________________
ગાથા – ૬૦
- ગાથા પ૯માં શિષ્ય કહ્યું કે આત્માના હોવાપણા વિષે આપે જે જે પ્રકારો | ભૂમિકા
"2"| કહ્યા, જે જે ઉત્તરો કહ્યા, તેનો અંતરમાં વિચાર કરવાથી આત્માનું અસ્તિત્વ સંભવે છે, એમ ભાસે છે. આત્માના અસ્તિત્વ સંબંધી શંકાના સમાધાન ઉપર વિચારણા કરવાથી આત્માના હોવાપણાની વાત અંતરમાં દઢ થઈ છે અને ‘આત્મા નથી' એ મિથ્યા માન્યતા સંપૂર્ણપણે ટળી ગઈ છે એવો સ્વીકાર શિષ્ય મુક્ત કંઠે કરે છે. આમ, સરળચિત્ત વિનયસંપન શિષ્ય આત્મા છે' એ પ્રથમ પદનો સ્વીકાર કરે છે. હવે સમ્યગ્દર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનકરૂપ છ પદોમાંનું બીજું પદ આત્મા નિત્ય છે' એ વિષે શિષ્ય પોતાની મૂંઝવણ વ્યક્ત કરે છે.
શિષ્ય તત્ત્વજિજ્ઞાસુ તથા વિચારવાનું છે, તેથી તેના મનમાં ક્રમબદ્ધ વિચારશ્રેણી ચાલે છે. આત્માના અસ્તિત્વ સંબંધી તેને સમ્યક્ નિર્ણય થયો હોવા છતાં આત્માના નિત્યત્વ અંગે તેને હજી નિઃશંકતા થઈ નથી. આત્માના ત્રિકાળ હોવાપણા વિષે તેને હજુ શંકા ઊડ્યા કરે છે. આત્મા સાથેનો તથા આત્મા વગરનો એમ બન્ને પ્રકારે દેહ દેખાય છે, બન્ને વચ્ચેનો તફાવત પણ જણાય છે અને તેથી આત્મા છે' એમ તો સિદ્ધ થાય છે; પરંતુ દેહ વગરનો આત્મા આજ પર્યત જણાયો નથી, તેથી તે શાશ્વત કઈ રીતે હોઈ શકે એનો સ્પષ્ટ ઉકેલ તેને મળતો નથી.
આત્માના અસ્તિત્વ સંબંધી શંકાઓનું સમાધાન કરતાં શ્રીગુરુએ જ્યારે જણાવ્યું હતું કે “સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય” તથા “એકપણું પામે નહીં, ત્રણે કાળ દ્વયભાવ' - ત્યારે જ શિષ્યની ઊંડી વિચારણામાં આત્મા ક્ષણિક કે નાશવંત નથી એ ભાવ પકડાયો હતો, પરંતુ આત્માની નિયતા વિષે હજી તેને નિઃશંક પ્રતીતિ થઈ નથી. તેથી આત્મા ત્રિકાળવર્તી અવિનાશી પદાર્થ છે, અર્થાત્ આત્મા નિત્ય છે' એવા આત્માના બીજા પદ સંબંધીમાં સંતોષકારક સમાધાન અર્થે તથા તેનો અફર નિર્ણય થવાને અર્થે તે પોતાની દલીલો રજૂ કરે છે અને સમાધાન માટે તે શ્રીગુરુને યાચના કરે છે.
આત્માના નિત્યત્વના વિષય માટે શ્રીમદે ૧૧ ગાથાઓ (૬૦-૭૦)ની રચના કરી છે. તેમાં પ્રથમ બે ગાથા (૬૦-૬૧)માં વિનીત શિષ્ય આત્માના નિયત્વરૂપ બીજા પદ વિષે પોતાની શંકાના સમર્થનમાં દલીલો રજૂ કરે છે. આત્મા નિત્ય નથી' એમ જણાવવા માટે શિષ્ય બે દલીલો રજૂ કરે છે - એક તો દેહના ઉત્પત્તિ-નાશરૂપ સ્થૂળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org