________________
ગાથા-૬૦
(૧) ચાર્વાક દર્શન
ચાર્વાકદર્શન સ્વતંત્ર આત્મતત્ત્વનું અસ્તિત્વ નથી માનતું, કારણ કે આત્મા ઇન્દ્રિયપ્રત્યક્ષ નથી. તે આત્મા નામના કોઈ પદાર્થની વિદ્યમાનતા સ્વીકારતું નથી. ચાર્વાક દર્શન એમ માને છે કે શરીર, ઇન્દ્રિય કે પ્રાણથી ભિન્ન કોઈ આત્મા નથી. શરીરાદિથી ભિન્ન આત્માના અસ્તિત્વનું કોઈ પ્રત્યક્ષપ્રમાણ નથી, માટે આત્મા જેવું કંઈ છે જ નહીં. શરીરાદિથી ભિન્ન આત્માનું અસ્તિત્વ જ નથી તો તેનો નિત્ય હોવાનો કોઈ પ્રશ્ન જ ઊઠતો નથી. મૃત્યુ પછી શરીર નષ્ટ થઈ જાય છે અને તે જ પોતાનો અંત છે એમ માનવું જોઈએ. પૂર્વજીવન, પુનર્જન્મ, સ્વર્ગ, નરક, કર્મભોગ આ સઘળી વાતો નિરાધાર છે. આમ, તે જન્માંતરમાં માનતું નથી. તેના મત મુજબ આત્મા એ સર્વથા સ્વતંત્ર દ્રવ્ય નથી અને તેથી તે નિત્ય, શાશ્વત નથી. ચાર્વાકમતવાદીઓનો એક વર્ગ આત્માને શરીરથી ભિન્ન માને છે, પરંતુ તે એમ માને છે કે આત્માની સત્તા શરીરના સત્તાકાળ સુધી જ રહે છે અને તેથી તે પુનર્જન્મને સ્વીકારતો નથી. આમ, ચાર્વાક દર્શન અનુસાર આત્મા નિત્ય નથી.
(૨) જૈન દર્શન
૨૭૫
જૈન દર્શનના મત અનુસાર આત્મા પરિણામી નિત્ય છે. જૈન દર્શન એમ માને છે કે શરીરનો નાશ થાય છે પણ આત્માનો નાશ થતો નથી, તે ત્રિકાળ ટકે છે. મૃત્યુ પછી આત્મા નવું શરીર ધારણ કરે છે, જેને જન્માંતર અથવા પુનર્જન્મ કહેવાય છે. આત્મા સ્વાધીન છે, સ્વતંત્ર છે, અનાદિ-અનંત છે. આત્મા નિત્ય છે અને તેનું પરિણમન સતત થયા કરે છે. જ્ઞાનાદિ ગુણોના આ પરિણમનના કારણે જૈન દર્શન આત્માને અનિત્ય પણ કહે છે. આમ, તેણે પરિણામી નિત્યવાદનો સ્વીકાર કર્યો છે.
(૩) બૌદ્ધ દર્શન
Jain Education International
બૌદ્ધ દર્શનના મત પ્રમાણે આત્મા અનિત્ય છે. પ્રત્યેક ક્ષણે વિજ્ઞાન વગેરે નવી નવી ચિત્તક્ષણો ઉત્પન્ન થાય છે તથા લય પામે છે અને આત્મા એ વિજ્ઞાનક્ષણોથી જુદો નથી, એટલે તેના મત મુજબ આત્મા અનિત્ય છે. એક પળે જે વિજ્ઞાન સંસ્કારરૂપે હોય છે તે જ પાછું બીજી પળે વિજ્ઞાનના કારણરૂપ બને છે; વળી પાછું એ કાર્યરૂપ વિજ્ઞાન તે પછીના વિજ્ઞાનનું કારણ બની જાય છે. આમ, પરસ્પર ભિન્ન એવા ક્ષણિક વિજ્ઞાનસમૂહમાં પરંપરારૂપે કાર્ય-કારણભાવ રહે છે, જેને બૌદ્ધ દર્શન વિજ્ઞાનપ્રવાહ કે વિજ્ઞાનસંતતિ નામ આપે છે. આ વિજ્ઞાનપ્રવાહ કે વિજ્ઞાનસંતાન સિવાય આત્મા જેવું કોઈ બીજું મૂળભૂત તત્ત્વ નથી. નદીનો પ્રવાહ ધારાબદ્ધ વહેતાં જળબિંદુઓથી બને છે અને તેમાં એકત્વની પ્રતીતિ થાય છે, તેમ વિજ્ઞાનની સંતતિપરંપરાથી વિજ્ઞાનધારા બને
For Private & Personal Use Only
www.jainelibrary.org