________________
ગાથા-૫૮
૨૩૯ છે અને જે સર્વથા અવિદ્યમાન હોય તેનો નિષેધ થઈ શકતો નથી. આત્મા અસત્પદાર્થ હોય તો તેનો નિષેધ ન થાય. જો જીવ સર્વથા હોય જ નહીં તો ‘જીવ નથી' એવો પ્રયોગ જ થાય નહીં.
જેમ દુનિયામાં જો ઘડો કશે પણ ન જ હોય તો ‘ઘડો નથી' એવો પ્રયોગ ન થાય; તેમ જીવ જો સર્વથા ન હોય તો ‘જીવ નથી' એવો પણ પ્રયોગ ન થાય. જેમ ‘ઘડો નથી' એમ કહેવામાં આવે છે ત્યારે ઘડો ત્યાં ન પણ હોય, પરંતુ તે અન્યત્ર અવશ્ય હોય છે; તેમ ‘જીવ નથી' એમ કહેવામાં આવે ત્યારે ત્યાં નહીં તો અન્યત્ર જીવનું અસ્તિત્વ અવશ્ય માનવું ઘટે છે. આત્માનો સર્વથા અભાવ નથી. ‘નથી' શબ્દનો અર્થ ‘સર્વથા અભાવ' એવો નથી થતો. ‘નથી' શબ્દ પદાર્થની સર્વથા વિદ્યમાનતાની ના પાડી શકતો નથી. જે વસ્તુ સર્વથા નથી હોતી તેના વિષે નિષેધ પણ કરી શકાતો નથી, તેને માટે ‘નથી' એમ પણ કહી શકાતું નથી. ત્રણે કાળમાં જે પદાર્થ અવિદ્યમાન હોય તો તેના માટે નિષેધનો વ્યવહાર પણ નથી કરવામાં આવતો. અસત્નો નિષેધ થઈ શકતો નથી. જીવનો નિષેધ કરવામાં આવે છે, માટે તેનું અસ્તિત્વ માનવું ઘટે છે.
અહીં કોઈ પ્રશ્ન કરે કે ‘ગધેડાને શીંગડું નથી' એમ તો કહેવાય છે, તો પછી એમ કેમ કહી શકાય કે જેનું અસ્તિત્વ ન હોય તેને વિષે નથી' એવો પ્રયોગ નથી થતો? વળી, જેની સાથે નથી' શબ્દનો પ્રયોગ થાય છે તેનું અવશ્ય અસ્તિત્વ હોય છે એમ કહેવામાં આવ્યું છે. તો ગધેડાના શીંગડાનું પણ અસ્તિત્વ માનવું પડશે, કારણ કે ‘ગધેડાને શીંગડું નથી' એવો પ્રયોગ તો થાય છે. ‘ગધેડાને શીંગડું નથી' એમ કહેતાં નિષેધનો વિષય ગધેડાનું શીંગડું જગતમાં હસ્તી ધરાવે છે એમ સાબિત થઈ જશે.
આનો ઉત્તર એ છે કે ગધેડાને શીંગડું નથી' એનો અર્થ એ જ છે કે ગધેડાના માથે શિંગડાનો સમવાય નથી. ‘ગધેડાનું શીંગડું' એ નિષેધનો વિષય નથી, પરંતુ ‘ગધેડાને માથે શીંગડાનો સમવાય’ એ નિષેધનો વિષય છે. આમ, આ નિષેધનો વિષય શીંગડાનો સમવાય બને છે. શીંગડાના સમવાયનો નિષેધ છે અને એ નિષેધનો વિષય શીંગડાનો સમવાય જગતમાં ગાય વગેરેના માથે પ્રસિદ્ધ જ છે, તેથી એ વાત નક્કી થાય છે કે સત્નો જ નિષેધ થાય છે, અસત્નો નિષેધ થતો નથી. માત્ર વસ્તુના સમવાયાદિ સંબંધનો જ નિષેધ થાય છે.
વાસ્તવમાં નિષેધથી વસ્તુના સર્વથા અભાવનું પ્રતિપાદન નથી થતું, પણ તેના સમવાયાદિના અભાવનું પ્રતિપાદન થાય છે. અવિદ્યમાન પદાર્થનો કોઈ પણ નિષેધ કરી શકતું નથી. લોકમાં તથા શાસ્ત્રોમાં સમવાયાદિનો જ નિષેધ થાય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ‘અધ્યાત્મસારમાં કહે છે કે પદાર્થોના સંયોગ, સમવાય, સામાન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org