________________
૨૪૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
અને વિશેષનો જ નિષેધ કરાય છે, પણ સર્વથા તે પદાર્થોનો નિષેધ કરાતો નથી. ૧
નિષેધ ચાર પ્રકારે થઈ શકે છે તે આ પ્રમાણે
i) સંયોગ નિષેધ સંયોગનો એટલે કે જીવ, ઘટ વગેરે વસ્તુના વિવક્ષિત સ્થાનના સંબંધનો જ નિષેધ કરાય છે, જેમ કે ‘દેવદત્ત ઘરે નથી’ એમ કહેતાં દેવદત્તનો ઘરની સાથેના સંબંધનો નિષેધ કર્યો છે, પણ દેવદત્તનો અથવા ઘરનો નિષેધ કર્યો નથી. ‘ઘરમાં દેવદત્ત નથી' એમ કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે દેવદત્ત અને ઘર બન્ને વિદ્યમાન છતાં બન્નેનો સંયોગ નથી. દેવદત્તના કે ઘરના અભાવનું પ્રતિપાદન નથી થતું, પણ અન્યત્ર વિદ્યમાન એવા દેવદત્તનો ઘર સાથે સંયોગ નથી એટલું જ બતાવવું અભિપ્રેત હોય છે.
-
ii) સમવાય નિષેધ સમવાયનો એટલે કે સંહતિનો જ નિષેધ કરાય છે, જેમ કે ‘ગધેડાના મસ્તક ૫૨ શીંગડું નથી' એમ કહેતાં સમવાયનો નિષેધ કર્યો છે, પણ ગધેડાનું મસ્તક અથવા શીંગડું એ પ્રત્યેકનો નિષેધ કર્યો નથી. ગધેડાને શીંગડું નથી’ એમ કહેવાનું તાત્પર્ય એ છે કે ગધેડો અને શીંગડું એ બન્ને પદાર્થો પોતપોતાને સ્થાને વિદ્યમાન છતાં એ બન્નેનો સમવાય નથી. ગધેડો પણ છે અને શીંગડું પણ છે, પરંતુ ગધેડાને શીંગડું નથી એટલે કે ગધેડા અને શીંગડાનો સમવાય નથી. iii) સામાન્ય નિષેધ સામાન્યનો એટલે સમાન ભાવનો નિષેધ કરાય છે, જેમ કે ‘બીજો ચંદ્ર નથી. એમ કહેતાં ચંદ્રનો સર્વથા નિષેધ કરાયો નથી, પરંતુ વિદ્યમાન એક ચંદ્ર સિવાય બીજા ચંદ્રનો નિષેધ કર્યો છે. અહીં સમાનતાનો નિષેધ છે. ચંદ્ર નથી એમ અર્થ નથી, પણ માત્ર એક જ ચંદ્ર છે એમ અભિપ્રેત છે. વિદ્યમાન ચંદ્ર સિવાય બીજો ચંદ્ર હોવાનો નિષેધ થાય છે, નહીં કે ચંદ્રનો સર્વથા નિષેધ થાય છે.
1
Jain Education International
iv) વિશેષ નિષેધ વિશેષનો એટલે વિશિષ્ટતાનો નિષેધ કરાય છે, જેમ કે ઘડા જેવડાં મોતી હોતાં નથી' એમ કહેતાં ઘડા જેવડાં એ વિશેષણયુક્ત મોતીનો નિષેધ કર્યો છે, પણ ઘડાનો કે મોતીનો એ બન્ને પૃથક્ પૃથક્ પદાર્થોનો નિષેધ કર્યો નથી. ઘડાનો કે મોતીનો સર્વથા નિષેધ અભિપ્રેત નથી, પણ ઘટના પરિમાણરૂપ વિશેષનો અભાવ મોતીમાં છે એટલું જ પ્રતિપાદિત કરવું અભિપ્રેત છે. ઘડો પણ છે અને મોતી પણ છે. બન્નેનું અસ્તિત્વ છે, બન્નેની સત્તા છે; પરંતુ મોતી હોવા છતાં મોતી ધડા જેવડાં મોટાં નથી, એટલે બન્ને જગતમાં હોવા છતાં પણ વિશેષનો નિષેધ છે. એટલે ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર’, પ્રબંધ ૪, શ્લોક ૮૬ 'संयोगः समवायश्च सामान्यं च विशिष्टता । निषिध्यते पदार्थानां त एवं नतु सर्वथा ।। '
For Private & Personal Use Only
www.jainelibrary.org