________________
ગાથા-૫૮
૨૪૧
કહેવાય છે કે ઘડા જેવડાં મોતી હોતાં નથી.
આ પ્રમાણે સંયોગ, સમવાય, સામાન્ય અને વિશેષમાંથી ક્વચિત્ કોઈકનો નિષેધ કરાય છે. સંયોગાદિનો જ નિષેધ થાય છે, પણ પદાર્થનો જ સર્વથા અભાવ કહેવાતો નથી. જે પદાર્થ અસ્તિત્વ ધરાવે છે તે જ પદાર્થના સંયોગાદિના નિષેધનો
વ્યવહાર કરી શકાય. જેમ કે ઘડો નથી, પૈસા નથી વગેરે વ્યવહારો વિદ્યમાન વસ્તુના નિષેધવાચી વાક્યો છે. અત્યારે ઘરમાં ઘડો નથી’, ‘અત્યારે મારી પાસે પૈસા નથી’ એ વાત બરાબર છે; પણ સંસારમાં ઘડો, પૈસા જેવી વસ્તુ હસ્તી તો ધરાવે જ છે અને તો જ તેનો પ્રસંગવશાત્ નિષેધ કરી શકાય છે. તે જ પ્રમાણે જેની સત્તા વિદ્યમાન છે એવા આત્મપદાર્થના સંયોગાદિનો નિષેધ કરી શકાય છે. ‘આત્મા નથી' એમાં આત્માનો સર્વથા અભાવ અભિપ્રેત નથી, પણ તેના સંયોગાદિનો જ નિષેધ અભિપ્રેત છે.
‘આત્મા ઇન્દ્રિયગ્રાહ્ય નથી' એમ કહેતાં ઇન્દ્રિયો વડે સાધતાનો જ નિષેધ છે, આત્માનો નિષેધ નથી. ‘શરીરમાં જીવ નથી’ એનો અર્થ એ નથી કે જીવનો સર્વથા નિષેધ છે - વિશ્વમાં કશે પણ જીવ હોવાનો નિષેધ છે. શરીરમાં જીવનો સંયોગ સંબંધ નથી, પણ જીવ શરીર સિવાય બીજે કશેક તો જરૂર છે એટલો જ એનો અર્થ છે. ‘દેહમાં આત્મા નથી' એ વાક્ય આત્માનો નિષેધ સાબિત ન કરતાં દેહમાં આત્મસંયોગનો જ નિષેધ કરે છે અને તેથી અન્યત્ર ક્યાંક તો આત્માનું અસ્તિત્વ સિદ્ધ થઈ જ જાય છે. આત્મા હોય તો જ એ પ્રકારનો વ્યવહાર થાય છે. આવા વ્યવહારથી આત્માનો સર્વથા અભાવ સિદ્ધ નથી થતો, પરંતુ શરીર સાથેના તેના સંયોગ સંબંધનો નિષેધ સિદ્ધ થાય છે. આમ, વસ્તુતઃ વિદ્યમાનપણે વસ્તુનો સર્વથા નિષેધ નથી થતો, કિંતુ તે વસ્તુના સંયોગ, સમવાય, સામાન્ય કે વિશેષનો જ નિષેધ થાય છે. ‘નથી’ શબ્દ વિષે આ વિચાર કરવા યોગ્ય છે, જેથી વસ્તુનું વાસ્તવિક જ્ઞાન થાય.
કોઈ એમ પ્રશ્ન કરે કે આ વાતને માનીને જ એમ કહેવામાં આવે કે શરીરમાં જીવ નથી, તો શું ખોટું છે? શરીરમાં અવિદ્યમાન એવા જીવનો જ અમે નિષેધ કરીએ છીએ, શરીરમાં પણ જીવ માનવાની બાબતમાં જ વાંધો છે.
આનો ઉત્તર એ છે કે આમ કહેતાં જીવના અસ્તિત્વની સ્વીકૃતિ થઈ જાય છે અને મૂળ ઉદ્દેશ જીવનું અસ્તિત્વ સિદ્ધ કરવાનો જ છે. જીવનું અસ્તિત્વ જો સિદ્ધ થતું હોય તો પછી તેનો આશ્રય પણ સ્વતઃ સિદ્ધ થઈ જ જશે, કારણ કે તે નિરાશ્રય તો હોઈ ન શકે. પ્રશ્નકર્તાએ શરીરમાં જીવનો નિષેધ કર્યો, તેથી તેની વિદ્યમાનતા તો ઉક્ત નિયમથી સિદ્ધ થઈ જ ગઈ. હવે તે વસ્તુતઃ શરીરમાં છે કે નહીં એ વિચારવાનું રહે છે. જીવિત શરીરમાં જીવનાં જ્ઞાનાદિ ચિહ્નો દેખાતાં હોવાથી જીવિત શરીરમાં જીવની ઉપસ્થિતિ માનવી ઘટે છે. શરીરમાં જીવ હોય છે ત્યાં સુધી આ જીવે છે' એવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org