્રે ઉત્તર આપ્યો, “અમે ઘણાં વર્ષો પહેલાં દીક્ષા લીધી છે. મિથિલા નગરીમાં, આચાર્ય મહાગિરિજીના શિષ્ય શ્રી કૌડિન્ય પાસે.' ખંડરક્ષકે કહ્યું, ‘પણ એ તો બધી જૂની વાત થઈ. પ્રત્યેક પદાર્થ પ્રત્યેક સમયે સર્વથા નાશ પામે છે. મિથિલા નગરીમાં દીક્ષા લેનાર તો ક્યારના નાશ પામ્યા. અત્યારે તો તમે સાધુના વેષમાં ચોર છે, માટે તમને સજા થશે.' શ્રી અશ્વમિત્ર પોતાની ભૂલ સમજી ગયા. તેમણે કબૂલ કર્યું, “અમે પર્યાયદષ્ટિએ નાશ પામ્યા હોઈશું, પરંતુ દ્રવ્યદૃષ્ટિએ અમે એ જ છીએ. અમે સાધુઓ જ છીએ, ચોર નથી.' અંડરક્ષકે શ્રી અશ્વમિત્ર અને તેમના શિષ્યોને મુક્ત કર્યા અને પછી પોતે કરેલી આ યુક્તિ માટે તેમની ક્ષમા માંગી. ત્યારપછી શ્રી અશ્વમિત્ર આર્ય મહાગિરિજી પાસે ગયા અને પોતાની ભૂલ કબૂલ કરી ક્ષમા માંગી. આર્ય મહાગિરિજીએ શ્રી અશ્વમિત્ર Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અને તેમના શિષ્યોને પાછા ગચ્છમાં દાખલ કર્યા. આમ, તેમને એકાંત ક્ષણિકવાદનું મિથ્યાપણું સમજાયું અને સમ્યક્ તત્ત્વનિર્ણય થયો. પ્રસ્તુત ગાથામાં શ્રીમદ્ ક્ષણિકવાદનું મિથ્યાપણું દર્શાવતાં જણાવે છે કે આત્મા ક્ષણિક નથી તેની સાબિતી એ છે કે ક્ષણિકપણાનું જ્ઞાન કરીને જે તેને કહે છે તે ક્ષણિક હોઈ શકે નહીં. જે ક્ષણિકપણાનું જ્ઞાન કરે છે તે જો ક્ષણિક હોય તો, તે જાણનાર તો બીજી જ ક્ષણે નાશ પામી જાય છે, તે પોતાના અનુભવનું કથન કરવા બચતો નથી અને તેથી ક્ષણિકપણાનું કથન અસંભવ બને છે. જો તે ક્ષણિકપણાનું કથન કરવા ટકે તો તે પોતે જ અક્ષણિક ઠરે છે, માટે આત્માની ક્ષણિકતાનું કથન જ આત્માની અક્ષણિકતાની સિદ્ધિ કરે છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે કે – ‘અથવા જ્ઞાન ક્ષણિકનું, થતું સદા સમજાય; સર્વ પ્રકાર સ્મૃતિ રહે, તેથી નિત્ય જણાય. અનેકતઃ શૈલી વડે, જે જાણી વદનાર; સ્યાદ્વાદી અનુભવે, તે ન અનિત્ય થનાર. હર્ષ, શોક, સુખ, દુઃખ, ક્ષણિક, જાણ કરી વિચાર; વદનારો તે ક્ષણિક નહિ, જણાય હૃદય મઝાર. સદ્દગુરુ ચરણ ઉપાસના, વિનય સુભક્તિ અપાર; કરી સહજ નિજ સ્વરૂપનો, કર અનુભવ નિર્ધાર.' ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૩૦-૨૩૧ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૨૭૩-૨૭૬) Page #470 -------------------------------------------------------------------------- ________________ ગાથા - हुआ रे द्वारा वस्तुको, देवकरीय ननावर येतन पाये नाही तो, हेमा आहे तर २१. ७० Page #471 -------------------------------------------------------------------------- ________________ Page #472 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૭૦ - ગાથા ૬૯માં શ્રીગુરુએ કહ્યું કે વસ્તુના ક્ષણિકપણાનું જ્ઞાન કરીને તે કહેનાર LA' તત્ત્વ કદાપિ ક્ષણિક હોઈ શકે નહીં, કારણ કે એક ક્ષણે તેને અનુભવ થાય ભૂમિકા છે અને બીજી ક્ષણે તે કહે છે. આ તથ્ય દ્વારા જીવે આત્માના અક્ષણિકપણાનો નિશ્ચય કરવો જોઈએ. જીવની નિત્યતા સિદ્ધ કરવા શ્રીગુરુએ શિષ્યને ગાથા ૬૨થી બીજા પદની આ અંતિમ ગાથા ૭૦ સુધી ન્યાયયુક્ત સમજણ આપી. તર્ક, અનુમાન તથા અનુભવના આધારે શ્રીગુરુએ આપેલાં સમાધાન ઉપર વિચાર કરતાં શિષ્યને પોતાની દલીલોમાં રહેલી ક્ષતિ અને અપૂર્ણતા સમજાય છે અને તેથી આત્માના નિત્યત્વ સંબંધી તેની શંકા લગભગ નિર્મુળ થઈ જવાથી, આત્માની અનુત્પન્નતા અને અવિનાશીપણાનો સિદ્ધાંત તેને સમજાતો જાય છે. શ્રીગુરુએ આત્માના નિત્યત્વ સંબંધી આપેલ બુદ્ધિગમ્ય સમાધાનમાં આ અંતિમ ગાથા કળશરૂપ છે. આ ગાથામાં વિજ્ઞાનને પણ માન્ય એવા વસ્તુમાત્રને લાગુ પડતા સામાન્ય નિયમ પ્રત્યે શિષ્યનું ધ્યાન કેન્દ્રિત કરી, આત્માનું અસ્તિત્વ નિત્યરૂપે છે એમ શ્રીગુરુ અતિ કુશળતાથી દર્શાવે છે. ક્ષણિકવાદી બૌદ્ધ દર્શનની ભ્રમયુક્ત માન્યતાઓનો પરિહાર કરતી અને આત્માનું ત્રિકાળવર્તી અસ્તિત્વ સિદ્ધ કરતી આ ગાથામાં શ્રીગુરુ કહે છે – “ક્યારે કોઈ વસ્તુનો, કેવળ હોય ન નાશ; ગાથા ચેતન પામે નાશ તો, કેમાં ભળે તપાસ.” (૭૦) તે વળી કોઈ પણ વસ્તુનો કોઈ પણ કાળે કેવળ તો નાશ થાય જ નહીં; માત્ર અવસ્થાંતર થાય, માટે ચેતનનો પણ કેવળ નાશ થાય નહીં. અને અવસ્થાંતરરૂપ નાશ થતો હોય તો તે કેમાં ભળે, અથવા કેવા પ્રકારનું અવસ્થાંતર પામે તે તપાસ. અર્થાત્ ઘટાદિ પદાર્થ ફૂટી જાય છે, એટલે લોકો એમ કહે છે કે ઘડો નાશ પામ્યો છે, કંઈ માટીપણું નાશ પામ્યું નથી. તે છિન્નભિન્ન થઈ જઈ સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભૂકો થાય, તોપણ પરમાણસમૂહરૂપે રહે, પણ કેવળ નાશ ન થાય; અને તેમાંનું એક પરમાણુ પણ ઘટે નહીં, કેમકે અનુભવથી જોતાં અવસ્થાંતર થઈ શકે, પણ પદાર્થનો સમૂળગો નાશ થાય એમ ભાસી જ શકવા યોગ્ય નથી, એટલે જો તું ચેતનનો નાશ કહે, તોપણ કેવળ નાશ તો કહી જ શકાય નહીં; અવસ્થાંતરરૂપ નાશ કહેવાય. જેમ અર્થ Page #473 -------------------------------------------------------------------------- ________________ ४४० ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ઘટ ફૂટી જઈ ક્રમે કરી પરમાણુસમૂહરૂપે સ્થિતિમાં રહે, તેમ ચેતનનો અવસ્થાંતરરૂપ નાશ તારે કહેવો હોય તો તે શી સ્થિતિમાં રહે, અથવા ઘટના પરમાણુઓ જેમ પરમાણુસમૂહમાં ભળ્યા તેમ ચેતન કઈ વસ્તુમાં ભળવા યોગ્ય છે તે તપાસ; અર્થાત્ એ પ્રકારે તું અનુભવ કરી જોઈશ તો કોઈમાં નહીં ભળી શકવા યોગ્ય, અથવા પરસ્વરૂપે અવસ્થાંતર નહીં પામવા યોગ્ય એવું ચેતન એટલે આત્મા તને ભાસ્યમાન થશે. (૭૦) - આ જગતમાં ઘડો નાશ પામે તો ઠીકરાં થાય, પટ નાશ પામે તો ટુકડા ભાવાર્થ થાય, મકાન નાશ પામે તો ભંગાર થાય - એમ કોઈ પણ પદાર્થ નાશ પામે એટલે તેનું રૂપાંતર થાય છે, પરંતુ તે પદાર્થ મૂળથી નાશ થતો નથી. મૂળ દ્રવ્ય જ અલોપ થઈ જાય એવું કદી પણ બનતું નથી. કોઈ પણ પદાર્થ એક રૂપે નાશ પામી બીજા રૂપે પ્રગટ થાય જ છે, પરંતુ તે સર્વથા વિનાશ પામતો નથી. હવે જો આત્મા વિનાશ પામતો હોય તો તપાસ કરો કે તે નાશ પામીને બીજા કયા રૂપમાં ભળે છે? વિચાર કરતાં જણાશે કે આત્મા કશામાં પણ ભળતો નથી કે કદી તેનો સર્વથા નાશ થતો નથી, પરંતુ તે નિજસ્વરૂપે ટકીને અવસ્થા બદલે છે. - કોઈ પણ વસ્તુનો ક્યારે પણ કેવળ - સર્વથા નાશ થતો નથી. માત્ર તેનું રૂપાંતર જ થાય છે. જેમ કે માટીનો ઘડો ફૂટવાથી ઘડાનો આકાર નાશ પામે છે, પરંતુ માટીનો નાશ થતો નથી. માટીનાં પરમાણુ જે મૂળ સમૂહમાં હતાં, ઘટાકારે હતાં, તે છૂટાં થયાં પછી પણ તેના તે જ રહે છે. જેમ જડ પદાર્થનો સર્વથા નાશ થતો નથી, તેમ ચેતનનો પણ નાશ થતો નથી. ચેતનનો નાશ થાય છે એમ કહેવામાં આવે તો કયા પદાર્થમાં તે ભળી જશે તેનો વિચાર કરવાથી સ્પષ્ટ સમજાશે કે આત્મા અસંયોગી પદાર્થ છે અને તે રૂપાંતર પામવા છતાં પોતારૂપે જ રહે છે. તે પરસ્વરૂપે રૂપાંતર પામતું નથી. તેથી એમ સિદ્ધ થાય છે કે ચેતન કોઈમાં ભળતું નથી તેમજ નાશ પામતું નથી, માટે તે નિત્ય છે. - સમસ્ત વિશ્વનાં જડ-ચેતન દ્રવ્યોનો વૈથિક દૃષ્ટિથી વિચાર કરતાં જગતનો જાપા] એક સનાતન સિદ્ધાંત જણાશે કે જે વસ્તુ વિદ્યમાન છે. તેનો કદી નાશ થતો નથી અને જે વસ્તુ વિદ્યમાન નથી તેની કદી ઉત્પત્તિ થતી નથી. જગતમાં જે ઉત્પત્તિ અને વિનાશ દેખાય છે, તે તો માત્ર પદાર્થોની અવસ્થાઓની ઉત્પત્તિ અને વિનાશ છે; મૂળ પદાર્થોનાં ઉત્પત્તિ અને વિનાશ થતાં નથી. વિશ્વમાં દરરોજ કંઈક ને કંઈક નવું નવું બને છે, પરંતુ તેનો વિચાર કરતાં ખ્યાલ આવે છે કે પૂર્વે કંઈક હતું તેનું જ રૂપાંતરણ કરીને નવું બનાવવામાં આવ્યું છે. અવિદ્યમાન વસ્તુનું સર્જન કર્યાનો કોઈ અવસર જોવા મળતો નથી. તેથી અસત્ ઉત્પન્ન Page #474 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૦ ૪૪૧ થાય છે એ વાત યોગ્ય નથી. અસત્ની રચના શક્ય જ નથી. વળી, ગમે તેવા તુચ્છ પદાર્થનો પણ આત્યંતિક નાશ કરી શકાતો નથી. સડેલા તણખલાને બાળવાથી તે રાખ અને ધુમાડામાં રૂપાંતર પામશે, પરંતુ તેનો સર્વથા અભાવ નહીં થઈ શકે. તેથી એમ સિદ્ધ થાય છે કે વિદ્યમાન વસ્તુનો સર્વથા નાશ થઈ શકતો નથી. આમ, અસનું સર્જન અને સત્નો વિનાશ એ બન્ને અસંભવિત છે. વિશ્વમાં જે કાંઈ છે તે શાશ્વત છે, નિત્ય છે. તેનો આદિ નથી અને અંત પણ નથી. તે અનાદિ-અનંત છે. જો અસત્ની ઉત્પત્તિ અને સત્નો નાશ શક્ય નથી તો પછી શું ઉત્પન્ન અને નાશ થાય છે તેનો વિચાર કરવો રહ્યો. જગતમાં શેની ઉત્પત્તિ અને નાશ થાય છે તેનો વિચાર કરતાં જણાય છે કે ઉત્પત્તિ અને નાશ વસ્તુની પર્યાયનાં થાય છે. સર્વ વસ્તુઓ પર્યાયયુક્ત હોય છે. પર્યાય એ વસ્તુનો ક્ષણિક વિભાગ છે, જે ઉત્પત્તિ-નાશ પામ્યા કરે છે, જેમાં નિરંતર ફેરફાર થયા કરે છે. દરિયા પાસે બેસી નિરીક્ષણ કરવામાં આવે તો જોવા મળે છે કે દરિયામાં ભરતી અને ઓટ નિરંતર ચાલ્યા કરે છે. ત્યાં વસ્તુનું બદલાતું સ્વરૂપ જોવા મળે છે. એવા ફેરફારો દરેક પદાર્થમાં જોવા મળે છે. દરેક પદાર્થ ટકીને બદલાય છે. તેનો સ્વભાવ કાયમ રહીને તેમાં ફેરફાર થાય છે. પદાર્થની પર્યાયનાં ઉત્પત્તિ-નાશ થાય છે, સ્વભાવના નહીં. આમ, અવસ્થાઓનો ઉત્પાદ અને વ્યય થાય છે, પણ મૂળ પદાર્થના ઉત્પાદ-વ્યય શક્ય નથી. તદ્દન અસસ્તુની ઉત્પત્તિ હોઈ શકે નહીં અને સસ્તુનો સર્વથા અભાવ પણ હોઈ શકે નહીં. અસત્ અને સત્ સંબંધી આ સિદ્ધાંતને સમજાવતાં આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય'માં કહે છે કે અસસ્તુ ક્યારે પણ ઉત્પન્ન થઈ શકતી નથી. જેમ કે સસલાને શીંગડાં હોતાં નથી. સસલાના માથા ઉ૫૨ શીંગડાંનું અસ્તિત્વ જ હોતું નથી, તેથી તે અસત્ છે. તે કદી ઉત્પન્ન થયેલું જોવામાં આવતું નથી. તેવી રીતે જે સત્ છે તે સર્વથા અભાવ પણ પામતું નથી. કોઈ કદાચ એમ કહે કે દીવાની જ્યોતિ સત્ છે છતાં તે ઓલવાઈ જાય છે, તેનો વિનાશ થાય છે અને તેથી એમ સિદ્ધ થાય છે કે સત્નો વિનાશ થાય છે. પરંતુ આમ કહેવું યોગ્ય નથી, કારણ કે દીવાની જ્યોતિનો સર્વથા વિનાશ થતો નથી; પણ જ્યોતિનાં પરમાણુઓ જે તેજરૂપે પરિણમતાં હતાં તે અંધકારરૂપે પરિણમે છે.૧ ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય', શ્લોક ૭૭ ‘नाभावो भावमाप्नोति शशशृङ्गे तथाऽगतेः I भावो नाभावमेतीह दीपश्चेन्न स सर्वथा । । ' સરખાવો : ‘શ્રીમદ્ ભગવદ્ગીતા', અધ્યાય ૨, શ્લોક ૧૬ 'नासतो विद्यते भावो नाभावो विद्यते सतः I उभयोरपि दृष्टोऽन्तस्त्वनयोस्तत्त्वदर्शिभिः ।।' Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન શ્રીમદે પણ તેમના “જડ ભાવે જડ પરિણમે...' એ પ્રસિદ્ધ કાવ્યમાં, જગતમાં કોઈ પણ વસ્તુ નવી ઉત્પન્ન થતી નથી અને કોઈ પણ વસ્તુનો સર્વથા નાશ નથી થતો એ મહાન સિદ્ધાંતને પ્રકાશ્યો છે – મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહિ, નહીં નાશ પણ તેમ; અનુભવથી તે સિદ્ધ છે, ભાખે જિનવર એમ. હોય તેહનો નાશ નહિ, નહીં તેહ નહિ હોય; એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોય. અહીં કોઈ પ્રશ્ન કરે કે ઘટાદિ પદાર્થો ઉત્પન્ન થયા પહેલાં હતા જ નહીં તો પછી તે ઘટાદિને ઉત્પત્તિ પહેલાં પણ વિદ્યમાન માનવાનો શો અર્થ? તેમજ તે પદાર્થો નાશ થયા પછી રહેશે જ નહીં તો તે પદાર્થોના નાશ પછી પણ વિદ્યમાન માનવાનો શો અર્થ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે જો ઘટ આદિ પદાર્થો સર્વથા અસતું હોય, મૂળ દ્રવ્યરૂપે પણ વિદ્યમાન ન હોય તો તો પછી તેની ઉત્પત્તિ જ ન થાય. જો સર્વથા અસત્ની ઉત્પત્તિ માનવામાં આવે તો તો વંધ્યાને પણ પુત્ર હોવો જોઈએ, આકાશપુષ્પનું અસ્તિત્વ પણ હોવું જોઈએ; પરંતુ વંધ્યાપુત્ર કે આકાશપુષ્પ જેવી વસ્તુ જ આ જગતમાં વિદ્યમાન નથી. તે સર્વ અસત્ છે, અવિદ્યમાન છે. વંધ્યાપુત્ર કે આકાશપુષ્પ અભાવરૂપ છે, માટે તે કદી ઉત્પન્ન થવાનાં જ નથી. વિદ્યમાન એવા સત્પદાર્થની જ અન્યરૂપે ઉત્પત્તિ થાય છે. એ જ પ્રમાણે સત્નો - વિદ્યમાન એવા પદાર્થોનો સર્વથા વિનાશ ક્યારે પણ થતો નથી. જો સત્નો સદંતર નાશ માનવામાં આવે તો પછી જગતમાં આજ દિવસ સુધી સર્વ વસ્તુઓનો નાશ થઈ ગયો હોત, કારણ કે અત્યાર સુધી અનંત કાળ વીતી ગયો છે. જો સત્નો સર્વથા નાશ થતો હોત તો સર્વ વસ્તુઓનો ક્યારનો લોપ થઈ ગયો હોત. બધાનો અભાવ થઈ ગયો હોત. કંઈ જ અવશિષ્ટ રહ્યું જ ન હોત. ક્રમશઃ સર્વ વસ્તુઓનો નાશ માનવામાં આવે, અર્થાત્ સત્નો સર્વથા નાશ માનવામાં આવે તો સંસારની વ્યવસ્થા ચાલી જ નહીં શકે. સર્વસ્તુને કાયમ ટકનારી માનવામાં ન આવે તો લોકવ્યવહાર ન ચાલે, લોકવ્યવસ્થા ન રહે, લોકનો સર્વથા વિચ્છેદ થઈ જાય; પરંતુ તેવું તો કદાપિ થતું નથી. સત્નો સર્વથા નાશ થતો નથી, માત્ર તેની અવસ્થાનો જ નાશ થાય છે. આમ, અસત્ની ઉત્પત્તિ અને સત્નો સર્વથા નાશ - એ પક્ષ દોષયુક્ત છે. ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ. ૨૯૭ (આંક-૨૬૬, કડી ૯,૧૦) Page #476 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭) ૪૪૩ જગતમાં જે સત્પદાર્થો છે, તેનાં જ આંશિકરૂપે ઉત્પત્તિ અને વિનાશ માનવાં જોઈએ, સર્વથા નહીં. આ પ્રમાણે માનવામાં જ યથાર્થતા છે. આ સિદ્ધાંતને આચાર્યશ્રી જિનભદ્રજીએ ‘વિશેષાવશ્યકભાષ્ય માં સમજાવ્યો છે. દસમા ગણધર શ્રી મેતાર્યના પરલોક સંબંધી સંશયનું જે સમાધાન ભગવાન મહાવીરે કર્યું હતું, તે જણાવતાં કહે છે કે જો ઘટાદિ સર્વથા અસતું હોય, દ્રવ્યરૂપે પણ વિદ્યમાન ન હોય તો તેની ઉત્પત્તિ સંભવે જ નહીં. સર્વથા અસત્ની પણ ઉત્પત્તિ હોય તો ખરવિષાણ એટલે ગધેડાના શિંગડાં પણ ઉત્પન્ન થવાં જોઈએ. ખરવિષાણ કદી ઉત્પન્ન થતાં નથી અને ઘટાદિ પદાર્થો કદાચિતું ઉત્પન્ન થાય છે, માટે સર્વથા અસત્ની નહીં પણ કથંચિત્ સત્ની ઉત્પત્તિ થાય છે એમ માનવું જોઈએ. તે જ પ્રમાણે જે સતું છે તેનો સર્વથા વિનાશ પણ નથી થતો. જો સતુનો વિનાશ થતો જ હોય તો ક્રમશઃ બધી વસ્તુઓનો નાશ થઈ જવાથી જગતમાં સર્વોચ્છેદનો પ્રસંગ આવે, માટે વિદ્યમાન પદાર્થનો જ કોઈ એકરૂપે વિનાશ અને અન્યરૂપે ઉત્પાદ માનવો જોઈએ. સમસ્ત દ્રવ્યોમાં ઉત્પાદ અને વિનાશની ઘટના ઘટતી હોય છે, પણ વસ્તુનો સર્વથા ઉત્પાદ અને વિનાશ તો માની શકાતો નથી; કારણ કે તેમ માનવામાં આવે તો સમસ્ત લોકવ્યવહારનો ઉચ્છેદ થઈ જાય. જેમ કે રાજપુત્રીને રમવા માટે બનાવેલા સોનાના ઘડાને ભાંગીને રાજપુત્રને રમવા માટે જો સોનાનો દડો બનાવવામાં આવે છે તો ઘડાનો વિનાશ અને દડાની ઉત્પત્તિ થાય છે, પરંતુ સોનું તો સોનારૂપે રહે છે. ન તેનો નાશ થાય છે કે ન તેની ઉત્પત્તિ થાય છે, ફક્ત તેની અવસ્થા બદલાય છે. આ ઘટનાથી રાજપુત્રીને શોક થાય છે તથા રાજપુત્રને આનંદ થાય છે અને સોનાનો માલિક રાજા ઉદાસીન (મધ્ય) રહે છે. સોનામાં કંઈ વધ-ઘટ થઈ નથી. તેના પ્રમાણમાં કોઈ ફરક પડતો નથી, માત્ર પર્યાય (આકાર) જ બદલાય છે. વસ્તુ તેની તે જ રહી છે, માત્ર અવસ્થા જુદી થઈ છે. ઘડો અને દડો બન્ને પર્યાયભેદે ભિન્ન હોવા છતાં સુવર્ણ જ છે, માટે રાજા તટસ્થ રહે છે. રાજાને કોઈ હર્ષ-શોક નથી.' સોનાના ઘડા પ્રત્યે પક્ષપાત ધરાવનાર તેનો નાશ થતો નીરખીને ખેદ પામે છે, ૧- જુઓ : આચાર્યશ્રી જિનભદ્રજીકૃત, ‘વિશેષાવશ્યકભાષ્ય', ગાથા ૧૯૬૮,૧૯૬૯ ‘असतो णत्थि पसूति होज्ज व जति होतु खरविसाणस्स । ण य सवधा विणासो सब्बुच्छेदष्पसंगातो ।। तोऽवत्थितस्स केणवि विलयो धम्मेण भवणमण्णेणं । वत्थुच्छेतो ण मतो संववहारावरोधातो ।।' સરખાવો : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ', ઢાળ ૯, કડી ૩ ‘ઘટ મુકુટ સુવર્ણહ અધિઓ, વ્યય ઉતપતિ થિતિ પેખંત રે; નિજ રૂપ હોવઇ હેમથી, દુઃખ-હર્ષ-ઉપેક્ષાવંત રે.” Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન દડાની અભિલાષા ધરાવનાર દડાની ઉત્પત્તિ જોઈને હર્ષ પામે છે, પણ સોનાનું કાયમીપણું વિચારનારને ન તો ખેદ થાય છે કે ન તો હર્ષ થાય છે. તેને તો જે છે તે કાયમ જ છે એમ વિચારી સમાન સ્થિતિ રહે છે. આ પ્રમાણે ઘટ, દડા અને સુવર્ણના અર્થને અનુક્રમે ઘટના નાશથી શોક, દડાની ઉત્પત્તિથી હર્ષ અને સુવર્ણ સુવર્ણરૂપે કાયમ હોવાથી માધ્યસ્થ્ય ભાવ રહે છે. આ લોકવ્યવહાર પ્રત્યક્ષસિદ્ધ તથા અનુભવસિદ્ધ છે અને તેથી સાબિત થાય છે કે સુવર્ણ વ્યય, ઉત્પાદ અને ધ્રૌવ્યયુક્ત છે. શોક, પ્રમોદ અને માધ્યસ્થ્ય એમ ત્રણ વિભિન્ન કાર્યો પદાર્થનાં આ ત્રણ લક્ષણોને સિદ્ધ કરે છે. સોનાનો ઘડો ભંગાવીને દડો બનાવડાવ્યો, તેમાં સોનાના ઘડાનો વ્યય થયો, સોનાના દડાનો ઉત્પાદ થયો અને સોનારૂપે સોનું ધ્રુવ રહ્યું . અહીં સુવર્ણ એ દ્રવ્ય છે. તેની સ્થિતિ કાયમ છે. ઘડારૂપે સુવર્ણનો વિનાશ એ પણ સુવર્ણમાં છે અને દડારૂપે સુવર્ણની ઉત્પત્તિ એ પણ સુવર્ણમાં છે. આમ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણે સુવર્ણમાં ઘટે છે. સુવર્ણથી કોઈ જુદું દ્રવ્ય ઉત્પાદ અને વ્યયને કરનારું નથી અને સુવર્ણ સુવર્ણરૂપે કાયમ છે માટે તે ધ્રુવ છે. સુવર્ણરૂપ મૂળ દ્રવ્ય નિત્ય છે, તે પોતાના સ્વરૂપથી પલટાતું નથી. એક પર્યાય ઉત્પન્ન થાય છે અને બીજી નષ્ટ થાય છે, પણ દ્રવ્ય ધ્રુવ રહે છે. આમ, જગતના સર્વ પદાર્થો ઉત્પાદ, વિનાશ અને ધ્રુવ સ્વભાવવાળા છે. સર્વ પદાર્થોમાં ઉત્પાદ, વિનાશ અને ધ્રૌવ્યની વ્યવસ્થા છે. જડ પદાર્થ હોય કે ચેતન પદાર્થ, પદાર્થમાત્ર ત્રયાત્મક સ્વભાવવાળો છે. ત્રણે લક્ષણો પ્રત્યેક પદાર્થમાં એકસાથે વર્તે છે. પદાર્થ ઉત્પન્ન પણ થાય છે, નષ્ટ પણ થાય છે અને સ્થિર પણ રહે છે. કોઈ પણ પદાર્થ એવો નથી કે જે મૂળ દ્રવ્યરૂપે નિત્ય ન હોય અને પર્યાયની અપેક્ષાએ ઉત્પાદવિનાશસ્વભાવી ન હોય. સર્વ પદાર્થો ઉત્પાદ-વ્યયશીલ (અનિત્ય) અને ધ્રુવ (નિત્ય) છે. આમ, કોઈ પણ પદાર્થનો કોઈ કાળે સર્વથા નાશ થાય નહીં કે કોઈ પણ પદાર્થની કોઈ કાળે સર્વથા ઉત્પત્તિ થાય નહીં, પરંતુ તે પદાર્થનું માત્ર અવસ્થાંતર થાય અને તે અવસ્થાનાં ઉત્પત્તિ-નાશ થાય એવો સિદ્ધાંત છે. જગતમાં અસ્તિત્વ ધરાવતી કોઈ પણ વસ્તુને લાગુ પડતો આ એક સર્વસામાન્ય નિયમ છે. આધુનિક વિજ્ઞાનના અભ્યાસમાં પણ આ વાત આવતી હોવાથી વિજ્ઞાનવિદ્યાના અભ્યાસીઓ આ સિદ્ધાંત બહુ સરળતાથી સમજી શકશે. મૂળભૂત તત્ત્વો તરીકે વિજ્ઞાન જેને ઓળખે છે તેને તે કાયમ ટકનારાં માને છે. વસ્તુ ટકીને પોતાના સ્વરૂપને બદલે છે, પરંતુ કોઈ પણ વસ્તુની સર્વથા ઉત્પત્તિ કે નાશ થતાં નથી એમ તેઓ માને છે. હાલના વિજ્ઞાને પુરવાર કર્યું છે કે No substance is destroyed, every substance changes its forms; અર્થાત્ કોઈ વસ્તુ નાશ પામતી નથી, દરેક Page #478 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૦ ૪૪૫ વસ્તુ માત્ર પોતાની અવસ્થાઓ બદલે છે. પદાર્થની અવસ્થાઓનો નાશ થાય છે પણ પદાર્થનો નાશ નથી થતો. વિજ્ઞાન સ્વીકારે છે કે જગતમાં જેટલા મૂળ પદાર્થો છે તેમાંથી કોઈનો ક્યારે પણ નાશ થતો નથી. સંયોગી જડ પદાર્થો વીખરાઈ જાય છે પણ તેનાં પરમાણુઓનો નાશ થતો નથી. જડ પદાર્થોની અવસ્થાઓનાં ઉત્પત્તિ-નાશમાં અન્ય દ્રવ્ય નિમિત્ત બની શકે, પણ મૂળ પદાર્થોનાં ઉત્પત્તિ-નાશ થઈ શકે નહીં. ઉપર્યુક્ત સિદ્ધાંતને ઘડાના દૃષ્ટાંતે સમજીએ. જ્યારે કુંભાર ઘડો બનાવે છે ત્યારે લોકવ્યવહારમાં એમ કહેવાય છે કે ઘડાની ઉત્પત્તિ થઈ. પરંતુ કોઈ પણ પદાર્થની મૂળરૂપે કદાપિ ઉત્પત્તિ થતી નથી, કેવળ રૂપાંતર થાય છે. તેથી વિદ્યમાન સવસ્તુ એવી માટીની ઘટાકારે ઉત્પત્તિ થઈ. ઘડારૂપે માટીની ઉત્પત્તિ થઈ, પરંતુ માટીરૂપ દ્રવ્ય તો પહેલાં પણ હતું જ. માટીને કોઈએ બનાવી નથી, તે પરમાણુરૂપે હતી જ. માટીના પિંડમાંથી ઘડો બન્યો, અર્થાત્ માટીનાં પરમાણુઓની પિંડરૂપ અવસ્થા હતી તે હવે ઘડારૂપ થઈ. એ જ ઘડો ફૂટી જાય ત્યારે તેનાં ઠીકરાં થાય છે, તેથી એમ કહેવાય છે કે ઘડાનો નાશ થયો; પરંતુ વાસ્તવિક રીતે જોતાં માટીના ઘડારૂપ અવસ્થાનો નાશ થયો, માટીરૂપ દ્રવ્યનો નાશ થયો નથી, કેમ કે માટી ઠીકરાંરૂપે તો રહી જ છે. વળી, તે ઠીકરાંનો ભૂકો થતાં ઠીકરાંરૂપ અવસ્થાનો નાશ થાય છે, પણ ભૂકારૂપે માટીનાં રજકણો રહે છે. માટીનો નાશ નથી થયો. ભૂકાને બારીકમાં બારીક કરવામાં આવે અને તે વાતાવરણમાં ફેલાઈ જાય ત્યારે પણ ભૂકાની ચૂળ અવસ્થાનો જ નાશ થાય છે, પરંતુ ભૂકાનાં સૂક્ષ્મ રજકણરૂપે માટીનાં પરમાણુઓ કાયમ રહે છે, તેમાંનું એક પણ પરમાણુ નાશ પામતું નથી. ઘટની ઉત્પત્તિ અને ઘટના વિનાશનો અર્થ એમ થાય છે કે માટી દ્રવ્યનો એક આકારમાંથી બીજો આકાર બન્યો. માટી દ્રવ્ય પહેલાં અમુક આકારે હતું, તે આકાર બદલાઈને બીજો આકાર થયો. એક આકારની ઉત્પત્તિ થઈ અને બીજા આકારનો નાશ થયો. માટી દ્રવ્ય પિંડાકારે હતું, તે ઘટાકાર થાય ત્યારે ઘટોત્પત્તિ થઈ એમ કહેવામાં આવે છે અને ઘટાકારને છોડી ઠીકરાંના આકારમાં આવે તેને ઘટનો વિનાશ કહેવામાં આવે છે. વાસ્તવમાં જેમ કોઈ પદાર્થ ઉત્પન્ન થતો નથી, તેમ કોઈ પદાર્થ નષ્ટ પણ થતો નથી. ઘડારૂપ આકારનો વિનાશ થઈ શકે છે, પણ મૂળ દ્રવ્ય એવા માટીનાં પરમાણુઓનો નાશ થતો નથી. પદાર્થનું પરિવર્તન થઈ શકે છે, પણ તેનો ક્યારે પણ સર્વથા નાશ થતો નથી. વિનાશના બે પ્રકાર છે. એક છે રૂપાંતર પરિણામરૂપ વિનાશ અને બીજો છે અર્થાતરગમનરૂપ વિનાશ. પદાર્થોમાં ક્ષણે ક્ષણે થતાં પરિવર્તનો એ રૂપાંતર પરિણામરૂપ વિનાશ છે. ઘડામાં ઘડારૂપે કાયમ રહીને થતો ફેરફાર તે રૂપાંતર પરિણામ છે. તેમાં Page #479 -------------------------------------------------------------------------- ________________ ४४६ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વસ્તુ તેની તે જ રહે છે એવું સ્પષ્ટ જણાય છે. જ્યાં રૂપાંતર પરિણામ છે ત્યાં આ તે જ વસ્તુ છે એવું ભાન થવું શક્ય છે, પણ અર્થાતરગમનરૂપ વિનાશમાં એ શક્ય નથી. જ્યારે ઘડો ફૂટી જાય છે અને માટીરૂપે પરિણત થઈ જાય છે ત્યારે તે અર્થાતરગમનરૂપ વિનાશ છે. આમાં ઘડો ઘડારૂપે ન રહેતાં, ઠીકરાંરૂપે કે માટીરૂપે થતો હોવાથી વસ્તુ તેની તે જ છે એવું સ્પષ્ટ જણાતું નથી. આ રીતે રૂપાંતર પરિણામરૂપ વિનાશ અને અર્થાતરગમનરૂપ વિનાશ એમ બે પ્રકારના વિનાશ છે; પરંતુ કોઈ પણ વિનાશમાં દ્રવ્યનો સદંતર વિનાશ થતો નથી. આમ, પરિવર્તન એ પ્રત્યેક વસ્તુનો સ્વભાવ હોવાથી પરમાણુઓની જુદી જુદી અવસ્થાઓનાં ઉત્પત્તિ અને લય થતાં રહે છે, પરંતુ મૂળ પરમાણુઓનાં ઉત્પત્તિ કે નાશ થતાં નથી. મૂળ પરમાણુઓમાં ક્યારે પણ વધ-ઘટ થતી નથી. જેટલા પરમાણુઓ છે તેમાં એક પણ વધારે કે એક પણ ઓછો થતો નથી. મૂળ પરમાણુઓ જેટલાં છે તેટલાં જ ત્રિકાળ રહે છે. તેની જુદી જુદી રીતે ગોઠવણી થવાથી જુદા જુદા પદાર્થો બને છે. દા.ત. ૧, ૨ અને ૩ના આંકડા લઈએ તો તેમાંથી ૧૨૩, ૧૩૨, ૨૧૩, ૨૩૧, ૩૧૨ વગેરે સંખ્યા બનાવી શકાય છે. તેમાં મૂળ આંક એ જ અને એટલા જ રહે છે, પરંતુ તેની વચ્ચેની ગોઠવણી ફેરવવાથી જુદી જુદી સંખ્યા થાય છે. તેવી રીતે મૂળ પરમાણુઓના અંદર અંદરના વિવિધ પ્રકારના સંયોગથી નવા નવા પદાર્થો ઊપજે છે. તે સંયોગ છૂટા પડતાં તે પદાર્થો નાશ પામે છે. પરમાણુઓના વિયોગથી પદાર્થ નષ્ટ થાય છે એમ કહેવાય છે, પણ મૂળ દ્રવ્ય તે ને તે જ હોય છે. સર્વ મૂળ દ્રવ્યો સદા - સર્વદા અવસ્થિત છે. એ જેટલાં છે તેટલાં સદા - સર્વદા રહે છે. કોઈ પણ તેનામાં વૃદ્ધિ કે હાનિ કરી શકતું નથી. એક પણ દ્રવ્ય વધતું નથી કે ઓછું થતું નથી, છતાં વિશ્વમાં વૃદ્ધિ-હાનિ થતી સ્પષ્ટ દેખાય છે. આજે જોયલું કાલે જોવા મળતું નથી અને આજે નહીં જોયેલું કાલે નજરે પડે છે; એ સર્વ પરિવર્તન માત્ર છે. સંયોગ-વિયોગના કારણે એ સર્વ થાય છે. જગતમાં અનેક આકારો થયા કરે છે. એક ઊપજે છે અને બીજો વિલય પામે છે. પદાર્થમાત્રમાં પ્રતિસમય પરિવર્તન ચાલ્યા કરે છે. સમયે સમયે થતાં પરિવર્તન તરફ જો દૃષ્ટિ કરવામાં આવે તો સર્વ પદાર્થ ઉત્પત્તિશીલ અને વિનાશમય જણાય, પણ જો એ વાતને એકાંતે પકડી રાખવામાં આવે તો પદાર્થમાત્રમાં જે સ્થાયી તત્ત્વ છે તેનાથી વંચિત રહેવાય. તેથી એકાંતદષ્ટિ છોડી પદાર્થમાં રહેલા સ્થાયી તત્ત્વને પણ જાણવું જોઈએ. વસ્તુમાં થતા પરિવર્તનનું કારણ દ્રવ્યત્વ ગુણ છે અને વસ્તુની સ્થિરતાનું કારણ અસ્તિત્વ ગુણ છે. વસ્તુમાં રહેલા દ્રવ્યત્વ ગુણના કારણે વસ્તુની અવસ્થાઓ નિત્ય બદલાતી રહે છે. પ્રતિસમયે પર્યાયની ઉત્પત્તિ અને નાશ થાય છે. વસ્તુમાં રહેલા Page #480 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭) ४४७ અસ્તિત્વ ગુણના કારણે તે વસ્તુનો કદી પણ નાશ થતો નથી. અસ્તિત્વ એટલે હોવાપણું, હયાતી, વિદ્યમાનતા. જે ગુણના કારણે દ્રવ્યની વિદ્યમાનતા છે તેને અસ્તિત્વ ગુણ કહેવામાં આવે છે. અસ્તિત્વને ખેંચી લેવામાં આવે તો કાંઈ બાકી ન રહે, તેથી જ દ્રવ્યનું મૂળ લક્ષણ પૂછવામાં આવે ત્યારે અસ્તિત્વ ગુણને દ્રવ્યના મૂળભૂત લક્ષણ તરીકે કહેવામાં આવે છે. દ્રવ્યબંધારણમાં અસ્તિત્વ ગુણનું ખૂબ મહત્ત્વ છે. તેના કારણે કોઈ પણ વસ્તુનો નાશ સંભવિત નથી. આથી એમ સિદ્ધ થાય છે કે વસ્તુની અવસ્થા ઊપજે છે અને બદલાય છે, પણ વસ્તુનાં સર્વથા ઉત્પત્તિ કે નાશ થતાં નથી. વસ્તુ સમયે સમયે બદલાતી હોવા છતાં ત્રિકાળ ટકે છે. સમયે સમયે પર્યાયનો ઉત્પાદ-વ્યય થવા છતાં જગતના સર્વ પદાર્થોની ત્રિકાલિક સત્તા છે. - હવે જો દરેક વસ્તુનો સ્વભાવ જ આવો છે, અર્થાત્ વસ્તુમાત્ર અનુત્પન્ન અને અવિનાશી છે તો આત્મા પણ એક વસ્તુ છે અને તેથી આત્મા પણ અનુત્પન અને અવિનાશી છે. આત્માની ઉત્પત્તિ કે આત્માનો નાશ હોઈ શકે નહીં. જે નિયમ સર્વ વસ્તુને લાગુ પડે છે, તે નિયમ આત્મવસ્તુને પણ લાગુ પડે જ છે, તેથી આત્માની ઉત્પત્તિ કે નાશ ક્યારે પણ સંભવતાં નથી. જો કે સંસારી જીવ નર-નારકાદિરૂપે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, પણ દ્રવ્યથી તે નિત્ય છે. દ્રવ્યાર્થિક નયથી આત્મા નિત્ય છે, પર્યાયાર્થિક નયથી તે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. આત્મા પર્યાયે પલટાય છે અને દ્રવ્યસ્વભાવે નિત્ય છે. આચાર્યશ્રી યોગીન્દુદેવ ‘પરમાત્મપ્રકાશ' માં જણાવે છે કે કોઈથી આ આત્મા ઉત્પન્ન થયો નથી અને આત્મા વડે પણ કોઈ દ્રવ્ય ઉત્પન કરાયું નથી. દ્રવ્ય સ્વભાવથી નિત્ય છે અને પર્યાયભાવથી નાશ પામે છે. ૧ આત્મા કોઈથી ઊપજ્યો નથી અને આત્મા દ્વારા કંઈ ઊપજ્યું નથી. આત્મા ઉત્પન્ન થતો નથી તથા પોતે કશાને ઉત્પન્ન પણ કરતો નથી. જેમ આત્માની ઉત્પત્તિ માટે છે, તેમ તેના નાશ માટે પણ છે. આત્મા કશાથી ઉત્પન્ન થતો નથી તેમ કશાથી નાશ પણ પામતો નથી. આત્મા અવિનાશી છે. જો એમ કહેવામાં આવે કે આત્માનો અવસ્થાંતરરૂપ નાશ થાય છે તો તે શેમાં ભળે છે અથવા તે કેવા પ્રકારનું અવDાંતર પામે છે તે તપાસવા યોગ્ય છે, શોધવા યોગ્ય છે. આ વિષે શ્રી કાનજીસ્વામી કહે છે – ચેતનની કોઈ અવસ્થા પુદ્ગલરૂપે પરમાણુની અવસ્થારૂપે થવા યોગ્ય છે કે કેમ, તેની તપાસ કર. જે ચૈતન્યમૂર્તિ, જ્ઞાતા, અરૂપી છે, તેનું સત્ વસ્તુપણું પલટીને ૧- જુઓ : આચાર્યશ્રી યોગીન્દુદેવકૃત, ‘પરમાત્મપ્રકાશ, અધિકાર ૧, શ્લોક પ૬ 'आत्मा जनितः केन नापि आत्मना जनितं न किमपि । द्रव्यस्वभावेन नित्यं मन्यस्व पर्यायः विनश्यति भवति ।।' Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જડરૂપીપણું પામી જતું હોય તો તેની તપાસ કર.' | ’૧ જેમ માટીમાંથી ઘડો થાય છે અને ઘડો ફૂટતાં પુનઃ તે માટીનાં પરમાણુમાં ભળી જાય છે, તેમ આત્મા અવસ્થાંતરરૂપ નાશ પામ્યા પછી શેમાં ભળે છે તે વિચારવા યોગ્ય છે. વિચારતાં સમજાય છે કે ઘડાનાં પરમાણુઓ જેમ પરમાણુસમૂહમાં ભળ્યાં, તેમ આત્મા કોઈ વસ્તુમાં નહીં ભળવા યોગ્ય, બીજા સ્વરૂપે અવસ્થાંતર નહીં પામવા યોગ્ય છે. અવસ્થાંતર પામવા છતાં આત્મા ક્યારે પણ નિજ જાતિનો ત્યાગ કરતો નથી. વિચાર કરતાં એમ સ્પષ્ટ નિર્ધાર થાય છે કે ઘડો ફૂટી જઈ ક્રમે કરી પરમાણુરૂપ રહે છે, કારણ કે ઘડો એ કંઈ સ્વતંત્ર દ્રવ્ય નથી, પરંતુ અનંત પુદ્ગલપરમાણુઓના સંયોગથી બનેલો એક પદાર્થ છે; જ્યારે આત્મા તો અસંયોગી, સ્વતંત્ર, ચૈતન્યમય પદાર્થ છે, તેથી તે ક્યારે પણ નાશ પામીને કોઈ પદાર્થમાં ભળતો નથી. તે ક્યારે પણ પરસ્વરૂપે અવસ્થાંતર પામતો નથી. જેમ ઘડાનું અંતિમ પરિણામ પરમાણુ છે, અર્થાત્ ઘડાનો અવસ્થાંતરરૂપ નાશ થતાં તે પરમાણુરૂપ સ્થિતિમાં રહે છે; તેમ ચેતનના અંતિમ પરિણામની વિચારણા કરતાં જણાય છે કે આત્મા એક અસંયોગી પદાર્થ હોવાથી તેનું કોઈ અંતિમ પરિણામ છે જ નહીં. બીજા આત્મામાં કે જડ તત્ત્વમાં ભળી જઈ તે નાશ પામતો નથી. અનંત કાળથી ચોર્યાસી લાખ યોનિઓમાં તેનું અવસ્થાંતર થવા છતાં તે નિત્ય રહે છે. સંસારી આત્માને નર-નારકાદિ પર્યાય હોય છે, પરંતુ ચાર ગતિનાં શરીર ધારણ કરવા છતાં, રૂપાંતર પામવા છતાં તે સદા આત્મારૂપ જ રહે છે. વસ્તુરૂપે આત્માનો નાશ ક્યારે પણ થતો નથી. સંસારમાં પદાર્થોના ઉત્પાદ અને વિનાશ થતાં જોવામાં આવે છે, પરંતુ તે માત્ર અવસ્થાંતર છે. આ દૃષ્ટિએ આત્મા પણ જુદા જુદા દેહ ધારણ કરી જુદા જુદા ભવ કરે છે, તેથી તેને આ દૃષ્ટિએ અનિત્ય કહેવામાં વિરોધ નથી; પરંતુ આત્મા સર્વથા અનિત્ય નથી. જીવનું શરીર પલટાતું રહે છે, પણ જીવ પોતે એ ને એ જ રહે છે. તે તો સદા શાશ્વત છે. આત્મા ત્રિકાળી નિત્ય છે. તેના અસંખ્યાત પ્રદેશમાંથી એક પ્રદેશ પણ ન્યૂનાધિક થતો નથી. આત્મા અસંખ્યાત પ્રદેશોનો એક અખંડ પિંડ છે. આત્માને માત્ર પર્યાયથી અનિત્ય ન માનતાં એકાંતે અનિત્ય માનવામાં આવે તો તે પક્ષમાં ઘણા દૂષણો આવે છે. આત્માને એકાંત અનિત્ય માનનારના પક્ષમાં સુખદુ:ખનો ભોગ, બંધ-મોક્ષ, સ્મરણ આદિ કાંઈ પણ ઘટી શકતું નથી. જો આત્માનાં ક્ષણે ક્ષણે ઉત્પત્તિ-નાશ થતાં હોય તો પછી ધર્મ, અધર્મ, પુણ્ય, પાપ વગેરેનાં ફળ ભોગવનાર જગતમાં કોઈ રહે નહીં; પણ આ વાત પ્રમાણથી વિરુદ્ધ ૧- શ્રી કાનજીસ્વામી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૨૨૨ Page #482 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૦ ४४८ છે, કેમ કે જગતમાં કોઈ સુખી, કોઈ દુઃખી, કોઈ શ્રીમંત, કોઈ ગરીબ વગેરે અનેકવિધ વિચિત્રતાઓ પ્રત્યક્ષ જોવા મળે છે. આ સર્વ જીવનાં સ્વકૃત કર્મનું જ ફળ છે. દરેક જીવ પૂર્વે કરેલાં કર્મના ફળ હમણાં ભોગવે છે અને હમણાં જે કર્મ કરે છે તેનાં ફળ ભવિષ્યમાં ભોગવશે. પરંતુ ક્ષણિક એકાંતપક્ષને જો માનવામાં આવે તો કર્મ કરનાર અન્ય, ફળ ભોગવનાર અન્ય, મોક્ષ માટે પ્રયાસ કરનાર અન્ય અને મોક્ષ મેળવનાર અન્ય ઠરે છે. જો એમ ન માનવામાં આવે અને અન્વય માનવામાં આવે તો ક્ષણિકતાનો સિદ્ધાંત ટકી શકતો નથી. આત્માને સર્વથા ક્ષણિક માનવામાં પ્રત્યભિજ્ઞાન (આ એ જ છે કે જેને મેં પહેલાં જોયું હતું એ પ્રકારનું જ્ઞાન) થઈ શકતું નથી. ‘આ તે જ છે' એવું જ્ઞાન થવા માટે વસ્તુ અને તેને પૂર્વે જોનાર બન્નેની આવશ્યકતા રહે છે, તેથી ક્ષણિક એકાંતપક્ષમાં પ્રત્યભિજ્ઞાન કે સ્મરણ ઘટતું નથી, સ્મરણનો સ્વીકાર કરવામાં આવે તો ક્ષણિકતાનો સિદ્ધાંત ટકતો નથી. આમ, એકાંત અનિત્ય આત્મા માનવામાં આવે તો તેમાં સુખ-દુઃખ, બંધ-મોક્ષ આદિ વ્યવસ્થા ઘટી શકતી નથી, કારણ કે અખંડ એક વસ્તુ વિના પરિણમન કોનું થશે? અને તથારૂપ પરિણમન વિના આત્મગુણવિકાસરૂપ માર્ગ પણ કોને પ્રાપ્ત થશે? જેમ એકાંત અનિત્ય પક્ષમાં દૂષણો આવે છે, તેમ એકાંત નિત્ય પક્ષમાં પણ અનેક દૂષણો આવે છે. જો આત્માને એકાંત નિત્ય માની તેનું પરિણમન માનવામાં ન આવે તો આત્મા સદા એકસરખો રહેશે, તેમાં અવસ્થાભેદ નહીં થઈ શકે. આત્માને પરિણામી, ફેરફાર પામવાના સ્વભાવવાળો માનવામાં ન આવે તો તેને સુખ-દુઃખ, પુણ્ય-પાપ કે બંધ-મોક્ષ કદી પણ ઘટી શકે નહીં. એકાંત નિત્યવાદીઓ આત્માને કૂટસ્થ નિત્ય માને છે. ફૂટસ્થ નિત્યવાદીના મત અનુસાર આત્માને કર્તુત્વ, ભોસ્તૃત્વ આદિ કાંઈ પણ ઘટી શકતું નથી. જ્ઞાન-ઇચ્છાદિનો જીવની સાથે સંબંધ તે જીવનું કર્તુત્વ છે, સુખ-દુ:ખાદિનો સંબંધ છે જીવનું ભોફ્તત્વ છે અને શરીર, ઇન્દ્રિયાદિનો સંબંધ છે જીવનાં જન્મ, મરણ આદિ છે. આત્માને એકાંત નિત્ય માનવાથી આત્માની સાથે આવો એક પણ સંબંધ ઘટી શકે તેમ નથી. જો આત્માને એકાંત નિત્ય માનવામાં આવે તો આત્મામાં કર્તુત્વ અને ભોસ્તૃત્વ ઘટી શકતાં નથી, તો પછી પરલોકની તો વાત જ ક્યાં રહી? આત્માને એકાંત નિત્ય માનવામાં આવે તો તેમાં કર્તુત્વ ન ઘટી શકે અને તે કર્તા ન હોવા છતાં જો તેમાં પરલોક ઘટી શકતો હોય તો સિદ્ધાત્માનો પણ પરલોક થવો જોઈએ, કારણ કે તે પણ કર્તા નથી. ભોક્તાપણું ન હોય તો પછી પરલોક માનવો જ વ્યર્થ છે, કારણ કે પરલોકમાં જો આત્માને કર્મનું ફળ ભોગવવાનું જ ન હોય તો પછી પરલોકની આવશ્યકતા શી? Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪પ૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન જો સર્વથા અપરિણામી - કૂટસ્થ નિત્ય આત્મા માનવામાં આવે તો તેમાં બંધમોક્ષાદિ વ્યવસ્થા નથી ઘટતી, કારણ કે અવસ્થાંતરના અભાવે કાં તો ભવ અને કાં તો મોક્ષ એ બેમાંથી એક જ અવસ્થા રહેશે. એકાંત નિત્ય આત્મા સદા એકરૂપે હોવાથી આત્મામાં સર્વદા બંધ અથવા તો સર્વદા મોક્ષ જ રહેશે. આત્માને એકાંત નિત્ય અને અપરિણામી માનવામાં આવે તો આત્માનો સર્વદા બંધ રહેવો જોઈએ અથવા સર્વદા મોક્ષ જ રહેવો જોઈએ. બંધનું કારણ આત્માનાં હિંસાદિને વિષે કરવા-કરાવવાઅનુમોદવારૂપ પરિણામ અને મોક્ષનું કારણ હિંસાદિની વિરતિને વિષે કરવા-કરાવવાઅનુમોદવારૂપ પરિણામ છે, તો નિત્ય પક્ષમાં આ રીતે હિંસા-અહિંસાદિની પરિણતિનો ભેદ કઈ રીતે ઘટે? આમ, આત્માને એકાંત નિત્ય માનવામાં આવે તો ગુણોનું પરિણમન થશે જ નહીં. કોઈ પણ ગુણનું કાર્ય નહીં થઈ શકે. આત્માને કૂટસ્થ નિત્ય માનતાં તેમાં કોઈ ક્રિયા નહીં થઈ શકે. ક્રિયાના અભાવમાં પુણ્યફળ, પાપફળ, બંધ, મોક્ષ આદિ વ્યવસ્થા પણ નહીં બની શકે. આત્મદ્રવ્યમાં પરિણમન ન માનવામાં આવે, તેને સદા એકસરખું જ માનવામાં આવે તો પુણ્ય-પાપનું કાંઈ પણ ફળ બની શકે નહીં અને મોક્ષ માટેના પણ સર્વ પ્રયત્ન વ્યર્થ ઠરે. મોક્ષમાર્ગ નિષ્ફળ થઈ જાય. આ રીતે એકાંત નિત્ય પક્ષમાં અનેક દૂષણો આવે છે. સર્વથા નિત્ય પક્ષમાં અને સર્વથા અનિત્ય પક્ષમાં આવતા દોષ બતાવતાં પંડિત શ્રી રાજમલજી “પંચાધ્યાયી'માં લખે છે કે સ્પષ્ટ અર્થ એ છે કે સતુને જો સર્વથા નિત્ય જ માની લેવામાં આવે તો કારણ અને કાર્ય બને બની જ શકતાં નથી, વિક્રિયાનો અભાવ હોવાથી કાર્યસિદ્ધિ જ થઈ નથી શકતી; અને સતુને જો સર્વથા અનિત્ય જ માની લેવામાં આવે તો તે ક્ષણિક ઠરશે અને ક્ષણિક હોવાથી તેમાં ન તો ક્રિયાનું ફળ હોઈ શકે અને ન કારણપણું આવી શકે. ૧ આમ, કેટલાક આત્માને એકાંતે નિત્ય અને કેટલાક આત્માને એકાંતે અનિત્ય માને છે, પણ તે બન્ને દૃષ્ટિ સાચી નથી. એકાંત નિત્ય કે એકાંત અનિત્ય બને માન્યતા મિથ્યા છે. એકાંત નિત્ય પક્ષ અને એકાંત અનિત્ય પક્ષ, બન્ને યુક્તિવિરુદ્ધ છે. તેમાં અનેક બાધાઓ આવે છે. નિત્ય કે અનિત્ય કોઈ પણ એકાંતવાદમાં બંધ-મોક્ષાદિ ૧- જુઓ : પંડિત શ્રી રાજમલજીકૃત, પંચાધ્યાયી', પૂર્વાર્ધ, શ્લોક ૩૧૫,૩૧૬ 'अयमों यदि नित्यं सर्वं सत् सर्वथेति किल पक्षः । न तथा कारणकार्ये कारकसिद्धिस्तु विक्रियाभावात् ।। यदि वा सदनित्यं स्यात्सर्बस्वं सर्वथेति किल वक्षः । न तथा क्षणिकत्वादिह क्रियाफलं कारकाणि तत्त्वं च ।।' Page #484 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭) ૪૫૧ વ્યવસ્થા ઘટતી નથી અને લોકવ્યવહાર પણ ઘટી શકતો નથી. કેવળ અનેકાંત સિદ્ધાંતમાં જ સર્વ વ્યવહાર ઘટે છે અને અવિકલ એવી સકલ બંધ-મોક્ષવ્યવસ્થા ઘટે છે; માટે અનેકાંત જ પ્રમાણભૂત છે. આત્મા એકાંત નિત્ય કે એકાંત અનિત્ય નહીં પણ પરિણામી નિત્ય છે એમ સિદ્ધ થાય છે. એકાંતવાદીઓ કહે છે કે નિત્ય ધર્મ અને અનિત્ય ધર્મ પરસ્પર વિરોધી છે, તેથી તે બન્ને એક દ્રવ્યમાં હોઈ શકે નહીં. પરંતુ નિત્ય અને અનિત્ય ધર્મ એકસાથે એકમાં ન રહી શકે એવી ભૂલભરેલી માન્યતા જ્યાં સુધી હોય ત્યાં સુધી આત્માનું નિત્યાનિત્ય સ્વરૂપ સમજાશે નહીં. અને કાંતનો આશ્રય લેતા સમજાશે કે બન્નેમાં વિરોધ નથી. આત્મા પરિણામી ભાવે અનિત્ય છે તથા તે પોતાના અનંત સ્વગુણની સત્તાને મૂળથી ત્રણે કાળે પણ ત્યજતો ન હોવાથી નિત્ય પણ છે. આમ માનવામાં કોઈ વિરોધ આવતો નથી. એ તત્ત્વતઃ અવિરુદ્ધ છે. આત્માનું સ્વરૂપ એ કાંતે નિત્ય કે એકાંતે અનિત્ય નથી. આત્મા નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. ચૈતન્યસ્વરૂપી આત્મા નિત્યાનિત્ય છે. આત્મા દ્રવ્યથી ત્રિકાળ નિત્ય છે, તેમજ પરિણમનસ્વરૂપે અનિત્ય પણ છે; અર્થાત્ આત્મા પરિણમન કરનારો એવો પરિણામી નિત્ય છે. આત્મા પર્યાયયુક્ત છે. પર્યાય વિના આત્મા હોતો નથી. આત્મા સદા પર્યાય સહિત હોય છે. આત્મા જ્ઞાન-દર્શનાત્મક ઉપયોગરૂપ અનંત પર્યાયવાળો છે. આત્માની પર્યાયો બદલાય છે. આત્મા ક્ષણે ક્ષણે પોતાની અવસ્થા બદલે છે. આત્મામાં ક્રમે ક્રમે અવસ્થાઓ થયા કરે છે. આત્માનું એક પરિણામ નાશ પામે છે, બીજું પરિણામ ઊપજે છે, પણ દ્રવ્યપણે તો તે ધ્રુવ જ રહે છે. આત્મા સમયે સમયે બદલાય છે, છતાં સ્વભાવ એ ને એ જ રહે છે. આત્મા આવો પરિણામી નિત્ય છે. આત્મા દ્રવ્ય નિત્ય છે, માત્ર તેની પર્યાયો પલટાયા કરે છે. તે માત્ર પોતાની અવસ્થા બદલે છે. અવસ્થાનો નાશ થાય છે, પણ આત્મા નાશ પામતો નથી. આત્મા નાશવંત નહીં પણ કાયમ ટકનાર તત્ત્વ છે. આત્મા એક શાશ્વત ચેતનતત્ત્વ છે. આત્મા ત્રિકાળવર્તી દ્રવ્ય છે. તેની સ્થિતિ સૈકાલિક છે. તેની અતીત, વર્તમાન અને અનાગત કાળે સ્થિતિ છે. અનંત જ્ઞાનાદિ ગુણોથી યુક્ત એવો આત્મા આત્મતત્ત્વસ્વરૂપે કોઈ પણ કાળે, કોઈનાથી કે કોઈ પણ સંયોગથી ઉત્પન્ન થયેલો નહીં હોવાથી અને કશાથી પણ વિનાશ પામતો ન હોવાથી અનાદિ-અનંત છે. ચૈતન્યસ્વરૂપી પ્રત્યેક આત્મતત્ત્વનું કોઈ પણ કારણથી, કોઈ પણ કાળે મૂળથી ઉત્પન્ન થવાપણું કે નાશ થવાપણું ન હોવાથી જન્મ, જીવન, મરણાદિ ભાવમાં પણ પ્રત્યેક આત્મા સ્વગુણ સત્તાએ નિત્ય છે. આત્મા પરમ ધ્રુવ પદાર્થ છે, પરંતુ જીવ ભાંતિથી સ્થિર, નિત્ય, ધ્રુવ એવા આત્માને અસ્થિર, Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૫ર શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન અનિત્ય, અધુવ જાણે છે. આમ, આ ગાથામાં શ્રીમદ્ જણાવે છે કે વિશ્વમાં જેટલા પદાર્થો છે તેમાંથી કોઈનો સર્વથા નાશ થતો નથી, તેનું કેવળ પરિવર્તન થાય છે. કોઈ પણ પદાર્થનો કોઈ પણ કાળે સંપૂર્ણ નાશ થતો નથી. ત્રિકાળી સસ્વરૂપ વસ્તુ અનુત્પન્ન અને અવિનાશી હોય છે. જો ચેતનને નાશ પામતું માનવામાં આવે તો તે શેમાં ભળે છે તેની તપાસ કરવા યોગ્ય છે. તે શોધતાં સમજાય છે કે ચેતન કોઈમાં ભળતું નથી, તે ક્યારે પણ નાશ પામતું નથી. ચેતનનો નાશ થયો એમ કહેવામાં આવે છે, તોપણ તેનો સમૂળગો નાશ થયો એમ તો કહી શકાય જ નહીં, માત્ર અવસ્થાના પરિવર્તનરૂપ નાશ થાય છે એમ કહી શકાય અને તે અવસ્થાંતર પણ કદાપિ પરરૂપે થતું નથી, માત્ર આત્મારૂપે જ થાય છે; માટે આત્મા નિત્ય પદાર્થ છે. આવી અત્યંત સરળ રીતે શ્રીમદે સિદ્ધ કર્યું છે કે આત્માનું અસ્તિત્વ નિત્યત્વરૂપ છે. આત્મા છે અને તે નિત્ય છે. તેનું અસ્તિત્વ ક્ષણવર્તી નથી. તે ત્રિકાળવર્તી નિત્ય પદાર્થ છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘ક્યારે કોઈ વસ્તુનો, દીઠો થયો વિનાશ; જાણ્યો પણ કદીયે નહીં, ઊંડી કરી તપાસ. માટે સત્ય પદાર્થનો, કેવળ હોય ન નાશ; અનુત્પન આ આત્મા, સ્વભાવથી અવિનાશ. પુદ્ગલ સ્કંધ મળે ટળે, પુદ્ગલ પ્રદેશ માંહિ; ચેતન પામે નાશ તો, શૂન્ય વિના નહિ કાંઈ. શૂન્યને પણ જે જાણતો, તે તો ચેતન ખાસ; તે નાશીને ક્યાં જઈ, કેમાં ભળે તપાસ.'' ૧- રાજત થી અંબાલાલભાઈ', પૃ.૨૩ ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૩૧ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ, ગાથા ૨૭૭-૨૮૦) Page #486 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૨ પ્રકરણ - ૭ તૃતીય પદ - “આત્મા કર્મનો કર્તા છે” (ગાથા ૭૧ - ૭૮) Page #487 -------------------------------------------------------------------------- ________________ Page #488 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૭૧ १ ५ . , 3x H : १५५० २१८ २५.५i, 3.५५ Page #489 -------------------------------------------------------------------------- ________________ Page #490 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૭૧ - શ્રીગુરુના નિર્મળ અંતરમાંથી વહેતા વચનામૃતના પવિત્ર ઝરણામાં ડૂબકી ભૂમિકા [2] મારતાં શિષ્યના સંશયો ટળતા જાય છે અને તેને આત્મતત્ત્વનો સમ્યક નિર્ણય થતો જાય છે. શ્રીગુરુએ કરેલા સચોટ સમાધાનથી શિષ્યને આત્માના અસ્તિત્વ તથા નિત્યત્વ સંબંધી સર્વ શંકાઓનું સાંગોપાંગ નિરાકરણ થયું અને આત્મા છે' તથા આત્મા નિત્ય છે' એવાં બે સ્થાનકોની તેને દઢ પ્રતીતિ થઈ. હવે સમ્યગ્દર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનકરૂપ છ પદોમાંનું ત્રીજું પદ ‘આત્મા કર્તા છે', એ વિષે શિષ્ય પોતાની મૂંઝવણ વ્યક્ત કરે છે. આત્મા દ્રવ્યથી નિત્ય છે અને તેની પર્યાય પલટાય છે એ વાત આત્માનાં પ્રથમ બે પદનો નિશ્ચય થવાથી શિષ્યને તે સત્ય જણાય છે. દેહના રહણ-ત્યાગરૂપ સ્થૂળ પર્યાય અને આત્માની ક્રોધાદિ દશારૂપ સૂક્ષ્મ પર્યાય, એમ પર્યાયના બને ભેદોને પણ તેણે નિઃસંદેહપણે સમજી લીધા છે. આટલું જાણ્યા પછી જિજ્ઞાસુ શિષ્યની સુવિચારશ્રેણી વિકાસ પામતાં તે વિચારે છે કે દરેક જીવ નિરંતર જન્મ-મરણ દ્વારા નવા નવા દેહ ધારણ કરે છે. અને છોડે છે, તેનું કારણ શું હશે? દેહના આકારોમાં અનેક પ્રકારની ભિન્નતા જોવા મળે છે, સર્વ પ્રાણીને મળતાં સુખ-દુઃખનાં સંયોગ, માત્રા, પ્રકારાદિમાં વિવિધતા જોવા મળે છે તથા સંસારમાં ભાતભાતની વિચિત્રતાઓ જોવા મળે છે - આ સર્વનું કારણ શું? સર્વ આર્ય દર્શન કહે છે તેમ, જો આનું કારણ કર્મ હોય તો તે કર્મનો કર્તા કોણ? સતુના નિર્ણયમાં આગળ વધવાની ઉત્કૃષ્ટ અભિલાષાનું ભાથું લઈને નીકળેલો શિષ્ય, મૂંઝવણ પામતો હોવાથી અહીં અટકે છે. આ પ્રશ્ન ઉપર જેમ જેમ તે ચિંતન કરતો જાય છે, તેમ તેમ જુદા જુદા વિકલ્પોના વમળમાં તે ફસાતો જાય છે. તીવ્ર મંથન કર્યા પછી પણ જ્યારે તેને સમાધાન સાંપડતું નથી ત્યારે તે પોતાની મૂંઝવણના સમાધાન અર્થે શ્રીગુરુ તરફ વળે છે. આત્માના કર્તુત્વના વિષય માટે શ્રીમદે આઠ ગાથાઓ (૭૧-૭૮)ની રચના કરી છે. તેમાં પ્રથમ ત્રણ ગાથાઓ(૭૧-૭૩)માં વિનીત શિષ્ય આત્માના કર્તુત્વરૂપ ત્રીજા પદ વિષે પોતાની શંકાઓ રજૂ કરે છે. અહીં શિષ્ય “આત્મા કર્મનો કર્તા નથી' એમ જણાવવા માટે જે દલીલો કરે છે, તેમાં સાંખ્ય, ન્યાય વગેરે દર્શનોની છાયા સ્પષ્ટપણે જણાય છે. શ્રીમદે આત્માના કર્તુત્વને નહીં સ્વીકારનારાં એવાં દર્શનોની પ્રચલિત દલીલ, Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તે દર્શનોનાં નામ લીધા વિના શિષ્યની જિજ્ઞાસારૂપે મૂકી છે અને તે પછી શ્રીગુરુના મુખે તે દલીલોનું સમાધાન પાંચ ગાથાઓ (૭૪-૭૮)માં આપ્યું છે. તેમાં શિષ્યની શંકાનું અયથાર્થપણું બતાવી, આત્માનું શ્રેય થાય તે માટે આત્માના કર્મકર્તુત્વને સિદ્ધ કરી આપ્યું છે. પ્રસિદ્ધ દર્શનો તથા મતોના પ્રભાવથી ઉત્પન્ન થયેલી, આત્માના કર્મકર્તુત્વરૂપ ત્રીજા સ્થાનકની શંકાના સમર્થનમાં દલીલ રજૂ કરતાં શિષ્ય પ્રથમ ગાથામાં કહે છે - “કર્તા જીવ ન કર્મનો, કર્મ જ કર્તા કર્મ ગાથા | અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવનો ધર્મ.' (૭૧) જીવ કર્મનો કર્તા નથી, કર્મના કર્તા કર્મ છે. અથવા અનાયાસે તે થયાં કરે અર્થી 1 છે. એમ નહીં, ને જીવ જ તેનો કર્તા છે એમ કહો તો પછી તે જીવનો ધર્મ જ છે, અર્થાત ધર્મ હોવાથી ક્યારેય નિવૃત્ત ન થાય. (૭૧) a ‘કર્મનો કર્તા કોણ?' એ પ્રશ્ન ઉપર વિચાર કરતાં શિષ્યને એમ લાગે છે ભાવાથ] કે કર્મનો કર્તા જીવ ન હોઈ શકે, પણ કર્મ જ તેનો કર્તા હોવો જોઈએ, કારણ કે તે બને ભિન્ન ભિન્ન દ્રવ્ય હોવાથી એકબીજાના કર્તા હોઈ શકે નહીં. આત્મા ચેતન અને અરૂપી છે, તો તે જંડ અને રૂપી એવાં કર્મોનો કર્તા કેવી રીતે બની શકે? કર્તા-કર્મ વિજાતીય હોઈ શકે નહીં. જો જીવ-પુગલ વચ્ચે કર્તા-કર્મનો સંબંધ સ્વીકારવામાં આવે તો તેમના ગુણધર્મોની પરસ્પર આપ-લે થવી ઘટે અને એમ તો કદાપિ બની શકે નહીં. માટે સત્તામાં પડેલાં કર્મ વડે જ અન્ય કર્મ બંધાય છે, અર્થાત્ કર્મનો કર્તા કર્મ જ છે એમ માનવું જોઈએ. કર્મનો કર્તા કર્મ નથી, પણ સહજ સ્વભાવે - અનાયાસે - આત્માના પ્રયત્ન વિના કર્મ પોતાની જાતે બંધાયા કરે છે એમ કહેવામાં આવે તોપણ જીવનું કર્તુત્વ સિદ્ધ થતું નથી. જો એમ ન સ્વીકારવામાં આવે અને જીવને જ કર્મનો કર્તા ગણીએ તો કર્મ કરવાં એ જીવનો ધર્મ, અર્થાત્ સ્વભાવ ઠરે છે અને સ્વભાવ હોવાથી તેની નિવૃત્તિ ક્યારે પણ સંભવતી નથી. જો જીવનો ધર્મ કર્મ કરવાનો હોય તો તે કદી છૂટી શકે નહીં અને તેમ થાય તો કદાપિ કોઈ પણ જીવનો મોક્ષ થાય નહીં. માટે જીવ કર્મોનો કર્તા હોય એ વાત સંગત લાગતી નથી. આત્માના કર્તૃત્વ સંબંધી વિભિન્ન દર્શનોમાં મતભેદ છે. તેનું સંક્ષેપમાં વિશેષાથી અવલોકન કરીએ. (૧) ચાર્વાક દર્શન ચાર્વાકો એમ માને છે કે આત્મા જેવું કોઈ સ્વતંત્ર તત્ત્વ નથી. તેમના મત Page #492 -------------------------------------------------------------------------- ________________ ૪૫૯ ગાથા-૭૧ અનુસાર ચૈતન્યવિશિષ્ટ એવું જે ભૌતિક શરીર એ જ સાચું છે. વળી, તેઓ કર્મને પણ સ્વીકારતા નથી. તેઓ આત્માનો તથા કર્મનો સ્વીકાર કરતા ન હોવાથી આત્માના કર્મકર્તુત્વનો પ્રશ્ન જ રહેતો નથી. (૨) જૈન દર્શન જૈન પરંપરા આત્માને પરિણામી નિત્ય માનતું હોવાથી આત્માના ગુણોની હાનિવૃદ્ધિ, શુદ્ધિ-અશુદ્ધિને સ્વીકારે છે. આત્માને ક્રિયા સંપન્ન માનતું હોવાથી તેને કર્તા તરીકે સ્વીકારે છે. આત્માનું કર્તાપણું ચાર પ્રકારે બતાવવામાં આવ્યું છે. સ્વભાવપરિણતિએ નિજસ્વરૂપનો કર્તા છે, વિભાવપરિણતિએ રાગ-દ્વેષાદિનો કર્તા છે, અનુપચરિત વ્યવહારનયથી દ્રવ્યકર્મનો કર્યા છે અને ઉપચરિત વ્યવહારનયથી ઘર-નગર આદિનો કર્તા છે. (૩) બૌદ્ધ દર્શન બૌદ્ધોના મત મુજબ કુશલ કે અકુશલ ચિત્તની ઉત્પત્તિ એ જ કુશલ કર્મનું કર્તુત્વ છે. કર્તા અને ક્રિયા એ ભિન્ન નહીં પણ એક જ છે. ક્રિયા તે જ કર્તા છે અને કર્તા એ જ ક્રિયા છે. ચિત્ત અને તેની ઉત્પત્તિમાં કોઈ ભેદ નથી. (૪) ન્યાય-વૈશેષિક દર્શન ન્યાય-વૈશેષિક દર્શન જીવતત્ત્વને કૂટસ્થ નિત્ય માનતું હોવાથી તે કર્તુત્વને ગુણોના ઉત્પાદ-વિનાશના આધારે ઘટાવે છે. તે કહે છે કે જ્ઞાનાદિ આત્માના ગુણો છે. તે નિત્ય નહીં પણ આગંતુક ગુણ (accidental attribute) છે. આત્મા સ્થિર હોવા છતાં તેમાં જ્ઞાનાદિનો સંબંધ થાય છે અને જ્ઞાનાદિનો સંબંધ છૂટી પણ જાય છે, એટલે કે જ્ઞાનાદિ પોતે જ ઉત્પન્ન થાય છે અને વિનષ્ટ થાય છે તથા આત્મા તો એમ ને એમ સ્થિર રહે છે. આત્મામાં જ્ઞાનાદિની જે ઉત્પત્તિ થાય છે, તે જ તેનું કર્તુત્વ કહેવાય છે. જ્યારે તેનામાં જ્ઞાન, ઇચ્છા, પ્રયત્ન આદિ ગુણો હોય છે ત્યારે તે કર્તા છે; પણ એ ગુણોનો સર્વથા અભાવ થાય ત્યારે મુક્ત દશામાં તેનામાં કોઈ સાક્ષાત્ કર્તુત્વ નથી રહેતું. (૫) સાંખ્ય યોગ દર્શન સાંખ્યયોગ પરંપરા ચેતનમાં કર્તુત્વ નથી માનતી, તેમજ ગુણ-ગુણીભાવ કે ધર્મ-ધર્માભાવ પણ નથી સ્વીકારતી. તે કોઈ પણ જાતના ગુણ અથવા ધર્મનો સંભવ અને પરિણામ સ્વીકારતી નથી. સાંખ્યયોગ પરંપરામાં ચેતન પોતે સર્વથા અપરિણામી, અલિપ્ત અને કર્તુત્વરહિત છે. પુરુષમાં કોઈ પણ જાતનું પરિવર્તન કદી પણ થતું નથી. પુરુષ કોઈનું કાર્ય પણ નથી કે કારણ પણ નથી. તે કર્તા નથી, સાક્ષી છે. તેનો Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન પ્રકૃતિ સાથે અનાદિ સંયોગ છે. સાંખ્ય-યોગ દર્શનોએ બંધ-મોક્ષ તો માનેલા છે, પરંતુ તેમણે બંધ-મોક્ષને પુરુષના બદલે પ્રકૃતિના માન્યા છે. (૬) પૂર્વ મીમાંસા દર્શન પૂર્વ મીમાંસા દર્શનના મત અનુસાર આત્મા સ્વયંપ્રકાશમાન છે. તે કર્તા, ભોક્તા તથા જ્ઞાતા છે. (૭) ઉત્તર મીમાંસા (વેદાંત) દર્શન જીવના કર્તુત્વનો ઉલ્લેખ ઉપનિષદોમાં જોવા મળે છે. ઉપનિષદોમાં જીવાત્માને કર્તા કહ્યો છે, પણ એ જીવાત્મા જેનો અંશ છે એ બહ્મને ઉપનિષદોએ અકર્તા કહ્યો છે. તે માત્ર પોતાની લીલાનો દ્રષ્ટા મનાયો છે. પરમાર્થ સત્ બ્રહ્મને કદી પણ કર્મનો લેપ લાગતો નથી એમ તે માને છે. સર્વ દર્શનોના કર્તૃત્વ સંબંધી સિદ્ધાંતની તુલના કરતાં જણાય છે કે આત્માના કર્તુત્વની માન્યતામાં તેમની વચ્ચે ઘણો તફાવત છે. વિભિન્ન મતોમાં આત્માના કર્તૃત્વ સંબંધી ભેદ જોવા મળે છે. આત્માના કર્તુત્વ વિષે જુદાં જુદાં દર્શનોની માન્યતાથી પ્રભાવિત થયેલું શિષ્યનું ચિત્ત અનેક શંકાઓમાં પ્રસ્ત થઈ જાય છે. આત્માના નિત્યપણા અંગેના શ્રીગુરુએ આપેલ સમાધાન ઉપરથી શિષ્યને એટલું તો સમજાયું છે કે કોઈ પણ વસ્તુ કેવળ દ્રવ્યરૂપ પણ નથી કે કેવળ પર્યાયરૂપ પણ નથી. વસ્તુ દ્રવ્યપર્યાયાત્મક છે, તેથી તે નિત્યાનિત્ય છે. પ્રત્યેક વસ્તુમાં જે દ્રવ્યાંશ છે, તે જ તે વસ્તુની સ્થિરતાનું કારણ છે. દ્રવ્ય અનાદિ-અનંત છે. તેની ઉત્પત્તિ પણ નથી અને નાશ પણ નથી. તે સ્વભાવસિદ્ધ છે. જો દ્રવ્યને ન માનવામાં આવે તો સ્મૃતિ ઘટી શકે નહીં. પ્રત્યેક વસ્તુમાં પર્યાયાંશ પણ છે. પર્યાયની ઉત્પત્તિ પણ થાય છે અને નાશ પણ થાય છે. દ્રવ્યના કારણે વસ્તુમાં સ્થિરતા છે અને પર્યાયના કારણે તેમાં ઉત્પાદ અને વિનાશ છે. આત્મા દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે. ‘ટકીને બદલવું' એ જ વસ્તુનું સમ્યક્ સ્વરૂપ છે એમ શ્રીગુરુએ ન્યાયયુક્ત સમાધાનથી સ્પષ્ટ કર્યું. શ્રીગુરુએ સ્યાદ્વાદશૈલીથી એકાંત નિત્ય અને એકાંત અનિત્ય પક્ષથી વિલક્ષણ એવા નિત્યાનિત્ય પક્ષની સિદ્ધિ કરી. આચાર્યશ્રી મલ્લિષેણસૂરિજી ‘સ્યાદ્વાદ મંજરી' માં લખે છે કે અર્ધભાગ સિંહનો અને અર્ધભાગ મનુષ્યનો, તે બને ભાગરૂપ એક જ અવયવીને નરસિંહ કહેવાય છે, તેવી જ રીતે પ્રત્યેક વસ્તુ નિત્યાનિત્ય ધર્મયુક્ત છે. જે પ્રકારે નરસિંહ અવતારમાં એક ભાગમાં નર અને એક ભાગમાં સિંહ, એમ એક જ નૃસિંહમાં પરસ્પર વિરુદ્ધ મનુષ્ય અને સિંહ એમ બન્ને આકૃતિઓ રહે છે, તેમાં Page #494 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૧ ૪૬૧ કોઈ વિરોધ નથી; તેમ સ્યાદ્વાદસિદ્ધાંતમાં પણ એક જ વસ્તુમાં નિત્ય-અનિત્ય આદિ પરસ્પર વિરુદ્ધ ધર્મો સ્વીકારવા છતાં પણ વિરોધ આવતો નથી.૧ આત્મા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત છે, અર્થાત્ પરિણામી નિત્ય છે. આત્મા અનેક અવસ્થાઓ ધારણ કરવા છતાં એનો એ જ રહે છે, એ છે તેની પરિણામી નિત્યતા. આત્માની જુદી જુદી અવસ્થાઓ થવા છતાં પણ તેમાં સદા એકરૂપતા છે, તે તેની પરિણામી નિત્યતા છે. આત્મામાં પ્રતિસમય પર્યાયની ઉત્પત્તિ અને નાશ થતાં હોવાથી આત્મા પરિવર્તનશીલ છે એમ સિદ્ધ થાય છે, પરંતુ પરિવર્તન પામવા છતાં આત્માના મૂળ સ્વરૂપનો ત્યાગ થતો નહીં હોવાથી આત્માનું સ્વરૂપ પરિણામી નિત્ય છે એમ સિદ્ધ થાય છે. આત્માનું ‘પરિણામી નિત્ય' સ્વરૂપ ન સ્વીકારતાં જેઓ આત્માને ફૂટસ્થ નિત્ય માને છે, તેવા એકાંત નિત્યવાદીઓ આત્માને સદા અપરિવર્તિત માને છે. તેમના મત અનુસાર આત્મા ઉત્પત્તિ-વિનાશરહિત સદા એકસ્વભાવવાળો જ છે, અર્થાત્ આત્મા સદા શુદ્ધ, મુક્ત સ્વભાવવાળો છે. જીવની અવસ્થાનો કોઈ પણ પ્રકારે, કોઈ પણ પરિણામથી કદાપિ નાશ થતો નહીં હોવાથી, અર્થાત્ તેનું સ્વરૂપ વિકારરહિત હોવાથી તેનો અવસ્થાભેદ કદી પણ સંભવી શકે નહીં એમ તેઓ માને છે. પરંતુ આમ માનવું દોષયુક્ત છે, કારણ કે ક્રોધાદિથી ઉત્પન્ન થતી વૈભાવિક દશા તથા તેના શમનથી ઉત્પન્ન થતી સ્વાભાવિક દશારૂપ સૂક્ષ્મ અવસ્થા અને દેહનાં ગ્રહણ-ત્યાગરૂપ સ્થૂળ એવો અવસ્થાભેદ સ્પષ્ટપણે અનુભવમાં આવે છે, તેથી પરિણામાંતર શબ્દમાત્ર કે કલ્પનામાત્ર નહીં, પણ વાસ્તવિક છે. અવસ્થા - આવો નિર્ધાર થયા પછી સુવિચારવાન શિષ્ય જીવની સૂક્ષ્મ અને સ્થૂળ અવસ્થાઓમાં રહેલી વિચિત્રતા, વિભિન્નતા અને વિષમતાનાં કારણને શોધવા પ્રયત્ન કરે છે. જીવોની અવસ્થાઓના વૈવિધ્ય સંબંધી વિચાર કરતાં તેને જણાય છે કે કોઈ અતિ શ્રીમંત છે, જેને પાણી માંગતા દૂધ મળે છે; તો કોઈ અતિ કંગાળ છે, જેને પેટ ભરવા પૂરતું ખાવાનું પણ મળતું નથી. કોઈ વગર મહેનતે ઘણું કમાય છે, તો કોઈ રાત-દિવસ મહેનત કરીને પણ જરૂર પૂરતું મેળવી શકતો નથી. કોઈ ઘણા ગુના કરે છતાં શાહુકારમાં ખપે છે, તો વળી કોઈ વિના કારણે દંડાય છે. કોઈ કાર્ય કરતો નથી છતાં પણ જશ લઈ જાય છે, તો કોઈને સારું કાર્ય કરીને પણ અપજશ મળે છે. કેટલાંક પશુ-પક્ષીઓ અતિ પ્રેમ પામે છે, તો કોઈ મનુષ્ય બધેથી હડધૂત થાય છે. ૧- જુઓ : આચાર્યશ્રી મલ્લિષેણસૂરિજીકૃત, ‘સ્યાદ્વાદ મંજરી’, શ્લોક પની ટીકા ' भागे सिंहो नरो भागे योऽर्थो भागद्वयात्मकः विभागेन नरसिंहं 1 तमभागं પ્રવૃક્ષતે ।।' Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન કોઈનો પડ્યો બોલ ઝિલાય છે, તો કોઈને લોકો ગણકારતા પણ નથી. કોઈ અતિ સુંદર રૂપ સાથે જન્મે છે, તો કોઈ કૂબડો હોય છે. કોઈ બુદ્ધિશાળી છે, તો કોઈની બુદ્ધિ અતિ મંદ છે. જૈન દર્શન માને છે કે વિશ્વમાં સર્વ આત્માઓ સમાન છે. સર્વ આત્માઓ અનંતશક્તિયુક્ત અને અનંતગુણયુક્ત છે. આંતરિક દૃષ્ટિએ તેમની વચ્ચે કોઈ જ ફરક નથી. હવે પ્રશ્ન એ થાય છે કે જો સર્વ આત્મામાં સમાનતા અને એકરૂપતા છે તો તેમના વચ્ચે વિષમતા અને અનેકરૂપતા કેમ દેખાય છે? મનુષ્ય મનુષ્યમાં ફરક કેમ દેખાય છે? બે વ્યક્તિઓનાં જીવનમાં આટલો બધો ફરક શા માટે? કેટલીક વ્યક્તિઓ વિકાસનાં અત્યચ્ચ શિખરો સર કરતી દેખાય છે, તો કેટલીક વ્યક્તિઓ પતનની મહાગર્તમાં ભયંકર વેદના સહન કરતી દેખાય છે. આત્માઓના વિકાસમાં આટલું અંતર શા માટે? આનું મૂળ કારણ કર્મ જ છે. આત્મશક્તિ સર્વ જીવોમાં એકસરખી જ છે, પરંતુ કર્મના આવરણના નિમિત્તે પ્રત્યેક આત્માની સ્થિતિમાં ફરક છે. આ જગતની સર્વ વિચિત્રતા કર્મકૃત છે. આમ, જગતની વિચિત્રતાઓના કારણનો વિચાર કરતાં શિષ્યને એમ જણાય છે કે આના માટે શુભાશુભ કર્મ સિવાય અન્ય કોઈ કારણ સંભવતું નથી. આત્મા અનંત કાળથી કર્મના બંધનથી બદ્ધ છે. તે કર્મ પણ એક જ નથી, અનંતાનંત છે. પ્રશ્ન એ છે કે એ બંધનો આત્મા ઉપર આવ્યાં ક્યાંથી? એ અનંતાનંત કર્મો કેવી રીતે એકત્ર થયાં? શું આત્મા જ તે કર્મનો કર્તા છે? કે પછી આત્મા અકર્તા છે અને કર્મ, પ્રકૃતિ કે ઈશ્વર તે કર્મના કર્તા છે? જ્યાં સુધી આ સમસ્યાનું નિરાકરણ ન થાય ત્યાં સુધી કર્મના કર્તાનો યથાર્થ નિર્ણય થતો નથી અને તેથી મોક્ષનું, મોક્ષના ઉપાયનું પણ યથાર્થ સ્વરૂપ સમજાતું નથી. આમ, જીવની અવસ્થામાં રહેલી વિચિત્રતા, વિભિન્નતા અને વિષમતાનું કારણ કર્મ છે એમ નિર્ધાર થયા પછી તે કર્મના કર્તા વિષે વિચાર કરતાં શિષ્યને અનેક શંકાઓ ઊઠે છે. શિષ્ય જાણે છે કે કર્તા વિના કર્મ હોઈ શકે નહીં અને તેથી કર્મનો કર્તા કોણ છે એ પ્રશ્ન તેને મૂંઝવે છે. આ વિષે વિચારતાં સમ્યક્ નિર્ણયના અભાવે તેને અનેક પ્રકારની શંકાઓ જાગે છે. શ્રી ભોગીલાલ ગિ. શેઠ લખે છે ‘આ પ્રશ્ન પર શિષ્ય જેમ જેમ બધાં પડખાંથી ચિંતન કરે છે, તેમ તેમ વિરોધાભાસનો વંટોળીઓ તેને ઘેરી લે છે. પૃથક્ પૃથક્ વિકલ્પનો આશ્રય લેતાં વિરોધ દેખાય છે અને પરિણામે તેની મતિ મૂંઝાય છે. કર્તા-કર્મના પ્રશ્નનો કોયડો અણઊકલ્યો રહે છે. શિષ્યના મનમાં તીવ્ર મંથન ચાલુ છે, પરંતુ ચિત્તનું સમાધાન દૂરનું દૂર રહ્યા કરે છે. જીવ જ જો કર્મનો કર્તા હોય (અને જોતાં પણ એમ જ જણાય છે) તો તેની વિચારશ્રેણી આગળ વધી શકે પણ તે વાત ન્યાયથી સિદ્ધ થતી Page #496 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૧ ૪૬૩ નહીં હોવાથી, વિચારશ્રેણીને અવરોધતી એક ત્રીજી આશંકા તેના અંતરમાં જન્મ લે છે અને તેનું સમાધાન શ્રી ગુરુ દ્વારા જાણવા જિજ્ઞાસા સેવે છે.” આત્માના અસ્તિત્વ તથા નિત્યત્વ સંબંધી શ્રીગુરુએ આપેલા સમાધાનથી પ્રથમ બે પદની શિષ્યની શંકાઓનું નિરાકરણ થયું. તેને એમ નિર્ધાર થયો કે જડ અને ચેતન એ બન્ને દ્રવ્ય સ્વતંત્ર છે અને તે બન્ને દ્રવ્યોનો સ્વભાવ પણ તદ્દન ભિન્ન છે. વળી, તે બન્ને દ્રવ્યો નિત્ય છે, અવસ્થાઓ પલટાવા છતાં દ્રવ્યરૂપે તે કાયમ રહે છે. દ્રવ્ય ત્રણે કાળમાં પોતાના સ્વરૂપનો ત્યાગ કરતું નથી, તેથી જડ ત્રણે કાળમાં જડ જ હોય છે અને ચેતન ત્રણે કાળમાં ચેતન જ હોય છે. પ્રત્યેક દ્રવ્ય પોતપોતાના નિત્ય પરિણામાત્મક સ્વભાવમાં નિત્ય અવસ્થિત હોય છે અને તેથી જડનું પરિણમન સદા જડરૂપે જ હોય છે, ચેતનરૂપે નહીં; તેમજ ચેતનનું પરિણમન સદા ચેતનરૂપે જ હોય છે, જડરૂપે નહીં. આમ વસ્તુસ્થિતિ છે, તેથી ચેતન જડનો કર્તા હોઈ શકે નહીં અને જડ ચેતનનું કાર્ય હોઈ શકે નહીં. ચેતન આત્મા પોતાથી ભિન્ન એવા જડ કર્મનો કર્તા હોઈ શકે નહીં અને જડ કર્મ ચેતન આત્માનું કાર્ય હોઈ શકે નહીં. શ્રીગુરુ પાસેથી પ્રાપ્ત થયેલ પ્રથમ બે પદના સમાધાનના આધારે શિષ્યને એવો નિર્ધાર થાય છે કે ચૈતન્યયુક્ત જીવ જડ પદ્ગલિક કર્મનો કર્તા હોઈ શકે નહીં, કારણ કે બન્ને દ્રવ્યો સ્વતંત્ર છે અને તે છતાં કર્મનું હોવાપણું તો પ્રત્યક્ષ જણાય છે. સંસારમાં અનેક પ્રકારની વિચિત્રતા જોવા મળે છે તેનું કારણ કર્મ વિના બીજું કાંઈ સંભવતું નથી. જો કર્મ કર્યા વિના હોઈ શકે નહીં તો પછી કર્મનો કર્તા કોણ? જો જડ પૌગલિક કર્મનો કર્તા જીવ છે એમ માનવામાં આવે તો દ્રવ્યસ્વતંત્રતાનો નાશ થઈ જાય, બન્ને દ્રવ્યો એકમેક થઈ જાય અને જડ પણ જીવત્વને પ્રાપ્ત થઈ જાય. દરેક પદાર્થને પોતાની અર્થક્રિયા હોય જ છે અને તે અર્થક્રિયાનો કર્તા તે પદાર્થ જ હોય છે એવો નિયમ છે, તેથી ચેતન ચેતનની અર્થક્રિયાનો કર્તા હોય છે અને જડ જડની અર્થક્રિયાનો કર્તા હોય છે. આના ઉપરથી એમ નિશ્ચય થાય છે કે જડ કર્મનો કર્તા ચેતન હોઈ શકે નહીં. આ ગાથામાં જીવ કર્મનો કર્તા નથી એવી પોતાની શંકાના સમર્થનમાં શિષ્ય જે દલીલો રજૂ કરે છે, તે આ પ્રમાણે છે – ૧- શ્રી ભોગીલાલ ગિ. શેઠ, ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર (વિશેષાર્થ સહિત)', ચોથી આવૃત્તિ, પૃ. ૨૧૦ ૨- “જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ; એકપણું પામે નહીં, ત્રણે કાળ દ્વભાવ.” ('શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર', ગાથા-૫૭) ૩- “આત્મા પ્રત્યે નિત્ય છે, પર્યાયે પલટાય; બાળાદિ વય ત્રયનું, જ્ઞાન એકને થાય.” (“શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર', ગાથા-૬૮) Page #497 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ૪૬૪ (૧) શિષ્ય કહે છે કે અનેક પ્રકારે વિચારતાં જીવ કર્મનો કર્તા હોય એમ લાગતું નથી, પરંતુ કર્મનો કર્તા કર્મ જ હોઈ શકે એમ લાગે છે. જીવ અરૂપી પદાર્થ છે તથા કર્મ પૌદ્ગલિક હોવાથી રૂપી પદાર્થ છે. અરૂપી સાથે રૂપીનું બંધન થઈ શકે નહીં, રૂપી પદાર્થ સાથે રૂપી પદાર્થ જ બંધાઈ શકે. જેમ દોરડાથી ગાયને બાંધી હોય તો દોરડાની ગાંઠ દોરડા સાથે જ પડે છે, ગાય સાથે નહીં; તેમ કર્મો સાથે જ કર્મો બંધાય છે, આત્મા સાથે નહીં. જેમ એક દોરી વડે કોઈ પણ વસ્તુને બાંધવામાં આવે તો દોરીની ગાંઠ દોરી સાથે જ પડે, વસ્તુ સાથે નહીં; તેમ કર્મો સાથે જ કર્મો બંધાય છે અને તેથી કર્મનો કર્તા કર્મ છે. જડ કર્મો જડ સાથે જ બંધાય છે, ચેતન સાથે બંધાઈ શકતાં નથી. કર્મ જ પોતાની પરિસ્પંદના વડે બીજાં કર્મોને ખેંચતાં હોય છે, માટે કર્મોથી કર્મ બંધાય છે એ તર્ક યુક્તિયુક્ત લાગે છે. તેથી શિષ્ય કહે છે કે કર્મનો કર્તા કર્મ છે એમ સમજાય છે. (૨) વિશેષ વિચારતાં શિષ્યને એમ લાગે છે કે કર્મ જડ છે અને જડમાં જ્ઞાન ન હોવાથી કર્મનો કર્તા કર્મ હોઈ શકે નહીં. જડ કર્મ બીજા જડ કર્મને બાંધી શકે નહીં. તેથી તેને બીજો વિકલ્પ એમ થાય છે કે કર્મનું આત્મામાં આવવું એની મેળે થયા કરે છે. આત્માની ઇચ્છા વિના, કોઈ પણ પ્રકારના પ્રયત્ન વિના, એની મેળે આત્મામાં આવ્યા કરે એવો કર્મનો સ્વભાવ હોવો જોઈએ. કર્મ સહજ સ્વભાવે આત્મામાં આવ્યાં કરે છે. આ વિકલ્પ સ્વીકારતાં પણ આત્માનું કર્તૃત્વ સિદ્ધ થતું નથી. આ દલીલમાં યદચ્છાવાદની છાયા સ્પષ્ટ દેખાય છે. કોઈ પણ નિયત કારણ વિના જ કાર્ય ઉત્પન્ન થઈ જાય છે એવી યદચ્છાવાદની માન્યતા છે. ‘યદચ્છા' શબ્દનો અર્થ યથેચ્છા આકસ્મિક કોઈ પણ કારણ વિના, એવો થાય છે. ‘મહાભારત'માં યદચ્છાવાદનો ઉલ્લેખ આવે છે.૧ આ જ વાદને ન્યાયસૂત્રકારે અનિમિત્ત, અર્થાત્ નિમિત્ત વિના જ ભાવની ઉત્પત્તિ થાય છે, કાંટાની તીક્ષ્ણતાની જેમ;૨ એમ કહીને ઉલ્લેખ્યો છે અને તેનું નિરાકરણ પણ કર્યું છે. તેથી એમ જણાય છે કે પ્રાચીન કાળથી યદચ્છાવાદ પ્રચલિત હતો. - (૩) પ્રસ્તુત ગાથામાં અંતે શિષ્ય એમ કહે છે કે આગળ કહ્યું તેમ જો ન હોય તો એમ સિદ્ધ થાય છે કે જીવ જ કર્મનો કર્તા છે, અર્થાત્ કર્મ કર્યા કરવાં એ જીવનો સ્વભાવ (ધર્મ) છે. સ્વભાવ કદી દ્રવ્યથી અલગ થાય નહીં, સદા સાથે જ રહે. અગ્નિનો સ્વભાવ ઉષ્ણતા છે, તેવી રીતે કર્મ કરવાં એ જો જીવનો ધર્મ હોય તો તે ૧- જુઓ : ‘મહાભારત', શાંતિપર્વ, અધ્યાય ૩૨ ૨- જુઓ : ‘ન્યાયસૂત્ર', અધ્યાય ૪, આત્મિક ૧, સૂત્ર ૨૨ Page #498 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૧ ૪૬૫ ગુણ સદા જીવની સાથે રહે અને તેની નિવૃત્તિ ક્યારે પણ થઈ શકે નહીં, કારણ કે દ્રવ્ય અને ગુણ અભિનભાવે રહે છે. કર્મ કર્યા કરવાં એ જીવનો વસ્તુસ્વભાવરૂપ ધર્મ હોય તો કોઈ કાળે પણ તેનો નાશ થવો સંભવતો નથી અને તેથી જીવ હંમેશાં કર્મ બાંધ્યા જ કરશે. જીવ વસ્તુનું જ્ઞાન કરે છે, એટલે જ્ઞાન જીવનો ધર્મ છે; તેમ આત્મા કર્મનો કર્તા હોય તો કર્મ કરવાં એ પણ જીવનો ધર્મ જ બની જાય. જ્ઞાન જેમ જીવનો ધર્મ હોવાથી કદાપિ જીવથી નિવૃત્ત થતો નથી, તેમ કર્મ પણ જો જીવનો ધર્મ હોય તો તે જીવથી કદાપિ નિવૃત્ત થાય નહીં; અને જો કર્મ સર્વથા નિવૃત્ત થાય નહીં તો મોક્ષની પ્રાપ્તિ અર્થે ઉપાય કરવાનું રહેતું નથી. માટે કર્મ કરવાં એ આત્માનો ધર્મ હોય એ વાત પણ સંગત લાગતી નથી. આમ, આત્મા નિત્ય છે એમ શિષ્યને સમજાયું છે, પણ તે કર્મનો કર્તા હોય એમ શિષ્યને લાગતું નથી. તેને એમ લાગે છે કે જીવ કર્મ કરતો નથી, પણ કર્મનો કર્તા કર્મ છે અથવા સહજ સ્વભાવે કર્મ થાય છે અથવા તો કર્મ કરવાં તે જીવનો ધર્મ છે, પણ જો કર્મ કરવાં એ જીવનો ધર્મ હોય તો તે કદી પણ છૂટે નહીં. આ પ્રકારે શિષ્ય શ્રીગુરુ સમક્ષ પોતાની દલીલો રજૂ કરે છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘કર્તા જીવ ન કર્મનો, તો પછી કહેવું એમ; શા માટે કહો કર્મનો, કર્તા એ છે વહેમ. જીવ જીવમાં તો કહો, કર્મ જ કર્તા કર્મ; કાળ અનાદિથી હશે? એ જ નિયમનો ધર્મ. કર્મ કર્મ વૃદ્ધિ કરે, દ્રવ્ય દ્રવ્યની જેમ; અથવા સહજ સ્વભાવ કાં, હશે નિયતિનો એમ. તો પછી જીવ સ્વભાવ ને, બોલાવો કહી કમ; થાય નિવૃત્તિ ન હોય જો, કર્મ જીવનો ધર્મ.'૧ ૧- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૩૧ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૨૮૧-૨૮૪) Page #499 -------------------------------------------------------------------------- ________________ Page #500 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૭૨ - ૨ ને, કરે કાન બંધ, ૧ ઈશ્વર કેર, . Page #501 -------------------------------------------------------------------------- ________________ Page #502 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૭૨ ભૂમિકા - ગાથા ૭૧માં શિષ્ય કહ્યું કે જીવ કર્મનો કર્તા નથી, પણ કર્મ પોતે જ કર્મનો કર્તા છે અથવા કર્મ અનાયાસે થયા કરે છે; અને જો આમ ન સ્વીકારીએ તો કર્મ કરવું એ જીવનો ધર્મ થઈ જાય અને તેમ થાય તો જીવ કદી પણ કર્મથી નિવૃત્ત જ ન થઈ શકે, કારણ કે ધર્મ ધર્મોમાં હંમેશા નિત્યપણે રહે છે. જડ અને ચૈતન્ય એવાં બે દ્રવ્યોનાં અસ્તિત્વ અને નિત્યત્વની સિદ્ધિ થવા છતાં શિષ્યના મનમાં આત્માના કર્મકર્તુત્વપણાની સિદ્ધિ ન્યાયથી બેસતી નથી અને તેથી તેની વિચારધારા આત્માને અકર્તા સિદ્ધ કરવા મથે છે. પોતાની વાતના સમર્થન અર્થે તે પ્રસ્તુત ગાથામાં અન્ય બે દલીલો રજૂ કરે છે. આ બન્ને દલીલો, આત્માને અબંધ માનનાર વૈદિક દર્શનોના પ્રભાવના કારણે થઈ છે એ સ્પષ્ટપણે દૃષ્ટિગોચર થાય છે. શંકાના વમળમાં સપડાયેલો છતાં તત્ત્વરહસ્ય જાણવાની ઉત્કટ જિજ્ઞાસા સેવતો શિષ્ય કહે છે – (ગાથા આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ; અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ.” (૭૨) અથવા એમ નહીં, તો આત્મા સદા અસંગ છે, અને સત્ત્વાદિ ગુણવાળી પ્રકૃતિ કર્મનો બંધ કરે છે; તેમ નહીં, તો જીવને કર્મ કરવાની પ્રેરણા ઈશ્વર કરે છે, તેથી ઈશ્વરેચ્છારૂપ હોવાથી જીવ તે કર્મથી “અબંધ' છે. (૭૨) શિષ્ય કહે છે કે આત્મા સદા અસંગ છે, અર્થાત્ તે સદા કર્મના સંગથી * રહિત, અબદ્ધ અને નિર્લેપ છે. જેમ અસંગ એવા આકાશને દોરડાથી બાંધી શકાય નહીં, તેમ અસંગ એવા આત્માને કર્મરૂપી દોરડાથી બાંધી શકાય નહીં. સર્વ સંયોગથી સદા અસંગ એવા આત્માને કર્મ સાથે કંઈ પણ લેવા-દેવા નથી. કર્મનો સંગ આત્માને સંભવતો નથી. આત્મા તો રાગ-દ્વેષરહિત શુદ્ધસ્વભાવી છે. આવો નિર્વિકારી આત્મા કર્મ કઈ રીતે કરી શકે? પરંતુ કર્યા વિના તો કર્મ હોઈ શકે નહીં, તેથી કર્મનો કર્તા કોણ છે એ વિચારતાં એમ લાગે છે કે સત્ત્વ-રજસુ-તમસ્ એ ત્રિગુણાત્મક પ્રકૃતિ કર્મનો બંધ કરે છે. માટે આત્મા કર્મનો કર્તા નથી એમ માનવું ઉચિત છે. જો તેમ ન હોય તો જીવને કર્મ કરવાની પ્રેરણા ઈશ્વર કરે છે એમ માનવું જોઈએ. જેમ કોઈ માણસના શરીરમાં ભૂત-પ્રેતનો પ્રવેશ થયો હોય તો તે માણસ (અથ ભાવાર્થી Page #503 -------------------------------------------------------------------------- ________________ ४७० ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન પોતાની ઇચ્છાથી કોઈ કાર્ય કરતો નથી, પરંતુ તેની અંદર પ્રવેશેલ ભૂત-પ્રેત તે કાર્યો કરાવે છે; તેમ જીવ કર્મ કરતો નથી, પરંતુ તેમાં પ્રવેશેલી ઈશ્વરીય ઇચ્છા કર્મ કરાવે છે અને જો ઈશ્વર જ કર્મનો પ્રેરકકર્તા હોય તો આત્મા કર્મનો કર્તા નથી એમ માનવું ઉચિત છે. ઉપરોક્ત બને વિકલ્પોથી એમ ફલિત થાય છે કે કોઈ પણ પ્રકારે જીવને કર્મનું કર્તાપણું ઘટતું નથી અને તેથી જીવ અબંધ છે. 2 શિષ્ય આત્માને નિત્ય તો માને છે, પણ આત્માના કર્મકત્વ વિષે તેને (વિશેષાર્થ ૧હજી સંશય છે. આત્માને અબંધ માનનારાં દર્શનોની માન્યતાના પ્રભાવથી શિષ્યને એમ લાગે છે કે આત્મા કર્મનો કર્તા નથી. આત્માનું અબંધપણું દર્શાવનારા બે વિકલ્પો રજૂ કરતાં શિષ્ય કહે છે કે આત્મા સદા અસંગ રહે છે અને માત્ર પ્રકૃતિ કર્મબંધ કરે છે. આત્મા પુણ્ય-પાપરૂપ કર્મ બાંધતો નથી અને બંધનો અભાવ હોવાથી તેનો મોક્ષ પણ થતો નથી. પ્રકૃતિ કર્તા હોવાથી બંધ-મોક્ષ પણ પ્રકૃતિનો જ થાય છે, તેથી આત્મા અબંધ છે; અથવા ઈશ્વરની પ્રેરણાથી કર્મ ગ્રહણ થાય છે. જગતમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે ઈશ્વરની પ્રેરણાથી જ થઇ રહ્યું છે. જીવ જે પણ કર્મ કરે છે તે સર્વ ઈશ્વરની પ્રેરણાથી જ કરે છે. જીવ પોતે કશું જ કરતો નથી, પણ ઈશ્વર તેની પાસે કરાવે છે. ઈશ્વર જ તેની પાસે સારાં-નરસાં કાર્યો કરાવે છે. સારાં-નરસાં કાર્યો કરવાં એ જીવના હાથમાં નહીં પણ ઈશ્વરને આધીન છે. બધું ઈશ્વરેચ્છા ઉપર નિર્ભર હોવાથી આત્મા અબંધ ઠરે છે. આ બન્ને વિકલ્પોને વિસ્તારથી વિચારીએ – (૧) “આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ;” આત્માનું અબંધપણું સિદ્ધ કરવા શિષ્ય એવી દલીલ કરે છે કે જગતમાં મુખ્ય બે તત્ત્વ છે - પુરુષ અને પ્રકૃતિ. તેમાં પુરુષ સદા અસંગ છે અને પ્રકૃતિ કર્મનો બંધ કરે છે. પુરુષ કેવળ શુદ્ધ, નિર્વિકાર, રાગ-દ્વેષરહિત નિર્મળ પદાર્થ છે. એનું સ્વરૂપ સર્વ પદ્રવ્ય તથા પરભાવથી રહિત, અસંગ અને અલિપ્ત છે. જેમ આકાશમાં વિશ્વનો પ્રવેશ નથી, સર્વ ભાવની વાસનાથી આકાશ રહિત જ છે; તેમ આત્મા સર્વ પદ્રવ્યથી ભિન્ન, સર્વ અન્ય પર્યાયથી સદા રહિત છે. અમૂર્ત આકાશ જેમ કોઈ પણ મૂર્ત દ્રવ્યના સંગથી બદ્ધ થઈ શકે નહીં, તેમ અમૂર્ત એવો આત્મા પણ મૂર્ત પુદ્ગલદ્રવ્યરૂપ કર્મથી બદ્ધ થઈ શકે નહીં. આત્મા કેવળ શુદ્ધ, અસંગ અને નિષ્ક્રિય હોવાથી તે કર્મનો કર્તા હોઈ શકે નહીં. સત્ત્વ, રજસ્ અને તમન્ એ ત્રિગુણાત્મક પ્રકૃતિ જ કર્મનો બંધ કરે છે, તેથી આત્મા અબંધ ઠરે છે. આ દલીલમાં મહર્ષિ કપિલપ્રણીત સાંખ્ય દર્શનની છાયા સ્પષ્ટ દેખાય છે. સાંખ્ય Page #504 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૭૨ ૪૭૧ દર્શન ભારતીય દર્શનોમાં અત્યંત પ્રાચીન અને મહત્ત્વપૂર્ણ મનાય છે. સમ્યક્ બુદ્ધિવાળું વિવેકવાળું આત્મકથન એવો સાંખ્ય શબ્દનો અર્થ થાય છે. (સમ્ સારું; ખ્યા = કરવું). પુરુષ તથા પ્રકૃતિના ભેદનું જે યથાર્થ વિવેકજ્ઞાન તેનું નામ સાંખ્ય એવો અર્થ વિશેષપણે પ્રચલિત તથા સ્વીકાર્ય થયો છે. સાંખ્ય દર્શન નિશ્ચયાત્મક રીતે દ્વૈતવાદી છે. પુરુષ અને પ્રકૃતિ એમ બે તત્ત્વોનું તે પ્રતિપાદન કરે છે. સાંખ્ય દર્શન આત્માને પુરુષ પદથી સંબોધે છે. તેમાં પુરુષનું અસ્તિત્વ સ્વતઃસિદ્ધ, સ્વયંપ્રકાશિત માનવામાં આવેલ છે, કારણ દરેકને ‘હું', ‘મારું' એવું ભાન તો હોય જ છે. તેના માટે કોઈ પ્રમાણની જરૂર નથી. પુરુષ પ્રકૃતિથી પર છે. તે ન તો શરીર છે, ન તો મન છે, ન અહંકાર છે, ન બુદ્ધિ છે. એ ભૌતિક નથી, અણુઓના સંયોગનું પરિણામ નથી, માટે અમર છે. સાંખ્યમત ન્યાયમતની જેમ ચૈતન્યને પુરુષનો આકસ્મિક ગુણ નથી માનતું. તેના મત અનુસાર પુરુષ ચૈતન્યનું આધારરૂપ દ્રવ્ય નથી પણ સ્વયં ચૈતન્યરૂપ છે. = પુરુષ અપરિણામી છે. તેનામાં કોઈ પણ પ્રકારનું પરિણમન થતું નથી. પુરુષ સ્વસ્વરૂપથી જરા પણ ચ્યુત થયા વિના નિત્ય એકસ્વરૂપે સ્થિર રહે છે. તે ફૂટસ્થ નિત્ય છે, અર્થાત્ કોઈ પણ પ્રકારના અનિત્ય ધર્મથી રહિત છે. એનો જે સ્વભાવધર્મ છે તે હંમેશાં એવો ને એવો જ રહે છે. સ્વભાવમાં ફેરફાર થઈ નવો સ્વભાવધર્મ પેદા થાય અને જૂનો નાશ પામે એવું ક્યારે પણ બનતું નથી. પુરુષ નિત્ય અને મુક્ત છે. તે દેશ-કાળથી પર છે તેમજ સુખ-દુઃખથી પણ પર છે. તે સ્વયં રાગ-દ્વેષરૂપે પરિણમતો નથી. તે કર્મના આવરણથી રહિત છે. તે સનાતન સાક્ષીરૂપ, પૂર્ણ અને અવ્યય છે. તે અસંગ, નિષ્ક્રિય, અકર્તા અને દ્રષ્ટામાત્ર છે. તે કોઈનું કાર્ય પણ નથી અને કારણ પણ નથી. પુરુષ અવ્યક્ત, અવિકૃત, અનવયવ છે. તે અગમ્ય છે, અર્થાત્ ઇન્દ્રિયાદિનો વિષય નથી. ચૈતન્યસ્વરૂપવાળો આત્મા વિષયી છે અને જડ સ્વરૂપવાળાં બુદ્ધિ, ઇન્દ્રિય, દેહ આદિ વિષયો એ વિષયી(પુરુષ)ના વિષયો છે. સાંખ્ય દર્શનનો પુરુષ ત્રિગુણાતીત, વિવેકી, વિષયી, વિશેષ, ચેતન તથા અપ્રસવધર્મી (કોઈને ઉત્પન્ન ન કરવાવાળો) છે. વેદાંતમત અનુસાર આત્મા એક છે અને તે બધા જીવોમાં વ્યાપ્ત છે. તે દેહભેદે ભિન્ન નથી, અર્થાત્ સર્વ દેહમાં એક જ આત્મા વ્યાપેલો છે. સાંખ્ય દર્શનને આ મત મંજૂર નથી. સાંખ્ય સિદ્ધાંત અનુસાર પુરુષ એક નહીં પણ અનેક છે. પુરુષ પ્રતિશરીર જુદો જુદો છે. સર્વની પોતપોતાની સ્વતંત્ર સત્તા છે. સાંખ્ય દર્શન પ્રમાણે પુરુષની અનેકતાનો સ્વીકાર કર્યા વિના જન્મ, મરણ, બંધ, મોક્ષની વ્યવસ્થાનું તર્કયુક્ત પ્રતિપાદન સંભવિત નથી. Page #505 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પ્રકૃતિ મૂળ તત્ત્વ છે. પ્રકૃતિ જડ તથા એક છે. પ્રકૃતિ આદિ, મધ્ય, અંત અને અવયવથી રહિત છે. તે શબ્દ, સ્પર્શ, રૂપ અને ગંધથી રહિત છે તથા અવિનાશી છે. પ્રકૃતિ સર્વવ્યાપક છે, અચલ છે. તે નિત્ય છે, અચ્યુત છે, અનુત્પન્ન છે, સ્થિર છે. તે પરિણામી નિત્ય છે. તેનામાં એક અવસ્થા તિરોહિત થઈ બીજી અવસ્થા આવિર્ભૂત થાય છે. તે સૂક્ષ્માતિસૂક્ષ્મ હોવાથી ઇન્દ્રિયગોચર નથી, પરંતુ તે અનુમાનથી જાણી શકાય છે. જેમ ઘટાદિ કાર્યોને જોઈને તેનાં માટી આદિ કારણોનું અનુમાન થાય છે, તેમ બુદ્ધિ આદિ કાર્યોથી તેની ઉત્પાદક પ્રકૃતિનું અનુમાન થાય છે. તે અસીમ શક્તિશાળી, ત્રણ ગુણવાળી, વિષય થનારી, પ્રસવધર્મી છે. સાંખ્ય દર્શનમાં પ્રકૃતિને જગતનું મૂળભૂત સૂક્ષ્મ કારણ માનેલું છે. ૪૭૨ પ્રકૃતિ વિવિધ નામોથી ઓળખાય છે. સત્ત્વ, રજસ્ અને તમસ્ એમ ત્રણ ગુણોની સામ્યાવસ્થાવાળી હોવાથી પ્રકૃતિને ‘ત્રિગુણાત્મિકા કહે છે. સ્વરૂપે સંપૂર્ણ, અનાત્મ તેમજ જડ હોવાથી તે ‘જડાત્મિકા' પણ કહેવાય છે. વિશ્વનું આદિ કારણ હોવાથી તે ‘મૂલા' કે ‘પરા' તરીકે પણ ઓળખાય છે. સમસ્ત વિશ્વના બધા પદાર્થો તેમાંથી વ્યક્ત થાય છે, પરંતુ તે સ્વયં ‘અવ્યક્ત’ છે, કારણ કે તે કોઈ કારણના કાર્યરૂપ નથી. બધા પદાર્થનું મૂળ અને એક મુખ્ય કારણ હોવાથી તેને ‘પ્રધાન' પણ કહે છે. પ્રકૃતિમાં સત્ત્વ, રજસ્ અને તમસ્ ત્રણે ગુણો સામ્યાવસ્થામાં રહે છે. ત્રણ ગુણો સદૈવ સાથે જ છે અને તે એકબીજાના આધાર જેવા છે. ત્રણ ગુણોને દોરડીની ત્રણ સેરની ઉપમા આપી શકાય. ત્રણ સે૨ વડે જ દોડી બને છે, પણ જો ત્રણે જુદી હોય તો તે દોરડી નથી. આમ, પ્રકૃતિ એટલે જ ત્રણ ગુણો. ગુણો એ પ્રકૃતિની ગુણવત્તા નથી પણ તેનાં દ્રવ્ય છે. આ ત્રણ મૂળ દ્રવ્યો એ પ્રકૃતિનાં ઉપાદાનતત્ત્વો છે અને તે સૂક્ષ્મ તેમજ અતીન્દ્રિય છે. તે ત્રણે ગુણો પુરુષને બાંધે છે. ગુણો ક્રમશઃ સુખ, દુઃખ અને મોહ ઉપજાવનારાં છે. સંસારના પ્રત્યેક વિષયમાં ત્રણે ગુણો દૃષ્ટિગોચર થાય છે અને એ જ તેના અસ્તિત્વની સાબિતી છે. કાર્યોના ગુણ કારણમાં રહે છે એ સાંખ્યમત અનુસાર આ ત્રણે ગુણો બીજે કશે નહીં પણ પ્રકૃતિમાં રહે છે. આ ત્રણે ગુણોનું આશ્રયસ્થાન પ્રકૃતિ છે. મૂળ પ્રકૃતિમાં તે વિદ્યમાન છે. તે ગુણોનું સ્વરૂપ આ પ્રમાણે છે સત્ત્વગુણ લઘુ, પ્રકાશવાળો અને ઇષ્ટ છે. જ્ઞાન, પ્રકાશ, આનંદ આદિ જે મનોવ્યાપાર છે તે સત્ત્વનું પરિણામ છે. પ્રેરક અને ચલ છે. પ્રવૃત્તિ, રાગ-દ્વેષ, લોભ, કામ ઇત્યાદિ રજસ્નું રજસ્ ગુણ કાર્ય છે. – - Page #506 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૨ ४७३ તમન્ ગુણ – ગુરુ અને આવરણરૂપ છે. મોહ, આળસ, જડતા, પ્રમાદ, નિદ્રા ઈત્યાદિ તમસૂનું કાર્ય છે. આ ત્રણ ગુણો પરસ્પર સંબંધ પણ ધરાવે છે અને તેની વચ્ચે વિરોધ પણ છે. ત્રણેમાંથી કોઈ એક ગુણ સ્વયં કાર્ય કરી શકતો નથી. આ ત્રણ ગુણોના કારણે જ સંસારની સમસ્ત વસ્તુઓને ઇષ્ટ, અનિષ્ટ તથા તટસ્થ એમ ત્રણ વર્ગોમાં વહેંચવામાં આવે છે. આ ત્રણે ગુણો નિરંતર પરિવર્તનશીલ રહે છે. એક ક્ષણ માટે પણ તે સ્થિર રહી શકતા નથી. ગુણોમાં બે પ્રકારે પરિણામ કે વિકાર સંભવે છે. સૃષ્ટિના પ્રલયની અવસ્થામાં સત્ત્વમાંથી સત્ત્વ વગેરે સરૂપ પરિણામ હોય છે અને સૃષ્ટિક્રમની અવસ્થામાં સત્ત્વમાંથી રજસ્ વગેરે વિરૂપ પરિણામ હોય છે. આ વિરૂપ પરિણામ એ જ સૃષ્ટિનું કારણ છે. પ્રકૃતિ અને પુરુષના સંયોગથી જ જગતની સૃષ્ટિ થાય છે. પ્રકૃતિ જડ છે અને પુરુષ નિષ્ક્રિય છે, તેથી જો બને પૃથક્ પૃથક્ રહે તો જગતની સૃષ્ટિ થવી સંભવિત નથી. સૃષ્ટિ માટે બન્નેનો સંયોગ આવશ્યક છે. તે બન્નેનો સંયોગ અંધ અને પંગુના સંયોગ જેવો છે. એક આંધળો અને એક લંગડો પુરુષ પૃથક પૃથક્ રહે તો કોઈનું કાર્ય સિદ્ધ થઈ શકતું નથી અને બન્નેનો સંયોગ થાય તો જ તેમના કાર્યની સિદ્ધિ થઈ શકે છે. જંગલમાં રસ્તો શોધી બહાર નીકળવા માટે એક આંધળો અને બીજો લંગડો એમ બને સંપ કરે છે અને પરિણામે તેઓ ફળીભૂત થાય છે. આંધળાને પગ છે પણ દૃષ્ટિ નથી, જ્યારે લંગડાને દૃષ્ટિ છે પણ પગ નથી; પરંતુ જો આંધળાની પીઠ ઉપર લંગડો બેસી જાય તો તેમનું કાર્ય એકદમ સરળ બને છે. તે જ પ્રકારે પ્રકૃતિ અચેતન હોવાથી આંધળી છે અને પુરુષ નિષ્ક્રિય હોવાથી લંગડો છે, તેથી સૃષ્ટિ માટે બનેનો સંયોગ પરમાવશ્યક છે. પુરુષની સનિધિમાત્રથી પ્રકૃતિ કાર્ય કરવામાં પ્રવૃત્ત થઈ જાય છે. સૃષ્ટિની પ્રક્રિયા સાંખ્ય નીચે મુજબ વર્ણવે છે. પ્રલય(તિરોભાવ)ની અવસ્થામાં પ્રકૃતિમાં ત્રણે ગુણ સમભાવે રહે છે. ગુણોની આ સામ્યાવસ્થામાં ક્ષોભ ઉત્પન્ન થાય છે. આ ગુણક્ષોભ થવાનું કારણ છે પ્રકૃતિ સાથે પુરુષનો સંયોગ. ક્ષોભના કારણે પ્રત્યેક ગુણ અન્ય ગુણને દબાવવા પ્રયત્નશીલ બને છે અને તેથી ગુણોનું પૃથક્કરણ થાય છે. તેના કારણે ગુણોની સામ્યાવસ્થામાં વિક્ષેપ પડે છે અને પરિણામે સૃષ્ટિનો વિકાસક્રમ શરૂ થાય છે. પ્રકૃતિ અને પુરુષનો સંયોગ થતાં જે પદાર્થોનો આવિર્ભાવ થાય છે તે એક પછી એક જોઈએ. ૧- જુઓ : “સાંખ્યકારિકા', શ્લોક ૨૧ 'पुरुषस्य दर्शनार्थं कैवल्यार्थं तथा प्रधानस्य । પવન્થ હુમયો સંચોરાસ્તતઃ સઃ | Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ત્રણ ગુણવાળી પ્રકૃતિમાંથી સૌ પ્રથમ બુદ્ધિ ઉત્પન્ન થાય છે, જેને ‘મહાન' પણ કહેવાય છે. “આ ગાય છે, અશ્વ નહીં' ઇત્યાદિ વિષયના નિશ્ચયાત્મક અધ્યવસાયરૂપે બુદ્ધિ છે. એ બુદ્ધિમાંથી હું સુંદર છું' વગેરે અહંકાર પેદા થાય છે. હું અને મારું એવું અભિમાન અહંકારનો વ્યાપાર છે. અહંકારતત્ત્વના ત્રણ પ્રકાર છે - સત્ત્વગુણપ્રધાન સાત્ત્વિક અથવા વૈકારિક અહંકાર, રજોગુણપ્રધાન રાજસ અથવા તૈજસ અહંકાર અને તમોગુણપ્રધાન તામસ અથવા ભૂતાદિ અહંકાર. સાત્ત્વિક અહંકારમાંથી પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને મન એમ અગિયાર ઇન્દ્રિયો આવિર્ભાવ પામે છે - ત્વચા, જીભ, નાક, આંખ, કાન એ પાંચ જ્ઞાનેન્દ્રિય છે. આ પાંચ પોતપોતાના વિષયોનો બોધ કરે છે માટે જ્ઞાનેન્દ્રિય કહેવાય છે. પાયુ (ગુદા), ઉપસ્થ, (સ્ત્રી તથા પુરુષનું ચિહ્ન), વાફ (વચન જેનાથી બોલાય તે ઉત્પત્તિસ્થાન), પાણિ (હાથ) અને પાદ (પગ) એ પાંચ કર્મેન્દ્રિય છે. મળોત્સર્ગાદિ ક્રિયાઓ - કર્મ આ ઇન્દ્રિયો દ્વારા થાય છે માટે કર્મેન્દ્રિય કહેવાય છે. અગિયારમી ઇન્દ્રિય મન છે. જ્ઞાનેન્દ્રિય તેમજ કર્મેન્દ્રિય એમ બન્ને પ્રકારની ઇન્દ્રિયોને મન પોતામાં પ્રવૃત્ત કરતું હોવાથી તે એકસાથે ભિન્ન ભિન્ન ઇન્દ્રિયો સાથે જોડાઈ શકે છે. મનનું સ્વરૂપ સંકલ્પાત્મક છે. તે બાહ્ય ઇન્દ્રિય દ્વારા ગૃહીત નિર્વિકલ્પ પ્રત્યક્ષના રૂપને પારખી, નિશ્ચિત બનાવી તેને સવિકલ્પ રૂપમાં ફેરવે છે. તામસ અહંકારમાંથી પાંચ તન્માત્રાઓનો આવિર્ભાવ થાય છે. રૂ૫ તન્માત્રા, રસ તન્માત્રા, ગંધ તન્માત્રા, શબ્દ તન્માત્રા, સ્પર્શ તન્માત્રા એ પાંચ તન્માત્રાઓ છે. ‘તન્માત્ર' એટલે સૂક્ષ્મ તત્ત્વ. રાજસ અહંકાર સાત્ત્વિક અને તામસ બન્નેને સહાયભૂત બને છે અને તે બન્નેને તે શક્તિ પ્રદાન કરે છે, જેથી સાત્ત્વિક તેમજ તામસ અહંકારમાં વિકાર ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે અહંકારમાંથી સોળ તત્ત્વ ઉત્પન્ન થાય છે. પાંચ તન્માત્રામાંથી પંચ ભૂત ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે – (૧) શબ્દ તન્માત્રથી શબ્દગુણયુક્ત આકાશ ઉત્પન્ન થાય છે. (૨) શબ્દ અને સ્પર્શ તન્માત્રથી શબ્દ અને સ્પર્શ ગુણોથી યુક્ત વાયુ ઉત્પન્ન થાય છે. (૩) શબ્દ, સ્પર્શ અને રૂ૫ તન્માત્રથી શબ્દ, સ્પર્શ અને રૂ૫ ગુણોથી યુક્ત અગ્નિ ઉત્પન્ન થાય છે. (૪) શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ તન્માત્રથી શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ ગુણોથી યુક્ત જળ ઉત્પન્ન થાય છે (૫) શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ તન્માત્રથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ ગુણોથી યુક્ત પૃથ્વીની ઉત્પત્તિ થાય છે. આ રીતે બુદ્ધિથી માંડીને પંચ મહાભૂત સુધીની આખી સૃષ્ટિ એ પ્રકૃતિનો જ Page #508 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૨ ૪૭પ વિકાર અને વિસ્તાર છે. પ્રકૃતિથી મહાન (બુદ્ધિતત્ત્વ), મહાનથી અહંકાર, અહંકારથી પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, મન અને પાંચ તન્માત્રા ઉત્પન્ન થાય છે અને પાંચ તન્માત્રાથી પાંચ ભૂત ઉત્પન્ન થાય છે.' સર્જનની પ્રક્રિયા કરતાં ઊલટી જ પ્રક્રિયા વિસર્જનની, પ્રલયની છે. પ્રલયકાળ વખતે સમસ્ત કાર્યોનો લય એકમાત્ર પ્રકૃતિમાં થઈ જાય છે. પાંચ મહાભૂત પાંચ તન્માત્રાઓમાં, તન્માત્રાદિ સોળ ગુણ અહંકારમાં, અહંકાર બુદ્ધિમાં અને બુદ્ધિ પ્રકૃતિમાં લય થઈ જાય છે. પ્રકૃતિ કશામાં પણ લય પામી શકતી નથી. આ છે પ્રતિક્રમની પ્રક્રિયા. એક સામાન્ય પ્રધાન તત્ત્વથી આ સમસ્ત જગતનું વિપરિણામ થાય છે અને પ્રલયકાળ વખતે તેનામાં જ તેનો લય થઈ જાય છે. સર્જન અને વિસર્જનનું આ ચક્ર અનાદિ-અનંત છે. આમ, સાંખ્યમત પ્રમાણે કુલ પચ્ચીસ તત્ત્વો છે. પ્રધાન (અવ્યક્ત), બુદ્ધિ, અહંકાર, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, મન, પાંચ તન્માત્રા અને પાંચ ભૂત; એ પ્રમાણે એક પ્રકૃતિ પોતે અને પ્રકૃતિથી જ ઉત્પન્ન થનારાં બીજાં ત્રેવીસ તત્ત્વો મળીને કુલ ચોવીશ તત્ત્વ થયાં અને તે સર્વથી ભિન્ન એવું પચ્ચીસમું તત્ત્વ એ પુરુષ છે. આ પચ્ચીસ તત્ત્વોનું વર્ગીકરણ ચાર પ્રકારે કરવામાં આવ્યું છે - ૧) પ્રકૃતિ ૨) વિકૃતિ ૩) પ્રકૃતિ-વિકૃતિ અને ૪) ન પ્રકૃતિ - ન વિકૃતિ. ૧) કોઈ તત્ત્વ એવું છે જે સર્વનું કારણ તો હોય છે, પરંતુ સ્વયં કોઈનું કાર્ય નથી હોતું, તેને પ્રકૃતિ કહે છે. ૨) કેટલાંક તત્ત્વ કોઈથી ઉત્પન્ન તો થાય છે, કિંતુ સ્વયં કોઈ અન્ય તત્ત્વને ઉત્પન્ન નથી કરતા. તે ફક્ત કાર્યરૂપ જ હોય છે, કોઈના કારણરૂપ નથી; તેને વિકૃતિ કહે છે. પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, પાંચ મહાભૂત અને મન એ સોળ તત્ત્વ વિકૃતિ કહેવાય છે. ૩) કેટલાંક તત્ત્વ કોઈ તત્ત્વોથી ઉત્પન્ન થાય છે અને અન્ય તત્ત્વોને ઉત્પન્ન પણ કરે છે, તેને પ્રકૃતિ-વિકૃતિ કહે છે. તે પૂર્વની અપેક્ષાએ કાર્ય અને ઉત્તરની અપેક્ષાએ કારણ છે. તે કારણ હોવાથી પ્રકૃતિ છે અને કાર્યરૂપ હોવાથી વિકૃતિ પણ છે. મહતું, અહંકાર અને પાંચ તન્માત્રા એ સાત તત્ત્વ પ્રકૃતિ અને વિકૃતિ બને કહેવાય છે. તે આ પ્રમાણે - મહત્તત્ત્વ એ અહંકારની પ્રકૃતિ છે અને મૂલ પ્રકૃતિની વિકૃતિ છે. અહંકાર સોળ તત્ત્વોને ઉત્પન્ન કરનાર હોવાથી તેની પ્રકૃતિ છે અને મહત્વની વિકૃતિ છે. પાંચ તન્માત્રા પાંચ ભૂતને ઉત્પન્ન કરનાર હોવાથી તેની પ્રકૃતિ છે અને અહંકારની વિકૃતિ છે. ૪) એક પુરુષતત્ત્વ એવું છે કે જે ન કોઈથી ઉત્પન્ન થાય ૧- જુઓ : ‘સાંખ્યકારિકા', શ્લોક ૨૨ 'प्रकृतेर्महांस्ततोऽहंकारस्तस्माद् गणश्च षोडशकः । तस्मादपि षोडशकात् पश्वभ्यः पञ्च भूतानि ।।' Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન છે કે ન કોઈને ઉત્પન્ન કરે છે. પુરુષ, ચેતન અથવા જડમાંથી કોઈનું પણ કારણ ન હોવાથી તથા પોતે કોઈનું કાર્ય ન હોવાથી તે કારણ-કાર્યરહિત છે. તેની ગણના ન પ્રકૃતિ - ન વિકૃતિ વર્ગમાં કરવામાં આવી છે. આમ, પ્રકૃતિ કોઈનો વિકાર નથી. બુદ્ધિ, અહંકાર અને પાંચ તન્માત્રા પ્રકૃતિ-વિકૃતિ છે. અગિયાર ઇન્દ્રિયો તથા પાંચ ભૂત વિકૃતિ છે. પુરુષ પ્રકૃતિ પણ નથી અને વિકૃતિ પણ નથી.' પ્રકૃતિનાં બધાં જ કાર્યોમાં સૌથી વધુ અગત્યનું કાર્ય બુદ્ધિ છે. બુદ્ધિ પ્રકૃતિનું પ્રથમ પરિણામ છે. સાંખ્ય દર્શનની વિશેષતા એ છે કે બુદ્ધિ ચેતન પુરુષનો ગુણ નહીં પણ અચેતન પ્રકૃતિનું કાર્ય છે. તેને મહતું કે ચિત્ત પણ કહેવામાં આવે છે. તે પ્રકૃતિનું કાર્ય હોવાથી સ્વયં જડ છે, પરંતુ ચેતન પુરુષના પ્રતિબિંબના કારણે તે ચેતન જેવી જણાય છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, અધર્મ, અજ્ઞાન, અવૈરાગ્ય અને અનૈશ્વર્ય (અશક્તિ) એ બુદ્ધિનાં આઠ ગુણો છે. સત્ત્વનું પરિણામ અધિક હોય ત્યારે તેમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય એ ચાર ગુણોનો ઉદય થાય છે; જ્યારે તમસૂનું પરિણામ અધિક હોય ત્યારે તેમાં અધર્મ, અજ્ઞાન, અવૈરાગ્ય અને અનૈશ્વર્ય એ ચાર ગુણોનો ઉદય થાય છે. - સાંખ્યમત અનુસાર પુરુષનું લક્ષણ માત્ર ચૈતન્ય જ છે, જ્ઞાન નહીં. સાંખ્ય દર્શન જ્ઞાનને બુદ્ધિનો ધર્મ ગણે છે. ચેતન તો સર્વથા અક્રિય છે, કેમ કે તે એકાંત નિત્ય છે; એટલે ચેતનમાં બાહ્ય વિષયોનું જ્ઞાન વગેરે કરવાની ક્રિયા સંભવતી નથી. ચેતન કોઈ વિષયનું જ્ઞાન તો કરી શકે તેમ છે જ નહીં. જો નિત્ય એવો પુરુષ વિષયબોધ કર્યા કરે તો તેનો કદાપિ મોક્ષ જ ન થાય, કેમ કે વિષયબોધ કરવાનો સ્વભાવ જો પુરુષનો હોય તો, સ્વભાવ કદી નષ્ટ ન થતો હોવાથી વિષયાવચ્છેદમાં પુરુષને હેતુ માની શકાય નહીં. પદાર્થોનું જ્ઞાન બુદ્ધિમાં થાય છે. સ્વયં ચેતનાશક્તિ પદાર્થને જાણતી નથી, પદાર્થને જાણવાનું કાર્ય બુદ્ધિનું છે. પુરુષમાં રહેલી ચિત્શક્તિ સ્વયં પદાર્થજ્ઞાન કરી શકતી નથી, કેમ કે સુખ-દુઃખ ઇન્દ્રિયો દ્વારા બુદ્ધિમાં પ્રતિભાસિત થાય છે. બુદ્ધિ ઉભયમુખ દર્પણ જેવી છે. બુદ્ધિમાં એક બાજુ ચેતનાશક્તિનું પ્રતિબિંબ અને બીજી બાજુ બાહ્ય જગતનું પ્રતિબિંબ પડે છે. જ્યારે બુદ્ધિમાં ચેતનાશક્તિનું પ્રતિબિંબ પડે છે ત્યારે પુરુષ પોતાને બુદ્ધિથી અભિન્ન સમજીને ઉપચારથી હું સુખી છું, હું દુઃખી છું' ઇત્યાદિ જ્ઞાનનો અનુભવ કરે છે. યદ્યપિ પુરુષ સ્વયં શુદ્ધ છે, પરંતુ બુદ્ધિ સંબંધી અધ્યવસાયને ૧- જુઓ : “સાંખ્યકારિકા', શ્લોક ૩ 'मूलप्रकृतिरविकृतिर्महदाद्याः प्रकृतिविकृतयः सप्त । षोडशकस्तु विकारो न प्रकृतिर्न विकृतिः पुरुषः ।।' Page #510 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૨ ४७७ જોતો હોવાથી, પોતે પોતાને બુદ્ધિથી અભિન સમજે છે.૧ | ક્રિયાશીલતા બુદ્ધિમાં જ છે. પુરુષ ક્રિયાશીલ નહીં પણ નિષ્ક્રિય છે. ચેતનપુરુષ કોઈ કાર્ય કરતો નથી, કારણ કે તે તો ક્રિયા કરવાને અસમર્થ છે. કૃતિ-ક્રિયા એ તો બુદ્ધિનો ગુણ છે, માટે બુદ્ધિ જ કર્તા છે. પાપ-પુણ્યાદિ સર્વ ધર્મ બુદ્ધિના છે, જે પુરુષમાં પ્રતિબિંબિત થાય છે. બધું જ પ્રકૃતિ (બુદ્ધિ) કરે છે. કર્તાપણાનો ધર્મ પ્રકૃતિનો છે. પુરુષ તો અકર્તા જ રહે છે, કારણ કે તે પુણ્ય-પાપાદિ કરતો નથી. સાંખ્યમત પ્રમાણે પ્રકૃતિ કર્તા છે અને પુરુષ નિર્લેપ છે. કર્તુત્વધર્મ પુરુષનો નથી. પુરુષ હરહંમેશ મૂક સાક્ષીરૂપ છે. હિત-અહિતાત્મક આચાર ક્રિયારૂપ છે અને ક્રિયા તો પ્રકૃતિના ધર્મરૂપ છે, પુરુષ પોતે સ્વયં અક્રિય છે; તેમ છતાં શુભાશુભ ક્રિયાને પુરુષની ક્રિયા કહેવામાં આવે છે તે માત્ર ઉપચાર છે. પંથે જતા મુસાફરોને લૂંટાયેલા જોઈને રહસ્યભૂત એવો એક વાક્યપ્રયોગ થાય છે કે “પંથ લૂંટાયો'. આમાં પંથ એટલે રસ્તો. તે તો પોતે અચેતન હોવાથી લૂંટાઈ શકે નહીં, માટે ‘પથ લૂંટાયો’ એવો વાક્યપ્રયોગ પંથમાં પંથીનો ઉપચાર કરીને થયો છે એ રહસ્ય જાણવું જોઈએ; પણ મૂઢ બુદ્ધિવાળો જીવ એ રહસ્યને પકડી ન શકવાથી ઉપચારગર્ભિત તે વચનને અનુપચારવાળું માને છે. આ પ્રમાણે પ્રકૃતિની ક્રિયા જોઈને અવિવેકી મૂઢ પુરુષ તેને પોતાની ક્રિયા માને છે. પ્રકૃતિના સત્ત્વાદિ ગુણોથી કર્મો થાય છે, અર્થાત્ તે ગુણો કર્મોના કર્તા છે; પણ મૂઢ પુરુષ એમ માને છે કે તે કર્મોનો કર્તા હું જ છું'. કોઈ પણ ક્રિયા વાસ્તવમાં અક્રિય એવા પુરુષની હોતી નથી. જગતનું સમસ્ત કાર્ય પ્રકૃતિ કરે છે અને પુરુષ તેનો ભોગ કરે છે. પુરુષ જો અપરિણામી હોય તો તે સુખ-દુઃખરૂપે પરિણમ્યા વિના તેનો ભોક્તા કેવી રીતે બની શકે? આ શંકાનું નિરસન કરતાં સાંખ્યો જણાવે છે કે સુખ-દુ:ખાકાર ચિત્ત પુરુષમાં પ્રતિબિંબિત થાય છે અને આમ ચિત્તગત સુખ-દુ:ખાકારનો તેને અનુભવ થાય છે. તેઓ ભારપૂર્વક કહે છે કે પુરુષમાં પરિણામરૂપ ભોગનો જ નિષેધ છે, જ્યારે પ્રતિબિંબરૂપ ૧- શ્રી વિજ્ઞાનભિક્ષુના મત અનુસાર જ્યારે કોઈ બાહ્ય વિષય કે વસ્તુ ઇન્દ્રિયના સંપર્કમાં આવે છે ત્યારે બુદ્ધિ વિષયનો આકાર અહણ કરે છે. બુદ્ધિમાં સત્ત્વ ગુણ વિશેષ હોવાથી ચેતનપુરુષનું તેના ઉપર પ્રતિબિંબ પડે છે અને આથી તેમાં પણ ચૈતન્યનો આભાસ થાય છે. પછી તે વિષયાકારક બુદ્ધિ પુરુષમાં પ્રતિબિંબિત થાય છે. શ્રી વાચસ્પતિ મિશ્રના મત મુજબ બુદ્ધિમાં પુરુષ પ્રતિબિંબિત થાય છે, પરંતુ પુરુષમાં બુદ્ધિ પ્રતિબિંબિત થતી નથી. શ્રી વિજ્ઞાનભિક્ષુના મત મુજબ બન્નેનું પ્રતિબિબ એકબીજા ઉપર પડે છે. આથી તેમનો મત પારસ્પરિક પ્રતિબિંબવાદ પણ કહેવાય છે. બુદ્ધિનું પ્રતિબિંબ પુરુષમાં પડે છે તેમ શ્રી વિજ્ઞાનભિક્ષુ માને છે એનું કારણ એ છે કે એનાથી પુરુષનાં સુખ-દુ:ખાદિની સ્પષ્ટતા થઈ જાય છે; નહીં તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પુરુષ જે વિકારોથી રહિત છે તેને સુખ-દુઃખનો અનુભવ થઈ શકે નહીં. આ અનુભવ તો બુદ્ધિ દ્વારા જ શક્ય બને છે. Page #511 -------------------------------------------------------------------------- ________________ ४७८ ભોગ તો તેનામાં છે જ. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન સુખ-દુઃખ વગેરેનો અનુભવ પુરુષને જ થાય છે. જરા-મરણકૃત દુ:ખ પુરુષ જ પામે છે. બુદ્ધિ વગેરે તો તેના ભોગને સાધી આપનારાં સાધનમાત્ર છે. આના ઉપરથી એમ સ્પષ્ટ થાય છે કે સાંસારિક અવસ્થામાં, અર્થાત્ વિવેકોદય ન થાય ત્યાં સુધી પુરુષ સ્વયં સુખ-દુઃખનો અનુભવ કરે છે અને એ જ તેનો ભોગ છે. બુદ્ધિ વગેરે કરણો ભોગનાં સાધનમાત્ર છે, આધાર નહીં. સુખ-દુઃખના અનુભવરૂપ ભોગનો આધાર તો પુરુષને જ ગણવો જોઈએ, ચિત્તને નહીં. સુખ-દુઃખ બુદ્ધિનાં ધર્મો છે એ બરાબર, પરંતુ તેના તે સુખ-દુ:ખ ધર્મોને ભોગવનારો, અનુભવનારો તો પુરુષ જ છે. વાસ્તવમાં પરિણમન તો બુદ્ધિમાં જ થાય છે, પણ ભોગનું ભાન પુરુષમાં થાય છે. પુરુષના ભોક્તૃત્વની બાબતમાં એવી શંકા થવી સ્વાભાવિક છે કે પુરુષ તો અકર્તા છે, એટલે તે ભોક્તા બની જ કેવી રીતે શકે? કર્તા એક અને ભોક્તા બીજો એ તો બને જ નહીં. ચિત્ત સુખ-દુઃખાકારે પરિણમે અને સુખ-દુ:ખનો ભોગ પુરુષ કરે એ તો વિચિત્ર કહેવાય. એમ માનતાં તો કૃતવિનાશરૂપ અને અકૃતાભ્યાગમ દોષો આવશે. આનું સમાધાન સાંખ્ય આ પ્રમાણે આપે છે - જેમ રસોઇયાએ રાંધીને તૈયાર કરેલા ભોજનનો ઉપભોગ તેનો સ્વામી કરે છે, તેમ ચિત્તની પરિણામક્રિયાથી ઉદ્ભવેલી સુખ-દુઃખાકાર વૃત્તિનો ઉપભોગ પણ તેનો સ્વામી પુરુષ કરે છે. વળી, ઉચ્ચ કક્ષાના પુરુષો પોતાના રસોઇયાએ તૈયાર કરેલા ભોજનને જ જમે છે, બીજાના રસોઇયાએ તૈયાર કરેલા ભોજનને જમતા નથી; તેવી જ રીતે પુરુષ પોતાના ચિત્તની સુખ-દુઃખાકાર વૃત્તિને જ ભોગવે છે, અન્યના ચિત્તની સુખ-દુઃખાકાર વૃત્તિને ભોગવતો નથી. વળી, પુરુષ ચિત્તનો અધિષ્ઠાતારૂપ કર્તા તો છે જ. ચિત્ત તેની પ્રેરણાથી જ પરિણમનરૂપ ક્રિયા કરે છે અને તેથી એ પરિણમનરૂપ ક્રિયાનું ફળ તે ભોગવે છે. આ પ્રમાણે કૃતપ્રણાશ અને અકૃતાભ્યાગમ દોષનો પણ નિરાસ થઈ જાય છે. આમ, બુદ્ધિ જે કરે છે તેને પ્રતિબિંબિત કરીને પુરુષ તેને ભોગવે છે. પ્રકૃતિના વિકારરૂપ બુદ્ધિ જે ઉભયમુખ દર્પણ જેવી છે, તેમાં સુખ-દુ:ખ આદિનું પ્રતિબિંબ પડે છે. તે સ્વચ્છ આત્મામાં સ્ફુરે છે, તેથી તેને ભોક્તા કહી શકાય. દર્પણ સમાન બુદ્ધિમાં સંક્રાંત પદાર્થોનું પ્રતિબિંબ પુરુષરૂપી દર્પણમાં પડે છે. આ જે બુદ્ધિનું પ્રતિબિંબ પુરુષમાં પડે છે, તે જ પુરુષનો ભોગ (પુરુષનું ભોક્તત્વ) કહેવાય છે. તેથી જ પુરુષને ભોક્તા કહે છે, પણ વાસ્તવિક રીતે તો પુરુષમાં કોઈ પણ જાતનો વિકાર થતો નથી. પુરુષ તો કૂટસ્થ નિત્ય અને અવિકારી છે, તેનામાં કોઈ પરિણમન થતું નથી. પુરુષ પ્રકૃતિનો સાક્ષીમાત્ર રહે છે, તથાપિ જેમ સ્ફટિકની પાછળ અમુક રંગની વસ્તુ મૂકી હોય તો તરૂપ વર્ણવાળું સ્ફટિક દેખાય છે, તેમ પુરુષનું સ્વરૂપ બહારથી ભિન્ન થતું જોવા મળે Page #512 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૨ ૪૭૯ છે અને ત–માણમાં તે ભોક્તા થતો હોય તેમ દેખાય છે. સ્ફટિક રત્નમાં લાલ, પીળો આદિ કોઈ રંગ નથી, પણ તેને જેવા પદાર્થનો સંબંધ થાય તેવા રૂપે તે દેખાય છે. સ્ફટિક રત્નની પાસે પદ્મરાગ - રાતું રત્ન, જુઈ પુષ્પ વગેરેનો સંયોગ થતાં સ્ફટિક રત્ન તેવા પ્રકારના રંગને ધારણ કરે છે, તથા સૂર્ય અને ચંદ્રનાં કિરણોનો સ્પર્શ થતાં તે તેવા પ્રકારના પ્રતિબિંબને પોતાના સ્વરૂપમાં ધારણ કરે છે, તેમજ વૈશ્વાનલ તથા જયકાંત રત્નના સંપર્ક વડે તે તેવા જ સ્વરૂપનું ભાન કરાવે છે. રાતા પુષ્પના સંપર્કમાં પોતે લાલપણાને, પીળા પુષ્પના સંબંધથી પીળાપણાને પ્રાપ્ત થયેલો પોતાને જેમ બતાવે છે; તેમ પ્રકૃતિસંસર્ગના કારણે બુદ્ધિરૂપી માધ્યમ દ્વારા પુરુષમાં ભોગની કલ્પના કરવામાં આવે છે. સાંખ્યમત અનુસાર આત્મા સાક્ષાત્ ભોક્તા નથી. આમ, શુભાશુભ ક્રિયાઓ પ્રકૃતિ વડે, એટલે કે સત્ત્વ, રજસ્ અને તમસુ ગુણ વડે સર્વ પ્રકારે કરાય છે; તેથી આત્મા શુભાશુભ ક્રિયાનો - કર્મનો કર્તા નથી, તેમજ તે ક્રિયાના ફળનો સાક્ષાત્ ભોક્તા પણ નથી; પરંતુ બુદ્ધિએ ઉત્પન્ન કરેલા પ્રતિબિંબ દ્વારા તે ભોક્તા જણાય છે. પુરુષ કૂટસ્થ નિત્ય છે, એટલે કે તે કદાપિ વિકારી સ્વભાવવાળો નથી. તે નિરંજન છે, એટલે કે તે સકળ કર્મમળથી રહિત છે. તે ક્રિયારહિત હોવાથી બંધન વિનાનો છે. અપરિણામી આત્મામાં વાસના અને ક્લેશરૂપ કર્મોના સંબંધથી બંધનનો સંભવ હોતો નથી તો આત્માનો મોક્ષ, અર્થાત્ બંધનથી છૂટા થવાપણું કેવી રીતે હોઈ શકે? વળી, આત્મા નિષ્ક્રિય હોવાથી તેનું સંસારપરિભ્રમણ પણ કઈ રીતે હોઈ શકે? આ શંકાના ઉત્તરમાં સાંખ્ય દર્શન કહે છે કે પુરુષ અને પ્રકૃતિ ઉભયથી સર્વગત છે, અરસપરસ સંયુક્ત છે. પ્રકૃતિ અને પુરુષનો સંયોગ (બંધ) અનાદિ છે. બન્નેનાં સાચાં સ્વરૂપનું અજ્ઞાન એ જન્મ-મરણનાં બંધનનું કારણ છે. પ્રકૃતિ પુરુષથી તદ્દન ભિન્ન છે, છતાં જડ પ્રકૃતિનું પ્રતિબિંબ ચેતન પુરુષમાં પડવાથી પુરુષને એવો ભ્રમ થઈ જાય છે કે પ્રકૃતિ જ છું'. ભિન્નતાનું જ્ઞાન ન થવાથી, અર્થાત્ અભિન્નતાનો ભ્રમ થઈ જવાના કારણે જ પુરુષનો સંસાર ઊભો રહે છે. પ્રકૃતિનો આશ્રય કરવાથી, બુદ્ધિમાં પ્રતિબિંબિત થયેલા શબ્દાદિનું પોતામાં પ્રતિબિંબ પડતાં પુરુષ તેમાં આનંદ માને છે અને પ્રકૃતિને આવી રીતે સુખરૂપ માની તે સંસારમાં પડ્યો રહે છે. પુરુષ અને પ્રકૃતિ વચ્ચેનો આ તફાવત સમજાતાં વિવેકજ્ઞાન થાય છે અને તેથી પુરુષનો પ્રકૃતિથી વિયોગ ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય', શ્લોક ૨૨૧ 'पुरुषोऽविकृतात्मैव स्वनि समचेतनम् । मनः करोति सान्निध्यादुपाधिः स्फटिकं यथा ।।' Page #513 -------------------------------------------------------------------------- ________________ ४८० શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન થાય છે, જેને મોક્ષ કહેવાય છે. પ્રકૃતિ અને પુરુષના સંસર્ગનું નામ જ સંસાર છે. જ્યાં સુધી પ્રકૃતિ અને પુરુષ વચ્ચે ભેદજ્ઞાન નથી થતું, જ્યાં સુધી પુરુષ એ નથી સમજતો કે હું પ્રકૃતિથી સર્વથા ભિન્ન છું', ત્યાં સુધી જ સંસારની સ્થિતિ છે. બન્નેનાં સાચાં સ્વરૂપનું જ્ઞાન થાય કે તરત જ બંધનનો નાશ થાય છે અને આત્મા મુક્ત થાય છે. પ્રકૃતિ અને પુરુષમાં ભેદજ્ઞાન થતાં જ પુરુષ પ્રકૃતિના સંસર્ગજન્ય આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક એ ત્રણે પ્રકારનાં દુઃખોથી છૂટી જાય છે. ચોવીસ તત્ત્વોનાં સાચાં સ્વરૂપને સમજવાથી અને એ ચોવીસથી પચ્ચીસમો પુરુષ અલિપ્ત છે એવું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે. પુરુષ કૂટસ્થ નિત્ય હોવાથી, વાસ્તવમાં બંધ અને મોક્ષ પુરુષના ન હોઈ શકે. પુરુષ તો શુદ્ધ, બુદ્ધ, નિત્ય, મુક્તસ્વભાવી છે. ચિત્ત જ્યારે અવિવેકજ્ઞાનથી વાસિત હોય છે ત્યારે તે અવિવેકજ્ઞાન ચિત્તના દુઃખનું કારણ બને છે અને ચિત્તનો દુઃખપરિણામનું પ્રતિબિંબ પુરુષમાં પડે છે. ચિત્તના આ દુ:ખરૂપ પરિણામના પ્રતિબિંબને ધારવું એ જ પુરુષનો બંધ છે. વિવેકજ્ઞાન એ જ મોક્ષનું સાધન છે. વિવેકજ્ઞાનના પરિણામે દુઃખપરિણામરૂપ ચિત્તવૃત્તિનો નિરોધ થાય છે અને છેવટે વિવેકજ્ઞાનરૂપ ચિત્તવૃત્તિ સહિત સર્વ ચિત્તવૃત્તિનો નિરોધ થાય છે, જેના ફળસ્વરૂપ પુરુષમાં ચિત્તનું પ્રતિબિંબ પડતું બંધ થઈ જાય છે. પુરુષ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થાય છે. તેનો પ્રકૃતિ સાથેનો સંયોગ છૂટી જાય છે. આ છે પુરુષનો મોક્ષ. આમ, પુરુષમાં બંધ અને મોક્ષ ઔપાધિક છે. વાસ્તવમાં બંધ અને મોક્ષ પ્રકૃતિના જ ધર્મ છે, પુરુષના નહીં. પુરુષ તો સ્વભાવથી અસંગ અને મુક્ત છે. પુરુષ બંધાતો નથી, મુક્ત થતો નથી કે સંસરણ કરતો નથી; પરંતુ પ્રકૃતિ જ બંધાય છે, મુક્ત થાય છે અને સંસરણ કરે છે. - આમ, પ્રકૃતિનો જ બંધ અને મોક્ષ થાય છે; પુરુષનો બંધ અને મોક્ષ કેવળ ઉપચારથી જ કહેવાય છે. જેમ યુદ્ધમાં સૈનિકો દ્વારા થયેલ જય-પરાજય રાજાનો જયપરાજય કહેવાય છે, કેમ કે જય-પરાજય દ્વારા પ્રાપ્ત લાભ અને હાનિનું ફળ રાજાને મળે છે; તેમ પ્રકૃતિ દ્વારા થતા સંસાર અને મોક્ષ ઉપચારથી પુરુષના કહેવાય છે. ૧ ૧- જુઓ : આચાર્યશ્રી મલ્લિષેણસૂરિજીકૃત, “સ્યાવાદ મંજરી', શ્લોક ૧૫ની ટીકા ___'यतः प्रकृतिरेव नानापुरुषाश्रया सती बध्यते संसरति मुच्यते च न पुरुष इति बन्धमोक्षसंसाराः पुरुषे उपचर्यन्ते । यथा जयपराजयौ भृत्यगतावपि स्वामिन्युपचर्येते, तत्फलस्य कोशलाभादेः स्वामिनि संबन्धात्, तथा भोगापवर्गयोः प्रकृतिगतयोरपि विवेकाग्रहात् पुरुषे संबन्ध ।' સરખાવો : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘સમ્યકત્વ પ્રસ્થાન ચઉપઇ”, ગાથા ૪૯ પ્રકૃતિધર્મ હિત અહિત આચાર ચેતનના કહઇ તે ઉપચાર | વિજય પરાજય જિમ ભટતણા નરપતિનઇ કહઈ અતિઘણા IT' Page #514 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૨ ૪૮૧ સાંખ્યમતમાં પુરુષને સંસાર પણ નથી અને મોક્ષ પણ નથી. તે સર્વ પ્રકૃતિને જ છે અને એનો પુરુષ સાથે સંબંધ ગણવામાં આવે છે તે માત્ર ઉપચારથી છે. પુરુષ તો કૂટસ્થ નિત્ય અને અપરિણામી છે. તાત્પર્ય એ છે કે બધો ખેલ પ્રકૃતિનો છે. પ્રકૃતિ નર્તકી સમાન છે, જે રંગસ્થળમાં ઉપસ્થિત દર્શકોની સામે પોતાની કલા દેખાડીને નૃત્યમાંથી નિવૃત્ત થાય છે. પ્રકૃતિ પણ પુરુષને પોતાનો વ્યાપાર દેખાડીને નિવૃત્ત થાય છે. વાસ્તવમાં પ્રકૃતિથી સુકુમાર અન્ય કોઈ બીજું નથી. પ્રકૃતિ એટલી લજ્જાશીલ છે કે એક વાર જો પુરુષ તેને જોઈ લે તો તે પુનઃ પુરુષની સામે આવતી નથી, અર્થાત્ પુરુષ સાથે ફરી સંસર્ગ કરતી નથી. પ્રકૃતિને જોઈ લેવાથી પુરુષ તેની ઉપેક્ષા કરવા લાગે છે તથા પુરુષ દ્વારા જોવાઈ જવાથી પ્રકૃતિ વ્યાપારથી વિરક્ત થઈ જાય છે. આમ, સાંખ્યો પુરુષને શુભાશુભ કર્મનો કર્તા નથી માનતા, ભોક્તા પણ નથી માનતા. તેમના મત અનુસાર તો વસ્તુતઃ પુરુષ નથી કોઈનો પણ કર્તા કે નથી કોઈનો પણ ભોક્તા. એ તો છે કૂટસ્થ નિત્ય અને રાગાદિથી અલિપ્ત. પુરુષ જળમાં કમળપત્રની જેમ નિર્લિપ્ત છે, સાક્ષી છે; છતાં તેવા પુરુષને એવી મિથ્યા બુદ્ધિ થાય છે કે હું સુખી છું', હું દુઃખી છું' ઇત્યાદિ. આમાં તેનું બુદ્ધિ સાથેના અભેદનું ભાંત જ્ઞાન જ કારણ બને છે. તાત્પર્ય એ છે કે વસ્તુતઃ પુરુષ કમલપત્રવત્ નિર્લેપ છે, અકર્તા અને અભોક્તા છે, પરંતુ બુદ્ધિ સાથેના અભેદના અધ્યાસથી તે પોતાને જ કર્તા વગેરે માનવાની મૂઢતા કરે છે. સાંખ્ય દર્શનની જેમ વેદાંત દર્શન પણ આત્માને અબંધ માને છે અને તે એમ કહે છે કે બ્રહ્મમાં બંધનો અભાવ છે. બ્રહ્મ વિશુદ્ધ, અસંગ, સ, ચિત્ અને આનંદસ્વરૂપ છે. બંધ અને મોક્ષ કાલ્પનિક છે. જેમ અરીસાવાળા ઘરમાં જઈ ચડેલો કૂતરો પોતાના પ્રતિબિંબને બીજો કૂતરો માનીને ભસે છે, તેમ જીવને બહ્મજ્ઞાનની ગેરહાજરીમાં જે ભેદ પ્રતિભાસે છે તે જૂઠા જ્ઞાનરૂપ છે. તે જૂઠા જ્ઞાનથી જૂઠું જ બંધન થાય છે, અર્થાતુ જેમ કાચગત શ્વાન વાસ્તવિક નથી, તેમ બ્રહ્મજ્ઞાનના અભાવે ભાસતું બંધન વાસ્તવિક હોતું નથી. અજ્ઞાનરૂપ આ બંધનનો કર્તા ચેતન નથી, કેમ કે બંધન પોતે જ મૂળમાં અવાસ્તવિક છે. માત્ર વ્યવહારમાં - લોકની જાણકારીમાં જીવ તેનો કર્તા ભાસે છે; પરંતુ વાસ્તવમાં તે બંધનનો કોઈ કર્તા હોતો નથી કે જેના વડે જીવ બંધાયેલો જણાય છે. ૧- જુઓ : ‘સાંખ્યકારિકા', શ્લોક ૫૯ 'रङ्गस्य दर्शयित्वा निवर्तत नर्तकी यथा नृत्यात् । पुरुषस्य तथात्मानं प्रकाश्य विनिवर्तते प्रकृतिः ।।' Page #515 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન (૨) “અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ' ગાથાની બીજી પંક્તિમાં શિષ્ય કહે છે કે કર્મગહણરૂપ પ્રવૃત્તિ પ્રેરણાશક્તિ (જ્ઞાનશક્તિ) વિના સંભવિત નથી અને પ્રકૃતિ જડ હોવાથી તેનામાં પ્રેરણાસ્વભાવ (જ્ઞાનસ્વભાવ) નથી, માટે પ્રકૃતિ કર્મની કર્તા થઈ શકે નહીં એમ સ્વીકારવામાં આવે તોપણ તેથી આત્મા કર્મનો કર્તા સિદ્ધ થતો નથી; ઈશ્વરેચ્છારૂપ પ્રેરણાશક્તિથી કર્મ થાય છે એમ માનવું ઉચિત લાગે છે. જીવ જે પણ કાર્ય કરે છે તે ઈશ્વરપ્રેરણાને આધીન હોવાથી, અર્થાત્ ઈશ્વર જ તેનો પ્રેરકકર્તા હોવાથી જીવને તે કર્મનું કર્તાપણું ઘટતું નથી અને તેથી જીવ અબંધ ઠરે છે. જગતકર્તા અને નિયંતારૂપ ઈશ્વરની માન્યતા ધરાવનારા એમ માને છે કે ઈશ્વર જેવી એક પરમ સત્તા છે, જેણે આ ચરાચર જગત રચ્યું છે. આ જગતમાં જે કંઈ થઈ રહ્યું છે તે તેની ઇચ્છાથી થાય છે. અચિંત્ય જ્ઞાનશક્તિથી સહિત અને અનાદિશુદ્ધ એવો ઈશ્વર જીવનાં કર્મનો પ્રેરક હોવાથી (હિતાદિ કાર્યની પ્રવૃત્તિને ઉત્પન્ન કરવા દ્વારા) આ જગતના કાર્યમાત્ર પ્રત્યે કારણ છે.