________________
૨૮૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ભૂતોથી આત્મા ઉત્પન્ન થઈ તેમાં જ વિલય પામતો હોવાથી આત્મતત્ત્વની નિત્ય સત્તાનું પ્રતિષ્ઠાપન કરી શકાતું નથી. નિત્ય આત્મસત્તાની સ્થાપના થતી ન હોવાથી પુનર્જન્મ જેવું કંઈ નથી. આમ, પરલોકાદિની કલ્પના પણ નિરાધાર થઈ જાય છે.
આત્મા ભૂતોના સંઘાતથી ઉત્પન્ન થતો હોવાથી અનિત્ય છે, કારણ કે જે ઉત્પન્ન થાય છે તે અવશ્ય નાશ પામે છે. જેમ અગ્નિ અરણીમાંથી ઉત્પન્ન થતો હોવાથી વિનાશી છે, તેમ ભૂતોના સંઘાતથી ઉત્પન્ન થતો આત્મા પણ વિનાશધર્મવાળો છે, અનિત્ય છે. અરણીથી ઉત્પન્ન થનાર અગ્નિ જેમ વિનાશી છે, તેમ ભૂતોથી ઉત્પન્ન થનાર ચૈતન્ય પણ વિનાશી છે; અને જો ચૈતન્ય નષ્ટ થતું હોય તો પછી ભવાંતર કોનું માનવું? આત્મા પૃથ્વી આદિ ભૂતોના સંઘાતથી ઉત્પન્ન થાય છે અને તે જ પૃથ્વી આદિ ભૂતોનું વિઘટન થવાથી તેમાં જ તે આત્મા નાશ પામી જાય છે. જો આત્મા જ નથી રહેતો તો ભવાંતરમાં જાય કોણ? આત્માનો નાશ થઈ ગયા પછી પરલોકમાં જનાર રહે કોણ? આમ, ભવાંતરનો પણ અભાવ સિદ્ધ થાય છે.
જે ધર્મ જેનાથી અભિન્ન હોય તે ધર્મ તેના નાશ સાથે નષ્ટ થઈ જ જાય છે. જેમ પટ(વસ્ત્ર)નો ધર્મ શુક્લત્વ પટથી અભિન્ન છે, તેથી પટનો નાશ થવાથી તેનો પણ નાશ થઈ જ જાય છે; તેમ ભૂતોનો ધર્મ ચૈતન્ય ભૂતોથી અભિન્ન હોવાથી ભૂતોના વિઘટન સાથે જ ચૈતન્યનો પણ નાશ થઈ જ જાય છે. પટની સાથે શુક્લત્વરૂપ ધર્મ અભિન્ન છે તો વસ્ત્રના નાશ થઈ ગયા પછી શુક્લત્વ પણ ક્યાંથી ટકે? અર્થાત્ બન્ને એકસાથે જ નાશ થઈ જાય છે. એ જ પ્રમાણે ચૈતન્ય ભૂતધર્મ છે અને પૃથ્વી આદિ ભૂતોમાંથી તે ઉત્પન્ન થાય છે, તેથી જ્યારે પૃથ્વી આદિ ભૂતસમુદાયનું વિઘટન થઈ જાય છે ત્યારે ચૈતન્યધર્મ નષ્ટ થઈ જાય છે; માટે પુનર્જન્મ માનવાની તો વાત જ રહેતી નથી. પરલોક છે એમ કેવી રીતે માની શકાય? આત્મા ભૂતોનો ધર્મ હોવાથી તથા ભૂતોના સંયોગથી ઉત્પન્ન થતો હોવાથી અનિત્ય કરે છે અને તેથી આત્માનો નાશ થઈ જતો હોવાથી પરલોક માનવાની કોઈ આવશ્યકતા રહેતી નથી.
અહીં એક દલીલ એમ કરવામાં આવે છે કે ચૈતન્ય એ ભૂતનો ધર્મ હોઈ શકે નહીં. ચૈતન્ય જો ચતુર્ભુતમય જડ શરીરમાંથી જ પરિણમતું હોય તો પ્રાણી મરી ગયા પછી એ ચૈતન્ય કેમ જોવા મળતું નથી? તેથી ચતુભૂતમય જડ શરીર ચૈતન્યનું કારણ ન હોઈ શકે. વળી, ચતુભૂતમય શરીરને ચૈતન્યનું સહકારી કારણ પણ ન કહી શકાય, કારણ કે એમ કહેવામાં આવે તો ચૈતન્યના ઉપાદાનકારણ તરીકે કોઈ અશરીરી અજડ એવું તત્ત્વ માનવું પડે અને પરિણામે ચાર્વાકોનો મૂળ સિદ્ધાંત જ તૂટી પડે. આ પ્રમાણે ચતુભૂતમય શરીરને કદાપિ ચૈતન્યનું કારણ કહી ન શકાય. આ દલીલનો ચાર્વાકો જે પ્રત્યુત્તર આપે છે તે દર્શાવતાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ‘સમ્યકત્વ જસ્થાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org