________________
૨૩૮
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
થતી તેમ.
અહીં એમ તર્ક થઈ શકે કે સંશયભૂત પદાર્થ અવશ્ય વિદ્યમાન હોય તો કેટલાકને ગધેડાના શીંગડા વિષે પણ સંશય થતો હોવાથી ગધેડાનું શીંગડું પણ વિદ્યમાન માનવું પડશે. જગતમાં ગધેડાને શીંગડું છે કે નહીં' એવો સંશય થાય છે એટલે એ સંદેહનો વિષય ગધેડાનું શીંગડું, જગતમાં અસ્તિત્વ ધરાવે છે એમ સિદ્ધ થઈ જશે. પરંતુ ગધેડાના શીંગડા વિષે સંશય થઈ શક્તો હોવા છતાં ગધેડાના મસ્તક ઉપર શીંગડું હોતું નથી.
આ તર્કનું સમાધાન એ છે કે સંશયની વિષયભૂત વસ્તુ સંસારમાં ગમે ત્યાં હોવી જ જોઈએ. અવિદ્યમાનમાં સંશય થાય જ નહીં એ નિયમ યથાર્થ જ છે, કારણ કે લોકમાં ગધેડાના શીંગડા વિષે સંશય થાય છે, ત્યાં ગધેડાને શીંગડું ભલે ન હોય પણ અન્યત્ર - ગાય વગેરેને શીંગડાં તો છે જ. જો જગતમાં ગધેડા કે શીંગડાનો સર્વથા અભાવ હોય તો તે વિષે સંદેહ થાય જ નહીં. લોકમાં ગધેડો અને શીંગડું એ બન્ને પદાર્થો વિદ્યમાન છે જ, માટે તે ભિન્ન ભિન્ન પદાર્થોમાં સંશય થઈ શકે છે. આ જ પ્રમાણે વિપર્યયજ્ઞાન. અર્થાત ભમજ્ઞાન માટે પણ સમજવાનું છે. વિશ્વમાં જો સર્વથા સર્પનો અભાવ જ હોય તો દોરીના ટુકડામાં સર્પનો ભ્રમ થઈ શકે જ નહીં. દોરડું અને સાપ બને જગતમાં વિદ્યમાન છે. આ ન્યાય અનુસાર શરીરમાં જો આત્માનો ભમ માનવામાં આવતો હોય તો આત્માનું અસ્તિત્વ ત્યાં નહીં તો બીજે કશે પણ માનવું તો પડશે જ. જીવનો સર્વથા અભાવ હોય તો તેનો ભ્રમ થઈ શકે નહીં.
આ રીતે જીવ વિદ્યમાન છે તેથી જ તે વિષે શંકા થાય છે. જો જીવ જેવો કોઈ પદાર્થ વિદ્યમાન જ ન હોત તો તે વિષે શંકા થાય જ નહીં. જે વસ્તુ વિદ્યમાન હોય તેનો જ સંશય થઈ શકે છે, તેથી જીવના સંશયથી જ જીવની સિદ્ધિ થાય છે. અસ્તિત્વ ધરાવતા સત્પદાર્થો વિષે જ સંશય થતો હોવાથી સંશયનો વિષય એવો જીવ સત્ છે.' (૨) નિષેધપ્રમાણ – નિષેધ દ્વારા પણ આત્માની સિદ્ધિ થાય છે. માટે છે નહિ આતમા” એમ કહીને શિષ્ય જ્યાં આત્માનો નિષેધ કર્યો ત્યાં જ આત્માનું અસ્તિત્વ સિદ્ધ થઈ જાય છે. “જીવ નથી' એમ કહેતાં જ જીવનું અસ્તિત્વ સિદ્ધ થઈ જાય છે, કારણ કે સત્પદાર્થનો જ નિષેધ થઈ શકે છે. અભાવાત્મક પદાર્થનો નિષેધ કરી શકાતો નથી, એવો નિયમ છે કે જેનો નિષેધ થાય છે તે વિશ્વમાં ક્યાંક તો વિદ્યમાન હોય જ ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્રની આચાર્યશ્રી અકલંકદેવકૃત
ટીકા, ‘તત્ત્વાર્થવાર્તિકમ્', અધ્યાય ૨, સૂત્ર ૮ની ટીકા 'सत्यपि संशये तदालम्बनात्मसिद्धिः । न हि अवस्तुविषयः संशयो भवति ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org