* આ જગતમાં જીવ સર્વ કર્મ ઈશ્વરની પ્રેરણાથી જ કરે છે. જીવ સ્વતંત્રપણે કંઈ પણ કરી શકતો નથી, ઈશ્વર તેની પાસે સર્વ કરાવે છે. ઈશ્વર સર્વ પ્રાણીઓનાં હૃદયમાં રહીને તેમને મંત્ર ઉપર જડેલાં પૂતળાંની જેમ બમણ કરાવે છે; અર્થાત્ કર્મ કરવામાં જીવ સ્વતંત્ર નથી, ઈશ્વર જ તેની પાસે સર્વ કર્મ કરાવે છે. ૨ જેઓ ઈશ્વરને જગતકર્તા માને છે તે બધાનું એવા પ્રકારનું મંતવ્ય છે કે જગતમાં જે કાંઈ બની રહ્યું છે તેની પાછળ ઈશ્વરનું જ કર્તુત્વ હોય છે. ઘડો બનાવતો કુંભાર લોકદષ્ટિએ ભલે ઘડાનો કર્તા કહેવાતો હોય તોપણ એ ઘડાને બનાવવાની કુંભારને પ્રેરણા કરનાર તો ઈશ્વર જ છે, માટે વસ્તુતઃ તો ઈશ્વર જ ઘડાનો કર્તા છે. જીવની કોઈ પણ નાની કે મોટી પ્રવૃત્તિ, રોગ, શોક, ઘડપણ કે મૃત્યુ એ બધામાં ઈશ્વરનું કર્તુત્વ જ રહ્યું છે. બાળક માતાની કુક્ષિમાં આવે અને જન્મ પહેલાં ત્યાં જ મૃત્યુ પામે તો તે બન્નેમાં ઈશ્વરનું જ કર્તુત્વ કામ કરે છે. ઈશ્વર જ બાળકને માતાની કુક્ષિમાં લાવે છે અને ઈશ્વર જ એ બાળકને મૃત્યુ બક્ષે છે. નવોઢા સ્ત્રીના પતિને ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય', શ્લોક ૧૯૪ (ઈશ્વરકત્વવાદ પૂર્વપક્ષ) 'ईश्वरः प्रेरकत्वेन कर्ता कैश्चिदिहेष्यते । अचिन्त्यचिच्छक्तियुक्तोऽनादिशुद्धश्च सूरिभिः ।।' ૨- જુઓ : ‘શ્રીમદ્ ભગવદ્ગીતા', અધ્યાય ૧૮, શ્લોક ૬૧ ‘ફૅશ્વર: સર્વભૂતાનાં હૃદેશsળુન તિતિ | भ्रामयन्सर्वभूतानि यन्त्रारूढानि मायया ।।' Page #516 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૨ ૪૮૩ ભરયુવાનીમાં અકસ્માત કરાવનાર ઈશ્વર, હૉસ્પિટલમાં જવાની પ્રેરણા કરનાર પણ ઈશ્વર, વેદના ઉત્પન્ન કરનાર પણ ઈશ્વર અને મૃત્યુ આપનાર પણ ઈશ્વર. એ રીતે નવોઢાના જીવનને પતિના સુખથી વંચિત કરવામાં પણ ઈશ્વરનું જ કર્તુત્વ હોય છે. - સૂર્ય-ચંદ્રને આકાશમાં પકડી રાખનાર, તેને ગતિ આપનાર પણ ઈશ્વર છે. સમુદ્રને મર્યાદામાં રાખનાર પણ એ જ છે. જગતની કોઈ પણ હિલચાલમાં, જગતના કોઈ પણ કાર્યમાં ઈશ્વર જ પ્રેરક બને છે, ભલે સાક્ષાત્ રીતે તેનો કર્તા માનવ વગેરે કહેવાતા હોય. સૃષ્ટિની ક્રિયામાં પ્રાણ પૂરનારું અને તે ક્રિયાને નિરંતર ચાલતી રાખનારું તત્ત્વ ઈશ્વર છે. ઈશ્વર એ એક એવું પ્રેરક તત્ત્વ છે કે જેની પ્રેરણા દ્વારા સૃષ્ટિના વિકાસક્રમમાં નવા નવા ગુણવાળા પદાર્થો પ્રગટ થાય છે. સૃષ્ટિવિકાસની આખી ક્રિયાને પ્રેરનારો અને દોરનારો એક ઈશ્વર જ છે. વિશ્વની ઘટના કેવી રીતે થઈ અને એ આજની સ્થિતિએ કેવી રીતે આવી પહોંચ્યું એ સંબંધમાં ઈશ્વરકર્તુત્વવાદીઓ કહે છે કે એ ઘટનામાં ઈશ્વરનો હાથ છે. દરેક કાર્યને કારણ તો હોવું જ જોઈએ. વિશ્વરૂપી મહાકાર્ય પ્રત્યક્ષ દેખાય છે, એટલે તેનું પણ કારણ તો હોવું જ જોઈએ. કારણ વિના વિશ્વની આ સ્થિતિ હોય નહીં. જેમ ઘડો બનવામાં કુંભાર કારણરૂપ છે, તેમ આ વિશ્વની અદ્ભુત રચના તથા વ્યવસ્થામાં ઈશ્વર કારણરૂપ છે. આ વિરાટ વિશ્વની રચના જોતાં એમ માન્યા વિના રહી શકાય નહીં કે આવી યોજના બનાવનાર (plan-maker) કોઈ હોવો જ જોઈએ. તેનો કોઈ ને કોઈ સંયોજક હોવો જ જોઈએ, એના વિના આવી સુંદર અને વ્યવસ્થિત રચના થઈ શકે જ નહીં. વિશ્વ એ માત્ર પદાર્થોનું સમૂહીકરણ છે તેવું માનવા કરતાં, તે કોઈના દ્વારા સંયોજિત છે તેવું માનવા માટે વધુ સબળ કારણો મળે છે એવું ઈશ્વરવાદીઓને લાગે છે. જો કે સર્વને આ મંતવ્ય માન્ય નથી. આ સૃષ્ટિનો કોઈ કર્તા છે કે નહીં એ બાબત માટે જગતમાં ભિન્ન ભિન્ન મત પ્રવર્તે છે. કેટલાક સૃષ્ટિરચનામાં કર્તારૂપ કોઈને પણ સ્વીકારતા નથી, પરંતુ સૃષ્ટિરચનાને આકસ્મિક રીતે, સ્વભાવથી કે કુદરતથી જ થયેલી માને છે. વૈજ્ઞાનિકો પણ આવી માન્યતાનું અનુસરણ કરે છે. અન્ય વર્ગ એવી માન્યતાવાળો છે કે સૃષ્ટિરચના કરવાવાળી એક જ્ઞાનમય સત્તા છે જેને ઈશ્વર કહેવાય છે. આકસ્મિકવાદીઓ, સ્વભાવવાદીઓ તથા કુદરતવાદીઓની માન્યતાઓનું ખંડન ઈશ્વરવાદીઓ કઈ રીતે કરે છે તે જોઈએ. (૧) આકસ્મિકવાદીઓનું કહેવું એમ છે કે નિત્ય એવા પ્રકૃતિનાં પરમાણુ અસંખ્ય પ્રકારે સંયુક્ત થતાં રહેવાથી ભૂતકાળમાં જે કરોડો અને અબજો પ્રકારના સંયોગો બન્યા છે, Page #517 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન તેની જ આ વર્તમાન સૃષ્ટિ છે અને આ સંયોગ કોઈના પણ પ્રયત્નના પરિણામસ્વરૂપ નહીં પણ આકસ્મિક જ છે. આકસ્મિકવાદની આ માન્યતાના સંબંધમાં ઈશ્વરવાદીઓ કહે છે કે સૃષ્ટિપ્રબંધનું અકસ્માત્ હોવું કદાપિ સ્વીકાર ન કરી શકાય, કારણ કે આકસ્મિક તો તેને જ કહી શકાય કે જેની ઉત્પત્તિ ક્વચિત્ જ હોય. સદાને માટે નિયમબદ્ધ તૈયાર થવાવાળી વસ્તુને આકસ્મિક માનવી એ મોટી ભૂલ છે. આકાશમાં દેખાવાવાળા વિવિધ રંગો તથા ઇન્દ્રધનુષ આદિનો ઉદ્ભવ પરમાણુના આકસ્મિક સંયોગોનું જ પરિણામ છે, પરંતુ એવા સંયોગો નિત્ય, પ્રતિસમય નિયમબદ્ધ નહીં હોવાથી, એવાં આકસ્મિક દૃષ્ટાંતો દ્વારા પ્રાણીઓની શરીરરચનારૂપ સૃષ્ટિને અન્ય કોઈ રચનાને પણ આકસ્મિકતામાં ખપાવવાનો દુરાગ્રહ ન કરી શકાય. પ્રત્યેક રચનાને આકસ્મિકતાની શ્રેણીમાં રાખવાવાળાને પ્રશ્ન કરી શકાય કે ઘઉં સ્વયં સંયુક્ત થઈને રોટલી કેમ નથી થઈ જતી? માટી સ્વયં એકત્રિત થઈને ઇંટોમાં પરિણત કેમ નથી થઈ જતી? આના પ્રત્યુત્તરમાં તેઓ એમ કહે છે કે રોટલી અને ઇંટ આદિની રચના કરવાવાળા તો પ્રત્યક્ષ જોવા મળે છે, પરંતુ સૂર્ય, ચંદ્ર, પર્વત, નદી તથા મનુષ્ય આદિના શરીરની રચના કરવાવાળા પ્રત્યક્ષ જોઈ શકાતા નથી અને એટલા માટે અમે તે રચનાને આકસ્મિક કહીએ છીએ. તો બીજો પ્રશ્ન તેમને એ પૂછી શકાય કે સૂર્યની રચના આકસ્મિક રીતિથી થઈ શકતી હોય તો નાનકડો દીપક અકસ્માતથી કેમ નથી બની શકતો? મોટામાં મોટી નદીની રચનામાં જે આકસ્મિકતા છે, તે જ આકસ્મિકતા નાના કૂવા બનાવવામાં કેમ ચક્કર ખાઈ જાય છે? મોટામાં મોટા પર્વત અકસ્માત જ બની શકે છે, તો નાની ઝૂંપડીઓ માટે માનવીએ પ્રયત્ન ન કરીને, આકસ્મિકતાના ભરોસે જ બેસી રહેવું જોઈએ. તમારા મતાનુસાર ઝૂંપડી સ્વયં બની જશે, પરંતુ તેમ કદી બનતું નથી એ તો તમને પણ ખબર છે. (૨) સ્વભાવવાદીઓનો સિદ્ધાંત એ છે કે આગ ગરમ હોય છે, જળ ઠંડું હોય છે, વાયુ ન ગરમ ન ઠંડો હોય છે, આ કોણે બનાવ્યું? આ સર્વ વ્યવસ્થા સ્વભાવથી જ છે. મોરની પાંખોને કોણ રંગે છે? કોયલને મધુર સ્વર કોણ આપે છે? આમાં સ્વભાવને છોડીને અન્ય કોઈ કારણ નથી દેખાતું. સ્વભાવવાદી કહે છે કે સૃષ્ટિનાં પરમાણુઓમાં કોઈ અન્ય શક્તિ દ્વારા નહીં આપેલો, સ્વયં પોતાનો જ એક સ્વભાવ હોય છે કે જેના વડે પ્રેરિત થઈને તે પરમાણુ વિશેષ રીતિથી સંયુક્ત કે વિમુક્ત થતાં રહે છે. જેમ આગનો સ્વભાવ બાળવાનો છે, વાયુનો સ્વભાવ ઊડવાનો કે કોઈ વસ્તુને ઉડાડવાનો છે. આમ હોવાથી કર્તાના રૂપમાં કોઈ ચેતનપ્રાણીની તેમાં આવશ્યકતા જ નથી રહેતી. સ્વભાવવાદીઓની આ માન્યતા માટે ઈશ્વરવાદીઓ એમ કહે છે કે જો પરમાણુઓમાં Page #518 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૨ ૪૮૫ પરસ્પર સંયુક્ત થવાનો જ સ્વભાવ છે તો તે ક્યારે પણ વિમુક્ત ન થવાં જોઈએ અને તે સદાને માટે સંયુક્ત થઈને જ રહેવાં જોઈએ. જો તેમાં અલગ અલગ રહેવાનો સ્વભાવ છે તો ક્યારે પણ તે મળી શકે નહીં. એ પ્રકારે તો કોઈ પણ વસ્તુ બની જ શકે નહીં. જો તેમાંથી કેટલાંક પરમાણુઓનો સ્વભાવ મળવાનો હોય અને કેટલાંકનો અલગ રહેવાનો, તો જે પરમાણુની પ્રબળતા અથવા અધિકતા હોય, તેને જ અનુકૂળ કાર્ય પણ થશે; અર્થાત્ જો મળવાના સ્વભાવવાળા પરમાણુઓનું પ્રાબલ્ય હોય તો તે પરમાણુઓના સંયોગથી બનેલી સૃષ્ટિને તે ક્યારે પણ બગડવા ન દે અને તેથી એ સંયોગથી બનેલી સૃષ્ટિમાં વિયોગ થવાનો પ્રશ્ન જ ઉત્પન્ન નહીં થાય. એ જ પ્રકારે જો અલગ અલગ રહેવાવાળા પરમાણુઓનું પ્રાબલ્ય હોય તો તે સૃષ્ટિની ઉત્પત્તિ ક્યારે પણ થવા જ ન દે. બન્ને પ્રકારનાં પરમાણુઓ બરાબર હોય તોપણ સૃષ્ટિ ન બની શકે, કારણ કે બન્ને બાજુથી બરાબર ખેંચતાણ થાય. તેથી બન્ને પ્રકારનાં પરમાણુઓ માટે એકબીજા ઉપર વિજય પ્રાપ્ત કરવો કઠિન બની જાય. સ્વભાવવાદી સૃષ્ટિરચનામાં સ્વાભાવિકતાની પુષ્ટિમાં જે મોરની પાંખોના રંગનું, જળની શીતળતાનું અથવા અગ્નિની ઉષ્ણતાનું ઉદાહરણ પ્રસ્તુત કરે છે તે પણ વ્યર્થ છે, કારણ કે રંગની સુંદરતા, સ્પર્શની શીતળતા અથવા ઉષ્ણતારૂપી ગુણ વસ્તુઓમાં સ્વાભાવિક રહેલો છે એ વાત બરાબર છે, પરંતુ તે ગુણોની પ્રગટતા પરમાણુની સંયુક્ત અવસ્થામાં થાય છે. સંયુક્ત અવસ્થાની પૂર્વે, સ્વતંત્ર અવસ્થામાં રહેલાં તે ૫૨માણુઓમાંથી એક પણ પરમાણુમાં ઉપરોક્ત ગુણ નથી હોતા. અમુક પરમાણુઓના સંયોગથી જ અમુક વર્ણ, ગંધ, રસ અને સ્પર્શરૂપ ગુણ પ્રગટ થાય છે, પરંતુ તે સંયોજનને સ્વાભાવિક રીતિથી થવાવાળું ન માનતાં તેના કર્તાના રૂપમાં કોઈને ને કોઈને તો અવશ્ય માનવો જ પડશે. જો સંયોજનમાં કર્તાના રૂપમાં કોઈનું અસ્તિત્વ ન માનવામાં આવે અને તેમાં સ્વાભાવિકતાનું જ આરોપણ કરવામાં આવે તો મોરના શરીરની જેમ માનવદેહની રચનામાં તથાપ્રકારના રંગ, સુંદરતારૂપ ગુણ પ્રગટ થવા જોઈએ. જો કોઈ એમ કહે કે મનુષ્યદેહની રચનામાં સંયુક્ત થવાવાળાં પરમાણુઓમાં તેવો સ્વભાવ નથી, તો તેનો ઉત્તર એ છે કે સુંદર રંગનું પ્રગટીકરણ થવાના સ્વભાવવાળાં જે પરમાણુ મોરમાં સંયુક્ત થયાં છે, તેવા સ્વભાવવાળાં પરમાણુ જગતના કોઈ પણ પ્રાણીના શરીરમાં ક્યારે પણ સંયુક્ત કેમ ન થયાં? તેથી માનવું પડશે કે વ્યવસ્થિતરૂપે જે જે સ્વભાવવાળા પરમાણુની રચના જ્યાં જ્યાં થઈ શકે, ત્યાં ત્યાં જ તેવી રચનાની નિયમિતતા હોવાના કારણે તેના કર્તાના રૂપમાં કોઈ ચેતનશક્તિની આવશ્યકતાનો અવશ્ય સ્વીકાર કરવો પડશે. અણુબૉંબમાં જગતનો નાશ કરવાની જે શક્તિ છે, તે શક્તિ તેનો સ્વાભાવિક ગુણ છે; પરંતુ જે વસ્તુઓના મિશ્રણથી કે પ્રયોગથી બૉંબ તૈયાર થાય છે, તે મિશ્રણ કે પ્રયોગ સ્વાભાવિક રીતિથી સ્વતઃ નથી Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન થતાં, પણ કોઈ ચેતનશક્તિના ધારકના પ્રયત્નથી જ થાય છે. આ પ્રકારે સૃષ્ટિરચનામાં પણ કર્તાના રૂપમાં ચેતનશક્તિના ધારકનો અવશ્ય સ્વીકાર કરવો જ પડશે. સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિરતા અને પ્રલય ત્રણે ભિન્ન ભિન્ન અને સંયુક્તરૂપે એ સિદ્ધ કરે છે કે સૃષ્ટિનું કારણ કોઈ ચેતનાશક્તિ છે. (૩) કુદરતવાદીઓનું કહેવું એમ છે કે સૃષ્ટિની રચના કરવાવાળું કોઈ નથી, પરંતુ જે રચના થાય છે તે કુદરતથી જ થાય છે. પહાડોનું નિર્માણ કુદરત કરે છે, સૂર્ય કુદરતની દેન છે, વાદળો પણ કુદરતનું નિર્માણ છે. કુદરતવાદીઓની માન્યતા સંબંધમાં ઈશ્વરવાદીઓ એમ કહે છે કે સૃષ્ટિરચનામાં ‘કુદરત’ શબ્દનો અર્થ કંઈ પણ સમજાતો નથી. કુદરતવાદીઓનું આ શબ્દથી શું તાત્પર્ય છે એ સમજવું કઠિન છે. જો કુદરત કોઈ બુદ્ધિ તથા પરાક્રમવાળી સત્તા હોય કે જે સૃષ્ટિરચના કરતી હોય, તો તો સૃષ્ટિકર્તાના રૂપમાં ચેતનશક્તિને માનવાવાળા મતમાં અને કુદરતવાદીઓના મતમાં કેવળ શબ્દનો જ ભેદ છે, તેથી નામમાત્રના અંતર માટે ઝઘડો ઉપસ્થિત કરવો વૃથા છે. પરંતુ જો કુદરતથી તેમનું તાત્પર્ય “સૃષ્ટિનિયમ' હોય તો તેઓ સૃષ્ટિનિયમને સૃષ્ટિકર્તા કહેવામાં ભયંકર ભૂલ કરે છે. નિયમને જ કર્તા માનવાવાળાઓએ સમજવું જોઈએ કે નિયમ સ્વયં કોઈ કામ નથી કરતો, નિયમ સ્વયં કંઈ પણ નથી બનાવતો; પરંતુ નિયમ અનુસાર કામ કરીને પરિણામ ઉત્પન્ન કરવું એ કોઈ કર્તાનું કામ છે. જેમ કે અમુક અમુક રસાયણોના મિશ્રણથી અમુક પ્રકારના સ્વભાવવાળી વસ્તુ તૈયાર થાય છે, પરંતુ તેમાં નિયમ એ છે કે તે વસ્તુ તૈયાર કરવામાં અમુક અમુક રસાયણ હોય અને તે પણ અમુક રીતિથી અને પરિમાણથી મિશ્રિત કરવામાં આવે તો જ તે વસ્તુ બની શકે છે. આમાં જે રસાયણોનું મિશ્રણ થાય છે અને તેના પરિમાણનો જે નિયમ છે, તે નિયમથી પોતાની જાતે જ તેટલા પરિમાણમાં તે તે રસાયણોનું મિશ્રણ નથી થઈ જતું. તે નિયમ દ્વારા તે રીતિથી મિશ્રણ કરવાવાળી કોઈ વ્યક્તિ હોય તો જ તે નિયમ અનુસાર વસ્તુ તૈયાર થઈ શકે છે, તેથી તે વસ્તુની રચનામાં રચયિતા (મિશ્રણકર્તા) તરીકે કોઈ પણ મનુષ્યનો સ્વીકાર ન કરવામાં આવે અને માત્ર નિયમ ઉપર જ લક્ષ્ય રાખવામાં આવે તો વસ્તુ કદાપિ તૈયાર થઈ જ નથી શકતી. જો કુદરત કોઈ શક્તિવિશેષ કે પુરુષવિશેષનું નામ નથી તો તે શું છે અને કયા પ્રકારે સૃષ્ટિરૂપી કાર્યનું કારણ બની શકે છે? વસ્તુતઃ કુદરતવાદીઓ ક્યારે પણ એ વાતનો વિચાર નથી કરતા કે તેમનું એ શબ્દથી તાત્પર્ય શું છે? તેઓ એક વિચિત્ર ભ્રમમાં રહેવા ઇચ્છે છે, તેથી કુદરતવાદીઓના મત અનુસાર સૃષ્ટિરચનાની વાત કદાપિ સત્ય રૂપમાં સમજમાં આવી શકતી નથી. આ પ્રમાણે ઈશ્વરકર્તુત્વવાદીઓ આકસ્મિકવાદ, સ્વભાવવાદ, કુદરતવાદનું ખંડન Page #520 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૨ ४८७ કરે છે અને ઈશ્વરને જગતકર્તા તરીકે સ્વીકારે છે. તેઓ માને છે કે ઈશ્વરે આ સમગ્ર સંસારની રચના કરી છે. પૃથ્વી, નદી, પર્વતો આદિ ઈશ્વરે બનાવ્યાં છે. ઈશ્વરકત્વની માન્યતાને અંગીકાર કરવાવાળા સૃષ્ટિને પરંપરાથી અનાદિ-અનંત નથી માનતા, પરંતુ સમગ્ર સૃષ્ટિનાં ઉત્પાદન અને પ્રલયમાં વિશ્વાસ રાખે છે. પદર્શનમાં સર્વ દર્શનો ઈશ્વરકર્તુત્વની માન્યતાનો સ્વીકાર કરતા નથી. તેઓ ઈશ્વર અંગે વિભિન્ન મત ધરાવે છે. ચાર્વાક દર્શન ભૌતિકવાદી દર્શન હોવાથી ઈશ્વર જેવું કોઈ પારમાર્થિક પરમ તત્ત્વ અસ્તિત્વ ધરાવતું હોય એવું તે માનતું નથી. આ સૃષ્ટિના રચયિતા એવા કોઈ ઈશ્વરનો તે સ્વીકાર કરતું નથી. જૈન દર્શન અનુસાર જ્યાં સુધી જીવ કર્મના સંબંધથી બદ્ધ છે, ત્યાં સુધી તે સંસારી છે અને સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે અને તે જ્યારે કર્મનો નાશ કરી, સંસારથી છૂટી, લોકારો વિરાજમાન થાય છે ત્યારે સમસ્ત દુ:ખવર્જિત અનંત અને અવિનાશી સુખનો ભોક્તા બને છે. તેને મુક્ત જીવ કહેવામાં આવે છે. આ મુક્ત જીવને જૈનો ઈશ્વર કહે છે. મુક્ત જીવથી ભિન્ન કોઈ ઈશ્વર નથી. વળી, લોક અનાદિથી છે. જૈન દર્શન સૃષ્ટિને અનાદિ-અનંત માનતું હોવાથી સૃષ્ટિની ઉત્પત્તિના કારણરૂપે ઈશ્વરને નથી માનતું. બૌદ્ધ દર્શન ઈશ્વરને જ ન સ્વીકારતું હોવાથી ઈશ્વરે વિશ્વ રચ્યું એવું માનવાનો તો પ્રશ્ન જ ઊઠતો નથી. બૌદ્ધો જગતકર્તા તરીકે ઈશ્વરને માનતા નથી. નૈયાયિક અને વૈશેષિક ઈશ્વરના અસ્તિત્વમાં માને છે. તેઓ જગતકર્તા તરીકે ઈશ્વરને માને છે. તેમના મત પ્રમાણે ઈશ્વર જગતનો સર્જક છે. ઈશ્વરે નિત્ય પરમાણુઓમાંથી જગતની રચના કરી છે. પરમાણુઓની ઉત્પત્તિ ઈશ્વરે કરી નથી. તેમના મત પ્રમાણે ઈશ્વર જગતનું ઉપાદાનકારણ નથી, નિમિત્તકારણ છે. સાંખ્યો ઈશ્વરનો સ્વીકાર કરતા નથી. પ્રકૃતિનાં પરિણામમાં ઈશ્વરનો કોઈ પણ પ્રકારનો સંબંધ હોય એમ તેઓ સ્વીકારતા નથી. પ્રકૃતિ પોતાની જાતે જ પરિણમે છે એમ તેઓ કહે છે. યોગ દર્શન કે જેમાં સાંખ્ય દાર્શનિક સિદ્ધાંતો કબૂલવામાં આવ્યા છે, તે સાંખ્યનાં પચ્ચીસ તત્વ ઉપરાંત ઈશ્વર નામનું એક વધારે તત્ત્વ સ્વીકારે છે, તેથી આ દર્શન સેશ્વર સાંખ્ય કહેવાય છે. તેમાં ઈશ્વર ક્લેશ, કર્મ, વિપાક અને આશયના સંબંધ વિનાનો એક પુરુષવિશેષ છે. તે અદ્વિતીય છે. ઈશ્વર કાળથી અવિચ્છિન્ન નથી - ત્રણે કાળથી અતીત છે. Page #521 -------------------------------------------------------------------------- ________________ ४८८ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન મીમાંસકો નિરીશ્વરવાદી છે. તેઓ ઈશ્વરને માનતા નથી. જગતનો કોઈ બનાવનાર, પાલન કરનાર અને નાશ કરનાર છે એ વાત તેઓ સ્વીકારતા નથી. તેમના મત પ્રમાણે જીવ પોતાના કર્મ પ્રમાણે ફળ ભોગવે તેની સાથે ઈશ્વરને કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. શાંકર વેદાંતમાં ઈશ્વરને “માયોપહિત બહ્મ' કહેલ છે. બહ્મ વસ્તુતઃ નિર્ગુણ છે, પણ માયાના સંબંધે કરી તે સગુણ પ્રતીત થાય છે. આ સગુણ બ્રહ્મ તે ઈશ્વર. માયા વડે ઈશ્વર આ વિશ્વપ્રપંચ રચે છે. જેવી રીતે વિશ્વની સત્તા વ્યાવહારિક છે, તેવી જ રીતે ઈશ્વરની સત્તા પણ વ્યાવહારિક છે. વ્યાવહારિક દષ્ટિએ ઈશ્વર જગતનો કર્તા, ભર્તા, સંહર્તા છે અને સર્વજ્ઞ તેમજ સર્વશક્તિમાન છે. પારમાર્થિક દૃષ્ટિએ જગત માયિક છે, તેથી તેના કર્તા તરીકે ઈશ્વરનું વર્ણન પારમાર્થિક દૃષ્ટિએ મિથ્યા છે. પરમાર્થદષ્ટિએ તો ઈશ્વર કેવળ સત્યરૂપ, જ્ઞાનરૂપ, આનંદરૂપ - નિર્ગુણ બ્રહ્મ છે. જીવના કર્મના કર્તુત્વપણાની અસિદ્ધિ માટે શિષ્ય આ ગાથામાં જે દલીલ કરી છે તે, ન્યાય દર્શન જે ઈશ્વરને જગતકર્તા તથા નિયંતા માને છે, તેની છાયામાં રહીને કરી છે એમ સ્પષ્ટ જણાય છે. ન્યાય દર્શનના અભિપ્રાય પ્રમાણે વસ્તુતઃ ઈશ્વર એ એક વિશિષ્ટ સિદ્ધિવાળો આત્મા છે. ઈશ્વર અનંત અને સર્વશક્તિમાન છે, ઐશ્વર્યયુક્ત અને અનાસક્ત છે. ઈશ્વર સર્વજ્ઞ, શાશ્વત અને અવિનાશી છે. ઈશ્વર મિથ્યાજ્ઞાન, અધર્મ અને પ્રમાદથી મુક્ત છે તથા જ્ઞાન, ઇચ્છા અને પ્રયત્નથી યુક્ત છે. તે જ્ઞાન, ઇચ્છા અને યત્નથી રહિત નથી, પરંતુ માત્ર સુખ-દુ:ખ, ગમા-અણગમાથી રહિત છે; અને તેથી હંમેશાં પ્રવૃત્તિશીલ હોવા છતાં તે કદી કોઈ પણ સ્વાર્થપરક પ્રવૃત્તિ કરતો નથી. સૃષ્ટિનો એકમાત્ર સર્જનહાર નિત્ય, જ્ઞાનયુક્ત, ઇચ્છા-ક્રિયા-ગુણસંપન્ન અને વિષ્ણુ (વ્યાપક) એવો આ ઈશ્વર જ છે. નૈયાયિકો ઈશ્વરને કર્તા, ભર્તા અને હર્તા તરીકે સ્વીકારે છે. તેમના મત પ્રમાણે ઈશ્વર એ આ સૃષ્ટિના સર્જનહાર દેવ છે તેમજ પ્રલયકારી પણ છે. તે સૃષ્ટિક્રમ જાળવી રાખે છે અને વિશ્વનો પ્રયોજનકર્તા છે. અવિનાશી એવા પદાર્થો જેવાં કે અણુઓ, આકાશ, કાળ, દિશા, મન વગેરેમાંથી ઈશ્વર સૃષ્ટિનું સર્જન કરે છે. જેવો શરીરનો આત્મા સાથેનો સંબંધ તેવો સૃષ્ટિનો ઈશ્વર સાથેનો સંબંધ છે. ન્યાયમત અનુસાર ઈશ્વર જગતનું નિમિત્તકારણ છે, ઉપાદાનકારણ નથી. પરમાણુઓ ઉપાદાન અથવા સમવાયીકારણ બને છે અને ઈશ્વર પોતે નિમિત્તકારણ બને છે. માટીમાંથી ઘડો બનાવનાર કુંભાર એ ઘડાનું નિમિત્તકારણ છે, પરંતુ કુંભારમાંથી ઘડો બનતો નથી. એ માટે તો માટીનાં પરમાણુઓનું સંયોજન થવું જ જોઈએ. સંયોજક હોવો એટલા માટે જરૂરી છે કે માટીમાંથી સંયોજક વિના, નિમિત્તકારણ વિના Page #522 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૨ ४८८ આપોઆપ ઘડો બની જતો નથી. પરમાણુઓ વિશ્વનું ઉપાદાન અથવા સમવાયી કારણ છે અને પરમાત્મા તેનું નિમિત્તકારણ છે. નૈયાયિકો એક ત્રીજું કારણ પણ માને છે, જેને તેઓ “અસમવાયી’ એવું નામ આપે છે. મોટાભાગે તે સંયોગરૂપ હોય છે. જેમ કે બે પરમાણુઓના સંયોગમાં ત્યણુક થયું, તેમાં પરમાણુ પોતે સમવાયી, તેને જોડનાર ઈશ્વર નિમિત્ત અને બન્ને વચ્ચે જે સંયોગ થયો તે અસમવાયીકારણ બને છે એમ તેઓ માને છે. એટલે તેમના મત અનુસાર દરેક કાર્યની રચના આરંભવાદથી થાય છે. બધું વ્યવસ્થિત જોડાતું જાય, અર્થાત્ અસમવાયી સંબંધ બનતો જાય અને કાર્ય થતું જાય; તેવી જ રીતે બધું વીખરાતું જાય, અર્થાત્ અસમવાયી સંબંધ છૂટતો જાય અને કાર્ય નષ્ટ થતું જાય. ખરેખર તો કશું જ બનતું કે નષ્ટ થતું નથી, માત્ર અસમવાયી સંબંધ થાય છે અને તેનો ભંગ થાય છે. આ પ્રક્રિયાને આરંભવાદ કહે છે. આ રીતે જગત વગેરે કાર્યની ઉત્પત્તિમાં અવાંતર પ્રલય માનનારાં નૈયાયિકો ત્રણ કારણ માને છે - (૧) સમવાયી કારણ, જેવાં કે પરમાણુ, (૨) અસમવાયી કારણ, જેવાં કે ચણકાદિ સંયોગ અને (3) નિમિત્તકારણ, જેવાં કે ઈશ્વર, અદષ્ટ અને કાળાદિ. આમ, તેમના મત પ્રમાણે ઈશ્વર એ ફક્ત નિમિત્તકારણ છે. તે વિશ્વનું સંચાલન કરે છે. વિશ્વનું સમગ્ર તંત્ર તેને આધીન ચાલે છે. કોઈને સુખી કે દુઃખી કરવો એ સર્વ ઈશ્વરના હાથમાં છે. આ દુનિયાનો સર્જક ઈશ્વર છે અને ઈશ્વરની ઇચ્છા સિવાય ઝાડનું એક પાંદડું પણ ફરકી શકતું નથી. સૃષ્ટિ આદિ કર્મ તથા દેહાદિનું કાર્ય કરવાની પ્રેરણા ઈશ્વર કરે છે અને ઈશ્વરેચ્છા પ્રમાણે કર્મ થતાં હોવાથી જીવ અબંધ ઠરે છે. ઈશ્વરની મરજી હોય તો પાપ કરાવે અને ઈશ્વરની મરજી હોય તો પુણ્ય કરાવે અને ઈશ્વરની ઇચ્છા હોય તો મોક્ષ કરાવે; અર્થાત્ જે કાંઈ બને છે તે ઈશ્વરેચ્છાધીન છે. આમ, ન્યાયમતાવલંબીઓ આત્માને તો માને છે, પરંતુ તેમના મત અનુસાર ઈશ્વર જગતનો કર્તા હોવાથી, તેઓ આત્માના કર્મનું કર્તાપણું ઈશ્વરમાં આરોપે છે અને આત્માને અપરિવર્તિત માને છે. ઈશ્વરના અસ્તિત્વ સંબંધમાં ન્યાય દર્શનમાં અનેક પ્રમાણો રજૂ કરવામાં આવેલ છે. શ્રી ઉદયનાચાર્યે તેમની ન્યાયકુસુમાંજલિ'માં ઈશ્વરના અસ્તિત્વને લગતાં પ્રમાણો આપેલાં છે. તેઓ કહે છે કે ઈશ્વરના અસ્તિત્વ સંબંધમાં શંકા ઉઠાવવી યોગ્ય નથી, કારણ કે એવો કોઈ મનુષ્ય નથી જે કોઈ ને કોઈ સ્વરૂપે ઈશ્વરની હસ્તીનો સ્વીકાર કરતો ન હોય. પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનમાં પણ ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ કરવા માટે તૈયાયિકોને મળતી કારણમૂલક દલીલોનો પ્રયોગ પોલ જેનેટ, હરમન લોઝ, જેમ્સ માર્ટીનો વગેરે પાશ્ચાત્ય દાર્શનિકોએ કરેલો જોવા મળે છે. અહીં શ્રી ઉદયનાચાર્ય વગેરેએ રજૂ કરેલ મુખ્ય દલીલો જોઈએ – Page #523 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન (૧) ઈશ્વર સૃષ્ટિનું નિમિત્તકારણ છે અને પરમાણુઓ જગતનું ઉપાદાનકારણ છે. જગત એ પરિણામ (કાર્યો છે, માટે તેને ઉત્પન્ન કરનારો ‘કર્તા' હોવો જ જોઈએ; અર્થાત્ કાર્ય-કારણ સંબંધ સાર્વત્રિક છે અને કાર્ય-કારણના નિયમના આધારે ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ થઈ શકે છે. (૨) પરમાણુઓ સ્વયં નિષ્ક્રિય હોવાથી તે સ્વતંત્રપણે એકબીજા સાથે જોડાઈ શકતા નથી. તેને ગતિ પ્રદાન કરવા માટે ઈશ્વરતત્ત્વની જરૂર રહે છે. ઈશ્વરની બૌદ્ધિક રીતે મદદ મળ્યા વગર પરમાણુઓ સ્વયં કાંઈ કરી શકવા સમર્થ નથી. આમ, પરમાણુઓનો સંયોગકર્તા ઈશ્વર છે. (૩) ન્યાયના મત અનુસાર બે પરમાણુઓના સમ્મિલનથી ત્યણુક બને છે અને આ ચણકમાંથી ત્રચણુક એમ ઉત્તરોત્તર સૃષ્ટિનું સર્જન થાય છે. પ્રલયકાળમાં (જગતની હસ્તી ન હતી ત્યારે) ઈશ્વર સિવાય અન્ય કોઈ ચેતનતત્ત્વ તો હતું જ નહીં, માટે જગતના પ્રારંભ વખતે વણકમાંથી ત્રણુકની જે પ્રક્રિયા થઈ તે ઈશ્વરની અપેક્ષાબુદ્ધિથી જ બની હશે એમ કહી શકાય. સંખ્યા અંગેનો આ પ્રથમ વિચાર સર્વપ્રથમ દૈવી ચેતના ધરાવનાર એવા ઈશ્વરને જ આવી શકે, કારણ કે સૃષ્ટિના આરંભમાં આત્માઓ, પરમાણુઓ, અદષ્ટ શક્તિ, દિક, કાળ વગેરે જે કાંઈ હોય છે તે બધાં નિચેતન જ હોય છે. ફક્ત ચેતનવંત દૈવી તત્ત્વ એવો ઈશ્વર જ ઉપર જણાવ્યા મુજબ સંખ્યાની કલ્પના કરી શકે, માટે ઈશ્વરની હસ્તી સ્વીકારવી પડે છે. (૪) ઈશ્વરની ઇચ્છાથી જ આ જગત ટકી રહેલ છે અને ઈશ્વર જ તેને નભાવનાર છે. ઈશ્વરની ઇચ્છાથી જ સૃષ્ટિનું સર્જન અને તેનો પ્રલય પણ તેની ઇચ્છાથી જ થાય છે. બુદ્ધિહીન અદષ્ટ શક્તિ જગતને ધારણ કરી શકવા સમર્થ નથી. (૫) ઈશ્વર કર્માધ્યક્ષ છે. ઈશ્વર નૈતિક નિયમોનો સ્થાપક છે. વાવો તેવું લણો અને કરો તેવું પામો' એવો કર્મનો નૈતિક શાશ્વત નિયમ છે, છતાં કર્મની બાબતમાં વ્યક્તિને સીમિત સ્વાતંત્ર છે તેમ ન્યાય દર્શન માને છે. વ્યક્તિ કર્મ કરવા માટે સ્વતંત્ર છે પણ તેના ફળની પ્રાપ્તિ માટે નહીં. કર્મફળદાતા તો ઈશ્વર જ છે. ભલાને સુખી બનાવે છે અને બૂરાને તે દંડ આપે છે. જીવનાં સારાં અથવા માઠાં કર્મોનો બદલો તદનુરૂપ મળ્યા વગર રહેતો નથી. જીવનાં કાર્યોના પરિપાકરૂપ ધર્મ તેમજ અધર્મ(merits and demerits)નો જે સંગ્રહ છે, તે અદષ્ટ કહેવાય છે. મનુષ્યને પોતપોતાનાં કર્મ અનુસાર ફળ મળે છે, એ પ્રક્રિયા અદષ્ટ કહેવાય છે. શ્રી ઉદયનાચાર્ય અદૃષ્ટની આ કલ્પના રજૂ કરી કહે છે કે આ અદષ્ટનો નિયમપૂર્વક કાર્યવ્યાપાર ઈશ્વરના અસ્તિત્વ વગર શક્ય નથી, કારણ કે બુદ્ધિરહિત અદષ્ટ માટે બુદ્ધિમાન અને સર્વશક્તિમાન એવા ઈશ્વરની મદદ જરૂરી છે. અદષ્ટ શક્તિને ઈશ્વરના માર્ગદર્શનની જરૂર રહે છે. ન્યાય Page #524 -------------------------------------------------------------------------- ________________ ૪૯૧ ગાથા-૭૨ દર્શનના મત પ્રમાણે આ અદૃષ્ટ ઈશ્વરની અધ્યક્ષતામાં ફળદાયી થાય છે. ઈશ્વર અદષ્ટમાં ફેરફાર નથી કરતો, ફક્ત એનું સંચાલન કરે છે. આત્માની અદૃષ્ટ કે અજ્ઞાત ક્રિયાઓ ઉપર તે દેખરેખ રાખે છે. (૬) જગત નિર્દેતુક નથી. તે કોઈ વસ્તુ કે વિષય પ્રતિ નિર્દેશ કરે છે અને જે શબ્દો દ્વારા તે નિર્દેશ થાય તે શબ્દોમાં રહેલી જે અર્થશક્તિ છે તે પણ ઈશ્વર દ્વારા જ આવે છે. ઈશ્વર શબ્દનો અર્થ આપે છે. દા.ત. કપડું વણવું વગેરે કલાઓ ગુરુ-શિષ્ય પરંપરાથી ચાલી આવે છે અને તેનો સર્વપ્રથમ આવિષ્કાર પણ ઈશ્વર દ્વારા જ થયો છે. ઈશ્વરને કાલકૃત કોઈ સીમા નથી, કારણ કે તે સર્વજ્ઞ અને કલ્યાણકારી છે. (૭) વેદને પ્રમાણગ્રંથ તરીકે સ્વીકારવામાં આવે છે. શ્રુતિનું પ્રમાણ છે કે ઈશ્વર હસ્તી ધરાવે છે. વેદવાક્યો દ્વારા ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. નૈયાયિકોનો ઈશ્વરવાદ આવો પ્રબળ છે. ઈશ્વરના અસ્તિત્વની સિદ્ધિ માટે તૈયાયિકો સહુથી વધુ ઝઝૂમ્યા છે. ન્યાય પરંપરામાં ઈશ્વરની સ્વતંત્ર વ્યક્તિ તરીકે અને તે પણ કર્તાનિયંતા તરીકે અતિશય સમર્થ સ્થાપના થઈ છે અને તે વિષે ચિંતનયુક્ત તેમજ તર્કપૂર્ણ ઘણા ગ્રંથો લખાયા છે. અન્ય દાર્શનિકોએ પણ એ મુદ્દા પરત્વે પોતાના અનુકૂળ-પ્રતિકૂળ વિચારોથી સમૃદ્ધ એવું પુષ્કળ સાહિત્ય રચ્યું છે. ન્યાય દાર્શનિક શ્રી ઉદયનાચાર્યે તો ‘ન્યાયકુસુમાંજલિ'ની રચના માત્ર ઈશ્વરની સ્થાપના માટે જ કરી છે અને એમાં તેમણે પોતાની રીતે તમામ અનુ-ઈશ્વરવાદીઓને નિરુત્તર કરી, છેવટે ઈશ્વરને કર્તાનિયંતા તરીકે સ્થાપેલ છે. શ્રી ગૌતમ મુનિના ન્યાયસૂત્રોમાં ઈશ્વરના અસ્તિત્વ અંગે માત્ર આછો ખ્યાલ મળે છે, પરંતુ ખાસ કરીને ઉત્તરકાલીન નૈયાયિકોએ ઈશ્વરના અસ્તિત્વ અંગે વિશદ ચર્ચા કરેલી છે. ન્યાયના સૂત્રકાર શ્રી અક્ષપાદે ઈશ્વરની ચર્ચા સંક્ષેપમાં કરી છે, પણ એના ભાષ્યકાર શ્રી વાત્સ્યાયને એ ચર્ચા વધારે વિશદ કરી છે. ભાષ્યના વ્યાખ્યાકારોમાં શ્રી ઉદ્યોતકર અને શ્રી વાચસ્પતિ મિશ્રનું સ્થાન બહુ અસાધારણ છે. એ બન્નેએ તો ઈશ્વરના સ્વતંત્ર વ્યક્તિત્વની અને તેના કર્તુત્વની એવી પ્રબળ સ્થાપના કરી છે કે જાણે તે સર્વસાધારણ લોકોમાં પ્રચલિત અને રૂઢ એવા ઈશ્વરકતૃત્વવાદને લગતી યુક્તિઓનું દાર્શનિક અને તાર્કિક પરિષ્કૃત રૂપ જ ન હોય! સાંખ્યયોગ પરંપરામાં નિરીશ્વર સાંખ્યમત ચોવીસ પ્રાકૃતિક તત્ત્વ તથા એક પુરુષ મળી કુલ પચ્ચીસ તત્ત્વોને સ્વીકારે છે તથા સેશ્વર સાંખ્ય (યોગ પરંપરા) સાંખ્યના પચ્ચીસ તત્ત્વો ઉપરાંત પુરુષવિશેષ ઈશ્વર એમ છવ્વીસ તત્ત્વોનો સ્વીકાર કરે છે. યોગ પરંપરામાં જેમ સ્વતંત્ર પુરુષબહુત્વનું સ્થાન છે, તેમ સ્વતંત્ર પુરુષવિશેષ ઈશ્વરનું Page #525 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પણ સ્થાન છે. જો કે એ નક્કી કરવું સરળ નથી કે યોગ દર્શન પુરુષવિશેષરૂપ ઈશ્વરને માત્ર સાક્ષી કે ઉપાસ્યરૂપે જ માને છે કે ન્યાય દર્શનની જેમ સૃષ્ટિકર્તા તરીકે પણ સ્વીકારે છે. | ઉપલબ્ધ પાતંજલસૂત્રો (‘યોગસૂત્ર-૧', ૨૩-૨૯) ઉપરથી તો સીધી રીતે એટલું જ ફલિત થાય છે કે યોગ પરંપરામાં ઈશ્વરનું સ્થાન સાક્ષી અથવા ઉપાસ્યરૂપે રહેલું છે. પરંતુ એ સૂત્રોનું ભાષ્ય વાંચતાં સ્પષ્ટ થાય છે કે ભાષ્યકાર ઈશ્વરને ઉદ્ધારક તરીકે પણ માને છે. તે કહે છે કે ભૂતાનુહ એ ઈશ્વરનું પ્રયોજન છે. આ રીતે ભાગમાં ઈશ્વરનું ઉદ્ધારકપણું દાખલ થતાં જ તેના વ્યાખ્યાકારોને - ખાસ કરી શ્રી વાચસ્પતિ મિશ્ર અને શ્રી વિજ્ઞાનભિક્ષુ જેવાને પોતપોતાનાં મંતવ્યો સ્પષ્ટ કરવાની અનુકૂળ તક મળી; તેથી તેમણે ભાષ્યનું વ્યાખ્યાન કરતાં પોતપોતાની રીતે અને સમર્થપણે સ્થાપ્યું છે કે ઈશ્વર સૃષ્ટિનો કર્તા પણ છે. વેદાંતની વિભિન્ન શાખાઓમાંથી મધ્ય પરંપરા, ન્યાય પરંપરાની જેમ ચેતન અને અચેતન તત્ત્વો ઉપરાંત તેનાથી તદ્દન સ્વતંત્ર એવા ઈશ્વરને એક વ્યક્તિરૂપે સ્થાપે છે. તેઓ ઈશ્વરને બહ્મા અથવા વિષ્ણુ જેવા પદથી નિર્દેશ છે, પરંતુ સ્વરૂપદષ્ટિએ મધ્વ પરંપરા ન્યાય દર્શનને સમ્મત એવા સૃષ્ટિના કર્તા-સંહર્તા તરીકે ઈશ્વરને વર્ણવે છે. - ઈશ્વર કર્તુત્વવાદને સ્વીકારતાં એવા ન્યાય, વૈશેષિક, યોગ તથા વેદાંતની મધ્વ પરંપરાના પ્રભાવથી શિષ્યના અંતરમાં આત્માના અબંધપણા વિષેની માન્યતા મજબૂત બને છે અને આત્મા કર્મનો કર્તા છે' એવા ત્રીજા પદ વિષે શંકા જાગે છે. આ પ્રમાણે પ્રસ્તુત ગાથામાં શિષ્ય, આત્મા કર્મનો કર્તા નથી એ સિદ્ધ કરવા બે દલીલો રજૂ કરે છે. સાંખ્ય દર્શનના પ્રભાવથી તે કહે છે કે પુરુષ હંમેશાં નિષ્ક્રિય તથા અકર્તા છે. તે કશું કરતો નથી. તે ફક્ત પ્રકૃતિની રમત જોયા કરે છે. જેવી રીતે પ્રેક્ષક નાટક જુએ છે, પણ તે એમાં ભાગ નથી લેતો; એ રીતે પ્રકૃતિ નાટક કરે છે અને પુરુષ એને જુએ છે. તે કેવળ અસંગ છે અને પ્રકૃતિ બંધ કરે છે. તેથી આત્મા કર્મનો કર્તા નથી. વળી, સૃષ્ટિકર્તારૂપ ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવનારાં ન્યાય આદિ દર્શનોના પ્રભાવથી શિષ્ય એમ કહે છે કે આત્મા સ્વાધીન નથી, પણ ઈશ્વરાધીન છે. ઈશ્વરની ઇચ્છા પ્રમાણે જ સંસારનાં સઘળાં કાર્યો થતાં રહે છે. જીવનાં સર્વ કાર્યો ઈશ્વરની પ્રેરણા અનુસાર થાય છે. ઈશ્વરની મરજી પ્રમાણે જ સર્વ કર્મ થાય છે. તેથી આત્મા કર્મનો કર્તા નથી. આ વિષે બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી લખે છે – ‘એક મત આત્મા-પુરુષને અસંગ માને છે અને જડ-પ્રકૃતિ કર્મ બાંધે છે તે આત્મા ભોગવે છે એમ માને છે. બીજા એમ માને છે કે ઈશ્વર એક છે તેણે ચરાચર Page #526 -------------------------------------------------------------------------- ________________ ૪૯૩ જગત રચ્યું છે. જગતનાં કાર્યો તે ઈશ્વરની ઇચ્છા મુજબ, તેની પ્રેરણાથી થાય છે. જો એમ હોય તો પણ આત્મા કર્મનો કર્તા કહેવાય નહીં.’૧ આમ, જુદાં જુદાં દર્શનોમાં આત્માના અબંધપણા વિષે જે જુદી જુદી માન્યતાઓ છે, તેમાં કોઈ પ્રકૃતિકર્તૃત્વવાદને સ્વીકારી આત્માને અબંધ માને છે; તો કોઈ ઈશ્વરકર્તૃત્વવાદને સ્વીકારી આત્માને અબંધ માને છે. શ્રીમદે શિષ્યના મુખે તે તે દર્શનોનાં નામનિર્દેશ વિના તે તે માન્યતાઓ શંકારૂપે આ ગાથામાં રજૂ કરી છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે કે ગાથા-૭૨ આત્મા સદા અસંગ ને, ત્યજે નહિ નિજ ખ્યાલ; ચેતનતા પરિણામ તે, ચૂકે નહિ કોઈ કાળ, માટે સમજી શકાય છે, કરે પ્રકૃતિ બંધ; મિથ્યાત્વાદિ હેતુનો, મૂળ લહી સંબંધ. કાળ અનાદિ પ્રવાહથી, એમ જ થતું મનાય; અથવા ઈશ્વર પ્રેરણા, હશે તેથી તેમ થાય. જીવ તત્ત્વ તે વિચિત્રતા સૌ એક છે, કર્મની, અલિપ્ત ભાવ અમંદ; તેથી જીવ અબંધ.’૨ * * * ૧- બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી, ‘આત્મસિદ્ધિ’, પૃ.૫૩ ૨- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૩૧ (શ્રી ગિરધરભાઈરચિત, 'શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૨૮૫-૨૮૮) Page #527 -------------------------------------------------------------------------- ________________ Page #528 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૭૩ nia nila Grikai, sits nêzania; કર્મcs ee , નહિં, કે ના જાપ. Page #529 -------------------------------------------------------------------------- ________________ Page #530 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૭૨માં શિષ્યે કહ્યું કે આત્મા તો સદા અસંગ અને અબંધ છે, તેથી ભૂમિકા તે કર્મનો કર્તા હોઈ શકે નહીં. સત્ત્વ-રજસ્-તમમ્ એવી ત્રિગુણાત્મક પ્રકૃતિ કર્મનો બંધ કરે છે અને આત્મા તો અકર્તા છે; અથવા જીવને કર્મ કરવાની પ્રેરણા ઈશ્વર કરે છે, ઈશ્વરેચ્છાથી તે કર્મ થતાં હોવાથી જીવ અબંધ ઠરે છે. ગાથા આમ, આત્માના અકર્તાપણા વિષે જુદાં જુદાં દર્શનોમાં પ્રવર્તતી જુદી જુદી માન્યતાના પ્રભાવના કારણે શિષ્યને આત્માના કર્મકત્વ વિષે શંકા જાગતાં, પૂર્વની બે ગાથાઓ(૭૧-૭૨)માં તેણે આત્મા કર્મનો કર્તા હોઈ શકે નહીં તે સંબંધી દલીલો કરી. પૂર્વની બે ગાથાઓમાં તેણે જે કહ્યું, તે દ્વારા પોતે જે નિર્ણય ઉપર આવ્યો છે તે દર્શાવતાં શિષ્ય કહે છે ગાથા – - ૭૩ ‘માટે મોક્ષ ઉપાયનો, કોઈ ન હેતુ જણાય; કર્મતણું કર્તાપણું, કાં નહિ, કાં નહિ જાય.' (૭૩) અર્થ માટે જીવ કોઈ રીતે કર્મનો કર્તા થઈ શકતો નથી, અને મોક્ષનો ઉપાય કરવાનો કોઈ હેતુ જણાતો નથી; કાં જીવને કર્મનું કર્તાપણું નથી, અને જો કર્તાપણું હોય તો કોઈ રીતે તે તેનો સ્વભાવ મટવા યોગ્ય નથી. (૭૩) પૂર્વોક્ત બે ગાથાઓમાં જે ચર્ચા કરી હતી, તેના ઉપરથી એમ ફલિત થાય ભાવાર્થ છે કે મુક્ત થવાના ઉપાયનો કોઈ હેતુ નથી, કારણ કે કાં તો કર્મનું કર્તાપણું જીવમાં ઘટતું નથી (‘કાં નહિ) અને કાં તો કર્મનું કર્તાપણું એવા પ્રકારે છે કે તે કદી જાય નહીં (‘કાં નહિ જાય'). આ બન્ને સ્થિતિમાં મોક્ષનો ઉપાય કરવાનો કોઈ હેતુ સરતો નથી. અનેક પડખાંથી આત્માના કર્મકર્તૃત્વ વિષે વિચારતાં એમ લાગે છે કે જીવને કર્મના કર્તા તરીકે સ્વીકારી શકાય તેમ નથી. કાં તો કર્મો જ કર્મોનાં કર્તા છે, કાં તો તે સહજ સ્વભાવે થાય છે, કાં તો પ્રકૃતિ કર્મની કર્તા છે, કાં તો ઈશ્વરપ્રે૨ણા કર્મની કર્તા છે; પરંતુ જીવ કર્મોનો કર્તા નથી. આ ચારે પ્રકારથી જીવ કર્મનો અકર્તા હોવાથી તે દોષરહિત અને અબંધ ઠરે છે, તેથી તેના મોક્ષની વાત અસ્થાને છે. જો જીવ કર્મો કરતો જ નથી તો તે સદા કર્મોથી મુક્ત જ છે, તેથી મુક્ત થવાનો ઉપાય કરવાની કોઈ જરૂર જણાતી નથી. જો આમ ન માનવામાં આવે અને જીવને સ્વભાવથી કર્મનો Page #531 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન કર્તા કહેવામાં આવે તો તેનાથી નિવૃત્તિ કદાપિ થઈ શકે નહીં, કારણ કે સ્વભાવ ક્યારે પણ છૂટી શકે જ નહીં. એ રીતે પણ મોક્ષનો ઉપાય નિરર્થક નીવડે છે. આત્માના કર્તાપણા વિષે સમ્યક્ નિર્ણય કરવામાં અસમર્થ એવો શિષ્ય પોતાની મૂંઝવણ શ્રીગુરુ પાસે રજૂ કરી સમાધાનની વિનંતિ કરે છે. આત્માનાં અસ્તિત્વ તથા નિત્યત્વ વિષે સમ્યક્ નિર્ણય થયો હોવા છતાં વિશેષાર્થ આત્માના સ્વરૂપ વિષે શિષ્યને હજી શંકા રહે છે. આત્માનાં અસ્તિત્વ નિત્યત્વ વિષે યથાર્થ નિર્ણય થયા પછી શિષ્યની તત્ત્વજિજ્ઞાસા વધવાથી તે આત્માના અર્થક્રિયાકારિત્વ વિષે શંકા ઉઠાવે છે. દરેક દ્રવ્યમાં જે પરિણમન છે, તે તે દ્રવ્યનું અર્થક્રિયાકારિત્વ છે. આજ સુધી જીવે માત્ર જડની ક્રિયાઓ જાણી છે, તેથી આત્માની ક્રિયા વિષે અજાણ હોવાથી તેને આ શંકા થવી સ્વાભાવિક છે. કર્તાપણા વિષે ઊંડી વિચારણા કરતાં શિષ્યને તે આત્માના અર્થક્રિયાકારિત્વ વિષે બે વિકલ્પો જણાય છે (૧) જીવ કર્મનો કર્તા નથી. (૨) જીવ કર્મનો કર્તા છે. (૧) જો પ્રથમ વિકલ્પ સ્વીકારવામાં આવે કે જીવ કર્મનો કર્તા નથી, તો કર્મનો કર્તા કોણ છે એવો પ્રશ્ન ઊભો થાય છે; તેના ઉપર વિચાર કરતાં શિષ્યને ચાર શક્યતાઓ ઉદ્ભવે છે - = ૧) કર્મનો કર્તા કર્મ છે. ૨) કર્મ જીવની ઇચ્છા વિના અનાયાસે થયા જ કરે છે. ૩) સત્ત્વાદિ ગુણાત્મક પ્રકૃતિ કર્મનો બંધ કરે છે. ૪) ઈશ્વર જીવને કર્મ કરવાની પ્રેરણા કરે છે. આ ચારે શક્યતાઓ વિચારતાં જીવ કર્મનો અકર્તા સિદ્ધ થાય છે અને તેથી તે અબંધ ઠરે છે. જો જીવને કર્મનું બંધન જ ન હોય તો પછી છૂટવાની આવશ્યકતા રહે નહીં. બંધથી છૂટવું તે જ મોક્ષ છે, પણ જ્યાં બંધનો જ અભાવ હોય ત્યાં મોક્ષનો પ્રશ્ન જ રહેતો નથી અને તેથી મોક્ષનો ઉપાય કરવાની કોઈ જરૂર જણાતી નથી. મોક્ષપ્રાપ્તિ અર્થેનાં સાધનો કરવાનો કોઈ હેતુ જણાતો નથી. જીવ જો કર્મનો અકર્તા સિદ્ધ થાય તો મોક્ષના ઉપાય તથા મોક્ષને પ્રતિપાદિત કરતાં શાસ્ત્રો નિરર્થક ઠરે છે. આ વિષે શ્રીમદ્ લખે છે – ‘જો કોઈ પણ પ્રકારે આત્માનું કર્મનું કર્તૃત્વપણું ન હોય, તો કોઈ પણ પ્રકારે તેનું ભોક્તત્વપણું પણ ન ઠરે, અને જ્યારે એમ જ હોય તો પછી તેનાં કોઈ પણ Page #532 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૩ ૪૯૯ પ્રકારનાં દુઃખોનો સંભવ પણ ન જ થાય. જ્યારે કોઈ પણ પ્રકારનાં દુઃખોનો સંભવ આત્માને ન જ થતો હોય તો પછી વેદાંતાદિ શાસ્ત્રો સર્વ દુઃખથી ક્ષય થવાનો જે માર્ગ ઉપદેશે છે તે શા માટે ઉપદેશે છે? “જ્યાં સુધી આત્મજ્ઞાન થાય નહીં, ત્યાં સુધી દુઃખની આત્યંતિક નિવૃત્તિ થાય નહીં,” એમ વેદાંતાદિ કહે છે; તે જો દુઃખ ન જ હોય તો તેની નિવૃત્તિનો ઉપાય શા માટે કહેવો જોઈએ અને કર્તૃત્વપણું ન હોય, તો દુઃખનું ભોજ્વત્વપણું ક્યાંથી હોય?” જીવ કર્મનો કર્તા નથી એમ સ્વીકારતાં તે કર્મનો ભોક્તા નથી એમ આપોઆપ સિદ્ધ થાય છે. જીવ જો કર્મનો કર્તા-ભોક્તા નથી તો કમરહિત દશાનો, અર્થાત્ મોક્ષનો પ્રશ્ન જ ઊભો થતો નથી. મોક્ષની અસિદ્ધિ થતાં મોક્ષનો ઉપાય પણ નિરર્થક ઠરે છે. જો આમ હોય તો “જીવ કર્મનો કર્તા છે', ‘જીવ કર્મના ફળનો ભોક્તા છે', કર્મથી રહિત થવારૂપ મોક્ષનો સંભવ છે' અને “મોક્ષનો અવિરુદ્ધ ઉપાય છે' - એવાં આત્માનાં ચાર પદ મિથ્યા ઠરે છે. (૨) જો બીજો વિકલ્પ સ્વીકારવામાં આવે કે જીવ કર્મનો કર્તા છે તો તે જીવનો સ્વભાવ ઠરે અને સ્વભાવ તો ત્રણે કાળમાં ક્યારે પણ નાશ પામે નહીં. વસ્તુનો સ્વભાવ ત્રણે કાળમાં ક્યારે પણ વસ્તુથી ભિન્ન થતો નથી અને તેથી કર્મ કરવાનો જીવનો સ્વભાવ મટવા યોગ્ય નથી, અર્થાત્ જીવનું કર્તાપણું કોઈ કાળે પણ ટળી શકે નહીં. આમ, જીવ કર્મનો કર્તા હોય તો ક્યારે પણ તે કર્તાપણું નિવૃત્ત ન થાય. કર્મકર્તાપણું જો જીવના સ્વભાવરૂપ હોય તો જીવ નિરંતર કર્મ કર્યા જ કરે અને તેની નિવૃત્તિ અસંભવ બને, તેથી મોક્ષના ઉપાયનો કોઈ હેતુ ન રહે. આ વિષે શ્રીમદ્ લખે છે – “જો કર્મનું કર્તાપણું આત્માને માનીએ, તો તો આત્માનો તે ધર્મ ઠરે, અને જે જેનો ધર્મ હોય તે ક્યારે પણ ઉચ્છેદ થવા યોગ્ય નથી; અર્થાત્ તેનાથી કેવળ ભિન્ન પડી શકવા યોગ્ય નથી, જેમ અગ્નિની ઉષ્ણતા અથવા પ્રકાશ તેમ.' એમ જ જો કર્મનું કર્તાપણું આત્માનો ધર્મ ઠરે, તો તે નાશ પામે નહીં.” જો કર્મનું કર્તાપણું કદી ટળી શકે એમ ન હોય તો મોક્ષ મેળવવાનો ઉપાય વ્યર્થ ઠરે. પૂજા, ભક્તિ, જપ, તપ આદિ સત્સાધનો વૃથા ઠરે. યમ, નિયમ, પ્રાણાયામ, સમાધિ વગેરે કરવાની કોઈ જ આવશ્યકતા ન રહે. મોક્ષના પુરુષાર્થ માટે પ્રેરણા આપનારાં સર્વ શાસ્ત્રો નિરર્થક સિદ્ધ થાય. આ પ્રમાણે આ ગાથામાં શિષ્ય શ્રીગુરુને કહે છે કે કાં કર્મનું કર્તાપણું નથી ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૪૬ (ગાથા ૭૭ ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન) ૨- એજન Page #533 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અને કાં તે હોય તો તે જતું નથી. અનેક પ્રકારે વિચારતાં કર્મનું કર્તાપણું આત્માને ઘટી શકતું નથી અને જો કર્મ કરવાનો આત્માનો સ્વભાવ માનવામાં આવે તો તે કદી આત્માથી અલગ થઈ શકે નહીં. એ બન્ને પ્રકારે વિચારતાં મોક્ષ માટે પ્રવૃત્તિ કરવાની જરૂર જણાતી નથી. મોક્ષના ઉપાયનું કોઈ પ્રયોજન જણાતું નથી. તેથી આત્માને કર્મનો કર્તા કે અકર્તા, કેવા પ્રકારે માનવો તે કૃપા કરી સમજાવો કે જેથી આત્માના સ્વરૂપ વિષે સમ્યક્ નિર્ણય થઈ શકે. અહીં જોઈ શકાય છે કે શિષ્યના પ્રશ્નની રજૂઆત એકદમ સંક્ષેપમાં છતાં સ્પષ્ટ અને સચોટ છે. ઘણા લોકોના પ્રશ્ન એટલા લાંબા અને ગૂંચવાડાભર્યા હોય કે જેનાથી એમ લાગે કે પ્રશ્નકાર પોતે પણ પ્રશ્ન બાબત સ્પષ્ટ નથી! શિષ્યના પ્રશ્ર સ્પષ્ટ અને સંક્ષિપ્ત છે. પોતાની મૂંઝવણ સામેવાળાને સ્પષ્ટપણે સમજાય તો જ તે એનો સચોટ અને સમગ્ર ઉકેલ આપી શકે - આ વાત સુશિષ્ય સારી રીતે સમજે છે અને તે એ પ્રમાણે પ્રવર્તે છે. વળી, જોઈ શકાય છે કે શિષ્ય મૂંઝાયેલો છે પણ હતાશ નથી. તે જિજ્ઞાસુ છે. તેને સાચું સમજવાનો ઉત્સાહ છે. તે જાણે છે કે પોતાનામાં વિવેકની ખામી છે, માટે પોતે પોતાની શંકાઓનું સમાધાન કરવા સમર્થ નથી; અને તેથી જ તે યથાર્થ સમજણ મેળવવા શ્રીગુરુનો આશ્રય ગ્રહણ કરે છે. પોતાની વિક્ષિપ્ત ચિત્તદશાની સ્થિરતા અર્થે તે શ્રીગુરુની સહાય લે છે. તે શ્રીગુરુને અત્યંત વિનયપૂર્વક સમાધાનની યાચના કરે છે કે જેથી પોતાની શંકાઓનું નિરાકરણ થાય. શિષ્ય શ્રીગુરુનું સમાધાન અંગીકાર કરવા આતુર છે. તેનામાં શીખવાની તૈયારી છે. જો શીખવાની તૈયારી હોય અને ચિત્ત ખુલ્લું હોય તો સદ્ગુરુનો ઉત્તર યથાર્થપણે સમજાય, પણ જો ચિત્ત અહંકાર તથા આગ્રહથી ગ્રસ્ત હોય તો ગુરુનો ઉત્તર સમજી શકાતો નથી. શ્રીગુરુ તેને ઉત્તર તો આપે છે, પણ એ ઉત્તર સમજવા માટે તે અસમર્થ હોય છે. તે તર્કો અને દલીલોથી એટલો બધો ભરાઈ ગયો હોય છે કે સગુરુના ઉત્તર માટે કોઈ અવકાશ જ રહેતો નથી અને તેથી તે સદ્દગુરુના ઉત્તરનો લાભ લઈ શકતો નથી. શિષ્યના પ્રશ્નો ઉપરથી તેની આત્માર્થિતા જણાઈ આવે છે. શિષ્યને સ્વભાવમાં રહેવું છે અને વિભાવથી ખસવું છે. તેને પરનું કે પરમાંથી કંઈ જોઈતું નથી, તેથી તેને બાહ્ય સંબંધી કોઈ પ્રશ્ન રહ્યા નથી. તેના પ્રશ્નો આત્માર્થને લક્ષમાં રાખીને પુછાયેલા છે. તે તર્ક-વિતર્ક, સંદેહ આદિ કરે છે, પણ તેની પાછળ તેના લક્ષમાં તો મોક્ષનો ઉપાય જ છે. તેનું વલણ તો મુક્તિની દિશા તરફ જ છે. તેની આત્માર્થિતા એવી છે કે શંકાઓ રજૂ કરતી વખતે પણ તેને પોતાના લક્ષ્યની જાગૃતિ સતત રહે છે. તેને Page #534 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૩ ૫૦૧ આત્મસિદ્ધિમાં જ રસ છે, માટે આત્માના કર્તાપણાના વિષયમાંથી પણ તે પોતાના ઇષ્ટ પ્રયોજનની સિદ્ધિના ઉપાય જ શોધે છે અને તેથી જ તેના પ્રશ્નો સાર્થક છે. પ્રશ્ન વ્યર્થ છે કે સાર્થક, તેની કસોટી કરવા વિચારવું જોઈએ કે “જો આ પ્રશ્નનો ઉત્તર પ્રાપ્ત થશે તો એ વડે હું શું કરીશ? મારું જીવન રૂપાંતરિત કરવામાં આ પ્રશ્ન કેટલો મહત્ત્વનો છે? શું આ પ્રશ્ન મારા જીવનમાં ક્રાંતિ લાવશે? શુદ્ધિ લાવશે?' જે પ્રશ્નો રૂપાંતરણનો ઇશારો બને, જીવન સાથે જે ગાઢપણે સંબંધિત હોય એવા જ પ્રશ્નો પૂછવા ઘટે. શિષ્ય આવા પ્રયોજનભૂત પ્રશ્નો પૂછે છે. તે મોહાસક્તિથી મૂંઝાયેલો છે. તેના માટે મોહાસક્તિ એ સળગતી સમસ્યા છે. તેથી તેના પ્રશ્નો પાછળનો આશય મોહાસક્તિ ઉપર વિજય મેળવવાનો છે, અર્થાત્ મોક્ષના ઉપાય અંગેનો જ છે. શિષ્ય સ્વયંના રૂપાંતરણનો ઇચ્છુક છે. તે જે પણ જાણવા ઇચ્છે છે, તે માત્ર રૂપાંતરણ માટે. તેને સ્મૃતિ વધારવામાં રસ નથી, શબ્દ ભેગા કરવામાં તેને રસ નથી. તેને રૂપાંતરણ (transformation)માં રસ છે, કોરી માહિતી(information)માં નહીં. તેની એક જ ઉત્કંઠા છે કે ‘મારે મારી દશા ફેરવવી છે. મારે બીજું કંઈ જ જોઈતું નથી. તેને અજ્ઞાન-અંધકારમાંથી બહાર નીકળવાની, મોહનિદ્રામાંથી જાગૃત થવાની આકાંક્ષા હોય છે. તેને માત્ર કોરી જિજ્ઞાસા નથી. તેને મોક્ષને સાધવો છે એ સ્પષ્ટપણે જણાઈ આવે છે. જે જીવો સગુરુનો સમાગમ, સતુશાસ્ત્રનું વાંચન આદિ કરે છે, તેવા જીવોના બે વિભાગ પડે છે - કોરી જિજ્ઞાસાવાળા જીવો અને મુમુક્ષુ જીવો. કોરી જિજ્ઞાસાવાળા એટલે જે માત્ર જાણવાને ઇચ્છુક છે તેવા જીવો અને મુમુક્ષુ એટલે જે માત્ર જાણવાને જ નહીં પણ છૂટવાને ઇચ્છુક છે તેવા જીવો. આ બન્ને વર્ગના જીવો બહારથી તો સમાન ભાસે છે, પરંતુ તેમનાં અંતરમાં ઘણો ફરક હોય છે. કોરી જિજ્ઞાસાવાળો તે છે કે જેને માત્ર પૂછવાની ખણજ આવી છે અને મુમુક્ષુ તે છે કે જે મોહાસક્તિથી મૂંઝવણ અનુભવી રહ્યો છે. તેને કુતૂહલ નથી પણ પીડા છે. જો પીડા ન હોય તો પ્રશ્ન પૂછવાથી શું વળે? જેણે જીવનના અનુભવોમાંથી પસાર થઈ જીવનની વ્યર્થતાને જાણી હોય, જે અસારને સમજ્યો હોય, જેને વિભાવનો થાક લાગ્યો હોય તેને જ સદ્દગુરુનો ઉપદેશ પરિણમે છે. જેને બુદ્ધિની ખણજ હોય તેને તર્કબદ્ધ દલીલો અને દૃષ્ટાંતોનો જ મહિમા હોય છે. કોરી જિજ્ઞાસાવાળાને તર્કમાં ઉત્સુકતા છે, તેને તર્કની સિદ્ધિમાં જ રસ છે; જ્યારે મુમુક્ષુને તર્ક અને દલીલોમાં રસ નથી હોતો, તેને જીવનશુદ્ધિના ઉપાયોની લગની હોય છે. તેને શબ્દોનું આકર્ષણ નથી હોતું. કઈ રીતે રૂપાંતરણ થાય તેમાં તેને રસ હોય છે. મુક્તિયાત્રાનું પહેલું પગલું કઈ દિશામાં અને કેવું હોવું જોઈએ, યાત્રાની દિશા યથાર્થ છે કે નહીં તે માટે કેવી ચકાસણી કરવી જોઈએ વગેરે જાણવામાં તેને રસ Page #535 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન હોય છે. કોરી જિજ્ઞાસાવાળાનું પ્રયોજન માત્ર માહિતી ભેગી કરવાનું હોય છે. સ્મૃતિમાં સંઘરી રાખવાનું અને જરૂર પડે ત્યારે પ્રદર્શન કરવાનું! - તે પોતાની જાણકારીનો આટલો જ ઉપયોગ કરે છે. મુમુક્ષુનું લક્ષ્ય જુદું હોય છે. તેનું વલણ એવું હોય છે કે હું જે જાણવા ઇચ્છું છું, તેનો ઉપયોગ હું મારા જીવનને બદલવા માટે કરીશ. મારા પ્રશ્નના જવાબથી હું એક નવી વ્યક્તિ બનીશ.' પરંતુ જે જીવને માત્ર કોરી જિજ્ઞાસા હોય છે, તેની જિજ્ઞાસા પાછળ કોઈ પ્રાણ નથી હોતો. તે કંઈ કરવા નથી ઇચ્છતો. તે કંઈ કરતો નથી, માત્ર પૂળ્યા કરે છે. પૂછવાથી તેના જીવનમાં કોઈ ફરક નથી પડતો, માત્ર જાણકારી વધે છે. તે જે પણ ભેગું કરે છે, એ માત્ર તેની સ્મૃતિમાં ઉમેરાય છે, પણ એનાથી તેનું જીવન રૂપાંતરિત થતું નથી. મુમુક્ષુને જે પણ જાણવા મળે છે એનો ઉપયોગ, પોતાના જીવનનું રૂપાંતરણ જે રીતે થાય એ રીતે જ કરે છે. જાણવું એ તેનું લક્ષ્ય નથી હોતું. જાણવું એ તેના માટે સાધન માત્ર છે. મુક્તિ એ તેનું લક્ષ્ય હોય છે. જીવનમાં કોઈ બંધન, કોઈ ક્લેશ, કોઈ અશાંતિ, કોઈ દુ:ખ, કોઈ દોષ રહી ન જાય એ તેનું લક્ષ્ય હોય છે; તેથી તે જે કંઈ પણ જાણવા ઇચ્છે છે તે પણ એટલા માટે કે ક્લેશાદિ કઈ રીતે ઘટી શકે, કઈ રીતે નષ્ટ થઈ શકે. કોરી જિજ્ઞાસાવાળા માટે જ્ઞાન સાધ્ય છે, જ્યારે મુમુક્ષુ માટે જ્ઞાન સાધન છે, મુક્તિ સાધ્ય છે. જાણકારી પ્રાપ્ત થતાં કોરી જિજ્ઞાસાવાળાનું સાધ્ય સધાઈ જાય છે પણ તેનો આત્મિક વિકાસ થતો નથી, જ્યારે મુમુક્ષુ જાણકારી પ્રાપ્ત કરીને અટકી જતો નથી, તેથી તેનો આત્મિક વિકાસ ક્રમશઃ થતો જાય છે. કોરી જિજ્ઞાસાવાળો અને મુમુક્ષુ - બન્નેના જ્ઞાનમાં બહુ મોટો ભેદ છે. એકનું જ્ઞાન વાંઝિયું રહે છે, જેમાં ન તો ફૂલ ઊગે છે, ન તો ફળ પાકે છે. બીજાના જ્ઞાનમાં સચ્ચિદાનંદનાં ફૂલ ઊગે છે અને મુક્તિનાં ફળ પાકે છે. તેમાં સમાધિની સુગંધ મહેકી ઊઠે છે. જે જ્ઞાનથી સમાધિની સુગંધ ન ઊઠે તે નિરર્થક છે. જે જ્ઞાન મુક્તિ ન આપે તે ખરેખર જ્ઞાન જ નથી. જેને કોરી જિજ્ઞાસા છે તેની જાણકારી તેને મુક્તિ નથી અપાવી શકતી. તેની જાણકારીથી તેના જીવનમાં કોઈ પરિણામ નથી આવતું. તે ભલે શાસ્ત્રોથી પરિચિત હોય, શબ્દોનો માલિક હોય, તર્કનો શૃંગાર ધરાવતો હોય, વિવાદમાં તેને કોઈ હરાવી શકે એમ ન હોય; છતાં જીવનમાં તે હારતો જ જાય છે. તેનું જાણેલું કાંઈ કામનું નથી. જે જાણકારીથી મુમુક્ષુની દૃષ્ટિમાં પરિવર્તન આવે છે, એ જ જાણકારીથી કોરી જિજ્ઞાસાવાળાની દૃષ્ટિમાં પરિવર્તન આવતું નથી. આનું કારણ એ છે કે મુમુક્ષુ સાંભળે છે જ એવા ભાવથી કે “આ જાણકારી વડે મારે મારામાં સુધારણા લાવવી છે.' પરંતુ Page #536 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૩ ૫૦૩ જે માત્ર કોરી જિજ્ઞાસાથી સાંભળે છે તે માત્ર કાનની ક્રિયા કરે છે, તેની જાણકારી મસ્તકરૂપી ભંડારની એક વસ્તુ બનીને રહી જાય છે. મુમુક્ષુ સાંભળે એટલે કરવા દોડે છે. કોરી જિજ્ઞાસાવાળો સાંભળે એટલે અન્યને કહેવા દોડે છે. આવું કોરું જ્ઞાન મોક્ષમાર્ગને સાધક તો નહીં પણ બાધક નીવડે છે. તેનું જ્ઞાન માત્ર વ્યર્થ નથી નીવડતું, હાનિકારક પણ બને છે, કારણ કે હવે તે બહુ બોલતો થઈ જાય છે, અહંની વૃદ્ધિ કરી બેસે છે. જે બોધથી મુમુક્ષુ મુક્ત થાય છે, તે જ બોધથી કોરી જિજ્ઞાસાવાળો જીવ પોતાની મૂઢતા વધારે છે. મિથ્યાગ્રહ, સ્વછંદ, અહંકાર વગેરેથી જ્ઞાનને બેડરૂપ બનાવી દઈ, પોતાના બંધનને તે વધુ મજબૂત કરે છે. તેને માટે શાસ્ત્રો શસ્ત્ર બની જાય છે, ગ્રંથો ગ્રંથિ બની જાય છે, સિદ્ધાંતો વિવાદ કરવાના સાધન બની જાય છે. આમ, મુમુક્ષુતા વિના, ધાર્મિક જાણકારી મેળવીને પણ જીવ નુકસાન કરે છે. સાચો લક્ષ બાંધ્યા વિના મેળવેલી જાણકારી તેને બેહોશ બનાવનાર દારૂનું કામ કરે છે. તેના માટે જ્ઞાન પણ મૂર્છાનું કારણ બની જાય છે. અહીં એ ધ્યાન રાખવું ઘટે કે જિજ્ઞાસા સારી છે, ખરાબ નથી; પણ કેવળ જિજ્ઞાસા જ હોય તો તે આત્મઘાતક છે. જીવનભર પૂછ્યા જ કરે અને ભેગું કર્યા જ કરે અને છતાં જીવનમાં કોઈ જ રૂપાંતરણ ન આવે, જીવનમાં શુદ્ધિનો જરા પણ પ્રાદુર્ભાવ ન થાય, આનંદનો અનુભવ ન પ્રગટે તો એ બધું શા કામનું? માત્ર કોરી જિજ્ઞાસા જીવને અહંકારથી ભરી દે છે, તેથી માત્ર જિજ્ઞાસા પર્યાપ્ત નથી. મુમુક્ષુતા પણ જોઈએ. મોહાસક્તિની મૂંઝવણ થવી અત્યંત આવશ્યક છે. આ મૂંઝવણ ન જાગે ત્યાં સુધી કલ્યાણયાત્રાની શરૂઆત નથી થતી. આ મુંઝવણ વિના જીવ ધર્મની ચર્ચા કરે તોપણ જ્ઞાનીઓના પંથે તે એક પણ ડગ ભરી શકતો નથી. જો સંસારથી મુક્ત થવું હોય તો તેની અસારતા, ક્ષણિકતા સમજવી ઘટે. જો સંસાર અસાર ભાસતો હોય તો જ્ઞાનીનું નાનકડું વચન પણ જીવને જાગૃત કરી દે છે. અહીં શિષ્યને સંસાર અસાર ભાસ્યો છે. તે મોહાસક્તિથી મૂંઝાયેલો છે. તે વિચારવાન છે, અભ્યાસી છે; પરંતુ જુદા જુદા દાર્શનિકોની માન્યતાઓ પરસ્પર વિરોધી હોવાથી તે ગૂંચવાઈ ગયો છે. આત્મા કર્તા છે કે અકર્તા તે વિષે તે સમ્યક નિર્ણય કરી શકતો નથી, તેથી તે શ્રીગુરુ સમક્ષ પોતાની દલીલો રજૂ કરી તેનું સમાધાન ઇચ્છે છે. તે ખોટો વિવેક દર્શાવી ‘પ્રમાણ વચન' નથી કહેતો, પણ યથાર્થ નિર્ધાર કરવા માટે, ન્યાયથી આત્માનું કર્તાપણું સમજવા માટે શ્રીગુરુ આગળ પોતાનું ચિંતન રજૂ કરી, ગાથા ૪૮માં કહ્યું તેમ “એ અંતર શંકા તણો, સમજાવો સદુપાય', એમ શ્રીગુરુને સમાધાનરૂપી સદુપાય માટે વિનંતી કરે છે. આધ્યાત્મિક ક્ષેત્રે પરીક્ષાપ્રધાની બની, પોતાનો બોધ જાગૃત કરવા ઉપર વજન Page #537 -------------------------------------------------------------------------- ________________ પ૦૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન મૂકવામાં આવે છે. સ્વવિચારણાપૂર્વક તત્ત્વનો નિર્ણય કરવાનો હોય છે. જે સ્વવિચારણાપૂર્વક આત્માદિ તત્ત્વોને સમજવાનો અભ્યાસ કરે છે, તેની ચિત્તદશા નિર્મળ થતી જાય છે. જીવ અન્ય ઠેકાણે ઉપયોગ લગાવે તો રાગાદિની વૃદ્ધિ થાય છે, પરંતુ આત્માનાં છે પદના અભ્યાસમાં પોતાનો ઉપયોગ લગાવે તો તેને તત્ત્વપ્રતીતિ થાય છે અને રાગાદિનો ઘટાડો થાય છે. અન્ય વિચારોથી નિવૃત્તિ લઈ, શાંત ભાવે રુચિપૂર્વક તે છે પદની વિચારણા કરે તો ચૈતન્યનો રસ પોષાય છે, યથાર્થ પુરુષાર્થ ઊપડે છે; માટે યથાર્થ તત્ત્વનિર્ણય કરવામાં તેણે પોતાના ઉપયોગને એકાગ્ર કરવો ઘટે છે. શિષ્ય તત્ત્વનિર્ણય કરવા ઉદ્યમી થયો છે. તે આત્માના કર્મકર્તુત્વ વિષે વિચારણા કરે છે. તે વિચારણા કરતાં તેને જણાય છે કે જો ઈશ્વરાદિ કર્મના કર્તા હોય અને આત્મા કર્મનો કર્તા ન હોય તો આત્મા બંધરહિત ઠરે છે. આત્મા બંધરહિત હોવાથી બંધની નિવૃત્તિનો ઉપાય, અર્થાત્ મોક્ષનો ઉપાય કરવાનો કોઈ હેતુ રહેતો નથી અને જો કર્મ કરવાં એ આત્માનો સ્વભાવ હોય તો સ્વભાવ ત્રિકાળ હોવાથી કદી પણ બંધ ટળી મોક્ષ થાય નહીં. મોક્ષ ન થવાનો હોય તો મોક્ષનો ઉપાય કરવાનો કોઈ હેતુ નથી. આ રીતે બને વિકલ્પમાં મોક્ષનો ઉપાય નિરર્થક ઠરતો હોવાથી શિષ્ય મૂંઝવણ અનુભવે છે. તે સત્ય નિર્ણય કરી શકતો નથી, તેથી પોતાની શંકાનું સમાધાન કરવા તે શ્રીગુરુને વિનંતી કરે છે. શ્રી ભોગીલાલ ગિ. શેઠ લખે છે – આમ સરળસ્વભાવી સુશિષ્યની મતિ મૂંઝાયેલી છે, તેને સદુપાય સૂઝતો નથી, તેથી તે શ્રી ગુરુને વીનવે છે ? હે ગુરુદેવ! કર્તા કર્મના પ્રશ્નમાં મારી અલ્પ મતિ મૂંઝાઈ છે અને તેનું સમાધાન થઈ શકતું નથી. મારા પર કૃપા કરી આ આશંકાના વમળમાંથી મને ઉગારી લો અને મારા અંતરને સમાધાનરૂપી સદુપાયથી પ્રકાશિત કરો, જેથી હું ન્યાયનો નિર્ણય કરી શકું. મેં ઉપર જણાવ્યાં તે કારણોથી જીવ પોતે કંઈ કરતો જ નથી, તો પછી મોક્ષ ઉપાયનો હેતુ કેવી રીતે રહે? જો જીવ પાપ-પુણ્યનો કર્તા નથી, રાગદ્વેષનો કર્તા નથી અથવા કંઈ કરતો નથી, તો મોક્ષનો ઉપાય પણ કેમ કરી શકે? અને જો જીવ કર્મનો કર્તા હોય, તો તે તેનો સ્વભાવ ઠરે છે અને સ્વભાવ મટવા યોગ્ય નહીં હોવાથી, અહીં પણ મોક્ષના ઉપાયનું કારણ જણાતું નથી. માટે હે કૃપાળુ! સત્ય શું છે, તે ન્યાયથી સમજાવવા આ દીન લઘુ શિષ્યની વિનંતિ છે.’૧ ૧- શ્રી ભોગીલાલ ગિ. શેઠ, ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર (વિશેષાર્થ સહિત)', ચોથી આવૃત્તિ પૃ. ૨૧૪-૨૧૫ Page #538 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૩ ૫૦૫ આમ, જે જે દર્શનો આત્માને કર્મના કર્તા તરીકે નથી માનતાં, તે તે દર્શનોએ પોતાની માન્યતાના સમર્થન માટે કરેલી દલીલો શ્રીમદે ત્રણ ગાથા(૭૦-૭૩)માં શિષ્યની શંકારૂપે રજૂ કરી છે. સમ્યક્ નિર્ધાર થવા માટે કર્મસ્વભાવવાદ, પ્રકૃતિકતૃત્વવાદ, ઈશ્વરકર્તુત્વવાદ વગેરેને સરળ ભાષામાં ગૂંથી, કોઈ પણ દર્શનના નામનિર્દેશ વિના તેને શિષ્યમુખે રજૂ કરી, શ્રીમદ્ તેનું સચોટ સમાધાન હવેની ગાથાઓ (૭૪-૭૮)માં શ્રીગુરુમુખે રજૂ કરશે આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – માટે મોક્ષ ઉપાયનો, કરવો વૃથા વિચાર; બંધ નહિ તો મોક્ષ શો? ભાંતિ ન રહે લગાર. તપ જપ દાનાદિ તણો, કોઈ ન હેતુ જણાય; શા માટે દુઃખ વ્હોરવું, કરી કષ્ટ આ કાય. વળી વિશેષ વિચારતાં, આત્મામાં કોઈ કાળ; કર્મતણું કર્તાપણું, કાં નહિ એ જંજાળ. અનાદિથી જો એમ છે, તો કેમ મોક્ષ ઉપાય; માટે કર્તુત્વ કર્મનું, કાં નહિ, કાં નહિ જાય.૧ ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૩૨ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૨૮૯-૨૯૨) Page #539 -------------------------------------------------------------------------- ________________ Page #540 -------------------------------------------------------------------------- ________________ गाथा - ७४ ५ . १ ०७२-५०.५. २९४, हर nt २ , ६२५. , . Page #541 -------------------------------------------------------------------------- ________________ Page #542 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૭૪ – ગાથા ૭૩માં શિષ્ય કહ્યું કે કાં તો કર્મનું કર્તાપણું આત્માને ઘટતું નથી ભૂમિકા 1 અથવા કર્મ કરવાનો આત્માનો સ્વભાવ માનવામાં આવે તો તે કદી છૂટી શકે નહીં. આ બન્ને પ્રકારે વિચારતાં મોક્ષ માટે પ્રવૃત્તિ કરવી યોગ્ય લાગતી નથી. આમ, આત્મા કર્મનો કર્તા નથી, પરંતુ કર્મનો કર્તા કોઈ અન્ય છે તે સંબંધી પોતાને ઉદ્ભવેલા ભિન્ન ભિન્ન વિકલ્પો પૂર્વની ત્રણ ગાથાઓ (૭૧-૭૩) દ્વારા શિષ્ય શ્રીગુરુ પાસે રજૂ કરે છે. શ્રીગુરુ શિષ્યની પ્રત્યેક દલીલનું એક પછી એક અનુક્રમે નિરસન પાંચ ગાથાઓ (૭૪-૭૮) દ્વારા કરે છે, જેના ફળરૂપે કર્મકર્તુત્વ અંગેના તેના સર્વ સંશય ટળી જાય છે અને તેને “આત્મા કર્મનો કર્તા છે' એવા સમ્યકત્વના ત્રીજા સ્થાનકની સિદ્ધિ થાય છે. ગાથા ૭૧નો ઉત્તર ગાથા ૭૪-૭૫માં અને ગાથા ૭રનો ઉત્તર ગાથા ૭૬-૭૭માં આપ્યો છે. અંતિમ ૭૮મી ગાથામાં કર્તુત્વનો સિદ્ધાંત સારરૂપે આપ્યો છે. આ પ્રમાણે શ્રીમદે શ્રીગુરુના મુખે પાંચ ગાથાઓમાં કર્મકર્તુત્વના ગહન વિષયનો અત્યંત સરળપણે ઉકેલ આપ્યો છે. તેમાં કશે પણ ક્લિષ્ટતા નથી, અપૂર્ણતા નથી, વિરોધ નથી. સરળ ભાષા અને સાદા શબ્દોમાં ગૂઢ સિદ્ધાંતનું પ્રતિપાદન તે શ્રીમદ્ગી અદ્ભુત શૈલી તથા વિષયવિચારણાની વિશદતા દર્શાવે છે. ગાથા ૭૧ના પૂર્વાર્ધમાં શિષ્ય જણાવ્યું હતું કે “કર્તા જીવ ન કર્મનો, કર્મ જ કર્તા કર્મ, અર્થાત્ કર્મનો કર્તા જીવ નથી અને કર્તાના કર્યા વિના કર્મ હોઈ શકે નહીં, તેથી તેનો કોઈ ને કોઈ કર્તા હોવો જ જોઈએ. જો જીવ કર્મનો કર્તા ન હોય તો કર્મનો કર્તા કર્મ જ છે એમ સ્વીકારવું જોઈએ. શિષ્ય કરેલા આ વિકલ્પનું સમાધાન કરતાં શ્રીગુરુ કહે છે – “હોય ન ચેતન પ્રેરણા, કોણ ગ્રહે તો કર્મ? ગાથા જડસ્વભાવ નહિ પ્રેરણા, જુઓ વિચારી ધર્મ. (૭૪) ૧- શ્રીમની હસ્તલિખિત પ્રતમાં “ધર્મ'ના બદલે “મર્મ' શબ્દ મળે છે. “મર્મ' શબ્દના પાઠાંતર વિષે બીજી કોઈ માહિતી પ્રાપ્ત નથી. અહીં એટલું નોંધનીય છે કે શ્રી અંબાલાલભાઈએ કરેલા અર્થમાં “ધર્મ' શબ્દાનુસાર અર્થઘટન થયું છે અને તેમણે કરેલો અર્થ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની રચના પછી ખૂબ ટૂંકા ગાળામાં થયો હતો, જે શ્રીમદ્ભી નજર તળેથી નીકળી ચૂક્યો હતો. તેથી આ પાઠાંતર અત્યંત ટૂંક સમયમાં થયું હોય એમ અનુમાન કરી શકાય તથા શ્રી અંબાલાલભાઈએ કરેલ અર્થ શ્રીમદે તપાસ્યા હોવાથી આ પાઠાંતર પ્રમાણભૂત તેમજ આધારભૂત માની શકાય. Page #543 -------------------------------------------------------------------------- ________________ અર્થ ૫૧૦ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન - ચેતન એટલે આત્માની પ્રેરણારૂપ પ્રવૃત્તિ ન હોય, તો કર્મને કોણ ગ્રહણ ] કરે? જડનો સ્વભાવ પ્રેરણા નથી. જડ અને ચેતન બેયના ધર્મ વિચારી જુઓ. (૭૪) જો ચેતનની પ્રેરણા ન હોય, તો કર્મ કોણ ગ્રહણ કરે? પ્રેરણાપણે ગ્રહણ કરાવવારૂપ સ્વભાવ જડનો છે જ નહીં; અને એમ હોય તો ઘટ, પટાદિ પણ ક્રોધાદિ ભાવમાં પરિણમવા જોઈએ અને કર્મના ગ્રહણકર્તા હોવા જોઈએ, પણ તેવો અનુભવ તો કોઈને ક્યારે પણ થતો નથી, જેથી ચેતન એટલે જીવ કર્મ ગ્રહણ કરે છે, એમ સિદ્ધ થાય છે; અને તે માટે કર્મનો કર્તા કહીએ છીએ. અર્થાત એમ જીવ કર્મનો કર્તા છે. કર્મના કર્તા કર્મ કહેવાય કે કેમ?' તેનું પણ સમાધાન આથી થશે કે જડ કર્મમાં પ્રેરણારૂપ ધર્મ નહીં હોવાથી તે તે રીતે ગ્રહણ કરવાને અસમર્થ છે; અને કર્મનું કરવાપણું જીવને છે, કેમકે તેને વિષે પ્રેરણાશક્તિ છે. (૭૪) - કર્મબંધ ચેતનની પ્રેરણાથી જ થઈ શકે છે. કર્મનું ગ્રહણ થવારૂપ પ્રવૃત્તિ [નાવાય] પ્રેરણાશક્તિ વિના સંભવતી નથી અને પ્રેરણાશક્તિ માત્ર ચેતનમાં છે. જડ પદાર્થોમાં પ્રેરણાસ્વભાવ નથી. પ્રેરણા આપવાનો સ્વભાવ જો જડમાં હોય તો ઘટ-પટાદિ પણ ક્રોધાદિ ભાવરૂપ પરિણમે અને તે પણ કર્મ ગ્રહણ કરે, પરંતુ એમ બનતું નથી. કર્મનું આહવાપણું ચેતનને વિષે જ સંભવે છે, કારણ કે તેનામાં એવી પ્રેરણાશક્તિ છે. કર્મ બાંધવા માટેના પરિણામરૂપ પ્રેરણા ચેતનમાં છે, માટે કર્મનું ગ્રહણ થાય છે. ચેતનની પ્રેરણા ન હોય તો કામણ વર્ગણાનાં પુદ્ગલો કર્મરૂપે પરિણમી શકે જ નહીં. અશુદ્ધ અધ્યવસાયરૂપ પ્રેરણાશક્તિ વડે ચેતન કર્મને રહે છે. જડમાં અધ્યવસાયરૂપ પ્રેરણાશક્તિ નહીં હોવાથી તે કર્મને ગ્રહણ કરવા અસમર્થ છે. આમ, જડ અને ચેતન બનેના ધર્મ વિચારતાં સમજાશે કે કર્મ કરવાની પ્રેરણા કરનાર ચેતન છે, માટે તે કર્મનો કર્તા છે. કર્મનો કર્તા કર્મ હોઈ શકે નહીં, કારણ કે જડ કર્મ ચેતનરહિત હોવાથી તેનામાં પ્રેરણા કરવારૂપ ધર્મનો અભાવ છે અને તેથી તે કર્મ ગ્રહણ કરવા માટે સમર્થ નથી. ચેતનનું પ્રેરકરૂપ કારણ ન હોય તો કર્મનું ગ્રહણ થતું નથી. ગાયના ગળામાં પડેલ દોરડામાં ગાંઠ માત્ર દોરડાની શક્તિથી પડતી નથી, પરંતુ એનું પ્રેરક તત્ત્વ કોઈ ચૈતન્ય જ હોય છે. જડ અને ચેતન બન્નેના મૂળભૂત સ્વભાવ અને કર્તાપણાના સિદ્ધાંતનું ઉપરોક્ત રહસ્ય વિચારવાથી સ્પષ્ટ જણાશે કે જીવ જ કર્મનો કર્તા છે. વિશેષાર્થ છે તે આત્મા ચેતન છે. તે જ્ઞાનમય છે. જ્ઞાન આત્મામાં વ્યાપેલું છે. આત્માની | ઓળખાણ જ્ઞાન ગુણ દ્વારા થઈ શકે છે. જ્ઞાનની પ્રસિદ્ધિ વડે ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૪૪ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન) Page #544 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૪ ૫૧૧ નિર્ણય થાય છે. જ્ઞાન વડે આત્મસત્તા ખ્યાલમાં આવે છે, આત્મસત્તાનો નિઃશંક નિર્ણય થાય છે. જ્ઞાન ત્રિકાળી આત્મસત્તાને પ્રગટ કરે છે. આ કારણે આત્મા અનંત ગુણાત્મક હોવા છતાં તેને જ્ઞાનમાત્ર કહેવામાં આવે છે. આથી વિપરીત પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ – એ પાંચે દ્રવ્યો જ્ઞાનગુણરહિત છે. એ પાંચ તત્ત્વમાં ચૈતન્યસ્વભાવ નથી. તેમાં ચૈતન્યસ્વભાવથી વિરોધી એવો અચેતન સ્વભાવ છે. જાણવાનો સ્વભાવ એકમાત્ર આત્માનો જ છે. આત્મા ક્યારે પણ જાણવાનું છોડતો નથી એ ચેતનપણાની વિશિષ્ટતા છે અને પુદ્ગલાદિ ક્યારે પણ જાણી શકતા નથી એ જડપણાની વિશિષ્ટતા છે. ચૈતન્યસ્વરૂપી એવો આત્મા અજ્ઞાનાવસ્થામાં રાગ-દ્વેષ વગેરે રૂપે પરિણમે છે અને તેથી તે કર્મથી બંધાય છે. જો આત્મા ચૈતન્યસ્વરૂપી ન હોય તો તે રાગાદિ પરિણતિ ન કરે અને એ પરિણતિ વગર કર્મબંધ પણ ન થાય. પરંતુ જીવમાં ચૈતન્યશક્તિ છે અને તેથી તે અજ્ઞાનના કારણે પોતાના સ્વભાવને ભૂલીને પરમાં ઇષ્ટ-અનિષ્ટની કલ્પના કરે છે. જીવના આ વિકારી પરિણામનું નિમિત્ત પામીને, કાર્મણ વર્ગણા કે જેમાં કર્મરૂપે પરિણમવાની યોગ્યતા છે, તે કર્મરૂપે પરિણમી, જીવ સાથે એકક્ષેત્રે બંધાય છે. એ કાર્મણ વર્ગણા જ્યારે આત્માને ચોંટે છે ત્યારે જ તે ‘કર્મ' સંજ્ઞા પામે છે, તે પહેલાં નહીં. ત્યારપછી જ તે કર્મ કહેવાય છે. જ્યારે તે પુદ્ગલો લોકાકાશમાં કાર્પણ વર્ગણારૂપે હોય છે ત્યારે તે પુદ્ગલો કર્મ સંજ્ઞા પામતાં નથી. લોકમાં સર્વત્ર કાર્મણ વર્ગણા નામનાં સૂક્ષ્માતિસૂક્ષ્મ પુદ્ગલપરમાણુઓ છે. કાર્યણ વર્ગણાનાં પુદ્ગલો વાતાવરણમાં સહજપણે વિહરતાં હોય છે. જ્યારે આત્મામાં રાગ-દ્વેષ ઉત્પન્ન થાય છે ત્યારે તે પુદ્ગલો ખેંચાઈને આત્મા સાથે બંધાય છે. શુદ્ધ, બુદ્ધ, મુક્ત સ્વભાવ હોવા છતાં જીવ જ્યારે રાગ-દ્વેષ કરે છે ત્યારે કાર્પણ વર્ગણામાં પણ તેને અનુરૂપ એક એવી સ્થિતિ ઉપસ્થિત થાય છે કે જેના કારણે કાર્મણ વર્ગણાનાં પુદ્ગલપરમાણુઓ રાગ-દ્વેષથી અભિભૂત બનેલા જીવમાં આસ્રવ પામે છે અને આ આસવના પરિણામે જીવ કર્મ સાથે બંધાય છે. જો ચેતનની આવી પ્રેરણા ન હોય તો કર્મ કોણ ગ્રહણ કરે? જડમાં તો પ્રેરણા કે સ્ફુરણાનો ધર્મ જણાતો નથી. જો જડનો પ્રેરણાસ્વભાવ હોય તો ઘટ-પટાદિ પણ ક્રોધાદિ ભાવમાં પરિણમવાં જોઈએ અને કર્મનાં ગ્રહણકર્તા હોવાં જોઈએ. પ્રેરણાસ્વભાવના કારણે જેમ જીવ ક્રોધાદિ ભાવે પરિણમી કાર્રણ વર્ગણાના પુદ્ગલને કર્મરૂપે ગ્રહણ કરે છે, તેમ ઘટ-પટાદ જડ પદાર્થો પણ ક્રોધાદિ ભાવે પરિણમી કર્મના ગ્રહણ કરનારા હોવા જોઈએ; પણ તેવો અનુભવ કોઈને ક્યારે પણ થતો નથી. આ વિષે ડૉ. તરુલતાબાઈ મહાસતીજી કહે છે Page #545 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જડ પદાર્થોમાં આ શક્તિ નથી. એ કોઈને પણ કોઈ રીતે પ્રેરિત કરી શકે નહીં. તમારી પાસે શાસ્ત્રનો ઉત્તમ ગ્રન્થ છે. તે વર્ષો સુધી ઘરના કબાટમાં પડ્યો રહે પણ અંદરથી તમને સ્વાધ્યાય કરવાના ભાવ ન જાગે અને ગ્રન્થ હાથમાં ન લ્યો તો ગ્રંથ તમને પ્રેરણા આપે નહીં કે ભાઈ! મને લે અને વાંચ. એ જ રીતે તમને ક્રોધ આવ્યો છે, પાસે લાકડી પડી છે, તો એ ઊછળીને તમારા શત્રુને વાગતી નથી પણ તમે હાથેથી ઉપાડીને ફેંકો તો જ એ કાર્ય કરે છે. અરે! કોઈ માણસ, શસ્ત્રોનું ગોડાઉન ભર્યું છે તેમાં જઈ, કોઈ માણસનું ખૂન કરી નાખે તો એક પણ શસ્ત્ર, પોતાની જગ્યાએથી ઊપડી તેને સજા આપે નહીં. કાયદાનાં હજાર પુસ્તકો પડ્યાં છે, તેની વચ્ચે જઈ ભયંકર અપરાધ કરનારની સાક્ષી, એ પુસ્તકો બની શકતાં નથી. આમ જડ પદાર્થમાં કોઈને પ્રેરિત કરવાની શક્તિ નથી.’ જડમાં પ્રેરક સ્વભાવ નથી અને પ્રેરણાસ્વભાવ ન હોય તો કાશ્મણ વર્ગણાનાં પુદ્ગલપરમાણુઓ કર્મરૂપે પરિણામે જ નહીં. પ્રેરક એવા ચેતનની પ્રેરણા વિના અનંત કાળે પણ કાર્મણ વર્ગણા કર્મરૂપે પરિણમી શકે નહીં. તે પુગલો એમ ને એમ પડ્યાં રહે. જેમ માટી જાતે ઘડો બની શકતી નથી, તેને માટે કોઈ ચેતનકર્તાની - કુંભારની જરૂર પડે જ છે. પ્રેરક કારણરૂપ કુંભાર ન હોય તો અનંત કાળે પણ માટી ઘડો બની શકે નહીં. તેમ ચેતનની પ્રેરણા વિના કર્મો આપોઆપ આત્મા સાથે બંધાઈ જતાં નથી. ચેતનની પ્રેરણા થવાથી કામણ વર્ગણાનાં પુદ્ગલોનું ગ્રહણ થાય છે, તેથી જીવ કર્મનો કર્તા ઠરે છે. આમ, આત્મા જ પોતાનાં કર્મનો કર્તા છે. જેમ તેલથી ચીકણું થયેલું શરીર ધૂળથી લેવાય છે, તેમ રાગ-દ્વેષથી ખરડાયેલા જીવને કર્મબંધ થાય છે. જે તેલથી ચીકણા થયેલા શરીર ઉપર ધૂળ ચોંટે છે અને તે મેલરૂપે પરિણમે છે; તેમ રાગી, અને મોહી જીવોની વિષય-કષાયયુક્ત દશામાં કાર્મણ વર્ગણાઓનું ગ્રહણ થવાથી તે પુગલપરમાણુ કર્મરૂપે પરિણમે છે. શુદ્ધ આત્માની અનુભૂતિના અભાવમાં આત્મા વિષય-કષાયમાં પ્રવર્તે છે; રાગી, દ્વેષી અને મોહી થાય છે; તેથી તે સમયે ૧- ડૉ. તરુલતાબાઈ મહાસતીજી, હું આત્મા છું', ભાગ-૨, પૃ.૧૧૧-૧૧૨ ૨- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘સમયસાર', ગાથા ૨૩૭, ૨૪૦, ૨૪૧ 'जह णाम को वि पुरिसो णेहभत्तो दु रेणुबहुलम्मि । ठाणम्मि ठाइदूण य करेइ सत्थेहिं वायाम ।। जो सो दु णेहभावो तह्मि गरे तेण तस्स रयबंधो । णिच्चयदो विण्णेयं ण कायचेट्टाहिं सेसाहिं ।। एवं मिच्छादिट्ठी वटैतो बहुविहासु चिठ्ठासु । रायाई उवओगो कुव्वतो लिप्पइ रयेण ।।' Page #546 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૪ ૫૧૩ વર્ગણાના પુદ્ગલસ્કંધોનું ગ્રહણ થાય છે, તે પુદ્ગલો જ્ઞાનાવરણીયાદિ સાત કે આઠ કર્મરૂપે પરિણમે છે. વિષય અને કષાયમાં આસક્ત થયેલા જીવો કર્મ બાંધે છે. આચાર્યશ્રી યોગીન્દુદેવ ‘પરમાત્મપ્રકાશ'માં લખે છે કે વિષય-કષાયથી રાગી અને મોહી જીવોના આત્મપ્રદેશોમાં જે પરમાણુ વળગે છે તે પરમાણુના સમુદાયને શ્રી જિન કર્મ કહે છે.૧ આમ, પ્રેરણાશક્તિ એકમાત્ર જીવમાં જ છે અને જીવ પ્રેરણાશક્તિ દ્વારા કર્મને ગ્રહણ કરતો હોવાથી તે કર્મનો કર્તા ઠરે છે. કર્મનો કર્તા કર્મ હોઈ શકે નહીં, કારણ કર્મ તો જડ છે. જડમાં ચેતનના પ્રેરણાદિ ધર્મ હોઈ જ કેવી રીતે શકે? જડ કર્મમાં પ્રેરણાશક્તિનો અભાવ છે અને પ્રેરણાધર્મ વિના કર્મગ્રહણધર્મ સંભવતો નથી, તેથી કર્મ કર્મનો કર્તા છે એ વિકલ્પ અયથાર્થ ઠરે છે. જીવના કર્મના કર્તાપણાના નિર્ણય માટે આ રીતે જડ અને ચેતનના ધર્મોનો વિચાર કરવો આવશ્યક છે. કર્મકર્તૃત્વનો યથાર્થ નિર્ણય કરવા અર્થે જડ અને ચેતનનાં સ્વરૂપનું ચિંતન કરવું ઘટે છે. જડસ્વભાવ અને ચેતનસ્વભાવની વિચારણા સૂક્ષ્મ રીતે કરવા યોગ્ય છે કે જેથી જીવના કર્મકર્તૃત્વ સંબંધી શંકા ટળી જાય. આ વિચારણાથી કર્મકર્તૃત્વ અંગેનો ભ્રમ ભાંગી જાય છે. જડ-ચેતનનો ધર્મ વિચારવાથી જીવ કર્મનો કર્તા છે એમ સ્પષ્ટપણે સમજાય છે. જૈન દર્શનના મત અનુસાર કર્મ પૌદ્ગલિક દ્રવ્ય છે. પુદ્ગલદ્રવ્ય રૂપી છે, તેથી કર્મ પણ રૂપી જ છે. અહીં પ્રશ્ન થાય કે જો કર્મ રૂપી છે તો પછી તે દેખાતાં કેમ નથી? એ પ્રશ્નનો ઉત્તર એ છે કે એવો કોઈ નિયમ નથી કે જે રૂપી હોય તે દૃષ્ટ જ હોય. કર્મ જે કાર્પણ વર્ગણામાંથી બનેલાં છે, તે અતિ સૂક્ષ્મ હોવાના કારણે રૂપી હોવા છતાં દૃષ્ટિગોચર નથી થતાં. અત્યંત સૂક્ષ્મ હોવાના કારણે તે દેખાતાં નથી. કર્મ અદૃશ્ય છે, કારણ કે કોઈ પણ ઇન્દ્રિયથી ગમ્ય નથી. ચક્ષુ આદિ ઇન્દ્રિયથી કર્મ પ્રત્યક્ષ થતાં નથી, પરંતુ સર્વજ્ઞને તો કર્મ અને કાર્મણ વર્ગણા જ્ઞાનગમ્ય છે. અનંતજ્ઞાની એવા સર્વજ્ઞ ભગવાનને તો ચરાચર અનંત લોકાલોકનું એક પણ દ્રવ્ય જ્ઞાનગમ્ય ન હોય એવું હોતું જ નથી. આત્મા અમૂર્તસ્વભાવી છે, જ્યારે કર્મ રૂપ, રસ, ગંધ, સ્પર્શયુક્ત મૂર્તસ્વભાવી છે. અત્રે કોઈને શંકા થાય કે કર્મ મૂર્ત અને આત્મા અમૂર્ત છે, તો આવી સ્થિતિમાં કર્મ આત્માની સાથે સંબદ્ધ કેવી રીતે થઈ શકે? મૂર્ત એવા કર્મ અમૂર્ત એવા આત્માની સાથે શી રીતે જોડાઈ શકે? દોરી વડે જેમ અમૂર્ત આકાશ બંધાતું નથી, તેમ મૂર્ત કર્મ ૧- જુઓ : આચાર્યશ્રી યોગીન્દ્વદેવકૃત, પરમાત્મપ્રકાશ', અધિકાર ૧, ગાથા ૬૨ 'विसय-कसायहिं रंगियहँ जे अणुया लग्गंति 1 जीव-पएसहँ मोहियहँ ते जिण कम्म भणति ।। ' Page #547 -------------------------------------------------------------------------- ________________ ૫ ૧૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વડે અમૂર્ત આત્મા ન બંધાય. મૂર્તિમાન પદાર્થ સાથે મૂર્તિક પદાર્થ જ બંધાઈ શકે છે, જેમ કે યણુક. કચણુક બે પરમાણુઓના સમૂહને કહે છે. બન્ને પરમાણુ મૂર્તિ છે, તેથી તે બને મળીને યણુક બને છે, પરંતુ મૂર્ત કર્મ સાથે અમૂર્ત આત્માનો બંધ કદી થઈ શકતો નથી. કર્મનો કર્તા કર્મ છે એ સિદ્ધ કરવા માટે પણ આ જ પ્રકારની દલીલ કરવામાં આવે છે કે અરૂપી સાથે રૂપીનું બંધન થઈ શકે નહીં, રૂપી પદાર્થ સાથે રૂપી પદાર્થ જ બંધાઈ શકે; તેથી કર્મો સાથે જ કર્મો બંધાય છે, માટે કર્મનો કર્તા કર્મ છે. મૂર્ત એવા કર્મનો અમૂર્ત આત્મા સાથે બંધ થઈ શકતો નથી એવી શંકા કરવી બરાબર નથી. અમૂર્ત આત્મા સાથે મૂર્ત કર્મ સંબદ્ધ થઈ શકે છે. આકાશ અમૂર્ત છે અને ઘડો મૂર્ત છે. તો એ ઘડો જ્યાં પડ્યો છે ત્યાં આકાશ છે કે નહીં? આકાશનો સંબંધ તો સર્વત્ર હોય છે, તો અમૂર્ત એવા આકાશનો મૂર્ત એવા ઘડાની સાથે સંબંધ થયો કે નહીં? ઘટ મૂર્ત છતાં જેમ તેનો સંયોગ સંબંધ અમૂર્ત આકાશ સાથે થાય છે, તેમ મૂર્ત કર્મનો અમૂર્ત આત્મા સાથે સંયોગ થાય છે. અમૂર્ત જીવ અને મૂર્ત કર્મનો સંબંધ બીજી રીતે પણ સિદ્ધ થઈ શકે છે. શરીર મૂર્તિ છે અને આત્મા અમૂર્ત છે. સંસારી આત્મા શરીરમાં રહ્યો છે, તો અમૂર્ત એવા આત્માનો મૂર્ત એવા શરીરની સાથે સંબંધ થયો કે નહીં? એ જ પ્રમાણે આત્મા અને કર્મનો સંબંધ છે. સ્થૂળ શરીર મૂર્ત હોવા છતાં તેનો આત્મા સાથે સંબંધ તો પ્રત્યક્ષ જ છે; તેથી ભવાંતરમાં જતા જીવમાં કામણ શરીરનો સંબંધ પણ માનવો જોઈએ, અન્યથા નવા સ્થૂળ શરીરનું અઝહણ ઇત્યાદિ દોષોની આપત્તિ આવે. અત્રે કોઈ એમ દલીલ કરે કે કાશ્મણ શરીરથી નહીં પણ ધર્મ અને અધર્મથી નવા શરીરનું ગ્રહણ થાય છે, તેથી મૂર્તિ કામણ શરીરનો સંબંધ અમૂર્ત આત્મા સાથે માનવાની આવશ્યકતા જ નથી; તો પ્રશ્ન થાય કે તે ધર્મ અને અધર્મ મૂર્તિ છે કે અમૂર્ત? જો એમ કહેવામાં આવે કે ધર્મ અને અધર્મ મૂર્ત છે તો પછી ધર્મ-અધર્મનો પણ અમૂર્ત આત્મા સાથે સંબંધ કઈ રીતે ઘટે? કારણ કે આ મત પ્રમાણે તો મૂર્તનો અમૂર્ત સાથે સંબંધ ન થાય. જો એમ કહેવામાં આવે કે ધર્મ અને અધર્મ અમૂર્ત છે, તો તે અમૂર્ત ધર્મ-અધર્મનો મૂર્ત એવા સ્થૂળ શરીર સાથે કેવી રીતે સંબંધ થાય? કારણ કે આ મત પ્રમાણે મૂર્ત અને અમૂર્તનો સંબંધ થતો નથી. વળી, જો ધર્મ-અધર્મનો શરીર સાથે સંબંધ જ ન હોય તો તેના કારણે બાહ્ય શરીરમાં જે ચેષ્ટાદિ થાય છે, તે પણ કેવી રીતે થાય? એટલે જો અમૂર્ત એવા ધર્મ-અધર્મનો સંબંધ મૂર્ત શરીર સાથે માનવામાં આવે તો અમૂર્ત આત્માનો મૂર્ત કર્મ સાથેનો સંબંધ પણ સ્વીકારવો જોઈએ. અત્રે કોઈ પ્રશ્ન કરે કે મૂર્તિનો અમૂર્તિની સાથે સંબંધ તો સિદ્ધ થયો, પરંતુ શું મૂર્ત એવાં કર્મ અમૂર્ત એવા આત્મા ઉપર અસર કરી શકે? જીવ અને કર્મનો સંબંધ Page #548 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૪ ૫૧૫ એક અમૂર્ત અને બીજું મૂર્ત છતાં, આકાશ અને અગ્નિની જેમ સંભવે છે એ તો સમજાય છે; પણ જેમ આકાશ અને અગ્નિનો સંબંધ હોવા છતાં આકાશ ઉપર અગ્નિથી કોઈ પણ પ્રકારનો ઉપઘાત કે ઉપકાર થઈ શકતો નથી, તે જ પ્રકારે અમૂર્ત આત્મા ઉપર પણ મૂર્ત કર્મ વડે ઉપઘાત કે ઉપકાર સંભવે નહીં, ભલે તે બન્નેનો સંબંધ થયો હોય. અગ્નિની જ્વાળાઓનો જેમ આકાશ સાથે સંબંધ થાય છે, તેમ કર્મનો પણ આત્મા સાથે સંબંધ થાય છે, પણ મૂર્ત કર્મ દ્વારા અમૂર્ત આત્મામાં ઉપકાર કે ઉપઘાત થઈ શકે નહીં. આનું સમાધાન એ છે કે મૂર્ત વસ્તુ અમૂર્ત ઉપર ઉપઘાત કે ઉપકાર ન જ કરી શકે એવો નિયમ નથી, કારણ કે પ્રત્યક્ષ જોવા મળે છે કે જ્ઞાન વગેરે અમૂર્ત હોવા છતાં મદિરા, વિષ આદિ મૂર્ત વસ્તુઓ દ્વારા તેના ઉપર ઉપઘાત થાય છે અને ઘી, દૂધ આદિ પૌષ્ટિક પદાર્થો દ્વારા તેના ઉપર ઉપકાર થાય છે. આ પ્રકારે મૂર્ત કર્મ અમૂર્ત આત્મા ઉપર ઉપઘાત કે ઉપકાર કરી શકે છે. આત્મા અમૂર્ત હોવા છતાં મૂર્ત કર્મ દ્વારા તેના ઉપર ઉપઘાત અથવા ઉપકાર થાય છે. વ્યવહારમાં જોઈ શકાય છે કે એક માણસ દારૂ પીએ તો તેના જ્ઞાન ઉપર કેવી વિકૃત અસર થાય છે. મહુડાનાં ફૂલ, દ્રાક્ષ આદિ મૂર્ત પદાર્થમાંથી બનેલો દારૂ મૂર્ત છે, છતાં અમૂર્ત એવો જીવ મદિરાના સેવનથી કેવી માદક અસરનો અનુભવ કરે છે! એ જ પ્રમાણે મંદ મતિવાળા મનુષ્યને બાહ્મી આદિનું સેવન કરાવવાથી તેની મતિ તીવ્ર બને છે. મૂર્ત એવી બાહ્મીની અમૂર્ત એવા આત્મા ઉપર અસર થઈ કે નહીં? એ જ પ્રમાણે મૂર્ત એવાં કર્મ અમૂર્ત એવા આત્મા ઉપર નિગ્રહ-અનુમહાત્મક ઉભય અસર કરે છે. અમૂર્ત એવા આત્મા ઉપર મદિરા અને બાહ્મી જેવા મૂર્ત પદાર્થો અસર કરે છે, તેમ કર્મ પણ આત્મા ઉપર અસર કરી શકે છે. મૂર્ત કર્મની અમૂર્ત આત્મા ઉપર અસર છે. અમૂર્ત આત્મા ઉપર મૂર્ત પુદ્ગલની કેવી અસર થાય છે એનું સ્પષ્ટીકરણ કરતાં પંડિત શ્રી રાજમલજી ‘પંચાધ્યાયી'માં લખે છે કે વાસ્તવમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન અને જ્ઞાન અમૂર્ત છે, પરંતુ મૂર્ત મદ્યાદિ પદાર્થોના યોગથી જ્ઞાનનું પરિણમન બદલાઈ જાય છે. મદિરાના નિમિત્તે જ્ઞાન મંદ થઈ જાય છે. આ વાત અસિદ્ધ નથી, પરંતુ પ્રત્યક્ષસિદ્ધ છે; કેમ કે મદિરા આદિના સેવન વિના મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન મૂર્શિત થતા નથી. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન અને આત્માના જ્ઞાન ગુણની પર્યાય છે. આત્મા અમૂર્ત ૧- જુઓ : પંડિત શ્રી રાજમલજીકૃત, પંચાધ્યાયી', ઉત્તરાર્ધ, શ્લોક ૫૭,૫૮ 'अस्त्यमूर्तं मतिज्ञानं श्रुतज्ञानं च वस्तुतः । मद्यादिना समूर्तेन स्यात्तत्पाकानुसारि तत् ।। नासिद्धं तत्तथायोगात् यथा दृष्टोपलब्धितः ।। विना मद्यादिना यस्मात् तद्विशिष्टं न तद्वयम् ।।' Page #549 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન છે, તેથી એ બને પણ અમૂર્ત જ છે. જ્યારે કોઈ મનુષ્ય દારૂ, ભાંગ વગેરે માદક પદાર્થો પીએ છે ત્યારે તે મનુષ્યનો જ્ઞાન ગુણ મૂછિત થાય છે. દારૂ પીનાર મનુષ્ય બેહોશ થઈ જાય છે. આ બેહોશી મૂર્તિ મદિરાના નિમિત્તે થાય છે. મદિરા પીવાથી જ્ઞાન મૂછિત થઈ જાય છે, તેથી અમૂર્ત જ્ઞાન ઉપર મદિરાની અસર થાય છે. આના ઉપરથી અમૂર્ત આત્મા ઉપર મૂર્ત કર્મની કઈ રીતે અસર થાય છે એ પ્રશ્નનું સારી રીતે નિરાકરણ થઈ જાય છે. આ ચર્ચા આત્મા અમૂર્ત હોય છતાં તેની સાથે મૂર્ત કર્મનો સંબંધ અને તસ્કૃત ઉપઘાત-ઉપકાર ઘટી શકે છે એ સિદ્ધ કરવા અર્થે કરવામાં આવી છે, પણ વસ્તુતઃ સંસારી જીવ એકાંતે અમૂર્ત નથી. તે સર્વથા અમૂર્ત નથી, કથંચિત્ મૂર્ત પણ છે. સંસારી જીવમાં જે કથંચિત્ મૂર્તપણું છે, તે જીવનો કર્મ સાથે સંબંધ હોવાથી છે. કર્મ સાથે સંબંધ હોવાથી સંસારી જીવમાં મૂર્તતાનો ઉપચાર થાય છે. આત્મા સ્વભાવથી અમૂર્તિ છે, પરંતુ પૌગલિક કર્મ સાથે તેનો સંબંધ હોવાથી સંસારી અવસ્થામાં તેને કથંચિત્ મૂર્તિ માનવામાં આવેલ છે. ૧ સંસારી જીવ અને કર્મનો અનાદિકાલીન એકક્ષેત્રાવગાહરૂપ સંબંધ હોવાથી જીવ પણ કથંચિત્ કર્મપરિણામરૂપ છે, માટે એ રૂપને અનુલક્ષીને તે મૂર્તિ છે. જેમ અગ્નિ અને લોખંડનો સંબંધ થવાથી લોખંડ અગ્નિરૂપ થઈ જાય છે, તેમ સંસારી જીવ અને કર્મનો અનાદિ કાળથી પરસ્પર સંબંધ હોવાથી જીવ પણ કર્મના પરિણામરૂપ બની જાય છે; તેથી એ રૂપે તે મૂર્ત પણ છે. મૂર્તિ કર્મથી કથંચિત્ અભિન્ન હોવાના કારણે જીવ પણ કથંચિત્ મૂર્ત જ છે. મૂર્ત કર્મ વડે બંધાનાર આત્મા એકાંતે અમૂર્ત નથી, પણ કથંચિત્ મૂર્ત છે અને તેથી મૂર્ત આત્મા ઉપર મૂર્ત કર્મથી થતો ઉપઘાત કે ઉપકાર માનવામાં કોઈ દોષ આવતો નથી. એમ જે કહેવામાં આવે છે કે આકાશ ઉપર મૂર્ત વડે ઉપઘાત કે ઉપકાર નથી થતો, તેથી અમૂર્ત ઉપર મૂર્ત વડે ઉપઘાત કે ઉપકાર ન થાય; તે કહેવું બરાબર છે, કારણ કે આકાશ અચેતન છે અને અમૂર્ત છે, તેથી તેમાં મૂર્ત વડે ઉપઘાત-ઉપકાર ન થાય; પણ સંસારી આત્મા તો ચેતન છે અને મૂર્નામૂર્ત છે, તેથી તેના ઉપર મૂર્ત વડે ઉપઘાત-ઉપકાર થાય એમ માનવામાં કોઈ જ બાધા નથી. આ પ્રકારે કર્મ આત્મા ઉપર ઉપઘાત અથવા ઉપકાર કરી શકે છે. ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'ની આચાર્યશ્રી પૂજ્યપાદ સ્વામીકૃત ટીકા, ‘સર્વાર્થસિદ્ધિ', અધ્યાય ૨, સૂત્ર ૭ની ટીકા 'न चामूर्तेः कर्मणां बन्धो युज्यत इति। तन्न; अनेकान्तात् । नायमेकान्तः अमूर्तिरेवात्मेति। कर्मबन्धपर्यायापेक्षया तदावेशात्स्यान्मूर्तः । शुद्धस्वरूपापेक्षया स्यादमूर्तः ।' Page #550 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૪ ૫૧૭ આત્મા કથંચિત્ મૂર્ત પણ છે, પરંતુ આત્મામાં મૂર્તિપણું ઉપચારથી છે વાસ્તવમાં નહીં. વાસ્તવમાં આત્મા અમૂર્ત છે. તત્ત્વદૃષ્ટિથી જોવામાં આવે તો આત્મા અમૂર્ત જ છે અને અમૂર્ત આત્મા કદી મૂર્ત થઈ શકતો નથી, કેમ કે વસ્તુની મર્યાદાનું ઉલ્લંધન કદી થઈ શકતું નથી. વસ્તુનું પોતાનું મૂળ સ્વરૂપ નિશ્ચિત હોય છે. જે મૂર્તિ છે તે સદા મૂર્ત જ રહે છે અને જે અમૂર્ત છે તે સદા અમૂર્ત જ રહે છે, તેથી આત્મા વાસ્તવમાં અમૂર્ત જ છે. કેવળ ઉપચારથી તેને મૂર્ત કહેવાય છે. આત્મા વાસ્તવમાં અમૂર્ત છે, પરંતુ ઉપચારને ન સ્વીકારીને અથવા ઉપચારને અસિદ્ધ માનીને જે કોઈ આત્માને સર્વથા અમૂર્ત જ માને છે, તેણે એ સમજવું ઘટે છે કે જે ઉપચારથી આત્માને મૂર્ત કહેવામાં આવે છે તે ઉપચાર પણ અસિદ્ધ નથી, પરંતુ સિદ્ધ જ છે. જ્યાં મૂળ પદાર્થ ન હોય, પરંતુ કોઈ પ્રકારનું પ્રયોજન તેનાથી સિદ્ધ થતું હોય અથવા તે કોઈ કાર્યમાં નિમિત્ત થતું હોય તો એવા સ્થળે ઉપચારથી તેની સત્તાનો સ્વીકાર કરવામાં આવે છે. જેમ કે કોઈ બાળકમાં તેજસ્વીપણું જોઈને તેને અગ્નિ કહેવામાં આવે છે. વાસ્તવમાં તે અગ્નિ નથી, કેમ કે તેનામાં ઉષ્ણતા આદિ ગુણ નથી, તોપણ તેજસ્વીપણાના ગુણના કારણે તેને અગ્નિ કહે છે. તેથી તે અગ્નિનો ઉપચાર બાળકમાં સર્વથા વ્યર્થ નથી, પરંતુ તે કોઈ પ્રયોજનવશ કરવામાં આવ્યો છે. એવી જ રીતે ક્યાંક ક્યાંક નિમિત્તવશ ઉપચાર કરવામાં આવે છે. સંસારી આત્મામાં મૂર્તપણાનો જે ઉપચાર કરવામાં આવ્યો છે તે કર્મના નિમિત્તથી છે. બીજું, કર્મનો આત્માની સાથે અનાદિ કાળથી અતિ ઘનિષ્ઠ સંબંધ હોવાથી સંસારી આત્માનો વિપાક જ એવો થવા લાગ્યો છે, તેથી કહેવું પડે છે કે આત્મા મૂર્તિ છે. આમ, અમૂર્ત સુખદુઃખના અનુભવનું કારણ મૂર્ત કર્મ કેવી રીતે ઘટી શકે એવી શંકા કરવા યોગ્ય નથી, કારણ કે સુખ-દુઃખનો અનુભવ કરનાર સંસારી આત્મા કથંચિત્ મૂર્તિ છે. મૂર્તિ મૂર્તિની સાથે જોડાઈ શકે છે, તેથી કર્મ આત્મા સાથે સંબદ્ધ થઈ શકે છે. આત્મતત્ત્વ યદ્યપિ સ્વરૂપે તો અનંતજ્ઞાન-દર્શન-ચારિત્રાદિ અનંત ગુણોના પુનરૂપ, અરૂપી, અસંખ્યાત પ્રદેશમય, અખંડ, અક્ષય, નિર્મળ છે; તથાપિ કર્મસંયોગે વિવિધ પર્યાયસ્વરૂપે જીવ આ સંસારમાં ચાર ગતિમાં જન્મ-મરણ કરતો કરતો ભમ્યા કરે છે. આ જડ કર્મને તેણે પોતે જ મિથ્યાત્વાદિ હેતુઓ વડે ગ્રહણ કરી, પોતાના આત્મપ્રદેશની સાથે ક્ષીરનીરવત્ એકાકાર સ્વરૂપે ભેગાં કર્યા છે. સંસારી જીવ પોતાના કૃતકારિત્વ-અનુમોદનથી, મન-વચન-કાયાના યોગ વડે તેમજ મોહનીય કર્મના ઉદયજન્ય કષાયપરિણામ અનુસાર નવીન કાર્મણ વર્ગણાઓ રહણ કરીને, તેને અષ્ટવિધ કર્મરૂપે પરિણમાવે છે. કર્મરૂપે પરિણમેલાં કાર્મણ વર્ગણાનાં પુદ્ગલો આત્મપ્રદેશોની સાથે ક્ષીરનીરવતું એકાકાર સ્વરૂપે બંધ નિપજાવે છે. Page #551 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જીવ અને કર્મ પરસ્પર કેવી રીતે મળી ગયેલાં છે એ સમજવા માટે ક્ષીર-નીર અને લોહ-અગ્નિનાં દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. જીવ અને કર્મનાં લક્ષણ-સ્વરૂપાદિ ભિન્ન હોવા છતાં સંસારી અવસ્થામાં બન્ને પરસ્પર મળી ગયેલાં છે. જીવની સાથે લાગેલાં કર્મસ્કંધોને કામણ શરીર તરીકે સંબોધવામાં આવે છે. એ કામણ શરીરના સંબંધથી ઔદારિકાદિ શરીર ઉત્પન્ન થાય છે. જીવની ઔદારિકાદિ શરીરની સાથે જે એકમેકતા જણાય છે તે કાર્પણ શરીરના કારણે હોવાથી, કાર્મણ શરીર પણ જીવની સાથે કથંચિત્ અભિન્નપણે મળી ગયેલું છે એ વાત સ્વતઃ સિદ્ધ થાય છે. જીવ અને કર્મનો લક્ષણ-સ્વરૂપાદિ વડે ભેદ તથા પરસ્પર વ્યાપ્તિ અને એકદેશાવસ્થાન આદિ વડે અભેદ - એ રીતે ભેદભેદ હોવાથી તે બન્ને ભિન્નભિન્ન મનાય છે. આમ, સહજ સ્વરૂપે આત્મા અખંડ અવિકારી છે. આત્માનાં જે રાગાદિ વિકારી પરિણમન છે, તે વસ્તુતઃ આત્માનું સ્વરૂપ નથી. આત્મા વીતરાગ ચિદાનંદ સ્વભાવવાળો છે, પરંતુ સંસારી જીવને તે સ્વભાવ પ્રગટ ન હોવાથી તે રાગાદિ વિભાવભાવે પરિણમે છે. જીવ મૂળ સ્વભાવે કર્મનો અકર્તા છે, પરંતુ સ્વભાવને ભૂલીને જ્યારે તે વિકારી ભાવરૂપ પરિણમે છે ત્યારે તે ભાવકર્મના નિમિત્તે જડ કર્મ આવે છે અને તેથી જીવને જડ કર્મનું કર્તાપણું છે. આત્માનું કર્તુત્વ યથાર્થપણે સમજવા માટે સાપેક્ષ દૃષ્ટિની આવશ્યકતા છે. જે દષ્ટિથી જીવનું કર્તાપણું જોવામાં આવે તે દષ્ટિ(આંશિક જ્ઞાન)ને નય કહેવામાં આવે છે. આત્માનું કર્તાપણું જુદા જુદા દૃષ્ટિકોણથી સમજવું જરૂરી છે. જુદા જુદા દૃષ્ટિકોણથી જીવનું કર્તાપણું કઈ રીતે ઘટે છે તે વાત શ્રીમદે છ પદના પત્રમાં અત્યંત સરળપણે બતાવી છે – ‘સર્વ પદાર્થ અર્થક્રિયાસંપન્ન છે. કંઈ ને કંઈ પરિણામક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયાસંપન્ન છે. ક્રિયાસંપન્ન છે, માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે; પરમાર્થથી સ્વભાવપરિણતિએ નિજસ્વરૂપનો કર્તા છે. અનુપચરિત (અનુભવમાં આવવા યોગ્ય, વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે. ઉપચારથી ઘર, નગર આદિનો કર્તા છે.” આ પત્રમાં શ્રીમદે આત્માનાં છ પદની પ્રરૂપણા કરી છે, જેમાં ત્રીજું પદ - ‘આત્મા કર્તા છે' તે સિદ્ધાંત રજૂ કર્યો છે. તેઓ જણાવે છે કે આ વિશ્વના સર્વ પદાર્થ અર્થક્રિયાસંપન્ન છે. સર્વ પદાર્થને પોતાની અર્થક્રિયા એટલે કે કાર્ય છે. દરેક પદાર્થમાં પોતાના સ્વભાવ પ્રમાણે ઉત્પાદ, વ્યય અને ધ્રુવતા રહેલાં છે. પદાર્થ દ્રવ્યરૂપે ધ્રુવ રહે છે અને તેની પર્યાયોનો ઉત્પાદ-વ્યય થયા કરે છે. પદાર્થનું સ્વરૂપ જ એવું છે કે તે ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૯૪ (પત્રાંક-૪૯૩, છ પદનો પત્ર') Page #552 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૪ ૫૧૯ કાયમ ટકીને ક્ષણે ક્ષણે નવી અવસ્થારૂપે પરિણમ્યા કરે. દ્રવ્યપણે તે એકરૂપ રહે પણ પર્યાયપણે એકરૂપ ન રહે, પલટ્યા જ કરે એવું તેનું સ્વરૂપ છે. અવસ્થા બદલાયા વગર પદાર્થ એમ ને એમ કૂટસ્થ રહે એવું તેનું સ્વરૂપ નથી. પદાર્થ કૂટસ્થ નથી પણ વહેતા પાણીની માફક દ્રવે છે, પર્યાયને પ્રવહે છે. પદાર્થમાં સર્વથા નિત્યપણું નથી, પર્યાયથી પલટવાપણું પણ છે. આ જગતમાં જે કોઈ જડ કે ચેતન પદાર્થો છે તે સર્વમાં કાંઈ ને કાંઈ ફેરફાર થતો જોવા મળે છે, પછી ભલે તે ફેરફાર સ્થૂળ હોય કે સૂક્ષ્મ, અથવા એક પ્રકારનો હોય કે અનેક પ્રકારનો. પ્રત્યક્ષપણે જોવા મળતા આ ફેરફારોને તે તે પદાર્થ કર્તા છે. આત્મા પણ પદાર્થ હોવાથી તે પણ પરિણામક્રિયા સહિત જ છે. ક્રિયાસંપન્ન છે તો સહેજે કર્તા પણ છે જ. પૂર્ણજ્ઞાની એવા શ્રી જિન પરમાત્માએ જીવનું કર્તાપણું કયા કયા પ્રકારે હોઈ શકે તે સ્યાદ્વાદશૈલીથી, એટલે કે ભિન્ન ભિન્ન અપેક્ષા દ્વારા સમજાવ્યું છે. અહીં શ્રીમદે ત્રણ મુખ્ય નય દ્વારા જીવનું કર્તાપણું બતાવ્યું છે. તે ત્રણ નય દ્વારા જીવનું કર્તાપણું નીચે પ્રમાણે છે – (૧) નિશ્રયદષ્ટિએ જોતાં દરેક આત્મા પોતપોતાની પરિણતિનો કર્તા છે. મોક્ષમાર્ગમાં રત્નત્રય(સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા)રૂપે આત્માની જે અવસ્થા પ્રગટે છે, તે પરિણતિનો ઉત્પાદનકર્તા આત્મા પોતે જ છે અને અજ્ઞાન-અસંયમના કારણે શુભાશુભ ભાવારૂપે આત્માની જે અવસ્થા પ્રગટે છે, તે પરિણતિનો ઉત્પાદનકર્તા પણ આત્મા પોતે જ છે. શુભાશુભ ભાવોની ઉત્પત્તિમાં અને શુદ્ધ ભાવોની ઉત્પત્તિમાં આત્મા પોતે જ કર્તા થઈને પરિણમે છે, બીજું કોઈ નહીં. આત્મા સદા પોતાના ભાવોને કરે છે અને પરદ્રવ્ય તેના પોતાના ભાવોને કરે છે, કારણ કે પોતાના ભાવો છે તે તો પોતે જ છે અને પરના ભાવો છે તે પર જ છે. આમ, નિશ્ચયનયની અપેક્ષાએ આત્માને પોતાના ભાવોનું કર્તાપણું છે. (૨) જેવો જેવો ભાવ આત્મા કરે છે, તેવાં તેવાં કર્મોનો તેની સાથે સંબંધ થાય છે. જ્યારે આત્માનું વિભાવપરિણમન થાય છે ત્યારે તે વિભાવપરિણામના નિમિત્તે કર્મપુદ્ગલ અહણ થઈ આત્મા સાથે જોડાય છે. આ આઠ પ્રકારનાં દ્રવ્યકર્મનો અનુપચરિત વ્યવહારનયથી આત્મા કર્તા કહેવાય છે. અનુપચરિત એટલે કે અનુભવમાં આવવા યોગ્ય, વિશેષ સંબંધ સહિત. દ્રવ્યકર્મ અનુભવમાં આવવા યોગ્ય (સૂક્ષ્મ હોવાથી જોવામાં આવતાં નથી, છતાં તે સુખ-દુ:ખનાં નિમિત્ત હોવાથી અનુભવમાં આવવા યોગ્ય છે) અને આત્મા સાથે વિશેષ સંબંધ સહિત (એકક્ષેત્રે સંયોગી સંબંધ સહિત) હોય છે. દ્રવ્યકર્મ અને આત્માનો એકક્ષેત્રાવગાહ સંબંધ છે. દ્રવ્ય કર્મ અને આત્મા એક ક્ષેત્રમાં વ્યાપીને અત્યંત નિકટ રહે છે. આમ હોવા છતાં આત્મા ચેતન છે અને કર્મપરમાણુ Page #553 -------------------------------------------------------------------------- ________________ ૫૨૦ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન જડ તેમજ અન્ય દ્રવ્યરૂપ છે, માટે આ સંબંધને વિષય કરવાવાળા નયને અનુપચરિત વ્યવહારનય કહી, તે દૃષ્ટિએ આત્માને જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મોનું કર્તાપણું છે. (૩) ઘર, નગર આદિ જગતના પદાર્થોનો આત્મા સાથે એકક્ષેત્રે સંબંધ નથી. કર્મપરમાણુ જેમ આત્મા સાથે એકક્ષેત્રાવગાહ સંબંધે જોડાયેલાં છે, તેમ ઘર-નગર આદિ પદાર્થો આત્મા સાથે એકક્ષેત્રાવગાહ સંબંધે જોડાયેલા નથી; અર્થાત્ સ્થૂળપણે પણ તે બધાં આત્માથી ભિન્ન છે. પુદ્ગલપદાર્થોમાં ફેરફાર કરવારૂપ ઘર-નગરનું નિર્માણ ઇત્યાદિ કાર્ય જીવ કરે છે, તેથી આત્મામાં તે પુદ્ગલક્રિયાઓના કર્તાપણાનો આરોપ કરીને તેને ઉપચારથી તે ઘર, નગર આદિ પુદ્ગલપદાર્થોનો કર્તા કહ્યો છે. તે સર્વ આત્માથી વિશેષ દૂર અને સ્પષ્ટપણે ભિન્ન ક્ષેત્રવાળાં હોવા છતાં પણ આત્માને તેનો કર્તા કહેવામાં આવે છે, કારણ કે તે એક લોકવ્યવહાર છે; પણ તત્ત્વદૃષ્ટિએ જોતાં તે સત્ય નથી. લોકવ્યવહારમાં ઘડાનો કર્તા કુંભાર કહેવાય છે, પરંતુ વાસ્તવમાં માટીમાં ઘડો બનવાની યોગ્યતા છે અને કુંભાર તેનું નિમિત્ત બને છે. તત્ત્વદૃષ્ટિએ તો ઘટરૂપ કાર્ય જે પરમાણુઓથી બન્યું તે પરમાણુઓ તે રૂપે પરિણમવાની યોગ્યતાવાળાં હતાં અને કુંભારનું નિમિત્ત પામીને તે રૂપે પરિણમ્યાં. તે છતાં વ્યવહારમાં કર્તાપણાનો આરોપ કુંભાર ઉપર કરવામાં આવે છે. તત્ત્વદૃષ્ટિએ જોતાં તે સત્ય ન હોવા છતાં સમાજવ્યવસ્થાની દૃષ્ટિએ તે સત્ય છે. જો તેને સર્વથા અસત્ય માનવામાં આવે તો સ્વધનપરધન, સ્વસ્ત્રી-પરસ્ત્રી વગેરે વિવેકનો અભાવ થઈ જાય, સમાજમાં અવ્યવસ્થા થઈ જાય; અને જો પરમાર્થમૂલક સદ્વ્યવહારરૂપ વિવેકનો લોપ થાય તો તીર્થવ્યવસ્થા બની શકે નહીં. આમ, ઉપચારથી આત્માને ઘ૨, નગર આદિનું કર્તાપણું છે. આ પ્રમાણે શ્રીમદે સરળતાથી સમજાવ્યું છે કે આત્મા ત્રણ પ્રકારે કર્તા છે. તેમણે વિવિધ નયની અપેક્ષાએ ‘આત્મા કર્તા છે' એવું ત્રીજું પદ પ્રતિપાદિત કર્યું છે, જે સમજાવાથી કર્તા-કર્મ સંબંધની સ્પષ્ટતા થાય છે. જ્યાં જે અપેક્ષાથી કહ્યું હોય ત્યાં તે અપેક્ષા બરાબર સમજાતાં વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું લક્ષમાં આવે છે. જ્યાં જેમ ઉપદેશ કર્યો છે ત્યાં તેમ જાણતાં વસ્તુસ્વરૂપનો યથાર્થ નિર્ણય થાય છે. સિદ્ધાંતચક્રવર્તી શ્રી નેમિચંદ્રજી પણ આ જ વાતને સ્પષ્ટ કરતાં ‘દ્રવ્યસંગ્રહ'માં કહે છે કે વ્યવહારઢષ્ટિએ આત્મા પુદ્ગલકર્મનો કર્તા છે. અશુદ્ધ નિશ્ચયનય પ્રમાણે આત્મા રાગ-દ્વેષાદિ ચેતનનો કર્તા છે. શુદ્ધ નિશ્ચયનય પ્રમાણે એ સ્વકીય ભાવનો કર્તા છે.૧ અનંત જ્ઞાનાદિ આત્માના સ્વાભાવિક ગુણો છે. શુદ્ધ નિશ્ચયનય અનુસાર આત્મા ૧- જુઓ : સિદ્ધાંતચક્રવર્તી શ્રી નેમિચંદ્રજીરચિત, ‘દ્રવ્યસંગ્રહ', ગાથા ૮ ' पुग्गलकम्मादीणं कत्ता ववहारदो दु णिच्छयदो I चेदणकम्माणादा सुद्धणया સુદ્ધભાવાળું ।।' Page #554 -------------------------------------------------------------------------- ________________ ૫૨૧ માત્ર એ ગુણોનો કર્તા છે. અશુદ્ધ અવસ્થામાં આત્માને વિષે રાગ-દ્વેષાદિનો આવિર્ભાવ થાય છે, તેથી અશુદ્ધ નિશ્ચયનય પ્રમાણે આત્મા તે રાગાદિ ભાવકર્મનો કર્તા છે. શુદ્ધ નિશ્ચયનય અને અશુદ્ધ નિશ્ચયનય અનુસાર આત્મા કર્મપુદ્ગલનો કર્તા ન હોવા છતાં વ્યવહારનયને અનુસરીને જીવ દ્રવ્યકર્મનો કર્તા છે. ભાવકર્મના ઉદયનું નિમિત્ત પામીને આત્મામાં દ્રવ્યકર્મનો આસ્રવ થાય છે અને તેથી જીવ કર્મબંધ કરે છે. ગાથા-૭૪ વાસ્તવમાં આત્મા શરીરાદિ પરદ્રવ્યનું કાર્ય કિંચિત્માત્ર પણ કરી શકતો જ નથી. કોઈ આત્મા પરનાં કાર્ય કરી શકતો જ નથી. પરનું કરવાની એનામાં શક્તિ જ નથી. પરમાર્થે કોઈ દ્રવ્ય કોઈનું કર્તા-હર્તા થઈ શકતું નથી. વસ્તુ પોતે પોતાના પરિણામનો જ કર્તા છે. દરેક દ્રવ્ય પોતાનું કાર્ય કરવા સંપૂર્ણ સ્વાધીન અને સંપૂર્ણ સામર્થ્યવાન છે. પોતાના કાર્ય માટે તેને રંચમાત્ર પણ બીજા દ્રવ્યની અપેક્ષા નથી. કોઈ પણ દ્રવ્ય એક સમયમાત્ર પણ પોતાનાં ગુણ-પર્યાયને છોડીને બીજાનાં ગુણપર્યાયનો કર્તા બની શકે જ નહીં. જો પોતાનાં ગુણ-પર્યાયને છોડીને બીજાનાં ગુણપર્યાયનો કર્તા બનવા જાય તો તે પોતાનું દ્રવ્યપણું જ ગુમાવી બેસે, જે કદી સંભવતું નથી; તેમજ કોઈ પણ દ્રવ્ય પોતાનાં ગુણ-પર્યાયની સાથે બીજાનાં ગુણ-પર્યાયનું એકસાથે પરિણમન કરી શકે જ નહીં. દરેક દ્રવ્ય સમયે સમયે પોતાનાં જ ગુણપર્યાયનાં પરિણમનનો કર્તા બને છે.૧ પરની ક્રિયા સ્વતંત્રપણે થાય છે, પરંતુ તે વખતના નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે ‘આત્માએ આ કર્યું' એમ વ્યવહારનય કહે છે. ‘આત્મા કર્મનો કર્તા છે' એમ જે કહેવામાં આવે છે તે વ્યવહારનયની અપેક્ષાએ કહેવામાં આવે છે, અર્થાત્ તે માત્ર કહેવારૂપ વ્યવહાર જ છે. વાસ્તવમાં તો દ્રવ્યકર્મો જડ છે અને તે પુદ્ગલદ્રવ્યની પર્યાયો છે. તેનો કર્તા આત્મા નહીં પણ પુદ્ગલદ્રવ્ય પોતે જ છે, કારણ કે દરેક દ્રવ્યની પર્યાયનો કર્તા તે દ્રવ્ય પોતે જ હોઈ શકે છે, અન્ય નહીં. કર્મરૂપે પરિણમનારાં પુદ્ગલો જ તે કર્મના કર્તા છે. આત્મા કર્તા થઈને જડ કર્મને બાંધે એવું વસ્તુસ્વરૂપમાં નથી, માટે આત્માને કર્મનો કર્તા કહેવો એ કથનમાત્ર (વ્યવહાર) જ છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ લખે છે કે ‘પુદ્ગલકર્માદિક તણો, કર્તા વ્યવહારે; કર્તા ચેતન કર્મનો, નિશ્ચય સુવિચારે.' વ્યવહારનયની અપેક્ષાએ ચેતન જ્ઞાનાવરણીયાદિ કર્મ વગેરે પુદ્ગલનો કર્તા છે. ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘સમયસાર’, ગાથા ૧૦૩ 'जो जलि गुणो दव्वे सो अण्णलि हु ण संकमदि दवे 1 सो अण्णामसंकंतो कह तं परिणामह – ' ૨- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, સવાસો ગાથાનું સ્તવન', ઢાળ ૩, કડી ૩૫ Page #555 -------------------------------------------------------------------------- ________________ પર ર ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન નિશ્ચયનયથી વિચારણા કરવામાં આવે તો ચેતનકર્મનો - રાગ-દ્વેષનો કર્તા છે, કારણ કે અશુદ્ધ નિશ્ચયનય આત્માને અશુદ્ધ ભાવનો કર્તા માને છે. જ્ઞાનીઓ બને નયથી વાત કરે છે. તે બન્ને વાત વિપરીત દિશામાં હોવા છતાં પણ વિરોધી નથી. કોઈ બે વાત વિપરીત હોય તો તેમાંથી એક ખોટી જ હોય એવી જીવને ભાંતિ છે. આ બન્ને વાત વિપરીત દિશામાં હોવા છતાં બન્ને સત્ય છે. તત્ત્વનિર્ણય કરીને બન્નેનો સ્વીકાર કરવો ઘટે છે. પક્ષીને ઊડવા માટે બને પાંખ જરૂરી છે. પક્ષી જો એક પાંખનો પક્ષ લે તો તે ઊડી જ ન શકે. તેને જમીન ઉપર જ રહેવું પડે. આકાશ સાથેનો તેનો સંબંધ જ તૂટી જાય. ઊડવા માટે તે પાંખોને વિપરીત દિશામાં ફેલાવે છે અને પોતાનું સંતુલન જાળવીને તે ઊડે છે. તેમ નય અંગેની વિપરીતતામાં વિરોધ ન દેખતાં, તે મંતવ્ય પાછળનો દષ્ટિકોણ સમજવા પ્રયત્ન કરવો જોઈએ. જો વિપરીત દૃષ્ટિકોણ વચ્ચે સંતુલન જળવાય તો જ ચૈતન્યગગનમાં ઊડી શકાય. - સત્ય તો એક જ છે, અબાધિત જ છે; પણ સત્યને જોવાના દૃષ્ટિકોણ બે છે. સત્ય નદી જેવું છે. જેમ નદી એક હોય પણ તેના કિનારા બે હોય; તેમ સત્ય એક જ હોય છે, પણ તેને જોવાના દૃષ્ટિકોણ બે છે. આ કિનારા ઉપર ઊભા રહીને જોયેલું સત્ય અને પેલા કિનારા ઉપર ઊભા રહીને જોયેલું સત્ય - એમ બે દૃષ્ટિકોણથી જોયેલાં સત્યની જુદી જુદી બે વ્યાખ્યાઓ થાય છે, પરંતુ તે દ્વારા નિરૂપાયેલું સત્ય તો એક જ છે. સત્યરૂપી નદીના બે કિનારા છે, પરંતુ જીવ તેને એક કિનારાથી જ જોઈને અટકી જાય છે. જીવને એક અતિમાં ચોંટી જવામાં જ સાર્થકતા લાગે છે, પણ તેમ થવાથી બીજો કિનારો છૂટી જાય છે. જો બન્ને વક્તવ્યને યથાર્થપણે સમજવામાં ન આવે તો ભાંતિ થાય છે. કોઈ એક અતિમાં જકડાઈ જવું એ તો મિથ્યાત્વનું લક્ષણ છે, માટે એકાંતિક ન બનવું જોઈએ. એક જ અતિમાં ન અટકવું જોઈએ. કોઈ એક જ કિનારાના નિર્ણય ઉપર અટકવું નહીં. બીજા કિનારાનો નિર્ણય પણ કરવો જોઈએ. વસ્તુસ્થિતિનો સમ્યક્ નિર્ણય કરવો જોઈએ. જીવે બરાબર સમજી લેવું જોઈએ કે એક જ નદીના બે કિનારા છે, એક જ સત્યના બે દૃષ્ટિકોણ છે. જ્યારે જીવ બને કિનારાને સમજે છે અને તે બન્ને વચ્ચે એક સંબંધ બાંધે છે ત્યારે તેને સત્યની ઝાંખી થાય છે. સપાટી ઉપરથી જોતાં તો બે કિનારા જુદા લાગે છે, પણ જરા ઊંડા ઊતરીને જોતાં ખબર પડે છે કે તળની ભૂમિ બે નથી, એક જ છે. કિનારા બે લાગે છે, પણ નદીની નીચે તો તે બને મળીને એક જ થઈ જાય છે. તે બન્ને એક જ ભૂમિના બે છેડા છે. બન્ને કિનારા નદીને સંભાળે છે. પાણી બન્ને વચ્ચે વહે છે, માટે તે નદીનું સ્વરૂપ ધારણ કરી શક્યું છે. તેમ Page #556 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૪ પ૨૩ સત્યને ઉપરટપકેથી જોતાં તો બને અતિ ભિન્ન જણાય છે, પણ સત્યના તળ સુધી ઊંડા ઊતરતાં તે ભિન્ન નહીં પણ એક જ સત્યની બે બાજુ જણાય છે. બન્ને એક જ સત્યને પ્રગટ કરતાં જણાય છે. આ પ્રમાણે જેમ નદી એક, કિનારા બે; તેમ સત્ય એક, દૃષ્ટિકોણ બે. નિશ્ચયનયથી આત્મા જડ પુદ્ગલકર્મનો કર્તા નથી, પણ માત્ર પોતાના ભાવોનો કર્તા છે. આત્માના રાગ-દ્વેષાદિ ભાવોના આવિર્ભાવથી આત્મામાં કર્મનો આસવ થાય છે, તેથી વ્યવહારદષ્ટિએ આત્માને કર્મનો કર્તા કહેવામાં આવે છે. પંડિત શ્રી બનારસીદાસજી ‘સમયસારનાટક'માં આ તત્ત્વને સમજાવતાં કહે છે કે આત્મા જ્ઞાન સિવાય બીજું કંઈ કરતો નથી. આત્મા કર્મ કરે છે તે વ્યવહારનયથી કહેવાય છે.' પોતાના શુદ્ધ સ્વરૂપને ભૂલીને જીવ જ્યારે રાગ-દ્વેષરૂપે પરિણમે છે, ત્યારે કર્મનું ગ્રહણ થાય છે. જો જીવમાં અશુદ્ધરૂપે પરિણમવાની શક્તિ ન હોય તો કર્મને કોણ રહણ કરે? જેનામાં ચૈતન્યશક્તિ છે, તે સ્વરૂપને ભૂલીને રાગાદિ દ્વારા કર્મને પ્રહણ કરે છે; પણ જડ વસ્તુમાં રાગ-દ્વેષરૂપે પરિણમવાની શક્તિ નથી, તેથી તે કર્મ ગ્રહણ કરી શકતી નથી. ચેતનની પ્રેરણા હોય તો જ કર્મનું રહણ થાય છે, માટે વ્યવહારનયથી ચેતન જ કર્મનો કર્તા છે. શ્રીમદ્ લખે છે – ‘જો ચેતનની પ્રેરણા ન હોય, તો કર્મ કોણ ગ્રહણ કરે? પ્રેરણાપણે ગ્રહણ કરાવવારૂપ સ્વભાવ જડનો છે જ નહીં; અને એમ હોય તો ઘટ, પટાદિ પણ ક્રોધાદિ ભાવમાં પરિણમવા જોઈએ અને કર્મના ગ્રહણકર્તા હોવા જોઈએ, પણ તેવો અનુભવ તો કોઈને ક્યારે પણ થતો નથી, જેથી ચેતન એટલે જીવ કર્મ ગ્રહણ કરે છે, એમ સિદ્ધ થાય છે; અને તે માટે કર્મનો કર્તા કહીએ છીએ. અર્થાત એમ જીવ કર્મનો કર્તા છે. કર્મના કર્તા કર્મ કહેવાય કે કેમ ?' તેનું પણ સમાધાન આથી થશે કે જડ કર્મમાં પ્રેરણારૂપ ધર્મ નહીં હોવાથી તે તે રીતે ગ્રહણ કરવાને અસમર્થ છે; અને કર્મનું કરવાપણું જીવને છે, કેમકે તેને વિષે પ્રેરણાશક્તિ છે.' આમ, આ ગાથામાં શ્રીગુરુ કહે છે કે જો ચેતન એવા આત્મામાં પ્રેરણા - કર્મ બાંધવા માટેના પરિણામ ન હોય તો કર્મ કોણ બાંધે? કારણ કે જડમાં તેવી પ્રેરણાશક્તિ ૧- જુઓ : પંડિત શ્રી બનારસીદાસજીકૃત, ‘સમયસારનાટક', કર્તાકર્મક્રિયાધાર, દોહો ૧૮ જ્ઞાન સરૂપી ગતિમ, શ્રેરે જ્ઞાન નહિં ગૌર | ટુર્વ ર્ન વેતન શૈ, યે વિવારી ઢૌર IT' ૨- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૪૪ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન) Page #557 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન નથી. તેનામાં પ્રેરણાશક્તિનું સર્વદા નહીં હોવાપણું છે, તેથી કર્મ ગ્રહણ કરવા માટે જડદ્રવ્ય શક્તિમાન નથી; પરંતુ જીવમાં પ્રેરણાશક્તિ હોવાથી કર્મને ગ્રહણ કરવા માટે તે શક્તિમાન છે. ચેતન અને જડ બન્નેના ભિન્ન ભિન્ન ધર્મ વિચારી જોતાં જણાય છે કે પ્રેરણાશક્તિ એક ચેતન આત્મામાં જ છે અને તેથી કર્મનો કર્તા જીવ જ ઘટે છે. એ અખંડ સિદ્ધાંત છે કે કર્મનો કર્તા કર્મ નહીં પણ આત્મા જ કર્મનો કર્તા છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘હોય ન ચેતન પ્રેરણા, પામી કાંઈ નિમિત્ત; શક્તિ અનંત વિભાવની, જાણો એમ ખચીત. એ સત્તા નહિ ફોરવે, કોણ ગ્રહે તો કર્મ? કારણ તેનું શોધતાં, ઝટ સમજાશે મર્મ. કદી થયું થાતું નથી, એ વિણ કર્મ પ્રભાવ; જડસ્વભાવ નહિ પ્રેરણા, પ્રેરક જીવ સ્વભાવ. અનુભવથી સમજાય જો, ટળે ચિત્તનો ભમ; . જીવ દ્રવ્ય ને અજીવનો, જુઓ વિચારી મર્મ.' ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૩૨ (શ્રી ગિરધરભાઈ રચિત, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૨૯૩-૨૯૬) Page #558 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૭૫ ને એનળ ૨ - , ૧ જે તેલ - અવતારનાર, તેમના જ , . Page #559 -------------------------------------------------------------------------- ________________ Page #560 -------------------------------------------------------------------------- ________________ ગાથા ગાથા ૭૪માં શ્રીગુરુએ કહ્યું કે ચેતનની પ્રેરણારૂપ પ્રવૃત્તિ ન હોય તો ભૂમિકા કર્મને કોણ ગ્રહણ કરે? જડ અને ચેતન બન્નેના ધર્મ વિચારતાં સમજાશે કે પ્રેરણા આપવાનો સ્વભાવ જડમાં નથી. કર્મ કરવાની પ્રેરણા આપનાર ચેતન છે, માટે તે કર્મનો કર્તા છે. ગાથા — આમ, કર્મનો કર્તા કર્મ છે એવી શંકાનો જવાબ ગાથા ૭૪માં આપ્યા પછી, ગાથા ૭૧ના ઉત્તરાર્ધમાં રજૂ કરેલી દલીલનું સમાધાન ગાથા ૭પ દ્વારા કરી, શ્રીગુરુ શિષ્યના અંતરમાં ઉદ્ભવેલ શલ્ય દૂર કરે છે. ગાથા ૭૧ના ઉત્તરાર્ધમાં શિષ્યે કહ્યું ‘અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવનો ધર્મ', અર્થાત્ આત્માના કોઈ પણ પ્રકારના પ્રયત્ન વિના કર્મ અનાયાસે આત્મા સાથે બંધાય છે અને તેથી આત્મા અબંધ છે એમ માનવું યોગ્ય છે. જો આમ ન હોય અને જીવ કર્મ કરતો હોય તો કર્મ કરવું એ જીવનો ધર્મ ઠરે. આ બન્ને વિકલ્પોનું સમાધાન પ્રસ્તુત ગાથામાં કરતાં શ્રીગુરુ કહે છે ૭૫ ‘જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ; તેથી સહજ સ્વભાવ નહિ, તેમ જ નહિ જીવધર્મ,' (૭૫) અર્થ આત્મા જો કર્મ કરતો નથી, તો તે થતાં નથી; તેથી સહજ સ્વભાવે એટલે અનાયાસે તે થાય એમ કહેવું ઘટતું નથી; તેમ જ તે જીવનો ધર્મ પણ નહીં, કેમકે સ્વભાવનો નાશ થાય નહીં, અને આત્મા ન કરે તો કર્મ થાય નહીં, એટલે એ ભાવ ટળી શકે છે, માટે તે આત્માનો સ્વાભાવિક ધર્મ નહીં. (૭૫) જ્યારે ચેતન એવો આત્મા રાગ-દ્વેષ કરે છે ત્યારે જ કર્મ બંધાય છે. ચેતન ભાવાર્થ જો રાગ-દ્વેષ કરે નહીં તો કર્મ બંધાતાં નથી. તેથી એમ નક્કી થાય છે કે કર્મો સહજ સ્વભાવે બંધાતાં નથી. કર્મ પ્રયત્ન વિના થયા કરે છે એમ કહેવું યુક્તિયુક્ત નથી, કારણ કે કર્મબંધની પ્રવૃત્તિ તો ચેતનની પ્રેરણાથી થાય છે. જો ચેતન રાગ-દ્વેષ કરે તો કર્મનું ગ્રહણ થાય છે અને ન કરે તો કર્મનું ગ્રહણ થતું નથી, માટે સહજ સ્વભાવે કર્મ થાય છે એમ કહેવું ઘટતું નથી. વળી, કર્મનું ગ્રહવાપણું જીવની પ્રેરણાથી જ થાય છે, માટે તે જીવનો ધર્મ છે, સ્વભાવ છે એમ કહેવું પણ યોગ્ય નથી; કારણ કે સ્વભાવનો નાશ કોઈ કાળે થાય Page #561 -------------------------------------------------------------------------- ________________ પ૨૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન નહીં, પરંતુ આત્મા પ્રેરણા ન કરે તો કર્મ ન થાય - એમ હોવાથી કર્મ કરવાનો ભાવ ટળી શકે છે. જો તે આત્માનો સ્વાભાવિક ધર્મ હોય તો કાયમ કર્મ બંધાયા જ કરે, તેનો કોઈ પણ દિવસ અંત આવે જ નહીં. પરંતુ જીવ ક્યારેક શુભ કર્મ બાંધે છે, ક્યારેક અશુભ કર્મ બાંધે છે, ક્યારેક તીવ્ર કર્મ બાંધે છે, ક્યારેક મંદ કર્મ બાંધે છે અને ક્યારેક તે કર્મ નથી પણ બાંધતો. આ વાત સિદ્ધ કરે છે કે કર્મ બાંધવા એ જીવનો સ્વાભાવિક ધર્મ નથી, પણ સ્વભાવથી વિરુદ્ધ એવો વિભાવરૂપ અધર્મ છે. કર્મ કરવાનો ભાવ એ જીવનો વૈભાવિક ભાવ છે અને તેનો નાશ થઈ શકે છે. આમ, કોઈ પણ પ્રકારના પ્રયાસ વિના જ કર્મનું બંધાવું અથવા કર્મ જીવનો સ્વાભાવિક ધર્મ હોવો એ બન્ને વિકલ્પો ન્યાયયુક્ત નથી. = ગાથા ૭૪માં શ્રીગુરુએ ન્યાયયુક્ત દલીલ વડે સિદ્ધ કર્યું કે કર્મનું ગ્રહણ વિશેષાર્થ 1 પ્રેરણાશક્તિ વિના સંભવતું નથી, તેથી કર્મનું કરવાપણું એ ચેતનની ક્રિયા છે, જડની નહીં. જીવ જ કર્મનો કર્તા છે એમ શ્રીગુરુએ સ્પષ્ટપણે બતાવ્યું હતું. હવે આ ગાથામાં જીવનું સ્વરૂપ વિશેષ સ્પષ્ટ કરતાં શ્રીગુરુ કહે છે કે જો આત્મા રાગાદિ વિકારી ભાવ ન કરે તો કર્મબંધ નથી થતો. આત્મા કરે તો કર્મ થાય છે અને ન કરે તો કર્મ નથી થતાં એમ દર્શાવી, શ્રીગુરુએ આ ગાથામાં આત્માની સ્વાભાવિક તથા વૈભાવિક પરિણતિનો ભેદ બતાવ્યો છે અને તે દ્વારા એમ સિદ્ધ કર્યું છે કે કર્મ અનાયાસે બંધાતાં નથી, તેમજ કર્મ બાંધવાં એ આત્માનો સ્વભાવ પણ નથી. શિષ્યને આત્માના કર્તુત્વના વિષયમાં જે સંદેહ છે, તે સંદેહને દૂર કરી શ્રીગુરુ તેને યથાર્થ બોધ કરાવે છે. આ બન્ને વિકલ્પનું સમાધાન શ્રીગુરુ કઈ રીતે કરે છે તે જોઈએ. (૧) જીવ કર્મનો કર્તા નથી એમ સિદ્ધ કરવા શિષ્ય રજૂ કરેલા અનેક વિકલ્પોમાંથી એક વિકલ્પ એ હતો કે કર્મ અનાયાસે થાય છે અને તેથી જીવ અકર્તા છે. શિષ્ય કહ્યું હતું કે “અથવા સહજ સ્વભાવ', અર્થાત્ આત્માના કોઈ પણ પ્રયત્ન વિના, સહજ સ્વભાવથી જ કર્મ આત્મા સાથે બંધાય છે. આ વિકલ્પ કોઈ પણ પ્રકારે ઘટી શકતો નથી એમ બતાવતાં શ્રીગુરુ કહે છે કે “જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ', અર્થાત્ જીવની રાગાદિ ભાવરૂપ પ્રેરણા હોય તો જ કર્મ ગ્રહણ થાય છે અને રાગાદિ ભાવરૂપ પ્રેરણા ન થાય તો કર્મનું આહવાપણું પણ રહેતું નથી. કર્મબંધ અનાયાસે થતો નથી. જીવને કર્મબંધ થવામાં પોતાનાં રાગાદિ પરિણામ કારણભૂત છે. ચુંબકમાં જેમ લોખંડને ખેંચવાની શક્તિ છે અને લોખંડમાં ખેંચાવાની શક્તિ છે, તેવી જ રીતે જીવ અને પુદ્ગલ બન્નેમાં વૈભાવિક શક્તિ છે કે જે બન્નેના પરસ્પર બંધનું કારણ છે. ચુંબકમાં લોખંડને ખેંચવાની શક્તિ છે, તેવી જ રીતે લોખંડમાં ખેંચાઈ જવાની શક્તિ છે. જો બન્નેમાં અનુક્રમે ખેંચવા અને ખેંચાઈ જવાની શક્તિ Page #562 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭પ ૫૨૯ માનવામાં ન આવે તો પિત્તળ, ચાંદી આદિ કોઈ પણ પદાર્થથી લોખંડ ખેંચાવું જોઈએ અને લાકડું, પથ્થર વગેરે પણ ખેંચાવાં જોઈએ. પરંતુ તેવું ક્યારે પણ બનતું નથી, તેથી માનવું પડે છે કે ચુંબક અને લોખંડમાં અનુક્રમે ખેંચવા અને ખેંચાવાની શક્તિ છે. જેમ ચુંબક અને લોખંડનો સંબંધ છે, તેવી જ રીતે જીવ અને કર્મનો સંબંધ છે. જીવમાં કર્મ બાંધવાની શક્તિ છે અને કર્મમાં જીવની સાથે બંધાવાની શક્તિ છે. આત્મામાં પોતાના રાગાદિ વિકારો વડે કર્મને બાંધવાની શક્તિ છે, તેથી આત્મામાં રાગાદિ વિકાર થતાં કર્મ આવીને બંધાઈ જાય છે. જે કામણ વર્ગણાનાં પુદ્ગલપરમાણુ કર્મરૂપે પરિણમ્યાં ન હોય, પરંતુ કર્મરૂપે પરિણમવા માટે સન્મુખ થઈ આત્માની આસપાસ જ રહેલાં હોય, તેને વિસસોપચય કહે છે. આ પુદ્ગલપરમાણુઓની હજી બંધરૂપ અવસ્થા થઈ નથી. તે આત્મા સાથે બંધાયેલાં કર્મો કરતાં પણ અનંતગણો વધારે હોય છે, કેમ કે તે કર્મરૂપ પરમાણુઓમાંથી પ્રત્યેક પરમાણુ સાથે અનંતાનંત વિસસોપચય પરમાણુ લાગેલાં છે. જે સમયે આત્મા રાગ-દ્વેષ કરે છે, તે જ સમયે આ વિસસોપચય સંજ્ઞા ધારણ કરનાર પરમાણુઓ કર્મરૂપે પરિણમી તરત જ આત્માની સાથે બંધાઈ જાય છે અને કર્મબંધ થાય છે. આમ, રાગ-દ્વેષના કારણે જ જીવ કર્મ બાંધે છે. રાગ-દ્વેષ વિના, અનાયાસે કર્મ બંધાતાં નથી. આ રાગાદિ ભાવને ભાવકર્મ કહેવામાં આવે છે અને પુદ્ગલપરમાણુઓના પિંડરૂપ કર્મને દ્રવ્ય કર્મ કહેવામાં આવે છે. જીવની રાગાદિ ભાવરૂપ પરિણતિ તે ભાવકર્મ છે અને તેના નિમિત્તથી જ્ઞાનાવરણીયાદિ કર્મરૂપ પરિણમવા યોગ્ય પુગલપરમાણુઓ કર્મરૂપે પલટાઈ આત્માના પ્રદેશ સાથે ક્ષીરનીરવત્ થઈ જાય એ દ્રવ્યકર્મ છે. આમ, ભાવકર્મના કારણે દ્રવ્યકર્મનું રહણ થાય છે, તેથી કર્મ અનાયાસે - વિના કારણે આત્માને વળગે છે એમ કહેવું તે યુક્તિયુક્ત નથી. અહીં ભાવકર્મ અને દ્રવ્યકર્મ વચ્ચેના સંબંધનું સ્પષ્ટીકરણ આવશ્યક છે. માટીનો પિંડ ઘડાનો આકાર ધારણ કરે છે, તેથી માટી ઉપાદાનકારણ કહેવાય છે; પણ જો કુંભાર ન હોય તો માટીમાં ઘડો બનવાની યોગ્યતા હોવા છતાં તે સ્વયં ઘડો બની શકતી નથી, માટે ઘડાની ઉત્પત્તિમાં કુંભાર નિમિત્તકારણ છે. તે જ પ્રમાણે જે પુદ્ગલપરમાણુ કર્મરૂપે પરિણમી શકે તે પુદ્ગલ ઉપાદાનકારણ છે. કર્મ જડ છે, પૌગલિક છે અને ચેતન આત્મા પૌગલિક કર્મરૂપે કદી પરિણમતો નથી, એટલે ચેતન આત્મા તેનું ઉપાદાનકારણ કદી બની શકતો નથી. પુદ્ગલમાં કર્મરૂપે પરિણત થવાની યોગ્યતા હોવા છતાં જીવનાં ભાવકર્મ વિના સ્વતઃ તે કર્મરૂપે પરિણમી શકતાં નથી, તેથી ભાવકર્મ નિમિત્તકારણ છે. આ જ પ્રમાણે દ્રવ્યકર્મ પણ ભાવકર્મનું નિમિત્તકારણ છે. આત્મા રાગાદિ ભાવોનું ઉપાદાનકારણ છે અને કર્મપુદ્ગલ નિમિત્તકારણ છે. દ્રવ્યકર્મના Page #563 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન ઉદય વિના પણ જો ભાવકર્મ ઉત્પન્ન થઈ શકતાં હોય તો તો મુક્ત જીવને પણ ભાવકર્મ ઉત્પન્ન થાય અને તેમનો સંસાર ફરીથી ઊભો થઈ શકે. જો આમ બનતું હોય તો સંસાર અને મોક્ષમાં કોઈ ભેદ જ રહે નહીં. મુક્ત જીવોને દ્રવ્યકર્મ નહીં હોવાથી ભાવકર્મ પણ નથી, જ્યારે સંસારી જીવોને દ્રવ્યકર્મનું નિમિત્ત હોવાથી ભાવકર્મની ઉત્પત્તિ થાય છે. આ પ્રમાણે ભાવકર્મનું નિમિત્ત ન હોય તો દ્રવ્યકર્મ બંધાતાં નથી અને દ્રવ્યકર્મના ઉદયનું નિમિત્ત ન હોય તો ભાવકર્મ થતાં નથી. ભાવકર્મથી દ્રવ્યકર્મ અને દ્રવ્યકર્મથી ભાવકર્મ એવો કારણ-કાર્યભાવ ઉપાદાન-ઉપાદેયરૂપ નહીં પણ નિમિત્ત-નૈમિત્તિકરૂપ છે.