________________
૪૪૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
શ્રીમદે પણ તેમના “જડ ભાવે જડ પરિણમે...' એ પ્રસિદ્ધ કાવ્યમાં, જગતમાં કોઈ પણ વસ્તુ નવી ઉત્પન્ન થતી નથી અને કોઈ પણ વસ્તુનો સર્વથા નાશ નથી થતો એ મહાન સિદ્ધાંતને પ્રકાશ્યો છે –
મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહિ, નહીં નાશ પણ તેમ; અનુભવથી તે સિદ્ધ છે, ભાખે જિનવર એમ. હોય તેહનો નાશ નહિ, નહીં તેહ નહિ હોય;
એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોય. અહીં કોઈ પ્રશ્ન કરે કે ઘટાદિ પદાર્થો ઉત્પન્ન થયા પહેલાં હતા જ નહીં તો પછી તે ઘટાદિને ઉત્પત્તિ પહેલાં પણ વિદ્યમાન માનવાનો શો અર્થ? તેમજ તે પદાર્થો નાશ થયા પછી રહેશે જ નહીં તો તે પદાર્થોના નાશ પછી પણ વિદ્યમાન માનવાનો શો અર્થ?
આ પ્રશ્નનો ઉત્તર એ છે કે જો ઘટ આદિ પદાર્થો સર્વથા અસતું હોય, મૂળ દ્રવ્યરૂપે પણ વિદ્યમાન ન હોય તો તો પછી તેની ઉત્પત્તિ જ ન થાય. જો સર્વથા અસત્ની ઉત્પત્તિ માનવામાં આવે તો તો વંધ્યાને પણ પુત્ર હોવો જોઈએ, આકાશપુષ્પનું અસ્તિત્વ પણ હોવું જોઈએ; પરંતુ વંધ્યાપુત્ર કે આકાશપુષ્પ જેવી વસ્તુ જ આ જગતમાં વિદ્યમાન નથી. તે સર્વ અસત્ છે, અવિદ્યમાન છે. વંધ્યાપુત્ર કે આકાશપુષ્પ અભાવરૂપ છે, માટે તે કદી ઉત્પન્ન થવાનાં જ નથી. વિદ્યમાન એવા સત્પદાર્થની જ અન્યરૂપે ઉત્પત્તિ થાય છે.
એ જ પ્રમાણે સત્નો - વિદ્યમાન એવા પદાર્થોનો સર્વથા વિનાશ ક્યારે પણ થતો નથી. જો સત્નો સદંતર નાશ માનવામાં આવે તો પછી જગતમાં આજ દિવસ સુધી સર્વ વસ્તુઓનો નાશ થઈ ગયો હોત, કારણ કે અત્યાર સુધી અનંત કાળ વીતી ગયો છે. જો સત્નો સર્વથા નાશ થતો હોત તો સર્વ વસ્તુઓનો ક્યારનો લોપ થઈ ગયો હોત. બધાનો અભાવ થઈ ગયો હોત. કંઈ જ અવશિષ્ટ રહ્યું જ ન હોત. ક્રમશઃ સર્વ વસ્તુઓનો નાશ માનવામાં આવે, અર્થાત્ સત્નો સર્વથા નાશ માનવામાં આવે તો સંસારની વ્યવસ્થા ચાલી જ નહીં શકે. સર્વસ્તુને કાયમ ટકનારી માનવામાં ન આવે તો લોકવ્યવહાર ન ચાલે, લોકવ્યવસ્થા ન રહે, લોકનો સર્વથા વિચ્છેદ થઈ જાય; પરંતુ તેવું તો કદાપિ થતું નથી. સત્નો સર્વથા નાશ થતો નથી, માત્ર તેની અવસ્થાનો જ નાશ થાય છે.
આમ, અસત્ની ઉત્પત્તિ અને સત્નો સર્વથા નાશ - એ પક્ષ દોષયુક્ત છે. ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ. ૨૯૭ (આંક-૨૬૬, કડી ૯,૧૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org