________________
ગાથા-૫૮
૨૩૫
આશ્ચર્યની વાત છે કે ખુદ આત્મા જ આત્માના વિષયમાં શંકાશીલ બને છે. શંકાને માને અને શંકા કરનાર આત્માને ન માને એ તો કલ્પી ન શકાય એવું આશ્ચર્ય છે. આત્મા છે કે નહીં એવી શંકા શિષ્ય કરે છે, એટલે કે પોતે જ પોતાના અસ્તિત્વ વિષે શંકા કરે છે, તેથી શ્રીગુરુને શિષ્ય ઉપર અમાપ અચરજ થાય છે.
જીવને ઘણા પ્રકારના સંશયો થાય છે. સંશયથી તે અજાણ નથી. અવારનવાર તેને સંશય થતો હોય છે. દા.ત. અંધારામાં વાંકાચૂકા સર્પાકારે પડેલા દોરડાને જોઈને ‘આ સાપ છે કે દોરડું?' એવું સંશયાત્મક જ્ઞાન થાય છે. આવા પ્રકારના અનેક સંશયો જીવને થાય છે, પણ તેને પોતાના અસ્તિત્વ વિષે ‘હું છું કે નહીં' એવો સંશય થાય એ તો અત્યંત આશ્ચર્યજનક છે.
પોતાના જ અસ્તિત્વની શંકા કરવી તે અત્યંત વિસ્મયજનક છે. પોતે વિદ્યમાન હોવા છતાં પોતાની વિદ્યમાનતાની શંકા કરવી એ અત્યંત વિચિત્ર વાત છે. ‘જરા જુઓ તો હું છું કે નહીં?' એમ કોઈ વ્યક્તિ બીજાને પૂછે તો તે જેટલું હાસ્યાસ્પદ ઠરે છે, તેટલું જ હાસ્યાસ્પદ પોતાના જ અસ્તિત્વ વિષે સંદેહ કરવો તે છે. શ્રીમદ્ લખે છે
‘આપ આપકું ભૂલ ગયા, ઈનસેં ક્યા અંધેર? સમર સમર અબ હસત હૈ, નહિ ભૂલેંગે ફેર.૧
આ જીવ પોતે પોતાને જ ભૂલી ગયો છે અને દેહાદિ પરને પોતાનું સ્વરૂપ માની તે અનંત કાળના પરિભ્રમણરૂપ દુઃખદાયક સંસારદરિયામાં ડૂબી રહ્યો છે. પોતે પોતાને ભૂલી ગયો તે ખરેખર આશ્ચર્યજનક છે, એના જેવું બીજું અંધેર કયું હોઈ શકે? હવે તે ભૂલ સમજાતાં, ફરી ફરીને તે ભૂલ યાદ આવતાં, પોતાની મૂર્ખતા ઉપર, પોતાની અણસમજ ઉપર હસવું આવે છે અને એવો બળવાન નિશ્ચય થાય છે કે હવે ફરીથી એ ભૂલ કદાપિ નહીં જ થાય, અર્થાત્ સ્વસ્વરૂપને ભૂલીને હવે બીજામાં સ્વપણાની માન્યતા કદી નહીં થાય.
આમ, અમાપ આશ્ચર્યની વાત છે કે સંશય કરનાર આત્મા પોતે હોવા છતાં તેને પોતા વિષે શંકા થાય છે. સંશય એ જ્ઞાનનો પ્રકાર હોવાથી આત્મા જ સંશય કરી શકે છે, તેથી ‘આત્મા છે કે નહીં?' એ સંશય જ આત્માને સિદ્ધ કરે છે. શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમની શંકાનું સમાધાન કરતાં ભગવાન મહાવીર પણ શંકાની ક્રિયા દ્વારા આત્માની સિદ્ધિ કરે છે એમ ‘વિશેષાવશ્યકભાષ્ય'માં જણાવતાં આચાર્યશ્રી જિનભદ્રજી લખે છે કે સંશય એ જ્ઞાનરૂપ છે અને જ્ઞાન એ ગુણ છે. ગુણ તો ગુણી વિના સંભવે નહીં, માટે ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૯૬ (હાથનોંધ-૧, ૧૨, કડી ૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org