________________
૨૯૦
“શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન પરિવર્તનશીલ સ્વભાવનો વિચાર કરતાં પણ આત્મા ત્રિકાળવર્તી નહીં પણ ક્ષણવર્તી, અનિત્ય સિદ્ધ થાય છે.
આ જગતમાં દરેક વસ્તુ ક્ષણે ક્ષણે પલટાતી જણાય છે. ઘટ-પટ આદિ પદાર્થો ક્ષણે ક્ષણે પરિવર્તન પામતાં નજરે દેખાય છે. જો ઘટ-પટ આદિ પદાર્થો સદા એકરૂપે જ રહેતા હોય તો તે ક્યારે પણ જૂના કે જીર્ણ થઈ શકે નહીં. સર્વ પદાર્થો પરિવર્તન પામતાં સ્પષ્ટ અનુભવાય છે અને આત્મામાં થતા શુભાશુભ ભાવો પણ પર્યાયાંતર પામતા અનુભવાય છે; તેથી એમ સિદ્ધ થાય છે કે વસ્તુમાત્ર ક્ષણિકસ્વભાવી છે, નિત્ય નથી. આમ, દેહકાળવતપણાની અપેક્ષાએ અથવા ક્ષણિકપણાની અપેક્ષાએ આત્મા નિત્ય જણાતો નથી. આ શંકાના સમાધાન માટે કોઈ સદુપાય દર્શાવો, જેથી તે શંકાની નિવૃત્તિ થાય એમ શિષ્ય શ્રીગુરુને વીનવે છે.
> પદાર્થનું અસ્તિત્વ છે એમ સ્પષ્ટ જણાય છે, પરંતુ તે નાશ પામતો Rાવાવ હોવાથી અનિત્ય ભાસે છે. સર્વ પદાર્થો વિનાશી તેમજ અનિત્ય ભાસે છે. ઘટ, પટ વગેરે પદાર્થો પરિવર્તન પામતાં પામતાં ક્યારેક નાશ પામે છે, સદાકાળ રહેતા નથી એવું પ્રત્યક્ષ જણાય છે; એટલે ઘટ, પટ આદિ નિત્ય નથી, પણ તે વિનાશી સ્વભાવવાળાં છે એમ સિદ્ધ થાય છે. આ અનિત્યવાદમાં બે વિકલ્પ છે – (૧) કિંચિત્ કાળસ્થાયી અનિયતા – ઘટ-પટાદિ અમુક ચોક્કસ કાળ રહી પછી નાશ પામવારૂપ વિનાશી સ્વભાવવાળાં છે. (૨) ક્ષણિક અનિત્યતા - ધટ-પટાદિ એક ક્ષણ રહી બીજી ક્ષણે નાશ પામવારૂપ વિનાશી સ્વભાવવાળાં છે.
પ્રથમ વિકલ્પ અનુસાર વસ્તુ ચોક્કસ નિયત કાળ સુધી રહ્યા પછી નાશ પામવાના સ્વભાવવાળી હોય તો તે નિયત સમય સુધી તો તે વસ્તુ અવશ્ય રહેવી જોઈએ, વચમાં તેમાં કંઈ પણ પરિવર્તન ન થવું જોઈએ. વચમાં તેનો નાશ કરવા માટે ગમે તેટલા પ્રયત્નો કરવામાં આવે તો પણ તેનો નાશ થવો ન જોઈએ, પણ વાસ્તવમાં તેમ બનતું નથી. ગમે ત્યારે ઘટ-પટાદિ વસ્તુનો નાશ કરી શકાય છે. બાળક પણ એક કાંકરી મારીને ઘડાને ફોડી શકે છે. માટે આ પક્ષ યથાર્થ ભાસતો નથી. તેથી બીજો વિકલ્પ - વસ્તુમાત્રનો ક્ષણે ક્ષણે નાશ થવારૂપ વિનાશી સ્વભાવ છે, તે વિચારવો જોઈએ.
બૌદ્ધ દર્શન વસ્તુને ક્ષણે ક્ષણે નાશ થવાવાળી માને છે. જગતના સર્વ પદાર્થો ક્ષણમાં નાશ પામી જવાના સ્વભાવવાળા છે એ વાતની સિદ્ધિ કરતાં બૌદ્ધો જણાવે છે કે જુદા જુદા સ્વભાવવાળી વસ્તુઓને એક માની શકાતી નથી, જુદી જુદી માનવી પડે છે; નહીં તો શીત અને ઉષ્ણ સ્વભાવવાળાં એવાં જળ અને અગ્નિને પણ એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org