________________
ગાથા-૫૮
૨૩૭
થાય છે, તેમ અન્ય યુક્તિઓ દ્વારા પણ આત્માના અસ્તિત્વની સિદ્ધિ થઈ શકે છે. સંશયવિષય, નિષેધપ્રમાણ, પ્રતિપક્ષી શબ્દ અને વાચ્ય-વાચક સંબંધ - આ ચાર યુક્તિઓને અનુક્રમે જોઈએ. (૧) સંશયવિષય – સંશયનો કર્તા આત્મા હોવાથી જેમ આત્માનું અસ્તિત્વ સિદ્ધ થાય છે, તેમ સંશયનો વિષય આત્મા હોવાથી પણ આત્માની સિદ્ધિ થાય છે. તર્કશાસ્ત્રના નિયમ અનુસાર જે જે વિષયમાં સંશય હોય છે તે તે વિષય વિદ્યમાન હોય જ છે. જે જે વિદ્યમાન પદાર્થો હોય તેમાં જ શંકા થાય છે. અવિદ્યમાન પદાર્થોમાં ક્યારે પણ શંકા થતી નથી. જે વસ્તુ જગતમાં વિદ્યમાન ન હોય તેનો સંશય જ ન થાય.
ટૂંઠું અને પુરુષ એ વિષયમાં સંશય થાય છે કે જે આ દેખાય છે તે પૂંઠું છે કે પુરુષ છે?', તો તે બન્ને - હૂંઠું અને પુરુષ વિદ્યમાન છે, કારણ કે જે સર્વથા અવિદ્યમાન હોય છે તેના વિષે કદી કોઈને સંશય થતો નથી. ટૂંઠું અને પુરુષ બન્ને વિદ્યમાન પદાર્થો છે, એટલે જ તે અંગે સંશય થઈ શકે છે. દૂરથી જોયેલા ઝાડના હૂંઠામાં પુરુષનો સંદેહ પડે છે. આ વાત જ સાબિત કરે છે કે હૂંઠા અને પુરુષ જેવી વસ્તુ જગતમાં જરૂર વિદ્યમાન છે. જો પુરુષ જેવું દ્રવ્ય જગતમાં કશે પણ વિદ્યમાન ન હોત તો ઠૂંઠામાં પુરુષનો સંદેહ થાત જ નહીં. એ જ રીતે શરીરમાં આત્મા છે કે નહીં' એવો સંદેહ થાય છે એ જ બતાવી આપે છે કે આત્મા જેવી કોઈ સ્વતંત્ર વસ્તુ જરૂર છે. ટૂંઠું-પુરુષ વગેરેની જેમ આત્મા સંશયનો વિષય હોવાથી આત્માની સિદ્ધિ થાય છે. આત્મા સંબંધી સંશય થાય છે, તેથી આત્મા અવશ્ય વિદ્યમાન છે.
અહીં કોઈ પ્રશ્ન કરે કે ટૂંઠું-પુરુષવિષયક સંદેહસ્થળમાં ઉક્ત બે વસ્તુમાંથી માત્ર એક જ વિદ્યમાન હોય છે, બન્ને વિદ્યમાન નથી હોતી. સંશયના વિષયમાં આવેલાં હૂંઠા અને પુરુષમાંથી કોઈ પણ એક વિદ્યમાન છે, તેથી જે વિષયમાં સંશય હોય છે ત્યાં સંશયની વિષયભૂત બે વસ્તુમાંથી માત્ર એક જ વિદ્યમાન હોય છે. તો પછી એમ કેમ કહેવામાં આવે છે કે જે સંશયનો જે વિષય હોય છે તે વિદ્યમાન હોય જ છે?
આનો ઉત્તર એ છે કે જેનો સંશય થાય છે તે વસ્તુ વિદ્યમાન હોય જ છે' - એનો અર્થ એમ નથી થતો કે જ્યાં જે વિષે સંદેહ હોય ત્યાં જ તે વિદ્યમાન હોવી જોઈએ. એનો અર્થ તો એટલો જ થાય છે કે સંશયની વિષયભૂત વસ્તુ આ જગતમાં કશે પણ વિદ્યમાન અવશ્ય હોય છે. સંશયવાળી વસ્તુનો સર્વથા અભાવ હોતો નથી. કોઈ પણ જગ્યાએ તે ચીજ અવશ્ય હયાત હોય છે. જીવ વિષે સંદેહ થાય છે, માટે જીવ અવશ્ય વિદ્યમાન છે. જીવનો સંશય વિદ્યમાન હોવાથી લોકમાં જીવ છે એવી સિદ્ધિ થાય છે. અન્યથા તે વિષે સંશય થાય જ નહીં. કોઈ પણ અવિદ્યમાન - અભાવાત્મક પદાર્થમાં શંકા થઈ શકતી જ નથી; જેમ છઠ્ઠા ભૂત વિષે ક્યારે પણ કોઈને શંકા નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org