________________
૨૩૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સંશયરૂપ જ્ઞાનનો કોઈ ગુણી માનવો જ જોઈએ. દેહને જ્ઞાનનો ગુણી માની શકાય નહીં, કારણ કે દેહ તો જડ છે, જ્યારે જ્ઞાન તો બોધરૂપ છે. આ પ્રકારે એ બન્ને વિલક્ષણ છે, તેથી તે બન્ને વચ્ચે ગુણ-ગુણી ભાવ ઘટી શકે નહીં. આમ, જ્ઞાન ગુણ દેહનો હોઈ શકે નહીં, તેથી દેહને સંશયનો ગુણી માની શકાય નહીં, સંશયનો ગુણી - આધાર જો કોઈ હોય તો તે જીવ જ છે. આત્માને જ સંશય ઊઠે છે. આમ, શંકાની ક્રિયાથી જ આત્માની સિદ્ધિ થઈ જાય છે, કારણ કે સંશય કરનાર આત્મા જ છે.'
આત્માનો અસ્તિત્વવિષયક સંદેહ અસ્થાને છે, કારણ કે આત્મા સંશયવિજ્ઞાનરૂપે પ્રત્યક્ષ છે. જીવને પોતાનો સંદેહ તો પ્રત્યક્ષ જ છે, કારણ કે તે વિજ્ઞાનરૂપ છે. જે વિજ્ઞાનરૂપ હોય તે સ્વસંવેદ્ય - સ્વસંવેદનથી પ્રત્યક્ષ હોય જ છે; વિજ્ઞાનનું જ્ઞાન અન્ય રીતે ઘટી શકતું જ નથી. સંશય સ્વવિદિત છે, પ્રત્યક્ષ છે અને જીવ વિજ્ઞાનરૂપ હોવાથી ‘જીવ છે કે નહીં? એવું જે સંશયરૂપ વિજ્ઞાન છે તે જ જીવ છે. માટે સંશયરૂપ વિજ્ઞાન પ્રત્યક્ષ હોવાથી તે રૂપે જીવ પણ પ્રત્યક્ષ જ છે. જે પ્રત્યક્ષ હોય છે તેની સિદ્ધિમાં બીજાં પ્રમાણો અનાવશ્યક છે. જેમ સુખ-દુઃખાદિનો જે અનુભવ થાય છે તે સ્વવિદિત હોવાથી પ્રત્યક્ષસિદ્ધ છે અને તેથી સુખ-દુ:ખાદિની સિદ્ધિમાં પ્રત્યક્ષ સિવાયના બીજાં પ્રમાણ અનાવશ્યક છે, તેમ જીવ પણ સંશયવિજ્ઞાનરૂપે સ્વવિદિત હોવાથી તેની સિદ્ધિમાં અન્ય પ્રમાણો અનાવશ્યક છે.
જીવ સંશયવિજ્ઞાનરૂપે પ્રત્યક્ષ છે એ દર્શાવતાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ‘અધ્યાત્મસાર'માં લખે છે કે સંશયાદિ ગુણોના અભેદના કારણે જીવ પ્રત્યક્ષ જ છે. આત્મા પ્રત્યક્ષ છે, કેમ કે સંશયાદિ સર્વ પોતાના અનુભવથી સિદ્ધ છે. આત્માના જે સંશયાદિ જ્ઞાનસ્વરૂપ ગુણો છે તે પ્રત્યક્ષ જ છે. ગુણ ગુણીથી અભેદ હોય છે, માટે જો આત્માનો જ્ઞાન ગુણ પ્રત્યક્ષ છે તો ગુણી એવો આત્મા પણ પ્રત્યક્ષ છે જ. સંદેહ જીવનો ધર્મ છે અને ધર્મ-ધર્મ અભેદ છે, તેથી ધર્મનું પ્રત્યક્ષ હોવાથી ધર્મી પણ પ્રત્યક્ષ જ છે.
આમ, આત્માના અસ્તિત્વના સંશયનો કરનાર કોણ છે તેની વિચારણા કરતાં આત્માના અસ્તિત્વની સિદ્ધિ થાય છે. સંશયના કર્તારૂપે જેમ આત્માના અસ્તિત્વની સિદ્ધિ ૧- જુઓ : આચાર્યશ્રી જિનભદ્રજીકત, ‘વિશેષાવશ્યકભાષ્ય', ગાથા ૧૫૫૭
'जति णत्थि संसयि च्चिय किमत्थि णत्थि त्ति संसओ कस्स? ।
संसइते व सरुवे गोतम! किमसंसयं होज्जा ।।' ૨- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૪, શ્લોક ૭૪
'तदेतदर्शनं मिथ्या जीवः प्रत्यक्ष एव यत् । गणानां संशयादीनां प्रत्यक्षाणामभेदतः ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org