________________
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'
વિવેચન
ભવપર્યાયની અપેક્ષાએ (ચાર્વાકમતના પ્રભાવથી) અને બીજી, સમયે સમયે પલટાતી ક્રોધાદિ દશારૂપ સૂક્ષ્મ પર્યાયની અપેક્ષાએ (બૌદ્ધમતના પ્રભાવથી). શ્રીમદે આત્માનું નિત્યત્વ નહીં સ્વીકારનારાં એવાં આ બે દર્શનોની પ્રચલિત દલીલ તે દર્શનનાં નામ લીધા વિના શિષ્યની જિજ્ઞાસારૂપે મૂકી છે અને તે પછી શ્રીગુરુના મુખે તે શંકાનું સમાધાન નવ ગાથાઓ(૬૨-૭૦)માં આપ્યું છે. તેમાં શિષ્યની શંકાનું અયથાર્થપણું બતાવી, આત્માનું શ્રેય થાય તે માટે આત્માના નિત્યત્વને સિદ્ધ કરી આપ્યું છે.
૨૭૪
પ્રસ્તુત ગાથામાં ચાર્વાક દર્શનના પ્રભાવથી સ્થૂળ ભવપર્યાયની અપેક્ષાએ આત્માની અનિત્યતા બતાવતાં શિષ્ય કહે છે
ગાથા
-
‘બીજી શંકા થાય ત્યાં, આત્મા નહિ અવિનાશ; દેહયોગથી ઊપજે,
દેહવિયોગે
નાશ.' (૬૦)
અર્થ
પણ બીજી એમ શંકા થાય છે, કે આત્મા છે તોપણ તે અવિનાશ એટલે નિત્ય નથી; ત્રણે કાળ હોય એવો પદાર્થ નથી, માત્ર દેહના સંયોગથી ઉત્પન્ન થાય, અને વિયોગે વિનાશ પામે. (૬૦)
ભાવાર્થ
આત્માના અસ્તિત્વ સંબંધી નિઃશંક થવા છતાં બીજી એક શંકા થાય છે કે આત્માનું હોવાપણું છે, તોપણ તે કદી નાશ ન થાય એવો નિત્ય સદા રહેનારો પદાર્થ નથી, અર્થાત્ ત્રણે કાળ વિદ્યમાન હોય એવો ત્રિકાળવર્તી પદાર્થ નથી. દેહના સંયોગથી ઉત્પન્ન થાય અને દેહના વિયોગે નાશ પામે એવો દેહસ્થિતિ પર્યંત વર્તનારો, મર્યાદિત કાળવર્તી પદાર્થ છે. ઘટ, પટ આદિ પદાર્થો જેમ અમુક કાળવર્તી છે, તેમ આત્મા દેહસ્થિતિ પર્યંત ટકનારો પદાર્થ છે; અર્થાત્ આત્મા દેહની સાથે નાશ પામનારો, વિનાશી, અનિત્ય પદાર્થ છે.
Jain Education International
આત્માનું અસ્તિત્વ સ્વીકારનારા કેટલાક એમ માને છે કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ એ પંચ ભૂતોના સંયોજનથી આત્માની ઉત્પત્તિ થાય છે, અર્થાત્ દેહના જન્મ સાથે આત્માની ઉત્પત્તિ થાય છે અને તે પંચ ભૂત વીખરાતાં દેહ નાશ પામે છે અને તેની સાથે આત્મા પણ નાશ પામે છે. માટે આત્મા ઉત્પાદ-વિનાશ સ્વભાવવાળો છે, ત્રણે કાળ જેનું અસ્તિત્વ હોય એવો નિત્ય પદાર્થ નથી.
-
વિશેષાર્થ
આત્માના અસ્તિત્વની જેમ બધા દાર્શનિકોએ આત્માના નિત્યત્વ અંગે પણ પોતપોતાની રીતે વિચારણા કરી છે. આત્માના નિત્યત્વ અંગે વિભિન્ન દાર્શનિકો વિભિન્ન મત ધરાવે છે. કેટલાક દાર્શનિકો આત્માને સર્વથા નિત્ય, તો કેટલાક આત્માને સર્વથા અનિત્ય, તો વળી કેટલાક આત્માને પરિણામી નિત્ય માને છે. આત્માના નિત્યત્વના વિષયમાં વિભિન્ન દર્શનોના મતોનો વિચાર કરીએ
For Private & Personal Use Only
www.jainelibrary.org