________________
ગાથા-૮૧
૬૫૧ કર્તાપણાનો વ્યાઘાત થાય અને તેથી તેનામાં અનુ-ઈશ્વરપણાની આપત્તિ આવે, માટે ઈશ્વર સ્વતંત્ર છે. (૫) ઈશ્વર નિત્ય છે – ઈશ્વર અનુત્પન અને અવિનાશી છે, અર્થાત્ તે નિત્ય છે. જો ઈશ્વર અનિત્ય હોય તો તેની બીજા દ્વારા ઉત્પત્તિ થવાથી ઈશ્વરમાં કાર્યપણું પ્રાપ્ત થશે, કેમ કે જે કાર્ય હોય છે તે પોતાની ઉત્પત્તિ પ્રત્યે પરની અપેક્ષા રાખે છે અને આ રીતે ઈશ્વરને જો અનિત્ય માનવામાં આવે તો તે અધિકૃત ઈશ્વરનો અન્ય કોઈ કર્તા માનવો પડે. જો આમ હોય તો આ ઈશ્વરનો ઉત્પાદક અન્ય ઈશ્વર નિત્ય છે કે અનિયં? એવો પ્રશ્ન ઉપસ્થિત થશે. જો તે અન્ય ઈશ્વર નિત્ય હોય તો આ અધિકૃત ઈશ્વરનો શું અપરાધ છે કે જેથી તેને અનિત્ય માનવો? જો એમ કહેવામાં આવે કે તે અન્ય ઈશ્વર અનિત્ય છે તો તે અન્ય ઈશ્વર માટે પણ કોઈ બીજા ઈશ્વરની કર્તા તરીકે અપેક્ષા રહેશે. વળી, તે અન્ય ઈશ્વરનો ઉત્પાદક ઈશ્વર પણ નિત્ય છે કે અનિત્ય? એવો પ્રશ્ન ફરીથી ઉપસ્થિત થશે. આ પ્રકારે અન્ય અન્ય ઈશ્વરમાં નિત્યાનિત્યની કલ્પના કરવાથી અપ્રામાણિક કલ્પનાની અવિશ્રાન્તિરૂપ અનવસ્થા દોષ આવશે. માટે ઈશ્વરને અનિત્ય નહીં માનતાં, ઈશ્વર સ્વયં નિત્ય છે એમ માનવું જ શ્રેષ્ઠ છે.
આમ, ન્યાયાદિ દર્શનો સૃષ્ટિકર્તાના સ્વરૂપમાં ઈશ્વરને માને છે. તેઓ જગતના ઉત્પત્તિ-વિનાશને માને છે અને તે માટે ઈશ્વરની આવશ્યકતાને સ્વીકારે છે. જગતની ઉત્પત્તિ તથા વિનાશ પાછળ ઈશ્વરનું અવિચળ અસ્તિત્વ સ્વીકારે છે. તેમના મત અનુસાર ઈશ્વર જગતનો કર્તા-હર્તા છે. ઈશ્વર જગતનું નિર્માણ કરે છે. ઈશ્વરની ઇચ્છા જગતનું જનકકારણ છે. ઈશ્વરને ઇચ્છા થાય છે કે હું એક છું, બહુરૂપી બનું'; અને આ ઇચ્છાથી ઈશ્વર સૃષ્ટિનું નિર્માણ કરે છે. પછી તે પોતે રચેલી સૃષ્ટિનું પાલન કરે છે અને વળી એક દિવસ સૃષ્ટિનો સંહાર - પ્રલય પણ કરે છે. ઈશ્વર સર્વજ્ઞ, સર્વનો સૃષ્ટા, સર્વનો ધર્તા - નિયંતા, સર્વનો પ્રલયકર્તા છે.
આ પ્રમાણે કેટલાક દાર્શનિકો ઈશ્વરકર્તુત્વવાદનો સ્વીકાર કરે છે. તેઓ ઈશ્વરનાં મુખ્ય ત્રણ કાર્યોની કલ્પના કરે છે - તે સૃષ્ટિનો કર્તા છે, નિયંતા છે અને સારા-ખરાબ કાર્યનાં ફળ આપવાવાળો છે. તેઓ ઈશ્વરને જ જગતનું નિયમન કરનાર, સ્વર્ગ-નરક આદિની રચના કરનાર માને છે. શિષ્યના મનમાં જગતનિયંતા એવા ઈશ્વરની કલ્પનાનો ઊંડો પ્રભાવ છે. વિશ્વનું તંત્ર ઈશ્વર વિના ચાલી જ ન શકે તથા કર્મોનો ભોગવટો કરવાનાં સ્થાન પણ કોઈ વિશિષ્ટ શક્તિ બનાવે તો જ થઈ શકે, અન્યથા એ શક્ય નથી – એવી શંકાના તરંગો તેના અંતરમાં ઊછળ્યા કરે છે. શિષ્યના અંતરમાં ચાલી રહેલા ઊહાપોહ વિષે શ્રી ભોગીલાલ ગિ. શેઠ લખે છે –
જગતમાં તો બધું નિયમપૂર્વક થતું જોવામાં આવે છે, સામાન્ય શુભાશુભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org