૧ દરેક દ્રવ્ય પોતપોતાનાં ગુણ-પર્યાયમાં પરિણમે છે. કોઈ પણ દ્રવ્ય પોતાનાં ગુણપર્યાયને છોડીને અથવા પોતાનાં ગુણ-પર્યાય સાથે બીજાં દ્રવ્યનાં ગુણ-પર્યાયરૂપ પરિણમતું જ નથી. કોઈ પણ દ્રવ્ય બીજાં દ્રવ્ય, ગુણ કે પર્યાય સાથે મળીને એક દ્રવ્યરૂપે, એક ગુણરૂપે કે એક પર્યાયરૂપે પરિણમન કરતું જ નથી. સર્વ દ્રવ્ય પોતપોતાનાં જ દ્રવ્યગુણ-પર્યાયરૂપે પરિણમે છે. આ દ્રવ્યનું નિશ્ચય (વાસ્તવિક) સ્વરૂપ છે. આમ હોવા છતાં સર્વ દ્રવ્ય એકબીજાં સાથે નિમિત્ત-નૈમિત્તિકરૂપે સહજ ભાવે તો રહેલાં જ છે. યદ્યપિ વિશ્વમાં પ્રત્યેક દેશ પોતાની સ્વતંત્ર પ્રભુતાસંપન્ન સત્તાનો સ્વામી છે. કોઈ અન્ય દેશનો હસ્તક્ષેપ તેને સ્વીકાર્ય હોતો નથી, તથાપિ વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ સર્વથા ન હોય એવું પણ હોતું નથી. એકબીજાની વચ્ચે કેટલાક વ્યાવહારિક સંબંધ તો પ્રાપ્ત થાય જ છે. તે જ પ્રકારે પ્રત્યેક દ્રવ્ય પોતાની સ્વતંત્ર પ્રભુતાસંપન્ન સત્તાનો સ્વામી છે. તેને કોઈ અન્ય દ્રવ્યના હસ્તક્ષેપનો સ્વીકાર હોતો નથી, તથાપિ અનેક દ્રવ્યોની વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ ન જ હોય એમ પણ નથી. એકબીજાની વચ્ચે કેટલાક વ્યાવહારિક સંબંધ પ્રાપ્ત થાય જ છે. તે સર્વ વચ્ચે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોય છે. સર્વ જડ-ચેતન દ્રવ્યો પોતપોતાના ગુણધર્મોમાં જ નિરંતર પરિણમતાં હોય છે, એટલે કે આત્મતત્ત્વ જ્ઞાનાદિ ગુણધર્મમાં અને જડ પુદ્ગલદ્રવ્ય વર્ણાદિ ગુણધર્મમાં પરિણમ્યા કરે છે. આત્માનો સ્વભાવ ચૈતન્યમય છે, તેથી તે જાણવાના સ્વભાવરૂપે પરિણમે છે અને પુદ્ગલદ્રવ્યનો સ્વભાવ પુરાવું અને વીખરાઈ જવું છે, તેથી તે એવા સ્વભાવરૂપે પરિણમે છે; છતાં તે એકબીજા સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી જોડાયેલાં છે. જ્યારે કાર્મણ વર્ગણાનાં પુદ્ગલને આત્માના રાગાદિ ભાવનું નિમિત્ત મળે છે ત્યારે તે કર્મરૂપે ૧- જુઓ : પંડિત શ્રી રાજમલજીકૃત, ‘પંચાધ્યાયી’, ઉત્તરાર્ધ, શ્લોક ૧૦૭૨ 'अस्ति सिद्धं ततोऽन्योन्यं जीवपुद्गलकर्मणोः । निमित्त नैमित्तिको भावो यथा कुम्भकुलालयोः ।।' Page #564 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૫ ૫૩૧ પરિણમી આત્મા સાથે એકક્ષેત્રાવગાહે જોડાય છે, અર્થાત્ કર્મબંધનની ક્રિયા થાય છે. આત્મા જ્યારે સ્વભાવમાં ન ઠરતાં વિભાવરૂપે પરિણમે છે ત્યારે કર્મબંધનની ક્રિયા થાય છે. નિમિત્ત-નૈમિત્તિક યોગથી કાશ્મણ વર્ગણાનાં પુદ્ગલપરમાણુઓ આત્માના વિભાવનું નિમિત્ત મળતાં જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મરૂપે આત્મા સાથે એકક્ષેત્રાવગાહે સ્થિત થાય છે, જેને કર્મબંધન કહે છે. જીવની મલિન અવસ્થાને, એટલે કે રાગ-દ્વેષને અને દ્રવ્યકર્મને નિમિત્ત-નૈમિત્તિકપણું છે. જીવ શુભાશુભ વિકારભાવે પરિણમે છે ત્યારે કાશ્મણ વર્ગણાની રજકણો કર્મરૂપે પરિણમે છે. શુભાશુભ પરિણામ તો નિમિત્ત માત્ર છે. કાશ્મણ વર્ગણાનાં રજકણો પોતાની જાતે સ્વતંત્રપણે કર્મરૂપે પરિણમી જાય છે. જીવના વિકારી ભાવનું નિમિત્ત લઈને કર્મ પોતે પોતાથી જ પરિણમતું આત્મા સાથે જોડાય છે. આમ, રાગાદિથી જ્ઞાનાવરણીયાદિ કર્મ બંધાય છે એમ કહેવું એ નિમિત્તને અનુલક્ષીને કરેલું કથન છે. આચાર્યશ્રી અમૃતચંદ્રદેવ ‘પુરુષાર્થસિદ્ધિ-ઉપાય'માં લખે છે કે જીવે કરેલાં રાગાદિ પરિણામોનું નિમિત્તમાત્ર પામીને જીવથી ભિન્ન એવા પુગલસ્કંધ આત્મામાં સ્વતઃ જ જ્ઞાનાવરણીયાદિ કર્મરૂપે પરિણમન કરે છે. ૧ આમ, જીવનાં ભાવકર્મ અને દ્રવ્યકર્મ વચ્ચે ફક્ત નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે, કર્તા-કર્મભાવ નથી. તે બે વચ્ચે વ્યાપક-વ્યાપ્ય સંબંધ ન હોવાથી કર્તા-કર્મ સંબંધ સંભવિત નથી. જ્યાં વ્યાપક-વ્યાપ્ય ભાવ હોય છે ત્યાં જ કર્તા-કર્મભાવ હોય છે, વ્યાપક-વ્યાપ્ય ભાવ વિના L હોતો. જે સર્વ અવસ્થાઓમાં વ્યાપે તે વ્યાપક છે અને કોઈ એક અવસ્થાવિશેષ તે વ્યાપકનું વ્યાપ્ય છે. આમ હોવાથી દ્રવ્ય વ્યાપક છે અને પર્યાય વ્યાપ્ય છે. દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે અને પર્યાય દ્રવ્ય વડે વ્યપાય છે. રાગાદિ ભાવ વ્યાપ્ય છે અને આત્મા વ્યાપક છે. આ વ્યાપ્ય-વ્યાપકપણું અભિન્ન સત્તાવાળા પદાર્થમાં જ હોય છે, જેની સત્તા ભિન્ન ભિન્ન હોય એવા પદાર્થોમાં વ્યાપ્યવ્યાપકપણું નથી હોતું. વ્યાપ્ય-વ્યાપકભાવ કે કર્તા-કર્મભાવ એક જ પદાર્થમાં લાગુ પડે છે, ભિન્ન ભિન્ન પદાર્થોમાં તે લાગુ પડી શકતો નથી. ૨ ૧- જુઓ : આચાર્યશ્રી અમૃતચંદ્રદેવકૃત, પુરુષાર્થસિદ્ધિ-ઉપાય', શ્લોક ૧૨ 'जीवकृतं परिणाम निमित्तमात्रं प्रपद्य पुनरन्ये । स्वयमेव परिणमन्तेऽत्र पुद्गलाः कर्मभावेन ।।' ૨- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘સમયસાર'ની આચાર્યશ્રી અમૃતચંદ્રદેવકૃત ટીકા, ‘આત્મ ખ્યાતિ', મૂળ ગાથા ૮૨ની ટીકા 'जीवपुद्गलयोः परस्परं व्याप्यव्यापकभावाभावाज्जीवस्य पुद्गलपरिणामानां पुद्गलकर्मणोऽपि जीवपरिणामानां कर्तृकर्मत्वासिद्धौ निमित्तनैमित्तिकभावमात्रस्याप्रतिषिद्धत्वादितरेतरनिमित्तमात्रीभवनेनैव द्वयोरपि परिणामः ।' Page #565 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન એક દ્રવ્યનો બીજા દ્રવ્ય સાથે કર્તા-કર્મ સંબંધ હોઈ શકતો નથી. કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યનો કર્તા-હર્તા-ધર્તા નથી. દરેક વસ્તુ પોતાનાં ગુણ-પર્યાયને સ્પર્શે છે, પણ તે ૫૨વસ્તુને સ્પર્શતી નથી. જો એક દ્રવ્ય અન્ય દ્રવ્યને અડતું નથી તો એક દ્રવ્ય અન્ય દ્રવ્યનો કર્તા કેવી રીતે થઈ શકે? દરેક દ્રવ્યનાં પરિણામ પોતાથી થાય છે. તેને કોઈ બીજું દ્રવ્ય કરી શકતું નથી. ૫૩૨ વિશ્વમાં અનંત પદાર્થો એકબીજાથી પૃથક્ષણે રહેલા છે. જો તે એકબીજાનું કાર્ય કરે તો પૃથક્તા રહે નહીં અને તેથી અનંતતા રહે નહીં. અનંત આત્મા, અનંત પુદ્ગલો આદિ અનંત દ્રવ્યો વિશ્વમાં રહેલાં છે. તે સૌ પોતપોતાનાથી છે. દ્રવ્યગુણ તો પોતાથી છે, પણ તે તે દ્રવ્યોની પર્યાયો પણ પોતાથી છે; અને તેથી જ તે અનંતપણે રહે છે. દરેક વસ્તુ પોતપોતાનાથી સ્વતંત્રપણે પરિણમે છે, તેથી જેમ જીવનાં ભાવકર્મ અને દ્રવ્યકર્મ વચ્ચે કર્તા-કર્મ સંબંધ નથી, તેમ દ્રવ્યકર્મ અને જીવના રાગાદિ વિકારી ભાવો વચ્ચે પણ કર્તા-કર્મ સંબંધ નથી. જડ કર્મ આત્માને વિકાર કરાવે એવું વસ્તુસ્વરૂપમાં છે જ નહીં. જડ કર્મ આત્માને વિકાર કરાવે છે એ વાત મિથ્યા છે. જો કર્મ આત્માને વિકાર ન કરાવતાં હોય તો આત્મામાં વિકાર થાય છે તેનું કારણ શું? એ પ્રશ્નનો ઉત્તર એ છે કે આત્માને પોતાના દોષથી જ વિકાર થાય છે. કર્મ વિકાર કરાવતું નથી. કર્મ રાગ-દ્વેષ કરાવે છે એમ નથી, પરંતુ જીવ પોતે રાગદ્વેષ કરે છે અને એમાં કર્મ નિમિત્ત બને છે. જીવ કર્મરૂપ નિમિત્તને પામીને અનેક વિકારરૂપે પરિણમે છે. કર્મના કારણે વિકારભાવ થતો નથી, પરંતુ જડ કર્મની સાથે જીવને અનાદિનો સંબંધ છે તેથી તેને એવું ભાસે છે. જીવ કર્મને વશ થાય છે, તેથી વિકારભાવ થાય છે. કોઈ નિમિત્ત વિકાર કરાવતું નથી, પણ જીવ પોતે નિમિત્તાધીન થઈ વિકાર કરે છે. આ વસ્તુસ્વરૂપનો વાસ્તવિક મહાસિદ્ધાંત છે. આત્મા જો રાગ-દ્વેષાદિ ભાવરૂપે પરિણમે છે તો તે પોતાના જ અપરાધથી પરિણમે છે, પરદ્રવ્યો આત્માને બિલકુલ વિકાર કરાવી શકતાં જ નથી. પરદ્રવ્ય ઉપર લક્ષ કરવાથી તેને વિકાર થાય છે, પણ પરદ્રવ્યથી વિકાર થતો નથી. પરદ્રવ્ય ઉપર લક્ષ કરવાથી પર્યાય સ્વતંત્રપણે પોતાથી વિકારરૂપે થાય છે. આત્મદ્રવ્ય શુદ્ધ ચૈતન્યમૂર્તિ આનંદસ્વરૂપ છે. સ્વદ્રવ્યનું લક્ષ કરતાં પર્યાય સ્વતંત્રરૂપે પોતે પોતાથી નિર્વિકાર થાય છે અને પરદ્રવ્યનું લક્ષ કરવાથી પર્યાય વિકારી થાય છે. વિકાર થાય છે તેમાં પરદ્રવ્ય તો નિમિત્તમાત્ર છે. કર્મના કારણે વિકાર થાય છે એમ જે કહેવામાં આવે છે તે અપેક્ષા બરાબર સમજવી ઘટે છે. વિકારી અવસ્થા થાય છે તે કર્મના કારણે નથી થતી, પણ નિમિત્તને આધીન થઈને વિકાર થાય છે; તેથી ત્યાં નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે કર્મના કારણે Page #566 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૫ ૫૩૩ થાય છે એમ કહેવામાં આવે છે. રાગનો કર્તા કર્મ છે એમ કહેવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં તો રાગ જીવના અપરાધથી થાય છે, તેથી જીવ રાગનો કર્તા છે. રાગાદિ ભાવો કરનાર જીવ છે. તેનાં પોતાનાં પરિણામ પોતાના કારણે થાય છે, પરના કારણે નથી થતાં. રાગ, દ્વેષ આદિ વિકાર ચૈતન્યના જ છે. અશુદ્ધતા આત્માના જ ગુણની વૈભાવિક અવસ્થા છે. જે રાગાદિ પરિણમન થાય છે, તે આત્માની પર્યાયમાં થાય છે અને આત્માના કારણે છે. આત્માનાં પરિણામ એ આત્માનું કાર્ય છે. આત્માનાં પરિણામનો કર્તા કોઈ બીજો નથી પણ આત્મા પોતે જ છે. વસ્તુ પોતે જ પોતાની પર્યાયરૂપે પલટે છે, કોઈ બીજો તેને પલટાવી શકે એમ નથી. નવી નવી પર્યાયરૂપે થવું તે વસ્તુનો સ્વભાવ છે, ત્યાં બીજો શું કરી શકે? ‘આ સંયોગોના કારણે આ પર્યાય થઈ એમ જે જીવ માને છે, તેણે વસ્તુના પરિણમનસ્વભાવને જાણ્યો નથી. ભિન્ન પ્રકારના સંયોગના કારણે અવસ્થામાં ભિન્નતા થઈ. સંયોગો બદલાયા એટલે અવસ્થા બદલાઈ એમ અજ્ઞાનીને ભમ થાય છે; પણ વસ્તુ સ્વરૂપ એમ નથી. પર્યાયનો પ્રવાહ વસ્તુમાંથી આવે છે, સંયોગમાંથી નથી આવતો. આવી વસ્તુસ્વતંત્રતા છે. આત્માને જે રાગાદિ ઊપજે છે, તે તેનાં પોતાનાં જ અશુદ્ધ પરિણામ છે. અન્ય દ્રવ્ય આ રાગાદિને ઉપજાવનાર નથી, પણ અન્ય દ્રવ્ય તેમાં નિમિત્તમાત્ર છે. રાગાદિ જીવમાં ઊપજે છે અને પરદ્રવ્ય તો નિમિત્ત માત્ર છે એમ જાણવું તે જ સાચું જ્ઞાન છે. ‘પદ્રવ્ય જ મને રાગાદિ ઉપજાવે છે' વગેરે માનવું તે અજ્ઞાનતા છે. જે જીવ એમ માને છે કે કર્મ જીવનું ભલું બૂરું કરે છે, કર્મ જીવને સંસારમાં રખડાવે છે તે જીવ મિથ્યાદૃષ્ટિ છે. આમ, કોઈ પુદ્ગલદ્રવ્ય જીવમાં વિકાર નથી કરતું, તે આત્માના ભાવોને વિકારી બનાવવામાં કારણ થઈ શકતું નથી, પરંતુ તેનો અર્થ એમ નથી કે જીવના રાગાદિ વિભાવભાવ કોઈ નિમિત્ત વિના સ્વર્ય થાય છે. જો એમ માનવામાં આવે કે કોઈ પણ નિમિત્ત વિના તે સ્વયં જ ઉત્પન્ન થાય છે, તો જ્ઞાન-દર્શનની જેમ તે સ્વભાવભાવ થઈ જાય અને સ્વભાવભાવ થઈ જવાથી અવિનાશી થઈ જાય. રાગાદિ ભાવ ઔપાધિક છે, કારણ કે તે અન્ય નિમિત્તથી ઉત્પન્ન થાય છે અને આ નિમિત્ત તે જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મ છે. રાગાદિ પરિણામરૂપે સ્વતંત્રતાથી પરિણમતા આત્માને જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મ નિમિત્તરૂપે હોય છે. આત્મા પોતાના પ્રદેશોમાં પૂર્વે કરેલ રાગાદિન નિમિત્તથી બંધાયેલાં કર્મપુદ્ગલોનાં નિમિત્તે પોતાને ભૂલીને અનેક પ્રકારના વિપરીત ભાવરૂપે પરિણમન કરે છે. જો એમ માનવામાં આવે કે કોઈ એક દ્રવ્યમાં બીજા દ્રવ્યના નિમિત્તે વિકાર Page #567 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સર્વથા થઈ જ શકતો નથી, તો આ માન્યતા ખોટી છે; કારણ કે આમ માનવાથી પદાર્થોનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ જ ઊડી જાય છે અને નિમિત્ત-નૈમિત્તિક સંબંધના અભાવમાં કોઈ કાર્યની સિદ્ધિ થઈ શકતી નથી. વાસ્તવિકતા એમ છે કે જીવ અને પુદ્ગલમાં વિજાતીયપણું હોવા છતાં પણ પરસ્પર નિમિત્ત-નૈમિત્તિકભાવ છે, તેથી જીવના કષાયનું નિમિત્ત પામીને પુદ્ગલ કર્મરૂપે પરિણમી જીવ સાથે બંધાય છે અને તે બંધાયેલાં કર્મોના નિમિત્તે જીવમાં કષાયાદિરૂપ વિકાર ઉત્પન થાય છે. જો કે કાર્મણ વર્ગણા જીવથી સર્વથા ભિન્ન, જડ પદાર્થ છે; પરંતુ જીવના અશુદ્ધ ભાવોથી ખેંચાઈને તે કર્મરૂપ થઈ જાય છે અને પછી તે જ જડ કર્મ ચેતનના ભાવો બગાડવામાં નિમિત્ત થાય છે. આત્માની રાગ-દ્વેષરૂપ અવસ્થા એ તેની વૈભાવિક અવસ્થા છે. જીવની જે વિકારી અવસ્થા છે, તે જ જીવનો વૈભાવિક ભાવ છે. તે જ વૈભાવિક ભાવના નિમિત્તે જીવથી સર્વથા ભિન્ન એવું પુદ્ગલ દ્રવ્ય કર્મરૂપે પરિણમે છે અને ઉદયકાળે તે કર્મ જીવના વૈભાવિક ભાવનું નિમિત્તકારણ થાય છે. તે અશુદ્ધ ભાવ પુદ્ગલોને કર્મરૂપ બનાવવામાં નિમિત્તકારણ છે અને તે કર્મ પણ જીવના વૈભાવિક ભાવની ઉત્પત્તિનું નિમિત્તકારણ છે. રાગાદિ ભાવ પુદ્ગલકર્મમાં નિમિત્તભૂત છે અને પુદ્ગલકર્મ રાગાદિ ભાવોમાં નિમિત્તભૂત છે, તેથી આ બન્ને વચ્ચે પરસ્પર કારણપણું છે. પંડિત શ્રી રાજમલજી ‘પંચાધ્યાયી'માં લખે છે કે જીવના ગુણોનું પોતાના સ્વરૂપથી બદલાઈને બીજા રૂપે થઈ જવું એનું જ નામ વૈભાવિક ભાવ છે. એ જ ભાવ કર્મબંધ થવામાં કારણ થાય છે અને વૈભાવિક ભાવના નિમિત્તથી થનારું તે જ કર્મ તથારૂપ વૈભાવિક ભાવને ઉત્પન્ન કરવાના સામર્થ્યનું કારણ છે.* ઉપર્યુક્ત કથનનો આ જ આશય છે કે અચેતન, પૌગલિક, મૂર્ત દ્રવ્યકર્મ જીવના વિકારી ભાવોનું કારણ છે અને તે દ્રવ્યકર્મનું કારણ જીવના વિકારી ભાવ છે. જે કર્મનું આ વૈભાવિક ભાવ કાર્ય છે, તે જ ભાવ કર્મનું કારણ પણ છે. અહીં એ શંકા ઉપસ્થિત થઈ શકે છે કે એક જ કર્મનું વૈભાવિક ભાવ કાર્ય છે અને તે જ ભાવ એ કર્મનું કારણ પણ છે. જેનું તે કાર્ય હોય, તેનું જ તે કારણ પણ હોય એ વાત કઈ રીતે બની શકે? સજાતીયપણું ધ્યાનમાં રાખવાથી આ શંકા સર્વથા ટળી જાય છે. વૈભાવિક ભાવને જે કર્મ ઉત્પન્ન કરે છે, તે જ કર્મનું કારણ તે જ વૈભાવિક ભાવ નથી, પરંતુ તે ભાવ નવીન કર્મનું કારણ છે; અર્થાત્ વૈભાવિક ભાવથી નવાં કર્મ બંધાય છે અને તે કર્મોથી ૧- જુઓ : પંડિત શ્રી રાજમલજીકૃત, પંચાધ્યાયી', ઉત્તરાર્ધ, શ્લોક ૧૦૫ 'तद्गुणाकारसंक्रान्ति र्भावो वैभाविकश्चितः । तन्निमित्तं च तत्कर्म तथा सामर्थ्यकारणम् ।।' Page #568 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૫ ૫૩૫ નવા નવા ભાવ ઉત્પન્ન થાય છે. સજાતીયપણાની અપેક્ષાએ જ તે જ કાર્ય, તેનું જ કારણ' એમ કહેવામાં આવ્યું છે. જો કોઈ સજાતીય કર્મને પણ કર્મત્વ ધર્મની અપેક્ષાએ એક જ કર્મ સમજીને શંકા ઉત્પન્ન કરે કે કર્મ જ સ્વયં કાર્ય અને કર્મ જ સ્વયં કારણ કેવી રીતે હોઈ શકે? તો આ શંકાનો ઉત્તર એક જ પદાર્થમાં કાર્ય-કારણભાવ બતાવનાર દૃષ્ટાંત દ્વારા સ્પષ્ટ થઈ શકે છે. દર્પણમાં જ્યારે મુખ જોવામાં આવે છે ત્યારે આંખનું પ્રતિબિંબ દર્પણમાં પડે છે. પોતાના પ્રતિબિંબમાં કારણ સ્વયં આંખ છે અને પ્રતિબિંબ કાર્ય છે. જ્યારે આંખથી દર્પણ જોવામાં આવે છે ત્યારે આંખનો આકાર દર્પણમાં પડે છે, તેથી તે આકાર આંખનું કાર્ય થયું, કેમ કે તે આંખથી ઉત્પન્ન થયું છે; પરંતુ તે જ આકાર જ્યારે આંખથી જોવામાં આવે છે ત્યારે પોતાને દેખાડવામાં તે આકાર કારણ પણ થાય છે. આમ, એક જ પદાર્થમાં કાર્ય-કારણભાવ પણ ઉપર્યુક્ત દષ્ટાંત દ્વારા સારી રીતે ઘટે છે. જીવનાં રાગપરિણામથી બંધ થાય અને એ જ બંધથી તે જ રાગપરિણામ થાય તો ઇતરેતરાશ્રય દોષ કહેવાય; પરંતુ તેમ નથી. જીવ રાગ-દ્વેષરૂપે પરિણમે ત્યારે નવાં કર્મ બંધાય છે અને તે અમુક સ્થિતિ સુધી આત્મા સાથે એકક્ષેત્રાવગાહે રહે છે તથા જે રાગ-દ્વેષરૂપે પરિણમન થાય છે તેમાં પૂર્વના કર્મનો ઉદય નિમિત્તરૂપે હોય છે. આ પ્રમાણે જે પરિણામથી જે કર્મનો બંધ થયો, તે બંધ તેજ વિકા૨પરિણામનું નિમિત્ત નથી થતો; પણ તે પરિણામમાં જૂના કર્મનો ઉદય નિમિત્ત થાય છે તથા જે વિકારી પરિણામ થયાં તે નવીન કર્મબંધનું નિમિત્ત થાય છે. આમ, ઇતરેતરાશ્રય દોષ નથી. ચેતન આત્મા પોતે પૂર્વકર્મના ઉદયના નિમિત્તે રાગ-દ્વેષરૂપી ભાવોમાં પરિણમી નવાં કર્મપુદ્ગલોને પોતાના તરફ આકર્ષે છે. જીવ સ્વતંત્રપણે રાગ-દ્વેષરૂપે પરિણમે છે અને તેનાથી નવો કર્મબંધ થાય છે; પરંતુ જો જીવ રાગ-દ્વેષરૂપે ન પરિણમે તો કર્મબંધન થતું નથી, માટે જીવ જ કર્મનો કર્તા છે. કર્મ સહજ સ્વભાવે અથવા અનાયાસે થાય છે એમ કહેવું ઘટતું નથી, પણ જીવ કરે તો જ થાય એમ માનવું ઘટે છે. કર્મનું ગ્રહણ અનાયાસે નહીં પણ નિશ્ચિત કારણને લઈને જ થાય છે. આ તથ્યને સ્પષ્ટ કરતાં ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે ‘કર્મ સહજ સ્વભાવે વિના પ્રયાસે થયા કરે છે એમ નથી, પણ પ્રેરક નિવર્તક નિમિત્તકર્તારૂપ જીવના પ્રયાસ થકી થાય છે; જીવના કર્યાં થાય છે, ન કર્યાં નથી થતા. - એટલે સહજ સ્વભાવે અનાયાસે (Without effort) થયા કરે છે એમ કહેવું અયથાર્થ છે. કારણ કે ક્વચિત્ જીવ કરે છે તો થાય છે, ક્વચિત્ નથી કરતો તો નથી થતા; અને કદાચિત્ક કદાચિત્ બનનારી વસ્તુ સકારણ હોવી જોઈએ 1 - Page #569 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન એવો નિયમ છે. અને નિષ્કારણ હોય તે કાં તો સદાય હોય ને કાં તો સદાય ના હોય - કદી પણ ન હોય. “નિત્ય સર્વમસર્વ વા !' ઇઅને કર્મની પ્રવૃત્તિ તો જીવના પ્રેરક કર્તાપણાથી જ થાય છે, એટલે એ સિદ્ધ થયું કે કર્મ સહજ સ્વભાવે થતા નથી.' (૨) વળી, શિષ્ય તેની દલીલમાં કહ્યું હતું કે “કર્મ જીવનો ધર્મ', અર્થાત્ જો કર્મનો કર્તા કર્મ હોય નહીં અને કર્મ અનાયાસે આત્માને વળગતાં ન હોય, પણ જીવના પ્રયાસથી વળગતાં હોય તો કર્મનું કરવાપણું તે જીવનો ધર્મ ઠરે અને જે જેનો ધર્મ હોય તે ક્યારે પણ તેનાથી છૂટો પડી શકે નહીં. ધર્મ તો તેનું નામ છે કે જે દ્રવ્યથી જુદો ન પડે. જેમ સાકરની મીઠાશ સાકરથી કે અગ્નિની ઉષ્ણતા અગ્નિથી કદી અલગ થતાં નથી, તેમ કર્મનું કર્તાપણું જો આત્માનો ધર્મ હોય તો આત્મા કદી કર્મબંધ કરતો અટકે નહીં, તેથી કદી કોઈ પણ જીવના સંસારનો અંત આવી શકે જ નહીં અને તેનો મોક્ષ થાય નહીં. જો કર્મ કરવાં એ જીવનો ધર્મ હોય તો તે ધર્મ ત્રિકાળી હોવાથી બંધનો અભાવ કદી થઈ શકે નહીં. જીવાત્માની મુક્તિ જ અસંભવિત બની જાય. પ્રસ્તુત ગાથાની પ્રથમ પંક્તિ, “જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ' વડે શ્રીગુરુ, શિષ્યની આ દલીલ પણ અયુક્તિયુક્ત છે એમ સિદ્ધ કરે છે. જીવ રાગાદિ કરે છે તો કર્મપ્રહણ થાય છે. જો જીવ રાગાદિ કરે નહીં તો કર્મચહણ થતું નથી. રાગ-દ્વેષથી કર્મ આવે છે અને જીવ બંધનગ્રસ્ત થાય છે. પરંતુ જીવની શક્તિ અમાપ છે, તેથી જીવ ધારે તો તે રાગ-દ્વેષ અટકાવી શકે છે. જો આત્મા કર્મના બળ કરતાં વિશેષ બળ પ્રગટાવે તો કર્મબંધ અટકી શકે છે, તેથી કર્મબંધ કરવો એ આત્માનો સ્વભાવ નથી. જીવ જ્યારે પૂર્વકર્મના ઉદયમાં જોડાઈને શુભાશુભ ભાવ કરે છે ત્યારે કર્મબંધ થાય છે, પરંતુ જો જીવ પૂર્વકર્મના ઉદયમાં જોડાય નહીં તો જડ કર્મ કંઈ પરાણે વળગતાં નથી. જીવ કર્મના ઉદયમાં ન તણાતાં જ્ઞાનમાં સ્થિર રહે તો કર્મપ્રહણ થતું નથી. આમ, જીવ પરમાં જોડાય તો કર્મપ્રહણ થાય છે અને સ્વમાં સ્થિત થાય તો કર્મગ્રહણ થતું નથી. કર્મબંધનું કારણ અશુદ્ધ ભાવ છે. અશુદ્ધ ભાવના કારણે કર્મ બંધાતાં હોવાથી જ્યારે જીવ અશુદ્ધ ભાવ કરતો અટકે છે ત્યારે તે અબંધ થઈ શકે છે, કેમ કે કારણના સભાવમાં જ કાર્ય થાય છે. કારણ ન રહેતાં કાર્ય પણ રહી શકતું નથી. તેથી જ્યાં સુધી અશુદ્ધ ભાવ થાય છે ત્યાં સુધી બંધ થાય છે અને અશુદ્ધ ભાવના અભાવમાં બંધનો પણ અભાવ અવશ્યભાવી છે. જીવ અને કર્મનો સંયોગ થવાનું કારણ જીવના રાગાદિ વિકારી ભાવો છે, જીવ તે રાગાદિ વિકારી ભાવોનો અભાવ કરે તો તે સંયોગનો ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૨૮૩ Page #570 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૫ પ૩૭ પણ અભાવ થઈ જાય છે. ૧ સ્વભાવદષ્ટિથી વિચારવામાં આવે તો જીવ નિર્મળ જ્ઞાન-દર્શનવાળો છે. તેનું નિજ રૂપ શુદ્ધ છે, નિત્ય પ્રકાશમાને છે. જીવસ્વભાવ દ્રવ્યકર્મ તથા ભાવકર્મથી રહિત છે. તે વર્ણાદિ તથા રાગાદિ ભાવોથી સદાકાળ ભિન્ન છે. નિજસ્વભાવની અપેક્ષાએ આત્મા વિવિધ પ્રકારના રાગાદિ ભાવોથી પૃથક્ એવો ચૈતન્યમાત્ર છે. આત્મા સ્વભાવે તો શુદ્ધ જ છે, માત્ર તેની વર્તમાન અવસ્થા અશુદ્ધ છે. કર્મબંધમાં કારણભૂત એવી તે અશુદ્ધતાનો નાશ થઈ શકે છે. ત્રિકાળી દ્રવ્યસ્વભાવથી ભિન્ન એવા રાગાદિ ભાવોને ટાળી શકાય છે. જીવ પોતાના દોષથી વિકારો કરે છે. સ્વભાવદષ્ટિના પુરુષાર્થ વડે તે ટાળી શકાય છે અને તેથી કર્મબંધ પણ ટાળી શકાય છે. આ પ્રમાણે વિકાર એ ક્ષણિક પર્યાયભાવ છે, આત્મદ્રવ્યનો ત્રિકાળી સ્વભાવ નથી. શુભાશુભ ભાવ કરવારૂપ ભૂલ કરવી એ જીવનો સ્વાભાવિક ધર્મ નથી. જો ભૂલ કરવી એ સ્વાભાવિક ધર્મ હોય તો તે છોડી શકાય નહીં, પણ ક્રોધના ઉદયમાં પણ ક્ષમાં રાખી શકાય છે એમ પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. આત્મા ક્રોધાદિ ભાવોને ટાળી શકે છે એમ પ્રત્યક્ષ જણાય છે તેમજ અનુભવાય પણ છે. વૈરાગ્ય, શાંતિ આદિ પ્રતિપક્ષી ભાવોથી રાગાદિનો ક્ષય અવશ્ય થઈ શકે છે. પરિણામ કરવામાં જીવ સ્વતંત્ર છે. તે દ્રવ્યથી સ્વતંત્ર છે, ગુણથી સ્વતંત્ર છે અને પર્યાયથી પણ સ્વતંત્ર છે. તે પરાધીન નથી. તેનો વર્તમાન સમય તેના હાથમાં છે. વર્તમાન અવસ્થાને, વર્તમાન વર્તતી જ્ઞાનની પર્યાયને સ્વભાવ તરફ વાળવા માટે તે સ્વતંત્ર છે. જો તેને અંતર્મુખ થવું હોય, પોતાના સ્વભાવમાં ઠરવું હોય તો તેને કોઈ પણ સંજોગ રોકી શકે એમ નથી. તેનું સ્વરૂપ અવ્યાબાધ છે, તેથી તે પોતાના પરિપૂર્ણ સ્વભાવ તરફ વળી શકે છે. જીવ જ્યારે પોતાના સ્વભાવ તરફ લક્ષ કરે છે ત્યારે અશુદ્ધતા ટળી શુદ્ધતા પ્રગટે છે અને તે મુક્ત થાય છે. પોતાના સ્વરૂપમાં રહેવારૂપ પુરુષાર્થ કરતાં કરતાં, ક્રમે ક્રમે રાગાદિનો અભાવ થતાં જીવ સર્વ કર્મથી મુક્ત થઈ શકે છે. આત્મા મોદાદિ ભાવથી અળગો થઈ તેનો સંપૂર્ણપણે ક્ષય કરે છે ત્યારે તે મુક્તિના અનંત, અક્ષય, શાશ્વત સુખને પ્રાપ્ત કરે છે. પહેલાં રાગાદિ ભાવો વડે આત્મા કર્મબંધ કરતો હતો, પરંતુ તે વિકારોથી આત્મા વિરામ પામતાં શુદ્ધ ભાવો વડે કર્મોની નિર્જરા થાય છે અને તે સર્વ બંધનોથી મુક્ત ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, 'શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'ની આચાર્યશ્રી અકલંકદેવકૃત ટીકા, 'તત્ત્વાર્થવાર્તિકમ્', અધ્યાય ૧૦, સૂત્ર ૨-૧ 'मिथ्यादर्शनादिहेत्वभावादभिनवकर्मादानाभावः । मिथ्यादर्शनादीनां पूर्वोक्तानां कर्मास्रवहेतूनां निरोधे कारणाभावात कार्याभाव इत्यभिनवकर्मादानाभावः ।' Page #571 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન થાય છે. આ વાત દર્શાવતાં આચાર્યશ્રી યોગીન્દુદેવ ‘પરમાત્મપ્રકાશ'માં લખે છે કે જે જીવ પોતાના બાંધેલાં કર્મોને ભોગવતાં મોહથી સારા-ખોટા ભાવ કરે છે, તે માત્ર કર્મને ઉપાર્જન કરે છે. જે પોતાનાં બાંધેલાં કર્મોના ફળને ભોગવતાં તેમાં રાગ-દ્વેષરૂપ પરિણામ કરતો નથી, તે નવીન કર્મબંધ કરતો નથી તથા રાગ-દ્વેષરહિત પરિણામથી તેનાં સંચિત કર્મનો ક્ષય થઈ જાય છે.૧ આમ, રાગ-દ્વેષરૂપ પરિણામથી આત્મા કર્મબંધ કરે છે. નિજકર્મફળ ભોગવતાં જે જીવ મોહવશે રાગ-દ્વેષ કરે છે, તે જીવ કર્મ ઉપાર્જન કરે છે. ઉદયમાં આવેલાં કર્મોને ભોગવતાં જે જીવ સ્વસ્વભાવથી ચ્યુત થઈ શુભાશુભ પરિણામ કરે તેને નવીન કર્મબંધ થાય છે, પરંતુ જે જીવ સ્વકર્મફળ ભોગવતાં રાગાદિ કરતો નથી તે નવીન કર્મ બાંધતો નથી અને એ અબંધપરિણામથી પૂર્વે સંચિત થયેલાં કર્મનો ક્ષય થાય છે. નિજ શુદ્ધ આત્માના જ્ઞાનના અભાવથી ઉપાર્જન કરેલાં એવાં શુભ-અશુભ કર્મનાં ફળને ભોગવતાં છતાં, વીતરાગ ચિદાનંદ પરમાત્મસ્વભાવરૂપ શુદ્ધાત્મતત્ત્વની ભાવનાથી ઉત્પન્ન થયેલ અતીન્દ્રિય સુખરૂપ અમૃતથી તૃપ્ત થઈ જે જીવ રાગી-દ્વેષી થતો નથી, અર્થાત્ રાગ-દ્વેષરૂપ પરિણતિ કરતો નથી, તે જીવ જ્ઞાનાવરણીયાદિ કર્મોને બાંધતો નથી અને તેનાં જૂનાં કર્મોની નિર્જરા થાય છે. સંવરપૂર્વકની નિર્જરાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. શિષ્ય એવી દલીલ કરી હતી .કે જો જીવ કર્મ કરતો હોય તો તે જીવનો સ્વભાવ ઠરે અને તો જીવને સદા બંધ જ રહેશે, તે કદી અબંધ થશે જ નહીં; તે હંમેશાં બંધાયેલો જ રહેશે, તે કદી પણ મુક્ત નહીં થાય. જો કર્મનું કરવાપણું એ જીવનો ધર્મ હોય તો કર્મનો કોઈ કાળે પણ નાશ થઈ શકે નહીં અને જીવ કર્મમુક્ત થઈ શકે નહીં. શિષ્યની આ દલીલ યથાર્થ નથી, કારણ કે કર્મબંધરહિત સ્થિતિ તો યુક્તિ અને આગમથી સિદ્ધ છે. કર્મ કરવાનો જીવનો ધર્મ હોય તો તે કોઈ ક્ષણે કર્મબંધથી રહિત થઈ શકે નહીં, પણ કર્મરહિતપણું યુક્તિ અને આગમથી સિદ્ધ થતું હોવાથી કર્મનું કરવાપણું એ જીવનો સ્વાભાવિક ધર્મ નથી એમ સિદ્ધ થાય છે. વળી, આત્મા એ કર્મને ગ્રહણ કરનાર પદાર્થ છે અને કર્મ એ ગ્રાહ્ય પદાર્થ છે. ગ્રાહક અને ગ્રાહ્ય પદાર્થ ક્યારે પણ એક થઈ શકતા નથી. આત્મા કર્મ સાથે ક્યારે પણ એકત્વપણું પામતો નથી. તે બન્ને વચ્ચે અગ્નિ અને ઉષ્ણતા જેવો અવિનાભાવી ૧- જુઓ : આચાર્યશ્રી યોગીન્દુદેવકૃત, પરમાત્મપ્રકાશ’, અધિકાર ૨, ગાથા ૭૯,૮૦ ‘મુંખંતુ વિળિય-મ્મ- મોરૂં ગોબરે । भाउ असुंदरु सुंदरु वि सो पर कम्मु जइ ।। भुंजंतु वि णिय कम्म-फलु जो तहिं राउ ण जाइ 1 सो वि बंधइ कम्मु पुणु संचिउ जेण विलाइ ।। ' Page #572 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૫ પ૩૯ સંબંધ નથી પણ સંયોગ સંબંધ છે, તેથી તે જુદાં પડી શકે છે. આત્માનો અને કર્મનો સંબંધ ક્ષીરનીરવતુ એકાકાર હોવા છતાં તેનો વિયોગ પણ થાય છે, કારણ કે ગ્રાહકરાહ્યનો સંબંધ તાદાભ્ય સંબંધરૂપે હોતો નથી, પણ સંયોગ સંબંધરૂપે હોય છે. આત્મા અને કર્મ વચ્ચે માત્ર સંયોગ સંબંધ છે, તાદાભ્ય સંબંધ નથી; તેથી પૂર્વે ગ્રહણ કરેલ દ્રવ્યકર્મનો ત્યાગ જીવ યોગ્ય સાધના દ્વારા કરી શકે છે. જીવનો અને કર્મનો સંયોગ થયો છે, તે સંયોગ ટાળી શકાય છે. તેનો વિયોગ કરી શકાય છે અને તે વિયોગ આત્યંતિક ભાવે પણ કરી શકાય છે. આમ, જીવ અને કર્મ સંયોગ સંબંધે ભેગા થયાં હોવાથી તેનો વિયોગ અવશ્ય કરી શકાય છે, કર્મકત્વ ટળી શકે છે અને તેથી કર્મકતૃત્વ એ આત્માનો ધર્મ નથી. આ તથ્યને સમજાવતાં શ્રીમદ્ લખે છે – ‘હવે અત્રે એક પ્રશ્ન થવા યોગ્ય છે અને તમે પણ તે પ્રશ્ન કર્યું છે કે “જો કર્મનું કર્તાપણું આત્માને માનીએ, તો તો આત્માનો તે ધર્મ ઠરે, અને જે જેનો ધર્મ હોય તે ક્યારે પણ ઉચ્છેદ થવા યોગ્ય નથી; અર્થાત્ તેનાથી કેવળ ભિન્ન પડી શકવા યોગ્ય નથી, જેમ અગ્નિની ઉષ્ણતા અથવા પ્રકાશ તેમ.” એમ જ જો કર્મનું કર્તાપણું આત્માનો ધર્મ ઠરે, તો તે નાશ પામે નહીં. ઉત્તર :- સર્વ પ્રમાણાંશના સ્વીકાર્યા વિના એમ ઠરે; પણ વિચારવાની હોય તે કોઈ એક પ્રમાણાંશ સ્વીકારીને બીજા પ્રમાણાંશનો નાશ ન કરે. ‘તે જીવને કર્મનું કર્તાપણું ન હોય અથવા હોય તો તે પ્રતીત થવા યોગ્ય નથી,' એ આદિ પ્રશ્ન કર્યાના ઉત્તરમાં જીવનું કર્મનું કર્તુત્વ જણાવ્યું છે. કર્મનું કર્તુત્વ હોય તો તે ટળે જ નહીં, એમ કાંઈ સિદ્ધાંત સમજવો યોગ્ય નથી, કેમકે જે જે કોઈ પણ વસ્તુ ગ્રહણ કરી હોય તે છોડી શકાય એટલે ત્યાગી શકાય; કેમકે ગ્રહણ કરેલી વસ્તુથી ગ્રહણ કરનારી વસ્તુનું કેવળ એકત્વ કેમ થાય? તેથી જીવે ગ્રહણ કરેલાં એવાં જે દ્રવ્યકર્મ તેનો જીવ ત્યાગ કરે તો થઈ શકવા યોગ્ય છે, કેમકે તે તેને સહકારી સ્વભાવે છે, સહજ સ્વભાવે નથી; અને તે કર્મને મેં તમને અનાદિ ભ્રમ કહ્યો છે, અર્થાત તે કર્મનું કર્તાપણું અજ્ઞાનથી પ્રતિપાદન કર્યું છે, તેથી પણ તે નિવૃત્ત થવા યોગ્ય છે, એમ સાથે સમજવું ઘટે છે. જે જે ભ્રમ હોય છે, તે તે વસ્તુની ઊલટી સ્થિતિની માન્યતારૂપ હોય છે, અને તેથી તે ટળવા યોગ્ય છે, જેમ મૃગજળમાંથી જળબુદ્ધિ. કહેવાનો હેતુ એ છે કે, અજ્ઞાને કરીને પણ જો આત્માને કર્તાપણું ન હોય, તો તો કશું ઉપદેશાદિ શ્રવણ, વિચાર, જ્ઞાન આદિ સમજવાનો હેતુ રહેતો નથી.’ જો અજ્ઞાન આદિના કારણે કર્મબંધ ન થતો હોય, પણ કર્મ કરવા એ જીવનો સ્વભાવ હોય તો ઉપદેશશ્રવણ, સદ્વિચારાદિનો કોઈ હેતુ રહેતો નથી. જો આત્મા ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૪૬ (ગાથા ૭૭ ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન) Page #573 -------------------------------------------------------------------------- ________________ ૫૪) ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સ્વભાવથી કર્મનો કર્તા હોય તો પરદ્રવ્યથી હટવાનો - પરદ્રવ્યનું લક્ષ છોડવાનો જે ઉપદેશ છે તે નિરર્થક ઠરે. પરંતુ વાસ્તવમાં એમ નથી. આત્મા સ્વભાવથી કર્મનો કર્તા નથી, કર્મનું કર્તાપણું છોડી શકાય છે અને તેથી કર્મનું કર્તાપણું ટાળવા માટે પરદ્રવ્યથી હટવાનો - પરદ્રવ્યનું લક્ષ છોડવાનો ઉપદેશ આપવામાં આવે છે. આમ, કર્મ બાંધી પણ શકાય છે અને ટાળી પણ શકાય છે. કર્મનું ઝહવાપણું ટળી શકે એમ છે, તેથી કર્મનું કરવાપણું એ આત્માનો સ્વભાવ નથી. પોતાનો સ્વાભાવિક ધર્મ તો કદી છૂટી શકે નહીં, પરંતુ કર્મ કરવાનું ટાળી શકાય છે, તેથી તે આત્માનો ધર્મ નથી. આત્મતત્ત્વમાં પોતાના જે સ્વાભાવિક અનંત જ્ઞાનાદિ ગુણો છે, તેનો વિયોગ આત્મામાંથી ક્યારે પણ થતો નથી. જો કર્મ ગ્રહવાપણું એ જીવનો જ્ઞાન-દર્શન જેવો ગુણ હોય તો જીવ હંમેશ માટે કર્મનો કર્તા ઠરે, પણ કર્યગ્રહણમાં કારણભૂત એવા રાગાદિ ભાવ ટળી શકે છે, તેથી કર્મ કરવાપણું એ જીવનો સ્વાભાવિક ધર્મ નથી. કર્મનું કર્તુત્વ ટળી શકતું હોવાથી તે જીવનો ધર્મ નથી. વાસ્તવમાં તે તો જીવનો વિભાવરૂપ અધર્મ છે. કર્મનું કરવાપણું એ આત્માનો સ્વાભાવિક ધર્મ નથી, પરંતુ સ્વભાવથી વિપરીત એવો વિભાવરૂપ અધર્મ છે. તત્ત્વરંગી ગણિશ્રી દેવચંદ્રજી મહારાજે તેથી ગાયું છે – જે પરિણામિક ધર્મ તુમારો, તેહવો અમચો ધર્મ; શ્રદ્ધાભાસન રમણ વિયોગે, વલગ્યો વિભાવ અધર્મ રે; સ્વામી વિનવિયે મનરંગે. વસ્તુ સ્વભાવ સ્વજાતિ તેહનો, મૂલ અભાવ ન થાય; પરવિભાવ અનુગત પરિણતિથી, કર્મે તે અવરાય રે; સ્વામી વિનવિયે મનરંગે. જે વિભાવ તે પણ નૈમિત્તિક, સંતતિભાવ અનાદિ; પરનિમિત્ત તે વિષય સંગાદિક, તે સંયોગે સાદિ રે; સ્વામી વિનવિયે મનરંગે, અશુદ્ધ નિમિત્તે એ સંસરતા, અત્તા કત્તા પરનો; શુદ્ધનિમિત્ત રમે જબ ચિટ્ઠન, કર્તા ભોક્તા ઘરનો રે; - સ્વામી વિનવિયે મનરંગ.૧ શ્રી સીમંધર ભગવાનની સ્તવના કરતાં ગણિશ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે હે પ્રભુ! જેવો આપનો પારિણામિક, કર્મરહિત, શુદ્ધ આત્મધર્મ આપને પ્રગટ છે, તેવી જ ૧- ગણિશ્રી દેવચંદ્રજીરચિત, ‘વિહરમાન જિન સ્તવન', શ્રી સીમંધર ભગવાનનું સ્તવન, કડી ૨-૫ Page #574 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૫ ૫૪૧ અમારો પણ મૂળ ધર્મ છે; પરંતુ તે શુદ્ધ આત્મધર્મની શ્રદ્ધા, ઓળખાણ અને રમણતાના વિયોગે અમને પરદ્રવ્ય-ગુણ-પર્યાયમાં સ્વપણાની માન્યતા, ઓળખાણ અને રમણતારૂપ વિપરીત ભાવ - વિભાવ - કર્મકલંકરૂપ અધર્મ વળગ્યો છે. વસ્તુનો સ્વભાવ તે તેની સ્વજાતિ છે. તેનો કોઈ કાળે મૂળથી અભાવ થતો નથી. કોઈ દ્રવ્ય સ્વજાતિ મૂકી વિજાતીય થતું નથી, પરંતુ પુદ્ગલકર્મને અનુસરવાથી આત્માની પરિણતિ વિભાવરૂપે પરિણમે છે, માટે આત્મા કર્મક્લેશથી લેપાય છે અને તેથી તેનો સ્વધર્મ આવરણ પામે છે. જે વિભાવ છે તે પરના, એટલે કે પુગલકર્મના નિમિત્તથી ઉત્પન્ન થતા આત્માના વિકારી ભાવ છે. નિમિત્તથી ઉત્પન્ન થતા તે ભાવ નૈમિત્તિક કહેવાય છે. પરપુગલના નિમિત્તથી અજ્ઞાની આત્માનાં પરિણામ વિકારી થાય છે અને તે વિકારી ભાવથી નવાં પુદ્ગલકર્મનું ગ્રહણ થાય છે. તે કર્મ ઉદયમાં આવે ત્યારે તેમાં જોડાતાં, ફરી આત્માનાં પરિણામ વિકૃત થાય છે, તેથી પુનઃ કર્મ બંધાય છે. આમ, પિતાથી પુત્ર અને પુત્રથી વળી પુત્ર, એમ સંતતિપરંપરાની જેમ કર્મના નિમિત્તથી આત્માના નૈમિત્તિક ભાવરૂપ વિભાવની સંતતિ અનાદિની છે. પાંચ ઇન્દ્રિયના વિષય આદિનો સંગ તે પરભાવનાં નિમિત્ત છે અને તે પરનિમિત્તના સંયોગે જે વિભાવ થાય છે તે અનાદિથી સંતતિપરંપરાએ ચાલ્યો આવે છે, અર્થાત્ તે આદિરહિત છે. અશુદ્ધ નિમિત્તને આધીન થઈ તદનુયાયી પરિણામ કરવાથી આ જીવે અનાદિથી સંસારમાં પરિભ્રમણ કર્યા કર્યું છે. તે પરનો એટલે કે રાગાદિ ભાવકર્મનો, જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મનો અને ઉપચારથી ઘર, નગર આદિનો કર્તા થયો છે. તે જો શુદ્ધ નિમિત્તના આશ્રયે વર્તે તો પોતાના સ્વરૂપનો જ કર્તા થાય છે અને આત્મિક ગુણોથી નીપજેલી સહજાનંદ નિધિનો ભોક્તા થાય છે. આમ, જીવ કર્મનો કર્તા છે, પરંતુ કર્મ કરવાપણું એ જીવનો સ્વાભાવિક ધર્મ નથી, પરંતુ વિભાવરૂપ અધર્મ છે. જીવની રાગાદિ ભાવરૂપ પ્રેરણાથી કર્મચહણ થાય છે, પરંતુ તે રાગાદિ ભાવ ભૂલસ્વરૂપે છે. તે ભૂલવાળી દષ્ટિ પલટાવી શકાય છે, તેથી કર્મકતૃત્વ તે જીવનો સ્વભાવરૂપ ધર્મ નથી, પરંતુ વિભાવરૂપ અધર્મ છે. આ કર્મકર્તુત્વ - વિભાવરૂપ અધર્મ જીવને અનાદિ કાળથી છે. જીવ અને કર્મનો સંબંધ અનાદિથી છે. પ્રત્યેક સંસારી આત્માને અનાદિથી કર્મ સાથે સંબંધ છે. આત્મા અને કર્મનો સંયોગ અનાદિ છે. સામાન્ય રીતે સંયોગ શબ્દ પૂર્વયોગને અનુલક્ષીને વપરાય છે, એટલે કે જ્યારે પ્રથમ બે વસ્તુઓ જુદી હોય અને પાછળથી ભેગી થાય ત્યારે તે વસ્તુઓનો સંયોગ થયો એમ વ્યવહારમાં કહેવામાં આવે છે. પરંતુ કર્મ અને આત્માનો સંયોગ આ પ્રકારે નથી. અહીં સંયોગ શબ્દ વાપરવામાં આત્મા અને કર્મ એ બને ભિન્ન છે એ બતાવવાનો આશય છે. તે બન્નેનું સ્વરૂપ ભિન્ન છે. આત્મા જ્ઞાતા-દ્રષ્ટા છે, ઇન્દ્રિયાતીત છે, અમૂર્તિક છે, અસંખ્યાતપ્રદેશી એક દ્રવ્ય છે; Page #575 -------------------------------------------------------------------------- ________________ પ૪૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જ્યાર કમદ્રવ્ય પદ્ગલક, મૂત, જડ પિંડ છે. તે બન્ને દ્રવ્યો અત્યંત ભિન્ન ભિન્ન સ્વભાવવાળા છે. બન્ને એકપ્રદેશાવગાહી હોવા છતાં સ્વભાવથી તો નિરાળો જ છે. આત્માનો એક પણ પ્રદેશ કમરૂપ અને કર્મનું એક પણ પરમાણુ આત્મરૂપ થતું નથી. સોનું અને રૂપું એ બન્ને ધાતુઓ ભિન્ન છે. તે બન્નેને એક પાત્રમાં ઓગાળી ઢાળ પાડવામાં આવે તો તે એકરૂપ દેખાય છે, પણ સોનું રૂપાથી ભિન્ન જ છે. સોનું પોતાના પીતત્વ ગુણ સહિત જ હોય છે અને રૂપું પોતાના શ્વેતત્વ ગુણ સહિત જ હોય છે. તેજાબના પ્રયોગથી બન્નેને જુદાં પાડી શકાય છે. તેવી જ રીતે આત્મા અને કર્મનો અનાદિથી એક ઢાળ પડી ગયો છે, છતાં સ્વભાવથી બને પોતપોતાનાં સ્વરૂપમાં જ છે. સર્વજ્ઞની દૃષ્ટિએ તે બન્ને પ્રત્યક્ષપણે ભિન્ન દેખાયાં હોવાથી જ તે બન્નેના સંબંધને સંયોગ કહેવામાં આવ્યો છે. આત્મદ્રવ્ય અને કર્મનું સ્વરૂપ ભિન્ન હોવા છતાં અનાદિથી આત્માને કર્મનો સંયોગ છે. જીવને કર્મનો સંબંધ અનાદિ કાળથી ચાલ્યો આવે છે. જીવાત્મા પણ અનાદિ છે, પુદ્ગલ પણ અનાદિ છે અને બન્નેના સંબંધરૂપ બંધ પણ અનાદિ છે. આત્મા અને કર્મનો કનકપાષાણવનું અનાદિ સંબંધ છે. જેવો કનકપાષાણનો સંબંધ અનાદિ કાળનો છે, તેવો જ આ સંબંધ છે. કનકપાષાણમાં સોનું અને પથ્થર ખાણમાંથી મિશ્રિતરૂપે જ નીકળે છે. જેમ સોનાનો અને પથ્થરનો સંબંધ સદાથી છે, તેવી જ રીતે જીવ અને કર્મનો સંબંધ પણ સદાથી છે. જીવ અને કર્મનો સંબંધ અનાદિ કાળથી છે. ૧ જો આત્મા અને કર્મનો સંબંધ સાદિ, અર્થાત્ કોઈ કાળવિશેષથી થયેલો માનવામાં આવે તો અનેક દોષ આવે છે. જો જીવ અને કર્મનો સંબંધ અનાદિનો ન માનવામાં આવે તો અન્યોન્યાશ્રય દોષ આવે છે. બે પદાર્થોમાં પરસ્પર એકબીજાની અપેક્ષા રહેવાથી અન્યોન્યાશ્રય દોષ આવે છે. આ દોષના સભાવમાં એક પણ પદાર્થની, આત્મા કે કર્મની સિદ્ધિ થઈ શકતી નથી. આત્મા અને કર્મનો સાદિ સંબંધ માનતાં આ દોષ કેવી રીતે આવે છે તે જોઈએ. આત્માનો કર્મની સાથે જે બંધ થાય છે તે અશુદ્ધ અવસ્થામાં થાય છે. જો કર્મબંધનો આદિ માનવામાં આવે તો કર્મબંધ થયા પહેલાં આત્મા શુદ્ધ હોવો જોઈએ. જો કર્મબંધ પહેલાં આત્માને શુદ્ધ માનવામાં આવે તો બંધની શરૂઆત જ થઈ શકે નહીં, કેમ કે બંધ અશુદ્ધ પરિણામોથી જ થાય છે. સાદિ સંબંધ માનવાથી શુદ્ધ આત્મામાં બંધ થઈ શકે નહીં, કેમ કે કારણ વગર કાર્ય થતું જ નથી. થોડા સમય માટે એમ પણ માની લેવામાં આવે કે રાગ-દ્વેષરૂપ કારણ વિના પણ શુદ્ધ આત્મા બંધ ૧- જુઓ : સિદ્ધાંતચક્રવર્તી શ્રી નેમિચંદ્રજીત, ‘ગોમ્મસાર', કર્મકાંડ, અધિકાર ૧, ગાથા ૨ 'जीवंगाणं अणाइसंबंधो । कणयोबले मलं वा ताणत्थित्तं सयं सिद्धं ।।' Page #576 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૫ ૫૪૩ કરે છે, તો પ્રશ્ન ઊઠશે કે કારણ વિના થનારો તે બંધ કેવી રીતે છૂટી શકે? જો જીવ પહેલાં કર્મરહિત, અર્થાત્ શુદ્ધ માનવામાં આવે તો બંધ થઈ શકતો નથી અને જો શુદ્ધ હોવા છતાં પણ તેનો બંધ માની લેવામાં આવે તો પછી એ બંધ છૂટી મોક્ષ કેવી રીતે થઈ શકે? અશુદ્ધતા વિના જ બંધ થઈ જાય તો પછી બંધ શાશ્વત જ રહે, તેથી બંધ શુદ્ધ અવસ્થામાં કદી થઈ શકતો નથી. બંધ થવામાં અશુદ્ધતાની આવશ્યકતા રહે છે એ સ્વીકારવું પડે છે. વળી, અશુદ્ધતામાં પણ બંધની આવશ્યકતા રહે છે. પૂર્વબંધ વિના શુદ્ધ આત્મામાં અશુદ્ધતા આવી શકતી નથી. જો બંધ વિના શુદ્ધ આત્મામાં પણ અશુદ્ધતા આવવા માંડે તો અશુદ્ધતા બંધની અપેક્ષા વિના સ્વતઃ જ થશે. હવે જેમ અમુક્ત જીવને અશુદ્ધતાનો સદ્ભાવ બંધ વિના પણ માન્યો, તેમ મુક્ત જીવને પણ અમુક્ત જીવોની જેમ જ અશુદ્ધતાનો સદ્ભાવ માનવામાં શો બાધ છે? જો એમ થાય તો જે આત્મા મુક્ત થયા છે, અર્થાત્ સિદ્ધ છે, તે પણ પાછા અશુદ્ધ થઈ જશે અને અશુદ્ધ થતાં બંધ પણ કરશે. મુક્ત જીવ બંધરહિત હોવા છતાં પણ પુનઃ બંધમાં પડશે. પછી સંસારી અને મુક્ત જીવમાં કોઈ અંતર નહીં રહે. તેથી એમ માનવું ઘટે છે કે પૂર્વકર્મ વિના અશુદ્ધતા કોઈ રીતે આવી શકે નહીં. બંધરૂપ કાર્ય માટે અશુદ્ધતારૂપ કારણની આવશ્યકતા છે અને અશુદ્ધતારૂપ કાર્ય માટે પૂર્વબંધરૂપ કારણની આવશ્યકતા છે. બંધમાં અશુદ્ધતાની અને અશુદ્ધતામાં બંધની અપેક્ષા આવતી હોવાથી બંધ કે અશુદ્ધતા - એક પણ સિદ્ધ થતું નથી. આનું જ નામ અન્યોન્યાશ્રય દોષ છે. જો જીવ અને કર્મનો સંબંધ અનાદિ માનવામાં આવે તો આ દોષ આવતો નથી. જે સમયે આત્મા કર્મોથી બંધાય છે, તે સમયે તે અશુદ્ધ પણ છે. અશુદ્ધતા વિના બંધન થઈ જ શકતું નથી. એ જ પ્રમાણે જે સમયે તેનામાં અશુદ્ધતા છે, તે જ સમયે બંધન પણ છે જ. બંધન વિના અશુદ્ધતા પણ આવી શકતી નથી, તેથી બંધન અને અશુદ્ધપણું એ બન્ને અવિનાભાવી છે. એક વિના બીજું ન હોય એનું જ નામ અવિનાભાવ છે. અશુદ્ધતા પણ અનાદિ છે અને બંધન પણ અનાદિ છે. કર્મનો જીવ સાથેનો બંધ અનાદિ કાળનો જ છે. જીવની અનાદિકાલીન યોગ્યતાથી કર્મનું બંધાવાપણું અનાદિ કાળથી વર્તે છે. જીવ અને કર્મયુગલોનો સંબંધ યોગ્યતા વડે અનાદિકાલીન ન હોય તો, જીવ કમળપત્રની જેમ પ્રથમ શુદ્ધ હોય અને પછી તેને કર્મનો સંબંધ થયો છે તેમ જો માનવામાં આવે તો, પૂર્વે કહ્યા પ્રમાણે મહાન વિરોધ આવે છે. જીવ સાથે કર્મના બંધને આદિકાલીન માનીએ તો તે કાર્યમાં કારણભૂત એવી યોગ્યતાનું પણ આદિપણું આવે છે અને જો યોગ્યતાને આદિવાળી માનીએ તો શુદ્ધ નિરંજન સિદ્ધ પરમાત્માને પણ કદાચિતું તે Page #577 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન યોગ્યતા લાગુ પડતાં કર્મબંધ થાય; અને જો તેમ માનવામાં આવે તો દેવ-ગુરુપૂજા, દાન, શિયળ, તપ, ભાવના વગેરે મોક્ષ માટેની ક્રિયા ઉપર કોઈને વિશ્વાસ જ ન રહે, તેમજ તે ક્રિયાઓ કોઈ કરે નહીં. આ કારણે કર્મબંધની યોગ્યતાને અનાદિ માનવી ઘટે છે. અનાદિ આત્મામાં યોગ્યતા પણ અનાદિથી અવશ્ય માનવી જોઈએ અને તેથી આત્મા અને કર્મનો બંધ પણ અનાદિ સિદ્ધ થાય છે. આત્મા અનાદિ કાળથી અશુદ્ધ છે. તે અનાદિ કાળથી પોતાના જ્ઞાનસ્વભાવનું વિસ્મરણ કરી, ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિથી રાગાદિરૂપે પરિણમી રહ્યો છે. ચૈતન્ય આત્મા અનાદિ પરિપાટીથી નિરંતર રાગાદિ વિકારી પરિણામોનો કર્તા થતો રહ્યો છે. આત્માનાં વિકારી પરિણામથી કર્મ બંધાય છે અને કર્મથી વિકારી પરિણામ થાય છે. આ પ્રવાહ અનાદિથી છે. પહેલાં આત્મા શુદ્ધ હતો અને પછી વિકારી થયો, પહેલાં કર્મબંધ ન હતો અને પછીથી કર્મ બંધાયાં એમ નથી. જીવની સાથે અનાદિ કાળથી પ્રવાહપૂર્વક આવતી યોગ્યતા વડે થતો કર્મબંધ પણ પ્રવાહથી અનાદિ કાળનો જ સિદ્ધ થાય છે. અહીં કોઈને શંકા થઈ શકે કે કર્મનો બંધ જીવ અશુદ્ધ પરિણામ વડે કરે છે, તેથી તે કર્મબંધનું જીવને કર્તાપણું હોવાથી કર્મબંધનો આદિ આવ્યો, તો તેને અનાદિ કઈ રીતે કહેવાય? આ શંકાનું સમાધાન એ છે કે કર્મનો બંધ પ્રત્યેક ક્ષણે થાય છે, તોપણ પ્રવાહની અપેક્ષાએ, સંતતિભાવે તે અતીત કાળની જેમ અનાદિ જ છે. બંધ પોતાના હેતુઓથી નિષ્પન્ન છે, તે છતાં પણ તે બંધની ઘટના ભૂતકાળની જેમ અનાદિથી છે. પ્રવાહપરંપરાથી બંધ અનાદિ છે, એટલે કર્મ બાંધવાનો આદિકાળ નથી. આ તથ્ય દર્શાવતાં આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી ધર્મબિંદુમાં કહે છે કે બંધ પ્રવાહથી અનાદિ છે. કર્મબંધ થયા કરે છે, છતાં જેમ અતીત કાળ અનાદિથી છે, તેમ કર્મબંધની ઘટના માટે સમજવા યોગ્ય છે. ૧ કર્મ સાદિ છે કે અનાદિ? એનો જવાબ એ છે કે એક એક કર્મની અપેક્ષાએ સાદિ છે અને પ્રવાહની અપેક્ષાએ અનાદિ છે. ભૂતકાળનું ઊંડાણ અનંત છે અને અનંતનું વર્ણન “અનાદિ’ કે ‘અનંત' શબ્દ સિવાય બીજી કોઈ રીતે થઈ શકતું નથી, તેથી કર્મના પ્રવાહને અનાદિ કહેવો-માનવો ઘટે છે. | નિશ્ચયસ્વરૂપે કાળનું ઝરણ અનાદિ-અનંત છે. તે ઝરણની ઉત્પત્તિ કે નાશ છે જ નહીં. જો આત્મા અને કર્મનો સંબંધ કાળના આદિમાં થયેલો - કાળના ઝરણની ઉત્પત્તિનો સહભાવી કહેવામાં આવે તો તેનો અર્થ એ જ છે કે તે સંયોગ અનાદિ છે. ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, “ધર્મબિંદુ', અધ્યાય ૨, શ્લોક પર, ૫૩ પ્રવદિતોનારિકાનિતિ IT. कृतकत्वेऽप्यतीतकालवदुपपत्तिरिति ।।' Page #578 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૫ ૫૪૫ કોઈ પણ કાળમાં કર્મ અને આત્મા ન્યારાં હતાં જ નહીં. કાળના આદિથી તે બન્ને જોડાયેલાં છે. સમયે સમયે જૂની કાર્મણ વર્ગણાનું છૂટું થવું અને નવી કાર્મણ વર્ગણાનું મળવું થયા જ કરે છે. તાત્પર્ય એ છે કે કર્મ પ્રવાહરૂપે અનાદિ છે. જીવ અને કર્મનો સંબંધ અનાદિ કાળથી ચાલ્યો આવે છે. જીવની અશુદ્ધતા અનાદિ કાળથી છે તથા કર્મનો સ્વભાવ પણ એવો છે કે તે અશુદ્ધ આત્મા સાથે સંયુક્ત થાય છે, તેથી જીવ અને કર્મોનો અનાદિ સંબંધ છે. જ્ઞાનાવરણીયાદિ કર્મ જીવથી ઉત્પન્ન થયેલાં નથી તથા કર્મ વડે જીવ પણ ઉત્પન થયો નથી. કર્મ જીવજનિત નથી અને જીવ કર્મભનિત નથી. જીવ અને કર્મનો આદિ નથી, બને અનાદિ છે. જીવ તથા કર્મ અનાદિકાલીન છે. જીવોને અનાદિ કાળથી કર્મ વળગેલાં છે. જીવ અને કર્મનો અનાદિ કાળનો સંબંધ છે. વ્યવહારનયની અપેક્ષાએ જીવ અને કર્મનો બીજ-અંકુરની સમાન અનાદિ કાળનો સંબંધ છે. બીજરૂપ કર્મોના કારણે જીવ દેહ ધારણ કરે છે અને દેહ ધારણ થતાં નવાં કર્મનો બંધ કરે છે. જેનો પણ પરસ્પર કાર્ય-કારણભાવ હોય છે તેની સંતતિ અનાદિ હોય છે. દેહ અને કર્મનો પરસ્પર કાર્ય-કારણભાવ છે, તેથી કર્મસંતતિ અનાદિ છે. જેમ બીજથી અંકુર અને અંકુરથી બીજ આ પ્રકારે બીજ-અંકુરની સંતતિ અનાદિ છે, તેમ દેહથી કર્મ અને કર્મથી દેહ થાય છે. આ પ્રમાણે દેહ અને કર્મની પરંપરા અનાદિ કાળથી ચાલી આવે છે, તેથી કર્મસંતતિ અનાદિ માનવી જોઈએ. જીવ સાથે અનાદિ કાળથી કર્મનો સંબંધ માનવો જોઈએ. આમ, જીવ-કર્મનો સંબંધ અનાદિ છે. અનાદિથી જૂનાં કર્મ ખરતાં જાય છે અને એનું નિમિત્ત પામીને જીવમાં નવાં નવાં વિકારી પરિણામ થતાં જાય છે. વળી, તે વિકારી પરિણામોનું નિમિત્ત પામીને નવાં કર્મ બંધાતાં જાય છે. આ અનાદિ પ્રવાહપણાના કારણે જીવ અને કર્મનો અનાદિ સંબંધ છે. તે છતાં કર્મબંધમાં હેતુભૂત વિકાર કાંઈ આત્માનો મૂળ સ્વભાવ નથી. ત્રિકાળી જ્ઞાનસ્વભાવમાં વિકાર છે જ નહીં, તેથી તે વિકારનો નાશ થઈ શકે છે. જ્યારે તે વિકારોનો ક્ષય થાય છે ત્યારે આત્માનો કર્મયુગલો સાથેનો સંબંધ છૂટી જાય છે. આમ, આત્માનો કર્મપુદ્ગલો સાથેનો સંબંધ અનાદિ હોવા છતાં ટળી શકે છે. આત્માનું તથા કર્મનું સ્વરૂપ તેમજ તે બન્નેનો અનાદિ સંયોગ સમજવાથી એ સ્પષ્ટ થઈ જાય છે કે બને તત્ત્વો અલગ અલગ છે, અને સ્વતંત્ર દ્રવ્ય છે તથા તે બને સંયોગ સંબંધથી સાથે રહે છે, અવિનાભાવી સંબંધથી નહીં; માટે તેનો સંયોગ છૂટો પડી શકે છે. અનાદિથી જીવની ભૂલના કારણે થયેલો જડ કર્મ સાથેનો સંબંધ પુરુષાર્થથી ટળી શકે છે. જીવ જો વિભાવભાવ કરે નહીં તો કર્મ થાય નહીં, તેથી Page #579 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન કર્મકર્તુત્વ ટાળી શકાય છે; માટે કર્મબંધ કરવો એ જીવનો સ્વભાવ નથી. આમ, જીવ કરે તો જ કર્મ થાય છે અને જીવ ન કરે તો કર્મ નથી થતાં. જીવ વિભાવપરિણામ ન કરે તો કર્મબંધ થતો ન હોવાથી કર્મ સહજ સ્વભાવે આત્મા સાથે બંધાય છે એમ કહેવું યુક્તિયુક્ત નથી. કર્મ અનાયાસે આત્મા સાથે બંધાઈ શકતાં નથી. વળી, કર્મ એ જીવનો ધર્મ પણ નથી, કારણ કે કર્મ બાંધવાં એ જીવનો સ્વભાવ હોય તો સ્વભાવ તો ત્રણે કાળ આત્માથી છૂટો પડી શકે નહીં અને તેથી કર્મબંધ પણ કદાપિ અટકી શકે નહીં. પરંતુ જીવ વિભાવપરિણામ રોકી શકે છે અને તે દ્વારા કર્મબંધ પણ રોકાય છે, માટે કર્મ કરવાં એ જીવનો સ્વાભાવિક ધર્મ નથી. શ્રીમદે આ ગાથાની પ્રથમ પંક્તિ “જે ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ' દ્વારા જીવના કર્મકતૃત્વ વિષે શિષ્યને ઉદ્ભવેલ શંકા સંબંધી બન્ને દલીલો “અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવનો ધર્મ'નું યથાર્થ સમાધાન આપી, સરળતાથી અને સંક્ષેપમાં સચોટ ન્યાય વડે આત્મસ્વરૂપનો યથાર્થ નિર્ણય કરાવ્યો છે. શ્રીમદે માત્ર એક પંક્તિમાં કર્મસિદ્ધાંતના મર્મને પ્રતિપાદિત કરી પોતાની અદ્ભુત શૈલીનું દર્શન કરાવ્યું છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – 'જે ચેતન કરતું નથી, કોઈ પ્રકારે કર્મ; તો પછી જે જડ સર્વથા, કેમ કરી શકે કર્મ. માટે જીવ કરે ન જો, નથી થતાં તો કર્મ; જોશે જરા વિચારીને, સમજાશે તો મર્મ. જ્યારે જીવ વિના કદી, બને નહિ નિર્ધાર; તેથી સહજ સ્વભાવ નહિ, જાણો હૃદય મજાર. થાય ન નાશ સ્વભાવનો, જો ન કરે જીવ કર્મ; પણ તેથી તે ટળી શકે, તેમ જ નહિ જીવધર્મ. ૧ ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૩૨ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૨૯૭-૩૦૦) Page #580 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૭૬ કેળ ન ર બે, જા જ ને ? મ છે રાઈ, ને તેમ . Page #581 -------------------------------------------------------------------------- ________________ Page #582 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૭૬ - ગાથા ૭૫માં શ્રીગુરુએ કહ્યું કે જો જીવ કર્મ કરતો નથી તો કર્મ થતાં [2] નથી, અર્થાત્ જો જીવ વિકારી ભાવ કરતો નથી તો કાર્મણ વર્ગણાની ભૂમિકા રજકણો કર્મરૂપે પરિણમતી નથી, તેથી કર્મ સહજ સ્વભાવે એટલે કે અનાયાસે થાય છે એમ કહેવું યોગ્ય નથી તથા કર્મ કરવાં એ જીવનો સ્વભાવ છે એમ કહેવું પણ યોગ્ય નથી, કારણ કે સ્વભાવ હોય તે કદી છૂટે નહીં, પરંતુ આત્મા વિભાવભાવ ન કરે તો કર્મ થતાં નથી. આમ, જીવ કર્મનો કર્તા નથી તે સંબંધી ગાથા ૭૧માં શિષ્ય રજૂ કરેલી બે દલીલોનું સમાધાન શ્રીગુરુએ સચોટપણે ગાથા ૭૪-૭૫ દ્વારા કર્યું. હવે ગાથા ૭૨માં બતાવેલ બે વિકલ્પો - પ્રકૃતિકતૃત્વવાદ અને ઈશ્વરકર્તુત્વવાદનું સામધાન ગાથા ૭૬-૭૭ દ્વારા કરવામાં આવશે. ગાથા ૭૨ના પૂર્વાર્ધમાં શિષ્ય કહ્યું હતું કે “આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ', અર્થાત્ આત્મા તો સદા શુદ્ધ, કર્મના સંગથી રહિત, કેવળ અસંગ છે; તેથી તેને કર્મનું કર્તાપણું છે એમ કહેવું કોઈ પણ પ્રકારે ઘટતું નથી. સાંખ્યમતના પ્રભાવથી કર્મના કર્તાપણાનો આરોપ શિષ્ય પ્રકૃતિ ઉપર કરી આત્માને અબંધ બતાવ્યો હતો. શિષ્યની માન્યતામાં રહેલી ભૂલ સમજાવી, તેને આત્માના કર્તુત્વ વિષે સમ્યક નિર્ણય કરાવવા માટે શ્રીગુરુ કહે છે – “કેવળ હોત અસંગ જો, ભાસત તને ન કેમ? ગાથા અસંગ છે પરમાર્થથી, પણ નિજભાને તેમ.” (૭૬) - કેવળ જો અસંગ હોત, અર્થાત્ ક્યારે પણ તેને કર્મનું કરવાપણું ન હોત તો અર્થી તને પોતાને તે આત્મા પ્રથમથી કેમ ન ભાસત? પરમાર્થથી તે આત્મા અસંગ છે, પણ તે તો જ્યારે સ્વરૂપનું ભાન થાય ત્યારે થાય. (૭૬) 7 શિષ્ય તેની દલીલમાં આત્માના શુદ્ધ, અસંગ સ્વરૂપનું જે નિરૂપણ કર્યું ભાવાર્થ , હતું, તેનો શ્રીગુરુ સ્વીકાર કરે છે; પરંતુ “અસંગ' સાથે “સદા' શબ્દ મૂકીને આત્મા સર્વથા, સર્વ કાળ માટે અસંગ છે એમ અન્ય દર્શનના પ્રભાવથી શિષ્ય જે માન્યું હતું, તેનો શ્રીગુરુ નિષેધ કરે છે; કારણ કે આત્મા “કેવળ અસંગ નથી, પણ અપેક્ષાએ અસંગ છે. આ હકીકતને અત્રે એક સરળ તર્ક વડે સિદ્ધ કરી, આત્મા Page #583 -------------------------------------------------------------------------- ________________ પપ૦ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન રાગ-દ્વેષ કરે છે માટે કર્મનો બંધ થાય છે અને તેથી તે કર્મનો કર્તા છે એમ શ્રીગુરુ સમાધાન કરે છે. શ્રીગુરુ શિષ્યને સમજાવે છે કે જો ચેતન સર્વથા (સદા) અસંગ હોત, કર્મસંગનો સ્પર્શ લેશ પણ ન હોત તો તને પોતાને તે શુદ્ધ આત્મા કેમ ભાસતો નથી? તને પ્રથમથી જ સર્વથા અસંગ આત્મા ભાસવો જોઈતો હતો, અસંગ નિર્મળ શુદ્ધાત્મા તને અનુભવસિદ્ધ થવો જોઈતો હતો; પણ તેવો અસંગ આત્મા અનુભવમાં આવતો નથી, તેથી જણાય છે કે આત્માને કર્મના આવરણરૂપ સંગ અવશ્ય છે, એટલે તે સર્વથા અસંગ છે એમ કહી શકાય નહીં. અસંગ જરૂર છે, પણ તે પરમાર્થથી અર્થાત્ સ્વભાવ પ્રત્યે દૃષ્ટિ કરવાથી અસંગ છે, પણ વ્યવહારથી અર્થાત્ વર્તમાન અવસ્થા પ્રત્યે દૃષ્ટિ કરવાથી સસંગ છે, કર્મથી લેપાયેલો છે, અશુદ્ધ છે. જ્યારે આત્માને પોતાના શુદ્ધાત્મસ્વરૂપનું ભાન થાય છે ત્યારે સમ્યકત્વાદિ ગુણો પ્રગટવાથી તેને પોતાનું અસંગ સ્વરૂપ જણાય છે. તેનું લક્ષ કરવાથી કર્મબંધ અટકે છે અને પૂર્ણ અસંગદશા પ્રગટે છે. જ્યારે આત્મા પોતાના પુરુષાર્થ વડે વિવેકજ્ઞાન પ્રગટાવે છે અને તેને એક પરમાણુમાત્રની પણ સ્પર્શના રહેતી નથી ત્યારે તે પૂર્ણ અસંગ થાય છે. આમ, આત્મા અસંગસ્વરૂપી હોવા છતાં અત્યારે અનુભવમાં આવતો નથી, તેથી એમ નિશ્ચિત થાય છે કે તે હમણાં અશુદ્ધ, સમય અને સંગી પણ છે અને આ અશુદ્ધતાના નિમિત્તે બંધાતાં કર્મોના કારણે તે કર્મનો કર્તા છે. - સાચા જ્ઞાનને પ્રમાણ કહે છે અને પ્રમાણના અંશને નય કહે છે. આત્મા વિશેષાર્થ [1] ગુણપર્યાયરૂપ છે. જે જ્ઞાન તેનાં ત્રિકાળી સ્વભાવ (ગુણ) અને વર્તમાન અવસ્થા (પર્યાય) એ બન્ને પક્ષને એકસાથે યથાર્થપણે ગ્રહણ કરે તે જ્ઞાન પ્રમાણ કહેવાય. સંપૂર્ણ વસ્તુને ખ્યાલમાં રાખી, એકને મુખ્ય કરી બીજાને ગૌણ કરે તેને નય કહેવાય, અર્થાત્ ત્રિકાળી સ્વભાવને મુખ્ય કરે અને વર્તમાન અવસ્થાને ગૌણ કરે અથવા વર્તમાન અવસ્થાને મુખ્ય કરે અને ત્રિકાળી સ્વભાવને ગૌણ કરે તેને નય અથવા સાપેક્ષદૃષ્ટિ કહેવાય. સાપેક્ષદષ્ટિમાં વસ્તુના અન્ય ધર્મોનો પણ ગૌણ ભાવે સ્વીકાર હોય છે. જ્યારે તેનો ગૌણભાવે પણ સ્વીકાર કરવાને બદલે સર્વથા નિષેધ કરવામાં આવે છે ત્યારે તે દુર્નય બની જાય છે અને તેથી વસ્તુના સ્વરૂપનો સમ્યક નિર્ણય થઈ શકતો નથી. સંસારી આત્મા સ્વભાવે ત્રિકાળી શુદ્ધ છે અને વર્તમાન અવસ્થામાં અશુદ્ધ છે. પ્રમાણ આત્માના શુદ્ધ ધ્રુવ સ્વભાવને પણ રહે છે અને ઉત્પાદ-વ્યયરૂપ અશુદ્ધ પર્યાયને પણ રહે છે, જ્યારે નય આત્માને ત્રિકાળી શુદ્ધ સ્વભાવરૂપે અથવા તો વર્તમાન અશુદ્ધ અવસ્થારૂપે રહે છે. આત્માના શુદ્ધાશુદ્ધ સ્વરૂપનો નિર્ધાર કરવો તે પ્રમાણ છે. તેના ત્રિકાળી સ્વભાવને મુખ્ય કરી તેને શુદ્ધ કહેવો અથવા તેની વર્તમાન અવસ્થાને મુખ્ય Page #584 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૬ ૫૫૧ કરી તેને અશુદ્ધ કહેવો તે નય છે અને આત્માને સર્વથા શુદ્ધ કે સર્વથા અશુદ્ધ કહેવો તે દુર્નય છે. આત્માની વર્તમાન અશુદ્ધ અવસ્થાના નિષેધપૂર્વક આત્માના ત્રિકાળી શુદ્ધ સ્વભાવનો જ શિષ્ય સ્વીકાર કર્યો છે, જે તેની શંકાના “સદા' શબ્દ દ્વારા અભિપ્રેત છે (‘આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ'). તેની માન્યતામાં રહેલી એકાંતપણાની આ ભૂલને સમજાવી, આત્માના શુદ્ધાશુદ્ધ સ્વરૂપનું નિરૂપણ કરી, આત્મા અપેક્ષાએ અસંગ (શુદ્ધ) અને અપેક્ષાએ સસંગ (અશુદ્ધ) છે એમ બતાવી, આત્મા સર્વથા અબંધ નથી પણ અપેક્ષાએ કર્મનો કર્તા છે એમ આ ગાથામાં શ્રીગુરુ સિદ્ધ કરે છે. શ્રીગુરુ શિષ્યની શંકાનું સમાધાન કરતાં કહે છે કે આત્માને સદા અસંગ માનવા યોગ્ય નથી. જો આત્માને કોઈ સંગ જ ન હોત તો તે તને તેવા અસંગ સ્વરૂપે પ્રગટ અનુભૂતિથી જણાવો જોઈતો હતો. જો આત્મા કેવળ (સર્વ પ્રકારે) શુદ્ધ અને અસંગ હોત, અર્થાત્ જો તેને પરભાવનું કરવાપણું ન હોય એવો શુદ્ધ હોત અને ક્યારે પણ કર્મનું કરવાપણું ન હોય એવો કર્મસંગરહિત અસંગ હોત તો સુખ-દુઃખના ઉછાળા વિનાના, કર્મબંધરહિત એવા શુદ્ધ આત્માનો અનુભવ તને પ્રથમથી જ થવો જોઈતો હતો; પરંતુ તેવો અસંગ આત્મા અનુભવમાં આવતો નથી અને એ જ સૂચવે છે કે તે સસંગ છે, અર્થાત્ વર્તમાનમાં તેને કર્મ-આવરણરૂપ સંગ અવશ્ય છે. જો આત્મા સદા શુદ્ધ અને અસંગ હોત તો તેનું તે રૂપ પ્રગટ જણાત, પણ તે શુદ્ધ અને અસંગ સ્વરૂપે પ્રગટ જણાતો ન હોવાથી વર્તમાનમાં તે સર્વથા અસંગ - નિરાવરણ નથી એમ સિદ્ધ થાય છે. હજી આત્માનો પ્રત્યક્ષ અનુભવ થયો નથી તથા તેના સ્વરૂપ વિષે શંકા છે, આ તથ્ય એમ દર્શાવે છે કે આત્મા પરપદાર્થોની ઉપાધિના નિમિત્તથી સસંગ, અશુદ્ધ, મલિન અને વિકારયુક્ત છે. શ્રી કાર્તિકેયસ્વામી ‘કાર્તિકેયાનુપ્રેક્ષા'માં કહે છે કે જો જીવ સર્વથા શુદ્ધ જ છે તો દેહને કેમ ગ્રહણ કરે છે? નાના પ્રકારનાં કર્મોને કેમ કરે છે? તથા ‘કોઈ સુખી છે, કોઈ દુઃખી છે' એવા નાના પ્રકારના તફાવતો કેમ હોય છે? માટે તે સર્વથા શુદ્ધ નથી.' શ્રીગુરુ કહે છે કે “પરમાર્થથી', અર્થાત્ આત્માના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ પ્રત્યે દૃષ્ટિ કરતાં શુદ્ધ નિશ્ચયનયથી આત્મા અસંગ, શુદ્ધ, નિર્મળ છે અને રાગાદિ ભાવકર્મ તથા જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મથી રહિત છે; પરંતુ વર્તમાનમાં તે કર્મસંગથી લેપાયેલો હોવાના કારણે વ્યવહારનયથી તે સસંગ અને અશુદ્ધ છે. જો કે નિશ્ચયનયથી જીવ સદા શુદ્ધ છે, તોપણ વ્યવહારનયની અપેક્ષાએ સંસારી જીવ અશુદ્ધ છે. સંસારી જીવોના ૧- જુઓ : શ્રી કાર્તિકેયસ્વામીકૃત, કાર્તિકેયાનુપ્રેક્ષા', ગાથા ૨૦૧ 'ता किह गिर्हदि देहं णाणाकम्माणि ता कहं कुणदि । सुहिदा वि य दुहिदा वि य णाणारूवा कहं होति ।।' Page #585 -------------------------------------------------------------------------- ________________ ૫૫૨ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ભાવોની સંતતિ વિકૃત છે, દુઃખમય છે અને ખરાબ ફળ આપવાવાળી છે. નિશ્ચયનયથી આત્મા રાગાદિ ભાવોથી સદા સર્વદા ભિન્ન જ છે અને વ્યવહારનયથી આત્મા રાગ-દ્વેષાદિ વિકાર સહિત છે. નિશ્ચયનય કહે છે કે “આત્મા શુદ્ધ છે, બુદ્ધ છે, અસંગ છે, અલિપ્ત છે, મુક્ત છે અને વ્યવહારનય કહે છે કે “આત્મા અશુદ્ધ છે, સસંગ છે, લેપાયેલો છે, બદ્ધ છે'. નિશ્ચયનયની દૃષ્ટિથી તેમજ વ્યવહારનયની દૃષ્ટિથી જોતાં આત્મા ભિન્ન ભિન્ન પ્રકારે જણાય છે. બન્ને નયનાં કથનો પરસ્પર વિરોધી લાગે છે, પરંતુ ખરેખર તે બે વચ્ચે કોઈ જ વિરોધ નથી. આત્મા સ્વભાવથી શુદ્ધસ્વરૂપી છે અને પર્યાયથી વિભાવયુક્ત છે. નિશ્ચયનય આત્માના શુદ્ધ સ્વભાવને મુખ્ય કરે છે. નિશ્ચયદૃષ્ટિથી આત્મા શુદ્ધ, અસંગસ્વરૂપી છે, પણ સ્વરૂપનું ભાન થયા વિના તથારૂપ અસંગ દશા પ્રાપ્ત થતી નથી. પોતાની શક્તિનું અર્થાત્ સ્વભાવનું ભાન થતાં જીવ વર્તમાન દશામાં પણ અસંગ થાય છે, સર્વસંગરહિત બને છે. શ્રી કાનજીસ્વામી કહે છે - ‘શક્તિએ, સ્વરૂપે, દ્રવ્યસ્વભાવે તો શુદ્ધ પરમાત્મપણું છે; જેમ તલમાં તેલ શક્તિરૂપે છે તથા શેરડીમાં રસ છે તેમ, પણ તેને પીલીને તે જાતની ક્રિયા કર્યા વિના એમ ને એમ તેનો સ્વાદ લઈ શકાય નહિ; તેમ આત્મા આનંદમૂર્તિ, જ્ઞાતાદ્રષ્ટા ભગવાન છે. તે પરમાર્થે તો જ્ઞાનાનંદ શુદ્ધ પવિત્ર છે. પણ વર્તમાન અવસ્થામાં ભૂલ છે, મલિનતા છે. તે ઉપાધિરહિત હું નિત્યસ્વભાવે પૂર્ણ શુદ્ધ કૃતકૃત્ય છું એવી સાચી શ્રદ્ધા વડે રાગાદિકથી જુદો પડી, પુરુષાર્થ વડે પ્રથમથી જ ઉજ્વળતા કરે, અને યથાર્થ સ્વાનુભવની પ્રતીતિ, સમ્યજ્ઞાન અને ચૈતન્યતત્ત્વમાં ટકી રહેવારૂપ એકાગ્રતા વડે જેવું તત્ત્વ છે તેવું જાણે-અનુભવે તો વર્તમાન અવસ્થાએ જ્ઞાનાનંદ, અસંગ, શુદ્ધ થઈ શકે છે.” દ્રવ્યદૃષ્ટિએ આત્મા અસંગ હોવા છતાં પણ પર્યાયદષ્ટિએ જોતાં તે કર્મબંધવાળો, પરદ્રવ્ય અને પરભાવના સંબંધવાળો જણાય છે અને તેથી તે કેવળ અસંગ છે એમ કહી શકાય નહીં. સ્વભાવે આત્મા અસંગ હોવા છતાં તેની વર્તમાન અવસ્થા અસંગ નથી. પરમાં રહેલી રુચિના કારણે તેનામાં અશુદ્ધતા છે. તે અશુદ્ધતા જીવ પુરુષાર્થ વડે ટાળે છે ત્યારે શુદ્ધ દશા પ્રગટે છે અને તે પૂર્ણપણે અસંગ થાય છે. જીવ જ્યારે પોતાના અસંગ સ્વરૂપની પ્રતીતિ કરી, પુરુષાર્થ વડે તેને પ્રગટાવે છે ત્યારે તે પૂર્ણપણે અસંગ બને છે. દ્રવ્યદૃષ્ટિએ આત્મા નિર્મળ, નિર્વિકારી અને કર્મરહિત છે; પરંતુ પુરુષાર્થ વડે ૧- શ્રી કાનજીસ્વામી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ. ૨૩૫ Page #586 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૬ ૫૫૩ નિજનું ભાન થતાં આ પરમ, શુદ્ધ, અસંગ સ્વરૂપ અનુભવાય છે. પરમાર્થથી આત્માને અસંગ કહ્યો છે, પણ તે અસંગતાનો અનુભવ તો સમ્યકત્વ થયા પછી જ થાય છે. જ્યારે આત્મા વિભાવપરિણતિને છોડી નિજસ્વભાવનું ગ્રહણ કરે છે ત્યારે જ આત્મા યથાતથ્ય અસંગ જણાય છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ છૂટતાં આત્માને એક પરમાણુમાત્રની પણ સ્પર્શના રહેતી નથી. આ સર્વોચ્ચ અસંગ દશા સિદ્ધાત્માની હોય છે. નિશ્ચયનય મુજબ આત્માનું જે અસંગ સ્વરૂપ છે, તેનો પૂર્ણ આવિર્ભાવ સિદ્ધાવસ્થામાં થાય છે. આમ, શ્રીગુરુ શિષ્યને કહે છે કે જો આત્મા સર્વથા અસંગ હોય તો તેનું ભાવભાસન પ્રથમથી જ થવું ઘટે. જો આત્મા સર્વથા શુદ્ધ, કર્મોથી રહિત હોય તો તે પ્રગટ જણાવો જોઈએ. આત્મા જો સદા શુદ્ધ, પૂર્ણાનંદ તત્ત્વ હોય તો તેના આનંદ આદિ ગુણોનો વર્તમાનમાં અનુભવ થવો જોઈએ, પણ વર્તમાનમાં તો દુ:ખ, વિકાર અને અપૂર્ણતા છે; માટે આત્મા સદા અસંગ હોઈ શકે નહીં. આત્મા સ્વભાવે અસંગ છે અને અકર્તા પણ છે, પરંતુ નિશ્ચયનયથી બતાવવામાં આવેલું સ્વરૂપ પુરુષાર્થ વડે પ્રગટ થાય તે પછી જ તે પર્યાયમાં પણ અકર્તા અને અબંધ બને છે. વળી, શિષ્ય તેની દલીલમાં કહ્યું હતું કે “આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ'. આત્માને સર્વથા અસંગ, શુદ્ધ, અબંધ બતાવી; કર્મના કર્તાપણાનો આરોપ પ્રકૃતિ વિષે કર્યો હતો. સાંખ્ય દર્શનથી પ્રભાવિત થઈને શિષ્ય કહ્યું હતું કે આત્મા ફૂટસ્થ નિત્ય હોવાથી તેનામાં કોઈ પરિણામ થવું શક્ય નથી. એ શુદ્ધ જ છે, તે અશુદ્ધ હોતો જ નથી; સત્ત્વ, રજસ્ અને તમન્ ગુણોથી યુક્ત એવી ત્રિગુણાત્મક પ્રકૃતિ જ કર્મનો બંધ કરે છે અને આત્મા અકર્તા - અબંધ છે. આ પ્રકૃતિકત્વનો વિકલ્પ કોઈ પણ પ્રકારે યુક્તિયુક્ત નથી એમ સિદ્ધ કરતાં શ્રીમદ્ લખે છે – ‘પ્રકૃત્યાદિ પરાણે વળગવાથી કર્મ થતાં હોય? તે વિકલ્પ પણ યથાર્થ નથી. કેમકે પ્રકૃત્યાદિ જડ છે, તેને આત્મા ગ્રહણ ન કરે તો તે શી રીતે વળગવા યોગ્ય થાય? અથવા દ્રવ્યકર્મનું બીજું નામ પ્રકૃતિ છે; એટલે કર્મનું કર્તાપણું કર્મને જ કહેવા બરાબર થયું. તે તો પૂર્વે નિષેધી દેખાડ્યું છે. પ્રકૃતિ નહીં, તો અંતઃકરણાદિ કર્મ ગ્રહણ કરે તેથી આત્મામાં કર્તાપણું વળગે છે, એમ કહીએ તો તે પણ એકાંતે સિદ્ધ નથી. અંતઃકરણાદિ પણ ચેતનની પ્રેરણા વિના અંતઃકરણાદિ રૂપે પ્રથમ ઠરે જ ક્યાંથી? ચેતન જે કર્મવળગણાનું, મનન કરવા, અવલંબન લે છે, તે અંત:કરણ છે. જો ચેતન મનન કરે નહીં, તો કંઈ તે વળગણામાં મનન કરવાનો ધર્મ નથી; તે તો માત્ર જડ છે. ચેતનની પ્રેરણાથી ચેતન તેને અવલંબીને કંઈ ગ્રહણ કરે છે તેથી તેના Page #587 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન વિષે કર્તાપણું આરોપાય છે, પણ મુખ્યપણે તે ચેતન કર્મનો કર્તા છે.' જીવના એકાંત અસંગત્વની માન્યતા માટે સાંખ્ય દર્શનની કડક આલોચના કરવામાં આવે છે. સાંખ્યમતની ટીકા કરતાં કહેવામાં આવે છે કે પુરુષ એકાંતે અકર્તા હોય તો એને કોઈ પણ પ્રકારનો અનુભવ ન થાય, પણ હું સાંભળું છું, હું સૂછું ' એવી પ્રતીતિ તો સૌને થાય જ છે; એટલે આત્માનું અકર્તુત્વ અનુભવથી વિરુદ્ધ છે, માટે આત્માનું કર્તુત્વ કબૂલ કરવું ઘટે છે. સાંખ્ય દર્શન અનુસાર પુરુષને એટલે કે આત્માને જો વસ્તુસ્વરૂપે નિહાળીએ તો પ્રકૃતિના સંબંધ વિનાનો, વિકાર વિનાનો, શુદ્ધસ્વરૂપી છે, તેમજ નિત્ય એકસ્વરૂપે સ્થિર રહેનારો છે. વસ્તુતઃ પુરુષ પ્રકૃતિથી સર્વથા ભિન્ન હોવાથી અવિકારી પુષ્કર પુષ્પની જેમ નિર્લેપ જ છે. સાંખ્યમતમાં પુરુષને નિત્ય અવિકારી માનેલો છે. સાંખ્ય દર્શન કહે છે કે પ્રકૃતિપરિણામવાળી બુદ્ધિમાં સુખ-દુઃખ સંક્રાંત થાય છે અને શુદ્ધ સ્વભાવવાળા પુરુષમાં એ સુખ-દુઃખનાં પ્રતિબિંબ પડે છે. સ્ફટિકમણિનું ઉદાહરણ આપતાં સાંખ્યમતવાદી કહે છે કે જેમ ભિન્ન ભિન્ન રંગોના સંયોગથી નિર્મળ એવું સ્ફટિકમણિ ભિન્ન ભિન્ન રંગવાળું દેખાય છે, પરંતુ વાસ્તવમાં તે અવિકૃત જ છે; તેમ પુરુષ પણ અવિકૃત જ રહે છે. સ્ફટિકમણિનું દૃષ્ટાંત યુક્તિયુક્ત નથી એમ બતાવતાં આચાર્યશ્રી મલ્લિષેણસૂરિજી ‘સ્યાવાદ મંજરી'માં કહે છે કે સ્ફટિકમણિનું ઉદાહરણ યોગ્ય નથી, કેમ કે સ્ફટિકમાં પણ થોડી ઘણી ક્રિયા હોવાથી જ તેમાં લાલ પુષ્પ આદિના સંબંધથી પ્રતિબિંબ પડે છે. જો સ્ફટિકમાં કોઈ પણ પ્રકારની ક્રિયા ન હોવા છતાં પણ લાલ પુષ્પ આદિનું પ્રતિબિંબ પડે છે એમ સ્વીકારવામાં આવે તો અંધ પાષાણમાં પણ લાલ પુષ્પ આદિનું પ્રતિબિંબ પડવું જોઈએ; તેવી રીતે જો પુરુષ પરિણામી હોય તો જ બુદ્ધિનું પ્રતિબિંબ પુરુષમાં પડી શકે, અન્યથા નહીં, અને જો પુરુષને પરિણામી માનવામાં આવે તો ચેતનાશક્તિનું સ્વયં કર્તુત્વ અને સાક્ષાત્ ભોસ્તૃત્વ સ્વીકારવું પડશે. સાંખ્યોનું કથન છે કે પુરુષ અવિકૃત સ્વભાવવાળો છે. સ્ફટિક જેમ ઉપાધિના સાનિધ્યથી વિકૃત દેખાય છે, તેમ પ્રકૃતિના સાનિધ્યથી પુરુષ પણ કર્તા છે એમ દેખાય છે. તેમનું આ કહેવું બરાબર નથી, કેમ કે સ્ફટિક પણ ઉપાધિના યોગે પરિણામાંતર પામે છે. પદાર્થનું પરિણામ, અર્થાત્ વિકૃતિ સ્વીકારવામાં ન આવે તો એ પ્રતિબિંબનો ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૪૫-૫૪૬ (ગાથા ૭૭ ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન) ૨- જુઓ : આચાર્યશ્રી મલ્લિષેણસૂરિજીકૃત, સ્વાદુવાદ મંજરી', શ્લોક ૧૫ની ટીકા 'स्फटिकादावपि तथा परिणामेनैव प्रतिबिम्बोदयसमर्थनात । अन्यथा कथमन्धोपलादौ न प्रतिबिम्बः । तथा परिणामाभ्युपगमे च बलादायातं चिच्छक्तेः कर्तृत्वं साक्षाद्भोक्तृत्वं च ।' Page #588 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૬ ૫૫૫ ઉદય પણ અસંભવિત બને. સ્ફટિકમાં પ્રતિબિંબ પડે છે, તેથી સ્ફટિકનું પરિણામ માનવું પડે છે. જો સુખ-દુઃખનું પુરુષમાં પ્રતિબિંબ પડતું હોય તો તે દ્વારા પુરુષમાં અમુક પ્રકારનું પરિણામ થાય છે, એટલે કે અમુક અંશે ભોક્તત્વ છે એમ તેમણે કબૂલ કરવું જ રહ્યું. વળી, પરિણામ છે તેથી પુરુષનું કર્તૃત્વ પણ સ્વીકાર્યા વિના ન ચાલે, એટલે જીવ કર્તા તેમજ ભોક્તા છે. કર્મના કર્તાપણા વિષે દલીલ કરતાં સાંખ્યમતવાદીઓ એમ કહે છે કે વાસ્તવિક રીતે તો ચેતનાશક્તિમાં પરિણામ અને ક્રિયા હોતાં નથી. ઔપચારિક રીતે પુરુષમાં ક્રિયા માનવામાં આવી છે, પરંતુ તત્ત્વનિર્ણય કરવામાં ઉપચાર અનુપયોગી હોવાથી જો ચેતનાશક્તિમાં ક્રિયાનો ઉપચાર માનવામાં આવે તો ઔપચારિક વ્યવહાર બુદ્ધિમાન પુરુષોએ ગ્રહણ કરવા યોગ્ય નથી. વળી, આમ માનવાથી પ્રત્યેક આત્મામાં સુખ-દુઃખનું જ્ઞાન પણ નિરાધાર થશે, કેમ કે સાંખ્યમત અનુસાર વાસ્તવિક રીતે સુખ-દુઃખનો સંબંધ આત્મા સાથે નથી. સુખ-દુઃખનું જ્ઞાન બુદ્ધિથી જન્ય છે તેમ માનવું પણ ઠીક નથી, કારણ કે સાંખ્યમતમાં બુદ્ધિને જડસ્વરૂપી માનવામાં આવી છે. બુદ્ધિ જો જડ હોય તો બુદ્ધિથી પદાર્થોનો નિશ્ચય થઈ શકે નહીં. બુદ્ધિ સ્વયં અચેતન હોવા છતાં પણ ચેતનાશક્તિના સંબંધથી ચેતનની જેમ પ્રતિભાસે છે એમ કહેવું પણ યથાર્થ નથી; કેમ કે જેમ ચૈતન્યવાન પુરુષનું અચેતન એવા દર્પણમાં પ્રતિબિંબ પડવા છતાં પણ દર્પણમાં ચૈતન્યતા આવી શકતી નથી, તેમ અચેતન બુદ્ધિમાં ચેતનપુરુષનું પ્રતિબિંબ પડવાથી બુદ્ધિમાં ચેતનની પ્રાપ્તિ થઈ શકતી નથી. ચેતન અને અચેતનનો સ્વભાવ અપરિવર્તનીય હોવાથી તેનું પરિવર્તન કરવા કોઈ પણ સમર્થ થઈ શકતું નથી. વળી, અચેતન બુદ્ધિમાં ચેતનનો આરોપ કરવામાં આવે છે, પરંતુ તેવા પ્રકારના આરોપથી અર્થક્રિયા થઈ શકતી નથી. જેમ કોઈ બાળકનો અતિ ઉગ્ર સ્વભાવ હોવાથી તેનું નામ ‘અગ્નિ’ રાખવામાં આવે તોપણ તે અગ્નિ જેવો બાળક અગ્નિથી સાધ્ય એવી દાહ-પાક આદિ અર્થક્રિયા કરવા સમર્થ થઈ શકતો નથી; તેમ અચેતન બુદ્ધિમાં ચેતનનો આરોપ કરવા છતાં પણ જડ એવી બુદ્ધિ પદાર્થોનું જ્ઞાન કરવામાં સમર્થ થઈ શકતી નથી, પદાર્થોનું જ્ઞાન તો ચેતનાશક્તિથી જ થઈ શકે છે. સાંખ્ય દર્શનમાં બુદ્ધિના ધર્મ આદિ આઠ ગુણો માન્યા છે, પણ તે વચનમાત્ર જ છે; કેમ કે ધર્મ આદિ ગુણો આત્માના છે, બુદ્ધિના નથી; તેમજ અહંકાર બુદ્ધિથી જન્ય નથી, અહંકાર અભિમાનરૂપ હોવાથી આત્મામાં ઉત્પન્ન થાય છે; અચેતન બુદ્ધિમાં અહંકાર આદિ ઉત્પન્ન થઈ શકતા નથી. સાંખ્ય દર્શનના સિદ્ધાંતો અનુસાર ચૈતન્ય આત્માનો સ્વરૂપધર્મ છે, પણ જ્ઞાન ચૈતન્યસ્વરૂપ નથી, જ્ઞાન એ આત્માનો સ્વભાવધર્મ નથી, પરંતુ તે બુદ્ધિતત્ત્વનો ધર્મ છે. પ્રથમ પ્રકૃતિ, તે પ્રકૃતિના વિકારથી બુદ્ધિતત્ત્વ અને બુદ્ધિતત્ત્વથી જ્ઞાન થાય છે. Page #589 -------------------------------------------------------------------------- ________________ પપ૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન બુદ્ધિરૂપ તત્ત્વથી પદાર્થના બોધરૂપ જે જ્ઞાન થાય છે તે આત્માનો ધર્મ નથી, પણ તે પ્રકૃતિના વિકારનો જ ધર્મ છે. ચેતનાશક્તિ પદાર્થનું જ્ઞાન કરતી નથી, બુદ્ધિથી પદાર્થનું જ્ઞાન થાય છે એમ તેનો સિદ્ધાંત છે. પરંતુ “ચેતનાશક્તિ પદાર્થોના જ્ઞાનથી શૂન્ય છે' એ તેમનું વચન મિથ્યા છે. ‘વિત્' ધાતુ જ્ઞાનના અર્થમાં પ્રયુક્ત હોવાથી, જાણવું અથવા જેના વડે જણાય તે ચિત્ કહેવાય છે. તેથી જો ચેતનાશક્તિ સ્વ અને પર(પદાર્થ)નું જ્ઞાન કરી શકતી ન હોય તો તે ચેતનાશક્તિ કહેવાશે નહીં. વળી, અમૂર્ત એવી ચેતનાશક્તિનું બુદ્ધિમાં પ્રતિબિંબ પણ પડી શકે નહીં, કેમ કે પ્રતિબિંબ તો મૂર્ત પદાર્થનું જ પડે છે. અરૂપી એવા આકાશનું જેમ દર્પણમાં પ્રતિબિંબ પડતું નથી, તેમ બુદ્ધિમાં અરૂપી ચેતનનું પ્રતિબિંબ પડતું નથી. કોઈ કહે કે ઊંડા કૂવા વગેરેમાં પાણી ઊંડું છે' એવું જે કહેવાય છે તે તેમાં પડેલા આકાશના પ્રતિબિંબને જોઈને જ કહેવાય છે, તો પછી અરૂપીનું પ્રતિબિંબ ન પડે એવું શા માટે કહેવામાં આવે છે? આ પ્રશ્નનો જવાબ એ છે કે એમાં જે ગંભીરપણું ભાસે છે તે પાણીનો ધર્મ છે, આકાશનો નહીં; માટે તે પ્રતિબિંબ આકાશનું નથી. દર્પણ વગેરે સ્વચ્છ દ્રવ્યમાં અન્ય વસ્તુની જે છાયા પડે છે, તેને પ્રતિબિંબ કહેવાય છે. દર્પણની અંદર દેહના જે અવયવો (પુદ્ગલો) સંક્રાંત થયા હોય છે તેને પ્રકાશનો યોગ થવાથી તેની દર્પણમાં ઉપલબ્ધિ થાય છે, તેનું દર્શન થાય છે, અન્ય પુદ્ગલોનું દર્શન થતું નથી. આ પ્રતિબિંબ સ્થળ પુદ્ગલોનું જ હોય છે. આમ, સ્થૂળ પુદ્ગલમય દેહ વગેરે દ્રવ્યનું જ પ્રતિબિંબ પડે છે એ વાત નક્કી થઈ; તેથી પ્રશ્ન થાય કે અશરીરી અરૂપી એવા આત્માનું પ્રતિબિંબ બુદ્ધિમાં કઈ રીતે પડે? પુરુષનું બુદ્ધિમાં પ્રતિબિંબ પડી શકતું નથી. અરૂપી એવા પુરુષનું ચૈતન્ય જો બુદ્ધિમાં સંક્રમી શકે તો આકાશ વગેરે અરૂપી દ્રવ્યના ગુણ પણ બુદ્ધિમાં શા માટે ન સંક્રમે? અર્થાત્ જો એ નથી સંક્રમી શકતા તો ચૈતન્ય પણ કઈ રીતે સંક્રમી શકે? આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય'માં કહે છે કે પુરુષનું પ્રતિબિંબ હોઈ જ શકતું નથી, કારણ કે જે મૂર્ત હોય (રૂપાદિવાળી વસ્તુ હોય) તેનું જ પ્રતિબિંબ હોઈ શકે અને આત્મા તો મૂર્તિ નહીં પણ અમૂર્ત જ છે. વળી, મુક્ત આત્માની જેમ સંસારી જીવોને પણ પ્રતિબિંબનો અભાવ હોવાથી સકળ સંસારના જીવો મુક્ત થઈ જશે અને તેથી કોઈ પણ આત્માના આશ્રયે ભોગ નામની વસ્તુ ઘટી શકશે નહીં.૧ ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય', શ્લોક ૨૨૩ 'प्रतिबिम्बोदयोऽप्यस्य नामूर्तत्वेन युज्यते । मुक्तैरतिप्रसंगाच्च न वै भोगः कदाचन ।।' Page #590 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૬ પપ૭ વળી, મુક્ત જીવોને પ્રતિબિંબનો અભાવ હોવાથી મુક્તપણું છે અને સંસારના જીવોને પ્રતિબિંબનો અભાવ હોવાથી તેમને મુક્તપણું નથી, એવી સાંખ્યવાદીઓની દલીલનો જવાબ આ પ્રમાણે પણ આપી શકાય કે મુક્ત જીવોને સંસારી અવસ્થામાં જો પ્રતિબિંબિત થવાનો સ્વભાવ હોય તો તે મુક્ત અવસ્થામાં પણ કાયમ રહે, કારણ કે સાંખ્યમતમાં આત્મા કૂટસ્થ નિત્ય માનેલ છે, અર્થાત્ તેનો કોઈ પણ સ્વભાવ કોઈ પણ કાળે બદલાતો નથી. મુક્ત અવસ્થામાં પ્રતિબિંબિત થવાનો સ્વભાવ મટીને અપ્રતિબિંબિત થવાનો સ્વભાવ થાય છે એમ કહેવામાં આવે તો આ કથન પણ વ્યાજબી નથી, કારણ કે એક સ્વભાવનો વિનાશ અને બીજા સ્વભાવની ઉત્પત્તિ માનવાથી આત્માનું ફૂટસ્થ નિત્યપણું ટકી શકતું નથી. જો પુરુષમાં પૂર્વરૂપનો ત્યાગ અને ઉત્તરરૂપની પ્રાપ્તિ સ્વીકારવામાં આવે તો પુરુષમાં સક્રિયતા આવી જાય છે, પરંતુ પુરુષનું સક્રિયપણું તો સાંખ્ય દર્શનને મંજૂર નથી. વળી, આત્માને કર્તા તથા ભોક્તા નહીં માનતાં અને બુદ્ધિને કર્તા તથા ભોક્તા માનતાં અન્ય એક દૂષણ પણ આવે છે. શાંત ચિત્તે વિચાર કરવામાં આવે તો સમજાય કે સાંખ્ય દર્શનની આ માન્યતા યુક્તિસંગત નથી, કેમ કે ચેતનમાં ચૈતન્ય રહે અને કૃતિ (કર્તુત્વ) વગેરે ગુણો બુદ્ધિમાં રહે તે વાત જ બરાબર નથી. નિયમ તો એમ છે કે ચૈતન્ય અને કૃતિ એક સ્થાને રહેનારાં છે. જો ચૈતન્ય અને કૃતિના સમાનાધિકરણની વાત જવા દઈએ તોપણ પ્રશ્ન એ થાય કે જે જડ બુદ્ધિને સાંખ્ય દર્શને કર્કી અને ભોત્રી માની છે, તે બુદ્ધિ નિત્ય છે કે અનિત્ય? પ્રકૃતિના પ્રથમ પરિણામરૂપ તથા શુભાશુભ કર્મના કર્તા-ભોક્તારૂપ બુદ્ધિને જો નિત્ય માનવામાં આવે તો કદાપિ પુરુષનો મોક્ષ નહીં થવાની આપત્તિ આવશે, કેમ કે સાંખ્યમત પ્રમાણે બુદ્ધિના અભાવને જ મોક્ષ કહ્યો છે અને તેવા મોક્ષથી તો બુદ્ધિનો ક્ષય થશે અને તેથી બુદ્ધિની નિત્યતાની હાનિ થશે. બુદ્ધિ જો નિત્ય માનવામાં આવે તો તે ઉપાધિરૂપે પુરુષને વળગેલી હોવાથી પુરુષનો મોક્ષ અસંભવ ઠરશે અને પુરુષના મોક્ષ માટે જો બુદ્ધિનો નાશ માનવામાં આવે તો પછી બુદ્ધિને નિત્ય માનવાની વાત ઊડી જશે; એટલે કે બુદ્ધિને નિત્ય માની શકાય તેમ નથી. જો બુદ્ધિને અનિત્ય માનવામાં આવે તો તેનો અર્થ એ થયો કે બુદ્ધિ ઉત્પન્ન થનારી વસ્તુ છે, તેથી જ્યાં સુધી બુદ્ધિની ઉત્પત્તિ જ થઈ ન હતી ત્યાં સુધી, બુદ્ધિ વિના ઉત્પન્ન નહીં થઈ શકનારા અને બુદ્ધિમાં જ રહી શકનારા એવા ધર્મ-અધર્માદિ પણ ઉત્પન્ન ન જ થયા હોય. જો આમ હોય તો પુરુષનો સંસાર જ ક્યાંથી રહે? અર્થાત્ ત્યારે જ પુરુષનો મોક્ષ થઈ ગયો હોત, કેમ કે ધર્મ-અધર્મથી જ સંસાર સંભવે છે. તે ધર્મ-અધર્માદિ વિનાનો પુરુષ જો ક્યારેક પણ હતો તો તે વખતે જ તેનો મોક્ષ કેમ ન થઈ ગયો? એ વખતે તેને સંસારમાં પકડી રાખનાર કોણ હતું? તેથી બુદ્ધિને જો અનિત્ય માનવામાં આવે તો સંસાર એટલે કે ભવ નહીં થાય, કારણ Page #591 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કે બુદ્ધિની ઉત્પત્તિ પહેલાં ધર્માદિ એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, અધર્મ, અજ્ઞાન, અવિરક્તિ અને અનૈશ્વર્યનો અયોગ-વિયોગ છે. સાંખ્યમતમાં બુદ્ધિની ઉત્પત્તિ સહિત ધર્માદિની ઉત્પત્તિ છે.' આ દલીલની સામે સાંખ્યો એમ કહે છે કે પ્રકૃતિ પરિણામી નિત્ય છે અને તેમાં જ અમે ધર્મ-અધર્મ આદિ સ્વીકારી લઈશું. એ બધાનો સમાવેશ પ્રકૃતિતત્ત્વમાં થઈ જશે. હવે નિત્ય પ્રકૃતિમાં રહેનારા ધર્માદિ પણ પ્રવાહથી નિત્ય થઈ ગયા, એટલે હવે પૂર્વોક્ત આપત્તિ નહીં રહે. આની સામે એમ પ્રશ્ન કરી શકાય કે જો નિત્ય પ્રકૃતિમાં જ આ ધર્માદિ સ્વીકારવામાં આવે તો બુદ્ધિ વગેરે બીજાં તત્ત્વોનાં જે કાર્યો છે, તે સર્વ કાર્યો પ્રકૃતિ જ કરી લે, તો પછી ધર્માદિ ગુણો વિનાની એવી બુદ્ધિને માનવી જ શા માટે જોઈએ? એ બુદ્ધિતત્ત્વ ખરેખર શી વસ્તુ છે? વળી, જો આ રીતે જડ(પ્રકૃતિ)માં પણ ધર્માદિ રહી શકતા હોય તો તો ઘટાદિ જડ પદાર્થોમાં પણ ધર્માદિનો અન્વય (સંબંધ) થઈ શકે છે એમ કહી શકાશે. જો આ વાત કબૂલ ન હોય તો બુદ્ધિને અનિત્ય પણ માની શકાય તેમ નથી, તો પછી બુદ્ધિ નામના તત્ત્વનું સાંખ્યો નિરૂપણ શી રીતે કરશે? અને “કૃત્યાદિ ગુણો તે બુદ્ધિના છે, પુરુષના નથી' એમ પણ શી રીતે કહી શકશે? સાંખ્ય દર્શને માનેલ બુદ્ધિતત્ત્વને, તે નિત્ય છે કે અનિયં? એવા વિકલ્પો કરી, તે દૂષિત છે એમ ઠેરવતાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ‘સમ્યકત્વ ષટ્રસ્થાન ચઉપઈ'માં કહે છે કે - બુદ્ધિ નિત્ય તો પુરુષ જ તેહ જ્ઞાન પ્રવૃત્તિ ઇચ્છા સમગેહ | જો અનિત્ય તો કિહાં વાસના? પ્રકૃતિ તો સી બુદ્ધિ સાધના IT' જ્ઞાનાદિના આશ્રયભૂત એવી સાંખ્યોએ માનેલી બુદ્ધિ નિત્ય છે કે અનિત્ય? જો નિત્ય કહેવામાં આવે તો એ સ્વયં જ પુરુષ હોવી સિદ્ધ થઈ જશે. તે એટલા માટે કે જ્ઞાન-ઇચ્છા-પ્રવૃત્તિ સમગેહ છે, અર્થાત્ સમાન આશ્રયમાં રહેલાં છે. જ્ઞાન-ઇચ્છા-પ્રવૃત્તિ જુદાં જુદાં અધિકરણમાં હોય એમ કલ્પવું અયોગ્ય છે, કારણ કે તે સર્વ કારણ-કાર્યભાવ સંબંધ ધરાવે છે. જેને જેનું જ્ઞાન થયું હોય, તેને જ તેની ઇચ્છા સંભવે છે, અન્યને નહીં. જે વસ્તુની જાણકારી ન હોય તેની ઇચ્છા પણ થતી નથી એ વાત દરેકને સ્વાનુભવસિદ્ધ છે. આ જ રીતે ઇચ્છા તથા પ્રવૃત્તિ અંગે પણ જાણવું. જો બુદ્ધિ જ્ઞાનના આશ્રયભૂત હોય તો ઇચ્છા-પ્રવૃત્તિનો આશ્રય પણ તે જ સિદ્ધ થશે. વળી, તેને નિત્ય ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૪, શ્લોક ૧૧૫ 'बुद्धिः कर्वी च भोक्त्री च नित्या चेन्नास्ति अनित्या चेन्न संसारः प्राग्धमदिरयोगतः ।।' ૨- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘સમ્યક્ત્વ ષસ્થાન ચીપઇ”, ગાથા ૭૬ WWW.jainelibrary.org Page #592 -------------------------------------------------------------------------- ________________ ૫૫૯ તો માનેલી જ છે, તેથી તે જ પુરુષ હોવી સિદ્ધ થઈ જશે. વળી, બુદ્ધિ જો નિત્ય છે તો પુરુષને ઉપાધિરૂપે વળગેલી તે બુદ્ધિ ક્યારે પણ દૂર નહીં થાય અને તો પછી પુરુષનો મોક્ષ કેવી રીતે થાય? બુદ્ધિને અનિત્ય માનવામાં આવે તો તેનો નાશ થતાં વાસના ક્યાં રહેશે? અને જો વાસના કશેક પણ ન રહે તો પુનઃ પ્રપંચની ઉત્પત્તિ કેવી રીતે થઈ શકે? જો એમ માનવામાં આવે કે બુદ્ધિનો નાશ થતાં વાસના પ્રકૃતિમાં લીન થઈ જાય છે અને પ્રકૃતિમાં રહી તે પ્રપંચોત્પત્તિ કરે છે, તો પછી બુદ્ધિ જેવા સ્વતંત્ર તત્ત્વની સિદ્ધિ કરવાનું કોઈ પ્રયોજન નહીં રહે. પ્રકૃતિમાં રહેલી વાસના પણ જો બુદ્ધિમાં રહીને જે કામ તેણે કરવાનું હતું તે કરી શકે, તો જ્ઞાનાદિ ગુણો પણ બુદ્ધિમાં આશ્રિત તરીકે ઉત્પન્ન થઈને પછી જે કાર્ય કરી શકે તે કાર્ય પ્રકૃતિમાં જ આશ્રિત તરીકે આવિર્ભાવ પામીને પણ કરી શકે એમ માની શકાય. આમ, બુદ્ધિને નિત્ય કે અનિત્ય બન્નેમાંથી એક પણ માની શકાતી નહીં હોવાથી બુદ્ધિ જેવું તત્ત્વ સિદ્ધ થતું નથી. ગાથા-૭૬ વળી, જો કર્તાપણું અને ભોક્તાપણું બુદ્ધિનાં હોય, આત્માને બંધાવાનું કે મુકાવાનું હોય જ નહીં, તો પછી સાંખ્યદર્શનપ્રવર્તક કપિલે જે કહ્યું છે તે મિથ્યા ઠરવાની આપત્તિ આવશે. મહર્ષિ કપિલે કહ્યું છે કે પચ્ચીસ તત્ત્વને જાણનારો ગમે તે હોય ગૃહસ્થાશ્રમમાં રહેતો હોય, જટાધારી સંન્યાસી હોય, જટા વિનાનો મુણ્ડ હોય કે શિખાધારી હોય; ગમે તે હોય પણ તે પુરુષનો અવશ્ય મોક્ષ થાય છે એમાં કોઈ સંદેહ નથી. આ વિધાન તો પુરુષના મોક્ષની વાત કરે છે અને જો પુરુષનો મોક્ષ હોય તો તેનો બંધ પણ હોય જ, કેમ કે બંધાયા વિના મોક્ષ કેવો? અને જો પુરુષ બંધાતો હોય તો તેને કર્મનો કર્તા-ભોક્તા માનવો જ રહ્યો. જો જીવ કર્મ વગેરેનો કર્તા નથી તો તેને કર્મ વગેરેનું બંધન હોવું ઘટે નહીં અને જો બંધન હોવું ન ઘટે તો પછી મોક્ષ તો ઘટી શકે જ નહીં, કેમ કે બંધનમાંથી છુટકારો થવો એ મોક્ષ છે. આની સામે સાંખ્યો એમ કહે છે કે અમે પણ જીવને બંધ થાય છે એવું કહેતા જ નથી. અમે તો એમ કહીએ છીએ કે પ્રકૃતિ ક્રિયાવાળી હોવાથી તે જ બંધાય છે. વળી, સાત્ત્વિક, રાજસ અને તામસ ભાવ સાથે પણ પ્રકૃતિને જ સંબંધ છે અને તેથી પ્રકૃતિ જ બંધાય છે; માટે પુરુષને બંધ હોવો ન ઘટે. તેઓ કહે છે કે પ્રકૃતિ અને વિકૃતિથી ભિન્ન એવા પુરુષનો બંધ અને મોક્ષ થતો નથી, પરંતુ પ્રકૃતિનો જ બંધ અને મોક્ષ થાય છે. આત્મા કદાપિ બંધાયેલો નથી તેમ છૂટો પણ નથી, પરંતુ પ્રકૃતિ પોતાનાં પરિણામ દ્વારા બંધાય છે અને મુક્ત થાય છે; અર્થાત્ બંધ અને મોક્ષ પ્રકૃતિના આશ્રયે રહેલ છે અને તેનો આત્માને વિષે ઉપચાર કરીએ છીએ, તેથી આત્માનો બંધ અને મોક્ષ કહ્યો છે. પુરુષના બંધ-મોક્ષ તો ઉપચારથી કહેવાય છે. Page #593 -------------------------------------------------------------------------- ________________ ૫૬૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વસ્તુતઃ તો પ્રકૃતિ જ બંધાય છે અને મુકાય છે, પણ તેનો ઉપચાર પુરુષમાં થાય છે. પુરુષ તો સદા મુક્ત જ છે. તેને બંધ-મોક્ષ છે જ નહીં. પુરુષ બંધાતો નથી, પુરુષ મુકાતો નથી, તેમજ પુરુષ સંસારમાં પરિભ્રમણ કરતો નથી, પરંતુ વિવિધ આશ્રયવાળી પ્રકૃતિ જ બંધાય છે, મુકાય છે અને સંસારમાં પરિભ્રમણ કરે છે. સાંખ્યમતવાદીઓનો બંધ-મોક્ષ અંગેનો આ બચાવ અને તે બચાવની નિર્બળતા બતાવતાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ “સમ્યક્ત્વ જસ્થાન ચઉપઇ”માં કહે છે – પરમારથ નવિ બંધન મોખ ઉપચાર જો કરસ્યો તોષ | મોક્ષશાસ્ત્ર તો તુહ્મ સવિ વૃથા જેહમાં નહીં પરમારથ કથા II સાંખ્યો એમ કહે છે કે જે પોતે પ્રકૃતિ-વિકૃતિરૂપ નથી તે પુરુષના બંધ કે મોક્ષને અમે પરમાર્થથી માનતા જ નથી; અર્થાત્ વાસ્તવિકતાનો વિચાર કરીએ તો પુરુષ બંધાતો નથી કે મુકાતો નથી. જો તેઓ આ રીતે પરમાર્થથી પુરુષનો મોક્ષ નથી એવું કહેતા હોય તો તેઓ પુરુષના મોક્ષની જે વાતો કરે છે તે માત્ર ઉપચારથી જ હોવી માનીને તેમણે સંતોષ માનવો પડશે, અર્થાત્ કર્તુત્વ વગેરે પ્રકૃતિના હોવા છતાં ઉપચારથી પુરુષના કહેવાય છે, તેમ પ્રકૃતિ જ બંધાય છે અને પ્રકૃતિનો જ મોક્ષ થાય છે' એવો પરમાર્થ માનવામાં આવે તો પુરુષમાં તે બન્નેનો ઉપચાર જ માનવો પડે; અને આ રીતે પુરુષનો મોક્ષ ઔપચારિક માનવાથી મોક્ષ અંગેના સર્વ શાસ્ત્રો નિષ્ફળ ઠરશે, કેમ કે એમાં પરમાર્થ જેવું કંઈ રહ્યું નહીં. “આખલામાં ગાયનો ઉપચાર કરીને પછી તે આખલામાંથી દૂધ શી રીતે પ્રાપ્ત કરવું?' ઇત્યાદિને જે શાસ્ત્ર જણાવતું હોય તે કંઈ સફળ બનતું નથી, અર્થાત્ એનાથી કોઈ ઇષ્ટની સિદ્ધિ થઈ શકતી નથી, તેમ મોક્ષશાસ્ત્ર પારમાર્થિક વાતોથી શૂન્ય હોવાનું સિદ્ધ થાય તો “પચ્ચીસ તત્ત્વોનો જાણકાર ગમે તે આશ્રમમાં રત હોય; જટાધારી હોય, મુંડન કરાવનાર હોય કે ચોટલી રાખનાર હોય તોપણ મુક્ત થાય છે એ વાતમાં કંઈ સંશય નથી.' આવું જણાવનાર શાસ્ત્ર સ્વીકાર્ય બનશે નહીં, અર્થાતુ આવાં શાસ્ત્રો સાંભળવા છતાં કોઈ પણ જીવ પચ્ચીસ તત્ત્વોની જાણકારી માટે પ્રવૃત્તિ કરશે જ નહીં, કારણ કે એ જાણકારી જેના કારણ તરીકે કહી છે તે મોક્ષ જ અપારમાર્થિક - ઔપચારિક ઠરે છે. મોક્ષને મેળવવાની ઇચ્છાવાળા જીવો મોક્ષપ્રાપ્તિના ઉપાયો દર્શાવનાર શાસ્ત્રો સાંભળવા, વાંચવાની પ્રવૃત્તિ કરતાં જ્યારે જાણશે કે પોતાનો મોક્ષ થવા જેવું પરમાર્થે કંઈ છે જ નહીં, તો તેમને મોક્ષની ઇચ્છા જ નહીં રહે. આમ હોય તો પછી તેઓ શાસ્ત્ર-અભ્યાસ પણ શા માટે કરે? જો પુરુષમાં બંધ-મોક્ષનો માત્ર ઉપચાર જ થતો હોય તો મોક્ષનું પ્રતિપાદન કરતાં સાંખ્યોનાં શાસ્ત્ર નકામાં સાબિત થઈ જાય છે, કેમ કે પોતાનાથી ભિન્ન એવી . ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, સમ્યકત્વ ષસ્થાન ચીપઇ, ગાથા ૫૫ Page #594 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૬ ૫૬૧ પ્રકૃતિના મોક્ષ માટે પુરુષ શા માટે પ્રયત્ન કરે? યજ્ઞદત્તના મોક્ષ માટે સોમદત્ત ત્યાગતપાદિ ન કરે. આવા સાંખ્યમતમાં તિ કરવાનું ઉચિત નથી કે જ્યાં આત્માના કર્તૃત્વભોક્તત્વનો લોપ કરી દેવામાં આવે છે. શ્રી આનંદઘનજી મહારાજ કહે છે ‘કોઈ અબંધ આતમતત્ત માને, કિરિયા કરતો દીસે; ક્રિયાતણું ફલ કહો કુણ ભોગવે, ઇમ પૂછ્યું ચિત્ત રીસે.’૧ કેટલાક લોકો (સાંખ્યમતવાદીઓ) આત્માને બંધ વિનાનો માને છે, અર્થાત્ તેઓ આત્મતત્ત્વને અકર્તા માને છે; છતાં તે લોકો ક્રિયા તપ, જપ, દાન, સેવા આદિ કરતાં દેખાય છે. એ ક્રિયાનું જે પરિણામ થાય તે કોણ ભોગવશે? અર્થાત્ પરસ્પર મેળ ન ખાય તેવી વાત કેમ કરો છો? એમ જ્યારે તેમને પૂછીએ છીએ ત્યારે તેમનાં મનમાં ગુસ્સો આવે છે. તેમનું કહેવું છે કે આત્મા અકર્તા હોવાથી પુણ્ય-પાપ બાંધતો નથી અને બંધનો અભાવ હોવાથી તેનો મોક્ષ પણ થતો નથી. પ્રકૃતિ કર્તા હોવાથી બંધમોક્ષ પ્રકૃતિના જ થાય છે. પણ બંધ-મોક્ષ જો પ્રકૃતિના જ હોય તો આત્માની અવસ્થા તો સદા એકસરખી રહી. સંસાર પણ તેને માટે સરખો અને મોક્ષ પણ સરખો. તો પછી આત્માએ યમ-નિયમાદિ દુષ્કર અનુષ્ઠાનોનું આસેવન કરવાનું પ્રયોજન રહેતું નથી. આત્માને જો બંધ નથી તો તેણે ભવભ્રમણનો ભય રાખવાની જરૂર નથી. આત્માનો જો મોક્ષ થતો જ નથી તો તેને મુક્તિપદની અભિલાષા રાખવાની કે તે માટે તપશ્ચર્યાદિ દુષ્કર અનુષ્ઠાનોનું સેવન કરવાની કોઈ જરૂર નથી. તેથી સાંખ્યાદિ દર્શનનો આત્મા વિષેનો મત તર્કયુક્ત નથી, પરસ્પર વિરોધી છે એમ શ્રી આનંદઘનજી મહારાજે અહીં કહ્યું છે. વળી, સાંખ્યમત અનુસાર બંધ અને મોક્ષ પ્રકૃતિના આશ્રયે છે એમ જે કહ્યું તે યુક્તિથી પણ ઘટી શકતા નથી, કારણ કે પ્રકૃતિ એકાંતપ્રવૃત્તિરૂપ નિત્યસ્વભાવવાળી હોવાથી તેનો નિવૃત્તિસ્વભાવ કઈ રીતે હોઈ શકે? અર્થાત્ પ્રકૃતિનો સ્વભાવ પ્રવૃત્તિ ક૨વાનો હોવાથી પ્રકૃતિ ક્યારે પણ પ્રવૃત્તિથી ઉદાસીન થઈ શકતી નથી. આ વિષે સાંખ્યમતવાદીઓ એમ કહે છે કે પ્રકૃતિની પ્રવૃત્તિ કેવળ પ્રકૃતિ અને પુરુષમાં ભેદષ્ટિ કરાવવારૂપ પુરુષાર્થને માટે છે. પ્રકૃતિ ભેદજ્ઞાનને ઉત્પન્ન કરીને કૃતકૃત્ય થતી હોવાથી પ્રવૃત્તિથી નિવૃત્ત થાય છે. જેમ રંગભૂમિ ઉપર નર્તકી પ્રેક્ષકોને નૃત્ય દેખાડીને નિવૃત્ત થાય છે, તેમ પ્રકૃતિ પણ પોતાના સ્વરૂપને દેખાડીને નિવૃત્ત થાય છે. તેમનું આ કથન પણ યોગ્ય નથી, કેમ કે પ્રકૃતિ અચેતન હોવાથી તેમાં વિચારપૂર્વકની પ્રવૃત્તિનો અભાવ ૧- શ્રી આનંદઘનજીરચિત, શ્રી મુનિસુવ્રત ભગવાનનું સ્તવન, કડી ૨ ૨- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય’, શ્લોક ૨૨૮ 'एकान्तेनैकरूपाया नित्यायाश्च न सर्वथा I તસ્યાઃ ક્રિયાન્તરામાવાવુ, વર્ધમોક્ષૌ તુ યુક્તિતઃ।।' Page #595 -------------------------------------------------------------------------- ________________ ૫૬૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન છે. વળી, વિષયનો ઉપભોગ કરવા છતાં પણ પ્રકૃતિ પ્રવૃત્તિશીલ હોવાથી ફરીથી તે વિષયમાં પ્રવૃત્તિ કરે છે, તેમ વિવેકખ્યાતિ થવા છતાં પણ પ્રકૃતિનો સ્વભાવ પ્રવૃત્તિ કરવાનો હોવાથી ફરીથી પુરુષાર્થ માટે તે પ્રવૃત્તિ કરશે. નર્તકીનું દૃષ્ટાંત પણ સાંખ્યમતના સિદ્ધાંતનું ઘાતક છે, કારણ કે નર્તકી પ્રેક્ષકોને એક વાર નૃત્ય દેખાડીને નિવૃત્ત થવા છતાં પણ નૃત્ય સારું હોવાથી પ્રેક્ષકોને કુતૂહલ થાય છે, તેથી નર્તકી પુનઃ નૃત્ય માટે પ્રવૃત્ત પણ થાય છે; તેમ પ્રકૃતિ પણ પુરુષને પોતાનું સ્વરૂપ દેખાડીને પુનઃ પુરુષાર્થ માટે પ્રવૃત્ત કેમ ન થાય? તેથી પ્રકૃતિનો બંધ-મોક્ષ નહીં માનતા પુરુષનો સંપૂર્ણ કર્મના ક્ષયરૂપ મોક્ષ જ સ્વીકારવો શ્રેષ્ઠ છે. પુરુષનો જ બંધ, મોક્ષ અને સંસાર માનવો જોઈએ. અનેક પુરુષોમાં આશ્રિત એવી પ્રકૃતિનો જ બંધ, મોક્ષ અને સંસાર છે, પરંતુ પુરુષનો નથી એમ કહેવું યુક્તિયુક્ત નથી. - નર્તકી તો ધનપ્રાપ્તિ વગેરે પ્રયોજન માટે નાચે છે અને અવસર જોઈને, દાનાદિની પ્રાપ્તિ થઈ ગયેલી જોઈને નાચતી બંધ થઈ જાય છે. આ નાચવું અને અટકવું એ બને નર્તકી પોતાના અનુભવથી કરે છે. અચેતન એવી પ્રકૃતિ તો આ બન્ને કઈ રીતે કરી શકે? સાંખ્યોને કર્તા તરીકે પુરુષ માન્ય નથી અને પ્રકૃતિને પોતાને તો પોતે જડ હોવાથી કોઈ અનુભવ નથી, તો આ સઘળાં કથન બંધબેસતાં કઈ રીતે થાય? વળી, ‘જેમ નર્તકી સભાને પોતાની જાત દેખાડી પાછી ફરે છે, તેમ પુરુષને પોતાનું જ્ઞાન કરાવીને પ્રકૃતિ નિવૃત્ત થાય છે' એવું સાંખો કહે છે; પરંતુ પુરુષને આત્મદર્શન કરાવવું એ જડ અચેતન એવી પ્રકૃતિને સંભવતું નથી. આત્મદર્શન કરાવવાનું પ્રકૃતિને કોઈ પ્રયોજન પણ નથી કે એ અંગેનું જ્ઞાન પણ નથી. તો એ કઈ રીતે આત્મદર્શન કરાવે? સાંખ્યમત પ્રમાણે પુરુષ કૂટસ્થ નિત્ય છે અને પ્રકૃતિના વિયોગને પુરુષનો મોક્ષ માન્યો છે તે યુક્તિયુક્ત નથી, કારણ કે મોક્ષ થાય ત્યારે આત્માની દશા ફરે છે કે નહીં તે વિષે સાંખ્યો સ્પષ્ટ સમાધાન આપી શકતા નથી. પૂર્વે જે સંસારી દશા હતી તેમાં ફેરફાર થઈને નવી શુદ્ધ, મુક્ત અવસ્થા પ્રગટ થાય છે કે કોઈ પણ જાતના ફેરફાર વિનાની એની એ જ સંસારી દશા કાયમ રહે છે? દશા ફેરફાર પામે છે એમ જો તેઓ કહે તો સાંખ્યસમ્મત કૂટસ્થ નિત્યપણું ઊડી જાય છે અને આત્મામાં પરિણામી નિત્યપણું સિદ્ધ થાય છે. જેનું કોઈ નવું સ્વરૂપ ક્યારે પણ ઉત્પન્ન ન થાય કે જૂનું સ્વરૂપ ક્યારે પણ નાશ ન પામે પણ સ્થિર રહે, ફેરફાર વિનાનું રહે તે કૂટસ્થ નિત્ય કહેવાય છે. તેથી મોક્ષદશા જો નવી પ્રગટ થાય તો પુરુષની કૂટસ્થ નિત્યતા તો રહે જ નહીં. કૂટસ્થ નિત્યતાને અબાધિત રાખવા જો તેઓ એમ કહે કે “એની સંસારી દશા જે હતી તે જ કોઈ પણ જાતના ફેરફાર વિના પછી પણ રહે છે'; તો પછી સંસારી દશા કરતાં મુક્ત દશામાં અધિક શું થયું? આત્મા પહેલાં પણ શુદ્ધ હતો અને Page #596 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૬ ૫૬૩ પછી પણ શુદ્ધ છે, તેથી કોઈ અધિકતા થતી નથી; તો તેઓ પ્રકૃતિના વિયોગ માટે તેનાં તત્ત્વજ્ઞાનાદિ ઉપાયો શા માટે કરે છે? જો તેઓ આ પ્રયાસો કરે છે તો તેમણે સ્વીકારવું જોઈએ કે મુક્ત દશામાં કોઈક અધિકતા અવશ્ય થાય છે. પરંતુ આમ સ્વીકારવામાં આવે તો આત્માની કૂટસ્થ નિત્યતા બાધિત થાય છે અને પરિણામી નિત્યતા સિદ્ધ થાય છે. પુરુષને પરિણામી નિત્ય માન્યા વિના ન તો પ્રતીતિસિદ્ધ લોકવ્યવહારનો નિર્વાહ થઈ શકે છે અને ન તો પારમાર્થિક લોક-પરલોક કે બંધ-મોક્ષ વ્યવસ્થાનું સુસંગત રૂપ બની શકે છે. પુરુષમાં કર્તુત્વ જેવું કંઈ ન હોય તો પછી બંધ અને મોક્ષ એ બધું કેવી રીતે ઘટે? આત્મા સુખ-દુઃખ ભોગવતો ન હોય તો સઘળો વ્યવહાર કઈ રીતે ચાલે? એક જ ચૈતન્ય હર્ષ, વિષાદ, જ્ઞાન આદિ અનેક પર્યાયોને ધારણ કરવાવાળું સંવિતરૂપે અનુભવમાં આવે છે. તેનામાં જ અહંકાર આદિ સંજ્ઞાઓનું નિરૂપણ કરી શકાય છે. આ વિભિન્ન ભાવોને ચેતનથી ભિન્ન જડ પ્રકૃતિના ધર્મ માની શકાતા નથી. જળમાં કમળની જેમ પુરુષ જો સર્વથા નિર્લિપ્ત હોય તો પ્રકૃતિગત પરિણામોનું ઔપચારિક ભોસ્તૃત્વ ઘટાવવાથી પણ વસ્તુતઃ ન તો તે ભોક્તા સિદ્ધ થાય છે અને ન ચેતયિતા; તેથી પુરુષને વાસ્તવિક ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યનો આધાર માનીને તેને પરિણામી નિત્ય જ સ્વીકારવો જોઈએ, અન્યથા કૃતનાશ અને અકૃતાભ્યાગમ નામના દૂષણ આવે છે અને કર્મનો નૈતિક નિયમ નિરર્થક બની જાય છે. પ્રકૃતિએ જે કાર્ય કર્યું, તેનું ફળ તે તો ભોગવતી નથી અને પુરુષ ભોક્તા છે, તો તે કર્તા નથી. આચાર્યશ્રી નરેન્દ્રસેનજી ‘સિદ્ધાંતસારસંગ્રહ'માં કહે છે કે પ્રધાન(પ્રકૃતિ)ને કર્મબંધ થાય છે અને તેનો અનુભવ આત્માએ કરવો પડે છે એવું કહેનાર સાંખ્ય દર્શનનું આ વચન જો સત્ય હોય તો આ લોકવાક્ય પણ સત્ય કેમ નહીં માનવું જોઈએ કે આગળનો પુરુષ ભાર વહન કરે છે અને પાછળનો મનુષ્ય તે ભારથી ચીસ પાડે છે. એક મનુષ્ય પ્રિય ભોજન કરે છે અને બીજા મનુષ્યને તેનાથી તૃપ્તિ થાય છે.' પ્રકૃતિની દરેક પ્રવૃત્તિ જો હંમેશાં પુરુષના આનંદ અર્થે જ થતી હોય તો પુરુષને દુ:ખ કેમ પહોંચે છે? ગરીબ બિચારો પુરુષ પોતાનો કોઈ પણ દોષ થયા વગર સહન કરે છે. કાર્ય કરે પ્રકૃતિ અને સારા-માઠાં ફળ પુરુષે ભોગવવાં પડતાં હોય તો એ ૧- જુઓ : આચાર્યશ્રી નરેન્દ્રસેનજીકૃત ‘સિદ્ધાંતસારસંહ', અધ્યાય ૪, શ્લોક ૭૧,૭૨ 'प्रधानं कर्म बध्नाति भोक्तात्मेति प्रजल्पतः । सांख्यस्य सत्यमायातं लोकवाक्यमिदं भुवि ।। अग्रगो हरते भारं मुहुःस्वनति पृष्ठतः । भुक्तिक्रियां करोत्यन्यस्तृप्तिमन्योऽधिगच्छति ।।' Page #597 -------------------------------------------------------------------------- ________________ ૫૬૪ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ક્યાંનો ન્યાય? વળી, પ્રકૃતિ સ્વાદિષ્ટ વસ્તુઓ બનાવે છે ખરી, પણ તે પોતાના માટે નહીં, પુરુષના ઉપયોગ માટે. આ પણ કેટલું નિઃસ્વાર્થપણું! વળી, સાંખ્ય પ્રકૃતિને નિર્વૈયક્તિક (impersonal) કહે છે; પરંતુ તેનાં વર્ણનો જોતાં તેને નર્તકી, ગુણવતી, ઉદાર, પુરુષની નિષ્કામભાવે સેવા કરવાવાળી કહી છે, જેમાં નારીના વ્યક્તિત્વની ઝલક દેખાય છે. જો પુરુષ સ્વયં રાગ, વિરાગ, વિપર્યય, વિવેક અને જ્ઞાન-વિજ્ઞાનરૂપ પરિણમનોનું વાસ્તવિક ઉપાદાન હોય તો તેને લંગડો કહી શકાતો નથી. એક દૃષ્ટિએ પ્રકૃતિ ન કેવળ આંધળી છે, કિંતુ પુરુષના પરિણમનો માટે તે લંગડી પણ છે. જે કરે તે ભોગવે' એ એક નિરપવાદ સિદ્ધાંત છે, તેથી પુરુષમાં જો વાસ્તવિક ભોક્તત્વ માન્યા વિના છૂટકો નથી, તો વાસ્તવિક કર્તૃત્વ પણ તેનામાં જ માનવું ઉચિત છે. જો કર્તૃત્વ અને ભોક્તૃત્વ અવસ્થાઓ પુરુષગત જ થઈ જાય છે તો તેનું કૂટસ્થ નિત્યત્વ આપોઆપ સમાપ્ત થઈ જાય છે; માટે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ પરિણામ પ્રત્યેક સત્ત્નું અપરિહાર્ય લક્ષણ છે, ભલે તે ચેતન હોય કે અચેતન, મૂર્ત હોય કે અમૂર્ત. પ્રત્યેક સત્ પ્રતિક્ષણ પોતાના સ્વાભાવિક પરિણામી સ્વભાવ અનુસાર એક પર્યાયને છોડીને બીજી પર્યાયને ધારણ કર્યા કરે છે. આ પરિણમન સદેશ પણ હોય છે અને વિસર્દેશ પણ હોય છે. આમ, સાંખ્ય દર્શનની તત્ત્વપ્રક્રિયામાં ઘણા દોષો છે. વિવેચનાત્મક દૃષ્ટિએ જોતાં સાંખ્ય દર્શનમાં અનેક શંકાસ્થળો છે, જેનો યોગ્ય પ્રત્યુત્તર સાંપડતો નથી. પુરુષ તેમજ પ્રકૃતિ બન્નેનું સ્વરૂપ, બન્નેનો પરસ્પર સંબંધ, હેતુલક્ષી વિકાસવાદ, મોક્ષની કલ્પના વગેરે પ્રશ્નોનું નિરાકરણ સાંખ્ય દર્શન સફળતાપૂર્વક કરી શક્યું નથી.૧ સાંખ્યમાન્ય આત્મા ફૂટસ્થ નિત્ય છે, જ્યારે જૈન દર્શનની દૃષ્ટિએ આત્મા પરિણામી નિત્ય છે. સાંખ્યસમ્મત આત્મા અકર્તા અને અભોક્તા (અથવા તો ગૌણ ભાવે ભોક્તા) છે, જ્યારે જૈનસમ્મત આત્મા વાસ્તવિક દૃષ્ટિએ કર્તા અને ભોક્તા છે; તેથી જૈન દર્શન આત્મામાં શુદ્ધિ-અશુદ્ધિરૂપે ગુણોની હાનિ-વૃદ્ધિ અથવા પરિણામ સ્વીકારે છે, જ્યારે સાંખ્ય પરંપરા એવું કંઈ માનતી નથી. સાંખ્યમત પ્રમાણે આત્માને બંધન અને મુક્તિ ઔપાધિક છે, જ્યારે જૈનમત અનુસાર આત્માને બંધન અને મુક્તિ વાસ્તવિક છે. સાંખ્યમત મુજબ આત્માને પૌદ્ગલિક કર્મનાં આવરણો નથી, જ્યારે જૈનમત પ્રમાણે આત્માને પૌદ્ગલિક કર્મનાં આવરણો છે. હકીકતમાં તો સાંખ્ય પરંપરા આત્માને કોઈ પણ પ્રકારનાં આવરણો હોય એમ સ્વીકારતી જ નથી. ૧- સાંખ્ય દર્શનની જેમ વેદાંત દર્શન પણ આત્માને એકાંતે અસંગ માને છે, પરંતુ પ્રસ્તુત ગાથામાં વેદાંત દર્શનની માન્યતાનું નિરસન અપેક્ષિત ન હોવાથી વેદાંત દર્શનની માન્યતાનું અયથાર્થપણું અહીં દર્શાવવામાં આવ્યું નથી. Page #598 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૬ ૫૬૫ સાંખ્ય દર્શન પ્રમાણે આત્મા સદા અસંગ છે, જ્યારે જૈન દર્શન પ્રમાણે આત્માનો ત્રિકાળી સ્વભાવ શુદ્ધ છે અને તેની વર્તમાન અવસ્થા અશુદ્ધ છે; તેથી જ શ્રીગુરુએ આ ગાથામાં શિષ્યને કહ્યું કે આત્મા પરમાર્થથી, અર્થાત્ સ્વભાવથી શુદ્ધ હોવા છતાં વર્તમાન અવસ્થાએ અશુદ્ધ છે અને પુરુષાર્થ વડે તે અશુદ્ધતા દૂર કરવાથી આત્મા અવસ્થામાં તથારૂપ શુદ્ધ અને અસંગ થાય છે. જે ક્રોધાદિ લાગણીઓ થાય છે તે કાંઈ જડને થતી નથી, પણ પોતાની વર્તમાન અવસ્થામાં ચેતન પોતે જ કરે છે. જો ચેતન શુદ્ધ જ હોય તો ભૂલ કોની અને સંસાર કોનો? જો ચેતનની અવસ્થામાં ભૂલ ન હોય તો ઉપદેશ કોને? અને શા માટે? જીવને જો સદા શુદ્ધ માનવામાં આવે તો તે માનવું ન્યાયથી બાધિત થાય છે. જો જીવ સદા શુદ્ધ જ રહ્યો હોય તો તેને સંસાર કેવી રીતે હોઈ શકે? જીવને સદા શુદ્ધ માનવાથી ન તો સંસાર સિદ્ધ થઈ શકે છે અને ન મોક્ષ પણ સિદ્ધ થઈ શકે છે અથવા બન્નેમાં અભેદતા જ સિદ્ધ થાય છે. પરિભ્રમણનું નામ જ સંસાર છે, તે અશુદ્ધતા વિના હોઈ શકે નહીં. જો માત્ર શુદ્ધતા માનવામાં આવે તો સંસારનો અભાવ થશે અને સંસારના અભાવમાં મુક્તિ થવી પણ અસંભવ છે, કેમ કે મુક્તિ સંસારપૂર્વક જ હોય છે. જે બંધાયો જ નથી તે મુક્ત પણ કઈ રીતે થાય? તેથી જીવને સદા શુદ્ધ માનવાથી તેનામાં સંસાર અને મોક્ષ બને ઘટી શકતા નથી અથવા તે બન્નેમાં કોઈ પણ પ્રકારનો ભેદ સિદ્ધ થતો નથી. મોક્ષમાર્ગ માનવો પણ મિથ્યા કરે છે. જીવને સદા શુદ્ધ માનવાથી ઉદ્ભવતો અનિષ્ટપણાનો પ્રસંગ દર્શાવતાં પંડિત શ્રી રાજમલજી ‘પંચાધ્યાયી'માં લખે છે કે જો જીવ સદા શુદ્ધ હોય તો પછી મોક્ષનું નિરૂપણ વ્યર્થ છે અને આ વાત ઈષ્ટ નથી, કેમ કે મોક્ષ માટે જે શ્રમ કરવામાં આવે છે તે બધો વ્યર્થ જશે. જો મોક્ષની વ્યવસ્થા અને તેનો ઉપાય જ નિરર્થક હોય તો ન પ્રમાણ બને છે, ન તેનું ફળ બને છે, ન સાધન બને છે, ન સાધ્ય બને છે, ન કારણ બને છે અને ન ક્રિયા બને છે, બધાનો લોપ થઈ જાય છે.' શિષ્યના જણાવ્યા પ્રમાણે જીવને સર્વથા શુદ્ધ માનવાથી મોક્ષનું વિવેચન અને તેની પ્રાપ્તિનો ઉપાય આદિ બધી વાતો નકામી કરે છે. જીવન પર્યાયે અશુદ્ધ માનવાથી સંસાર, મોક્ષ, તેનો ઉપાય, સાધ્ય, સાધન, ક્રિયા, કારક, પ્રમાણ, તેનું ફળ બધી વાત ૧- જુઓ : પંડિત શ્રી રાજમલજીકૃત, ‘પંચાધ્યાયી', ઉત્તરાર્ધ, શ્લોક ૯૬૦-૯૬૧ 'जीवश्चेत्सर्वतः शुद्धो मोक्षादेशो निरर्थकः । नेष्टमिष्टत्वमत्रापि तदर्थं वा वृथा श्रमः ।। सर्वं विप्लवतेऽप्येवं न प्रमाणं न तत्फलम् । साधनं साध्यमावश्च न स्याद्वा कारकक्रिया ।।' Page #599 -------------------------------------------------------------------------- ________________ પ૬૬ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન સિદ્ધ થઈ શકે છે; પરંતુ જીવને સર્વથા શુદ્ધ માનવાથી ઉપર કહેલી વાતોમાંથી એક પણ વાત સિદ્ધ થતી નથી, તેથી પર્યાયથી જીવને અશુદ્ધ માનવો તે જ યુક્તિસંગત છે. મુક્તિ અને મુક્તિશાસ્ત્રની બધી વાતો તો જ ઘટે જો આત્મા સ્યાદ્વાદ પ્રમાણે શુદ્ધ-અશુદ્ધ માનવામાં આવે. આત્મા વર્તમાન અવસ્થામાં અશુદ્ધ છે અને સ્વભાવથી શુદ્ધ છે એમ માનવામાં આવે તો જ મોક્ષશાસ્ત્રો ઘટે. આત્માને સર્વથા શુદ્ધ કે સર્વથા અશુદ્ધ માનવો અયોગ્ય છે. શુદ્ધ કે અશુદ્ધ બનેમાંથી એક પણ એકાંતે માનવું યોગ્ય નથી. આત્માને એકાંતે અશુદ્ધ માનવામાં આવે તો ગમે એટલા ઉપાયો કરવા છતાં તે અશુદ્ધતા દૂર ન થવાથી તેનો મોક્ષ થાય જ નહીં અને તો પછી મોક્ષશાસ્ત્રોને કરવાનાં શું? એકાંતે શુદ્ધ સ્વભાવ માનવામાં આવે તો પહેલેથી જ એ શુદ્ધ હોવાથી જીવે મોક્ષ માટે કાંઈ કરવાનું જ ન રહે, તો પછી મોક્ષશાસ્ત્રો નિરર્થક ઠરશે. ક્ષણિક અવસ્થાની અશુદ્ધતા વખતે જો આખો આત્મા જ તદન અશુદ્ધ થઈ ગયો હોય, તે સ્વભાવથી પણ શુદ્ધ ન રહ્યો હોય તો તે પોતાની અશુદ્ધતા ટાળીને શુદ્ધતા લાવશે ક્યારે અને ક્યાંથી? જો શક્તિરૂપે શુદ્ધતા હોય તો પર્યાયમાં વ્યક્ત થાય. જો શક્તિરૂપે પણ શુદ્ધતા ન હોય તો શુદ્ધતા પ્રગટી શકે નહીં, માટે શક્તિરૂપે આત્માનો સ્વભાવ શુદ્ધ છે અને પ્રગટ અવસ્થામાં અશુદ્ધતા છે એમ સ્વીકારવું જોઈએ. જો આત્મા કેવળ શુદ્ધ હોય, અવસ્થામાં પણ અશુદ્ધતા ન હોય, વર્તમાનમાં પણ શુદ્ધતા જ હોય તો અત્યારે પણ પરમાનંદનો - મોક્ષસુખનો અનુભવ થવો જોઈએ. આત્મા જો સર્વથા પુણ્ય-પાપ વિનાનો તથા કર્મસંયોગ વગરનો અસંગ હોય તો તેના આનંદનો વ્યક્ત અનુભવ થયા વિના ન રહે. પરનિમિત્તના સંગે આત્માની અવસ્થામાં જો બિલકુલ વિકાર ન હોય તો તો તેને અસંગ ચૈતન્યના પરમ આનંદનો અનુભવ વર્તતો હોત; માટે અવસ્થામાં વિકાર અને કર્મનો સંગ છે, છતાં સ્વભાવદષ્ટિએ જોતાં આત્મા અસંગ છે. જો આત્મા પરમાર્થથી અસંગ ન હોય તો કદી અસંગ થઈ શકે નહીં અને જો વ્યવહારથી પણ અસંગ હોય તો તેનામાં પૂર્ણાનંદનો અનુભવ વ્યક્ત હોવો જોઈએ. આ પ્રમાણે જો આત્માની અવસ્થામાં મલિનતા ન હોત તો અત્યારે તે પરમાત્મા હોત અને તેનો અનુભવ તેને પ્રથમથી જ હોત. વળી, જો અશુદ્ધતા જ તેનું સ્વરૂપ હોત તો તે કદી ટળી શકે નહીં. તેથી સિદ્ધ થાય છે કે આત્મા શક્તિરૂપે ત્રિકાળ શુદ્ધ, પરિપૂર્ણ છે, છતાં વર્તમાન અવસ્થામાં મલિન છે. પરમાર્થથી આત્મા અસંગ છે, શુદ્ધ છે અને નિજભાન થતાં તે અવસ્થા પ્રગટ થાય છે. આત્મા પોતાનું ભાન કરે તો તેને કર્મનો સંગ છૂટે છે અને તે કેવળ જ્ઞાયકભાવે રહે છે. આચાર્યશ્રી અમૃતચંદ્રદેવ ‘સમયસારકલશ'માં કહે છે કે અહમતવાળા જૈનો આત્માને સાંખ્યમતવાદીની જેમ સર્વથા અકર્તા ન માને, પરંતુ ભેદજ્ઞાન થાય તે પહેલાં આત્માને સદા કર્મનો કર્તા છે Page #600 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૬ પ૬૭ એમ જાણે અને ભેદજ્ઞાન થયા પછી પ્રબળપણે પોતાના જ્ઞાનધામમાં રહેલા આત્માને પોતાના કર્તાભાવથી યુત થયેલો એક પરમ અચળ જ્ઞાતા તરીકે પ્રત્યક્ષપણે જુએ. જો આત્મા કેવળ અસંગ હોત, આત્મામાં કોઈ ભૂલ ન હોત તો જીવને નિજ સ્વરૂપ સમજાયું હોત અને તેના આનંદ વગેરે ગુણોનો વિલાસ ખીલેલો હોત; પરંતુ જીવની પર્યાયમાં વિકાર છે અને જ્યાં સુધી ‘વિકાર વિનાનો મારો સ્વભાવ છે” એ વાત પકડમાં નથી આવતી, ત્યાં સુધી જીવ વિકારી પર્યાયનો નાશ કરી શકતો નથી અને અસંગતા પ્રગટતી નથી. જીવને નિજસ્વભાવની રુચિ નથી, જ્ઞાન જ્ઞાયકસ્વભાવને ભૂલીને જ્ઞયને અવલંબીને પ્રવર્તી રહ્યું છે અને તેથી તેને અસંગતાનો અનુભવ થતો નથી. અવસ્થામાં અસંગતા પ્રગટાવવા માટે સ્વરૂપસન્મુખતાનો અભ્યાસ કરવો જોઈએ. ‘કોણ છું? મારું સ્વરૂપ કેવું છે? મારો આત્મવૈભવ કેવો મહાન છે? મારામાં કેવાં ગુણરત્નોનો ભંડાર છે?' ઇત્યાદિનો રુચિપૂર્વક વિચાર કરતાં ચૈતન્યપદનો અપૂર્વ મહિમા જાગે છે અને જે દૃષ્ટિ પરસન્મુખ હતી તે સ્વસમ્મુખ થવા પામે છે. સ્વરૂપસન્મુખતાનો અભ્યાસ વધુ દઢ થતાં આત્મભાવનું ઊંડાણ વધે છે, વિકલ્પો ઉત્તરોત્તર સૂક્ષ્મ થતા જાય છે અને કોઈ ધન્ય પળે સર્વ વિકલ્પોનો અભાવ થઈ નિર્વિકલ્પ સ્વસંવેદન થાય છે, જીવ આત્માનંદનો અનુભવ કરે છે. પોતાના અસંગ સ્વભાવનો અનુભવ કરનાર જીવ નિજાનંદમાં મસ્ત રહે છે. તેની જન્મ-જન્માંતરની દોડ અટકે છે. તે શાંત થઈ જાય છે, ઉદાસીન થઈ જાય છે. પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર થયો હોવાથી તેને કશાની ઇચ્છા રહેતી નથી. તેને કોઈ આકાંક્ષા નથી, કોઈ ભય નથી. સ્વયંની શાશ્વત સંપત્તિ મળી ગઈ હોવાથી તેને હવે બીજી કોઈ સંપત્તિ પ્રત્યે ગમો-અણગમો થતો નથી. તેને દુન્યવી ઊંચાં પદો પણ હર્ષ નથી ઉપજાવતાં કે ગમે તેવી પ્રતિકૂળતા પણ ચલિત નથી કરી શકતી. જેને સ્વરૂપબોધ થયો છે તેને અનુકૂળતા-પ્રતિકૂળતા સ્પર્શતી પણ નથી. તેને પરમ સ્વીકારભાવ વર્તે છે. જે થાય છે તેને તે સાક્ષીભાવે જાણે છે. ધુમાડો આકાશમાં ઊડે છે, આકાશમાં ફેલાય છે; પણ ધુમાડો આકાશને ગંદું નથી કરી શકતો. કેટલાં બધાં વાદળાં બંધાય-ફેલાય, પણ આકાશ તો તેવું ને તેવું અપ્રભાવિત જ રહે છે, અસંગ જ રહે છે, અસ્પષ્ટ જ રહે છે. સ્વરૂપસન્મુખતાના કારણે અપ્રભાવિત રહેતું તેનું ચિત્ત પણ આકાશ જેવું અસંગ ૧- જુઓ : આચાર્યશ્રી અમૃતચંદ્રદેવકૃત, ‘સમયસારકલશ', કલશ ૨૦૫ 'माऽकर्तारममी सृशन्तु पुरुष सांख्या इवाप्यार्हताः कर्तारं कलयंतु तं किल सदा भेदावबोधादधः । ऊर्ध्वं तूद्धतबोधधामनियतं प्रत्यक्षमेनं स्वयं पश्यन्तु च्युतकर्तृभावमचलं ज्ञातारमेकं परम् ।।' Page #601 -------------------------------------------------------------------------- ________________ ૫૬૮ થઈ ગયું હોય છે. આ પ્રમાણે અસંગ દશાની પ્રાપ્તિ માટે અસંગ સ્વભાવનો નિર્ણય અને વારંવાર સ્વરૂપાનુસંધાનનો અભ્યાસ આવશ્યક છે. અસંગ દશાની પ્રાપ્તિ તો ત્યારે જ થાય છે કે જ્યારે સઘળી દોડાદોડથી નિવર્તી જીવ એકમાત્ર આત્માના ભાનમાં રહે, સર્વ પદ્રવ્યો અને પરભાવોથી વિરામ પામી એક નિજસ્વરૂપમાં દૃષ્ટિ આપે. નિજનું ભાન, સ્વરૂપની સ્મૃતિ, જ્ઞાયકનો અભ્યાસ, તેનું જ અનુસંધાન કરતા રહેવાથી અસંગ દશાની પ્રાપ્તિ થાય છે; તેથી જીવ માટે એક જ કર્તવ્ય છે નિજમાં ઠરી જવું. