________________
ગાથા-પ૯
૨૫૭ પ્રભાવ હોવા છતાં, તે વિચારવાન અને મધ્યસ્થ હોવાથી પોતાની શંકાઓનું સમાધાન થતાં તે પોતાનો અભિપ્રાય ત્વરાથી બદલે છે. આ પ્રસંગે ‘શ્રી રાયપસણય સૂત્ર'માં વર્ણવેલ પ્રદેશી રાજા અને શ્રી કેશી સ્વામી વચ્ચે થયેલી આત્માના અસ્તિત્વ અંગેની ચર્ચા તથા રાજાનું આંતર પરિવર્તન ઉલ્લેખનીય છે.૧
‘શ્રી રાયપસેણદય સૂત્ર' એ ‘શ્રી સૂયગડાંગ સૂત્ર'નું ઉપાંગ છે. એમાં ૨૦૦૮ મૂળ શ્લોક છે. એમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના સંતાનિયા શિષ્ય શ્રી કેશી સ્વામી સાથે શ્વેતામ્બિકા નગરીના નાસ્તિક મતવાળા પ્રદેશી રાજાની ચર્ચા છે. અઢી હજાર વર્ષ પૂર્વે આ ભારતમાં શ્વેતામ્બિકા નગરીમાં નાસ્તિકશિરોમણિ પ્રદેશી રાજાનું શાસન પ્રવર્તતું હતું. તે રાજ્યમાં રાજાના વિચારને અનુકૂળ એવો ચિત્ર નામનો મુખ્ય મંત્રી હતો. તે સમયે શ્રી પાર્શ્વનાથ ભગવાનના શિષ્ય, ચાર જ્ઞાનની સંપત્તિવાળા શ્રી કેશી સ્વામી ભારતના ભૂમિતળને પાવન કરી રહ્યા હતા. એક દિવસ શ્રી કેશી સ્વામી વિહાર કરતાં કરતાં શ્રાવતી નગરીમાં પધાર્યા. ત્યાં તેમની પાસે ધર્મશ્રવણ અર્થે અનેક લોકો આવવા લાગ્યા. તે જ સમયે શ્વેતામ્બિકાથી ચિત્ર મંત્રી પણ રાજકાર્ય અંગે શ્રાવસ્તીપુરીમાં આવ્યો હતો. ઘણા લોકોને શ્રી કેશી સ્વામી પાસે જતા જોઈને કુતૂહલથી ચિત્ર મંત્રી પણ ત્યાં ગયો. મુનિ ભગવંતના મુખે ધર્મશ્રવણ કરતાં ચિત્ર મંત્રીને તેમની વાણી યથાર્થ લાગવાથી તેને ધર્મની શ્રદ્ધા થઈ અને તેણે સમ્યકત્વમૂળ શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કર્યા. પોતાને સમજાયેલ સાચા માર્ગે પોતાના રાજાને પણ લાવવાની તીવ્ર ભાવના ચિત્ર મંત્રીના હૃદયમાં જાગૃત થઈ, તેથી તેણે મુનિ ભગવંતને શ્વેતામ્બિકા નગરીમાં પધારવાની વિનંતી કરી કે જેથી તેમના ઉપદેશથી પ્રદેશ રાજા પણ ધર્મ પામે.
કાળાંતરે વિહાર કરતાં કરતાં શ્રી કેશી સ્વામી શ્રેતામ્બિકા નગરીના ઉદ્યાનમાં પધાર્યા. ચિત્ર મંત્રીને શ્રી કેશી સ્વામી પધાર્યાના ખબર પડતાં, જે ઉદ્યાનમાં શ્રી કેશી સ્વામી મધુર ધ્વનિથી દેશના આપતા હતા, તે ઉદ્યાન તરફ અશ્વક્રીડાના બહાને ચિત્ર મંત્રી પ્રદેશ રાજાને લઈ ગયો. પ્રદેશી રાજાએ શ્રી કેશી સ્વામીને જોયા એટલે તે અત્યંત ક્રોધિત થયો અને તેણે ચિત્ર મંત્રીને હુકમ કર્યો કે શ્રી કેશી સ્વામીને તત્કાળ રાજ્યની હદ બહાર કાઢી મૂકવા. ચિત્ર મંત્રીએ રાજાને સલાહ આપી કે એમ કરવા કરતાં રાજાએ તેમની સાથે વાદ કરી તેમને નિરુત્તર કરવા જોઈએ કે જેથી માનભંગ થઈ તેઓ પોતે સ્વયં ત્યાંથી ચાલ્યા જાય. મંત્રીના કહેવાથી પ્રદેશી રાજા શ્રી કેશી સ્વામી સાથે વાદમાં ઊતર્યો.
પ્રદેશી રાજાએ શ્રી કેશી સ્વામીને કહ્યું કે “આત્મા નામની કોઈ વસ્તુ છે જ નહીં, તેથી તેના ઉદ્ધાર માટે ક્રિયાકાંડો, જપ, તપ વગેરે સર્વ વ્યર્થ છે. માટે લોકોને ૧- જુઓ : આચાર્યશ્રી મલયગિરિજીકૃત, ‘શ્રી રાયપાસેણદય સૂત્ર', કંડિકા ૧૬૭-૨૦૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org