________________
ગાથા-૬૧
૨૯૧
માનવાની આપત્તિ આવે. માટે એમ નક્કી થાય છે કે સ્વભાવભેદ વસ્તુભેદ હોય છે. જો વસ્તુ એક હોય તો તેના સ્વભાવમાં ભેદ ન હોઈ શકે. તેથી એમ પણ નક્કી થાય છે કે દરેક વસ્તુ આદિથી અંત સુધી એક જ સ્વભાવવાળી હોય છે.
પચ્ચીસ ક્ષણ સુધી રહેનાર ઘડાનો પહેલી ક્ષણે જે સ્વભાવ હોય, તે જ સ્વભાવ જો પચ્ચીસમી ક્ષણે હોય તો જ એ ઘડો એક સ્વભાવવાળો કહેવાય. એ સ્વભાવ જો બદલાઈ જાય તો પહેલી ક્ષણનો અને પચ્ચીસમી ક્ષણનો ઘડો જુદો જુદો ગણાય. તે ઘડો પચ્ચીસ ક્ષણ સ્થાયી કહેવાય નહીં. જે પદાર્થને જેટલી ક્ષણ સ્થાયી માનવો હોય તેટલી ક્ષણો સુધી તેનો સ્વભાવ એક જ હોવો જોઈએ. હવે જો કોઈ ઘડાને પચ્ચીસ ક્ષણ સુધી સ્થાયી કહેવામાં આવે તો પ્રશ્ન થશે કે તે ઘડાનો પચ્ચીસમી ક્ષણે નાશ પામવું નો સ્વભાવ છે કે નહીં? જો છે, તો પ્રથમ ક્ષણે પણ તેનામાં નાશ પામવું'નો સ્વભાવ માનવો પડશે, કારણ કે એક જ વસ્તુમાં સ્વભાવભેદ હોઈ શકે નહીં. જો પ્રથમ ક્ષણે નાશ પામવું' નો સ્વભાવ માનવામાં આવે તો તે પોતાના નાશ પામવું ના સ્વભાવના કારણે બીજી જ ક્ષણે નાશ પામી જશે. તો પછી પચ્ચીસ ક્ષણ સુધી તે શી રીતે ટકશે? જો એમ કહેવામાં આવે કે પચ્ચીસમી અંત્ય ક્ષણે પણ નાશ પામવું'ના સ્વભાવ નથી તો તે ક્યારે પણ નાશ જ નહીં પામી શકે.
જો એમ કહેવામાં આવે કે ‘પચ્ચીસ ક્ષણ સુધી ટકી નાશ પામી જવું' એવો ઘડાનો સ્વભાવ હોવાથી તે ઘડો તેટલી ક્ષણો સુધી ટકી પછી નાશ પામી જાય છે, તો એવો વસ્તુસ્વભાવ માનવાથી તો પચ્ચીસમી ક્ષણે પણ તેનો સ્વભાવ બદલાયો ન હોવાથી (કારણ કે સ્વભાવ બદલાય તો તે વસ્તુ જ બદલાઈ જાય) પચ્ચીસમી ક્ષણે પણ તેનો એવો જ સ્વભાવ માનવો પડે કે ‘પચ્ચીસ ક્ષણ સુધી ટકી પછી નાશ પામવું. જો પચ્ચીસમી ક્ષણે પણ આવો સ્વભાવ હોય તો તર્કથી માનવું પડશે કે છવ્વીસમી ક્ષણે પણ તે નાશ પામી શકશે નહીં, કિંતુ બીજી પચ્ચીસ એટલે કુલ પચાસ ક્ષણ સુધી તેણે ટકવું પડશે. વળી, પચાસમી ક્ષણે પણ તેનો સ્વભાવ એ જ હોવાથી પંચોતેરમી ક્ષણ સુધી તો તેણે ટકવું જ પડશે. પંચોતેરમી ક્ષણે પણ ‘પચ્ચીસ ક્ષણ સુધી રહેવું' એવો સ્વભાવ જ હોવાથી આગળ ઉપર પણ તે નાશ પામી શકશે નહીં. આમ કરતાં કરતાં તો તે ઘડો ક્યારે પણ નાશ પામી શકશે નહીં. જો આ પ્રમાણે ઘટતું હોય તો દરેક વસ્તુ અનંત કાળ સુધી રહેશે, પરંતુ હકીકતમાં કોઈ પણ વસ્તુ સ્થાયી રહેતી નથી, કેમ કે ઘડા વગેરેનો નાશ થતો નજર સામે દેખાય જ છે. આમ, અમુક ક્ષણ સ્થાયી માનવામાં તેનો કોઈ એક સ્વભાવ જ માનવો બાધિત થઈ જતો હોવાથી એવું માનવું યુક્ત ઠરે છે કે દરેક વસ્તુ ક્ષણિક છે. દરેક ક્ષણે કાળરૂપ નાશક કારણ વિદ્યમાન હોવાથી પદાર્થમાત્રનો ક્ષણે ક્ષણે નાશ થાય છે. આમ હોવાથી બૌદ્ધ દર્શન અનુસાર સર્વ વસ્તુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org