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન આમ, પ્રસ્તુત ગાથામાં શિષ્યની મૂંઝવણનું સરળ તથા સચોટ રીતે સમાધાન કરતાં શ્રીગુરુએ સમજાવ્યું કે ‘જો આત્મા કેવળ અસંગ સ્વરૂપે હોય તો તને તે સ્વરૂપે આત્મા ભાસવો જોઈએ. જો સર્વથા ૫૨ તરફનું લક્ષ કર્યા વગર આત્મા રહેતો હોત તો તને તેવો જણાત કેમ નહીં? પરંતુ અત્યારે તેમ જણાતો નથી, તેથી આત્મા સર્વથા અસંગ નથી.' આત્મા અસંગ છે પણ તે માત્ર પરમાર્થદૃષ્ટિથી. અત્યારે વ્યવહારથી આત્મા સસંગ છે. પરમાર્થથી સ્વભાવદૃષ્ટિથી આત્મા શુદ્ધ હોવા છતાં પર્યાયદૃષ્ટિએ આત્મા અત્યારે વિકારી, અશુદ્ધ, સમલ અને સંગી છે અને તેથી કર્મનો કર્તા પણ છે. પરમાર્થથી એટલે શુદ્ધ સ્વરૂપે આત્મા અસંગ છે, પણ તેનું ભાન થયા વિના તેવી દશા પ્રાપ્ત થતી નથી. પરમાર્થથી તે અસંગ છે, પણ નિજભાને આત્માને પોતાનું ભાન પ્રગટે તો તે વ્યવહારથી પણ તેવો અસંગ થાય છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે - ‘કેવળ હોત અસંગ જો, આ શાનો સંસાર; શા માટે દુ:ખ થાય છે, એનો કરો વિચાર. અને વળી જો એમ તો, ભાસત તને કોને શા માટે કહે, અસંગ ન કેમ? છું હું એમ. એ તો સાચા પુરુષ જે, છે પરમાર્થથી, અસંગ અનુભવી હોય; પાકો કહે સત્ય તે જોય. ભાવ શ્રી એ સદ્ગુરુ સેવના, ફળ અસંગ નિશ્ચે લહે, પણ અવંચક જેમ; નિજભાને તેમ.’૧ * * * ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૩૨-૨૩૩ (શ્રી ગિરધરભાઈરચિત, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ, ગાથા ૩૦૧-૩૦૪) Page #602 -------------------------------------------------------------------------- ________________ गाथा - ७७ { n 09 a TaiR, १५२२१२५०५, Ale, Vi०.५. Page #603 -------------------------------------------------------------------------- ________________ Page #604 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા ગાથા ૭૬માં શ્રીગુરુએ કહ્યું કે આત્મા જો સર્વથા અસંગ હોત તો તેવો સ્પષ્ટપણે ભાસવો જોઈતો હતો. સ્વભાવદૃષ્ટિથી તે અસંગ છે, પણ નિજ સ્વરૂપનું ભાન પ્રગટ્યા પછી જ તેમ અનુભવાય છે, તે પહેલાં નહીં. તેથી આત્મા સર્વથા અસંગ, અબંધ અને શુદ્ધ નથી. તે રાગ-દ્વેષરૂપે પરિણમે છે અને તેથી જડ કર્મનો બંધ કરતો હોવાથી તે કર્મનો કર્તા સિદ્ધ થાય છે. ગાથા - - ગાથા ૭૨માં શિષ્ય આત્માને અબંધ બતાવી, કર્મના કર્તા તરીકે પ્રકૃતિ અથવા ઈશ્વરને બતાવ્યાં હતાં. પ્રકૃતિકર્તૃત્વવાદનું અયથાર્થપણું શ્રીગુરુએ ગાથા ૭૬માં બતાવ્યું. હવે ગાથા ૭૭માં ઈશ્વરકતૃત્વવાદનું અયથાર્થપણું બતાવી, કર્મનો કર્તા આત્મા જ છે એમ શ્રીગુરુ સિદ્ધ કરે છે. ગાથા ગાથા ૭૨ના ઉત્તરાર્ધમાં શિષ્યે કહ્યું હતું કે ‘અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ', અર્થાત્ ઈશ્વરે આ ચરાચર જગત રચ્યું છે અને જગતનાં કાર્યો ઈશ્વરની ઇચ્છા મુજબ અને તેની પ્રેરણાથી થાય છે. જગતના જીવો જે કર્મો કરે છે તે ઈશ્વરપ્રેરણાથી જ થાય છે અને તેથી તે કર્મો કરવામાં જીવનો પોતાનો કોઈ દોષ ન હોવાથી જીવ અબંધ ઠરે છે. શિષ્યની આ દલીલનું સમાધાન કરતાં શ્રીગુરુ કહે છે 66 કર્તા ઈશ્વર કોઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ; અથવા પ્રેરક તે ગણ્યું, ઈશ્વર દોષપ્રભાવ.' (૭૭) કર્મનો ઈશ્વર કર્તા કોઈ છે નહીં; શુદ્ધ જગતનો અથવા જીવોનાં અર્થ આત્મસ્વભાવ જેનો થયો છે તે ઈશ્વર છે, અને તેને જો પ્રેરક એટલે કર્મકર્તા ગણીએ તો તેને દોષનો પ્રભાવ થયો ગણાવો જોઈએ; માટે ઈશ્વરની પ્રેરણા જીવના કર્મ કરવામાં પણ કહેવાય નહીં. (૭૭) હવે તમે અનાયાસથી તે કર્મો થતાં હોય, એમ કહ્યું તે વિચારીએ. અનાયાસ એટલે શું? આત્માએ નહીં ચિંતવેલું? અથવા આત્માનું કંઈ પણ કર્તૃત્વ છતાં પ્રવર્તેલું નહીં? અથવા ઈશ્વરાદિ કોઈ કર્મ વળગાડી દે તેથી થયેલું? અથવા પ્રકૃતિ પરાણે વળગે તેથી થયેલું? એવા મુખ્ય ચાર વિકલ્પથી અનાયાસકર્તાપણું વિચારવા યોગ્ય છે. પ્રથમ વિકલ્પ આત્માએ નહીં ચિંતવેલું એવો છે. જો તેમ થતું હોય તો તો કર્મનું ગ્રહવાપણું રહેતું જ નથી, અને જ્યાં ગ્રહવાપણું રહે નહીં ત્યાં કર્મનું હોવાપણું Page #605 -------------------------------------------------------------------------- ________________ ૫૭૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન સંભવતું નથી, અને જીવ તો પ્રત્યક્ષ ચિંતવન કરે છે, અને ગ્રહણાગ્રહણ કરે છે, એમ અનુભવ થાય છે. જેમાં તે કોઈ રીતે પ્રવર્તતો જ નથી, તેવા ક્રોધાદિ ભાવ તેને સંપ્રાપ્ત થતા જ નથી; તેથી એમ જણાય છે કે નહીં ચિંતવેલાં અથવા આત્માથી નહીં પ્રવર્તેલાં એવાં કર્મોનું ગ્રહણ તેને થવા યોગ્ય નથી, એટલે એ બન્ને પ્રકારે અનાયાસ કર્મનું ગ્રહણ સિદ્ધ થતું નથી. ત્રીજો પ્રકાર ઈશ્વરાદિ કોઈ કર્મ વળગાડી દે તેથી અનાયાસ કર્મનું ગ્રહણ થાય છે એમ કહીએ તો તે ઘટતું નથી. પ્રથમ તો ઈશ્વરનું સ્વરૂપ નિર્ધારવું ઘટે છે; અને એ પ્રસંગ પણ વિશેષ સમજવા યોગ્ય છે; તથાપિ અત્રે ઈશ્વર કે વિષ્ણુ આદિ કર્તાનો કોઈ રીતે સ્વીકાર કરી લઈએ છીએ, અને તે પર વિચાર કરીએ છીએ : જો ઈશ્વરાદિ કર્મના વળગાડનાર હોય તો તો જીવ નામનો વચ્ચે કોઈ પણ પદાર્થ રહ્યો નહીં, કેમકે પ્રેરણાદિ ધર્મે કરીને તેનું અસ્તિત્વ સમજાતું હતું, તે પ્રેરણાદિ તો ઈશ્વરકૃત ઠર્યા, અથવા ઈશ્વરના ગુણ ઠર્યા; તો પછી બાકી જીવનું સ્વરૂપ શું રહ્યું કે તેને જીવ એટલે આત્મા કહીએ? એટલે કર્મ ઈશ્વરપ્રેરિત નહીં પણ આત્માનાં પોતાનાં જ કરેલાં હોવા યોગ્ય છે. તેમ ચોથો વિકલ્પ પ્રકૃત્યાદિ પરાણે વળગવાથી કર્મ થતાં હોય? તે વિકલ્પ પણ યથાર્થ નથી. કેમકે પ્રકૃત્યાદિ જડ છે, તેને આત્મા ગ્રહણ ન કરે તો તે શી રીતે વળગવા યોગ્ય થાય? અથવા દ્રવ્યકર્મનું બીજું નામ પ્રકૃતિ છે; એટલે કર્મનું કર્તાપણું કર્મને જ કહેવા બરાબર થયું. તે તો પૂર્વે નિષેધી દેખાડ્યું છે. પ્રકૃતિ નહીં, તો અંતઃકરણાદિ કર્મ ગ્રહણ કરે તેથી આત્મામાં કર્તાપણું વળગે છે, એમ કહીએ તો તે પણ એકાંતે સિદ્ધ નથી. અંતઃકરણાદિ પણ ચેતનની પ્રેરણા વિના અંત:કરણાદિરૂપે પ્રથમ ઠરે જ ક્યાંથી? ચેતન જે કર્મવળગણાનું, મનન કરવા, અવલંબન લે છે, તે છે. જો ચેતન મનન કરે નહીં, તો કંઈ તે વળગણામાં મનન કરવાનો ધર્મ નથી; તે તો માત્ર જડ છે. ચેતનની પ્રેરણાથી ચેતન તેને અવલંબીને કંઈ ગ્રહણ કરે છે તેથી તેના વિષે કર્તાપણું આરોપાય છે, પણ મુખ્યપણે તે ચેતન કર્મનો કર્તા છે. આ સ્થળે તમે વેદાંતાદિ દષ્ટિએ વિચારશો તો અમારાં આ વાક્યો તમને ભ્રાંતિગત પુરુષનાં કહેલાં લાગશે. પણ હવે જે પ્રકાર કહ્યો છે તે સમજવાથી તમને તે વાક્યની યથાતથ્થતા લાગશે, અને ભ્રાંતિગતપણું ભાસ્યમાન નહીં થાય. જો કોઈ પણ પ્રકારે આત્માનું કર્મનું કર્તુત્વપણું ન હોય, તો કોઈ પણ પ્રકારે તેનું ભોજ્વવપણું પણ ન ઠરે, અને જ્યારે એમ જ હોય તો પછી તેનાં કોઈ પણ Page #606 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૭ ૫૭૩ પ્રકારનાં દુઃખોનો સંભવ પણ ન જ થાય. જ્યારે કોઈ પણ પ્રકારનાં દુઃખોનો સંભવ આત્માને ન જ થતો હોય તો પછી વેદાંતાદિ શાસ્ત્રો સર્વ દુઃખથી ક્ષય થવાનો જે માર્ગ ઉપદેશે છે તે શા માટે ઉપદેશે છે? “જ્યાં સુધી આત્મજ્ઞાન થાય નહીં, ત્યાં સુધી દુઃખની આત્યંતિક નિવૃત્તિ થાય નહીં', એમ વેદાંતાદિ કહે છે; તે જ દુઃખ ન જ હોય તો તેની નિવૃત્તિનો ઉપાય શા માટે કહેવો જોઈએ? અને કર્તુત્વપણું ન હોય, તો દુઃખનું ભોસ્તૃત્વપણું ક્યાંથી હોય? એમ વિચાર કરવાથી કર્મનું કર્તુત્વ કરે છે. હવે અત્રે એક પ્રશ્ન થવા યોગ્ય છે અને તમે પણ તે પ્રશ્ન કર્યું છે કે “જો કર્મનું કર્તાપણું આત્માને માનીએ, તો તો આત્માનો તે ધર્મ ઠરે, અને જે જેનો ધર્મ હોય તે ક્યારે પણ ઉચ્છેદ થવા યોગ્ય નથી; અર્થાત્ તેનાથી કેવળ ભિન્ન પડી શકવા યોગ્ય નથી, જેમ અગ્નિની ઉષ્ણતા અથવા પ્રકાશ તેમ.” એમ જ જો કર્મનું કર્તાપણું આત્માનો ધર્મ ઠરે, તો તે નાશ પામે નહીં. ઉત્તર :- સર્વ પ્રમાણાંશના સ્વીકાર્યા વિના એમ ઠરે; પણ વિચારવાનું હોય તે કોઈ એક પ્રમાણાંશ સ્વીકારીને બીજા પ્રમાણાંશનો નાશ ન કરે. “તે જીવને કર્મનું કર્તાપણું ન હોય' અથવા “હોય તો તે પ્રતીત થવા યોગ્ય નથી', એ આદિ પ્રશ્ન કર્યાના ઉત્તરમાં જીવનું કર્મનું કર્તુત્વ જણાવ્યું છે. કર્મનું કર્તુત્વ હોય તો તે ટળે જ નહીં, એમ કાંઈ સિદ્ધાંત સમજવો યોગ્ય નથી, કેમકે જે જે કોઈ પણ વસ્તુ ગ્રહણ કરી હોય તે છોડી શકાય એટલે ત્યાગી શકાય; કેમકે ગ્રહણ કરેલી વસ્તુથી ગ્રહણ કરનારી વસ્તુનું કેવળ એકત્વ કેમ થાય? તેથી જીવે ગ્રહણ કરેલાં એવાં જે દ્રવ્યકર્મ તેનો જીવ ત્યાગ કરે તો થઈ શકવા યોગ્ય છે, કેમકે તે તેને સહકારી સ્વભાવે છે, સહજ સ્વભાવે નથી; અને તે કર્મને મેં તમને અનાદિ ભ્રમ કહ્યો છે, અર્થાત્ તે કર્મનું કર્તાપણું અજ્ઞાનથી પ્રતિપાદન કર્યું છે, તેથી પણ તે નિવૃત્ત થવા યોગ્ય છે, એમ સાથે સમજવું ઘટે છે. જે જે ભ્રમ હોય છે, તે તે વસ્તુની ઊલટી સ્થિતિની માન્યતારૂપ હોય છે, અને તેથી તે ટળવા યોગ્ય છે, જેમ મૃગજળમાંથી જળબુદ્ધિ. કહેવાનો હેતુ એ છે કે, અજ્ઞાન કરીને પણ જો આત્માને કર્તાપણું ન હોય, તો તો કશું ઉપદેશાદિ શ્રવણ, વિચાર, જ્ઞાન આદિ સમજવાનો હેતુ રહેતો નથી. હવે અહીં આગળ જીવનું પરમાર્થે જે કર્તાપણું છે તે કહીએ છીએ : (૭૭) - જીવો જે કર્મો કરે છે તે ઈશ્વરની પ્રેરણાથી થાય છે, અર્થાત્ જીવનાં કર્મો ભાવાર્થ ભાવથ ઈશ્વરાધીન છે એવો ઈશ્વરકર્તુત્વવાદ પ્રકૃતિકત્વવાદની જેમ યુક્તિસંગત નથી, કારણ કે ઈશ્વરને જીવોનાં કર્મના પ્રેરક માનતાં ઈશ્વરનું સ્વરૂપ દોષયુક્ત કરે છે. સહજાન્મસ્વરૂપે પરિણમી જેઓ પોતાનાં અનંત જ્ઞાન, અખંડ આનંદ અને બેહદ ઐશ્વર્યને ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૪૫-૫૪૬ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન) Page #607 -------------------------------------------------------------------------- ________________ ૫૭૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પ્રગટાવી ચૂક્યા છે; જેઓ વીતરાગ, નિરાકુળ, કૃતકૃત્યપદને પામ્યા છે એવા ઈશ્વર, નિજાનંદની મોજ મૂકીને શા માટે જગતના જીવોનાં કર્મના કર્તા થવા જાય? એવી વ્યાકુળતારૂપ ઇચ્છા ઉત્પન્ન થવાનું કારણ શું? કોઈકને સારાં તો કોઈકને ખરાબ કર્મ કરવાની પ્રેરણા શા માટે કરે? ઇત્યાદિ અનેક દોષો ઈશ્વરને પ્રેરકકર્તા ગણતાં ઉદ્ભવે છે. ઈશ્વરીય પ્રેરણાથી જીવ કર્મ બાંધે છે એમ માનતાં ઈશ્વરમાં દોષોનો પાર રહે નહીં. ઈશ્વરને કર્મની પ્રેરણા આપનાર માનવાથી તેમને ઉપાધિવાળા માનવા પડે અને ઈશ્વર જો ઉપાધિવાળા હોય તો તેમનામાં અને સંસારી જીવમાં કોઈ ફરક રહે નહીં. ઈશ્વરને પ્રેરકકર્તા માનવાથી તેઓ રાગાદિ દોષોના પ્રભાવવાળા થઈ જાય અને તેથી તેમનું ઈશ્વરપણું જ રહે નહીં. આમ, કોઈ પણ પ્રકારે ઈશ્વરનું કર્તાપણું સિદ્ધ થઈ શકતું નથી. તેથી એમ ફલિત થાય છે કે જીવનાં કર્મનો કર્તા જીવ પોતે જ છે, પ્રકૃતિ કે ઈશ્વર નથી. - ઈશ્વરકર્તુત્વવાદીઓની માન્યતા છે કે આ સૃષ્ટિની રચના ઈશ્વરે કરી છે. વિશેષાર્થ દૃષ્ટિગોચર થતું આ ચરાચર જગત ઈશ્વરે બનાવ્યું છે. નદી અને સમુદ્ર, નાળાં અને તળાવ, ડુંગરાઓ અને ખીણો, ધરતી અને આકાશ, પાણી અને હવા, વન અને બગીચાઓ આ સર્વ ઈશ્વરે બનાવ્યાં છે. ઈશ્વરે જ બધું બનાવ્યું છે. ઈશ્વર જ બધાંનો ઘડવૈયો છે. સૃષ્ટિનો વિધાતા, પાલનહાર તથા સંહારક ઈશ્વર જ છે. ઈશ્વરકર્તુત્વવાદીઓ ઈશ્વરને જગતના નિયંતા તરીકે સ્વીકારે છે અને માને છે કે ઈશ્વરની ઇચ્છા વિના ઝાડનું પાંદડું પણ નથી હાલતું. તેથી જ તેઓ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે થાય', ‘ઉપરવાળાની મરજી મુજબ થશે', “ધણીનું ધાર્યું થાય', ‘માલિક કરશે એમ જ થશે' ઇત્યાદિ કથનો કરતા હોય છે. તેઓ ઈશ્વરને જગતનો કર્તા તથા જીવોનાં સુખ-દુઃખનો કર્તા માને છે; પરંતુ ઈશ્વરને કર્તા ગણવાથી તો તેનામાં ઘણા બધા દોષો આવે છે. તે દોષો કઈ રીતે આવે છે તે સમજવા માટે પ્રથમ તો ઈશ્વરનું સ્વરૂપ નિર્ધારવું ઘટે છે. ઈશ્વરનું સર્વમાન્ય સ્વરૂપ નક્કી કરવું જરૂરી છે. ઈશ્વર એટલે વિશુદ્ધ ચેતના. જેઓ પૂર્ણ, શુદ્ધ, પવિત્ર છે તે છે ઈશ્વર. સર્વ કર્મથી રહિત એવા શુદ્ધાત્મા તે ઈશ્વર છે. ઈશ્વર નિર્મળ, નિરંજન, નિષ્કલંક છે. તેમનામાં કિંચિત્માત્ર પણ અશુદ્ધતા કે અપૂર્ણતા નથી. તેમનામાં લેશમાત્ર પણ રાગાદિ વિભાવો નથી. તેઓ સર્વજ્ઞ-સર્વદર્શી છે. તેમનામાં અનંત શક્તિઓ છે. તેમને અપાર, અમર્યાદિત, અનહદ, અદ્વિતીય આનંદ હોય છે. તે આનંદને માણવામાં તેઓ તલ્લીન હોય છે. તેમને કોઈ આકુળતા-વ્યાકુળતા કે દુઃખ નથી. તેમને કોઈ આધિ, વ્યાધિ, ઉપાધિ નથી. તેઓ કૃતકૃત્ય દશામાં બિરાજમાન છે. ઈશ્વર સર્વોત્કૃષ્ટ દશાવાન છે. ઈશ્વરના વર્ણન માટે તો ગ્રંથોના ગ્રંથો, શાસ્ત્રોના શાસ્ત્રો લખાયાં છે. ટૂંકમાં શુદ્ધ, Page #608 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૭ પ૭પ વીતરાગી, સર્વજ્ઞ, સર્વદર્શી, મુક્ત, સકળકમરહિત દશાવાનને ઈશ્વર તરીકે માનવામાં આવે છે. ઈશ્વરનું આવું સર્વમાન્ય સ્વરૂપ છે. જો ઈશ્વરની આવી શુદ્ધ, પૂર્ણ, કૃતકૃત્ય દશા હોય તો તે જગત શા માટે રચે? તેને જગત રચવાની શું જરૂર હતી? જે પૂર્ણાનંદમાં સ્થિત છે તથા જેમને કંઈ કરવું બાકી રહ્યું નથી એવા કૃતકૃત્ય ઈશ્વરને જગત રચવાની શું આવશ્યકતા હતી? બુદ્ધિમાન માનવોની જે પણ પ્રવૃત્તિ હોય તે ઇષ્ટને પ્રાપ્ત કરવા માટે હોય કાં અનિષ્ટને દૂર કરવા માટે હોય. આ બન્નેમાંથી ગમે તે એક કારણે પ્રવૃત્તિ હોય. પરંતુ જેમને હવે કોઈ ઇચ્છા જ નથી એવા ઈશ્વરને ઇષ્ટ મેળવવાની ઇચ્છા કે અનિષ્ટ દૂર કરવાની ઇચ્છા પણ શી રીતે ઘટે? અને તેવા પ્રયોજન વગર જગતનું નિર્માણ કરવાની પ્રવૃત્તિ પણ ઈશ્વર શા માટે કરે? - જો કોઈ એમ કહે કે ઈશ્વરને એવી ઇચ્છા થઈ કે છોડë વ૬ચામ', અર્થાત્ હું એક છું તો બહુ થાઉં' અને તેથી ઈશ્વરે જગત રચ્યું તો એ વાત યુક્તિયુક્ત નથી, કારણ કે જે પૂર્વ અવસ્થામાં અસંતુષ્ટ કે દુ:ખી હોય તે જ અન્ય અવસ્થાને ઇચ્છ. પહેલી અવસ્થામાં કંઈક દુઃખ હોય તો જ બીજી અવસ્થા ધારણ કરવાની ઇચ્છા થાય છે. ઈશ્વર જ્યારે પ્રથમ એકલો જ હતો ત્યારે તેને શું દુઃખ હતું કે જેથી આ પ્રમાણે અનેકરૂપ થવાની ઇચ્છા થઈ? ઈશ્વરે એકરૂપમાંથી બહુરૂપ થવાની ઇચ્છા કરી તો તેને એકરૂપ અવસ્થામાં શું દુ:ખ હતું? શું પૂર્વાવસ્થા સારી ન હતી કે બીજી અવસ્થામાં આવવાની ઇચ્છા થઈ? અહીં કોઈ એમ દલીલ કરે છે કે ઈશ્વરને કોઈ દુ:ખ તો હતું નહીં, પણ તેને એવું કુતૂહલ ઊપજ્યુ, તેણે પોતાની મેળે કૌતુક કર્યું. આ દલીલની સામે એમ કહી શકાય કે સુખની જેને વિશેષ અભિલાષા હોય તે જ કૌતુક કરે છે. ઈશ્વરે કૌતુક કર્યું તો શું ઈશ્વરને પ્રથમ થોડું સુખ હતું? અને પછી બહુરૂપે થતાં શું વિશેષ સુખ થયું? ઈશ્વર પ્રથમથી જ સંપૂર્ણ સુખી હોય તો શા માટે તે અવસ્થા બદલે? જે પૂર્વે થોડો સુખી હોય અને કુતૂહલ કરવાથી વધારે સુખ મળવાનું હોય તે જ એવું કુતૂહલ કરવા માટે વિચારે; પણ ઈશ્વર એકરૂપથી બહુરૂપ થતાં વધુ સુખી થવો સંભવે નહીં, કારણ કે તે પ્રથમથી જ સંપૂર્ણ સુખી હોવાથી અન્ય કોઈ પણ અવસ્થાથી પહેલાં કરતાં વધુ સુખી થઈ શકે નહીં. પૂર્વની અવસ્થા સુખરૂપ હોવા છતાં બીજી તેના કરતાં વધારે સારી - સુખરૂપ અવસ્થા હોય તો કુતૂહલ કરવાનું મન થાય, પણ ઈશ્વરને તેમ હોવું અશક્ય છે. પ્રયોજન વગર કોઈ પણ કાર્ય બને નહીં એ સિદ્ધાંત છે. હવે ઈશ્વરને બહુરૂપે પ્રગટ થવાની ઈચ્છા થઈ, માટે બહુરૂપે પ્રગટ થયા તે પહેલાં તે દુઃખી હતો એ તથ્ય સ્પષ્ટ થાય છે. કંઈ કરવાની ઇચ્છા થવી તે વ્યાકુળતા સૂચવે છે અને જ્યાં Page #609 -------------------------------------------------------------------------- ________________ ૫૭૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન વ્યાકુળતા છે ત્યાં સુખ નથી અને સુખ નથી ત્યાં ઈશ્વરપણું નથી, માટે એમ સિદ્ધ થાય છે કે સંપૂર્ણ સુખી એવો ઈશ્વર કૌતુક કરે નહીં. અહીં કોઈ એમ કહે છે કે કાર્ય બનાવતાં ઈશ્વરને વાર લાગતી જ નથી. તેને ઇચ્છા થઈ કે તરત કાર્ય બની જાય છે. ઈશ્વરને જે કાળમાં ઇચ્છા થાય છે તે જ કાળમાં કાર્ય બની જાય છે, તેથી તે દુ:ખી થતો નથી. આમ માનવું પણ અયુક્ત છે, કારણ કે સ્થૂળ કાળની અપેક્ષાએ તો કદાચ એમ માની પણ શકાય, પરંતુ સૂક્ષ્મ કાળની અપેક્ષાએ તો ઇચ્છા અને તેના કાર્યનું યુગપદ્ હોવું સંભવી શકે નહીં. સૂક્ષ્મ કાળની દૃષ્ટિએ વિચાર કરવામાં આવે તો ઇચ્છા થવી અને કાર્ય બનવું એ બન્ને એક કાળમાં કદી બને જ નહીં. ઇચ્છા અને તે ઇચ્છા પ્રમાણે કાર્ય થવું એ બન્નેની વચ્ચે કાળનો અંતરાળ હોય જ છે, એટલે બન્નેનો કાળ ભિન્ન જ હોવો ઘટે છે. પ્રથમ ઇચ્છા થાય છે અને પછી તે ઇચ્છા પ્રમાણેનું કાર્ય થાય છે. ઈશ્વરને સૂક્ષ્મ કાળ માટે ઇચ્છા રહે તોપણ તે દુ:ખી થયો હશે, કારણ કે ઇચ્છા થવી તે જ દુઃખ છે. ઈશ્વરે જગત સર્જવાની ઇચ્છા કર્યા પછી જ્યાં સુધી કાર્ય નહીં થયું હોય ત્યાં સુધી તેને આકુળતા તો થઈ જ હશે. પરંતુ ઈશ્વરમાં દુ:ખ કેવી રીતે સંભવે? ઈશ્વરને આકુળતા થાય તો તેનું સ્વરૂપ ખંડિત થઈ જાય દોષયુક્ત થઈ જાય. - - ઈશ્વર રાગરહિત હોવાથી તેના દ્વારા જગતની રચના સંભવે નહીં, કારણ કે રાગ વિના ઇચ્છા થાય નહીં અને ઇચ્છા વિના રચના સંભવે નહીં. જો ઈશ્વરને પણ કોઈ પ્રયોજન હોય તો તે ઈશ્વર જ કઈ રીતે કહેવાય? આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય'માં લખે છે કે કર્માદિ કારણની અપેક્ષા વિના સ્વતંત્રતાથી અથવા કર્માદિ કારણની અપેક્ષાથી ઈશ્વરમાં જગતસર્જન સ્વભાવ છે એમ માનવામાં આવે તો કૃતકૃત્યત્વને પરિપૂર્ણતાને બાધ આવે છે. જગતસર્જનની ઇચ્છા થવાથી ઈશ્વરમાં કૃતકૃત્યત્વ રહેતું નથી. કૃતકૃત્યત્વ તો ત્યારે હોઈ શકે કે જ્યારે કાંઈ પણ કરવાનું બાકી ન હોય. અપૂર્ણતા, અસંતોષ, તૃષ્ણા, કુતૂહલ, કંટાળો આદિ ઇચ્છાનાં ઉદ્દ્ભવકારણો ઈશ્વરમાં આરોપાતાં ઈશ્વરના ઈશ્વરપણાનો જ નાશ થઈ જાય છે.૧ ઈશ્વરે બનાવેલ જગતનું ઉપાદાનકારણ શું? તેના ઉત્તરમાં કેટલાક ઈશ્વરકતૃત્વવાદીઓ કહે છે કે ઈશ્વર પોતે જ ઉપાદાનકારણ છે. પરંતુ જો ઈશ્વર જગતનું ઉપાદાનકારણ હોય તો ઉપાદાનકારણના ગુણ કાર્યમાં આવવા જોઈએ, તેથી ઈશ્વરના સર્વજ્ઞત્વ, સર્વશક્તિત્વ આદિ ગુણ જગતના પદાર્થોમાં આવવા જોઈએ, પણ જગતમાં તેવું જણાતું ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય’, શ્લોક ૨૦૨ 'कमदिस्तत्स्वभावत्वे न किञ्चिद् बाध्यते विभोः 1 तत्स्वभावत्वे कृतकृत्यत्वबाधनम् ।।' विभोस्तु Page #610 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૭ ૫૭૭ નથી. આમ, ઈશ્વર જગતનું ઉપાદાનકારણ નથી. ઈશ્વર જગતનું ઉપાદાનકારણ નથી તે સિદ્ધ કરવા અન્ય એક તર્ક રજૂ કરતાં શ્રીમદ્ લખે છે ‘તે જગતકર્તા નથી, અર્થાત્ પરમાણુ, આકાશાદિ પદાર્થ નિત્ય હોવા યોગ્ય છે, તે કોઈ પણ વસ્તુમાંથી બનવા યોગ્ય નથી. કદાપિ એમ ગણીએ કે, તે ઈશ્વરમાંથી બન્યા છે, તો તે વાત પણ યોગ્ય લાગતી નથી, કેમકે ઈશ્વરને જો ચેતનપણે માનીએ, તો તેથી પરમાણુ, આકાશ વગેરે ઉત્પન્ન કેમ થઈ શકે? કેમકે ચેતનથી જડની ઉત્પત્તિ થવી જ સંભવતી નથી. જો ઈશ્વરને જડ સ્વીકારવામાં આવે તો સહેજે તે અનૈશ્વર્યવાન ઠરે છે, તેમ જ તેથી જીવરૂપ ચેતન પદાર્થની ઉત્પત્તિ પણ થઈ શકે નહીં. જડચેતન ઉભયરૂપ ઈશ્વર ગણીએ, તો પછી જડચેતન ઉભયરૂપ જગત છે તેનું ઈશ્વર એવું બીજું નામ કહી સંતોષ રાખી લેવા જેવું થાય છે; અને જગતનું નામ ઈશ્વર રાખી સંતોષ રાખી લેવો તે કરતાં જગતને જગત કહેવું, એ વિશેષ યોગ્ય છે.’૧ - વળી, ઈશ્વરે જગત બનાવ્યું તો શેમાંથી બનાવ્યું? જગતનું ઉપાદાનકારણ શું? આના જવાબમાં કેટલાક ઈશ્વરકતૃત્વવાદીઓ એમ કહે છે કે ઈશ્વર સર્વશક્તિમાન છે, તે ઉપાદાનકારણ વિના પણ જગત બનાવી શકે છે. પરંતુ આમ કહેવું જરા પણ યુક્તિસંગત નથી. આવું કહેવા માટે કોઈ પ્રમાણ નથી. જેમ ગધેડાના શિંગડાં માટે કોઈ પ્રમાણ નથી, તેમ આ કથન માટે પણ કોઈ પ્રમાણ નથી. ઉપાદાનકારણ વિના કદાપિ કાર્યની ઉત્પત્તિ થઈ શકતી નથી. કેટલાક એમ માને છે કે આદિમાં ઈશ્વરે તત્ત્વનું સર્જન શૂન્યમાંથી કર્યું હતું. પરંતુ ઈશ્વર શૂન્યમાંથી તત્ત્વનું સર્જન કરી શકે એમ જો માનવામાં આવે તો પ્રશ્ન એ ઊભો થાય છે કે ઈશ્વર શૂન્યમાંથી તત્ત્વનું સર્જન કેવી રીતે કરે? એ કેવળ અશક્ય છે, કારણ કે શૂન્યમાંથી કશું સર્જી શકાય નહીં. અસનો સદ્ભાવ અને સત્નો અભાવ થતો નથી. જે નથી તે કદી ઉત્પન્ન થતું નથી, જે છે તેનો કદી નાશ થતો નથી. તો પછી આદિમાં ઈશ્વરે તત્ત્વને રચ્યું હોય તો શેમાંથી રચ્યું? આ પ્રશ્નનો ઉત્તર એમ આપી શકાય કે મૂળ તત્ત્વ તો હતું જ અને તે નિત્ય છે. તેનો આદિ નથી તથા તેનો અંત પણ નથી, કારણ કે મૂળનું મૂળ હોતું જ નથી. પરિણામે એમ માન્યા વિના છૂટકો જ નથી કે ઈશ્વર કે બીજું કોઈ તત્ત્વને રચી શકે નહીં. તત્ત્વ નિત્ય જ છે એ વાતમાં કંઈ જ સંદેહ નથી. જો તત્ત્વ નિત્ય જ છે તો પછી હવે એ પ્રશ્ન થાય છે કે એ તત્ત્વમાંથી ઈશ્વર આ વિશ્વને રચી શકે કે નહીં? તેનું સમાધાન એ છે કે તત્ત્વ તો પ્રથમથી છે જ. જો ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર’, છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૨૬ (પત્રાંક-૫૩૦) Page #611 -------------------------------------------------------------------------- ________________ ૫૭૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન તત્ત્વ પ્રથમથી જ હોય તો પછી તેમાં રહેલા ગુણો પણ તેની સાથે પ્રથમથી જ છે, કારણ જેમ અગ્નિમાંથી પ્રકાશ અને ગરમી જુદાં પડી શકે જ નહીં, જે પળે જુદાં પડે તે જ પળે અગ્નિ એ અગ્નિ રહી શકે જ નહીં; તેમ તે ગુણો ગુણીથી કદાપિ જુદા પડી શકતા નથી. પણ જો એમ માનવામાં આવે કે ઈશ્વરે તત્ત્વમાં એ ગુણ મૂક્યા, તો પછી પ્રશ્ન એ થાય છે કે તે પહેલાં તત્ત્વ કેવા સ્વરૂપે હતું? ગુણ વિનાનું તત્ત્વ હોઈ શકે? આ વાત કઈ રીતે સંભવે? ત્યારે માનવું પડે કે તત્ત્વની સાથે તેના ગુણ પણ નિત્ય છે. સ્વાભાવિક રીતે બધામાં પોતાના ગુણ છે જ. તો પછી તેના વ્યવહારમાં ઈશ્વરે શું વિશેષ કર્યું? ઈશ્વરની શક્તિથી તે વ્યવહાર થયો કે તત્ત્વના ગુણ વડે? ઝાડથી છૂટું પડેલું ફળ, પૃથ્વીની ગુરુત્વાકર્ષણશક્તિના કારણે નીચે પડે છે; તો ત્યાં ઈશ્વર પોતાની શક્તિથી શું વિશેષ કરે છે? ઈશ્વરને દુનિયાનું ઉપાદાનકારણ નહીં પણ નિમિત્તકારણ માનવામાં આવે તોપણ ઘણી બાધા આવે છે. તે દુનિયામાં રહેલાં પર્વતો, પથ્થરો, સમુદ્રો વગેરે દુનિયા ઉત્પન્ન થયા પહેલાં ક્યાં હતા? શું ઈશ્વરે તેને પોતાના હાથમાં ઝાલી રાખ્યા હતા? અને જો એમ કહેવામાં આવે કે સમુદ્રો, પર્વતો તો દુનિયાની ઉત્પત્તિ પહેલાં પણ હતા; તો પ્રાણીઓ પણ પહેલાં હતા એમ કહેવામાં શું બાધા આવે? વળી પ્રાણીઓ, સમુદ્રો, પર્વતો, પથ્થરો દુનિયા પહેલાં સિદ્ધ ઠર્યા તો તો તે પણ એક દુનિયા જ થઈ. જ્યાં પ્રાણી, સમુદ્ર, પૃથ્વી, પર્વતો હોય તેને દુનિયા કહેવાય; તો ઈશ્વરે દુનિયા રચી તે પહેલાં પણ તે તો હતી જ એવું સિદ્ધ થયું; તો નવી દુનિયા બનાવવાનું શું કારણ? આનો જવાબ તો કોઈ આપી શકશે નહીં. ઈશ્વરને જગતકર્તા સિદ્ધ કરવા ઈશ્વરકત્વવાદીઓ એમ દલીલ કરે છે કે કર્તા વિના જગત કેવી રીતે બને? તમામ પદાર્થો બનાવ્યા વિના કઈ રીતે બને? પરંતુ કોઈ પણ વસ્તુ બનાવ્યા વગર બનતી નથી’ આ ન્યાયના આધારે જો ઈશ્વરમાં જગતનું કર્તાપણું સ્થાપવામાં આવે તો આમ માનવું પણ અયુક્ત કરે છે, કારણ કે જો કોઈ પણ વસ્તુ બનાવ્યા વગર ન બને તો ઈશ્વર પણ બનાવ્યા વગર ન હોઈ શકે, ઈશ્વરને બનાવનાર પણ કોઈ હોવો જોઈએ. તેથી પ્રશ્ન થાય કે ઈશ્વરને કોણે બનાવ્યો? જો તેને બનાવનાર કોઈ બીજો ઈશ્વર હોય તો વળી પાછો એ જ પ્રશ્ન થાય; અને આમ પ્રશ્નનો અંત આવે નહીં. જો ઈશ્વરને સ્વયંભૂ અર્થાત્ અનાદિ છે એમ માનીએ તો જગતને પણ સ્વયંભૂ ન માનવાનું શું કારણ? અર્થાતુ તેમ ન માનવાનું કોઈ કારણ રહેતું નથી. જેમ ઈશ્વરને સ્વયંસિદ્ધ, અનાદિ, કોઈ દ્વારા નહીં બનાવેલો માનવામાં આવે છે; તેમ જગતને પણ સ્વયંસિદ્ધ, અનાદિ, અનંત માની શકાય છે. આના ઉપરથી એમ સિદ્ધ થાય છે કે જગત અનાદિ-અનંત છે. પ્રત્યેક પરમાણુ Page #612 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૭ ૫૭૯ અને જીવ આદિ મૂળ દ્રવ્યો અનાદિ-અનંત છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, વિકલેન્દ્રિય, પશુ, પક્ષી, જળચર, મનુષ્ય, નરક, સ્વર્ગ આદિ સર્વ પદાર્થો અનાદિ છે. એને કોઈ પેદા કરતું નથી. આ જગત ક્યારે પણ નવું ઉત્પન્ન નથી થયું, એનું અસ્તિત્વ તો સદાકાળથી જ છે. હા, એમાં પરિવર્તન થતાં રહે છે. જડ-ચેતન દ્રવ્યોની પર્યાયો પલટાયાં કરે છે, પરંતુ તે દ્રવ્યોને કોઈ ઉત્પન્ન કરતું નથી કે તેનો પ્રલય કરનાર પણ કોઈ નથી. જૈન દર્શનના મત પ્રમાણે જગતના ઉત્પાદન કે પ્રલયની વાતો મિથ્યા છે. આ જગત અનાદિકાલીન છે. અનાદિકાલીન આ જગત અનંતકાલીન પણ છે. આ જગત ક્યારે પણ અસ્તિત્વમાં ન હતું એવું બન્યું જ નથી અને તેનું અસ્તિત્વ મટી શકે છે એવી વાત ક્યારે પણ શક્ય જ નથી. અનાદિ-અનંત એવા આ જગતમાં ચેતન અને જડ એમ બે પ્રકારના પદાર્થ છે. જગતના પ્રત્યેક પદાર્થનો કાં તો ચેતનમાં, કાં તો જડમાં સમાવેશ થઈ જાય છે. સંસારમાં કોઈ પણ જીવ ન હોય અને માત્ર એકલા જડ પદાર્થોનું જ અસ્તિત્વ હોય એવું ક્યારે પણ બન્યું જ નથી અને એવું બની પણ નહીં શકે. જીવની સાથે જડના થયેલા સંયોગથી જ સંસાર છે. સંસારમાં રહેલા જીવ શરીરધારી થઈને જ રહે છે. સંસારી જીવને શરીર ધારણ કરવું જ પડે છે. જડ કર્મપુદ્ગલોનો સંયોગ જ જીવને શરીર ધારણ કરાવી સંસારી રૂપમાં રાખે છે. જડના આ સંયોગથી મુક્ત થઈને ઘણા જીવ નિરંજન નિરાકારરૂપ દશાને પ્રાપ્ત કરે છે. એવું થવા છતાં પણ જગતમાંથી સર્વ જીવ આ દશાને પ્રાપ્ત કરી લે અને જગત સંપૂર્ણતયા જીવવિહીન થઈ જાય એવું તો કદી થયું નથી અને થશે પણ નહીં. સંસારરૂપી આ કારખાનામાં શરીરનિર્માણનો કાર્યપ્રવાહ તો સદા વહેતો જ રહે છે, તેથી સમગ્ર સંસારી જીવોની અપેક્ષાએ સંપૂર્ણ જગતનો ક્યારે પણ પ્રલય થઈ શકે એવું જૈન દર્શનકારો માન્ય કરતા નથી. આની સાથે જ એ પણ સ્પષ્ટ છે કે કર્મરહિત જીવ ક્યારે પણ શરીર ધારણ કરતો નથી. જડના સંયોગથી સર્વથા રહિત એવા આત્માનો સંયોગ જડની સાથે કરાવવાનું કોઈનામાં સામર્થ્ય નથી, તેથી સમગ્ર જગતના પુનરોત્પાદનની વાત પણ સર્વથા મિથ્યા કરે છે. આ પ્રકારે જગતના ઉત્પાદન અથવા પ્રલયની વાતો અસંભવ જ છે. જૈન માન્યતા પ્રમાણે જગતની વસ્તુઓનું નિર્માણ કરવામાં ઈશ્વરને હેતુ માનવો ઉચિત નથી. ઈશ્વરકતૃત્વવાદમાં ઈશ્વરને દરેક કાર્યનું કારણ માનવામાં આવે છે, તેની ઇચ્છા વિના જગતનું કોઈ પણ કાર્ય નથી થઈ શકતું એમ માનવામાં આવે છે; પરંતુ વિચારણીય વાત એ છે કે જ્યારે સંસારમાં અનંત જડ અને ચેતન પદાર્થો અનાદિ કાળથી સ્વતંત્ર સિદ્ધ છે, ઈશ્વરે પણ અસતુમાંથી એક પણ સત્ને ઉત્પન્ન નથી કર્યું, Page #613 -------------------------------------------------------------------------- ________________ પ૮૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સર્વ પદાર્થો પરસ્પર સહકારી થઈને પ્રાપ્ત સામગ્રી અનુસાર પોતાનું પરિણમન કરતા રહે છે, તો પછી એક સર્વાધિષ્ઠાતા ઈશ્વર માનવાની આવશ્યકતા જ ક્યાં રહે છે? જગતની તમામ ઘટમાળ ઈશ્વરની કલ્પના વિના પણ ઘટી શકતી હોવાથી જગતકર્તા ઈશ્વરને માનવાની જરૂર જ ક્યાં રહે છે? વળી, દલીલ ખાતર એમ સ્વીકારી લઈએ કે ઈશ્વરે જગતની રચના કરી, તો સર્વસમર્થ એવા ઈશ્વરે તો બહુ બુદ્ધિથી આ જગતની યોજના કરી હોવી જોઈએ. ઈશ્વર તો દયાળુ છે, માયાળુ છે, સંપૂર્ણ તત્ત્વ છે, મહાજ્ઞાની છે. તે જો સૃષ્ટિની રચના કરવા બેસે તો શું તેની રચનામાં અંશમાત્ર પણ ખામી હોઈ શકે ખરી? અનંત શક્તિવાળા ઈશ્વરની રચનામાં અલ્પ બુદ્ધિવાળો મનુષ્ય ભૂલ કાઢી શકે ખરો? માનવી ઈશ્વરની રચનામાં ભૂલ શોધવા બેસે તો નીકળે ખરી? અનંત શક્તિવંત ઈશ્વરની ભૂલની સંભાવના જ ક્યાંથી હોય! અને જો ઈશ્વરની ભૂલ નથી તો પછી જગતમાં ઘણા જીવોને ખોડખાંપણ હોય છે તે શા કારણે છે? કેટલાકનાં શરીરમાં જન્મજાત ખામીઓ હોય છે. કોઈ જન્મથી આંધળા, પાંગળા, મૂંગા, બહેરા, હીનાંગ, અધિકાંગ, વિકલાંગ હોય છે. કોઈને જન્મથી આંગળાઓ, હોઠ કે તાળવું ઇત્યાદિ અંગોપાંગોની ખામીઓ હોય છે. જો આ ઈશ્વરની ભૂલ ન હોય તો આનું કારણ શું? અને જો આ ઈશ્વરની ભૂલ હોય તો શું ઈશ્વર પરિપૂર્ણ અને અનંત શક્તિશાળી ઠરશે ખરો? તો તો ઈશ્વરમાં પણ સેંકડો દોષો દેખાશે. વળી, જો ઈશ્વરે જગત રચ્યું તો ઈશ્વરે, પોતે એક હોવા છતાં આટલા બધા ધર્મ શા માટે ઉત્પન્ન કર્યા? એકબીજાથી વિરુદ્ધ ધર્મ પ્રવર્તન કરાવવાની શું જરૂર હતી? એમ કરીને બધાને ભ્રમણામાં શા માટે નાખ્યા? પોતાને મૂળથી ઉખેડનાર, એટલે કે જગતકર્તા ઈશ્વર નથી' એમ કહેનાર ભગવાન મહાવીર જેવા પુરુષોને શા માટે ઉત્પન્ન કર્યા? ભગવાન મહાવીર એકલા જ નહીં પણ અનંત ચોવીસીમાં અનંત તીર્થંકરો થયા છે, તેમને પોતાનું જ અસ્તિત્વ ન સ્વીકારતો ધર્મ કેમ સ્થાપવા દીધો? તેમનો આવો ધર્મ શા માટે પ્રવર્તવા દીધો? એમ હાથે કરીને પોતાના પગ ઉપર કુહાડો મારવાની - પોતાનો વિરોધ થાય એવું કરવાની મૂર્ખાઈ શા માટે કરી? વળી, આ દુનિયામાં કોઈ જીવ પશુરૂપે, કોઈ પંખીરૂપે, કોઈ મનુષ્યરૂપે એમ જુદા જુદા આકારવાળા દેખાય છે; એકસરખા દેખાતા નથી તેનું શું કારણ? આ દુનિયામાં કોઈ જીવ સ્ત્રીરૂપે, કોઈ પુરુષરૂપે ઉત્પન્ન થાય છે તેનું શું કારણ? ઈશ્વર પોતાની ઇચ્છા પ્રમાણે જીવોને બનાવે છે, તો આમ કરવામાં કોઈ જાય તો રહ્યો જ નહીં. એકને ઠીક અને એકને અઠીક ગતિ બક્ષીને ઈશ્વરે અન્યાય કર્યો એમ જ ગણાય. વળી, આ જગતમાં એક મહાસુખી છે તો બીજો મહાદુઃખી છે. એકને નખમાં Page #614 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૭ પ૮૧ પણ રોગ નથી તો બીજો રોગમાં રિબાય છે, અસહ્ય પીડા ભોગવે છે. એકને લીલાલહેર છે તો બીજાને હાડમારીઓનો પાર નથી. એકના ઘરમાં પુષ્કળ ખાવાનું છે તો બીજાને ત્રણ ત્રણ દિવસથી ભીખ માંગવા છતાં પણ ખાવા મળતું નથી. એકની પાસે અઢળક પૈસો છે તો બીજા પાસે ઉપર આભ અને નીચે ધરતી જ છે. કોઈને મગજશક્તિ બધાને આશ્ચર્ય પમાડે તેવી મળી છે તો કોઈને જન્મથી મગજશક્તિ નબળી મળી છે. કોઈને રૂપ-રંગ-સૌંદર્ય-લાવણ્ય અદ્ભુત મળ્યું હોય છે તો કોઈને કદરૂપું, ઊંટના અઢારે અંગ વાંકા જેવું ખૂધવાળું શરીર મળ્યું હોય છે. કોઈ અતિશય લાંબો, કોઈ ખૂબ ટૂંકો, કોઈ અતિશય પાતળો, કોઈ ખૂબ જાડો હોય છે. કોઈ ઘણું લાંબુ જીવે છે તો કોઈ બાલ્યાવસ્થામાં જ મરી જાય છે. આ બધું જો ઈશ્વર કરતો હોય તો તે આવો ભેદભાવ શા માટે કરે છે? પિતા જેમ પુત્રની ઉત્પત્તિ કરે છે, તેમ ઈશ્વર સર્વ પ્રાણીઓની ઉત્પત્તિ કરતો હોય તો ઈશ્વર પિતારૂપ અને સર્વ પ્રાણીઓ પુત્રરૂપ માનવા જોઈએ. પુત્રની ઉપર પિતાને પ્રેમ હોય એ સ્વાભાવિક સિદ્ધ છે, તેથી ઈશ્વરને પણ સર્વની ઉપર પ્રેમ હોવો જોઈએ. જો એમ હોય તો સર્વ પ્રાણી સુખી હોવા જોઈએ, પરંતુ તેમ તો જોવા મળતું નથી. કોઈ સુખી, કોઈ દુઃખી, કોઈ પુણ્યવાન, કોઈ પાપી, કોઈ સ્વર્ગગામી, કોઈ નરકગામી એમ અનેક જુદી જુદી અવસ્થાઓ જોવા મળે છે. જો કરુણાથી જ જગતનું નિર્માણ કરવામાં ઈશ્વર પ્રવૃત્ત થતા હોય તો પછી એ કરુણા તો બધાને સુખી જ બનાવેને? એકને પણ દીન, ગરીબ, રોગી વગેરે બનાવે જ શા માટે? ઈશ્વર સર્વશક્તિમાન હોય અને વળી દયાળુ ભાવથી જ જગતનું નિર્માણ કરતા હોય તો એક પણ જીવને દુઃખી બનાવવાનું કોઈ કારણ જ રહેતું નથી. તો પછી કરુણાવંત ઈશ્વર જગતમાં દુઃખ અને દુઃખી પ્રાણીઓનું સર્જન જ શા માટે કરે? ઉત્તમમાં ઉત્તમ એવો ઈશ્વર જીવોને દુઃખી શા માટે કરે? જગત રચીને એમાં મૃત્યુ વગેરે શા માટે મૂકે? શ્રીમદ્ લખે છે – જગત રચવાની પરમેશ્વરને અવશ્ય શી હતી ? રચ્યું તો સુખ દુઃખ મૂકવાનું કારણ શું હતું? રચીને મોત શા માટે મૂક્યું? એ લીલા બતાવવી કોને હતી? રચ્યું તો કયા કર્મથી રચ્યું? તે પહેલાં રચવાની ઇચ્છા કાં નહોતી? ઈશ્વર કોણ? જગતના પદાર્થ કોણ? અને ઇચ્છા કોણ?’ જગતને બનાવવાવાળો ઈશ્વર સર્વશક્તિમાન હોવાથી અને પોતાની ઇચ્છાથી તેણે જગત રચ્યું હોવાથી તે સુખને અર્થે ઇષ્ટ રચના જ કરે; પણ જગતમાં તો ઇષ્ટ પદાર્થો ધોડા અને અનિષ્ટ પદાર્થો વધારે દેખાય છે. ઇયળ, કીડી, સૂવર આદિ અનિષ્ટ અને - શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૨૬ (મોક્ષમાળા, શિક્ષાપાઠ-૯૭) Page #615 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અસુંદર એવાં પ્રાણીઓને ઈશ્વરે કેમ બનાવ્યાં? સર્પ, વીંછી, માંકડ વગેરે દુ:ખદાયી પ્રાણીઓ કે જે કોઈને પણ સારાં લાગતાં નથી, તેમજ જે બનાવનારની સેવા પણ કરતાં નથી, તેને શા માટે બનાવ્યાં? દરિદ્ર, દુઃખી આદિને જોવાથી પણ જુગુપ્સાદિ દુ:ખ ઊપજે છે તો તેની રચના શા માટે કરી? કોઈ એમ કહે કે જીવ પોતાના પાપ વડે ઇયળ, કીડી, દરિદ્ર, નારકી આદિ અવસ્થા ભોગવે છે; તો એમ પૂછી શકાય કે સૃષ્ટિની શરૂઆત થઈ ત્યારે તે જીવોએ કયું પાપ કર્યું કે તેમની આવી અનિષ્ટ અવસ્થા થઈ? ઈશ્વરે તેમને નિર્મળ બનાવ્યા હતા એમ કહેવામાં આવે તો પ્રશ્ન થાય કે પાછળથી તેમને આવું પાપ કેવી રીતે ચોંટ્યું? તે જીવો પાછળથી પાપરૂપ પરિણમ્યા તો કેવી રીતે પરિણમ્યા? જો પોતે જ તેમ પરિણમ્યા એમ કહેવામાં આવે તો એમ જણાય છે કે ઈશ્વરે પહેલાં તો તેમને નિપજાવ્યા, પણ પાછળથી તેઓ ઈશ્વરને આધીન રહ્યા નહીં તેથી ઈશ્વરને દુઃખ થયું. તો પ્રશ્ન થાય કે જો ઈશ્વર બનાવતી વખતે જીવોને નિર્મળ બનાવી શક્યા, તો પાછળથી સર્વશક્તિમાન ઈશ્વરના હાથમાં તેમને નિર્મળ જ રાખવાની સત્તા શું ન રહી? વળી, જગતમાં જીવોને ઈશ્વરે પ્રથમ નિર્મળ બનાવ્યા, પણ ઈશ્વરના કહેવા પ્રમાણે નહીં વર્તવાથી તે પાપી થયા એમ માનવું અયુક્ત છે, કેમ કે વિચારતાં સમજાય છે કે જો ઈશ્વરે જીવોને નિર્મળ બનાવ્યા, તેથી તેમનામાં પાપ કરવાની શક્તિનો સંભવ જ કેમ મનાય? અને જો જીવમાં પાપ કરવાની શક્તિ પ્રથમથી ન હતી તો પછી તેઓ કેવી રીતે પાપી બન્યા? તેમનામાં પાપ કરવાની શક્તિ ક્યાંથી આવી? જો એમ કહેવામાં આવે કે ઈશ્વરના પરિણમાવ્યા તેઓ પરિણમે છે તો એ પ્રશ્ન ઊઠશે કે ઈશ્વરે તેમને પાપરૂપ શા માટે પરિણમાવ્યા? પોતાના બનાવેલા જીવોને પાપરૂપે પરિણમાવીને દુ:ખી શા માટે કર્યા? જીવો તો પોતાના નિપજાવેલા હતા, તો તેમનું બૂરું તેણે શા માટે કર્યું? આમ, તો ઈશ્વર નિર્દય ઠરે છે, તેથી એમ બનવું પણ સંભવતું નથી. વળી, પોતાનાં પાપથી જીવો દુઃખી હોય તો પછી ઈશ્વરની જરૂર શી? સૌ પ્રાણીઓ પોતપોતાનાં પાપના કારણે નીચ યોનિમાં અવતાર લઈને દુઃખી થાય છે એ વાત સ્વીકારવામાં આવે તો ઈશ્વરકર્તુત્વ રહે નહીં, પણ સૌ પોતપોતાનાં કર્મનાં ફળ ભોગવે છે એમ ઠરે. વળી, ઈશ્વરે અજીવ પદાર્થોમાં સુવર્ણ-સુગંધાદિ સહિત વસ્તુ બનાવી તે તો રમવા માટે બનાવી, પણ તેણે કુવર્ણ-દુર્ગધાદિ સહિત દુઃખદાયક વસ્તુ શા માટે બનાવી? એનાં દર્શનાદિથી તો ઈશ્વરને પણ કોઈ સુખ નહીં ઊપજતું હોય. જો એમ કહેવામાં આવે કે પાપી જીવોને દુઃખ આપવા માટે એવી વસ્તુઓ બનાવી, તો પ્રશ્ન થાય કે પોતે જ નિપજાવેલા જીવો સાથે તેણે આવી દુષ્ટતા શા માટે કરી કે તેમને દુ:ખ Page #616 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૭ પ૮૩ આપવા દુ:ખદાયક સામગ્રી તેમના પહેલાં જ બનાવી દીધી? વળી, કેટલીક વસ્તુઓ એવી છે કે જે રમણીય પણ નથી તથા દુ:ખદાયક પણ નથી, એવી વસ્તુઓને શા માટે બનાવી? પોતાની મેળે તેનું અસ્તિત્વ હોય તો તો તે જેવી પણ હોય, બરાબર છે; પરંતુ જો બનાવવાવાળો બનાવે તો તે પ્રયોજન સહિત જ બનાવે, તે આવી નિરર્થક વસ્તુ શા માટે બનાવે. આના ઉપરથી સિદ્ધ થાય છે કે ઈશ્વર સૃષ્ટિનો કર્તા છે એ મિથ્યા માન્યતા છે. ઉપરનાં કારણોથી ઈશ્વરે સૃષ્ટિ બનાવી છે એ વાત અથવા ઈશ્વરમાં કર્તાપણાનો ગુણ છે એ વાત ટકી શકતી નથી. વળી, ઈશ્વરકર્તુત્વવાદીઓ ઈશ્વરને લોકનો રક્ષક - સૃષ્ટિનો પાલનકર્તા કહે છે તે પણ યુક્તિસંગત નથી લાગતું, કારણ કે રક્ષક હોય તે તો બે કાર્ય કરે. એક તો દુઃખ ઉપજાવવાવાળાં કારણે ઉત્પન્ન ન થવા દે તેમજ સુખને નાશ કરનારાં કારણો પણ ઉત્પન્ન ન થવા દે. પણ લોકમાં તો દુ:ખ ઉપજાવનારાં કારણ દરેક જગ્યાએ જોવા મળે છે અને તેનાથી જીવો દુઃખી થતાં દેખાય છે. જે દુ:ખી થવા ન દે, મળેલું સુખ ખૂટી ન જાય એવી રીતે રક્ષા કરે તેનું નામ પાલનકર્તા કહેવાય; પણ વિશ્વમાં નજર કરવામાં આવે તો સાવ ઊલટું જ નજરે ચઢે છે. જગતમાં સુખી જીવો થોડા દેખાય છે અને દુઃખી જીવો ઘણા દેખાય છે. જીવોનો વિશેષ ભાગ સુધા, તૃષા, ટાઢ, તાપ, સંયોગ, વિયોગ, રોગ, શોક વગેરેથી હેરાન થઈ રહ્યો છે. તેમને ભૂખ-તરસ આદિ લાગી રહ્યાં છે, શીત-ઉષ્ણાદિ વડે દુઃખ થાય છે. જીવો એકબીજાને શસ્ત્રો વડે દુ:ખ ઉપજાવે છે. વળી, વિનાશનાં કારણ પણ અનેક જોવા મળે છે, જેમ કે રોગાદિ અથવા અગ્નિ-વિષશસ્ત્રાદિ. આ પ્રમાણે જો બન્ને પ્રકારથી ઈશ્વરે રક્ષા કરી નહીં તો ઈશ્વરે રક્ષક થઈને શું કર્યું? ઈશ્વરનું રક્ષકપણું ક્યાં રહ્યું? કેટલાક એમ દલીલ કરે છે કે ઈશ્વર રક્ષક જ છે. તેણે ક્ષુધા-તૃષાદિ મટાડવા અર્થે અન્ન-જળાદિ બનાવ્યાં છે, તે કીડીને કણ અને હાથીને મણ પહોંચાડે છે, સંકટમાં સહાય કરે છે. આમ, અનેક પ્રકારથી ઈશ્વર રક્ષા કરે છે. તેમને એમ પૂછી શકાય કે જો એમ છે તો જ્યાં જીવો સુધા-તૃષાદિ વડે ઘણાં પીડાય છે, અન્ન-જળાદિ તેમને મળતાં નથી, સંકટ વખતે કોઈ સહાય મળતી નથી, ત્યાં તેમની રક્ષા ઈશ્વરે કેમ ન કરી? આના જવાબમાં તેઓ કહે છે કે એ જીવોનાં પોતાનાં કર્મનું ફળ છે. એ તો કર્માધીન છે. પરંતુ આ જવાબ તો ઠગવૈદ્યના જેવો ઠર્યો. રોગીને આરામ થાય તો ઠગવૈદ્ય કહે છે કે “એને મારી દવાથી આરામ થયો છે.' લોભી, જૂઠો, શક્તિહીન વૈદ્ય કોઈનું કાંઈ ભલું થાય તો કહે છે કે “મારા કરવાથી'; પણ રોગીનો રોગ વધે અથવા મરી જાય તો ઠગવૈદ્ય કહે છે કે “એ તો કર્માધીન છે. તેનું આયુષ્ય ન હતું તેથી મરી ગયો.' જ્યાં બૂરું થાય - મરણ થાય ત્યાં તે કહે છે કે “એનું એમ જ થવા યોગ્ય Page #617 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર” – વિવેચન હતું'. ઈશ્વરકર્તુત્વવાદીઓ પણ આવું જ કરે છે. ભલું થયું ત્યાં તો ઈશ્વરના કરવાથી થયું તથા બૂરું થયું ત્યાં જીવોનાં કર્મનું ફળ મળ્યું એમ તેઓ કહે છે. આવી જૂઠી કલ્પના શા માટે કરવી? કાં તો બૂરું ભલું બને ઈશ્વરે કરેલું કહેવું અને કાં તો પોતાના કર્મનું ફળ કહેવું. જો ઈશ્વરના કરવાથી થતું હોવા છતાં ઘણા જીવો દુઃખી થતાં જોવા મળે છે, તો આવું કાર્ય કરનારને રક્ષક કેવી રીતે કહેવાય? તથા જો પોતાના કર્મનું ફળ છે તો ‘કરશે તે પામશે' એમાં ઈશ્વરે શું રક્ષા કરી? પોતપોતાનાં કર્મોથી જ જીવોનું ભલું-બૂરું થતું હોય તો પછી ઈશ્વરને વચ્ચે શા માટે લાવવો? આની સામે તેઓ એમ કહે છે કે અમે તો ઈશ્વરને ભક્તવત્સલ કહીએ છીએ. જે ઈશ્વરના ભક્ત છે તેમની તે રક્ષા કરે છે. આનો પ્રત્યુત્તર એ છે કે જો એમ છે તો કીડી આદિ જે તેનાં ભક્ત નથી, તે સર્વને અનાદિ પહોંચાડવામાં, સંકટ વખતે સહાય કરવામાં ઈશ્વરનું કર્તવ્ય માની તેને સર્વનો રક્ષક શા માટે માનવામાં આવે છે? તેને માત્ર ભક્તનો જ રક્ષક માનવો ઘટે છે. પરંતુ તે ભક્તોનો રક્ષક પણ દેખાતો નથી, કારણ કે અભક્તો ભક્ત પુરુષોને પીડા આપતાં જોવા મળે છે. જો એમ કહેવામાં આવે કે પ્રલાદાદિની જેમ ઘણી જગ્યાએ તેણે સહાય કરી છે, તો તેનું સમાધાન એ છે કે જ્યાં સહાય કરી ત્યાં તો તમે એમ માનો છો, પરંતુ મ્લેચ્છ આદિ અભક્ત પુરુષો દ્વારા ભક્ત પુરુષો પ્રત્યક્ષ પીડા પામતાં અથવા તો મંદિરાદિ તોડી પડાતાં દેખાય છે ત્યાં શું? ત્યાં તે કેમ સહાય નથી કરતો? જો ઈશ્વર ભક્તવત્સલ છે તો સોમનાથ પાટણનું દેવળ મહમદ ગઝનીએ તોડ્યું ત્યારે તેણે પોતાના દેવળની રક્ષા કેમ ન કરી? અને સોમનાથ મહાદેવના અનેક ભક્તોને તે સ્થળે મ્લેચ્છ લોકોએ ઘણું દુઃખ આપ્યું, છતાં તેણે સહાયતા કેમ ન કરી? ત્યાં શું ઈશ્વરની શક્તિ જ ન હતી કે તેને એ વાતની ખબર ન હતી? જો એમ કહેવામાં આવે કે ઈશ્વરમાં એટલી શક્તિ ન હતી, તો શું પ્લેચ્છોથી પણ ઓછી શક્તિવાળો ઈશ્વર હોઈ શકે? જો શક્તિ ન હોય તો તે મ્લેચ્છોથી પણ હીન શક્તિનો ધારક થયો. જો એમ કહેવામાં આવે કે દુષ્ટ માણસોના જુલમની ઈશ્વરને ખબર ન હતી, તો ઈશ્વરને સર્વજ્ઞ કઈ રીતે કહેવાય? જો તેને ખબર ન હોય તો તે અજ્ઞાની થયો. જો એમ કહેવામાં આવે કે તેનામાં શક્તિ પણ છે તથા તે જાણે પણ છે, પરંતુ તેને એવી જ ઇચ્છા થઈ; તો પ્રશ્ન થાય કે તો પછી તેને ભક્તવત્સલ કઈ રીતે કહી શકાય? ઈશ્વરમાં શક્તિ અને જ્ઞાન હોવા છતાં સહાય ન કરે તો ઈશ્વરનું ભક્તવત્સલપણું ક્યાં રહ્યું? આ રીતે ઈશ્વરમાં ભક્તવત્સલપણું છે તથા તે સૃષ્ટિનું રક્ષણ કરે છે એ વાત વૃથા છે. ઈશ્વરને લોકનો રક્ષક માનવો યુક્તિસંગત નથી. વળી, ઈશ્વરકર્તુત્વવાદીઓ કહે છે કે ઈશ્વર સૃષ્ટિનો સંહાર કરે છે. આ કહેવું Page #618 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૭ ૫૮૫ પણ યોગ્ય નથી, કારણ કે પ્રથમ તો એ પ્રશ્ન થાય કે જો ઈશ્વર સંહાર કરે છે, તો તે હંમેશાં સંહાર કર્યા કરે છે કે માત્ર પ્રલય કાળ આવે ત્યારે જ સંહાર કરે છે? જો સદા સંહાર કરે તો જેમ ઈશ્વરના રક્ષકપણાની સ્તુતિ કરવામાં આવે છે, તેમ તેના સંહારકપણાની નિંદા પણ કરવી જોઈએ; કારણ કે રક્ષા અને સંહાર બન્ને પરસ્પર પ્રતિપક્ષી છે. વળી, ઈશ્વર સંહાર કેવી રીતે કરે છે? પોતાના હાથથી સંહાર કરે છે કે બીજા પાસે સંહાર કરાવે છે? જેમ કોઈ પુરુષ હસ્તાદિથી કોઈને મારે કે કોઈ પાસે મરાવે, તેમ ઈશ્વર પોતાનાં અંગો વડે સંહાર કરે છે કે કોઈને આજ્ઞા કરી મરાવે છે? જો પોતાના અંગોથી સંહાર કરતો હોય તો આ જગતમાં ક્ષણ ક્ષણમાં અનંત જીવો મરે છે તેનો સંહાર એકલે હાથે કેવી રીતે કરી શકે? સર્વ લોકમાં ઘણા જીવોનો ક્ષણે ક્ષણે સંહાર થાય છે, તો એ કયાં કયાં અંગોથી અથવા તો કોને કોને આજ્ઞા આપી, કેવી રીતે એકસાથે સંહાર કરે છે? જો ઈશ્વર બીજાની સહાય લઈને સંહાર કરતો હોય તો તે સહાય કરનારા કોણ છે? કેટલાક એમ દલીલ કરે છે કે ઈશ્વર તો ઇચ્છા જ કરે છે તથા એની ઇચ્છાનુસાર સંહાર સ્વયં થાય છે. તો પ્રશ્ન થાય કે અનેક જીવોને એકસાથે મારવાની ઇચ્છા તેને શા માટે થતી હશે? શું તેને સદાકાળ મારવારૂપ પરિણામ જ રહ્યા કરતાં હશે? જો ઈશ્વરની ઇચ્છામાત્રથી સંહાર થઈ જતો હોય તો શું એવી મોટી પદવીવાળાની વૃત્તિ ‘માર, માર ને માર' એવી અધમ હશે? થોડા જીવોનો સંહાર કરનારને દુષ્ટપરિણામી કહેવામાં આવે છે તો આવા અનંત જીવોનો સંહાર કરનાર તો કેવો નિર્દયી ઠરે! વળી, જો તે મહાપ્રલય થતાં સંહાર કરતો હોય તો તે ઇચ્છા થતાં કરે છે કે ઇચ્છા વિના જ કરે છે? જો ઇચ્છા થતાં કરતો હોય તો ઈશ્વરને એવો ક્રોધ શા કારણે થયો કે સર્વનો પ્રલય કરવાની તેને ઇચ્છા થઈ? કારણ વિના ઇચ્છા થાય નહીં. સર્જન કરવાની ઇચ્છા તે રાગ અને નાશ કરવાની ઇચ્છા તે દ્વેષ સૂચવે છે. ઈશ્વરમાં જો સર્જન-વિનાશની ઇચ્છા માનવામાં આવે તો તે રાગ-દ્વેષવાળો ઠરે છે. જો ઈશ્વર રાગીહેપી સિદ્ધ થાય તો, રાગ-દ્વેષ તો કર્મબંધનનું - મહાદુઃખનું મૂળ છે. જો રાગી-બીને ઈશ્વર કહેવાતો હોય તો શા માટે માત્ર ઉપરવાળાને જ ઈશ્વર કહેવો? જીવ પણ શા માટે ઈશ્વર ન કહેવાય? વળી, જો ઈશ્વરને પણ રાગ-દ્વેષ હોય તો અન્ય જીવોને રાગવૈષ છોડી સમતાભાવ રાખવાનો ઉપદેશ શા માટે આપવામાં આવે છે? તથા જો કારણ વિના ઇચ્છા થાય છે એમ માનવામાં આવે તો એ ઇચ્છા બહાવરાની ઇચ્છા જેવી થઈ. સૃષ્ટિને રચવામાં તથા નાશ કરવામાં ઈશ્વરને જો કશું પ્રયોજન ન હોય છતાં તે રચના તથા સંહાર કરે તો તે ઉન્મત્ત જેવો જ હોવો જોઈએ. પ્રયોજન વિના એક કીડી પણ Page #619 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કોઈ કાર્ય ન કરે તો ઈશ્વર શા માટે કરે? ઈશ્વર કયા પ્રયોજન વડે આ બધું કરે છે? તેના ઉત્તરમાં કેટલાક ઈશ્વરકતૃત્વવાદીઓ એમ કહે છે કે જગતકર્તાને સૃષ્ટિનિર્માણ કરવાનું કોઈ પ્રયોજન હોતું જ નથી. એ તો માત્ર પોતાની સ્વતંત્રતાથી જ જગતનું નિર્માણ અને જગતનો સંહાર કરવામાં પ્રવૃત્ત થાય છે. એ તો એને એવી ઇચ્છા થઈ કે ‘લાવ જગતનું નિર્માણ કરવાની રમત કરું' અથવા તો “જગતનો વિનાશ કરવાની રમત કરું'. આવી ઇચ્છા વડે તે જગતનો ઉત્પાદ કે નાશ કરવામાં પ્રવૃત્ત થઈ જાય છે. તે પ્રયોજન વિના, લીલા કરવા માટે કરે છે. આ જગત એ ઈશ્વરની લીલામાત્ર, ક્રીડામાત્ર છે. લીલા (નાટક) તો કોઈને બતાવવા માટે કરવામાં આવે છે, જો આ ઈશ્વરની લીલા હોય તો ઈશ્વરને આ લીલા કોને બતાવવી હતી? વળી, ક્રીડા આ તો રાગજનિત પ્રવૃત્તિ છે. જે રાગમુક્ત હોય તેનામાં ક્રીડા કઈ રીતે હોઈ જ શકે? શ્રી આનંદઘનજી મહારાજ લખે છે – કોઈ કહે લીલા રે અલખ અલખ તણી રે, લખ પૂરે મન આશ; દોષરહિતને લીલા નવિ ઘટે રે, લીલા દોષવિલાસ.૧ કોઈ એમ કહે છે કે જેનું સ્વરૂપ ઓળખવાનો લક્ષ ન થઈ શકે એવા અલખ ભગવાને આ જગત રચવાની અલખ લીલા કરી છે અને તે અલખ ભગવાન સૌની ઇચ્છા પૂરી કરે છે. પરંતુ દોષરહિત ભગવાનને આવી લીલા કરવી કઈ રીતે ઘટે? લીલા એ તો દોષવાનનું કામ છે. જો એમ કહેવામાં આવે કે ઈશ્વરે આ ખેલ કર્યો અને વળી તે નષ્ટ કર્યો, પરંતુ એમ કરવાનું કોઈ કારણ નથી, આ તો માત્ર એક તમાશો છે; આ વાત યથાર્થ નથી, કારણ કે ખેલ કરનારને ખેલ ઇષ્ટ લાગે તો ખેલ કરે અને ખેલ અનિષ્ટ લાગે તો તેનો નાશ કરે. હવે જો ઈશ્વરને આ લોક ઇષ્ટ-અનિષ્ટ લાગે તો તેને લોક માટે રાગદ્વેષ થયો એમ કહેવાય. જો ઈશ્વરને રાગ-દ્વેષ થાય તો પછી ઈશ્વરનું સ્વરૂપ સાક્ષીરૂપ કેવી રીતે કહેવાય? સાક્ષી તેને કહેવાય કે જે જેમ હોય તેમ જ જોયા-જાણ્યા કરે. ઇષ્ટઅનિષ્ટ લાગવાથી જે ઉત્પત્તિ-નાશ કરે તેને સાક્ષીરૂપ કેવી રીતે કહેવાય? સાક્ષીરૂપ રહેવું અને કર્તા-હર્તા થવું એ બન્ને પરસ્પર વિરોધી છે, એ બન્ને એકસાથે સંભવતાં નથી. તમાશગીરને તમાશો સારો લાગે ત્યારે તમાશો કરે અને ખરાબ લાગે ત્યારે તમાશો વિખેરી નાખે; તો પછી તેને રાગ-દ્વેષ નથી એ વાત શી રીતે માની શકાય? વળી, ઈશ્વરને પહેલાં એવી ઇચ્છા થઈ હતી કે હું એક છું તો હવે બહુ થાઉં.” જ્યારે તે બહુ થયો ત્યારે વળી એને એવી ઇચ્છા થઈ કે હું બહુ થયો છું, હવે ૧- શ્રી આનંદઘનજીરચિત, શ્રી ષભદેવ ભગવાનનું સ્તવન, કડી ૫ Page #620 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૭ ૫૮૭ એક થાઉં.’ આ તો જેમ કોઈ ભોળપણથી કાર્ય કરે અને પછી પસ્તાય, પછી તે કાર્યને દૂર કરવા ઇચ્છે, તેના જેવું થયું. ઈશ્વરે ઘણા થઈને એક થવાની ઇચ્છા કરી તો એમ કહી શકાય કે પહેલાં ઘણા થવાનું જે કાર્ય કર્યું તે ભોળપણથી જ કર્યું હતું. જો ભાવિના જ્ઞાનપૂર્વક કાર્ય કર્યું હોય તો તેને દૂર કરવાની ઇચ્છા શા માટે થાય? આવા પ્રશ્નો સાંભળીને કેટલાક ઈશ્વરકર્તુત્વવાદીઓ કહે છે કે લીલા કરવી એ તો ઈશ્વરનો સ્વભાવ છે. ઈશ્વરનો એવો સ્વભાવ જ છે કે તે જગતનું નિર્માણ વગેરે કરે છે. સ્વભાવની સામે કોઈ પ્રશ્ન થઈ શકે નહીં. પરંતુ સ્વભાવની વાત કરીને તો તેઓ પોતાની અપકીર્તિ જ વહોરે છે, કેમ કે એનો અર્થ જ એ થયો કે હવે કોઈ ઈશ્વરના જગતકત્વના વિધાનની પરીક્ષા કરી શકે જ નહીં. જગતમાં સુવર્ણ જેવી વસ્તુની પણ પરીક્ષા કષ-છેદ-તાપાદિથી કરવામાં આવે છે અને ઈશ્વરકર્તુત્વવાદીઓએ તો ઈશ્વરના જગતકર્તુત્વ અંગે સ્વભાવવાદ સ્વીકારીને પરીક્ષાનો માર્ગ જ બંધ કરી દીધો. આવી યુક્તિરહિત વાત માન્ય કરી શકાય નહીં. વળી, જો ઈશ્વરના સ્વભાવમાત્રથી સૃષ્ટિ બને છે એમ કહેવામાં આવે તો એમ માનવું વધુ યોગ્ય જણાશે કે કાર્ય પોતાનાં કારણોના સ્વભાવ વડે જ નીપજે છે. આમ માનવાથી તો ઈશ્વરના અસ્તિત્વની કલ્પના અર્થહીન ભાસશે. આ પ્રમાણે ઈશ્વર સૃષ્ટિને પેદા કરનાર છે, તેનો પાલનકર્તા છે અને સંહારકર્તા છે વગેરે સર્વ વાતો કપોલકલ્પિત જણાય છે. ઈશ્વરનું જગતકર્તુત્વ ઘટી શકતું નથી. જૈન દર્શન ઈશ્વરને જગતનો બનાવનાર ન કહેતાં જગતનો બતાવનાર કહે છે. ઈશ્વર સર્વજ્ઞ છે અને તેથી સમગ્ર જગતનું સ્વરૂપ કેવું છે તે જીવોને બતાવે છે. ઈશ્વરકર્તુત્વવાદીઓ કહે છે કે જીવોનાં તમામ સારા-માઠાં કામો ઈશ્વરની ઇચ્છા પ્રમાણે થાય છે. તો પ્રશ્ન એ થાય છે કે એ કામો કરનારા તમામ જીવો પાસે ઈશ્વરે પોતાનો મહિમા શા માટે ન મનાવ્યો? તમામ જીવો ઈશ્વરને ગમતાં કામો, ઈશ્વરનો મહિમા વધે તેવાં કામો કેમ નથી કરતાં? વળી, બધું ઈશ્વર કરાવતા હોવાથી જીવે તો ધર્મ-અધર્મ આદિ કંઈ વિચારવાની જરૂર રહેતી નથી. પરમશુદ્ધસ્વરૂપી ઈશ્વર જો જીવને કર્મ કરવાની પ્રેરણા કરતો હોય તો તે સારાં જ કાર્યોની પ્રેરણા કરે, ખરાબ કાર્યોની પ્રેરણા ન જ કરે. પરમ દયાળુ ઈશ્વર કોઈકને પાપ કરવાની પ્રેરણા કરે તો તે તેના નરકાદિ દુ:ખ ભોગવવાનું કારણ બને, તે વાત બિલકુલ યુક્તિસંગત નથી. વળી, કોઈને સારાં કર્મની અને કોઈને ખરાબ કર્મની પ્રેરણા કરી તે પક્ષપાતી શા માટે થાય? આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય'માં લખે છે કે ઈશ્વર કોઈને નરકાદિના સાધનભૂત એવા બ્રહ્મહત્યાદિરૂપ હિંસાદિમાં પ્રેરે છે અને કેટલાકને સ્વર્ગાદિના સાધનભૂત એવાં યમ-નિયમાદિ અનુષ્ઠાનમાં પ્રેરે છે એમ Page #621 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન માનવામાં આવે તો પ્રશ્ન થાય કે આ ઈશ્વરની પ્રેરણા કયા પ્રયોજનથી છે?" ઈશ્વર નરકાદિના સાધનમાં જેને જેને પ્રેરણા કરે છે, તે તો તે તે જીવો પ્રત્યેનો વેષભાવ છે અને સ્વર્ગાદિના સાધનમાં જેને જેને પ્રેરણા કરે છે, તે તો તે તે જીવો પ્રત્યેનો રાગભાવ છે. ઈશ્વર જો આમ કરતો હોય તો રાગ-દ્વેષના અભાવરૂપ ઈશ્વરનો જે વીતરાગતા ગુણ છે, તે જ નષ્ટ થઈ જાય છે. કદાચ એમ કહેવામાં આવે કે ઈશ્વરને કાંઈ પણ પ્રયોજન છે જ નહીં; તો તેનું સમાધાન એ છે કે જો પ્રયોજન ન હોય તો પ્રયોજનમૂલક પ્રેરણા પણ ન હોઈ શકે, કારણ કે જે કાંઈ પણ પ્રેરણા કરવામાં આવે, તે તો કોઈ ફળને અનુલક્ષીને હોય છે. જો ફળની ઇચ્છા ન હોય તો તેને માટે પ્રેરણા પણ ન હોય; અને પ્રેરણાના અભાવે પ્રેરકપણું પણ ન હોઈ શકે. આમ, ઈશ્વર પ્રેરકકર્તા છે એવો સિદ્ધાંત નષ્ટ થાય છે. પ્રયોજન કે પ્રયોજનનો અભાવ એ બન્નેમાંથી એક પણ ઘટી શકતું નથી. જો એમ માનવામાં આવે કે જીવો પોતાની મેળે જ અશુભ ભાવની અધિકતાથી હિંસા આદિ અશુભ કાર્યો કરે છે અને શુભ ભાવની અધિકતાથી યમ-નિયમાદિ શુભ કાર્યમાં પ્રવૃત્તિ કરે છે તો તો ઈશ્વરનું કર્તુત્વ જ વ્યર્થ ઠરે છે. - જો કાર્ય કરવાની પ્રેરણા ઈશ્વર આધીન હોય તો જીવ પરતંત્ર બને છે. કાર્ય કરવામાં જો તે સ્વતંત્ર ન હોય તો તે કર્મફળનો ભોક્તા પણ ન હોઈ શકે. જો કોઈ માણસ શસ્ત્રથી કોઈ માણસનું ખૂન કરે તો તે ખૂનનો જવાબદાર ખૂની માણસ બને છે, શસ્ત્ર નહીં; તેમ જો જીવ કાર્ય કરવામાં પરાધીન હોય તો તે પુણ્ય-પાપનાં ફળનો ભાગીદાર બને નહીં. જેમ સેનાપતિની આજ્ઞાથી સૈનિકો યુદ્ધમાં ઘણા માણસોને મારી નાખે છે છતાં તે સૈનિકો એ કાર્યના જવાબદાર હોતા નથી, એ જ રીતે સ્વામીની આજ્ઞાથી સેવક જે કામ કરે છે તેનો જવાબદાર સેવક થતો નથી, તેમ જો ઈશ્વરની પ્રેરણાથી સારાં-નરસાં કામ જીવ કરતો હોય તો એ કર્મનો જવાબદાર તે જીવ ન ગણાય. એ કર્મનાં ફળ - સુખ અથવા દુઃખ ઈશ્વરને જ મળવાં જોઈએ. જે કરે તે જ ભોગવે. જેણે કર્મ કર્યું તેણે જ તેનું ફળ ભોગવવું જોઈએ. જો ઈશ્વર જ કર્તા હોય તો કરણીનાં ફળ ઈશ્વરે જ ભોગવવાં જોઈએ. વળી, જો ઈશ્વરની પ્રેરણાથી ગુણ-અવગુણ થતા હોય તો જીવતત્ત્વનો અભાવ થઈ જાય, કારણ કે જીવની સત્તામાં ગુણપણું અથવા દોષપણું ન આવ્યું, પણ તેમાં ઈશ્વરાધીનપણું આવ્યું. કર્તા ઈશ્વરપ્રેરિત છે એમ સ્વીકારતાં જીવનું અસ્તિત્વ ઠરતું નથી, ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, શાસ્ત્રવાર્તાસમુચ્ચય', શ્લોક ૧૯૮ 'नरकादिफले कांश्चित् कांश्चित् स्वर्गादिसाधने । कर्मणि प्रेरयत्याशु स जन्तून् केन हेतुना? ।।' Page #622 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૭ ૫૮૯ કારણ કે ગુણ કે અવગુણ જીવકૃત ઠરે નહીં તો જીવ નામનો પદાર્થ રહે નહીં. આ વાતને સમજાવતાં શ્રીમદ્ લખે છે – જો ઈશ્વરાદિ કર્મના વળગાડનાર હોય તો તો જીવ નામનો વચ્ચે કોઈ પણ પદાર્થ રહ્યો નહીં, કેમકે પ્રેરણાદિ ધર્મે કરીને તેનું અસ્તિત્વ સમજાતું હતું, તે પ્રેરણાદિ તો ઈશ્વરકૃત ઠર્યા, અથવા ઈશ્વરના ગુણ ઠર્યા; તો પછી બાકી જીવનું સ્વરૂપ શું રહ્યું કે તેને જીવ એટલે આત્મા કહીએ? એટલે કર્મ ઈશ્વરપ્રેરિત નહીં પણ આત્માનાં પોતાનાં જ કરેલાં હોવા યોગ્ય છે.”૧ રાગ-દ્વેષ, ઇચ્છા-અનિચ્છાની ચિંતવના કરનારો જીવ માન્ય રાખીએ તો જીવ સ્વતંત્ર અને ભૂલ કરનારો ઠરે, પણ ઈશ્વરને ગુણ-દોષનો ઉત્પાદક ઠરાવતાં જીવનું અસ્તિત્વ જ રહે નહીં. જીવનાં કર્મો ઈશ્વરાધીન હોય તો કર્મ અને ઈશ્વર બે વસ્તુ રહી, અર્થાત્ કાર્ય અને કર્તા એમ બે તત્ત્વનું અસ્તિત્વ સિદ્ધ થાય અને જીવ નામની વસ્તુ તો વચ્ચેથી નીકળી જ જાય! પરંતુ જેનો જ્ઞાયક તથા પ્રેરક સ્વભાવ છે એવી જીવ નામની વસ્તુનું અસ્તિત્વ છે અને તેનું અસ્તિત્વ નિત્યરૂપે છે એમ તો પ્રથમ બે પદનાં સમાધાન વડે સિદ્ધ થઈ ચૂક્યું છે. આમ, જીવના કર્મનો પ્રેરક ઈશ્વર નથી, પણ જીવ પોતે જ પોતાના પ્રેરણાદિ ધર્મો વડે ગુણ-અવગુણનો કર્તા છે. જો ઈશ્વરને કર્મનો કર્તા માનીએ તો જીવનું સ્વતંત્ર અસ્તિત્વ રહે નહીં અને જીવનાં માઠાં કર્મોનો જવાબદાર ઈશ્વર ઠરે, તેથી ઈશ્વરનું સ્વરૂપ દોષિત થાય. શુદ્ધાત્મારૂપ ઈશ્વરને જીવોને કર્મની પ્રેરણા કરનારો માનીએ તો ઈશ્વરને ઉપાધિવાળો માનવો પડે. એમ માનવાથી સંસારી જીવ તથા ઈશ્વર બન્નેને ઉપાધિવાળા ગણવા પડશે અને તેથી ઈશ્વર અને જીવમાં કશું અંતર રહેશે નહીં. ઈશ્વરની કોઈ વિશેષતા રહેશે નહીં અને ઈશ્વરત્વનો લોપ થશે. આમ, ઈશ્વરને જગતનો, જગતનાં કાર્યોનો, જગતના જીવોનાં કર્મોનો કર્તા માનવામાં અનેક દોષો ઉદિત થવાના કારણે ઈશ્વરના ઈશ્વરપણાનો લોપ થવાનો પ્રસંગ આવી પડવાથી ઈશ્વરકર્તુત્વવાદ યુક્તિયુક્ત સિદ્ધ થતો નથી. ઈશ્વર સૃષ્ટિનો કર્તા-હર્તા નથી તેમજ જીવોનાં કર્મોનો પ્રેરકકર્તા પણ તે નથી. કર્મકર્તુત્વ ઈશ્વરના હાથમાં નથી. જીવાત્માની તમામ અવસ્થાઓ, એનાં વિવિધ સ્વરૂપો, એની વિધવિધ ક્રિયાઓ - બધું જ જીવના પોતાના પ્રયત્નથી જ જન્ય છે, એમાં કશે પણ કોઈ ઈશ્વરીય પ્રેરણા માનવાની જરૂર નથી. કોઈ પણ પરિવર્તન ઈશ્વરના પ્રયત્નથી થાય છે તેમ જૈન દાર્શનિકો માનતા નથી. એક સંસારી આત્મા કર્મોદય અનુરૂપ શરીર વગેરે સામગ્રીનું નિર્માણ કરે છે તે કેવાં પર્યાયવાળાં પુદ્ગલદ્રવ્યમાંથી કેવા કર્મને પામીને, કેવી રીતે કરે છે તેની બહુ ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૪૫ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન) Page #623 -------------------------------------------------------------------------- ________________ ૫૯ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સ્પષ્ટ સમજણ જૈન દર્શનમાં આપવામાં આવી છે; એટલે કોઈ પણ બાબતમાં ઈશ્વરીય કર્તુત્વને વિચારવાની જરૂર પણ પડતી નથી. આવી સમજણનો જ્યાં અભાવ છે ત્યાં જ ઈશ્વરકર્તુત્વની કલ્પના આકાર પામી શકે છે. ઉપરની ચર્ચાનો સાર એ છે કે ઈશ્વરકર્તુત્વવાદી જેમ ક્રિયા કરવામાં ઈશ્વરની પ્રેરણાને સ્થાન આપે છે, તેમ જૈન પરંપરા આપતી નથી. સંસારમાં જે વ્યવસ્થા જણાય છે તેનો આધાર શો છે? એ પ્રશ્નના ઉત્તરરૂપે ઈશ્વરકર્તુત્વવાદીઓ એમ કહે છે કે સર્વશક્તિમાન ઈશ્વર જગતનિયંતા છે. તેઓ કહે છે કે આ સંસારચક્ર ઈશ્વર દ્વારા સંચાલિત છે, પરંતુ જૈનો આવા ઈશ્વરના સ્થાને કર્મને મૂકે છે. જૈન દર્શનમાં કર્મના સિદ્ધાંત દ્વારા બધો ખુલાસો થતો હોવાથી, સંસારચક્ર માટે જવાબદાર એવી કોઈ એક સર્વોપરી વ્યક્તિની કલ્પનાની જરૂર તેને જણાઈ નથી. જૈનમત અનુસાર જીવોનાં કર્મોના કારણે જ આ સંસારચક્ર ચાલે છે અને તેમનાં કર્મોના કારણે જ સઘળું વ્યવસ્થિત થાય છે. કર્મ કરવાનું સામર્થ્ય જીવમાં જ છે. ઉપરવાળા કોઈને પણ કર્તા માનવા કરતાં જીવને જ પોતાનાં સારાં-નરસાં કર્મોનો કર્તા માની લેવામાં આવે તો બધી સમસ્યાઓ અને વિટંબણાઓનો ઉકેલ આવી જાય. પછી ઈશ્વરના માથે પણ કોઈ દોષ કે આરોપ મૂકવાનો પ્રશ્ન જ ન રહે. આમ, ઈશ્વરકર્તુત્વ કોઈ પણ રીતે ઘટી શકતું નથી. કર્તારૂપે ઈશ્વરની માન્યતા જૈન દર્શનને સ્વીકાર્ય નથી. આ જગત એ ઈશ્વરનું જ મંગલમય સર્જન છે, એ જ સમસ્ત સંસારનો કર્તા છે, સંસારના સચરાચર બધા પદાર્થોનો એ સંચાલક છે એવી કલ્પનાને જૈન દર્શનમાં સ્થાન નથી. જૈન દર્શનના મત અનુસાર કૃતકૃત્ય એવા ઈશ્વરને દુનિયા બનાવવાના પ્રપંચમાં નાખવા ઉચિત નથી. જૈન દર્શન ઈશ્વરકર્તુત્વને સ્વીકારતું નથી, પરંતુ તેનાથી એમ ન સમજવું કે જૈન દર્શન ઈશ્વરને માનતું જ નથી. જૈન દાર્શનિકો ઈશ્વરકર્તુત્વવાદને માનતા ન હોવાથી જૈન દર્શનને અનીશ્વરવાદી દર્શન તરીકે પોતાના ગ્રંથોમાં ઉલ્લેખવાનું દુઃસાહસ વ્યાપક રૂપમાં કરવામાં આવ્યું છે. જૈન દર્શનને નાસ્તિક કહેવા સુધીનું દુઃસાહસ પણ કેટલાક લોકોએ કર્યું છે. તેથી એટલું સ્પષ્ટ સમજવાની જરૂર છે કે જૈનો ઈશ્વરત્વ અથવા ઈશ્વરીય સ્વરૂપમાં શ્રદ્ધા નથી ધરાવતા એમ છે જ નહીં. જૈનો ઈશ્વરને માને જ છે, પરંતુ ઈશ્વર જગતનો કર્યા છે અને કર્મનો પ્રેરક છે એમ તેઓ નથી માનતા. જૈનોએ ઈશ્વરની સત્તાનો નિષેધ નથી કર્યો પણ ઈશ્વરકર્તુત્વવાદનો નિષેધ કર્યો છે. વૈદિક પરંપરામાં ઈશ્વરનું જગતકર્તા તરીકેનું જે સ્થાન છે, તેનો જૈન પરંપરામાં કોઈ અવકાશ નથી. નિત્ય ઈશ્વરનું સાક્ષી તરીકેનું સ્થાન કે જે યોગ પરંપરામાં સચવાયું છે, તે પણ જૈન પરંપરામાં નથી. જૈન પરંપરામાં આધ્યાત્મિક સાધનાના શિખરે પહોંચેલ જીવ, તે Page #624 -------------------------------------------------------------------------- ________________ ૫૯૧ જ દેવાધિદેવ અથવા પરમાત્માનું સ્થાન લે છે અને તે પણ સૃષ્ટિકર્તા કે કર્મફળદાતા તરીકેનું નહીં, પણ આદર્શ ઉપાસ્ય તરીકેનું. 66-alle જૈન દર્શનના મત પ્રમાણે ઈશ્વર એટલે સર્વ પ્રકારના રાગ-દ્વેષના સંપૂર્ણ અભાવવાળો આત્મા. તેમનામાં સ્ત્રી આદિ પ્રત્યે રાગયુક્ત ચેષ્ટા પણ ન હોય અને અસુર વગેરેના સંહારનું તાંડવ પણ ન હોય. એવાં કારણોસર તેમણે અવતારો પણ લેવાના ન હોય. જૈન પરંપરા અનુસાર જે કોઈ પણ જીવ રાગ-દ્વેષ-અજ્ઞાનથી સર્વથા મુક્ત થવાની સાધના કરે છે, તે આત્મા અંતે વીતરાગ સર્વજ્ઞ બને છે અને તે જ ઈશ્વર છે. જૈન પરંપરા સાંખ્યની જેમ ફૂટસ્થનિત્યચેતનવાદી નથી. તે જીવતત્ત્વમાં સદ્ગુણનો વિકાસ માને છે. તેના મત પ્રમાણે વિકાસનું મૂળગત બીજ તો જીવમાં જ રહેલું છે. જે સાધકો આ બીજને પૂર્ણપણે વિકસાવી સિદ્ધિ મેળવે છે, તે સર્વ પોતે પૂર્ણદશાવાન હોવાથી ઈશ્વર છે. આનાથી ભિન્ન એવો કોઈ ઈશ્વર નથી કે જે સૃષ્ટિસર્જન કરતો હોય કે કર્મપ્રેરક હોય. જૈન પરંપરા પ્રમાણે મુક્ત, સિદ્ધ, પૂર્ણ અવસ્થાવાળા આત્માઓ એ જ ઈશ્વર છે. નિશ્ચયનયની દૃષ્ટિએ પ્રત્યેક આત્મા સ્વભાવથી કેવળજ્ઞાનાદિરૂપ પરમ ઐશ્વર્ય વડે યુક્ત હોવાથી દરેક આત્મા ઈશ્વર જ છે. દરેક સંસારી આત્મા પરમ ઐશ્વર્યથી યુક્ત જ છે, માટે આત્મા સ્વરૂપથી તો ઈશ્વર જ છે, પણ વર્તમાન અવસ્થામાં તે સ્વરૂપ કર્મથી આચ્છાદિત છે. જીવનો પરમાત્મભાવ આવૃત છે અને તે આવરણ દૂર થતાં જીવની પરમાત્મદશા પ્રગટે છે. શ્રીમદ્ ગાંધીજીને લખે છે ‘અમે તમે કર્મબંધમાં વસી રહેલા જીવ છીએ. તે જીવનું સહજસ્વરૂપ, એટલે કર્મરહિતપણે માત્ર એક આત્મત્વપણે જે સ્વરૂપ છે તે ઈશ્વરપણું છે. જ્ઞાનાદિ ઐશ્વર્ય જેને વિષે છે, તે ઈશ્વર કહેવા યોગ્ય છે; અને તે ઈશ્વરતા આત્માનું સહજસ્વરૂપ છે. જે સ્વરૂપ કર્મપ્રસંગે જણાતું નથી, પણ તે પ્રસંગ અન્યસ્વરૂપ જાણી, જ્યારે આત્માભણી દૃષ્ટિ થાય છે ત્યારે જ અનુક્રમે સર્વજ્ઞતાદિ ઐશ્વર્યપણું તે જ આત્મામાં જણાય છે; અને તેથી વિશેષ ઐશ્વર્યવાળો કોઈ પદાર્થ સમસ્ત પદાર્થો નીરખતાં પણ અનુભવમાં આવી શકતો નથી; જેથી ઈશ્વર છે તે આત્માનું બીજું પર્યાયિક નામ છે, એથી કોઈ વિશેષ સત્તાવાળો પદાર્થ ઈશ્વર છે એમ નથી, એવા નિશ્ચયમાં મારો અભિપ્રાય છે.' જૈન દર્શન પ્રમાણે અનંત જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય એ અનંતચતુષ્ટય ગુણ સર્વ આત્માઓમાં હોય છે; તેથી જ ઈશ્વર એ કોઈ વિશિષ્ટ જાતિનો આત્મા નથી, પણ જે જે આત્માઓએ પોતાના આ ગુણોનો આવિર્ભાવ કર્યો છે, તે સર્વ આત્માઓ ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૨૬ (પત્રાંક-૫૩૦) Page #625 -------------------------------------------------------------------------- ________________ પ૯૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ઈશ્વર, પરમાત્મા, અહિત કે સિદ્ધના નામથી સંબોધવાને યોગ્ય છે. જે આત્માઓના આ ચાર ગુણો ઢંકાયેલ છે તે સંસારી કહેવાય છે. આ સંસારી આત્માઓ પણ ઈશ્વર - પરમાત્મા - સિદ્ધ બનવાની યોગ્યતા ધરાવે છે. આ દષ્ટિએ વિચાર કરતાં જણાય છે કે વ્યક્તિગત રીતે અમુક આત્માઓ સંસારી ગણાય છે અને અમુક આત્માઓ સિદ્ધ ગણાય છે. આ ભેદ સ્વાભાવિક નહીં પણ કારણજન્ય (આત્માની પોતાની સાધનાના કારણે થયેલી છે. સામૂહિક દૃષ્ટિએ સંસારી અને સિદ્ધ એવા બે વર્ગો કાયમના હોવા છતાં વ્યક્તિગત દૃષ્ટિએ આ ભેદ કાયમનો નથી. જે વ્યક્તિ આ ક્ષણે સંસારી વર્ગમાં હોય તે બીજી જ ક્ષણે સિદ્ધ વર્ગમાં ભળી જઈ શકે છે. જીવ જ્યારે સિદ્ધ થાય છે ત્યારે તેમના માટે કોઈ ઉપાસ્ય - આરાધ્ય નથી રહેતું. પોતાથી પહેલાં થયેલા સિદ્ધોમાં અને તેમના પોતાનામાં કોઈ જાતનો સ્વરૂપભેદ નથી રહેતો. સિદ્ધોમાં વૈષમ્ય નથી હોતું. બધા જ સિદ્ધો સમાન હોય છે અને બધા જ પોતપોતાના સ્વરૂપમાં રમણતા કરે છે. જીવ જ્યારે સિદ્ધ થાય છે ત્યારે સંસારી જીવો સાથેના તેમના સંબંધ છૂટી જાય છે. પછી તેઓ માત્ર સંસારના દ્રષ્ટા જ રહે છે. તેમનામાં સંસારી જીવો પ્રત્યે કશું કરવાપણું રહેતું નથી. સિદ્ધ જીવ કોઈનું ભલું-ભૂંડું કરતા નથી. તેમના પ્રસાદથી જીવોના ઉદ્ધારની અને તેમના કોપથી જીવની દુર્ગતિની સંભાવના જ નથી. કોઈ ઈશ્વર કે સિદ્ધ અન્ય જીવોનો ઉદ્ધાર નથી કરી શકતા. પોતાનાં કર્મનો નાશ જીવે પોતે જ કરવાનો છે. બધા જીવોમાં સ્વભાવદષ્ટિએ સામ્ય હોવા છતાં જે વિષમતા દેખાય છે, તેનું કારણ તે તે જીવનાં કર્મ છે. તે કર્મથી મુક્ત થવાનો પ્રયત્ન જીવે પોતે જ કરવાનો છે. દરેક જીવ પોતાની ઉન્નતિને માટે સ્વયં જવાબદાર છે. અહીં કોઈને પ્રશ્ન થાય કે આવા ઈશ્વર સંસારી જીવોના શા ઉપયોગમાં આવે? જો તેઓ કોઈનું ભલું કરતા નથી, કોઈનો ઉદ્ધાર કરતા નથી, તો તેમની ભક્તિ કરવાનો શો અર્થ? ઈશ્વરની ઉપાસનાની આવશ્યકતા ક્યાં રહી? ઈશ્વરને પૂજવા, જપવા, આરાધવાથી શું લાભ? જ્યારે ઈશ્વર કંઈ જ કરતા નથી, કોઈને સુખી-દુઃખી કરતા નથી, કોઈને સારાં-નરસાં ફળ આપતા નથી તો એવા ઈશ્વરની પૂજા, ભક્તિ, જાપ, આરાધના વગેરે બધું વ્યર્થ, નિરર્થક જ જશેને? - આ પ્રશ્નનો ઉત્તર એ છે કે શુદ્ધ, બુદ્ધ, પૂર્ણ, મુક્ત, વીતરાગી, સચ્ચિદાનંદી, પરમાત્માની ભક્તિ, પૂજા, જાપ, ધ્યાનથી જીવમાં નિર્મળ ભાવ જાગે છે. તેમની ઉપાસનાથી જીવમાં શુદ્ધિ આવે છે અને તેથી તેનાં કર્મોનો નાશ થાય છે. તે કર્મોનાં બંધનમાંથી મુક્ત થાય છે. આમ, ઈશ્વરની આરાધના કર્મક્ષયકારક હોવાથી સાર્થક છે, Page #626 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૭ ૫૯૩ ફળદાયી છે, સહેતુક છે, લાભદાયી છે. વીતરાગી ભગવાનનું સ્મરણ કરનાર જીવ સ્વયં વીતરાગતાને પામે છે. શુદ્ધ, બુદ્ધ, સિદ્ધ, મુક્ત પરમાત્માની યથાર્થ ભક્તિ જીવને તેમના જેવા પરમાત્મા બનાવે છે, માટે તેઓ જીવના પરમ ઉપાય છે. સિદ્ધ ભગવંતના અવલંબનથી જીવ અવશ્ય લાભ કરી શકે છે. જો તે સિદ્ધના સ્વરૂપનું ધ્યાન કરીને પોતાના ઢંકાઈ ગયેલા સિદ્ધસ્વરૂપને પ્રગટ કરવાનો પ્રયત્ન કરે તો એના ફળરૂપે પોતે સિદ્ધ બને છે. આમ, સિદ્ધ પરમાત્મા જીવના વિકાસને માટે નિમિત્તકારણ બની શકે છે. તેમણે જેવી રીતે કર્મને દૂર કર્યા તેવી રીતે જીવનાં પોતાનાં કર્મો દૂર કરવાનો ઉદ્યમ કરવામાં, તેમના બતાવેલા માર્ગે ચાલવામાં તેમનું આલંબન ઉત્કૃષ્ટ નિમિત્ત છે. પરમાત્માનું આલંબન લેનાર સ્વયં પરમાત્મા બની જતો હોવાથી તેમની આરાધના – ઉપાસના કરવી ખૂબ ઉપકારી છે, તેથી જ પરમાત્માનાં ગુણગાન, પૂજા, ભક્તિ, ધ્યાન આદિને જૈન દર્શનમાં અગત્યનું સ્થાન મળ્યું છે.' આ રીતે જૈન માન્યતા પ્રમાણે ઈશ્વર જગતકર્તા કે કર્મપ્રેરક નથી છતાં ઉપાસ્ય છે. ઈશ્વરને આદર્શરૂપે સામે રાખી પોતામાં રહેલી તેમના જેવી શક્તિ પૂર્ણપણે પ્રગટાવવી એ જૈન ઉપાસનાનું ધ્યેય છે. ઈશ્વરની પૂજા, ભક્તિ, જાપ, આરાધના વગેરે પાછળ આ જ એકમાત્ર લક્ષ છે. જૈન દર્શનમાં ઈશ્વરને લીલા કરનાર નહીં પણ વીતરાગી માન્યા છે. એમાં ઈશ્વરના સ્વરૂપ અંગે કોઈ વિટંબણા નથી. ઈશ્વરનું શુદ્ધ, પૂર્ણ સ્વરૂપ પણ જળવાઈ રહે છે અને જીવ તેમની ભક્તિ, પૂજા પણ કરી શકે છે. ઈશ્વરની આ જ શુદ્ધ, સાચી આરાધના છે - ઉપાસના છે, તેથી જૈનો નાસ્તિક તો નથી જ ઠરતા, બલ્ક પરમ આસ્તિક સિદ્ધ થાય છે. જે જીવ આ રીતે યથાર્થપણે ઈશ્વરનું અવલંબન ગ્રહણ કરે છે, તે જીવ પોતાનું બહિરાત્મપણું ટાળી, અંતરાત્મપણું પ્રાપ્ત કરી, અંતે પરમાત્મદશા પ્રગટ કરે છે. એક જ જીવ બહિરાત્મદશાની, અંતરાત્મદશાની અને છેવટે પરમાત્મદશાની પ્રાપ્તિ કરી શકે છે. આમાં જીવનો પોતાનો જ પુરુષાર્થ કારણરૂપ બને છે. જે પોતાની ઇચ્છાથી જીવનાં રૂપાંતરો કરતું હોય એવું ઈશ્વર જેવું કોઈ એક સ્વતંત્ર તત્ત્વ અસ્તિત્વ ધરાવતું નથી. આમ, જગતનો અથવા જીવોનાં કર્મનો કર્તા ઈશ્વર હોઈ શકે નહીં, કારણ કે શુદ્ધ આત્મસ્વભાવ જેમને પ્રગટ્યો છે તે ઈશ્વર છે. પોતાના શુદ્ધ આત્મસ્વભાવનું આવિર્ભાવપણું જેમને પ્રાપ્ત થયું છે તે ઈશ્વર છે. આત્માની ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મરૂપ અશુદ્ધિ પૂર્ણપણે દૂર કરી જે શુદ્ધ થયા છે, સિદ્ધ થયા છે તે ઈશ્વર છે. ઈશ્વર શુદ્ધ ૧- જુઓ : આચાર્યશ્રી પદ્મનંદિસ્વામીકૃત, ‘પદ્મનંદિ પંચવિંશતિઃ', અધિકાર ૬, શ્લોક ૧૪ 'प्रपश्यन्ति जिनं भक्त्या पूजयन्ति स्तुवन्ति ये । ते च दृश्याश्च पूज्याश्च स्तुत्याश्च भुवनत्रये ।।' Page #627 -------------------------------------------------------------------------- ________________ ૫૯૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન દશાવાન હોવાથી તે કર્તા ઠરી શકતા નથી. જો તેમને કર્તા ઠરાવવામાં આવે તો તેમનામાં ઘણા દોષો આવી જાય છે. ઈશ્વરને કર્મના પ્રેરકકર્તા ગણવામાં આવે તો તેઓ રાગાદિ દોષોના પ્રભાવવાળા થઈ જાય છે. તેમને કર્મના પ્રેરનાર ગણતાં તેમનું સ્વરૂપ દોષિત થાય છે, માટે ઈશ્વરની પ્રેરણાથી જીવના કર્મ થાય છે એમ માનવું યોગ્ય નથી. ઈશ્વર કર્મ વળગાડી દે છે, તેથી જીવ અબંધ છે એમ કહેવું ઘટતું નથી. આત્મા જ કર્મનો કર્તા છે એ સત્ય વાત સમજવી ઘટે છે. ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે – “શુદ્ધ સ્વભાવ જેનો થયો છે તે ઈશ્વર છે. શુદ્ધ સ્વભાવને પ્રાપ્ત - શુદ્ધ સ્વભાવમાં સુસ્થિત જે છે, શુદ્ધ આત્મસ્વભાવનું ઐશ્વર્ય – ઈશ્વરપણું જેને પ્રગટ થયું છે - સિદ્ધ થયું છે, એવો શુદ્ધ સ્વભાવનો સ્વામી - સહજાત્મસ્વરૂપ સ્વામી શુદ્ધ આત્મા તે જ ઈશ્વર છે, શુદ્ધ આત્મસ્વભાવ સામ્રાજ્યમાં જેનું ઈશ્વરપણું ચાલે છે તે જ વાસ્તવિક ઈશ્વર છે. અથવા તો ઈશ્વરને કર્મનો પ્રેરક - પ્રેરનારો ગણ્ય, ઈશ્વરના દોષનો જ પ્રભાવ થાય - પ્રકૃષ્ટ ભાવ થાય, “અથવા પ્રેરક તે ગયે, ઈશ્વર દોષપ્રભાવ.' ઈશ્વરને કર્મનો કર્તા કહેવા જતાં ઊલટો ઈશ્વર ઈશ્વરપણું જ ગુમાવી બેસે, ઈશ્વરના ઈશ્વરપણાનો જ નાશ થાય! આમ છતાં દલીલની ખાતર કોઈ અપેક્ષાએ અભ્યપગમ કરી ઈશ્વરનું કર્તાપણું સ્વીકારી લઈ વિશેષ વિચાર કરીએ તો કોઈ પણ પ્રકારે ઈશ્વરનું કર્તાપણું સિદ્ધ થઈ શકતું નથી.' આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘કર્તા ઈશ્વર કોઈ નહિ, જેમાં બહુ જંજાળ; વિષમી વિશ્વ વિચિત્રતા, કરે નહીં કોઈ કાળ. ઈશ્વર રચના વિષમ આ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ; તે અમૃત તજી કેમ રહે? ઝેર રૂપ પર ભાવ. નિરૂપમ દ્રવ્ય સિદ્ધ સ્વરૂપ છે, ઈશ્વર સુખ ભંડાર; અથવા પ્રેરક તે ગણ્ય, ઈશ્વર દોષ અપાર. સૌનો હિસાબ રાખીને, ફળ દે કરી બનાવ; ઇત્યાદિ નહિ છાજતો, ઈશ્વર દોષપ્રભાવ.” ૨ ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૨૮૭ ૨- “રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૩૩ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૩૦૫-૩૦૮) Page #628 -------------------------------------------------------------------------- ________________ ॥था - ७८ Armani, Fri antt२५५, ५५. Page #629 -------------------------------------------------------------------------- ________________ Page #630 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૭૮ - ગાથા ૭૭માં શ્રીગુરુએ કહ્યું કે ઈશ્વર જીવોનાં કર્મોનો કર્તા હોઈ શકતા ભૂમિકા [2] નથી, કારણ કે શુદ્ધ આત્મસ્વભાવ જેમને પ્રગટ્યો છે તે જ ઈશ્વર છે અને આવા ઈશ્વરને જો કર્મના પ્રેરનાર ગણવામાં આવે તો તેમનું સ્વરૂપ દોષયુક્ત કરે છે. જીવ પોતાની સ્વતંત્રતાથી રાગ-દ્વેષ કરી કર્મબંધ કરે છે અને તેથી તે કર્મનો કર્તા સિદ્ધ થાય છે. ગાથા ૭૪-૭૭ દ્વારા આત્મા કર્મનો કર્તા કેવી રીતે છે તેનું યથાર્થ સમાધાન સરળ છતાં સચોટ અને હૃદયસ્પર્શી ન્યાયયુક્ત દલીલો વડે આપી, શ્રીગુરુ હવે કર્તા વિભાગની અંતિમ ગાથામાં તેના ઉપર કળશ ચઢાવે છે. શિષ્યની એકાંતથી દૂષિત થયેલી વિચારધારાને નિષ્કામ કરુણાથી યોગ્ય દિશા આપી, સમાપનમાં શ્રીગુરુ ત્રિકાળી સિદ્ધાંતનું પ્રતિપાદન કરે છે. ગાથા ૭૩માં શિષ્ય પોતાની મૂંઝવણ રજૂ કરતાં કહ્યું હતું કે “માટે મોક્ષ ઉપાયનો, કોઈ ન હેતુ જણાય; કર્મતણું કર્તાપણું, કાં નહિ, કાં નહિ જાય', અર્થાત્ કાં તો કર્મનું કર્તાપણું અબંધસ્વરૂપી આત્માને ઘટી શકતું નથી અથવા તો કર્મ કરવાં એ આત્માનો સ્વભાવ માનવામાં આવે તો તેનાથી તે કદી પણ છૂટી શકે નહીં. આ બન્ને પ્રકારે વિચારતાં મોક્ષ માટે પ્રવૃત્તિ કરવી યોગ્ય નથી. શિષ્યની આ મૂંઝવણનું સમાધાન કરતાં તથા કર્મનું કર્તાપણું જીવને વિષે કયા પ્રકારે છે તે સમજાવતાં શ્રીગુરુ કહે છે – “ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ; ગાથા વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ-પ્રભાવ.' (૭૮) ૪ આત્મા જો પોતાના શુદ્ધ ચૈતન્યાદિ સ્વભાવમાં વર્તે તો તે પોતાના તે જ સ્વભાવનો કર્તા છે, અર્થાત્ તે જ સ્વરૂપમાં પરિણમિત છે, અને તે શુદ્ધ ચૈતન્યાદિ સ્વભાવના ભાનમાં વર્તતો ન હોય ત્યારે કર્મભાવનો કર્તા છે. (૭૮). પોતાના સ્વરૂપના ભાનમાં આત્મા પોતાના સ્વભાવનો એટલે ચૈતન્યાદિ સ્વભાવનો જ કર્તા છે, અન્ય કોઈ પણ કર્યાદિનો કર્તા નથી; અને આત્મા જ્યારે પોતાના સ્વરૂપના ભાનમાં વર્તે નહીં ત્યારે કર્મના પ્રભાવનો કર્તા કહ્યો છે. પરમાર્થે તો જીવ અક્રિય છે, એમ વેદાંતાદિનું નિરૂપણ છે; અને જિનપ્રવચનમાં અર્થ Page #631 -------------------------------------------------------------------------- ________________ ૫૯૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન પણ સિદ્ધ એટલે શુદ્ધાત્માનું અક્રિયપણું છે, એમ નિરૂપણ કર્યું છે; છતાં અમે આત્માને શુદ્ધાવસ્થામાં કર્તા હોવાથી સક્રિય કહ્યો એવો સંદેહ અને થવા યોગ્ય છે. તે સંદેહ આ પ્રકારે શમાવવા યોગ્ય છે :- શુદ્ધાત્મા પરયોગનો, પરભાવનો અને વિભાવનો ત્યાં કર્તા નથી, માટે અક્રિય કહેવા યોગ્ય છે; પણ ચૈતન્યાદિ સ્વભાવનો પણ આત્મા કર્તા નથી એમ જો કહીએ તો તો પછી તેનું કંઈ પણ સ્વરૂપ ન રહે. શુદ્ધાત્માને ચોગક્રિયા નહીં હોવાથી તે અક્રિય છે, પણ સ્વાભાવિક ચૈતન્યાદિ સ્વભાવરૂપ ક્રિયા હોવાથી તે સક્રિય છે. ચૈતન્યાત્મપણું આત્માને સ્વાભાવિક હોવાથી તેમાં આત્માનું પરિણમવું તે એકાત્મપણે જ છે, અને તેથી પરમાર્થનયથી સક્રિય એવું વિશેષણ ત્યાં પણ આત્માને આપી શકાય નહીં. નિજ સ્વભાવમાં ૧ સક્રિયતાથી નિજ સ્વભાવનું કર્તાપણું શુદ્ધાત્માને છે, તેથી કેવળ શુદ્ધ સ્વધર્મ હોવાથી એકાત્મપણે પરિણમે છે; તેથી અક્રિય કહેતાં પણ દોષ નથી. જે વિચારે સક્રિયતા, અક્રિયતા નિરૂપણ કરી છે, તે વિચારના પરમાર્થને ગ્રહીને સક્રિયતા, અક્રિયતા કહેતાં કશો દોષ નથી. (૭૮) - પૂર્વોક્ત ચાર ગાથાઓ (૭૪-૭૭)માં શ્રીગુરુએ આપેલ સમાધાન દ્વારા એ ભાવાર્થ | સ્પષ્ટ થાય છે કે આત્મા જ પ્રેરકપણે કર્મનો કર્તા છે. કર્મબંધની પ્રવૃત્તિ અનાયાસે થતી નથી, પણ આત્માની રાગાદિભાવરૂપ પ્રેરણાથી થાય છે. આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપના ભાનમાં વર્તે, એટલે કે નિર્દોષ, અસંયોગી, નિજ ચૈતન્યસ્વભાવની યથાર્થ પ્રતીતિપૂર્વક સ્થિર થાય તો તે પોતાના શુદ્ધ સ્વભાવનો કર્તા થાય છે; પરંતુ પૂર્વે નિબંધન કરેલ કર્મના ઉદય વખતે જો તે પોતાનું ભાન વીસરી જઈને રાગાદિરૂપે પરિણમે તો તે કર્મનો કર્તા થાય છે. જીવમાં એવી શક્તિ છે જે મિથ્યાત્વાદિરૂપે પરિણમી જડ કાર્પણ વર્ગણાને કર્મરૂપે પરિણાવવામાં નિમિત્ત બની શકે છે. પરમાર્થથી જોતાં આત્મા પોતાના ભાવો (શુદ્ધ અથવા અશુદ્ધ) સિવાય અન્ય કશાનો પણ કર્તા હોઈ શકે નહીં. તેના અશુદ્ધ ઉપયોગનું નિમિત્ત પામીને જડ કાર્પણ વર્ગણાઓ આત્મા સાથે એકપ્રદેશાવગાહ સંબંધે જોડાઈને કર્મરૂપે પરિણમે છે અને તેથી વ્યવહારે આત્મા જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મનો કર્તા કહેવાય છે. જો જીવ પોતાના ભાનમાં રહે તો તે પોતાના શુદ્ધ સ્વભાવનો કર્તા થાય છે અને જો તે પોતાના શુદ્ધ સ્વભાવના ભાનમાં ન વર્તે તો તે અશુદ્ધ નિશ્ચયનયથી ભાવકર્મનો કર્તા થાય છે અથવા તે જડ કર્મના બંધનું નિમિત્ત થયો એમ કહેવાય છે. આમ, શ્રીમદે આત્માના સ્વાભાવિક તથા વૈભાવિક પરિણમનનું સ્વરૂપ સંક્ષેપમાં બતાવી આત્મતત્ત્વનો યથાર્થ નિર્ણય કરાવ્યો છે. ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૪૭ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન) Page #632 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૮ ૫૯૯ - પદાર્થો જે સ્વરૂપથી સ્પષ્ટ ઓળખાય છે, તે સ્વરૂપ તે તે પદાર્થોનો વિશેષાર્થ * == સ્વભાવ છે. તેનાથી જુદું જ સ્વરૂપ તે પદાર્થોમાં જણાય, તે તેનો વિભાવ છે. સ્વભાવથી અન્યથા પરિણમન કરવું તે વિભાવ છે.૧ વિભાવના કારણે પદાર્થમાં અન્યથા ભાવ થાય છે અને તેથી તે પદાર્થ તેના મૂળભૂત સ્વરૂપમાં ઓળખી શકાતો નથી. જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યમાં જ વિભાવ હોઈ શકે છે. આત્મા અને પુદ્ગલનાં સ્વરૂપનું જ્યારે વિકારરૂપ પરિણમન થાય છે ત્યારે તે પોતાનાં મૂળ સ્વરૂપમાં નથી હોતાં. વિભાવના કારણે જીવને કાશ્મણ વર્ગણા વળગે છે અને જીવનાં નવાં નવાં રૂપો થાય છે. અશુદ્ધ ભાવના કારણે કર્મનો બંધ થાય છે અને તેના કારણે જીવમાં વિચિત્રતા થાય છે. જો જીવમાં અશુદ્ધ ભાવ ન હોય તો તેને કર્મનો લેપ થઈ શકે નહીં. અશુદ્ધ ભાવ વિના તેને કર્મની ઉપાધિ વળગી શકે નહીં. પરંતુ સંસારી જીવની કર્મ-ઉપાધિ તો પ્રત્યક્ષ છે, તેથી સિદ્ધ થાય છે કે તેના આત્મામાં અશુદ્ધતા પણ છે. તેનો આત્મા સર્વથા શુદ્ધ નથી. પુગલમાં પણ જો વૈભાવિક પરિણમન ન હોય તો તે કર્મરૂપ બનીને જીવ સાથે જોડાય નહીં અને જે અવનવાં રૂપે તે જણાય છે, તેમ પણ તે જણાય નહીં. જીવ અને કર્મના પરસ્પર નિમિત્તથી એકબીજામાં જે અન્યથા ભાવ થાય છે તે દૂર થઈ શકે છે. તે બન્ને શુદ્ધ ભાવે પરિણમી શકે છે. શુદ્ધ ભાવના કારણે જીવ મુક્ત બને છે. જો શુદ્ધ ભાવે પરિણમવાની યોગ્યતા જીવમાં ન હોય તો આત્મામાં સદા બંધ થયા જ કરે, આત્મા કદી મુક્ત થઈ શકે નહીં. જો પુદ્ગલમાં શુદ્ધ ભાવે પરિણમવાની યોગ્યતા ન હોય તો પુદ્ગલ પણ પોતાના મૂળ સ્વરૂપમાં પાછું આવી શકે નહીં. જીવ અને પુદ્ગલ બન્નેમાં શુદ્ધ અને અશુદ્ધ, બન્ને ભાવે પરિણમવાની યોગ્યતા છે. બન્ને દ્રવ્ય સ્વાભાવિક અને વૈભાવિક એમ બન્ને ભાવે પરિણમી શકે છે. આત્માનું વૈભાવિક પરિણમન પરનિમિત્તના યોગે થાય છે. આત્મામાં વિભાવરૂપે પરિણમવાની યોગ્યતા છે, તેથી જ તે પરનિમિત્તને અવલંબીને વિભાવરૂપે પરિણમી શકે છે. જો આત્મામાં તેની યોગ્યતા ન હોય તો પરનિમિત્ત હોવા છતાં પણ તે વિભાવરૂપે પરિણમી શકે નહીં. વિભાવરૂપે પરિણમવાની યોગ્યતા વિના આત્માનું વિભાવરૂપ પરિણમન થઈ શકે નહીં. આત્મામાં બન્ને પ્રકારનાં પરિણમનની યોગ્યતા છે, માટે જ તે સ્વાભાવિક કે વૈભાવિક, બન્ને પ્રકારનાં પરિણમન કરી શકે છે. આ સંદર્ભમાં પંડિત શ્રી રાજમલજી “પંચાધ્યાયી'માં લખે છે કે અનાદિસિદ્ધ સત્તાવાળા આ જીવાત્માને બે પ્રકારની ક્રિયા થાય છે. એક સ્વાભાવિકી ક્રિયા અને બીજી વૈભાવિકી ક્રિયા. આ બન્ને ૧- જુઓ : આચાર્યશ્રી દેવસેનજીકૃત, ‘આલાપપદ્ધતિ', શ્લોક ૬ સ્વભાવાતચથાન નં વિભાવ: I’ Page #633 -------------------------------------------------------------------------- ________________ ૬૦૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પ્રકારની ક્રિયાઓ, તે તે શક્તિઓ પરિણમનશીલ હોવાથી થાય છે.' આત્માની બધી શક્તિઓ પરિણમનશીલ છે. તે સમયે સમયે પરિણમનરૂપ ક્રિયા કરે છે. તે પૂર્વની અવસ્થા છોડીને નવી નવી અવસ્થા ધારણ કર્યા કરે છે. તેના કારણે જ આત્મામાં સ્વભાવપરિણમન અને વિભાવપરિણમન - બન્ને પ્રકારનું પરિણમન થાય છે. આત્મા પરિણમનશીલ હોવાથી તેનું સ્વાભાવિક અને વૈભાવિક પરિણમન થાય છે. તે જ્ઞાતારૂપે પણ પરિણમી શકે છે અને રાગાદિરૂપે પણ પરિણમી શકે છે. જીવ જો પોતાને શરીરરૂપ માને તો તે વિભાવરૂપે પરિણમે છે. સ્વભાવના ભાન વિના તે ક્રોધાદિ કષાયોરૂપે પરિણમે છે, પરંતુ ચૈતન્યસ્વભાવમય શુદ્ધ આત્માનું લક્ષ થતાં તે આનંદપણે, શાંતિપણે પરિણમે છે. આમ, આત્મા જ પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવમાં વર્તે તો તે પોતાના સ્વભાવનો કર્તા છે, પરંતુ તે પોતાના સ્વભાવમાં ન વર્તતાં જો રાગાદિ વિભાવમાં વર્તે તો તે કર્મભાવનો કર્તા છે. શુદ્ધ ભાવે પરિણમેલો આત્મા સ્વભાવનો કર્તા છે અને અશુદ્ધ ભાવે પરિણમેલો આત્મા કર્મભાવનો કર્તા છે. આમ, આત્માનું કર્તૃત્વ સ્વાભાવિક અવસ્થામાં પણ હોય છે અને વૈભાવિક અવસ્થામાં પણ હોય છે. આત્મામાં જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ ગુણો છે. જો જીવ પોતાના ગુણોમાં જ રમણતા કરે તો પોતાના સ્વભાવનો કર્તા થાય છે. જો તે શુદ્ધ દ્રવ્યને લક્ષમાં લે તો સ્વભાવપરિણમનથી પોતાના ગુણપણે પરિણમે છે અને ચેતનસ્વભાવનો કર્તા થાય છે. આત્મા સ્વભાવપરિણતિએ વર્તે તો આત્મા નિજસ્વરૂપનો કર્યા છે, રાગાદિ ભાવનો કર્તા નથી. ‘આત્મા જ્ઞાનસ્વભાવી અખંડ એકરૂપ વસ્તુ છે' એવી દષ્ટિ થતાં આત્મા વિકારી પરિણામનો કર્તા થતો નથી. પુદ્ગલથી ભિન્ન એવા આત્મસ્વરૂપનું ભાન થતાં જીવ જગતનો સાક્ષી થાય છે અને વિકારી ભાવોના કર્તાપણાથી રહિત થાય છે. સ્વભાવની દૃષ્ટિમાં સર્વ શુભાશુભ વિકલ્પોનું સ્વામિત્વ છૂટી જાય છે. જો આત્મા પોતામાં સ્થિર હોય તો લોકાકાશમાં ગમે તેટલાં કાર્મણ વર્ગણાનાં પરમાણુઓ હોય, તોપણ તે આત્મા સાથે બંધાઈ શકતાં નથી. જો આત્મા પાધિક ભાવનો આદર ટાળીને પોતાના શુદ્ધજ્ઞાનરૂપે પરિણમે તો તેને કર્મબંધ થતો નથી. આત્મા પોતે સ્વરૂપમાં સ્થિર ન રહેતાં, કર્મના ઉદયમાં જોડાઈ જાય છે ત્યારે તેને રાગાદિ ભાવો થાય છે અને તે અશુદ્ધ ભાવોનો કર્તા બને છે. આત્મા પોતાના સ્વરૂપથી ચુત થાય છે ત્યારે તે રાગાદિનો કર્તા થાય છે. જ્યાં રાગાદિ ભાવોનું ૧- જુઓ : પંડિત શ્રી રાજમલજીકૃત, પંચાધ્યાયી'ઉત્તરાર્ધ, શ્લોક ૬૧ 'अप्यस्त्यनादिसिद्धस्य सतः स्वाभाविकी क्रिया । वैभाविकी क्रिया चास्ति पारिणामिकशक्तितः ।।' Page #634 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૮ ૬૦૧ કરવાપણું છે ત્યાં અસ્થિરતા છે, ચંચળતા છે. એ ચંચળતા જ આત્મપ્રદેશોમાં કંપન પેદા કરે છે અને તેના કારણે કર્મપરમાણુઓ ગ્રહાય છે, જે આત્મા સાથે એકક્ષેત્રે બંધાય છે. આત્મા પોતાના સ્વરૂપમાં ન રહે તો કર્મબંધ થાય છે. આત્મા જ્યાં સુધી ક્રોધાદિરૂપ પરિણમે છે, ત્યાં સુધી તેને કર્તા-કર્મની પ્રવૃત્તિ છે. તે ક્રોધાદિરૂપ પરિણમતો હોવાથી તે પોતે કર્તા છે અને ક્રોધાદિ તેનું કર્મ છે. આ રીતે જ્યાં સુધી આત્મા ક્રોધાદિ કર્મનો કર્તા થઈ પરિણમે છે ત્યાં સુધી કર્તાકર્મની પ્રવૃત્તિ છે અને ત્યાં સુધી કર્મનો બંધ થાય છે. જીવ ક્રોધાદિમાં વર્તતો હોવાથી કર્મનો સંચય થાય છે અને એ રીતે જીવને કર્મોનો બંધ થાય છે એમ સર્વજ્ઞ કહે છે. કર્તા-કર્મની પ્રવૃત્તિ જીવને અનાદિથી છે, છતાં તે ટળી શકે છે; કારણ કે તે અજ્ઞાન વડે ઉત્પન્ન થયેલી છે, સ્વભાવથી નહીં. તે ચૈતન્યસ્વભાવના જ્ઞાન વડે ટળી શકે છે. ‘હું રાગનો કર્તા અને રાગ મારું કર્મ’ એવી અનાદિની અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તા-કર્મની પ્રવૃત્તિથી, ભેદજ્ઞાન થતાં જીવ નિવૃત્ત થાય છે. જ્ઞાનમાં ક્રોધાદિ નથી અને ક્રોધાદિમાં જ્ઞાન નથી, એવો બન્નેનો ભેદ જાણીને જ્યાં અંતરદૃષ્ટિ થઈ ત્યાં અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તા-કર્મની પ્રવૃત્તિથી જીવ નિવૃત્ત થાય છે. તેની નિવૃત્તિ થતાં અજ્ઞાનના નિમિત્તે થતો પૌદ્ગલિક દ્રવ્યકર્મનો બંધ પણ અટકે છે. જ્ઞાનમાં ક્રોધાદિ નથી અને ક્રોધાદિમાં જ્ઞાન નથી એવું તે બન્ને વચ્ચેનું ભેદજ્ઞાન થાય ત્યારે તેના એકપણારૂપ અજ્ઞાન મટે અને અજ્ઞાન મટવાથી કર્મનો બંધ પણ અટકે. જીવ જ્યારે આસ્રવ અને નિજ આત્મા વચ્ચેનો ભેદ જાણે છે ત્યારે તેને બંધનો નિરોધ થાય છે. આસવોના અશુચિપણાને, વિપરીતપણાને, દુઃખના કારણપણાને જાણીને તેનાથી જીવ નિવર્તે તો જીવને બંધન થતું નથી. આસવો અશુચિમય છે, જડ છે, દુ:ખનાં કારણ છે; જ્યારે આત્મા પવિત્ર છે, જ્ઞાતા છે, સુખરૂપ છે આ રીતે લક્ષણભેદથી બન્નેને ભિન્ન જાણીને આસવોથી આત્મા નિવૃત્ત થાય તો તેને કર્મબંધ થતો નથી.૧ – - આત્માની જ્ઞાનપરિણતિ ક્યાંક ને ક્યાંક પરિણત થતી જ રહે છે. જો એ ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, સમયસાર', ગાથા ૬૯-૭૨ 'जाव ण वेदि विसेसंतरं तु आदासवाण दोण्हंपि I अण्णाणी तावदु सो कोहाइसु वट्टदे जीवो ।। कोहाइस वट्टंतस्स तस्स कम्मस्स संचओ होदि 1 जीवरसेवं बंधो भणिदो खलु સબસીહિં ।। जइया इमेण जीवेण अप्पणो आसवाण तहेव । णादं होदि विसेसंतरं तु तइया ण बंधो से ।। णादूण आसवाणं असुचित्तं च विवरीयभावं च दुक्खस्स कारणं ति य तदो णियत्तिं कुणदि जीवो ।। ' Page #635 -------------------------------------------------------------------------- ________________ ૬૦૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન સ્વરૂપસ્થ હોય તો આત્મા પોતાના સ્વભાવનો કર્તા થાય છે અને જો એ સ્વરૂપસ્થ ન હોય તો આત્મા પરભાવનો કર્તા થાય છે. જ્યારે જીવ જ્ઞાનાદિ ભાવોમાં વર્તે છે ત્યારે તે પોતાના સ્વભાવનો કર્તા છે અને તે સમયે તે કર્મોનો કર્તા નથી; પરંતુ જ્યારે કર્મના ઉદયને વશ થઈ તે કષાયભાવોમાં વર્તે છે, ત્યારે તે વિભાવભાવનો તથા જડ કર્મનો કર્તા બને છે. નિજભાનરહિત જીવ રાગાદિ ભાવોમાં વિહરણ કરે છે ત્યારે વ્યવહારથી તે કર્મોનો કર્તા બને છે. આમ, વ્યવહારથી જીવ જડ કર્મનો કર્યા છે અને નિશ્ચયથી પોતાના શુદ્ધ કે અશુદ્ધ ભાવોનો કર્તા છે. શુદ્ધ નિશ્ચયનયથી આત્મા નિર્મળ (સ્વભાવ) ભાવોનો કર્તા છે અને અશુદ્ધ નિશ્ચયનયથી વિભાવભાવોનો કર્તા છે. જ્યારે આત્મા વિભાવપણે પરિણમે છે ત્યારે કાશ્મણ વર્ગણાનાં પુદ્ગલપરમાણુઓ જ્ઞાનાવરણીયાદિ કર્મરૂપે પરિણત થાય છે, તેથી વ્યવહારથી આત્મા કર્મનો કર્તા કહેવાય છે. આત્માના રાગાદિ ભાવ નવા કર્મબંધનું નિમિત્ત છે, માટે વ્યવહારથી આત્મા દ્રવ્યકર્મનો કર્તા કહેવાય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ સમ્યકત્વ પટ્રસ્થાન ચઉપઇ” માં લખે છે – “ચેતન કર્મ નિમિત્તઇ જેહ લાગઇ તેલિ જિમ રજ દેહ , કરમ તાસ કરતા સહિ ચવ્યવહાર પરંપર ગ્રહિ II ચેતનકર્મ એટલે ભાવકર્મ, અર્થાત્ રાગ-દ્વેષ. આ રાગ-દ્વેષ તેલની જેમ ચીકાશ ધરાવે છે. તેલથી ચીકણા થયેલા શરીર ઉપર જેમ તેલની ચીકાશના કારણે આજુબાજુની રજકણો આવીને ચોંટ્યા કરે છે, તેમ રાગ-દ્વેષથી ચીકણા થયેલા આત્મા ઉપર લોકમાં રહેલ કાર્મણ વર્ગણાનાં પુદ્ગલો જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મરૂપ બનીને ચોંટ્યાં કરે છે. કાર્પણ વર્ગણાનાં પુદ્ગલોને જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મરૂપે બનાવનાર અને ચોંટાડનાર જીવના ભાવ છે, તેથી જીવ આ દ્રવ્યકર્મનો કર્તા છે એવું વ્યવહારનય માને છે. વળી, જીવના ભાવકર્મરૂપ રાગ-દ્વેષ આ દ્રવ્યકર્મ બનવામાં ભાગ ભજવે છે, તેથી જીવનું દ્રવ્યકર્મનું આ કર્તુત્વ ભાવકર્મથી દ્રવ્ય કર્મ અને દ્રવ્યકર્મથી ભાવકર્મની પરંપરાએ ચાલ્યા કરે છે એવું વ્યવહારનય માને છે; જ્યારે નિશ્ચયનય એમ માને છે કે ઇષ્ટ-અનિષ્ટ પદાર્થોની પ્રાપ્તિ થાય ત્યારે પણ જીવ તો રાગ-દ્વેષાદિરૂપ પરિણામોને જ કરે છે અને તેના નિમિત્તે કર્મબંધ થાય છે, પણ કાર્મણ વર્ગણારૂપ પુદ્ગલદ્રવ્યનાં જ્ઞાનાવરણીયાદિ કર્મવરૂપ પરિણામ તે કરતો નથી. એ પરિણામોનો કર્તા બનવા તે સમર્થ નથી, કારણ કે જીવ હોય કે પુદ્ગલ, દરેક દ્રવ્ય માત્ર પોતાનાં જ પરિણામો કરવા સમર્થ છે. કોઈ પણ દ્રવ્ય અન્યનાં પરિણામો કરી શકતું નથી. જો એમ ન હોય તો દરેક જીવ પોતાના હાથમાં આવેલ પુદ્ગલદ્રવ્યનાં ઇષ્ટ વર્ણાદિ પરિણામો કરી અનિષ્ટ વર્ણાદિથી દૂર જ રહ્યા કરે, ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત, ‘સમ્યકત્વ સ્થાન ચઉપઇ”, ગાથા ૬૨ Page #636 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૮ ૬૦૩ પણ આવું તો ક્યારે પણ બની શકતું નથી. કાર્મણ વર્ગણાનાં પુદ્ગલોનાં જ્ઞાનાવરણીયાદિ પરિણામ પુદ્ગલ પોતે જ જીવના રાગ-દ્વેષાદિ અધ્યવસાયોનું નિમિત્ત પામીને કરે છે, અર્થાત્ “જીવના અધ્યવસાયના નિમિત્તે પુદ્ગલ પોતે જ સ્વપરિણામનો કર્તા છે' એવું નિશ્ચયનય માને છે. પોતાના સ્વરૂપના ભાનથી રહિત એવો અજ્ઞાની જીવ કર્મના ઉદયમાં તણાઈ જાય છે, તેથી વિભાવરૂપે - પરભાવરૂપે પરિણમે છે. તે પોતાના જ્ઞાનસ્વભાવમાં વર્તતો નહીં હોવાથી કર્મના પ્રભાવનો - કર્મભાવનો કર્તા બને છે. અજ્ઞાની જીવ પોતાનું સ્વરૂપ ભૂલીને રાગાદિ ક્રિયાનો કર્તા થાય છે. અજ્ઞાન ભાવે તે વિકારનો - દોષનો કર્તા છે. આત્મસ્વરૂપના અભાનમાં અજ્ઞાની જીવ વિકારનો કર્તા છે. આમ, અનાદિ કાળથી તે પોતાના જ્ઞાનસ્વભાવને ભૂલીને પરના કર્તુત્વના વિકલ્પોમાં ઊલઝાયેલો રહ્યો છે. પોતાનો સ્વભાવ, જે માત્ર જાણવા-જોવાનો છે, તેને ભૂલીને પરનો કર્તા થવા જાય છે અને તેથી તે દુઃખી થાય છે. અજ્ઞાની જીવ પરભાવનો કર્તા થતો હોવાથી દ્રવ્યકર્મનો બંધ કરે છે. તે અહંમમભાવ કરી કર્મબંધ કરતો રહે છે. અજ્ઞાનપૂર્વક વર્તતો હોવાથી તેને શુભાશુભ કર્મબંધ થાય છે. અજ્ઞાની આત્મા શુભાશુભ કર્મબંધ કરી સંસાર વધારતો રહે છે. પોતે કર્મનાં બંધનોથી બંધાઈ, અનેક જન્મ-મરણના પાશમાં પડે છે. જડ પુગલદ્રવ્યોની પરાધીનતા સહિત જીવન જીવતો હોવાથી તે કર્મબંધ કરી ચતુર્ગતિમાં પરિભ્રમણ કરે છે. આમ, પરિભ્રમણનું ચક્ર તેના પરભાવના કર્તુત્વના આધાર ઉપર ચાલે છે. તેના આ પરિભ્રમણને કરવાવાળો બીજો કોઈ નથી. નવાં કર્મો બાંધવાં કે ન બાંધવાં એ જીવના હાથની વાત છે. જીવ જો ક્રોધાદિ કષાય કરે તો તે દ્રવ્યકર્મનો કર્તા થાય. જીવ પોતાના મૂળ સ્વરૂપને ભૂલીને વિભાવમાં રાચે તો જડ કર્મનો કર્તા થાય. કર્મબંધ અટકાવવા માટે જીવે આત્માના શુદ્ધ સ્વરૂપ અને શરીરાદિ જડ પુગલના સંયોગોની યથાતથ્ય ભિન્નતાને અવિસંવાદી ભાવે જાણવી જરૂરી છે. તે માટે જડ-ચેતનનો સાચો વિવેક પ્રગટાવવો આવશ્યક છે. એમ નિર્ધાર કરવો ઘટે છે કે “આ મલિન દશા એ મારું સ્વરૂપ નથી, પણ એને પ્રતિબિંબિત કરનારી ત્રિકાળી સત્તા એ મારું સ્વરૂપ છે.' આવ-જા કરનારા ક્રોધાદિ ભાવ એ નિજ સ્વભાવ નથી, પણ એને નિરંતર પ્રતિબિંબિત કરનાર સનાતન જ્ઞાયકતત્ત્વ એ નિજસ્વરૂપ છે. જીવે સતત સ્વરૂપની જાગૃતિપૂર્વક રહેવું ઘટે છે. તે માટે તેણે સ્વરૂપનો અભ્યાસ કરવા યોગ્ય છે. જીવ તો પરનો અકર્તા છે, જ્ઞાનસ્વભાવી છે. તે જ તેનું સાચું સ્વરૂપ છે. આત્મા માત્ર જ્ઞાન જ કરી શકે છે. પરમાં કોઈ પણ ફેરફાર કરી શકવા માટે તે Page #637 -------------------------------------------------------------------------- ________________ ૬૦૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન અસમર્થ છે. આવા દિવ્ય સ્વરૂપના ઘોલનનો નિરંતર અભ્યાસ કરવો જોઈએ. જો જીવ સગુરુના માર્ગદર્શન પ્રમાણે સ્વરૂપનો અભ્યાસ કરે તો સમકિતની પ્રાપ્તિ થાય છે. ત્યારપછી કર્મકૃત વ્યક્તિત્વ, અર્થાત્ માની લીધેલો હું રહેતો નથી. કર્તા-ભોક્તાપણાના વિકલ્પો કે તત્સંબંધી ચિંતા રહેતી નથી. જીવ પરના કર્તુત્વભાવને પરિહરી કેન્દ્રસ્થ થાય છે - સ્વરૂપમાં પ્રતિષ્ઠિત રહે છે. તેથી જીવે પોતાના શુદ્ધાત્મસ્વરૂપના સ્મરણમાં ચિત્તને એકાગ્ર કરવું જોઈએ.' સ્વયં પ્રત્યે, જ્ઞાતા પ્રત્યે સભાનતા કેળવવી જોઈએ. અજ્ઞાની જીવનું જ્ઞાન કેવળ શેયને પ્રગટ કરે છે, જ્ઞાતા અપ્રગટ રહી જાય છે. તેનું જ્ઞાન સંસારના વિષયમાં તો ભમે છે, પરંતુ જ્ઞાતા પ્રત્યે નથી વળતું. જ્ઞાતા પ્રત્યે પૂરેપૂરા સજાગ થવું જોઈએ. અજ્ઞાની જીવની ચેતના પરયમાં ઊલઝાયેલી હોય છે. તે એના વિકલ્પોમાં જ અટકી જાય છે. જ્યારે જીવ એકત્વ, મમત્વ, કર્તુત્વ કે ભોસ્તૃત્વ ભાવ વિના પરને માત્ર જ્ઞાયકભાવે જાણે છે ત્યારે વિકલ્પ અટકવા લાગે છે, બહિર્મુખતા ટળતી જાય છે અને અંતર્મુખતા સધાતી જાય છે. એમ કરતાં જ્યારે ચેતના સમસ્ત વિકલ્પોથી છૂટી જાય છે ત્યારે નિર્વિષયી બનેલ ચેતના સ્વસ્વરૂપમાં સરી પડે છે. જ્યારે સમસ્ત મનોવ્યાપાર રોકાઈ જાય છે ત્યારે ચેતના સ્વરૂપમાં સરી પડે છે. આ જ સ્વાનુભૂતિ છે. પરને અવલંબતું જ્ઞાન પરવિષયમાંથી હટી સ્વને અવલંબે છે. આ જ સ્વસંવેદન છે. જ્યારે ઇન્દ્રિયોના વ્યાપારમાંથી જ્ઞાનોપયોગને વારંવાર ખેંચવાનું થાય છે, આત્મસ્વરૂપનું ચિંતવન-ભાવન થાય છે, ત્યારે સ્વસ્વરૂપનો પરિચય વધે છે. પરિચય વધતાં આત્મા છું', હું ચૈતન્યસ્વરૂપ છું', “જ્ઞાતામાત્ર છું' એવો બોધ પુષ્ટ થાય છે. અંતર્મુખતા વધતાં વધતાં એક પળ એવી આવે છે કે જ્યારે ઉપયોગ અંતરમાં ચોંટી જાય છે, નિર્વિકલ્પતા સધાય છે અને અનંતગુણનિધાન નિજસ્વરૂપનું સંવેદન થાય છે. જે પળે ચેતના વિષયમુક્ત બને છે, તે પળે જ્ઞાતા-શેયના ભેદ વિનાનું માત્ર શુદ્ધ જ્ઞાન જ રહે છે. આ જ્ઞાન સાથે જ દુઃખ વિસર્જિત થઈ જાય છે, કારણ કે દુ:ખ સ્વ-અજ્ઞાન સિવાય બીજું કશું જ નથી. જીવ પોતાને જાણતાં જ આનંદનો અધિકારી બની જાય છે. આત્માને જાણવો તે સત્ય જાણવું છે અને સત્યને જાણવું તે આનંદને પામવું છે. સચ્ચિદાનંદ તત્ત્વની અનુભૂતિ થતાં નિરાકુળતા લક્ષણવાળા સુખની પ્રાપ્તિ થાય છે. આત્મજ્ઞાન પ્રગટતાં આંતરિક ક્રાંતિ ઘટે છે. એક નવા જીવનનો ઉદય થાય છે. અનુભવપૂવકનો નિશ્ચય થાય છે કે હું પરમ ઉદાત્ત છું, પરમ ઉત્કૃષ્ટ પદાર્થ છું' . ૧- જુઓ : સિદ્ધાંતચક્રવર્તી શ્રી નેમિચંદ્રજીરચિત, ‘દ્રવ્યસંગ્રહ', ગાથા ૮ની ટીકા ___ 'यतो हि नित्यनिरअननिष्क्रियनिजात्मस्वरूपभावनारहितस्य कर्मादिकर्तृत्वं व्याख्यातम्, ततस्तत्रैव निजशुद्धात्मनि भावना कर्तव्या ।' Page #638 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૮ ૬૦૫ જ્ઞાનસ્વભાવી શુદ્ધ આત્માને અંતર્મુખ થઈ પકડતાં પ્રતીતિ થાય છે કે હું પૂર્ણાનંદનો નાથ છું, સ્વાધીન છું, કોઈને આધીન નથી.' દ્રવ્યસ્વભાવમાં અભેદ થઈ અર્થાત્ એમાં ઢળીને એકાગ્ર થતાં, નિર્મળ જ્ઞાનપરિણતિ પ્રગટ થઈ હોવાથી જ્ઞાની એમ જાણે છે કે હું અત્યંત ધીર છું, અનાકુળ આનંદરૂપ છું.' આત્માને સમ્યજ્ઞાન થતાં ભાન થાય છે કે “હું સમસ્ત પરદ્રવ્ય તથા પરભાવથી ભિન્ન ત્રિકાળી શુદ્ધ આત્મસત્તા છું.' જ્ઞાની ન શરીરરૂપે પોતાને માને છે, ન મનરૂપે પોતાને માને છે, ન શુભાશુભરૂપે પોતાને માને છે. તે તમામમાંથી હુંપણું હટાવી તેમણે સ્વસ્વરૂપમાં અહંતા સ્થાપી છે, તેથી તે તમામથી તેઓ ભિન્નપણે વર્તે છે. તેમણે પોતાના આત્માને એકાકી, અનંત જ્ઞાનાદિ ગુણમય સ્વરૂપે ઓળખ્યો છે અને તેથી તેઓ પોતાના આત્માને સમસ્ત પરથી અળગો જાણે છે. આત્માની સાથે જોડાયેલ મન-વચન-કાયાના યોગ વગેરે પુદ્ગલથી આત્મા તો ભિન્ન જ છે એવો નિઃશંક બોધ તેમને નિરંતર વર્તે છે. જ્ઞાની એકમાત્ર આત્માને જ ભજતા હોવાથી તેમને પરની તૃષ્ણા નથી હોતી. તેમને કોઈ સ્પૃહા નથી હોતી. મહાસુખની પ્રાપ્તિ થઈ ગઈ હોવાથી તેમને કોઈ પદાર્થમાં રસ નથી પડતો. આચાર્યશ્રી યોગીન્દુદેવ પરમાત્મપ્રકાશ' માં લખે છે કે એક શુદ્ધ આત્માને મૂકીને જ્ઞાનીઓને બીજી કોઈ વસ્તુ સારી, સારરૂપ, રમણીય લાગતી નથી; તેથી પરમાર્થને જાણનારાઓનું મન પંચેન્દ્રિયના વિષયોમાં રમતું નથી. કેવળજ્ઞાનાદિ અનંત ગુણોના ધારક એવા આત્માને મૂકીને અન્ય વસ્તુ જ્ઞાનીઓનાં મનમાં રુચતી નથી. જેમણે મરકત (નીલમ) જાણી લીધો છે તેને કાચથી શું પ્રયોજન? કંઈ પણ નહીં.' - મિથ્યાત્વનો અભાવ થવાથી જ્ઞાનીને સ્વસ્વરૂપ યથાર્થપણે સમજાય છે, તેથી તેમને અક્ષય સુખધામ એવું એક નિજ શુદ્ધ પરમાત્મતત્ત્વ જ સુખરૂપ, સારરૂપ, સુંદર, રુચિકારક, રમણીય લાગે છે અને ચિત્ત તેમાં જ એકાગ્ર રહે છે. આત્મા વિના બીજું કાંઈ તેમને સુંદર લાગતું નથી. જ્ઞાનીનું મન ભવભ્રમણનાં કારણરૂપ એવા પાંચ ઇન્દ્રિયના ભોગોમાં રમતું નથી. સ્વરૂપસુજાણ એવા જ્ઞાનીનું મન વિષયોમાં રમતું નથી. તેઓ તો વિષયોથી સદા વિરક્ત જ રહે છે. આત્માનાં અખંડ અનંત સુખને જે જાણે છે તે પરમાં જાય જ શા માટે? જેણે મરકત પરખ્યો હોય તેને કાચ વિષે પ્રીત કઈ રીતે ૧- જુઓ : આચાર્યશ્રી યોગીન્દુદેવકૃત, ‘પરમાત્મપ્રકાશ', અધિકાર ૨, ગાથા ૭૭,૭૮ 'अप्पा मिल्लिवि णाणियहँ अण्णु ण सुंदरु वत्थु । तेण ण विसयहँ मणु रमइ जाणंतहँ परमत्थु ।। अप्पा मिल्लिवि णाणमउ चित्ति ण लग्गइ अण्णु । मरगउ जें परियाणियउ, तहुं कच्चे कउ गण्णु ।।' Page #639 -------------------------------------------------------------------------- ________________ ૬૦૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન થાય? મરકત જેવા ઉત્તમ રત્ન મેળવનારને જેમ કાચના ટુકડાઓ ગમતા નથી, તેમાં પ્રીતિ કે રુચિ રહેતી નથી; તેવી જ રીતે અચિંત્ય ચિંતામણિ એવા નિજ શુદ્ધ આત્મસ્વભાવના જાણનારને સંસારના તુચ્છ અસાર બાહ્ય પદાર્થોમાં રુચિ રહેતી નથી. જ્ઞાનીને જગતના સર્વ પદાર્થો પ્રત્યે ઉદાસીનભાવ હોય છે. જ્ઞાનીને જ્ઞાનમયી આત્મા વિના અન્ય કાંઈ રુચતું નથી. જ્ઞાનીના અંતરમાં જ્ઞાયકભાવની જ મુખ્યતા હોય છે. તેઓ જાણે છે કે ‘હું પરદ્રવ્યનું પરિણમન કરી શકું નહીં તથા પરદ્રવ્ય પણ મારું પરિણમન કરી શકે નહીં. પ્રત્યેક પરિણમનને જાણવાનો મારો સ્વભાવ છે, બદલવાનો નહીં'; તેથી તેઓ કર્તાભાવરહિત, જાણવાની ક્રિયા જ્ઞપ્તિક્રિયા કરે છે. તેમને શ્રદ્ધા-જ્ઞાનમાં પરદ્રવ્યના સ્વામીપણારૂપ કર્તાપણાનો અભિપ્રાય નથી, જ્ઞેયલુબ્ધતા નથી; તેઓ પરિવર્તનોને સતત નિર્લેપભાવે જાણે છે. તેમાં તેઓ તન્મય થતા નથી, માત્ર તેને જુએ છે. પહેલાં દ્રષ્ટાનો વિવેક ન હતો, હવે તે વિવેક જાગી ગયો છે; તેથી બધી પરિસ્થિતિમાં તેઓ દ્રષ્ટા જ રહે છે, સાક્ષીભાવે જ રહે છે. જ્ઞાની સર્વ ઘટનાના સાક્ષીરૂપે જ રહે છે. જ્ઞાની તો માત્ર સાક્ષી છે, કર્તા-ભોક્તા નથી. તેઓ પોતાની અંદર સરકી ગયા હોય છે. તેમણે ભીતરમાં બેઠક જમાવી હોય છે, કર્તા-ભોક્તાભાવમાંથી સાક્ષીભાવમાં સ્થિત થઈ ગયા હોય છે; તેથી બહારના કોઈ પણ પ્રસંગથી અંતરમાં તરંગો ઉત્પન્ન થતા નથી. તેઓ કશાથી પ્રભાવિત થતા નથી. દરેક ઘટના જાણે દર્પણમાં પડતું પ્રતિબિંબ! દર્પણને પ્રતિબિંબથી કોઈ ફરક પડતો નથી. ગંદો માણસ સામે હોય તો દર્પણમાં તથારૂપ પ્રતિબિંબ પડશે, પણ તેથી દર્પણ ગંદું નહીં થાય. ગમે તેવું ગંદું પ્રતિબિંબ દર્પણમાં પડે તોપણ દર્પણ હંમેશાં એવું ને એવું જ રહે છે. ગંદકીનું પ્રતિબિંબ પડવા છતાં દર્પણ તો સ્વચ્છ જ રહે છે. જેમ પ્રતિબિંબોથી દર્પણ મેલું થતું નથી, તેની સ્વચ્છતા કાયમ જ રહે છે; તેમ સાક્ષી પણ સદા સ્વચ્છ રહે છે. જીવનમાં ગમે તેવી ઘટનાઓમાંથી પસાર થાય પણ પોતાની અનંત સ્વચ્છતાની નિર્દોષતાની તેમની પકડ છૂટતી નથી. જ્ઞાનીના જ્ઞાનમાં કંઈ પણ જણાય તોપણ તેઓ જ્ઞાયકભાવે જ રહે છે, કર્તા-ભોક્તા થતા નથી. - જ્ઞાની સાક્ષીભાવે જ રહે છે. ઉદય તેમના સાક્ષીભાવને દૂષિત કરી શકતો નથી. ઉદયકર્મની ધારા તેમની બોધધારાથી અત્યંત દૂર વહે છે. તેઓ ઉદયને બળવાન થવા દેતા નથી. ઉદય બળવાન થતો નથી એની કસોટી એ છે કે તેઓ કશાથી રાજી કે નારાજ થતા નથી. ‘આ આમ થયું હોત તો ઠીક કે આ આમ ન થયું હોત તો ઠીક' એવા વિકલ્પોમાં ઊલઝાતા નથી. તેઓ પરપદાર્થ સંબંધી વિકલ્પોમાં ન અટવાતાં કેવળ પોતાના આત્મભાવમાં જ, તેની રમણતામાં જ મસ્ત રહે છે. તેઓ સ્વરૂપમાં જ મગ્ન રહે છે. – Page #640 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૮ ૬૦૭ જ્ઞાનીપુરુષોને સર્વ વસ્તુ-વ્યક્તિ-પરિસ્થિતિ માટે પરમ સ્વીકારભાવ વર્તે છે. આત્માનુભવીને શાતા-અશાતાના ઉદયમાં હર્ષ-શોકાદિ ભાવો થતા નથી. તેઓ તેમાં લુબ્ધ કે ક્ષુબ્ધ થતા નથી. કર્મોદયજન્ય સંયોગ કે વિયોગમાં તેઓ પોતાના આત્માને તેનાથી અળગો જાણતા હોવાથી તેના માટે તેમને રાગ કે દ્વેષનાં પરિણામ થતાં નથી. ‘જગતમાં કંઈ જ મારું નથી' એવી પ્રતીતિ હોવાથી તેમને જગતના પદાર્થો પ્રત્યે રાગદ્વેષ થતા નથી. રાગાદિ ભાવો અધ્રુવ છે, અનિત્ય છે, અશરણ છે, દુઃખરૂપ છે આમ જાણતા હોવાથી જ્ઞાની તે સર્વથી નિવૃત્ત થાય છે. રાગાદિ અને આત્મા વચ્ચે ભેદજ્ઞાન થયું હોવાથી તેઓ રાગાદિ ભાવોથી નિવર્તે છે. નિર્વિકલ્પ નિર્મળ આત્માને અવલંબતા જ્ઞાની રાગાદિ વિકારી ભાવોથી નિવર્તે છે. જ્ઞાની પોતાના સ્વરૂપમાં રહેતા હોવાથી રાગાદિનો ક્ષય કરે છે. આત્મસ્વભાવમાં નિશ્ચળ રહેતા હોવાથી, પરદ્રવ્યના નિમિત્તથી ચેતનમાં થતા ચંચળ વિકલ્પોને અટકાવીને જ્ઞાની રાગાદિનો ક્ષય કરે છે. જેમ સમુદ્રમાં ઊઠેલા વમળે લાંબા કાળથી વહાણને પકડી રાખ્યું હોય તોપણ જ્યારે વમળ શમે છે ત્યારે તે વહાણને છોડી દે છે; તેમ જ્ઞાની વિકલ્પોના વમળને શમાવીને રાગાદિને છોડી દે છે. જીવ અજ્ઞાન અવસ્થામાં રાગાદિ કરવારૂપ ભૂલ કરતો હતો. અજ્ઞાનને દૂર કરીને જ્ઞાનભાવે પરિણમતાં તે રાગાદિ ભાવોનો કર્તા મટી જાય છે. ‘આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય ઇત્યાદિ પરપદાર્થોની અવસ્થા તે તો મારાં કાર્ય નથી; પણ અંદર જે શુભાશુભ ભાવ થાય છે તે પણ મારાં કાર્ય-કર્તવ્ય નથી' એમ સર્વ પદ્રવ્ય-પરભાવોથી ભિન્ન પડી, નિર્દોષ, પવિત્ર ચૈતન્યસ્વભાવમાં એકાગ્ર થતાં રાગાદિના કર્તાપણાને મટાડતી જ્ઞાનજ્યોતિ પ્રગટ થાય છે. જ્ઞાનજ્યોતિ પ્રગટ થતાં અજ્ઞાનભાવે જે રાગાદિનું કર્તાપણું હતું તે દૂર થઈ જાય અને નિરાકુળ આનંદ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે જ્ઞાયકના લક્ષે ઉત્પન્ન થયેલી જ્ઞાનજ્યોતિ રાગાદિના કર્તાપણાને મટાડી દે છે. જ્ઞાનમાં જ્યારે જ્ઞાયકભાવ પકડાય છે ત્યારે શુભાશુભ ભાવોનું કર્તાપણું મટી જાય છે અને જ્ઞાની કર્મોથી છૂટતા જાય છે. રાગનું લક્ષ છોડી દઈ તેઓ જ્ઞાનમાં વર્તે છે, આત્મામાં વર્તે છે, પોતામાં વર્તે છે. અજ્ઞાન ટળ્યું હોવાથી તેઓ પોતાના જ્ઞાનસ્વભાવના ભાનમાં વર્તે છે, જ્ઞાનસ્વભાવમાં ટકે છે. જ્ઞાનીને નિર્મળ શુદ્ધ સ્વરૂપનું ભાન હોવાથી તેઓ કર્મોદયને જ્ઞાતા-દ્રષ્ટાભાવે વેદે છે, તેથી તેઓ કર્મના કર્તા નહીં પણ સ્વભાવના કર્તા છે. જેમ ફરતી ઘંટી ઉપર બેઠેલી માખી સ્થિર છે, અર્થાત્ ઘંટી ફરે અને તેની સાથે માખી પણ ફરતી દેખાય, છતાં તે તો સ્થિર જ છે; તેમ જ્ઞાની પણ ઉદય પ્રમાણે વિચરે છતાં નિજસ્વભાવમાં સ્થિર છે, તેથી તેઓ નિજસ્વભાવના કર્તા છે. તેઓ Page #641 -------------------------------------------------------------------------- ________________ ६०८ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન જ્ઞાતાભાવે જીવતા હોવાથી તેઓ નિજભાવના કર્તા છે. જ્ઞાની અસાર સંસાર પ્રત્યે સાક્ષી થઈ આત્મસ્વરૂપના કર્તા થાય છે. જ્યારે જીવ આત્મજ્ઞાન પામે છે ત્યારે તે પોતાના શુદ્ધ સ્વભાવનો કર્તા બને છે, એટલે કે તે જ્ઞાન-દર્શન આદિ પોતાના ચૈતન્યસ્વભાવનો કર્તા બને છે. આમ, જીવને જ્યારે જ્ઞાનદશા વર્તે છે ત્યારે તે સ્વભાવનો કર્તા છે. નિજ ચૈતન્યસ્વભાવના લશે જેને અજ્ઞાન ટળી જાય છે તેને રાગાદિનું કર્તાપણું મટે છે અને કર્મબંધ પણ ટળી જાય છે; પરંતુ જે સ્વભાવના લક્ષે પરિણમતો નથી તેને રાગાદિનું કર્તાપણું છે અને તેથી તેને નવો નવો કર્મબંધ પણ થયા કરે છે. અજ્ઞાની જીવો આત્મતત્ત્વના જ્ઞાનાદિ ગુણપરિણમનને અવગણીને પુદ્ગલદ્રવ્યોના સંયોગવિયોગમાં સુખ-દુઃખની કલ્પનાઓ કરતા રહે છે. તેઓ પુદ્ગલદ્રવ્યોના સંયોગમાં સુખ પામવાની કલ્પનાઓ કરી, તેને પ્રાપ્ત કરવાના પ્રયત્નોમાં રચ્યાપચ્યા રહે છે અને સંસારપરિભ્રમણ કરાવનારાં કર્મોનાં બંધનને પામે છે; જ્યારે આત્મજ્ઞાની પુદ્ગલને પરસ્વરૂપે જાણી ઉદાસીન રહે છે. જ્ઞાની પોતાના અનંત જ્ઞાનાદિ ગુણવાળા આત્મદ્રવ્ય પ્રત્યે સજાગ હોવાથી કર્મોદયથી પ્રાપ્ત થયેલા સકળ ઇષ્ટ-અનિષ્ટ સંયોગો પ્રતિ ઉદાસીન વૃત્તિવાળા હોય છે. તેઓ નવીન કર્મબંધને પામતા નથી અને પૂર્વસંચિત કર્મોનો ક્ષય કરતા હોય છે. ૧ સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય તથા શ્રોત્રેન્દ્રિય વડે જણાતાં જડ પુદ્ગલદ્રવ્યોનાં સ્પર્શ, રસ, ગંધ, રૂપ તથા શબ્દમાં અજ્ઞાની ઇષ્ટ-અનિષ્ટપણું વિચારી, તે પ્રતિ રાગ-દ્વેષરૂપ પરિણામ કરી, પોતાના આત્માને વિકારી બનાવે છે અને તે દ્વારા નવાં નવાં કર્મનાં બંધનો પ્રાપ્ત કરે છે. તે જોવા જેવા શુભાશુભ સંકલ્પ-વિકલ્પો કરે છે, તેવાં તેવાં શુભાશુભ કર્મોનો બંધ કરે છે અને તેના કારણે સંસારપરિભ્રમણ કરતો રહે છે. પરંતુ જ્ઞાનીને પુદ્ગલનો સંબંધ થવા છતાં પણ તેઓ વિકારી બનતા નથી. તેઓ તો વૈરાગ્યભાવે પોતાની આત્મનિર્મળતા સાધે છે. તેઓ જ્ઞાયકભાવે રહી કર્મની નિર્જરા કરે છે. શુભાશુભ યોગ પ્રવૃત્તિમાં અજ્ઞાની પોતાનું કર્તૃત્વ સ્થાપીને રાગ-દ્વેષરૂપ પરિણામ કરતો રહે છે, પોતાનાં અજ્ઞાનના કારણે વધુ ને વધુ કર્મનું ઉપાર્જન કરતો રહે છે; જ્યારે જ્ઞાની યોગપ્રવૃત્તિ કરે તો પણ તેનાથી અળગા રહે છે. તેઓ યોગપ્રવૃત્તિ કરતી વખતે આત્મભાન રાખી પોતાના આત્માને વિશેષ શુદ્ધ કરે છે. તેઓ જે પણ યોગપ્રવૃત્તિ કરે છે, તે માટે કોઈ બાહ્ય આકાંક્ષા નહીં રાખતાં પોતાના જ્ઞાનાદિ ગુણોની ૧- જુઓ : આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકૃત, ‘ઇબ્દોપદેશ', શ્લોક ૪૪ 'अगच्छंस्तद्विशेषाणामनभिज्ञश्च जायते । अज्ञाततद्विशेषस्तु, बध्यते न विमुच्यते ।।' Page #642 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૮ ૬૦૯ શુદ્ધિ-વૃદ્ધિ કરે છે. જ્ઞાની પણ હલન-ચલન, ખાવું-પીવું, બોલવું-ઊઠવું કરે છે, છતાં તેઓ બંધાતા નથી અને અજ્ઞાની બંધાય છે. આનું રહસ્ય એ છે કે અજ્ઞાની મૂર્છાપૂર્વક કાર્ય કરે છે, તેથી તેને કર્મબંધ થાય છે અને જ્ઞાની જાગૃતિપૂર્વક કાર્ય કરે છે, તેથી તેમને કર્મબંધન થતું નથી. આમ, આત્મા જો સ્વભાવના ભાનમાં રહે તો નિજસ્વરૂપનો કર્તા થાય અને આત્માનાં પરિણામ જો પરમાં રહે તો કર્મભાવનો કર્તા થાય એ ત્રિકાળી સત્ય સિદ્ધાંતને બે પંક્તિમાં રજૂ કરીને શ્રીમદે ગર્ભિતપણે જ્ઞાની તથા અજ્ઞાનીનું વલણ બતાવ્યું છે. સ્વભાવના કર્તા હોય તે જ્ઞાની અને પરભાવનો કર્તા હોય તે અજ્ઞાની. નિજાત્માને ઓળખવો અને વિભાવની રુચિ છોડી, સમ્યક અભિપ્રાયમાં સ્થિર થવું એ જ્ઞાનદશા છે. પોતાના નિર્મળ શુદ્ધ સ્વભાવના ભાન વિના પરભાવમાં વર્તવાનું થાય તો એ અજ્ઞાનદશા છે. જ્ઞાનદશાવાન જીવ રાગાદિનો કર્તા નથી, પરંતુ અજ્ઞાનદશાવાન જીવ પોતાના સ્વરૂપના ભાનમાં વર્તતો નહીં હોવાથી કર્મભાવનો કર્તા છે. જ્ઞાનીને વિકારનું કર્તુત્વ મટી ગયું હોય છે, જ્યારે જ્ઞાનાનંદસ્વભાવી આત્માનું જેને ભાન નથી એવો અજ્ઞાની કર્મને આધીન થઈને, વિકારનો કર્તા થાય છે. આ પ્રમાણે જીવનું કર્તૃત્વ સ્વાભાવિક અને વૈભાવિક બન્ને પ્રકારે થઈ શકતું હોવાથી આત્માર્થી જીવે આત્મહિતાર્થે સ્વાભાવિક કર્તૃત્વમાં ઇષ્ટતા સ્થાપવી જોઈએ કે જેથી પોતાનો આત્મા કર્મનાં બંધનથી મુક્ત થાય. સંસારી જીવ પરમાં જ રમણતા કરી રહ્યો છે. તેને બદલે જો તે સ્વસ્વરૂપનું જ્ઞાન પ્રગટાવી તેમાં જ રમણતા કરે, ઉપયોગ તન્મયાકાર, સહજ સ્વભાવે, નિર્વિકલ્પપણે આત્મામાં જ પરિણમે તો કેવળજ્ઞાન પ્રગટ થાય. આત્મશુદ્ધિરૂપ સાધ્યને સાધતો જીવ સમસ્ત સંચિત કર્મોનો ક્ષય કરી, પૂર્ણ નિર્મળ દશા પ્રગટ કરે છે. તે કર્મનાં સર્વ આવરણોને તોડીને મુક્ત થાય છે. શુદ્ધ-મુક્ત આત્મા કર્મરહિત હોય છે, એટલે તે મુક્ત આત્માને અકર્તા કહેવામાં આવે છે; પરંતુ તે મુક્ત આત્મામાં કેવળજ્ઞાન, કેવળદર્શનનાં વિશુદ્ધ પરિણામો થાય છે, એટલે તે મુક્તાત્મા તે વિશુદ્ધ પરિણામોના કર્તા પણ છે. સિદ્ધ પરમાત્મા પોતાના શુદ્ધ ભાવોના કર્તા છે. મુક્ત જીવોના સક્રિયપણા વિષે શ્રીમદે પ્રસ્તુત ગાથાના વિવેચનમાં ફરમાવ્યું છે – ‘પરમાર્થે તો જીવ અક્રિય છે, એમ વેદાંતાદિનું નિરૂપણ છે; અને જિનપ્રવચનમાં પણ સિદ્ધ એટલે શુદ્ધાત્માનું અક્રિયપણું છે, એમ નિરૂપણ કર્યું છે; છતાં અમે આત્માને શુદ્ધાવસ્થામાં કર્તા હોવાથી સક્રિય કહ્યો એવો સંદેહ અત્રે થવા યોગ્ય છે. તે સંદેહ આ પ્રકારે શમાવવા યોગ્ય છે – શુદ્ધાત્મા પરયોગનો, પરભાવનો અને વિભાવનો ત્યાં કર્તા નથી, માટે અક્રિય કહેવા યોગ્ય છે; પણ ચૈતન્યાદિ સ્વભાવનો Page #643 -------------------------------------------------------------------------- ________________ ૬૧૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન પણ આત્મા કર્તા નથી એમ જો કહીએ તો તો પછી તેનું કંઈ પણ સ્વરૂપ ન રહે. શુદ્ધાત્માને યોગક્રિયા નહીં હોવાથી તે અક્રિય છે, પણ સ્વાભાવિક ચૈતન્યાદિ સ્વભાવરૂપ ક્રિયા હોવાથી તે સક્રિય છે. ચૈતન્યાત્મપણું આત્માને સ્વાભાવિક હોવાથી તેમાં આત્માનું પરિણમવું તે એકાત્મપણે જ છે, અને તેથી પરમાર્થનયથી સક્રિય એવું વિશેષણ ત્યાં પણ આત્માને આપી શકાય નહીં. નિજ સ્વભાવમાં પરિણમવારૂપ સક્રિયતાથી નિજ સ્વભાવનું કર્તાપણું શુદ્ધાત્માને છે, તેથી કેવળ શુદ્ધ સ્વધર્મ હોવાથી એકાત્મપણે પરિણમે છે; તેથી અક્રિય કહેતાં પણ દોષ નથી. જે વિચારે સક્રિયતા, અક્રિયતા નિરૂપણ કરી છે, તે વિચારના પરમાર્થને ગ્રહીને સક્રિયતા, અક્રિયતા કહેતાં કશો દોષ નથી.’