________________
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
શિક્ષણક્ષેત્ર હોય કે શાસ્ત્રાભ્યાસ, આજ કાલ દરેક ક્ષેત્રે વચનોને ગોખાવે છે, પરંતુ વિચાર કરતાં શીખવતા નથી. વિચારશક્તિ પ્રગટે એવા પ્રયત્ન બહુ ઓછી જગ્યાએ થાય છે. સ્મૃતિને જ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે; પરંતુ સ્મૃતિ તે જ્ઞાન નથી, એ તો માત્ર એક યાંત્રિક પ્રક્રિયા છે. જે પૂર્વે અંદર ભરવામાં આવ્યું હોય તેને જ સ્મૃતિ બહાર કાઢી શકે છે. વિચારશક્તિ મૌલિક છે, જ્યારે સ્મૃતિજન્ય વિચાર એ માત્ર પુનરુક્તિ છે. સ્મૃતિની પણ પોતાની ઉપયોગિતા અવશ્ય છે, પરંતુ સ્મૃતિ એ જ્ઞાન નથી.
૨૫૬
જીવે સુપ્ત પડેલી વિચારશક્તિને જગાડવી જરૂરી છે. પોતાની વિચારશક્તિને જગાડવાને બદલે જીવ બીજાનાં વચનોનો સંગ્રહ કરી આત્મવંચના કરે છે. વચનોનો સંગ્રહ કરી તે પોતાના અજ્ઞાન તરફ આંખમીંચામણાં કરે છે. વચનોના સંગ્રહથી અજ્ઞાન મટતું નથી, પણ તેના દ્વારા જ્ઞાનનો ભ્રમ જરૂર પેદા થઈ શકે છે. જેવી રીતે કોઈ વ્યક્તિ વાદળોને આકાશ માની લે, તેવી ભૂલ વચનોના સંગ્રહને જ્ઞાન માની લેવામાં થાય છે.
જ્યાં સુધી માત્ર બીજાનાં વચનો મોઢે કરવાની વૃત્તિ છે, ત્યાં સુધી વિચારશક્તિ પ્રગટવાનો કોઈ સંભવ નથી. જીવને વિચારશક્તિ પ્રગટાવવાની જરૂરિયાત જ નથી લાગતી. તે માત્ર બાહ્ય જાણકારી ભેગી કરીને સંતુષ્ટ થઈ જાય છે. તે ઉધાર વિચારોનો ભંડાર બની જાય છે. પરંતુ તેવા વિચારોમાં સચેતનતા નથી. શબ્દોનો કોરો સંગ્રહ વ્યક્તિને જડતા પ્રદાન કરે છે. તે વિચારશક્તિને આચ્છાદિત કરી દે છે, નિષ્પ્રાણ કરી મૂકે છે અને તેથી સમસ્યા આવે ત્યારે જીવ તે સમસ્યાનું યથાર્થ સમાધાન શોધી શકતો નથી. જેને સુવિચારણા પ્રગટે છે, તે જીવ જીવનની સમસ્યાઓનો સાચો ઉકેલ શોધી શકે છે.
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના શિષ્યમાં વિચારશક્તિ જાગી છે. નથી તે વિચારહીન અવસ્થામાં કે નથી તેણે અન્યનાં વચનોનો સંગ્રહ કર્યો. તે વિચારશીલ છે, જિજ્ઞાસુ છે, સરચિત્ત છે. તે સત્ય સમજવા માટે આતુર છે. તેને સત્ પ્રાપ્ત કરવાની દૃઢ મતિ થઈ છે. તેથી જેમને સત્ની પ્રાપ્તિ થઈ છે એવા શ્રીગુરુને શરણે તે જાય છે અને પોતાની શંકાઓનું સમાધાન કરવા તેમને વિનંતી કરે છે.
શિષ્ય વિચારવાન છે. તે શંકા પ્રદર્શિત કરતાં પહેલાં પણ વિચાર કરે છે અને શંકાનું સમાધાન મળ્યા પછી પણ તેના ઉપર વિચાર કરે છે. આત્મતત્ત્વ ઉપ૨ ખૂબ વિચારણા કર્યા પછી જેનું સમાધાન સાંપડતું નથી તે અંગે તે પોતાની દલીલો રજૂ કરે છે અને શ્રીગુરુએ આપેલ સમાધાન ઉપર ઊંડી વિચારણા કરતાં, તેને તે યથાર્થ પ્રતીત થતાં આત્માના અસ્તિત્વ વિષે તે શ્રદ્ધાવાન થાય છે. આમ, શિષ્ય ઉપર નાસ્તિક મતનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org