________________
૨૯૨
“શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
ક્ષણિક જ છે.
ક્ષણિકવાદ એ બૌદ્ધ દર્શનનો સૌથી મહત્ત્વનો સિદ્ધાંત છે. ક્ષણિકવાદ અનુસાર જગતની બધી જ વસ્તુઓ ક્ષણિક છે અને તે દરેક વસ્તુની સત્તા માત્ર ક્ષણભર ટકી રહેવાવાળી છે. બીજી જ ક્ષણે તેનો નાશ થઈ જાય છે. વસ્તુનું અસ્તિત્વ માત્ર એક ક્ષણ ટકવાવાળું હોવાથી પ્રત્યેક વસ્તુ પરિવર્તનશીલ છે. પ્રત્યેક પદાર્થ પ્રતિક્ષણ બદલાય છે અને તેથી જગતના સર્વ પદાર્થો અનિત્ય છે. પ્રત્યેક વસ્તુ એક ક્ષણે જેવી હોય છે તેવી બીજી ક્ષણે હોતી નથી, અર્થાત્ પ્રત્યેક વસ્તુ પ્રતિક્ષણ બદલાતી રહે છે. આમ, સંસારના સમસ્ત પદાર્થ ક્ષણિક છે, પદાર્થો પ્રતિક્ષણ બદલાતા રહે છે, વિશ્વમાં કંઈ પણ સ્થિર નથી, વિશ્વમાં ચારે બાજુ પરિવર્તન જ પરિવર્તન દષ્ટિગોચર થાય છે. નિરંતર ચાલ્યા કરતું પરિવર્તન એ જ વિશ્વનું આદિ સત્ય છે.
ક્ષણિકવાદના મતના ટેકામાં બૌદ્ધો દલીલ રજૂ કરતાં એમ કહે છે કે જે વસ્તુ સસલાનાં શીંગડાંની માફક સર્વથા અસતું હોય, તેમાંથી કાંઈ ઉત્પત્તિ કે વિનાશ થવાનો પ્રશ્ન જ ઊઠતો નથી. એક વસ્તુમાં એક ક્ષણે એક જ કાર્ય કે પરિણામ (effect) ઉત્પન્ન થઈ શકે અને બીજી ક્ષણે બીજું કાર્ય કે પરિણામ ઉત્પન્ન થાય. દા.ત. કોઈ બીજ હોય તે એક ક્ષણે છોડને જન્મ આપે અને બીજી ક્ષણે તેમાં થોડી વૃદ્ધિ થાય છે. બીજી ક્ષણે તેની પહેલાંની ક્ષણ તો સમાપ્ત થઈ ગઈ હોય છે. એનો અર્થ એ થયો કે વિકાસની ક્રિયામાં કોઈ પણ બે ક્ષણો એક જેવી હોતી જ નથી. પ્રત્યેક ક્ષણ ભિન્ન છે અને ક્ષણે ક્ષણે ભિન્ન ભિન્ન કાર્ય કરે છે. આથી કોઈ પણ વસ્તુ કોઈ પણ બે ક્ષણોમાં એક જ હોતી નથી. તે પ્રતિક્ષણ બદલાયા કરે છે. અસ્તિવાદ કે નાસ્તિવાદ બન્નેમાંથી એક પણ સત્ય નથી. કેવળ પરિવર્તન જ સત્ય છે. આના ઉપરથી એમ નથી માની લેવાનું કે બૌદ્ધોએ સત્ તત્ત્વની હસ્તીનો ઇન્કાર કર્યો છે. સત્ તત્ત્વની હસ્તી તો તેમણે અવશ્ય સ્વીકારી છે. પણ તેઓ એટલું કહે છે કે એ તત્ત્વ નિરંતર ગતિમાન અને પરિવર્તનશીલ છે, તેમાં નિરંતર પરિવર્તન થાય છે, પણ સાથે સાથે જેનું પરિવર્તન થતું હોય એવો કોઈ શાશ્વત, નિત્ય પદાર્થ અસ્તિત્વ ધરાવતો નથી. તેમના મત પ્રમાણે જેને ‘પદાર્થ' કહેવામાં આવે છે તે પ્રત્યેક કેવળ એક એક ધારા છે, એકસરખી અનેક વસ્તુઓ કે ઘટનાઓની પરંપરા છે. તેના વિષે સ્થિરતાનો જે ખ્યાલ બંધાયેલો છે તે સર્વથા કલ્પિત છે.
બૌદ્ધ સમસ્ત જગતને પરિવર્તનશીલ માને છે અને પરિવર્તનશીલ અથવા નિત્ય બદલાતાં જતાં દ્રવ્યો કે પદાર્થોથી ભિન્ન એવું કોઈ સ્થિર કે સ્થાયી તત્ત્વ છે એમ તેઓ માનતા નથી. તેમના મત અનુસાર જેને “જીવાત્મા' કહેવામાં આવે છે, તે તો એક નિરંતર ચાલતી પ્રક્રિયાનો પ્રવાહ છે, કોઈ નિત્ય અને અચલ એવી વસ્તુ નથી. જીવન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org