________________
ગાથા-૬૨
અનંતાં પુદ્ગલપરમાણુઓના સંયોગથી દેહની રચના થાય છે.
પુદ્ગલપરમાણુઓના સંયોગરૂપ દેહ આત્મા સાથે માત્ર સંયોગ સંબંધથી જોડાયેલ છે. દેહ અને આત્મા વચ્ચે કેવળ સંયોગ સંબંધ છે. સંબંધ બે પ્રકારના હોય છે એક તાદાત્મ્ય સંબંધ અને બીજો સંયોગ સંબંધ.
-
અવસ્થા
(૧) તાદાત્મ્ય સંબંધ બે વચ્ચે જ્યારે તદ્રુપપણું હોય ત્યારે તેને તાદાત્મ્ય સંબંધ કહેવાય છે. જેમ કે અગ્નિ અને ઉષ્ણતાનો અથવા આત્મા અને જ્ઞાનનો તાદાત્મ્ય સંબંધ છે. આત્મા અને જ્ઞાન એ બન્નેનો તદ્રુપપણારૂપ સંબંધ છે, એક વિના બીજું હોય નહીં એવો તે બન્ને વચ્ચે અવિનાભાવી સંબંધ છે. તેથી જ સંસાર અવસ્થા હોય કે મોક્ષ સર્વ અવસ્થામાં જ્ઞાન અને આત્મા સાથે જ રહે છે. તાદાત્મ્ય સંબંધ ત્રિકાળ ટકે છે, તેથી કોઈ પણ સમયે આત્મા અને જ્ઞાન છૂટાં પડવાનો સંભવ જ નથી. જે સર્વ અવસ્થામાં જે ભાવ સાથે વ્યાપે, તે ભાવની વ્યાપ્તિરહિત તે કોઈ પણ અવસ્થામાં ન હોય તો તેનો તે ભાવ સાથે તાદાત્મ્ય સંબંધ હોય છે. આચાર્યશ્રી કુંદકુંદદેવ ‘સમયસાર'માં લખે છે કે પુદ્ગલ સર્વ અવસ્થામાં વર્ણાદિ સાથે વ્યાપ્ત છે. તે કોઈ પણ અવસ્થામાં વર્ણાદિથી અવ્યાપ્ત નથી, તેથી પુદ્ગલને વર્ણાદિ સાથે તાદાત્મ્ય સંબંધ છે; પણ આત્મા તો સંસાર અવસ્થામાં હોય ત્યાં સુધી પણ કથંચિત્, એટલે કે કોઈ અપેક્ષાએ વર્ણાદિ સાથે વ્યાપ્ત છે અને મોક્ષ અવસ્થામાં વર્ણાદિથી સર્વથા અવ્યાપ્ત છે. તેથી આત્માને વર્ણાદિ સાથે તાદાત્મ્ય સંબંધ નથી.૧
Jain Education International
(૨) સંયોગ સંબંધ
આયાસથી કે અનાયાસથી બે પદાર્થનું અમુક કાળ માટે ભેગા
થવું તે સંયોગ સંબંધ છે. જેમ કે આત્મા અને દેહ વચ્ચે સંયોગ સંબંધ છે, અર્થાત્ તે
બન્ને વચ્ચે અવિનાભાવી સંબંધ નથી એક વિના બીજું હોઈ શકે છે. એવી અવસ્થા પણ સંભવે છે કે જ્યાં દેહ હોય પણ આત્મા ન હોય, જેમ કે મૃત કલેવર; અને એવી અવસ્થા પણ સંભવે છે કે જ્યાં આત્મા હોય પણ દેહ ન હોય, જેમ કે સિદ્ધદશા; તેથી દેહ અને આત્મા વચ્ચે તાદાત્મ્ય સંબંધ નથી, પરંતુ સંયોગ સંબંધ છે અને એટલે જ તે બન્ને છૂટા પડે છે. સંયોગ સંબંધ પૂરો થતાં દેહ અને આત્માનો વિયોગ થાય છે. આચાર્યશ્રી કુંદકુંદદેવ ‘સમયસાર'માં કહે છે કે જેમ પાણી ભેળવેલા દૂધને પાણી સાથે એકક્ષેત્રાવગાહ સંબંધ છે, તોપણ દૂધ પોતાના ગુણોના કારણે પાણીથી જુદું છે, માટે નિશ્ચયથી તે બન્ને વચ્ચે તાદાત્મ્ય સંબંધ નથી પણ સંયોગ સંબંધ છે; તેમ દેહાશ્રિત વર્ણાદિ પુદ્ગલપરિણામ સાથે આત્માને એકક્ષેત્રાવગાહ સંબંધ ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, સમયસાર', ગાથા ૬૧
–
૩૦૯
=
'तत्थ भवे जीवाणं संसारत्थाणं होंति वण्णादी I संसारपमुक्काणं णत्थि हु वण्णादओ केई ।।'
-
For Private & Personal Use Only
www.jainelibrary.org