________________
ગાથા-૭૧
૪૬૫ ગુણ સદા જીવની સાથે રહે અને તેની નિવૃત્તિ ક્યારે પણ થઈ શકે નહીં, કારણ કે દ્રવ્ય અને ગુણ અભિનભાવે રહે છે. કર્મ કર્યા કરવાં એ જીવનો વસ્તુસ્વભાવરૂપ ધર્મ હોય તો કોઈ કાળે પણ તેનો નાશ થવો સંભવતો નથી અને તેથી જીવ હંમેશાં કર્મ બાંધ્યા જ કરશે.
જીવ વસ્તુનું જ્ઞાન કરે છે, એટલે જ્ઞાન જીવનો ધર્મ છે; તેમ આત્મા કર્મનો કર્તા હોય તો કર્મ કરવાં એ પણ જીવનો ધર્મ જ બની જાય. જ્ઞાન જેમ જીવનો ધર્મ હોવાથી કદાપિ જીવથી નિવૃત્ત થતો નથી, તેમ કર્મ પણ જો જીવનો ધર્મ હોય તો તે જીવથી કદાપિ નિવૃત્ત થાય નહીં; અને જો કર્મ સર્વથા નિવૃત્ત થાય નહીં તો મોક્ષની પ્રાપ્તિ અર્થે ઉપાય કરવાનું રહેતું નથી. માટે કર્મ કરવાં એ આત્માનો ધર્મ હોય એ વાત પણ સંગત લાગતી નથી.
આમ, આત્મા નિત્ય છે એમ શિષ્યને સમજાયું છે, પણ તે કર્મનો કર્તા હોય એમ શિષ્યને લાગતું નથી. તેને એમ લાગે છે કે જીવ કર્મ કરતો નથી, પણ કર્મનો કર્તા કર્મ છે અથવા સહજ સ્વભાવે કર્મ થાય છે અથવા તો કર્મ કરવાં તે જીવનો ધર્મ છે, પણ જો કર્મ કરવાં એ જીવનો ધર્મ હોય તો તે કદી પણ છૂટે નહીં. આ પ્રકારે શિષ્ય શ્રીગુરુ સમક્ષ પોતાની દલીલો રજૂ કરે છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘કર્તા જીવ ન કર્મનો, તો પછી કહેવું એમ; શા માટે કહો કર્મનો, કર્તા એ છે વહેમ. જીવ જીવમાં તો કહો, કર્મ જ કર્તા કર્મ; કાળ અનાદિથી હશે? એ જ નિયમનો ધર્મ. કર્મ કર્મ વૃદ્ધિ કરે, દ્રવ્ય દ્રવ્યની જેમ; અથવા સહજ સ્વભાવ કાં, હશે નિયતિનો એમ. તો પછી જીવ સ્વભાવ ને, બોલાવો કહી કમ; થાય નિવૃત્તિ ન હોય જો, કર્મ જીવનો ધર્મ.'૧
૧- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૩૧ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૨૮૧-૨૮૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org