________________
ગાથા-૬૦
૨૭૭ જાય છે, તેથી માયિક જીવ બહ્મરૂપે નિત્ય છે અને માયારૂપે અનિત્ય છે. શ્રી શંકરાચાર્ય સિવાયના લગભગ બધા આચાર્યો જીવને બહ્મનો વિવર્ત નહીં પણ બહ્મના પરિણામ તરીકે સ્વીકારે છે. એ દષ્ટિએ જીવાત્મા પરિણામી નિત્ય છે.
આમ, ભારતીય દર્શનોની આત્માના નિત્યત્વ વિષેની વિચારણા વિવિધ સ્વરૂપે જોવા મળે છે. આત્માના નિયત્વ અંગેની તેમની માન્યતાઓમાં ઘણા તફાવત રહેલા છે. આત્માની નિયતાના સ્વરૂપ વિષે જુદા જુદા મત હોવા છતાં ચાર્વાક અને બૌદ્ધ દર્શન સિવાય સર્વ ભારતીય દર્શનો આત્માને નિત્ય માને છે. આત્માની નિત્યતા કયા પ્રકારે છે (ફૂટસ્થ, પરિણામી ઇત્યાદિ) તે વિષે તેમના વચ્ચે મતભેદ છે, પણ તેઓ આત્માની નિત્યતાનો સ્વીકાર તો કરે જ છે. માત્ર ચાર્વાક અને બૌદ્ધ દર્શન આત્માની નિત્યતાને સમ્મત કરતા નથી. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ના શિષ્યને આ બન્ને દર્શનની માન્યતાના પ્રભાવથી આત્માના નિત્યત્વ અંગે શંકા ઊપજી છે. ગાથા ૬૦માં શિષ્ય ચાર્વાક દર્શનની માન્યતા અને ગાથા ૬૧માં બૌદ્ધ દર્શનની માન્યતા શ્રીગુરુ સમક્ષ પોતાની શંકારૂપે રજૂ કરે છે.
પ્રસ્તુત ગાથામાં શિષ્ય કરેલી દલીલમાં ચાર્વાક દર્શનની માન્યતાનો પ્રભાવ સ્પષ્ટપણે જણાય છે. ચાર્વાક દર્શન જડવાદી દર્શન છે. ચાર્વાકમતવાળા નાસ્તિક છે. આત્મા, ઈશ્વર, સ્વર્ગ, મોક્ષ વગેરે ભામક ખ્યાલો છે એવી ચાર્વાક દર્શનની વિચારધારા છે. તેના મત પ્રમાણે આત્મા, ઈશ્વર, પરલોક, કર્મ વગેરેનું અસ્તિત્વ જ નથી, કારણ કે તે ઇન્દ્રિયગોચર નથી. તે પ્રત્યક્ષપ્રમાણને જ માને છે અને આ શરીરથી ભોગવાય તેટલું સુખ ભોગવી લેવાની ભલામણ કરે છે. પુણ્ય-પાપ, ધર્મ-અધર્મ આદિની વાતો તેના મત મુજબ પાખંડીઓના પ્રલાપો છે.
ચાર્વાકોમાં ધૂર્ત’ અને ‘સુશિક્ષિત એવા બે વર્ગ છે. શ્રી જયંત ભટ્ટ ‘ન્યાયમંજરી'માં ચાર્વાકમતવાદીઓની બે શાખાઓનો ઉલ્લેખ કર્યો છે - (૧) ધૂર્ત ચાર્વાક અને (૨) સુશિક્ષિત ચાર્વાક. ધૂર્ત ચાર્વાકો શરીરને ચાર ભૌતિક તત્ત્વોનો સંઘાત માને છે અને આત્માને શરીરથી અભિન્ન માને છે. ધૂર્ત ચાર્વાકો આત્માની સત્તાને શરીરથી ભિન્ન નથી માનતા. આથી વિપરીત, સુશિક્ષિત ચાર્વાકોના મત અનુસાર શરીરથી ભિન્ન એવા આત્માનું અસ્તિત્વ છે. તેઓ આત્માને શરીરથી ભિન્ન અને સર્વ અનુભવોના જ્ઞાતા તથા ભોક્તા તરીકે માને છે. તેમના મત મુજબ શરીરનો નાશ થાય ત્યારે આત્માનો પણ નાશ થાય છે. શરીરના નાશ પછી આત્માની સ્થિતિ રહેતી નહીં હોવાથી તેઓ પુનર્જન્મનો સ્વીકાર કરતા નથી, આત્માની સત્તા શરીરના સત્તાકાળ સુધી જ રહે છે એમ તેઓ માને છે. ૧ ૧- શ્રી જયંત ભટ્ટ, ન્યાયમંજરી', પૃ.૪૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org