________________
૨૭૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'
વિવેચન
છે અને તેથી તેમાં એકત્વની પ્રતીતિ થાય છે; પરંતુ વસ્તુતઃ જળબિંદુઓની જેમ પ્રત્યેક દેશ અને કાળમાં વિજ્ઞાનક્ષણ ભિન્ન જ હોય છે. બૌદ્ધ આત્માની નિત્યતાને નથી માનતું, પણ વિજ્ઞાનસંતાનની અવિચ્છિન્નતાને અવશ્ય માને છે.
(૪) ન્યાય-વૈશેષિક દર્શન
-
ન્યાય-વૈશેષિક દર્શન આત્માને જડસ્વભાવી, કૂટસ્થ નિત્ય તથા સર્વગત માને છે. તે આત્મામાં જ્ઞાન, સુખ, પ્રયત્ન, ઇચ્છા, દ્વેષ આદિ ગુણોનું આરોપણ કરે છે, જે અનિત્ય છે. નૈયાયિકો અને વૈશેષિકો આત્માને ગુણોના આશ્રય તરીકે માને છે અને દ્રવ્ય તથા ગુણોને ભિન્ન માને છે, તેથી આત્મદ્રવ્યમાં જ્ઞાનાદિ ગુણોનો સ્વીકાર કર્યા છતાં જ્ઞાનાદિની અનિત્યતાના કારણે આત્માને અનિત્ય માનવો તેના મત અનુસાર જરૂરી નથી.
(૫) સાંખ્ય-યોગ દર્શન
સાંખ્ય-યોગ આત્માને ફૂટસ્થ નિત્ય માને છે એટલે તેમાં કોઈ જ પરિણામ કે વિકાર માનતા નથી. તેના મત મુજબ પુરુષ (આત્મા) નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત, અસંગ, અલિપ્ત, અકર્તા છે. તે કંઈ જ કરી શકતો નથી. તે નિષ્ક્રિય છે. સંસાર અને મોક્ષ પુરુષના નહીં પણ પ્રકૃતિના છે. સુખ, દુ:ખ, જ્ઞાન વગેરે પુરુષના ધર્મો નથી પણ પ્રકૃતિના ધર્મો છે એમ તે માને છે. આમ, તે આત્માને સર્વથા અપરિણામી માને છે. આત્માનું કર્તૃત્વ નહીં માનતું હોવા છતાં આત્મામાં ભોક્તત્વ માને છે. પરંતુ એ ભોક્તૃત્વના કારણે આત્મામાં પરિણામ ઘટી શકવાનો સંભવ હોવાથી તેણે ભોક્તત્વને પણ વસ્તુતઃ આત્મધર્મ માનવાનું યોગ્ય માન્યું નથી અને એ રીતે આત્માના કૂટસ્થત્વની રક્ષા કરવા પ્રયત્ન કર્યો છે.
(૬) પૂર્વ મીમાંસા દર્શન
ઉપનિષદમાં આત્માને નિત્યાનિત્ય કહ્યો છે. આત્મા ચૈતન્યદ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે, એટલે કે અનાત્મામાંથી આત્મા કદી ઉત્પન્ન થતો નથી અને આત્મા કદી અનાત્મા બનતો નથી એ અપેક્ષાએ તે નિત્ય કહેવાય છે; પણ આત્માની જ્ઞાનપર્યાયો, અવસ્થાઓ બદલાતી રહે છે, તેથી તે અનિત્ય પણ છે એવો મીમાંસકોનો મત છે.
(૭) ઉત્તર મીમાંસા (વેદાંત) દર્શન
વેદાંતના સર્વ સંપ્રદાયો બ્રહ્મને નિત્ય માને છે, પરંતુ જીવાત્મા વિષે તેઓ ભિન્ન ભિન્ન મંતવ્યો ધરાવે છે. શાંકરમત અનુસાર જીવાત્મા માયિક છે. તે અનાદિથી અજ્ઞાનયુક્ત છે. અજ્ઞાનનો નાશ થાય ત્યારે તે બ્રહ્મક્ય અનુભવે છે અને જીવભાવ નષ્ટ થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org