________________
ગાથા-૭)
४४७ અસ્તિત્વ ગુણના કારણે તે વસ્તુનો કદી પણ નાશ થતો નથી. અસ્તિત્વ એટલે હોવાપણું, હયાતી, વિદ્યમાનતા. જે ગુણના કારણે દ્રવ્યની વિદ્યમાનતા છે તેને અસ્તિત્વ ગુણ કહેવામાં આવે છે. અસ્તિત્વને ખેંચી લેવામાં આવે તો કાંઈ બાકી ન રહે, તેથી જ દ્રવ્યનું મૂળ લક્ષણ પૂછવામાં આવે ત્યારે અસ્તિત્વ ગુણને દ્રવ્યના મૂળભૂત લક્ષણ તરીકે કહેવામાં આવે છે. દ્રવ્યબંધારણમાં અસ્તિત્વ ગુણનું ખૂબ મહત્ત્વ છે. તેના કારણે કોઈ પણ વસ્તુનો નાશ સંભવિત નથી. આથી એમ સિદ્ધ થાય છે કે વસ્તુની અવસ્થા ઊપજે છે અને બદલાય છે, પણ વસ્તુનાં સર્વથા ઉત્પત્તિ કે નાશ થતાં નથી. વસ્તુ સમયે સમયે બદલાતી હોવા છતાં ત્રિકાળ ટકે છે. સમયે સમયે પર્યાયનો ઉત્પાદ-વ્યય થવા છતાં જગતના સર્વ પદાર્થોની ત્રિકાલિક સત્તા છે.
- હવે જો દરેક વસ્તુનો સ્વભાવ જ આવો છે, અર્થાત્ વસ્તુમાત્ર અનુત્પન્ન અને અવિનાશી છે તો આત્મા પણ એક વસ્તુ છે અને તેથી આત્મા પણ અનુત્પન અને અવિનાશી છે. આત્માની ઉત્પત્તિ કે આત્માનો નાશ હોઈ શકે નહીં. જે નિયમ સર્વ વસ્તુને લાગુ પડે છે, તે નિયમ આત્મવસ્તુને પણ લાગુ પડે જ છે, તેથી આત્માની ઉત્પત્તિ કે નાશ ક્યારે પણ સંભવતાં નથી.
જો કે સંસારી જીવ નર-નારકાદિરૂપે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, પણ દ્રવ્યથી તે નિત્ય છે. દ્રવ્યાર્થિક નયથી આત્મા નિત્ય છે, પર્યાયાર્થિક નયથી તે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. આત્મા પર્યાયે પલટાય છે અને દ્રવ્યસ્વભાવે નિત્ય છે. આચાર્યશ્રી યોગીન્દુદેવ ‘પરમાત્મપ્રકાશ' માં જણાવે છે કે કોઈથી આ આત્મા ઉત્પન્ન થયો નથી અને આત્મા વડે પણ કોઈ દ્રવ્ય ઉત્પન કરાયું નથી. દ્રવ્ય સ્વભાવથી નિત્ય છે અને પર્યાયભાવથી નાશ પામે છે. ૧
આત્મા કોઈથી ઊપજ્યો નથી અને આત્મા દ્વારા કંઈ ઊપજ્યું નથી. આત્મા ઉત્પન્ન થતો નથી તથા પોતે કશાને ઉત્પન્ન પણ કરતો નથી. જેમ આત્માની ઉત્પત્તિ માટે છે, તેમ તેના નાશ માટે પણ છે. આત્મા કશાથી ઉત્પન્ન થતો નથી તેમ કશાથી નાશ પણ પામતો નથી. આત્મા અવિનાશી છે. જો એમ કહેવામાં આવે કે આત્માનો અવસ્થાંતરરૂપ નાશ થાય છે તો તે શેમાં ભળે છે અથવા તે કેવા પ્રકારનું અવDાંતર પામે છે તે તપાસવા યોગ્ય છે, શોધવા યોગ્ય છે. આ વિષે શ્રી કાનજીસ્વામી કહે છે –
ચેતનની કોઈ અવસ્થા પુદ્ગલરૂપે પરમાણુની અવસ્થારૂપે થવા યોગ્ય છે કે કેમ, તેની તપાસ કર. જે ચૈતન્યમૂર્તિ, જ્ઞાતા, અરૂપી છે, તેનું સત્ વસ્તુપણું પલટીને ૧- જુઓ : આચાર્યશ્રી યોગીન્દુદેવકૃત, ‘પરમાત્મપ્રકાશ, અધિકાર ૧, શ્લોક પ૬
'आत्मा जनितः केन नापि आत्मना जनितं न किमपि । द्रव्यस्वभावेन नित्यं मन्यस्व पर्यायः विनश्यति भवति ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org