________________
ગાથા-૬૨
૩૧૧
તે ઇન્દ્રિયગ્રાહ્ય એવું અજીવદ્રવ્ય છે. (૩) દેહ દશ્ય છે, અર્થાત્ તે જોવાનો વિષય છે. તે દૃષ્ટિ દ્વારા દ્રષ્ટાથી દેખાવા યોગ્ય એવો ચક્ષુગોચર પૌગલિક પદાર્થ છે. દેહ અન્યને જોતો નથી, પણ તે ચેતનદ્રવ્ય દ્વારા જોઈ શકાય એવું પરમાણુસંયોગરૂપ ચક્ષુગમ્ય અજીવ દ્રવ્ય છે. આત્મા દેહને જોઈ શકે છે, કારણ કે જોવું તે આત્માનો સ્વભાવ છે.
પુદ્ગલપરમાણુ જડ છે અર્થાત્ તે જાણવાના સ્વભાવવાળાં નથી, રૂપી છે અર્થાત્ વર્ણાદિ સ્વભાવવાળાં છે તથા તે દશ્ય છે અર્થાત્ પરમાણુઓના સંયોગથી બનેલા સ્થળ પિડ ઇન્દ્રિય દ્વારા જોઈ-જાણી શકાય તેવા હોય છે. આમ, અનંત પરમાણુઓનો પિંડરૂપ એવો દેહ પણ જડ, રૂપી અને દશ્ય છે; જ્યારે આત્મા ચેતન, અરૂપી, અદશ્ય અને દ્રષ્ટા છે. બન્નેના સ્વભાવ પ્રગટપણે ભિન્ન છે. દેહની ઉત્પત્તિ સાથે તેનાથી સર્વથા જુદા લક્ષણવાળા - સ્વભાવવાળા આત્માની ઉત્પત્તિ કોઈ કાળે પણ થવી સંભવતી નથી. જેમાં ચેતનનો અભાવ હોય એવા જડમાંથી ચેતન, રૂપીમાંથી અરૂપી અને દશ્યમાંથી દ્રષ્ટાની ઉત્પત્તિ ત્રણે કાળમાં સંભવિત નથી. આત્મા દેહ કરતાં વૈધર્મવાળો હોવાથી દેહમાંથી આત્માની ઉત્પત્તિ અને દેહમાં જ આત્માનો લય ઘટતાં નથી. તેથી એમ જણાય છે કે દેહનાં ઉત્પત્તિ-લયની સાથે આત્માનાં ઉત્પત્તિ-લય થતાં નથી.
વસ્તુસ્વરૂપ આ પ્રમાણે હોવા છતાં કદાપિ વિચારણા અર્થે એમ સ્વીકારી પણ લઈએ કે ચેતનનાં ઉત્પત્તિ-લય થાય છે, તો તે વાત યુક્તિસંગત નથી એમ બતાવવા આ ગાથાની બીજી પંક્તિમાં શ્રીગુરુ શિષ્યને પ્રશ્ન કરે છે કે “ચેતનનાં ઉત્પત્તિ લય, કોના અનુભવ વશ્ય?', અર્થાત્ દેડ્યોગથી ચેતનની ઉત્પત્તિ થાય છે અને દેહવિયોગથી તેનો લય થાય છે - આ વાત કોણે અનુભવી છે? ચેતનનાં ઉત્પત્તિ અને લયનું જ્ઞાન કોને થયું છે? ચેતનની ઉત્પત્તિ દેહથી પહેલાં તો નથી અને નાશ તો દેહના નાશની સાથે જ થઈ જાય છે, તો પછી દેહમાંથી તેની ઉત્પત્તિ થાય છે અને દેહમાં તેનો નાશ થાય છે એ વાત કોણે જાણી?
અહીં બે વિકલ્પ ઘટે છે - આત્માનાં ઉત્પત્તિ અને લયનું જ્ઞાન કાં તો દેહને વશ હોય, કાં તો આત્માને વશ હોય. શ્રીગુરુએ પૂછેલ પ્રશ્નના ઉત્તર માટે બે જ વિકલ્પ છે - કાં દેહ, કાં આત્મા. આ બન્ને વિકલ્પોને વિચારીએ. (૧) ચેતનનાં ઉત્પત્તિ-લયનો અનુભવ દેહને આધીન હોઈ શકે નહીં, કારણ કે તેનામાં જાણવાનો સ્વભાવ નથી. ચેતનનાં ઉત્પત્તિ-લય દેહ જાણે છે એમ તો કહી શકાય નહીં, કારણ કે દેહનો તેવો સ્વભાવ નથી, તેથી દેહ તે કાર્ય ત્રણે કાળમાં કરી શકે નહીં. દેહ જ્ઞાયકસ્વભાવી નથી, એટલે ચેતનનાં ઉત્પત્તિ-લય દેહે જાણ્યાં એમ કહેવું સર્વથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org