________________
૭૧૪
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આનું સમાધાન એ છે કે કાર્યાનુરૂપ કારણ હોવું જોઈએ એમ જ્યારે કહેવામાં આવે છે ત્યારે એનો અર્થ એમ નથી થતો કે કારણ સર્વથા અનુરૂપ હોય. કાર્યથી કારણ સર્વથા અનુરૂપ નથી હોતું, તેમ સર્વથા અનનુરૂપ - ભિન્ન પણ નથી હોતું; એટલે કે જો કારણ અને કાર્યને સર્વથા અનુરૂપ માનવામાં આવે તો બન્નેના બધા ધર્મો સરખા જ માનવા પડે; અને તેમ માનવા જતાં કારણ-કાર્ય વચ્ચે કોઈ ભેદ જ ન રહે, બને કારણ બની જાય અથવા અને કાર્ય બની જાય; અને જો કારણ-કાર્યનો સર્વથા ભેદ માનવામાં આવે એટલે કે બન્નેને સર્વથા વિરોધી માનવામાં આવે તો કારણ અથવા કાર્ય બન્નેમાંથી એકને વસ્તુ માનવા જતાં બીજાને અવસ્તુ માનવી પડે. બન્નેને તો વસ્તુ માની શકાય નહીં, કારણ કે તેમ કરવામાં તેમનો ઐકાંતિક ભેદ બાધિત થઈ જાય; માટે કારણ-કાર્યની સર્વથા અનુરૂપતા અથવા સર્વથા અનનુરૂપતા નથી, પણ અમુક અંશે સમાનતા અને અમુક અંશે અસમાનતા છે. આથી સુખ-દુ:ખનું કારણ એવું કર્મ, સુખ-દુ:ખની અમૂર્તતાના કારણે અમૂર્ત સિદ્ધ હોવું જરૂરી નથી.
આની સામે કોઈ કહે કે ઉપર્યુક્ત સમાધાનનો ભાવાર્થ એ છે કે સંસારમાં બધું જ તુલ્ય અને અતુલ્ય છે; તો પછી કાર્યાનુરૂપ કારણ હોવું જોઈએ' એમ કહેવાનું પ્રયોજન શું? સંસારમાં કોઈ એકાંતે અનનુરૂપ - અતુલ્ય હોય તો જ તેની વ્યાવૃત્તિ માટે કાર્યને અનુરૂપ કારણનું વિધાન આવશ્યક બને; પરંતુ એવો કોઈનો પક્ષ હોય જ નહીં તો પછી વિશેષતઃ કાર્યાનુરૂપ કારણને સિદ્ધ કરવાનું કશું જ પ્રયોજન નથી.
આનું સમાધાન એમ છે કે કાર્યાનુરૂપ કારણને સિદ્ધ કરવાનો અભિપ્રાય એ છે કે યદ્યપિ સંસારમાં બધું જ તુલ્યાતુલ્ય છે, છતાં કારણની જ એક વિશેષ - સ્વપર્યાય એ કાર્ય છે, તેથી તેને એ દષ્ટિએ અનુરૂપ - સમાન કહેવામાં આવે છે અને કાર્ય સિવાયના બધા પદાર્થો તેનાં અકાર્ય છે - પરપર્યાય છે, તેથી એ દષ્ટિએ તે બધાને કારણથી અનનુરૂપ - અસમાન કહેવામાં આવે છે. આનું તાત્પર્ય એ છે કે કારણ સ્વય કાર્યવÚરૂપે પરિણત થાય છે, પણ તેનાથી ભિન્ન એવી કોઈ બીજી વસ્તુરૂપે પરિણત થતું નથી. આ વસ્તુનું સમર્થન કરવા માટે જ વિશેષતઃ કાર્યાનુરૂપ કારણનું કથન કરવામાં આવે છે; એટલે કે બીજી બધી વસ્તુઓ સાથે કારણની અન્ય રીતે સમાનતા છતાં આ દૃષ્ટિએ, અર્થાત્ પરપર્યાયની દષ્ટિએ કાર્યભિન્ન બધી વસ્તુઓ કારણથી અસમાન - અનનુરૂપ છે એમ વસ્તુનું પ્રતિપાદન કરવું ઇષ્ટ છે.
પ્રશ્ન થાય કે સુખ અને દુઃખ એ તેના કારણની સ્વપર્યાય કેવી રીતે છે? એ સવાલનો જવાબ એમ છે કે જીવ અને પુણ્યનો સંયોગ એ સુખનું કારણ છે અને તે સંયોગની જ સ્વપર્યાય સુખ છે; તથા જીવ અને પાપનો સંયોગ તે દુ:ખનું કારણ છે અને તે સંયોગની જ સ્વપર્યાય દુઃખ છે. વળી, જેમ સુખને શુભ, કલ્યાણ, શિવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org