________________
ગોથા-પ૯
૨ ૫૫
શકતા નથી, જાણવા જ માગતા નથી; એના કરતાં જે વિચાર કરીને પ્રશ્ન પૂછે છે, તે યોગ્ય છે. ...... લોકો તત્ત્વની રુચિ કરે અને વિચાર, મનન કરે તો બધુંય સમજાય તેમ છે.”૧
જીવ જે કુટુંબમાં જન્મ્યો હોય છે, એના જ કુળધર્મને યથાર્થ વિચારણા કર્યા વિના તે પોતાનો ધર્મ માની લે છે. એ ધર્મ તેની સ્વતંત્ર શોધ કે પસંદગી નથી હોતી. પોતે માનેલ ધર્મ ખરેખર ધર્મ છે કે નહીં એની સ્વતંત્ર વિચારણા તેણે કરી નથી હોતી. તેના વડવાઓમાંથી જે કોઈ તે ધર્મ તરફ જાતે ખેંચાઈને આવ્યું એ તેમની સ્વતંત્ર પસંદગી હતી, પણ તેના માટે હવે એ કુળધર્મ થઈ જાય છે કે આ કુટુંબમાં પેદા થયા, માટે આમ આમ માનવું અને આમ આમ કરવું. કુળધર્મ હોવાના કારણે તે તેને પકડી રાખે છે, પણ તેના સિદ્ધાંતનાં રહસ્યો સમજવા તે પ્રયત્ન કરતો નથી. તે વિચાર કરીને તેનો નિશ્ચય કરતો નથી. તે પોતાની દિશા પોતાની જાતે નક્કી કરતો નથી. પિતા આત્માનાં અસ્તિત્વાદિને માનતા હતા, માટે જો દીકરો આત્માનાં અસ્તિત્વાદિને માનતો હોય તો તે શ્રદ્ધા નિર્બળ હોય છે, કારણ કે એ વિચારણાપૂર્વકનો નિર્ણય નથી. તેનો નિર્ણય સ્વતંત્ર રીતે લીધેલો નથી, વિચારપૂર્વકનો નથી, તેથી તેના માનેલા મતથી વિરુદ્ધ મત તેની સામે આવતાં તે તેની સામે ટકી શકતો નથી. વિચાર વિનાની શ્રદ્ધા દઢ નથી હોતી.
કેટલાક લોકો વિચારહીન અવસ્થામાં જીવે છે. તેઓ વિચાર જ નથી કરતા. તેઓ પરીક્ષા કર્યા વિના નિર્ણય કરે છે. આવી વિચારહીનતા એ મૂઢતા છે. વિચારશીલા વ્યક્તિ પરીક્ષા કરી બરાબર નિર્ણય કરે છે. તે વિચાર કરતો હોવાથી તેને દ્વિધા પણ થાય છે. વિચારહીન વ્યક્તિ તો દ્વિધા અનુભવતી જ નથી. તેનું કારણ એ નથી કે તેની સમજણ યથાર્થ છે. તેનું કારણ એ છે કે તે વિચાર જ નથી કરતો. વિચાર જ ન કરે તો દ્વિધા થાય જ ક્યાંથી?
કેટલાક લોકો વિચારહીન હોય છે, તો વળી કેટલાક લોકો અન્યનાં વચનોનો માત્ર સંગ્રહ કરનારા હોય છે. પરંતુ અન્યના વચનો ભેગાં કરી લેવો એ એક વાત છે અને પોતાની વિચારશક્તિ કેળવવી એ તદન જુદી વાત છે. વચનોનો સંગ્રહ અને સુવિચારણા એ બને ચિત્તની જુદી જુદી અવસ્થાઓ છે. વચનોના સંગ્રહને જ જીવ વિચારશક્તિ માની લે છે. પણ સંગ્રહ અને શક્તિ બને જદાં છે. વચનનો સંગ્રહ એ વિચારશક્તિ નથી, એ તો માત્ર શક્તિનો દેખાવ છે. આ કાળમાં સંગ્રહને શક્તિ માની લેવાનો ભ્રમ ખૂબ વ્યાપક છે. પરિણામે જગતમાં વિચાર વધતા જાય છે, પણ તેની શક્તિ ક્ષીણ થતી જાય છે. ૧- શ્રી કાનજીસ્વામી, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ. ૨૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org