________________
ગાથા – ૬૧
ગાથા ૬૦માં શિષ્ય કહ્યું કે આત્મા દેહના સંયોગથી ઊપજે છે અને દેહના ભૂમિકા
વિયોગે નાશ પામે છે. આત્મા દેહની ઉત્પત્તિ સાથે ઉત્પન્ન થતો હોવાથી અને દેહના લય સાથે નાશ થતો હોવાથી આત્મા નિત્ય નથી.
આમ, ચાર્વાકમતના પ્રભાવથી પોતાને ઉત્પન્ન થયેલી આત્માના અવિનાશીપણા અંગેની શંકા શ્રીગુરુ પાસે રજૂ કરી, શિષ્ય હવે બૌદ્ધમતના પ્રભાવથી પોતાને ઉત્પન્ન થયેલી આત્માના નિત્યપણા અંગેની શંકા રજૂ કરે છે. ચાર્વાક (સુશિક્ષિત ચાર્વાક) દર્શન અને બૌદ્ધ દર્શન અને એક વાતમાં સહમત થાય છે કે આત્મા નિત્ય દ્રવ્ય નથી, પણ બન્નેના મનમાં એક મૂળભૂત ભિન્નતા છે. બૌદ્ધ આત્માને એક સ્વતંત્ર વસ્તુ તરીકે સ્વીકારે છે, જ્યારે ચાર્વાક તેને ચાર કે પાંચ મહાભૂતોમાંથી નિષ્પન્ન થનારી વસ્તુ માને છે. બૌદ્ધમત અનુસાર ભૂતોથી ભિન્ન એક સ્વતંત્ર ચૈતન્યધારાનું અસ્તિત્વ છે, જ્યારે ચાર્વાકમત પ્રમાણે ભૂતોમાંથી જ ચૈતન્ય ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, અર્થાત્ ભૂતો જ એકમાત્ર મૂળ તત્ત્વ છે. બૌદ્ધો ભૂતોથી ભિન્ન એવી સ્વતંત્ર ચૈતન્યધારાને સ્વીકારે છે. તેમના મત પ્રમાણે ચૈતન્યધારા - વિજ્ઞાનધારા - વિજ્ઞાનસંતતિ અનાદિ છે, પણ આત્મા અનાદિ નથી. આત્મા ઉત્પન્ન પણ થાય છે અને તેનો નાશ પણ થાય છે, તેથી તે ક્ષણિક છે.
બૌદ્ધમતના ક્ષણિકવાદનો પ્રભાવ શિષ્ય ઉપર હોવાથી તેને સર્વ ભૌતિક પદાર્થની જેમ આત્મા પણ ક્ષણિક ભાસે છે અને તેથી આત્માની નિત્યતા સંબંધી પોતાની દલીલ રજૂ કરતાં કહે છે –
“અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય;
એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય.' (૬૧) 7 અથવા વસ્તુ ક્ષણે ક્ષણે બદલાતી જોવામાં આવે છે, તેથી સર્વ વસ્તુ ક્ષણિક છે, અને અનુભવથી જોતાં પણ આત્મા નિત્ય જણાતો નથી. (૬૧)
અમુક મર્યાદિત કાળવતપણાએ, અર્થાત્ દેહના યોગથી આત્મા ઊપજે છે ભાવાર્થ L૧] અને દેહના વિયોગથી આત્મા નાશ પામે છે એમ દેહકાળવતપણાએ આત્મા અનિત્ય છે. અથવા' એટલે કે ઉક્ત પ્રકાર કરતાં અન્ય પ્રકારથી – પ્રકારાંતરે - ક્ષણિકપણાની અપેક્ષાએ જોતાં પણ આત્મા અનિત્ય સિદ્ધ થાય છે. વસ્તુમાત્રના
ગાથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org