________________
૨ ૫૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન નિરર્થક, ખોટા માર્ગે દોરવાનું બંધ કરો. આત્મોદ્ધારના ઉપદેશની ધૂર્તક્રિયાઓ બંધ કરો.' રાજાએ પોતાની વાતનું સમર્થન કરતાં કહ્યું કે “આત્મા નથી એમ જે હું કહું છું તે વિચાર કર્યા વગર નથી કહેતો. મેં આત્માની ખૂબ શોધ કરી છે. આત્માને જોવા માટે અનેક પ્રયત્નો કર્યા છે, છતાં કોઈ પણ સ્થાને, કોઈ પણ રીતે મને આત્મા જોવા નથી મળ્યો; એટલે મેં નિર્ણય કર્યો છે કે આત્મા છે એમ જે કહેવાય છે તે મિથ્યા છે.' આમ કહી પ્રદેશી રાજાએ પોતે કરેલા પ્રયોગો શ્રી કેશી સ્વામીને સંભળાવ્યા અને શ્રી કેશી સ્વામીએ પ્રદેશી રાજાને તર્કબદ્ધ દલીલો વડે આત્માનું અસ્તિત્વ સમજાવી સમ્યક્ નિર્ણય કરાવ્યો. પ્રદેશ રાજા અને શ્રી કેશી સ્વામી વચ્ચે જે ચર્ચા થઈ તેનો ભાવાર્થ નીચે પ્રમાણે છે. (૧) પ્રદેશી રાજા – આત્મા અને શરીર અલગ નથી પણ એક જ છે, એવા નિર્ણય ઉપર હું કેવી રીતે પહોંચ્યો તે સાંભળો. મારા દાદા આ નગરીના જ રાજા હતા. તેઓ ખૂબ અધાર્મિક હતા અને પ્રજાની સારસંભાળ સારી રીતે કરતા ન હતા. તેઓ ઘણા પાપી હતા, તેથી આપની માન્યતા પ્રમાણે તો તેઓ નરકમાં ગયા હશે અને ત્યાં ઘણું દુ:ખ ભોગવતા હશે. મારા દાદાનો હું પ્રિય પત્ર હતો. તેમનો મારા ઉપર બહુ સ્નેહ હતો. હવે જો આપના કથનાનુસાર આત્મા અને શરીર ભિન્ન હોય અને તેઓ મરીને નરકમાં ગયા હોય, તો તેઓ ત્યાંથી અહીં આવી મને ચેતવે કે હે પૌત્ર! તું પાપ ન કર. પાપ કરવાથી મારાં જેવાં નરકનાં દુ:ખો તારે પણ ભોગવવા પડશે.' તેઓ અહીં આવીને મને એટલું તો દર્શાવે જ કે તું કોઈ પણ પ્રકારનો અધર્મ નહીં કરતો, કારણ કે તેનાં ફળસ્વરૂપે નરકમાં જવું પડે છે અને ભયંકર દુઃખ ભોગવવા પડે છે. જો મારા દાદા મને કહેવા આવ્યા હોત તો આત્મા અને દેહ જુદાં છે એમ સિદ્ધ થાત. પરંતુ તેઓ હજી સુધી મને આવું કહેવા માટે આવ્યા નથી, તેથી હું માનું છું કે શરીરથી ભિન્ન એવું કોઈ આત્મતત્ત્વ નથી. શ્રી કેશી સ્વામી - હે પ્રદેશી! તારી સૂર્યકાંતા નામની રાણી છે. તે સુંદર-રૂપવતી રાણીની સાથે કોઈ સુંદર-રૂપવાન પુરુષ વ્યભિચાર કરે, કામસુખનો અનુભવ કરે, તો તે કામુક પુરુષને તું શું દંડ આપે? પ્રદેશી રાજા – હું તે પુરુષના હાથ કાપી લઉં, પગ છેદી નાખ્યું અને એને શૂળીએ ચઢાવી દઉં અથવા એક જ પ્રહારમાં તેનો જીવ લઈ લઉં. શ્રી કેશી સ્વામી – હે રાજન! તે કામુક પુરુષ કદાપિ હાથ જોડી તને અરજ કરે કે હે સ્વામી! ઘડીભર રોકાઈ જાઓ. હું મારા કુટુંબીઓ અને મિત્રોને કહી આવું કે કામવૃત્તિને વશીભૂત થઈને હું સૂર્યકાંતાના સંગમાં પડ્યો, તેથી મને મોતની સજા મળી છે. તમે ભૂલથી પણ પાપાચરણમાં ન પડતા. તમે કોઈ વ્યભિચાર ન કરતા. જો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org