________________
ગાથા-૭૦
૪૪૧
થાય છે એ વાત યોગ્ય નથી. અસત્ની રચના શક્ય જ નથી. વળી, ગમે તેવા તુચ્છ પદાર્થનો પણ આત્યંતિક નાશ કરી શકાતો નથી. સડેલા તણખલાને બાળવાથી તે રાખ અને ધુમાડામાં રૂપાંતર પામશે, પરંતુ તેનો સર્વથા અભાવ નહીં થઈ શકે. તેથી એમ સિદ્ધ થાય છે કે વિદ્યમાન વસ્તુનો સર્વથા નાશ થઈ શકતો નથી. આમ, અસનું સર્જન અને સત્નો વિનાશ એ બન્ને અસંભવિત છે. વિશ્વમાં જે કાંઈ છે તે શાશ્વત છે, નિત્ય છે. તેનો આદિ નથી અને અંત પણ નથી. તે અનાદિ-અનંત છે.
જો અસત્ની ઉત્પત્તિ અને સત્નો નાશ શક્ય નથી તો પછી શું ઉત્પન્ન અને નાશ થાય છે તેનો વિચાર કરવો રહ્યો. જગતમાં શેની ઉત્પત્તિ અને નાશ થાય છે તેનો વિચાર કરતાં જણાય છે કે ઉત્પત્તિ અને નાશ વસ્તુની પર્યાયનાં થાય છે. સર્વ વસ્તુઓ પર્યાયયુક્ત હોય છે. પર્યાય એ વસ્તુનો ક્ષણિક વિભાગ છે, જે ઉત્પત્તિ-નાશ પામ્યા કરે છે, જેમાં નિરંતર ફેરફાર થયા કરે છે. દરિયા પાસે બેસી નિરીક્ષણ કરવામાં આવે તો જોવા મળે છે કે દરિયામાં ભરતી અને ઓટ નિરંતર ચાલ્યા કરે છે. ત્યાં વસ્તુનું બદલાતું સ્વરૂપ જોવા મળે છે. એવા ફેરફારો દરેક પદાર્થમાં જોવા મળે છે. દરેક પદાર્થ ટકીને બદલાય છે. તેનો સ્વભાવ કાયમ રહીને તેમાં ફેરફાર થાય છે. પદાર્થની પર્યાયનાં ઉત્પત્તિ-નાશ થાય છે, સ્વભાવના નહીં. આમ, અવસ્થાઓનો ઉત્પાદ અને વ્યય થાય છે, પણ મૂળ પદાર્થના ઉત્પાદ-વ્યય શક્ય નથી.
તદ્દન અસસ્તુની ઉત્પત્તિ હોઈ શકે નહીં અને સસ્તુનો સર્વથા અભાવ પણ હોઈ શકે નહીં. અસત્ અને સત્ સંબંધી આ સિદ્ધાંતને સમજાવતાં આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય'માં કહે છે કે અસસ્તુ ક્યારે પણ ઉત્પન્ન થઈ શકતી નથી. જેમ કે સસલાને શીંગડાં હોતાં નથી. સસલાના માથા ઉ૫૨ શીંગડાંનું અસ્તિત્વ જ હોતું નથી, તેથી તે અસત્ છે. તે કદી ઉત્પન્ન થયેલું જોવામાં આવતું નથી. તેવી રીતે જે સત્ છે તે સર્વથા અભાવ પણ પામતું નથી. કોઈ કદાચ એમ કહે કે દીવાની જ્યોતિ સત્ છે છતાં તે ઓલવાઈ જાય છે, તેનો વિનાશ થાય છે અને તેથી એમ સિદ્ધ થાય છે કે સત્નો વિનાશ થાય છે. પરંતુ આમ કહેવું યોગ્ય નથી, કારણ કે દીવાની જ્યોતિનો સર્વથા વિનાશ થતો નથી; પણ જ્યોતિનાં પરમાણુઓ જે તેજરૂપે પરિણમતાં હતાં તે અંધકારરૂપે પરિણમે છે.૧
૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય', શ્લોક ૭૭ ‘नाभावो भावमाप्नोति शशशृङ्गे तथाऽगतेः
I
भावो नाभावमेतीह दीपश्चेन्न स सर्वथा । । '
સરખાવો : ‘શ્રીમદ્ ભગવદ્ગીતા', અધ્યાય ૨, શ્લોક ૧૬
Jain Education International
'नासतो विद्यते भावो नाभावो विद्यते सतः I उभयोरपि
दृष्टोऽन्तस्त्वनयोस्तत्त्वदर्शिभिः ।।'
For Private & Personal Use Only
www.jainelibrary.org