________________
ગાથા-૪૪
૩૧
છે કે, કોઈ પણ મતનું એક અક્ષર પણ પ્રત્યક્ષ ખંડન ન કરતાં, જે અભિપ્રાયો પોતે પ્રતિપાદન કરવામાં આત્મશ્રેય માન્યું છે, તે અભિપ્રાયો સરળતાપૂર્વક અને વસ્તુરૂપે જણાવવા. શ્રીમાન્ હરિભદ્રસૂરિએ પોતાના ‘ષગ્દર્શનસમુચ્ચય' નામક ગ્રંથમાં જુદાં જુદાં છ દર્શનોનું સ્વરૂપ બતાવતાં જેમ પ્રત્યેક દર્શનનાં પ્રતિનિધિ (વકીલ) તરીકે નિષ્પક્ષપાતબુદ્ધિ રાખી છે; તેમ શ્રીમાન્ રાજચંદ્રે પણ પ્રત્યેક ધર્મમતનું સ્વરૂપ બતાવતાં તેનાં પ્રતિનિધિ તરીકે કામ લીધું છે. વિશેષમાં તેઓએ વર્તમાન સમયને અનુકૂળ ગણાય એવી એક શૈલી એ રાખી છે કે, કયો અભિપ્રાય કયા ધર્મનો છે એમ અગોપ્યપણે બતાવ્યું નથી; કેમકે ચોક્કસ મતનો ફલાણો મત છે અને તે અયોગ્ય છે એમ બતાવવામાં આવે, તો તે મતના અનુયાયીને ગ્રંથકારને પોતાના અભિપ્રાય પર આગ્રહ છે એમ લાગી આવી, તેનો સ્વીકાર કરવાનું મન થતું નથી; એટલું જ નહીં પણ ગ્રંથકાર પક્ષપાતી લાગે છે. આવું ન થાય તે માટે ગ્રંથકારે અતિશય કાળજી રાખી છે. જુદાં જુદાં દર્શનોના આ છ પદમાં અભિપ્રાય આવ્યા છે;
પણ તે વાંચતાં વિચારતાં કોઈને ન લાગે કે ગ્રંથકારનો ચોક્કસ અભિપ્રાય પ્રત્યે અભાવ છે. જેમ એક વખત એક વકીલને વાદી તરફથી વકીલ તરીકે રોકવામાં આવ્યો હોય, અને બીજી વખત પ્રતિવાદી તરફથી રોકવામાં આવે તો વાદીની વખતે વાદીનો અને પ્રતિવાદીની વખતે પ્રતિવાદી તરફનો દાવો સરખી જ કાળજીથી રજૂ કરે છે; તેવી જ રીતે આ ગ્રંથકારે પણ કર્યું છે. દાખલા તરીકે, જ્યારે ‘આત્મા નિત્ય નથી' એવા વિચારના પ્રતિનિધિ તરીકે દાવો રજૂ કર્યો છે ત્યારે કોઈને કિંચિત્ માત્ર એવી અસર ન થાય કે, તેમાં એક વકીલ તરીકે કોઈ પણ પ્રકારની ન્યૂનતા રાખી છે. આ જ રીતે જ્યારે તેના નિષેધકર્તાના વકીલ તરીકે ઊભા રહ્યા છે ત્યારે તેના તરફની ન્યૂનતા રાખી નથી.'૧
આમ, એકાંતપરમાર્થહેતુથી શ્રીમદે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં છ પદનો બોધ કર્યો છે. આત્માર્થી જીવને પોતાનું આત્મસ્વરૂપ જેવું છે તેવું યથાતથ્ય સમજાય અને અનાદિની મિથ્યાત્વરૂપ સ્વપ્નદશા દૂર થાય એ અર્થે જ આ ષડ્દર્શનવ્યાપક ષપદનું સ્વરૂપ અત્રે પ્રકાશ્યું છે. આ છ પદની દેશનામાં, છ દર્શનોના આત્માદિ સંબંધી જે અભિપ્રાયો છે તે સર્વનો સમાવેશ થઈ જાય છે. છ દર્શનોમાં પરસ્પર જે મતભેદ છે તેમાં ન અટવાતાં મુમુક્ષુનું લક્ષ આત્મા તરફ વળે અને તેને શુદ્ધાત્મતત્ત્વ સમજાય તેવા શુભાશયપૂર્વક છએ દર્શનોનો તાત્ત્વિક સમન્વય પૂર્વાચાર્યોએ જે રીતે સાધ્યો છે તે રીતે અહીં નિરૂપવામાં આવ્યો છે.
આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે કે ૧- શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતા, ‘આત્મસિદ્ધિ’, પ્રસ્તાવના, પૃ.૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org