________________
ગાથા-૬૮
૩૯૩
કહેવામાં આવે છે. પરિણામ (પરિવર્તન) પામવા છતાં ટકવું તે પરિણામી નિત્ય કહેવાય છે. વસ્તુનો ઉત્પાદ-વ્યય એ પરિણામ સૂચવે છે અને તેનું ધ્રૌવ્ય એ નિત્યતા સૂચવે છે; અર્થાત્ પરિણામી નિત્ય એ જ “સતું' છે. નિત્યાનિત્ય એ જ વસ્તુનું સસ્વરૂપ છે.*
વસ્તુ સતત પરિણમનશીલ છે. દરેક વસ્તુ પ્રત્યેક ક્ષણે પરિવર્તન પામતી જ રહે છે. દરેક વસ્તુમાં પ્રત્યેક ક્ષણે કંઈ ને કંઈ પરિવર્તન અવશ્ય થતું જ રહે છે. પ્રતિક્ષણે થતું આ પરિવર્તન ઘણું જ સૂક્ષ્મ હોવાથી ખ્યાલમાં આવી શકતું નથી. માત્ર સ્થૂળ પરિવર્તન જ જોઈ શકાય છે. વસ્તુમાં સૂક્ષ્મરૂપે કે ધૂળરૂપે પરિવર્તન થવા છતાં તે પોતાના સ્વરૂપ(દ્રવ્યત્વ)ને કદી છોડતી નથી, તેથી તમામ વસ્તુઓ પરિણામી નિત્ય છે. દા.ત. કાપડનો તાકો કાપીને કફની વગેરે વસ્ત્રો બનાવ્યાં. અહીં તાકાનો નાશ થયો અને કફની આદિ વસ્ત્રની ઉત્પત્તિ થઈ, છતાં મૂળ દ્રવ્યમાં - કાપડપણામાં કોઈ જાતનો ફેરફાર થયો નથી. કાપડ કાપડરૂપે મટીને કાગળરૂપે કે અન્ય કોઈ વસ્તુરૂપે બન્યું નથી. કાપડ તાકારૂપે નાશ પામવા છતાં, કફની આદિ વસ્ત્રરૂપે ઉત્પન્ન થવા છતાં કાપડરૂપે હંમેશાં નિત્ય રહે છે.
પરિણામ વિના પદાર્થ નથી અને પદાર્થ વિના પરિણામ નથી. પરિણામને ન માનવામાં પણ દોષ છે અને પરિણામીને ન માનવામાં પણ દોષ છે. પરિણામને ન માનવાથી વસ્તુ સદા એકસરખી જ રહેશે. તે સ્થિતિમાં કાર્ય-કારણ આદિ કોઈ પણ ટકી શકશે નહીં અને જો પરિણામીને ન માનવામાં આવે તો વસ્તુ કેવળ ક્ષણિક - કેવળ પરિણામ જેવડી જ ઠરશે. કારણ અને ફળ માત્ર પરિણામી પદાર્થને જ ઘટે છે. એ બને કથંચિત્ નિત્ય પદાર્થને જ હોઈ શકે છે. આમ, વસ્તુ પરિણામી નિત્ય સિદ્ધ થાય છે.
પદાર્થમાત્રનું આ સ્વરૂપ છે. જ્યાં આ સ્વરૂપ નથી ત્યાં પદાર્થપણું નથી અને જ્યાં પદાર્થપણું છે ત્યાં આ સ્વરૂપ છે જ. પદાર્થને કેવળ નિત્યસ્વરૂપ માનનારા જીવો ૧- અહીં અન્ય દર્શનકારોના મત અનુસાર સતુનું લક્ષણ શું છે એ વિચારવા યોગ્ય છે. વેદાંતીઓના મત મુજબ સંપૂર્ણ જગત બહ્મસ્વરૂપ છે અને બહ્મ ધ્રુવ - નિત્ય છે, તેથી સત્નું લક્ષણ નિત્યતા છે. આ દર્શન સત્પદાર્થને કૂટસ્થ નિત્ય, અર્થાત્ સર્વથા નિત્ય માને છે. બૌદ્ધ દર્શન ચેતન કે જડ વસ્તુમાત્રને ક્ષણિક - ક્ષણે ક્ષણે સર્વથા નાશ પામનારી માને છે. આથી તેના મત મુજબ સતુનું લક્ષણ ક્ષણિકતા છે. સાંખ્ય અને યોગ દર્શન જગતને પુરુષ અને પ્રકૃતિ સ્વરૂપ માને છે. પુરુષ એટલે આત્મા. પુરુષ અને પ્રકૃતિના સંયોગથી સંસાર છે. દૃશ્યમાન જડ વસ્તુઓ પ્રકૃતિનું પરિણામ છે. આ દર્શનના મત પ્રમાણે પુરુષ ધ્રુવ - કૂટસ્થ નિત્ય છે, જ્યારે પ્રકૃતિ પરિણામી નિત્ય અર્થાતુ નિત્યાનિત્ય છે. ન્યાય અને વૈશેષિક દર્શન આત્મા, પરમાણુ, આકાશ વગેરેને ધ્રુવ - કેવળ નિત્ય માને છે અને ઘટાદિ પદાર્થોને ઉત્પાદ-વ્યયશીલ માને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org