________________
ગાથા-૫૩
૧૭૩
પ્રવર્તાવે છે. આમ દેહયંત્રથી સર્વથા જુદો દેહયંત્રવાહક આત્મા જ દેહનું સમસ્ત તંત્ર ચલાવનારો તંત્રી છે; દેહનું સમસ્ત તંત્ર આત્મારૂપ તંત્રીની સત્તાને આધીન છે.”
આમ, આત્મા સર્વને જાણનાર એવો ચેતન પદાર્થ છે અને દેહાદિ કોઈને જાણી ન શકનાર એવા અચેતન પદાર્થ છે. જડ દેહ, ઇન્દ્રિય અને પ્રાણ તે આત્મા નથી, આત્મા તો સર્વથી ભિન્ન એવો ચૈતન્યયુક્ત પદાર્થ છે. આત્માની સત્તા વડે દેહ, ઇન્દ્રિય અને પ્રાણ પ્રવર્તે છે. તે સર્વ આત્માનું અસ્તિત્વ હોય તો જ પ્રવર્તે છે. જો આત્માની સત્તા ન હોય તો દેહાદિ સર્વ જડપણે પડ્યાં રહે છે. આ પ્રકારે આ ગાથામાં દેહાદિથી ભિન્ન ચૈતન્યસ્વરૂપી તથા દેહાદિના પ્રવર્તક એવા આત્માની સિદ્ધિ કરવામાં આવી છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘દેહ ન જાણે તેહને, જે છે સુખ સમુદાય; વળી પરિણામે દુઃખદ છે, તેનું ન ભાન જરાય. હિત શું છે ને અહિત શું, જાણે ન ઇંદ્રી, પ્રાણ; જે જાણે તે તેહથી, ભિન્ન જણાય સુજાણ. ઇંદ્રિય શાસોશ્વાસને, મન વાણી ને કાય; આત્માની સત્તા વડે, જાગૃત ભાવ જણાય. જુઓ મૃતકમાં છે બધી, ઈદ્રિય આદિ પ્રાણ; પણ જો આત્મા હોય તો, તેહ પ્રવર્તે જાણ....૨
૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ. ૨૩૪ ૨- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૨૬ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૨૦૯-૨૧૨).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org