________________
ગાથા – પપ
- ગાથા ૫૪માં શ્રીગુરુએ કહ્યું કે સર્વ અવસ્થામાં વર્તતો હોવા છતાં તે તે ભૂમિકા
11 અવસ્થાઓથી જે જુદો ને જુદો રહ્યા કરે છે, તે તે અવસ્થા વ્યતીત થયા પછી પણ જેનું હોવાપણું છે અને તે તે અવસ્થાને જે જાણે છે, જે પ્રગટ ચૈતન્યમય સ્વરૂપ છે, અર્થાત્ જાણ્યા જ કરવું એવો સ્વભાવ જેનો પ્રગટ છે, એ નિશાનીથી આત્મા સદા ઓળખાય છે.
આમ, આત્મા દેહ, ઇન્દ્રિય અને પ્રાણથી ભિન્ન છે એમ સમજાવી, ચૈતન્યપણાની નિશાનીથી આત્માના હોવાપણાની સિદ્ધિ કરી, હવે શ્રીગુરુ શિષ્યની અંતિમ દલીલનું સમાધાન આપી તેને સમ્યક્ નિર્ણય કરાવે છે.
ગાથા ૪૭માં શિષ્ય એવી દલીલ કરી હતી કે “વળી જો આત્મા હોય તો, જણાય તે નહિ કેમ? જણાય જો તે હોય તો, ઘટ પટ આદિ જેમ', અર્થાત્ જો આત્મા હોય તો જેમ ઘડો, વસ્ત્ર આદિ પદાર્થો જણાય છે, તેમ તે કેમ જણાતો નથી? જો આત્માનું અસ્તિત્વ હોય તો ઘટ, પટ આદિની જેમ તે પણ જણાવો જોઈએ. આ શંકાનું સમાધાન કરતાં શ્રીગુરુ કહે છે -
“ઘટ, પટ આદિ જાણ તું, તેથી તેને માન; (ગાથા
જાણનાર તે માન નહિ, કહીએ કેવું જ્ઞાન?' (૫૫) અર્થ છે - ઘટ, પટ આદિને તું પોતે જાણે છે, તે છે' એમ તું માને છે, અને જે તે
ઘટ, પટ આદિનો જાણનાર છે તેને માનતો નથી; એ જ્ઞાન તે કેવું કહેવું? (૫૫).
ઇન્દ્રિયોથી પ્રત્યક્ષ થનાર પદાર્થોનું અસ્તિત્વ છે અને ઇન્દ્રિયોથી પ્રત્યક્ષ નથી ભાવાર્થી
તેનું અસ્તિત્વ નથી એવું માનનાર શિષ્યને શ્રીગુરુ અત્યંત સરળ યુક્તિથી સમજાવતાં કહે છે કે આ જગતમાં ઘટ-પટ વગેરે અનેક પદાર્થો છે. તે સર્વ ઇન્દ્રિયપ્રત્યક્ષ હોવાથી તેનું અસ્તિત્વ તું સ્વીકારે છે, પણ તે ઘટ-પટ આદિ પદાર્થોને જાણનાર એવા આત્માને તું શા માટે નથી માનતો? ઘટ-પટ આદિ ય પદાર્થો છે એમ હું માને છે અને તે તમામના જ્ઞાતા એવા આત્માને તું નથી માનતો, તો તારા આ જ્ઞાનને કેવું કહેવું? જે જ્ઞાનરૂપ આત્મામાં ઘટ-પટ આદિ જણાય છે તે જાણનાર આત્માને જ તું ન માને એ કેવી વિચિત્રતા છે!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org