________________
ગાથા-૭૧
૪૬૩
નહીં હોવાથી, વિચારશ્રેણીને અવરોધતી એક ત્રીજી આશંકા તેના અંતરમાં જન્મ લે છે અને તેનું સમાધાન શ્રી ગુરુ દ્વારા જાણવા જિજ્ઞાસા સેવે છે.”
આત્માના અસ્તિત્વ તથા નિત્યત્વ સંબંધી શ્રીગુરુએ આપેલા સમાધાનથી પ્રથમ બે પદની શિષ્યની શંકાઓનું નિરાકરણ થયું. તેને એમ નિર્ધાર થયો કે જડ અને ચેતન એ બન્ને દ્રવ્ય સ્વતંત્ર છે અને તે બન્ને દ્રવ્યોનો સ્વભાવ પણ તદ્દન ભિન્ન છે. વળી, તે બન્ને દ્રવ્યો નિત્ય છે, અવસ્થાઓ પલટાવા છતાં દ્રવ્યરૂપે તે કાયમ રહે છે. દ્રવ્ય ત્રણે કાળમાં પોતાના સ્વરૂપનો ત્યાગ કરતું નથી, તેથી જડ ત્રણે કાળમાં જડ જ હોય છે અને ચેતન ત્રણે કાળમાં ચેતન જ હોય છે. પ્રત્યેક દ્રવ્ય પોતપોતાના નિત્ય પરિણામાત્મક સ્વભાવમાં નિત્ય અવસ્થિત હોય છે અને તેથી જડનું પરિણમન સદા જડરૂપે જ હોય છે, ચેતનરૂપે નહીં; તેમજ ચેતનનું પરિણમન સદા ચેતનરૂપે જ હોય છે, જડરૂપે નહીં. આમ વસ્તુસ્થિતિ છે, તેથી ચેતન જડનો કર્તા હોઈ શકે નહીં અને જડ ચેતનનું કાર્ય હોઈ શકે નહીં. ચેતન આત્મા પોતાથી ભિન્ન એવા જડ કર્મનો કર્તા હોઈ શકે નહીં અને જડ કર્મ ચેતન આત્માનું કાર્ય હોઈ શકે નહીં.
શ્રીગુરુ પાસેથી પ્રાપ્ત થયેલ પ્રથમ બે પદના સમાધાનના આધારે શિષ્યને એવો નિર્ધાર થાય છે કે ચૈતન્યયુક્ત જીવ જડ પદ્ગલિક કર્મનો કર્તા હોઈ શકે નહીં, કારણ કે બન્ને દ્રવ્યો સ્વતંત્ર છે અને તે છતાં કર્મનું હોવાપણું તો પ્રત્યક્ષ જણાય છે. સંસારમાં અનેક પ્રકારની વિચિત્રતા જોવા મળે છે તેનું કારણ કર્મ વિના બીજું કાંઈ સંભવતું નથી. જો કર્મ કર્યા વિના હોઈ શકે નહીં તો પછી કર્મનો કર્તા કોણ? જો જડ પૌગલિક કર્મનો કર્તા જીવ છે એમ માનવામાં આવે તો દ્રવ્યસ્વતંત્રતાનો નાશ થઈ જાય, બન્ને દ્રવ્યો એકમેક થઈ જાય અને જડ પણ જીવત્વને પ્રાપ્ત થઈ જાય. દરેક પદાર્થને પોતાની અર્થક્રિયા હોય જ છે અને તે અર્થક્રિયાનો કર્તા તે પદાર્થ જ હોય છે એવો નિયમ છે, તેથી ચેતન ચેતનની અર્થક્રિયાનો કર્તા હોય છે અને જડ જડની અર્થક્રિયાનો કર્તા હોય છે. આના ઉપરથી એમ નિશ્ચય થાય છે કે જડ કર્મનો કર્તા ચેતન હોઈ શકે નહીં.
આ ગાથામાં જીવ કર્મનો કર્તા નથી એવી પોતાની શંકાના સમર્થનમાં શિષ્ય જે દલીલો રજૂ કરે છે, તે આ પ્રમાણે છે – ૧- શ્રી ભોગીલાલ ગિ. શેઠ, ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર (વિશેષાર્થ સહિત)', ચોથી આવૃત્તિ, પૃ. ૨૧૦ ૨- “જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ;
એકપણું પામે નહીં, ત્રણે કાળ દ્વભાવ.” ('શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર', ગાથા-૫૭) ૩- “આત્મા પ્રત્યે નિત્ય છે, પર્યાયે પલટાય;
બાળાદિ વય ત્રયનું, જ્ઞાન એકને થાય.” (“શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર', ગાથા-૬૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org