________________
૫૯૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન પણ સિદ્ધ એટલે શુદ્ધાત્માનું અક્રિયપણું છે, એમ નિરૂપણ કર્યું છે; છતાં અમે આત્માને શુદ્ધાવસ્થામાં કર્તા હોવાથી સક્રિય કહ્યો એવો સંદેહ અને થવા યોગ્ય છે. તે સંદેહ આ પ્રકારે શમાવવા યોગ્ય છે :- શુદ્ધાત્મા પરયોગનો, પરભાવનો અને વિભાવનો ત્યાં કર્તા નથી, માટે અક્રિય કહેવા યોગ્ય છે; પણ ચૈતન્યાદિ સ્વભાવનો પણ આત્મા કર્તા નથી એમ જો કહીએ તો તો પછી તેનું કંઈ પણ સ્વરૂપ ન રહે. શુદ્ધાત્માને ચોગક્રિયા નહીં હોવાથી તે અક્રિય છે, પણ સ્વાભાવિક ચૈતન્યાદિ સ્વભાવરૂપ ક્રિયા હોવાથી તે સક્રિય છે. ચૈતન્યાત્મપણું આત્માને સ્વાભાવિક હોવાથી તેમાં આત્માનું પરિણમવું તે એકાત્મપણે જ છે, અને તેથી પરમાર્થનયથી સક્રિય એવું વિશેષણ ત્યાં પણ આત્માને આપી શકાય નહીં. નિજ સ્વભાવમાં ૧ સક્રિયતાથી નિજ સ્વભાવનું કર્તાપણું શુદ્ધાત્માને છે, તેથી કેવળ શુદ્ધ સ્વધર્મ હોવાથી એકાત્મપણે પરિણમે છે; તેથી અક્રિય કહેતાં પણ દોષ નથી. જે વિચારે સક્રિયતા, અક્રિયતા નિરૂપણ કરી છે, તે વિચારના પરમાર્થને ગ્રહીને સક્રિયતા, અક્રિયતા કહેતાં કશો દોષ નથી. (૭૮)
- પૂર્વોક્ત ચાર ગાથાઓ (૭૪-૭૭)માં શ્રીગુરુએ આપેલ સમાધાન દ્વારા એ ભાવાર્થ
| સ્પષ્ટ થાય છે કે આત્મા જ પ્રેરકપણે કર્મનો કર્તા છે. કર્મબંધની પ્રવૃત્તિ અનાયાસે થતી નથી, પણ આત્માની રાગાદિભાવરૂપ પ્રેરણાથી થાય છે. આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપના ભાનમાં વર્તે, એટલે કે નિર્દોષ, અસંયોગી, નિજ ચૈતન્યસ્વભાવની યથાર્થ પ્રતીતિપૂર્વક સ્થિર થાય તો તે પોતાના શુદ્ધ સ્વભાવનો કર્તા થાય છે; પરંતુ પૂર્વે નિબંધન કરેલ કર્મના ઉદય વખતે જો તે પોતાનું ભાન વીસરી જઈને રાગાદિરૂપે પરિણમે તો તે કર્મનો કર્તા થાય છે.
જીવમાં એવી શક્તિ છે જે મિથ્યાત્વાદિરૂપે પરિણમી જડ કાર્પણ વર્ગણાને કર્મરૂપે પરિણાવવામાં નિમિત્ત બની શકે છે. પરમાર્થથી જોતાં આત્મા પોતાના ભાવો (શુદ્ધ અથવા અશુદ્ધ) સિવાય અન્ય કશાનો પણ કર્તા હોઈ શકે નહીં. તેના અશુદ્ધ ઉપયોગનું નિમિત્ત પામીને જડ કાર્પણ વર્ગણાઓ આત્મા સાથે એકપ્રદેશાવગાહ સંબંધે જોડાઈને કર્મરૂપે પરિણમે છે અને તેથી વ્યવહારે આત્મા જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મનો કર્તા કહેવાય છે. જો જીવ પોતાના ભાનમાં રહે તો તે પોતાના શુદ્ધ સ્વભાવનો કર્તા થાય છે અને જો તે પોતાના શુદ્ધ સ્વભાવના ભાનમાં ન વર્તે તો તે અશુદ્ધ નિશ્ચયનયથી ભાવકર્મનો કર્તા થાય છે અથવા તે જડ કર્મના બંધનું નિમિત્ત થયો એમ કહેવાય છે. આમ, શ્રીમદે આત્માના સ્વાભાવિક તથા વૈભાવિક પરિણમનનું સ્વરૂપ સંક્ષેપમાં બતાવી આત્મતત્ત્વનો યથાર્થ નિર્ણય કરાવ્યો છે. ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૪૭ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org