________________
ગાથા-૬૧
૨૯૩
એ વિભિન્ન, ક્રમબદ્ધ અને અવ્યવહિત અવસ્થાઓનો એક પ્રવાહમાત્ર છે. જીવનની એકસૂત્રતાને તેમણે જલતા દીપકની સાથે સરખાવી છે, કારણ કે દીવાની જ્યોત પણ પ્રત્યેક ક્ષણે બદલાતી રહે છે અને છતાં તે એક ભાસે છે. આ દશ્યમાન જગતની બધી જ વસ્તુઓ વિનાશશીલ (અનિત્ય) છે, ક્ષણભર માટે પણ કોઈ સ્થિર નથી. જેને ‘આત્મા' નામ આપી શકાય એવું કોઈ સ્થિર કે નિત્ય તત્ત્વ નથી. જુદાં જુદાં ક્ષણિક જ્ઞાનોની જે પરંપરા ચાલે છે તે જ આત્મા છે. આ જ્ઞાનક્ષણોની પરંપરામાં તે તે ક્ષણે થયેલ જ્ઞાનક્ષણ એ જ આત્મા છે, પણ કોઈ નિત્ય આત્મા છે જ નહીં.
બૌદ્ધ દર્શન અનિત્ય અને અસ્થિર એવાં સંવેદનોની, અર્થાત્ ઇન્દ્રિયવિજ્ઞાનો અને વિચારોની જ હસ્તી સ્વીકારે છે અને આત્માની હસ્તીનો અસ્વીકાર કરે છે. તેઓ ચેતનાની જુદી જુદી અવસ્થાઓનો સ્વીકાર કરે છે, પણ ચિત્ત (ચૈતન્યતત્ત્વ)ની હસ્તી કબૂલ રાખતા નથી. આ સંવેદનો અને વિચારો તથા જેની સાથે તે જોડાયેલાં છે તે ભૌતિક કલેવર, એ પોતે જ આત્મા છે એવો બૌદ્ધોનો મત છે. જડ પદાર્થનો વિકાર એ ચૈતન્ય નથી એ વાત બૌદ્ધો માને છે, પણ બૌદ્ધો આત્મા નામના સત્પદાર્થનું અસ્તિત્વ માનતા નથી. તેઓ કહે છે કે પ્રત્યેક પળે વિજ્ઞાનનો ઉદય અને લય થયા જ કરે છે. એ વિજ્ઞાનના મૂળમાં કોઈ સ્થાયી સત્પદાર્થ છે જ નહીં. એક પળે જે વિજ્ઞાન સંસ્કારરૂપે હોય છે, તે જ પાછું બીજી પળે વિજ્ઞાનના કારણરૂપ બને છે; પુનઃ એ કાર્યરૂપ વિજ્ઞાન તે પછીના વિજ્ઞાનનું કારણ બની જાય છે. આ પ્રમાણે પરસ્પર ભિન્ન ક્ષણિક વિજ્ઞાનસમૂહની અંદર પરંપરારૂપે કાર્ય-કારણભાવ રહે છે. બૌદ્ધો એને વિજ્ઞાનપ્રવાહ કે વિજ્ઞાનસંતાન કહે છે. આ પ્રવાહરૂપી વિજ્ઞાનસંતાન સિવાય આત્મા કે જીવ જેવી બીજી કોઈ વસ્તુ છે નહીં. ક્ષણિક સંસ્કાર અન્ય ક્ષણે બીજા તદ્રુપ સંસ્કારને જન્મ આપે છે અને આવી ક્ષણસંતાનપરંપરાથી જ એક વિષયનું દીર્ઘ કાળ સુધી જ્ઞાન થાય છે.
બૌદ્ધમત અનુસાર ચિત્તથી પર આત્મા નામનું કોઈ તત્ત્વ નથી. તેમના પ્રમાણે ચિત્ત જ આત્મા છે અને તે ક્ષણિક છે. ચિત્તક્ષણોની એક સંતતિ ચિત્તક્ષણોની બીજી સંતતિથી પૃથક્ છે. એક સંતતિગત ચિત્તક્ષણ બીજી ચિત્તક્ષણસંતતિમાં કદી પ્રવેશ પામતી જ નથી. વળી, એક સંતતિમાં ચિત્તક્ષણોનો ક્રમ પણ નિયત છે અને તગત ક્ષણો સ્થાનફેર કરી શકતા નથી. ચિત્ત ક્ષણિક હોવા છતાં એવી ચિત્તક્ષણોની એક હારમાળા (સંતતિ) છે કે જેમાં પૂર્વ પૂર્વની ચિત્તક્ષણો ઉત્તર ઉત્તરની ચિત્તક્ષણોનાં ઉપાદાનકારણો હોય છે એમ બૌદ્ધો માને છે. ચિત્તક્ષણસંતતિમાં પ્રવાહનિત્યતા છે. અશુદ્ધ ચિત્તસંતતિ સંસરણ કરે છે, તે માતાની કુક્ષિમાં પ્રવેશ કરે છે. બૌદ્ધમત અનુસાર રાગાદિના, વાસનાના જ્ઞાનસંતાનના ઉચ્છેદથી મુક્તિ મળે છે. આ રીતે ચિત્તક્ષણ ક્ષણપ્રવાહરૂપ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org