૧ - દરેક જીવનું પરમાં અક્રિયપણું છે. જીવ પરમાં અક્રિય હોવા છતાં અજ્ઞાન અવસ્થામાં રાગ-દ્વેષમાં જોડાવાની અપેક્ષાએ તે પરમાં સક્રિય છે. વેદાંતાદિ દર્શન પ્રમાણે જીવને અશુદ્ધ અવસ્થામાં પણ પરનું સક્રિયપણું નથી. જૈન દર્શન અનુસાર જીવનું સ્વભાવવશ પરમાં અક્રિયપણું હોવા છતાં, અશુદ્ધ અવસ્થામાં થતા વૈભાવિક પરિણમનના કારણે પરમાં સક્રિયપણું છે અને મુક્ત દશામાં પરમાં અક્રિયપણું છે. સંસાર અવસ્થામાં શ્રદ્ધા અને ચારિત્ર ગુણની વિપરીતતારૂપ દોષના કારણે જીવને વ્યવહારથી પરનો કર્તા કહ્યો છે, ત્યાં વ્યવહારથી પરનું સક્રિયપણું સ્વીકાર્યું છે અને મુક્ત અવસ્થામાં પરનું અક્રિયપણું કહ્યું છે. વળી, મુક્ત દશામાં શુદ્ધાત્માને પરનું અક્રિયપણું હોવા છતાં ત્યાં સ્વભાવનું સક્રિયપણું છે. શુદ્ધાત્મા પરયોગનો, પરભાવનો -વિભાવનો કર્તા નથી, માટે અક્રિય (અકર્તા) કહેવા યોગ્ય છે; પણ પોતાના અક્ષય અનંત જ્ઞાન-આનંદ ગુણમાં તેઓ ટકીને પરિણમે છે, માટે તેઓ સ્વભાવના કર્તા છે અને તેથી તેમને સક્રિય (કર્તા) કહેવા યોગ્ય છે. પૂર્ણ, શુદ્ધ, મુક્ત દશામાં પોતાની ચૈતન્યસત્તામાં પોતાના આનંદાદિ ગુણનું ટકીને બદલાવું દરેક સમયે છે; અને તે મુક્ત જીવનું સક્રિયપણું છે. દરેક વસ્તુનું દ્રવ્યસ્વભાવે નિત્યપણું છે અને તેના ગુણનું નિરંતર પરિણમવાપણું છે. મુક્ત દશામાં પણ દરેક ક્ષણે ગુણનું પરિણમવું થાય છે. જો પોતાના ગુણમાં સક્રિયપણું ન હોય તો ત્રણે કાળની અવસ્થાનો ભોગવટો ન થઈ શકે. જો જીવ ફૂટસ્થ રહે, તદ્દન અક્રિય થઈ જાય તો બીજી ક્ષણનો આનંદ તે જીવને થઈ શકે નહીં; તેથી મુક્તાવસ્થામાં પણ પોતાની ચૈતન્યતામાં ટકીને પરિણમવું થાય છે. ગુણની અવસ્થા પલટવાની અપેક્ષાએ સક્રિયપણું છે અને તે જ સમયે નિત્ય, વસ્તુસ્વભાવે ટકવાની અપેક્ષાએ અક્રિયપણું છે. ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૪૭ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન) Page #644 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૮ ૬૧૧ દરેક દ્રવ્યમાં દરેક સમયે ઉત્પાદ-વ્યય-ધ્રુવપણું હોય છે. દરેક પદાર્થમાં, દરેક સમયે આવું જે સૂક્ષ્મ પરિણમન હોય છે, તે મોક્ષદશામાં પણ હોય છે. મુક્ત અવસ્થામાં નિજ ગુણમાં દરેક ક્ષણે ઉત્પાદ-વ્યય-ધ્રુવપણું ઘટે છે. દરેકે દરેક સમયમાં જીવના જ્ઞાનાદિ અનંત ગુણોનું પલટાવાપણું છે, તે જ મુક્ત જીવનું સક્રિયપણું છે. આ સક્રિયાપણાથી જે અવસ્થા થાય તે તેમનું કાર્ય છે અને પોતારૂપે પરિણમનારા તેઓ પોતાની પર્યાયના કર્તા છે. આમ, રાગનો નાશ થયા પછી પણ અરાગપણે ટકીને પલટાવું મુક્ત દશામાં ઘટે છે. પૂર્ણ દશા પ્રગટ થતાં રાગાદિ સર્વ ઉપાધિથી રહિત એવી શુદ્ધતામાં, મુક્ત જીવ પોતાના જ્ઞાનાદિ ગુણોની શુદ્ધ અવસ્થાના કર્તા છે. આ રીતે મુક્ત દશામાં પોતાના સ્વભાવનું કર્તાપણું છે. આમ, આત્માનું કર્તુત્વ નિરંતર છે. તે નિરંતર કંઈ ને કંઈ કરે છે. એક ક્ષણ પણ તેનું કર્તુત્વ બંધ નથી થતું. પરિણમનનું ચક્ર નિરંતર ફર્યા કરે છે, ક્યારે પણ બંધ નથી થતું. આત્મામાં નિરંતર પરિણમન થયા કરે છે અને આત્મા તે પરિણમનનો કર્તા છે. આત્માના આ કર્તુત્વને બે ભાગોમાં વિભક્ત કરવામાં આવે છે - સ્વાભાવિક કર્તુત્વ અને વૈભાવિક કર્તુત્વ. આત્મા નિજભાનમાં હોય તો સ્વભાવનો કર્તા બને છે અને નિજભાનમાં ન હોય તો વિભાવનો કર્તા બને છે. આ ગાથાનો સારાંશ એ છે કે ચેતન જ્યારે જ્ઞાનસ્વભાવમાં નથી ટકતો અને ભૂલના કારણે પરભાવમાં અટકે છે ત્યારે તે કર્મપ્રભાવનો કર્તા ઠરે છે. ચેતન તે ભૂલ ટાળીને પરભાવમાં ન જતાં જ્ઞાનસ્વભાવમાં સ્થિર થાય છે ત્યારે તે સ્વભાવનો કર્તા બને છે. જ્યાં સુધી સ્વરૂપનું ભેદજ્ઞાન ન થયું હોય ત્યાં સુધી તે રાગાદિનો કર્તા છે અને ભેદજ્ઞાન થયા પછી રાગાદિના કર્તાપણાથી રહિત બનીને તેઓ શુદ્ધ જ્ઞાનસ્વભાવના કર્તા બને છે. એક જ આત્મામાં રાગાદિનું અને સ્વભાવનું - એ બન્નેનું કર્તાપણું અવસ્થાભેદથી છે. આમ માનવાથી આત્માના સંસાર-મોક્ષ આદિની સિદ્ધિ થાય છે. એકાંતિક માન્યતામાં બંધ-મોક્ષ આદિ વ્યવસ્થાનો લોપ થાય છે. આ રીતે આત્માનાં સ્વાભાવિક તથા વૈભાવિક કર્તુત્વનું સ્વરૂપ બતાવી, આત્મા કઈ અવસ્થામાં કર્મનો કર્તા છે અને કઈ અવસ્થામાં કર્મનો કર્તા નથી તેની યથાર્થ સમજણ આપી, શ્રીગુરુએ શિષ્યના અંતરમાં રહેલ આત્માના કર્મકતૃત્વ સંબંધી સર્વ સંશયનો નાશ કરી, આત્માને એકાંતે અબંધ માનવારૂપ શિષ્યની મિથ્યા માન્યતા દૂર કરી, તેને આત્મસ્વરૂપનો સમ્પર્ક નિર્ણય કરાવ્યો. શ્રી કાનજીસ્વામી કહે છે કે – આ ગાથામાં બે વાત સિદ્ધ કરી છે કે આત્મા પરનો કર્તા નથી પણ સ્વભાવનો કર્તા છે, એટલે પોતાના ગુણમાં પોતાનું સક્રિયપણું છે, પરિણમન પણ છે. બીજી વાત એ કહી કે જે જીવમાં રાગ-દ્વેષ અને ભૂલ કરવાની યોગ્યતા જ ન હોય, Page #645 -------------------------------------------------------------------------- ________________ ૬૧૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અવગુણપણે પરિણમવાની યોગ્યતા જ ન હોય તો તેને કોઈ પુદગલપરમાણુ નિમિત્ત ન થઈ શકે, પણ જીવમાં ચારિત્ર નામનો ગુણ છે, તેમાં વૈભાવિકપણાથી પરનિમિત્તનો આશ્રય કરવાથી શુભ કે અશુભરૂપ થવાની યોગ્યતા છે (સ્વભાવ નથી). જેમ શ્વેત સ્ફટિકમાં યોગ્યતા છે તેથી ઉપર લાલ પુષ્પ મૂકો તો તે લાલરૂપે દેખાય, તેમ જીવ જ્યાં લગી મોહકર્મના ઉદયમાં જોડાય છે, ત્યાં લગી પોતાની અવસ્થામાં રાગરૂપ અસ્થિરતા થાય છે અને જ્યારે તે ઉપાધિમાં નથી જોડાતો ત્યારે પોતાનું નૈમિત્તિકપણું મટી જતાં અને પોતાનામાં જ્ઞાતાપણે ટકી રહેતાં કર્મોપાધિ ટળી જાય છે. - આમ, શ્રીગુરુએ શિષ્યની આત્માના કર્મકર્તૃત્વ સંબંધી સર્વ શંકાઓનું સમાધાન કરી આત્માને કર્મનું કર્તાપણું જે પ્રકારે છે, તે પ્રકારે યથાતથ્ય બતાવ્યું છે. તેમણે અનેક યુક્તિઓથી સિદ્ધ કર્યું છે કે કર્મનો કર્તા આત્મા જ છે. કર્મ જ કર્મનો કર્તા છે, કર્મ અનાયાસે બંધાય છે. પ્રકૃતિ કર્મનો બંધ કરે છે, ઈશ્વરની પ્રેરણાથી કર્મ થાય છે અથવા કર્મ કરવું એ જીવનો સ્વભાવ છે એ દલીલોમાં આવતાં દૂષણો બતાવી તેમણે શિષ્યને યથાર્થ નિશ્ચય કરાવ્યો છે કે આત્મા જ કર્મનો કર્તા છે, આત્મા જ કર્મનો બંધ કરે છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘ચેતન જો નિજ ભાનમાં, શુદ્ધ સ્વભાવ અનુપ; ઉપયોગે આત્મા વડે, જુએ ચિધન નિજરૂપ. સદાકાળ સહેજે બને, કર્તા આપ સ્વભાવ; રાગદ્વેષ ન કરે કદી, દેખી અન્ય બનાવ. નિજ ઉપયોગ ત્યજી અને, મોહ વિવશ થઈ જાય; વર્તે નહિ નિજ ભાનમાં, તો ભવ નાટક થાય, તત્ત્વ અશ્રદ્ધાથી થયું, વિપરીત જ્ઞાન વિભાવ; તેથી આવરણ આદિનો, કર્તા કર્મ-પ્રભાવ.” ૧- શ્રી કાનજીસ્વામી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ. ૨૭૦ ૨- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૩૩ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૩૦૯-૩૧૨) Page #646 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૨ પ્રકરણ – ૮ ચતુર્થ પદ - “આત્મા કર્મનો ભોક્તા છે” (ગાથા ૭૯ - ૮૬) Page #647 -------------------------------------------------------------------------- ________________ Page #648 -------------------------------------------------------------------------- ________________ गाथा - ७८ - H Inted. ५.in ate सोप, १९ २१० १, ३१५२ . Page #649 -------------------------------------------------------------------------- ________________ Page #650 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૭૯ ભૂમિકા. - જીવને કર્મનું કર્તાપણું કયા પ્રકારે છે તે વિષે ન્યાયયુક્ત દલીલો દ્વારા શ્રીગુરુએ આપેલ સમાધાન ઉપર અંતરથી વિચાર કરતાં શિષ્યને શલ્યની જેમ પીડતા વિકલ્પો દૂર થાય છે અને તત્વનિર્ધાર થાય છે. જીવના કર્તૃત્વ સંબંધીની સર્વ શંકાઓ નિર્મૂળ થતાં તેને જીવના કર્તાપણા વિષે દઢ નિર્ધાર થાય છે. શ્રીગુરુના મુખથી ઝરતી સૌમ્ય વાણીથી શિષ્યના અંતરમાં તત્ત્વનો પ્રકાશ પ્રગટે છે અને તે માટે વિનીત શિષ્ય શ્રીગુરુને પરમ ઉપકારી ગણે છે તથા પોતાને ધન્ય થયેલો માને છે. શિષ્ય પરમાર્થનો ઇચ્છુક છે, તેથી તેની વિચારશ્રેણી તત્ત્વજ્ઞાનની ગુફામાં ઊંડી ઊતરતી જાય છે. કર્મનું કર્તાપણું સમજાયા પછી સુવિચારવાન શિષ્યની વિચારધારા જીવના ભોક્નત્વ સંબંધી મનન કરે છે. આમ, સરળચિત્ત વિનયસંપન શિષ્ય ‘આત્મા છે’, ‘આત્મા નિત્ય છે', “આત્મા કર્મનો કર્તા છે' એ ત્રણ પદનો સ્વીકાર કરી, હવે સમ્યગ્દર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનકરૂપ છ પદોમાંનું ચોથું પદ “આત્મા કર્મના ફળનો ભોક્તા છે' એ વિષે પોતાની મૂંઝવણ વ્યક્ત કરે છે. સુવિચારવાન શિષ્ય વિચારે છે કે જીવે નિબંધન કરેલાં કર્મ જો ભોગવ્યા વગર અફળ જતાં હોય તો પછી બંધ-મોક્ષની વ્યવસ્થા કઈ રીતે હોઈ શકે? કર્મનું ફળ અવશ્ય ભોગવવા યોગ્ય છે એમ તેને ભાસતું હોવા છતાં, ન્યાયથી એ વાત તેને હજી સિદ્ધ થતી નથી. અનેક દર્શનોની માન્યતાના પ્રભાવથી તેની મતિ મૂંઝાઈ ગઈ છે અને તેથી તેને આત્માના કર્મફળભોસ્તૃત્વ વિષે અનેક શંકાઓ ઊઠે છે. તેના સંતોષકારક સમાધાન અર્થે તથા આત્માના કર્મફળભોસ્તૃત્વ વિષે અફર નિર્ણય થવા અર્થે તે પોતાની દલીલો શ્રીગુરુ સમક્ષ રજૂ કરી, સમાધાન માટે શ્રીગુરુને યાચના કરે છે. આત્માના ભોફ્તત્વના વિષય માટે શ્રીમદે આઠ ગાથાઓ (૭૯-૮૬)ની રચના કરી છે. તેમાં પ્રથમ ત્રણ ગાથાઓ(૭૯-૮૧)માં વિનીત શિષ્ય આત્માના ભોસ્તૃત્વરૂપ ચોથા પદ વિષે પોતાની શંકાઓ રજૂ કરે છે. ‘આત્મા ભોક્તા નથી' એમ જણાવવા માટે શિષ્ય અહીં બે દલીલો રજૂ કરે છે. તે પછી શ્રીગુરુ તે દલીલોનું સમાધાન પાંચ ગાથાઓ (૮૨-૮૬)માં આપે છે. તેમાં શિષ્યની શંકાનું અયથાર્થપણું બતાવી, આત્માનું શ્રેય થાય તે માટે આત્માના ભોસ્તૃત્વને સિદ્ધ કરી આપે છે. જીવનું કર્મફળભોક્તાપણું અસંભવિત છે એમ બતાવતાં શિષ્ય પ્રથમ દલીલ એમ કરે છે – Page #651 -------------------------------------------------------------------------- ________________ | ગાથા ૬૧૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન “જીવ કર્મ કર્તા કહો, પણ ભોક્તા નહિ સોય; શું સમજે જડ કર્મ કે, ફળ પરિણામી હોય?' (૭૯) અર્થ - જીવને કર્મનો કર્તા કહીએ તોપણ તે કર્મનો ભોક્તા જીવ નહીં કરે, કેમકે -1 જડ એવાં કર્મ શું સમજે કે તે ફળ દેવામાં પરિણામી થાય? અર્થાત્ ફળદાતા થાય? (૭૯) -- શ્રીગુરુએ ન્યાયયુક્ત દલીલોથી જીવના કર્તાપણાની સિદ્ધિ કરી હતી તેનો ભાવાર્થી સ્વીકાર કરતાં અહીં શિષ્ય કહે છે કે જીવ કર્મનો કર્તા છે એ વાત હવે યુક્તિથી સમજાય છે. આત્મા જો પોતાના શુદ્ધ સ્વભાવના ભાનમાં વર્તે તો તે પોતાના ચેતનભાવનો કર્તા થાય છે અને જો સ્વભાવના ભાનમાં ન રહે તો રાગાદિ ભાવોમાં પરિણમી કર્મનો કર્તા થાય છે એવી શિષ્યને દઢ પ્રતીતિ થઈ છે, પણ જીવ તે કર્મોનાં ફળનો ભોક્તા હોય એ વાત બરાબર લાગતી નથી. જીવનું કર્મફળભોસ્તૃત્વ કોઈ પણ પ્રકારે યુક્તિયુક્ત સંભવતું નથી, કારણ કે કર્મો તો જડ વસ્તુ છે. જેમ ઘટ-પટ જડ હોવાથી આત્માને સુખ આપવાનું કે દુ:ખ આપવાનું વિચારી શકતાં નથી, કારણ કે તેનામાં વિચારશક્તિ નથી, તેવી જ રીતે કર્મો પણ જડ હોવાથી તે આત્માને સુખ-દુઃખ આપવાનું વિચારી શકતાં નથી. કર્મો જડ હોવાથી ફળ આપવાનું પરિણામીપણું તેનામાં કઈ રીતે ઘટે? અમુક પરિણામના બદલામાં અમુક જ ફળ જીવને આપવું એવી બુદ્ધિ જડ કર્મોમાં કેવી રીતે હોઈ શકે? જો કર્મ જ ફળદાતા હોય તો તેનામાં જ્ઞાન હોવું ઘટે, કારણ કે જાણ્યા વિના કર્મ એ વ્યવસ્થા કેવી રીતે કરી શકે કે જીવને કયાં પુણ્ય-પાપનાં ફળ ક્યાં, ક્યારે, કેવી રીતે આપવાનાં છે. આમ, કર્મનું ફળદાતાપણું યુક્તિયુક્ત લાગતું નથી, અર્થાત્ જીવ કર્મોનો ભોક્તા હોય એ વાત શિષ્યને સંગત લાગતી નથી. ભારતીય દર્શનોમાં કર્મવાદનું એક અનોખું સ્થાન છે. કર્મવાદ અનુસાર જે વિશેષાર્થ જાપા] જીવ જે કર્મોનો કર્તા હોય છે, તે જ જીવ તે કર્મોનાં ફળનો ભોક્તા હોય છે. જીવની પ્રત્યેક ક્રિયાથી કર્મ બંધાય છે અને જેવું કર્મ બંધાયું હોય છે, તેના વિપાક અનુસાર જીવની મતિ અને પરિણતિ થાય છે. કર્મ અનુસાર જીવનું પરિણમન થાય છે. જૂનું કર્મ પાકે છે ત્યારે જીવની વિભાવપરિણતિ થાય તો નવું કર્મ બંધાય છે. કર્મનું આ ચક્કર અનાદિથી ચાલ્યા કરે છે. કર્મવાદનું મૂળ પ્રયોજન છે જગતની દૃશ્યમાન વિષમતાની સમસ્યાને ઉકેલવાનું. જગતની વિચિત્રતાનું સમાધાન કર્મને માન્યા વિના થઈ શકતું નથી. બે મનુષ્ય સમાન પરિસ્થિતિઓમાં સમાન ઉદ્યમ કરે છે. પણ એકનું કાર્ય સિદ્ધ થાય છે અને બીજાને Page #652 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૯ ૬૧૯ સિદ્ધિ તો દૂર રહી, ઊલટું નુકસાન થાય છે. સરખાં સાધન હોવા છતાં ફળની આ વિભિન્નતાના કારણે કર્મની સિદ્ધિ થાય છે. ફળવિશેષ એ કાર્ય હોવાથી તેનું કારણ એવું કર્મ સિદ્ધ થાય છે. પ્રત્યેક જીવ પોતાનાં પૂર્વબદ્ધ કર્મનાં ફળને ભોગવે છે. પોતાની ક્રિયાથી બંધાયેલાં કર્મનું ફળ જીવ ભોગવે છે. ધાન્ય આદિ માટે કૃષિ આદિ કાર્ય કરવા છતાં, ક્યારેક પૂર્વકર્મના કારણે ધાન્ય આદિ રૂપ ફળ ન પણ મળે, પરંતુ તે ક્રિયાથી બંધાયેલાં નવીન કર્મનું ફળ તો ભવિષ્યમાં મળે જ છે. ક્રિયામાત્રનું ફળ હોય જ છે. ચેતનની કરેલી કોઈ પણ ક્રિયા નિષ્ફળ હોતી નથી. શુભાશુભ ક્રિયાનું સુખ-દુઃખરૂપ ફળ અવશ્ય હોય છે. શુભ પ્રવૃત્તિના ફળરૂપે જીવ સુખી થાય છે અને અશુભ પ્રવૃત્તિના ફળરૂપે જીવ દુ:ખી થાય છે. જીવની શુભાશુભ પ્રવૃત્તિ અનુસાર પુણ્ય-પાપરૂપ કર્મ બંધાય છે. કર્મના પુણ્ય અને પાપ એવા બે ભેદો સિદ્ધ થાય છે. તે આ પ્રમાણે સુખ અને દુઃખ એ બન્ને કાર્યો હોવાથી તે બન્નેનાં તેને અનુરૂપ એવાં કારણો હોવાં જોઈએ. જેમ ઘટનું અનુરૂપ કારણ માટી છે અને પટનું અનુરૂપ કારણ તંતુઓ છે, તે જ પ્રમાણે સુખનું અનુરૂપ કારણ પુણ્યકર્મ અને દુઃખનું અનુરૂપ કારણ પાપકર્મ માનવું જોઈએ. સુખ-દુઃખનું કારણ કર્મ છે, તેથી કર્મ પુણ્યરૂપ અને પાપરૂપ એમ બે પ્રકારે સિદ્ધ થાય છે. પુણ્ય-પાપરૂપ કર્મને સ્વીકા૨વાં જોઈએ. સુખના પ્રકૃષ્ટ અનુભવનું કારણ પુણ્યનો પ્રકર્ષ છે અને પ્રકૃષ્ટ દુ:ખાનુભવનું કારણ પાપનો પ્રકર્ષ છે. પુણ્યનો પ્રકર્ષ થવાથી સુખની વૃદ્ધિ થાય છે અને પાપના પ્રકર્ષથી દુ:ખની બહુલતા થાય છે. સુખનાં સાધનોના પ્રકર્ષ-અપ્રકર્ષ માટે પુણ્યનો પ્રકર્ષ-અપ્રકર્ષ આવશ્યક છે અને દુઃખનાં સાધનોના પ્રકર્ષ-અપ્રકર્ષ માટે પાપનો પ્રકર્ષઅપ્રકર્ષ આવશ્યક છે. હિંસા, જૂઠ, ચોરી આદિ અશુભ કાર્યોનાં ફળરૂપે કદાપિ, ક્યારે પણ, કોઈ કાળે, કોઈ પણ જીવ સુખી થતો નથી અને દાન આદિ શુભ કાર્યોનાં ફળરૂપે કદાપિ, ક્યારે પણ, કોઈ કાળે, કોઈ પણ જીવ દુઃખી થતો નથી. તાત્પર્ય એ છે કે જીવનાં મન-વચન-કાયાની પ્રત્યેક ક્રિયાથી કર્મ બંધાય છે, પોતાના પરિપાક કાળમાં જીવને તથાપ્રકારે ફળ આપે છે. સત્પુરુષાર્થ દ્વારા જૂનાં કર્મોનાં ફળ રોકી શકાય છે અથવા નિવારી શકાય છે અને નવાં કર્મ તથા તેની સાથે સંબંધ ધરાવતાં દુઃખમય જન્મ-મરણાદિનું પણ નિવારણ થઈ શકે છે. જ્યારે આત્મા સમસ્ત કર્મોથી રહિત થઈ જાય છે ત્યારે તે મુક્ત કહેવાય છે. આત્મા એક વાર મુક્ત થઈ ગયા પછી પુનઃ તેની સાથે કર્મ બંધાતાં નથી. કર્મનું કર્તૃત્વ અને ભોક્ત બન્ને શરીરયુક્ત બદ્ધ આત્મામાં પ્રાપ્ત થાય છે, મુક્તાત્મામાં નહીં આ છે ભારતીય દર્શનોની (ચાર્વાક સિવાયના) સર્વમાન્ય સામાન્ય માન્યતા. – Page #653 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કર્મમાં એક અલંઘ્ય શક્તિ છે એ વાત દરેક ભારતીય દર્શન સ્વીકારે છે. કર્મનું ફળ એવું તો દુરતિક્રમણીય છે કે દરેકે પોતાનાં પૂર્વનાં કર્મો ભોગવવા માટે દેહરૂપી કારાગારમાં કેટલોક વખત પુરાઈને રહેવું પડે છે અને એક કારાગૃહમાંથી બીજા કારાગૃહમાં જવું પડે છે. આ સંબંધીના ઉલ્લેખો ભિન્ન ભિન્ન ભારતીય દર્શનશાસ્ત્રોમાં જોવા મળે છે. ૬૨૦ વેદપંથી કવિ શિહ્નન મિશ્ર કહે છે કે આકાશમાં ઊડીને જાઓ, દિશાઓની પેલે પારજાઓ, દરિયાના તળિયે જઈને બેસો, મરજીમાં આવે ત્યાં જાઓ; પણ જન્માંતરને વિષે જે શુભાશુભ કર્મ કર્યાં હોય તેનાં ફળ તો છાયાની જેમ તમારી પાછળ ને પાછળ જ આવશે. એ તમારો પીછો નહીં છોડે. ૧ મહાત્મા બુદ્ધે પણ પોકારી પોકારીને કહ્યું છે કે અંતિરક્ષમાં જાઓ, સમુદ્રની અંદર સમાઓ, પર્વતની ગુફામાં ભરાઓ; પણ જગતની અંદર એવો કોઈ પ્રદેશ નથી કે જ્યાં પાપકર્મનું ફળ તમારે ભોગવવું ન પડે.ર જૈનાચાર્યશ્રી અમિતગતિજી કહે છે કે પૂર્વે જે કર્મો પોતે કર્યાં હોય તેનાં શુભાશુભ ફળ જીવે ભોગવવાં જ પડે. જો એક જીવે કરેલાં કર્મોનાં ફળ બીજા જીવને ભોગવવાં પડતાં હોય તો પછી જીવે પોતે કરેલાં કર્મોનો કંઈ અર્થ જ નથી રહેતો.૩ જીવના કર્મફળભોક્તૃત્વ અંગે ભિન્ન ભિન્ન દર્શનોની માન્યતાનું સંક્ષેપમાં અવલોકન કરીએ (૧) ચાર્વાકદર્શન ચાર્વાકદર્શન માત્ર પ્રત્યક્ષને જ પ્રમાણ માનતું હોવાથી તે માત્ર તે જ વસ્તુઓની સત્તા સ્વીકારે છે કે જે ઇન્દ્રિયોથી જાણી શકાય છે. ચાર્વાકમત અનુસાર ભૂતદ્રવ્ય જ એકમાત્ર સદ્રવ્ય છે, કારણ કે તે દેખાય છે. આત્મા, જન્માંતર, સ્વર્ગ, ૧- જુઓ : કવિ શિદ્દન મિશ્રરચિત, ‘શાંતિશતકમ્', શ્લોક ૮૧ 'आकाशमुत्पततु गच्छतु वा दिगन्तमम्भोनिधिं विशतु तिष्टतु वा यथेष्टम् । जन्मान्तरार्ज्जितशुभाशुभकृन्नराणां छायेव न त्यजति कर्म्म फलानुबन्धि ।।' ૨- જુઓ : ‘ધમ્મપદ', અધ્યાય ૯, શ્લોક ૧૨ 'न अन्तलिक्खे न समुद्दमज्झे न पब्बतानं विवरं पविस्स । न विज्जती सो जगतिप्पदेसो यत्रट्टितो मुञ्चेय्य पापकम्मा ।।' ૩- જુઓ : આચાર્યશ્રી અમિતગતિજીરચિત, ‘સામાયિક પાઠ’, શ્લોક ૩૦ 'स्वयं कृतं कर्म यदात्मना पुरा, फलं तदीयं लभते शुभाशुभम् । परेण दत्तं यदि लभते स्फुटं स्वयं कृतं कर्म निरर्थकं तदा ।।' > Page #654 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૯ ૬૨૧ ઈશ્વર, કર્મના નિયમો આદિ વિષયોનો તે સ્વીકાર કરતો નથી, કારણ કે તે પ્રત્યક્ષ નથી. ચાર્વાકમત પ્રમાણે શરીરથી ભિન્ન એવા આત્મતત્ત્વનું અસ્તિત્વ નથી અને મૃત્યુ પછી શરીર તો નષ્ટ થઈ જાય છે, તેથી પુનર્જન્મ, સ્વર્ગ, નરક સર્વ મિથ્યા કરે છે. ચાર્વાક દર્શનમાં આત્માનો તથા કર્મનો અસ્વીકાર હોવાથી આત્માના કર્મફળભાતૃત્વનો પ્રશ્ન જ ઊઠતો નથી. (૨) જૈન દર્શન જૈન દર્શનમાં જીવનું કર્તુત્વ-ભોક્નત્વ અસંદિગ્ધપણે બતાવ્યું છે. જૈન શાસ્ત્રોમાં જીવનું કર્તૃત્વ અને ભોસ્તૃત્વ વિસ્તારથી વર્ણવવામાં આવ્યું છે. તેના મત પ્રમાણે જીવ જેવાં કર્મ કરે છે તેવાં ફળ તેણે ભોગવવાં પડે છે. કરેલાં કર્મોને ભોગવ્યા વિના છુટકારો થતો નથી. કર્મનાં ફળ પ્રાણીમાત્રને ભોગવવાં જ પડે છે. તેમાં કોઈનું કાંઈ ચાલતું નથી. જૈનસિદ્ધાંત પ્રમાણે કર્મ એ માત્ર પુરુષપ્રયત્ન જ નથી, તેમ એ નિઃસ્વભાવ નિયમમાત્ર પણ નથી; પણ તે પુગલસ્વભાવી છે, અર્થાત્ પૌગલિક (material) છે. જૈન દર્શન સૃષ્ટિકર્તા કે કર્મફળનિયંતા એવા કોઈ ઈશ્વરને માનતું નથી. તે એમ માને છે કે કર્મ પોતે જ ફળ ઉપજાવવાને શક્તિમાન છે. કર્મફળ અને જીવની વચ્ચે ઈશ્વરને લાવવાની કોઈ જરૂર નથી. (૩) બૌદ્ધ દર્શન બૌદ્ધમત પ્રમાણે નામ-રૂપનો સમુદાય એ પુગલ-જીવ છે. એક નામ-રૂપથી બીજું નામ-રૂપ ઉત્પન્ન થાય છે. જે નામ-રૂપે કર્મ કર્યું, તે નામ-રૂપ ક્ષણિક હોવાથી તે નષ્ટ થઈ જાય છે; પણ તેનાથી બીજું નામ-રૂપ ઉત્પન્ન થાય છે, જે પૂર્વોક્ત કર્મનો ભોક્તા બને છે. બીજું નામ-રૂપ પ્રથમ નામ-રૂપથી ઉત્પન્ન થયું છે, તેથી તેનાં કરેલાં કર્મને તે ભોગવે છે. જે કર્મ જે પૂર્વપુગલે કર્યું, તે પુદ્ગલ ભલે નષ્ટ થઈ જાય, પણ એ જ પુદગલના કારણે નવું પુદ્ગલ ઉત્પન્ન થાય છે અને તે તેનું ફળ ભોગવે છે. કર્તુત્વ અને ભોસ્તૃત્વ સંતતિમાં ઘટતાં હોવાથી કોઈ કર્મ ભોગવ્યા વિનાનું રહેતું નથી. બૌદ્ધ દર્શન અનુસાર કર્મ એ એક મહાન સંસારનિયમ છે. સંસારનો પાયો જ એની ઉપર રચાયો છે. બૌદ્ધો માને છે કે કર્મના ફળ સંબંધમાં કર્મ સંપૂર્ણ સ્વાધીન છે. કર્મ જ સંસ્કારની મારફત કર્મફળ ઉપજાવે છે. ઈશ્વરની દરમ્યાનગીરીની તેમાં જરૂર નથી. બૌદ્ધો કર્મફળનિયંતા તરીકે ઈશ્વરનું અસ્તિત્વ માનતા નથી. (૪) ન્યાય-વૈશેષિક દર્શન નૈયાયિકો-વૈશેષિકોના મત પ્રમાણે આત્મા એકરૂપ નિત્ય છતાં તેમાં કત્વ અને ભોક્નત્વ એવા ક્રમિક ધમ ઘટે છે. તેઓ કહે છે કે આત્મદ્રવ્ય નિત્ય છતાં તેમાં Page #655 -------------------------------------------------------------------------- ________________ ૬૨૨ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન જ્ઞાન, ચિકીષ (ઇચ્છા), પ્રયત્નનો જે સમવાય છે તે કર્તુત્વ છે. આત્મામાં જ્ઞાનાદિનો સમવાય સંબંધ થવો તે કર્તુત્વ છે. એ જ પ્રકારે ભોıત્વની વ્યાખ્યા કરતાં તેઓ કહે છે કે સુખ અને દુઃખનાં સંવેદનનો સમવાય થવો તે ભોફ્તત્વ છે. આત્મામાં સુખનો અને દુ:ખનો જે અનુભવ છે તે ભોસ્તૃત્વ છે. એ અનુભવ આત્મામાં ઉત્પન્ન થાય છે અને નષ્ટ થાય છે, છતાં આત્મા વિકૃત થતો નથી. ઉત્પત્તિ-વિનાશ અનુભવનાં થાય છે, આત્માનાં નહીં. માત્ર એ અનુભવનો સમવાય સંબંધ હોવાથી આત્માને ભોક્તા કહેવાય છે. તે સંબંધ છૂટી જાય છે ત્યારે આત્મા ભોક્તા નથી કહેવાતો, શરીર હોય છે ત્યાં સુધી જ્ઞાન, ઇચ્છા આદિ ગુણોનો ઉત્પાદ-વિનાશ થતો રહે છે અને ત્યાં સુધી તો એમાં કર્તુત્વ અને ભોıત્વ છે, પણ મુક્ત દશામાં એવું કોઈ કર્તુત્વ-ભોસ્તૃત્વ રહેતું નથી. ન્યાય-વૈશેષિક દર્શન અનુસાર કર્મ એટલે પુરુષકૃત પ્રયત્નમાત્ર છે. તેમણે કર્મફળનિયંતા એવા ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકાર્યું છે. કર્મની સાથે ફળનો સંયોગ ઈશ્વરાધીન છે એ સિદ્ધાંત તેમણે સ્થાપ્યો છે. તેમના મત પ્રમાણે ઈશ્વર જીવને પોતપોતાનાં કર્મ અનુસાર ફળ આપે છે. ઈશ્વરની અધ્યક્ષતામાં અદૃષ્ટ (પોતપોતાનાં કર્મ અનુસાર ફળ મળવું એ પ્રક્રિયાને અદષ્ટ કહેવાય છે) ફળદાયી થાય છે. ઈશ્વર અદષ્ટમાં ફેરફાર નથી કરતો, માત્ર એનું સંચાલન કરે છે. (૫) સાંખ્યયોગ દર્શન સાંખ્યયોગ દર્શને પુરુષને અકર્તા અને અભોક્તા માન્યો છે. તેમના મત અનુસાર પુરુષ સ્વભાવતઃ ભોક્તા નથી, પણ તેના ઉપર ભોક્નત્વનું આરોપણ કરવામાં આવે છે, કારણ કે જે સુખ-દુ:ખ છે તે બુદ્ધિ દ્વારા ગ્રહણ કરાય છે. વળી, બુદ્ધિ પ્રકૃતિની છે, માટે પુરુષ સુખ-દુઃખનો ભોક્તા છે એ કલ્પનામાત્ર છે. પુરુષ કર્તાભોક્તા નથી, સાક્ષી છે. કર્મ પોતે જ ફળ આપે છે, એટલે કર્મફળના નિયામક ઈશ્વરની તેને જરૂર નથી લાગતી. (૬) પૂર્વ મીમાંસા દર્શન મીમાંસકોના મત પ્રમાણે આત્મા વિભુ, નિત્ય, સતુ, કર્મફળભોક્તા, દેહને રચનારો અને મન વડે જ્ઞાત-અજ્ઞાતદશાવાળો છે. મૃત્યુ પછી આત્મા કર્મફળના ભોગ માટે પરલોકમાં વિચરે છે. સૃષ્ટિના સર્જક તથા કર્મફળદાતા એવા કોઈ ઈશ્વરને આ દર્શનમાં સ્થાન નથી. મીમાંસકો માને છે કે કર્મ પોતાની મેળે જ ફળે છે, તેથી કર્મનું ફળ આપનાર ઈશ્વર જેવું કોઈ તત્ત્વ છે એમ માનવાની જરૂર નથી. આ બાબતના વિશેષ સ્પષ્ટીકરણ માટે મીમાંસકોને માન્ય એવો ‘અપૂર્વ' (Unseen Potency)નો સિદ્ધાંત સમજવો જરૂરી છે. કર્મ આજે કરવામાં આવે અને તેનું ફળ ભવિષ્યમાં સ્વર્ગપ્રાપ્તિ આદિરૂપે મળે તે શક્ય કઈ રીતે બને? તે પ્રશ્નનો ઉકેલ લાવવા માટે Page #656 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૯ ૬૨૩ મીમાંસા દર્શનમાં ‘અપૂર્વ' નામના તત્ત્વની યોજના કરવામાં આવી છે. જીવે કરેલાં કર્મ એક અદષ્ટ શક્તિ ઉત્પન્ન કરે છે જેને ‘અપૂર્વ' કહે છે. અપૂર્વ એટલે કર્મોનું શુભાશુભ ફળ - પુણ્ય અથવા પાપ કર્મ લૌકિક હોય કે વૈદિક, પણ કર્મનું ફળ મળ્યા વગર રહેતું નથી. આ અપૂર્વ નામનો સિદ્ધાંત કર્મને લગતા વ્યાપક સિદ્ધાંતોનો જ એક અંશ છે. તેને કાર્યરત બનાવવા માટે મીમાંસા દર્શનને ઈશ્વરની જરૂર જણાઈ નથી. તે સ્વયંસંચાલિત છે. (૭) ઉત્તર મીમાંસા (વેદાંત) દર્શન જીવના કર્તુત્વ અને ભોક્નત્વનો ઉલ્લેખ ઉપનિષદોમાં જોવા મળે છે. તેમાં કહ્યું છે કે જીવાત્મા કર્મનો કર્તા છે અને એ કરેલા કર્મનો ભોક્તા પણ છે; પરંતુ જીવાત્મા જેનો અંશ છે એ બહ્મને તો ઉપનિષદોએ અકર્તા અને અભોક્તા કહ્યો છે. આત્મા શરીરને વશ થયો હોય અને શુભાશુભ કર્મનાં ફળ વડે બંધાયો હોય એમ જણાય છે. તે જુદાં જુદાં શરીરોમાં સંચાર કરે છે, પરંતુ તે અવ્યક્ત, સૂક્ષ્મ, અદશ્ય, અગ્રાહ્ય અને મમતારહિત છે; તેથી તે બધી જ અવસ્થાઓથી રહિત છે; તેનામાં કર્તાપણું ન હોવા છતાં તે કર્તારૂપે રહ્યો હોય એમ જણાય છે. એ આત્મા શુદ્ધ, સ્થિર, અચલ, આસક્તિ વિનાનો, દુઃખ વિનાનો, ઇચ્છારહિત દ્રષ્ટા છે અને પોતાનું કર્મ ભોગવતો હોય તેવો જણાય છે; તેમજ સત્ત્વ, રજસું અને તમસુ ત્રણ ગુણોરૂપી વસ્ત્ર વડે પોતાના સ્વરૂપને ઢાંકી દેતો હોય તેમ જણાય છે. માત્ર જ્ઞાનાત્મક શુદ્ધ બ્રહ્મ જ પરમાર્થથી સત્ છે. તે સિવાયનો અવિદ્યાના પ્રભાવે ઊભો થયેલો બધો પ્રપંચ મિથ્યા છે અને તેથી તે મિથ્યા પ્રપંચ અંગેનું ‘આ ઘડો મેં બનાવ્યો', ‘આ કપડું હું વાપરીશ', “મેં આ કર્મ કર્યું', ‘તેનું ફળ હું ભોગવીશ ઇત્યાદિ રૂપ જીવનું કર્તુત્વ-ભોસ્તૃત્વરૂપ અભિમાન પણ મિથ્યા છે; માટે આત્મા કર્તા નથી કે ભોક્તા નથી એવું વેદાંત દર્શન કહે છે. આત્માના ભાતૃત્વ અંગે વિભિન્ન દર્શનો વચ્ચે આવો મતભેદ છે. શિષ્ય આ મતભેદોથી મૂંઝાયો છે. તેને આત્માના કર્મફળભોસ્તૃત્વ અંગે શંકા જાગે છે. તે આત્મા કર્મનો ભોક્તા નથી એવી પોતાની માન્યતાના સમર્થનમાં દલીલો રજૂ કરે છે. શિષ્ય કહે છે કે આપે દર્શાવેલ યુક્તિઓ દ્વારા સિદ્ધ થાય છે કે જીવ કર્મનો કર્તા છે. નિજભાનરહિત દશામાં જીવને કર્મનું કર્તાપણું છે. તે શુભ ભાવ વડે પુણ્યકર્મ અને અશુભ ભાવ વડે પાપકર્મ કરે છે એમ દઢપણે માની શકાય છે, પરંતુ જીવ તે કર્મનો ભોક્તા છે એમ માની શકાતું નથી. જીવ તે શુભાશુભ ભાવ વડે બંધાયેલાં પુણ્ય-પાપકર્મનો ભોક્તા થઈ શકે નહીં, કારણ કે પુણ્ય અને પાપ બને કર્મો તો જડ છે અને જડમાં જ્ઞાનશક્તિનો અભાવ હોવાથી તેને ખબર નથી કે પોતે પુણ્યરૂપ છે કે પાપરૂપ. ચેતનશક્તિરહિત એવાં જડ કર્મોને કોને, કેવું, ક્યારે, કેટલું અને કેવી રીતે Page #657 -------------------------------------------------------------------------- ________________ ૬૨૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ફળ આપવું તેની ખબર નથી. જેમ કે – (૧) કર્મ કઈ રીતે સમજી શકે કે હું આ જીવ સાથે બંધાયો છું, માટે મારે આને એનું ફળ આપવાનું છે? (૨) આ જીવે પાપ કર્યું છે માટે એ જ જીવને દુઃખ આપવાનું છે કે આ જીવે પુણ્ય કર્યું છે માટે એને સુખ આપવાનું છે એવી સમજ જડ કર્મને કેવી રીતે હોય? (૩) ચોક્કસ સમયે, ચોક્કસ સમય સુધી મારે આ જીવને ફળ આપવાનું છે એવી સમજ જડ કર્મને ક્યાંથી હોય? (૪) જેટલા રાગાદિ ભાવો જીવે કર્યા તેટલું જ ફળ આપવામાં તે જડ કર્મ કેવી રીતે સમર્થ થાય? અર્થાત્ જીવે જેટલા પ્રમાણમાં શુભાશુભ ભાવ કર્યા તેટલું જ, માપી માપીને તેનું ફળ આપવા માટે જડ કર્મ કઈ રીતે સમર્થ થાય? (૫) સંસારમાં દરેક જીવ જુદી જુદી રીતે સુખ-દુઃખ અનુભવે છે. જડ કર્મ કઈ રીતે જાણે કે કયા જીવને કઈ રીતે, સુખ કે દુઃખ આપવાનું છે? આ પ્રમાણે અનેક પ્રકારે વિચારતાં એમ જણાય છે કે ફળ આપવાની બાબતમાં જડ કર્મ પરિણામવાન થઈ શકે નહીં, અર્થાત્ ફળદાતાપણું જડ કર્મમાં કોઈ પણ પ્રકારે સંભવે નહીં. જીવ રાગભાવ કરે છે, માટે તે કર્મનો કર્તા છે; પણ એનું ફળ આપવાની તાકાત અથવા સમજણ જડ કર્મમાં નથી. કર્મ જડ છે, તે તથા પ્રકારના ભોગકાળને જાણતાં નથી તો તે આત્માને સુખ-દુઃખ આપવામાં કઈ રીતે સમર્થ બને? જો જડ કર્મો ફળ આપવા સમર્થ નથી તો જીવ કર્મફળનો ભોક્તા છે એમ માની શકાય નહીં. આમ, શિષ્યને જીવનું કર્મનું કર્તાપણું તો સિદ્ધ થાય છે, પણ તે કર્મનું ભોક્તાપણું સિદ્ધ થતું નથી. કર્મના ભોક્તાપણા વિષે જે શંકા થાય છે તેની રજૂઆત શ્રીગુરુ પાસે કરી, શિષ્ય યથાર્થ સમાધાનની આશા રાખે છે. તેની દલીલ જોતાં તે ઊંડી વિચારણા કરનાર સત્ય જિજ્ઞાસુ છે એમ સ્પષ્ટ જણાય છે. તેની દલીલમાં કોઈ પણ પ્રકારનો મહાગ્રહ કે વાદવિવાદનો ભાવ જણાતો નથી, પણ ઉલ્લાસપૂર્વકની તત્ત્વ સમજવાની ઝંખના દેખાય છે. ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે – જીવનું ભોક્તાપણું નથી એમ વિજિગીષુકથારૂપ જલ્પની જેમ પ્રતિવાદ નહિ કરતાં, વિનયાન્વિત શિષ્ય જીવને શું કર્મનું ભોક્તાપણું નહિ હોય, એમ વિનયપૃચ્છા કરે છે.૧ શિષ્ય જિજ્ઞાસુ છે, વિનયી છે. તેને પોતાના અજ્ઞાનનો સ્વીકાર છે. અભ્યાસી ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૨૯૦ Page #658 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૯ ૬૨૫ હોવા છતાં તે પોતાના અજ્ઞાનને સ્વીકારે છે અને તેને ટાળવા માટે તે શ્રીગુરુના આશ્રયે આવે છે. જો પોતાના અજ્ઞાનનો સ્વીકાર થાય નહીં તો જ્ઞાન તરફનાં યથાર્થ પગલાં ઊપડતાં નથી. જ્યાં અજ્ઞાનનો સ્વીકાર થાય છે ત્યાં જ્ઞાન તરફનાં પગલાં મંડાય છે. વળી, શિષ્યમાં મુમુક્ષુતા છે, તેથી તેના પ્રશ્નો પાછળનો લક્ષ એકમાત્ર મોક્ષપ્રાપ્તિનો છે. બુદ્ધિમાં ખણજ આવવાના કારણે તેના પ્રશ્નો નીકળ્યા નથી, પરંતુ આત્મામાં પિપાસા જાગી હોવાથી પ્રશ્નો નીકળ્યા છે. માત્ર બદ્ધિમાં ખંજવાળ આવી અને તેણે પ્રશ્નો પૂક્યા છે એવું નથી, પરંતુ પોતાના જીવનમાં ઉપયોગી થાય એવા પ્રયોજનભૂત પ્રશ્નો તે પૂછે છે. પ્રયોજનભૂત પ્રશ્ન બહુજ ઓછા પ્રમાણમાં ઊઠે છે. પ્રયોજનભૂત તો તે ગણાય કે જે અંતરની આવશ્યકતામાંથી ઊઠ્યા હોય અને જે જીવનમાં રૂપાંતરણ લાવવામાં સમર્થ હોય. એ સિવાય બધું જ અપ્રયોજનભૂત ગણાય. ભોગ-વિલાસની કે રાજકારણની વાત ન કરવામાં આવે અને આત્માની વાત કરવામાં આવે એટલે પ્રયોજનભૂત ચર્ચા થઈ એ ધારણા મિથ્યા છે. પ્રયોજનભૂત વાત તો એ છે કે જો પોતે દુઃખી છે તો શા માટે દુ:ખી છે અને એ દુઃખથી મુક્તિ કઈ રીતે મળી શકે? જે પીડા અને સંતાપથી પોતે ઘેરાયેલો છે, તેમાંથી કઈ રીતે મુક્ત થવાય, અંધકારમાંથી પ્રકાશમાં કઈ રીતે અવાય એ સંબંધીની ચર્ચાને જ પ્રયોજનભૂત ચર્ચા કહી શકાય. શિષ્યને પ્રશ્નો પૂછવા પાછળ સર્વ દુઃખમાંથી મુક્ત થઈ આત્મશાંતિ મેળવવાનો જ લક્ષ છે. જીવનમાં રૂપાંતરણ લાવવાની તેને ઉત્સુકતા છે. તેના માટે જ્ઞાન એ એક રૂપાંતરણની પ્રક્રિયા છે. તે એ જ જાણવા ઇચ્છે છે કે જેનાથી પોતાનું જીવન બદલાઈ જાય. જો જીવ આ લક્ષ ચૂકી જાય તો તેનું જ્ઞાન અહંકારમાં પરિણમે છે. જ્ઞાન વધતું જશે અને અહંકાર પણ વધતો જશે. હું બધું જાણું છું' એવો ભાવ મજબૂત થતો જાય છે. માનાદિની કામનાના કારણે પોતે સંગ્રહ કરેલ જાણકારી દર્શાવવાની વૃત્તિ તેને રહ્યા કરે છે. મોહથી મૂંઝાયા વિના જે જીવ ઉપદેશશ્રવણ આદિમાં જોડાય છે, તે જીવ મુમુક્ષુતાના અભાવે ધર્મપ્રવૃત્તિ દ્વારા પણ સંસારનું બંધન જ દઢ કરે છે. મુમુક્ષુ જીવને જાણકારીના સંગ્રહમાં ઉત્સુકતા વર્તતી નથી. તે તો નવી જાણકારી લેતાં પહેલાં પોતાની જાતને પ્રશ્ન પૂછે છે કે “મેં મારી આગલી જાણકારીનો શું ઉપયોગ કર્યો?' અગાઉ પ્રાપ્ત થયેલ માહિતીનો પોતે સદુપયોગ કર્યો કે નહીં, એની તે સતત ચકાસણી કરતો રહે છે. તે જાણે છે કે “અન્યની જાણકારી મારું જ્ઞાન ન બની શકે. હું જાગૃત રહી આ જાણકારીને મારામાં પરિણમાવીશ નહીં તો મારામાં જ્ઞાનનો આવિર્ભાવ શક્ય નથી.' તેને સત્યની અભિલાષા હોય છે, કેવળ સિદ્ધાંતની નહીં. સિદ્ધાંત એ સત્ય નથી. સિદ્ધાંત માત્ર સાંભળવા-વાંચવાથી મળે, પણ સત્ય તો સાધનાથી મળે. જીવનની આહુતિ ચઢાવે તેને સત્ય ઉપલબ્ધ થાય. જીવનને જે યજ્ઞ બનાવે છે, તેને જ સત્ય Page #659 -------------------------------------------------------------------------- ________________ ૬૨૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન પ્રાપ્ત થાય છે. સત્ય મળે છે સ્વયંના શ્રમથી, સ્વયંના બોધથી! બીજું કોઈ સત્ય આપી શકતું નથી. સત્ય જીવે પોતે જ પ્રાપ્ત કરવાનું હોય છે. મુમુક્ષુ જીવ સાધના માટે જીવનને દાવ ઉપર લગાવે છે અને બધા વિભાવભાવોથી નિવર્તી નિજસ્વરૂપ તરફ દૃષ્ટિ કરે છે. જેની મુમુક્ષુતા તીવ્ર હોય તેને તો સદ્ગુરુનું વચન સાંભળવામાત્રથી કાર્ય થઈ જાય છે. સાંભળતાંની સાથે જ તેના ભાવોમાં પરિવર્તન શરૂ થઈ જાય છે. તેને એવો પ્રબળ ઉત્સાહ હોય છે કે શ્રવણ કરતાંની સાથે જ તે બદલાઈ જાય છે. સદ્ગુરુનો બોધ તેના અંતઃસ્થલમાં પહોંચી જાય છે અને તત્ક્ષણ તેનામાં રૂપાંતરણ શરૂ થઈ જાય છે. ત્રણ પ્રકારના શ્રોતા હોય છે પ્રથમ પ્રકારનો શ્રોતા એવો હીન કક્ષાનો હોય છે કે તેને જગાડવામાં આવે તોપણ તે જાગતો નથી, તે સાંભળે છે છતાં તે સાંભળતો નથી. ક્યારેક સદ્ગુરુના બોધમાંથી તેને કંઈક પકડાય છે તેના અંતરમાં કંઈક કૂણાશ પ્રગટે છે, ત્યાં તો તેનું દોઢડહાપણ, સ્વચ્છંદ તેમજ આગ્રહથી મેલી થયેલી તેની બુદ્ધિ વચમાં આવે છે, તેને કંઈ ને કંઈ સમજાવે છે અને તે યથાર્થ માર્ગે પ્રયાણ આદરી શકતો નથી. તેના આત્મામાં ક્રાંતિ થતી જ નથી. તેની સ્મૃતિમાં બોધ ટકે છે પણ એ બોધ હૃદયને સ્પર્શી શકતો નથી. દુનિયાના અધિકાંશ લોકો આવા પ્રકારના હોય છે. બીજા પ્રકારનો (મધ્યમ) શ્રોતા એવો છે કે કોઈ શ્રમ કરે તો તે જાગૃત થાય છે. સદ્ગુરુનો ઉપદેશ તેને જગાડે છે પણ ઘણી. મહેનતે! પૂર્વસંસ્કારમાંથી છૂટવા તેણે ખૂબ પ્રયત્ન કરવો પડે છે, પણ સદ્ગુરુના ઉપદેશથી તે જાગૃત તો થાય છે. જઘન્ય કક્ષાનો શ્રોતા સદ્ગુરુના બોધને સાંભળે છે, ક્વચિત્ સમજે પણ છે, છતાં તેને તર્કાદિ વચ્ચે નડે છે; જ્યારે મધ્યમ કક્ષાનો શ્રોતા સદ્ગુરુના બોધને સાંભળે છે, સમજે છે અને એ બોધનો તે સ્વીકાર પણ કરે છે કે ‘આમ જ હોય, આમ જ મારે કરવું જોઈએ', પરંતુ એ પ્રમાણે કરવાનું સાહસ તેનામાં જાગતું નથી. - ત્રીજો પ્રકાર ઉત્કૃષ્ટ શ્રોતાનો છે. તેનામાં શ્રવણ, સમજ, સ્વીકાર અને સાહસ યુગપદ્ - એકીસાથે પ્રગટે છે. તે અલ્પ ઉપદેશથી પણ જાગૃત થઈ જાય છે. કહ્યું નથી અને પરિણમી જાય. અહીં ગુરુ કહે અને ત્યાં શિષ્યમાં ઘટિત થાય. તેનામાં શીવ્રતાથી કાર્ય થાય છે, સાંભળતાં જ ધા પડે છે, વેદના થાય છે અને તે ઉપર ઊઠે છે. બોધ મળતાવેંત માન્યતામાં ઊતરી જાય છે, પરિણામમાં ઝળકે છે અને તેને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. બીજા પ્રકારના શ્રોતાને બોધ બુદ્ધિ સુધી પહોંચે છે, જ્યારે અહીં એ બોધ તત્ક્ષણ હૃદય સુધી પહોંચી જાય છે, તેથી આવું પરિણામ સહેજે નીપજે છે. આ શ્રેષ્ઠતમ સાધકની દશા છે. શ્રીગુરુને જોતાવેંત તેનું હૃદય ઊછળવા માંડે છે. શ્રીગુરુના અસ્તિત્વમાં ઓતપ્રોત થવા તે આતુર હોય છે. શિષ્યની આવી અભીપ્સા, Page #660 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૯ તાલાવેલી, નિષ્ઠા જોઈને શ્રીગુરુને પણ પ્રસન્નતા થાય છે. તેની પાત્રતા જોઈ તેમના અંતરમાંથી પ્રેમ ઊમટે છે અને એ રીતે ગુરુ-શિષ્યનો અંતરંગ સંબંધ સહજપણે કેળવાય છે. શિષ્યનો શ્રીગુરુના અંતઃકરણ સાથેનો સંબંધ સદૈવને માટે બંધાય છે. શિષ્યને એવો વિશ્વાસ હોય છે કે ગુરુ પાસેથી તેને પોતાના પ્રશ્નોના ઉત્તર મળશે જ, સદ્ગુરુ તેની સમસ્યાનું યથાર્થ નિરાકરણ કરશે જ, સદ્ગુરુ તેના પ્રશ્નોનું યથાર્થ સમાધાન આપી તેને નિઃશંક કરશે જ. સદ્દગુરુ તેને પ્રાથમિક ભૂમિકામાં સમાધાન આપે છે, પણ પછી તો તેઓ શિષ્યને એવી ભૂમિકા ઉપર લઈ જાય છે કે જ્યાં સમસ્યા જ ન રહે. તેની ચિત્તદશા એવી થઈ જાય છે કે તેને કોઈ પ્રશ્ન જ ઉત્પન્ન નથી થતો અને થાય તો પણ તરત શમી જાય છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો શિષ્ય પણ મુમુક્ષુતાસંપન્ન છે, પાત્રતાવાન છે. તે શ્રીગુરુ સમક્ષ વિનયપૂર્વક પોતાની શંકાઓ રજૂ કરે છે. પ્રસ્તુત ગાથામાં તે શ્રીગુરુને કહે છે કે આપના સમાધાનથી આત્માના કર્મકર્તાપણાનો તો સ્વીકાર થાય છે, આત્મા કર્મનો કર્તા છે એમ તો મનાય છે; પણ આત્મા કર્મના ફળનો ભોક્તા છે એ વાત બેસતી નથી. કર્મ જડ હોવાથી તેનામાં ફળ આપવાની સમજણશક્તિ નથી, તો પછી તેને ફળ આપવાની ખબર કઈ રીતે પડે? ચૈતન્યશક્તિરહિત જડ કર્મને શું ખબર પડે કે આ જીવને આટલું ફળ આપવાનું છે? અને તેથી તે ફળ આપવામાં કેવી રીતે પરિણામી થાય? આમ વિચારતાં શિષ્યને આત્માનું કર્મફળભોસ્તૃત્વ યથાર્થ ભાસતું નથી. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – જીવ કર્મ કર્તા કહો, એ તો ઠીક સમજાય; વિચારતાં મધ્યસ્થથી, ઘટે યુક્તિ ને ન્યાય. કર્તા જીવ જ કર્મનો, પણ ભોક્તા નહિ સોય; એ શંકા રહે છે કહો, સમાધાન જે હોય. કારણ પુદ્ગલ જાતિ તે, સર્વ અચેતનરૂપ; શું સમજે જડ કર્મ કે, અંધકાર મહા કૂપ. પોતે પોતાને કદી, ઓળખી શકે ન કોય; તો શી રીતે બીજા પ્રતિ, ફળ પરિણામી હોય?'૧ ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૩૩ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ' , ગાથા ૩૧૩-૩૧૬) Page #661 -------------------------------------------------------------------------- ________________ Page #662 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૮૦ ફળવાળા ઈકવે જે હું ૨૧; ન કહે ઈશ્વરવું, ઈશ્વર પ. Page #663 -------------------------------------------------------------------------- ________________ Page #664 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૮૦ ગાથા - ગાથા ૭૯માં શિષ્ય કહ્યું કે જીવને કર્મનો કર્તા ભલે કહો, પરંતુ તે કર્મનો ભૂમિકા 2] ભોક્તા હોઈ શકે નહીં, કારણ કે જડ કર્મને કઈ રીતે ખબર પડે કે તેણે કેવું ફળ આપવાનું છે? અચેતન એવાં કર્મ ફળ આપવા કેવી રીતે પરિણામી થાય? જડ કર્મ કઈ રીતે જાણે કે “મારે આને આવું ફળ આપવાનું છે?' આમ, કર્મ જીવને ફળ આપી શકવા માટે સમર્થ નથી, તેથી જીવ કર્મનો ભોક્તા સિદ્ધ થતો નથી. જિજ્ઞાસુ શિષ્યની વિચારણા આગળ વધે છે. તે વિચારે છે કે કર્મ તો જ્ઞાનશક્તિથી રહિત છે, એટલે એ કર્મોથી જે સુખાદિ ફળ મળવાં જોઈએ તે એમ ને એમ મળી શકે નહીં. તે માટે કોઈ ચેતનતત્ત્વની પ્રેરણા માનવી જ જોઈએ અને તે ચેતનતત્ત્વ એ ઈશ્વર સિવાય બીજું કોઈ હોઈ શકે નહીં. આમ, ઈશ્વર જેવી કોઈ ફળદાતા સત્તા માનવામાં આવે તો જીવનું કર્મફળભોસ્તૃત્વ સહેલાઈથી સિદ્ધ થઈ શકે એમ છે, પરંતુ એમ માનવાથી જે અન્ય મુશ્કેલી ઊભી થાય છે તે જણાવતાં શિષ્ય કહે છે – ફળદાતા ઈશ્વર ગણ્ય, ભોક્તાપણું સધાય; એમ કહે ઈશ્વરતણું, ઈશ્વરપણું જ જાય.' (૮૦) A ફળદાતા ઈશ્વર ગણીએ તો ભોક્તાપણું સાધી શકીએ, અર્થાત્ જીવને ઈશ્વર અર્થ * કર્મ ભોગવાવે તેથી જીવ કર્મનો ભોક્તા સિદ્ધ થાય, પણ પરને ફળ દેવા આદિ પ્રવૃત્તિવાળો ઈશ્વર ગણીએ તો તેનું ઈશ્વરપણું જ રહેતું નથી, એમ પણ પાછો વિરોધ આવે છે. (૮૦) ઈશ્વર સિદ્ધ થયા વિના એટલે કર્મફળદાતૃત્વાદિ કોઈ પણ ઈશ્વર ઠર્યા વિના જગતની વ્યવસ્થા રહેવી સંભવતી નથી', એવા અભિપ્રાય પરત્વે નીચે પ્રમાણે વિચારવા યોગ્ય છે : જે કર્મનાં ફળને ઈશ્વર આપે છે એમ ગણીએ તો ત્યાં ઈશ્વરનું ઈશ્વરપણું જ રહેતું નથી, કેમકે પરને ફળ દેવા આદિ પ્રપંચમાં પ્રવર્તતાં ઈશ્વરને દેહાદિ અનેક પ્રકારનો સંગ થવો સંભવે છે, અને તેથી યથાર્થ શુદ્ધતાનો ભંગ થાય છે. મુક્ત જીવ જેમ નિષ્ક્રિય છે એટલે પરભાવાદિનો કર્તા નથી, જો પરભાવાદિનો કર્તા થાય તો તો સંસારની પ્રાપ્તિ થાય છે, તેમ જ ઈશ્વર પણ પરને ફળ દેવા આદિ રૂપ ક્રિયામાં પ્રવર્તે તો તેને પણ પરભાવાદિના કર્તાપણાનો પ્રસંગ આવે છે; અને મુક્ત જીવ કરતાં તેનું Page #665 -------------------------------------------------------------------------- ________________ ૬૩૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ન્યૂનત્વ ઠરે છે; તેથી તો તેનું ઈશ્વરપણું જ ઉચ્છેદવા જેવી સ્થિતિ થાય છે. વળી જીવ અને ઈશ્વરનો સ્વભાવભેદ માનતાં પણ અનેક દોષ સંભવે છે. બન્નેને જો ચૈતન્ય સ્વભાવ માનીએ, તો બન્ને સમાન ધર્મના કર્તા થયા; તેમાં ઈશ્વર જગતાદિ રચે અથવા કર્મનું ફળ આપવારૂપ કાર્ય કરે અને મુક્ત ગણાય; અને જીવ એકમાત્ર દેહાદિ સૃષ્ટિ રચે, અને પોતાનાં કર્મોનું ફળ પામવા માટે ઈશ્વરાશ્રય ગ્રહણ કરે, તેમ જ બંધમાં ગણાય એ યથાર્થ વાત દેખાતી નથી. એવી વિષમતા કેમ સંભવિત થાય? વળી જીવ કરતાં ઈશ્વરનું સામર્થ્ય વિશેષ માનીએ તોપણ વિરોધ આવે છે. ઈશ્વર શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ગણીએ તો શુદ્ધ ચૈતન્ય એવા મુક્ત જીવમાં અને તેમાં ભેદ પડવો ન જોઈએ, અને ઈશ્વરથી કર્મનાં ફળ આપવાદિ કાર્ય ન થવાં જોઈએ; અથવા મુક્ત જીવથી પણ તે કાર્ય થવું જોઈએ; અને ઈશ્વરને જે અશુદ્ધ ચૈતન્યસ્વરૂપ ગણીએ તો તો સંસારી જીવો જેવી તેની સ્થિતિ ઠરે, ત્યાં પછી સર્વજ્ઞાદિ ગુણનો સંભવ ક્યાંથી થાય? અથવા દેહધારી સર્વજ્ઞની પેઠે તેને “દેહધારી સર્વજ્ઞ ઈશ્વર' માનીએ તોપણ સર્વ કર્મફળદાતૃત્વરૂપ “વિશેષ સ્વભાવ' ઈશ્વરમાં કયા ગુણને લીધે માનવા યોગ્ય થાય? અને દેહ તો નાશ પામવા યોગ્ય છે, તેથી ઈશ્વરનો પણ દેહ નાશ પામે, અને તે મુક્ત થયે કર્મફળદાતૃત્વ ન રહે, એ આદિ અનેક પ્રકારથી ઈશ્વરને કર્મફળદાતૃત્વ કહેતાં દોષ આવે છે, અને ઈશ્વરને તેવે સ્વરૂપે માનતાં તેનું ઈશ્વરપણું ઉત્થાપવા સમાન થાય છે. (૮૦)" તે જડ કર્મ ફળ આપવાની બાબતમાં પરિણામવાન થઈ શકે નહીં, તેથી ભાવાર્થ *| જીવનું ભોક્તાપણું સિદ્ધ થતું નથી એમ શિષ્યને લાગે છે. તે વિચારે છે કે કર્મ અનુસાર સુખ-દુઃખ આપનાર કોઈ ચૈતન્યસત્તાને સ્વીકાર્યા વિના જીવનું કર્મફળભોસ્તૃત્વ કોઈ પણ પ્રકારે સિદ્ધ થઈ શકતું નથી. કર્મનું ફળ આપવાવાળો કોઈ ચૈતન્યવિશેષ અવશ્ય હોવો જોઈએ. જેમ ચોરી કરવાવાળો ચોર પોતાની જાતે ફળ નથી પામતો, કોઈ ન્યાયાધીશ તેને દંડ આપે છે, ફળ આપે છે, તેમ શુભ-અશુભ કર્મનાં ફળ આપવાવાળો પણ કોઈ હોવો જોઈએ. શુભાશુભ કર્મનાં ફળ આપનાર તરીકે ઈશ્વરને માનવામાં આવે તો જીવનું કર્મફળભોસ્તૃત્વ સિદ્ધ થઈ શકે છે. ઈશ્વર જીવને કર્મ ભોગવાવે છે એમ ગણવામાં આવે તો જીવ કર્મનો ભોક્તા સિદ્ધ થાય, પણ ઈશ્વરને ફળદાતા ગણવા જતાં ઈશ્વરનું ઈશ્વરપણું જ ચાલ્યું જાય છે, કારણ કે ઈશ્વર જો આ રીતે પારકાને સુખ-દુ:ખ આપવાનું કાર્ય કરે તો તેના આત્માની શુદ્ધ દશા ટકી શકે નહીં. જો ઈશ્વરમાં ફળદાતાપણું ગણવામાં આવે તો ઈશ્વરપણું ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૪૭-૫૪૮ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન) Page #666 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૦ ૬૩૩ રહેતું નથી અને ઈશ્વરપણું માનવામાં આવે તો ફળદાતાપણું રહેતું નથી; એમ પરસ્પર પરિહારરૂપ વિરોધ આવે છે. ઈશ્વર શુદ્ધસ્વરૂપી હોવાથી એ વીતરાગી મધ્યસ્થ પરમાત્મા અનંત પરદ્રવ્યોની વ્યવસ્થાના પ્રપંચમાં પડે નહીં, તેથી જીવ અને કર્મની વચ્ચે વ્યવસ્થાપક તરીકે ઈશ્વરને સ્વીકારવો તે ન્યાયયુક્ત લાગતું નથી. શિષ્ય વિચારે છે કે જડ કર્મો પોતાની જાતે ફળ આપી શકે નહીં. જડ (વિશેષાર્થ | કર્મો જ સ્વતંત્રપણે જીવોને સુખ-દુઃખ આપે એ વાત યુક્તિસંગત નથી. સુખ-દુ:ખની વિચિત્રતા કેવળ જડકર્મભનિત ન હોઈ શકે, તે અર્થે ચેતન ઈશ્વરને કારણરૂપ માનવાની જરૂર છે. જીવોને પોતાનાં કર્મોનું ફળ પામવા માટે કર્મફળદાતા ઈશ્વરની આવશ્યકતા છે. કૃતકર્મફળના વિભાગનો જાણકાર એવો ઈશ્વર જીવોનાં કર્મોનું ફળ આપે છે એમ માનવાથી જીવનું ભોક્તાપણું સધાય છે. કર્મ જડ હોવાથી તે સ્વયં તો જીવને કર્મફળ ભોગવાવી શકે નહીં અને તેથી જીવ કર્મફળનો ભોક્તા ઠરે નહીં; પરંતુ જો વિશિષ્ટ ચૈતન્યસત્તારૂપ ઈશ્વર જીવને તેનાં કર્મોનું ફળ આપતો હોય તો જીવ કર્મફળનો ભોક્તા ઠરે. પ્રસ્તુત ગાથાના પૂર્વાર્ધમાં શિષ્ય એ વિકલ્પ રજૂ કરે છે કે ઈશ્વર સર્વ જીવોને તેમનાં કર્મોનું ફળ આપે છે. ઈશ્વર શુભાશુભ કર્મોનું ફળ સર્વ જીવોને પહોંચાડે છે અને કર્મફળની વ્યવસ્થા સાચવે છે. કોઈને અધિક સુખ અને કોઈને ન્યૂન સુખ, કોઈને અધિક દુઃખ અને કોઈને ન્યૂન દુ:ખ, એવા પ્રકારની જે કર્મફળવ્યવસ્થા જોવામાં આવે છે તે ઈશ્વરનું કાર્ય છે. આ રીતે કર્મફળદાતા તરીકે ઈશ્વરને સ્વીકારતાં જીવનું કર્મફળભોક્તાપણું સિદ્ધ થઈ શકે છે. ઈશ્વર સર્વનાં કર્મો જાણે છે. તેથી જેમ ન્યાયાધીશ ગુનેગારોને સજા આપે છે, તેમ ઈશ્વર જીવોને તેમનાં કર્મ ભોગવાવે છે એમ માનતાં જીવનું ભોક્તાપણું સહેલાઈથી સિદ્ધ થાય છે. ફળદાતા ઈશ્વરને માન્યા વિના જીવનું ભોક્તાપણું સિદ્ધ થઈ શકતું નથી. આ વિકલ્પ શિષ્યને ન્યાય દર્શનના પ્રભાવથી ઉદ્ભવ્યો હોય એમ જણાય છે. ન્યાય દર્શનમાં ઈશ્વરને અત્યંત મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. નૈયાયિકોએ ઈશ્વરનો સ્વીકાર કર્યો છે અને તેને જગતકર્તા તથા કર્મફળનો દાતા માન્યો છે. કર્મ પુરુષકૃત છે તથા તેનું ફળ અવશ્ય હોવું જોઈએ એમ તેઓ સ્વીકારે છે. તે છતાં ઘણી વાર પુરુષકૃત કર્મ નિષ્ફળ જતાં હોય છે, તેથી પુરુષકૃત કર્મ પોતે કર્મનું ફળ શી રીતે આપી શકે એવો પ્રશ્ન ન્યાય દર્શનના પ્રણેતા મહર્ષિ ગૌતમને ઉદ્ભવ્યો. કર્મની સાથે કર્મફળનો ઘણી વાર સંબંધ જણાતો નથી, તેનું સમાધાન કરવા જતાં તેમણે કર્મ અને કર્મફળની વચ્ચે, કર્મથી જુદું જ એક કારણ ઉમેર્યું. તેમણે કહ્યું કે કર્મના ફળમાં ઈશ્વર કારણ છે. Page #667 -------------------------------------------------------------------------- ________________ ૬૩૪ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન મહર્ષિ ગૌતમસમ્મત કર્મવાદ ઉપરથી એમ સમજી શકાય છે કે કર્મફળ પુરુષકૃત કર્મને આધીન છે એ વાત તેમને સ્વીકાર્ય છે, પણ કર્મ જ કર્મફળનું એકમાત્ર અને અદ્વિતીય કારણ છે એ વાત તેમને મંજૂર નથી. તેઓ કહે છે કે કર્મફળ કર્મને આધીન છે એ વાત બરાબર છે, પરંતુ કર્મના ફળનો અભ્યદય ફક્ત કર્મને જ આભારી નથી. જો કર્મફળ એકમાત્ર કર્મને જ આધીન હોય તો પછી પ્રત્યેક કર્મનું ફળ દેખાવું જોઈએ, પરંતુ પુરુષકૃત કર્મ ઘણી વાર નિષ્ફળ નીવડતું પણ દેખાય છે. આના ઉપરથી એટલું સિદ્ધ થાય છે કે કર્મફળના વિષયમાં કર્મ સાથે એક કર્મફળનિયંતા ઈશ્વર પણ છે. નૈયાયિકોની માન્યતા પ્રમાણે જીવનમાં સુખ-દુઃખ એ તેનાં પોતાનાં પરિણામ છે. કર્મફળ અથવા અદષ્ટના કારણે જીવ ભોગાયતન દેહાદિ મેળવી, કર્મ અનુસાર સુખદુઃખાદિ અનુભવે છે. ઈશ્વર કરુણાળુ છે, છતાં જીવને પોતાના કર્મફળના કારણે દુઃખો ભોગવવાં પડે છે. નૈયાયિકો આ સંબંધમાં એવી દલીલ કરે છે કે મહાભૂતાદિમાંથી દેહનું નિર્માણ થાય છે, પણ કેવા પ્રકારના ભોગને ઉપયોગી દેહ કરવો એનો આધાર અદષ્ટ ઉપર રહે છે. મહાભૂત અને અદષ્ટ બને અચેતન છે, તેથી મહાભૂત અને અદૃષ્ટને સહાય કરવા, જીવને તેનાં કર્મોનો બદલો આપવા એક સચેતન સર્જનહારની જરૂર છે. નૈયાયિકોના મત અનુસાર આ સર્જનહાર એ જ ઈશ્વર છે. શિષ્ય કર્મફળદાતા ઈશ્વરનો વિકલ્પ પ્રસ્તુત તો કરે છે, પણ વિશેષ વિચારતાં તેને પોતાને જ આ વિકલ્પ અયથાર્થ લાગે છે. કર્મ પ્રમાણે ફળ પમાડવારૂપ કાર્ય ઈશ્વર ઉપર આરોપતાં જીવનું ભોક્તાપણું સિદ્ધ થાય છે, પરંતુ એમ કરવા જતાં ઈશ્વરનું સ્વરૂપ જ ખંડિત થાય છે એમ સુવિચારવાન શિષ્યને ચિંતન કરતાં જણાય છે અને તેનો એકરાર આ ગાથાના ઉત્તરાર્ધમાં જોવા મળે છે. ઈશ્વરને કર્મફળદાતા માનવાથી કઈ રીતે વિરોધ આવે છે તે જોઈએ – ઈશ્વરને શુભાશુભ કર્મોના ફળદાતા માનવામાં આવે તો બે વિકલ્પ ઉપસ્થિત થાય - (૧) ઈશ્વર પોતાની મરજી મુજબ ફળ આપે છે. (૨) ઈશ્વર જીવના કર્મ અનુસાર ફળ આપે છે. પ્રથમ વિકલ્પ અનુસાર જીવને જે કાંઈ ફળ મળે છે તે ઈશ્વરની મરજીને આધીન છે. ઈશ્વર જેમ ઇચ્છે તેમ ફળ આપે છે. ફળ સારું કે ખરાબ, ઈશ્વરની ઇચ્છાથી મળે છે. ઈશ્વરની ઇચ્છા પ્રમાણે જીવે સુખ-દુઃખ ભોગવવાં પડે છે. ૧- જુઓ : ન્યાયસૂત્ર', અધ્યાય ૪, આહ્નિક ૧, સૂત્ર ૧૯-૨૧ 'ईश्वरः कारणं पुरुषकर्माफल्यदर्शनात् ।। न, पुरुषकर्माभावे फलानिष्पत्तेः ।। તારિત્નાવિહેતુઃ ' Page #668 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૦ ૬૩૫ જો ફળ આપવું એ ઈશ્વરની ઇચ્છાને આધીન હોય તો કર્મ અને કર્મફળની વચ્ચે કોઈ સુમેળ રહે નહીં. કર્મ કરવાં એ જીવની ઇચ્છા અનુસાર હોય અને ફળ આપવું એ ઈશ્વરની ઇચ્છા અનુસાર હોય તો તો જીવનાં કર્મ અને કર્મફળને કોઈ સંબંધ રહે નહીં. જો ઈશ્વર જીવનાં કર્મ અનુસાર ફળ આપતો હોય તો જ કર્મ અને ફળની સુસંગતતા જળવાઈ શકે. - ફળ આપવું ઈશ્વરની ઇચ્છાને આધીન છે એમ માનવામાં આવે તો પછી ખરાબ કાર્યો કરનારને ઈશ્વર માફી આપી, પોતાની ઇચ્છા અનુસાર સારાં ફળ આપી શકે તથા સારાં કાર્યો કરનારને પણ ખરાબ ફળ આપી શકે. આ પ્રમાણે સ્વીકારવાથી તો કાર્યોમાં સારા-ખરાબપણાનો વિવેક જ નહીં રહે. ઈશ્વર જો સ્વ-ઇચ્છા અનુસાર ફળ આપતો હોય તો ખરાબ-સારાં કાર્યોનો, હેય-ઉપાદેયનો વિવેક વ્યર્થ ઠરશે. કર્તવ્ય-અકર્તવ્યની, વિધિ-નિષેધની વાતો નિરર્થક ઠરશે. ધર્મ-અધર્મની જે વ્યવસ્થા છે તેનો નાશ થઈ જશે. ઈશ્વર જીવોનાં કર્મો અનુસાર નહીં પણ પોતાની ઇચ્છા મુજબ જ ફળ આપતો હોય, ખરાબ કર્મ કરનારને પણ જો ઈશ્વરની ઇચ્છા અનુસાર સારાં ફળ મળી જતાં હોય તો કોઈ પણ જીવ શા માટે સારાં કાર્યો કરે? શા માટે જપ, તપ, દાન આદિ કરે? મનગમતાં કર્મ કરીને મોજમજા ન કરે? પછી ભલેને તે પાપ કર્મ જ હોય. જો વિદ્યાર્થીને એમ ખબર પડે કે પરીક્ષામાં મહેનત અનુસાર ફળ પ્રાપ્ત થતું નથી, પણ પરીક્ષકની ઇચ્છા અનુસાર ફળ પ્રાપ્ત થાય છે, તો તેને પરીક્ષા અર્થે ઉદ્યમ કરવાનું વ્યર્થ લાગશે. તે કહેશે કે શા માટે મહેનત કરવી? શા માટે ઉજાગરા કરીને ભણવું? કેમ કે ફળ તો પરીક્ષક એની ઇચ્છા મુજબ જ આપવાનો છેને! તેવી જ રીતે જો સુખ-દુઃખ ઈશ્વરાધીન હોય તો શુભ-અશુભ કર્મ કરવાનો વિવેક વ્યર્થ ઠરે. જીવે કરેલાં સારાં-ખરાબ કાર્યો અનુસાર ઈશ્વર જીવને ફળ ન આપે તો ઈશ્વર અન્યાયી ઠરે છે. જીવે જે શુભ-અશુભ કર્મો કર્યા હોય એનું ફળ જો તેને ન મળે તો ઈશ્વરે તેને અન્યાય કર્યો કહેવાય. એને ન્યાય કેવી રીતે કહેવાય? ન્યાય તેને કહે છે કે જ્યાં કર્મ અનુસાર યોગ્ય જ ફળ મળે. અપરાધ કરનારને યોગ્ય દંડ અપાય તે ન્યાય કહેવાય છે. જેણે જેટલો અને જેવો અપરાધ કર્યો તેને તેટલો અને તેવો દંડ આપવો તેનું નામ જાય છે અને જો અપરાધીને દંડ ન આપવામાં આવે તો ન્યાયનો નાશ થઈ જાય. એક અપરાધી લૂંટારાને કાંઈ પણ દંડ આપ્યા વિના છોડી મૂકવો એ ન્યાયનો નાશ છે. અપરાધી જીવોને દુર્ગતિ આદિ દંડ ન આપવાથી ઈશ્વર શું ન્યાયી ઠરશે? જો ઈશ્વર અપરાધીને દંડ આપ્યા વિના છોડી મૂકે તો તે ન્યાયી નહીં રહે. દંડ આપવાનું પ્રયોજન એ છે કે જીવ અપરાધ કરવાથી દૂર રહે, પરંતુ ઈશ્વર દયા કરી અપરાધીને દિંડ આપ્યા વિના છોડી મૂકે તો તે અપરાધ કરવાથી અટકે જ નહીં, અપરાધ કર્યા જ Page #669 -------------------------------------------------------------------------- ________________ ૬૩૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન કરે. આ વિષે શ્રી દયાનંદ સરસ્વતી ‘સત્યાર્થ પ્રકાશ'માં સ્પષ્ટતાથી લખે છે કે – જો ઈશ્વર પાપની ક્ષમા કરે તો ન્યાય નષ્ટ થઈ જાય અને પરિણામે બધા માણસો પાપી બની જાય. ઈશ્વર પાપની ક્ષમા કરે છે એવું જાણતાં જ લોકો પાપ કરવામાં જરા પણ ડરશે નહિ અને દુષ્ટ કર્મ કરવામાં તેઓનો ઉત્સાહ વધશે. જે રાજાના રાજ્યમાં અપરાધોની માફી આપવામાં આવે છે તે રાજ્યમાં અપરાધીઓ મોટા મોટા ગુનાઓ નિર્ભય રીતે કરવા માંડે છે. કારણ કે એને ખાતરી છે કે રાજા ક્ષમાશીલ છે. માટે હાથ જોડી જેમ તેમ કરી ગુનાની માફી કરાવી લઈશું. આ કારણથી જેઓ અપરાધ નહિ કરતા હોય તેઓ પણ અપરાધ કરવા મંડી જાય; માટે કર્મનું યોગ્ય ફળ આપવું એ જ ઈશ્વરનું કર્તવ્ય છે.' વળી, ઈશ્વર જીવના કર્મને આધીન ફળ આપતો ન હોય, પણ પોતાની ઇચ્છા અનુસાર ફળ આપતો હોય તો ઈશ્વર પોતાની ઇચ્છાને આધીન થયો ગણાય. ઈશ્વર જો ઇચ્છાને આધીન હોય તો તો ઈશ્વર કરતાં પણ તેની ઇચ્છા એ મોટી - મહાન - પ્રબળ શક્તિ થઈ તથા ઈશ્વર પોતાની ઇચ્છાનો ગુલામ થયો એમ માનવું પડે અને તેથી તેનું ઈશ્વરપણું જ રહે નહીં. આ રીતે ઈશ્વરને પોતાની ઇચ્છા અનુસાર કર્મફળ આપનાર માનવાથી ઈશ્વરનું ઈશ્વરપણું જ નાશ પામે છે. માટે ઈશ્વર પોતાની ઇચ્છા અનુસાર ફળ આપે છે એ વાત માન્ય થઈ શકે નહીં. બીજા વિકલ્પ પ્રમાણે કર્મફળ આપવું એ ઈશ્વરની ઇચ્છાને આધીન નથી, પણ ઈશ્વર જીવના કર્મ પ્રમાણે ફળ આપે છે. જે જેવું કર્મ કરે, તે પ્રમાણે ઈશ્વર તેને તેવું ફળ આપે છે. જીવે કરેલાં સુકૃત અથવા દુષ્કત અનુસાર ઈશ્વર તેને ફળ પ્રદાન કરે છે. જીવને જે સુખ-દુ:ખ મળે છે તે તેનાં પુય-પાપ અનુસાર ઈશ્વર તેને આપે છે. આ બીજા વિકલ્પ અનુસાર જો એમ માનવામાં આવે કે ઈશ્વર જીવના કર્મ પ્રમાણે ફળ આપે છે, તો પછી ઈશ્વરની સ્વતંત્રતા ક્યાં રહી? જીવના કર્મ પ્રમાણે ઈશ્વર તેને ફળ આપતો હોય તો ઈશ્વરની સ્વતંત્રતા જ નહીં રહે. જેવું જીવનું કર્મ હોય એ પ્રમાણે જ ઈશ્વર તેને સુખી કે દુ:ખી બનાવતો હોય તો ઈશ્વર સ્વતંત્ર રહેતો નથી. ઈશ્વરને ફળ આપવા માટે જો કર્મ ઉપર આધાર રાખવો પડતો હોય તો તેની સર્વશક્તિમત્તા હણાય છે, તેની કોઈ સ્વતંત્ર સત્તા રહેતી નથી. ઈશ્વર પરતંત્ર ઠરે છે. કાયદાને આધીન ન્યાયાધીશ કે ન્યાયાધીશને આધીન કાયદો? જેમ ન્યાયાધીશ કરતાં કાયદો વધે, તેમ કર્મને આધીન ઈશ્વર હોય તો ઈશ્વર પરાધીન ઠરે. ઈશ્વર જીવોનાં કર્મને આધીન થાય છે, કારણ કે કર્મ અનુસાર જ તે જીવોને સુખ-દુ:ખની ૧- શ્રી દયાનંદ સરસ્વતીકુત, ‘સત્યાર્થ પ્રકાશ', અગિયારમી આવૃત્તિ, સમુલ્લાસ ૭, પૃ. ૨૪૯ Page #670 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૦ ૬૩૭ સામગ્રી આપી શકે છે. જગતમાં અનેક સુખી-દુ:ખી જીવો છે, તેમણે કરેલાં શુભાશુભ કર્મો અનુસાર જ ઈશ્વર તેમને ફળ આપતો હોય તો ઈશ્વર પરાધીન ઠરે છે. જો ઈશ્વર કર્મને આધીન હોય તો સંસારી જીવ અને ઈશ્વરમાં કોઈ ભેદ રહે નહીં. જીવ તો કર્મને આધીન છે જ અને ઈશ્વર પણ કર્મને આધીન હોય તો સંસારી જીવ અને ઈશ્વર વચ્ચે કોઈ ભેદ રહે નહીં. ઈશ્વર જો પરાધીન ઠરે તો એનું ઈશ્વરપણું જ ચાલ્યું જાય. પરાધીનતામાં ઈશ્વરપણું સંભવે નહીં, તેથી ઈશ્વર જીવના કર્માનુસાર ફળ આપે છે એમ માનવું પણ અયથાર્થ ઠરે છે. આ રીતે ઈશ્વર એની ઇચ્છાથી ફળ આપે કે જીવના કર્મ અનુસાર ફળ આપે, એ બને વિકલ્પોમાં ઈશ્વરનું ઈશ્વરપણું રહેતું નથી, તેથી ઈશ્વર કર્મફળદાતા કોઈ પ્રકારે સંભવે નહીં. ઈશ્વરને કર્મફળદાતા માનવાથી જીવનું ભોક્તાપણું સિદ્ધ થઈ શકે છે, પણ તેમ માનવાથી ઈશ્વરમાં ઈશ્વરત્વ રહેતું નથી, તે દોષયુક્ત કરે છે. ઈશ્વરને કર્મોનાં ફળનો આપનાર માનતાં તેનું ઈશ્વરપણું જતું રહે છે, તેનામાં અનેક દોષો ઉદ્દભવે છે. ઈશ્વરને ફળદાતા માનવાથી ઉત્પન્ન થતા વિરોધ વિષે શ્રીમદ પ્રકાશે છે – જો કર્મનાં ફળને ઈશ્વર આપે છે એમ ગણીએ તો ત્યાં ઈશ્વરનું ઈશ્વરપણું જ રહેતું નથી, કેમકે પરને ફળ દેવા આદિ પ્રપંચમાં પ્રવર્તતાં ઈશ્વરને દેહાદિ અનેક પ્રકારનો સંગ થવો સંભવે છે, અને તેથી યથાર્થ શુદ્ધતાનો ભંગ થાય છે. મુક્ત જીવ જેમ નિષ્ક્રિય છે એટલે પરભાવાદિનો કર્તા નથી, જે પરભાવાદિનો કર્તા થાય તો તો સંસારની પ્રાપ્તિ થાય છે, તેમ જ ઈશ્વર પણ પરને ફળ દેવા આદિ રૂપ ક્રિયામાં પ્રવર્તે તો તેને પણ પરભાવાદિના કર્તાપણાનો પ્રસંગ આવે છે; અને મુક્ત જીવ કરતાં તેનું ન્યૂનત્વ ઠરે છે; તેથી તો તેનું ઈશ્વરપણું જ ઉચ્છેદવા જેવી સ્થિતિ થાય છે. વળી જીવ અને ઈશ્વરનો સ્વભાવભેદ માનતાં પણ અનેક દોષ સંભવે છે. બન્નેને જે ચૈતન્ય સ્વભાવ માનીએ, તો બન્ને સમાન ધર્મના કર્તા થયા; તેમાં ઈશ્વર જગતાદિ રચે અથવા કર્મનું ફળ આપવારૂપ કાર્ય કરે અને મુક્ત ગણાય; અને જીવ એકમાત્ર દેહાદિ સૃષ્ટિ રચે, અને પોતાનાં કર્મોનું ફળ પામવા માટે ઈશ્વરાશ્રય ગ્રહણ કરે, તેમ જ બંધમાં ગણાય એ યથાર્થ વાત દેખાતી નથી. એવી વિષમતા કેમ સંભવિત થાય? વળી જીવ કરતાં ઈશ્વરનું સામર્થ્ય વિશેષ માનીએ તોપણ વિરોધ આવે છે. ઈશ્વર શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ગણીએ તો શુદ્ધ ચૈતન્ય એવા મુક્ત જીવમાં અને તેમાં ભેદ પડવો ન જોઈએ, અને ઈશ્વરથી કર્મનાં ફળ આપવાદિ કાર્ય ન થવાં જોઈએ; અથવા મુક્ત જીવથી પણ તે કાર્ય થવું જોઈએ; અને ઈશ્વરને જો અશુદ્ધ ચૈતન્યસ્વરૂપ ગણીએ Page #671 -------------------------------------------------------------------------- ________________ ૬૩૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તો તો સંસારી જીવો જેવી તેની સ્થિતિ ઠરે, ત્યાં પછી સર્વજ્ઞાદિ ગુણનો સંભવ ક્યાંથી થાય? અથવા દેહધારી સર્વજ્ઞની પેઠે તેને “દેહધારી સર્વજ્ઞ ઈશ્વર' માનીએ તોપણ સર્વ કર્મફળદાતૃત્વરૂપ વિશેષ સ્વભાવ' ઈશ્વરમાં કયા ગુણને લીધે માનવા યોગ્ય થાય? અને દેહ તો નાશ પામવા યોગ્ય છે, તેથી ઈશ્વરનો પણ દેહ નાશ પામે, અને તે મુક્ત થયે કર્મફળદાતૃત્વ ન રહે, એ આદિ અનેક પ્રકારથી ઈશ્વરને કર્મફળદાતૃત્વ કહેતાં દોષ આવે છે, અને ઈશ્વરને તેવે સ્વરૂપે માનતાં તેનું ઈશ્વરપણું ઉત્થાપવા સમાન થાય છે.' ઈશ્વરને ન્યાયાધીશની જેમ કર્મ પ્રમાણે ફળ પમાડવારૂપ કાર્યનો કર્તા માનતાં ઈશ્વરના કાર્યનો કોઈ પાર રહે નહીં, કારણ કે સંસારમાં કર્મ સહિત જીવ અનંતાનંત છે અને સમયે સમયે દરેક જીવને કર્મફળ ભોગવવાનું રહે છે, એટલે ઈશ્વરે સમયે સમયે અનંતાનંત જીવને કર્મફળ આપવાં જ પડે. જો ઈશ્વર આ પ્રપંચમાં પડે તો તેણે હંમેશાં પરભાવોમાં જ રહેવું પડે. અનંતાનંત જીવોનાં કર્મોનો હિસાબ રાખતાં રાખતાં ઈશ્વર પોતે જ કર્મથી લેપાઈ જાય અને તેથી તેની શુદ્ધતાનો ભંગ થઈ જાય. ઈશ્વર એટલે જે અખંડપણે સ્વસ્વરૂપમાં નિમગ્ન હોય એવો શુદ્ધ આત્મા. જીવને તેનાં કર્મ અનુસાર ફળ આપવારૂપ પ્રપંચમાં પડતાં ઈશ્વરને તેની સ્વરૂપસમાધિમાંથી બહાર આવવું પડે અને જો તે ઈશ્વરત્વમાંથી બહાર આવે તો તો તે એક સામાન્ય જીવ ઠરે. જો આમ થાય તો તેને પણ કર્મ હોય અને તેણે તે કર્મનાં ફળ ભોગવવાં પડે. તેથી પાછો વળતો પ્રશ્ન થાય કે તેને કર્મફળ કોણ ભોગવાવે? ઈશ્વરને પરનાં કાર્ય કરનારો, ફળ આપનારો માનવામાં આવે તો ઈશ્વરને કર્મ આદિ બંધન વળગે છે. તે ઉપાધિવાળો, પરાધીન, રાગાદિ દોષથી યુક્ત ઠરે છે. પરંતુ ઈશ્વર તો કર્મ, રાગ આદિથી રહિત હોવો ઘટે. ઈશ્વર કર્મ, રાગ આદિ દોષોથી રહિત હોવાથી પરને ફળ આપવાની પ્રવૃત્તિ કરી શકે નહીં. ઈશ્વર પૂર્ણ શુદ્ધ દશાવાન હોવાથી તેનામાં જગતના જીવોને ફળ આપવાનું કાર્ય ઘટી શકે નહીં. અહીં એવો વિકલ્પ થવો સંભવે કે ઈશ્વર રાગરહિત રહી પરનું કાર્ય કેમ ન કરી શકે? તો તેનો ઉત્તર એમ છે કે પૂર્ણ શુદ્ધ દશામાં એ કાર્ય થવું સંભવતું નથી. પરનું કરવાની વૃત્તિમાં ઇચ્છા છે અને ઇચ્છા એટલે રાગ. રાગ તે જ દુઃખ છે, જે પૂર્ણ શુદ્ધ ઈશ્વરમાં સંભવે નહીં અને તેથી ઈશ્વર તેવા પ્રકારનાં કાર્ય કરી શકે નહીં. ઈશ્વરમાં કોઈ દોષ ન સંભવે, કોઈ ઉપાધિ ન સંભવે. ઈશ્વરમાં રાગ આદિનો સદ્ભાવ માનવો યોગ્ય ગણાય નહીં. ઈશ્વર એટલે કોઈ પણ પરદ્રવ્ય-પરભાવ વિનાની પૂર્ણ પવિત્ર સ્વાધીન દશા. ઈશ્વર પૂર્ણ, પવિત્ર, નિર્મળ, સચ્ચિદાનંદમય, વીતરાગી પરમાત્મા ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૪૭-૫૪૮ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન) Page #672 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૦ ૬૩૯ છે. તે જો જીવને કર્મ અનુસાર ફળ આપવામાં જોડાય તો તેને ઇચ્છા, મન, દેહ જોઈએ અને તેથી તેની પર્ણ શુદ્ધતામાં ભંગ પડે. ઈશ્વર જીવોને કર્મફળ આપવાના પ્રપંચમાં પડે તો તેને દેહાદિનો સંગ થાય અને તેની શુદ્ધતા ખંડિત થાય. તેથી પરને ફળ આપવાની પ્રવૃત્તિ કરે તે ઈશ્વર હોઈ શકે નહીં. ઈશ્વરને ઉપાધિરહિત, વીતરાગી, જ્ઞાતા ભગવાન ઠરાવવો અને વળી તેને ફળ આપવાના પ્રપંચવાળો માનવો એ બન્ને વાતો પરસ્પર વિરુદ્ધ છે. એ બન્ને વચ્ચે પ્રત્યક્ષ સ્પષ્ટ વિરોધ છે. આમ, પરને ફળ આપવાની પ્રવૃત્તિ દેહ અને રાગ વિના સંભવે નહીં અને દેહાદિ અનેક પ્રકારનો જો ઈશ્વરને સંગ થાય તો તે પરભાવનો કર્તા થાય, અર્થાત્ ઈશ્વર જો કર્મફળદાતા ઠરે તો તેને પરભાવાદિના કર્તાપણાનો પ્રસંગ આવે અને તે સંસારના મહાપ્રપંચમાં ફસાઈ જાય. ઈશ્વરમાં જો ઇચ્છા, રાગ, ઉપાધિ માનવામાં આવે તો તેનું ઈશ્વરપણું ટકે નહીં. ઈશ્વર તો મહિમાવંત, દેહરહિત, રાગાદિ ભાવરહિત, વીતરાગ પરમાત્મા છે. તે અસંગ અને સ્વાધીન છે. તેને જો પરના સંગવાળો, ઇચ્છાવાળો, કર્તવ્યવાળો માનવામાં આવે તો ઈશ્વરનું ઈશ્વરપણું જ ટકે નહીં. આ વિષે શ્રી કાનજીસ્વામી કહે છે – જો ઈશ્વર કર્મનાં ફળને આપે એમ ગણીએ તો ત્યાં શુદ્ધતા એટલે ઈશ્વરનું ઐશ્વર્ય જ રહેતું નથી. જગતના જીવો પુણ્ય-પાપ કરે તેને ફળ દેવા આદિ ઉપાધિમાં પ્રવર્તતા ઈશ્વરને દેહાદિ અનેક પ્રકારનો સંગ થવો સંભવે છે; અને તેથી યથાર્થ શુદ્ધતાનો ભંગ થાય છે... મુક્ત જીવો બધા વીતરાગ છે. પરભાવ આદિના કર્તા નથી. તે પરભાવ આદિના કર્તા થાય તો તેને સંસારની અને રાગીપણાની પ્રાપ્તિ થાય. તેમજ ઈશ્વર પરને ફળ દેવા આદિ રૂપ ક્રિયામાં પ્રવર્તે તો તેને પણ પરભાવ આદિના કર્તાપણાના દોષનો પ્રસંગ આવે; તેથી તો તેનું ઈશ્વરપણું જ ઉચ્છેદવા જેવી સ્થિતિ થાય.૧ મુક્ત જીવો નિષ્ક્રિય હોય છે, અર્થાત્ પરભાવાદિના કર્તાપણાથી રહિત હોય છે. પરભાવાદિના કર્તાપણાથી તો સંસારની પ્રાપ્તિ થાય છે. જો ઈશ્વર કર્મફળદાતા હોય તો તે પરભાવાદિનો કર્તા બને છે અને એ રીતે તે મુક્ત જીવો કરતાં પણ હીન બને છે. ઈશ્વર જો જીવોને કર્મફળ આપવાની પ્રવૃત્તિમાં પ્રવર્તતો હોય તો તે મુક્ત જીવો કરતાં પણ ન્યૂન ઠરે છે અને તેથી તેનું ઈશ્વરપણું જ ખંડિત થાય છે. વળી, બધા આત્મા જાતિ અપેક્ષાએ પરમાત્મસ્વરૂપ છે. કોઈ પણ આત્મા પોતાના સ્વરૂપને પામવાનો યથાર્થ પુરુષાર્થ કરે તો તે પૂર્ણ પવિત્ર પરમાત્મા થઈ શકે છે. જીવનો સ્વભાવ જુદો અને ઈશ્વરનો સ્વભાવ જુદો, એમ સ્વભાવભેદ માનતાં અનેક ૧- શ્રી કાનજીસ્વામી, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૨૮૦ Page #673 -------------------------------------------------------------------------- ________________ ૬૪૦ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વિસંગતિઓ ઊભી થવી સંભવે છે. જીવ અને ઈશ્વર બન્નેને જો ચૈતન્યસ્વભાવી માનવામાં આવે તો બન્ને સમાન ધર્મના કર્તા થાય. તેમાં ઈશ્વર જગતની રચના કરે અથવા કર્મનું ફળ આપવારૂપ કાર્ય કરે, છતાં શુદ્ધ તથા મુક્ત ગણાય અને જીવ માત્ર એક દેહ(પોતાના દેહ)ને રચે તથા પોતાનાં કર્મોનું ફળ પામવા ઈશ્વરનો આશ્રય રહે અને છતાં તે બંધવાળો ગણાય, આ વાત યથાર્થ નથી. ચૈતન્યસ્વભાવ સમાન હોવા છતાં જીવ થોડો રાગ કરે અને એક દેહમાં રહેવાનું કાર્ય કરે તો પણ તેને બંધવાળો કહેવો અને ઈશ્વર અનંત દેહોનું કાર્ય કરે અથવા સુખ-દુઃખરૂપ ફળ આપે છતાં તેને શુદ્ધ અને મુક્ત કહેવો એમ કઈ રીતે સંભવે? વળી, ઈશ્વરનું સામર્થ્ય જીવથી વધારે માનવામાં આવે તો પણ વિરોધ આવે છે. ઈશ્વરને શુદ્ધ ચૈતન્યસ્વરૂપ માનવામાં આવે તો શુદ્ધ ચૈતન્ય એવા મુક્ત જીવ અને ઈશ્વર વચ્ચે કોઈ ભેદ પડવો ન જોઈએ, અર્થાત્ ઈશ્વરથી કર્મના ફળ આપવારૂપ કાર્ય ન થવું જોઈએ અથવા મુક્ત જીવથી પણ તે કાર્ય થવું જોઈએ. ઈશ્વરને અશુદ્ધ ચૈતન્યસ્વરૂપ માનવામાં આવે તો તેની સંસારી જીવો જેવી મલિન સ્થિતિ થાય અને તેથી તેનામાં સર્વજ્ઞતા આદિ ગુણોનો સંભવ રહે નહીં. વળી, દેહધારી સર્વજ્ઞની જેમ ઈશ્વરને દેહધારી સર્વજ્ઞ માનવામાં આવે તો પણ તેનો કર્મફળદાતૃત્વરૂપ વિશેષ સ્વભાવ માનવો અયથાર્થ ઠરે છે, કારણ કે તેને દેહધારી માનવામાં આવે તો તેના દેહનો નાશ થયા પછી - તે મુક્ત થયા પછી તેનામાં કર્મફળદાતૃત્વ સંભવે નહીં. આ બધી દલીલોથી એમ સાબિત થાય છે કે ઈશ્વરને જો કર્મફળદાતા માનવામાં આવે તો તેના ઉપર અનેક દોષોનું આરોપણ થાય છે. તેને સારાં-નરસાં કર્મોનાં ફળનો દાતા માનવાથી ઈશ્વરનું ઈશ્વરપણું જ નથી રહેતું. આમ, અનેક પ્રકારે વિચારતાં શિષ્યને એ પ્રતીત થાય છે કે ઈશ્વર શુદ્ધસ્વભાવી હોવાથી તેને કર્મફળદાતા માનતાં અનેક દોષ ઉત્પન્ન થાય છે. ઈશ્વરના કર્મફળદાતૃત્વ વિષે ઊંડી વિચારણા કરતાં શિષ્યને ન્યાયમાં વિરોધ આવતો દેખાય છે, અર્થાત્ શુભાશુભ કર્મનું ફળ ઈશ્વર આપે છે એમ માનવાથી જીવ ભોક્તા તો સિદ્ધ થાય છે, પણ ઈશ્વરને ઉપાધિવાળો માનતાં ઈશ્વરનું ઈશ્વરપણું ટળીને તેને જીવપણું પ્રાપ્ત થાય છે. તો પછી પ્રશ્ન થાય છે કે જીવનું કર્મફળભોક્નત્વ કયા પ્રકારે સંભવે? જીવમાં શુભાશુભ કર્મનું ફળ કેવી રીતે શક્ય બને? આ શંકાના નિરાકરણ અર્થે શિષ્ય શ્રીગુરુની પાસે પોતાની મૂંઝવણ રજૂ કરી યથાર્થ સમાધાનની યાચના કરે છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘ફળદાતા ઈશ્વર ગયે, તો તે ઘટે જરૂર; સમર્થ વિણ કોણ કરી શકે, વિના જ્ઞાન અંકુર. Page #674 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮) ૬૪૧ ઈશ્વર ફળ દાતારથી, ભોક્તાપણું સધાય; મહાકાર્ય મહાપ્રભુ વિના, બને ન એમ મનાય. હવે વિચાર એ આવતો, જો પ્રભુ ફળ દેનાર; એમ કહે ઈશ્વરતણું, માહાભ્ય રહે ન લગાર. કારણ એ કે એહમાં, ખટપટ અનંત જણાય; એ ખટપટ ઈશ્વર કરે, ઈશ્વરપણું જ જાય.' ૧ ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૩૩-૨૩૪ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૩૧૭-૩૨૦) Page #675 -------------------------------------------------------------------------- ________________ Page #676 -------------------------------------------------------------------------- ________________ °la - 2. 02༥༨ ༣༨ ༣༨ (༤ ག་ ༠?cཉེཅན ཀ༩༠ ་ *ต เเ เ ท }, ตนในวง น. འ ང་ བ་ གས་ Page #677 -------------------------------------------------------------------------- ________________ Page #678 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૮૧ ગાથા ૮૦માં શિષ્ય કહ્યું કે શુભાશુભ કર્મનું ફળ ઈશ્વર આપે છે એમ જો ભૂમિકા | માનવામાં આવે તો જીવનું કર્મફળભોક્તાપણું સિદ્ધ થઈ શકે, પણ એમ માનવા જતાં ઈશ્વરનું ઈશ્વરપણું જ ચાલ્યું જાય છે. દેહરહિત, રાગરહિત, પરની ક્રિયારહિત, માત્ર જ્ઞાતા-દ્રષ્ટાસ્વરૂપે જે પોતામાં જ સ્થિત હોય તે જ ઈશ્વર છે અને આવા ઈશ્વરને ફળદાતા માનવાથી ઈશ્વરના સ્વરૂપ વિષે વિરોધ આવે છે એમ શિષ્યને ભાસે છે. સુવિચારવાન શિષ્યને, જીવ કર્મનાં ફળનો ભોક્તા છે કે નહીં તે વિષે ઊંડાણથી તર્કયુક્ત વિચાર કરતાં સમજાયું છે કે કર્મફળદાતા ઈશ્વર કોઈ પણ પ્રકારે સિદ્ધ થઈ શકે નહીં, પરંતુ ઈશ્વર સિદ્ધ ન થાય તો બીજી અનેક વિટંબણાઓ ઊભી થાય છે. પોતાની મૂંઝવણ રજૂ કરતાં તે કહે છે – “ઈશ્વર સિદ્ધ થયા વિના, જગત નિયમ નહિ હોય; | ગાથા | પછી શુભાશુભ કર્મનાં, ભોગ્યસ્થાન નહિ કોય.' (૮૧) 7 તેવો ફળદાતા ઈશ્વર સિદ્ધ થતો નથી એટલે જગતનો નિયમ પણ કોઈ રહે અર્થી 1 નહીં, અને શુભાશુભ કર્મ ભોગવવાનાં કોઈ સ્થાનક પણ ઠરે નહીં. એટલે જીવને કર્મનું ભોસ્તૃત્વ ક્યાં રહ્યું? (૮૧) - પરમાર્થજિજ્ઞાસુ શિષ્યને ઈશ્વરનું ફળદાતાપણું યુક્તિસંગત લાગતું નથી. જો ભાવાય! ઈશ્વર જીવને સુખ-દુઃખ ભોગવાવે છે એમ માનવામાં આવે તો ઈશ્વરની શુદ્ધતા રહેતી નથી અને તેથી ઈશ્વરમાં ઈશ્વરપણું ઘટી શકતું નથી. ઈશ્વરને ફળદાતા માનતાં તે જગતના પ્રપંચમાં પ્રવર્તનાર, ઉપાધિયુક્ત કરે છે અને તેમ તો સ્વીકારી શકાય નહીં. વળી, ફળદાતા ઈશ્વરને ન સ્વીકારવામાં આવે તો એક નવી મુશ્કેલી ઊભી થાય છે. જો ઈશ્વર અસંગ જ હોય, પરની ઉપાધિમાં પ્રવર્તતો ન હોય તો આ વિશાળ જગતનો કોઈ નિયંતા રહે નહીં; જીવને પોતાનાં શુભાશુભ કર્મનાં ફળ ભોગવવાનું કોઈ સ્થાન રહે નહીં અને જો સ્વર્ગાદિ સ્થાનક સિદ્ધ ન થાય તો જીવનું કર્મભોફ્તત્વ પણ સિદ્ધ થઈ શકે નહીં; અર્થાત્ ઈશ્વર સાબિત ન થાય તો જગતનો નિયમ રહેતો નથી અને પછી પુણ્ય-પાપરૂપ કર્મને ભોગવવાનાં સ્થાન પણ રહેતાં નથી. આમ, આત્માને કર્મનું ભોફ્તત્વ રહેતું નથી. ઈશ્વર જીવને કર્મોનું ફળ ભોગવાવે એ વાત પણ સિદ્ધ થતી નથી અને કર્મો જડ Page #679 -------------------------------------------------------------------------- ________________ ૬૪૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન હોવાથી જીવને ફળ આપવાનું જાણતાં નથી, તેથી કર્મો ફળ આપે છે એમ પણ માની શકાતું નથી. ઈશ્વરનું ફળદાયકત્વ અને કર્મોનું ફળદાયકત્વ બને સિદ્ધ ન થવાથી જગતમાં સુખ-દુઃખના ભોગવટાનો નિયમ કોઈ રીતે ઘટી શકતો નથી અને જો સુખદુઃખ ભોગવવાપણું જ ન ઘટે તો તેને ભોગવવા માટેનાં સ્વર્ગ-નરકાદિ સ્થાનો પણ કઈ રીતે હોઈ શકે? આ બધા ઉપરથી એમ જણાય છે કે જીવને કર્મનું ભોફ્તત્વ નથી. પોતાનું મનોમંથન શ્રીગુરુ આગળ પ્રગટ કરી, શિષ્ય તત્ત્વનું રહસ્ય પૂર્ણપણે સમજવાની અભિલાષા દર્શાવે છે. = શિષ્યને એમ લાગે છે કે કર્મો જડ હોવાથી સુખ-દુઃખરૂપ ફળ આપવાનાં વિશેષાર્થ *| પરિણામવાળાં સંભવતાં નથી. જડ કર્મો જાતે ફળ આપી શકે નહીં. કર્મ કર્મફળદાતા છે એ વિકલ્પ મિથ્યા લાગવાથી, કર્મફળદાતા કોણ છે તેની વિચારણા કરતાં તેને કર્મફળદાતા તરીકે ઈશ્વરને સ્વીકારવાની આવશ્યકતા લાગે છે. તે વિચારે છે કે કર્મ પોતાની જાતે ફળવાન થઈ શકે જ નહીં, કર્મનું ફળ આપનાર ઈશ્વર જેવું કોઈ સર્વશક્તિમાન તત્ત્વ હોવું જોઈએ. જગતમાં દેખાતી વિચિત્રતા સ્વયં કર્મ દ્વારા થઈ શકે નહીં, તેને માટે ઈશ્વરની આવશ્યકતા છે. જગત અને તેમાં જણાતી કર્મફળવ્યવસ્થા સર્વશક્તિમાન ઈશ્વરે કરેલી છે. કર્મ સ્વયં ફળદાતા ન લાગવાથી શિષ્યને કર્મફળદાતા ઈશ્વરની કલ્પના કરવાની આવશ્યકતા લાગે છે, પરંતુ વિચારતાં તેને સમજાય છે કે જીવને તેનાં કર્મ પ્રમાણે ફળ આપવાનું કાર્ય કરવારૂપ પ્રપંચમાં જો ઈશ્વર પ્રવર્તે તો ઈશ્વરનું ઈશ્વરપણું જ રહેતું નથી. જગતમાં જીવો અનંતા છે અને તે પ્રત્યેક જીવને અનંતા શુભ અને અશુભ કર્મો છે. વળી, એક કર્મ પૂરું થતાં બીજા કર્મનો ઉદય થાય, બીજા પછી ત્રીજાનો; વળી, ક્યારેક શુભ હોય તો ક્યારેક અશુભ, ક્યારેક મંદ હોય તો ક્યારેક તીવ્ર; એમ કર્મો સતત બદલાતાં રહે છે; તેથી ફળ આપવાનું કાર્ય જો ઈશ્વર કરે તો ઈશ્વરને દેહ, મન, ઇન્દ્રિયો વગેરે બધું ગ્રહણ કરવું પડે તથા રાગ-દ્વેષમાં પ્રવર્તવું પડે અને તેથી જે શુદ્ધતાના કારણે તે ઈશ્વર ગણાય છે તે મૂળ શુદ્ધતા રહે નહીં. ઈશ્વર એટલે મુક્ત આત્મા, અર્થાત્ જે સર્વ કાર્યોથી મુક્ત છે, જે પરભાવથી રહિત છે તે. અન્યને સુખદુ:ખ આપવાનું કાર્ય જો ઈશ્વરે કરવું પડે તો ઈશ્વર પણ પરભાવનો કર્તા થાય અને તેથી તેની મુક્ત દશા ન રહે. જ્યાં સુધી કોઈ પણ કર્તવ્ય સાથે આત્મા જોડાયેલો હોય ત્યાં સુધી મુક્ત દશા કહેવાય નહીં. જીવોનાં કર્મોની દેખરેખ રાખવારૂપ અને બધાને તેમનાં કર્મોનાં ફળની વહેંચણી કરી આપવારૂપ ઉપાધિથી ઈશ્વર પરભાવનો કર્તા ઠરે છે, જે તેની મુક્ત દશામાં બાધક થાય છે. ઈશ્વરના સ્વરૂપ વિષે ઊંડી વિચારણા કરવાથી શિષ્યને દૃઢ નિર્ણય થયો છે કે Page #680 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૧ ૬૪૭ ઈશ્વર પૂર્ણશુદ્ધ છે, કેવળ વીતરાગ છે. ઈશ્વર શાંત, સ્થિર, સર્વજ્ઞ, સર્વદર્શી, પૂર્ણાનંદી પરમાત્મા છે. આવી શુદ્ધ દશામાં નિરંતર રમણતા કરનારો ઈશ્વર, જીવને તેના કર્મ પ્રમાણે ફળ આપવાનું કાર્ય કરે તો તેનું ઈશ્વરપણું જ ખંડિત થઈ જાય, તેથી તેને કર્મફળદાતા કહેવો એ પણ તર્કસંગત નથી. જે પ્રકારે ઈશ્વરનું સ્વરૂપ પ્રતિપાદિત થયું છે, તેમાં કર્મફળદાતૃત્વ સંગત નથી થતું. આથી નિત્ય, વીતરાગી, સર્વજ્ઞ એવો ઈશ્વર કર્મનાં ફળ આપનારો છે એમ માનવું બરાબર નથી. આમ, જડ પોતાની જાતે કાર્ય કરી શકે નહીં, તેથી ફળદાતા ઈશ્વર જરૂરી છે એવી વિચારણાથી શરૂઆત કરતાં અંતે શિષ્ય એ નિર્ણય કરે છે કે ઈશ્વરને ફળદાતા તરીકે કોઈ પણ પ્રકારે માની શકાય નહીં; પરંતુ ઈશ્વરને ફળદાતા તરીકે સ્વીકારવામાં ન આવે તો જીવનું કર્મફળભોક્તૃત્વ સ્વીકારવામાં વાંધો આવે છે. ઈશ્વરનું કર્મફળદાતૃત્વ સિદ્ધ ન થવાથી જીવ કર્મફળ કઈ રીતે ભોગવે એ વાત તેને સ્પષ્ટ થતી નથી. શિષ્ય કહે છે કે જો ઈશ્વર સિદ્ધ ન થાય તો જગતનો નિયમ રહેતો નથી. ઈશ્વરનું લીલા કરવાપણું ન માનવામાં આવે તો જગતના નિયમનો અભાવ થઈ જાય છે. સર્વશક્તિમાન ઈશ્વર વિના સૃષ્ટિનું નિયમન થઈ શકતું નથી. જગતમાં સુખ-દુઃખરૂપી ફળના ભોક્તાપણાનો કોઈ નિયમ સિદ્ધ થતો નથી. સારા કર્મનું ફળ સારું જ મળવું જોઈએ એવી નીતિપૂર્ણ વ્યવસ્થા જગતમાં રહેતી નથી. જો જગતકર્તા, નિયંતા, વ્યવસ્થાપક તરીકે ઈશ્વરને સ્વીકારવામાં ન આવે તો જગતની વ્યવસ્થા કેવી રીતે ચાલી શકે? જગતમાં બધું નિયમપૂર્વક થતું જોવા મળે છે તે શી રીતે થઈ શકે? જગતનું તંત્ર વ્યવસ્થિત રીતે ચાલતું દેખાય છે તેની પાછળ કોઈ અલૌકિક કારણ ઈશ્વરને માનવાની જરૂર છે. જગતનું તંત્ર અત્યંત નિયમિત રીતે ચાલે છે એ જ ઈશ્વરની હસ્તીનો પુરાવો છે. જગતનું નિયમન કરનાર સર્વશક્તિમાન ઈશ્વર સિવાય અન્ય કોઈ હોઈ શકે નહીં, તેથી જો ઈશ્વરની સિદ્ધિ ન થાય તો જગતનો કોઈ નિયમ રહે નહીં. - જગતનું દરેકે દરેક કાર્ય મહાનિયમોના આધારે થાય છે. જે મહાનિયમો આ સમગ્ર વિશ્વમાં વ્યાપી રહેલ છે, તેના કારણે સર્વ કાર્ય થાય છે. પુષ્પ ઊગે છે, વધે છે, ખીલે અને કરમાય છે; તે પણ એ મહાન અને અચળ નિયમોનું જ કાર્ય છે. હિમના ઢગલા બને છે, તૂટી પડે છે, ઓગળે છે, જળરૂપ થાય છે, વરાળરૂપ થાય છે અને વળી પાછા પાણી અથવા હિમરૂપે થાય છે. આ તમામ ક્રિયાઓ એ મહાન અને અચળ નિયમો વડે જ થતી હોય છે. આ વિશ્વમાં બધું નિયમબદ્ધ થાય છે, તો તે નિયમોને રચનાર એવું કોઈ તત્ત્વ Page #681 -------------------------------------------------------------------------- ________________ ૬૪૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન હોવું જોઈએ કે જે આ નિયમો કરતાં વધારે સામર્થ્યવાળું હોય. એ અપાર સામર્થ્યરૂપ જે મહાન તત્ત્વ પ્રત્યેક નિયમની પાછળ રહેલું છે, તે ઈશ્વર વિના બીજું કોઈ હોઈ શકે નહીં. તેને પ્રભુ કહેવામાં આવે કે પરમાત્મા, પરમ પ્રકાશ કહેવામાં આવે કે પરમ તત્ત્વ, ગમે તે નામ આપવામાં આવે, તેમાં કશો જ ફરક પડતો નથી; મુખ્ય વાત એ છે કે તે જગતનું નિયમન કરે છે. ઈશ્વરને કયું નામ આપવામાં આવે છે એ મહત્ત્વની વાત નથી, પણ મહત્ત્વની વાત એ છે કે તે જગતનિયંતા છે. આ સઘળી વ્યવસ્થા ઈશ્વરકૃત છે. જગતની નિયમબદ્ધ વ્યવસ્થા માટે ઈશ્વર આવશ્યક છે. ગ્રહો અને નક્ષત્રોથી ભરપૂર એવા આ વિશ્વનો કોઈ એક નિયંતા ઈશ્વર હોવો ઘટે છે. જગતનિયંતા એવા એ ઈશ્વરની જ આજ્ઞાથી નિયમિત રીતે સૂર્ય-ચંદ્ર ઊગે છે; એના જ શાસનને માન્ય કરીને પવન સતત વહે છે, વરસાદ પડે છે; તેના અનુગ્રહથી સંતાપ શમે છે; પશુ-પક્ષી તથા જીવજંતુ સર્વ નવજીવન પામે છે. ઈશ્વર ન હોય તો આ જગત આવું નિત્યનૂતન, વિચિત્ર અને નિયમબદ્ધ રહી જ ન શકે. વળી, ઈશ્વરને ન માનવામાં આવે તો આ ભવમાં કરેલાં પુણ્યનું ફળ સ્વર્ગમાં કોણ આપે? દુષ્ટ કર્મની શિક્ષા આપવા નરકની રચના કોણ કરે? સ્વર્ગ, નરક આદિ કર્મો ભોગવવાનાં સ્થાનકો કોણ બનાવે? તેથી જો ઈશ્વર સિદ્ધ ન થાય તો શુભાશુભ કર્મોને ભોગવવાનાં સ્થાનરૂપ દેવલોક-નરક જેવાં સ્થાનો પણ ઘટી શકતાં નથી. જીવને પોતાનાં સારાં-ખરાબ કાર્યોનું ફળ ભોગવવા માટેનાં જે સ્વર્ગાદિ સ્થાનો મનાય છે તે ઈશ્વર વિના ઘટતાં નથી અને જો જીવને કર્મો ભોગવવાનાં સ્થાનો જ ન હોય તો ભોક્તાપણું પણ કઈ રીતે હોય? માટે જીવ કર્મોનો ભોક્તા સિદ્ધ થઈ શકે નહીં. શિષ્ય સ્વર્ગ, નરક આદિ સ્થાનોના રચયિતા તરીકે ઈશ્વરને માને છે. આ વિરાટ લોકનું સ્વરૂપ વિચારતાં શિષ્યને લાગે છે કે આ વિરાટ વિથ બનાવનાર કોઈક ઈશ્વરરૂપી મોટી શક્તિ તો જરૂર હોવી જોઈએ; નહીંતર આ વિશ્વ કેવી રીતે બને? સ્વર્ગ, નરક આદિ સ્થાન કેવી રીતે બને? વિશ્વની રચના માટે તેને ઈશ્વરને માનવાની આવશ્યકતા લાગે છે. શિષ્ય પોતાની મૂંઝવણ વ્યક્ત કરે છે કે જો ઈશ્વર જગતનિયંતા તરીકે સિદ્ધ થાય નહીં તો જગતની વ્યવસ્થા નિયમબદ્ધ ચાલે છે તે શક્ય બનતી નથી અને તેથી શુભ અથવા અશુભ કર્મનાં ભોગવવાનાં સ્થાનક પણ રહેતાં નથી. શિષ્ય જિજ્ઞાસુ તથા વિચારવાન હોવાથી તર્કયુક્ત વિચારણા કરે છે, પરંતુ હજુ તેની વિચારધારા પરિપક્વ અવસ્થાને પ્રાપ્ત થઈ નથી, તેથી તેના અંતરમાં શંકાઓ જાગ્યા કરે છે અને ન્યાયમાં વિરોધ આવ્યા કરે છે. ફળદાતાપણાનો આરોપ ઈશ્વર ઉપર કરવાથી ઈશ્વરત્વ ટકે નહીં Page #682 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૧ ૬૪૯ એમ તે માને છે, છતાં ઈશ્વર વિના આ વિશ્વનું તંત્ર ચાલી શકે નહીં એવી શંકા તેને જાગે છે. જગતકર્તા, જગતનિયંતા તરીકે કોઈ વિશિષ્ટ સત્તા હોવી જોઈએ એવી માન્યતા શિષ્યના અંતરમાં રમ્યા કરે છે. શિષ્ય ઉ૫૨ ઈશ્વરકર્તૃત્વવાદી દર્શનોની માન્યતાનો પ્રભાવ છે. વિશ્વનાં રહસ્યોને સમજાવવા માટે દાર્શનિકોએ જુદી જુદી અનેક વિચારણા પ્રયુક્ત કરી છે. કેટલાક દાર્શનિક કર્મવાદી છે તો કેટલાક કેવળ કર્મવાદને નથી માનતા, કર્મવાદની સાથે સાથે તેઓ ઈશ્વરકતૃત્વવાદને પણ માન્ય કરે છે. તેઓ ઈશ્વરના જગતકર્તૃત્વ આદિનો સિદ્ધાંત પ્રસ્તુત કરે છે. ઈશ્વર વિષે ન્યાય દર્શનની માન્યતા આ પ્રમાણે છે ઈશ્વ૨ ૧) જગતનો કર્તા છે, ૨) એક છે, ૩) સર્વવ્યાપી છે, ૪) સ્વતંત્ર છે અને ૫) નિત્ય છે.૧ આ પાંચ મુદ્દા હવે ક્રમથી જોઈએ (૧) ઈશ્વર જગતકર્તા છે પ્રત્યક્ષાદિ પ્રમાણથી જણાતા એવા સ્થાવર અને જંગમરૂપ ત્રણે જગતનો, અનિર્વચનીય અગમ્યસ્વરૂપવાળો કોઈ પુરુષવશેષ કર્તા છે. પૃથ્વી, પર્વત, વૃક્ષ આદિ પદાર્થો બુદ્ધિમાન કર્તાથી જન્ય છે, કેમ કે તે સર્વ કાર્યરૂપ છે. જે જે કાર્ય હોય છે, તે હંમેશાં કર્તાથી જન્ય હોય છે. ઘટ કાર્યરૂપ હોવાથી જેમ તે કુંભારાદિથી જન્ય છે, તેમ પૃથ્વી આદિ પણ કાર્યરૂપ હોવાથી તે કોઈ બુદ્ધિમાન કર્તાથી જન્મ છે. જે કાર્ય નથી તે બુદ્ધિમાન કર્તાથી જન્ય પણ નથી. જેમ કે આકાશાદિ નિત્ય પદાર્થ કાર્ય નથી, તો તેનો કોઈ કર્તા પણ નથી. આમ, પૃથ્વી આદિ કાર્યોનો અવશ્ય કોઈ કર્તા છે. તે કર્તા ઈશ્વર જ છે.૨ - સંસારમાં જોવા મળે છે કે ઘડાને બનાવનાર કોઈ કુંભાર તો હોય જ છે. એ અનુભવથી એમ ધારી શકાય છે કે વિશ્વ જેવા મોટા ઘડાને બનાવનાર પણ કોઈ મોટો કુંભાર હોવો જ જોઈએ. ઘડાનો સર્જક જેમ કુંભાર છે, તેમ જગતનો પણ સર્જક હોવો જોઈએ અને તે ઈશ્વર છે. ઈશ્વરરૂપી મહાકુંભાર વિશ્વરૂપ ઘડાને ઘડે છે. ન્યાય દર્શનની માન્યતા પ્રમાણે પૃથ્વી, પર્વત વગેરે કાર્યપદાર્થ છે, કારણ કે તે સાવયવ છે, એટલે કે નાનાં નાનાં પરમાણુઓના સંયોગથી થયેલ રચના છે. પરમાણુ ૧- જુઓઃ કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીકૃત, ‘અન્યયોગ-વ્યવચ્છેદ-દ્વાત્રિંશિકા', શ્લોક ૬ ' कर्तास्ति कश्चिद् जगतः स चैकः स सर्वगः स स्ववशः स नित्यः 1 इमाःकुहेवाकविडम्बनाः स्युस्तेषां न યેષામનુશાસત્વમ્ ।।' ૨- જુઓ : આચાર્યશ્રી મલ્લિષણસૂરિજીકૃત, ‘સ્યાદ્વાદ મંજરી’, શ્લોક ૬ની ટીકા ‘उर्वीपर्बततर्वादिकं सर्वं बुद्धिमत्कर्तृकं कार्यत्वात्' यद् यत् कार्यं तत् तत् सर्वं बुद्धिमत्कर्तृकं यथा घटः, तथा चेदं तस्मात् तथा । व्यतिरेके व्योमादि । यश्च बुद्धिमांस्तत्कर्ता स भगवानीश्वर एवेति ।। ' Page #683 -------------------------------------------------------------------------- ________________ ૬૫૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન પોતે તો અચેતન છે, માટે એનું સંયોજન કરનાર કોઈ ચેતનાવિશિષ્ટ બુદ્ધિમાન કર્તા હોવો જોઈએ. આ બુદ્ધિમાન કર્તા તે જ ઈશ્વર. જગતની સર્વ વસ્તુઓ જોતાં એમ લાગે છે કે જરૂર તેનો કોઈ બુદ્ધિશાળી કર્તા હોવો જોઈએ; અને તે સર્વશક્તિમાન ઈશ્વર જ હોઈ શકે. જેમ ઘડિયાળના કાંટા, કમાન વગેરેનું નિયમિત કાર્ય જોતાં તેના કોઈ બુદ્ધિમાન કર્તાનું અનુમાન થયા વિના રહેતું નથી, તેમ ગ્રહો અને નક્ષત્રથી ભરપૂર એવા અનંત વિશ્વને જોઈને તેના કોઈ બુદ્ધિમાન કર્તાનું અનુમાન થયા વિના રહેતું નથી. જગતની સર્વ ક્રિયાઓ ક્રમબદ્ધ અને વ્યવસ્થિતપણે ચાલતી જોવા મળે છે. કોઈ સર્જનહાર વિના આ નિત્ય નૂતન અને વિચિત્ર જગત નિયમબદ્ધ રહી શકે નહીં. નૈયાયિકોના મત અનુસાર આ સૃષ્ટિસર્જક ઈશ્વર અશરીરી અર્થાત્ નિરાકાર છે, કારણ કે શરીરધારી હંમેશાં પરિમિત શક્તિથી યુક્ત, દેશ અને કાળ વડે પરિચ્છિન્ન તથા ક્ષુધા-તૃષાદિ પીડા સહિત હોય છે. ઈશ્વર નિરાકાર હોવા છતાં, એટલે કે શરીર અને ઇન્દ્રિયોથી રહિત હોવા છતાં પોતાની અનંત શક્તિ વડે સૃષ્ટિનું સર્જન અને સંચાલન કરે છે; જે જીવ અને પ્રકૃતિથી થવું અશક્ય છે. (૨) ઈશ્વર એક છે - ઈશ્વર જ સૃષ્ટિનો કર્તા, પાલક અને સંહર્તા છે; તે એક જ છે. જગતનો કર્તા એવો આ પુરુષવિશેષ ઈશ્વર એક જ છે, કારણ કે જગતના કર્તા જો ઘણા હોય તો પરસ્પરમાં ભિન્ન ભિન્ન મતિની સંભાવના સહજ હોય જ અને તેથી દરેકે દરેક વસ્તુનું અન્ય અન્ય રૂપે નિર્માણ થવાથી પ્રત્યેક વસ્તુમાં અસમંજસપણું પ્રાપ્ત થાય, માટે જગતનો કર્તા એવો ઈશ્વર એક જ છે. (૩) ઈશ્વર સર્વવ્યાપી છે – ઈશ્વર સર્વ ઠેકાણે રહેતો હોવાથી તે સર્વવ્યાપી છે. જો ઈશ્વર નિયત દેશમાં જ રહેતો હોય તો અનિયત દેશમાં રહેતા ત્રણે જગતના પદાર્થોના સમૂહનું યથાવસ્થિત નિર્માણ થઈ શકે નહીં. જેમ કુંભારાદિ નિયત દેશમાં જ રહીને નિયત ઘટાદિ કાર્યને કરી શકે છે, તેમ ઈશ્વર જો અમુક દેશમાં રહેતો હોય તો અમુક નિયત કાર્યને જ કરી શકે, પરંતુ સમસ્ત કાર્યને કરી શકે નહીં. તેથી ઈશ્વર સર્વવ્યાપી સિદ્ધ થાય છે. (૪) ઈશ્વર સ્વતંત્ર છે – ઈશ્વર સ્વતંત્ર છે, કેમ કે જીવમાત્રને પોતાની ઇચ્છા અનુસાર સુખ-દુ:ખનો અનુભવ કરાવવા તે સમર્થ છે. ઈશ્વરની પ્રેરણાથી જ પ્રાણી સ્વર્ગમાં અથવા નરકમાં જાય છે, કારણ કે સુખ-દુઃખને પ્રાપ્ત કરવામાં જીવ સ્વયં અસમર્થ છે; અર્થાત્ દરેક જીવને સુખ-દુઃખનું વેદન ઈશ્વરની ઇચ્છા અનુસાર જ પ્રાપ્ત થાય છે. જો ઈશ્વરને પરની અપેક્ષા રહેતી હોય તો તે પરતંત્ર સાબિત થાય, માટે તેનામાં Page #684 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૧ ૬૫૧ કર્તાપણાનો વ્યાઘાત થાય અને તેથી તેનામાં અનુ-ઈશ્વરપણાની આપત્તિ આવે, માટે ઈશ્વર સ્વતંત્ર છે. (૫) ઈશ્વર નિત્ય છે – ઈશ્વર અનુત્પન અને અવિનાશી છે, અર્થાત્ તે નિત્ય છે. જો ઈશ્વર અનિત્ય હોય તો તેની બીજા દ્વારા ઉત્પત્તિ થવાથી ઈશ્વરમાં કાર્યપણું પ્રાપ્ત થશે, કેમ કે જે કાર્ય હોય છે તે પોતાની ઉત્પત્તિ પ્રત્યે પરની અપેક્ષા રાખે છે અને આ રીતે ઈશ્વરને જો અનિત્ય માનવામાં આવે તો તે અધિકૃત ઈશ્વરનો અન્ય કોઈ કર્તા માનવો પડે. જો આમ હોય તો આ ઈશ્વરનો ઉત્પાદક અન્ય ઈશ્વર નિત્ય છે કે અનિયં? એવો પ્રશ્ન ઉપસ્થિત થશે. જો તે અન્ય ઈશ્વર નિત્ય હોય તો આ અધિકૃત ઈશ્વરનો શું અપરાધ છે કે જેથી તેને અનિત્ય માનવો? જો એમ કહેવામાં આવે કે તે અન્ય ઈશ્વર અનિત્ય છે તો તે અન્ય ઈશ્વર માટે પણ કોઈ બીજા ઈશ્વરની કર્તા તરીકે અપેક્ષા રહેશે. વળી, તે અન્ય ઈશ્વરનો ઉત્પાદક ઈશ્વર પણ નિત્ય છે કે અનિત્ય? એવો પ્રશ્ન ફરીથી ઉપસ્થિત થશે. આ પ્રકારે અન્ય અન્ય ઈશ્વરમાં નિત્યાનિત્યની કલ્પના કરવાથી અપ્રામાણિક કલ્પનાની અવિશ્રાન્તિરૂપ અનવસ્થા દોષ આવશે. માટે ઈશ્વરને અનિત્ય નહીં માનતાં, ઈશ્વર સ્વયં નિત્ય છે એમ માનવું જ શ્રેષ્ઠ છે. આમ, ન્યાયાદિ દર્શનો સૃષ્ટિકર્તાના સ્વરૂપમાં ઈશ્વરને માને છે. તેઓ જગતના ઉત્પત્તિ-વિનાશને માને છે અને તે માટે ઈશ્વરની આવશ્યકતાને સ્વીકારે છે. જગતની ઉત્પત્તિ તથા વિનાશ પાછળ ઈશ્વરનું અવિચળ અસ્તિત્વ સ્વીકારે છે. તેમના મત અનુસાર ઈશ્વર જગતનો કર્તા-હર્તા છે. ઈશ્વર જગતનું નિર્માણ કરે છે. ઈશ્વરની ઇચ્છા જગતનું જનકકારણ છે. ઈશ્વરને ઇચ્છા થાય છે કે હું એક છું, બહુરૂપી બનું'; અને આ ઇચ્છાથી ઈશ્વર સૃષ્ટિનું નિર્માણ કરે છે. પછી તે પોતે રચેલી સૃષ્ટિનું પાલન કરે છે અને વળી એક દિવસ સૃષ્ટિનો સંહાર - પ્રલય પણ કરે છે. ઈશ્વર સર્વજ્ઞ, સર્વનો સૃષ્ટા, સર્વનો ધર્તા - નિયંતા, સર્વનો પ્રલયકર્તા છે. આ પ્રમાણે કેટલાક દાર્શનિકો ઈશ્વરકર્તુત્વવાદનો સ્વીકાર કરે છે. તેઓ ઈશ્વરનાં મુખ્ય ત્રણ કાર્યોની કલ્પના કરે છે - તે સૃષ્ટિનો કર્તા છે, નિયંતા છે અને સારા-ખરાબ કાર્યનાં ફળ આપવાવાળો છે. તેઓ ઈશ્વરને જ જગતનું નિયમન કરનાર, સ્વર્ગ-નરક આદિની રચના કરનાર માને છે. શિષ્યના મનમાં જગતનિયંતા એવા ઈશ્વરની કલ્પનાનો ઊંડો પ્રભાવ છે. વિશ્વનું તંત્ર ઈશ્વર વિના ચાલી જ ન શકે તથા કર્મોનો ભોગવટો કરવાનાં સ્થાન પણ કોઈ વિશિષ્ટ શક્તિ બનાવે તો જ થઈ શકે, અન્યથા એ શક્ય નથી – એવી શંકાના તરંગો તેના અંતરમાં ઊછળ્યા કરે છે. શિષ્યના અંતરમાં ચાલી રહેલા ઊહાપોહ વિષે શ્રી ભોગીલાલ ગિ. શેઠ લખે છે – જગતમાં તો બધું નિયમપૂર્વક થતું જોવામાં આવે છે, સામાન્ય શુભાશુભ Page #685 -------------------------------------------------------------------------- ________________ ૬૫૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર વિવેચન કર્મનું સામાન્ય શુભાશુભ ફળ, વિશેષ શુભાશુભ કર્મનું વિશેષ શુભાશુભ ફળ તથા દિવસ, રાત્રિ, ઋતુ, અયન, સૂર્યના ઉદયઅસ્ત વગેરે નિયમિતપણે થયા કરે છે. તેની વ્યવસ્થા કેવી રીતે થાય? આથી એમ જણાય છે કે જો ફળદાતા એવા ઈશ્વરની સિદ્ધિ થતી નથી તો જગતનો નિયમ પણ કોઈ રહે નહીં, અને એ જ ન્યાયે જીવને પોતાનાં શુભાશુભ કર્મનાં ફળ ભોગવવાનું કોઈ સ્થાનક પણ ઠરતું નથી અને જો સ્થાનક ન ઠરે, તો કર્મનું ભોક્તત્વ જીવને છે એ કેવી રીતે સિદ્ધ થાય?’૧ શિષ્ય શ્રીગુરુ સમક્ષ પોતાની શંકા રજૂ કરે છે કે ફળદાતા ઈશ્વરની સિદ્ધિ થયા વિના જગત નિયમ રહે નહીં, વિશ્વની વ્યવસ્થા રહે નહીં. જો ઈશ્વર ન હોય તો જીવને પોતાનાં સારાં-ખરાબ કાર્યોનાં ફળ ભોગવવાનાં સ્થાનકો હોઈ શકે નહીં અને તેથી જીવ કર્મનો ભોક્તા સિદ્ધ થાય નહીં. ફળદાતા ઈશ્વર જો ન્યાયથી સિદ્ધ ન થાય તો જગતનો કોઈ નિયમ ન રહે અને પુણ્ય-પાપનાં ફળ ભોગવવાનાં સ્થાનક પણ ન રહે, તો પછી કર્મફળનું ભોગવવાપણું ક્યાં રહ્યું? આમ, જીવ કર્મનો ભોક્તા છે કે નહીં એ સંબંધી વિચારણા કરતાં શિષ્યને જીવના કર્મફળભોક્તૃત્વ માટે કર્મફળદાતા તરીકે કર્મ અથવા ઈશ્વર હોઈ શકે એમ બે વિકલ્પ ઊઠે છે, પરંતુ તે બન્ને વિકલ્પ તેને પોતાને જ અયથાર્થ ભાસે છે. કર્મ જડ હોવાથી કોને શું ફળ આપવું તેની જાણકારી કર્મને ન હોવાથી કર્મ સ્વયં જીવને કર્મફળ ન આપી શકે એમ તેને લાગે છે અને તેથી તેને કર્મફળદાતા તરીકે ઈશ્વરને માનવાની જરૂર લાગે છે. વળી, તેમ માનવાથી જીવનું ભોક્તાપણું તો સિદ્ધ થાય છે, પરંતુ ઈશ્વરનું ઈશ્વરપણું જ ચાલ્યું જાય છે અને તેથી ઈશ્વર પણ કર્મફળદાતા સિદ્ધ થતો નથી. માટે શિષ્યને મૂંઝવણ થાય છે કે જો ઈશ્વર ન હોય તો પછી જગતનો નિયમ કેવી રીતે રહે? શુભાશુભ કર્મનાં ફળ ભોગવવાનાં સ્થાનક કેવી રીતે રહે? જગતનિયમ અને શુભાશુભ કર્મનાં ભોગ્યસ્થાન ન રહે તો જીવને કર્મનું ભોક્તાપણું ક્યાંથી રહે? માટે જીવ કર્મનો ભોક્તા નથી એમ સિદ્ધ થાય છે. શિષ્યને જીવનું કર્મફળભોતૃત્વ ન્યાયથી સિદ્ધ થતું નથી, તેથી તે શ્રીગુરુને પોતાની શંકા ટાળી તત્ત્વનું રહસ્ય સમજાવવાની વિનંતી કરે છે. શ્રીગુરુ હવે પાંચ ગાથાઓમાં તેની શંકાઓનું સંતોષજનક સમાધાન આપશે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે ‘ઈશ્વર સિદ્ધ થયા વિના, બંધ ન બેસે વાત; પછી જગતના નિયમનો, કર્તા કોઈ ન થાત. ૧- શ્રી ભોગીલાલ ગિ. શેઠ, ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર (વિશેષાર્થ સહિત)', ચોથી આવૃત્તિ, પૃ.૨૩૫ Page #686 -------------------------------------------------------------------------- ________________ ૬૫૩ ગાથા-૮૧ તેથી વ્યવસ્થાએ ભર્યો, જગત નિયમ નહિ હોય; મહાપ્રભુનું ન કામ એ, નિર્વિકલ્પ છે સોય. જ્યારે એ ઠરતો નથી, ઈશ્વર ફળ દાતાર; પછી શુભાશુભ કર્મનાં, ભોગવવા સંસાર. અનુભવ સુખદુઃખ ફળ તણાં, ભોગવીએ છે સોય; તે પણ અહીં ઠરતાં નથી, ભોગ્યસ્થાન નહિ કોય.' ૧ ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૩૪ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૩૨ ૧-૩૨૪) Page #687 -------------------------------------------------------------------------- ________________ Page #688 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૮૨ જ ૧૫ નિ= ૧, નટે એનરૂર, બ વો પન ૨૭, રે . Page #689 -------------------------------------------------------------------------- ________________ Page #690 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૮૨ | ભૂમિકા – ગાથા ૮૧માં શિષ્ય કહ્યું કે ફળદાતા તરીકે ઈશ્વર સાબિત ન થાય તો "] જગતનો કોઈ પણ નિયમ રહેતો નથી અને પુણ્ય-પાપરૂપ કર્મને ભોગવવાનાં કોઈ સ્થાનક પણ સિદ્ધ થતાં નથી. આના ઉપરથી એમ સિદ્ધ થાય છે કે જીવને કર્મનું ભોક્તાપણું છે જ નહીં. આમ, આત્માના કર્મફળભોક્નત્વ સંબંધી પોતાને જે શંકાઓ હતી તે પૂર્વની ત્રણ ગાથાઓ (૭૯-૮૧) દ્વારા શિષ્ય શ્રીગુરુ સમક્ષ રજૂ કરી. શ્રીગુરુ તેની આ શંકાઓનું સમાધાન પાંચ ગાથાઓ (૮૨-૮૬) દ્વારા કરે છે, જેના ફળરૂપે તેના કર્મફળભોસ્તૃત્વ અંગેના સર્વ સંશય ટળી જાય છે અને આત્મા ભોક્તા છે' એવા સમ્યત્વના ચોથા સ્થાનકની તેને શ્રદ્ધા થાય છે. શિષ્યની તર્કયુક્ત દલીલોનું હવે ક્રમસર નિરસન શ્રીગુરુ હૃદયસ્પર્શી સમાધાન દ્વારા કરે છે. ગાથા ૭૯માં શિષ્ય કહ્યું હતું કે “શું સમજે જડ કર્મ કે, ફળ પરિણામી હોય?’, અર્થાત્ કર્મ જડ છે તો તે કઈ રીતે સમજે કે અમુક જીવને અમુક પ્રકારે ફળ આપવાનું છે. કર્મ અચેતન હોવાથી તે ફળ આપવા સમર્થ નથી અને તેથી જીવ કર્મના ફળનો ભોગવનારો સંભવતો નથી. આ શંકાનું સમાધાન શ્રીગુરુ ત્રણ ગાથાઓ (૮ર૮૪) દ્વારા કરે છે. જીવને કર્મનું ભોક્તાપણું કઈ રીતે છે એ સમજાવવા માટે પ્રથમ, જડ કર્મનો સંયોગ કેમ અને કેવી રીતે થાય છે તે દર્શાવતાં શ્રીગુરુ કહે છે – “ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ; જીવવીર્યની ફુરણા, ગ્રહણ કરે જડધૂપ.' (૮૨) ભાવકર્મ જીવને પોતાની ભ્રાંતિ છે, માટે ચેતનરૂપ છે, અને તે ભ્રાંતિને | અનુયાયી થઈ જીવવીર્ય સ્કુરાયમાન થાય છે, તેથી જડ એવા દ્રવ્યકર્મની વર્ગણા તે ગ્રહણ કરે છે. (૮૨) કર્મ જડ છે તો તે શું સમજે કે આ જીવને આ રીતે મારે ફળ આપવું, અથવા તે સ્વરૂપે પરિણમવું? માટે જીવ કર્મનો ભોક્તા થવો સંભવતો નથી, એ આશંકાનું સમાધાન નીચેથી થશે : જીવ પોતાના સ્વરૂપના અજ્ઞાનથી કર્મનો કર્તા છે. તે અજ્ઞાન તે ચેતનરૂપ છે, અર્થાત્ જીવની પોતાની કલ્પના છે, અને તે કલ્પનાને અનુસરીને તેના વીર્યસ્વભાવની ગાથા અર્થી Page #691 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ ૬૫૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ફૂર્તિ થાય છે, અથવા તેનું સામર્થ્ય તદનુયાયીપણે પરિણમે છે, અને તેથી જડની ધૂપ એટલે દ્રવ્યકર્મરૂપ પુદ્ગલની વર્ગણાને તે ગ્રહણ કરે છે. (૮૨) શિષ્યના સંશય ટાળવા હૃદયસ્પર્શી સમાધાન આપતાં શ્રીગુરુ પ્રકાશે છે કે કર્મ બે પ્રકારનાં છે - ભાવકર્મ અને દ્રવ્યકર્મ. આત્માની વિભાવપરિણતિ, અર્થાત્ આત્માના રાગાદિ પરિણામ તે ભાવકર્મ છે. આ ભાવકર્મનું નિમિત્ત પામીને કાશ્મણ વર્ગણાનાં જે પુદ્ગલો ખેંચાઈને આત્મપ્રદેશ સાથે બંધાય છે તે દ્રવ્યકર્મ છે. શિષ્ય તેની દલીલમાં માત્ર જડ કર્મ(દ્રવ્યકર્મ)ની જ વાત કરી હતી. તેના ઉત્તરમાં શ્રીગુરુ એમ બતાવે છે કે એક અપેક્ષાએ કર્મ ચેતન પણ છે. જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકમ જડરૂપ છે, પરંતુ રાગ-દ્વેષાદિ ભાવકર્મ જીવની કલ્પનારૂપ છે માટે તે ચેતનરૂપ છે. આત્મભાંતિરૂપ ભાવકર્મ એ ચેતનનાં પોતાનાં પરિણામ હોવાથી તે ચેતનરૂપ છે. આ ભાવકર્મને અનુસરીને ચેતનવીર્યની ફુરણાથી જડ પુદ્ગલ વર્ગણા ગ્રહણ થાય છે. કાળ પાકતાં તે જડ પુદ્ગલરૂપ કર્મો સારાં-ખરાબ ફળ આપે છે, જે જીવે અવશ્ય ભોગવવાં પડે છે. આત્મા સ્વભાવથી તો કેવળ જ્ઞાતા-દ્રષ્ટા, સુખસ્વરૂપી અને શાંતરસમય પદાર્થ છે. તે પરમાં કંઈ કરતો પણ નથી અને તેને ભોગવતો પણ નથી. પૂર્વકર્મના ઉદયમાં જોડાઈને તે જ્યારે પોતાના સ્વભાવથી શ્રુત થાય છે ત્યારે આત્માનું વીર્ય તે દિશામાં સ્કુરાયમાન થતાં મન-વચન-કાયાના યોગ ચંચળ થાય છે. યોગની ચંચળતાના નિમિત્તથી આત્માના અસંખ્યાત પ્રદેશો કંપે છે. આ અસ્થિરતાના નિમિત્તથી લોકાકાશના જેટલા ભાગમાં આત્મપ્રદેશો રહેલા છે, તેટલા આકાશપ્રદેશોમાં રહેલાં કાર્મણ વર્ગણાનાં પુગલો આકર્ષાય છે અને આત્મપ્રદેશ સાથે એકક્ષેત્રાવગાહે દ્રવ્યકર્મરૂપે સ્થિત થાય છે. આ કર્મનો યોગ્ય કાળે ઉદય થતાં ફરી જીવ અજ્ઞાનવશ, ભાવકર્મરૂપ પરિણમે છે. ભાવકર્મથી દ્રવ્યકર્મ અને દ્રવ્યકર્મથી ભાવકર્મનું વિષચક્ર મિથ્યાત્વની ધરી ઉપર અનાદિથી અવિરતપણે ચાલ્યા જ કરે છે. ચૌદ રાજલોકના વિશાળ બ્રહ્માંડમાં મૂળભૂત સ્વતંત્ર એવાં બે તત્ત્વો છે - વિશેષાર્થ) - આત્મા (જીવ) અને જડ (અજીવ). જીવદ્રવ્ય એક છે અને અજીવદ્રવ્યો પાંચ છે - ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને પુદ્ગલ. રૂપી જડ દ્રવ્યને પુગલ કહેવાય છે. બીજા શબ્દોમાં કહેવામાં આવે તો વર્ણ-ગંધ-રસ-સ્પર્ધાત્મક અજીવદ્રવ્યને પુદ્ગલ કહેવાય છે. પુદ્ગલદ્રવ્યના ચાર ભેદ છે - સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ. પરમાણુઓનો પિંડ તે સ્કંધ કહેવાય. સ્કંધ એટલે વસ્તુનો સંપૂર્ણ વિભાગ, અર્થાત્ સંપૂર્ણ વસ્તુ તે સ્કંધ. દેશ એટલે વસ્તુનો સવિભાજ્ય કોઈ એક ભાગ. સવિભાજ્ય એટલે જેના અન્ય ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૪૮ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન) Page #692 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૨ ૬૫૯ વિભાગ થઈ શકે છે, અર્થાત્ જેનો અન્ય વિભાગ થઈ શકે તેવો કોઈ એક ભાગ તે દેશ. પ્રદેશ એટલે વસ્તુ સાથે પ્રતિબદ્ધ વસ્તુનો નિર્વિભાજ્ય એક ભાગ. નિર્વિભાજ્ય ભાગ એટલે કેવળી ભગવંતની દૃષ્ટિમાં પણ જેના બે વિભાગ ન થઈ શકે તેવો અંતિમ સૂક્ષ્મ અંશ. પરમાણુ એટલે મૂળ વસ્તુથી છૂટો પડેલો નિર્વિભાજ્ય ભાગ. આમ, પુદ્ગલ દ્રવ્યનો સૂક્ષ્મતમ ભાગ તે પરમાણુ છે. જે પુદ્ગલનો કણ અત્યંત સૂક્ષ્મ સ્વરૂપે રહે અને અવિભાજ્ય, અખંડ, અદાહ્ય, છેદ્ય, અભેદ્ય હોય તે પરમાણુ છે. પરમાણુ અતિ સૂક્ષ્મ હોય છે, તેથી તે ઇન્દ્રિયગમ્ય નથી. કોઈ પણ પરમાણુ ઇન્દ્રિયગોચર થતું નથી, છતાં પણ તેનું અસ્તિત્વ છે. તે નથી એમ તો ન જ કહી શકાય, કારણ કે ઇન્દ્રિયગોચર નથી એટલામાત્રથી તેનું અસ્તિત્વ નથી એમ કહેવું એ કોઈ યોગ્ય કારણ નથી. જેને સંસારી જીવો સતત ગ્રહણ કરે છે, ઉપયોગમાં લે છે, જેના વગર સંસારમાં જીવો એક ક્ષણ પણ રહી શકતા નથી, તેનો નિષેધ કેવી રીતે કરાય? આવાં પરમાણુઓ જગતમાં અનંતાનંત છે. ચોક્કસ પ્રકારના સરખાં પરિણામે પરિણમેલાં પરમાણુઓના સમૂહથી વર્ગ થાય છે. વર્ગના સમૂહથી વર્ગણા થાય છે. ૨ વર્ગણા એટલે પુદ્ગલપરમાણુઓનો જથ્થો. મુખ્ય આઠ વર્ગણા છે. તેને અષ્ટ મહાવર્ગણા કહેવાય છે. ઔદારિક વર્ગણા, વૈક્રિય વર્ગણા, આહારક વર્ગણા, તૈજસ વર્ગણા, શ્વાસોચ્છવાસ વર્ગણા, ભાષા વર્ગણા, મનોવર્ગણા તથા કાર્મણ વર્ગણા એમ કુલ આઠ મુખ્ય વર્ગણા છે. (૧) ઔદારિક વર્ગણા - મનુષ્ય અને તિર્યંચનાં શરીર જે પુદ્ગલોનાં બનેલાં છે, તે પુદ્ગલો ઔદારિક વર્ગણાનાં હોય છે. ઉત્પત્તિસ્થાનમાં આવેલો જીવ પોતાનું શરીર નિર્માણ કરવા માટે જે પુદ્ગલપરમાણુઓનો સંચય કરે છે તે પુદ્ગલો ઔદારિક વર્ગણનાં હોય છે. આહારાદિમાંથી ગ્રહણ કરેલાં પુદ્ગલપરમાણુઓનો જથ્થો તે ઔદારિક વર્ગણા કહેવાય છે. (૨) વૈક્રિય વર્ગણા – દેવો અને નારકોનાં શરીર જે પુદ્ગલનાં બનેલાં છે તે પુદ્ગલો વૈક્રિય વર્ગણાનાં હોય છે. માટે જ દેવતાદિનું શરીર વૈક્રિય શરીર કહેવાય છે. ૧- જુઓ : આચાર્યશ્રી યતિવૃષભજીકૃત, તિલોય-પષ્ણત્તી' , અધિકાર ૧, ગાથા ૯૬ 'सत्येण सुतिक्खेण छेत्तुं भेत्तुं च जं किरस्सक्कं । जलयणलादिहिंणासं ण एदिसो होदि परमाणू ।।' - જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘સમયસાર'ની આચાર્યશ્રી અમૃતચંદ્રદેવકૃત ટીકા, ‘આત્મ ખ્યાતિ', મૂળ ગાથા પરની ટીકા 'वर्गसमूहलक्षणा वर्गणा।' Page #693 -------------------------------------------------------------------------- ________________ ૬૬૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન (૩) આહારક વર્ગણા - ચૌદ પૂર્વધારી મુનિ પોતાની શંકાનું સમાધાન કરવા માટે જે શરીર કેવળી ભગવંત પાસે મોકલે તે આહારક વર્ગણાનું બનેલું હોય છે. આહારક શરીર માટે વપરાતી વર્ગણા તે આહારક વર્ગણા કહેવાય છે. (૪) તેજસ વર્ગણા – આત્મા સાથે રહેતું સૂક્ષ્મ તૈજસ શરીર કે જેનાથી પાચનાદિની ક્રિયાઓ થતી હોય છે, એવું તૈજસ શરીર બનાવવા યોગ્ય જે વર્ગણાઓ તે તૈજસ વર્ગણા કહેવાય છે. (૫) શ્વાસોચ્છવાસ વર્ગણા - પ્રાણધારી પ્રાણીઓને જીવવા માટે પ્રાણરૂપે જે શ્વાસોચ્છવાસ લેવા પડે છે, તેને યોગ્ય જે વર્ગણા તે શ્વાસોચ્છવાસ વર્ગણા કહેવાય છે. (૬) ભાષા વર્ગણા – જીવોને વચનયોગ દ્વારા બોલવા માટે જે ભાષા વાપરવાની જરૂર પડે છે, તે ભાષા બનાવવા માટે જે વર્ગણાનો ઉપયોગ થાય છે તે ભાષા વર્ગણા કહેવાય છે. (૭) મનોવર્ગણા – સંજ્ઞી પંચેન્દ્રિય પ્રાણીઓને વિચારવા માટે મનની જરૂર પડે છે. તે મન બનાવવા માટે જે પુદ્ગલપરમાણુઓના જથ્થાની જરૂર પડે છે તેને મનોવર્ગણા કહેવાય છે. (૮) કાર્મણ વર્ગણા -- જીવ જ્યારે શુભાશુભ ભાવ કરે છે ત્યારે તેની સાથે બંધાતાં પુણ્ય-પાપ માટે જે પુદ્ગલપરમાણુઓના જથ્થાની જરૂર પડે છે તે છે કાશ્મણ વર્ગણા. આત્માની સાથે બંધાઈને જે પુદ્ગલપરમાણુઓ કર્મસંજ્ઞા ધારણ કરે છે, કર્મરૂપે જે પરિણમે છે તે કાર્મણ વર્ગણા કહેવાય છે. આ આઠ પ્રકારની વર્ગણાઓ ચૌદ રાજલોકમાં ડબ્બીમાં મેશની જેમ ઠાંસી ઠાંસીને ભરેલી છે. એક સોયની અણી પ્રવેશ કરી શકે એટલી જગ્યા પણ વર્ગણા વિનાની ખાલી નથી, અર્થાત્ તે સર્વત્ર હોય જ છે. સંપૂર્ણ વિશ્વ વર્ગણાઓથી વ્યાપ્ત છે. ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, શ્વાસોચ્છવાસ, ભાષા, મન અને કાશ્મણ એમ વર્ગણાના આઠ પ્રકાર ઉત્તરોત્તર વિશેષ ને વિશેષ સૂક્ષ્મ છે. આઠ વર્ગણામાં અત્યંત સૂક્ષ્મતમ વર્ગણો તે કાર્મણ વર્ગણા છે. કર્મરૂપે બની શકે તેવી કાર્મણ વર્ગણા બીજી બધી વર્ગણા કરતાં સૂક્ષ્મ છે. કાણ વર્ગણાથી કર્મ બને છે. જેમ જાડા લોટની કણેક રોટલી બનાવવા માટે અયોગ્ય છે, તેમ બીજી વર્ગણા કર્મ બનવા માટે અયોગ્ય છે. આત્મપ્રદેશો સાથે જે સમયે કાર્મણ વર્ગણા ભળે તે સમયથી તે કાર્મણ વર્ગણાનું નામ કર્મ કહેવાય છે. આત્માને લાગ્યાં પહેલાં કાર્મણ વર્ગણા કર્મ નથી કહેવાતી, પરંતુ તે કાર્મણ વર્ગણા તરીકે ઓળખાય છે. કાર્પણ વણા જ્યારે જીવ દ્વારા ગ્રહણ કરવામાં આવે છે ત્યારે Page #694 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૨ ૬૬૧ તેને કર્મ કહેવાય છે. અત્રે પ્રશ્ન થાય કે ચેતન આત્મા અચેતન કાર્મણ વર્ગણાને ગ્રહણ કઈ રીતે કરે છે? બે વિરોધી દ્રવ્યોનો બંધ કઈ રીતે થાય છે? આનો ઉત્તર એમ છે કે પોતાની રાગ-દ્વેષની પરિણતિના કારણે જીવ કામણ વર્ગણાને રહણ કરે છે. રાગાદિના કારણે આત્મામાં કંપન થાય છે ત્યારે જીવ કાર્મણ વર્ગણા ગ્રહણ કરે છે અને ગ્રહણ કરાતી કાશ્મણ વર્ગણા આત્માના પ્રદેશો સાથે ગોઠવાઈ જાય છે. દા.ત. લોહચુંબકમાં ચુંબકીય શક્તિ હોય છે, જેના વડે તે પોતાની ચારે તરફ રહેલા લોખંડના ટુકડાઓને પોતાની તરફ ખેંચીને ગ્રહણ કરે છે. લોખંડના ટુકડાઓ પોતાની જાતે જઈને ચુંબકને ચોંટી નથી જતા, પરંતુ ચુંબકમાં રહેલી ચુંબકીય શક્તિ જ તેને ખેંચીને, પોતાની તરફ આકૃષ્ટ કરીને પોતાની સાથે ચોંટાડે છે. જેવી રીતે લોહચુંબક લોખંડને આકર્ષિત કરે છે, તેવી રીતે જીવ રાગાદિથી કાશ્મણ વર્ગણાને આકર્ષિત કરીને કર્મરૂપે ગ્રહણ કરે છે. જીવ જ્યારે રાગ-દ્વેષને આધીન થાય છે ત્યારે કામણ વર્ગણાનો જથ્થો ખેંચાઈને આત્મામાં ગોઠવાઈ જાય છે અને તે સમયે રાગ વગેરે પરિણામને વશવર્તી એ કર્મમાં જ્ઞાનાદિ ગુણોને આવરવાની, સુખ-દુઃખ ઉત્પન્ન કરવા વગેરેની અનેક પ્રકારની શક્તિ ઉત્પન્ન થાય છે. કાર્પણ વર્ગણાનાં પુદ્ગલો વાતાવરણમાં સતત વિહરતાં હોય છે, પરંતુ તે જડ હોવાથી, તેનામાં પ્રેરણાધર્મ નહીં હોવાથી તે પરાણે આત્મા સાથે જોડાતાં નથી. આત્મા ચૈતન્યયુક્ત પદાર્થ હોવાથી તેનામાં પ્રેરણાધર્મ રહેલો છે. ચેતનની પ્રેરણાથી કાર્પણ વર્ગણાનાં જડ પુદ્ગલો ખેંચાઈને આત્મા સાથે એકક્ષેત્રે જોડાય છે. કર્મબંધને અનુકૂળ એવી આત્માની પરિણતિના કારણે આત્મા અને કર્મનો બંધ ઘટે છે. કર્મબંધની યોગ્યતા જીવમાં છે, માટે તે સંબંધ બને છે. જેમ કર્મબંધની યોગ્યતા જીવમાં છે, તેમ કર્મરૂપ થવાની યોગ્યતા પુદ્ગલમાં છે. જીવના ભાવનું નિમિત્ત પામીને, જીવ જ્યાં હોય છે ત્યાં રહેલાં પુદ્ગલો કર્મરૂપે પરિણમે છે. ૧ આત્મા સ્વભાવે પૂર્ણશુદ્ધ, રાગાદિરહિત, શાંતસ્વરૂપી છે. તે કેવળ જ્ઞાયકસ્વભાવી છે. સ્વભાવે શુદ્ધ હોવા છતાં વિકારની યોગ્યતા જીવમાં છે, તેથી જ્યારે આત્મા પોતાના જ્ઞાયકસ્વભાવથી સ્મલિત થઈ, પૂર્વકર્મના ઉદયમાં જોડાય છે ત્યારે જીવની વિભાવદશા થાય છે. આ વિભાવરૂપ પરિણમનને ભાવકર્મ કહેવાય છે. કર્મના ઉદયમાં જોડાતાં જીવ વિભાવભાવરૂપે પરિણમે છે, તેને ભાવકર્મ કહે છે. દ્રવ્યકર્મના ઉદયના ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, પંચાસ્તિકાય', ગાથા ૬૫ 'अत्ता कुणदि सहावं तत्थ गदा पोग्गला सभावेहिं । गच्छंति कम्मभावं अण्णोण्णागाहमवगाढा ।।' Page #695 -------------------------------------------------------------------------- ________________ ૬૬૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન નિમિત્તે ઉત્પન્ન થયેલ રાગાદિ વિકારી ભાવોને ભાવકર્મ કહે છે. જ્યારે જીવ કોઈ સુંદર વસ્તુને જુએ છે ત્યારે તેના પ્રતિ ખેંચાણ થાય છે. આ ભાવનાને રાગ કહે છે. કોઈક વસ્તુ જીવને પ્રિય ન હોય તો તેને માટે તેના મનમાં ધૃણા અને તિરસ્કારની ભાવના જાગે છે. આ ભાવનાને દ્વેષ કહે છે. રાગભાવમાં અનુકૂળ પદાર્થને પોતાની તરફ ખેંચવાની ચેષ્ટા થાય છે અને દ્વેષભાવમાં પ્રતિકૂળ પદાર્થને દૂર રાખવાની ચેષ્ટા થાય છે; પરંતુ આ બન્ને દશા વિભાવદશા છે, સ્વભાવદશા નહીં. સ્વભાવદશામાં પરપદાર્થ માટે સ્નેહભાવ કે તિરસ્કારભાવ હોતો નથી, માટે રાગ-દ્વેષ આત્માનો સ્વભાવ નથી. રાગ-દ્વેષ આદિ વિભાવ છે અને તેને ભાવકર્મ કહે છે. આત્માનાં શુભાશુભ ઉપયોગરૂપ ભાવકર્મ જીવની પોતાની જ ભાંતિ છે, માટે ચેતનરૂપ છે અને આ ભાવકર્મથી જીવનું વીર્ય સ્કુરાયમાન થાય છે. જીવની રાગાદિરૂપ વિકારી પરિણતિના કારણે જીવનું વીર્ય સ્કુરાયમાન થતાં મન-વચન-કાયાના યોગ ચંચળ થાય છે અને યોગચંચળતાના નિમિત્તથી આત્માના અસંખ્યાત પ્રદેશો કંપિત થાય છે, અર્થાત્ આત્મપ્રદેશો અસ્થિર થાય છે. મન-વચન-કાયાની ચંચળતાથી આત્મપ્રદેશો અસ્થિર થતાં કાર્મણ વર્ગણાનું જીવ તરફ આવવું થાય છે અને તેનો આત્મા સાથે સંબંધ થાય છે. આત્મપ્રદેશોની અસ્થિરતાના નિમિત્તથી જ્ઞાનાવરણીયાદિ કર્મરૂપ પરિણમવા યોગ્ય એવી કાર્મણ વર્ગણા આત્મા પ્રત્યે આકર્ષાય છે અને જીવની સાથે એકક્ષેત્રાવગાહ સંબંધ કરી સ્વયં કર્મરૂપે પરિણમે છે. આ રીતે ભાવ અને દ્રવ્યના ભેદથી બે પ્રકારનાં કર્મ છે, અર્થાત્ કર્મો બે જાતનાં છે - ભાવકર્મ અને દ્રવ્યકર્મ. જે રાગાદિ ભાવ વડે આત્મા નવીન કાર્પણ વર્ગણાને આકર્ષે છે તે પરિણામવિશેષ એ ભાવકર્મ છે અને તે વડે ખેંચાયેલ કાર્પણ વર્ગણા એ દ્રવ્યકર્મ છે. જીવના જે રાગ-દ્વેષરૂપ ભાવોના નિમિત્તથી અચેતન કાર્પણ વર્ગણા આત્મા તરફ આકૃષ્ટ થાય છે તે ભાવનું નામ ભાવકર્મ છે અને જે અચેતન કાર્મણ વર્ગણા આત્મા સાથે સંબદ્ધ થાય છે તે દ્રવ્યકર્મ છે. રાગ, દ્વેષ આદિ વિકારી ભાવોથી કાર્મણ વર્ગણાનાં પુદ્ગલોનો બંધ થાય છે, તે ભાવને ભાવકર્મ કહે છે અને તે ભાવથી જે કાર્મણ વર્ગણાનાં પુદ્ગલોનો આત્મા સાથે સંબંધ થાય છે તેને દ્રવ્યકર્મ કહે છે. દ્રવ્યકર્મ બાંધવામાં કારણભૂત આત્માનાં જે રાગ-દ્વેષ-મોહાત્મક પરિણામ તે ભાવકર્મ કહેવાય છે અને જ્ઞાનાવરણીયાદિ કર્મોરૂપે બંધાતી કાર્મણ વર્ગણા તે દ્રવ્યકર્મ કહેવાય છે. રાગ-દ્વેષાત્મક પરિણામને ભાવકર્મ કહેવાય છે અને કાશ્મણ જાતિનાં પુદ્ગલવિશેષ, જે રાગાદિના કારણે આત્માને ચોંટેલાં હોય છે એને દ્રવ્યકર્મ કહેવાય છે. રાગ-દ્વેષ આદિરૂપ કર્મને ભાવકર્મ અને પુદ્ગલપરમાણુઓના પિંડરૂપ કર્મને વ્યકર્મ Page #696 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૨ ૬૬૩ કહેવામાં આવે છે. પૂર્વ કર્મના નિમિત્તે આત્મામાં ઉત્પન્ન થતા કષાયાદિરૂપ પરિણામ તે ભાવકર્મ છે અને કાશ્મણ વર્ગણાનો કર્મરૂપે પરિણમેલ રજપિડ તે દ્રવ્યકર્મ છે. આમ, જૈન દર્શન અનુસાર ભાવકર્મ અને દ્રવ્યકર્મ એમ કર્મના બે ભેદ છે. સંસ્કૃત ભાષામાં કર્મ શબ્દની મુખ્ય બે વ્યુત્પત્તિ છે - ‘નીવે પરન્ટીવુર્વત્તિ-તિ વર્મા', અર્થાત્ જીવને જે પરતંત્ર કરે છે તે કર્મ અથવા નીવેન નિય્યર્શનાદ્રિ પરિઘT મૈઃ ચિત્તે તિ છiffm', અર્થાતુ મિથ્યાદર્શન ઇત્યાદિરૂપ પરિણામોથી યુક્ત થઈને જીવ દ્વારા જે ઉપાર્જન કરાય છે તે કર્મ. આ જે બે પ્રકારની વ્યુત્પત્તિ કહેવામાં આવી છે, તેનાથી બે બાબતો સમજાય છે. પહેલી વ્યુત્પત્તિથી એ પ્રતીતિ થાય છે કે કર્મમાં જીવને પરતંત્ર બનાવવાની યોગ્યતા છે. બીજી વ્યુત્પત્તિથી એ પ્રતીત થાય છે કે મિથ્યાત્વ ઇત્યાદિથી યુક્ત થઈને પરતંત્ર થવાની જીવમાં યોગ્યતા છે. મનુષ્યને ઉન્મત્ત બનાવવો એ મદિરાની યોગ્યતા છે અને મદિરાના કારણે ઉન્મત્ત બનવું એ મનુષ્યની યોગ્યતા છે, તેવી રીતે જ જીવને રાગ-દ્વેષાદિરૂપે પરિણત કરવો એ કર્મોની યોગ્યતા છે અને રાગ, દ્વેષ ઇત્યાદિરૂપે પરિણત થવું એ જીવની યોગ્યતા છે. જીવ પોતાની અજાગૃતિથી કર્મને આધીન થઈ રાગાદિ પરિણામ કરે છે. રાગવૈષ-મોહરૂપી પરિણામના કારણે - અધ્યવસાયવિશેષના કારણે જીવ તેલિયા શરીર જેવો બને છે. જેમ કોઈ પુરુષ શરીરે તેલ ચોળીને ઉઘાડા શરીરે ખુલ્લામાં બેસે તો તેલના કારણે તેના આખા શરીરે રજ ચોંટે છે, તેમ રાગ-દ્વેષથી સ્નિગ્ધ એવો જીવ પોતે જેટલા આકાશપ્રદેશોમાં હોય છે તેટલા પ્રદેશોમાં રહેલાં કાર્મણ વર્ગણાનાં પુદ્ગલોને ગ્રહણ કરે છે. જેટલા આકાશપ્રદેશ જીવે અવગાહ્યા હોય તેટલા આકાશપ્રદેશમાં વિદ્યમાન કાર્મણ વર્ગણાનાં સૂમ પુદ્ગલો આત્માના વિકારી ભાવોથી આકર્ષિત થઈને આત્માના પ્રદેશો સાથે ચોટે છે. અન્ય પુદ્ગલોની જેમ કાર્મણ વર્ગણાનાં પુદ્ગલો પણ સર્વત્ર રહેલાં છે, પણ જીવ સર્વત્ર રહેલાં કાર્મણ વર્ગણાનાં પુદ્ગલોનું ગ્રહણ કરતો નથી, કિંતુ જેટલાં સ્થાનમાં પોતાના પ્રદેશો છે તેટલાં જ સ્થાનમાં રહેલાં કાર્પણ વર્ગણાનાં પુદ્ગલોનું ગ્રહણ કરે છે; જેમ અગ્નિ પોતે જેટલા સ્થાનમાં પ્રસરે છે તેટલા જ સ્થાનમાં રહેલી બાળવા યોગ્ય વસ્તુને બાળે છે, પણ પોતાના સ્થાનથી બહાર રહેલી વસ્તુને બાળતો નથી. ૧- જુઓ : આચાર્યશ્રી જિનભદ્રજીકૃત, ‘વિશેષાવશ્યકભાષ્ય', ગાથા ૧૯૪૧ 'गेण्हति तज्जोगं चिय रेणुं पुरिसो जधा कतब्भंगो । एगक्खेत्तोगाढं जीवो सबप्पदेसेहिं ।।' ૨- જુઓ : આચાર્યશ્રી ચંદ્રમહત્તરજીવિરચિત ‘પંચસંગ્રહ', દ્વાર ૫, ગાથા ૭૭ 'एगपएसोगाढे सव्वपएसेहिं कम्मणो जोगे । जीवो पोग्गलदब्बे गिण्हइ साई अणाई वा ।।' Page #697 -------------------------------------------------------------------------- ________________ ६६४ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જ્યારે જીવ પોતાનાં મન, વચન અને કાયા દ્વારા કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરે છે ત્યારે કર્મયોગ્ય પુદ્ગલપરમાણુઓનું આકર્ષણ થાય છે. જેટલા ક્ષેત્રમાં - જેટલા આકાશપ્રદેશોમાં તેનો આત્મા વિદ્યમાન રહે છે, તેટલા પ્રદેશોમાં વિદ્યમાન પરમાણુઓમાંથી થોડાં પરમાણુઓ તેના દ્વારા તે જ સમયે ગ્રહણ કરાય છે. પ્રવૃત્તિની તરતમતા પ્રમાણે પરમાણુઓની સંખ્યામાં પણ તારતમ્ય હોય છે. પ્રવૃત્તિનાં પ્રમાણમાં વધારો થતાં પરમાણુઓની સંખ્યામાં વધારો થાય છે અને પ્રવૃત્તિના પ્રમાણમાં ઘટાડો થતાં પરમાણુઓની સંખ્યામાં પણ ઘટાડો થાય છે. એવી એક પણ ક્ષણ નથી કે જ્યારે અજ્ઞાની જીવ કર્મ નથી બાંધતો. તેનું કારણ એ છે કે તે પ્રત્યેક ક્ષણે વિભાવભાવમાં હોય છે. વિભાવભાવના કારણે તેને સમયે સમયે કર્મબંધ થાય છે. એક આંખના પલકારામાં અસંખ્ય સમય વીતે છે. સમય એ કાળની નાનામાં નાની અવિભાજ્ય ઈકાઈ છે. એવા અસંખ્ય સમયો એક પલકારામાં થાય છે અને તેમાંના પ્રત્યેક સમયે જીવ સાત અથવા આઠ કર્મો બાંધે છે. આયુષ્ય કર્મ ન બાંધે ત્યારે સાત અને આયુષ્ય કર્મ બાંધે ત્યારે આઠ એમ જીવ સમયે સમયે સાત કે આઠ કર્મ બાંધે છે. રાગાદિ ભાવકર્મથી પરિણત થયેલો આત્મા પ્રતિસમય, કર્મરૂપે પરિણમી શકે એવી કાર્મણ વર્ગણાને ગ્રહણ કરે છે અને તે બન્નેનો અગ્નિ-લોહની જેમ સંબંધ થાય છે. અગ્નિથી તપેલા લોખંડના ગોળા જેવો આત્મા અને કર્મનો બંધ થાય છે. જો લોખંડના ગોળાને ભઠ્ઠીમાં નાખવામાં આવે તો તે લાલચોળ થઈ જાય છે. અગ્નિમાં લોખંડનો ગોળો મૂકવામાં આવે ત્યારે અગ્નિ એના એક એક કણ(ભાગ)ને સ્પર્શતો સ્પર્શતો આગળ વધે છે અને થોડી વારમાં તો અગ્નિ લોખંડના ગોળાના સર્વ પ્રદેશમાં પ્રસરી જાય છે. પહેલાં કાળો દેખાતો લોખંડનો ગોળો, તેમાં અગ્નિના થયેલા પ્રવેશથી લાલચોળ દેખાય છે. હવે લોખંડ એના મૂળ સ્વરૂપમાં નથી દેખાતું, પણ તેના ઉપર આગની લાલાશ જ દેખાય છે. આ પ્રકારે આત્મા અને કાશ્મણ વર્ગણાનો સંબંધ છે. આત્માના વિભાવભાવથી કર્મપુદ્ગલો આત્માના પ્રદેશ પ્રદેશ છવાઈ જાય છે. આત્મા ઉપર કાર્મણ વર્ગણાનો જથ્થો કર્મરૂપે છવાયેલો હોવાથી આત્માનું મૂળ સ્વરૂપ પ્રગટ થતું નથી. આત્મા સાથે કર્મના બંધને સમજવા માટે બીજું દૃષ્ટાંત છે દૂધ-પાણીનું. દૂધ અને પાણી અને સ્વતંત્ર દ્રવ્યો છે. બન્ને જુદાં જુદાં દ્રવ્યો હોવા છતાં તે બન્નેને ભેગાં કરવામાં આવે છે ત્યારે તે એકબીજામાં મળી જાય છે. મિશ્રણ થઈ ગયા પછી બન્ને એકરૂપે દેખાય છે. આત્મા અને કર્મનો બંધ પણ આવો જ છે. આત્મા અને કર્મનો સંયોગ સંબંધ ક્ષીરનીરવત્ છે. જેમ દૂધ સાથે પાણી મળીને એકરસ થઈ જાય છે, તેમ Page #698 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૨ ૬૬૫ આત્મા સાથે કર્મ મળીને એકરસ થઈ જાય છે. આત્મા અને કર્મ ક્ષીર-નીરની જેમ એક પરિણામ પામે છે. જેવી રીતે એકત્રિત કરેલાં દૂધ અને પાણીમાં દૂધ ક્યાં છે અને પાણી ક્યાં છે એ દર્શાવી શકાતું નથી, પરંતુ તે એક પદાર્થરૂપ જ દેખાય છે તેવી જ રીતે જીવ અને કર્મ એવાં એકરૂપ થયેલાં હોય છે કે કયા ભાગમાં જીવ છે અને કયા ભાગમાં કર્મપુદ્ગલ છે તે કહી શકાતું નથી. સર્વ પ્રદેશોમાં જીવ અને કર્મનો અન્યોન્ય સંબંધ રહે છે. આત્માના એક એક પ્રદેશે અનંત કાર્મણ વર્ગણા છવાયેલી હોય છે, તેથી જેમ સૂર્ય ઉપર વાદળાં છવાઈ જતાં સૂર્ય ઢંકાઈ જાય છે, તેમ આત્મા પણ કર્મનાં વાદળાંઓથી છવાઈ ગયો છે.' કર્મ આત્માને આવરિત કરે છે, પરંતુ કર્મ આત્માના મૌલિક સ્વરૂપમાં કોઈ જ પરિવર્તન કરી શકતાં નથી. આત્માનું મૌલિક ઉપાદાન છે - જ્ઞાન, દર્શન, આનંદ, વીર્ય ગમે તેટલાં કર્મપરમાણુ આત્મા ઉપર લાગે તોપણ તે આત્મસ્વરૂપમાં ફેરફાર કરી શકતાં નથી. આત્માનું જે મૌલિક ઉપાદાન છે, તે કદી બદલાતું નથી. પુદ્ગલનું ઉપાદાન છે - વર્ણ, ગંધ, રસ, સ્પર્શ. આત્માનું નિમિત્ત મળે તો પણ પુદગલનો વર્ણ કદી લોપ થતો નથી, તેની ગંધ ઊડી જતી નથી, તેનો રસ ખલાસ થતો નથી, તેનો સ્પર્શ નાશ પામતો નથી. આત્માના નિમિત્તથી આ ઉપાદાનોમાં જરા જેટલો પણ ફરક પડતો નથી. આત્મા તેમાં કશું જ પરિવર્તન કરી શકતો નથી. આત્માનું પોતાનું ઉપાદાન છે અને કર્મપુદ્ગલોનું પોતાનું ઉપાદાન છે. કોઈ પણ દ્રવ્યના ઉપાદાનમાં કદી પણ કોઈ પણ પ્રકારનું પરિવર્તન લાવી શકાતું નથી. આત્માના ઉપાદાનમાં કર્મ પરિવર્તન કરી શકતું નથી અને કર્મના ઉપાદાનમાં, પુદ્ગલતત્ત્વના ઉપાદાનમાં આત્મા કાંઈ પરિવર્તન કરી શકતો નથી. - રાગાદિના કારણે જીવ કર્મયોગ્ય પુદ્ગલોને આકર્ષે છે. કાશ્મણ વર્ગણાનું આત્મામાં આગમન થવું તેને આસવ કહે છે. આ આસવ પછી કર્મનો બંધ થાય છે. કાર્પણ વર્ગણાનો આત્મામાં આસવ થયા પછી કર્મબંધ થાય છે. દૃષ્ટાંતથી જોઈએ તો, એક દૂધથી ભરેલા ગ્લાસમાં ચમચી વડે સાકર નાખવામાં આવે તો સાકર ગ્લાસમાં નીચે બેસી જશે. આને આસવ કહેવાય. આસવ (આગમન) થયા પછી સાકર દૂધમાં ભળતાં બંધ' થશે. ચમચીથી હલાવતાં હલાવતાં સાકર ધીમે ધીમે દૂધમાં ભળી જશે. દૂધનું એક એક પરમાણુ, સાકરના એક એક પરમાણુ સાથે એકરસ થઈ જશે અને પરિણામે દૂધ ગળ્યું થશે. એ જ પ્રમાણે પ્રથમ આત્મામાં કાર્મણ વર્ગણાનો આસવ (આગમન) ૧- જુઓ : આચાર્યશ્રી અમિતગતિજીકૃત, યોગસાર', અધિકાર ૩, ગાથા ૧૩ 'जीवस्याच्छादकं कर्म निर्मलस्य मलीयसम् । जायते भास्करस्येव शुद्धस्य घन-मण्डलम् ।।' Page #699 -------------------------------------------------------------------------- ________________ ૬૬૬ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન થાય છે અને પછી તે કર્મરૂપે આત્મામાં ક્ષીરનીરવતું એકરસ થઈને બંધાય છે. સાકર અંદર દૂધમાં ઓગળી જાય છે, તેમ કાર્મણ વર્ગણા આત્મા સાથે એકરસ થઈ જાય છે. આ પ્રમાણે આસવ પછી બંધ થાય છે. પાંચ ઇન્દ્રિયો, ક્રોધ-માન-માયા-લોભ એ ચાર કષાયો, હિંસા વગેરે પાંચ અવત, મન-વચન-કાયા એ ત્રણ યોગ અને પ્રાણાતિપાતિક વગેરે પચ્ચીસ ક્રિયાઓ; આટલા માર્ગે આત્મામાં કર્મોનો આસવ - કર્મયુગલોનું આગમન થાય છે. ડુંગર ઉપર પડેલ નું પાણી નાનાં-મોટાં ઝરણના માર્ગે સરોવરમાં ભરાતું જાય છે. એ જ પ્રમાણે ઇન્દ્રિય, કષાય આદિના માર્ગે કાર્મણ વર્ગણાઓ આત્મામાં આવતી જાય છે અને તેથી આત્મામાં કર્મનો ભરાવો થતો જાય છે. જેમ દરિયામાં ચાલતી એક હોડીમાં નીચે કાણું પડતાં તે કાણામાંથી પાણી હોડીમાં આવીને તેમાં ભરાઈ જાય છે અને હોડી ડૂબતી જાય છે, તે જ પ્રમાણે ઇન્દ્રિયાદિ માર્ગે વાતાવરણમાંથી કાશ્મણ વર્ગણા આત્મામાં આવતી જાય છે અને તે કર્મરૂપે આત્માની સાથે બંધાઈને આત્માને સંસારસમુદ્રમાં ડુબાડતી જાય છે. આ વિષે શ્રી કાનજીસ્વામી કહે છે – “જેમ લોઢાનો તપાવેલો ગોળો પાણીને પકડી લે છે તેમ જીવ રાગ દ્વેષથી રંભાયમાન થતાં નવીન કર્મરાજ તેના ક્ષેત્રમાં આવે છે; એટલે જૂનાં કર્મના ઉદયનું નિમિત્ત અને જીવના રાગનું નિમિત્ત એ બે નિમિત્તનો યોગ થતાં નવીન કર્મ એક ક્ષેત્રમાં બંધપણું પામે છે. નાવમાં છિદ્ર હોય તો જળને અંદર પેસવા યોગ્યતા છે, અને તે નાવમાં પાણી ગ્રહણ કરવાની યોગ્યતા છે તેથી પાણીનું આસ્રવણ થાય છે.' આમ, રાગ-દ્વેષ એ મુખ્ય ભાવકર્મ છે અને તેનાથી જે કામણ વર્ગણા ખેંચાઈ આત્મા સાથે બંધાય છે તે દ્રવ્યકર્મ છે. જીવ જેવાં જેવાં ભાવકર્મ કરે છે, તેવાં તેવાં દ્રવ્યકર્મો બંધાય છે અને કેટલાક કાળ પછી તે કર્મો પરિપક્વ થતાં ઉદયમાં આવે છે. કાળ પાકે ત્યારે તે જીવને ફળ આપે છે. પૂર્વકર્મના નિમિત્તથી જીવને રાગ-દ્વેષ થાય છે અને ચેતનરૂપ આ ભાવકર્મના નિમિત્તથી જડ એવું પુદ્ગલદ્રવ્ય સ્વયં જ્ઞાનાવરણીયાદિ આઠ દ્રવ્યકર્મરૂપે પરિણમે છે અને અબાધાકાળ (અંતરકાળ) વીતતાં, ઉદયમાં આવી સ્વયમેવ શુભાશુભ ફળ આપે છે. બાંધેલાં કર્મનાં શુભાશુભ ફળ અબાધાકાળ પૂર્ણ થયા પછી અવશ્ય ભોગવવાં જ પડે છે. આ રીતે પૂર્વબદ્ધ કર્મના પરિપાકથી આત્માની રાગાદિરૂપ પરિણતિ ઉત્પન્ન થાય છે, તદનુસાર નવા નવા સંસ્કાર અને તેના પ્રતિનિધિ એવાં નવાં પુદ્ગલો સાથે સંબંધ થતો જાય છે. જૂનાં કર્મ ભોગ દ્વારા નીરસ થઈ ખરી પડે છે અને નવાં પુગલો રાગાદિ ભાવ વડે કર્મરૂપે પરિણમે છે. દ્રવ્યકર્મના ઉદય વખતે જીવ રાગ-દ્વેષરૂપે ૧- શ્રી કાનજીસ્વામી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ. ૨૯૧ Page #700 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૨ ૬૬૭ પરિણમે તો ભાવકર્મની નિષ્પત્તિ થાય છે અને આ ભાવકર્મના નિમિત્તે ફરીથી દ્રવ્યકર્મ બંધાય છે. જીવના જે રાગાદિ ભાવરૂપ ભાવકર્મ છે, તેનું ફળ દ્રવ્યકર્મ છે. ભાવકર્મ કારણ છે અને દ્રવ્યકર્મ કાર્ય છે. ભાવકર્મ તે દ્રવ્યકર્મના બંધનું કારણ છે અને દ્રવ્યકર્મ એ ભાવકર્મનું કાર્ય છે. વળી, દ્રવ્યકર્મના ઉદય વખતે જીવને તદનુસાર રાગાદિ ભાવ થઈ શકે છે. જીવ ધારે તો તે રાગાદિ ભાવ ન પણ થવા દે, પણ રાગાદિ ભાવ થવા માટે દ્રવ્યકર્મનો ઉદય થવો જરૂરી છે. માટે અહીં દ્રવ્યકર્મ કારણ છે અને ભાવકર્મ કાર્ય છે. આમ, આ બન્ને વચ્ચે કારણ-કાર્યભાવ છે. ભાવકર્મ અને દ્રવ્યકર્મમાં કારણ-કાર્યભાવ છે. એ કારણ-કાર્યભાવ કૂકડી (મરઘી) અને તેના ઈંડાના કારણ-કાર્યભાવ જેવો છે. કૂકડીમાંથી ઈંડું થાય છે એટલે કૂકડી કારણ છે અને ઈંડું એ કાર્ય છે; છતાં જો કોઈ પૂછે કે કૂકડી પહેલી કે ઈંડું પહેલું, તો એનો ઉત્તર આપી શકાતો નથી, કારણ કે કૂકડીમાંથી ઈંડું થાય છે એ સાચું છે, છતાં કૂકડી પણ ઈંડામાંથી ઉત્પન્ન થયેલી છે. કૂકડીમાંથી ઈંડાની અને ઈંડામાંથી કૂકડીની ઉત્પત્તિ છે. બન્નેમાં કારણ-કાર્યભાવ તો છે જ, પરંતુ બન્નેમાં પહેલું કોણ છે એ કહી શકાતું નથી. અને તેથી જ તે બન્નેનો કારણ-કાર્યભાવરૂપ સંબંધ સંતતિની અપેક્ષાએ અનાદિ કહ્યો છે. તેવી જ રીતે ભાવકર્મથી દ્રવ્યકર્મ થાય છે, એટલે ભાવકર્મને કારણ અને દ્રવ્યકર્મને કાર્ય કહેવામાં આવે છે; પરંતુ જો કોઈ એમ પ્રશ્ન કરે કે ભાવકર્મ અને દ્રવ્યકર્મ એ બન્નેમાં પ્રથમ સત્તા કોની માનવી, તો એનો ઉત્તર આપી શકાતો નથી; કારણ કે ભાવકર્મની નિષ્પત્તિ દ્રવ્યકર્મ ન હોય તો થતી નથી, એટલે ભાવકર્મનું કારણ દ્રવ્યકર્મ છે. રાગાદિ ભાવકર્મની ઉત્પત્તિ એ દ્રવ્યકર્મનાં નિમિત્તથી જ થાય છે. જો નિમિત્ત વિના તે ઉત્પન્ન થાય તો તે રાગાદિને આત્માનો સ્વભાવ માનવો પડે અને તેથી મુક્ત આત્માઓમાં પણ રાગાદિ સંભવે. આમ, તેમને પણ બંધનો પ્રસંગ આવે. કોઈ પણ નિમિત્ત વિના જે હોય તેનું નામ સ્વભાવ છે. મુક્ત આત્માઓએ દ્રવ્યકર્મરૂપ નિમિત્તનો આત્યંતિક નાશ કરેલ છે, માટે તેમને પરભાવમાં પરિણમવું પડતું નથી અને તેથી તેઓ કદી નવીન કર્મોથી બંધાતા નથી. તેઓ અનંત કાળ સુધી મુક્ત જ રહેશે. આ રીતે દ્રવ્યકર્મના અભાવમાં ભાવકર્મની નિષ્પત્તિ થતી નથી, એટલે દ્રવ્યકર્મ ભાવકર્મનું કારણ છે. માટે ઈંડા અને કૂકડીની જેમ ભાવકર્મ અને દ્રવ્યકર્મનો સંબંધ, પરસ્પર કારણ-કાર્યભાવ સંતતિની દૃષ્ટિએ અનાદિ છે. એ બન્ને કર્મની પરંપરા અનાદિ કાળની છે. પહેલાં ઈંડું કે પહેલાં કૂકડી તેની વિચારણા કરતાં છેલ્લે ક્યાંક તો વિરામ લેવો જ પડે છે, અટકવું જ પડે છે. માટે તે બન્નેની અનાદિતા સ્વીકાર્યા વિના ચાલતું નથી. તેની પરંપરા અનાદિ માનવી પડે છે. તે જ પ્રમાણે ભાવકર્મ અને દ્રવ્યકર્મની પણ Page #701 -------------------------------------------------------------------------- ________________ ६६८ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પરંપરા અનાદિ માનવી ઘટે છે. ભાવકર્મ વિના દ્રવ્યકર્મ હોઈ શકે નહીં અને દ્રવ્યકર્મ વિના ભાવકર્મની ઉત્પત્તિ પણ ઘટી શકે નહીં. ભાવકર્મ દ્રવ્યકર્મનું કારણ છે અને દ્રવ્યકર્મ ભાવકર્મનું કારણ છે. એ પ્રમાણે ભૂતકાળની પરંપરાનો વિચાર કરતાં તે બન્ને વચ્ચેનો સંબંધ અનાદિ જ સિદ્ધ થાય છે. દ્રવ્યકર્મ હતાં ત્યારે ભાવકર્મ પણ હતાં જ અને ભાવકર્મ હતાં ત્યારે દ્રવ્યકર્મ પણ હતાં જ, માટે દ્રવ્યકર્મ પહેલાં કે ભાવકર્મ પહેલાં એ વિચારને અવકાશ નથી રહેતો. આમ, બન્નેની સત્તા સંતતિ અપેક્ષાએ અનાદિ છે એમ સિદ્ધ થાય છે. અત્રે પ્રશ્ન થાય કે દ્રવ્યકર્મને આશ્રીને જીવ સ્વપરિણામરૂપ ભાવકર્મ કરે છે અને ભાવકર્મને આશ્રીને કામણ વર્ગણા સ્વપરિણામરૂપ દ્રવ્યકર્મ કરે છે, આમ માનવાથી તેમાં અન્યોન્યાશ્રય દોષ ન સંભવે? દા.ત. જેવાં ક્રોધાદિ મોહનીય દ્રવ્યકર્મનું આલંબન જીવને મળે છે, તેવાં ક્રોધાદિ સ્વપરિણામોને જીવ કરે છે અને જેવાં ક્રોધાદિ સ્વપરિણામોને જીવ કરે છે તે મુજબ ક્રોધાદિ મોહનીય દ્રવ્યકર્મ જીવને બંધાય છે; તો અહીં અન્યોન્યાશ્રય દોષ ન આવે? આ શંકાનું સમાધાન કરતાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ‘સમ્યક્ત્વ ષસ્થાન ઉપઇ' માં કહે છે – બીજ અંકુર જાઇ એ ધાર છે અનાદિ પણિ આવઈ પાર !' બીજને અંકુરની અપેક્ષા છે અને અંકુરને બીજની અપેક્ષા છે અને તેમ છતાં તે બન્નેમાં અન્યોન્યાશ્રય દોષ નથી. આ અન્યોન્યાશ્રય દોષ જેમ બીજ-અંકુર અંગે આવતો નથી, તે જ રીતે દ્રવ્યકર્મ-ભાવકર્મ અંગે પણ આવતો નથી. આશય એ છે કે જે બીજને જે અંકુરની અપેક્ષા છે, તે અંકુરને પણ જો તે જ બીજની અપેક્ષા હોય તો ઉક્ત દોષ આવે; પણ તેવું તો છે નહીં. વાસ્તવમાં એમ છે કે બીજને પોતાના પહેલાના જે અંકુરની અપેક્ષા છે, તે અંકુરને એ જ બીજની અપેક્ષા નથી. એ અંકુરને તો પોતાના પહેલાના બીજની અપેક્ષા હતી. વળી આ પહેલાના બીજને પણ પોતાના પણ પહેલાના અંકુરની અપેક્ષા હતી. એ સ્વપૂર્વવર્તી બીજ પોતાના પૂર્વવર્તી અંકુરને સાપેક્ષ રહી ઉત્પન્ન થઈ ગયું હતું. આમ, પૂર્વ પૂર્વના બીજ-અંકુરની પછી પછીના અંકુર-બીજને અપેક્ષા હોવાથી અન્યોન્યાશ્રય દોષ આવતો નથી અને તેથી બન્નેમાંથી એકની પણ ઉત્પત્તિ અટકતી નથી. તેમજ પૂર્વ પૂર્વના બીજ-અંકુરની સિદ્ધિ દ્વારા બીજઅંકુરની અનાદિકાલીન ધારા સિદ્ધ થાય છે. આ જ રીતે વર્તમાનમાં બંધાનાર જે દ્રવ્યકર્મને જે વર્તમાનકાલીન રાગાદિ પરિણતિરૂપ ભાવકર્મની અપેક્ષા છે, તે ભાવકર્મને આ બંધાનાર દ્રવ્યકર્મની નહીં પણ ભૂતકાળમાં બંધાઈ ગયેલ અને વર્તમાનમાં ઉદયમાં આવેલ દ્રવ્યકર્મની અપેક્ષા છે; માટે બીજ-અંકુરની જેમ આ બન્ને વચ્ચે પણ અન્યોન્યાશ્રય ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકત, ‘સમ્યકૃત્વ સ્થાન ઉપઇ, ગાથા ૬૩ Page #702 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૨ ૬૬૯ દોષ નથી, તેમજ આ બન્નેનો અનાદિકાલીન પ્રવાહ સિદ્ધ થાય છે. બીજ-અંકુરની ધારા પ્રમાણસિદ્ધ હોવાથી અનાદિ હોવી જેમ વિરુદ્ધ નથી, તેમ આ ધારા અંગે પણ જાણવું. દ્રવ્યકર્મ-ભાવકર્મની અનાદિ એવી આ ધારાઓ શુક્લધ્યાનથી દાહ પામે ત્યારે નાશ પામી જાય છે, જેમ કે બીજ કે અંકુરમાંથી એકનો પણ નાશ થતાં બીજ-અંકુરની પરંપરા અટકી જાય છે. આ પ્રમાણે ભાવકર્મ અને દ્રવ્યકર્મનો બીજ-અંકુરની જેમ અનાદિ પરસ્પર કારણકાર્ય સંબંધ છે. ભાવકર્મ અને દ્રવ્યકર્મનો સંતતિની દષ્ટિએ અનાદિ કારણ-કાર્યભાવ છે, છતાં વ્યક્તિશઃ વિચારવામાં આવે તો કોઈ એક દ્રવ્યકર્મનું કારણ કોઈ એક ભાવકર્મ જ બનતું હોવાથી તેમાં પૂર્વાપર ભાવ નિશ્ચિત કરી જ શકાય છે. જે ભાવકર્મથી જે દ્રવ્યકર્મ ઉત્પન્ન થયું છે, તે તો તે ભાવકર્મનું કાર્ય જ છે, કારણ નહીં. આ પ્રમાણે વ્યક્તિની દૃષ્ટિએ પૂર્વાપર ભાવ છતાં જાતિની દૃષ્ટિએ પૂર્વાપર ભાવ ન હોવાથી બને અનાદિ છે. જાતિ અપેક્ષાએ પૂર્વાપર ભાવના અભાવના કારણે બન્ને અનાદિ છે. ભાવકર્મ અને દ્રવ્યકર્મ પ્રવાહથી અનાદિ છે. ભાવકર્મ અને દ્રવ્યકર્મનો સંબંધ સંતતિની દૃષ્ટિએ અનાદિ કાળથી ચાલ્યો આવે છે. આમ, દ્રવ્ય કર્મ અને ભાવકર્મ એકબીજાનાં કારણ છે. રાગાદિ ભાવકર્મની ઉત્પત્તિમાં પૂર્વે ઉપાર્જેલું દ્રવ્યકર્મ નિમિત્તભૂત છે. તે પૂર્વોપાર્જિત દ્રવ્યકર્મ જ્યારે ફળ આપવા માટે ઉદયમાન થાય છે ત્યારે આત્મા તેમાં જોડાઈને રાગાદિમાં પ્રવર્તે છે. તે પ્રવર્તનમાં દ્રવ્યકર્મ નિમિત્ત છે. વળી, તે રાગાદિ પરિણમનથી ફરી દ્રવ્યકર્મ બંધાય છે. રાગાદિ પરિણમન એ ભાવકર્મ છે અને તે વડે આત્મા નવાં કર્મ બાંધે છે. આ પ્રમાણે દ્રવ્યકર્મના ઉદયકાળે ભાવકર્મમાં પરિણમન અને તે પરિણમનથી નવીન દ્રવ્યકર્મનું ઉપાર્જન, પુનઃ તે દ્રવ્યકર્મનો ઉદય અને તે નિમિત્તે વિભાવમાં પરિણમન એમ કારણકાર્યની સાંકળ લંબાયા જ કરે છે. દ્રવ્યકર્મના નિમિત્તથી ભાવકર્મ થાય છે તથા ભાવકર્મના નિમિત્તથી દ્રવ્યકર્મોનો બંધ થાય છે. ફરી પાછું દ્રવ્યકર્મથી ભાવકર્મ અને ભાવકર્મથી દ્રવ્યકર્મ, એ પ્રમાણે પરસ્પર કારણ-કાર્યભાવ વડે સંસારમાં પરિભ્રમણ થાય છે. દ્રવ્યકર્મથી ભાવકર્મ અને ભાવકર્મથી દ્રવ્યકર્મ એવું ચક્ર ચાલ્યા કરે છે અને તેથી જન્મ-મરણના ફેરારૂપ ભવચક્ર પણ ચાલ્યા જ કરે છે. દ્રવ્યકર્મના ઉદયકાળે જીવ જો કષાયભાવ ન કરે, વિભાવભાવે ન પરિણમે, તટસ્થ રહી જ્ઞાતા-દ્રષ્ટાપણે સમભાવે કર્મને વેદી લે તો કારણ-કાર્યની સાંકળ લંબાતી નથી. આ પ્રમાણે કર્મ અને આત્માનો સંબંધ માત્ર નિમિત્ત-નૈમિત્તિક છે. જે કાળે કર્મરૂપી નિમિત્તનો ઉદય થાય, તે કાળે આત્મા વિભાવપરિણામને ભજે છે. આમ Page #703 -------------------------------------------------------------------------- ________________ ૬૭૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન થવામાં કર્મનો આત્મા ઉપર બળાત્કાર થાય છે એમ સમજવાનું નથી. કર્મ તો માત્ર વિભાવનું નિમિત્ત પૂરું પાડે છે અને આત્મા તે નિમિત્તની સત્તા વખતે પરાભવ પામી વિભાવમાં પરિણમે છે તે તેની પોતાની નિર્બળતા છે. જેવી રીતે સૂર્યના ઉદયકાળે ચક્રવાક અને ચક્રવાકી પક્ષીઓ મૈથુનભાવમાં યોજાય છે અને તેમ થવામાં સૂર્યનો ઉદય માત્ર નિમિત્ત જ છે, તેવી જ રીતે આત્માનું પરભાવમાં અનુરંજિત થવામાં ઉદયમાન કર્મ ફક્ત નિમિત્ત જ છે. કર્મના ઉદયકાળે તે કર્મ કષાયનું નિમિત્ત રજૂ કરે છે, પરંતુ તે કર્મમાં આત્માને બળાત્કારે પણ કષાયમાં યોજવાની સત્તા નથી. જેમ સાક્ષાત્ સંબંધે કર્મ જીવવિકારના કારણરૂપ નથી, તેમ જીવ પણ દ્રવ્યકર્મના કર્તારૂપ નથી, માત્ર નિમિત્તરૂપ છે. વસ્તુતઃ દ્રવ્યકર્મનો કર્તા પુદ્ગલ પોતે જ છે, કારણ કે કોઈ પણ દ્રવ્યના પરિણમનમાં કોઈ બીજું દ્રવ્ય હસ્તક્ષેપ કરી શકતું નથી. માત્ર નિમિત્ત બને છે. અલબત્ત આત્માનાં જ પરિણામવિશેષનું નિમિત્ત મેળવી જડ કાર્પણ વર્ગણા જ્ઞાનાવરણીયાદિ કર્મપ્રકૃતિરૂપે રૂપાંતર પામે છે, પરંતુ તેમ થવામાં આત્મા તો માત્ર નિમિત્ત જ છે. જીવ જ્યારે રાગ-દ્વેષરૂપે પરિણમે છે ત્યારે કામણ વર્ગણા સ્વયં આવીને બંધાય છે. જેમ સૂર્ય ઊગે છે ત્યારે સૂરજમુખી સ્વયં સૂર્યના નિમિત્તે ખીલે છે, પણ સૂર્ય અને ખીલવતો નથી; તેમ જીવના વીર્યની ફુરણાના નિમિત્તે કર્મ થવાની યોગ્યતાવાળાં રજકણ સ્વયં આવીને બંધાય છે, તેથી નિશ્ચયનયથી આત્મા અને દ્રવ્યકર્મ વચ્ચે માત્ર નિમિત્ત-નૈમિત્તિક ભાવ ઘટે છે. આત્મા ભાવકર્મોનો પરિણામ-પરિણામી ભાવે કર્તા છે અને દ્રવ્ય કર્મનો નિમિત્ત-નૈમિત્તિક ભાવે કર્તા છે.' આત્મા ચૈતન્યસ્વરૂપ છે, એટલે એ દ્રવ્યકર્મનું ઉપાદાનકારણ હોઈ શકે નહીં અને છે પણ નહીં. આત્મા સાક્ષાત્ સંબંધે ઉપાદાનકારણ નહીં હોવા છતાં પરોક્ષ ભાવે કર્તા છે અને એટલા માટે વ્યવહારદષ્ટિએ તે પુદ્ગલકર્મનો કર્તા હોવાનું મનાય છે. જીવ કર્મપુદ્ગલનું ઉપાદાનકારણ નથી, છતાં રાગ-દ્વેષાદિ ભાવોના આવિર્ભાવથી આત્મામાં કર્મનો આસવ સંભવે છે, તેથી વ્યવહારદષ્ટિએ આત્માને કર્મનો કર્તા કહેવામાં આવે છે. જળવૃષ્ટિ એ ઘાસની કર્તા નથી, તે તો પોતાના પતનરૂપ કર્મને જ કરે છે, પણ ઘાસ વગેરે વનસ્પતિ તે જળનું નિમિત્ત મેળવી ઊગી નીકળે છે, ત્યાં ઉપચારથી - વ્યવહારથી તે વૃષ્ટિ ઘાસ આદિની કર્તા કહેવાય છે; તેમ આત્મા માત્ર પોતાના ભાવોનો કર્યા છે, પણ તે રાગ-દ્વેષાદિ ભાવોનું નિમિત્ત પામી કર્મબંધ થાય છે, તેથી ૧- જુઓ : આચાર્યશ્રી અમૃતચંદ્રદેવકૃત, પુરુષાર્થસિદ્ધિ-ઉપાય', શ્લોક ૧૩ 'परिणममानस्य चितश्चिदात्मकैः स्वयमपि स्वकैर्भावैः । भवति हि निमित्तमात्रं पौद्गलिकं कर्म तस्यापि ।।' Page #704 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૨ ૬૭૧ જીવને વ્યવહારનયથી દ્રવ્યકર્મનો કર્તા કહ્યો છે. વસ્તુતઃ આત્મા જો કર્મનો કર્તા હોય તો તે માત્ર વિભાવપરિણામરૂપ ભાવકર્મનો જ કર્તા છે. આત્મા માત્ર પોતાનાં પરિણામનો જ કર્તા છે. આત્મા પોતાના ભાવોનો કર્તા છે. નિશ્ચયનયની દૃષ્ટિએ આત્મા રાગ-દ્વેષરૂપ ભાવકર્મનો કર્તા છે. આત્મા પુદ્ગલકર્મનો કર્તા નથી એ નિશ્ચયનયનો સિદ્ધાંત છે. ભાવકર્મના નિમિત્તે આત્મામાં કાર્પણ વર્ગણાનો કર્મરૂપે બંધ થાય છે, તેથી વ્યવહારનયની દૃષ્ટિએ આત્મા પુદ્ગલકર્મોનો કર્તા છે. આમ, નિશ્ચયથી તે ભાવકર્મનો કર્તા છે અને વ્યવહારથી દ્રવ્યકર્મનો.૧ આત્માને અનાદિ કાળથી કર્મપુદ્ગલનો સંબંધ છે, જેના કારણે તે પોતાના પૂર્ણ ચૈતન્યરૂપમાં પ્રકાશી શકતો નથી. જેમ તપેલા ઉપર ઢાંકણું ઢાંકવાથી તપેલામાં કઈ ખાદ્ય ચીજ છે તે જાણી શકાતી નથી, તેમ આત્મા ઉપર કર્મનાં આવરણ આવી જતાં આત્માના ગુણો પૂર્ણ સ્વરૂપે પ્રગટ થઈ શકતા નથી. કર્મરહિત જીવમાં અર્થાત્ મુક્ત જીવમાં સર્વ સ્વાભાવિક ગુણો પ્રગટ હોય છે, પરંતુ સંસારી જીવ અનંત કાળથી કર્મોથી બદ્ધ હોવાના કારણે તે ગુણોને પ્રગટ કરી શકતો નથી. જીવની સાથે કર્મોનો બંધ હોવાથી જીવના સર્વ સ્વાભાવિક ગુણ અપ્રગટ રહે છે, તેથી તેને પૂર્ણ દર્શન પણ હોતું નથી અને પૂર્ણ જ્ઞાન પણ હોતું નથી. તે પૂર્ણ ચારિત્રવાન પણ હોતો નથી. તેની અનંત શક્તિ અપ્રગટ રહે છે. તેને વિવિધ પ્રકારનાં સુખ-દુઃખ ભોગવવા પડે છે. તેને નિશ્ચિત કાળ સુધી શરીરમાં રહેવું પડે છે, વિવિધ ગતિઓમાં ભટકવું પડે છે. તેને અનેક રૂપો ધારણ કરવાં પડે છે, નીચ અને ઉચ્ચ કુળોમાં જન્મ લેવાં પડે છે. જીવમાં જ્ઞાન, દર્શન, વીર્ય, સુખ આદિ જે અનંત ગુણો વિદ્યમાન છે; તે અનંત ગુણોને આવૃત કરવાની સાથોસાથ જીવને જન્મ-મરણ કરાવવામાં, ઊંચ-નીચ આદિ કહેવરાવવામાં કર્મ કારણભૂત બને છે. આત્મા પોતે અમૂર્ત છે, પરમ વિશુદ્ધ છે; પરંતુ કર્મના કારણે શરીરની સાથે મૂર્ત બનીને અશુદ્ધ અવસ્થામાં સંસારમાં પરિભ્રમણ કરે છે. પોતે પરમાનંદસ્વરૂપ હોવા છતાં સુખ-દુઃખના ચક્રમાં ફરે છે, અજર-અમર હોવા છતાં જન્મ-મૃત્યુના પ્રવાહમાં વહે છે. જે આત્મા પરમ શક્તિસંપન્ન છે, તે જ દીન, હીન, દુઃખી, દરિદ્રીના રૂપે સંસારમાં યાતના અને કષ્ટ ભોગવે છે. કર્મની ગતિ ગહન છે, તે ટાળી શકાય તેમ નથી. સેંકડો ભવો વીતી જાય તોપણ ભોગવ્યા વગર કર્મોનો નાશ થતો નથી. ત્રણે લોકમાં કર્મનો પ્રભાવ સર્વત્ર ૧- જુઓ : આચાર્યશ્રી દેવસેનજીકત, ‘નયચક્રાદિ સંગ્રહ', પંચાસ્તિકાયાધિકાર, ગાથા ૧૨૫ ‘कम्मं दुविहवियपं भावसहावं च दबसब्भावं । भावे सो णिच्छयदो कत्ता ववहारदो दवे ।।' Page #705 -------------------------------------------------------------------------- ________________ ૬૭૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વર્તી રહ્યો છે. એના સકંજામાં સર્વ જીવો સપડાયેલા છે. જો જીવ પુરુષાર્થ કરે તો જ તે કર્મપુદ્ગલોથી મુક્તિ પામી શકે અને એક વાર મુક્ત થયા પછી તેને પુનઃ કર્મબંધન થતું નથી. આ ગાથાનો ન્યાયયુક્ત સાર એમ સમજાય છે કે જ્યારે પોતાના જ્ઞાનાનંદી શુદ્ધ શાંત સ્વરૂપમાં સ્થિત ન રહેતાં જીવ પૂર્વકર્મના ઉદયમાં જોડાય છે ત્યારે તેને રાગદ્વેષરૂપ વિકાર થાય છે. રાગ-દ્વેષરૂપ વિકાર પોતાના માનવા અને રાગ-દ્વેષરૂપ રહેવું, અર્થાત્ રાગ-દ્વેષ સહિત પરમાં પરિણમવું તેને ભાવકર્મ કહે છે. આ ભાવકર્મ ચેતનરૂપ છે, કારણ કે તે આત્માની પોતાની કલ્પના છે, તેના પોતાનાં વૈભાવિક પરિણામ છે. તે ચેતનની જ અવળી પરિણતિ છે, વિભાવદશા છે. તે આત્માના શુદ્ધ જ્ઞાનસ્વભાવથી વિપરીત ભાવ છે, છતાં છે તો સ્વયં આત્માના જ. રાગાદિ ભાવકર્મ આત્મા કરે છે, આત્મામાં થાય છે, માટે તે ચેતનરૂપ છે. ભાવકર્મ ચેતનનું જ કાર્ય છે, જડનું નહીં. રાગાદિ ભાવકર્મ ચેતનને જ થાય છે, જડને નહીં. રાગ-દ્વેષરૂપ પરિણામ જડને હોતાં નથી, પરંતુ જડ કર્મના નિમિત્તે થતાં આત્માનાં પરિણામ છે. ભાવકર્મ થવામાં દ્રવ્યકર્મ નિમિત્ત છે, પરંતુ તે પરિણામ તો આત્માનાં જ છે. ક્રોધાદિરૂપ ભાવકર્મ તે આત્માનાં જ પરિણામ છે, કારણ કે આત્માથી કથંચિત્ અભિન્નરૂપે સ્વવેદ્ય પ્રતીત થાય છે. ભાવકર્મ ચેતનની જ વિકારી દશા છે, જીવની પોતાની જ કલ્પના છે અને તે કલ્પનાને અનુસરીને તેના વીર્યસ્વભાવની ફુરણા થાય છે, તેનું સામર્થ્ય તદનુયાયીપણે પરિણમે છે અને તેથી જડની ધૂપ એટલે કર્મયોગ્ય પુદ્ગલની વર્ગણાને તે ગ્રહણ કરે છે. જૈન પરિભાષામાં ભાવકર્મ ‘મલ અને દ્રવ્યકર્મ ‘રજ' એવી સંજ્ઞાથી પણ ઓળખાય છે. તેથી શ્રીમદે દ્રવ્યકર્મ માટે જડધૂપ', અર્થાત્ જડ રજકણ એવો શબ્દ પ્રયોજ્યો છે. અધ્યાત્મવિદ્યામાં પારિભાષિક શબ્દોનો વિચાર કરવામાં આવે છે ત્યારે જણાય છે કે ભારતીય સાંસ્કૃતિક અધ્યાત્મવિચારણામાં ભિન્ન ભિન્ન દર્શનકારોએ ભિન્ન ભિન્ન પારિભાષિક શબ્દો પ્રયોજ્યા છે. કર્મસિદ્ધાંતમાં માનતાં બધાં દર્શનોમાં પોતાની આગવી વિચારધારા અનુસાર વિભિન્ન પારિભાષિક શબ્દો આવે એ સ્વાભાવિક છે. જેમ કે – (૧) ચેતન દ્રવ્યને જૈન દર્શન ‘આત્મા કહે છે, બૌદ્ધ દર્શન તેને “જ્ઞાન” કહે છે, વેદાંત દર્શન ‘બહ્મ' કહે છે અને સાંખ્ય દર્શન ‘પુરુષ' કહે છે. (૨) આત્મા સાથે જોડાતા અન્ય તત્ત્વને જૈન દર્શન કર્મ' કહે છે, બૌદ્ધ દર્શન ‘વાસના' કહે છે, વેદાંત ૧- જુઓ : આચાર્યશ્રી વિદ્યાનંદજીકૃત, ‘આપ્તપરીક્ષા', શ્લોક ૧૧૪ 'भावकर्माणि चैतन्यविवत्मिानि भान्ति नुः । क्रोधादीनि स्ववेद्यानि कथञ्चिचिदभेदतः ।।' Page #706 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૨ ૬૭૩ દર્શન ‘અવિદ્યા' કહે છે અને સાંખ્ય દર્શન પ્રકૃતિ કહે છે. (૩) કર્મના સંયોગને જૈન દર્શન બંધ' કહે છે, બૌદ્ધ દર્શન તથા વેદાંત દર્શન ‘ભાંતિ કહે છે અને સાંખ્ય દર્શન ‘પ્રવૃત્તિ' કહે છે. ઉપર જણાવેલા પારિભાષિક શબ્દો સાથે તે તે દર્શનની માન્યતાને જૈન દર્શનના સંદર્ભમાં જોઈએ. બૌદ્ધ દર્શન અનુસાર રાગ, દ્વેષ અને મોહયુક્ત થઈને પ્રાણી મન-વચન-કાયાની પ્રવૃત્તિ કરે છે. મન-વચન-કાયાની પ્રવૃત્તિને પણ કર્મ કહેવાય છે, પણ તે તો વિજ્ઞપ્તિરૂપ - પ્રત્યક્ષ છે; એટલે કર્મ શબ્દ અહીં માત્ર પ્રત્યક્ષ પ્રવૃત્તિના અર્થમાં લેવાનો નથી, પણ એ પ્રત્યક્ષ કર્મજન્ય સંસ્કારને અહીં કર્મ સમજવાનું છે. બૌદ્ધ પરિભાષામાં તેને ‘વાસના’ અને ‘અવિજ્ઞપ્તિ' કહેવામાં આવે છે. માનસિક ક્રિયાજન્ય જે સંસ્કાર - કર્મ છે તેને વાસના' અને વચન તથા કાયાજન્ય જે સંસ્કાર - કર્મ છે તેને “અવિજ્ઞપ્તિ' કહેવામાં આવે છે. બૌદ્ધસમ્મત કર્મનાં કારણ રાગ-દ્વેષ-મોહ એ જૈનસમ્મત ‘ભાવકર્મ' છે અને પ્રત્યક્ષ કર્મજન્ય ‘વાસના’ અને ‘અવિજ્ઞપ્તિ' તે જૈનસમ્મત ‘દ્રવ્યકર્મ'ના સ્થાને મૂકી શકાય. ન્યાય અને વૈશેષિક દર્શન અનુસાર રાગ, દ્વેષ અને મોહ એ ત્રણ દોષથી પ્રેરિત થયેલો જીવ મન-વચન-કાયાની પ્રવૃત્તિ કરે છે અને એ પ્રવૃત્તિથી ધર્મ અને અધર્મની ઉત્પત્તિ થાય છે. ધર્મ અને અધર્મને ન્યાય અને વૈશેષિક દર્શને “સંસ્કાર' અથવા ‘અદષ્ટ' એવું નામ આપ્યું છે. જે ત્રણ દોષો ન્યાય અને વૈશેષિક દર્શને જણાવ્યા છે, તે જ દોષોને જૈન દર્શન (ભાવકર્મ' એવું નામ આપે છે અને ન્યાય અને વૈશેષિક દર્શને પ્રવૃત્તિજન્ય ધર્મ-અધર્મને “સંસ્કાર' અથવા ‘અદૃષ્ટ' એવું જે નામ આપ્યું છે તેને જૈન દર્શન દ્રવ્યકર્મ' એવું નામ આપે છે. ન્યાય અને વૈશેષિક દર્શનમાં દોષથી સંસ્કાર અને સંસ્કારથી જન્મ અને જન્મથી દોષ અને પાછા સંસ્કાર અને જન્મ, આ પરંપરા અનાદિ કાળથી જ બીજ-અર્કરન્યાયની જેમ માનવામાં આવી છે; તે જૈનસમ્મત ભાવકર્મ અને દ્રવ્યકર્મની અનાદિ પરંપરા જેવી જ છે. સાંખ્ય દર્શન અનુસાર લિંગશરીર અનાદિ કાળથી પુરુષના સંસર્ગમાં છે. એ લિગશરીર રાગ-દ્વેષ-મોહ વગેરે ભાવોથી ઉત્પન્ન થયેલું છે અને ભાવ તથા લિંગશરીરનો બીજ-અકુંરની જેમ કારણ-કાર્યભાવ માનેલ છે. જૈનસમ્મત ‘ભાવકર્મ'ની તુલના સાંખ્યસમ્મત ‘ભાવો' સાથે તથા જૈનસમ્મત દ્રવ્યકર્મ'ની અથવા કાર્મણ શરીરની તુલના ‘લિંગશરીર’ સાથે થઈ શકે છે. યોગ દર્શન અનુસાર અવિઘા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ એ પાંચ Page #707 -------------------------------------------------------------------------- ________________ ૬૭૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ક્લેશ' છે અને એ પાંચ ક્લેશના કારણે ક્લિષ્ટવૃત્તિ - ચિત્તવ્યાપાર ઉત્પન્ન થાય છે અને તેથી ધર્મ-અધર્મરૂપ “સંસ્કાર ઉત્પન્ન થાય છે. આ ક્લેશ ને ‘ભાવકર્મ'ના અને ‘સંસ્કાર'ને ‘દ્રવ્યકર્મ' ના સ્થાને મૂકી શકાય એમ છે. વળી, યોગ દર્શનમાં ક્લેશ' અને ‘સંસ્કારનો, જૈન દર્શનની જેમ, અનાદિ કારણ-કાર્યભાવ બીજ-અકુરન્યાયની જેમ જ માનવામાં આવ્યો છે. મીમાંસા દર્શન અનુસાર યજ્ઞ-યાગાદિ ક્રિયાઓ કરતાં પહેલાં ફલપ્રાપ્તિની જે શક્તિ અથવા સામર્થ્ય હતું નહીં તે યજ્ઞકર્મ કરતાં ઉત્પન્ન થાય છે. આ સામર્થ્ય અથવા બીજને મીમાંસકો “અપૂર્વ' કહે છે. આ લોકમાં જીવે કરેલાં કર્મ એક અદષ્ટ ‘શક્તિ' ઉત્પન્ન કરે છે જેને “અપૂર્વ' કહે છે. જીવ કર્મ આજે કરે અને તેનું ફળ ભવિષ્યમાં સ્વર્ગપ્રાપ્તિરૂપે મળે તે કઈ રીતે શક્ય બને? તે યજ્ઞ કરે છે, પણ તેનું ફળ કાંઈ તેને તાત્કાલિક મળતું નથી. કોઈ વાર તે વર્ષો સુધી પણ મળતું નથી. જો ફળ મળતું નથી તો શું યજ્ઞ-યાગાદિ નિષ્ફળ છે? આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે ‘અપૂર્વ' નામના પદાર્થની યોજના કરવામાં આવી છે. અ-પૂર્વ એટલે જે પહેલાં ન હતું તે. ‘અપૂર્વ' એટલે કર્મોનું શુભ અથવા અશુભ ફળ - પુણ્ય અને પાપ. મનુષ્ય જે કાંઈ અનુષ્ઠાન કરે તે તો ક્રિયારૂપ હોવાથી ક્ષણિક હોય છે, એટલે તે અનુષ્ઠાનથી ‘અપૂર્વ' નામનો પદાર્થ ઉત્પન્ન થાય છે. આ ‘અપૂર્વ' યાગાદિ કર્મ-અનુષ્ઠાનનું ફળ આપે છે. મીમાંસા દર્શન પ્રમાણે કામનાથી યાગાદિ પ્રવૃત્તિ અને યાગાદિ પ્રવૃત્તિથી અપૂર્વ એવો ક્રમ છે. કામના' એ જૈનસમ્મત ‘ભાવકર્મ’ અને ‘અપૂર્વ' એ જૈનસમ્મત ‘દ્રવ્યકર્મ'ને સ્થાને મૂકી શકાય. આમ, ભાવકર્મની બાબતમાં ભારતીય દાર્શનિકોમાં વિવાદ નથી. શબ્દભેદ હોવા છતાં પણ કર્મબંધના કારણોના સંબંધમાં અન્ય આસ્તિક દર્શન અને જૈન દર્શન વચ્ચે મતભેદ નથી. રાગ-દ્વેષ-મોહ એ જ સૌના મત પ્રમાણે ભાવકર્મ અથવા તો કર્મનું કારણ છે. સર્વ આસ્તિક દર્શને કર્મની બદ્ધતા રાગ-દ્વેષ-મોહના કારણે સ્વીકારી છે. જૈન દર્શન જેને દ્રવ્યકર્મ કહે છે તેને જ બીજા દાર્શનિકો 'કર્મ'ના નામે ઓળખે છે અને એનાં જ “સંસ્કાર', ‘વાસના', ‘અવિજ્ઞપ્તિ', 'માયા', “અપૂર્વ' એવાં નામ છે. બૌદ્ધ દર્શન કર્મને ‘સંસ્કાર', 'વાસના' કે “અવિજ્ઞપ્તિ' શબ્દમાં સંબોધે છે. ન્યાય દર્શન કર્મને ‘સંસ્કાર” અથવા “અદષ્ટ' એ નામથી સંબોધે છે. વૈશેષિક દર્શન કર્મને ‘અદષ્ટ' એવા નામથી સંબોધે છે. સાંખ્ય દર્શન કર્મને ‘પ્રકૃતિ' સ્વરૂપે સંબોધે છે. યોગ દર્શન કર્મને ‘સંસ્કાર' અથવા વાસના' એ નામથી સંબોધે છે. મીમાંસા દર્શન કર્મને ‘અપૂર્વ તરીકે સંબોધે છે. વેદાંત દર્શન કર્મને “અવિદ્યા', “માયા' શબ્દથી સંબોધે છે. ‘દેવ', ‘ભાગ્ય’, ‘પુણ્ય-પાપ' ઇત્યાદિ કેટલાક શબ્દો ‘કર્મ' માટે વપરાય છે, જે સર્વ દર્શનમાં માન્ય છે. આ રીતે જૈન દર્શનમાં જેના માટે ‘દ્રવ્યકર્મ' શબ્દનો પ્રયોગ કરવામાં આવે Page #708 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૨ ૬૭૫ છે, તેની સાથે મળતા આવતા અર્થમાં કેટલાક શબ્દો જૈનેતર દર્શનમાં મળે છે. | સર્વ ભારતીય આસ્તિક દર્શનોમાં કર્મનો સ્વીકાર થયો છે. જે દર્શનો આત્મવાદી છે અને પુનર્જન્મને માને છે, તેને પુનર્જન્મની સિદ્ધિ માટે કર્મ માનવાં જ પડે છે. તે દર્શનોની ભિન્ન ભિન્ન પ્રક્રિયાના કારણે અથવા ચેતનસ્વરૂપમાં મતભેદ હોવાના કારણે જો કે કર્મનું સ્વરૂપ જુદું જુદું નિરૂપાયેલું છે, તોપણ સર્વ આત્મવાદીઓએ કોઈ ને કોઈ નામે કર્મનો સ્વીકાર કરેલો છે એમાં કોઈ શંકા નથી. એ નિશ્ચિત છે કે ચાર્વાક દર્શન સિવાયનાં સર્વ દર્શન અને તત્ત્વજ્ઞાનનો આધાર આત્મા છે અને આત્માની જુદી જુદી સ્થિતિ તથા તેનાં પરિવર્તનનું રહસ્ય કર્મસિદ્ધાંત દ્વારા દિગ્દર્શિત કરવામાં આવે છે. આમ, ચાર્વાક દર્શન સિવાય સર્વ દર્શનો કર્મસિદ્ધાંતને માન્ય કરે છે, પરંતુ કર્મના વિષયમાં જૈન દર્શનની જેમ કોઈ અન્ય દર્શને વિસ્તારથી - સૂક્ષ્મતાથી ચર્ચા કરી નથી. મીમાંસા દર્શનમાં કર્મકાંડ સંબંધમાં પુષ્કળ વિવેચન છે, પણ વેદવિહિત કર્મના ફળરૂપે સ્વર્ગાદિ મેળવી શકાય એ સિવાય મીમાંસા દર્શને ખાસ કંઈ કહ્યું નથી. કર્મનાં સ્વભાવ તથા પ્રકૃતિ વિષે તેણે બહુ સ્પષ્ટીકરણ કર્યું નથી. બહ્મપદાર્થના સ્વરૂપના નિર્ણય પાછળ વેદાંત વ્યસ્ત હોવાથી, એ વિચારવમળમાંથી બહાર નીકળી કર્મના વિષયમાં તેણે કોઈ ચર્ચા કરી નથી. કર્મની મીમાંસા કરવાનો તેને અવકાશ પ્રાપ્ત થયો હોય એમ જણાતું નથી. સાંખ્ય તથા યોગ દર્શનના સંબંધમાં પણ એમ જ કહી શકાય. વૈશેષિક દર્શન પણ કર્મની તાત્ત્વિક આલોચના કરતું નથી. જો કે ન્યાય દર્શને કર્મના સ્વરૂપનો નિર્ણય કરવા કંઈક પ્રયત્ન કર્યો છે. પ્રાચીન ન્યાયમાં કર્મ અને કર્મફળવાદની યુક્તિ ઉપર જ ઈશ્વરનું અસ્તિત્વ આધાર રાખી રહ્યું છે, પરંતુ નવ્યર્નયાયિકો એ યુક્તિ વિષે બહુ શ્રદ્ધા ધરાવતા નથી. કર્મની સાથે ફળને જોડવા માટે ઈશ્વરનો સ્વીકાર કરવાને બદલે ફળને સંપૂર્ણ કર્માધીન માનવું, અર્થાત્ કર્મ પોતે જ પોતાનાં ફળ ઉપજાવે છે એ નિર્ણય સ્વીકારવો તેમને વધુ યોગ્ય જણાય છે. બૌદ્ધ દાર્શનિકોનો મત પણ આ પ્રકારનો છે. જૈન દર્શનમાં કર્મનું ઘણું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. કર્મનું સૂક્ષ્માતિસૂક્ષ્મ અને અત્યંત ઊંડું વિવેચન આગમો અને આગમેતર ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે. જૈન દર્શન કર્મને કેવળ પુરુષકૃત માનતું નથી, તેમ એને નિઃસ્વભાવ નિયમ માત્ર પણ નથી માનતું. જૈનમત પ્રમાણે કર્મ તે એક પ્રકારનું દ્રવ્ય છે અને જીવથી એ ભિન્ન છે. જીવ અને કર્મ અને પૃથક પૃથક દ્રવ્યો છે. કર્મ એ વસ્તુતઃ જડ પદાર્થ છે, તે આત્માની જેમ જ સ્વાધીન દ્રવ્ય છે અને તે જીવવિરોધી છે. કર્મ પુદ્ગલસ્વભાવી છે. કર્મ જીવોને સંસારમાં રખડાવનાર છે એમ જૈન દર્શન માને છે. જૈન દાર્શનિકોએ ચૈતન્યસ્વરૂપી જીવદ્રવ્ય સાથે કર્મરૂપી અજીવદ્રવ્ય કઈ રીતે મળી જાય છે તે બહુ સૂક્ષ્મતાથી વર્ણવ્યું છે. તેમના મત અનુસાર આ વિશ્વ સૂક્ષ્માતિસૂક્ષ્મ Page #709 -------------------------------------------------------------------------- ________________ ૬૭૬ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન કાર્મણ વર્ગણા નામના કર્મ બનવા યોગ્ય પુદ્ગલ અને ચેતનસ્વભાવી જીવદ્રવ્ય વડે ભરપૂર છે. શુદ્ધ, મુક્ત સ્વભાવ હોવા છતાં જીવ રાગ-દ્વેષમાં પડે છે, એટલે કાર્પણ વર્ગણામાં પણ એક એવો અનુરૂપ ભાવાંતર ઉપસ્થિત થાય છે કે જેના કારણે તે રાગદ્વેષથી અભિભૂત બનેલા જીવમાં આસ્રવ પામે છે અને એ આસવના પરિણામે જીવ બંધાઈ જાય છે. કર્મનો બંધ એ ક્રિયાનું પરિણામ છે, તત્કાળ તેનું ઉપાર્જન થઈ જાય છે. એવું કદી પણ નથી બનતું કે ક્રિયા હમણાં થાય અને કર્મબંધ પછી ક્યારેક થાય. જે ક્ષણે ક્રિયા થાય છે એ જ ક્ષણે કર્મબંધ થાય છે. જીવના વૈભાવિક પરિણામોનું નિમિત્ત પામી કાર્મણ વર્ગણાનાં પુદ્ગલપરમાણુઓ તેની તરફ ખેંચાય છે અને આત્મપ્રદેશો સાથે એકક્ષેત્રાવગાહે સ્થિત થાય છે. હવે જે કર્મ સંગૃહીત થઈ ગયું, તે ક્યાં સુધી સાથે રહેશે તેનો એક સ્વતંત્ર નિયમ છે. જીવની વૈભાવિક પ્રવૃત્તિનું મુખ્ય ફળ છે કર્મનું સર્જન. પ્રવૃત્તિકાળમાં જ કર્મનું નિર્માણ થાય છે, પરંતુ જે સર્જિત કર્મપુદ્ગલો છે તે ક્યારે સક્રિય બનશે અને ક્યાં સુધી સક્રિય રહેશે તેનો નિયમ સર્જનના નિયમથી અલગ છે. કર્મબંધ થતાં તત્કાળ તે સક્રિય થતાં નથી. જીવ જે ક્ષણે કર્મપરમાણુઓ સંચિત કરે છે, એ જ ક્ષણે તે કર્મ ફળ આપવામાં સમર્થ હોતાં નથી. ઉદાહરણ તરીકે ઉદ્યોગપતિને ત્યાં આજે બાળકનો જન્મ થયો છે, કાયદાની દૃષ્ટિએ તે આજે જ સંપત્તિનો અધિકારી બની જાય છે, પરંતુ વાસ્તવમાં તેને અધિકાર તો ત્યારે જ પ્રાપ્ત થાય છે કે જ્યારે તે પુખ્ત વયનો બને. જ્યાં સુધી તે પુખ્ત વયનો ન બને, ત્યાં સુધી તેની સંપત્તિની સંભાળ કોઈ વાલી કરે છે. અપરિપક્વ ઉંમર હોય ત્યાં સુધી બાળકને કાર્યકારી માલિકી મળતી નથી. આ જ નિયમ કર્મસિદ્ધાંતમાં લાગુ પડે છે. કર્મનો જે બંધ થયો છે, કર્મોનું જે ઉપાર્જન થયું છે, તે તત્ક્ષણ જ કાર્યકારી નહીં બને. થોડાક સમય સુધી કર્મો સત્તામાં રહેશે, પણ ઉદયમાં નહીં આવે. એ સત્તાકાળ અબાધાકાળ કહેવાય છે. આનો અર્થ એ થયો કે તે કર્મો અસ્તિત્વમાં છે, પરંતુ હજી કાર્યકારી બન્યાં નથી, અવ્યક્ત રૂપમાં પડ્યાં છે. જેમ કે એક બીજ વાવવામાં આવ્યું, પરંતુ વાવતાંની સાથે તે વ્યક્ત થતું નથી. તે અસ્તિત્વમાં છે, પરંતુ તે અભિવ્યક્ત થયું નથી, અંકુરના રૂપમાં પ્રગટ થયું નથી. અંકુર ફૂટવામાં થોડોક સમય લાગે છે. યથાકાળ વીતતાં તે અંકુરિત થશે, ફૂલિત થશે, ફલિત થશે. જમીનમાં બીજ વવાયું તે બંધનો કાળ છે. બંધ પછી સત્તાનો કાળ હોય છે. જ્યાં સુધી કર્મો સત્તામાં હોય છે ત્યાં સુધી તે કાર્યાન્વિત નથી બનતાં. જ્યારે તે સત્તાકાળ પૂરો થાય છે ત્યારે કર્મો વિપાકની સ્થિતિમાં આવે છે અને પોતાનું ફળ આપે છે. શ્રીગુરુ પ્રસ્તુત ગાથામાં જણાવે છે કે રાગ, દ્વેષ આદિ વિભાવભાવે પરિણમવું તે Page #710 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૨ ૬૭૭ ભાવકર્મ છે. આત્માને પોતાના સ્વરૂપની ભ્રાંતિ તે ભાવકર્મ છે અને તેથી તે ચેતનરૂપ છે. તે આત્માની જ પરિણતિ છે, માટે ચેતનરૂપ છે. આ ચેતન ભાવકર્મને અનુસરીને જીવનું વીર્ય સ્કુરાયમાન થાય છે. જીવનું વીર્ય સ્ફુરાયમાન થતાં મન-વચન-કાયાના યોગ ચંચળ થાય છે અને તેથી આત્મપ્રદેશો કંપાયમાન થતાં જીવ કાર્મણ વર્ગણાનું ગ્રહણ કરે છે. જીવ જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મ યોગ્ય જડ પુદ્ગલોને ગ્રહણ કરે છે. કર્મનો આત્મા સાથે સંયોગ થાય છે. જીવની અશુદ્ધતાના નિમિત્તે કર્મબંધ થાય છે. આ પ્રમાણે શ્રીગુરુએ જીવની સાથે કર્મ શી રીતે મળે છે તેનું સંક્ષિપ્ત પણ સચોટ સમાધાન કર્યું છે. તેમણે આ ગાથામાં કર્મબંધની પ્રક્રિયાનું સુવ્યવસ્થિત વર્ણન કર્યું છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે અજ્ઞાન; ‘ભાવકર્મ નિજ કલ્પના, ઉપજાવે ઇષ્ટાનિષ્ટ પદાર્થનું, રાગદ્વેષથી ભાન. ભાવ વિશેષે જીવનો, માટે ચેતનરૂપ; વિચિત્ર અતિશય તેહથી, પાડે ભવભય કૂપ. પોતાના અજ્ઞાનથી, પડે જીવવીર્યની અવળી સ્ફુરણા, ચાલે કર્મોદય થકી, ઊલટું દોડી મૃગતૃષ્ણા વિષે, ગ્રહણ * * * અનાદિ કાળ; એવી ચાલ. સમજે કરે ૧- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૩૪ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૩૨૫-૩૨૮) રૂપ; જડધૂપ.’૧ Page #711 -------------------------------------------------------------------------- ________________ Page #712 -------------------------------------------------------------------------- ________________ गाथा - ८३ २04. and ad, १५ ७.१ ३५१.२, in mama, aires wit. Page #713 -------------------------------------------------------------------------- ________________ Page #714 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૮૩ ગાથા - ગાથા ૮૨માં શ્રીગુરુએ કહ્યું કે ભાવકર્મ એ જીવની પોતાની ભાંતિ છે, ભૂમિકા | 1] માટે તે ચેતનરૂપ છે. તેવી ભ્રાંતિમય ચેતનાથી જીવનું વીર્ય સ્કુરાયમાન થતાં યોગ ચંચળ થાય છે અને ત્યારે જડ પુદ્ગલપરમાણુરૂપ કર્મરજનું આત્મામાં ગ્રહણ થાય છે. આમ, આત્માની વિભાવપરિણતિરૂપ ભૂલનું નિમિત્ત પામીને જડ કર્મjજ આત્માના પ્રદેશ સાથે બંધાય છે, અર્થાત્ ચેતનની જ પ્રેરણાથી જડ કર્મનું ગ્રહણ અને બંધન થાય છે. જીવે નિબંધન કરેલાં જડ કર્મ કઈ રીતે ફળ આપે છે અને જીવ તેનો ભોક્તા કેવી રીતે બને છે તેનું સમાધાન ગાથા ૮૨થી શ્રીગુરુ કરી રહ્યા છે. જડ કર્મ પોતાનું ફળ ક્યા પ્રકારે આપે છે એ તથ્ય, સરળતાથી સમજી શકાય એવું દૃષ્ટાંત આપતાં શ્રીગુરુ કહે છે – “ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય; એમ શુભાશુભ કર્મનું, ભોક્તાપણું જણાય.” (૮૩) --= ઝેર અને અમૃત પોતે જાણતા નથી કે અમારે આ જીવને ફળ આપવું છે, અર્થ| -1 તોપણ જે જીવ ખાય છે, તેને તે ફળ થાય છે; એમ શુભાશુભ કર્મ, આ જીવને આ ફળ આપવું છે એમ જાણતાં નથી, તોપણ ગ્રહણ કરનાર જીવ, ઝેર અમૃતના પરિણામની રીતે ફળ પામે છે. (૮૩) ઝેર અને અમૃત પોતે એમ સમજતાં નથી કે અમને ખાનારને મૃત્યુ, દીર્ધાયુષતા થાય છે, પણ સ્વભાવે તેને ગ્રહણ કરનાર પ્રત્યે જેમ તેનું પરિણમવું થાય છે, તેમ જીવમાં શુભાશુભ કર્મ પણ પરિણમે છે, અને ફળ સન્મુખ થાય છે; એમ જીવને કર્મનું ભોક્તાપણું સમજાય છે. (૮૩) 2 કર્મ સ્વયમેવ ફળરૂપે પરિણમે છે એ તથ્ય જલદીથી ગ્રાહ્ય થાય તે અર્થે ભાવાર્થ * એક સરળ દૃષ્ટાંત આપતાં શ્રીગુરુ કહે છે કે ઝેર અને સુધા પોતાના સ્વભાવને જાણતાં નથી, પરંતુ જે તેનો ઉપયોગ કરે છે તેને તથા પ્રકારે ફળ પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે શુભ અને અશુભ કર્મ પોતે કેવું ફળ આપવાના છે તે જાણતાં નથી; છતાં જેણે જેવું કર્મ કર્યું હોય, તેને તે પ્રકારનું ફળ આપે છે. ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૪૮ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન) Page #715 -------------------------------------------------------------------------- ________________ ૬૮૨ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ઝેર અને સુધા બને જડ પદાર્થ હોવાથી તે જાણતા નથી કે જીવને શું ફળ આપવું, છતાં જીવ જો ઝેર ખાય તો મરણફળ પામે છે અને જો સુધા ખાય તો અમરફળ પામે છે; અર્થાત્ જીવ ઝેર ગ્રહણ કરે છે તો મૃત્યુ પામે છે અને સુધા ગ્રહણ કરે છે તો દીર્ધાયુ પામે છે. આમ, ગ્રહણ કરનાર પ્રત્યે જેમ ઝેર કે સુધાનું સ્વાભાવિક પરિણમવું થાય છે, તેમ કર્મમાં પણ જીવના શુભાશુભ ભાવના નિમિત્તે પુણ્ય-પાપરૂપ જે ચમત્કારિક બળ ઉત્પન્ન થયેલું હોય છે, તે બળ યોગ્યકાળે સ્વયમેવ શુભ કે અશુભ ફળરૂપે પરિણમે છે. પુદ્ગલમય જડ શુભાશુભ કર્મ પોતે કાંઈ જાણતાં નથી છતાં શુભ કર્મ જીવને શુભ ફળ આપે છે અને અશુભ કર્મ જીવને અશુભ ફળ આપે છે. જે જીવ શુભ કર્મ કરે છે, તે જીવ દેવાદિ ગતિમાં પુણ્યફળ ભોગવે છે અને જે જીવ અશુભ કર્મ કરે છે, તે જીવ નરકાદિ ગતિમાં પાપફળ ભોગવે છે. આમ, જીવે પોતે કરેલાં શુભાશુભ કર્મનાં ફળનું તેને ભોક્તાપણું છે. - કર્મ સત્તામાત્રથી ફળ આપતું નથી, પણ પ્રતિનિયત - વીર્યવિશેષથી ફળ [વશગાથ આપે છે. કર્મ સત્તામાત્રથી ફળ આપે તો કોઈ પણ કર્મ સર્વ ફળને આપે અથવા શાતા-અશાતા ઉભયનો એકીસાથે અનુભવ થાય; માટે કર્મ સત્તામાત્રથી ફળ આપતું નથી, પણ પ્રતિનિયત સ્વભાવને આધીન થઈને જ અમુક પ્રકારના ફળને આપે છે. કર્મનો આ પ્રતિનિયત સ્વભાવ, જીવના તર્ગત શુભાશુભ પરિણામની અપેક્ષા રાખે છે. કર્મનો પ્રતિનિયત સ્વભાવ ઘડાવવામાં જીવનો અધ્યવસાય નિમિત્તકારણ થાય છે. જીવના રાગાદિ વિભાવભાવનું નિમિત્ત પામીને પ્રતિસમય સાત અથવા આઠ પ્રકારનાં કર્મ જીવ સાથે બંધાય છે. બંધાયેલાં તે કર્મપુદ્ગલો પોતામાં નિર્માણ થયેલા સ્વભાવ અનુસાર જીવને યોગ્ય કાળે શુભાશુભ વિપાક આપે છે. કર્મની શુભાશુભ ફળ આપવાની આ કર્મવ્યવસ્થા સમજવા માટે કર્મબંધની પ્રક્રિયાને થોડી સૂક્ષ્મતાથી વિચારીએ. આ વિશ્વમાં આંખથી ન દેખી શકાય તેવાં અનેક પ્રકારનાં સૂક્ષ્મ પુદ્ગલ સ્કંધો સર્વત્ર વ્યાપેલાં છે, પણ તે દરેક પુદ્ગલ કર્મરૂપ બની શકતાં નથી. આ પુદ્ગલોમાંથી જે પુગલો અત્યંત સૂક્ષ્મ છે, અર્થાત્ કર્મરૂપ બની શકે તેટલાં સૂક્ષ્મ છે, તે જ પુગલો કર્મરૂપ બની શકે છે. કર્મરૂપ બની શકે તેવાં પુદ્ગલપરમાણુઓના સમૂહને કાર્મણ વર્ગણા કહેવામાં આવે છે. જીવ કામણ વર્ગણાનાં સૂક્ષ્મ પુદ્ગલપરમાણુઓને ગ્રહણ કરીને તેને કર્મરૂપ બનાવે છે. અન્ય પુદ્ગલપરમાણુઓની જેમ કાર્મણ વર્ગણાનાં પુદ્ગલપરમાણુઓ પણ લોકાકાશમાં સર્વત્ર રહેલાં છે. જીવ લોકાકાશમાં સર્વત્ર રહેલાં કાર્મણ વર્ગણાનાં પુદ્ગલપરમાણુઓનું ગ્રહણ કરતો નથી, કિંતુ જેટલા આકાશપ્રદેશમાં જીવના પોતાના આત્મપ્રદેશો રહેલા છે, તેટલા જ આકાશપ્રદેશમાં રહેલાં કાર્મણ વર્ગણાનાં પુદ્ગલપરમાણુઓનું જીવ ગ્રહણ કરે છે. કાશ્મણ વર્ગણાનાં પુદ્ગલપરમાણુઓના પ્રહણનું Page #716 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૩ ૬૮૩ કારણ છે જીવના રાગ-દ્વેષાદિ વિકારી ભાવ. આત્માનું હિત નિરાકુળ સુખ છે, જે આત્માના આશ્રયથી જ પ્રાપ્ત કરી શકાય છે; પણ અજ્ઞાની જીવ પોતાના જ્ઞાનસ્વભાવને ભૂલીને રાગ-દ્વેષ-મોહરૂપ વિકારી ભાવ કરે છે. જ્યારે જીવ પોતાને ભૂલીને સ્વયં રાગ-દ્વેષ-મોહભાવરૂપ વિકારી પરિણમન કરે છે, ત્યારે કર્મનો ઉદય તેમાં નિમિત્તભૂત હોય છે. કર્મ તેને આ વિકારી ભાવ કાંઈ જબરદસ્તીથી નથી કરાવતાં. જ્યારે જીવ પોતે પોતાની ભૂલથી વિકારરૂપે પરિણમે છે ત્યારે તેમાં કર્મ નિમિત્તરૂપે હોય છે. આમ, જીવ પોતાની ભૂલથી સ્વયં વિકાર કરે છે, કર્મોના કારણે નહીં. પોતાને ભૂલીને પરમાં ઇષ્ટ અને અનિષ્ટ બુદ્ધિ કરીને રાગ-દ્વેષમોહરૂપ વિભાવભાવ કરવા તે જીવની જ ભૂલ છે. તે રાગ-દ્વેષ-મોહરૂપ વિભાવભાવનું નિમિત્ત પામીને કાર્મણ વર્ગણા જીવ સાથે જોડાઈ જાય છે. જીવ પોતે રાગ-દ્વેષાદિ ભાવ કરે છે અને તેથી તેના ઉપર કાર્મણ વર્ગણા ચોંટીને કર્મરૂપે પરિણામ પામે છે. જે કામણ વર્ગણા કર્મરૂપે પરિણમે છે, તે કર્મ કહેવાય છે. કાશ્મણ વર્ગણા જ્યારે જીવની સાથે બંધાય છે ત્યારે તે કર્મ કહેવાય છે. જ્યાં સુધી રાગ, દ્વેષ આદિ વિભાવભાવોની સત્તા છે ત્યાં સુધી જીવ કર્મબંધ કરે છે. તેના અભાવમાં તે ક્યારે પણ કર્મબંધ કરતો નથી. જીવ જો પોતાના સ્વભાવરૂપ પરિણમન કરે તો તે પરિણામ બંધના હેત થતા નથી, પરંતુ જો તે રાગાદિ વિભાવરૂપ પરિણમન કરે તો તે પરિણામ બંધના હેતુ થાય છે. જીવના રાગ-દ્વેષાદિ વિભાવભાવના નિમિત્તે જીવને વિષે કર્મનો આસવ થાય છે, જીવ કર્મ બાંધે છે. જીવના વિભાવભાવના નિમિત્તે જીવમાં કર્મનો આસવ થાય છે - કર્મનું આગમન થાય છે, કર્મના આસવ પછી તે કર્મ જીવ સાથે એકક્ષેત્રમાં અવગાહના કરે તેને બંધ અથવા કર્મબંધ કહેવામાં આવે છે. કર્મ અને આત્માના પ્રદેશોનો સંબંધ એક ત્રાવગાહે થાય છે. આ પ્રમાણે બે પદાર્થોના વિશિષ્ટ સંબંધને બંધ કહે છે. જીવ તરફ આકર્ષાયેલી કાર્મણ વર્ગણાનો, કર્મરૂપે પરિણમી આત્માના પ્રદેશો સાથે ક્ષીર-નીર સંબંધ થવો તે બંધ છે. જીવ અને કર્મપુદ્ગલનો સંબંધ થાય છે, પરંતુ એ બન્ને દ્રવ્ય એકત્વ પામતાં નથી. એ નિશ્ચિત છે કે બે દ્રવ્યો વચ્ચે સંયોગ સંબંધ જ થઈ શકે છે, તાદાભ્ય સંબંધ નહીં, અર્થાત્ તે એકત્વ પામતાં નથી. બન્ને મળીને એક જણાય, પણ બન્નેમાંથી એકની પણ સત્તા મટી જતી નથી. જ્યારે પુગલપરમાણુઓ પરસ્પરમાં બંધને પ્રાપ્ત થાય છે, ત્યારે પણ તે એક વિશેષ પ્રકારના સંયોગને જ પ્રાપ્ત કરે છે. તેમાં રહેલાં સ્નિગ્ધતા અને રુક્ષતાના કારણે એક રાસાયણિક મિશ્રણ થાય છે, જેમાં તે સંયોગજન્ય સ્કંધ અંતર્ગત સર્વ પરમાણુઓની પર્યાય બદલાય છે અને તે સર્વ એવી સ્થિતિમાં આવી Page #717 -------------------------------------------------------------------------- ________________ ६८४ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જાય છે કે અમુક સમય સુધી તે સર્વની એક જેવી પર્યાય થતી રહે છે. સ્કંધ સ્વયં કોઈ સ્વતંત્ર દ્રવ્ય નથી, કિંતુ તે અમુક પરમાણુઓની વિશેષ અવસ્થા જ છે અને પોતાના આધારભૂત પરમાણુઓને આધીન જ તેની દશા રહે છે. પુદ્ગલોના બંધમાં એવી રાસાયણિકતા છે કે તે અવસ્થામાં તેનું સ્વતંત્ર વિલક્ષણ પરિણમન ન થતાં પ્રાય: એક જેવું પરિણમન થાય છે, પરંતુ આત્મા અને કર્મપુદ્ગલોનું આવું રાસાયણિક મિશ્રણ થઈ શકતું જ નથી. એ વાત જુદી છે કે કર્મપરમાણુના નિમિત્તે જીવના પરિણમનમાં વિલક્ષણતા આવી જાય છે અને જીવના નિમિત્તથી કર્મપરમાણુની પરિણતિ વિલક્ષણ થઈ જાય છે; પણ એટલામાત્રથી એ બન્નેના સંબંધને રાસાયણિક મિશ્રણની સંજ્ઞા આપી શકાતી નથી, કેમ કે જીવ અને કર્મના બંધમાં બન્નેની એક જેવી પર્યાય થતી નથી. જીવની પર્યાય ચેતનરૂપ થાય છે અને પુદગલની અચેતનરૂપ. જીવનું પરિણમન ચૈતન્યના વિકારરૂપે થાય છે અને પુદ્ગલનું રૂપ, રસ, ગંધ આદિરૂપે થાય છે. નૂતન કર્મપુદ્ગલોનું જૂનાં બંધાયેલાં કર્મશરીરની સાથે રાસાયણિક મિશ્રણ થઈ જાય છે અને નૂતન કર્મ જૂનાં કર્મપુદ્ગલની સાથે બંધાઈ સ્કંધમાં ભેગું થઈ જાય છે. જૂના કર્મશરીરથી પ્રતિક્ષણ અમુક પરમાણુ ખરે છે અને તેમાં પ્રતિક્ષણ બીજાં નવાં ઉમેરાય છે. જીવના પ્રદેશ સાથે એકક્ષેત્રાવગાહપણે જે પૂર્વબદ્ધ કર્મસ્કંધો છે તેમાં નવા કર્મસ્કંધોનો સંબંધ થાય છે, પરંતુ આત્મપ્રદેશો સાથે તેનો બંધ, રાસાયણિક રૂપે કદાપિ થતો નથી. તે તો માત્ર સંયોગરૂપે છે. આત્મા અને કર્મશરીરની એકક્ષેત્રાવગાહના સિવાય અન્ય કોઈ રાસાયણિક મિશ્રણ થઈ શકતું નથી. જો રાસાયણિક મિશ્રણ થાય તો તે જૂનાં કર્મપુદ્ગલોનું નવીન કર્મપુદ્ગલો સાથે થાય છે, આત્મપ્રદેશો સાથે નહીં. આમ, જીવ અને કર્મનો માત્ર સંયોગ સંબંધ છે, તાદાત્મ સંબંધ નહીં; અને આ સંયોગ સંબંધ પણ ત્યારે જ થાય છે કે જ્યારે જીવની પરિણતિ વિકારી હોય છે. રાગ, દ્વેષ ઇત્યાદિ વિકારી ભાવોથી કર્મોનો બંધ થાય છે. જ્યારે કર્મનાં પરમાણુઓનો જીવની સાથે સંબંધ થાય છે ત્યારે ચાર વાત નક્કી થાય છે. કર્મબંધની સાથે જ કર્મોનાં સ્વભાવ, સ્થિતિ, ફળ આપવાની શક્તિ અને કર્મનાં પરમાણુઓની વહેંચણી એ ચાર બાબતો નક્કી થાય છે. એ ચારને ક્રમશઃ પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ કહેવામાં આવે છે. આમ, બંધના પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ (અનુભાગ કે રસ) અને પ્રદેશ એ ચાર પ્રકાર છે. ૧ કર્મબંધના ચાર પ્રકાર આ પ્રમાણે છે – (૧) પ્રકૃતિબંધ – કર્મપરમાણુઓના સ્વભાવનું નિર્માણ (કયું કર્મ કયા સ્વભાવનું હશે). ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર', અધ્યાય ૮, સૂત્ર ૪ 'प्रकृति-स्थित्यनुभाव-प्रदेशास्तद्विधयः ।' । Page #718 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૩ ૬૮૫ (૨) સ્થિતિબંધ કર્મપરમાણુઓનો સ્થિતિકાળ (કયું કર્મ આત્મા સાથે કેટલા સમય સુધી રહેશે). (૩) અનુભાગબંધ (રસબંધ) કર્મપરમાણુઓમાં રસનું નિર્માણ (કયા કર્મમાં ૨સશક્તિ ફળ આપવાની શક્તિ કેટલી છે). (૪) પ્રદેશબંધ કર્મપરમાણુઓનો સંગ્રહ (બંધ થવાવાળાં કર્મપરમાણુઓની સંખ્યા). આ રીતે કર્મની પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશની દૃષ્ટિએ કર્મબંધનું ચાર પ્રકારે વિવેચન કરી શકાય. કર્મબંધના આ પ્રકારોને હવે વિસ્તારથી જોઈએ પ્રકૃતિબંધ પ્રકૃતિ એટલે સ્વભાવ. કર્મપરમાણુઓનો જ્યારે આત્માની સાથે સંબંધ થાય છે ત્યારે તે પરમાણુઓમાંથી કયાં કયાં પરમાણુઓ આત્માના કયા કયા ગુણને દબાવશે? આત્માને કેવી કેવી અસર પહોંચાડશે? ઇત્યાદિ સ્વભાવનું નિર્માણ થાય છે. કર્મપરમાણુઓના આ સ્વભાવનિર્માણને પ્રકૃતિબંધ કહેવામાં આવે છે. કર્મના સ્કંધ અનેક ભેદસ્વરૂપ છે અને તે સ્કંધોમાં જીવના ગુણોને હણવાનો તેમજ દાબી દેવાનો સ્વભાવ અર્થાત્ પ્રકૃતિ છે. પ્રકૃતિ અને પ્રકૃતિવાનમાં કથંચિત્ અભેદતા છે, માટે પ્રકૃતિ શબ્દથી જીવના ગુણોને હણવાના કે દાબી દેવાના સ્વભાવવાળા કર્મના સ્કંધોનું ગ્રહણ સમજાય છે. જીવના શુભાશુભ પરિણામથી જીવના ગુણોને દાબી દેવાના સ્વભાવવાળા કર્મના સ્કંધોના જીવ સાથે થયેલા બંધને પ્રકૃતિબંધ કહે છે. આત્માના અનંત ગુણો છે. તેમાં અનંત જ્ઞાન વગેરે આઠ મુખ્ય ગુણો છે. કર્મપરમાણુઓનો આત્માની સાથે સંબંધ થાય છે ત્યારે બંધાયેલા કર્મપરમાણુઓમાંથી અમુક પરમાણુઓમાં જ્ઞાન ગુણનો અભિભવ કરવા(દબાવવા)નો સ્વભાવ નિયત થાય છે. અમુક કર્મપરમાણુઓમાં દર્શન ગુણને આવરવા(દબાવવા)નો સ્વભાવ નક્કી થાય છે. અમુક કર્મપરમાણુઓમાં આત્માના અવ્યાબાધ સુખને રોકીને બાહ્ય સુખ અથવા તો દુઃખ આપવાનો સ્વભાવ નિયત થાય છે. કેટલાક કર્મપરમાણુઓમાં ચારિત્ર ગુણને દબાવવાનો ગુણ નક્કી થાય છે. આ પ્રમાણે અન્ય ગુણો વિષે પણ સમજવું. કર્મપરમાણુઓના આ સ્વભાવને આશ્રયીને આત્માની સાથે બંધાયેલા કર્મપરમાણુઓના મુખ્ય આઠ પ્રકાર છે. આઠ પ્રકારનાં કર્મો આ પ્રમાણે છે - જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય. જ્ઞાનાવરણીય કર્મનો સ્વભાવ જ્ઞાનને ઢાંકવાનો છે. દર્શનાવરણીય કર્મનો સ્વભાવ દર્શન(સામાન્ય પ્રતિભાસસ્વરૂપ શક્તિ)ને ઢાંકવાનો છે. વેદનીય કર્મનો સ્વભાવ જીવને ઇષ્ટ-અનિષ્ટ પદાર્થોના સંયોગ અને વિયોગરૂપ સુખ-દુઃખનું વેદન કરાવવાનો છે. મોહનીય કર્મમાંથી દર્શનમોહનીય કર્મનો સ્વભાવ તત્ત્વાર્થ શ્રદ્ધાન ન થવા દેવાનો અને Page #719 -------------------------------------------------------------------------- ________________ ૬૮૬, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ચારિત્રમોહનીય કર્મનો સ્વભાવ રાગ-દ્વેષ ઉત્પન કરાવીને આત્મસ્થિરતાને રોકવાનો છે. આયુ કર્મનો સ્વભાવ જીવને કોઈ પણ શરીરમાં અટકાવીને રાખવાનો છે. નામ કર્મનો સ્વભાવ જીવ માટે શરીર વગેરે બનાવવાનો છે. ગોત્ર કર્મનો સ્વભાવ ઉચ્ચ-નીચ કુળમાં જીવને ઉત્પન્ન કરાવવાનો છે. અંતરાય કર્મનો સ્વભાવ દાન ઇત્યાદિ કાર્યોમાં વિઘ્ન ઉત્પન્ન કરાવવાનો છે. આ રીતે કર્મની મૂળ પ્રકૃતિ જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારે છે. મૂળ પ્રકૃતિબંધ આઠ પ્રકારે અને ઉત્તર પ્રવૃતિબંધ ૧૨૦ પ્રકારે છે. બંધની અપેક્ષાએ ૧૨૦ ઉત્તર પ્રકૃતિ આ પ્રમાણે છે - જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણીય નવ, વેદનીય બે, મોહનીય છવ્વીસ, આયુ ચાર, નામ સડસઠ, ગોત્ર બે, અંતરાય પાંચ. ઉદય અને ઉદીરણાની અપેક્ષાએ આ એકસોવીસ પ્રકૃતિમાં મિથ્યાત્વ મોહનીયના એક ભેદને બદલે ત્રણ ભેદ ગણતાં ૧૨૨ પ્રકૃતિ થાય છે. તેનું કારણ એ છે કે બંધ તો એક મિથ્યાત્વનો જ થાય છે, પણ જીવના અધ્યવસાયો વડે તેના ત્રણ પુંજ થાય છે - અશુદ્ધ, અર્ધવિશુદ્ધ અને શુદ્ધ; જે અનુક્રમે મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય કહેવાય છે. તેથી બંધની અપેક્ષાએ એક પ્રકૃતિ છતાં ઉદય અને ઉદીરણાની અપેક્ષાએ ત્રણ પ્રકૃતિ ગણાય છે. આમ, ૧૨૦ને સ્થાને ઉદય અને ઉદીરણાની અપેક્ષાએ ૧૨૨ પ્રકૃતિ છે. કર્મની સત્તાની અપેક્ષાએ નામ કર્મના ઉત્તર ભેદોમાં ૬૭ને સ્થાને જો ૯૩ ગણવામાં આવે તો ૧૪૮ ઉત્તર પ્રકૃતિ અને જો ૧૦૩ ગણવામાં આવે તો ૧૫૮ ઉત્તર પ્રકૃતિ થાય છે. નામ કર્મની ૬૭ પ્રકૃતિમાં પાંચ બંધન, પાંચ સંઘાત એ દસ અને વર્ણચતુષ્કને બદલે તેના ઉપભેદોને પણ ગણવામાં આવે તો ૧૬ એમ કુલ ૨૬ ઉમેરાતાં તેના ૯૩ ભેદ થાય છે; અને બંધનના પાંચ ભેદને બદલે ૧૫ ભેદ ગણવામાં આવે તો ૧૦૩ ભેદ થાય છે. આમ, બંધની અપેક્ષાએ ૧૨૦, ઉદય અને ઉદીરણાની અપેક્ષાએ ૧૨૨ અને સત્તાની અપેક્ષાએ ૧૪૮ (અથવા ૧૫૮) પ્રકૃતિ છે.૧ દરેક સમયે બંધાયેલાં કર્મપરમાણુઓ સાત (અથવા આયુષ્ય સહિત હોય તો આઠ) કર્મની ઉત્તર પ્રવૃતિઓમાં વહેંચાઈ જાય છે, અર્થાત્ તે તે પ્રકૃતિરૂપે પરિણમી જાય છે. જેમ આહારરૂપે ગ્રહણ કરેલ પરમાણુઓ લોહી, માંસ, મજ્જા, હાડકાં, વીર્ય આદિ શરીરધાતુઓરૂપે પરિણમી જાય છે, તેવી રીતે કામણ વર્ગણા મૂળ અને ઉત્તર પ્રકૃતિઓ રૂપે તે તે કર્મના સ્વભાવાનુસાર પરિણમી જાય છે. વળી, જેમ અમુક આહાર ખાસ કરીને લોહીરૂપે પરિણમે છે તો અમુક આહાર વીર્યરૂપે; તેમ પ્રહાયેલા કર્મસ્કંધો ખાસ પ્રકૃતિરૂપે મોટે ભાગે પરિણમે છે; અર્થાતુ સમયમબદ્ધ (એક સમયે બંધાઈ ગયેલા) કર્મસ્કંધોના સાત (કે આઠ) એકસરખા વિભાગ થઈ જાય છે એમ સમજવા યોગ્ય નથી, ૧- જુઓ : પ્રથમ કર્મગ્રંથ', ગાથા ૩૨ Page #720 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૩ ६८७ પરંતુ તે સમયે જે વિશિષ્ટ ભાવનું નિમિત્ત પ્રબળ હોય તે રૂપે મોટા ભાગે પરિણમે છે અને બાકીની પ્રવૃતિઓમાં ન્યૂન પ્રમાણમાં પરિણમે છે. જેમ બદામના આહારમાં વૈદ્યક દષ્ટિએ મોટા ભાગે મગજને પોષણ આપવાનો ગુણ રહે છે, જ્યારે માત્ર થોડો જ ભાગ રક્ત-માંસ આદિના પોષણમાં જાય છે, તેમ સમયપ્રબદ્ધ કર્મસ્કંધોનું સમજવું. એટલું વિશેષ જાણવા યોગ્ય છે કે જે પ્રકૃતિઓનું એકબીજા સાથે વિરોધ હોવારૂપ યુગલપણું છે, જેમ કે હાસ્ય-શોક, રતિ-અરતિ, તેમાં તે બેમાંથી માત્ર એકને જ હિસ્સો મળે છે. કોઈ કર્મ એકસાથે હાસ્ય અને શોક, રતિ અને અરતિ એ બન્નેમાં પરિણમતું નથી; તેમજ ત્રણ વેદ અર્થાત્ સ્ત્રી, પુરુષ અથવા નપુંસક એ ત્રણમાંથી માત્ર એક રૂપે જ પરિણમે છે. આયુષ્ય કર્મની જે પ્રકૃતિ છે તે આખા જીવનમાં એક જ વાર બંધાય છે, તેથી પ્રત્યેક સમયે ચહાતાં કર્મપુદ્ગલોમાંથી આયુષ્ય પ્રકૃતિને તે ભવમાં માત્ર એક વાર ફાળો મળે છે, બાકીના સમયમાં કશો ફાળો મળતો નથી. આમ, ગ્રહણ કરાયેલાં કાર્મણ વર્ગણાનાં પરમાણુઓ જ્ઞાનાવરણીય ઇત્યાદિ અનેક રૂપમાં પરિણત થાય છે તેને પ્રકૃતિબંધ કહે છે. જે પ્રમાણે લીમડાનો સ્વભાવ કડવાશ અને ગોળનો સ્વભાવ ગળપણ હોય છે, તે પ્રમાણે કર્મમાં આઠ પ્રકારનો સ્વભાવ હોય છે - તેને પ્રકૃતિબંધ કહે છે. પહેલાં કર્મ જ્ઞાનાવરણીય ઇત્યાદિ કયા સ્વભાવનાં છે એ બતાવવું તે પ્રકૃતિબંધ છે. જેવા પ્રકારની પ્રકૃતિ બંધાય છે, તેવા પ્રકારે તે ઉદયમાં આવે છે. સ્થિતિબંધ - કર્મપરમાણુઓનો આત્માની સાથે સંબંધ થાય છે તે વખતે, જેમ તે તે કર્મપરમાણુઓમાં આત્માના તે તે ગુણોને આવરવા વગેરેનો સ્વભાવ નિયત થાય છે તેમ, તે તે કર્મપરમાણુઓમાં એ સ્વભાવ ક્યાં સુધી રહેશે, અર્થાત્ તે તે કર્મ આત્મા સાથે કેટલા સમય સુધી રહેશે, તે પણ તે જ વખતે નક્કી થઈ જાય છે. કર્મપરમાણુઓના આત્માની સાથે રહેવાના કાળના નિર્ણયને સ્થિતિબંધ કહે છે. પ્રત્યેક પ્રકૃતિ પોતાના વિશિષ્ટ કાળ પર્યત રહે છે અને પછી વિલીન થઈ જાય છે. સ્થિતિબંધ કર્મપ્રકૃતિકાળનાં માપ અનુસાર નક્કી થાય છે. સ્વભાવની રચના પછી તે સ્વભાવની વિશિષ્ટ સમય સુધી રહેવાની જે મર્યાદા હોય છે તેને સ્થિતિબંધ કહે છે. આ પ્રકૃતિ આટલા વખત સુધી જીવની સાથે રહેશે, પછી નહીં રહે, એમ જે કાળમર્યાદા નક્કી થાય તેને સ્થિતિબંધ કહેવામાં આવે છે. અવસ્થાન-કાળનું નામ સ્થિતિ છે. જેટલા કાળ સુધી વસ્તુ ટકે તે તેની સ્થિતિ છે. જેનો જે સ્વભાવ છે તેનાથી વિચલિત ન થવું તે સ્થિતિ છે. જેવી રીતે બકરી, ગાય, ભેંસ વગેરે પશુઓનાં દૂધનું એક નિશ્ચિત કાળ સુધી મધુરતા સ્વભાવથી શ્રુત ન થવું એ તેની સ્થિતિ છે, તેવી જ રીતે જ્ઞાનાવરણીય ઇત્યાદિ કર્મોનું, જીવને પદાર્થોનું Page #721 -------------------------------------------------------------------------- ________________ ૬૮૮ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જ્ઞાન ન થવા દેવું ઇત્યાદિ સ્વભાવથી એક નિશ્ચિત કાળ સુધી સ્મૃત ન થવું એ તેની સ્થિતિ છે. કર્મયુગલો જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મરૂપે પરિણમી આત્મપ્રદેશોની સાથે બંધાયા પછી જ્યાં સુધી પોતાના સ્વભાવને છોડતાં નથી, જ્યાં સુધી કર્મરૂપે રહે છે તે કાળમર્યાદાને સ્થિતિબંધ કહે છે. સ્થિતિ બે પ્રકારની છે. કર્મોની સ્થિતિની ઉત્કૃષ્ટ અને જઘન્ય એમ મુખ્ય બે મર્યાદા છે. વધારેમાં વધારે સ્થિતિ (જેનાથી વધારે સ્થિતિ ન હોય) તે ઉત્કૃષ્ટ સ્થિતિ. ઓછામાં ઓછી સ્થિતિ (જેનાથી ઓછી સ્થિતિ ન હોય) તે જઘન્ય સ્થિતિ. જીવની સાથે દરેક કર્મ ઉત્કૃષ્ટ અને જઘન્ય કેટલો કાળ રહી શકે એનું માપ જૈન શાસ્ત્રોએ બતાવ્યું છે. દરેક કર્મનો ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિબંધ ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'ના આઠમા અધ્યાયના સૂત્ર ૧૫ થી ૨૧ મુજબ આ પ્રમાણે છે – કર્મપ્રકૃતિ | ઉત્કૃષ્ટ સ્થિતિ | જઘન્ય સ્થિતિ જ્ઞાનાવરણીય | ત્રીસ કોડાકોડી સાગરોપમ અંતર્મુહૂર્ત દર્શનાવરણીય ત્રીસ કોડાકોડી સાગરોપમ અંતર્મુહૂર્ત વેદનીય | ત્રીસ કોડાકોડી સાગરોપમ | બાર મુહૂર્ત મોહનીય સિત્તેર કોડાકોડી સાગરોપમ અંતર્મુહૂર્ત નામ વીસ કોડાકોડી સાગરોપમાં આઠ મુહૂર્ત ગોત્ર વીસ કોડાકોડી સાગરોપમ આઠ મુહૂર્ત આયુષ્ય તેત્રીસ સાગરોપમાં અંતર્મુહૂર્ત અંતરાય | ત્રીસ કોડાકોડી સાગરોપમ | અંતર્મુહૂર્ત આ પ્રકારે સર્વ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ અને જઘન્ય સ્થિતિ બતાવવામાં આવી છે. આઠે કર્મોની ઉત્કૃષ્ટ તથા જઘન્ય સ્થિતિ નિશ્ચિત હોય છે. બંધ વખતે કર્મની સ્થિતિ ઉત્કૃષ્ટ, જઘન્ય કે આ બન્ને સ્થિતિમર્યાદાની વચ્ચે નિયત થાય છે જેને સ્થિતિબંધ કહે છે. કર્મસ્વરૂપે પરિણત થયેલા પુગલસ્કંધોનો જીવ સાથે એકક્ષેત્રાવગાહે રહેવાનો કાળ તેને સ્થિતિબંધ કહે છે. ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'ની આચાર્યશ્રી પૂજ્યપાદ - સ્વામીકત ટીકા, ‘સર્વાર્થસિદ્ધિ', અધ્યાય ૮, સુત્ર ૩ની ટીકા "तत्स्वभावादप्नच्युतिः स्थितिः । यथा - अजागोमहिष्यादिक्षीराणां माधुर्यस्वभावादप्रच्युतिः स्थितिः । तथा ज्ञानावरणादीनामावगमादिस्वभावादप्रच्युतिः स्थितिः ।' Page #722 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૩ ૬૮૯ અનુભાગબંધ (રસબંધ) - બદ્ધ કર્મોની ફળ આપવાની શક્તિમાં રહેલી તરતમતાને અનુભાગબંધ કહે છે. સ્વભાવનિર્માણની સાથે કર્મપુદ્ગલમાં તીવ્રતા, મંદતા વગેરે રૂપે ફળાનુભવ આપનારી વિશેષતા નિર્માણ થાય છે. તે વિશેષતાને અનુભાગબંધ અથવા રસબંધ કહે છે. અનુભાગબંધનું કાર્ય કર્મસ્કંધોમાં રહેલી ફળદાનશક્તિને નક્કી કરવાનું અને તે મુજબ જીવને રસાસ્વાદ કરાવવાનું છે. જે પ્રકારે બકરી, ગાય, ભેંસ ઇત્યાદિનાં દૂધમાં તીવ્ર, મંદ અને મધ્યમ પ્રકારનો રસવિશેષ હોય છે, તે જ પ્રમાણે કર્મપુદ્ગલની ફળ આપવાની શક્તિ એ અનુભાગબંધ છે. વિવિધ પ્રકારના વિપાક, અર્થાત્ ફળ આપવાની શક્તિને અનુભાગબંધ કહે છે. દરેક જીવને પોતાનાં કર્મને અનુરૂપ ફળ મળે છે. તીવ્ર પરિણામથી બાંધેલા કર્મનો વિપાક તીવ્ર હોય છે અને મંદ પરિણામથી બાંધેલા કર્મનો વિપાક મંદ હોય છે. જ્ઞાનાવરણીયાદિ કર્મપ્રકૃતિઓમાં જે તીવ્ર, મંદ રસ હોય અને તદનુસાર કર્મની ફળ આપવાની શક્તિની ન્યૂનાધિકતા થાય તે અનુભાગબંધ છે. કર્મપ્રહણ વખતે કર્મમાં જે રસ ઉત્પન્ન થાય છે, તે રસની તરતમતા અનુસાર કર્મના ફળમાં તરતમતા આવે છે. વિધવિધ કર્મમાં આત્માના વિધવિધ ગુણને દબાવવા વગેરેનો સ્વભાવ છે; પણ સમાન સ્વભાવના દરેક કર્મમાં તે સ્વભાવ એકસરખા પ્રમાણનો હોતો નથી, ન્યૂનાધિક હોય છે. દા.ત. મઘમાં કેફ ઉત્પન્ન કરવાનો સ્વભાવ છે, પણ દરેક પ્રકારનું મધ એકસરખા કેફને ઉત્પન્ન કરતું નથી. અમુક પ્રકારનું મઘ અતિશય કેફ ઉત્પન્ન કરે છે, જ્યારે અમુક પ્રકારનું મદ્ય તેનાથી ઓછા કેફને અને અમુક મદ્ય તેનાથી પણ ન્યૂન કેફને ઉત્પન્ન કરે છે. તેવી રીતે આત્મગુણોને દબાવવા વગેરે કર્મોના સ્વભાવમાં પણ તરતમતા હોય છે. અર્થાત્ કર્મોના વિપાક(ફળ)માં તરતમતા હોય છે. દરેક કર્મ કેવો વિપાક (ફળ) આપશે એનો નિર્ણય પણ કર્યગ્રહણ વખતે જ થઈ જાય છે. કર્મવિપાકની તીવ્રતા અને મંદતાના નિશ્ચયને અનુભાગ(રસ)બંધ કહે છે. જ્ઞાનાવરણીય કર્મ આત્માના જ્ઞાન ગુણને રોકે છે. પરંતુ જોવામાં આવે છે કે દરેક જીવમાં જ્ઞાન ગુણનો અભિભવ સમાનપણે હોતો નથી. કોઈ વ્યક્તિ અમુક વિષયને સમજવાનો બહુ પ્રયત્ન કરવા છતાં અતિશય સ્થૂળ દૃષ્ટિથી સમજી શકે છે, જ્યારે અન્ય વ્યક્તિ એ જ વિષયને અલ્પ પ્રયત્નથી સૂક્ષ્મ દૃષ્ટિથી સમજી જાય છે. વળી, ત્રીજી વ્યક્તિ એ જ વિષયનો વિના પ્રયત્ન અત્યંત સૂક્ષ્મ દૃષ્ટિથી બોધ કરી લે ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'ની આચાર્યશ્રી અકલંકદેવકૃત ટીકા, ‘તત્ત્વાર્થવાર્તિકમ', અધ્યાય ૮, સૂત્ર ૩-૬ 'तद्रसविशेषोऽनुभवः । यथा अजागोमहिष्यादिक्षीराणां तीव्रमन्दादिभावेन रसविशेषः तथा कर्मपुद्गलानां स्वगतसामर्थ्यविशेषोऽनुभव ।' Page #723 -------------------------------------------------------------------------- ________________ ૬૯૦ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન છે. આ પ્રમાણે બોધગ્રહણમાં જોવા મળતી તરતમતા જ્ઞાનાવરણીય કર્મના રસબંધને આભારી છે. કર્મવિપાક બે પ્રકારના છે - શુભ વિપાક અને અશુભ વિપાક. ગોળ, ખાંડ, સાકર, અમૃતની મધુરતા તથા લીમડો, કાંજી, વિષ, હલાહલની કટુતા જે પ્રકારે ઉત્તરોત્તર અધિક છે, તે પ્રકારે શુભ વિપાક અને અશુભ વિપાકનો રસ પણ ઉત્તરોત્તર અધિક હોવાથી અનેક ભેદરૂપ હોય છે. શાસ્ત્રમાં શુભ કર્મના રસને શેરડીના રસ અને અશુભ કર્મના રસને લીમડાના રસનાં દૃષ્ટાંત દ્વારા સમજાવવામાં આવે છે. જેમ શેરડીનો રસ સુખ આપે છે, તેમ શુભ કર્મનું ફળ સુખ આપે છે તથા જેમ લીમડાનો રસ દુઃખ આપે છે, તેમ અશુભ કર્મથી દુ:ખની પ્રાપ્તિ થાય છે. શેરડીનો રસ જેમ જેમ વધુ બળે છે, તેમ તેમ તે અધિક મધુર બને છે. લીમડાનો રસ જેમ જેમ વધુ બળે છે, તેમ તેમ તે અધિક કડવો બને છે. એ જ પ્રમાણે શુભ પ્રકૃતિમાં જેટલો વધારે તીવ્ર રસ, તેટલું તેનું શુભ ફળ અધિક મળે અને અશુભ પ્રકૃતિમાં જેટલો વધારે તીવ્ર રસ, તેટલું તેનું અશુભ ફળ અધિક મળે. દા.ત. બે વ્યક્તિઓને અશાતા વેદનીય કર્મનો ઉદય થાય છે ત્યારે એકને વેદનાનો અનુભવ અધિક થાય છે, જ્યારે બીજી વ્યક્તિને અલ્પ વેદના થાય છે. આનું કારણ રસની તરતમતા છે. કર્મપરમાણુઓમાં ઉત્પન્ન થતા રસની અસંખ્ય તરતમતા છે. છતાં સ્થૂળ દષ્ટિએ એના ચાર ભેદ છે. તે આ પ્રમાણે - એકસ્થાનિક રસ, દ્વિસ્થાનિક રસ, ત્રિસ્થાનિક રસ, ચતુઃસ્થાનિક રસ. તેમાં સામાન્ય મંદ રસને એકસ્થાનિક રસ કહેવામાં આવે છે. આ રસથી આત્માના ગુણોનો અભિભવ અલ્પાંશે થાય છે. એકસ્થાનિક રસથી અધિક તીવ રસને દ્વિસ્થાનિક રસ કહેવામાં આવે છે. તેનાથી પણ અધિક તીવ્ર રસને ત્રિ સ્થાનિક રસ કહેવામાં આવે છે. ત્રિસ્થાનિક રસથી અધિક તીવ્ર રસને ચતુઃસ્થાનિક રસ કહેવામાં આવે છે. રસની આ તરતમતા લીંબડાના અને શેરડીના રસની તરતમતાથી સમજી શકાય છે. આ (લીંબડાનો કે શેરડીનો) રસ સ્વાભાવિક હોય ત્યારે એકસ્થાનિક હોય છે. તેના બે ભાગ કલ્પી એક ભાગ જેટલો બાળી નાખવામાં આવે તો બચેલો એક ભાગ રસ ક્રિસ્થાનિક બને છે. તેના ત્રણ ભાગ કલ્પી બે ભાગ જેટલો બાળી નાખવામાં આવે તો બચેલો એક ભાગ રસ ત્રિસ્થાનિક બને છે. તેના ચાર ભાગ કલ્પી ત્રણ ભાગ જેટલો બાળી નાખવામાં આવે તો બચેલો એક ભાગ રસ ચતુઃસ્થાનિક બને છે. એ પ્રમાણે કર્મના રસ વિષે પણ જાણવું. આમ, અનુભાગબંધ એટલે કર્મની ફળ આપવાની શક્તિ. જીવ જેવા રસથી કર્મ બાંધે છે, તે કર્મનો ઉદય તેવા રસ સહિત થાય છે. અનુભાગબંધના ચૌદ પ્રકાર છે. સાદિ, અનાદિ, ધ્રુવ, અધુવ ઇત્યાદિ ચૌદ પ્રકારોની અપેક્ષાએ અનુભાગબંધનું વર્ણન Page #724 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૩ ૬૯૧ કરવામાં આવે છે. પ્રદેશબંધ – બંધ થવાવાળાં કામણ સ્કંધોમાં રહેલાં પરમાણુઓની સંખ્યાને પ્રદેશબંધ કહે છે. જે પુદ્ગલસ્કંધ કર્મરૂપે પરિણત થયા હોય, તેનું પરમાણુરૂપથી પ્રમાણ એટલે કે નિર્ણય કરવો કે “આટલાં પરમાણુ બંધાયાં' એ પ્રદેશબંધ છે. કર્મવર્ગણાનાં અથવા પરમાણુનાં ઓછાવત્તા પ્રમાણને પ્રદેશબંધ કહે છે. પ્રદેશબંધમાં કર્મપરમાણુઓનું પરિમાણ અભિપ્રેત છે. કર્મવર્ગણાનાં પુદ્ગલોનાં દળિયાં અમુક પરિમાણ જેટલાં બંધાય છે તેને પ્રદેશબંધ કહે છે. આત્માના અસંખ્ય પ્રદેશો છે. આ અસંખ્ય પ્રદેશોમાં એક એક પ્રદેશ ઉપર અનંતાનંત કર્મસ્કંધોનો સંગ્રહ થવો એ પ્રદેશબંધ છે. આત્માના અસંખ્ય પ્રદેશોમાંથી એક એક પ્રદેશ ઉપર કમસ્કંધોના બંધને, અર્થાત્ આત્માના પ્રદેશો અને પુદ્ગલના પ્રદેશોના એકક્ષેત્રાવગાહી થઈ સ્થિત થવાને પ્રદેશબંધ કહે છે. આત્માના પ્રદેશ અને પુદ્ગલના પ્રદેશોનું એકક્ષેત્રાવગાહી થઈને રહેવું એ પ્રદેશબંધ છે. જેટલાં પુદ્ગલપરમાણુ કર્મરૂપ પરિણમન કરી જીવ સાથે બંધાય તે પ્રમાણને - સંખ્યાને પ્રદેશબંધ કહે છે. જે ઘનાંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ એક ક્ષેત્રમાં રહેલા છે; જેની એક, બે, ત્રણ ઇત્યાદિ અસંખ્યાત સમયની સ્થિતિ છે; જે ઉષ્ણ, રુક્ષ, શીત અને સ્નિગ્ધ સ્પર્શથી સહિત છે; સમસ્ત વર્ણ અને રસ સહિત છે; સમસ્ત કર્મપ્રકૃતિને યોગ્ય છે, પુણ્યપાપના ભેદથી બે પ્રકારના છે; સૂક્ષ્મ છે; સમસ્ત આત્મપ્રદેશોમાં અનંતાનંત પ્રદેશ સહિત છવાયેલાં છે એવા જે પુદ્ગલસ્કંધને - કાર્મણ વર્ગણાના સમૂહને આ જીવ પોતાની સાથે એકત્રાવગાહે જોડે છે તે પ્રદેશબંધ છે. કર્મપરમાણુઓનો આત્માની સાથે સંબંધ થાય છે ત્યારે એ કર્મપરમાણુઓની સાત કે આઠ પ્રકૃતિઓમાં જે વહેંચણી થાય છે અને પ્રદેશબંધ કહેવાય છે. કર્મરાશિ ગ્રહણ કર્યા પછી જુદા જુદા સ્વભાવમાં રૂપાંતરિત થનારો તે કર્મરાશિ સ્વભાવ અનુસાર વિશિષ્ટ પરિમાણમાં વિભક્ત થાય છે. આ પરિમાણવિભાગ એ જ પ્રદેશબંધ છે. ભિન્ન ભિન્ન સ્વભાવનાં કર્મોની ભિન્ન ભિન્ન પરમાણુસંખ્યા હોય છે. કર્મોનાં નામો તેના ફળ આપવાના સ્વભાવને અનુસરીને પડે છે. બંધસમયે જ કર્મપ્રદેશોમાં સ્વભાવ નક્કી થાય છે અને એ અનુસાર તે કર્મપ્રદેશોનું નામ પડે છે. જે કર્મપ્રદેશોમાં જ્ઞાન ગુણને આવરવાનો સ્વભાવ નક્કી થાય છે તે કર્મપ્રદેશોનું જ્ઞાનાવરણીય એવું નામ પડે છે. જે કર્મપ્રદેશોમાં દર્શન ગુણને આવરવાનો સ્વભાવ નક્કી થાય છે તે કર્મપ્રદેશોનું દર્શનાવરણીય એવું નામ પડે છે. આમ, પ્રદેશોમાં સ્વભાવ તથા સ્વભાવ પ્રમાણે નામ નક્કી થાય છે. પ્રદેશો વિના સ્વભાવ કે નામ નક્કી Page #725 -------------------------------------------------------------------------- ________________ ૬૯૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન ન થઈ શકે. માટે પ્રદેશો સ્વભાવ(પ્રકૃતિનાં અને તેથી તેનાં નામનાં કારણ છે. કર્મબંધના પ્રતિબંધ વગેરે ચાર ભેદોને શાસ્ત્રમાં મોદક(લાડુ)ના દષ્ટાંતથી સમજાવવામાં આવ્યા છે. જુદા જુદા પ્રકારના મોદકમાં ભિન્ન ભિન્ન પ્રકૃતિ હોય છે. જે મોદક વાત(વાયુ)વિનાશક દ્રવ્યો નાખીને બનાવેલા હોય તે મોદકનો સ્વભાવ વાતને શમાવવાનો હોય છે. જે મોદક પિત્તનાશક દ્રવ્યો નાખીને બનાવવામાં આવે તે મોદકનો સ્વભાવ પિત્તને શાંત કરવાનો બને છે. કફનાશક દ્રવ્યો નાખીને બનાવેલા મોદકનો સ્વભાવ કફનો નાશ કરવાનો થાય છે. એ જ પ્રમાણે ભિન્ન ભિન્ન જાતિના મોદકમાં કોઈ પણ જાતના વિકાર વિના ટકી રહેવાની સ્થિતિ પણ જુદી જુદી હોય છે. અમુક પ્રકારના મોદક એક જ દિવસ ખાદ્ય તરીકે રહે છે, બીજા દિવસે તેમાં વિકાર આવવાથી અખાદ્ય બની જાય છે. જ્યારે કેટલાક મોદક અઠવાડિયું, પંદર દિવસ, મહિનાઓ સુધી પણ ખાદ્ય તરીકે રહે છે. ભિન્ન ભિન્ન મોદકમાં મધુરતા કે સ્નિગ્ધતા વગેરે રસ પણ ન્યૂનાધિક હોય છે. જે મોદકમાં ગળપણ અધિક નાંખવામાં આવ્યું હોય એ મોદક અધિક મધુર હોય છે. અલ્પ ગળપણ નાખીને બનાવવામાં આવેલા મોદકમાં અલ્પ મીઠાશ હોય છે. તે જ પ્રમાણે અધિક ઘી નાખીને બનાવેલા મોદકમાં સ્નિગ્ધતા - ચીકાશ ઘણી હોય છે. અલ્પ ઘીથી બનેલા મોદકમાં અલ્પ ચીકાશ હોય છે. વધારે મેથી નાખીને બનાવેલા મોદક અધિક કડવા અને અલ્પ મેથી નાખીને બનાવેલા મોદક અલ્પ કડવા હોય છે. ભિન્ન ભિન્ન મોદકમાં કણિયારૂપ પ્રદેશોનું પ્રમાણ પણ ન્યૂનાધિક હોય છે. કોઈ મોદક ૫૦ ગ્રામનો, કોઈ મોદક ૧૦૦ ગ્રામનો, તો કોઈ મોદક ૨00 સામનો હોય છે. મોદક ખાવાથી વાત ઇત્યાદિ વિકાર દૂર થાય છે - આ તેની પ્રકૃતિ એટલે કે સ્વભાવ થયો. મોદક જેટલા દિવસ ટકે તેટલી તેની કાળમર્યાદા છે, સ્થિતિ છે. મોદક મીઠા, કડવા ઇત્યાદિ હોય છે, એ તેનો (સ્વાદ) અનુભાગ થયો. કેટલાક મોદક મોટા, કેટલાક મોદક નાના હોય છે, આ તેનું પરિમાણ છે, પ્રદેશ છે. મોદકમાં જેમ આ ચાર બાબતો છે, તે પ્રમાણે બંધ થનારાં કર્મોમાં પણ એ બાબતો હોય છે. કર્મના વિષયમાં કોઈ કર્મમાં જ્ઞાનને આવરવાનો સ્વભાવ, કોઈ કર્મમાં દર્શનને અભિભવ કરવાનો (દબાવવાનો) સ્વભાવ, એમ ભિન્ન ભિન્ન કર્મનો ભિન્ન ભિન્ન સ્વભાવ છે. કોઈ કર્મની ૩૦ કોડાકોડી સાગરોપમની સ્થિતિ, કોઈ કર્મની ૨૦ કોડાકોડી સાગરોપમની સ્થિતિ, એમ ભિન્ન ભિન્ન કર્મમાં ભિન્ન ભિન્ન સ્થિતિ હોય છે. કોઈ કર્મમાં તીવ્ર રસ હોય તો કોઈ કર્મ મંદ રસવાળું હોય, એમ ભિન્ન ભિન્ન રસ હોય છે. કોઈ કર્મમાં અલ્પ કર્મપરમાણુઓ, કોઈ કર્મમાં તેનાથી વધારે, તો કોઈ કર્મમાં તેનાથી પણ વધારે, એમ ભિન્ન ભિન્ન કર્મમાં ન્યૂનાધિક કર્મપરમાણુઓ હોય છે. Page #726 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૩ ૬૯૩ જેમ કોઈ મોદક ત્રિકટુ(સૂંઠ, પીપર અને મરી)નો બનાવેલો હોય તો તેનો સ્વભાવ વાયુનું હરણ કરવાનો છે, શીત દ્રવ્યોનો બનાવેલો હોય તો તેનો સ્વભાવ પિત્તહરણ કરવાનો છે તથા અરડૂસો અને ક્ષારાદિ વસ્તુનો કરેલો હોય તો તેનો સ્વભાવ કફહરણ કરવાનો છે; તેમ કર્મોનો પણ જુદો જુદો સ્વભાવ હોય છે. કોઈ કર્મનો જ્ઞાનને આવરિત કરવાનો, કોઈનો દર્શનને આવરિત કરવાનો વગેરે જુદા જુદા સ્વભાવ હોય છે. આ પ્રકૃતિબંધ છે. કોઈ મોદક એક દિવસ પછી બગડી જાય છે, કોઈ બે દિવસ પછી, કોઈ મહિના પછી બગડે છે; તેમ કોઈ કર્મની સ્થિતિ અંતર્મુહૂર્ત, તો કોઈની પ્રહર, દિવસ, પક્ષ, માસ, યાવત્ ૭૦ કોડાકોડી સાગરોપમ સુધીની હોય છે. આ સ્થિતિબંધ છે. કોઈ મોદકનો રસ વધારે મીઠો, કોઈનો ઓછો મીઠો; તેમ કોઈ કર્મનો રસ વધારે સુખરૂપ, તો કોઈનો ઓછો સુખરૂપ હોય છે. આ અનુભાગબંધ - રસબંધ છે. કોઈ મોદક વજનમાં ૧૦૦ ગ્રામનો, કોઈ ર૦૦ ગ્રામનો હોય છે; તેમ કોઈ કર્મનાં પરમાણુ સંખ્યામાં થોડાં, તો કોઈનાં ઘણાં હોય છે. આ પ્રદેશબંધ છે. આમ, બંધના પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધ એ ચાર ભેદ છે. આત્માને લાગેલાં કર્મો આત્માની અમુક શક્તિને ઢાંકે છે, તે શક્તિને તે અમુક વખત સુધી ઢાંકે છે, તે જુદી જુદી માત્રાની તીવ્રતાવાળાં ફળ આપે છે અને તે અમુક જથ્થામાં આત્માને લાગે છે. પરંતુ અહીં પ્રશ્ન થાય છે કે તે આત્માની કઈ શક્તિને ઢાંકશે, કેટલો વખત સુધી ઢાંકશે, કેટલી તીવ્રતાવાળાં ફળો આપશે અને કેટલા જથ્થામાં લાગશે તેનાં નિયામક કારણો કયાં કયાં છે? કર્મોને આત્મા તરફ લાવવામાં આત્માની જે પ્રવૃત્તિ કારણભૂત છે, તે પ્રવૃત્તિના આધાર ઉપર, તે વખતે બંધાયેલાં કર્મો આત્માની કઈ શક્તિને મુખ્યપણે ઢાંકશે તે નક્કી થાય છે. જો તેની પ્રવૃત્તિ જ્ઞાનનાં સાધનોનો નાશ કરનારી, જ્ઞાનીનો અનાદર કરનારી હશે તો એવી પ્રવૃત્તિથી આત્માને લાગનારાં કર્મો મુખ્યતાથી આત્માની જ્ઞાનશક્તિને ઢાંકશે. તે પ્રવૃત્તિનું પ્રમાણ તે કર્મોના જથ્થાનું પ્રમાણ નક્કી કરે છે. કર્મો કેટલા વખત સુધી આત્માની સાથે રહેશે તેનો આધાર અને કર્મના ફળની તીવ્રતા-મંદતાનો આધાર પ્રવૃત્તિ કરતી વખતની કષાયની તીવ્રતા-મંદતા ઉપર છે. જેમ વધારે તીવ્ર કષાયપૂર્વકની પ્રવૃત્તિ, તેમ તે પ્રવૃત્તિથી લાગતાં કર્મો વધારે લાંબા વખત સુધી આત્માની શક્તિને ઢાંકશે અને વધારે તીવ્ર ફળ આપશે કર્મબંધના ચાર પ્રકારોમાંથી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ યોગના કારણે પડે છે તથા સ્થિતિબંધ અને અનુભાગબંધ કષાયના કારણે પડે છે. ચાર પ્રકારના બંધનું કારણ જીવનાં યોગ અને કષાયરૂપ પરિણામ છે. યોગ અને કષાયમાં તરતમભાવના કારણે ચાર પ્રકારના બંધમાં તરતમતા હોય છે. જીવની મન, વચન, કાયાની ક્રિયાને યોગ કહે છે. મન, વચન અને કાયાની Page #727 -------------------------------------------------------------------------- ________________ ૬૯૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પ્રત્યેક ક્રિયા કર્મયોગ્ય પરમાણુઓને ખેંચે છે. કર્મનું જીવ તરફ આવવાનું કારણ - આસવનું કારણ છે મન-વચન-કાયાની પ્રવૃત્તિ. મન-વચન-કાયાના વ્યાપારો કર્મોનો આત્માની સાથે સંબંધ કરાવનાર છે. યોગદ્વારોથી કર્મોનો આસવ થાય છે અને પછી કર્મને યોગ્ય પુદ્ગલોના રહણથી જીવ અને કર્મપુદ્ગલો એકક્ષેત્રાવગાહે સ્થિત થાય છે. યોગની ક્રિયાથી આસપૂર્વક પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ થાય છે. જે કર્મને યોગ્ય પુદ્ગલ ખેંચાય છે, તે કામણ વર્ગણાઓમાં જીવના યોગથી પ્રકૃતિ પડે છે. જો તે કર્મપુદ્ગલ જ્ઞાનમાં બાધા નાખવાવાળી ક્રિયાથી ખેંચાયા હોય તો તેમાં જ્ઞાનને આવરણ કરવાનો સ્વભાવ પડશે. એ રીતે કર્મપુદ્ગલનો સ્વભાવ નક્કી થાય છે. પ્રકૃતિબંધ સંબંધે યોગનું દ્વિવિધપણું છે - શુભ યોગ અને અશુભ યોગ. મન, વચન અને કાયાના શુભ વ્યાપાર અર્થાતુ ધર્મચિંતન, પરહિતકાર્ય આદિ પ્રવૃત્તિ એ શુભ યોગ છે અને તેનાથી વિરુદ્ધ વ્યાપાર તે અશુભ યોગ છે. ધર્મોનાં અંગોમાં મન-વચનકાયાની પ્રવૃત્તિ થતાં શુભ યોગ હોય છે તથા અધર્મનાં અંગોમાં તેની પ્રવૃત્તિ થતાં અશુભ યોગ હોય છે. આ રીતે શુભ યોગ અને અશુભ યોગ એમ બે પ્રકારના યોગ છે. આત્મા-અનાત્માનો વિવેક થયા પહેલાં શુભ કે અશુભ યોગ પ્રવૃત્તિ ઘાતી કર્મના બંધરૂપ તો થાય જ છે, જ્યારે અઘાતી કર્મમાં શુભ યોગ વડે શાતા વેદનીય આદિ પુણ્યપ્રકૃતિ તથા અશુભ યોગ વડે અશાતા વેદનીય આદિ પાપપ્રકૃતિનું ઉપાર્જન થાય છે. શુભ અને અશુભની જ્યાં મિશ્ર યોગ પ્રવૃત્તિ હોય છે ત્યાં કેટલાંક પુદ્ગલ પુણ્યપ્રકૃતિરૂપ અને કેટલાંક પાપપ્રકૃતિરૂપ પરિણમે છે. જે મહાભાગ્ય પુરુષોને આત્માઅનાત્માનો વિવેક વર્તે છે, તેમને ઘાતી કર્મનું ઉપાર્જન બહુ ન્યૂન હોય છે. પ્રદેશબંધ મન-વચન-કાયાના વ્યાપારથી થાય છે. યોગ પ્રવૃત્તિના નિમિત્તથી દરેક સમયે આત્મા અનંત કર્મપરમાણુઓ આકર્ષે છે. જો યોગનું અલ્પત્વ હોય તો પ્રમાણમાં ન્યૂન કર્મપરમાણુઓનું આગમન થાય છે, એટલે કે કર્મનાં ઓછાં પરમાણુઓ બંધાય છે અને યોગ અતિ પ્રમાણમાં હોય તો કર્મનાં પરમાણુઓ અધિક પ્રમાણમાં બંધાય છે. આમ, કર્મનો પ્રદેશબંધ યોગ ઉપર આધાર રાખે છે. કોઈ એક જીવ દરેક સમયે સમાન પુદ્ગલો રહણ કરતો નથી, ઓછાવત્તાં પુદ્ગલો ગ્રહણ કરે છે, કારણ કે પ્રદેશબંધ યોગથી થાય છે. જીવનો યોગ દરેક સમયે એકસરખો જ હોતો નથી, ઓછોવત્તો હોય છે. જેમ જેમ યોગનો વ્યાપાર વધારે, તેમ તેમ તે અધિક પુદ્ગલો ગ્રહણ કરે છે. જેમ જેમ યોગનો વ્યાપાર ઓછો, તેમ તેમ તે ઓછાં પુગલો ગ્રહણ કરે છે. તાત્પર્ય એ છે કે આકર્ષાયેલાં કર્મપુદ્ગલોને આત્મપ્રદેશો સાથે એકક્ષેત્રાવગાહી Page #728 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૩ ૬૯૫ કરી દેવાં તથા તેના જ્ઞાનાવરણ, દર્શનાવરણ આદિ સ્વભાવનું નક્કી થયું - આ બન્ને યોગ દ્વારા થાય છે. તેને પ્રદેશબંધ અને પ્રકૃતિબંધ કહે છે. યોગ દ્વારા ગ્રહણ થયેલાં કર્મપરમાણુઓનું પરિમાણ તે પ્રદેશ છે, તેનો બંધ થાય છે ત્યારે તેમાં મૂળ-ઉત્તર પ્રકૃતિઓના વિભાગ થાય છે, તેથી યોગ વડે પ્રદેશબંધ અને પ્રકૃતિબંધ થાય છે. યોગના નિમિત્તથી કર્મનું આગમન થાય છે, માટે યોગ તે આસવ છે. આ યોગાસવની જવાબદારી કર્મની પ્રકૃતિ અને તેના પ્રદેશના માત્ર નિયામક બનવાનું છે. તેનું કર્તવ્ય માત્ર કર્મવર્ગણાને ખેંચવાનું - તેનો જથ્થો ભેગો કરવાનું અને પછી તેની મૂળ અને ઉત્તર પ્રકૃતિરૂપે વહેંચણી કરવાનું છે. તે કર્મ કેટલા કાળ સુધી રહેવાનું છે તથા તેની ફળદાયી શક્તિનું તારતમ્ય કેટલું છે, તે સાથે યોગાસવને સંબંધ નથી. તેનો આધાર કષાય ઉપર છે. કષાય એટલે મોહના ઉદયથી મિથ્યાત્વ અને ક્રોધાદિ ભાવ ઉપસ્થિત થવો તે; આત્માના સ્વરૂપજ્ઞાનરૂપ સમ્યક્ત્વનો, સ્વરૂપાચરણરૂપ દેશચારિત્રનો, સકલ ચારિત્રનો અને યથાખ્યાત ચારિત્રનો રોધ કરે તે. મોહના ઉદયથી જે મિથ્યાત્વ, ક્રોધાદિરૂપ ભાવ થાય છે તે સર્વનું સામાન્ય નામ કષાય છે. રાગ-દ્વેષભાવોની પરિણતિને કષાય કહે છે. ક્રોધ, માન, માયા અને લોભરૂપ આત્માનાં વિભાવપરિણામો તે કષાય. કર્મરૂપે ગ્રહણ થયેલાં પુદ્ગલપરમાણુઓના કાળ અને વિપાકની તીવ્રતા-મંદતાનો નિશ્ચય આત્માના અધ્યવસાય એટલે કે કષાયની તીવ્રતા અને મંદતા અનુસાર હોય છે. કષાયોની તીવ્રતા અને મંદતા પ્રમાણે તે કર્મપુદ્ગલમાં સ્થિતિ અને ફળ આપવાની શક્તિ નક્કી થાય છે, તે સ્થિતિબંધ અને અનુભાગબંધ છે. કર્મો કેટલા કાળ સુધી ટકશે એટલે કે સ્થિતિબંધ અને કેવું તીવ્ર અથવા મંદ ફળ આપશે એટલે કે અનુભાગબંધ, એ બન્નેનો આધાર આત્માના કષાયભાવ ઉપર રહેલો છે. એ બન્ને બંધ કષાયથી થાય છે. જે આત્મા તેની સાંપ્રત સ્થિતિમાં કષાયભાવ વિના એક સમય પણ રહી શકતો નથી તે કષાયાત્મા છે. વ્યક્ત કે અવ્યક્ત કષાયભાવ અગિયારમા ઉપશાંત મોહ ગુણસ્થાન સુધી રહે છે અને ત્યાં સુધી અશુભ યોગ વડે પાપાસવ હોવાનું જૈન શાસ્ત્રમાં કહ્યું છે. કષાય વડે આત્મા પ્રત્યેક સમયે આયુષ્ય કર્મ સિવાયનાં સાતે કર્મોનું ગ્રહણ કરે છે. આયુષ્ય કર્મનો બંધ આખા ભવમાં એક જ વાર થાય છે. કષાયના બહુત્વથી સર્વ પ્રકૃતિની સ્થિતિનો બંધ ઘણો થાય છે, પરંતુ દેવ તથા મનુષ્ય સંબંધી આયુષ્યની સ્થિતિ અલ્પ બંધાય છે, જ્યારે તેના અલ્પત્વથી લાંબી બંધાય છે. ઘાતી કર્મની સર્વ પ્રકૃતિમાં અને અઘાતી કર્મની પાપપ્રકૃતિમાં કષાયના અલ્પત્વથી અનુભાગબંધ અલ્પ અને બહુત્વથી ઘણો થાય છે, જ્યારે પુણ્યપ્રકૃતિનો અનુભાગબંધ કષાયની Page #729 -------------------------------------------------------------------------- ________________ ૬૯૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન મંદતાથી વધે અને બહુત્વથી ન્યૂન થાય છે. આ પ્રકારે કષાયથી સ્થિતિ અને અનુભાગબંધનું સ્વરૂપ નક્કી થાય છે. કષાયના અભાવમાં કર્મપરમાણુઓ આત્માની સાથે સંબદ્ધ રહી શકતાં નથી. કર્મપરમાણુને ખેંચવું અને ટકાવવું આ બે જુદી બાબત છે. મન-વચન-કાયાની ચંચળતા દ્વારા, એટલે કે યોગ દ્વારા કર્મપરમાણુઓ આકર્ષિત થાય છે અને કષાય દ્વારા તે ટકી રહે છે, અર્થાત્ કષાય દ્વારા તેને બાંધેલાં રાખી શકાય છે. કષાય જેટલા તીવ્ર હોય તેટલા લાંબા સમય સુધી કર્મપરમાણુ આત્માની સાથે ચોંટેલાં રહે છે. કેવળી ભગવંતોને યોગક્રિયાથી માત્ર શાતા વેદનીયનો સમયસ્થાયી બંધ છે, કારણ કે તેમને કષાયનો સદ્ભાવ નથી. કેવળી ભગવંતોને કષાય નથી હોતા, તેથી તેમને યોગ દ્વારા પ્રથમ સમયે જે કર્મપુદ્ગલ આવે છે, તે દ્વિતીય સમયમાં વેદાય છે અને તૃતીય સમયમાં ખરી જાય છે. યોગોના નિમિત્તે જે કર્મ આવે છે તે બીજા સમયે વેદાઈને ત્રીજા સમયે નિર્જરી જાય છે. તેમને સ્થિતિબંધ અને અનુભાગબંધ થતો નથી. મન-વચન-કાયાની પ્રવૃત્તિ હોવા છતાં પણ જો કષાય ન હોય તો ઉપાર્જિત કર્મોમાં સ્થિતિ અને રસનો બંધ થતો નથી. સ્થિતિ અને રસ બન્નેના બંધનું કારણ કષાય છે. જ્યારે આત્મા કષાયરહિતપણે માત્ર યોગથી જ કોઈ કાર્ય કરે છે ત્યારે સ્થિતિ અને અનુભાગબંધને ત્યાં અવકાશ રહેતો નથી, તેથી માત્ર યોગથી ઉપાર્જન કરેલ પ્રકૃતિ અને પ્રદેશબંધમાં માત્ર શાતા વેદનીય કર્મ ગ્રહણ થાય છે. પરંતુ જ્યારે તે યોગ કષાય વડે અનુરંજિત થયેલા હોય છે ત્યારે અનેક પ્રકૃત્તિઓનો બંધ વિવિધ અનુભાગ રસ અને સ્થિતિ સહિત થયા વિના રહેતો નથી. કર્મપ્રકૃતિઓનાં ઘણાં પરમાણુ હોવા છતાં જો તેમાં થોડા કાળ સુધી થોડું ફળ આપવાની શક્તિ હોય તો તે કર્મપ્રકૃતિ હીનપણાને પ્રાપ્ત થાય છે તથા કર્મપ્રકૃતિઓનાં થોડાં પરમાણુ હોય છતાં તેમાં ઘણા કાળ સુધી ઘણું ફળ આપવાની શક્તિ હોય તો તે કર્મપ્રકૃતિ અધિકપણાને પ્રાપ્ત થાય છે. માટે યોગ વડે થયેલા પ્રકૃતિબંધ-પ્રદેશબંધ બળવાન નથી, પરંતુ કષાય વડે થયેલા સ્થિતિબંધ-અનુભાગબંધ બળવાન છે. આ પ્રમાણે યોગ અને કષાય કર્મબંધના નિયામક છે. યોગનું અતિ ચાંચલ્ય અને કષાયનું અલ્પત્વ જ્યાં હોય ત્યાં સ્થિતિ અને અનુભાગબંધ ન્યૂન હોય છે, પણ યોગ વડે ઉપાર્જન થયેલી કર્મપ્રકૃતિનો પ્રદેશ ઘણો વિસ્તારવાળો હોય છે, કેમ કે પ્રદેશનો નિયામક યોગ છે. જેવી રીતે ભયાનક રીતે તૂટી પડવાની અણી ઉપર દેખાતાં જળપ્રચુર વાદળાંઓ ઘણી વાર થોડા, ઝરમર ઝરમર છાંટા નાંખી વીખરાઈ જાય છે, ત્યાં પ્રદેશ વિસ્તારવાળો હોવા છતાં પણ ફળ અલ્પ જોવા મળે છે. તેવી રીતે ઘણી વાર અધિક Page #730 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૩ ૬૯૭ વિસ્તારવાળા કર્મ ઓછું ફળ આપી છૂટાં પડી જાય છે. શરીર સંબંધી વેદનીય પ્રસંગોમાં અનેક વખતે એવું બને છે કે ગરમીની ફોલ્લીઓ આખા શરીરે ફૂટી નીકળે છે, એટલે વેદનીય પ્રકૃતિનો પ્રદેશ - વિસ્તાર શરીર ઉપર બહોળા પ્રમાણમાં જોવા મળે છે; પણ તેની સ્થિતિ અલ્પ હોય છે અને વેદનીયની પણ અતિ મંદતા હોય છે, અર્થાત્ અનુભાગબંધ અલ્પ હોય છે. આવા પ્રસંગે એમ સમજવું ઘટે છે કે તે પ્રકારનું કર્મ ઉપાર્જન કરતી વખતે અશુભ યોગના ચાંચલ્યનું બહુત્વ અને કષાયનું અલ્પત્વ હોવું જોઈએ. ઘણી વાર એક નાની સરખી ફોલ્લી આખા શરીરમાં તીવ્ર વેદના ઉત્પન્ન કરે છે અને અનેક ઉપચાર કરવા છતાં મટતી નથી. અહીં એમ કહી શકાય કે કર્મોપાર્જન કાળે કષાયનું બહુલપણું અને યોગનું અલ્પત્વ હશે, તેથી ફળદાનશક્તિ અને સ્થિતિનું તારતમ્ય અધિક છે. અહીં પ્રદેશબંધનું અદ્ભુત્વ છતાં કષાયની અધિકતાના કારણે અનુભાગ અને સ્થિતિ વિશેષ છે. આમ, પ્રકૃતિબંધ અને પ્રદેશબંધનું કારણ યોગ છે તથા સ્થિતિબંધ અને અનુભાગબંધનું કારણ કષાય છે. યોગ-કષાય જ બંધનું કારણ છે. કર્મના ઉદયને અનુસરીને પ્રાપ્ત થયેલ શુભાશુભ સંયોગમાં અજ્ઞાની જીવ પ્રાયઃ રાગ-દ્વેષરૂપ પરિણામવાળો થાય છે અને યોગ વડે ગ્રહણ કરેલાં કર્મોમાં તે અનુસાર અલ્પાધિક રસ તેમજ સ્થિતિ સર્જાય છે અને તેનો જીવ સાથે બંધ થાય છે તથા પૂર્વે બાંધેલાં કર્મોની સાથે તે ભળી જાય છે. પ્રત્યેક અજ્ઞાની જીવ પ્રતિસમય પોતાના મંદ-તીવ્ર યોગપ્રવર્તન વડે અલ્પાધિક પ્રમાણમાં કર્મ ગ્રહણ કરે છે અને તે યોગપ્રવર્તનમાં જે જે રાગ-દ્વેષનાં પરિણામ હોય છે, તે મુજબ ગ્રહણ કરેલ કાર્મણ વર્ગણાનાં પુદ્ગલોમાં તે જ વખતે સ્થિતિ અને રસ બંધ થાય છે અને એ રીતે ચતુર્વિધ સ્વરૂપે કર્મનો બંધ થાય છે. કર્મોના ઉપર્યુક્ત ચારે પ્રકારનો બંધ થયા પછી પણ તરત જ તે કર્મ ફળ આપવાનું શરૂ કરતાં નથી, પણ અમુક સમય સુધી ફળ આપવાની યોગ્યતાનું સંપાદન કરે છે. જેમ ચૂલે ચડાવતાવેંત જ કોઈ પણ વસ્તુ સીઝી જતી નથી, જુદી જુદી વસ્તુને સીઝવામાં જુદો જુદો સમય લાગે છે; તે જ પ્રમાણે કર્મબંધ થતાં જ કર્મ ફળ આપવાનું શરૂ નથી કરતાં તથા વિવિધ કર્મનો પાકકાળ પણ એકસરખો નથી હોતો. કર્મના આ પાક્યોગ્યતાકાળને અબાધાકાળ કહેવામાં આવે છે. સામાન્ય નિયમ એવો છે કે કર્મની સ્થિતિ જેટલા કોડાકોડી સાગરોપમની બંધાઈ હોય તેટલા સો વર્ષનો તે કર્મનો અબાધાકાળ હોય છે. ૧ કર્મબંધ થયા પછી અબાધાકાળ વીતતાં તે કર્મ ફળવાન થાય છે. દા.ત. જો મોહનીય કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧- જુઓ : આચાર્યશ્રી વીરસેનજીકૃત, ધવલા', પુસ્તક ૬, ખંડ ૧, ભાગ ૬, સૂત્ર ૩૧, પૃ.૧૭૨ સા રોલમોડાશોરીજી વાસસાવધા હોત' Page #731 -------------------------------------------------------------------------- ________________ ૬૯૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન થયો હોય તો, તેની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર કોડાકોડી સાગરોપમની હોવાથી તેનો અબાધાકાળ સાત હજાર વર્ષનો હોય. તેથી તે કર્મ સાત હજાર વર્ષ વીતતાં ફળવાન થાય. જો સ્થિતિબંધ અંતર્મુહૂર્ત કાળનો બંધાયો હોય તો અંતર્મુહૂર્ત વીતતાં તે કર્મ ઉદયમાં આવે છે. બંધ અને ઉદય વચ્ચેની સ્થિતિને સત્તા કહેવાય છે અને તે કાળને અબાધાકાળ કહેવાય છે. કર્મ જે રૂપમાં બંધાયું હોય એ જ રૂપમાં ફળ આપે એવો નિયમ નથી, અર્થાત્ અબાધાકાળમાં કર્મ નિષ્ક્રિય જ પડી રહેતાં નથી. તેના ઉપર અનેક રીતે કરણો(યોગ અને કષાય)ની અસર ચાલુ હોય છે, તેથી કર્મોમાં જુદાં જુદાં પરિવર્તનો સંક્રમણ, ઉર્તન, અપવર્તન, ઉપશમન, ઉદીરણા, નિધત્ત, નિકાચના થઈ શકે છે. અબાધાકાળ પૂરો થતાં તે કર્મ પોતાનું ફળ બતાવે છે. રાગ-દ્વેષના ભાવોથી તથા મન-વચન-કાયાની પ્રવૃત્તિથી કર્મની રજકણો આત્મા ઉપર ચોંટી જાય છે અને અબાધાકાળ વીતતાં તે પોતાનું ફળ આપે છે. કર્મનો અબાધાકાળ વ્યતીત થઈ ગયા પછી કર્મ ફળ આપવાનું શરૂ કરે તેને કર્મનો ઉદય કહેવામાં આવે છે. કર્મના સ્થિતિબંધ અનુસાર તેનો સત્તાકાળ હોય છે. સત્તાકાળ પૂરો થાય છે ત્યારે કર્મપરમાણુ ઉદયમાન થઈ ફળ આપે છે અને જીવ તે ફળ ભોગવે છે. કર્મની સ્થિતિ જેટલી બંધાઈ હોય તે અનુસાર કર્મનાં પરમાણુઓ ક્રમશઃ ઉદયમાં આવે છે અને ફળ આપીને આત્માથી છૂટાં પડી જાય છે; અર્થાત્ જ્યારે કર્મસ્થિતિ સમાપ્ત થઈ જાય છે ત્યારે કર્મ પોતાનું ફળ બતાવીને નષ્ટ થઈ જાય છે, આત્માથી અલગ થઈ જાય છે. આમ, પૂર્વકર્મના શુભાશુભ ઉદયમાં આત્મા જોડાય છે ત્યારે નવીન કર્મરજનો આત્મપ્રદેશો જે ક્ષેત્રમાં હોય તે ક્ષેત્રમાં સંચય થાય છે. કર્મો તેનો અબાધાકાળ પૂરો થયા પછી ફળે છે અને પ્રકૃતિ, પ્રદેશ, રસ તથા સ્થિતિ અનુસાર તેનામાં ફળ આપવાનું જે સામર્થ્ય હોય છે તે રીતે પરિણમે છે. શુભાશુભ કર્મ સ્વતંત્રપણે ફળ આપી નિવૃત્ત થાય છે. કર્મ તેની પ્રકૃતિ આદિ પ્રમાણે ફળ આપતું હોવાથી તેનો જડ સ્વભાવ તેના ફળ આપવાપણામાં બાધક થતો નથી. આ ગૂઢ સિદ્ધાંત સામાન્ય જીવોને પણ જલદીથી ગ્રાહ્ય થાય તે માટે શ્રીમદે પ્રસ્તુત ગાથામાં એક ઉદાહરણ આપ્યું છે ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય' ઝેર અને અમૃત બન્ને જડ પુદ્ગલ છે, તેમાં ઝેરનો ગુણ મરણ પમાડવાનો અને અમૃતનો ગુણ દીર્ઘાયુષ્ય આપવાનો છે. તે બન્ને અચેતન હોવાથી પોતાના ગુણને Page #732 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૩ ૬૯૯ જાણતાં નથી, તેમજ પોતે ખાનારને મૃત્યુ કે દીર્ધાયુ આપે છે તેની પણ તેને ખબર નથી; પરંતુ તેનો સ્વભાવ જ એવો છે કે જો જીવ તેને ગ્રહણ કરે તો થોડા કાળમાં જ તે પદાર્થ તેની પ્રકૃતિ પ્રમાણે ફળ આપે. તેમ કર્મો જડ હોવાથી પોતાના સ્વભાવને જાણતાં નથી, કોને શું ફળ આપવું તે જાણતાં નથી, પણ તેનો સ્વભાવ જ એવો છે કે તે પોતાને ગ્રહણ કરનારને યોગ્ય કાળે, પોતામાં અભિભૂત થયેલા સ્વભાવ પ્રમાણે ફળ આપે છે. શિષ્ય પ્રશ્ન કર્યો હતો કે ચેતન આત્માને લાગતાં કર્મો જડ છે. તે કાર્પણ વર્ગણાનાં પુદ્ગલપરમાણુઓમાંથી બનતાં હોવાથી જડ છે, તો જડ એવાં કર્મો આત્માને કેવી રીતે ફળ આપી શકે? જીવને કયું ફળ આપવું તેની કર્મને ખબર જ નથી તો કર્મ કેવી રીતે ફળ આપી શકે? કર્મપરમાણુઓને કાંઈ સમજ નથી તો તે યથાયોગ્ય ફળ આપવા કેવી રીતે પરિણમે? જડ કર્મ તથા પ્રકારના ભોગને જાણતા નથી તો આત્માને સુખ-દુઃખ આપવા તે શી રીતે સમર્થ બને? આ શંકાનું અત્યંત સચોટ સમાધાન આપતાં શ્રીગુરુ કહે છે કે ઝેર અને અમૃતમાં ગ્રહણ કરનારને ફળ આપવાની સમજ ન હોવા છતાં તે જેમ ગ્રહણ કરનારને ફળ આપે છે, તેમ કર્મને ફળ આપવાની સમજ ન હોવા છતાં તે પોતાના સ્વભાવ અનુસાર ફળ આપે છે. જીવ શુભાશુભ ભાવ કરે છે, તેથી તે શુભાશુભ કર્મ બાંધે છે અને યોગ્ય કાળે તે શુભાશુભ કર્મ જીવને ફળ આપે છે. શુભ ભાવના પ્રાદુર્ભાવથી પુણ્યપ્રકૃતિનો બંધ થાય છે તથા અશુભ ભાવના પ્રાદુર્ભાવથી પાપપ્રકૃતિનો બંધ થાય છે. આ પુણ્ય-પાપરૂપી કર્મ ઉદયમાં આવતાં તે અનુસાર જીવને ફળ આપે છે અને તે પ્રમાણે જીવ તેને ભોગવે છે. આમ, જીવનું શુભાશુભ કર્મનું ભોક્તાપણું સિદ્ધ થાય છે. | શિયાળામાં ઠંડીના કારણે વાયુ ઉત્પન્ન થાય છે, પણ ઉષ્ણતાવાળી વસ્તુ ખાવાથી પિત્ત ઉત્પન્ન થાય છે અને પિત્તના પ્રભાવથી વાયુનો નાશ થાય છે. સૂંઠ પિત્ત કરનારી હોવાથી વાયુનો નાશ કરે છે. યદ્યપિ સુંઠ જડ છે, છતાં પણ તેના સ્વભાવ મુજબ તે કાર્ય કરે છે; તેમ કર્મ પણ યોગ્ય કાળે તેના તથા પ્રકારના સ્વભાવ અનુસાર ફળ આપે છે, તેથી જીવ તે કર્મના ફળનો ભોક્તા કહેવાય છે. દારૂ જડ છે છતાં તે માદકતા ઉત્પન્ન કરે છે. પ્રત્યક્ષ જોવામાં આવે છે કે કોઈ માણસ દારૂ પીએ તો તે છકી જાય છે. તેને ચાલવા, ખાવા આદિનું કોઈ ભાન રહેતું નથી. જડ એવા દારૂની પણ પીનાર ઉપર અસર તો સ્પષ્ટ દેખાય જ છે. તે જ પ્રમાણે કર્મો જડ હોવા છતાં વિભાવના નિમિત્તે આત્મા ઉપર ચોંટીને યોગ્ય કાળે ફળ આપે છે. આ પ્રકારે જડ એવાં કર્મ આત્મા ઉપર અસર કરે છે. જેમ ભૂખ લાગતાં મુખદ્વાર વડે ગ્રહણ કરેલો ભોજનરૂપ પુદ્ગલપિંડ માંસ, Page #733 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન વીર્ય, રુધિરાદિ ધાતુરૂપે પરિણમે છે. એ ભોજન, કોઈ ધાતુરૂપ થોડાં અથવા કોઈ ધાતુરૂપ ઘણાં પરમાણુઓરૂપે પરિણમે છે. વળી, અમુક પરમાણુઓનો સંબંધ શરીર સાથે ઘણા કાળ સુધી તથા અમુકનો થોડા કાળ સુધી રહે છે. પરમાણુઓમાં કોઈ તો પોતાનું કાર્ય નીપજાવવાની ઘણી શક્તિ ધરાવે છે અને કોઈ અલ્પ શક્તિ ધરાવે છે. હવે એમ થવામાં કોઈ ભોજનરૂપ પુદ્ગલપિંડને તો જ્ઞાન નથી કે ‘હું આમ પરિણમું', તેમજ તેને કોઈ અન્ય પણ પરિણમાવનારો નથી; પરંતુ એવા પ્રકારનો જ નિમિત્તનૈમિત્તિક ભાવ હોય છે, જેના વડે એ જ પ્રકારે પરિણમન થાય છે. તેમ કષાય થવાથી યોગદ્વાર વડે ગ્રહણ કરેલો કર્મપુદ્ગલપિડ જ્ઞાનાવરણીયાદિ પ્રકૃતિરૂપ પરિણમે છે. એ કર્મપરમાણુઓમાંથી કોઈ પ્રકૃતિરૂપ થોડાં અથવા કોઈ પ્રકૃતિરૂપ ઘણાં પરમાણુઓ હોય છે. વળી, અમુક પરમાણુઓનો સંબંધ ઘણો કાળ રહે છે તથા અમુકનો થોડો કાળ રહે છે. એ પરમાણુઓમાં કોઈ પોતાનું કાર્ય નીપજાવવાની ઘણી શક્તિ ધરાવે છે, તો કોઈ થોડી શક્તિ ધરાવે છે. આ રીતે પરિણમવામાં કોઈ પુદ્ગલપિંડને તો જ્ઞાન નથી કે ‘હું આમ પરિણમ્', તેમજ અન્ય કોઈ તેને પરિણમાવનારો પણ નથી, પરંતુ એવો જ નિમિત્ત-નૈમિત્તિક ભાવ હોય છે, જે વડે એ જ પ્રકારે પરિણમન થાય છે. 