________________
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
૪૬૪
(૧) શિષ્ય કહે છે કે અનેક પ્રકારે વિચારતાં જીવ કર્મનો કર્તા હોય એમ લાગતું નથી, પરંતુ કર્મનો કર્તા કર્મ જ હોઈ શકે એમ લાગે છે. જીવ અરૂપી પદાર્થ છે તથા કર્મ પૌદ્ગલિક હોવાથી રૂપી પદાર્થ છે. અરૂપી સાથે રૂપીનું બંધન થઈ શકે નહીં, રૂપી પદાર્થ સાથે રૂપી પદાર્થ જ બંધાઈ શકે. જેમ દોરડાથી ગાયને બાંધી હોય તો દોરડાની ગાંઠ દોરડા સાથે જ પડે છે, ગાય સાથે નહીં; તેમ કર્મો સાથે જ કર્મો બંધાય છે, આત્મા સાથે નહીં.
જેમ એક દોરી વડે કોઈ પણ વસ્તુને બાંધવામાં આવે તો દોરીની ગાંઠ દોરી સાથે જ પડે, વસ્તુ સાથે નહીં; તેમ કર્મો સાથે જ કર્મો બંધાય છે અને તેથી કર્મનો કર્તા કર્મ છે. જડ કર્મો જડ સાથે જ બંધાય છે, ચેતન સાથે બંધાઈ શકતાં નથી. કર્મ જ પોતાની પરિસ્પંદના વડે બીજાં કર્મોને ખેંચતાં હોય છે, માટે કર્મોથી કર્મ બંધાય છે એ તર્ક યુક્તિયુક્ત લાગે છે. તેથી શિષ્ય કહે છે કે કર્મનો કર્તા કર્મ છે એમ સમજાય છે.
(૨) વિશેષ વિચારતાં શિષ્યને એમ લાગે છે કે કર્મ જડ છે અને જડમાં જ્ઞાન ન હોવાથી કર્મનો કર્તા કર્મ હોઈ શકે નહીં. જડ કર્મ બીજા જડ કર્મને બાંધી શકે નહીં. તેથી તેને બીજો વિકલ્પ એમ થાય છે કે કર્મનું આત્મામાં આવવું એની મેળે થયા કરે છે. આત્માની ઇચ્છા વિના, કોઈ પણ પ્રકારના પ્રયત્ન વિના, એની મેળે આત્મામાં આવ્યા કરે એવો કર્મનો સ્વભાવ હોવો જોઈએ. કર્મ સહજ સ્વભાવે આત્મામાં આવ્યાં
કરે છે. આ વિકલ્પ સ્વીકારતાં પણ આત્માનું કર્તૃત્વ સિદ્ધ થતું નથી.
આ દલીલમાં યદચ્છાવાદની છાયા સ્પષ્ટ દેખાય છે. કોઈ પણ નિયત કારણ વિના જ કાર્ય ઉત્પન્ન થઈ જાય છે એવી યદચ્છાવાદની માન્યતા છે. ‘યદચ્છા' શબ્દનો અર્થ યથેચ્છા આકસ્મિક કોઈ પણ કારણ વિના, એવો થાય છે. ‘મહાભારત'માં યદચ્છાવાદનો ઉલ્લેખ આવે છે.૧ આ જ વાદને ન્યાયસૂત્રકારે અનિમિત્ત, અર્થાત્ નિમિત્ત વિના જ ભાવની ઉત્પત્તિ થાય છે, કાંટાની તીક્ષ્ણતાની જેમ;૨ એમ કહીને ઉલ્લેખ્યો છે અને તેનું નિરાકરણ પણ કર્યું છે. તેથી એમ જણાય છે કે પ્રાચીન કાળથી યદચ્છાવાદ પ્રચલિત હતો.
-
(૩) પ્રસ્તુત ગાથામાં અંતે શિષ્ય એમ કહે છે કે આગળ કહ્યું તેમ જો ન હોય તો એમ સિદ્ધ થાય છે કે જીવ જ કર્મનો કર્તા છે, અર્થાત્ કર્મ કર્યા કરવાં એ જીવનો સ્વભાવ (ધર્મ) છે. સ્વભાવ કદી દ્રવ્યથી અલગ થાય નહીં, સદા સાથે જ રહે. અગ્નિનો સ્વભાવ ઉષ્ણતા છે, તેવી રીતે કર્મ કરવાં એ જો જીવનો ધર્મ હોય તો તે ૧- જુઓ : ‘મહાભારત', શાંતિપર્વ, અધ્યાય ૩૨
૨- જુઓ : ‘ન્યાયસૂત્ર', અધ્યાય ૪, આત્મિક ૧, સૂત્ર ૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org