________________
૩૧૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
છે, છતાં આત્મા પોતાના ઉપયોગ વડે અન્ય સર્વ દ્રવ્યોથી જુદો છે, માટે તાદાભ્ય સંબંધ નથી પણ સંયોગ સંબંધ છે. અગ્નિ અને ઉષ્ણતાની જેમ આત્મા અને ઉપયોગનો તાદાભ્ય સંબંધ છે, પણ દેહાશ્રિત વર્ણાદિ સાથે આત્માનો તાદાભ્ય સંબંધ નથી; તેથી નિશ્ચયથી વર્ણાદિ પુદ્ગલનાં પરિણામ છે, આત્માનાં નથી.'
આત્મા અને દેહનો સંયોગ સંબંધ છે, તેથી મનુષ્ય, તિર્યંચ, નારક, દેવના દેહના સંયોગમાં આત્માને મનુષ્ય, તિર્યંચ, નારક, દેવ તરીકે ઓળખવામાં આવે છે; પણ મનુષ્યાદિ દેહના સંયોગમાં આત્મા કંઈ મનુષ્યાદિરૂપ બની જતો નથી. આત્મા આત્મારૂપે જ રહે છે. સંયોગ સંબંધના કારણે આત્મા અને દેહનો એકરૂપ વ્યવહાર કરવામાં આવે છે, પણ વાસ્તવમાં આત્મા અને મનુષ્યાદિ દેહ એક થતા નથી.
આમ, પુદ્ગલપરમાણુની વિશિષ્ટ રચનારૂપ એવો દેહ આત્મા સાથે માત્ર સંયોગ સંબંધ રહ્યો છે, તાદાભ્ય સંબંધે નહીં. દેહ અને આત્માનો માત્ર સંયોગ સંબંધ જ હોવાથી અને તાદાભ્ય સંબંધ નહીં હોવાથી, બન્ને દ્રવ્યો પોતપોતાનાં સ્વતંત્ર સ્વરૂપના કારણે જુદાં ને જુદાં જ રહે છે. તે બન્ને એકસમાન ભાસે છે, પણ વાસ્તવમાં પૃથક્ જ રહે છે. કોઈ પણ કાળે તે દ્રવ્યો એકબીજામાં પલટાતાં નથી. દેહ આત્મા બનતો નથી અને આત્મા દેહ બનતો નથી. દેહના ગુણો આત્મામાં જતા નથી અને આત્માના ગુણો દેહમાં જતા નથી. આત્માનો સ્વભાવ આત્મામાં જ રહે છે અને દેહનો સ્વભાવ દેહમાં જ રહે છે. તે બન્ને પોતાનો સ્વભાવ છોડતા નથી. એક ત્રાવગાહ સ્થિતિ હોવા છતાં તે બન્ને પોતપોતાના સ્વભાવમાં જ રહે છે. આમ, તે બન્ને વચ્ચે સંયોગ સંબંધ છે. તે બન્ને એકબીજા વિના પણ સ્વતંત્રપણે રહી શકતા હોવાથી, આત્મા દેહયોગથી ઊપજે છે અને દેહવિયોગે નાશ થાય છે એ વાત અયુક્ત બની જાય છે.
આત્મા સાથે સંયોગ સંબંધે રહેલાં પરમાણુસંયોગરૂપ દેહનું સ્વરૂપ બતાવતાં શ્રીગુરુ આ ગાથાની પ્રથમ પંક્તિના બીજા ચરણમાં કહે છે કે “વળી જડ રૂપી દશ્ય', અર્થાત્ દેહ (૧) જડ, (૨) રૂપી અને (૩) દશ્ય છે. તે વિષે હવે વિચારીએ – (૧) દેહ જડ છે, અર્થાત્ તે અચેતન - જ્ઞાનગુણરહિત અજીવ દ્રવ્ય છે. તે કોઈને પણ જાણી શકવાની શક્તિથી સર્વથા રિક્ત છે, અર્થાત્ તે પોતાને કે પરને જાણવા સમર્થ નથી. | (૨) દેહ રૂપી છે, અર્થાતુ તે અમુક રૂપ અને આકારવાળો પદાર્થ છે. તે સ્થૂળ આદિ પરિણામવાળો છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એ ચાર મૂર્ત ગુણથી યુક્ત હોવાના કારણે ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘સમયસાર’, ગાથા ૫૭
'एएहि य संबंधो जहेव खीरोदयं मुणेदव्यो । ण य हुति तस्स ताणि दु उवओगगुणाधिगो जम्हा ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org