________________
૬૫૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર વિવેચન
કર્મનું સામાન્ય શુભાશુભ ફળ, વિશેષ શુભાશુભ કર્મનું વિશેષ શુભાશુભ ફળ તથા દિવસ, રાત્રિ, ઋતુ, અયન, સૂર્યના ઉદયઅસ્ત વગેરે નિયમિતપણે થયા કરે છે. તેની વ્યવસ્થા કેવી રીતે થાય? આથી એમ જણાય છે કે જો ફળદાતા એવા ઈશ્વરની સિદ્ધિ થતી નથી તો જગતનો નિયમ પણ કોઈ રહે નહીં, અને એ જ ન્યાયે જીવને પોતાનાં શુભાશુભ કર્મનાં ફળ ભોગવવાનું કોઈ સ્થાનક પણ ઠરતું નથી અને જો સ્થાનક ન ઠરે, તો કર્મનું ભોક્તત્વ જીવને છે એ કેવી રીતે સિદ્ધ થાય?’૧
શિષ્ય શ્રીગુરુ સમક્ષ પોતાની શંકા રજૂ કરે છે કે ફળદાતા ઈશ્વરની સિદ્ધિ થયા વિના જગત નિયમ રહે નહીં, વિશ્વની વ્યવસ્થા રહે નહીં. જો ઈશ્વર ન હોય તો જીવને પોતાનાં સારાં-ખરાબ કાર્યોનાં ફળ ભોગવવાનાં સ્થાનકો હોઈ શકે નહીં અને તેથી જીવ કર્મનો ભોક્તા સિદ્ધ થાય નહીં. ફળદાતા ઈશ્વર જો ન્યાયથી સિદ્ધ ન થાય તો જગતનો કોઈ નિયમ ન રહે અને પુણ્ય-પાપનાં ફળ ભોગવવાનાં સ્થાનક પણ ન રહે, તો પછી કર્મફળનું ભોગવવાપણું ક્યાં રહ્યું?
આમ, જીવ કર્મનો ભોક્તા છે કે નહીં એ સંબંધી વિચારણા કરતાં શિષ્યને જીવના કર્મફળભોક્તૃત્વ માટે કર્મફળદાતા તરીકે કર્મ અથવા ઈશ્વર હોઈ શકે એમ બે વિકલ્પ ઊઠે છે, પરંતુ તે બન્ને વિકલ્પ તેને પોતાને જ અયથાર્થ ભાસે છે. કર્મ જડ હોવાથી કોને શું ફળ આપવું તેની જાણકારી કર્મને ન હોવાથી કર્મ સ્વયં જીવને કર્મફળ ન આપી શકે એમ તેને લાગે છે અને તેથી તેને કર્મફળદાતા તરીકે ઈશ્વરને માનવાની જરૂર લાગે છે. વળી, તેમ માનવાથી જીવનું ભોક્તાપણું તો સિદ્ધ થાય છે, પરંતુ ઈશ્વરનું ઈશ્વરપણું જ ચાલ્યું જાય છે અને તેથી ઈશ્વર પણ કર્મફળદાતા સિદ્ધ થતો નથી. માટે શિષ્યને મૂંઝવણ થાય છે કે જો ઈશ્વર ન હોય તો પછી જગતનો નિયમ કેવી રીતે રહે? શુભાશુભ કર્મનાં ફળ ભોગવવાનાં સ્થાનક કેવી રીતે રહે? જગતનિયમ અને શુભાશુભ કર્મનાં ભોગ્યસ્થાન ન રહે તો જીવને કર્મનું ભોક્તાપણું ક્યાંથી રહે? માટે જીવ કર્મનો ભોક્તા નથી એમ સિદ્ધ થાય છે. શિષ્યને જીવનું કર્મફળભોતૃત્વ ન્યાયથી સિદ્ધ થતું નથી, તેથી તે શ્રીગુરુને પોતાની શંકા ટાળી તત્ત્વનું રહસ્ય સમજાવવાની વિનંતી કરે છે. શ્રીગુરુ હવે પાંચ ગાથાઓમાં તેની શંકાઓનું સંતોષજનક સમાધાન આપશે.
આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે
‘ઈશ્વર સિદ્ધ થયા વિના, બંધ ન બેસે વાત; પછી જગતના નિયમનો, કર્તા કોઈ ન થાત.
૧- શ્રી ભોગીલાલ ગિ. શેઠ, ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર (વિશેષાર્થ સહિત)', ચોથી આવૃત્તિ, પૃ.૨૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org