006 જડમાં જાણવાની શક્તિ નથી એવી ધારણાથી જડ કર્મો જીવને ફળ કેવી રીતે આપી શકે એવો પ્રશ્ન ઉદ્ભવે છે, પરંતુ વસ્તુસ્થિતિ તો એ છે કે જડમાં પણ અચિંત્ય શક્તિઓ છે.૧ જડની શક્તિનાં અનેક ઉદાહરણો છે. મરચું જડ છે છતાં જીભ ઉપર મૂકવામાં આવે ત્યારે લાય ઊઠતાં જ આંખમાંથી પાણી નીકળવા માંડે છે અને જીવ અકળાઈ જાય છે. હરડે જડ છે છતાં એને ખાતાં રેચ લાગે છે. બ્રાહ્મીની ગોળી જડ છે છતાં તેના સેવનથી જીવમાં જ્ઞાન વધે છે. ચપ્પુ જડ છે છતાં એની ધારને સ્પર્શ થતાં જ જીવ અરેકારો બોલાવી દે છે. ચશ્મા જડ છે છતાં તે પહેરવાથી નબળી આંખવાળો જીવ સા૨ી ૨ીતે જોઈ શકે છે. એટમબૉંબ જડ છે છતાં અનેક આત્માઓને દેહથી ભિન્ન કરીને મૃત્યુ અર્પે છે. કમ્પ્યૂટર જડ છે છતાં જીવ ન કરી શકે તેવી ઝડપથી ગુણાકારો કરી શકે છે. આવી અચિંત્ય છે જડની શક્તિ! આજની દુનિયામાં જડની અગાધ શક્તિને ઉપયોગમાં લીધી હોવાથી અનેક સ્વયંસંચાલિત વ્યવસ્થાઓ ચાલી રહી છે. એ વ્યવસ્થા જોઈને સમગ્ર કર્મફળવ્યવસ્થાનું સંચાલન જડ કર્મો સ્વયં જ કરી લે છે એમ માનવામાં કશું અજુગતું લાગતું નથી. જડ એવા કર્મમાં અચિંત્ય શક્તિ રહેલી છે. જીવના વિકારી ભાવોના નિમિત્તથી કર્મરૂપે ૧- જુઓ : પંડિત શ્રી રાજમલજીકૃત, ‘પંચાધ્યાયી', ઉત્તરાર્ધ, શ્લોક ૯૨૬ 'नैवं यतोऽनभिज्ञो ऽसि पुद्गलाचिन्त्यशक्तिषु । प्रतिकर्मप्रकृत्याद्यैर्नानारूपासु વસ્તુતઃ ।।' Page #734 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૩ ૭૦૧ પરિણમવા યોગ્ય સૂક્ષ્મ પુદ્ગલમાં અનેક શક્તિ પ્રગટ થાય છે કે જેથી તે જીવને તેના શુભાશુભ ભાવોનું ફળ આપી શકે છે. જડ કર્મ જીવને ઝેર અને સુધાની જેમ ફળ આપે છે. માટે જીવ જેવાં કર્મો કરે છે તેવું ફળ તેણે ભોગવવું જ પડે છે. આમ, કર્મનો અટલ સિદ્ધાંત છે કે જીવ જેવી કરણી કરે છે તેવું તેણે અવશ્ય ભોગવવું પડે છે. રાગાદિ ભાવથી જીવને કર્મ બંધાય છે અને કરેલાં કર્મનાં શુભાશુભ ફળ તેણે ભોગવવાં પડે છે. સારું કે ખરાબ કોઈ પણ જાતનું કર્મ નિષ્ફળ જતું નથી. સાર એ છે કે શુભાશુભ કર્મનું ફળ પોતાના સ્વભાવ પ્રમાણે નીપજે છે. જીવ રાગાદિ કરે તો કર્મ બંધાય છે અને તેનું ફળ તે ભોગવે છે, તેથી તે ભોક્તા છે. જીવના ભોક્તાપણા વિષે વિશેષ સ્પષ્ટીકરણ કરતાં અને ફળના અનુભવનાં વિવિધ દૃષ્ટાંતો આપતાં શ્રીમદ્ છ પદના પત્રમાં ચોથું પદ સમજાવતાં કહે છે ‘જે જે કંઈ ક્રિયા છે તે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ફળ; સાકર ખાવાથી સાકરનું ફળ; અગ્નિસ્પર્શથી તે અગ્નિસ્પર્શનું ફળ; હિમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શનું જેમ ફળ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે, અને તે થાય છે. તે ક્રિયાનો આત્મા કર્તા હોવાથી ભોક્તા છે. ۱۹ શ્રીમદ્ અહીં સ્પષ્ટપણે નિવેદન કરે છે કે જે જે ક્રિયા છે, તે તે સર્વ સફળ છે. કોઈ પણ ક્રિયા નિરર્થક નથી. પ્રત્યક્ષપ્રમાણથી સમજાવતાં શ્રીમદ્ કહે છે કે જે જે ક્રિયા કરવામાં આવે છે, તે તે ક્રિયાનું ફળ અનુભવમાં આવે છે; કારણ કે તે ક્રિયા સાથે જ તે ક્રિયાના ભોક્તાપણાનો સંબંધ અભિવ્યક્ત થતો જોવા મળે છે. ઝેર ખાવાથી મૃત્યુ થાય છે, સાકર ખાવાથી ગળપણનો અનુભવ થાય છે, અગ્નિને સ્પર્શ કરવાથી દઝાય છે અને બરફને સ્પર્શ કરવાથી ઠંડકનો અનુભવ થાય છે. તેવી રીતે જીવ જેવા ભાવ કરે છે, તેનું તેવું ફળ તેણે ભોગવવું પડે છે. તે કષાય-અકષાયાદિ સર્વ પરિણામોનાં ફળનો ભોક્તા થાય છે. ક્રોધાદિ કષાયભાવ કરવાથી જીવને અશાંતિનો અનુભવ થાય છે. વળી, કષાયપરિણામ નવીન કર્મ ઉપજાવે છે, તેનું ફળ ભવિષ્યમાં ભોગવ્યા વગર છૂટકો થતો નથી. કષાયના કારણે તેનું સંસારપરિભ્રમણ ચાલુ રહે છે, પરંતુ જો તે અકષાયભાવ કરે તો તેને કર્મનો બંધ થતો નથી. જીવ કષાય તજી સ્વભાવને ભજે, શુદ્ધ અકષાય(વીતરાગ)ભાવે પ્રવર્તે તો તે સહજાનંદનો ભોક્તા થાય છે. તે ક્રિયાનો જીવ કર્તા છે, માટે તેના ફળનો પણ તે ભોક્તા છે. સર્વ પદાર્થ અર્થક્રિયાસંપન્ન છે, તેથી તેનું ફળ પણ આવે છે; પરંતુ તે ફળથી ૧- 'શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૯૪ (પત્રાંક-૪૯૩, ‘છ પદનો પત્ર') Page #735 -------------------------------------------------------------------------- ________________ ૦૦૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન સુખ-દુઃખ અનુભવવાની શક્તિ એકમાત્ર આત્મામાં જ છે. વિષ, સાકર, અગ્નિ, હિમ વગેરેનો સંબંધ થતાં, તેમાં રહેલાં વિશિષ્ટ ગુણને અનુભવવારૂપ ફળ જીવ પામે છે. પરમાર્થદષ્ટિથી જીવ શીત, ઉષ્ણ આદિનું વેદન કરી શકતો નથી, કારણ કે શીતાદિ પુદ્ગલ દ્રવ્યના સ્પર્શ ગુણની પર્યાય છે, ચેતન આત્મા અચેતન મુગલદ્રવ્યનાં ગુણપર્યાયને વેદી શકે નહીં. તે કામ, ક્રોધ આદિ વિભાવભાવોનું અથવા ક્ષમા, વિનય આદિ સ્વાભાવિક ભાવોનું વેદન કરે છે. જેમ વિકારોનો અનુભવ કરનાર આત્મા પોતે જ છે, તેમ નિર્વિકાર ચૈતન્યભાવનું વેદન કરનાર પણ આત્મા પોતે જ છે. શ્રી કાનજીસ્વામી કહે છે – જીવ પોતે અરૂપી જ્ઞાનમાત્ર છે. જ્ઞાનનો જ તે કર્તા છે. પરને કરતો નથી કે ભોગવતો નથી... જ્ઞાની કે અજ્ઞાની કોઈ પરને ભોગવતા નથી. અજ્ઞાની પરવસ્તુના રાગમાં અટકીને રાગ-દ્વેષરૂપ થઈને જાણે છે, અરાગી જ્ઞાતા દષ્ટિવંતા જ્ઞાની અન્ય સર્વ પદાર્થને પોતાથી જુદા જ જાણે છે. સાકરનો કટકો કે અફીણનો કટકો કાંઈ આત્મામાં પેસી જતા નથી; પૂર્વે ભૂલનું નિમિત્ત પામીને જે પુણ્ય-પાપનાં રજકણો આઠ કર્મપણે રહ્યાં છે તેના ઉદય વખતે જીવ રાગ-દ્વેષરૂપ પોતાને માને છે, અને હર્ષ-શોક વેદે છે, તે તેનું ભોગવવું છે.' અહીં જણાવ્યા પ્રમાણે વસ્તુતઃ ચેતનનું કાર્ય તો જાણવાનું જ છે, એ પરનું કાંઈ કરતો નથી કે ભોગવતો નથી. જીવ રાગાદિ ભાવકર્મને ભોગવે છે, પરંતુ તે પરદ્રવ્યને ભોગવી શકતો જ નથી. સાકર હોય કે અફીણ હોય, તેને અરીસા સામે ધરતાં જેમ માત્ર તેનું પ્રતિબિંબ જ અરીસામાં પડે છે; તેમ જ્ઞાનમાં પણ તે જણાય જ છે, પણ અજ્ઞાનદશામાં સાકર તે ઇષ્ટ અને અફીણ તે અનિષ્ટ એમ પરવસ્તુની અવસ્થા જોઈને તેમાં ઇષ્ટ-અનિષ્ટપણું મનાય છે. અજ્ઞાની જીવ સાકર અથવા અફીણને ગ્રહણ કરે છે ત્યારે ભાંતિપણે એમ માને છે કે “મેં ઇષ્ટ પદાર્થનો ગળ્યો સ્વાદ ભોગવ્યો' અથવા ‘મેં અનિષ્ટ પદાર્થનો કડવો સ્વાદ ભોગવ્યો'; પણ સ્વાદ ચેતનનો ધર્મ નથી, જડનો ધર્મ છે. ગળ્યાપણું કે કડવાપણું જડની અવસ્થામાં છે, છતાં જીવ તેમાં તન્મય થઈ રાગીકેવી થાય છે. સાકરના ગાંગડામાં કે અફીણના ગાંગડામાં ગળાપણું કે કડવાશપણું તેના પોતાના સ્વભાવના આધારે રહ્યું છે. તે ગાંગડો જડ હોવાથી પોતાની શક્તિને જાણતો નથી, પણ તેના સ્વભાવના કારણે તેનું એ પ્રકારે પરિણમન થાય છે. તેમ શુભાશુભ કર્મમાં સગવડ-અગવડરૂપ પરિણમવાનો સ્વભાવ છે. શુભ કર્મના કારણે જીવને અનુકૂળતા પ્રાપ્ત થાય છે અને અશુભ કર્મના કારણે જીવને પ્રતિકૂળતા પ્રાપ્ત થાય છે. શુભાશુભ ૧- શ્રી કાનજીસ્વામી, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ. ૨૯૩ Page #736 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૩ ૭૦૩ કર્મને અનુકૂળતા-પ્રતિકૂળતા આપવાનું જ્ઞાન નથી, પણ તે તેનો સ્વભાવ છે. અજ્ઞાની જીવ તે અનુકૂળતા-પ્રતિકૂળતાને ઇષ્ટ-અનિષ્ટરૂપ માની તેમાં રાગ-દ્વેષ કરે છે. શુભાશુભ કર્મના ઉદય વખતે જીવ તેમાં તન્મય થઈ રાગ-દ્વેષ કરે છે. નિશ્ચયથી તે આ રાગવેષાદિ ભાવોનો જ ભોક્તા છે. નિશ્ચયનયથી તો જીવ પોતાના ચેતનભાવનો જ ભોક્તા છે. જીવનું કર્મફળનું ભોક્તાપણું વ્યવહારનયથી છે. આત્મા નિશ્ચયનયથી પોતાના જ્ઞાનાદિ ચૈતન્યભાવોનો ભોક્તા છે તથા હર્ષશોકાદિ વિભાવપરિણામોનો ભોક્તા છે, અનુપચરિત વ્યવહારનયથી કર્મનાં સારાં-નરસાં ફળરૂપ સુખ-દુઃખનો ભોક્તા છે તથા ઉપચરિત વ્યવહારનયથી ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થોનો ભોક્તા છે. સ્યાદ્વાદસ્વરૂપ પવિત્ર જૈન દર્શનમાં આત્માનું ભોક્તાપણું નિશ્ચયનય તેમજ વ્યવહારનયથી આ રીતે બતાવવામાં આવ્યું છે. નિશ્ચયનયથી આત્મા કર્મનો ભોક્તા નથી. તે માત્ર નિજ ભાવોનો ભોક્તા છે. નિશ્ચયનયથી જીવ પોતાના શુદ્ધ કે અશુદ્ધ ભાવોનો જ ભોક્તા હોવા છતાં, વ્યવહારદષ્ટિએ જીવ પુદ્ગલકર્મનો ભોક્તા છે. નિશ્ચયનય અનુસાર આત્મા કર્મ પુદ્ગલનો ભોક્તા નથી, છતાં વ્યવહારનયથી આત્મા કર્મફળનો ભોક્તા છે. શિષ્યનો પ્રશ્ન વ્યવહારનયને અનુસરીને હોવાથી વ્યવહારનયની પ્રરૂપણા અનુસાર શ્રીગુરુએ જીવ કર્મના ફળનો ભોક્તા છે એમ સિદ્ધ કર્યું છે. જ્યાં સુધી જીવ સંસારી છે - કર્મયુક્ત છે, ત્યાં સુધી તે કર્મનો ભોક્તા છે. ભાવકર્મથી આત્મામાં એવી સ્થિતિ ઉત્પન્ન થાય છે કે જેના કારણે આત્મામાં દ્રવ્યકર્મનો આસવ થાય છે અને તેથી જીવ કર્મ બાંધે છે. બંધના કારણે આત્મા પુદ્ગલકર્મના ફળસ્વરૂપ સુખ-દુઃખને ભોગવે છે. જીવ દ્રવ્યકર્મનો કર્તા થતો હોવાથી, તેને દ્રવ્યકર્મના ફળના ભોક્તા થવું પડે છે અને સુખ-દુઃખ વેદવાં પડે છે. ગાંધીજીએ ડરબન(આફ્રિકા)થી પૂછેલા ૨૭ પ્રશ્નોમાંથી એક પ્રશ્નના ઉત્તરમાં શ્રીમદ્ લખે છે - અજ્ઞાનભાવથી કરેલાં કર્મ પ્રારંભકાળે બીજરૂપ હોઈ વખતનો યોગ પામી ફળરૂપ વૃક્ષપરિણામે પરિણમે છે; અર્થાત્ તે કર્મો આત્માને ભોગવવાં પડે છે. જેમ અગ્નિના સ્પર્શ ઉષ્ણપણાનો સંબંધ થાય છે, અને તેનું સહેજે વેદનારૂપ પરિણામ થાય છે, તેમ આત્માને ક્રોધાદિ ભાવના કર્તાપણાએ જન્મ, જરા, મરણાદિ વેદનારૂપ પરિણામ થાય છે. આ વિચારમાં તમે વિશેષપણે વિચારશો, અને તે પરત્વે જે કંઈ પ્રશ્ન થાય તે લખશો, કેમ કે જે પ્રકારની સમજ તેથી નિવૃત્ત થવારૂપ કાર્ય કર્યું જીવને મોક્ષદશા પ્રાપ્ત થાય છે.' ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૨૫ (પત્રાંક-પ૩૦) Page #737 -------------------------------------------------------------------------- ________________ ୨୦୪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન આમ, પ્રસ્તુત ગાથામાં રહસ્યમય સિદ્ધાંતતત્ત્વની સરળ ચાવી શિષ્યને સોંપતાં શ્રીગુરુ ફરમાવે છે કે જેમ ઝેર અને સુધા પોતે કાંઈ સમજતાં નથી કે “અમે આને આ ફળ આપીએ', પણ જે જીવ તે ખાય તેને તે પ્રકારનું ફળ પ્રાપ્ત થાય છે. જે ઝેર ગ્રહણ કરે છે તે મરણ પામે છે અને જે અમૃત ગ્રહણ કરે છે તે દીર્ધાયુ પામે છે, તેમ કર્મના સંબંધમાં પણ છે. કર્મને ખબર નથી કે આ જીવને આવું ફળ આપવાનું છે, પણ ઝેર-સુધાની જેમ તે પોતાના સ્વભાવ પ્રમાણે ફળ આપે છે. એ રીતે શુભઅશુભ કર્મનું જીવને ભોક્તાપણું જણાય છે, માટે જીવ કર્મફળનો ભોક્તા છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘ઝેર સુધા સમજે નહીં, મૂરખ વગર વિચાર (વિવેક); પણ તેથી ઝટ તેહનું, જણાય ફળ નિર્ધાર. સોમલ મિશ્રિત અસમજથી, જીવ ખાય ફળ થાય; મરણ અને ગળપણ તણું, તરત જ તે સમજાય. સદાચરણ ને પ્રસન્નતા, ડંખે અસદાચરણ; એમ શુભાશુભ કર્મનું, ફળ જણાય પરિપૂર્ણ. પાપાચરણે મન વિષે, શલ્ય મહા દુઃખદાય; સુકૃત વડે આનંદ એ, ભોક્તાપણું જણાય.' ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૩૪ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૩૨૯-૩૩૨) Page #738 -------------------------------------------------------------------------- ________________ गाथा - ८४ झा का १८२९८ ६ , ले; नेते शाल Page #739 -------------------------------------------------------------------------- ________________ Page #740 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૮૩માં શ્રીગુરુએ કહ્યું કે જેમ ઝેર અને સુધા પોતે જાણતાં નથી કે ભૂમિકા તેને ખાનાર મૃત્યુ પામે છે કે દીર્ઘાયુ પ્રાપ્ત કરે છે, છતાં પણ તેને ગ્રહણ કરનારને તેનું ફળ મળ્યા વિના રહેતું નથી; તેમ કર્મ પણ સ્વભાવ પ્રમાણે પરિણમી, જડ હોવા છતાં પણ શુભાશુભ ફળ આપે છે અને જીવ તેનો ભોક્તા બને છે. ગાથા ગાથા - - આમ, ગાથા ૮૨-૮૩ દ્વારા શ્રીગુરુએ કર્મબંધની પ્રક્રિયા સમજાવી અને સિદ્ધ કર્યું કે બંધાયેલાં કર્મ યોગ્ય કાળે સ્વયમેવ ફળ આપે છે. કર્મના ફળરૂપે જ જીવને ભિન્ન ભિન્ન સ્થિતિઓ પ્રાપ્ત થાય છે. એક સુપરિચિત ઉદાહરણ વડે જીવનું શુભાશુભ કર્મફળભોતૃત્વ સિદ્ધ કરતાં શ્રીગુરુ કહે છે ૮૪ ‘એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ; કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ વેધ.' (૮૪) એક રાંક છે અને એક રાજા છે, એ આદિ શબ્દથી નીચપણું, ઊંચપણું, અર્થ| કુરૂપપણું, સુરૂપપણું એમ ઘણું વિચિત્રપણું છે, અને એવો જે ભેદ રહે છે તે, સર્વને સમાનતા નથી, તે જ શુભાશુભ કર્મનું ભોક્તાપણું છે, એમ સિદ્ધ કરે છે; કેમકે કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી. (૮૪) તે શુભાશુભ કર્મનું ફળ ન થતું હોય, તો એક રાંક અને એક રાજા એ આદિ જે ભેદ છે તે ન થવા જોઈએ; કેમકે જીવપણું સમાન છે, તથા મુનષ્યપણું સમાન છે, તો સર્વને સુખ અથવા દુઃખ પણ સમાન જોઈએ; જેને બદલે આવું વિચિત્રપણું જણાય છે, તે જ શુભાશુભ કર્મથી ઉત્પન્ન થયેલો ભેદ છે; કેમકે કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી. એમ શુભ અને અશુભ કર્મ ભોગવાય છે. (૮૪)૧ ભાવાર્થ આ સંસારમાં રાજા-રંક, તવંગર-ગરીબ, ઊંચ-નીચ, પંડિત-મૂર્ખ, સુરૂપકુરૂપ, નીરોગી-રોગી ઇત્યાદિ જે ભેદો દેખાય છે, તે ભેદો કારણ વિના હોઈ શકે નહીં; અર્થાત્ જુદા જુદા ભેદરૂપ કાર્યનું કોઈ ને કોઈ કારણ અવશ્ય હોવું જોઈએ. તે વિષે વિચારણા કરતાં નિર્ણય થશે કે શુભાશુભ કર્મના ઉદય સિવાય બીજું કોઈ કારણ ઘટી શકતું નથી કે જે આવા ભેદ નિપજાવનાર હોય. આમ, આ ગાથામાં સરળ યુક્તિ દ્વારા શ્રીગુરુએ કહ્યું કે જગતમાં પ્રવર્તતી ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૪૯ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન) Page #741 -------------------------------------------------------------------------- ________________ ૭૦૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વિષમતા, વિવિધતા અને વિચિત્રતા શુભાશુભ કર્મનું ભોક્તાપણું સાબિત કરે છે. જે પ્રમાણે જીવે કર્મ બાંધ્યાં હોય, તે પ્રમાણે જીવને તેનું ફળ મળે છે. જીવે પૂર્વે કરેલા શુભાશુભ ભાવના ફળરૂપે તેને તે તે સંયોગોની પ્રાપ્તિ થાય જ છે. જીવ જે જે શુભાશુભ કર્મ કરે છે તેનાં ફળ તેણે અવશ્ય ભોગવવાં પડે છે. = આ સંસારમાં કશે પણ સમાનતા દેખાતી નથી. સંસારમાં સર્વત્ર વિષમતા વિશેષાર્થ R] જોવા મળે છે. વિષમ એટલે એક જેવું બીજું નહીં. સંસારમાં રહેલા જીવોમાં અનેક પ્રકારની વિષમતા દેખાય છે. બાહ્ય પરિસ્થિતિની દૃષ્ટિએ, શારીરિક દષ્ટિએ, માનસિક દૃષ્ટિએ - એમ અનેક પ્રકારે જીવોમાં વિષમતા, વિવિધતા અને વિચિત્રતા પ્રત્યક્ષ જોવા મળે છે. આખો સંસાર અનેક વિવિધતાઓથી ભરેલો છે. સંસારમાં વિચિત્રતાઓનો કોઈ પાર નથી. આ સંસારમાં બધા જ સુખી કે શ્રીમંત નથી દેખાતા. એક સુખી છે તો બીજો દુઃખી છે. એક રાજા છે તો બીજો રંક છે. એક શ્રીમંત છે તો બીજો નિર્ધન છે. એક શેઠ છે તો બીજો નોકર છે. એક માલિક છે તો બીજો ગુલામ છે. એક ઉચ્ચ કુળમાં જન્મ્યો છે તો બીજો નીચ કુળમાં જન્મ્યો છે. એક રાજમહેલમાં સિંહાસન ઉપર બેસી રાજ કરે છે તો બીજો મળ-મૂત્રાદિ સાફ કરવાં જેવાં હલકાં કામો કરે છે. એકના ઘરે રોજ બત્રીસ ભોજન બને છે તો બીજાને ખાવા મળતું નથી. એકની પાસે ઢગલાબંધ કપડાં છે, જ્યારે બીજાની પાસે શરીરની લાજ ઢાંકવા ફાટેલું ચીથરું પણ નથી. એકને ઘણાં બંગલા, ઑફિસો અને ગાડીઓ છે, જ્યારે બીજાને ઘાસની ઝૂંપડીનું પણ ઠેકાણું નથી. એક ફૂલોથી પૂજાય છે તો બીજાનો કોઈ ભાવ પણ પૂછતું નથી. એકને મળવા હજારો લોકો દોડતા આવે છે તો બીજાની સામું જોવા પણ કોઈ રાજી હોતું નથી. એકની સેવા કરનારાઓ ખડે પગે ઊભા છે તો બીજાને વિનંતી કરવા છતાં પણ કોઈ મદદ કરતું નથી. એકને આંખના ઇશારે પાણીના બદલે દૂધ પીવા મળે છે તો બીજાને પાણી વિના તરસ્યા મરવું પડે છે. એક સુરૂપ છે તો બીજો કુરૂપ છે. એક બુદ્ધિમાન છે તો બીજો બુદ્ધિહીન છે. ઘણી વાર માતા-પિતાના ગુણો અને તેમનાં સંતાનોના ગુણો સમાન હોતા નથી. માતાના જેવી પુત્રી હોતી નથી. પિતાના જેવો પુત્ર હોતો નથી. એક માતાના બે પુત્રો પણ સમાન વિચારધારા, સમાન ગુણધર્મો, સમાન પ્રકૃતિ ધરાવતા હોતા નથી. બે સગા ભાઈઓમાં પણ એક શ્રીમંત તો એક ગરીબ જોવા મળે છે. બન્ને સરખા સુખી હોતા નથી. બન્નેને સરખી સત્તા હોતી નથી. એક જ બાપની બે દીકરીઓ એકસરખા ઘરમાં જતી નથી, એકસરખું સુખ ભોગવતી નથી, આવી અનેક પ્રકારની વિષમતા, વિવિધતા અને વિચિત્રતાઓથી આ સંસાર Page #742 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૪ ૭/૯ ભરેલો છે. જીવોમાં રહેલી આ વિચિત્રતાના ચિત્રનું શ્રીમદે પોતાના મોક્ષમાળા' ગ્રંથમાં ચિત્તમાં ગાઢ અસર છોડી જાય એવી રીતે સચોટ આલેખન કર્યું છે – એક જીવ સુંદર પલંગે પુષ્પશચ્યામાં શયન કરે છે, એકને ફાટેલ ગોદડી પણ મળતી નથી. એક ભાત ભાતનાં ભોજનોથી તૃપ્ત રહે છે, એકને કાળી જારના પણ સાંસા પડે છે. એક અગણિત લક્ષ્મીનો ઉપભોગ લે છે, એક ફૂટી બદામ માટે થઈને ઘેર ઘેર ભટકે છે. એક મધુરાં વચનથી મનુષ્યનાં મન હરે છે, એક અવાચક જેવો થઈને રહે છે. એક સુંદર વસ્ત્રાલંકારથી વિભૂષિત થઈ ફરે છે. એકને ખરા શિય ફાટેલું કપડું પણ ઓઢવાને મળતું નથી. એક રોગી છે, એક પ્રબળ છે. એક બુદ્ધિશાળી છે, એક જડભરત છે. એક મનોહર નયનવાળો છે, એક અંધ છે. એક લૂલો છે, એક પાંગળો છે. એક કીર્તિમાન છે, એક અપયશ ભોગવે છે. એક લાખો અનુચરો પર હુકમ ચલાવે છે, એક તેટલાના જ ટુંબા સહન કરે છે. એકને જોઈને આનંદ ઊપજે છે, એકને જોતાં વમન થાય છે. એક સંપૂર્ણ ઇંદ્રિયોવાળો છે, એક અપૂર્ણ છે. એકને દીન દુનિયાનું લેશ ભાન નથી, એકનાં દુઃખનો કિનારો પણ નથી. એક ગર્ભાધાનથી હરાયો, એક જભ્યો કે મૂઓ, એક મૂએલો અવતર્યો, એક સો વર્ષનો વૃદ્ધ થઈને મરે છે. કોઈનાં મુખ, ભાષા અને સ્થિતિ સરખાં નથી. મૂર્ખ રાજગાદી પર ખમા ખમાથી વધાવાય છે, સમર્થ વિદ્વાનો ધક્કા ખાય છે!” પ્રશ્ન થાય કે આ વિષમતા, વિવિધતા, વિચિત્રતાનું કારણ શું? આ બધી વિભિન્નતા શા માટે છે? આવા અનેક પ્રકારના ભેદ કયા કારણથી છે? સંસારમાં જણાતી અનેક પ્રકારની વિષમતા કાંઈ અહેતુક એટલે કારણ વગરની તો ન જ હોઈ શકે. જગતના જીવોમાં જીવપણું સમાન હોવા છતાં તેમનામાં રહેલા આ ભેદનું કોઈ કારણ અવશ્ય ઘટે છે. જેમ ધુમાડા અને અગ્નિમાં ધુમાડો કાર્ય અને અગ્નિ કારણ છે. ઘડા અને માટીમાં ઘડો કાર્ય અને માટી કારણ છે. ધુમાડા અને અગ્નિ, ઘડા અને માટી આદિ વચ્ચે જેમ કાર્ય-કારણભાવ સંબંધ છે, તેવી જ રીતે જીવોમાં રહેલી અસમાનતા કાર્ય સ્વરૂપ હોવાથી તેનું કોઈક કારણ હોવું જ જોઈએ, કેમ કે કારણ વિના કાર્યનું નિર્માણ થતું નથી. કોઈ પણ કાર્યની પાછળ કારણ હોય જ છે, તેથી જીવોમાં રહેલી વિવિધતાનું કારણ અવશ્ય હોવું જોઈએ. સંસારની વિચિત્રતા માટે સર્વદોષરહિત એવું પ્રબળ કારણ જો કોઈ સિદ્ધ થતું હોય તો તે એકમાત્ર કર્મ છે. સુખરૂપી કાર્યનું કારણ શુભ કર્મ અને દુ:ખરૂપી કાર્યનું કારણ અશુભ કર્મ છે. સાંસારિક સુખ-દુ:ખ શુભાશુભ કર્મજન્ય છે. કરેલાં શુભાશુભ કર્મોના કારણે જીવ સુખી-દુ:ખી છે. ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૯-૬૦ (મોક્ષમાળા, શિક્ષાપાઠ-૩) Page #743 -------------------------------------------------------------------------- ________________ ૭૧૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન - જ્યારે જ્યારે કોઈ જીવ સુખી-દુઃખી હોય છે, ત્યારે ત્યારે તે અવશ્ય સ્વોપાર્જિત કર્મના કારણે હોય છે. જ્યાં કાર્ય હોય છે ત્યાં કારણ અવશ્ય હોય છે. જ્યાં ધુમાડો હોય છે ત્યાં અગ્નિ અવશ્ય હોય છે; તેમ જ્યાં સુખ-દુઃખ હોય છે, ત્યાં કર્મ અવશ્ય કારણરૂપે હોય છે. ધુમાડો દૂરથી દેખાતો હોય ત્યારે આગ ન પણ દેખાય; પરંતુ કાર્ય ઉપરથી કારણનું અનુમાન કરવામાં આવે છે, અર્થાત્ ધુમાડાથી અગ્નિનું અનુમાન કરવામાં આવે છે. તે પ્રમાણે સુખ-દુઃખરૂપ કાર્યથી કર્મનું અનુમાન થઈ શકે છે. ધુમાડો જોઈને જેમ કારણરૂપ અગ્નિની અનુમાનથી સિદ્ધિ થાય છે, તેમ આ સંસારમાં સુખદુઃખરૂપી ફળની પાછળ કર્મને કારણ તરીકે સિદ્ધ કરી શકાય છે. દાનાદિ-હિંસાદિ ક્રિયાથી થતાં શુભ-અશુભ કર્મને કારણ માનવાં યોગ્ય છે. આમ, અનુમાનથી શુભાશુભ કર્મની સિદ્ધિ થાય છે. જીવ શુભાશુભ કર્મોનો ભોક્તા છે. જીવ પૂર્વે કરેલાં પુણ્ય-પાપનું ફળ ભોગવે છે. પૂર્વે બાંધેલાં કર્મો ઉદયમાં આવીને જીવને ફળ આપે છે. વર્તમાનમાં જીવને જે સંયોગો મળ્યા છે તે સર્વ, ભૂતકાળમાં કરેલાં કર્મોનું ફળ છે. જીવની વર્તમાન પરિસ્થિતિ એ ભૂતકાળના શુભાશુભ કર્મોનો વિપાક છે. જીવોનાં શુભાશુભ કર્મોની તારતમ્યતાના કારણે જગતમાં વિચિત્રતા દેખાય છે. જગતમાં જે પણ વિચિત્રતા દષ્ટિગોચર થાય છે, તે સર્વ વિચિત્રતા જીવોનાં શુભાશુભ કર્મના કારણે છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે સુખ-દુઃખના કારણ તરીકે અદૃષ્ટ એવાં કર્મને શા માટે માનવાં? જો દષ્ટ કારણને સુખ-દુઃખનાં કારણ માનવામાં આવે તો કર્મની સત્તાનો કોઈ પ્રશ્ન જ ન રહે; જેમ અત્તર-સુખડ વગેરે લગાડવાથી સુખ અનુભવાય છે અને પગમાં કાંટો વાગવાથી દુઃખ અનુભવાય છે. આવાં અનેક દૃષ્ટ કારણો છે તો પછી અદષ્ટ એવાં કર્મને શા માટે માનવાં? કર્મ મૂર્ત હોવા છતાં દેખાતું તો નથી, માટે દષ્ટ એવાં મૂર્ત અનાદિને જ અમૂર્ત સુખાદિનાં કારણ માનવાં જોઈએ. મૂર્ત છતાં અદષ્ટ એવા કર્મને તેના કારણ તરીકે માનવું વ્યર્થ છે. આનું સમાધાન એ છે કે મૂર્તિ છતાં અદૃષ્ટ એવા કર્મને માનવું જરૂરી છે, કારણ કે એકસરખાં દૃષ્ટ કારણો હોવા છતાં પણ વિચિત્રતા દેખાય છે. શું સુખનાં કારણ એવાં અત્તર-સુખડ લગાડેલો માણસ રડતો જોવા નથી મળતો? તો પછી સુખનો આધાર દષ્ટ કારણો ઉપર ક્યાં રહ્યો? એ જ પ્રમાણે દુઃખનું પણ છે. એક જેવી અખાદ્ય વસ્તુ ખાવા છતાં બધા એકસરખા બીમાર પડતા નથી. માટે સુખ-દુઃખનાં કારણ તરીકે માત્ર દૃષ્ટ પદાર્થોને માનવા જતાં ઘણી બધી વિટંબણા ઊભી થાય છે. અનાદિ દુષ્ટ મૂર્ત સાધનો સમાન છતાં તેનાં ફળ તરીકે પ્રાપ્ત થતાં સુખદુ:ખાદિ સમાન નથી હોતાં. જે અન્નથી એકને આરોગ્યલાભ થાય છે, તે જ અન્નથી Page #744 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૪ ૭૧૧ બીજો વ્યાધિગ્રસ્ત બને છે; એકની તંદુરસ્તી વધે છે તો બીજો નાદુરસ્ત થાય છે. એકસરખો આહાર હોવા છતાં એક ખુશ થાય છે તો બીજો શોકાતુર બને છે. આ પ્રકારે દષ્ટ અન્ન સમાન હોવા છતાં સુખ-દુ:ખાદિરૂપ ફળની જે વિશેષતા દેખાય છે તે સકારણ હોવી જોઈએ; એટલે તેનું કારણ અદષ્ટ એવું કર્મ માનવું જ પડે છે. જો સુખ-દુઃખની વિશેષતા નિષ્કારણ હોય તો આકાશની જેમ તે સદા સંભવે અથવા ખરવિષાણની જેમ તે કદી પણ ન સંભવે. પણ એ વિશેષતા તો કદાચિત્ છે, તેથી તેનું કારણ મૂર્ત છતાં અદૃષ્ટ એવું કર્મ માનવું જ જોઈએ. એક જ દૂધ બધાને સરખી રીતે ફળદાયી નીવડતું નથી. એક માણસ દૂધ પીએ છે તો તેની શારીરિક શક્તિ વધે છે, એ જ દૂધ બીજો પીએ છે તો તેને ઝાડા થાય છે, એ જ દૂધ ત્રીજો પીએ છે તો તેને વમન થઈ જાય છે. એક જ દવા એકસરખા ૧૦ રોગીને આપવામાં આવે છે છતાં કોઈને રોગ મટે છે અને કોઈને નથી પણ મટતો. એક જ પાઠશાળાના એક જ ધોરણમાંથી ૨૫ વિદ્યાર્થીઓ પાસ થાય છે અને બીજા નાપાસ થાય છે. દષ્ટ કારણરૂપે શાળા, ધોરણ, શિક્ષક, પુસ્તક તો એ ને એ જ છે, છતાં કોઈ પાસ અને કોઈ નાપાસ શા માટે થાય છે? વિમાનને અકસ્માત નડતાં, એ જ વિમાનમાં મુસાફરી કરતાં અનેક મુસાફરોમાંથી કોઈ મૃત્યુ પામે છે, તો કોઈ ગંભીર રીતે ઘાયલ થાય છે, તો કોઈને ઊની આંચ પણ નથી આવતી; તેનું શું કારણ? આ પ્રમાણે વિચાર કરતાં જણાય છે કે માત્ર દૃષ્ટ કારણ માનવામાં ઘણી આપત્તિઓ છે. સુખ-દુઃખરૂપ કાર્ય માટે કેવળ દૃષ્ટ કારણો માનવામાં ઘણા દોષો રહેલા છે. માત્ર દષ્ટ કારણો માનવાથી ચાલતું નથી, અદષ્ટ એવાં કર્મને કારણ માનવાથી જ વાસ્તવિકતા સમજાય છે. દષ્ટ કારણ એકસરખું હોવા છતાં પણ ફળ એકસરખું દેખાતું નથી; માટે અદષ્ટ પુણ્ય-પાપરૂપ કર્મને કારણ માનવાથી જ સમાધાન થાય છે. બાહ્ય સામગ્રી સમાન હોવા છતાં એક સુખી થાય છે અને એક દુઃખી થાય છે, તેનું કારણ પુણ્ય-પાપનો વિપાક છે. એક જ બજારમાં સમાન પરિસ્થિતિવાળી અને સમાન માલવાળી બે દુકાનોમાંથી એક દુકાનદારને અઢળક કમાણી થાય છે, જ્યારે બીજાને નુકસાન થાય છે. આ રીતે બાહ્ય સામગ્રી સમાન હોવા છતાં ફળમાં જે અસમાનતા જોવા મળે છે તેનું કોઈક તો કારણ હોવું જ જોઈએ, પણ તેવું કોઈ બાહ્ય કારણ જોવા મળતું નથી; તેથી માનવું પડે છે કે એમાં કોઈ આંતરિક કારણ હોવું જોઈએ અને આ આંતરિક કારણ તે કર્મ છે. આચાર્યશ્રી જિનભદ્રજીએ ‘વિશેષાવશ્યકભાષ્ય'માં કહ્યું છે કે સુખ-દુ:ખનાં સમાન દૃષ્ટ સાધનો - કારણો પ્રાપ્ત હોવા છતાં તેનાં ફળમાં જે તરતમતા - વિશેષતા દેખાય છે તે અકારણ તો હોય જ નહીં, કારણ કે તે ઘટની જેમ એક પ્રકારનું કાર્ય છે. તે વિશેષતાનો કોઈ જનક હોવો જ જોઈએ, Page #745 -------------------------------------------------------------------------- ________________ ૭૧૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કોઈ કારણ હોવું જ જોઈએ; અને તે કારણ માત્ર કર્મ જ સંભવે છે. ૧ આમ, સુખ-દુઃખનાં બાહ્ય સાધનો સમાન હોવા છતાં બે વ્યક્તિને તેનાથી મળતાં સુખ-દુ:ખરૂપ ફળમાં તરતમતા દેખાય છે, અર્થાત્ જે સાધનોથી એકને જેટલું સુખ મળે છે તેના કરતાં બીજાને ન્યૂન અથવા અધિક સુખ મળે છે. દા.ત. કોઈ કહે કે મિષ્ટાન એ સુખનું દૃષ્ટ કારણ છે, પણ એ જ મિષ્ટાન જો કોઈ રોગીને આપવામાં આવે તો તે તેને દુઃખનું કારણ થઈ પડે છે. વિષ દુઃખદાયી હોવા છતાં કેટલાક રોગોમાં તે રોગનિવારણ દ્વારા જીવને સુખ આપે છે. માટે માનવું જોઈએ કે સુખ-દુઃખનાં જે બાહ્ય કારણો દેખાય છે તે ઉપરાંત પણ તેનાથી ભિન્ન એવું અંતરંગ કર્મરૂપ અદૃષ્ટ કારણ પણ સુખ-દુ:ખનું કારણ છે. કાર્યમાં પડતો ભેદ સામગ્રીમાં પડેલા ભેદને આધીન હોય છે, અર્થાત્ જો કોઈ બે કાર્યોની કારણસામગ્રીમાં ફેરફાર હોય તે બે કાર્યોમાં ફેરફાર જરૂર ઊભો થાય છે. ઉક્ત સ્થળોએ બાહ્ય સામગ્રીમાં કોઈ ફેરફાર ન હોય છતાં પણ જો કાર્યનો ફેરફાર જણાય તો માનવું પડે છે કે ત્યાં બાહ્ય સામગ્રી ઉપરાંત કોઈક આંતરિક કારણની અસર પણ હોવી જોઈએ, જેના પ્રભાવથી કાર્યમાં ફેરફાર ઊભો થાય છે. આ આંતરિક કારણ તે કર્મ છે. અત્રે કોઈને એમ શંકા ઉભવે કે દેહાદિનાં કારણ તરીકે માતા-પિતા પ્રત્યક્ષ છે, તો પછી ત્યાં અદૃષ્ટ કર્મ માનવાની શી આવશ્યકતા છે? ગર્ભમાં થતી શરીરરચનાની પાછળ માતા-પિતા કારણરૂપ છે, તેથી તેમાં અદષ્ટ પુણ્ય-પાપકર્મને કારણ માનવાની આવશ્યકતા રહેતી નથી. આનું સમાધાન એમ છે કે પુત્રોત્પત્તિમાં દષ્ટ કારણ માતા-પિતા છે, છતાં પણ એક બાળક સર્વાગ સંપૂર્ણ સુંદર હોય છે અને તે જ માતા-પિતાનું બીજું બાળક કુરૂપ અને હીનાંગ-વિકલાંગ પણ હોય છે. એક રૂપવાન અને બીજો કુરૂપ કેમ? એક સર્વાગ સંપૂર્ણ અને બીજો વિકલાંગ કેમ? એક જ માતાના ગર્ભમાં શરીર માટે સમાન સ્થિતિ ઊભી થઈ હોવા છતાં કોઈ બાળકનાં અંગોપાંગાદિની રચના પૂર્ણ થાય છે, તો કોઈ બાળકનાં અંગોપાંગ પૂર્ણ વિકસતાં નથી; તો આની પાછળ કયું કારણ કાર્યરત છે? એક જ માતા-પિતાના બે પુત્રોમાં એક બોલતો-સાંભળતો હોય છે અને એક મૂંગો-બહેરો હોય છે, તેની પાછળ શું કારણ છે? માતા-પિતા તો એ જ છે, દૃષ્ટ કારણ સમાન છે તો પછી આ તફાવત શા માટે? માટે દુષ્ટ કારણ ઉપરાંત પણ અદૃષ્ટ કારણ એવાં શુભાશુભ કર્મને પણ માનવા ઘટે છે. ૧- જુઓ : આચાર્યશ્રી જિનભદ્રજીકૃત, ‘વિશેષાવશ્યકભાષ્ય', ગાથા ૧૬૧૩ 'जो तुल्लसाधणाणं फले विसेसो ण सो विणा हेतुं । कज्जत्तणतो गोतम! घडो व्व हेतू य सो कम्मं ।।' Page #746 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૪ ૭૧૩ દુખકારણરૂપ માતા-પિતા એ જ હોય છતાં એક પુત્ર સુંદર દેહયુક્ત હોય અને બીજો કુરૂપ; એટલે દૃષ્ટકારણરૂપ માતા-પિતાથી ભિન્ન એવાં અદષ્ટ કર્મને પણ કારણરૂપ માનવાં જોઈએ અને તે કર્મને પણ પુણ્ય અને પાપ એમ બે પ્રકારનાં માનવાં જોઈએ, કારણ કે શુભ દેહાદિ કાર્યથી તેનાં કારણ એવાં પુણ્યકર્મનું અને અશુભ દેહાદિ કાર્યથી તેનાં કારણ એવાં પાપકર્મનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. વળી, શુભ ક્રિયારૂપ કારણથી શુભ કર્મ - પુણ્યની નિષ્પત્તિ થાય છે અને અશુભ ક્રિયારૂપ કારણથી અશુભ કર્મ - પાપની નિષ્પત્તિ થાય છે; તેથી કર્મના પુણ્ય અને પાપ એવા બે ભેદ સ્વભાવથી જ ભિન્મજાતીય સિદ્ધ થાય છે. આ પ્રમાણે શરીરરચનામાં માતા-પિતા તો કારણ છે જ, પણ જો માત્ર માતાપિતાને જ કારણ માનવામાં આવે તો ત્યાં અપૂર્ણતા છે, ત્યાં પૂરું સમાધાન નથી થતું અને તેથી શરીરરચનાની પાછળ કર્મને પણ કારણરૂપ માનવું જ જોઈએ. શરીરની રચના પાછળ પુણ્ય-પાપ અદષ્ટકારણરૂપે રહેલાં છે. તેમાં મુખ્ય કારણ એવાં જીવનાં શુભ-અશુભ કર્મને માનવા જ જોઈએ. જેમ ઊગેલા અંકુરની ઉત્પત્તિનું કારણ બીજ છે, તેમ મળેલાં સુખ-દુ:ખરૂપ ફળનું કારણ કર્મ છે, જે પુણ્ય-પાપરૂપ છે. અંકુરની ઉત્પત્તિમાં મૂળ કારણ બીજ છે અને બીજાં સહકારી કારણો અનેક છે, તેમ સુખનું મુખ્ય કારણ પુણ્યકર્મ છે તથા દુ:ખનું મુખ્ય કારણ પાપકર્મ છે અને તેનાં સહકારી કારણો અનેક છે. સુખ-દુઃખ માત્ર દૃષ્ટ કારણોના આધારે જ નથી. તેની પાછળ અદૃષ્ટ પુણ્ય-પાપને માન્યા વિના સુખ-દુઃખનાં કારણ સિદ્ધ થઈ શકે એમ નથી, કર્મ સૂક્ષ્મ ભલે હોય, પરંતુ તે છે જ નહીં એવું કહેવું યોગ્ય નથી, કેમ કે કારણની સિદ્ધિ કાર્ય દ્વારા થાય છે. કાર્ય જોઈને કારણના અસ્તિત્વનું અનુમાન સ્પષ્ટપણે કરી શકાય છે. કોઈને સુખી-દુઃખી જોઈને તેના અનુરૂપ કારણરૂપે શુભ-અશુભ કર્મને માની શકાય છે. કેવળજ્ઞાની ભગવંતોને કર્મ પ્રત્યક્ષ જણાય છે અને છદ્મસ્થ જીવોને જીવની વિચિત્રતા ઉપરથી અનુમાન વડે કર્મનું અસ્તિત્વ જણાય છે. કર્મની વિચિત્રતાથી જ પ્રાણીઓને સુખ-દુ:ખ વગેરે વિચિત્ર ભાવો પ્રાપ્ત થયા કરે છે, તેથી કર્મ છે જ એવો નિશ્ચય રાખવા યોગ્ય છે. અહીં કોઈને શંકા થાય કે જો કાર્યને અનુરૂપ કારણનો નિયમ સ્વીકારવામાં આવે તો સુખ-દુઃખનું કારણ એવું કર્મ પણ તેને અનુરૂપ હોવું જોઈએ. સુખ-દુઃખ એ આત્માનાં પરિણામો હોવાથી અરૂપી છે, તેથી તે સુખ-દુ:ખનું કારણ એવું કર્મ પણ અરૂપી હોવું જોઈએ. પરંતુ કર્મ તો રૂપી છે અને એમ માનતાં કાર્યાનુરૂપ કારણનો નિયમ બાધિત થઈ જાય છે, એટલે માનવું પડશે કે કાર્યાનુરૂપ કારણ હોતું નથી. Page #747 -------------------------------------------------------------------------- ________________ ૭૧૪ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આનું સમાધાન એ છે કે કાર્યાનુરૂપ કારણ હોવું જોઈએ એમ જ્યારે કહેવામાં આવે છે ત્યારે એનો અર્થ એમ નથી થતો કે કારણ સર્વથા અનુરૂપ હોય. કાર્યથી કારણ સર્વથા અનુરૂપ નથી હોતું, તેમ સર્વથા અનનુરૂપ - ભિન્ન પણ નથી હોતું; એટલે કે જો કારણ અને કાર્યને સર્વથા અનુરૂપ માનવામાં આવે તો બન્નેના બધા ધર્મો સરખા જ માનવા પડે; અને તેમ માનવા જતાં કારણ-કાર્ય વચ્ચે કોઈ ભેદ જ ન રહે, બને કારણ બની જાય અથવા અને કાર્ય બની જાય; અને જો કારણ-કાર્યનો સર્વથા ભેદ માનવામાં આવે એટલે કે બન્નેને સર્વથા વિરોધી માનવામાં આવે તો કારણ અથવા કાર્ય બન્નેમાંથી એકને વસ્તુ માનવા જતાં બીજાને અવસ્તુ માનવી પડે. બન્નેને તો વસ્તુ માની શકાય નહીં, કારણ કે તેમ કરવામાં તેમનો ઐકાંતિક ભેદ બાધિત થઈ જાય; માટે કારણ-કાર્યની સર્વથા અનુરૂપતા અથવા સર્વથા અનનુરૂપતા નથી, પણ અમુક અંશે સમાનતા અને અમુક અંશે અસમાનતા છે. આથી સુખ-દુ:ખનું કારણ એવું કર્મ, સુખ-દુ:ખની અમૂર્તતાના કારણે અમૂર્ત સિદ્ધ હોવું જરૂરી નથી. આની સામે કોઈ કહે કે ઉપર્યુક્ત સમાધાનનો ભાવાર્થ એ છે કે સંસારમાં બધું જ તુલ્ય અને અતુલ્ય છે; તો પછી કાર્યાનુરૂપ કારણ હોવું જોઈએ' એમ કહેવાનું પ્રયોજન શું? સંસારમાં કોઈ એકાંતે અનનુરૂપ - અતુલ્ય હોય તો જ તેની વ્યાવૃત્તિ માટે કાર્યને અનુરૂપ કારણનું વિધાન આવશ્યક બને; પરંતુ એવો કોઈનો પક્ષ હોય જ નહીં તો પછી વિશેષતઃ કાર્યાનુરૂપ કારણને સિદ્ધ કરવાનું કશું જ પ્રયોજન નથી. આનું સમાધાન એમ છે કે કાર્યાનુરૂપ કારણને સિદ્ધ કરવાનો અભિપ્રાય એ છે કે યદ્યપિ સંસારમાં બધું જ તુલ્યાતુલ્ય છે, છતાં કારણની જ એક વિશેષ - સ્વપર્યાય એ કાર્ય છે, તેથી તેને એ દષ્ટિએ અનુરૂપ - સમાન કહેવામાં આવે છે અને કાર્ય સિવાયના બધા પદાર્થો તેનાં અકાર્ય છે - પરપર્યાય છે, તેથી એ દષ્ટિએ તે બધાને કારણથી અનનુરૂપ - અસમાન કહેવામાં આવે છે. આનું તાત્પર્ય એ છે કે કારણ સ્વય કાર્યવÚરૂપે પરિણત થાય છે, પણ તેનાથી ભિન્ન એવી કોઈ બીજી વસ્તુરૂપે પરિણત થતું નથી. આ વસ્તુનું સમર્થન કરવા માટે જ વિશેષતઃ કાર્યાનુરૂપ કારણનું કથન કરવામાં આવે છે; એટલે કે બીજી બધી વસ્તુઓ સાથે કારણની અન્ય રીતે સમાનતા છતાં આ દૃષ્ટિએ, અર્થાત્ પરપર્યાયની દષ્ટિએ કાર્યભિન્ન બધી વસ્તુઓ કારણથી અસમાન - અનનુરૂપ છે એમ વસ્તુનું પ્રતિપાદન કરવું ઇષ્ટ છે. પ્રશ્ન થાય કે સુખ અને દુઃખ એ તેના કારણની સ્વપર્યાય કેવી રીતે છે? એ સવાલનો જવાબ એમ છે કે જીવ અને પુણ્યનો સંયોગ એ સુખનું કારણ છે અને તે સંયોગની જ સ્વપર્યાય સુખ છે; તથા જીવ અને પાપનો સંયોગ તે દુ:ખનું કારણ છે અને તે સંયોગની જ સ્વપર્યાય દુઃખ છે. વળી, જેમ સુખને શુભ, કલ્યાણ, શિવ Page #748 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૪ ૭૧૫ ઇત્યાદિ કહી શકાય છે; તેમ તેનાં કારણ એવાં પુણ્યને પણ તે જ શબ્દો વડે કહી શકાય છે. વળી, દુ:ખ જેમ અશુભ, અકલ્યાણ, અશિવ ઇત્યાદિ સંજ્ઞાને પામે છે; તેમ તેનું કારણ પાપ પણ એ જ શબ્દોથી પ્રતિપાદિત થાય છે. તેથી જ સુખ-દુઃખના અનુરૂપ કારણ તરીકે વિશેષરૂપે પુણ્ય-પાપને કહ્યાં છે. કહેવાનું તાત્પર્ય એવું છે કે જેમ અનાદિ દષ્ટ પદાર્થો મૂર્ત હોવા છતાં સુખનું કારણ છે, તેમ અદષ્ટ કર્મ મૂર્ત હોવા છતાં પણ સુખાદિનું કારણ છે. સ્વભાવવાદીઓ એમ કહે છે કે આ રીતે કાર્યમાં જે ભેદ દેખાય છે, તેના આંતરિક કારણ તરીકે કર્મની સિદ્ધિ કરવામાં આવે છે તે યોગ્ય નથી, કેમ કે તે આંતરિક કારણ કર્મ નથી, પણ સ્વભાવભેદ છે. સ્વભાવથી જ આ સંસારની વિચિત્રતા સિદ્ધ થાય છે. સ્વભાવથી જ સંસારમાં બધું બને છે. આખું સંસારચક્ર સ્વભાવથી જ ચાલે છે. જીવાજીવ સર્વ પદાર્થોના સ્વભાવ નિયત છે. કાંટા કઠોર છે, કમળ કોમળ છે, મોરનાં પીંછાં વિવિધરંગી છે. આ સર્વ પ્રકારની વિચિત્રતા કોઈ કરતું નથી, સ્વભાવથી જ થાય છે. બધું સ્વભાવસિદ્ધ છે. જેમ કાંટાની તીક્ષ્ણતામાં કોઈ હેતુ નથી, તે જ પ્રમાણે જીવોનાં સુખ-દુઃખમાં પણ કોઈ હેતુ નથી. માત્ર સ્વભાવથી જ જીવો સુખી-દુ:ખી થતા હોય છે. આ પ્રમાણે સંસાર સ્વભાવના કારણે ચાલ્યા કરે છે, માટે કર્મને માનવાની જરૂર નથી. આ પક્ષ યુક્તિયુક્ત નથી. પહેલાં તો સ્વભાવ એટલે શું એ વિચારવું ઘટે છે. શું સ્વભાવ તે કોઈ વસ્તુવિશેષ છે? અથવા નિષ્કારણતા છે? અથવા શું વસ્તુનો ધર્મ છે? આ ત્રણે વિકલ્પોને ક્રમશઃ જોઈએ. સ્વભાવને જો વસ્તુવિશેષ માનવામાં આવે તો તે વંધ્યાપુત્ર અથવા આકાશકુસુમ જેવો સિદ્ધ થશે, કારણ કે સ્વભાવ કશે પણ વસ્તુરૂપે ઉપલબ્ધ નથી. જે વસ્તુનું નામ સ્વભાવ કહી શકાય એવી કોઈ વસ્તુ વિશ્વમાં ઉપલબ્ધ નથી, માટે વંધ્યાપુત્રની જેમ સ્વભાવ પણ વસ્તુવિશેષ સિદ્ધ ન જ થઈ શકે. વળી, સ્વભાવને મૂર્ત માનવો કે અમૂર્ત? જો મૂર્ત માનવામાં આવે તો સ્વભાવ અને કર્મમાં કોઈ ફરક રહે નહીં, કેમ કે કર્મ પણ મૂર્ત જ છે; એટલે કે કર્મને જ સ્વભાવ એવું બીજું નામ આપી દીધું એમ ઠરે અને જો અમૂર્ત માનવામાં આવે તો સ્વભાવ અમૂર્ત આકાશની જેમ કોઈના પણ સુખ-દુઃખનો કર્તા સિદ્ધ થઈ શકશે નહીં. સ્વભાવને અમૂર્ત માનવામાં આવે તો મૂર્ત શરીર આદિના નિર્માણ માટે તે અનુરૂપ કારણ નહીં કરે. સ્વભાવનો નિષ્કારણ અર્થ માનવો પણ ઉચિત નથી, કારણ કે જો કોઈ પણ કાર્યની પાછળ કોઈ કારણ જ ન હોય તો શરીરાદિ બધા પદાર્થો એકીસાથે શા માટે ઉત્પન્ન થઈ જતા નથી? અગ્નિ કારણ છે તો જ ધુમાડો નીકળે છે અને માટી કારણ Page #749 -------------------------------------------------------------------------- ________________ ૭૧૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન છે તો જ ઘડો બને છે. આ પક્ષ પ્રમાણે જો સાવ નિષ્કારણતા જ માનવામાં આવે તો અત્યારે અને હંમેશ માટે ધુમાડાની તેમજ ઘડાની ઉત્પત્તિ સતત થતી જ રહેવી જોઈએ. પરંતુ એમ થતું નથી. સુખ-દુઃખની પાછળ જો કોઈ કારણ જ નથી એમ માનવામાં આવે તો સંસારમાં હંમેશ માટે કાં તો બધા સુખી હોવા જોઈએ અને કાં તો દુ:ખી હોવા જોઈએ. કારણ વિના જો બધું જ સંભવ માનવામાં આવે તો બધું જ હંમેશ માટે બને, બધું જ હંમેશ માટે થવું જોઈએ; પરંતુ એવું તો ક્યારે પણ બનતું નથી. પ્રત્યક્ષ આનાથી વિરુદ્ધ છે. સંસારમાં કોઈ સુખી, કોઈ દુ:ખી એમ ભિન્ન ભિન્ન પ્રકારના જીવો જોવા મળે છે. તેનું કોઈ તો કારણ હોવું જ જોઈએ અને તે કારણ છે કર્મ. સંસારની વિચિત્રતા, શરીરની ભિન્ન ભિન્ન રચના વગેરેની પાછળ કોઈ કારણ જ ન હોય એ કઈ રીતે સંભવે? માટે સ્વભાવનો અર્થ નિષ્કારણતા કરવો પણ ઉચિત નથી. સ્વભાવને વસ્તુધર્મ પણ નહીં કહી શકાય. જો સ્વભાવને આત્માનો ધર્મ માનવામાં આવે તો તે પણ અમૂર્ત સિદ્ધ થશે અને તેથી મૂર્ત શરીરાદિ તેનાથી ઉત્પન્ન નહીં થઈ શકે. અમૂર્તથી મૂર્તિની ઉત્પત્તિ ન સંભવે. સ્વભાવને મૂર્ત વસ્તુનો ધર્મ કહેવામાં આવે તો કમ મૂર્ત જ છે, કર્મ પુદ્ગલની પર્યાય જ છે અને તેથી કર્મ અને સ્વભાવ એક જ ઠરે. તો પછી સ્વભાવવાદ શા માટે માનવો? કર્મવાદ માનવામાં શું તકલીફ છે? કર્મવાદ જ માનવો વધુ સુસંગત છે. કર્મવાદ નિર્દોષ પક્ષ છે, તેમાં કોઈ આપત્તિ નથી. આ પ્રમાણે સ્વભાવના ત્રણે અર્થે સુસંગત સિદ્ધ થતા નથી. સ્વભાવ તો એકરૂપ જ હોય છે. સ્વભાવ નિયત હોય છે, જ્યારે સંસારમાં કાર્યો ચિત્રવિચિત્ર પ્રકારનાં છે. એકરૂપ સ્વભાવથી વિપરીત તથા વિચિત્ર કાર્યોની સિદ્ધિ ન થાય, તેથી ભિન્ન ભિન્ન પ્રકારના શરીર આદિની પાછળ કર્મવાદ જ સુસંગત છે. કર્મની અનેક પ્રકારની પ્રકૃતિઓ છે, જે વિવિધ પ્રકારની વિચિત્રતાને સિદ્ધ કરી શકે છે. વિવિધ કર્મોથી સુખદુ:ખની વિવિધતા સિદ્ધ થાય છે. સ્વભાવવાદીઓનું માનવું છે કે એક પાષાણ પૂજાય છે, જ્યારે બીજા પાષાણને લોકો અડફેટમાં લે છે. આવા કાર્યભેદમાં કર્મભેદરૂપ કારણ તો માની શકાતું જ નથી, કેમ કે જડ એવા પાષાણને કર્મ સંભવતાં નથી; તેથી જેમ ત્યાં કાર્યભેદના કારણ તરીકે તે બે પાષાણના તેવા તેવા સ્વભાવભેદને જ માનવો પડે છે; તેમ સમાન બાહ્ય સામગ્રીવાળા તે તે જીવને પણ જે જે સુખ-દુઃખરૂપ અસમાન કાર્ય પ્રાપ્ત થાય છે તેમાં તે બન્નેના તેવા તેવા સ્વભાવને જ કારણ માનવું યોગ્ય છે, કર્મને નહીં. આનું સમાધાન એ છે કે આપેલ પાષાણનું દષ્ટાંત અને જીવરૂપ દ્રાષ્ટાન્તિકમાં વિષમતા છે. પાષાણની પૂજા થાય કે અડફેટમાં લેવાય, તેનાથી તેને સુખ કે દુ:ખનું વદન થતું Page #750 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૪ ૭૧૭ નથી, અર્થાત્ જ્યાં સુખ-દુ:ખરૂપ કાર્યનો ભેદ ઊભો થતો જ ન હોય ત્યાં કારણ તરીકે કર્મ માનવાનો પ્રશ્ન ઊભો થતો નથી. જીવને તો સુખ-દુઃખના અનુભવના ભોગવટારૂપ કાર્યભેદ છે, તેથી આ સુખ-દુઃખના સંવેદનરૂપ ભોગચેતના કે જે કર્મચેતનાથી થયેલ ભાવ છે તેના કારણ તરીકે કર્મ માનવું જ પડે છે. પાષાણ વગેરેની જેમ તેમાં માત્ર સ્વભાવને કારણે માની શકાતું નથી. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ લખે છે કે – “એક સુખિયા એક દુખિયા હોઇ, પુણ્ય પાપ વિલસિત તે જોઇ | કરમ ચેતનાનો એ ભાવ, ઉપલાદિક પરિ એ ન સ્વભાવ ||" સ્વભાવવાદીઓ કહે છે કે સુખ-દુઃખના હેતુરૂપે કર્મની સિદ્ધિ કરવામાં આવે છે અને સમાન સાધન છતાં જે ફળવૈચિત્ર અનુભવાય છે તે કર્મવૈચિત્ર્ય વિના ન સંભવે એમ કહેવામાં આવે છે, પરંતુ વાદળાંમાં વિચિત્ર પ્રકારના વિકારો છતાં તેનું કારણ કર્મવૈચિત્ર નથી, તે જ પ્રમાણે સંસારી જીવનમાં સુખ-દુઃખની તરતમતારૂપ વિચિત્રતા પણ કર્મની વિચિત્રતા વિના માનવામાં શો દોષ છે? આનો જવાબ એમ છે કે જો બાહ્ય સ્કંધોને વિચિત્ર માનવામાં આવતા હોય તો આંતરિક કર્મમાં એવી કઈ વિશેષતા છે કે જેથી બન્ને પુગલરૂપે સમાન છતાં વાદળ આદિ બાહ્ય કંધોની વિચિત્રતા માનવામાં આવે છે અને કર્મની નહીં? ખરેખર જીવ સાથે લાગેલાં કર્મપુદ્ગલોને તો વિચિત્ર માનવો જ જોઈએ, કારણ કે બીજાં બાહ્ય પુદ્ગલો કરતાં કર્મપુદ્ગલોમાં તે જીવ વડે ગૃહીત થયેલાં છે - એવી વિશેષતા તો છે જ અને તેથી જ તે જીવગત વિચિત્ર એવાં સુખ-દુ:ખનું કારણ પણ બને છે. વળી, જે બાહ્ય પુદ્ગલોને જીવે ગૃહીત નથી કર્યા તેને જો વિચિત્ર માનવામાં આવતાં હોય, તો જીવે ગૃહીત કરેલાં કર્મપુદ્ગલોને તો વિશેષરૂપે વિચિત્ર માનવા જ જોઈએ, કારણ કે જેમ કોઈના પણ પ્રયત્ન વિના સ્વાભાવિક રીતે વાદળાંનાં થતા આકારોમાં જે વિચિત્રતા હોય છે તેના કરતાં કોઈ શિલ્પીએ ગોઠવેલ પુદ્ગલોમાં એક વિશિષ્ટ પ્રકારની વિચિત્રતા છે. તે પ્રકારે જીવે ગૃહીત કરેલાં કર્મપુદ્ગલોમાં વિવિધ પ્રકારે સુખ-દુ:ખ ઉત્પન્ન કરવાની વિશિષ્ટ પ્રકારની વિચિત્રતા કેમ ન હોય? આની સામે તેઓ કહે છે કે આ પ્રકારે જો વાદળાંના વિકારની જેમ કર્મપુદ્ગલોમાં પણ વિચિત્રતા માનવામાં આવે તો પછી પ્રશ્ન એ થાય છે કે એ વાદળાંની વિચિત્રતાની જેમ જીવોનાં શરીરમાં જ સ્વાભાવિક રીતે વિવિધ પ્રકારનાં સુખ-દુ:ખ ઉત્પન્ન કરનારી વિચિત્રતા શા માટે ન માનવી? અને જો વાદળાંની જેમ શરીરમાં પણ સ્વાભાવિકરૂપે ઉક્ત વિચિત્રતા હોય તો પછી શરીરની વિચિત્રતાના કારણરૂપે કર્મની કલ્પના કરવાની શી જરૂર છે? ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, સમ્યક્ત્વ ષસ્થાન ઉપઇ', ગાથા ૧૫ Page #751 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આનું સમાધાન છે કે કર્મ પણ એક શરીર છે, તેથી વાદળાંની વિચિત્રતાની જેમ શરી૨ પણ જો વિચિત્ર હોય તો શરીરરૂપ કર્મ પણ વિચિત્ર માનવું જ જોઈએ. ભેદ એટલો છે કે બાહ્ય ઔદારિક શરીર કરતાં કાર્મણ શરીર વિશેષ સૂક્ષ્મ છે અને તે અત્યંતર છે. વાદળાંની જેમ બાહ્ય શરીરને જો વિચિત્ર માનવામાં આવે તો અત્યંતર કાર્પણ શરીરને પણ વિચિત્ર તો માનવું જ જોઈએ. ૭૧૮ આની સામે તેઓ કહે છે કે બાહ્ય સ્થૂળ શરીર તો દેખાય છે, તેથી તેનું વૈચિત્ર્ય માનવામાં કશો જ વાંધો આવતો નથી; પણ કાર્પણ શરીર તો સૂક્ષ્મ છે અને તે અત્યંતર પણ છે, તેથી તે દેખાતું નથી એટલે તેનું અસ્તિત્વ જ સિદ્ધ થતું નથી. જેનું અસ્તિત્વ જ સિદ્ધ થતું ન હોય તો તેના વૈચિત્ર્યની વાત જ કેવી રીતે માનવી? આથી જો સ્થૂળ શરીરથી અતિરિક્ત એવા કાર્યણ શરીરને માનવામાં જ ન આવે તો શો દોષ છે? આનો ઉત્તર એ છે કે મરણ વખતે આત્મા સ્થૂળ શરીરને તો સર્વથા છોડી દે છે. જો તે સ્થૂળ શરીરથી જુદું કોઈ કાર્પણ શરીર હોય નહીં તો નવા શરીરને ગ્રહણ કરવાનું કોઈ જ કારણ આત્મામાં રહેતું ન હોવાથી જીવના સંસારનો અભાવ થઈ જાય અને બધા જીવો વિના પ્રયત્ને મુક્ત થઈ જાય. કાર્પણ શરીરને જુદું ન માનવામાં આ દોષ ઉદ્ભવે છે. જો એમ કહેવામાં આવે કે અશરીરી જીવ પણ સંસારમાં ભમી શકે છે, તો પછી સંસાર નિષ્કારણ માનવો પડે, અર્થાત્ સંસારનું કોઈ કારણ નથી એમ માનવું પડે; એટલે મુક્ત જીવોને પણ ફરી ભવભ્રમણ પ્રાપ્ત થાય. જો સંસારી અને મુક્ત જીવોમાં ફરક જ ન હોય તો પછી કોઈ પણ જીવ મોક્ષ અર્થે શા માટે પ્રયત્ન કરે? તેને મોક્ષની આસ્થા જ નહીં રહે. કાર્યણ શરીરને જુદું ન માનતાં આવા દોષો આવે છે, તેથી તેના નિવારણ માટે કાર્પણ શરીરને સ્થૂળ શરીરથી જુદું માનવું જોઈએ. તે કર્મ જીવોનાં સુખ-દુઃખની વિવિધતાનું કારણ છે. જીવોમાં રહેલા કર્મભેદના કારણે થયેલા સુખ-દુઃખરૂપ ફ્ળભેદના અન્વય-વ્યતિરેકને અનુસરીને સિદ્ધ થતાં એવાં પુણ્ય-પાપને, માત્ર સ્વભાવભેદને જ આગળ કરીને જો ઉડાડી શકાતાં હોય તો તો દંડ વગેરેને પણ ઘટાદિ પ્રત્યે કારણ કહી શકાશે નહીં, અર્થાત્ દંડાદ હોય તો ઘટાદિ થાય અને ન હોય તો ન થાય' એવું જે જોવા મળે છે તે ‘દંડાદિ, ઘટાદિ પ્રત્યે કારણ છે' એવા કારણે નથી, કિંતુ ‘ઘટાદિનો તેવો સ્વભાવ જ છે' એવા કારણે છે એવું પણ કહી શકાવાથી દંડાદિ ઘટાદિનાં કારણ ન રહેવાની આપત્તિ આવશે. આ રીતે એકાંત સ્વભાવવાદનો નિરાસ થાય છે. વિચિત્રતા સ્વાભાવિક નહીં પણ કર્મના કારણે છે એમ બતાવતાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ‘અધ્યાત્મસાર'માં Page #752 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ કહે છે કે એક માણસ રાજા અને એક માણસ રંક એવી જગતના જીવો વિષે જે વિચિત્રતા દેખાય છે તે આત્માએ કરેલાં શુભાશુભ કર્મો દ્વારા જ ઉત્પન્ન થયેલી છે. આમ, આ વિચિત્રતા હેતુ સહિત છે, હેતુ વિનાની નથી. જો હેતુ ન માનવામાં આવે તો શાતારૂપ સુખ અને અશાતારૂપ દુઃખ, બળવાનપણું અને નિર્બળપણું, સુરૂપપણું અને કુરૂપપણું, બુદ્ધિમાનપણું અને મૂર્ખાપણું વગેરે જે વિભિન્નતા દુનિયામાં દેખાય છે તે હોઈ ન શકે, કેમ કે કંઈ પણ કારણ ન હોય તો સર્વ પ્રાણીઓ એકસરખાં જ હોવાં જોઈએ. માટે આવી વિચિત્રતા જીવે કરેલાં શુભાશુભ કર્મથી જ ઉત્પન્ન થયેલી છે.૧ આ તથ્ય અને આ જ દૃષ્ટાંત શ્રીમદે પ્રસ્તુત ગાથામાં રજૂ કરેલાં છે એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ; કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ વેધ.' ગાથા-૮૪ પ્રસ્તુત ગાથામાં શ્રીમદે કાર્યનુમાનનો પ્રયોગ કરેલો છે. કાર્ય પ્રત્યક્ષ હોય ત્યારે કારણનું અનુમાન કરવું તે કાર્યનુમાન છે. કાર્યાનુમાનનો પ્રયોગ આ પ્રમાણે છે દેહાદિ વિચિત્રતાનું કોઈ કારણ હોવું જોઈએ, કારણ તે કાર્ય છે, ઘટાદની જેમ. દેહાદિ વિચિત્રતાનું કોઈ કારણ હોય તો તે કર્મ છે. જેમ કાર્યનુમાનથી શુભાશુભ કર્મની સિદ્ધિ થાય છે, તેમ કા૨ણાનુમાન દ્વારા પણ તેની સિદ્ધિ થાય છે. કારણ ઉપરથી કાર્યનું અનુમાન કરવું તે કારણાનુમાન છે. જેમ ખેતી કરવી એ ક્રિયા છે અને તે કારણે ઘઉં, જવ, બાજરી વગેરેનો પાક થવો તે કાર્ય છે. કારણથી કાર્ય થાય છે. એ જ પ્રમાણે દાન કરવું, હિંસા કરવી વગેરે પણ ક્રિયા છે, કારણ છે; તો તેનું કોઈ કાર્ય પણ અવશ્ય હોવું જોઈએ. દાનાદિ ક્રિયા અને હિંસાદિ ક્રિયા એ કારણ હોવાથી તેનું કોઈ કાર્ય હોવું જોઈએ. એ કાર્ય તે બીજું કોઈ નહીં પણ તથારૂપ કર્મબંધ અને જીવનાં સુખ અને દુઃખરૂપ પરિણામ છે. કારણાનુમાનથી જેમ કૃષિક્રિયાનું કાર્ય ઘઉં આદિ માનવામાં આવે છે, તે જ પ્રમાણે દાનાદિ ક્રિયાનું પુણ્ય અને હિંસાદિ ક્રિયાનું પાપ એ બન્નેને કારણાનુમાનથી કાર્યરૂપે સ્વીકારવાં જોઈએ. સમાન પ્રયત્નનું સમાન અથવા અસમાન ફળ મળે છે અને અસમાન પ્રયત્નનું પણ અસમાન અથવા સમાન ફળ મળે છે, પ્રયત્ન કરવા છતાં ફળ નથી મળતું અને ન કરવા છતાં પણ ફળ મળે છે; એટલે જણાય છે કે પ્રયત્નના ફળનો આધાર માત્ર પ્રયત્ન નથી પણ જીવનાં કર્મ છે. આ પ્રમાણે જીવ અને કર્મના સંયોગનો જે પુણ્ય અને પાપરૂપ પરિણામવિશેષ છે તે કારણાનુમાન તથા કાર્યાનુમાન ઉભય રીતે જાણી શકાય છે, કારણાનુમાન તથા કાર્યાનુમાન દ્વારા તે સિદ્ધ થાય છે, અર્થાત્ કારણથી કાર્યનું અનુમાન કરીને અને કાર્યથી કારણનું અનુમાન કરીને તેની સિદ્ધિ થાય છે. ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર’, પ્રબંધ ૪, શ્લોક ૮૧ ‘राजरंकादिवैचित्र्यमप्यात्मकृतकर्मजम् । सुखदुःखादिसंवित्तिविशेषो नान्यथा भवेत् । ।' - - Page #753 -------------------------------------------------------------------------- ________________ ૭૨૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રી - વિવેચન આ રીતે કર્મની સિદ્ધિ થાય છે, પરંતુ જીવ અને જડ એ બન્ને પ્રકારની સૃષ્ટિમાં કર્મનો કાયદો સંપૂર્ણ ભાવે લાગુ પડે છે, અથવા તેમાં પણ કોઈ મર્યાદા છે કે નહીં એ બાબતમાં દાર્શનિકો વચ્ચે મતભેદ છે. કાળ, ઈશ્વર, સ્વભાવ આદિ એકમાત્ર કારણ માનનારા જેમ કાર્યમાં કાળ, ઈશ્વર, સ્વભાવ આદિને કારણે માને છે, તેમ કર્મ પણ શું બધાં કાર્યોની નિષ્પત્તિમાં કારણ છે કે એને કોઈ મર્યાદા છે એ બાબત અંગે કર્મવાદી દાર્શનિકો વચ્ચે ભેદ છે. જેઓ એકમાત્ર ચેતનતત્ત્વમાંથી સૃષ્ટિની ઉત્પત્તિ સ્વીકારે છે, તેમના મત અનુસાર તો કર્મ, અદષ્ટ કે માયા એ સમસ્ત કાર્યમાં સાધારણ નિમિત્તકારણ છે અને તેથી જ વિશ્વવૈચિત્ર્ય ઘટે છે. નૈયાયિકો-વૈશેષિકો માત્ર એક તત્ત્વમાંથી બધી સૃષ્ટિની ઉત્પત્તિ સ્વીકારતા નથી, છતાં પણ તેઓ કર્મને - અદૃષ્ટને સમસ્ત કાર્યોમાં સાધારણ કારણ માને છે, એટલે કે જડનાં અને ચેતનનાં સમસ્ત કાર્યોમાં અદૃષ્ટ એ સાધારણ કારણ છે. સૃષ્ટિ ભલે જડ-ચેતન બન્નેમાંથી બની હોય, પણ તે ચેતનનું પ્રયોજન સિદ્ધ કરતી હોવાથી ચેતનનું અદષ્ટ તેમાં નિમિત્તકારણ છે એમ તેઓ સ્વીકારે છે. બૌદ્ધ દર્શનમાં જડ સૃષ્ટિમાં તો કર્મનો કાયદો કામ નથી જ કરતો એમ મનાયું છે, એટલું જ નહીં પણ જીવોની બધી જ વેદના સુધ્ધાંમાં કર્મ કારણરૂપે નથી મનાયું. ‘મિલિન્દ પ્રશ્નમાં જીવોની વેદનાનાં આઠ કારણ ગણાવ્યાં છે. વાત, પિત્ત, કફ, એ ત્રણેનો સંનિપાત, ઋતુ, વિષમાહાર, આપક્રમિક અને કર્મ - એ આઠ કારણોમાંથી કોઈ પણ એક કારણે જીવને વેદનાનો અનુભવ થાય છે. શ્રી નાગસેને જણાવ્યું છે કે વેદનાનાં આ આઠ કારણો છે, છતાં જે લોકો એમ માને છે કે જીવોની બધી વેદના કર્મના કારણે થાય છે તે મિથ્યા છે. ખરી રીતે જીવોને જે વેદના છે, તેમાંનો બહુ જ થોડો ભાગ પૂર્વકૃત કર્મનું ફળ છે; ઘણો ભાગ તો બીજાં જ કારણોથી ઉત્પન્ન થયેલ છે. કઈ વેદના કયા કારણે છે તેનો અંતિમ નિર્ણય તો બુદ્ધ જ કરી શકે છે. ૧ જૈન દર્શન અનુસાર પણ કર્મનો કાયદો જીવસૃષ્ટિને લાગુ પડે છે, જડ સૃષ્ટિમાં એ કાયદો કાર્ય કરતો નથી. જડસૃષ્ટિનું નિર્માણ તેના પોતાના કાયદા પ્રમાણે થાય છે. કર્મનો કાયદો તો જીવસૃષ્ટિમાં જે વૈવિધ્ય છે તેનું જ કારણ છે. મનુષ્ય, દેવ, નારક અને તિર્યંચનાં જે વિવિધ રૂપો છે તેમાં, જીવોનાં શરીરમાં જે વૈવિધ્ય છે તેમાં અને સુખ-દુ:ખ, જ્ઞાન-અજ્ઞાન, ચારિત્ર-અચારિત્ર આદિ જીવ સંબંધી ભાવોમાં કર્મનો કાયદો લાગુ પડે છે; પણ ભૂકંપ જેવાં ભૌતિક કાર્યોમાં કર્મના કાયદાને કશી જ લેવા-દેવા નથી. આ વસ્તુ જૈન શાસ્ત્રોમાં કર્મની જે મૂળ અને ઉત્તર પ્રવૃતિઓ ગણાવી છે તે પ્રત્યેકના વિપાકનો જ્યારે વિચાર કરવામાં આવે છે ત્યારે સ્વતઃ સિદ્ધ થઈ જાય છે. પોતાના જીવન અને જગતનાં સર્વ પરિવર્તનનું મુખ્ય કારણ શું છે? તેનું સ્વરૂપ ૧- જુઓ : ‘મિલિન્દ-પ્રશ્ન', ૪-૧-૬૨, પૃ.૧૩૭ Page #754 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૪ ૭૨૧ કેવું છે? કર્મનાં વિવિધ પરિણામ કેવાં હોય છે? કર્મ કઈ રીતે જીવ સાથે બંધાઈને ફળ આપે છે? આ વિષય મહાગંભીર છે. આત્મામાં કર્મબંધ કેવી રીતે થાય છે અને બંધાયેલાં કર્મની ફળપ્રક્રિયા શી છે એનું વર્ણન જૈન શાસ્ત્રોમાં ઠેકાણે ઠેકાણે મળે છે. જૈન દર્શનની માન્યતા પ્રમાણે આ વિશ્વમાં વિવિધ પ્રકારનાં પુદ્ગલપરમાણુઓની હેરફેર સતત ચાલ્યા કરે છે. તેમાંના એક પ્રકારનાં પુદ્ગલપરમાણુઓને કાર્મણ વર્ગણાનાં પુદ્ગલપરમાણુઓ તરીકે ઓળખવામાં આવે છે. ચૌદ રાજલોકમાં એવી કોઈ જગ્યા નથી કે જ્યાં આ કર્મયોગ્ય પુદ્ગલપરમાણુનું અસ્તિત્વ ન હોય. એટલે સંસારી જીવ જ્યારે પણ પોતાનાં મન-વચન-કાયાની કોઈ પ્રવૃત્તિ કરે છે ત્યારે કર્મયોગ્ય પુદ્ગલસ્કંધોનું ગ્રહણ બધી દિશામાંથી થાય છે; પરંતુ ક્ષેત્રમર્યાદા એ છે કે જેટલા આકાશપ્રદેશમાં આત્મા હોય તેટલા આકાશપ્રદેશમાં રહેલા કાશ્મણસ્કંધોનું જ રહણ થાય છે, અન્યનું નહીં. આત્માના વિકારી ભાવોથી કાર્મણ વર્ગણા પ્રહાય છે અને આત્મા સાથે એકક્ષેત્રાવગાહે સ્થિત થાય છે. આત્માના રાગ-દ્વેષરૂપ ભાવ વડે આકર્ષાઈને તે પુદ્ગલો આત્મપ્રદેશો સાથે બંધાય છે. કાશ્મણ વર્ગણા જ્યારે આત્મા સાથે બંધાય છે ત્યારે તેનું નામ કર્મ પડે છે અને તે સંયોગને બંધ કહે છે. - સ્વસત્તાએ શુદ્ધ એવો સંસારી આત્મા વર્તમાન પર્યાયમાં અશુદ્ધ છે. પર્યાયમાં થતા વિકારી ભાવોના પરિણામરૂપે કર્મ નીપજે છે. જીવ ક્રોધાદિ ભાવ કરે તો તેના પરિણામરૂપે કર્મ બંધાય છે. આત્મા સ્વસત્તાએ શુદ્ધ હોવા છતાં ક્રોધાદિ વિકાર થવાથી કર્મબંધ થાય છે અને આત્મપ્રદેશો ઉપર આવરણ આવે છે. જેમ સૂર્ય વાદળાંથી ઢંકાય છે, તેમ આત્મા કર્મથી ઢંકાયેલો છે. આ દૃષ્ટાંત એકદેશીય છે, કારણ કે સૂર્યનો માત્ર બાહ્ય પટ - સપાટી વાદળાંથી આચ્છાદિત હોય છે, પણ આત્માના તો સર્વ પ્રદેશો કર્મવર્ગણાથી ગૂંથાયેલા છે. માત્ર નાભિ આગળના આઠ રૂચક પ્રદેશો જ નિર્લેપ છે. જો તેટલા પ્રદેશો નિરાવરણ ન હોત તો આત્માનું આત્મત્વ ટકી શકે જ નહીં. આત્માની ગમે તેવી નિકૃષ્ટ દશા હોય છતાં પણ તેટલા પ્રદેશો ખુલ્લા રહે છે. સૂર્ય ઉપરથી જેટલે અંશે વાદળાંનું પટ ખસે છે, તેટલા અંશે તે વ્યક્ત થાય છે અને તેના જેટલા અંશો આચ્છાદિત હોય છે તેટલા અંશો અવ્યક્ત રહે છે. તેવી જ રીતે આત્માની પર્યાયમાં જ્ઞાન-દર્શન છે તે કર્મપટના ખસવાથી પ્રગટ થયેલો સ્વાભાવિક અંશ છે, ઔપાધિક અંશ નહીં. નવાં કર્મને આકર્ષનાર અને તેને બંધરૂપે પરિણમાવનાર એ આત્માનો વ્યક્ત થયેલ આ સ્વાભાવિક અંશ નથી. જો તેમ હોય તો આત્મામાં કર્મને ખેંચવાના સ્વભાવનું આરોપણ થાય અને તેમ થાય તો, અર્થાત્ કર્મને અહવાનો આત્માનો સ્વભાવ જ હોય તો આત્મા કર્મથી કદી મુક્ત થઈ શકે નહીં. આથી આત્માનો જ્ઞાન-દર્શનનો વ્યક્ત થતો અને થયેલો એશ કર્મના બંધમાં Page #755 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન હેતુરૂપ થતો નથી. વળી, આત્માનો અવ્યક્ત - કર્માવરિત અંશ છે તે પણ કર્મને આકર્ષવા અશક્ત છે, કારણ કે જે જ્ઞાન-દર્શન-વીર્ય કર્મના પ્રાબલ્યથી અભાવરૂપે છે, તે અભાવસ્વરૂપ દ્રવ્ય અન્યમાં કારણભૂત કઈ રીતે બની શકે? વળી, કર્મને ખેંચનાર કર્મ પણ નથી, કારણ કે કર્મ એ પૌગલિક દ્રવ્ય છે અને પુદ્ગલ વડે આકર્ષાયેલું કર્મ જો આત્માનાં સુખ-દુઃખના હેતુરૂપ હોય એમ માનવામાં આવે તો જેણે જે કર્યું નથી તેનું ફળ તેને ભોગવવું પડે એવો અકૃતાભ્યાગમનો દોષ આવે. હવે પ્રશ્ન થાય કે કર્મને આકર્ષનાર કોણ? પૂર્વકર્મના ઉદયના નિમિત્તથી થતા પરભાવ વડે જીવ દ્રવ્યકર્મને આકર્ષે છે. કર્મોદયના નિમિત્ત વડે થતાં મિથ્યાત્વ, કષાયભાવ એ જીવનાં જ પરિણામવિશેષ છે, જીવ પોતે જ તે પરિણામનો કર્યા છે, પરંતુ તે વિભાવપરિણમન જીવનો સ્વભાવ નથી. કર્મપ્રહણ જીવના આ ઔપાધિક ભાવના નિમિત્તે છે. જ્યારે જીવ પરભાવમાં વર્તે છે ત્યારે તે કર્મનો બંધ કરે છે. - જ્યારે આત્મા પૂર્વકર્મોદયના નિમિત્તે શુભાશુભ ભાવરૂપ પરિણમે છે ત્યારે તે અનેક પ્રકારનાં કર્મો સાથે બંધાય છે. જે સમયે જીવ જેવો ભાવ કરે છે તે સમયે તેને તેવાં કર્મનો બંધ થાય છે. રાગ-દ્વેષના નિમિત્તને પ્રાપ્ત કરીને શુભાશુભ કર્મ આત્મા સાથે બંધાય છે અને યોગ્ય સમયે તે તેને સુખ-દુઃખરૂપ ફળ આપે છે. કર્મથી આત્મા સુખ-દુઃખ અનુભવે છે અને તેના કારણે સંસારમાં પરિભ્રમણ થાય છે. પૂર્વકર્મના ઉદયમાં તન્મય થઈને જીવ નવીન શુભાશુભ કર્મનો બંધ કરે છે અને તે શુભાશુભ કર્મોના વિપાકરૂપે વિભિન્ન સંયોગો પ્રાપ્ત કરે છે, તેથી જ સંસારમાં સર્વત્ર વિષમતા જોવા મળે છે. જીવ શુભ ભાવથી શુભ કર્મનું નિબંધન કરે છે અને અશુભ ભાવથી અશુભ કર્મનું નિબંધન કરે છે. શુભ ભાવથી પુણ્યબંધ અને અશુભ ભાવથી પાપબંધ થાય છે. પુણ્ય અને પાપ બન્ને જુદાં જુદાં છે, સ્વતંત્ર છે, કારણ કે તેના કાર્યરૂપ થતાં સુખદુઃખ સ્વતંત્ર છે. બન્નેનાં કાર્યો એવાં સુખ-દુઃખ જુદાં જુદાં, સ્વતંત્ર સ્પષ્ટરૂપે જણાય છે, તો તેમાં કારણભૂત એવાં શુભાશુભ કર્મ અર્થાત્ પુણ્ય-પાપને સ્વતંત્ર જ માનવાં જોઈએ. સુખનું કારણ શુભ કર્મ – પુણ્ય છે અને દુઃખનું કારણ અશુભ કર્મ - પાપ છે. ‘પુણ્યનો અપકર્ષ થવાથી દુઃખની વૃદ્ધિ થાય છે, માટે પાપને પુણ્યથી સ્વતંત્ર માનવાની આવશ્યકતા નથી' એ પક્ષ મિથ્યા છે. જીવને જે પ્રકૃષ્ટ દુઃખ થાય છે તેનું કારણ કેવળ પુણ્યનો અપકર્ષ જ નથી, કેમ કે દુ:ખના પ્રકર્ષમાં બાહ્ય અનિષ્ટ આહાર આદિનો પ્રકર્ષ પણ અપેક્ષિત હોય છે. જો પ્રકૃષ્ટ દુ:ખ કેવળ પુણ્યના અપકર્ષથી જ માનવામાં આવે તો પુણ્યસંપાદ્ય એવાં ઈષ્ટ આહારાદિરૂપ જે બાહ્ય સાધનો છે, તેનો અપકર્ષ થવાથી જ પ્રકૃષ્ટ દુ:ખ થવું જોઈએ; તેમાં સુખને પ્રતિકૂળ એવાં અનિષ્ટ Page #756 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૪ ૭૨૩ આહારાદિ વિપરીત બાહ્ય સાધનોના બળના પ્રકર્ષની અપેક્ષા રહેવી ન જોઈએ. સારાંશ એ છે કે જો દુ:ખ પુણ્યના અપકર્ષથી થતું હોય તો સુખનાં સાધનોનો અપકર્ષ જ તેમાં કારણ હોવું જોઈએ, દુઃખનાં સાધનોનો પ્રકર્ષ આવશ્યક ન હોવો જોઈએ. વસ્તુતઃ દુઃખનો પ્રકર્ષ માત્ર સુખનાં સાધનોના અપકર્ષથી નથી થતો, પણ તેમાં દુ:ખનાં સાધનોના પ્રકર્ષની પણ અપેક્ષા છે જ અને તે અર્થે પાપનો પ્રકર્ષ માનવો આવશ્યક છે. પ્રકૃષ્ટ દુઃખાનુભવનું કારણ પુણ્યનો અપકર્ષ નહીં પણ પાપનો પ્રકર્ષ માનવો જોઈએ. આથી પુણ્ય-પાપની સ્વતંત્રતાની સ્પષ્ટ સિદ્ધિ થાય છે. આમ, કર્મો બે પ્રકારનાં છે - શુભ અને અશુભ. શુભ કર્મ પુણ્ય છે અને અશુભ કર્મ પાપ છે. આત્મપ્રદેશો સાથે શુભ અને અશુભ કર્મોનો સંગ્લેષ થાય છે, એટલે બંધ પણ શુભ અને અશુભ એવા બે ભેદ હોય છે. શુભ બંધને પુણ્યબંધ અને અશુભ બંધને પાપબંધ કહે છે. શુભ કર્મથી અનેક પ્રકારનાં સુખોની અને અશુભ કર્મથી અનેક પ્રકારનાં દુઃખોની પ્રાપ્તિ થાય છે. અહીં એ ધ્યાન રાખવું ઘટે છે કે ચૌદ રાજલોકના પ્રત્યેક આકાશપ્રદેશમાં કાર્પણ વર્ગણાનાં પરમાણુઓ શુભાશુભ ભેદ વિના ભરેલાં છે, અર્થાત્ અમુક આકાશપ્રદેશમાં શુભ પુદ્ગલપરમાણુઓ છે અને અમુક આકાશપ્રદેશમાં અશુભ પુદ્ગલપરમાણુઓ છે - એવું હોતું નથી, કારણ કે તે પુદ્ગલો કર્મરૂપે પરિણમે તે પહેલાં - જ્યારે કાર્પણ વર્ગણારૂપે હોય ત્યારે – તેમાં તેવા પ્રકારનો કોઈ ભેદ હોતો નથી. જ્યાં સુધી જીવે રાગાદિ પ્રેરણારૂપ ધર્મ વડે કાશ્મણ વર્ગણાનાં પુદ્ગલપરમાણુઓને ગ્રહણ કર્યા હતાં નથી, ત્યાં સુધી તે પુદ્ગલપરમાણુઓ શુભ કે અશુભ વિશેષણથી યુક્ત હોતાં નથી. જીવ જ્યારે કર્મપુદ્ગલને ગ્રહણ કરે છે ત્યારે જીવના અધ્યવસાયરૂપ પરિણામના નિમિત્તે તે કર્મપુદ્ગલ શુભ કે અશુભરૂપે પરિણત થાય છે. તાત્પર્ય કે જીવના શુભાશુભ અધ્યવસાયના નિમિત્તે કર્મરૂપે પરિણમવા યોગ્ય પુદ્ગલોમાં બંધકાળે જ શુભત્વ કે અશુભત્વ ઉત્પન્ન થાય છે. પોતાના ભાવવિશેષના કારણે જીવ કર્મને શુભ કે અશુભરૂપે પરિણમાવતો જ તેને ગ્રહણ કરે છે. કર્મોનો પણ એવો સ્વભાવવિશેષ છે કે શુભાશુભ અધ્યવસાયવાળા જીવ વડે શુભ કે અશુભ પરિણામને પામતું જ તે જીવ વડે ગૃહીત થાય છે. એક જ જીવ કર્મનાં શુભ અને અશુભ બન્ને પ્રકારનાં પરિણામોને ઉત્પન્ન કરવા સમર્થ છે એમ સમજાવતાં આચાર્યશ્રી જિનભદ્રજી ‘વિશેષાવશ્યકભાષ્ય'માં લખે છે કે એક જ શરીરમાં અવિશિષ્ટ અર્થાત્ એકરૂપ આહાર લેવામાં આવે છે, છતાં તેમાંથી સાર અને અસાર એવાં બન્ને પરિણામો થાય છે. માણસનું શરીર ખાધેલા ખોરાકને રસ, રક્ત અને માંસરૂપ સાર તત્ત્વમાં અને મળ-મૂત્ર જેવા અસાર તત્ત્વમાં પરિણત Page #757 -------------------------------------------------------------------------- ________________ ૭૨૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કરી દે છે એ સર્વજનસિદ્ધ છે, તે જ પ્રમાણે એક જ જીવ ગૃહીત સાધારણ કાર્પણ વર્ગણાનાં પરમાણુઓને પોતાનાં શુભાશુભ પરિણામો વડે પુણ્ય અને પાપરૂપ પરિણત કરી દે છે. ૧ કર્મપરમાણુઓ જીવના રાગાદિ ભાવનું નિમિત્ત પામીને જુદી જુદી રીતે પરિણમે છે. જ્યાં સુધી આ પરમાણુઓ કર્મરૂપે પરિણમ્યાં નથી હોતાં, ત્યાં સુધી તેનામાં કોઈ ભેદ હોતો નથી; પણ જીવના રાગાદિ ભાવોની તરતમતાના નિમિત્તે પરમાણુઓમાં તરતમતા ઊભી થાય છે. કર્મરૂપે પરિણમવા યોગ્ય પરમાણુઓ જ્યાં સુધી આત્મા સાથે સંબદ્ધ થયાં નથી, અર્થાત્ વિશ્વમાં કાર્મણ વર્ગણારૂપે વિચરી રહ્યાં હોય છે, ત્યાં સુધી જીવને શુભ-અશુભ ફળ આપવા માટે તે સામર્થ્યવાન હોતાં નથી. પરંતુ જીવના રાગાદિ ભાવના નિમિત્તે તેનામાં તથા પ્રકારનું ફળ આપવાની શક્તિ સ્વયમેવ પ્રગટ થાય છે અને યોગ્ય કાળે જીવને ફળ આપવા માટે તે શક્તિમાન થાય છે. કાશ્મણ વર્ગણામાં સારું-ખરાબ ફળ આપવાની શક્તિ હોતી નથી, પરંતુ રાગ-દ્વેષના નિમિત્તે તે કર્મરૂપે પરિણત થતાં કર્મ એટલાં બળવાન બને છે કે કર્તાને પોતાના બંધનમાં બાંધી લે છે. જીવને સારા કાર્યોનું શુભ ફળ મળે છે અને ખરાબ કાર્યોનું અશુભ ફળ મળે છે. પ્રશસ્ત ભાવથી કરેલાં દાન વગેરે સત્કર્મોનું ફળ શુભ હોય છે અને કુત્સિત ભાવથી કરેલાં હિંસા વગેરે કાર્યોનું ફળ અશુભ હોય છે. પુણ્યનું ફળ સારું અને પાપનું ફળ ખરાબ હોય છે. પુણ્યનું ફળ ભોગવવું સુખકારક હોય છે અને પાપનું ફળ ભોગવવું દુ:ખકારક હોય છે. શુભ આચરણથી પુણ્યનો બંધ થાય છે, તેનું ફળ સુખરૂપ હોય છે. અશુભ આચરણથી પાપનો બંધ થાય છે, તેનું ફળ દુ:ખરૂપ હોય છે. જેવી રીતે સદાચારનું ફળ મળે છે, તેવી જ રીતે દુરાચારનું પણ ફળ મળે છે. જેવી રીતે પુણ્યનું ફળ ભોગવવું પડે છે, તેવી જ રીતે પાપનું પણ ફળ ભોગવવું પડે છે. જેમ કોઈ ખૂની પકડાઈ જાય તો પોતાના દુષ્કૃત્યના કારણે આજીવન જેલવાસનું અથવા ફાંસીનું દુઃખ પ્રાપ્ત કરે છે, તેમ પોતાનાં પાપકર્મોના કારણે જીવને ઈહલોકમાં અને પરલોકમાં દુ:ખ પ્રાપ્ત થાય છે. ફળ ભોગવ્યા સિવાય કરેલાં કર્મોથી મુક્તિ મળતી નથી. જેવાં દુષ્કૃત્યો હોય છે, તેવાં જ તેનાં પરિણામ હોય છે. જીવ જ્યારે દુષ્કૃત્ય કરે છે ત્યારે પાપકર્મોનો બંધ થાય છે અને તેના ફળરૂપે દુ:ખ ઉત્પન્ન થાય છે. તેમાં દોષ કર્મયુગલોનો નહીં પણ આત્માનો જ છે. જે જીવ દુઃખી છે તે પોતે જ કરેલાં દુષ્કૃત્યથી દુઃખી છે. બધાં પ્રાણીઓ પોતે કરેલાં કર્મોથી જ દુઃખી થાય છે. ૧- જુઓ : આચાર્યશ્રી જિનભદ્રજીકૃત, ‘વિશેષાવશ્યકભાષ્ય', ગાથા ૧૯૪૫ 'जध वेगसरीरम्मि वि सारासारपरिणामतामेति । अविसिट्टो आहारो तध कम्मसुभासुभविभागो ।।' Page #758 -------------------------------------------------------------------------- ________________ ૭૨૫ આત્મા પોતે જ પોતાનાં સુખ-દુઃખને ઉત્પન્ન કરે છે. સુખ-દુઃખ આપનાર બીજું કોઈ જ નથી, પોતાનો આત્મા જ અને તેનું નિવારણ કરનાર પણ આત્મા જ છે. પાપાચરણ કરનારો આત્મા એ જ નરકની વૈતરણી નદી છે, કારણ કે પાપ કરનારો આત્મા નરકનો હેતુ છે. આવો આત્મા યાતનાનો હેતુ હોવાથી નરકમાં રહેલા શાલ્મલી વૃક્ષ જેવો છે. તેવી જ રીતે પુણ્ય કરનારો આત્મા પોતે જ ઇચ્છિત સ્વર્ગનાં સુખરૂપ છે, અર્થાત્ ચિત્તાહ્લાદક હોવાથી નંદનવન જેવો છે. આત્મા પોતે જ પોતાનો મિત્ર અને શત્રુ છે. જ્યારે આત્મા સદાચારનું પાલન કરે છે ત્યારે તે પોતાનો મિત્ર બને છે અને જ્યારે આત્મા દુરાચારમાં ફસાય છે ત્યારે તે પોતાનો શત્રુ બને છે. ગાથા-૮૪ આ પ્રમાણે શુભ આચરણથી પુણ્યોપાર્જન થાય છે અને અશુભ આચરણથી પાપ બંધાય છે. પુણ્યના ઉદયે ઐહિક સુખ મળે છે અને પાપના ઉદયે દુ:ખ અનુભવાય છે. પુણ્ય કે પાપના ઉદયે, તેમાં જોડાતાં ફરી પાછાં કર્મો બંધાય છે, જે શુભ કે અશુભ હોય છે. આ રીતે કર્મબંધની પ્રક્રિયા ચાલ્યા કરે છે. જીવાત્માઓ પ્રતિક્ષણ મન-વચન-કાયાના યોગ અને અધ્યવસાયથી જે જે શુભઅશુભ કાર્યો કરે છે, તે તે પ્રમાણે કાર્પણ વર્ગણાનાં પુદ્ગલપરમાણુઓને પોતાના પ્રતિ આકર્ષે છે. કર્મો ઉદયમાં આવે ત્યારે આત્માને ચોંટેલાં તે પુદ્ગલપરમાણુઓ ખરી પડે છે. આત્મા જ્યારે એક દેહ છોડી બીજો દેહ ધારણ કરે છે ત્યારે કર્મનાં બાકીનાં પુદ્ગલપરમાણુઓને કાર્યણ શરીરરૂપે સાથે લઈ જાય છે. નવાં કર્મો બંધાવાની અને જૂનાં કર્મોનો ક્ષય થવાની પ્રક્રિયા નિરંતર, જન્મ-જન્માંતરથી ચાલ્યા જ કરે છે. આમ, જીવના અધ્યવસાયના નિમિત્તથી કર્મરૂપે પરિણમેલાં પરમાણુઓમાં ચોક્કસ પ્રકારનાં ફળ આપવાની શક્તિ સ્વયમેવ ઊપજે છે અને તે યોગ્ય કાળે ઉદયમાં આવી સ્વયમેવ શુભાશુભ ફળ આપે છે. યોગ્ય સમયે ફળ આપી તે ખરી પડે છે. એવાં કર્મ અનંત પ્રકારનાં છે, તેમાં મુખ્ય આઠ પ્રકાર છે. જૈન દર્શનમાં આત્માને જકડી લેનાર કર્મોનાં આઠ ભેદ બતાવવામાં આવ્યા છે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય, વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય કર્મનો સમાવેશ ઘાતી કર્મમાં થાય છે તથા વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ અઘાતી કર્મ કહેવાય છે. જે કર્મ આત્માના અનંત જ્ઞાન આદિ સ્વાભાવિક ગુણોનો ઘાત કરે તે ઘાતી કર્મ કહેવાય છે અને જે કર્મ આત્માના ગુણોનો ઘાત ન કરે, પણ શરીર તથા ઇષ્ટ-અનિષ્ટ પદાર્થોના સંયોગ-વિયોગ આદિ પ્રાપ્ત કરાવે તેને અધાતી કર્મ કહેવામાં આવે છે. ચાર અઘાતી કર્મો આત્માના સ્વાભાવિક સ્વરૂપને પ્રતિરોધ કરનારાં નથી. તે - Page #759 -------------------------------------------------------------------------- ________________ ૭૨૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ચાર કર્મનાં આગમન કે ક્ષયને આત્માના વાસ્તવિક સ્વરૂપના પ્રાકટ્ય સાથે કશો સંબંધ નથી. તે ચાર કર્મને તો માત્ર બાહ્ય સામગ્રીઓ સાથે જ સંબંધ છે. તેના ઉદયથી બાહ્ય સામગ્રીઓનું મળવું થાય છે અને અનુદયે તે સામગ્રી ઉદ્ભવતી નથી. ઘાતી કર્મ આત્માના સ્વભાવને પ્રગટ થવા દેતાં નથી અને આત્માના ઊર્ધ્વગામી પથમાં વિઘ્ન નાંખે છે, જ્યારે અઘાતી કર્મમાં તેવી કોઈ શક્તિ નથી. અઘાતી કર્મમાંનું વેદનીય કર્મ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે આત્માને વિવિધ પ્રકારની અનુકૂળ-પ્રતિકૂળ સામગ્રીનો યોગ થાય છે. આ યોગ કરાવી તે વેદનીય કર્મની સત્તા ત્યાં જ અટકી જાય છે. તે સામગ્રીમાં સુખ-દુઃખનું ભાન કરાવવું તે મોહનીય કર્મનું કર્તવ્ય છે. વેદનીય કર્મ તો માત્ર સામગ્રી આપીને ખસી જાય છે, સુખ-દુ:ખ વડે અનુરંજિતપણાનું તારતમ્ય તો મોહનીય કર્મને વશ છે. જો મોહનીય કર્મ સહકારી ન હોય તો વેદનીય કર્મ સ્વયં સામર્થ્યહીન છે, કેમ કે તેનામાં સામગ્રી આપવા ઉપરાંત અન્ય કોઈ ગુણ નથી. ઘાતી કર્મ અશુભ અને ભારે હોય છે. અઘાતી કર્મ શુભ અને અશુભ બન્ને પ્રકારનાં હોય છે. આમ, આત્માના ગુણને કેટલાંક કર્મો ઘાતક હોય છે અને કેટલાંક ઘાતક હોતાં નથી અને તેને અનુલક્ષીને કર્મના ઘાતી અને અઘાતી એવા બે ભેદ પાડવામાં આવ્યા છે. ઘાતી કર્મ ચાર અને અઘાતી કર્મ ચાર એમ મળી કર્મના કુલ આઠ પ્રકાર છે. કર્મબંધનરૂપ રોગના કારણે જીવની જુદી જુદી અવસ્થાઓ થાય છે. જ્ઞાનાવરણીય કર્મના કારણે અજ્ઞાનતા, મૂઢતા આદિ; દર્શનાવરણીય કર્મના કારણે નબળી આંખો, અંધાપો, નિદ્રા આદિ; મોહનીય કર્મના કારણે મિથ્યાત્વ, કષાય આદિ; અંતરાય કર્મના કારણે કૃપણતા, દરિદ્રતા, પરાધીનતા, નિર્બળતા આદિ; વેદનીય કર્મના કારણે શાતા, અશાતા; આયુષ્ય કર્મના કારણે જન્મ, મૃત્યુ; નામ કર્મના કારણે ગતિ, શરીર, રૂપ, યશ, અપયશ આદિ અને ગોત્ર કર્મના કારણે ઉચ્ચતા, નીચતા પ્રાપ્ત થાય છે. આમ, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય, વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એમ કર્મના મૂળ આઠ પ્રકાર છે. તેમાં ઘાતી અને અઘાતી એમ બે ભેદ છે. ઘાતી કર્મમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચારનો સમાવેશ થાય છે. મતિજ્ઞાનાવરણીય આદિ અવાંતર ભેદ ગણતાં ૪૭ પ્રકાર થાય છે. અઘાતીના પણ ચાર ભેદ છે - વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર. શાતાવેદનીય આદિ પેટા પ્રકારો ગણતાં અઘાતીના ૧૧૧ ભેદ થાય છે. બધા મળીને આઠ કર્મનાં ૧૫૮ પેટા પ્રકારો થાય છે. ૧ ૧- જુઓ : સિદ્ધાંતચક્રવતી શ્રી નેમિચંદ્રજીકૃત, ‘ગોમ્મસાર', કર્મકાંડ, ગાથા ૭. अट्टविहं वा अडदालसयं असंखलोगं वा । ताणं पुण घादित्ति अ-घादित्ति य होंति सण्णाओ ।।' Page #760 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૪ ૭૨૭ વિભિન્ન દાર્શનિકોએ કર્મના પ્રકાર વિવિધ રીતે કર્યા છે, પણ પુણ્ય-પાપરૂપે, કુશલ-અકુશલરૂપે, શુભ-અશુભરૂપે, ધર્મ-અધર્મરૂપે કર્મના ભેદ તો બધાં દર્શનોને માન્ય છે; એટલે એમ કહી શકાય કે કર્મના પુણ્ય-પાપ અથવા તો શુભ-અશુભ એવા જે બે ભેદો પાડવામાં આવે છે એ પ્રાચીન અને સર્વમાન્ય છે. પ્રાણીને જે કર્મનું ફળ અનુકૂળ જણાય તે પુણ્ય અને પ્રતિકૂળ જણાય તે પાપ, એવો અર્થ કરવામાં આવે છે અને તે રીતના ભેદો વેદાંત, જૈન, સાંખ, બૌદ્ધ, યોગ, ન્યાય-વૈશેષિક દર્શનોમાં જોવા મળે છે. બધાં દર્શનોએ પુણ્ય હોય કે પાપ એ બન્ને કર્મોને બંધન જ માન્યાં છે અને એ બન્નેથી છૂટકારો પ્રાપ્ત કરવો એ જીવનું ધ્યેય હોવું જોઈએ એમ સ્વીકાર્યું છે. આથી જ કર્મજન્ય જે અનુકૂળ પરિસ્થિતિ છે, તેને પણ વિવેકી જનો સુખ નહીં પણ દુઃખ જ માને છે. કર્મના પુણ્ય-પાપરૂપ બે ભેદ વેદનાની દૃષ્ટિએ કરવામાં આવે છે, જ્યારે કર્મના અન્ય પ્રકારો વેદના સિવાયની અન્ય દૃષ્ટિએ પણ કરવામાં આવે છે. વેદનાની દૃષ્ટિએ નહીં પણ કર્મને સારું-નરસું માનવાની દૃષ્ટિને સામે રાખીને બૌદ્ધ અને યોગ દર્શનમાં કૃષ્ણ, શુક્લ, શુક્લકૃષ્ણ અને અશુક્લાકૃષ્ણ એવા ચાર પ્રકાર કરવામાં આવ્યા છે. આમાં કૃષ્ણ એ પાપ, શુક્લ એ પુણ્ય, શુક્લકૃષ્ણ એ પુણ્ય-પાપનું મિશ્રણ છે, જ્યારે અશુક્લાકૃષ્ણ એ બેમાંથી એક પણ નથી. એ કર્મ વીતરાગ પુરુષને હોય છે અને તેનો વિપાક સુખ કે દુઃખ કશું જ નથી, કારણ કે તેમનામાં રાગ કે દ્વેષ કશું જ હોતું નથી.’ આ ઉપરાંત કર્મના ભેદો કૃત્ય, પાકદાન અને પાકકાળની દૃષ્ટિએ પણ કરવામાં આવે છે. કૃત્યની દૃષ્ટિએ ચાર, પાકદાનની દૃષ્ટિએ ચાર અને પાકકાળની દૃષ્ટિએ ચાર, એમ બાર પ્રકારના કર્મોનું વર્ણન બૌદ્ધોના ‘અભિધર્મમાં અને વિશુદ્ધિમાર્ગ' ગ્રંથોમાં છે, પણ “અભિધર્મ'માં તે ઉપરાંત પાકસ્થાનની દૃષ્ટિએ પણ કર્મના ચાર ભેદ અધિક ગણાવ્યા છે. બૌદ્ધોની જેમ પ્રકારની ગણતરી તો નહીં પણ તે તે દૃષ્ટિએ કર્મોનો ૧- જુઓ : ‘બૃહદારણ્યક ઉપનિષદ્', ૩-૨-૧૩; પ્રશ્ન ૩-૭ ૨- જુઓ : “પંચમ કર્મગ્રંથ', ગાથા ૧૫-૭૭; ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર', ૮-૨૬ ૩- જુઓ : “સાંખ્યકારિકા', ૪૪ ૪- જુઓ : 'વિશુદ્ધિમગ્ગ', ૧૭-૮૮ પ- જુઓ : “યોગસૂત્ર', ૨-૧૪; યોગભાષ્ય', ૨-૧૨ ૬- જુઓ : ‘ન્યાયમંજરી', પૃ.૪૭૨; ‘પ્રશસ્તપાદ', પૃ.૬૩૭, ૬૪૩ ૭- જુઓ : ‘યોગ દર્શન', ૪-૭; 'દીઘનિકાય', ૩-૧-૨; ‘બુદ્ધચર્યા', પૃ.૪૯૬ ૮- જુઓ : યોગ દર્શન', ૪-૭ ૯- જુઓ : “અભિધમ્મસ્થ સંગ્રહ', ૫-૧૯; 'વિશુદ્ધિમગ્ગ', ૧૯-૧૪-૧૬ Page #761 -------------------------------------------------------------------------- ________________ ૭૨૮ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સામાન્ય વિચાર યોગ દર્શનમાં પણ મળે છે. આમ છતાં કર્મના પ્રકારોનું વ્યવસ્થિત અને સૂક્ષ્મ વર્ગીકરણ જેવું જૈન ગ્રંથોમાં જોવા મળે છે, તેવું અન્યત્ર જોવા મળતું નથી. કર્મની પ્રકૃતિ, એટલે કે સ્વભાવની દૃષ્ટિએ કર્મના મૂળ આઠ ભેદ જૈન શાસ્ત્રોમાં વર્ણવ્યા છે. તેમાં એ આઠ મૂળ ભેદની અનેક ઉત્તર પ્રવૃતિઓનું વિવિધ જીવોની દષ્ટિએ વિવિધ રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે. આઠ પ્રકારનાં મૂળ કર્મોના પેટા પ્રકારો ગણતાં કુલ ૧૫૮ થાય છે. તેમાં આ સર્વ પ્રકારોનું વિગતવાર વર્ણન છે. દરેક કર્મના પેટા પ્રકારો અને તેનાં સ્વરૂપની ખૂબ ઝીણવટભરી વિચારણા જૈન શાસ્ત્રોમાં કરવામાં આવી છે. સંસારી જીવોને આઠ પ્રકારનાં કર્મ લાગેલાં હોય છે. અષ્ટ કર્મોથી આચ્છાદિત જીવ સંસારભ્રમણ કરે છે. તે પોતે કરેલાં કર્મોથી જન્મ, જરા અને મરણથી પીડિત થઈ સંસારમાં ભ્રમણ કરે છે. જે ચતુર્ગતિનાં દુઃખ આદિ તે ભોગવે છે, તે તેની ક્રિયાથી ઉત્પન્ન થનાર કર્મનું જ ફળ છે. જીવમાત્ર કાર્યશીલ છે. દરેક જીવ સતત ક્રિયા - પ્રવૃત્તિ કરે છે. આ ક્રિયા - પ્રવૃત્તિ બે પ્રકારની હોય છે, સારી અને ખરાબ. કોઈ દાન આપે છે, સેવા-ચાકરી કરે છે; તો કોઈ ચોરી કરે છે, ખીસું કાપે છે, છરી બતાવી લોકોને લૂંટી લે છે. કોઈ ભૂખ્યાને ભોજન આપે છે, તરસ્યાને પાણી આપે છે; તો કોઈ ગરીબનું ખાવાનું ઝૂંટવીને પોતે ખાવા બેસી જાય છે. કોઈ નિર્વસ્ત્રને પહેરવા સારાં કપડાં આપે છે; તો કોઈ એની પણ ચોરી કરીને અથવા દાદાગીરી કરીને તે પડાવી લે છે. કોઈ મરતાને બચાવવા મથે છે; તો કોઈ બીજાને ત્રાસ આપીને મારે છે. કોઈ પોતાનું લોહી આપીને બીજાને બચાવવાની કોશિશ કરે છે; તો કોઈ ખૂન કરી બીજાનું જીવન હરી લે છે. આ પ્રમાણે આ સંસારમાં સારી અને ખરાબ બન્ને પ્રકારની પ્રવૃત્તિઓ - ક્રિયાઓ છે. એમાં તો કોઈ પણ ના પાડી શકે તેમ નથી, કારણ કે સંસાર વ્યવહારની આ સર્વ પ્રવૃત્તિઓ દષ્ટ છે. એ સારી-ખરાબ ક્રિયાઓના ફળરૂપે જીવને સુખ-દુઃખ મળે છે. જીવની ક્રિયા સારી છે કે ખરાબ છે તેના આધારે જીવને તેનું ફળ મળે છે, અર્થાત્ સારી ક્રિયાનું ફળ સુખ-સાહ્યબી વગેરે અને ખરાબ ક્રિયાનું ફળ દુઃખ-દુર્ગતિ વગેરે મળે છે. પુણ્યથી જીવ સુખી થાય છે અને પાપથી જીવ દુઃખી થાય છે, તોપણ જગતમાં અનેક ઠેકાણે એનાથી વિરુદ્ધ વાત જોવા મળે છે. જેઓ પુણ્યકર્મ કરે છે, પોતાના જીવનમાં સત્કાર્ય તથા ધર્માચરણ કરે છે તેઓ દુ:ખી દેખાય છે અને જેઓ રાત-દિવસ પાપકાર્યોમાં મગ્ન હોય છે; હિંસાચાર, ખોટું બોલવું, ચોરી કરવી ઇત્યાદિ કરતાં હોય છે, તે લોકો સુખી દેખાય છે. ઘણા માણસો એવા જોવા મળે છે કે આ જન્મમાં તેઓ ૧- જુઓ : ‘યોગસૂત્ર', ૨-૧૨-૧૪ Page #762 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૪ ૭૨૯ પ્રામાણિક જીવન વિતાવે છે, પરંતુ રહે છે દરિદ્ર; અને એવા પણ માણસો જોવા મળે છે કે જેઓ ન્યાય, નીતિ અને ધર્મનું નામ સાંભળીને ચિડાઈ જાય છે, પરંતુ હોય છે સુખી. એવા અનેક માણસો મળે છે કે જેઓ પોતે દોષ કરે છે અને નિર્દોષ ઠરે છે તથા એ દોષો - અપરાધોનું ફળ ભોગવે છે બીજા. ચોરી કરે છે એક અને પકડાય છે બીજો . ખૂન કરે છે એક અને ફાંસીને માંચડે ચડે છે. બીજો . તેથી પ્રશ્ન થાય કે પુણ્યનું ફળ સારું અને પાપનું ફળ ખરાબ એમ કેમ દેખાતું નથી? શું તે સારા કે ખરાબ કૃત્ય નિષ્ફળ જાય છે? આનો ઉત્તર જ્ઞાની પુરુષો એમ આપે છે કે પુણ્યવાન દુઃખી અને પાપી લોકો સુખી એમ જે દેખાય છે તે તેમનાં વર્તમાન પુણ્ય કે પાપનું ફળ નથી, પણ તે તેમણે કરેલાં પૂર્વજન્મનાં પાપ અને પુણ્યનાં ફળ છે. વર્તમાનમાં જે પુણ્યવાન અને પાપી લોકો પુણ્ય અને પાપનું ઉપાર્જન કરે છે તેનાં ફળ તેમને ભવિષ્ય કાળમાં મળશે, મળ્યાં સિવાય રહેવાનાં જ નથી. તેમને પોતાનાં કરેલાં કર્મોનું ફળ આજે નહીં તો કાલે નક્કી મળે જ છે. ફળ ભોગવ્યા સિવાય સંચિત કર્મોથી છુટકારો થઈ શકતો નથી. ખેડૂત જ્યારે કાપણી કરે છે ત્યારે તે કાપણી તેણે ભૂતકાળમાં વાવેલાં બીજનું જ પરિણામ હોય છે. વર્તમાનમાં વાવેલાં બીજનો પાક તો ખેડૂત ભવિષ્યમાં જ લણશે. તે જ પ્રમાણે વર્તમાનમાં પુણ્યવાન રહેનારા મનુષ્ય ભૂતકાળમાં જે પાપનાં બીજ વાવેલાં હતાં તેનું ફળ તેને વર્તમાનમાં દુ:ખરૂપે મળે છે અને વર્તમાનનાં પુણ્યનું ફળ તેને ભવિષ્યમાં સુખરૂપે મળશે. કોઈ પણ ક્રિયા નિરર્થક હોતી નથી, ફળ વિનાની હોતી નથી. કેટલીક વાર એવું બને છે કે ક્રિયા કરવા છતાં પણ તેનું ફળ પ્રત્યક્ષ જોવા મળતું નથી, પરંતુ આમ થાય તો જીવે આચરેલી ક્રિયા નિષ્ફળ છે એમ માની લેવાનું નથી, કાળાંતરે તે ક્રિયા ફળદાયક નીવડે જ છે. ભલે ક્ષેત્ર અને કાળ બદલાઈ જાય તો પણ ફળ તો મળે જ છે. એક વર્ષ પછી, ૧૦૦ વર્ષ પછી, ૧૦૦૦ વર્ષ પછી કે લાખ વર્ષ પછી પણ ક્રિયાનું ફળ તો મળે જ છે. ક્રિયાના ફળને ઓછો કે વધારે કાળ લાગે, પરંતુ દરેક ક્રિયાનું ફળ ચોક્કસ મળે છે. કાળાંતરે તેનું ફળ મળે જ છે, માટે કોઈ પણ ક્રિયા નિષ્ફળ તો નથી જ જતી. ક્રિયા ફળ સહિત જ હોય છે. દરેક જીવની દરેક ક્રિયાનું ફળ હોય જ છે. દરેક ક્રિયાનું ફળ છે જ એમ અવશ્ય માનવું જોઈએ. તાત્પર્ય એ છે કે જીવની ક્રિયાનું પૂર્વકર્મના કારણે દષ્ટ ફળ ન પણ મળે, પરંતુ તેને શુભાશુભ કર્મબંધ તો અવશ્ય થાય જ છે. જીવની શુભાશુભ ક્રિયાથી કાર્પણ વર્ગણાનાં પુદ્ગલપરમાણુઓનું ગ્રહણ થાય છે અને તે સાત કે આઠ કર્મમાં વહેંચાઈ જાય છે. પ્રત્યેક સંસારી જીવ પોતાનાં વૈભાવિક પરિણામના કારણે પ્રત્યેક સમયે Page #763 -------------------------------------------------------------------------- ________________ ૭૩) ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જ્ઞાનાવરણીયાદિ કર્મનો બંધ કરે છે, તેમજ પૂર્વે બાંધેલાં વિવિધ કર્મોનું પ્રત્યેક સમયે ફળ ભોગવતો હોય છે. તમામ સંસારી જીવો કર્મના કર્તા તથા ભોક્તા છે. શ્રીમદ્ ‘પંચાસ્તિકાય'ના અનુવાદ અંતર્ગત લખે છે – ‘જીવ અને પુદ્ગલસમૂહ અરસપરસ મજબૂત અવગ્રાહિત છે. યથાકાળે ઉદય થયે તેથી જીવ સુખદુઃખરૂપ ફળ વેદે છે. તેથી કર્મભાવનો કર્તા જીવ છે અને ભોક્તા પણ જીવ છે. વેદક ભાવને લીધે કર્મફળ તે અનુભવે છે. એમ કર્તા અને ભોક્તા આત્મા પોતાના ભાવથી થાય છે.'૧ આત્મા કર્મનો કર્તા અને ભોક્તા છે. આત્મા એક સ્વતંત્ર તત્ત્વ છે અને એ જાણતાં-અજાણતાં જે કંઈ શુભ-અશુભ કર્મ કરે છે, એનું ફળ તેણે ભોગવવું જ પડે છે. દરેક આત્માએ પોતે બાંધેલાં શુભાશુભ કર્મનાં ફળ અવશ્ય ભોગવવા પડે છે અને એટલા માટે તેને પુનર્જન્મના ચકરાવામાં ફરવું પડે છે. જગતમાં જીવોની વિચિત્રતા, સુખ-દુઃખાદિને જોવાથી અનુમાન થઈ શકે છે કે પોતાનાં વિભાવપરિણામના નિમિત્તે બંધાયેલાં દ્રવ્ય કર્મનાં ફળનો આત્મા ભોક્તા છે. તે પોતાનાં શુભાશુભ કર્મોનું ફળ ભોગવે છે. શ્રી ભોગીલાલ ગિ. શેઠ લખે છે – તે શુભાશુભ કર્મનું ફળ ન થતું હોય, તો એક રાંક અને એક રાજા એ આદિ જે અનેક પ્રકારથી ભેદ છે, તે ન હોવા જોઈએ. કારણ બધામાં જીવપણું સમાન છે તથા મનુષ્યપણું સમાન છે, તો પછી સર્વને સુખ તથા દુ:ખ સમાન જોઈએ તેને બદલે આવું વિચિત્રપણું જણાય છે, તે જ શુભાશુભ કર્મથી ઉત્પન્ન થયેલો ભેદ છે. કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી. જીવનાં શુભાશુભ કર્મનો ઉદય તે કારણ છે અને જણાવ્યા પ્રમાણે તે જ શુભાશુભ કર્મનાં ફળરૂપ વિચિત્રતા અને ભેદ તે કાર્ય છે. આમ, પ્રસ્તુત ગાથામાં શ્રીગુરુ જણાવે છે કે આ જગતમાં રાજા-રંક, ઊંચ-નીચ, પંડિત-મૂર્ખ, સુરૂપ-કુરૂપ આદિ અનેક પ્રકારના ભેદ પ્રવર્તે છે. જગતના જીવોમાં સર્વત્ર વિષમતા જોવા મળે છે. કારણ વિના આ કાર્ય સંભવી શકે નહીં. આ કાર્યનું કોઈ કારણ અવશ્ય હોવું જોઈએ અને તે કારણ છે જીવે નિબંધન કરેલ શુભાશુભ કર્મ. એક રાંક અને એક નૃપ એ આદિ જીવોનું વિચિત્રપણું કર્મના કારણે છે અને એ જ જીવનું શુભાશુભ કર્મનું ભોગવવાપણું સિદ્ધ કરે છે. આ પ્રમાણે ગાથા ૭૯ના ઉત્તરાર્ધમાં શિષ્ય રજૂ કરેલી શંકા “શું સમજે જડ કર્મ કે, ફળ પરિણામી હોય?’નું આ ત્રિરત્નરૂપ ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૯૦ (અંક-૭૬૬, ૬૭-૬૯) ૨- શ્રી ભોગીલાલ ગિ. શેઠ, ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર (વિશેષાર્થ સહિત)' ,ચોથી આવૃત્તિ, પૃ. ૨૪૩ Page #764 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૪ ત્રણ ગાથાઓ (ગાથા ૮૨, ૮૩, ૮૪) દ્વારા સંતોષપ્રદ સમાધાન શ્રીગુરુએ કર્યું. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે કે “એક રાંક ને એક નૃપ, એક મૂરખ એક દક્ષ; એક કુરૂપ એક રૂપવાન, એક એક બહુ પક્ષ. એક સુખીને એક દુ:ખી, એ આદિ જે ભેદ; તેહ વ્યવસ્થિત કારણે, જણાય ભાવ અખેદ. કૃષિનાં ક્ષેત્રો પાસ છે, તેમાં થાય થાય; કારણ વિના ન કાર્ય તે, એ તો સમજી શકાય. ન એક ને સહજ નિધિ મળે, એક મરે ધરી ખેદ; છતાં ન પામે પાઈ પણ, તે જ શુભાશુભ વેદ્ય.'' * * * ૧- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૩૫ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૩૩૩-૩૩૬) ૭૩૧ Page #765 -------------------------------------------------------------------------- ________________ Page #766 -------------------------------------------------------------------------- ________________ इजाला faaree, भेषा तथा न्३२, दुर्म उचलावे परिक्षा में पहले लोग ई२. गाथा - ८५ Page #767 -------------------------------------------------------------------------- ________________ Page #768 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૮૫ - ગાથા ૮૪માં શ્રીગુરુએ કહ્યું કે એક ગરીબ અને એક રાજા એ આદિ જે ભૂમિકા =] ભેદ છે તે જ શુભાશુભ કર્મનું ભોક્તાપણું છે એમ સિદ્ધ કરે છે, કેમ કે કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી. ગાથા ૮૦માં શિષ્ય કહ્યું હતું કે “ફળદાતા ઈશ્વર ગયે, ભોક્તાપણું સધાય; એમ કહે ઈશ્વરતણું, ઈશ્વરપણું જ જાય', અર્થાત્ કર્મ જડ હોવાથી તે કોઈ ચેતનની પ્રેરણાથી પ્રેરાઈને જ ફળ આપી શકે; ફળ આપનાર કોઈ વિશિષ્ટ ચૈતન્યશક્તિ હોય તો જ કર્મફળનું ભોસ્તૃત્વ સિદ્ધ થાય. આવો વ્યવસ્થાપક સર્વશક્તિમાન ઈશ્વર સિવાય અન્ય કોઈ હોઈ શકે નહીં, તેથી ઈશ્વરને ફળદાતા તરીકે સ્વીકારવો જોઈએ. જો કે વિચારવાન શિષ્યને ઈશ્વરનું સ્વરૂપ સ્પષ્ટપણે સમજાયું હોવાથી, પછીથી તેણે સ્વયં જ કહ્યું હતું કે ફળદાતા તરીકે ઈશ્વરને માનવાથી ઈશ્વરનું ઈશ્વરત્વ જ છેદાઈ જાય છે. આમ, કર્મને ફળદાતા ગણવામાં તેનું જડપણું બાધક બને છે અને ઈશ્વરને ફળદાતા ગણવામાં તેનું ઈશ્વરત્વ બાધક બને છે. આ બે વિકલ્પનાં કારણે શિષ્યનું ચિત્ત મૂંઝાય છે અને તે આત્માના ભાતૃત્વ વિષે કોઈ યથાર્થ નિર્ણય કરી શકતો નથી. શિષ્યની આ મૂંઝવણ ટાળવા શ્રીગુરુ આ ગાથામાં કહે છે – ફળદાતા ઈશ્વરતણી, એમાં નથી જરૂર; (ગાથા કર્મ સ્વભાવે પરિણમે, થાય ભોગથી દૂર.' (૮૫) - ફળદાતા ઈશ્વરની એમાં કંઈ જરૂર નથી. ઝેર અને અમૃતની રીતે શુભાશુભ કર્મ સ્વભાવે પરિણમે છે; અને નિઃસત્ત્વ થયેથી ઝેર અને અમૃત ફળ દેતાં જેમ નિવૃત્ત થાય છે, તેમ શુભાશુભ કર્મને ભોગવવાથી તે નિ:સત્વ થયે નિવૃત્ત થાય છે. (૮૫) ઝેર ઝરપણે પરિણમે છે, અને અમૃત અમૃતપણે પરિણમે છે, તેમ અશુભ કર્મ અશુભપણે પરિણમે અને શુભ કર્મ શુભપણે પરિણમે છે, માટે જીવ જેવા જેવા અધ્યવસાયથી કર્મને ગ્રહણ કરે છે, તેવા તેવા વિપાકરૂપે કર્મ પરિણમે છે; અને જેમ ઝેર અને અમૃત પરિણમી રહ્યું નિ:સત્ત્વ થાય છે, તેમ ભોગથી તે કર્મ દૂર થાય છે. (૮૫) ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૪૯ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન) અથી. Page #769 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન ભાવાર્થ પૂર્વેની ગાથાઓમાં પ્રતિપાદિત કરેલા ભાવને વિશેષ દૃઢ કરાવતાં શ્રીગુરુ કહે છે કે જડ કર્મ પોતાનું ફળવાનપણું જાણવાને સમર્થ નથી, પરંતુ ફળ આપવાની શક્તિ એ કર્મનો સ્વભાવ છે અને જેમ સ્વભાવને કોઈ કારણની જરૂર નથી, તેમ સ્વભાવને કોઈ કર્તાની પણ જરૂર નથી. સચોટ ફળ આપવાની અદ્ભુત શક્તિ કર્મમાં સ્વભાવથી રહેલી છે, જે જીવનાં ભાવકર્મનું નિમિત્ત પામી વ્યક્ત થાય છે. બીજમાંથી જેમ કાળ પાકે ત્યારે ફળ થાય છે, તેમ કર્મ પણ કાળ પાકે ત્યારે અવશ્ય ફળ આપે છે. તેથી જીવનું કર્મફળભોતૃત્વ સિદ્ધ કરવા માટે કોઈ ફળ આપનાર ઈશ્વરની આવશ્યકતા નથી. ૭૩૬ આમ, ઈશ્વર જીવને સુખ-દુ:ખ આપે છે એમ માનવાની જરૂર નથી. આ આત્માએ બાંધેલાં જે શુભાશુભ કર્મો છે, કર્મો જ અમૃત-વિષની જેમ પોતાના સ્વભાવ અનુસાર સુખ-દુઃખ આપનાર તરીકે પરિણમે છે. વળી, જેમ અમૃત અમરપણાનું કાર્ય કરીને નિવૃત્ત થાય છે તથા વિષ મરણકાર્ય કરીને નિવૃત્ત થાય છે; તે જ રીતે કર્મો પણ પોતાનું ફળ આત્માને ભોગવાવીને નિવૃત્ત થાય છે. આ રીતે જીવમાં કર્મોનું ભોક્તાપણું યુક્તિસંગત છે. પ્રત્યેક દ્રવ્યમાં અનંત શક્તિ સ્વભાવથી રહેલી છે. તે શક્તિનું કોઈ કારણ વિશેષાર્થ કે કર્તા છે જ નહીં, અર્થાત્ તે શક્તિ સ્વભાવથી જ છે. દ્રવ્યની શક્તિ પોતાના આધારે જ રહેલી છે. દ્રવ્યમાં રહેલી શક્તિ ત્રિકાળ હોય છે. કોઈ પણ શક્તિનો ક્યારે પણ નાશ થતો નથી, તેમજ કોઈ શક્તિ ક્યારે પણ નવી ઉત્પન્ન થતી નથી; માત્ર અપ્રગટપણે રહેલી શક્તિઓ પ્રગટ થાય છે ત્યારે તે ઉત્પન્ન થઈ એમ વ્યવહારથી કહેવાય છે. પ્રત્યેક દ્રવ્યમાં અનંત શક્તિ સ્વભાવથી રહેલી હોવાથી આત્મામાં જેમ અનંત શક્તિ છે, તેમ પુદ્ગલમાં પણ અચિંત્ય શક્તિ છે. પુદ્ગલની અચિંત્ય શક્તિ વિષે શ્રી કાનજીસ્વામી કહે છે - ‘જીવ અને અજીવ દ્રવ્યનું સામર્થ્ય સૌ સૌની સત્તામાં છે. જડમાં પણ અનેક અચિંત્ય શક્તિ છે. એક જ જાતના પરમાણુમાં ક્ષણવારમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બદલાઈ જાય છે. જેમ દૂધમાંથી દહીં, દહીંમાંથી ઘી. દૂધ બગડી જાય છે, તે બગડી જવાની તેનામાં શક્તિ છે; એવી રીતે જ દરેક પુદ્ગલમાં ગળવું, મળવું, સડવું, પડવું, ગતિરૂપ થવું એવો જડનો સ્વભાવ છે. એક પરમાણુ એકસમય માત્રમાં લોકના છેડાથી ગતિ કરીને ચૌદ રાજુલોક પ્રમાણે શીઘ્ર સ્વયં જઈ શકે છે.'૧ ૧- શ્રી કાનજીસ્વામી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ૫૨ પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૩૧૪ Page #770 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૫ ૭૩૭ જડ રેસાઓના બનેલા દોરડાઓ મોટા મોટા હાથીઓને બાંધી શકે છે. જડ વસ્તુઓથી બનેલી મદિરા માણસને મદહોશ કરે છે. જડ બોંબનો ધડાકો કેટલી બરબાદી કરે છે. જડ એવા યંત્રો પણ જડની અચિંત્ય શક્તિનો પરિચય આપે છે. જડની અચિંત્ય શક્તિનો પરિચય આપતાં ઉપર્યુક્ત દૃષ્ટાંતો સ્થૂળ છે, જ્યારે કાર્મણ વર્ગણા તો અત્યંત સૂક્ષ્મ છે. તેની ક્રિયા-પ્રક્રિયા દૃષ્ટિગોચર થઈ શકતી નથી, છતાં તેનાં ફળ સચોટપણે અનુભવમાં આવે છે. એના ઉપરથી કર્મના ફળની તથા જીવના કર્મફળભોસ્તૃત્વની સિદ્ધિ થાય છે. જડમાં અગાધ શક્તિ પ્રમાણસિદ્ધ હોવાથી, ‘કર્મપુદ્ગલ જડ છે તો તેનામાં શક્તિ ક્યાંથી હોય?', કર્મ જડ હોવાથી આત્માને કઈ રીતે ફળ આપી શકે?’, ‘કેવું ફળ આપવું એનું જ્ઞાન કર્મ જડ હોવાથી તેને હોતું નથી, તો તે તેની યથાયોગ્ય પ્રકૃતિ પ્રમાણે કેવી રીતે પરિણમી શકે?' - આવી શંકાઓ કરવી ઘટતી નથી. જીવનાં રાગ-દ્વેષ આદિ પરિણામોનાં નિમિત્તથી કામણવર્ગણારૂપ જે પુગલસ્કંધ જીવની સાથે બંધાય છે, તેને કર્મ કહે છે અને તે જડ હોવા છતાં જીવ ઉપર અનેક પ્રકારે અસર કરે છે. જ્યારે આત્મા રાગાદિ ભાવરૂપે પરિણમે છે ત્યારે તેના ઉપર નવાં કર્મ ચોંટે છે, જે પૌગલિક કાર્પણ શરીરમાં ભળી જાય છે, જે દેહાંતર વખતે પણ તેની સાથે રહે છે. આ કાર્મણ શરીર જીવ સાથે બંધાયેલાં કર્મોથી બને છે. તેના કારણે જીવનું સહજ સ્વરૂપ ઢંકાયેલું રહે છે. તાત્પર્ય એ છે કે જડ કર્મમાં અનંત શક્તિ હોય છે અને તેથી તે આત્માની શક્તિને, આત્માના ગુણોને દબાવી શકવા માટે સમર્થ હોય છે. અહીં શંકા થાય કે જો આત્મા અને કર્મ બન્નેની શક્તિ અનંત છે, બન્ને સમાન શક્તિવાળા છે, તો પછી કર્મ આત્માની શક્તિને, આત્માના ગુણોને કેવી રીતે દબાવી શકે? તેનું સમાધાન એ છે કે આત્માની શક્તિ જ્યારે પૂર્ણ વિકાસ પામે છે ત્યારે તે અનંત થાય છે. નિશ્ચયનયથી પ્રત્યેક આત્માની શક્તિ અનંત છે, પરંતુ જો વ્યવહારનયથી જોવામાં આવે તો તે શક્તિમાં ઘણી તરતમતા છે. જીવ અવ્યવહારરાશિમાં હોય છે ત્યારે તે અતિ અલ્પ શક્તિવાળો હોય છે. જેમ જેમ તેનો વિકાસ થાય છે, તેમ તેમ તેની શક્તિ પ્રગટતી જાય છે. જીવ જ્યારે સપુરુષાર્થ કરે છે ત્યારે તેની દરેક શક્તિ વિશેષ ને વિશેષ પ્રગટતી જાય છે અને જ્યારે તે મોક્ષ પ્રાપ્ત કરે છે ત્યારે તે શક્તિ અનંત સુધી પહોંચે છે. આત્મશક્તિની અલ્પ વ્યક્તતા હોય છે ત્યારે કર્મસત્તાની શક્તિ તેના કરતાં ઘણી વિશેષ હોય છે, તેથી અતિ બળવાન એવી કર્મસત્તા તેને દબાવી શકે છે; પરંતુ આત્માની પરિપૂર્ણ અનંત શક્તિ કર્મની અનંત શક્તિથી ઘણી અધિક હોય છે, તેથી જીવ કર્મને હરાવીને તેનો સંપૂર્ણ નાશ કરી શકવા માટે સમર્થ હોય છે. જેમ બે મનુષ્યની, બે ઘોડાની, બે હાથીની શક્તિમાં ફરક હોય છે, તે જ Page #771 -------------------------------------------------------------------------- ________________ ૭૩૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પ્રકારે બે અનંત વચ્ચે પણ ફરક હોય છે; એટલે કે એક અનંત કરતાં બીજું અનંત નાનું અથવા કમજોર હોઈ શકે છે. પહેલાં આત્મા કરતાં કર્મનું જોર વિશેષ હોય છે, પરંતુ ધીરે ધીરે આત્મા બળવાન થતો જાય છે અને આખરે તે કર્મસત્તાને સર્વથા નષ્ટ કરી નાખે છે. દરેક જીવની અજ્ઞાનાવસ્થામાં કર્મસત્તા જીવ કરતાં વિશેષ બળવાન હોય છે અને તેથી તે જીવને શુભાશુભ ફળ પણ ભોગવાવે છે. ફળ આપવાની અદ્ભુત શક્તિ બંધાયેલાં કર્મપુદ્ગલમાં સ્વભાવથી જ રહી છે. જીવના રાગાદિ ભાવકર્મનું નિમિત્ત પામીને કર્મરૂપે પરિણમવા યોગ્ય પુદ્ગલપરમાણુ દ્રવ્યકર્મરૂપે પરિણમે છે અને જીવના નિમિત્તથી તે જડ કર્મમાં ફળ આપવાની શક્તિ પ્રગટે છે. જ્યાં સુધી એ પુદ્ગલો કર્મરૂપે પરિણમ્યાં ન હોય ત્યાં સુધી તેનામાં સુખદુઃખાદિ ફળ આપવાની શક્તિ હોતી નથી. જીવ સાથે તેનો કર્મરૂપ સંબંધ થાય છે ત્યારે તેનામાં કેવા રૂપે, કેટલું, ક્યાં સુધી અને કેવી તીવ્રતાથી ફળ આપવું - એવી યોગ્યતાઓ જીવના નિમિત્તથી પ્રગટે છે. જડ કર્મને કશું જ જ્ઞાન હોતું નથી, પરંતુ કર્મમાં ફળ આપવાની યોગ્યતા આત્માના નિમિત્ત વડે પ્રગટે છે. આત્માના કષાયભાવના નિમિત્ત વડે તે શક્તિ જડ કર્મપરમાણુમાં પ્રગટે છે. રાગ-દ્વેષ એ આત્મામાંથી પ્રગટેલું એક સામર્થ્યવિશેષ છે અને તેના નિમિત્તે યથાયોગ્ય ફળ આપવા કર્મપુદ્ગલ સમર્થ થાય છે. જ્યાં સુધી કર્મપુદ્ગલો ચેતનની સાથેના સંબંધમાં આવતાં નથી ત્યાં સુધી જીવને સુખ કે દુઃખ આપવાની તાકાત તેનામાં હોતી નથી. જ્યાં સુધી દારૂ બાટલીમાં જ હોય છે ત્યાં સુધી તેનાથી નશો થતો નથી, શરીરમાં ગયા પછી જ નશો થાય છે તેમ. વળી, નશો પણ તુરંત ન ચડતાં કાળાંતરે ચડે છે. જેમ દારૂમાં નશાની યોગ્યતા હોવા છતાં શરીરમાં જતાંની સાથે તરત જ તે નશારૂપ ફળ આપતું નથી, પણ કાળાંતરે આપે છે; તેમ કર્મપુદ્ગલો પણ આત્મા સાથે સંબંધમાં આવ્યાં પછી તરત જ પોતાની સુખ-દુ:ખ આપવાની શક્તિ બતાવતાં નથી, પરંતુ અમુક સમય પછી તેમ કરે છે. પ્રત્યેક વસ્તુ ફળવા માટે જેમ કાળની અપેક્ષા રાખે છે, તેમ કર્મ પણ ફળ આપવા માટે યોગ્ય કાળની અપેક્ષા રાખે છે. શુભાશુભ ક્રિયાથી બંધાયેલ કર્મ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવની યોગ્ય સામગ્રી મળે ત્યારે ફળે છે. આત્માના યોગ અને કષાયભાવથી આકર્ષાયેલો દ્રવ્યકર્મનો સમૂહ તેના ઉદયકાળ પર્યત - ફલાભિમુખ થયા પહેલાં, એટલે કે અનુદય અવસ્થામાં આત્માની સાથે એકલે ત્રાવગાહીપણે રહે છે. તે અનુદય અવસ્થામાં કર્મ સત્તામાં રહે છે, અર્થાત્ તેટલો કાળ તે ફળ આપવાને તત્પર હોતાં નથી, તેની શક્તિ સ્થિરપણે માત્ર ફળ આપવાના સમયની રાહ જોતી હોય છે. આત્મા સાથે સંબદ્ધ દરેક કર્માણને ‘ટાઈમબોંબ' સાથે સરખાવી શકાય. જેમ Page #772 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૫ ૭૩૯ ટાઈમબૉંબમાં ફાટવાની યોગ્યતા હોવા છતાં પણ તે નિશ્ચિત થયેલા સમયે જ ફાટે છે, તેમ દરેક કર્માણુ એ ટાઈમબૉંબ છે જે નિશ્ચિત સમય થતાં જ ફાટે છે અને આત્માને સુખ-દુઃખ આપે છે. કોઈ પણ કર્માણુ આત્મા ઉપર ચોંટે છે ત્યારે તેમાં ચાર વાતો નિશ્ચિત થાય છે ૧) સુખ-દુઃખ વગેરે આપવાનો તેનો સ્વભાવ (nature), ૨) આત્મા ઉપર રહેવાનો તેનો સમય (time), ૩) ફળ આપવાની તેની તીવ્રતા (power) અને ૪) એનું પ્રમાણ, અર્થાત્ કર્માણુની સંખ્યા (bulk). કર્માણુમાં પ્રગટેલી આ યોગ્યતા સમય પાકતાં ફળ આપે છે. આ ચાર વાતો નક્કી થયા પછી તે કર્માણુ કેટલોક સમય શાંત પડ્યા રહે છે અને પછી પોતાનું કાર્ય બજાવે છે. બીજમાંથી છોડ કે વૃક્ષ ઊગતાં જુદી જુદી વનસ્પતિને જેમ જુદો જુદો સમય લાગે છે, તેમ જુદાં જુદાં કર્મોને ઉદયમાં આવતાં જુદો જુદો સમય લાગે છે. વિભાવભાવથી જે કર્મો બંધાય છે, તે કર્મ તેનો સ્વકાળ પાકતાં ઉદયમાં આવે છે અને જીવને ફળ આપે છે. જેવું જીવનું કર્મ હોય છે તેવું તેને ફળ મળે છે. તેણે પુણ્યકર્મ ઉપાર્જન કર્યું હોય તો તેનાં ફળ સુખરૂપે ભોગવે છે અને પાપકર્મ ઉપાર્જન કર્યું હોય તો તેનાં ફળ દુઃખરૂપે ભોગવે છે. દયા, દાન, ભક્તિ વગેરે શુભ ભાવના નિમિત્તે કર્માણુ ચોંટ્યા હોય તે સમય પાકતાં સુંદરતા, આરોગ્ય, શ્રીમંતાઈ, દેવભવ, મનુષ્યભવ વગેરે સુખરૂપ ફળ આપવાનું કાર્ય કરે છે અને હિંસા, જૂઠ વગેરે અશુભ ભાવના નિમિત્તે જે કર્માણુ ચોંટ્યા હોય તે સમય પાકતાં કુરૂપતા, રોગ, ગરીબી, નારકજીવન, પશુજીવન વગેરે દુઃખરૂપ ફળ આપવાનું કાર્ય કરે છે. શુભ ભાવથી ગ્રહણ કરેલું કર્મ શુભ ફળ આપે છે, જ્યારે અશુભ ભાવથી ગ્રહણ કરેલું કર્મ અશુભ ફળ આપે છે. જેમ બ્રાહ્મી આદિ ચૂર્ણ અને ઘી આદિ પદાર્થોનું સેવન જ્ઞાન ઉપર અનુગ્રહ કરે છે અને મદિરાપાન, ધતુરાનું સેવન કે ઝેર આદિનું ભક્ષણ જ્ઞાનનો ઉપઘાત કરે છે; તેમ શુભ કર્મો જીવ ઉપ૨ અનુગ્રહ કરે છે અને અશુભ કર્મો જીવનો ઉપઘાત કરે છે. આમ, જડ એવાં કર્મ ચેતન એવા આત્મા ઉપર અનુગ્રહ કે ઉપઘાત કરે છે.