________________
૨૪૨
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
વ્યવહાર થાય છે, પણ શરીરથી જીવનો સંબંધ છૂટી જાય છે ત્યારે આ મરી ગયો' એવો વ્યવહાર થાય છે. આવો વ્યવહાર શરીરને જ જીવ માનવામાં આવે તો ઘટી શકે નહીં, તેથી આવા વ્યવહારના આધારે સ્વતંત્ર આત્માની સિદ્ધિ થાય છે.
આમ, તર્કના નિયમ અનુસાર વિશ્વમાં જે પદાર્થનું અસ્તિત્વ હોય તેનો જ નિષેધ કરી શકાય. જે જે પદાર્થનો નિષેધ કરાય છે તે તે પદાર્થ જગતમાં હોય જ, અસત્પદાર્થનો નિષેધ નથી થતો. જે કોઈ પણ પદાર્થ માટે ‘નથી’ એમ બોલાય ત્યારે પ્રથમ તો પદાર્થનું અસ્તિત્વ સાબિત થઈ જ જાય છે. માત્ર ક્ષેત્ર, કાળ આદિથી ‘અહીં વિદ્યમાન નથી', ‘હમણાં વિદ્યમાન નથી' એમ નિષેધ કરવામાં આવે છે. તદનુસાર આત્મા સત્ છે, માટે જ ‘આત્મા નથી' એમ બોલી શકાય છે. ‘આત્મા નથી' એમ કહેતાં જ આત્માનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. ‘આત્મા નથી' એ વાક્યમાં જેનો નિષેધ કરવામાં આવે છે એવો આત્મા નામનો પદાર્થ સત્ છે, તેનું અસ્તિત્વ છે; માત્ર મૃત્યુ આદિના પ્રસંગવશાત્ સંયોગાદિ સંબંધ નથી એમ જાણવા યોગ્ય છે. આ રીતે ‘આત્મા નથી' એ વાક્યપ્રયોગ જ આત્માના અસ્તિત્વને સિદ્ધ કરે છે. જીવના નિષેધથી જીવની સિદ્ધિ થાય છે. નિષેધ પ્રમાણથી આત્માનું અસ્તિત્વ સિદ્ધ થાય છે.
(૩) પ્રતિપક્ષી શબ્દ પ્રતિપક્ષી શબ્દ દ્વારા પણ આત્માની સિદ્ધિ થાય છે. ભાષાકીય વ્યવહારમાં અનેક શબ્દો છે. તે શબ્દોનો પ્રતિપક્ષી વિરોધી શબ્દ હોય છે. જેમ કે ઘટનો પ્રતિપક્ષી શબ્દ અઘટ છે. આવા પ્રતિપક્ષી વિરોધી શબ્દ સત્ વિદ્યમાન પદાર્થના જ હોય છે. સત્પદાર્થનો જ પ્રતિપક્ષી શબ્દ શબ્દથી પણ વસ્તુની સિદ્ધિ થાય છે. છે. ઘટનો પ્રતિપક્ષ અઘટ શબ્દ છે, જે
હોઈ શકે છે, એટલે પ્રતિપક્ષી પ્રતિપક્ષી શબ્દ વસ્તુના અસ્તિત્વને સાબિત કરે ઘટના અસ્તિત્વની સાબિતી છે.
ઘટનો વિરોધી શબ્દ અઘટ છે, તેમ જીવનો વિરોધી શબ્દ અજીવ છે. અઘટ શબ્દ જેમ ઘટને સિદ્ધ કરે છે, તે જ પ્રમાણે અજીવ શબ્દ પણ જીવને સિદ્ધ કરે છે. અજીવ શબ્દ જીવના અસ્તિત્વને સાબિત કરે છે. જો જીવ અસત્ જ હોય તો તેનો નિષેધ અજીવ એવા શબ્દથી સૂચિત કરી શકાય જ નહીં. જો જીવ જેવો પદાર્થ દુનિયામાં હોય જ નહીં તો આ અજીવ છે' એમ કદી પણ બોલી શકાય નહીં, માટે આ અજીવ શબ્દ જીવની વિદ્યમાનતા સિદ્ધ કરે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ‘અધ્યાત્મસા’માં કહે છે કે સત્પદાર્થના સંયોગાદિનો જ નિષેધ કરાય છે, અસત્પદાર્થનો નિષેધ હોતો નથી, માટે અજીવ એવો શબ્દ જીવની વિદ્યમાનતા સિદ્ધ કરે છે.૧ ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર’, પ્રબંધ ૪, શ્લોક ૮૫ 'अजीव इति शब्दश्च जीवसत्तानियंत्रितः । असतो न निषेधो यत्संयोगादिनिषेधनात् । । '
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org