૧ આ પ્રમાણે પ્રથમ આત્માની સાથે કર્મ બંધાય છે, પછી તે કેટલોક કાળ સત્તામાં પડ્યાં રહે છે, ત્યારપછી ઉદયમાં આવી જીવને ફળ આપે છે. કર્મની અનુક્રમે બંધ, સત્તા અને ઉદયરૂપ અવસ્થા થાય છે. કર્મનાં પુદ્ગલોનો આત્મા સાથે સંબંધ થવો તે બંધ. કર્મનાં પરમાણુ પોતાની જાતે જીવ સાથે સંબંધ સ્થાપિત નથી કરતાં. જીવ પોતાની પ્રવૃત્તિ દ્વારા કર્મ યોગ્ય પરમાણુઓને આકર્ષિત કરી, તેની સાથે સંબંધ ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'ની આચાર્યશ્રી અકલંકદેવકૃત ટીકા, ‘તત્ત્વાર્થવાર્તિકમ્', અધ્યાય ૮, સૂત્ર ૪-૧૪ ‘यथा भिन्नजातीयेन क्षीरेण तेजोजातीयस्य चक्षुषोऽनुग्रहः, तथैव आत्मकर्मणोश्चेतनाऽचेतनत्वात् अतुल्यजातीयं कर्म आत्मनोऽनुग्राहकमिति सिद्धम् ।' Page #773 -------------------------------------------------------------------------- ________________ ૭૪૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન સ્થાપિત કરે છે. તિજોરીમાં જેમ હીરા-ઝવેરાત પડ્યાં રહે છે, તેમ બંધાયેલાં કર્મ આત્માની તિજોરીમાં પડ્યાં રહે તેને કર્મની સત્તા કહેવામાં આવે છે અને પછી તે બંધાયેલાં શુભાશુભ કર્મ જ્યારે જીવને સુખ-દુઃખરૂપ ફળ આપે છે તેને કર્મનો ઉદય કહેવાય છે. જ્યારે તે કર્મપ્રકૃતિઓનો ઉદયકાળ આવે છે ત્યારે તે પ્રકૃતિઓના અનુભાગ અનુસાર કાર્ય થાય છે.' જે પરમાણુ કર્મરૂપ પરિણમ્યાં છે તેનો જ્યાં સુધી ઉદયકાળ ન આવે ત્યાં સુધી તે જીવના પ્રદેશો સાથે એકક્ષેત્રાવગાહે બંધાયેલાં રહે છે અને તે કાળ દરમ્યાન જીવના ભાવના નિમિત્તથી કોઈ કોઈ પ્રકૃતિઓની અવસ્થાનું પલટાવું પણ થઈ જાય છે. કોઈ પ્રકૃતિનાં પરમાણુ સંક્રમણરૂપ થઈ અન્ય પ્રકૃતિનાં પરમાણુ થઈ જાય છે. વળી, કોઈ પ્રકૃતિનો સ્થિતિ અથવા અનુભાગ ઘણો હોય, તેનું અપકર્ષણ થઈ તે થોડો થઈ જાય છે તથા કોઈ પ્રકૃતિની સ્થિતિ અથવા અનુભાગ થોડો હોય તેનું ઉત્કર્ષણ થઈ તે ઘણો થઈ જાય છે. એ પ્રમાણે પૂર્વે બાંધેલાં પરમાણુઓની અવસ્થા પણ જીવના ભાવનું નિમિત્ત પામીને પલટાય છે. જો નિમિત્ત ન બને તો તે પલટાઈ શકતી નથી, જેમ ને તેમ રહે છે. ધનુષ્ય ઉપર ચઢાવેલું તીર છોડવામાં આવ્યું નથી ત્યાં સુધી તીરમાં જે શક્તિ રહેલી છે તેને સ્થિર વીર્ય(static energy)ની સંજ્ઞા અપાય છે, અર્થાત્ ત્યાં શક્તિ તો છે પણ તે હજી ઉદયરૂપ થઈ નથી; અને જ્યાં સુધી તે શક્તિ ફલાભિમુખ નથી થઈ, ત્યાં સુધી તે શક્તિ સત્તાપણે રહેલી છે, તેથી તે શક્તિમાં ફેરફાર થઈ શકે છે. તેમ કર્મમાં ફેરફાર કરવાનું આત્માનું બળ માત્ર કર્મની સત્તા અવસ્થામાં જ હોય છે. તે અવસ્થામાં આત્મા કર્મની સ્થિતિ અને અનુભાગ અલ્પ હોય તો તેનું ઉત્કર્ષણ કરી, તેમાં વૃદ્ધિ કરી શકે છે; તે જ પ્રકારે બહુત્વનું અલ્પત્વ કરી શકે છે. ૧- જૈન દર્શન દરેક કર્મની બંધ, સત્તા અને ઉદય એમ ત્રણ અવસ્થાઓ માને છે, તેમ જૈનેતર દર્શનોમાં પણ કર્મની ભિન્ન ભિન્ન અવસ્થાઓનું વર્ણન છે. વેદાંતાદિ દર્શનોમાં કર્મની સંચિત, ક્રિયમાણ અને પ્રારબ્ધ એમ ત્રણ અવસ્થા માનેલ છે. સંચિત કર્મ એટલે ગત જન્મોમાં ભેગાં કરેલાં કર્મ કે જેણે હજુ ફળ આપવાની શરૂઆત નથી કરી, પણ એમ જ પડ્યાં રહ્યાં છે. પ્રારબ્ધ કર્મ એટલે જે કર્મોએ ફળ આપવાની શરૂઆત કરી છે અને જેના કારણે આ વર્તમાન જન્મ તથા વર્તમાન પરિસ્થિતિ શક્ય બન્યાં છે તે. ક્રિયમાણ કર્મ એટલે આ જન્મમાં જે નવાં કર્મ એકઠાં કરવામાં આવી રહ્યાં છે તે. વેદાંત અનુસાર સમ્યજ્ઞાન થતાં સંચિત કર્મ બળી જાય છે, અર્થાત્ તેનામાં ફળ આપવાની શક્તિ રહેતી નથી. સમ્યજ્ઞાન પછી અહંતા-મમતા કે કર્તુત્વનો ખ્યાલ રહેતો નથી, માટે જરૂરી ક્રિયાઓ કરવા છતાં કર્મબંધન થતું નથી અને તેથી ક્રિયમાણ કર્મ પણ રહેતાં નથી. પરંતુ પ્રારબ્ધકર્મોએ ફળ આપવાની શરૂઆત કરી હોવાથી તેનો ક્ષય ભોગથી જ થાય છે, માટે જ્ઞાન થયા પછી પણ ઐહિક જીવન કેટલોક વખત ચાલુ રહે છે. Page #774 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૫ ૭૪૧ ચાક ઉપર ચડાવેલ માટીના પિંડને કેવો આકાર આપવો, તેનામાં કેવો ફેરફાર કરવો એ કુંભારના હાથમાં છે, તેમ કર્મની અનુદયસ્થિતિમાં - સત્તા અવસ્થામાં તેનું પરિવર્તન કે તેના પ્રમાણમાં ન્યૂનાધિક કરવાનું સ્વાતંત્ર્ય આત્મામાં છે. જેમ કુંભાર એક આકાર બનાવી, તેને અગ્નિમાં પકવ્યા પછી તેમાં ફેરફાર કરી શકતો નથી; તેમ આત્મા પણ કર્મની ઉદય અવસ્થામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતો નથી. આત્મા સાથે બંધાયેલી કર્મપ્રકૃતિ જ્યાં સુધી ફળ આપવા માટે તત્પર થતી નથી, ત્યાં સુધીના કાળને અબાધાકાળ કહે છે અને તે અનુદયકાળમાં તે કર્મપ્રકૃતિમાં આત્મા પોતાની સ્વસત્તા વડે અપકર્ષણ (ન્યૂનતા), ઉત્કર્ષણ (આધિક્ય), સંક્રમણ (સજાતીય એક ભેદ મટી અન્ય ભેદરૂપ થવું) કે ઉદયાભાવી ક્ષય (ફળ આપ્યા વિના કર્મનું છૂટી જવું) કરી શકે છે; પણ એક વાર જ્યારે તે કર્મ ફળ આપવાને ઉદયમાન થાય છે ત્યારે તે પોતાનું સંપૂર્ણ ફળ તેની નિયત સ્થિતિ અને અનુભાગ - રસ સહિત આપ્યા વિના રહેતું નથી અને તે સ્થિતિ પૂરી થતાં સુધી પ્રતિસમય તે પ્રકૃતિનો ઉદય આવ્યા જ કરે છે. શ્રીમદ્ પ્રકાશે છે – ‘ઉત્કર્ષ, અપકર્ષ અને સંક્રમણ એ સત્તામાં રહેલી કર્મપ્રકૃતિનાં થઈ શકે છે; ઉદયમાં આવેલી પ્રકૃતિનાં થઈ શકે નહીં.' જ્યાં સુધી કર્માણુ શાંત અવસ્થામાં પડી રહે છે, ત્યાં સુધીના કાળમાં તેના સ્વભાવ, સ્થિતિ, રસમાં ફેરફાર કરવાનું શક્ય છે અને તેથી જ અનેક આત્માઓ સુંદર આચાર, વિચાર અને ઉચ્ચારનું જીવન જીવે છે. આવા ઉચ્ચ જીવનથી જન્માંતરોમાં ચોંટેલા કર્માણુઓ કે જેનું કાર્ય સ્ત્રી, પશુ, નારક વગેરેને શરીર, શાતા-અશાતા વગેરે આપવાનું હોય છે; અથવા તો જેનું કાર્ય રોગ, દરિદ્રતા વગેરે આપવાનું હોય છે; એ પલટાઈ જાય છે. સુંદર કાર્યો નિપજાવવાની સ્થિતિમાં તે કર્માણુઓ ફેરવાઈ જાય છે. આ હકીકત દર્શાવે છે કે જૈન દર્શન પ્રારબ્ધવાદી નથી, કિંતુ પુરુષાર્થવાદી છે. જૈન દર્શન નિરંતર પુરુષાર્થ ઉપર જોર આપે છે. જૈન કર્મવાદ બરાબર ન સમજી શકાવાના કારણે કેટલાક જીવ પુરુષાર્થી બનવાને બદલે અકર્મણ્ય બની જાય છે. જીવ કર્મસિદ્ધાંતને યથાર્થપણે ન સમજી, નિરાશાવાદી ધારણાઓ ધારી લે છે અને અકર્મણ્ય થઈને બેસી જાય છે. તે વિચારે છે કે “મારાથી ભૂલ થઈ ગઈ છે, હવે શું થાય? હવે તો કર્મનાં ફળ ભોગવવાં જ પડશે' અથવા ‘કર્મમાં લખ્યું હશે તેમ થશે, હું શું કરી શકું? ' ઇત્યાદિ ખોટી ધારણાઓથી તે આળસુ બની જાય છે અને પુરુષાર્થ કરતો નથી. પરંતુ જૈન કર્મવાદમાં તો પુરુષાર્થનું ઘણું મૂલ્ય છે. જાગૃત આત્મા પ્રબળ પુરુષાર્થથી બાંધેલાં કર્મોમાં સંક્રમણ આદિ કરે છે અથવા ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૬૩ (વ્યાખ્યાનસાર-૨, ૨-૪) Page #775 -------------------------------------------------------------------------- ________________ ૭૪૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન એને હળવાં બનાવી ભોગવી લે છે અને નવીન કર્મબંધ પણ અલ્પ કરે છે. ઉત્કર્ષણ આદિની માન્યતાથી એ સિદ્ધ થાય છે કે કર્મની ઉત્તર પ્રકૃતિ, સ્થિતિ અને તેનો ભોગ તે કાંઈ નિયત નથી, તેમાં પરિવર્તન થઈ શકે છે. એક વખત જીવે ખરાબ કર્મ કર્યા હોય, પણ પછી જો તે સારાં કર્મ કરે તો તે દ્વારા પૂર્વબદ્ધ કર્મની સ્થિતિ અને રસમાં ઘટાડો થઈ શકે છે; તેમજ સારાં કાર્ય દ્વારા બાંધેલાં સારાં કર્મની સ્થિતિ અને રસને પણ વધારી શકાય છે. આ પ્રમાણે કર્મનો આત્માની સાથે બંધ થયા પછી પણ કર્મ જે રૂપમાં બંધાયું હોય એ જ રૂપમાં ફળ આપે એવો નિયમ નથી. તેમાં ઘણા અપવાદો છે. જૈન શાસ્ત્રોમાં કર્મની બંધાદિ દસ અવસ્થાઓનું વર્ણન આવે છે. તે આ પ્રમાણે - (૧) બંધ – બંધ એટલે કર્મપુદ્ગલોનું આત્માની સાથે ક્ષીરનીરવતુ બંધાવું. દૂધ અને પાણીનો જેવો યોગ થાય છે, તેવો યોગ કર્મનાં પુદ્ગલો અને આત્માનો થાય છે. આત્મા સાથે કર્મનો સંબંધ થાય છે, તેના ચાર પ્રકાર છે - પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ અને અનુભાગબંધ. જ્યાં સુધી બંધ ન થાય ત્યાં સુધી તે પુદ્ગલો કર્મરૂપ બનતાં નથી. (૨) સત્તા – સત્તા એટલે પોતાનું ફળ ન આપતાં કર્મપુદ્ગલોનું કેવળ સત્તારૂપે રહેવું. બંધાયેલાં કર્મયુગલો નિર્જરા ન થાય ત્યાં સુધી આત્મપ્રદેશો સાથે સંબદ્ધ રહે છે તેને તેની સત્તા કહેવામાં આવે છે. કર્મપુદ્ગલોની નિર્જરા વિપાક આપ્યા પછી થાય છે અને પ્રત્યેક કર્મનો અબાધાકાળ વીતતાં જ તે વિપાક આપે છે, અર્થાત્ અબાધાકાળનો સમય કર્મની સત્તા કહેવાય છે. (૩) ઉદય – ઉદય એટલે કર્મપુદ્ગલોનું પોતાનું ફળ આપવું. કર્મ પોતાનું જે ફળ આપે છે, તે તેનો ઉદય કહેવાય છે. કેટલાંક કર્મ માત્ર પ્રદેશોદયવાળાં હોય છે, એટલે કે તેનાં પુદ્ગલો ઉદયમાં આવીને નિર્જરી જાય છે, તેનું કશું જ ફળ હોતું નથી; પણ કેટલાંકને પ્રદેશોદય સાથે વિપાકોદય પણ હોય છે. એટલે કે તે પોતાની પ્રકતિ પ્રમાણે ફળ આપીને જ નષ્ટ થાય છે. (૪) ઉદીરણા - આત્માના પ્રયત્નવિશેષથી કર્મના નિયત સમય પહેલાં કર્મપુદ્ગલોનું ફળ આપવું. નિયત કાળ પહેલાં કર્મનું ઉદયમાં આવવું તે ઉદીરણા કહેવાય છે. સ્થિતિ પૂરી કર્યા વિના જ કર્મના ફળ આપવાને ઉદીરણા કહેવાય છે. જેમ ફળને પ્રયત્નપૂર્વક તેના નિયત કાળ પહેલાં પણ પકવી શકાય છે, તેમ બંધાયેલાં કર્મને પણ નિયત કાળ પહેલાં ભોગવી શકાય છે. (૫) સંક્રમણ - સંક્રમણ એટલે આત્માના પ્રયત્નવિશેષથી એક કર્મપ્રકૃતિનું બીજી Page #776 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૫ ૭૪૩ સજાતીય કર્મપ્રકૃતિમાં રૂપાંતર થવું. કર્મના એક ભેદનું સજાતીય એવા બીજા ભેદરૂપ થવાને સંક્રમણ કહે છે. ભાવશુદ્ધિના કારણે અશુભ કર્મોનું સંક્રમણ શુભ કર્મોમાં થઈ શકે છે. સંક્રમણના ચાર પ્રકાર છે - પ્રકૃતિ સંક્રમણ, સ્થિતિ સંક્રમણ, અનુભાગ સંક્રમણ, પ્રદેશ સંક્રમણ. સંક્રમણ કર્મની ઉત્તર પ્રકૃતિમાં થાય છે, મૂળ પ્રકૃતિમાં થતું નથી. સંક્રમણ સજાતીય પ્રવૃતિઓમાં થાય છે, વિજાતીય પ્રવૃતિઓમાં થતું નથી. સજાતીય પ્રકૃતિઓનાં સંક્રમણમાં પણ કેટલાક અપવાદ છે. જેમ કે આયુષ્ય કર્મનું નરકા, ઇત્યાદિ ચાર આયુષ્યમાં પરસ્પર સંક્રમણ થતું નથી. દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયનું પણ પરસ્પર સંક્રમણ થતું નથી. (૬) ઉત્કર્ષણ અથવા ઉદ્વર્તન – ઉત્કર્ષણ એટલે આત્માના પ્રયત્નવિશેષથી કર્મની સ્થિતિ અને રસમાં વધારો થવો. આત્મામાં બંધાયેલાં કર્મની સ્થિતિ અને અનુભાગ, બંધ સમયે થયેલ કષાયની માત્રાને અનુસરીને નક્કી થાય છે; પણ તેની આ સ્થિતિ અને અનુભાગને નવીન કર્મનો બંધ થતો હોય તે સમયે વધારી દેવાં તે ઉદ્વર્તન છે. (૭) અપકર્ષણ અથવા અપવર્તન – અપકર્ષણ એટલે આત્માના પ્રયત્નવિશેષથી કર્મની સ્થિતિ અને રસમાં ઘટાડો થવો. પ્રથમ બંધાયેલાં કર્મની સ્થિતિ અને અનુભાગને નવીન કર્મના બંધ વખતે ન્યૂન કરવાં તે અપવર્તન છે. (૮) ઉપશમન – ઉપશમન એટલે ઉદિત કર્મને શાંત કરવાં. કર્મની એ અવસ્થા કે જેમાં તેનો ઉદય કે ઉદીરણા થઈ શકે નહીં; પણ અપવર્તન, ઉદ્વર્તન અને સંક્રમણ થઈ શકે તે ઉપશમન. સાર એ છે કે કર્મને ઢંકાયેલા અગ્નિની જેવું બનાવી દેવું કે જેથી તે ફળ આપી શકે નહીં. પરંતુ જેમ અગ્નિ ઉપરથી આવરણ હટી જાય તો પુનઃ તે બાળવા સમર્થ છે, તેમ કર્મની આ અવસ્થા સમાપ્ત થાય એટલે પાછું તે ઉદયમાં આવીને ફળ આપે છે. (૯) નિધત્ત – નિધત્ત એટલે ઉદીરણા અને સંક્રમણની સંભાવનાનો અભાવ. કર્મની આ અવસ્થામાં તે ઉદીરણા અને સંક્રમણને અયોગ્ય હોય છે. જો કે તેમાં ઉદ્વર્તન અને અપવર્તન થઈ શકે છે. (૧૦) નિકાચના – નિકાચના એટલે ઉદીરણા, સંક્રમણ, ઉદ્વર્તન, અપવર્તનની સંભાવનાનો બિલકુલ અભાવ. કર્મની આ અવસ્થામાં ઉદીરણા, સંક્રમણ, ઉદ્વર્તન અને અપવર્તનનો સંભવ જ નથી હોતો, અર્થાત્ આવાં કર્મને જે રૂપે બાંધ્યું હોય તે જ રૂપે ભોગવવું પડે છે. ઘણા નિબિડ અને સંક્લિષ્ટ ભાવથી બંધાયેલાં કર્મ નિકાચિત હોય છે. નિકાચિત કર્મ એવાં ચીકણાં હોય છે કે તેમાં કોઈ પરિવર્તનનો સંભવ નથી. જે પ્રમાણે બાંધ્યાં હોય તે પ્રમાણે જ ભોગવવાં પડે છે. Page #777 -------------------------------------------------------------------------- ________________ ७४४ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આ પ્રમાણે કર્મની દસ અવસ્થાઓ છે. તેની વિચારણા જૈન શાસ્ત્રોમાં પદ્ધતિસર નિરૂપાયેલી જોવા મળે છે. કયા જીવમાં કયાં કર્મ - બંધ, ઉદય, ઉદીરણા, સત્તા ઇત્યાદિ દૃષ્ટિએ હોય છે તેનું વર્ગીકૃત વ્યવસ્થિત નિરૂપણ જૈન શાસ્ત્રોમાં છે. જૈન દર્શનમાં કર્મની બંધાદિ અવસ્થાઓ, કર્મનાં લક્ષણ, તેનાં પ્રકાર, પેટા પ્રકાર ઇત્યાદિ અંગે ખૂબ સૂક્ષ્મતાથી નિરૂપણ કરવામાં આવ્યું છે. આત્માની સાથે કર્મનો બંધ કેવો થાય છે? એનાં કારણો કયાં છે? પ્રત્યેક કર્મ કેવી રીતે બંધાય છે? કયા કારણે કર્મમાં કેવી શક્તિ ઉત્પન્ન થઈ જાય છે? કર્મનાં કેવાં કેવાં ફળ ભોગવવાં પડે છે? આત્મા સાથે કર્મનો સંબંધ કેટલા કાળ સુધી રહે છે? વધુમાં વધુ અને ઓછામાં ઓછા કેટલા વખત સુધી કર્મ આત્માને વળગી રહે છે? આત્માને લાગેલું કર્મ પણ કેટલા વખત સુધી વિપાક - ફળ આપવામાં અસમર્થ છે? વિપાકના નિશ્ચિત સમયમાં પણ ફેરફાર થઈ શકે કે નહીં? એક કર્મ બીજા કર્મમાં ક્યારે ફેરવાઈ જાય છે? એની બંધ સમયની શક્તિમાં કેવી રીતે ફેરફાર થઈ શકે? પાછળથી વિપાક - ફળ આપનારું કર્મ પહેલાં પણ ક્યારે અને કેવી રીતે ભોગવી શકાય છે? કર્મ ગમે તેટલું બળવાન કેમ ન હોય, તોપણ આત્માનાં શુદ્ધ પરિણામોથી એ વિપાકને કેવી રીતે રોકી શકાય છે? ક્યારેક ક્યારેક આત્મા સેંકડો પ્રયત્ન કરે તો પણ કર્મ પોતાનો વિપાક ચખાડ્યા વગર કેમ છૂટતું નથી? બંધ અને ઉદયની દૃષ્ટિથી કયાં કયાં કર્મ એકબીજાનાં વિરોધી છે? કયા કર્મનો બંધ, કઈ અવસ્થામાં અવયંભાવી છે અને કઈ અવસ્થામાં અનિયત છે? કયા કર્મનો વિપાક કઈ સ્થિતિ સુધી નિયત અને કઈ સ્થિતિમાં અનિયત છે? આત્મા સાથે જોડાયેલ અતીન્દ્રિય કર્મરાજ કેવા પ્રકારની આકર્ષણશક્તિથી પુદ્ગલોને આકર્ષ્યા કરે છે અને એ દ્વારા કેવી રીતે શરીર, મન વગેરેની રચના કરે છે? આત્મા કેવી રીતે કર્મનો કર્તા અને ભોક્તા છે? આમ હોવા છતાં પણ વસ્તુતઃ આત્મામાં કર્મનું કર્તુત્વ અને ભોસ્તૃત્વ કેવી રીતે નથી? શુદ્ધસ્વભાવી આત્મા કર્મના પ્રભાવે કેવી રીતે મલિન જેવો દેખાય છે? બાહ્ય હજારો આવરણ હોવા છતાં પણ આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપથી ચલિત કેવી રીતે નથી થતો? સંક્લેશપરિણામ પોતાની આકર્ષણશક્તિ વડે એક પ્રકારની સૂમ રજને ખેંચીને આત્મા ઉપર તેનું આચ્છાદન કેવી રીતે નાખે છે? આત્મા પુરુષાર્થ વડે આ સૂક્ષ્મ રજના આચ્છાદનને કેવી રીતે હટાવે છે? તે પોતાની ઉત્ક્રાંતિના સમયે પહેલાં બાંધેલાં ઉગ કર્મોને કેવી રીતે દૂર કરે છે? તે પોતામાં રહેલા પરમાત્મભાવનાં દર્શન કરવા માટે જ્યારે ઉત્સુક થાય છે ત્યારે એમાં અંતરાયરૂપ થતાં કર્મો અને તેની વચ્ચે કેવું લંકયુદ્ધ જામે છે? અંતમાં વીર્યવાન આત્મા કેવી જાતનાં પરિણામોથી બળવાન કર્મોને પણ કમજોર કરીને પોતાના પ્રગતિમાર્ગને નિષ્ફટક બનાવે છે? જીવ પોતાનાં શુદ્ધ પરિણામોની પરંપરારૂપી વીજનિક યંત્રથી કર્મરૂપી પહાડોના કેવી રીતે ટુકડે ટુકડા કરી નાખે છે? વળી, ક્યારેક ક્યારેક થોડા Page #778 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૫ ૭૪૫ વખત માટે દબાઈ ગયેલાં કર્મ જ ફરી પાછાં ઊથલો ખાઈને પ્રગતિશીલ આત્માને કેવી રીતે નીચે પટકી દે છે? કર્મ સાથે સંબંધ ધરાવતા આવા સંખ્યાબંધ પ્રશ્નોનો યુક્તિયુક્ત, વિસ્તૃત અને વિશદ ખુલાસો જૈન કર્મસાહિત્યમાં મળે છે. કર્મવાદની સ્થાપનાના વિષયમાં જો કે ભારતનાં વિભિન્ન દર્શનોએ પોતપોતાનું યોગદાન આપેલું છે, તોપણ જૈન પરંપરામાં કર્મવાદનું જે સુવિકસિત રૂપ દષ્ટિગોચર થાય છે, તે બીજાં દર્શનોમાં જોવા મળતું નથી. જૈન આચાર્યોએ જે પ્રમાણે કર્મવાદનું સુવ્યવસ્થિત, સુસંબદ્ધ અને સર્વાગપૂર્ણ નિરૂપણ કર્યું છે; તેવું નિરૂપણ અન્યત્ર મળતું નથી. જૈન દર્શનનો કર્મવાદ ભારતીય દર્શનમાં એક વિશિષ્ટ કર્મવાદ છે. કર્મવાદ જૈન વિચારપ્રવાહ અને આચારપરંપરાનું એક અવિભાજ્ય અંગ બની ગયો છે. જૈન દર્શન અનુસાર એ અખંડ સિદ્ધાંત છે કે સંયોગ, વિયોગ, સુખ, દુઃખ ઇત્યાદિ કર્મના કારણે થાય છે. આત્માએ બાંધેલા શુભાશુભ કર્મો તેને સુખ-દુઃખ આપે છે. કર્મ પોતાના સ્વભાવ પ્રમાણે પરિણમીને ફળ આપે છે. દરેક વસ્તુમાં જે ગુણો હોય તે અનુસાર તે પરિણમે છે. જેમ ગોળ ગળ્યો લાગે છે, લીમડો કડવો લાગે છે; તેમ પુણ્ય-પાપરૂપ કર્મ પણ પોતપોતાના સ્વભાવ અનુસાર પરિણમે છે. જેમ અમૃત અમૃતરૂપે પરિણમે છે અને ઝેર ઝેરરૂપે પરિણમે છે, તેમ કર્મ પોતપોતાની શુભાશુભ પ્રકૃતિ પ્રમાણે પરિણમે છે; અર્થાત્ શુભ કર્મ શુભપણે પરિણમે છે અને અશુભ કર્મ અશુભપણે પરિણમે છે. જીવ જેવા જેવા ભાવથી કર્મને ગ્રહણ કરે છે, તેવાં તેવાં ફળરૂપ તે કર્મ પરિણમે છે અને જેમ અમૃત તથા ઝેર પરિણમ્યા પછી સત્ત્વરહિત થાય છે, તેમ શુભાશુભ કર્મ સમય પાકતાં શુભાશુભ ફળ આપી સત્ત્વરહિત થાય છે. આમ, શુભ અને અશુભ કર્મો પોતપોતાના સ્વભાવ પ્રમાણે પરિણમી, નિઃસત્ત્વ થઈ દૂર થાય છે. અબાધાકાળ વીતતાં તે દ્રવ્યકર્મ પોતાનું શુભાશુભ ફળ આપીને નિર્જરે છે, અર્થાત્ નિઃસત્ત્વ થઈ નિવૃત્ત થાય છે. ફળ આપી દીધાં પછી તે પુદ્ગલો આત્માનો સંગ છોડી કાર્મણ વર્મણારૂપે બ્રહ્માંડમાં ભળી જાય છે. તત્પશ્ચાત્ આ પુદ્ગલપરમાણુઓ પોતે, પોતામાં, પોતાની રીતે પરિણત થયા કરે છે, પણ જીવને કોઈ પણ પ્રકારનું ફળ આપવા એ સમર્થ રહેતાં નથી. જે સમયમાં જે ફળ નીપજે, તેના અનંતર સમયમાં એ કર્મરૂપ પુદ્ગલોની અનુભાગ શક્તિનો અભાવ થવાથી કર્મપણાનો પણ અભાવ થાય છે. તે પુદ્ગલો અન્ય પર્યાયરૂપ પરિણમી જાય છે. બંધાયેલાં કર્મો ઉદયમાં આવી, ફળ આપ્યા પછી ખરી પડે છે. દરેક સમયે કર્મો ઉદયમાં આવીને ખરી જાય છે. Page #779 -------------------------------------------------------------------------- ________________ ૭૪૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કર્મપુદ્ગલનું આવું સ્વાભાવિક પરિણમન હોય છે. કર્મ પોતાના સ્વભાવ અનુસાર પરિણમીને ફળ આપે છે. શુભ અને અશુભ કર્મ સ્વયં પોતાના સ્વભાવથી પરિણમે છે અને જીવને ફળ આપે છે, તેથી કર્મને ફળ આપવા માટે બીજા કોઈ તત્ત્વની આવશ્યકતા રહેતી નથી. જેમ શરીરમાં અન્નનો જથ્થો મોકલ્યા પછી તેમાંથી પોષક દ્રવ્ય છૂટું પાડવા માટે બીજી શક્તિ મોકલવાની જરૂર રહેતી નથી, પણ બધું નિયમ અનુસાર સ્વયં જ બને છે; તેમ જે વખતે કર્મ આત્મા સાથે બંધાય છે તે વખતે જ ક્યારે, કેવી રીતે, કેવું અને કેટલું ફળ આપવું એ બધા નિયમોનો નિશ્ચય થાય છે; તેથી કર્મને પરિણાવવા માટે કોઈ અન્ય શક્તિની આવશ્યકતા નથી. પોતાના સ્વભાવ પ્રમાણે પરિણમવા માટે કર્મને કોઈ બાહ્ય તત્ત્વની આવશ્યકતા નથી, તેથી કર્મનું ફળ આપવા માટે ઈશ્વરની આવશ્યકતા નથી. આમ, ફળ આપવાની શક્તિ કર્મપુદ્ગલમાં સ્વભાવથી જ રહી છે. આવી સ્વાભાવિક વ્યવસ્થા હોવાથી જીવને કર્મનું ફળ આપવા માટે ઈશ્વરની કોઈ જરૂર નથી. કર્મ જડ હોવા છતાં ફળ આપવાનો સ્વભાવ તેમાં રહેલો છે, તેથી ઈશ્વરને ફળદાતા માનવાની કંઈ જરૂર રહેતી નથી. જેમ સાકરની મીઠાશ માણવા માટે ઈશ્વરની જરૂર નથી, પણ જે સાકર ખાય એને મીઠાશ લાગે એ સ્વાભાવિક છે; તેમ શુભાશુભ કર્મ સ્વભાવથી પરિણમે છે અને તેથી ફળ આપવા માટે વચ્ચે ઈશ્વર જેવા કોઈ વ્યવસ્થાપકની જરૂર નથી. કર્મ પોતે જ ફળ ઉપજાવવાને શક્તિમાન છે. ન્યાય આદિ કેટલાંક દર્શનો આ મંતવ્યનો સ્વીકાર કરતાં નથી. તેઓ કહે છે કે સારાં-ખરાબ કર્મોનું ફળ ઈશ્વરની પ્રેરણાથી જ મળે છે. તેઓ આ વિશ્વવૈચિત્ર્ય તેમજ સુખ-દુ:ખના કારણ તરીકે ઈશ્વરને માને છે. ઈશ્વર, ભગવાન, ધણી, માલિક, ઉપરવાળો વગેરે ભિન્ન ભિન્ન નામોથી તેઓ ઈશ્વરને ઓળખે છે. તેમના મત મુજબ કર્મનું ફળ આપવાવાળો કોઈ હોવો જોઈએ. જેમ ચોરી કરવાવાળો ચોર પોતાની જાતે ચોરીનું ફળ નથી ભોગવતો. કોઈ ન્યાયાધીશ હોય છે, દંડનાયક હોય છે; જે તેને દિંડિત કરે છે, ફળ આપે છે; તેવી જ રીતે સર્વ જીવોનાં સારા અને ખરાબ કર્મનું ફળ આપવાવાળો પણ કોઈ હોવો જોઈએ એમ તેઓ માને છે. આ આધાર ઉપર તેઓ કર્મફળદાતા ઈશ્વરની આવશ્યકતા અનુભવે છે. તેઓ કહે છે કે અચેતન કર્મ પ્રતિનિયત ફળ કેવી રીતે આપી શકે? કર્મ તો જડ છે તો એ કઈ રીતે જીવને સુખ-દુઃખ આપી શકે? અચેતન હોવાના કારણે કોઈ પણ ચેતનસત્તાની ગેરહાજરીમાં તે કઈ રીતે કાર્યરત થઈ શકે? જો જીવોને સુખાદિ પ્રાપ્ત થવામાં કોઈ સ્વતંત્ર ચેતનતત્ત્વની પ્રેરણા ન હોય તો, કર્મો જડ છે તેથી તે જીવને સુખ-દુઃખ આપી શકે નહીં; માટે સુખ-દુઃખ આપનાર કોઈ ચૈતન્ય માધ્યમ Page #780 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૫ ७४७ માનવું જ પડે છે અને તે જ ઈશ્વર છે. ઈશ્વર જીવોને સારું-ખરાબ ફળ આપે છે. તેમનો આ તર્ક અયોગ્ય છે. કર્મ જડ છતાં તેનામાં અખૂટ શક્તિ છે. જડમાં ગજબનાક શક્તિઓ છે, એટલે જડ કર્મ પોતે જ જીવને સુખાદિ આપી શકે છે. તે માટે ઈશ્વરને માનવાની કોઈ જરૂર નથી. કર્મફળપ્રદાતા કોઈ ઈશ્વરને વચમાં લાવવાની જરૂર નથી. કર્મને કાર્યરત બનાવવા માટે ઈશ્વરની જરૂર નથી. તે તો સ્વયંસંચાલિત છે. તેથી ઈશ્વરના નિયમન કે અનુગ્રહનો પ્રશ્ન જ ઊભો થતો નથી. કર્મ અચેતન હોવાથી પ્રતિનિયત ક્ષેત્ર અને કાળમાં, પ્રતિનિયત ફળ કેવી રીતે આપી શકે એ પ્રશ્નથી મૂંઝવણ અનુભવતાં, તેનો કોઈ નિર્ણય નહીં થઈ શકવાથી, કર્મને ફળ આપવામાં પ્રેરનાર ઈશ્વરની કલ્પના કરી કેટલાક સંતોષ માને છે; પરંતુ તેવા ઈશ્વરને માનવા માટે અનેક પ્રકારની કલ્પનાઓ કરવી પડે છે. કર્મના ફળદાનમાં પ્રેરક તરીકે ઈશ્વરને માનવાથી અનેક દોષ આવીને ઊભા રહે છે. પ્રશ્ન થાય છે કે શું સુખ-દુ:ખ આપવું ઈશ્વરના હાથમાં છે? ઈશ્વર ધારે એને સુખી કરે અને ઈશ્વર ધારે એને દુઃખી કરે એમ ઈશ્વરની મરજી અનુસાર સુખ-દુઃખ થાય છે? ના. જે રાગ-દ્વેષથી મુક્ત હોય તે કોઈના ઉપર રાગ કરી રીઝે, કોઈના ઉપર દ્વેષ કરી મારપીટ કરે એ સંભવિત નથી. આમ, ઈશ્વર કર્મને બદલે પોતાની ઇચ્છા અનુસાર ફળ આપે તો જગતમાં ન્યાય જેવું ન રહે. બીજો વિકલ્પ એ છે કે ઈશ્વર જીવના કર્મ પ્રમાણે ફળ આપે છે. જીવ જેવું કર્મ કરે છે, ઈશ્વર તેને તેવું જ ફળ આપે છે. પરંતુ જો ઈશ્વરને કર્મ અનુસાર ફળ આપવાનું કાર્ય કરનાર માનવામાં આવે તો તેની સ્થિતિ ન્યાયાલયના નિયમોથી બદ્ધ ન્યાયાધીશ જેવી થઈ જાય, અર્થાત્ જીવના કર્મ અનુસાર તેને ફળ આપવું પડતું હોય તો કર્મ ઈશ્વરથી મહાન ઠરે. કર્મવાદ વિના સૃષ્ટિવ્યવસ્થા સંગત થઈ શકતી નથી, એટલે ઈશ્વરકર્તુત્વવાદીઓને પણ કર્મવાદ માનવો પડે છે. ઈશ્વરને સૃષ્ટિનો કર્તા-નિયંતા-ધર્તા માનનારા પણ અંતે તો કર્મને માને જ છે. તેઓ ઈશ્વર જીવનાં કર્મ પ્રમાણે તેને સારાં-નરસાં ફળ આપનારો છે એમ ઈશ્વરનું ફળદાતાપણું માને છે. પરંતુ જો ઈશ્વરને તે જીવનાં કર્મ અનુસાર બધું કરવું પડતું હોય તો તે કર્મ ઈશ્વર કરતાં વિશેષ શક્તિવાળાં ઠરે છે; તો પછી એવાં અચિંત્ય શક્તિસંપન્ન કર્મ જ એ બધું કરે છે એમ જ શા માટે ન માનવું? કરેલાં કર્મને જ ફળદાતા શા માટે ન માનવાં? શા માટે ફળદાતા તરીકે ઈશ્વરને વચ્ચે લાવવો? આખરે જ્યારે બધું કર્મવાદથી જ થાય છે, સારા અને ખરાબનાં નિયામક કર્મ જ છે, તો તેને માટે કોઈ ઈશ્વરને વચ્ચે લાવવાની આવશ્યકતા નથી. Page #781 -------------------------------------------------------------------------- ________________ ७४८ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ઈશ્વર જીવનાં કર્માનુસાર સુખ-દુ:ખ આપતો હોય તો પછી કર્મને સ્વતંત્ર કારણ માનવા ઘટે છે. બીજાની સત્તાની આવશ્યકતા જ નથી. જો કર્મ સ્વીકારવાનાં જ હોય તો સંપૂર્ણપણે કર્મસત્તાને જ માનવા યોગ્ય છે, એટલે કે સુખ-દુઃખનું કારણ કર્મ છે, ઈશ્વર નહીં. કર્મ સ્વયં ફળ આપી શકે તેમ છે. આ તથ્યના સમર્થનમાં આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીના ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય'માં એક શ્લોક મળે છે કે જગતમાં સકળ શુભ અને અશુભ કર્મ ઈશ્વરથી પ્રેરાઈને જ સુખ અને દુઃખને આપે છે, કારણ કે કર્મ અચેતન છે; તેથી તે ચેતનથી પ્રેરાઈને જ કાર્ય કરે છે, માટે ઈશ્વરને કર્તા તરીકે માનવા જોઈએ. આચાર્યશ્રી કહે છે કે આ અભિપ્રાય વ્યાજબી નથી, કારણ કે આમ સ્વીકારતાં બે વિકલ્પ સંભવે છે – (૧) કર્મ સ્વયં ફળ આપવામાં શું અસમર્થ છે? (૨) શું કર્મ ફળ આપવામાં સમર્થ છે? જો કર્મ અસમર્થ છે એમ માનવામાં આવે તો ઈશ્વરની પ્રેરણા દ્વારા શુભ કર્મથી અશુભ ફળ અને અશુભ કર્મથી શુભ ફળ શા માટે પ્રાપ્ત ન થાય? અર્થાત્ થાય. અથવા જે કર્મથી જેને ઈશ્વર સ્વર્ગમાં લઈ જવા ઇચ્છે છે, તેને તે કર્મથી સ્વર્ગમાં લઈ જાય છે અને જેને જે કર્મથી નરકમાં લઈ જવા ઇચ્છે છે તેને તે કર્મથી નરકમાં લઈ જાય છે. આમ, ઈશ્વરને એક પ્રત્યે રાગ અને બીજા પ્રત્યે દ્વેષ થવાથી ઈશ્વરની વીતરાગતા નષ્ટ થાય છે. જો એમ કહેવામાં આવે કે કર્મ પોતે જ ફળ આપવા માટે સમર્થ છે, તો પછી ઈશ્વરની પ્રેરણા સિવાય પણ શુભાશુભ ફળ મળી જશે. તેથી ઈશ્વરના કર્તુત્વની જરૂર રહેતી નથી અને ‘સર્વ અચેતન ચેતનથી પ્રેરાઈને જ કાર્ય કરે છે એ વાત પણ યથાર્થ નથી.' રાગ-દ્વેષથી મુક્ત હોય એવા ઈશ્વરને વ્યવસ્થાપક તરીકે માનવામાં આવે, ઈશ્વર જડ અને જીવની બરાબર દેખરેખ રાખે અને બધાને ફળની વહેંચણી કરી આપે એમ માનવામાં આવે તો આ બાબતમાં મોટો વિરોધ આવે છે, કારણ કે જો ઈશ્વર જગતના જીવોનાં શુભ-અશુભ કાર્યોનો હિસાબ રાખે તો તેની સ્થિતિ કોઈ પેઢીના મુનીમ જેવી થાય. વળી, ખરાબ કર્મ જીવે કર્યા છે, તો ઈશ્વરે તેને ખરાબ ફળ આપવા માટે તેની પાસે ખોટી પાપપ્રવૃત્તિ કરાવવાની શું જરૂર છે? આમ માનવામાં તો ઈશ્વર પાપ ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, શાસ્ત્રવાર્તાસમુચ્ચય', શ્લોક ૨૦૦ 'फलं ददाति चेत् सर्वं, तत् तेनेह प्रचोदितम् । अफले पूर्वदोषः स्यात्, ले भक्तिमात्रता ।।' Page #782 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૫ ७४८ કરનારો સિદ્ધ થાય છે, ભલેને તે બીજા પાસે પાપ કરાવતો હોય. ઈશ્વર સારું કર્મ કરવાવાળાને સારું ફળ આપે છે અને ખરાબ કર્મ કરવાવાળાને ખરાબ ફળ આપે છે, તો આની પાછળ ઈશ્વરનું શું પ્રયોજન છે? ઈશ્વર કર્મનું ફળ આપવા માટે પ્રેરાય છે તે કયા ફળને ઉદ્દેશીને? જો તે કૃતકૃત્ય હોવાથી ફળના ઉદ્દેશ વિના જ પ્રવૃત્તિ કરતો હોય તો તેની પ્રેક્ષાપૂર્વકારિતાનો વિઘાત થાય છે. પ્રેક્ષાપૂર્વકારી આત્માઓ પ્રયોજન વિના કોઈ પણ પ્રવૃત્તિ કરતા નથી. જો ઈશ્વર ફળને ઉદ્દેશીને પ્રવૃત્તિ કરતો હોય તો તે કેવા ફળને ઉદ્દેશીને તેમ કરે છે? યતિ, વણિક અને કામી જેમ ધર્મ, અર્થ અને કામને ઉદ્દેશીને પ્રવૃત્તિ કરે છે; તેમ ઈશ્વર એ ત્રણમાંથી કોને ઉદ્દેશીને પ્રવૃત્તિ કરે છે? ઈશ્વર કૃતકૃત્ય હોવાથી એ ત્રણમાંથી કોઈ પણ ઉદ્દેશ તેને ઘટતો નથી, તેથી ઈશ્વરકર્તુત્વવાદીઓ ઈશ્વરનો એવો સ્વભાવ માને છે કે તે ફળનિરપેક્ષપણે જ પોતાના સ્વભાવથી કર્મનું ફળ આપવા માટે પ્રેરણા કરે છે. આ રીતે ઈશ્વરકર્તુત્વવાદીઓ નિષ્ફળ પ્રવૃત્તિ કરવાનો કે અકૃતકૃત્યપણાનો દોષ ટાળવા પ્રયાસ કરે છે, પરંતુ ઈશ્વરનો તેવો સ્વભાવ માનવામાં તેઓ પાસે કોઈ પ્રમાણ નથી. ઈશ્વરકર્તુત્વવાદીઓની સામે આવા અનેક પ્રશ્નો છે કે જેના જવાબ આપવા તેઓ અસમર્થ છે. ઈશ્વરને ફળદાતા માનવામાં ઘણા દોષો આવે છે. કર્મનાં ફળ આપવા માટે ઈશ્વરને વચ્ચે લાવવાથી તેનું સ્વરૂપ વિકૃત થઈ જાય છે. ઈશ્વરને પણ રાગી-દ્વેષી, પક્ષપાતી ઇત્યાદિ માનવાનો વખત આવે છે. ઈશ્વરને કર્મફળદાતા માનવાથી ઈશ્વરનું ઈશ્વરત્વ ટકતું નથી અને ફળ આપવા માટે કર્મપુદ્ગલ સ્વતંત્ર હોવાથી ફળ આપવામાં ઈશ્વરની જરૂર નથી. ચાર્વાક દર્શન સિવાય સર્વ દર્શનો ઈશ્વર, ભગવાન આદિ શબ્દો દ્વારા ઈશ્વર નામના કોઈક વ્યક્તિવિશેષને દર્શાવે છે. જો કે શબ્દો સરખા વપરાય છે, પણ તેનો અર્થ દરેક દર્શન અનુસાર અલગ અલગ હોય છે. ઈશ્વરકર્તુત્વવાદી જ્યારે એ શબ્દો બોલે છે ત્યારે તેની આંખ સામે જગતકર્તા, જગતનિયંતા, કર્મફળદાતા એવો ઈશ્વર ખડો થાય છે; પરંતુ જૈન દર્શનનો અનુયાયી જ્યારે ઈશ્વર શબ્દ બોલે છે ત્યારે તેનો અર્થ થાય છે પોતાના શુદ્ધ આત્મસ્વરૂપના મહિમાને જાણી-અનુભવી જેઓ તેમાં જ પૂર્ણપણે સ્થિર . થઈ ગયા છે તે. ઈશ્વર જગતના બનાવનાર નથી પણ જગતના બતાવનાર છે, અર્થાત્ સ્વ-પરના સ્વરૂપનું યથાર્થ ભાન કરાવી સ્વમાં સ્થિત થવાની પ્રેરણા આપનાર છે. જૈન દર્શનમાં કર્મફળદાતા એવા ઈશ્વરને સ્થાન નથી. જૈન પરંપરામાં ફળ આપવા માટે, ઈશ્વરના કર્તુત્વનું સ્થાન કર્મ લે છે. જૈનમત પ્રમાણે તો કૃતકર્મનો પરિપાક થતાં તે પોતે જ સ્વસામર્થ્યથી ફળ આપે છે અને સમગ્ર જીવવૈચિત્ય કર્મને Page #783 -------------------------------------------------------------------------- ________________ ૭પ૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આધીન છે. કર્મ જ કર્મફળ ઉપજાવે છે એમ જૈન દર્શન માનતું હોવાથી તેણે કર્મફળદાતા ઈશ્વરની આવશ્યકતાનો અનુભવ જ નથી કર્યો. જૈન દર્શન જીવોને ફળ ભોગવાવવા માટે ઈશ્વરને કર્મનો પ્રેરક માનતું નથી, પરંતુ તે એમ પણ નથી માનતું કે જડ કર્મ, ચેતનના સંપર્ક વગર જ ફળ આપવામાં સમર્થ છે. એ તો એમ કહે છે કે ફળ આપવા માટે ઈશ્વરરૂપ ચેતનની પ્રેરણા માનવાની કોઈ જરૂર નથી, કારણ કે બધા જ જીવ ચેતન છે અને તેમની પ્રેરણાથી જ તેમણે બાંધેલાં કર્મ તેમને ફળ આપે છે. કર્મમાંથી ફળ નિપજાવવાનું બીજ સ્વયં જીવમાં જ હોય છે, તેથી તે જેવું કર્મ કરે છે એવું ફળ તેને કર્મ દ્વારા મળે છે. ઈશ્વરકર્તુત્વવાદીઓ કહે છે કે જીવ કર્મને પરતંત્ર હોવાથી એ અવસ્થામાં કર્મફળપ્રદાન પ્રેરકસામર્થ્ય જીવમાં કઈ રીતે હોઈ શકે? અને આ સામર્થ્ય જીવમાં જ હોય તો સુખની ઇચ્છાવાળો જીવ દુ:ખફલક કર્મનો અનુભવ કરે જ શા માટે? માટે કર્મફળ આપવામાં પ્રેરક, સર્વશક્તિમાન, સર્વજ્ઞ અને સંપૂર્ણન્યાયી એવો એક ઈશ્વર માનવો જોઈએ. તે સિવાય કરેલ શુભાશુભ સઘળાં કર્મોનાં ફળનું જીવોને પોતપોતાના કાળે કોઈ પણ જાતના પક્ષપાત વિના જે વેદન થાય છે તે ઘટે જ નહીં. કર્મનો કર્તા આત્મા કર્માધીન હોવાથી પ્રેરણાસામર્થ્ય ધરાવી શકે નહીં એમ ઈશ્વરકર્તુત્વવાદીઓ કહે છે, પરંતુ તેમાં પ્રત્યક્ષપ્રમાણથી વ્યભિચાર દોષ છે. કર્તા આત્મા કર્મપરતંત્ર હોવા છતાં જો તે કર્મ કરવાનું સામર્થ્ય ધરાવે છે, તો તે આત્મા કર્મફળદાનપ્રેરણાનું સામર્થ્ય પણ ધરાવે છે એમ માનવામાં શું વાંધો છે? વળી, કર્મ જડ છે અને પોતે કરેલાં ખરાબ કર્મનું ફળ મળે એમ જીવ ઇચ્છતો નથી એ સાચું છે, પણ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે જીવના સંસર્ગથી કર્મમાં એવી શક્તિ પેદા થઈ જાય છે કે જેથી એ પોતાના સારા-ખરાબ વિપાકોને નિયત સમયે જીવ વિષે પ્રગટ કરે છે, તેથી કર્મના ફળની ઈચ્છા ન હોય તો પણ પોતાનાં કર્મ પ્રમાણે જીવને તેનાં ફળ મળી જાય છે. કર્મ કરવું એક વાત છે અને એના ફળને ન ઇચ્છવું એ બીજી વાત છે. કેવળ ઇચ્છા નહીં હોવાથી, કરેલા કર્મનું ફળ મળતું અટકી જાય એવું ક્યારે પણ નથી બનતું. સામગ્રી એકત્રિત થઈ ગયા પછી કાર્ય પોતાની જાતે જ થવા માંડે છે. દાખલા તરીકે - એક માણસ તડકામાં ઊભો છે, ગરમ ગરમ વસ્તુ ખાય છે અને ઇચ્છે છે કે તરસ ન લાગે; તો શું કોઈ રીતે એની તરસ રોકાઈ શકે? એવું કદી પણ બની શકે નહીં. તેમ જીવની ઇચ્છા ન હોય એટલે કર્મ તેને ફળ ન આપે એવું બની શકે નહીં. ઈશ્વરકર્તુત્વવાદીઓનું કહેવું છે કે ઈશ્વરની પ્રેરણાથી કર્મ પોતપોતાનું ફળ જીવોમાં પ્રગટાવે છે, પરંતુ જૈન દર્શન કહે છે કે કર્મ કરતી વખતે, આત્માનાં પરિણામ પ્રમાણે કર્મ તેના ઉપર પોતાનું ફળ પોતે જ પ્રગટાવે છે. Page #784 -------------------------------------------------------------------------- ________________ ૭૫૧ આવી વસ્તુસ્થિતિ છે, તેથી ઈશ્વરને કર્મફળદાતા તત્ત્વ તરીકે માનવાની લેશ પણ જરૂર રહેતી નથી. ઈશ્વરકર્મફળદાતૃત્વવાદ અસંગત ઠરે છે. કર્મફળ ઈશ્વરાધીન છે એ ધારણા મિથ્યા ઠરે છે. ઈશ્વર સંબંધી લોકપ્રચલિત ઉક્તિ છે કે “રામ ઝરુખે બૈઠકે, સબકા મુજરા લેત; જૈસી જિનકી કરની, વૈસા ઉનકો દેત.' લોકવ્યવહારની દૃષ્ટિએ અમુક પ્રકારના જીવો માટે આવી ઉક્તિ કદાચ ઉપયોગી હોય, તોપણ તત્ત્વદૃષ્ટિએ તે યુક્તિયુક્ત જણાતી નથી. ગાથા-૮૫ ઈશ્વર જીવના કોઈ કર્મમાં કારણ નથી. નથી ઈશ્વર કર્મ કરવામાં પ્રેરણા કરતો કે નથી તે કર્મની સજા અને ફળ આપતો. કર્મના નિમિત્તે થતી જીવની વિધવિધ પર્યાયમાં ઈશ્વર કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ નથી કરતો. ઈશ્વર જીવની કર્મલીલામાં કશે પણ વચ્ચે નથી આવતો. ઈશ્વરને જીવના કર્મની સાથે કોઈ સંબંધ નથી. કર્મજન્ય જે સુખ-દુઃખ છે તે પણ ઈશ્વરના હાથમાં નથી. સુખ-દુઃખ જીવનાં કર્મો ઉપર જ આધાર રાખે છે. ઈશ્વર સુખ-દુઃખનો દાતા નથી. જીવ પોતે જ પોતાને સુખ-દુઃખ આપનાર છે. જીવ પોતે જ પોતાનાં સુખ-દુઃખનો જવાબદાર છે. ઈશ્વર સુખ-દુઃખનો આપનાર છે એમ માનવું તે યોગ્ય નથી. આમ, જૈન દર્શનમાં એવો સ્પષ્ટ બોધ આપ્યો છે કે પોતાના ભાગ્યનો કર્તાભોક્તા જીવ પોતે જ છે, પોતાનાં સુખ-દુઃખનો જવાબદાર તે સ્વયમેવ છે. જીવ સારું કરે છે તો તેનું ફળ સારું થાય છે અને ખરાબ કરે છે તો ખરાબ ફળ થાય છે. સારાં અને ખરાબનો જવાબદાર સ્વયં છે. જીવ જે સુખ-દુ:ખને ભોગવે છે તે તેણે કરેલાં કર્મોનું જ ફળ છે. જીવે બાંધેલાં કર્મો સ્વયં બળવાન છે. તેની શક્તિ અમોઘ છે. કર્મો ઉદયમાં આવી જીવને તેના શુભાશુભ ભાવોનું ફળ આપે જ છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિના કર્મફળની અધિકારી થઈ શકતી નથી. પ્રત્યેકનાં કર્મ સ્વસંબદ્ધ હોય છે, પરસંબદ્ધ હોતાં નથી. આમ, કર્મનાં ફળ પ્રાણીમાત્રને ભોગવવાં જ પડે છે. જે પ્રકારના નિમિત્તપૂર્વક કર્મ બાંધ્યું હોય, તે પ્રકારનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જીવને કર્મના ઉદય વખતે સંપ્રાપ્ત થાય જ છે. ઉદયને પ્રાપ્ત થયેલ કર્મ ખપાવવા માટે તે ભોગવવું જ પડે છે. એક વાર ઉદયમાં આવે પછી કર્મ વેદ્યા વિના નિષ્ફળ થતું નથી. પોતે બાંધેલાં કર્મોના ઉદયમાંથી જીવને ઉગારવા કોઈ સમર્થ નથી. ઇન્દ્ર, નરેન્દ્ર, ધરણેન્દ્ર, પદ્માવતી, ચક્રવર્તી, બલભદ્ર, વાસુદેવ, મણિ, ઔષધ, જડીબુટ્ટી, મંત્ર, તંત્ર, યંત્ર આદિ કોઈ તે નિવારી શકવા સમર્થ નથી. ઇન્દ્ર, ચન્દ્ર, નાગેન્દ્ર આદિને અનેક લબ્ધિઓ હોય છે, તેમનો પુણ્યોદય પણ વિશેષ હોય છે, છતાં તેઓ કર્મના ઉદયને ટાળવાને અશક્ત છે. જિનેન્દ્ર ભગવાન કે જેમનું પુણ્ય સર્વશ્રેષ્ઠ અને સાતિશયવાન છે, જેમની આત્મદશા પૂર્ણપણે પ્રગટી છે Page #785 -------------------------------------------------------------------------- ________________ ૭પર ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તથા જેમને અનંત વીર્ય પણ પ્રગટ્યું છે; તેઓ પણ તેને રોકવાને સમર્થ નથી. જિનેન્દ્ર જેવા મહાપરાક્રમી પુરુષો પણ જો તેમાં ફેરફાર કરી શકે એમ નથી, તો અન્ય પાસે તો શી અપેક્ષા રાખી શકાય? એને રોકવા ત્રણે કાળમાં, ત્રણે લોકમાં કોઈ સમર્થ નથી. આમ, પ્રસ્તુત ગાથામાં શ્રીગુરુ જણાવે છે કે કર્મ પોતે જ પોતાના સ્વભાવ અનુસાર પરિણમે છે અને તે કર્મો ભોગવી લીધા પછી દૂર થાય છે. અચિંત્ય સામર્થ્યવાળાં કર્મ પોતાના સ્વભાવ પ્રમાણે પરિણમી ફળ આપે છે અને ભોગવવાના કારણે નિઃસત્ત્વ થવાથી નિવૃત્ત થાય છે. અમૃત અને ઝેરની જેમ શુભ અને અશુભ કર્મ પોતપોતાના ધર્મો પ્રમાણે ફળ આપે છે, ત્યાં ઈશ્વરની જરૂર ક્યાં રહી? ફળદાતા એવા કોઈ ઈશ્વરની એમાં કાંઈ જરૂર નથી, તેથી ફળ આપનાર ઈશ્વર છે એમ માનવું અયોગ્ય છે. આ પ્રમાણે આ ગાથામાં શ્રીગુરુએ ઈશ્વરના ફળદાતાપણાના વિકલ્પની અનાવશ્યકતા તથા જડ કર્મના ફળ આપવારૂપ સ્વાભાવિક ધર્મનું પ્રતિપાદન કરી, શિષ્યની મૂંઝવણ દૂર કરી આત્માનું કર્મફળભોક્તાપણું સિદ્ધ કર્યું. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘ફળદાતા ઈશ્વરતણી, કથા કરે નહિ સત્ય; કૃત્ય કૃત્ય ઈશ્વર થયા, તેને શો ઉત્પાત. માટે ઈશ્વરની કંઈ, એમાં નથી જરૂર; એ તો શાંત સુધારસે, રહ્યો સદા ભરપૂર. પ્રભુને પરની શી પડી, જાણે એમ ખચીત; કર્મ સ્વભાવે પરિણમે, કાળ અનાદિ રીત. બંધ વડે સત્તા વિષે, રહ્યા કર્મ જે પૂર્વ; ઉદય ભાવ ફળ આપીને, થાય ભોગથી દૂર.'' ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૩૫ (શ્રી ગિરધરભાઈરચિત, 'શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૩૩૭-૩૪૦) Page #786 -------------------------------------------------------------------------- ________________ गाथा - ८६ Min विशेषा, २५.1144 २९, ven ५.० ५ . १ १.५. Page #787 -------------------------------------------------------------------------- ________________ Page #788 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા ગાથા ૮૫માં શ્રીગુરુએ કહ્યું કે ફળદાતા ઈશ્વરની કંઈ જરૂર નથી, કારણ કે કર્મ પોતે જ પોતાના સ્વભાવ પ્રમાણે પરિણમે છે અને ભોગવવાથી નિઃસત્ત્વ થઈને નિવૃત્ત થાય છે. ગાથા ગાથા ગાથા ૮૧માં શિષ્યે કહ્યું હતું કે ‘ઈશ્વર સિદ્ધ થયા વિના, જગત નિયમ નહિ હોય; પછી શુભાશુભ કર્મનાં, ભોગ્યસ્થાન નહિ કોય', અર્થાત્ જો ઈશ્વરની સિદ્ધિ ન થાય તો આ જગતની વ્યવસ્થા ટકી શકે નહીં. સારા કર્મનું ફળ સારું જ મળે અને ખરાબ કર્મનું ફળ ખરાબ જ મળે એવો કોઈ નિયમ રહે નહીં અને સર્વત્ર ગેરવ્યવસ્થા પ્રવર્તે. વળી, તેવા ઈશ્વર વિના શુભાશુભ કર્મના ફળ ભોગવવાનાં સ્થાન પણ રહે નહીં. દેવલોક, નારકલોક આદિ ઉત્કૃષ્ટ પુણ્ય-પાપ ભોગવવાનાં સ્થાનકો હોઈ શકે નહીં, કારણ કે તેમાં પણ ઈશ્વરના કર્તૃત્વની જરૂર રહે છે. — કર્મફળદાતા તથા જગતકર્તા તરીકે ઈશ્વર સિદ્ધ થતાં ઈશ્વરત્વને બાધ થાય છે અને તેવા ઈશ્વરની અસિદ્ધિ થતાં જગતની વ્યવસ્થા તથા કર્મફળ ભોગવવા યોગ્ય વિશિષ્ટ સ્થાનકો પણ સિદ્ધ થઈ શકતાં નથી. શિષ્યની આ મૂંઝવણનું સમાધાન કરતાં શ્રીગુરુ કહે છે અર્થ ૮૬ તે તે ભોગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ; ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ.' (૮૬) ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ શુભગતિ છે, અને ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ અશુભગતિ છે, શુભાશુભ અધ્યવસાય મિશ્રગતિ છે, અને તે જીવપરિણામ તે જ મુખ્યપણે તો ગતિ છે; તથાપિ ઉત્કૃષ્ટ શુભ દ્રવ્યનું ઊર્ધ્વગમન, ઉત્કૃષ્ટ અશુભ દ્રવ્યનું અધોગમન, શુભાશુભની મધ્યસ્થિતિ, એમ દ્રવ્યનો વિશેષ સ્વભાવ છે. અને તે આદિ હેતુથી તે તે ભોગ્યસ્થાનક હોવા યોગ્ય છે. હે શિષ્ય! જડચેતનના સ્વભાવ સંયોગાદિ સૂક્ષ્મ સ્વરૂપનો અત્રે ઘણો વિચાર સમાય છે, માટે આ વાત ગહન છે, તોપણ તેને સાવ સંક્ષેપમાં કહી છે. (૮૬) તેમ જ, ઈશ્વર જો કર્મફળદાતા ન હોય અથવા જગતકર્તા ન ગણીએ તો કર્મ ભોગવવાનાં વિશેષ સ્થાનકો એટલે નરકાદિ ગતિ આદિ સ્થાન ક્યાંથી હોય, કેમકે તેમાં તો ઈશ્વરના કર્તૃત્વની જરૂર છે, એવી આશંકા પણ કરવા યોગ્ય નથી, કેમકે Page #789 -------------------------------------------------------------------------- ________________ ૭૫૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન મુખ્યપણે તો ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ દેવલોક છે, અને ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ નરક છે, શુભાશુભ અધ્યવસાય તે મનુષ્ય તિર્યંચાદિ છે, અને સ્થાન વિશેષ એટલે ઊર્ધ્વલોકે દેવગતિ, એ આદિ ભેદ છે. જીવસમૂહનાં કર્મદ્રવ્યનાં પણ તે પરિણામવિશેષ છે એટલે તે તે ગતિઓ જીવના કર્મ વિશેષ પરિણામાદિ સંભવે છે. આ વાત ઘણી ગહન છે. કેમકે અચિંત્ય એવું જીવવીર્ય, અચિંત્ય એવું પુદ્ગલસામર્થ્ય એના સંયોગ વિશેષથી લોક પરિણમે છે. તેનો વિચાર કરવા માટે ઘણો વિસ્તાર કહેવો જોઈએ. પણ અત્ર તો મુખ્ય કરીને આત્મા કર્મનો ભોક્તા છે એટલો લક્ષ કરાવવાનો હોવાથી સાવ સંક્ષેપે આ પ્રસંગ કહ્યો છે. (૮૬)૧ ભાવાર્થ આત્મા સ્વભાવથી શુભાશુભ ભાવોનો કર્તા નથી, પણ સ્વરૂપમાં સ્થિર ન રહેવાના કારણે તે તેનો કર્તા થાય છે. જીવ જે જે પરિણામોનો કર્તા થાય છે, તે તે પરિણામોનો તે ભોક્તા પણ થાય છે અને તે પરિણામોનાં ફળને ભોગવવા માટેનાં સ્થાનકો પણ આ વિશ્વમાં છે. જીવનાં પરિણામ તે જ ભાવગતિ છે અને ભાવગતિને યોગ્ય એવાં ફળ ભોગવવાનાં ક્ષેત્રો તે દ્રવ્યગતિ છે. જીવ જેવાં પરિણામ કરે છે, તેને અનુરૂપ ફળ ભોગવવા યોગ્ય સ્થાનકોનો તેને સંયોગ થાય છે. તે સ્થાનકો તે ચાર (દ્રવ્ય) ગતિ છે દેવ, નરક, મનુષ્ય અને તિર્યંચ. ઉત્કૃષ્ટ શુભ પરિણામથી દેવ ગતિ, ઉત્કૃષ્ટ અશુભ પરિણામથી નરક ગતિ અને મિશ્ર પરિણામથી મનુષ્ય-તિર્યંચ ગતિમાં જવાનું થાય છે. તીવ્ર પરિણામનો કર્તા લાંબા આયુષ્ય સાથે વધુ ઊંચે અથવા વધુ નીચે જાય છે અને મંદ પરિણામનો કર્તા મધ્યલોકમાં બહુ ઊંચે નહીં કે બહુ નીચે નહીં એવા સ્થાનકોમાં મધ્યમ આયુષ્ય સાથે ઊપજે છે એવી વસ્તુવ્યવસ્થા છે. - આમ, જીવે પોતાનાં પરિણામ અનુસાર ફળ ભોગવવા માટે ભોગવવા લાયક સ્થાનકોમાં જવું પડે છે. વિશેષ પુણ્ય-પાપ ભોગવવાનાં સ્થાનકરૂપ સ્વર્ગ-નરકાદિ સ્થાનોની વ્યવસ્થા જગતમાં અનાદિસિદ્ધ જ છે, અર્થાત્ આ સ્થાનો કોઈ ઈશ્વરે બનાવ્યાં નથી. લોકમાં એવાં સ્થાનકોનું નિર્માણ આપમેળે જ થયેલું છે. તેથી ફળદાતા તથા જગતકર્તા ઈશ્વરની સિદ્ધિ થાય તો જ જીવનું કર્મફળભોક્તાપણું સિદ્ધ થાય, એવું નથી. તે તે સ્થાનોમાં જવાવાળાં જીવદ્રવ્યનો કર્મવશ તેવો સ્વભાવ છે. જીવ તથા પુદ્ગલ બન્નેની શક્તિ અપાર છે અને તે બન્નેના સંયોગથી લોકનું પરિણમન થાય છે. આ ગહન વાત અત્યંત સંક્ષેપમાં અહીં જણાવી છે. અહીં મુખ્યત્વે આત્માનું કર્મફળભોક્તાપણું જ સિદ્ધ કરવાનો હેતુ હોવાથી આ ગાથામાં ટૂંકામાં તેનો નિર્દેશ કર્યો છે. - વિશેષાર્થ જીવ કર્મનો કર્તા છે એ વાત શિષ્યને સમજાય છે, પણ જડસ્વભાવી કર્મ જીવને ફળ આપી શકે અને જીવ એ ફળ ભોગવે એ વાત તેને સમજાતી ૧- 'શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૪૯ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન) Page #790 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૬ ૭૫૭ નથી. ભોક્તાપણું સિદ્ધ કરવા માટે તે ફળદાતા તરીકે ઈશ્વરને સ્વીકારવા પ્રેરાય છે, પણ એમ કરવા જતાં તેને એમ લાગે છે કે ઈશ્વરનું ઈશ્વરપણું ખંડિત થઈ જાય છે. પરંતુ જો ઈશ્વર ફળદાતા તરીકે સિદ્ધ થઈ શકે નહીં તો શુભાશુભ કર્મનાં ભોગવવાનાં સ્થાનકો પણ રહેતાં નથી અને તેથી જીવનું ભોક્તાપણું પણ રહેતું નથી. આત્માનું ભોતૃત્વ સિદ્ધ કરવા અર્થે શ્રીગુરુએ પૂર્વની ગાથાઓ(૮૨-૮૫)માં કર્મબંધ અને કર્મફળપ્રક્રિયા સમજાવી, બાંધેલાં કર્મોનું ફળ જીવે અવશ્ય ભોગવવું પડે છે એમ ન્યાયયુક્ત દલીલો તથા દૃષ્ટાંતો વડે દર્શાવ્યું. હવે આ ગાથામાં તેઓ કર્મફળ ભોગવવાનાં સ્થાન બાબત વાત કરે છે. જીવ અને પુદ્ગલ દ્રવ્યનો સ્વભાવ અને તેમના પરસ્પર નિમિત્તનૈમિત્તિક સંબંધથી ઉદ્ભવતી વિભિન્ન અવસ્થાઓના ગહન રહસ્યને અત્રે સંક્ષેપમાં સમજાવ્યું છે. જીવ સ્વભાવે પૂર્ણ, શુદ્ધ અને સ્વાધીન તત્ત્વ છે. અજ્ઞાન અવસ્થામાં સ્વરૂપમાં સ્થિર ન રહેતાં તે શુભાશુભ અધ્યવસાયમાં પ્રવર્તે છે. તે શુભાશુભ ભાવ કરીને વિકારરૂપે પરિણમે છે. જીવ જ્યારે વિકારરૂપે પરિણમે છે ત્યારે તેના ભાવોનું નિમિત્ત પામીને કાર્મણ વર્ગણાનાં પુદ્ગલપરમાણુઓ કર્મરૂપે પરિણમે છે. શુભાશુભ ભાવો એ જીવદ્રવ્યની જ એક વિશેષ અવસ્થા છે અને તેનું નિમિત્ત પામી પુદ્ગલદ્રવ્યમાં પણ તત્પ્રકારનાં પુણ્ય-પાપનાં ફળ આપવાની શક્તિ ઉત્પન્ન થાય છે. જીવમાં રાગાદિ કરવાની શક્તિ છે અને તેનું નિમિત્ત પામી કાર્યણ વર્ગણાનું આવીને બંધાવું એ તેની યોગ્યતા છે. જડ-ચેતન વચ્ચે આ પ્રકારનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. જીવ જેવો વિકાર કરે તેવો કર્મબંધ થાય છે અને એવી સહજ વ્યવસ્થા છે કે તેના ઉદય વખતે જીવને તથાપ્રકારના શુભ-અશુભ, અનુકૂળ-પ્રતિકૂળ સંજોગોની પ્રાપ્તિ થાય છે, શુભાશુભ કર્મફળને ભોગવવા યોગ્ય સ્થાનકોનો તેને સંયોગ થાય છે. તે સ્થાનકો તે ચાર ગતિ છે - દેવ, નરક, મનુષ્ય અને તિર્યંચ. ચાર પ્રકારની ગતિના જીવોથી આ સંસાર ભરેલો છે. જીવને પોતાનાં શુભાશુભ કર્મોનાં ફળ ભોગવવા માટે તે તે કર્મ ભોગવવા લાયક આ સ્થાનોમાં ગતિઓમાં જવું પડે છે. જેમ કોઈ માણસ ખૂન કરતાં પકડાય અને તેને અદાલત જન્મટીપની સજા આપે તો આ સજા જેલમાં ભોગવવી પડે છે, ઘરમાં નહીં; તેમ પોતે બાંધેલાં કર્મોનાં શુભાશુભ ફળ ભોગવવા માટે જીવને ચારે ગતિઓમાં ભમવું પડે છે. જીવના શુભાશુભ અધ્યવસાય તે ભાવગતિ છે અને ભાવગતિ અનુસાર ફળ ભોગવવા માટે દેવાદિ દ્રવ્યગતિ પણ છે. જીવ જેવા ભાવ કરે છે તેનું ફળ ભોગવવા માટે જીવે તેને અનુરૂપ ક્ષેત્રોમાં જવું પડે છે, અર્થાત્ આત્મા સ્વાધીન હોવા છતાં જ્યાં સુધી તેણે પોતાનું સ્વરૂપ જાણ્યું નથી તથા તેમાં ઠર્યો નથી, ત્યાં સુધી તેને કર્મનો સંગ છે; અને જ્યાં સુધી કર્મોનો Page #791 -------------------------------------------------------------------------- ________________ ૭૫૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સંગ છે ત્યાં સુધી પરવશપણે તેણે ચારે ગતિઓમાં રખડવું પડે છે. આ ચારે દ્રવ્યગતિઓના કારણરૂપ એવી ભાવગતિનું સ્વરૂપ બતાવતાં, અર્થાત્ ચારે ગતિનાં કારણ બતાવતાં પૂર્વાચાર્યો કહે છે - મહા આરંભ-સમારંભ કરવાથી, મહાપરિગ્રહ રાખવાથી, તી ક્રોધાદિ કષાયથી, રૌદ્રધ્યાનના પરિણામથી, કૃષ્ણલેશ્યાનાં પરિણામથી, હિંસાદિ પ્રવૃત્તિમાં રત રહેવાથી, પંચેન્દ્રિયાદિનો વધ કરવાથી, મદ્ય-માંસાદિનું સેવન કરવાથી, વિષયોના અત્યંત સેવનથી, મિથ્યાત્વના સેવનથી, મુનિઘાતથી, વતઘાતથી, રાત્રીભોજન કરવાથી, ગુણીજનોની નિંદા કરવાથી, તીવ્ર મત્સર બુદ્ધિથી નરક ગતિનું આયુષ્ય બાંધી જીવ નરકમાં જાય છે. માયા-કપટ, છલ, પ્રપંચ, દગો, વિશ્વાસઘાત કરવાથી; પરને ઠગવાથી, ગૂઢ હૃદય રાખવાથી, શઠ-મૂર્ખ સ્વભાવથી, શલ્ય બુદ્ધિ ધારવાથી, શિયળ ન ધારવાથી, મિથ્યાત્વનો ઉપદેશ આપવાથી, કુકર્મની વાતો તથા પ્રશંસા કરવાથી, ખોટાં તોલ-માપ વડે વ્યાપાર કરવાથી, ભેળસેળ કરીને વેચવાથી, અતિ અનીતિ આચરવાથી, અસત્ય બોલવાથી, ખોટી સાક્ષી પૂરવાથી, ચોરી કરવાથી, નિરંતર આર્તધ્યાનમાં રહેવાથી, અતિ આહારાદિ કરવાથી, વિશેષ આરંભ કરવાથી, વિશેષ પરિગ્રહ રાખવાથી તિર્યંચ ગતિનું આયુષ્ય બાંધી જીવ પશુ-પક્ષી, જીવજંતુ વગેરે રૂપે તિર્યંચ ગતિમાં ફેંકાઈ જાય છે. અલ્પ આરંભ-સમારંભથી, અલ્પ પરિગ્રહથી, સુસ્વભાવથી, વિનયી-નમ બનવાથી, ઋજુ એટલે કે સરળસ્વભાવી થવાથી, સ્વાભાવિક (અકૃત્રિમ) મૃદુતાદિ મધ્યમ ગુણથી, ભદ્રિક પરિણામથી, ક્રોધાદિ કષાયો પાતળા પાડવાથી, ક્ષમાદિના ભાવથી, દાનાદિ પુણ્યકાર્ય કરવાથી, પરોપકારથી, જિનેશ્વર પરમાત્માની પૂજા-ભક્તિ કરવાથી, ધર્મધ્યાન કરવાથી, ન્યાયપ્રિય રહેવાથી, ન્યાય-નીતિથી ધન કમાવાથી, જયણા પાળવાથી, અતિથિસત્કાર કરવાથી, સાધુ-સંતોને વહોરાવવાથી, પારકી નિંદા ન કરવાથી મનુષ્ય ગતિનું આયુષ્ય બાંધી જીવ મનુષ્ય બને છે. શીલ અને વ્રતનાં પરિણામના અભાવથી નરક, તિર્યંચ અને મનુષ્ય એ ત્રણે આયુષ્યોનો આસવ થાય છે, અર્થાત્ શીલ અને વ્રતના પરિણામથી રહિત જીવ ત્રણે પ્રકારના આયુષ્યને બાંધી શકે છે. પૂર્વે બતાવેલ છે તે આયુષ્યના તે તે આસવો તો ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર', અધ્યાય ૬, સૂત્ર ૧૬,૧૭, ૧૮, ૨૦ 'बहारंभ-परिग्रहत्वं च नारकस्यायुषः । माया तैर्यग्योनस्य । अल्पाऽऽरम्भ-परिग्रहत्वं-स्वभावमार्दवा-ऽऽर्जवं च मानुषस्य । सरागसंयम-संयमासंयमा-ऽकामनिर्जरा-बालतपांसि देवस्य ।' Page #792 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૬ ૭૫૯ છે જ, તદુપરાંત શીલ-વતનાં પરિણામનો અભાવ પણ તે ત્રણ પ્રકારના આયુષ્યનો આસવ છે. સરાગસંયમચારિત્રની આરાધનાથી, અવિરતિ સમ્યગ્દષ્ટિ અને દેશવિરતિ શ્રાવકજીવનની આરાધનાથી, અકામ નિર્જરા કરવાથી, બાલતપ(અજ્ઞાનપૂર્વક કષ્ટ સહન કરવારૂપ તપ)થી, દુ:ખગર્ભિત અને મોહગર્ભિત વૈરાગ્યથી, જિનપૂજા-ભક્તિ-ધ્યાનથી, સાધુ-સાધ્વીની સેવા-વૈયાવચ્ચ-ભક્તિથી, કલ્યાણમિત્રના સંપર્કથી, ધર્મશ્રવણ કરવાથી, અવ્યક્ત સામાયિક કરવાથી, વિરાધિત સમ્યગ્દર્શનથી, શોક-સંતાપ ઘટાડવાથી, શુભ લેશ્યાનાં પરિણામથી, ગુણાનુરાગથી, વતપાલનથી, શીલથી, ભાવથી, દાનથી, જીવો ઉપર અનુકંપા કરવાથી, ગુરુવંદનથી, લૌકિક-લોકોત્તર ગુણ ધારવાથી દેવ ગતિનું આયુષ્ય બાંધી જીવ દેવ બને છે. ઉપર જણાવ્યાં તે ચાર ગતિના આયુષ્યબંધનાં મુખ્ય કારણો છે. આયુષ્યનો બંધ પડી ગયા પછી જીવે તે ગતિમાં અવશ્ય જવું પડે એવો અફર નિયમ છે. જીવ જે જે પરિણામનો કર્તા જે જે પ્રકારે થાય છે, તેવા પ્રકારનાં કર્મનો બંધ તે કરે છે અને તથા પ્રકારનાં ફળ ભોગવવા માટે તે તથા પ્રકારનાં ભોગવવા યોગ્ય સ્થાનકોમાં જાય છે. ઉત્કૃષ્ટ શુભ ભાવ વડે ઉત્કૃષ્ટ શુભ કર્મબંધ કરી જીવ દેવ ગતિમાં જાય છે, ઉત્કૃષ્ટ અશુભ ભાવ વડે ઉત્કૃષ્ટ અશુભ કર્મબંધ કરી જીવ નરક ગતિમાં જાય છે અને મધ્યમ શુભ તથા મધ્યમ અશુભ ભાવ વડે મધ્યમ શુભાશુભ કર્મબંધ કરી જીવ મનુષ્ય-તિર્યંચ ગતિમાં જાય છે. આમ, અમુક ભાવ કરવાથી અમુક કર્મ બંધાય છે અને તે ભોગવવાનાં અમુક સ્થાન હોય છે. તે તે કર્મોનાં ફળ ભોગવવા માટેનાં વિશેષ સ્થાનો જગતમાં છે. શુભાશુભ કર્મફળને ભોગવવા યોગ્ય સ્વર્ગ-નરકાદિ સ્થાન આ વિશ્વમાં છે. તે સ્થાનનો સંયોગ થવામાં ચેતનના પોતાના ભાવ જ કારણભૂત બને છે. શ્રીમદ્ પ્રકાશે છે – “ભ્રાંતિપણે આત્મા પરભાવનો કર્તા હોવાથી શુભાશુભ કર્મની ઉત્પત્તિ થાય છે. કર્મ સફળ હોવાથી તે શુભાશુભ કર્મ આત્મા ભોગવે છે. માટે ઉત્કૃષ્ટ શુભથી ઉત્કૃષ્ટ અશુભ સુધીનાં ન્યૂનાધિક પર્યાય ભોગવવારૂપ ક્ષેત્ર અવશ્ય છે." જીવ જે પરિણામ કરે છે, એ જ મુખ્યપણે તેની ગતિ છે. તે જ્યારે ઉત્કૃષ્ટ શુભ ભાવમાં વર્તે છે ત્યારે તે તત્ક્ષણ શાંતિ, પવિત્રતા, અનાકુળતા, હળવાશ, સરળતા આદિ અનુભવે છે. વળી, જે સમયે જીવ ઉત્કૃષ્ટ અશુભ ભાવમાં હોય છે, તે જ સમયે તે પરિણામથી ઉત્પન્ન થયેલ અશાંતિ, મલિનતા, વ્યાકુળતા, ક્લેશ આદિ અનુભવે છે. એ જ રીતે મધ્યમ શુભાશુભ વિષે સમજવું. આ રીતે આત્માના શુભાશુભ અધ્યવસાયનું ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૨૦ (ઉપદેશછાયા-૧૦) Page #793 -------------------------------------------------------------------------- ________________ ૭૬૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન ફળ જીવે નિયમથી પોતાનાં જ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં ભોગવવું પડે છે. જીવનો પોતાનો ભાવ જ તે તે અધ્યવસાયનાં ફળ ભોગવવાનું પ્રત્યક્ષ સ્થાનક છે. વળી, ભાવગતિને યોગ્ય દ્રવ્યગતિ, એટલે કે તથારૂપ ફળ ભોગવવા યોગ્ય ક્ષેત્ર પણ આ સંસારમાં છે જ. પોતાના સ્વરૂપને વીસરી જઈ શુભાશુભ પરિણામમાં ઉદ્યમ કરનાર જીવ તે અશુદ્ધ ભાવોનાં ફળ ભોગવી શકે તેવાં સ્થાનકો સંસારમાં આવેલાં છે. જે શુભાશુભ પરિણામ છે તે જ મુખ્યપણે તો ગતિ છે, તથાપિ ઉત્કૃષ્ટ શુભ દ્રવ્યનું ઊર્ધ્વગમન, ઉત્કૃષ્ટ અશુભ દ્રવ્યનું અધોગમન અને શુભાશુભ દ્રવ્યની મધ્યસ્થિતિ એમ દ્રવ્યનો વિશેષ સ્વભાવ છે અને આ સ્વભાવ અનુસાર જીવ તે તે સ્થાનકોમાં જાય છે. છ દ્રવ્યોમાં પુગલ અને જીવ એ બે દ્રવ્યોનો ગતિ કરવાનો સ્વભાવ છે. તેમાં આત્માનો કેવળ ઊર્ધ્વ ગતિ કરવાનો સ્વભાવ છે, જ્યારે પુદ્ગલનો ઊર્ધ્વ, અધો અને તિર્જી એમ ત્રણે તરફ ગતિ કરવાનો સ્વભાવ છે. દા.ત. અગ્નિ આદિનો ઊર્ધ્વ ગતિ કરવાનો સ્વભાવ છે, પથ્થર આદિનો અધો ગતિ કરવાનો સ્વભાવ છે, પવનનો તિચ્છ ગતિ કરવાનો સ્વભાવ છે. અહીં પ્રશ્ન થાય કે જો આત્માનો કેવળ ઊર્ધ્વ ગતિ કરવાનો સ્વભાવ છે તો સંસારી આત્મા ઊર્ધ્વ આદિ ત્રણે પ્રકારની ગતિ કેમ કરે છે? આનું સમાધાન એ છે કે સંસારી આત્માઓને પૌગલિક કર્મોનો સંગ છે, તેથી તેણે પોતાનાં કર્મ પ્રમાણે ગતિ કરવી પડે છે. કર્મ અનુસાર તેની ગતિ થાય છે. આચાર્યશ્રી યોગીન્દુદેવ પરમાત્મપ્રકાશ'માં લખે છે કે “હે જીવ, આ આત્મા પંગુ સમાન પોતે સ્વયં કશે પણ જતો-આવતો નથી; ત્રણે લોકમાં આ જીવને કર્મ જ લઈ જાય છે તથા કર્મ જ લઈ આવે છે.' ૧ આત્મા શુદ્ધ નિશ્ચયનયથી અનંત વીર્યને ધારણ કરવાવાળો છે તથા શુભ-અશુભ કર્મબંધનથી રહિત છે; તોપણ વ્યવહારનયથી શુભાશુભ ભાવ કરીને અનેક પ્રકારનાં કર્મ ઉપાર્જન કરે છે, તેથી તેણે સંસારમાં રખડવું પડે છે. જેમ કેદી સ્વયં કશે પણ જતોઆવતો નથી, પણ ચોકીદાર જ તેને લઈ જાય છે તથા લઈ આવે છે; તેમ આત્મા સ્વયં કશે પણ જતો-આવતો નથી, કર્મ તેને ત્રણે લોકમાં અહીંથી તહીં લઈ જાય છે. કર્મના કારણે આત્મા ચાર ગતિમાં ભમે છે. - શુભ, અશુભ અને મિશ્ર એવા અશુદ્ધ ભાવથી ચાર ગતિમાં અનંત કાળથી જીવે પરિભ્રમણ કર્યું છે. જેવા ભાવ કર્યો હોય, તેને યોગ્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની ભૂમિકાનો સંયોગ તેને પ્રાપ્ત થયો છે. શુભ, અશુભ અને મિશ્ર ભાવથી રહિત એવા ૧- જુઓ : આચાર્યશ્રી યોગીન્દુદેવકૃત, ‘પરમાત્મપ્રકાશ', અધિકાર ૧, ગાથા ૬૬ 'अप्पा पंगुह अणुहरइ अप्पु ण जाइ ण एइ । भुवणत्तयहँ वि मज्झि जिय विहि आणइ विहि णेइ ।।' Page #794 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૬ ૭૬૧ શુદ્ધ ભાવનાં ઉત્કૃષ્ટ પવિત્ર પરિણામ થતાં, સર્વ કર્મનો નાશ થવાથી પોતાના સ્વભાવ પ્રમાણે જીવનું ઊર્ધ્વગમન થાય છે. આત્માનો ઊર્ધ્વગામી સ્વભાવ કર્મોપાધિથી સંપૂર્ણપણે મુક્ત થયા પછી જ પ્રગટ થાય છે. જેમ શુષ્ક તુંબડાનો સ્વભાવ જળમાં ડૂબવાનો ન હોવા છતાં તેને માટીનો લેપ લગાડીને જળમાં નાખવામાં આવે તો તે જળમાં ડૂબી જાય છે, પણ જ્યારે પાણીના કારણે માટીનો લેપ ધોવાઈ જાય છે ત્યારે તે તુંબડું જળની ઉપર આવી જાય છે; તેમ સંસારી જીવને કર્મરૂપ માટીનો લેપ હોવાથી તે સંસારસમુદ્રમાં ડૂબી ગયેલ છે. શુદ્ધ ભાવ વડે એ લેપનો સંગ દૂર થતાં સંસારસમુદ્રમાંથી બહાર નીકળી, ઊર્ધ્વગમન કરી તે લોકારો આવીને વસે છે. જીવની જે વિવિધ ગતિ થાય છે તેમાં જે મનુષ્ય અને તિર્યંચ ગતિઓ છે તે તો સૌને પ્રત્યક્ષ જ છે અને તે સિવાયની દેવ અને નરક ગતિ એ અપ્રત્યક્ષ છે, અર્થાત્ દેખાતી નથી. આ લોકમાં જે ખૂબ સારાં કૃત્યો કરે છે તે મરીને દેવલોકમાં જાય છે. તે દેવલોકમાં સુખ ભોગવે છે. ઘણાં પાપ કરનારા જીવો નરકમાં જાય છે. પ્રકૃષ્ટ પાપ કર્યા હોય તો તેના ફળરૂપે જીવને નરક ગતિમાં જવું પડે છે અને ત્યાં પાપની સજારૂપે તે ભારે દુઃખ ભોગવે છે. જૈન શાસ્ત્રોમાં દેવ અને નરક ગતિનું વિસ્તૃત વર્ણન છે. જૈનમત અનુસાર દેવોના ચાર નિકાયો છે - ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક. ૧ ભવનોમાં રહેવાના કારણે ભવનવાસી અને તે ભવનોના પતિ હોવાથી ભવનપતિ કહેવાય છે. વિવિધ દેશોમાં નિવાસ કરનારા દેવોને વ્યંતર કહેવાય છે. પ્રકાશમાન - ઝળહળતા સ્વરૂપવાળા સૂર્ય-ચંદ્રાદિને જ્યોતિષ્ક દેવ કહેવાય છે. વિમાનોમાં રહેનારા દેવતાઓને વૈમાનિક દેવ કહેવાય છે. જૈનમત પ્રમાણે નરક સાત છે - રત્નપ્રભા, શર્કરામભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા અને મહાતમ પ્રભા. આ સાત નરકની પૃથ્વીનાં રત્નપ્રભા આદિ નામોનું રહસ્ય આ પ્રમાણે છે - પ્રથમ પૃથ્વીમાં રત્નોની પ્રધાનતા હોવાથી તેને રત્નપ્રભા કહેવામાં આવે છે. બીજી પૃથ્વીમાં કાંકરાની મુખ્યતા હોવાથી તેને શર્કરા પ્રભા કહેવામાં આવે છે. ત્રીજી પૃથ્વીમાં રેતીની પ્રચુરતા હોવાથી તેનું વાલુકાપ્રભા નામ છે. ચોથી પૃથ્વીમાં કાદવ ઘણો હોવાથી તેનું પંતપ્રભા નામ છે. પાંચમી પૃથ્વીમાં ધુમાડો બહુ હોવાથી તે ધૂમપ્રભા તરીકે ઓળખાય છે. છઠ્ઠી પૃથ્વીમાં તમન્ - અંધકાર વિશેષ હોવાથી તે તમઃપ્રભા તરીકે ઓળખાય છે. સાતમી પૃથ્વીમાં અંધકાર અતિશય હોવાથી ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, 'શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'ની આચાર્યશ્રી પૂજ્યપાદ સ્વામીકૃત ટીકા, ‘સર્વાર્થસિદ્ધિ', અધ્યાય ૪, સૂત્ર ૧ની ટીકા 'भवनवासिनो व्यन्तरा ज्योतिष्का वैमानिकाश्चेति ।' Page #795 -------------------------------------------------------------------------- ________________ ૭૬૨ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન તેને મહાતમપ્રભા કહેવામાં આવે છે. આ સાતે નરકો ઉત્તરોત્તર નીચે નીચે છે અને અધિક અધિક વિસ્તારવાળી પણ છે. તેમાં દુ:ખ જ દુઃખ છે અને દુઃખ પણ ઉત્તરોત્તર વધતું જાય છે. કર્મ ભોગવવા યોગ્ય સ્વર્ગ-નરકાદિ સ્થાનકો લોકમાં આવેલાં છે. લોકનું સ્વરૂપ કેવળી સર્વજ્ઞ ભગવાને પોતાના અનંત જ્ઞાનમાં જોયું અને જણાવ્યું છે. લોકનું સ્વરૂપ સમજાવતાં શ્રી સર્વજ્ઞ ભગવાને કહ્યું છે કે અનંતાનંત અલોકાકાશ છે કે જેમાં એકલું આકાશદ્રવ્ય વ્યાપ્ત છે, અલોકાકાશની મધ્યમાં લોકાકાશ છે, જેમાં જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એમ છ દ્રવ્યો છે. આ દ્રવ્યોના સમૂહરૂપ લોક પુરુષાકારે રહ્યો છે અને તે આદિ, મધ્ય અને અંતમાં એટલે કે ત્રણે કાળમાં એ રૂપે જ રહેવાનો છે. પુરુષ બે પગ પહોળા કરી કમરે હાથ દઈ ઊભો રહે તે આકારે લોક છે. તેનો પૂર્વ-પશ્ચિમ વિસ્તાર આ પ્રમાણે છે - સૌથી નીચે બે પગના અંતરનો વિસ્તાર સાત રાજુપ્રમાણ છે. મધ્યમાં કટિ પ્રદેશ એક રાજુપ્રમાણ છે. બે હાથની એક કોણીથી બીજી કોણી સુધીનો વિસ્તાર પાંચ રાજુપ્રમાણ છે અને ઉપર શિરોદેશનો વિસ્તાર એક રાજુપ્રમાણ છે. એક રાજુનું માપ અસંખ્યાતા દ્વીપસમુદ્રપ્રમાણ છે. પૂર્વ-પશ્ચિમ દિશામાં જેમ વધતો-ઘટતો વિસ્તાર છે, તેમ ઉત્તર-દક્ષિણમાં નથી. તેમાં સર્વત્ર લોકનો વિસ્તાર સાત રાજુપ્રમાણ છે. લોકની ઊંચાઈ ચૌદ રાજુપ્રમાણ છે અને ક્ષેત્રફળ ૩૪૩ ઘન રાજુ-પ્રમાણ છે. લોકના મધ્યમાં એક રાજુ લાંબી, એક રાજુ પહોળી અને ચૌદ રાજુ ઊંચી ત્રસનાડી છે. ત્રસ જીવો માત્ર આ ત્રસનાડીમાં જ હોય છે. તેની બહાર લોકમાં સર્વત્ર માત્ર એકેન્દ્રિય જીવોનો વાસ છે. સર્વજ્ઞ ભગવાને ચૌદ રાજ(ર)લોકપ્રમાણ પુરુષાકારે સ્થિત એવા લોકના ત્રણ ભાગ બતાવ્યા છે - પગથી કેડ (કમર) સુધીનો એક ભાગ, કેડનો બીજો ભાગ અને કેડથી ઉપર માથા સુધીનો ત્રીજો ભાગ. ચૌદ રાજલોકના ઉપરના ભાગ(કેડથી માથા સુધીના ભાગ)ને ઊર્ધ્વલોક, અર્થાત્ સ્વર્ગલોક - દેવલોક કહેવાય છે, તેમાં દેવોનો નિવાસ છે. પ્રથમ બાર દેવલોક છે, તેની ઉપર આવેલાં નવ રૈવેયક વિમાનો અને પાંચ અનુત્તર વિમાનોમાં પણ દેવો રહે છે. સૌથી ઉપર પિસ્તાલીસ લાખ યોજનપ્રમાણ, અષ્ટમીના ચંદ્રના આકાર જેવી સિદ્ધશિલા છે. ચૌદ રાજલોકના મધ્ય ભાગ (કેડના ભાગ)ને તિચ્છલોક, અર્થાત્ મનુષ્યલોક - તિર્યચલોક કહેવાય છે. મધ્યલોકની વચમાં વલયાકારે સ્થિત એક લાખ યોજનના વિસ્તારવાળા જંબુદ્વીપની મધ્યમાં એક લાખ ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર’, અધ્યાય ૩, સૂત્ર ૧ “રત્ન-શર્વકરા-વહુક્કા-૫-ધૂમ-તનો-મદીતમ:0માં મૂમયો નાખ્યું-વતા-SSCશપ્રતિષ્ઠાઃ સંતાSઘોડ૫: પૃથુતર1: ' Page #796 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૬ ૭૬૩ યોજનની ઊંચાઈવાળો મેરુપર્વત છે અને જંબુદ્વીપ ફરતે બમણા બમણા વિસ્તારવાળા અસંખ્યાતા દ્વીપસમુદ્ર છે. તિસ્કૃલોકમાં પ્રથમ એક લીપ, પછી સમુદ્ર, પછી પુનઃ દ્વીપ, પછી સમુદ્ર એમ ક્રમશઃ અસંખ્ય દ્વીપો અને સમુદ્રો રહેલા છે. તેનાં નામ શુભ હોય છે. જગતમાં શુભ પદાર્થોનાં જેટલાં નામો છે, તે દરેક નામના દીપો અને સમુદ્રો છે. અશુભ નામવાળો એક પણ દ્વીપ કે સમુદ્ર નથી. તિસ્કૃલોકમાં જંબુદ્વીપ, લવણસમુદ્ર વગેરે શુભ નામવાળા અસંખ્ય દ્વીપો અને સમુદ્રો આવેલા છે. તેમાંથી માત્ર અઢી દ્વીપ સુધી જ મનુષ્યોનો નિવાસ છે, જ્યારે તિર્યંચોનો નિવાસ અઢી દ્વીપ ઉપરાંત બાકીના દ્વીપ-સમુદ્રમાં પણ છે. ચૌદ રાજલોકના નીચેના ભાગ(કેડથી પગ સુધીના ભાગ)ને અધોલોક એટલે પાતાળલોક - નારકલોક કહેવાય છે. મધ્યલોકની નીચે આવેલા આ અધોલોકમાં પ્રથમ ભુવનવાસી દેવોની ભૂમિ છે અને અનુક્રમે સાત નરકભૂમિની રચના છે. તેમાં નારકી જીવોનો નિવાસ છે. લોકસ્વરૂપમાં દેવલોક, તિષ્ણુલોક અને નારકલોકનું સ્થાન સંક્ષેપમાં આ પ્રમાણે છે." આરોહણ અને અવરોહણ, અર્થાત્ નીચેથી ઉપર ચઢવાના અને ઉપરથી નીચે ઊતરતા ક્રમે જો સંપૂર્ણ લોકનું ચિંતન કરવામાં આવે તો સુખ-દુઃખની વધ-ઘટ વિશેષ પ્રમાણમાં જણાય છે. લોકના નીચેના તળીએથી વિચારતાં વિચારતાં ઉપર ચઢવામાં આવે તો જણાય છે કે સાતમી નરકમાં દુઃખની વેદના ખૂબ ઘોર હોય છે અને તે પછી ૬, ૫, ૪, ૩, ૨, ૧ એમ ઉપર ચઢતાં દુઃખની વેદના ઓછી થતી જાય છે. મનુષ્યલોકમાં નરકની અપેક્ષાએ બહુ ઓછું દુઃખ હોય છે અને પછી દેવલોકમાં ઉપર ચઢતાં ચઢતાં સુખ વધતું જાય છે. જેમ જેમ ઉપર ચઢવામાં આવે, તેમ તેમ ઉપર ઉપરનાં દેવલોકોમાં સુખ વધતું જાય છે. અંતે સર્વથી ઉપર સિદ્ધશિલા ઉપર મુક્તાત્માનું સુખ અનંત છે. મુક્તાત્માનું અનંત સુખ તો ભૌતિક સુખથી પર એવું સહજ અને અવ્યાબાધ હોય છે. ઊલટા - ઊતરતા ક્રમે જો લોકને જોઈએ તો સુખ ઓછું થતું જાય છે અને પછી દુઃખ વધતું જાય છે. લોકના અગ્રભાગે મોક્ષમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અનંત અવ્યાબાધ સુખ છે. ત્યારપછી સર્વાર્થસિદ્ધિ દેવલોકમાં ઉત્કૃષ્ટ ભૌતિક સુખ હોય છે અને સૌથી નીચે સાતમી નરકમાં અનંત દુઃખ, પ્રકૃષ્ટ દુ:ખ છે. લોકમાં શુભ ભાવનાં ફળ ભોગવવા માટે ઉચ્ચ સ્થાનકો છે અને અશુભ ભાવોનાં ફળ ભોગવવાનાં હીન સ્થાનકો છે અને એ ભોગવવાનાં સ્થાને જવાનો જીવનો તેમજ પુદ્ગલનો સ્વભાવ છે. જીવની સાથે પુગલ પણ જીવનાં શરીરરૂપે, અર્થાત્ કાર્મણ-તૈજસ શરીરરૂપે ત્યાં જાય છે. આત્મા તથા કર્મ અને ભોગવટાની જગ્યાએ પોતાના સ્વભાવથી જાય છે, તેમાં ફળદાતા તરીકે કોઈ ઈશ્વરની જરૂર નથી. ૧- વિશેષ માહિતી માટે જુઓ : ત્રિલોકસાર', 'ત્રિલોકપ્રજ્ઞપ્તિ' આદિ ગ્રંથો. Page #797 -------------------------------------------------------------------------- ________________ ૭૬૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સત્કર્મો દ્વારા આત્મા દેવલોકમાં જાય છે અને અસત્કર્મો કરનાર આત્મા નારકલોકમાં જાય છે. આમ, જીવનાં પરિણામ એટલે કે તેના ભાવો એ મુખ્યપણે ગતિ છે અને એ ભાવોના નિમિત્તે જે કર્મરજકણ બંધાય છે, એનો ઉદય આવતાં જીવ એ ભાવોનાં ફળ ભોગવવાનાં વિશિષ્ટ સ્થાનકોમાં જાય છે. વળી, તે ભોગવવા યોગ્ય કર્મવિશેષનાં સ્થાનકોનું - સ્વર્ગ, નરકાદિ ક્ષેત્રોનું નિર્માણ કોઈ ઈશ્વરે કર્યું નથી. તે કોઈએ બનાવ્યાં નથી. તે સ્થાનોની રચનાનો કોઈ કર્તા નથી અને તેને કર્તાની જરૂર પણ નથી, કારણ કે તે સ્વયંસિદ્ધ છે. સુખ-દુ:ખ ઉત્પન્ન કરનારાં સ્વર્ગ-નરકાદિ સ્થાનો સ્વયંસિદ્ધ તથા શાશ્વત છે. લોકનું પરિણમન જ એ પ્રકારનું છે કે સુખ-દુઃખ ઉત્પન્ન કરનારાં આ સ્થાનોનું નિર્માણ આપમેળે થયેલું છે. કેટલાકને એવો પ્રશ્ન થાય છે કે નરક ગતિ, નરકની ભૂમિઓ, ત્યાંનું ક્ષેત્ર, ત્યાં થતી વેદના, ત્યાં મળતી સજા વગેરે બધું કોણે બનાવ્યું હશે? ક્યારે બનાવ્યું હશે? શા માટે બનાવ્યું હશે? આ પ્રશ્નનું સમાધાન એ છે કે ઈશ્વરે કે કોઈ એવી સત્તાએ આ ગતિ કે સ્થાનો બનાવ્યાં નથી. ઈશ્વરને જો બનાવનાર માનવામાં આવે તો અનેક દોષો આવે, કારણ કે નરક પૃથ્વીઓ, તીવ્ર વેદનાઓ આ બધું પરમ દયાળુ ઈશ્વર બનાવી ન શકે અને જો ઈશ્વર તે બનાવે તો ઈશ્વરને દયાળુ ન કહેવાય. તેને નિષ્ફર, કઠોર, ક્રૂર હૃદયવાળો માનવો પડે. વળી, ઈશ્વરને નરકમાં જ રહેવું પડે, કારણ કે રોજ નરકમાં કેટલા બધા જીવો આવીને જન્મે છે, તે દરેકને તેમનાં પાપની સજા આપવાની હોય છે. ઘણી નરકભૂમિઓ હોવાથી તથા ઘણા નારકી જીવો હોવાથી ઈશ્વરને તો બહુરૂપી થઈને રહેવું પડે અને જો ઈશ્વરને આવા સ્વરૂપમાં માનવામાં આવે તો નરકમાં જે પરમાધર્મીઓ છે તેમને ઈશ્વર માનવાનો વખત આવે. નરકના પરમાધર્મીઓ કે જેઓ અશુભ પાપકર્મની સજા છેદન-ભેદન આદિરૂપે આપે છે તેઓ ઈશ્વર ઠરે. માટે ઈશ્વરને નરક આદિના કર્તાના સ્વરૂપમાં માનવો યોગ્ય નથી. લોકમાં અનાદિ કાળથી શાશ્વત નરકભૂમિઓ છે. ત્યાંનું તંત્ર સ્વયં જ વ્યવસ્થિત ચાલે છે. કોઈ કર્તા, નિયંતા, સંચાલકની જરૂર જ નથી. તે જ પ્રમાણે દેવલોક પણ સ્વતઃસિદ્ધ છે, તેના કર્તાનિયામકની જરૂર નથી. જગતના અસ્તિત્વનો કોઈ આરંભ નથી. જગતનો આરંભકાળ ન હોવાથી તે અનાદિ છે. લોક અનાદિ તેમજ અનંત છે. તેનું અસ્તિત્વ ત્રણે કાળ છે. શ્રી ભગવતી સૂત્ર'માં સ્પષ્ટ કહ્યું છે કે કાળની દૃષ્ટિએ વિચાર કરતાં જણાય છે કે આ લોક ભૂતકાળમાં ન હતો એમ નથી, વર્તમાનકાળમાં નથી એમ પણ ન કહી શકાય, ભવિષ્ય કાળમાં આ લોક નહીં હોય એમ પણ ન કહી શકાય; અર્થાત્ હતો, છે અને રહેશે Page #798 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૬ ૭૬૫ એમ ત્રણે કાળમાં રહેનારો એવો આ લોક શાશ્વત છે, નિત્ય છે, નિયત છે, અક્ષીણ છે, અવ્યય છે, અવિનાશી છે, અવસ્થિત છે; માટે જ લોકનો ક્યારે પણ અંત નથી.૧ આ જગત ક્યારે પણ નવું બન્યું નથી; એનું અસ્તિત્વ તો સદાકાળથી જ છે. હા, તેમાં નિરંતર ફેરફાર થતા રહે છે. પ્રત્યેક પદાર્થમાં પરિણમન થાય છે. પદાર્થો પરિવર્તનાત્મક છે, પરંતુ કોઈ પદાર્થની મૂળથી ઉત્પત્તિ થતી નથી, સઘળું અનાદિ છે. જગત સર્વ કાળ વિદ્યમાન છે. શ્રીમદ્ લખે છે ‘વર્તમાનકાળની પેઠે આ જગત સર્વકાળ છે. પૂર્વકાળે તે ન હોય તો વર્તમાનકાળે તેનું હોવું પણ હોય નહીં. વર્તમાનકાળે છે તો ભવિષ્યકાળમાં તે અત્યંત વિનાશ પામે નહીં. -- પદાર્થમાત્ર પરિણામી હોવાથી આ જગત પર્યાયાંતર દેખાય છે; પણ મૂળપણે તેનું સદા વર્તમાનપણું છે.'૨ જગત અનાદિ અને શાશ્વત છે. તે નિર્મિત વસ્તુ નથી, તેથી તેને બનાવનારો પણ કોઈ નથી. જગતકર્તારૂપે કોઈ ઈશ્વરની આવશ્યકતા નથી. જગતના વિધાતા, નિયંતા, અધિષ્ઠાતા એવા ઈશ્વરની કોઈ આવશ્યકતા નથી. આ લોકનો કોઈ કર્તા નથી, કોઈ રક્ષક નથી કે કોઈ સંહાર કરનાર પણ નથી; કારણ કે સમસ્ત લોક અનાદિ છે, નિત્ય છે, જીવ-અજીવથી ભરેલો છે અને સ્વાભાવિકપણે થતી હાનિ-વૃદ્ધિથી આ સંસાર ચાલ્યા જ કરે છે. ન્યાય આદિ કેટલાક ઈશ્વરવાદી દર્શનો ઈશ્વરને જગતનો કર્તા માને છે. તેઓ ઈશ્વરને સમસ્ત વિશ્વનો નિયામક માને છે. ન્યાય આદિ દર્શને પ્રરૂપેલો ઈશ્વરવાદ કઈ રીતે અયથાર્થ છે તે સંક્ષેપમાં જોઈએ (૧) ઈશ્વર જગતકર્તા છે તેનું નિરસન પૃથ્વી, પર્વત આદિ ઘટની જેમ બુદ્ધિમાન કર્તાથી જન્ય છે, કારણ કે તે કાર્યરૂપ છે' આવા પ્રકારના અનુમાનનો પ્રયોગ ઈશ્વર જગતકર્તા છે એમ સિદ્ધ કરવા માટે ન્યાય દર્શન દ્વારા કરવામાં આવે છે, પણ તે અયુક્ત છે; કારણ કે આ અનુમાનમાં ‘જ્યાં જ્યાં કાર્યત્વ છે ત્યાં ત્યાં બુદ્ધિમાન કર્તાથી જન્મ છે' એવી વ્યાપ્તિ ઘટી શકતી નથી. પ્રમાણ દ્વારા સર્વત્ર વ્યાપ્તિ સિદ્ધ હોય તો જ ૧- જુઓ : ‘શ્રી ભગવતી સૂત્ર', શતક ૨, ઉદ્દેશ ૧ 'कालओ णं लोए ण कयावि न आसी न कयावि न भवति न कयावि न भविस्सति भविंसु य भवति य भविस्सइ य धुवे णितिए सासते अक्खए अव्वए अवट्टिए णिच्चे णत्थि पुण से अंते ।।' ૨- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૮૧૧ (હાથનોંધ-૧, ૬૬) Page #799 -------------------------------------------------------------------------- ________________ ૭૬૬ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તે સાધનથી સાધ્યની સિદ્ધિ થાય છે. ઘાસ, વૃક્ષ, ઇન્દ્રધનુષ, વાદળ આદિ કાર્યો ઈશ્વરની સહાયતા વિના પેદા થાય છે એમ પ્રત્યક્ષ જોવા મળે છે. વૃક્ષને શાખા ફૂટે છે અને પત્ર-પુષ્પ પ્રગટે છેએમાં બુદ્ધિમત્તા જેવું શું છે? અર્થાત્ તે કોઈ પણ કર્તાથી બનાવાયેલાં દેખાતાં નથી પણ સ્વતઃ સિદ્ધ છે. તેથી તેમના મતમાં જે કાર્યત્વ' હેતુ છે, તે પ્રત્યક્ષપ્રમાણથી બાધિત છે. ‘કાર્યત્વ' હેતુ ‘બાધ' દોષથી દૂષિત છે. આ પ્રકારે ઈશ્વરમાં જગતકર્તુત્વની સિદ્ધિ થઈ શકતી નથી. ઈશ્વર જો જગતનો સૃષ્ટા છે એમ માનવામાં આવે તો સૃષ્ટિરચના પાછળનું કારણ શું? બુદ્ધિમાન લોકોની પ્રવૃત્તિ કોઈ ને કોઈ પ્રયોજનથી થાય છે અથવા તો કરુણાભાવથી થાય છે. તેઓ જે કંઈ કરે છે તે સ્વાર્થથી પ્રેરાઈને કરે છે અથવા તો બીજાં પ્રાણીઓ પ્રત્યેની કરુણાથી પ્રેરાઈને કરે છે. જો ઈશ્વરે સૃષ્ટિ રચી હોય તો ઈશ્વરને કાં તો સ્વાર્થપરાયણ અને કાં તો કરુણાથી પ્રેરિત માનવો પડે. ઈશ્વરની જગતને બનાવવાની પ્રવૃત્તિ સ્વાર્થથી તો સંભવતી જ નથી, કેમ કે ઈશ્વર કૃતકૃત્ય છે. તે તો નિત્યતૃપ્ત છે, માટે તેની કોઈ ઇચ્છા અપૂર્ણ નથી, તેને કોઈ સ્વાર્થ નથી. આ વિષે આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય'માં કહે છે કે સૃષ્ટિનું સર્જન થાય છે એમ માનવામાં આવે તોપણ કૃતકૃત્ય એવા ઈશ્વરને તેનું કોઈ પ્રયોજન નથી. પ્રયોજન - ફલાભિલાષા માનવામાં આવે તો ઈશ્વરનું વીતરાગીપણું જ નષ્ટ થઈ જાય. કદાચ એમ કહેવામાં આવે કે ભલે કોઈ પ્રયોજન ન હોય, છતાં પણ ઈશ્વરનો સ્વભાવ જ એવો છે કે તે સૃષ્ટિ આદિમાં સ્વતંત્રતાથી કાર્ય કરે છે અને પછીના કાળમાં જીવોનાં કર્મની અપેક્ષા રાખીને કાર્ય કરે છે; તો આ વાત પણ યોગ્ય નથી, કારણ કે કોઈ પણ "પ્રમાણથી જો ઈશ્વર સિદ્ધ થયેલ હોય તો તેનામાં ઉપર જણાવેલ સ્વભાવની કલ્પના કરી શકાય, પરંતુ ઈશ્વરની સિદ્ધિ જ ન થઈ હોય તો સ્વભાવની કલ્પના શેમાં કરશો?" ઈશ્વરની જગત બનાવવાની પ્રવૃત્તિ કરુણાથી પણ સંભવતી નથી, કારણ કે કરુણા એટલે બીજાનાં દુ:ખને દૂર કરવાની ઇચ્છા. પરંતુ ઈશ્વર વડે સૃષ્ટિની રચના થયા પહેલાં જીવોને શરીર, ઇન્દ્રિય અને વિષયોનો અભાવ હોવાથી કોઈ પણ જાતનું દુઃખ ન હતું; તો કયા દુ:ખનો નાશ કરવા માટે ઈશ્વરને કરુણાભાવ ઉત્પન્ન થયો કે જેથી ઈશ્વરે તે દુઃખને દૂર કરવા માટે સૃષ્ટિની રચના કરી? આ રીતે ઈશ્વરે જીવોનાં દુઃખ દૂર કરવા દુનિયા ઉત્પન્ન કરી એમ કહેવાશે નહીં, કારણ કે દુનિયાની ઉત્પત્તિ પહેલાં ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય', શ્લોક ૨૦૧ 'आदिसर्गेऽपि नो हेतुः कृतकृत्यस्य विद्यते । प्रतिज्ञातविरोधित्वात स्वभावोऽप्यप्रमाणकः ।।' Page #800 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૬ ૭૬૭ જીવો દુ:ખી ન હતા. જો એમ માનવામાં આવે કે સૃષ્ટિની રચના કર્યા પછી જીવનાં દુઃખોને જોઈને ઈશ્વરને કરુણાભાવ ઉત્પન્ન થયો અને તેથી ઈશ્વર તેમનાં દુઃખનું નિવારણ કરવા માટે સૃષ્ટિનું સર્જન કરે છે, તો આ વાત પણ યોગ્ય નથી, કારણ કે તેમ માનવામાં આવે તો ઇતરેતરાશ્રય દોષ આવે છે. કરુણાભાવ વડે જગતની રચના અને જગતની રચના વડે કરુણા - આ પ્રકારનો અન્યોન્યાશ્રય દોષ થતો હોવાથી ઈશ્વરમાં જગતકર્તુત્વ સિદ્ધ થઈ શકતું નથી. વળી, ઈશ્વરને જગતકર્તા માનવા છતાં પણ તૈયાયિકોની એ માન્યતા તો સુદઢ છે કે આત્માને કોઈએ પેદા કર્યો નથી અને કોઈ એનો નાશ પણ કરી શકે નહીં. પરંતુ જીવને અનાદિ કહેવો અને અમુક સમયે જ સૃષ્ટિની રચનાનો આરંભ થયો એમ કહેવું, અર્થાત્ આત્માના અનાદિપણાનો સ્વીકાર અને સમગ્ર સૃષ્ટિના આરંભનો સ્વીકાર એ બન્ને વિરોધપૂર્ણ માન્યતાઓ છે. જીવ અનાદિ હોય તો જગત સાદિ ન હોઈ શકે. જગતનો આરંભ હોય તો જીવ અનાદિ ન હોઈ શકે. જીવને અનાદિ કહેવો અને સાથે એમ પણ કહેવું કે જગતને ઈશ્વરે બનાવ્યું છે, તો સ્વાભાવિક રીતે શંકા ઉત્પન થઈ જાય કે ઈશ્વરે જગતરચના કરી તે પહેલાં આ અનાદિ જીવ ક્યાં હતો? કેવી સ્થિતિમાં હતો? તે સમયે જીવ શું કર્મ વિનાનો હતો? શું તે જન્મ વિનાનો હતો? જો એમ માનવામાં આવે કે જીવ ત્યારે કર્મ અને જન્મ સહિત હતો, તો તો એ સિદ્ધ થઈ જાય છે કે આત્માના જન્મ અને કર્મથી ઉપસ્થિત થવાવાળી દશા એ જ સૃષ્ટિ છે અને જો સૃષ્ટિ પહેલાં જ હતી તો સૃષ્ટિનો આરંભ થયો એમ કેવી રીતે કહી શકાય? જો સૃષ્ટિની ઉત્પત્તિ થયા પહેલાં જીવને જન્મ અને કર્મવિહીન કહેવામાં આવે તો એ કહેવું પડે છે કે સૃષ્ટિની રચના કરીને ઈશ્વરે આત્મા માટે જન્મ-મરણની નવી આફત ઊભી કરી. આત્માને અનાદિ કાળની તેની સ્વતંત્રતાથી વંચિત કરીને, જન્મ-મરણનાં બંધનમાં નાખવાનો પ્રયત્ન ઈશ્વરે શા માટે કરવો પડ્યો? આત્માની સ્વતંત્રતા છીનવીને બંધનમાં નાખવાવાળા ઈશ્વર પ્રતિ પૂજ્યભાવ કઈ રીતે આવી શકે? તેથી જગતની રચના કરીને અનાદિ આત્માને કર્મ અને જન્મની જંજાળમાં ઘસડનારા ઈશ્વરની વાત બુદ્ધિમાં ઊતરતી નથી. ઈશ્વરે સૃષ્ટિરચનાનો પ્રારંભ કરીને, અનાદિ આત્માને દેહયુક્ત બનાવીને તેને જન્મ, મરણ આદિની ઉપાધિમાં શા માટે નાખ્યો? આ સઘળા પ્રશ્નોનાં સંતોષજનક સમાધાન ઈશ્વરકતૃત્વવાદીઓ નથી આપી શકતા. વળી, પ્રશ્ન થાય છે કે જગતકર્તા ઈશ્વર શરીર સહિત છે કે શરીરરહિત? ઈશ્વર આ જગતનો કર્તા છે એમ જો માનવામાં આવે તો શું એ જગતની રચના શરીર વડે કરે છે કે શરીર વિના? જો ઈશ્વર સશરીરી છે એમ માનવામાં આવે તો એ શરીર કેવું Page #801 -------------------------------------------------------------------------- ________________ ૭૬૮ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન માનવું? ઈશ્વર શરીરધારી છે એમ માનવામાં આવે તો એ પ્રશ્ન થાય છે કે તે શરીર દશ્ય છે કે અદશ્ય? જો તે શરીર સહિત હોય તો તે પ્રત્યક્ષ શરીરવાન છે કે પિશાચાદિની જેમ અદશ્ય શરીરવાન છે? જો ઈશ્વરનું શરીર મનુષ્યની જેમ પ્રત્યક્ષ શરીરવાન છે એમ કહેવામાં આવે તો તેમાં પ્રત્યક્ષ બાધ આવે છે, કારણ કે હજુ સુધી કોઈ શરીરધારી ઈશ્વર જોવામાં આવ્યો નથી. તે શરીર દશ્ય ન હોઈ શકે, કારણ કે જો તે દશ્ય હોય તો ક્યાંક કોઈને તો તે જોવા મળેને? જો ઈશ્વરનું શરીર પિશાચ આદિની જેમ અદશ્ય માનવામાં આવે તો પ્રશ્ન થાય કે તે કોઈ માહાત્મવિશેષથી અદશ્ય છે કે જીવના દુર્ભાગ્યથી અદેશ્ય છે? જો કોઈ માહામ્યવિશેષથી અદશ્ય માનવામાં આવે તો સોગંદપૂર્વક પ્રતીતિ કરાવવા સમાન છે, અથવા તો તેની સિદ્ધિમાં કોઈ પ્રમાણ નહીં હોવાથી આ વાત વિશ્વાસ કરવા યોગ્ય નથી. ઈશ્વરનું અદશ્ય શરીર તેના માહાસ્ય ઉપર આધારિત છે અને તેનું માહાત્મ તેના અદશ્ય શરીર ઉપર આધારિત છે એવો અન્યોન્યાશ્રય દોષ આવે છે; અને જો એમ માનવામાં આવે કે જીવના દુર્ભાગ્યથી ઈશ્વરનું શરીર દૃષ્ટિગોચર થઈ શકતું નથી તો તે પણ યોગ્ય નથી, કેમ કે ત્યાં પ્રશ્ન થાય છે કે ઈશ્વરનું શરીર જીવના દુર્ભાગ્યથી અદશ્ય છે કે વંધ્યાપુત્રની જેમ તદ્દન અસતું છે માટે અદશ્ય છે? આ સંબંધી કોઈ પણ નિર્ણય નહીં થવાથી આ પક્ષ પણ યુક્તિયુક્ત નથી જણાતો. વળી, ઈશ્વરનું શરીર બન્યું ક્યાં અને ક્યારે? ઈશ્વરે પહેલાં શરીર બનાવ્યું કે પહેલાં પોતે બન્યો? એ શરીરની ઉત્પત્તિ માટે માતા-પિતાની જરૂર પડી હશે કે નહીં? જો તે માતા-પિતાથી ઉત્પન્ન થયો હોય તો શું ઈશ્વરે પહેલાં માતા-પિતાને બનાવ્યાં કે માતા-પિતાએ ઈશ્વરને જન્મ આપ્યો? ઈશ્વરનું શરીર શેના ફળસ્વરૂપે છે? શરીર પુણ્યપાપનું ફળ હોય તો શું ઈશ્વરને પુણ્ય-પાપ છે? ઈશ્વરને પોતાનાં તો પુણ્ય-પાપ હોય નહીં અને ઈશ્વરનું શરીર એ જગતના જીવોનાં પુણ્ય-પાપનું ફળ પણ હોઈ શકે નહીં; અને શરીર પુણ્ય-પાપ વિના તો સંભવે નહીં એટલે શરીરવાળા ઈશ્વરમાં પુણ્ય-પાપ સ્વીકારવાં પડશે. જો ઈશ્વરને અશરીરી માનવામાં આવે તો દૃષ્ટાંત-દ્રાષ્ટાન્તિકમાં વિષમતા આવશે, કેમ કે દૃષ્ટાંતરૂપ ઘટાદિ કાર્ય શરીરથી બનાવેલાં દેખાય છે અને દ્રાષ્ટાન્તિકરૂપ જગતનું નિર્માણ અશરીરી એવા ઈશ્વરથી થાય છે. આ રીતે દૃષ્ટાંત-દ્રાષ્ટાન્તિક બનેમાં વિષમતા આવે છે. શરીર વગર તો ઈશ્વર જગતની રચના કરી ન શકે, કારણ કે કુંભાર પણ શરીર વગર ઘડો બનાવી શકતો નથી. જો ઈશ્વરને અશરીરી કહેવામાં આવે તો પ્રશ્ન થાય કે આટલી વિશાળ સૃષ્ટિ શરીર વિના તો તે રચી જ કેવી રીતે શકે? ઈશ્વરને શરીરરહિત માનવામાં આવે તો Page #802 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૬ ૭૬૯ ઈશ્વર કોઈ પણ કાર્ય કરવા માટે સમર્થ નહીં થાય. જેમ આકાશ અશરીરી હોવાથી કોઈ પણ કાર્ય કરવા સમર્થ નથી, તેમ અશરીરી ઈશ્વર પણ કાર્ય કરવા સમર્થ થઈ શકે નહીં. અશરીરી હોવાના કારણે આકાશ જેમ કોઈ પણ વસ્તુ બનાવી શકતું નથી, તેમ અશરીરી ઈશ્વરથી પણ કોઈ વસ્તુ બની શકશે નહીં. જેમ આકાશ અકર્તા છે, તેમ ઈશ્વર પણ અકર્તા ઠરશે. આમ, ઈશ્વરનું શરીર દેશ્ય પણ નથી અને અદેશ્ય પણ નથી અને તે શરીર વિના જગતની રચના કરી શકે તેમ પણ નથી. આ પ્રકારે સશરીર અને અશરીર એમ બન્ને પક્ષમાં કાર્યવ’ હેતુની ‘સકતૃત્વ' રૂપ સાધ્યની સાથે વ્યાપ્તિ ઘટી શકતી નથી. નૈયાયિકો ઈશ્વરને કર્મમુક્ત અને શરીરમુક્ત માને છે, પરંતુ જો એમ જ હોય તો શરીર વિનાનો ઈશ્વર આ સૃષ્ટિનું નિર્માણ કરી શકે નહીં. એ વાત ચોક્કસ છે કે ઈશ્વર જો જગતનું નિર્માણ કરતો હોય તો તેવું નિર્માણ કરવા માટે તેને શરીર તો હોવું જ જોઈએ. ઈશ્વરને જો જગતકર્તા માનવામાં આવે તો તેને શરીરવાળો માનવો જ પડે, કારણ કે શરીર વિના જગત જેવો મોટો સાવયવ પદાર્થ બની જ શકે નહીં. આ વિષે નૈયાયિકો એમ કહે છે કે સૃષ્ટિરચનારૂપ કાર્યમાં શરીરની કાંઈ જ જરૂર નથી; ઈશ્વરનાં જ્ઞાન, ચિકીષ (ઇચ્છા) અને પ્રયત્ન બસ છે. જગતકર્તાને જગતનું નિર્માણ કરવા માટે શરીરની જરૂર જ નથી, જગત બનાવવાની એની ઇચ્છા જ જગતનું નિર્માણ કરી દેવા સમર્થ છે. ઈશ્વરકતૃત્વવાદીઓની આ દલીલનો ઉત્તર એ છે કે ઇચ્છા તો અભિલાષારૂપ છે અને એવી અભિલાષા તો શરીરવાળા આત્માને જ ઘટી શકે. જ્યારે સકળ અભિલાષાઓનો નાશ થાય છે ત્યારે જ તો અશરીરીપણું પ્રાપ્ત થાય છે, એટલે અશરીરીને ઇચ્છા સંભવી શકતી નથી. ઇચ્છામાત્રથી જગતનિર્માણની વાત પણ ઉચિત નથી. આમ, ઈશ્વરને જગતસૃષ્ટા માનવાથી એને શરીરવાળો માનવો પડે અને શરીરવાળો માનવામાં આવે તો તે મર્યાદિત, સસીમ, અમુક્ત પુરુષ બની જાય છે. તેથી ઈશ્વર જગતનો કર્તા છે એ વાત ન્યાયયુક્ત નથી. (૨) ઈશ્વર એક છે તેનું નિરસન – ઈશ્વરના એકત્વપણા વિષે નૈયાયિકો એમ કહે છે કે જો ઘણા ઈશ્વર માનવામાં આવે તો તેઓ દ્વારા થતા જગતરૂપ એક કાર્યમાં મતિભેદની સંભાવના રહે અને તેથી કાર્યમાં એકરૂપતા થઈ શકે નહીં, માટે જગતકર્તા ઈશ્વર એક જ છે.' ઈશ્વર છે અને તે એક જ છે એમ સિદ્ધ કરવા તેઓ એવી દલીલ કરે છે કે અનેક ઈશ્વર માનવાથી તેમનામાં મત, હેતુ કે ઉદ્દેશો અંગે સંઘર્ષ ઊભો થાય, પરિણામે સંસારમાં સામંજસ્ય શક્ય ન બને, પરંતુ સંસારમાં સામંજસ્ય જોવા મળે છે; તેથી એમ સાબિત થાય છે કે ઈશ્વર એક જ છે. તેમની આ દલીલ બરાબર નથી, કારણ કે એવો કોઈ એકાંતે નિયમ નથી કે Page #803 -------------------------------------------------------------------------- ________________ ৩৩০ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન ઘણા પુરુષો દ્વારા થતાં કાર્યમાં વિરુદ્ધતા આવે. શું કીડીઓ એકસાથે મળી રાફડો નથી બનાવતી? શું એકથી વધુ શિલ્પકારો એકઠા મળી મહેલ નથી બનાવતા? શું મધમાખીઓ એકસાથે મળી મધપૂડો નથી બનાવતી? આચાર્યશ્રી મલ્લિષેણસૂરિજી ‘સ્યાવાદ મંજરી'માં કહે છે કે સેંકડો કીડીઓએ બનાવેલ રાફડો, અનેક શિલ્પીઓએ બનાવેલ એક મહેલ કે મંદિર, તેમજ અનેક મધમાખીઓએ બનાવેલ મધપૂડો આદિ કાર્યોમાં એકરૂપતાનો વિરોધ જણાતો નથી, અનેક દ્વારા થતાં કાર્યોમાં પણ વિરૂપતા આવતી નથી.' એક મધપૂડો બનાવવામાં સર્વ મધમાખીઓ એકમત થઈ મધપૂડો બનાવે છે તો નિર્વિકાર, નિરૂપાધિક એવા ઈશ્વરો એકમત કેમ ન થાય? શું ઈશ્વર મધમાખીઓથી પણ બુદ્ધિહીન છે કે જેથી તેઓ એકમત ન થઈ શકે? અહીં નૈયાયિકો એમ કહે છે કે ઘણી મધમાખીઓ ભેગી થઈ એક મધપૂડો બનાવે છે એ વાત સાચી છે, પરંતુ તે મધપૂડો પણ ઈશ્વરના વ્યાપારથી બને છે. રાફડા, પ્રાસાદ, મધપૂડા જેવાં કાર્યોના કર્તા ઈશ્વર જ છે. આનો સીધો ઉત્તર એમ છે કે જો રાફડા આદિના કર્તા પણ ઈશ્વર જ હોય તો કુંભાર, વણકર આદિની કોઈ જરૂર જ નથી, કેમ કે ઘટ-પટાદિ જેવાં કાર્યોનો કર્તા પણ ઈશ્વર જ સિદ્ધ થાય છે. ત્યારે તો ઘડો બનાવવો, ચોરી કરવી, મારવું ઇત્યાદિ સર્વ કામ ઈશ્વરના વ્યાપારથી બને છે એમ માનવું જોઈએ; અને તો પછી તે તે કાર્યોનાં પુણ્ય-પાપનું ફળ કોને મળશે? ઘટ-પટાદિ કાર્યોનો કર્તા કુંભાર, વણકર આદિ પ્રત્યક્ષ સિદ્ધ છે, તેથી તેનો અપલાપ કરવા યોગ્ય નથી એમ તેઓ કહે તો તેમને પૂછી શકાય કે કીડી આદિનો એવો ક્યો અપરાધ છે કે સતત પરિશ્રમથી સાધ્ય એવા રાફડા આદિ કાર્યોના કર્તા તરીકે તેનો અમલાપ કરવામાં આવે છે? કીડી આદિએ શું અપરાધ કર્યો છે કે તેને રાફડા આદિના તેના કર્તા ન કહેતાં તેના કર્તા તરીકે ઈશ્વરને સ્થાપવામાં આવે છે. વળી, અનેક ઈશ્વર માનવામાં આવે તો એક જગત બનાવવામાં વિવાદ થાય એવી તેમની દલીલ યોગ્ય નથી, કારણ કે તેમના મત અનુસાર ઈશ્વર સર્વજ્ઞ છે. જો ઈશ્વર સર્વજ્ઞ હોય તો સર્વ ઈશ્વરનું જ્ઞાન એકસરખું થયું અને તેથી જગત બનાવવામાં મતભેદનો પ્રશ્ન જ ઊઠતો નથી. વળી, ઈશ્વર પવિત્ર છે, તેથી તેમને ઝગડા સંભવતા નથી. જો તેઓ ઝગડા કરે તો તેમને ઈશ્વર કોણ કહેશે? માટે ઈશ્વરને અનેક માનવામાં કોઈ દૂષણ નથી. પરસ્પર પ્રતિભેદના ભયથી ઈશ્વરની એકત્વ કલ્પના, ભોજન આદિ ખર્ચના ભયથી કોઈ કૃપણ પુરુષ પોતાના સ્વજનોનો ત્યાગ કરીને જંગલમાં આશ્રય કરે ૧- જુઓ : આચાર્યશ્રી મલ્લિષણસૂરિજીકૃત, ‘સ્યાવાદ મંજરી', શ્લોક ૬ની ટીકા 'अनेककीटिकाशतनिष्पाद्यत्वेऽपि शक्रमनः, अनेकशिल्पिकल्पितत्वेऽपि प्रासादादीनां, नैकसरघानिर्वर्तितत्वेऽपि मधुच्छत्रादीनां चैकरूपताया अविगानेनोपलम्भात् ।' Page #804 -------------------------------------------------------------------------- ________________ ૭૭૧ ગાથા-૮૬ તેના જેવી છે. જેમ કૃપણ પુરુષ ખર્ચના ભયથી સ્વજનોનો ત્યાગ કરીને જંગલમાં વસે છે, તેમ મતિભેદના ભયથી ઈશ્વરને એક માનવામાં આવે છે. એક અને અદ્વિતીય એવા ઈશ્વરના અસ્તિત્વને નકારતાં જૈન દર્શન કહે છે કે અનાદિ કાળના કર્મનાં બંધનના યોગે જીવ અલ્પજ્ઞ છે. જ્ઞાનાવરણીય કર્મના કારણે એનું જ્ઞાન ઢંકાયેલું રહે છે. આ આવરણ દૂર થતાં જ તે અનંત જ્ઞાનનો અધિકારી બને છે, સર્વજ્ઞ બને છે; અને જે જે મહાપુરુષો આ કર્મબંધન તોડીને મોક્ષે ગયા છે તે બધા પણ સર્વજ્ઞ હતા અને છે. કર્મબંધન દર થતાં જીવ પોતાની સ્વાભાવિક જ્ઞાનદશા પ્રાપ્ત કરે છે, અર્થાત્ જીવનું બંધન અને મર્યાદિત જ્ઞાન એટલું પુરવાર કરે છે કે જીવોની મુક્તિ અને સર્વજ્ઞતા સંભવિત છે. જીવોની સંખ્યા અનંત છે. પ્રત્યેક સંસારી જીવ કર્મબદ્ધ અને અલ્પજ્ઞ છે. જે ઘડીએ બંધદશા અને અલ્પજ્ઞતામાંથી તે છૂટે છે, તે જ પળે તે મુક્ત અને સર્વજ્ઞ બને છે. આમ, એક જ આત્મા સર્વથા મુક્ત - સર્વજ્ઞ છે એમ નહીં, પણ જે જે મુક્ત થયા છે અને થાય છે તે સર્વ ઈશ્વર છે; તેમજ પ્રત્યેક જીવ મુક્તિ અને સર્વજ્ઞત્વનો અધિકારી છે એ સિદ્ધાંત જ યુક્તિયુક્ત છે. આમ, જૈન દર્શન ઈશ્વર જેવી કોઈ એક વ્યક્તિવિશેષને નથી માનતું, પરંતુ તે ઈશ્વરના સમગ્ર ગુણો જીવમાત્રમાં સ્વભાવથી સ્વીકારે છે. જૈન દર્શન કહે છે કે જીવમાત્ર સ્વભાવથી ઈશ્વર છે. પ્રત્યેક જીવમાં ઈશ્વરપણાની શક્તિ છે. ભલે તે અત્યારે આવરણથી ઢંકાયેલી છે, પણ જો જીવ યોગ્ય દિશામાં યથાર્થ પ્રયત્ન કરે તો તે પોતામાં રહેલી ઈશ્વરીય શક્તિને પૂર્ણપણે વિકસાવી ઈશ્વર બની શકે છે. જે જે જીવાત્મા કર્મવાસનાઓથી પૂર્ણપણે મુક્ત થયા છે તે બધા જ સમાનભાવે ઈશ્વર છે. પ્રત્યેક જીવાત્મા કે જે મુક્ત છે તે ઈશ્વર જ છે. આત્માની સહજ શક્તિઓ જેમનામાં પૂર્ણપણે આવિર્ભાવ પામી હોય એવા પ્રત્યેક જીવને જૈન દર્શન ઈશ્વર ગણે છે. તેના મત મુજબ ઈશ્વર શબ્દ એ આત્માની પૂર્ણતમ પર્યાય સૂચવે છે. રાગાદિ દોષને ટાળનારા અને લોકના ઉદ્ધારક એવા શ્રી ઋષભદેવ ભગવાન વગેરે જે જે મહાપુરુષો થઈ ગયા તે સર્વ ઈશ્વર છે. માટે ઈશ્વર એક નથી, અનંત છે. કોઈ એક અનાદિસિદ્ધ ઈશ્વર નથી. કોઈ એક જ વ્યક્તિ અનાદિ કાળથી ઈશ્વર બની રહે અને બીજા કોઈ ઈશ્વર બની જ ન શકે એ વાત ન્યાયયુક્ત નથી. (૩) ઈશ્વર સર્વવ્યાપી છે તેનું નિરસન – ઈશ્વરના સર્વગતપણા વિષે નૈયાયિકો એમ કહે છે કે “ઈશ્વરનું સર્વ ઠેકાણે રહેવાપણું હોવાથી તે સર્વવ્યાપી છે.' આ પ્રતિપાદન વિષે પ્રશ્ન કરી શકાય કે ઈશ્વર શરીરની અપેક્ષાએ સર્વવ્યાપી છે કે જ્ઞાનની અપેક્ષાએ? શરીરની અપેક્ષાએ સર્વવ્યાપી હોય તો ઈશ્વરનું જ શરીર ત્રણે જગતમાં વ્યાપ્ત થવાથી નિર્માણ કરવા યોગ્ય સર્વ પદાર્થોને રહેવા માટે કોઈ સ્થાન જ રહે નહીં. સર્વ જગ્યાએ Page #805 -------------------------------------------------------------------------- ________________ ૭૭૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ઈશ્વરનું શરીર સમાઈ જાય, તો બીજા પદાર્થોને રહેવા માટે જગ્યા જ ન મળે. વળી, ઈશ્વરને શરીરની અપેક્ષાએ સર્વવ્યાપી માનવામાં આવે તો અશુચિ પદાર્થોમાં અને અંધકારથી વ્યાપ્ત એવા નરક આદિ સ્થાનોમાં પણ ઈશ્વર રહે છે એમ માનવું પડે, જે ઈશ્વરકર્તુત્વવાદીઓને ક્યારે પણ ગમશે નહીં; માટે ઈશ્વર શરીરની અપેક્ષાએ સર્વવ્યાપી ઠરતો નથી. જ્ઞાનની અપેક્ષાએ ઈશ્વર ત્રણે જગતમાં વ્યાપીને રહ્યો છે એમ માનવામાં ઉપર્યુક્ત દોષ આવતો નથી, પણ તેમ સ્વીકારતાં ઈશ્વરકર્તુત્વવાદીઓએ પ્રમાણરૂપે ગ્રહણ કરેલા વેદો સાથે વિરોધ આવે છે, કારણ કે વેદોમાં ઈશ્વરનાં સર્વ સ્થળે મુખ, સર્વતઃ હાથ, સર્વતઃ પગ ઇત્યાદિ શરીરની અપેક્ષાએ સર્વવ્યાપીપણું સિદ્ધ કરવામાં આવ્યું છે. અહીં નૈયાયિકો જૈનોને કહે છે કે તમારા મતમાં પણ ભગવાન જિનેશ્વરદેવ જ્ઞાનસ્વરૂપે ત્રણે જગતમાં વ્યાપીને રહ્યા છે, તો તે પરમાત્માને પણ અશુચિ પદાર્થોના રસાસ્વાદનું જ્ઞાન અને નરક આદિનાં દુઃખનું વદન હોવાથી તેમને પણ સુખ-દુઃખનો અનુભવ થશે, માટે અનિષ્ટની આપત્તિ તો બન્નેને સમાન જ છે. જૈનો આ આક્ષેપનો રદિયો આપતાં કહે છે કે ઈશ્વરના જ્ઞાનમાં સઘળા પદાર્થોને જાણવાની અચિંત્ય શક્તિ રહેલી છે, તેથી જ્ઞાનની અપેક્ષાએ ઈશ્વર સર્વવ્યાપી છે. જેમ કોઈ મનુષ્યની તીક્ષ્ણ બુદ્ધિને જોઈને કોઈ કહે કે “આ પુરુષની બુદ્ધિ સર્વ શાસ્ત્રોમાં પ્રસરેલી છે, તેમ ઈશ્વરનું અચિંત્ય જ્ઞાન ફક્ત એક જ સમયમાં સમસ્ત જગતને, હાથમાં રહેલા આમળાની જેમ જાણે છે, તેથી જ્ઞાન અપેક્ષાએ ઈશ્વર સર્વવ્યાપી છે. જૈન માન્યતા અનુસાર જિનેશ્વરદેવ જ્ઞાનસ્વરૂપે ત્રણે જગતમાં વ્યાપીને રહ્યા હોવા છતાં તે પરમાત્મા નથી અશુચિ પદાર્થોનો રસાસ્વાદ લેતા કે નથી તેમને નરક આદિનાં દુઃખનું વેદન થતું, કારણ કે જૈનો જ્ઞાનને અપ્રાપ્યકારી માને છે. તેમની માન્યતા અનુસાર જ્ઞાન પ્રાપ્યકારી નથી, અર્થાત્ પદાર્થ પાસે જઈને પદાર્થને નથી જાણતું પણ પોતામાં રહીને જ પદાર્થને જાણે છે; કેમ કે જ્ઞાન એ આત્માનો ધર્મ છે, તેથી તે આત્મદ્રવ્યને છોડીને કશે પણ બહાર જતું નથી. ધર્મનો ત્યાગ કરીને ધર્મ કોઈ બીજા સ્થળે જઈ શકતો નથી. જો જ્ઞાન ગુણ આત્મારૂપી ગુણીનો ત્યાગ કરી બહાર ચાલ્યો જાય તો ચૈતન્યસ્વરૂપ આત્મદ્રવ્ય અચેતન બની જાય; પરંતુ આવું તો ત્રણે કાળમાં બને નહીં, તેથી જ્ઞાન આત્મામાં રહીને જ પદાર્થોને જાણે છે, શેય પદાર્થો પાસે જઈને નહીં. જ્ઞાન ગુણ આત્મામાં રહીને દૂર રહેલા પદાર્થોને પણ જાણી શકે છે. આત્મામાં રહેલા જ્ઞાનમાં તેવા પ્રકારની અચિંત્ય શક્તિ હોય છે. જેમ લોહચુંબકમાં રહેલી આકર્ષણશક્તિ તે ચુંબકમાં રહીને જ ભિન્ન ક્ષેત્રમાં રહેલા લોહને આકર્ષે છે, તેમ આત્મામાં રહેલી અચિંત્ય જ્ઞાનશક્તિ લોકના છેડે રહેલા પદાર્થોને પણ સમ્યક્ પ્રકારે જાણે છે. વળી, પદાર્થના જ્ઞાનમાત્રથી જ રસનો અનુભવ નથી થતો, પરંતુ તે તે વસ્તુની પ્રાપ્તિથી Page #806 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૬ ૭૭૩ વસ્તુનો અનુભવ થાય છે. જો તેમ ન હોય તો માળા, ચંદન, સ્ત્રી, જલેબી આદિ પદાર્થના જ્ઞાનમાત્રથી જ તૃપ્તિ થવી જોઈએ! અને તેમ થવાથી તે તે વસ્તુની પ્રાપ્તિ માટેના સર્વ પ્રયત્નો નિષ્પ્રયોજન કહેવા પડશે. ઈશ્વરનું સર્વવ્યાપીપણું સિદ્ધ કરવા માટે નૈયાયિકો એવો હેતુ આપે છે કે ‘ઈશ્વર સર્વવ્યાપી ન હોય અને નિયત દેશમાં રહેલો હોય તો અનિયત દેશમાં રહેલા ત્રણ જગતના પદાર્થોને યથાસ્વરૂપ બનાવી શકે નહીં.' આ પ્રતિપાદન વિષે પ્રશ્ન થાય છે કે ઈશ્વર મજૂર આદિની જેમ સાક્ષાત્ શરીરના વ્યાપારથી જગતની રચના કરે છે કે સંકલ્પ(ઇચ્છા)માત્રથી? જો એમ માનવામાં આવે કે જેમ કડિયો મકાન ચણવા માટે ચૂનો-પથ્થર વગેરે સામગ્રી એકઠી કરી મકાન ચણે છે, તેમ ઈશ્વર પણ જરૂરી સામગ્રી એકઠી કરીને સૃષ્ટિની રચના કરે છે; તો એ સામગ્રી જ્યાંથી લાવી તે ઠેકાણું કર્યું? કોઈ કડિયો મકાન બનાવતો હોય તો ઈંટ, ચૂનો, લાકડાં વગેરે સામગ્રી ભેગી કરે; મકાનનો નમૂનો તૈયા૨ ક૨ે અને ત્યારપછી મકાન બનાવે. જો ઈશ્વરે એ પ્રમાણે સૃષ્ટિ બનાવવાનું કાર્ય કર્યું હોય તો સૃષ્ટિ બનાવવાની સામગ્રી ઈશ્વરે ક્યાંથી ભેગી કરી? પૃથ્વી બનાવતાં પહેલાં માત્ર ઈશ્વરનું જ અસ્તિત્વ હતું તો આ સામગ્રી આવી ક્યાંથી? સૃષ્ટિનો નમૂનો શા પ્રમાણે બનાવ્યો? સૃષ્ટિ બનાવી તે પ્રથમની સૃષ્ટિઓ હતી તેના જેવી બનાવી કે સાવ નવી જ બનાવી? ક્યાં બેસીને ઈશ્વરે આ જગત રચ્યું? એક ઈશ્વરે જ આટલી બધી રચના બનાવી હોય તો તે આગળ-પાછળ બનાવી હશે કે પોતાના શરીરના ઘણા હસ્તાદિ કરીને બનાવી હશે? આ પ્રમાણે અનેક પ્રશ્નોની ઝડી વરસતી જશે અને તેનો કોઈ યથાર્થ ઉકેલ નૈયાયિકો આપી શકશે નહીં. જો ઈશ્વરે સાક્ષાત્ શરીર વડે સૃષ્ટિનું નિર્માણ કર્યું હોય તો એક જ પૃથ્વી અથવા પર્વત આદિને જ બનાવવામાં ઘણો સમય લાગવાથી, બીજા પદાર્થોની રચના ઘણા સમયે પણ પૂરી કરી શકે નહીં. વર્તમાન જગતમાં દર મિનિટે કેટલાં બધાં બાળકો જન્મે છે, તો તે બધાંને બનાવવામાં ઈશ્વર કેવી રીતે પહોંચી વળે છે? અને જો એમ કહેવામાં આવે કે ઈશ્વર સંકલ્પમાત્રથી જ સૃષ્ટિની રચના કરે છે તો તો તે એક સ્થાનમાં રહીને પણ જગતને બનાવી શકે. આમ, ઈશ્વર સર્વવ્યાપી છે એ વાત ન્યાયયુક્ત નથી. (૪) ઈશ્વર સ્વતંત્ર છે તેનું નિરસન ઈશ્વરની સ્વતંત્રતાના પ્રતિપાદન સંબંધી પ્રશ્ન થાય કે જો ઈશ્વર સ્વતંત્રપણે જગતની રચના કરતો હોય તો ઈશ્વર પરમ દયાળુ હોવા છતાં સુખી-દુઃખી જગતને શા માટે બનાવે? તે કેટલાક જીવોને સુખી અને કેટલાક જીવોને દુ:ખી શા માટે બનાવે? એકાંતે સુખથી પરિપૂર્ણ એવા જગતને શા માટે ન બનાવે? અર્થાત્ પરમ કરુણાવંત હોવાથી ઈશ્વરે તો એકાંત સુખી જગત બનાવવું Page #807 -------------------------------------------------------------------------- ________________ ७७४ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જોઈએ. વળી, જો તે કેટલાક જીવોને સુખી અને કેટલાક જીવોને દુઃખી બનાવતો હોય તો તેને પક્ષપાતી માનવો પડે, કારણ કે તે કેટલાક જીવો પ્રત્યે ક્રૂરતા દાખવે છે. જો એમ કહેવામાં આવે કે પોતાનાં કર્મોના પરિપાક અનુસાર જીવો સુખ-દુઃખ પામે છે, તો તો ઈશ્વરની સ્વતંત્રતાનો લોપ થઈ જાય. જીવનાં શુભાશુભ કર્મ અનુસાર જીવ સુખી-દુઃખી થતો હોય તો ઈશ્વર સ્વતંત્ર, સ્વાધીન ઠરતો નથી, કેમ કે ઈશ્વરને આધીન કાંઈ પણ રહે નહીં. જીવનાં જેવાં કર્મ હોય તેવું ફળ તેને મળે છે. આચાર્યશ્રી નરેન્દ્રસેનજી (સિદ્ધાંતસારસંહ'માં કહે છે કે જો ઈશ્વર સ્વતંત્ર રહીને જગતની રચના કરતો હોય તો તે દુઃખી લોકોને કેમ ઉત્પન્ન કરતો હશે? દુ:ખીઓને ઉત્પન્ન કરવાથી, દુઃખ આપવાની ક્રિયાથી ઈશ્વરને મહાપાપનો બંધ થતો હશે. જો એમ કહેવામાં આવે કે ઈશ્વર બીજા દ્વારા પ્રેરાઈને જગતનિર્માણનું કાર્ય કરે છે તો ઈશ્વરનું સ્વાતંત્ર્ય નષ્ટ થાય છે. જો ઈશ્વર આશાવશ થઈને જગત બનાવતો હોય તો તે હીનતાનો ભોગી થાય છે, કારણ કે આશાવશતા હોય તો હીનતા અવશ્ય હોય છે.' જો ઈશ્વર જીવોનાં પુણ્ય-પાપની અપેક્ષાએ જ સૃષ્ટિની રચના કરતો હોય તો શુભાશુભ કર્મોને ઈશ્વર નિર્માણ કરતો નથી તે સિદ્ધ થાય છે, કારણ કે જે જેની અપેક્ષા રાખે તેને બનાવનાર તે ન હોય. જેમ કુંભાર ઘટ બનાવવામાં દંડની અપેક્ષા રાખે છે, તેથી તે દંડને બનાવનાર નથી; તેમ ઈશ્વર પણ જગતને બનાવવા માટે જીવોનાં શુભાશુભ કર્મની અપેક્ષા રાખતો હોય તો ઈશ્વર કર્મોને બનાવનાર નથી એમ સિદ્ધ થાય છે. આ પ્રકારે કર્મની સમર્થતા સિદ્ધ થવાથી જગતની વિચિત્રતાના કારણરૂપ કર્મ જ સમર્થ છે, નહીં કે ઈશ્વર. આમ, ઈશ્વરની સ્વતંત્રતા ન્યાયયુક્ત નથી. (૫) ઈશ્વર નિત્ય છે તેનું નિરસન – ઈશ્વર નિત્ય છે તે પ્રતિપાદન પણ અયુક્ત છે, કારણ કે જો ઈશ્વરને નિત્ય માનવામાં આવે તો એમ પ્રશ્ન થઈ શકે કે ઈશ્વર નિત્ય એકસ્વરૂપ હોવાના કારણે તે સૃષ્ટિની રચના સર્જનસ્વભાવ(રચના કરવાવાળા સ્વભાવ)થી કરે છે કે તેનાથી ભિન્ન સ્વભાવથી? જો તે સર્જનસ્વભાવથી જગત બનાવતો હોય તો કોઈ પણ કાળે રચના કરવાથી વિરામ પામશે નહીં. તે નિત્ય નવું નવું જગત બનાવ્યા જ કરશે, કારણ કે જગતકર્તા ઈશ્વર નિત્ય હોવાથી જગતને રચવાનો તેનો સ્વભાવ પણ નિત્ય છે. જો તે જગતની રચનાથી વિરામ પામે તો તેના સ્વભાવની હાનિ થાય, તેથી ૧- જુઓ : આચાર્યશ્રી નરેન્દ્રસેનજીકૃત, સિદ્ધાંતસારસંહ', અધ્યાય ૪, શ્લોક ૧૪૭, ૧૪૮ સ્વતઃ હરીતિ દિશં તુ વિનઃ ફ્રિ રોચસૌ | तत्कार्ये प्रत्यवायः स्यात्तक्रियाजनितो महान् ।। अन्येनास्य प्रयुक्तत्वे स्वातन्त्र्यं तस्य हीयते । आशावशाच्च हीनत्वं तस्य स्यादुर्निवारतः ।।' Page #808 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૬ ૭૭૫ સર્જનક્રિયાનો અંત નહીં થવાથી એક પણ કાર્યની સંપૂર્ણતયા રચના થઈ શકશે નહીં! જેમ ઘટમાં તેની ઉત્પત્તિક્ષણથી આરંભીને સમાપ્તિ પર્વત, જ્યાં સુધી સંપૂર્ણ ઘટ તૈયાર ન થયો હોય ત્યાં સુધી તેમાં જળને લાવવું, ધારણ કરવું ઇત્યાદિ અર્થક્રિયાઓ નહીં થવાથી, તેમાં ઘટ શબ્દનો વ્યવહાર થતો નથી; તેમ ઈશ્વર નિત્ય હોવાના કારણે તેનો સ્વભાવ પણ નિત્ય હોવાથી ઈશ્વર નિરંતર જગતને બનાવ્યા જ કરશે અને તેથી કદાપિ તેનો અંત નહીં આવે તેમજ તે સર્જનક્રિયાનો વિરામ ન થવાથી કોઈ પણ કાર્યની સમાપ્તિ નહીં થાય; અને જ્યાં સુધી કોઈ પણ કાર્યની સમાપ્તિ નહીં થાય ત્યાં સુધી ઈશ્વર જગતનો નિયતા છે તેમ પણ નહીં કહી શકાય. જો એમ કહેવામાં આવે કે જગતને બનાવવાનો સ્વભાવ ઈશ્વરમાં નથી, તો તો કોઈ સમયે ઈશ્વર જગતને રચી નહીં શકે. જો ઈશ્વરનો જગતની રચના કરવાનો સ્વભાવ ન હોય તો આકાશની જેમ તે ક્યારે પણ જગતને બનાવી શકશે નહીં. આકાશનો સ્વભાવ જગતની રચના કરવાનો નહીં હોવાથી તે જેમ જગતને બનાવી શકતું નથી, તેમ ઈશ્વરનો પણ જગતકતૃત્વ સ્વભાવ નહીં હોવાના કારણે તે ક્યારે પણ જગતનું ઉત્પાદન કરી શકશે નહીં. વળી, જો ઈશ્વરનું એકાંત નિત્યપણું માનવામાં આવે તો તે સૃષ્ટિના સર્જનની જેમ તેનો સંહાર પણ કરી શકે નહીં, કેમ કે ઈશ્વર જો સર્જન અને સંહાર આદિ ભિન્ન ભિન્ન કાર્યો કરતો હોય તો સ્વભાવભેદ થવાથી ઈશ્વરમાં અનિત્યતા માનવી પડે. અહીં પ્રશ્ન થાય છે કે ઈશ્વર જે સ્વભાવ વડે સૃષ્ટિની રચના કરે છે, તે જ સ્વભાવ વડે સંહાર કરે છે કે તેનાથી ભિન્ન સ્વભાવ વડે? જો તે સર્જનસ્વભાવથી જ સંહાર કરે તો સર્જન અને સંહાર એ બન્નેનું એકપણું થઈ જશે, કારણ કે સર્જન અને સંહારરૂપ ઉભયકાર્યના કર્તા એવા ઈશ્વરનો સ્વભાવ એક માન્યો. એક સ્વભાવવાળા કારણથી ભિન્ન ભિન્ન કાર્યોની ઉત્પત્તિ થઈ શકતી નથી. જો તે સર્જન કરવાના સ્વભાવથી નહીં, પરંતુ તેનાથી ભિન્ન સ્વભાવ વડે સંહાર કરે છે એમ માનવામાં આવે તો સ્વભાવભેદ થઈ જાય. સ્વભાવભેદ એ અનિત્યતાનું લક્ષણ છે, તેથી ઈશ્વરમાં અનિત્યપણું આવશે. જેમ આહારનાં પરમાણુથી યુક્ત પાર્થિવ શરીરમાં નિરંતર નવી નવી પર્યાયોની ઉત્પત્તિ થવાના કારણે તેમાં સ્વભાવભેદ થવાથી પાર્થિવ શરીર અનિત્ય છે, તેમ ઈશ્વરમાં પણ સ્વભાવભેદ થવાથી અનિત્યપણું ઠરશે. સર્જન અને સંહાર બને ભિન્ન સ્વભાવથી થાય છે તે તો નૈયાયિકો માને છે, કેમ કે તેમના અભિપ્રાય મુજબ રજો ગુણ વડે ઈશ્વર સૃષ્ટિની રચના કરે છે, તમો ગુણ વડે સંહાર અને સત્ત્વ ગુણ વડે સ્થિતિ (પાલન) કરે છે. પરંતુ ભિન્ન ભિન્ન સ્વભાવરૂપ અવસ્થાના ભેદથી અવસ્થાવાનનો પણ ભેદ થાય છે, તેથી ઈશ્વરમાં ભિન્ન ભિન્ન Page #809 -------------------------------------------------------------------------- ________________ ७७६ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન સ્વભાવ હોવાથી એકાંત નિત્યપણું ઘટી શકતું નથી. જો ઈશ્વર નિત્ય હોય તો તે જગતને બનાવવા માટે નિરંતર પ્રયત્ન શા માટે ન કરે? જો એમ કહેવામાં આવે કે જ્યારે ઈશ્વરને જગત બનાવવાની ઇચ્છા થાય છે ત્યારે જ તે જગતને બનાવે છે તો એ કથન પણ યોગ્ય નથી, કેમ કે ઈશ્વરની ઇચ્છા ઈશ્વરને આધીન જ હોય, તેથી ઈશ્વરને સદાકાળ જગતને બનાવવાની ઇચ્છા શા માટે ન હોય? આ પ્રકારે અવિરામ જગતને બનાવવારૂપ પૂર્વોક્ત દોષ આવશે. વળી, નૈયાયિકો ઈશ્વરમાં બુદ્ધિ, ઇચ્છા, પ્રયત્ન, સંખ્યા, પરિમાણ, પૃથકત્વ, સંયોગ અને વિભાગ એ આઠ ગુણ માને છે, તેથી ભિન્ન ભિન્ન કાર્યો જોતાં અનુમાન થાય છે કે ઈશ્વરની ઇચ્છાઓ પણ ભિન્ન ભિન્ન પ્રકારની હોવી જોઈએ. આ રીતે ઈશ્વરમાં ઇચ્છાઓનું વિષમપણું હોવાથી ઈશ્વરમાં અનિત્યતાનું નિવારણ કઈ રીતે થઈ શકે? અર્થાત્ ઇચ્છાઓની ભિન્નતાથી ઈશ્વરમાં અનિત્યપણું પ્રાપ્ત થાય છે. ઈશ્વરની સૃષ્ટિના સર્જન તથા સંહારરૂપ ભિન્ન ભિન્ન ઇચ્છાઓ સંબંધી વિચાર કરતાં એમ પ્રશ્ન થાય કે જો સૃષ્ટિ પોતાને અનિષ્ટ છે તો ઈશ્વરે તેને ઉત્પન શા માટે કરી? તથા જો ઇષ્ટ છે તો તેનો નાશ શા માટે કરે છે? પહેલાં ઇષ્ટ લાગી ત્યારે ઉત્પન્ન કરી અને પાછળથી અનિષ્ટ લાગતાં તેનો નાશ કર્યો એમ માનવામાં આવે તો ત્યાં પરમેશ્વરનો સ્વભાવ અન્યથા થયો કે સૃષ્ટિનું સ્વરૂપ અન્યથા થયું? જો પ્રથમ પક્ષ ગ્રહણ કરવામાં આવે તો ઈશ્વરનો સ્વભાવ એક ન કરે. તો ફરી પ્રશ્ન થાય કે એક સ્વભાવ ન રહેવાનું કારણ શું? ઈશ્વરનો સ્વભાવ પોતાની બનાવેલી સૃષ્ટિનો નાશ કરવાનો થયો તો કયા કારણથી તેમ થયું? વિના કારણે સ્વભાવનું પલટાવું હોઈ શકે? જો બીજો પક્ષ ગ્રહણ કરવામાં આવે તો પ્રશ્ન થાય કે જો સૃષ્ટિ ઈશ્વરને આધીન હોય તો તેણે પોતે સૃષ્ટિને એવી શા માટે થવા દીધી કે તે પોતાને અનિષ્ટ લાગે? પોતાની બનાવેલી સૃષ્ટિ પ્રથમ સારી હતી અને પાછળથી ખરાબ થઈ એમ કહેવામાં આવે તો પ્રશ્ન થાય કે પાછળથી સૃષ્ટિ ખરાબ થાય અને તેનો નાશ કરવો પડે એવું ઈશ્વરે થવા જ શા માટે દીધું? આ પ્રમાણે વિચારી જોતાં ઈશ્વર જગતકર્તા, એક, સર્વવ્યાપી, સ્વતંત્ર અને નિત્ય સિદ્ધ થતો નથી. જેમ જેમ તે મુદ્દાઓ ઉપર વિચાર કરવામાં આવે છે, તેમ તેમ તેમાં રહેલી વિસંગતિઓ સ્પષ્ટ થતી જાય છે. તેઓ ઈશ્વરને જગતકર્તા, એક, સર્વવ્યાપી, સ્વતંત્ર અને નિત્ય સિદ્ધ કરવા માટે જે દલીલો કરે છે તે ન્યાયયુક્ત સિદ્ધ થતી નથી. ઈશ્વર સૃષ્ટિને ઉત્પન્ન કરનાર નથી, તેમ ઈશ્વર કોઈના કર્મને સર્જતો પણ નથી અને તેનાં કર્મોનાં ફળ પણ આપતો નથી. ન તો સર્વપ્રથમ આ જગતયંત્રને ચલાવવા માટે કોઈ ચાલકની આવશ્યકતા છે, ન જીવોનાં પુણ્ય-પાપના હિસાબ રાખનારા કોઈ Page #810 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૬ મહામુનીમની અને ન સારાં-ખરાબ કર્મોનું ફળ આપનારા તથા સ્વર્ગ કે નરકમાં મોકલનારા કોઈ મહાપ્રભુની. જે વ્યક્તિ દારૂ પીશે તેને તેનો નશો આપોઆપ ચડશે જ. જે કરશે તે ભોગવશે, જે વાવશે તે લણશે - આ એક સ્વાભાવિક વ્યવસ્થા છે. એક ઈશ્વર સંસારના પ્રત્યેક અણુ-પરમાણુની ક્રિયાનો સંચાલક બને અને પ્રત્યેક જીવનાં સારા-ખરાબ કાર્યોનો પણ સ્વયં તે જ પ્રેરક હોય અને પછી તે જ સંસારી જીવોનાં સારાં-ખરાબ કર્મોનો ન્યાય કરીને તેમને સુગતિ અને દુર્ગતિમાં મોકલે, તેમને સુખ-દુઃખ ભોગવવા માટે વિવશ કરે એ કેવી ક્રીડા છે! દુરાચારીને પ્રેરણા પણ તે જ આપે અને દંડ પણ તે જ આપે! એ કેવું અંધેર છે કે ઈશ્વર હત્યા કરવાવાળાને હત્યા કરવા માટે પ્રેરણા આપે છે અને જ્યારે હત્યા થઈ જાય છે તો તેને જ હત્યારો ઠરાવીને દંડ પણ આપે છે! તેની આ કેવી વિચિત્ર લીલા છે! જ્યારે વ્યક્તિ પોતાના કાર્યમાં સ્વતંત્ર જ નથી, ત્યારે તેને હત્યાનો કર્તા કેવી રીતે કહી શકાય? તેથી આ ભૂલભુલામણીના ચક્કરમાંથી નીકળીને વસ્તુસ્વરૂપનો યથાર્થ નિર્ણય કરવો ઘટે છે કે પ્રત્યેક જીવ પોતાનાં કાર્યોનો સ્વયં પ્રભુ છે, સ્વયં કર્તા છે અને સ્વયં ભોક્તા છે. ઈશ્વર સૃષ્ટિનું નિયમન નથી કરતો. તે સૃષ્ટિનો નિયંતા પણ નથી. જો કોઈ નિયંતા હોય, સર્વશક્તિમાન હોય તો સૃષ્ટિ આ પ્રકારની ન હોત. જો સૃષ્ટિનો નિયંતા સર્વશક્તિમાન ઈશ્વર હોય તો તેની વ્યવસ્થા આટલી ત્રુટિપૂર્ણ ન હોત. આ ત્રુટિપૂર્ણ વ્યવસ્થાવાળી સૃષ્ટિને માટે જો ઈશ્વરને નિયંતા માનવામાં આવે અને સાથે સાથે તેને સર્વશક્તિમાન પણ માનવામાં આવે તો બન્નેમાં અંતર્વિરોધ ઉપસ્થિત થાય છે. તેથી ઈશ્વર જગતનો નિયંતા નથી. સૃષ્ટિ નિયમ અનુસાર ચાલે છે, નિયંતા દ્વારા નહીં. જગતમાં સર્વત્ર નિયમ દેખાય છે. ચેતન-અચેતનરૂપ સમગ્ર જગત નિયમથી સંચાલિત છે. નિયમો પ્રમાણે જગત ચાલે છે. નિયમ એ આ જગતનો પ્રવર્તક છે, તેથી જગતના નિયંતા એવા ઈશ્વરની કોઈ આવશ્યકતા નથી. કોઈ નિયંત્રક, વ્યવસ્થાપક, સુયોજક, નિર્દેશક એવા કોઈ ઈશ્વરની આવશ્યકતા નથી. જૈન દર્શને જગતને અનાદિ માન્યું છે, તેથી જગતકર્તારૂપે ઈશ્વરને માનવાની કોઈ આવશ્યકતા તેને પ્રતીત થઈ નથી. જગતની ઉત્પત્તિ તથા પ્રલયનો ક્રમ તેને માન્ય નથી, તેથી તેના મત પ્રમાણે એવો કોઈ ઈશ્વર છે નહીં કે જે આ જગતની રચના કરતો હોય અથવા જે આ જગતનો પ્રલય કરતો હોય. જગતનું સંચાલન ઈશ્વર દ્વારા થાય છે એમ તે સ્વીકારતું નથી. જૈન દર્શન ઈશ્વરને સૃષ્ટિના અધિષ્ઠાતા તરીકે નથી સ્વીકારતું, કેમ કે એની માન્યતા મુજબ જગત અનાદિ-અનંત હોવાથી એ ક્યારે પણ ઉત્પન્ન થયું નથી તથા એ પોતે જ સ્વભાવથી પરિણમનશીલ હોવાથી એને ઈશ્વરના અધિષ્ઠાનની અપેક્ષા નથી. Page #811 -------------------------------------------------------------------------- ________________ ૭૭૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન જૈન દર્શન અનુસાર જગત સ્વતઃસિદ્ધ છે. સંસારના પદાર્થોની ઉત્પત્તિ પુદ્ગલના સંયોગાદિ દ્વારા થાય છે. તેને ઉત્પન્ન થવા માટે પોતાનાં જ કારણો હોય છે. તેનું અસ્તિત્વ ઈશ્વરના કારણે નથી. ઋતુઓનું પરિવર્તન, રાત-દિવસનો વિભાગ, નદીનાળાં, પહાડ આદિનાં વિવર્તન વગેરે સર્વ પુદ્ગલદ્રવ્યોના સંયોગ, વિભાગ, સંશ્લેષ, વિશ્લેષ આદિના કારણે સ્વયં થતાં રહે છે. તદ્દન સ્વચ્છ આકાશમાં એકાએક વાદળોના છવાઈ જવામાં, તદ્દન શાંત વાતાવરણમાં એકાએક વાવંટોળરૂપે વાયુના વ્યાપી જવામાં અને પછી થોડી જ વારમાં એ બધું વીખરાઈ જવામાં કોઈ ઈશ્વર કારણરૂપ નથી; કિંતુ પુદ્ગલપરમાણુના સ્નિગ્ધ-રુક્ષ સ્પર્શોના આધારે થતા સ્વાભાવિક સંયોગો અને વિયોગો કારણરૂપ છે. પરમાણુઓના સંયોજનમાં કે કંધોના વિઘટનમાં ઈશ્વરકર્તુત્વને કોઈ સ્થાન નથી. એ સંયોજન અને વિઘટન કેવી રીતે થાય છે એ પ્રશ્ન ઉપર જૈન શાસ્ત્રોમાં સૂક્ષ્મ વિચારણા કરવામાં આવી છે. જૈન દર્શનકારોએ સ્કંધનિર્માણની ખૂબ જ સમુચિત રાસાયણિક વ્યવસ્થા દર્શાવી છે. દશ્ય જગત અનંત પુદ્ગલપરમાણુઓના બનેલા સ્કંધોનું પરિણામ છે. દરેક સ્કંધની અંતર્ગત રહેલાં પરમાણુઓમાં એટલો પ્રભાવક રાસાયણિક સંબંધ છે કે સર્વનું પોતાનું સ્વતંત્ર પરિણમન થતું હોવા છતાં પણ તેનાં પરિણમનોમાં એટલું સાદૃશ્ય હોય છે કે જાણે તેની પૃથક્ સત્તા જ ન હોય એમ લાગે છે. પર્વત આદિ મહાત્કંધ સામાન્યતયા પૂળ દૃષ્ટિથી એકરૂપે દેખાય છે, પણ તે છે અનંત પુદ્ગલપરમાણુઓના વિશિષ્ટ સંબંધને પ્રાપ્ત થયેલો પિંડ જ. જ્યારે પરમાણુ કોઈ સ્કંધમાં ભળે છે, ત્યારે પણ તેનું વ્યક્તિશઃ પરિણમન અટકતું નથી, તે તો અવિરામ ગતિથી ચાલુ રહે છે. તાત્પર્ય એ છે કે મૂલતઃ ઉત્પાદવ્યય-ધ્રૌવ્યશીલ એવાં ગતિશીલ પરમાણુઓના વિશિષ્ટ સમુદાયરૂપ - વિભિન્ન સ્કંધોના સમુદાયરૂપ આ દૃશ્ય જગત, ‘પ્રતિક્ષUT Tચ્છતીતિ નત્િ' એવી પોતાની ગતિશીલ જગત' સંજ્ઞાને સાર્થક કરી રહ્યું છે. આ સ્વાભાવિક, સુનિયંત્રિત, સુવ્યવસ્થિત, સુયોજિત, સુસંબદ્ધ વિશ્વનું નિયોજન સ્વતઃ છે. તેને કોઈ સર્વોતર્યામીની અપેક્ષા નથી. દરેક દ્રવ્ય પોતાની પર્યાયોનું ઉપાદાન છે અને સંપ્રાપ્ત સામગ્રી અનુસાર પોતાને બદલતું રહે છે. આ રીતે અનંત કારણ-કાર્યભાવોની સૃષ્ટિ સ્વયમેવ થતી રહે છે. જીવની સ્થૂળ દૃષ્ટિ જે પરિવર્તનોને જોઈને આશ્ચર્યચકિત થાય છે, તે પરિવર્તનો અચાનક નથી થઈ જતાં; કિંતુ તેની પાછળ પરિણમનોની સુનિશ્ચિત પરંપરા છે. જીવને તો અસંખ્ય પરિણમનોનું એકંદર અને સ્થૂળ રૂપ જ દેખાય છે. પ્રતિક્ષણભાવી સૂક્ષ્મ પરિણમનને તેમજ તેની અનંત કારણ-કાર્યકાળને સમજવાં એ સાધારણ બુદ્ધિનું કાર્ય નથી. વસ્તુના સ્વાભાવિક પરિણમન ઉપર વિચાર કરવાથી એ સિદ્ધાંત સ્થાપિત થાય છે Page #812 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૬ ७७८ કે આ જગત સ્વયં પોતાના પરિણમનસ્વભાવના કારણે પ્રાપ્ત સામગ્રી અનુસાર પરિવર્તન કરે છે. સૃષ્ટિચક્ર સ્વયંસંચાલિત છે. જીવ અને પુદ્ગલના પરસ્પરને પ્રભાવિત કરવાવાળા સંયોગો તેમજ વિયોગોથી આ સૃષ્ટિનું મહાચક્ર સ્વયં ચાલી રહ્યું છે. આ બે દ્રવ્યો વચ્ચે કારણ-કાર્યપરંપરા, પરિવર્તનસ્વભાવ, પરસ્પર નિમિત્તતા, અન્યોન્ય પ્રભાવકતા વગેરે અનાદિ કાળથી બરાબર ચાલી રહ્યાં છે. જડ અને ચેતન બન્નેના અચિંત્ય સામર્થ્યવંત સ્વભાવ તથા તેમના સંયોગવિશેષથી આ લોક પરિણમે છે. આ વિષય અત્યંત ગહન છે. જડ-ચેતનના સ્વભાવ, સંયોગ, સંયોગીભાવ આદિ સૂક્ષ્મ સ્વરૂપનો અત્રે ઘણો વિચાર સમાય છે, માટે આ વાત ગહન છે. આ વિષે શ્રીમદ્ કહે છે - આ વાત ઘણી ગહન છે. કેમકે અચિંત્ય એવું જીવવીર્ય, અચિંત્ય એવું પુદગલસામર્થ્ય એના સંયોગ વિશેષથી લોક પરિણમે છે. તેનો વિચાર કરવા માટે ઘણો વિસ્તાર કહેવો જોઈએ. પણ અત્ર તો મુખ્ય કરીને આત્મા કર્મનો ભોક્તા છે એટલો લક્ષ કરાવવાનો હોવાથી સાવ સંક્ષેપે આ પ્રસંગ કહ્યો છે.” જીવ કર્મ કેવી રીતે બાંધે છે અને કેટલા કાળ સુધી, કયા સ્થળે, કેટલા રસ સહિત તે કર્મોનું ફળ ભોગવશે વગેરે વાત ઘણી ગહન છે. જેની વચ્ચે અત્યંત ભિન્નપણું છે એવાં બે દ્રવ્યોનું એકબીજાને અડ્યા વિના એક ક્ષેત્રમાં રહેવું, જીવના ભાવકર્મના નિમિત્તે પુદ્ગલનાં રજકણોનું કર્મરૂપે પરિણમવું, એ કર્મના ઉદય સમયે જીવનું તથારૂપ સંયોગની વચમાં જવું, એ સંયોગને આધીન થઈને રાગાત્મક-દ્વેષાત્મક ભાવે વર્તવું અથવા તો વીતરાગભાવે વર્તવું ઇત્યાદિ વિષય અત્યંત ગહન છે. જડચેતનના જે સ્વભાવ છે, તે તેમની પોતાની સ્વસત્તાના આધારે છે, છતાં તે બન્ને વચ્ચે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ પણ છે. જીવ અને પુદ્ગલના પરસ્પર નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી લોકનું પરિણમન થાય છે. આ ગૂઢ રહસ્યની વાત છે. મહાન બુદ્ધિમાન પુરુષો વડે સમજાવવામાં આવે તોપણ શીઘ્રતાથી આનું સંપૂર્ણ રહસ્ય લક્ષમાં આવતું નથી. આ ગહન વાતને અત્રે ટૂંકમાં કહી છે. તેનો વિસ્તાર કર્મગ્રંથોમાં કરેલો છે. અહીં તો મુખ્યત્વે આત્માના કર્મફળભોક્તાપણાનો લક્ષ કરાવવાનો હોવાથી તેનો વિસ્તાર અહીં આવશ્યક નથી, તેથી તેનો ટૂંકામાં નિર્દેશ કર્યો છે. અહીં તો આત્મા કર્મનો ભોક્તા છે એટલો જ લક્ષ કરાવવાનો હોવાથી આ ગહન વાતને શ્રીમદે આ ગાથામાં સંક્ષેપમાં કહી છે. આ ગાથાને સરળતાથી સમજાવતાં શ્રી ધીરજલાલ મહેતા લખે છે કે – ‘ઉત્કૃષ્ટ શુભ પરિણામ આવે તો ઉત્કૃષ્ટ શુભ પુણ્ય બંધાય છે અને ઉત્કૃષ્ટ અશુભ પરિણામ આવે તો ઉત્કૃષ્ટ પાપ બંધાય છે. મધ્યમ પરિણામથી મધ્યમ ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૪૯ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન) Page #813 -------------------------------------------------------------------------- ________________ ७८० ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન રસવાળાં કર્મો બંધાય છે. તેથી ઉત્કૃષ્ટ પુણ્યકર્મ ભોગવવાનું સ્થાન પણ જગતમાં હોવું જોઈએ! તે સ્વર્ગ! અને ઉત્કૃષ્ટ પાપકર્મ ભોગવવાનું જે સ્થાન તે નરક તથા મધ્યમ કર્મો ભોગવવાનું જે સ્થાન તે તિર્યંચ-મનુષ્યભવ. આ રીતે કર્મો ભોગવવાનાં સ્થાનો પણ છે અને તે તે સ્થાનોમાં જવાવાળો જીવદ્રવ્યનો કર્મવશ સ્વભાવ છે. માટે આત્મા કર્મોનો કર્તાભોક્તા છે તથા કર્મભોગનાં સ્થાનો છે. હે શિષ્ય! આ વાત અતિ ગહન છે છતાં અહિં અમે સાવ સંક્ષેપમાં = અતિસંક્ષેપમાં સમજાવેલ છે.' આમ, પ્રસ્તુત ગાથામાં શ્રીગુરુ જણાવે છે કે જીવના શુભાશુભ ભાવનું ફળ ભોગવવા માટેનાં સ્થાનક આ જગતમાં છે. જીવનાં પરિણામ તે જ મુખ્યપણે તો ગતિ છે, તથાપિ ઉત્કૃષ્ટ શુભ દ્રવ્યનું ઊર્ધ્વગમન થાય, ઉત્કૃષ્ટ અશુભ દ્રવ્યનું અધોગમન થાય અને શુભાશુભ દ્રવ્યની મધ્યસ્થિતિ થાય એમ દ્રવ્યનો વિશેષ સ્વભાવ છે; તે આદિ હેતુથી ભોગ્યસ્થાન હોવાં ઘટે છે અને તેથી જીવ તથાપ્રકારનાં કર્મ ભોગવે છે. તે તે ભોગવવા લાયક જુદાં જુદાં પ્રકારનાં સ્થાન હોવાનો અને તેમાં જવાનો જડ અને ચેતન પદાર્થોનો પોતપોતાનો ભાવ છે. હે શિષ્ય, આ વાત ઘણી ઊંડી છે, તોપણ તદ્દન ટૂંકામાં અહીં કહી છે. આ પ્રમાણે શ્રીગુરુ પાંચ ગાથામાં શિષ્યની આત્માના કર્મફળભોસ્તૃત્વ સંબંધી શંકાનું નિવારણ કરે છે. શ્રીગુરુ તર્ક-યુક્તિથી શિષ્યનો સંશય છેદી નાખે છે અને તેને યથાર્થ પ્રતીતિ કરાવે છે કે આત્મા કર્મફળનો ભોક્તા છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘તે તે ભોગ્ય વિશેષનાં, સ્થાન વિશ્વની માંહ્ય; સ્વ પર ભાવ રૂપે સદા, બાહ્યાભ્યતર માંહ્ય. જડ ચેતનથી વિભાવના, સ્થાનક દ્રવ્ય સ્વભાવ; અધ્યવસાય યોગે કરી, અને વિચિત્ર બનાવ. એમાં ઊંડા ઊતરતાં, સ્થિર ભાવે સમજાય; ગહન વાત છે શિષ્ય આ, વચને કહી ન શકાય. સદ્ગુરુ સંત કૃપા વડે, જાગે જો સદ્ભાવ; અનુભવ ગોચર વસ્તુની, કહી સંક્ષેપે સાવ.'' ૧- શ્રી ધીરજલાલ ડાહ્યાભાઈ મહેતા, “આત્મ-સિદ્ધિ-શાસ્ત્ર', પૃ. ૫ર ર- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૩૫ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૩૪૧-૩૪૪) Page #814 -------------------------------------------------------------------------- ________________